Monday, February 20, 2017
ભારતીય રાજકારણમાં વિચારધારાનો લોપ
સ્વતંત્ર ભારતનું રાજકારણ શરૂ થયું, ત્યારે તેમાં ભારતીય નેશનલ કોંગ્રેસનો દબદબો હતો. આઝાદીની લડતના મુખ્ય પક્ષ તરીકે તેને મળેલાં માનપાન અને જવાહરલાલ નેહરુ જેવા નેતાને કારણે દોઢ-બે દાયકા સુધી બીજા રાજકીય પક્ષો હાંસિયામાં ધકેલાઈ ગયા. છતાં તેમનું અસ્તિત્ત્વ હતું—અને વધારે મહત્ત્વની બાબત એ છે કે તેમની કોંગ્રેસથી જુદી એવી વિચારધારા પણ હતી.
આઝાદીના આંદોલનમાં ગાંધીજીની આગેવાની હેઠળ કોંગ્રેસની વિચારધારા સર્વસમાવેશક હતી. (સામ્યવાદીઓને બાદ કરતાં) સમાજવાદીઓથી માંડીને હિંદુત્વની ઝાંય ધરાવતા નેતાઓ તેમાં સમાય ને પોસાય એવી તેની મોકળાશ હતી. આઝાદી પછી સામ્યવાદી અને સમાજવાદી વિચારધારા ધરાવતા વિવિધ પક્ષો ઉપરાંત (ભાજપના પૂર્વસૂરિ જેવા) ભારતીય જનસંઘ, સરકારી દખલગીરીને બદલે મુક્ત બજારની હિમાયત કરતો, વેપારીઓ-ધનિકો-ભૂતપૂર્વ રાજવીઓનો ટેકો ધરાવતો સ્વતંત્રતા પક્ષ અને બીજા સ્થાનિક રાજકીય પક્ષો અસ્તિત્ત્વમાં આવ્યા. એ પક્ષો અને નેતાઓ સો ટચના, સતયુગી આદર્શવાદી હતા એમ તો ન કહેવાય, પણ જયપ્રકાશ નારાયણ, રામમનોહર લોહિયા સહિત કેટલાક નેતાઓ નીતાંત રાજકીય પ્રાણી એવા પક્ષ અને નખશીખ આદર્શ એવી વિચારધારા વચ્ચે જીવંત તંતુની ગરજ સારતા હતા.. તેના લીધે વિચારધારા સાથે રાજકારણનો સદંતર વિચ્છેદ થયો ન હતો અને રાજકારણ કેવળ સત્તા સુધી પહોંચવાનું સાધન બનીને રહી ગયું ન હતું.
હિંદુ-મુસ્લિમ સંઘર્ષ અને હિંદુ અંતિમવાદના પરિણામે ગાંધીજીની હત્યા થઈ. ત્યાર પછી કોમવાદનો પર્યાય બનેલા હિંદુ હિતના રાજકારણ માટે મુખ્ય ધારામાં બહુ જગ્યા ન રહી. ગાંધીજીની હત્યાના કલંકને લીધે તે એવા અસ્પૃશ્ય બન્યા કે ઇંદિરા ગાંધીએ લાદેલી કટોકટીના કલંકથી જ તેમનું કલંક હળવું બન્યું અને તેમને મુખ્ય ધારાના રાજકારણમાં પાછા લાવવામાં મહત્ત્વનું બન્યું. (ગુજરાતમાં કોંગ્રેસવિરોધી રાજકારણના જૂના સંસ્કારને લીધે જમણેરી રાજકારણનો પગદંડો જામવાની શરૂઆત વહેલી થઈ ચૂકી હતી. કટોકટી પહેલાં થયેલા નવનિર્માણ આંદોલને સંઘ પરિવાર અને તેની સંસ્થાઓને લોકમાન્યતા અપાવવામાં ઠીક ઠીક ભૂમિકા ભજવી હતી.)
કટોકટી પહેલાં ઇંદિરા ગાંધીનો સમાજવાદી રાહે અપાયેલો ‘ગરીબી હટાવો’ નારો કોંગ્રેસની વિચારધારાનું પ્રતિક બન્યો હતો. પરંતુ કટોકટી પછી જનતા પક્ષની મોરચા સરકાર અધવચ્ચેથી તૂટી પડી, ત્યારે સ્થિર સરકાર આપી શકવાની કોંગ્રેસની ક્ષમતા અને ગરીબો-મુસ્લિમો-દલિતોના પક્ષ તરીકેની તેની જૂની છાપ કોંગ્રેસની ઓળખ બની રહી. ઇંદિરા ગાંધીના એકંદર મૂલ્યાંકનમાં તેમની પર સત્તા સિવાયની કોઇ વિચારસરણીનો આરોપ મુકી શકાય એમ ન હતો. તેમની હત્યા પછી વડાપ્રધાન બનેલા રાજીવ ગાધીને વિચારધારા તો ઠીક, રાજકારણ સાથે જ કશો સંબંધ ન હતો. તેમના રાજમાં ભારતે મુક્ત બજારની દિશામાં સાવ આરંભનાં ડગ માંડ્યાં. ભારતને એકવીસમી સદીમાં લઇ જવાના તેમના મુગ્ધ ઉત્સાહથી ભારત લાયસન્સ-પરમિટરાજ વચ્ચે પણ એસ.ટી.ડી. યુગ અને કમ્પ્યુટર યુગમાં પ્રવેશ્યું.
એ સમય કોંગ્રેસની જૂની, સમાજવાદનો અંચળો ધરાવતી, સર્વસમાવેશક વિચારધારાના અસ્તનો હતો. રાજીવ ગાંધીના સમયમાં બોફર્સ કાંડથી ભ્રષ્ટાચાર પહેલી વાર કેન્દ્ર સરકારને ગબડાવે એવો, લગભગ વિચારધારાકીય, મુદ્દો બન્યો (જેનું અનુસંધાન અઢી દાયકા પછી, અમુક અંશે 2014માં જોવા મળ્યું) રાજીવને હરાવીને સરકાર રચનારા વી.પી.સિંઘે મંડલ પંચનો અભરાઈ પર ચડેલો અહેવાલ ઉતારીને, તેના આધારે અન્ય પછાત જાતિઓને 27 ટકા અનામત આપવાની જાહેરાત કરી. એ સાથે જ, ચૂંટણીપટુઓની વ્યૂહબાજીનો અભિન્ન હિસ્સો ગણાતાં જ્ઞાતિ સમીકરણો ઉઘાડેછોગ રાજકીય વિચારધારા તરીકે સ્થાન પામ્યાં. ત્યાર પહેલાં કાંશીરામ દલિત હિતના રાજકારણ સાથે બહુજન સમાજ પક્ષની શરૂઆત કરી ચૂક્યા હતા. તેમનો પક્ષ સ્થાનિક હોવા છતાં, ભારતના રાજકારણના હાર્દ સમા ઉત્તર પ્રદેશમાં તેનું જોર હોવાને કારણે, તે રાષ્ટ્રીય મહત્ત્વ ધરાવતો બન્યો.
જનસંઘના અનુજ ભારતીય જનતા પક્ષે હિંદુ હિતના ઓઠા તળે કોમવાદ અને ‘મુસ્લિમ તુષ્ટિકરણ’ના વિરોધના નામે 'હિંદુત્વ ખતરેમેં'ની ભાવના પ્રેરવાનું શરૂ કર્યું. તેમણે કોમન સિવિલ કોડ જેવા વાજબી મુદ્દાને મુસ્લિમ વિરોધ માટે અને કાશ્મીરમુદ્દાને નકરા નેહરુવિરોધ માટે નીચોવી નાખ્યો. બાબરી મસ્જિદ-રામજન્મભૂમિનું આખું ધાંધલ વિચારધારાના નામે રાજકીય ફાયદો લેવા ઊભું કરાયેલું હતું, એની હવે તો એ સમયે તેના પ્રત્યે ભાવ ધરાવતા ઘણાખરા લોકોને પણ ખાતરી થઈ ચૂકી હશે.
રાજીવ ગાંધીની હત્યા પછી, 1991માં ગાંધી પરિવારની બહારના પહેલા કોંગ્રેસી વડાપ્રધાન નરસિંહ રાવને આર્થિક ઉદારીકરણની નીતિ અપનાવવાની ફરજ પડી. એ સાથે ભારતના રાજકારણમાં સામાજિકને બદલે આર્થિક વિચારધારાનો યુગ શરૂ થયો. પરંતુ ભારતમાં ગરીબ-વંચિત મતદારોનું પ્રમાણ એટલું મોટું હતું કે મુક્ત બજારવાદ ચૂંટણીલક્ષી, રાજકીય વિચારધારા તરીકે ચાલી શકે નહી (જેમ વિકાસના ભેગ વગરનું નકરું હિંદુત્વ સત્તા હાંસલ કરવા માટે પૂરતું ન ગણાય) ઉદારીકરણ પછી દેશના બે મુખ્ય રાજકીય પક્ષો ભાજપ અને કોંગ્રેસ વચ્ચેનો વિચારધારાકીય ભેદ નાબૂદ થયો. બન્ને પક્ષો અધકચરા ઉદારીકરણમાં અને સરકારી રાહે અધકચરા સમાજકલ્યાણમાં રાચતા થયા. યુપીએના જમાનામાં કોંગ્રેસે સેક્યુલરીઝમ અને ગરીબકલ્યાણનો જૂનો નકાબ ઓઢી રાખ્યો, પરંતુ ગુજરાતમાં 2002માં આ જ કોંગ્રેસને સોફ્ટ હિંદુત્વની લાઇન લેવામાં કશો ખચકાટ થયો નહીં. અસરકારક વહીવટથી સમાજકલ્યાણ-ગરીબકલ્યાણ કરવાને બદલે, કોંગ્રેસે અવનવી યોજનાઓથી સંતોષ માન્યો અને સરકારી રાહે થતા ભ્રષ્ટાચાર ભણી આંખ આડા કાન કર્યા.
એનડીએના મુખ્ય પક્ષ ભાજપ પાસે નીતિના નામે સોફ્ટને બદલે ઉશ્કેરણીજનક હિંદુત્વ અને વિકાસના વાયદા હતા. તેમનો ભ્રષ્ટાચારવિરોધ ચૂંટણી પહેલાં કોંગ્રેસવિરોધ પૂરતો મર્યાદિત હતો. ચૂંટણીવિજય પછી તે ફક્ત ગાંધીપરિવારના વિરોધ પૂરતો સીમિત બન્યો છે. (ગાંધી પરિવાર સિવાયના) બધા કોંગ્રેસીઓને બે હાથે આવકારનાર અને શરદ પવારને પદ્મવિભૂષણ આપનાર એનડીએ સરકારના ભ્રષ્ટાચારવિરોધના દાવા વિશે કશું કહેવાનું રહેતું નથી.
તો હવે વિચારધારાના નામે શું રહ્યું?
જવાબ છેઃ ભાજપ સિવાયના પક્ષો માટે સેક્યુલારિઝમનું અને ભાજપ માટે હિંદુત્વનું સગવડીયું મહોરું. ભાજપની માતૃસંસ્થા સંઘ પરિવાર અને તેનાં ઘણાં સંગઠનો-કાર્યકરો તેમના ઝનૂની, કોમવાદી ખ્યાલોમાં રાચે છે. ગાંધી-આંબેડકર સૌને વાપરી લેવા ઉત્સુક વડાપ્રધાન મોદી એક બાજુ વિશ્વનેતા બનવાનાં સપનાં સેવે છે ને હજુ તેમની સડકછાપ લોકરંજનીમાંથી ઊંચા આવતા નથી. ટ્રમ્પની જીત પછી તેમને આ બાબતમાં પ્રોત્સાહન મળ્યું હોય તો નવાઈ નહીં. સામ્યવાદીઓ તેમના વિચારધારાકીય માળખામાં કેદ અને હવે અપ્રસ્તુત બની ગયા છે, તો સૌથી નવા ખેલાડી કેજરીવાલની એકમાત્ર વિચારધારા ભ્રષ્ટાચારવિરોધની છે. એ સિવાય સ્થાનિક વ્યક્તિકેન્દ્રી પક્ષોનાં નામ ગમે તે હોય, સત્તા સિવાય તેમની કોઇ વિચારધારા નથી. વિચારધારાનો ખાલીપો હવે વ્યક્તિપૂજાથી પુરવાની કોશિશ થઇ રહી છે. પણ તેમાં પક્ષની નહીં, વ્યક્તિની બોલબાલા છે. પક્ષ નબળા-વિચારધારાથી વિહોણા થાય અને વ્યક્તિ સર્વેસર્વા બને તે કોંગ્રેસ-ભાજપ અને બીજા સ્થાનિક પક્ષો માટે એકસરખું જ અનિચ્છનીય અને લોકો માટે નુકસાનકારક છે.

Tuesday, February 14, 2017
હું કવિ ન હોઉં તો પણ સજ્જન રહુ તેટલું ઘણું છેઃ ખબરદાર
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત—એ કવિતાના રચયિતા તરીકે જાણીતા અરદેશર ફ. ખબરદાર હવે ગુજરાતીની કે સામાન્ય જ્ઞાનની એક માર્કની ખાલી જગ્યા બની ગયા છે. 72 વર્ષના લાંબા આયુષ્યમાં ખબરદારે છેલ્લો અક્ષર ‘કા’ ધરાવતા કેટલાક કાવ્યસંગ્રહો (વિલાસિકા, કલિકા, રાસચંદ્રિકા, દર્શનિકા, કલ્યાણિકા, નંદનિકા) ઉપરાંત પણ બીજાં કાવ્યસંગ્રહો પણ આપ્યા. માંડ માધ્યમિક શિક્ષણ સુધી પહોંચેલા ખબરદારે અંગ્રેજીમાં ‘સિલ્કન ટેસલ’ નામે આપેલો કાવ્યસંગ્રહ અંગ્રેજી વાચકોમાં વખણાયો હતો.
પારસી હોવા છતાં સાક્ષરમાન્ય, ‘શિષ્ટ’ ગુજરાતીમાં સર્જન કરનાર ખબરદારને એ સમયના સાક્ષરોની વર્તણૂંક સામે કેવો કચવાટ હતો, તેનો ખ્યાલ ગયા સપ્તાહના લેખમાં આપ્યો હતો. બ.ક.ઠાકોર જેવા સાક્ષર કવિ ખબરદારને ‘ઉપકવિ’ ગણતા-ગણાવતા હતા. એ વિશે ખબરદારે ‘પ્રિય ભાઈશ્રી બલુભાઇ’ને સૌજન્યપૂર્વક લખ્યું હતું, ‘ટેનિસન કે પોપ પણ ઉપકવિ ગણાય, તો આપણે બધા ભલે ઉપકવિઓ ગણાઈશું તો પણ ઘણું છે. પણ એક વાત લખું? આ તમારો ‘ઉપકવિ’ શબ્દ મને ગમતો નથી. એટલું જ નહીં, પણ તે બરાબર નથી. Major poet અને minor poet એ સાપેક્ષ અર્થમાં ‘મોટા’ અને ‘નાના’ કવિ એમ જ લખાય. ‘ઉપપ્રમુખ’ તેમ જ ‘ઉપકવિ’ એ અર્થમાં ખામી છે. તમે પાછું વિચારી જોશો. minor poetના અર્થમાં ઉપ-કવિ શબ્દ અધૂરો કે અનર્થકારી છે. બાકી ભલે હું Minor poet રહું, તેમાં કાંઇ વાંધો નથી અને poet પણ નહીં હોઉં તો પણ શું ગયું? સજ્જન અને પ્રભુજન રહું તેટલું જ ઘણું છે. બાકી ઘણાયે સાક્ષરો અને કવિઓની દુર્જનતા પણ ક્યાં ઓછી જગજાહેર છે?’ (18-11-1928, મદ્રાસ) વિખ્યાત વિવેચક વિષ્ણુપ્રસાદ ત્રિવેદીને તેમણે લખ્યું હતું, ‘ગુજરાતીમાં મારી સામે કોણે કોણે છેલ્લાં થોડાં વર્ષોમાં પ્રચાર કીધો છે તે હું જાણું છું. જે મેં ગુજરાતીમાં લખ્યું તે અંગ્રેજીમાં હોત તો આજે જે અવગણના મારા જીવનના છેલ્લા દિવસોમાં હું જોઈ રહ્યો છું તે કદી થવા પામત નહીં...’ (27-4-1950, મુંબઈ) એ જ પત્રમાં ‘તા.ક.’ તરીકે ખબરદારે લખ્યું હતું, ‘ભાઈ મુનશી ને ઝવેરીએ યુનિવર્સિટી ક્રમમાંથી મારાં પુસ્તકો 25 વર્ષે કાઢી નાખ્યાં છે.’
ડો. ધર્મેન્દ્ર માસ્તર (મધુરમ્) દ્વારા સંપાદિત કવિ ખબરદારના પત્રોમાં જાણવા મળતી સૌથી હૃદયસ્પર્શી વિગતો તેમની આર્થિક-શારીરિક-કૌટુંબિક આપત્તિઓ અને તેની સામે ખબરદારે ચાલુ રાખેલા ધાર્મિક સંશોધનની છે. અનેક પ્રકારની અગવડો વેઠીને પણ દીકરાને ધંધામાં થયેલું કરજ ચૂકવતા ખબરદાર નખશીખ ‘સજ્જન અને પ્રભુજન’ જણાય છે. મૃત્યુના એક મહિના પહેલાં તેમણે પુત્ર પેસીને પત્રમાં લખ્યું હતું, ‘બધાનાં કરજ મેં ભરી દીધાં છે...ખુદાને ઘેર તો મારે ચોખ્ખા હાથે જવું જોઈએ. દીકરાએ કરજ કીધાં છે ને મેં મહેનત કરી ખાટલે પડીને પણ નાણાં મેળવીને પણ પચીસ હજાર ચૂકવ્યા છે.’ (9-6-1953, મદ્રાસ) મૃત્યુના આઠ દિવસ પહેલાં તેમણે ફરી એક પત્રમાં પુત્રને લખ્યું હતું, ‘દીકરા, અહીં મારા પર આફત વરસે છે...પગ બરાબર ચાલતા નથી ને છાતીએ ગભરાટ થયા કરે છે...20-22 વર્ષથી હું હેરાન ને ખુવાર થઈ ગયો છું.’ (22-7-1953, મદ્રાસ)
ખુવારીની વધુ વિગતો ‘કુસુમાકર’ પરના 24-1-1938ના પત્રમાંથી મળે છે, ‘તમને ખબર નથી કે છેલ્લાં નવ વર્ષ મેં કયી સ્થિતિમાં પસાર કીધાં છે. મને પ્રથમ હુંડિયામણના અચાનક મોટા ફેરફારથી દસ લાખની ખોટ મોટા વેપારમાં આવી હતી. તે વેળા મારું સર્વસ્વ મારે વેચી દઈ કરજ કરી આબરૂ રાખવી પડી. પછી ભાગિયાઓએ દગો દીધો, ને પેઢીમાંથી હું છૂટો પડ્યો ત્યારથી મોટે ભાગે માંદગી જ સેવી રહ્યો છું. મારા પુત્રોને મેં પાછી દુકાન કઢાવી આપી. મારું રહ્યુંસહ્યું સર્વ તણાઈ ગયું ને મિત્રોના આધારે હું મુંબઈમાં આવી વસ્યો છું. અઢી-ત્રણ વર્ષથી તો હું બિછાનામાં જ છું. સાયેટીકા આખે અંગ ફેલાઈ ગયો છે...’
આવી પરિસ્થિતિમાં પણ પ્રેરણાના ધક્કે ખબરદારનું સાહિત્યસર્જન ચાલતું હતું. મિત્ર હર્ષદરાય દેસાઇને તેમણે એક પત્રમાં લખ્યું હતું, ‘ગઇ તા.16મી ઓગસ્ટથી મને પાછું કવિતાનું વાદળું ચઢી આવ્યું છે. આ 36 દિનમાં મેં 112 સોનેટો ને 3-4 છૂટી કવિતાઓ લખી છે. સોનેટો તો બધી પ્રભુ સાથેની વાતચીત છે. બહુ જ સારાં લખાયાં છે. હજુ ધોધ ચાલુ છે...આખો દિવસ ને રાતના અગ્યાર સુધી કવિતાથી હું ભરાઈ રહેલો છું. ઝાપટાં આવ્યા જ કરે છે. ‘કલ્યાણિકા’ અને ‘દર્શનિકા’ને ટક્કર મારે એવી કવિતા લખાઈ છે. પ્રભુની મહેર છે. એ જ મારી વેદનાને ઔછી કરે છે ને મને ટકાવી રાખે છે. ઘાણીમાં પીલાઈને તેલ નીકળે છે.’ (22-6-1942, મુંબઈ)
સાહિત્યસર્જન ઉપરાંત ખબરદારનું મોટું અને મહત્ત્વાકાંક્ષી કામ તે પારસીઓની પવિત્ર ‘ગાથા’ના ગુજરાતી અનુવાદનું હતું. 1943ના એક પત્રમાં તેમણે લખ્યું હતું, ‘દોઢબે માસથી અમારા પવિત્ર ‘ગાથા’નો ગુજરાતી કવિતામાં અનુવાદ કરી રહ્યો છું. મેં બહુ સંશોધન એમાં પણ કીધું છે ને અઢી હજાર વર્ષની દબાઈ ગયેલી વાત ખોળી કાઢી છે. પારસી-હિંદુ બન્ને માટે એ નવો ધડાકો છે. ગાથાની ભાષા તે વેદની જ ભાષા છે. ઋગ્વેદની સમકાલીન કે તેથી જૂની છે—પાછલી તો નથી જ. એમાંથી અદભૂત ઇતિહાસ પણ મળે છે. આજ સુધી યુરોપીય અને અમારા વિદ્વાનોએ ખોટા જ અર્થ કીધેલા છે...મારી તો આંખો જ ખુલી ગઈ છે. મારી બધી શક્તિ સંઘરી રાખીને તે આ કામમાં જ વાપરી રહ્યો છું. કપિલ મુનિનું સાંખ્યદર્શન ‘ગાથા’માંથી લીધેલું છે. હવે તો પ્રભુ મને જરા શક્તિ અને જીવન બક્ષે તો આ મહાભારત કામ પાર પાડું. એક એક શ્લોકની બગડેલી ભાષા સુધારીને શુદ્ધ વૈદિક ભાષામાં ઉતારી, પછી અર્થ બેસાડીને સમશ્લોક રચું છું... એ રચાયાને છ હજાર વર્ષ ઉપર થઈ ગયેલાં છે. એની કવિતા અને ભાષા બહુ જ ઊંચી અને સિદ્ધ છે. તમારા અને મારા પૂર્વજો એક જ બાપના—કશ્યપમુનિના—પણ જુદી જુદી માતાનાં સંતાનો હતાં...’ (25-3-1943)
બીજા એક પત્રમાં તેમણે લખ્યું છે, ’13-14મી સદીમાં જેવી ગુજરાતી હતી ને આજે છે તેમાં જેટલો ફરક છે તેવો ને તેટલો ફરક ‘ગાથાની’ અને ઋગ્વેદની ભાષામાં છે. બાકી છે તો શુદ્ધ આર્યભાષા, વેદની જ પણ તેનાથી આગળની. વ્યાકરણ લગભગ એક જ છે. ઝંદ ભાષાનું વ્યાકરણ ને તેની લિપિ ઉકેલવાનું ને શીખવાનું બધું છેલ્લા બે માસમાં માત્ર પુસ્તકો પરથી શીખ્યો છું...હમણાં 17માંના ચાર અધ્યાય પૂરા થયા છે. શબ્દેશબ્દના સંસ્કૃત ધાતુ ને સમશબ્દ મેં આપ્યા છે. સાથે સાથે જૂનો ઇતિહાસ ને જ્યોતિષનાં પ્રમાણ પણ આપું છું. એ ચાર અધ્યાયમાં 175 ફુલ્સ્કેપ કાગળો ખીચોખીચ ભરાયા છે...પહેલા ગાથાના (પાંચમાના) 7 અધ્યાયનાં જ ચારસેં ઉપર પાનાં થઈ જશે ને તે પોથો પ્રથમ છપાવી દઈશ. બધું તો એક હજાર ઉપર પાનામાં થશે.’ (1-6-1943)
ખબરદારનો આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ પૂરો થયો કે નહીં અને તેમનું સંશોધન અત્યારે કેવુંક ટકે એમ છે, એ જાણવાની ઉત્સુકતા થાય એવી છે. કોઈ અભ્યાસી તેની પર વધુ પ્રકાશ પાડશે તો આનંદ થશે.

Thursday, February 09, 2017
લિખિતંગ અરદેશર ફ. ખબરદારના જય ગુજરાત
ગુજરાતની ઓળખ કે તેના જયગાનની વાત નીકળે ત્યારે નર્મદના ‘જય જય ગરવી ગુજરાત’ની હારોહાર જેનો ઉલ્લેખ કરવો પડે એવી કવિતા છે, ‘જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત’. અતિ વપરાશને કારણે આ પંક્તિઓ અને કવિતા તેનું માહત્મ્ય ગુમાવી બેઠેલી લાગે, પરંતુ તેમાં વાંક કવિતા કે તેના પારસી કવિ અરદેશર ફરામજી ખબરદારનો નથી.
![]() |
| A.F.Khabardar / અરદેશર ફરામજી ખબરદાર |
છેલ્લાં વર્ષોમાં તેમણે પ્રખ્યાત વિવેચક વિષ્ણુપ્રસાદ ત્રિવેદી પરના એક પત્રમાં લખ્યું હતું,‘...હું પારસી એટલે મને ઝાઝું આવડે તેમ હોઈ જ શકે નહીં અને શાસ્ત્રીયતા અને સાક્ષરતા તો હિંદુ ભાઈઓ જ બતાવી શકે. તેનો ઘણો કડવો કોમવાદનો અનુભવ મને સાહિત્ય જેવા વિષયમાં પણ પૂરતો મળી ગયો છે....’ (૧૩-૧૨-૧૯૪૮, મુંબઇ) તેમની આ ફરિયાદ જૂની હતી, એમ તેમના બીજા પત્રો પરથી જણાય છે. સાહિત્યકાર ‘કુસુમાકર’ને એક પત્રમાં તેમણે લખ્યું હતું,‘હું તો ગુજરાતના બધા નાના-મોટા સાક્ષરોની ‘ભાભી’ જેવો છું, એટલે સૌના શબ્દો ગળી જઈ શાંતિ રાખું છું....હું તો ‘પારસી’ રહ્યો એટલે ગુજરાતી ભાષા, કવિતા, સાહિત્ય વગેરે તો હું શું જાણું? હિંદુ સાક્ષરો જ બઘુ સમજે ને તે સમજવાનો ને તે માટે લખવાનો અધિકાર પણ હિંદુ સાક્ષરોનો જ ગણાય એ તો હું ૩૫ વર્ષથી સાંભળતો આવ્યો છું. પણ દુનિયાના સાહિત્યનાં તળિયાં એટલાં નિકટ નથી અને મારા હિંદુ ભાઇઓ તો કૂપમંડુક જેવા પોતાના કૂવામાં કે તેની પાળ પાસે કૂદ્યા જ કરે છે.’ (૧૪-૧૧-૧૯૩૯, મુંબઇ)
સમકાલીન સાક્ષર, ઇતિહાસના અધ્યાપક, સોનેટ કાવ્યોના સર્જક અને કવિતામાં ‘પોચટ’ને બદલે બરછટ વિષયો આણવા બદલ જાણીતા બળવંતરાય ક.ઠાકોરની શૈલી સામે ખબરદારને ઘણા વાંધા હતા. તેમના મતના સાહિત્યકારો કે નવોદિત લેખકો વિશે તે ‘ઠાકોરિયાવર્ગ’ના કે ‘ઠાકોરીઆ’ જેવા શબ્દપ્રયોગો પત્રમાં છૂટથી વાપરતા હતા. (દા.ત. ‘આપણા નવીન લેખકમિલનમાં તો પાછા બધા જ ઠાકોરીઆ પેઠા છે’, ૭-૧૧-૪૬)
![]() |
| B.K.Thakore/ બળવંતરાય ક. ઠાકોર (ફોટોઃ જગન મહેતા) |
ડૉ.ધર્મેન્દ્ર મ.માસ્તર (મધુરમ્) દ્વારા સંશોધિત-સંપાદિત અને કોઇ સાહિત્યસંસ્થા દ્વારા નહીં, પણ મુંબઇની પારસી પંચાયત દ્વારા પ્રકાશિત ‘કવિ ખબરદારના પત્રો’ (૧૯૯૨)માં ૧૫૪ પત્રો મુકાયા છે. તેમાં ગુજરાત અને ગુજરાતીઓ વિશેના ખબરદારના અભિપ્રાયો સામસામા છેડાના જોવા મળે છે. પત્રના છેડે સામાન્ય રીતે ‘અરદેશર ફ. ખબરદારના પ્રણામ’ કે ‘અરદેશર ફ.ખબરદારના વંદે માતરમ્’ લખતા કવિએ ઑક્ટોબર ૨૯, ૧૯૩૦ના એક પત્રના છેડે ‘અરદેશર ફ.ખબરદારના જય ગુજરાત’ એવું લખ્યું છે. યાદ રહે કે એ વખતે ભૌગોલિક સ્વરૂપે ગુજરાત રાજ્ય અસ્તિત્ત્વમાં આવ્યું ન હતું. પત્રમાં ગુજરાતની સ્તુતિનો એવો કશો સંદર્ભ નથી, છતાં તેમણે આવું કેમ લખ્યું હશે, એ જાણવા મળતું નથી. ઉલટું ‘પ્રિય ભાઇશ્રી શંભુપ્રસાદ’ પરના એ પત્રમાં તેમણે લખ્યું છે,‘માસિકોની સારીનરસી ટીકાથી કશો હર્ષશોક આણવો નહીં. મારા પર કાંઇ ઓછું લખાયું નથી...આપણે બધા જ કાંઇ રામકૃષ્ણ કે દયાનંદ, ગાંધી કે શેક્સપીઅર કે મીલ્ટન થવાના નથી. સર્વનું કાર્ય સર્વની સ્થિત્યનુરૂપ છે. માટે કશાથી હારી ન ખાતાં તમારી સાહિત્યપ્રવૃત્તિ ચલાવ્યે જશો....’
વર્ષોથી તેમની (એકમાત્ર) ઓળખ સમી બની ગયેલી કવિતા ‘જ્યાં જ્યાં હશે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત’માં એક પંક્તિ છે,‘સૂર્યતણાં કિરણો દોડે ત્યાં સૂર્યતણો જ પ્રકાશ’. તેના વિશે કેટલાક સાક્ષરોએ ટીકા કરી હતી. એવા એક ટીકાકારને તેમણે લખ્યું,‘’તમારો અર્થ પણ જુદો છે ને કોઇ રીતે બંધ બેસતો નથી. મેં કહ્યું છે કે ‘ગુર્જરોના વાસ-પૂર્વ, પશ્ચિમ, ઉત્તર કે દક્ષિણ ગમે ત્યાં હોય, પણ જેમ સૂર્ય લાખો ગાઉ દૂર છે, છતાં તેનાં કિરણો જ્યાં જ્યાં પ્રસરે ત્યાં ત્યાં સૂર્યનો જ પ્રકાશ હોય... (તેમ) ગુજરાતના કિરણરૂપ એક પણ ગુજરાતી જ્યાં હોય ત્યાં તે મૂળ ગુજરાતનો જ પ્રકાશ ફેલાવે છે.’ આ રહસ્ય કેટલું સાદું છતાં ઊંડા ભાવભર્યું છે. ને ઉપમા કેવળ બંધબેસતી છે. હું ઘડી ઘડી જોઉં છું કે ગુજરાતના વિવેચકોએ ઘણે ભાગે મારી કવિતાઓના અર્થ પૂરા સમજ્યા વિના ટીકાઓ કરી દીધી છે.’’ (૩૦-૭-૧૯૨૬, મદ્રાસ)
ગુજરાત વિશે ‘જય ગુજરાત’ લખવા જેટલો ભાવ અને ગુજરાતના સાક્ષરો-સાહિત્યકારો તથા કેટલીક વાર ગુજરાતીઓ વિશે પણ ગંભીર ફરિયાદો--આવો વિરોધ કેમ? તેમાં ખબરદારના અંગત જીવનની કરુણતાઓ ઉપરાંત બીજા પક્ષની પણ જવાબદારી ઓછી હોય તેમ લાગતું નથી. વિષ્ણુપ્રસાદ ત્રિવેદી પરના પત્રમાં તેમણે લખ્યું છે,‘મારા ગુજરાતી સાક્ષર ભાઈઓને પારકે ભાણે જ મોટા લાડુ દેખાય છે. તેમ જ શાસ્ત્રીય વિષયોમાં તો માત્ર છીછરાં તલાવડાંનો જ આભાસ આપે છે...ભાઈશ્રી, મેં એટલું બધું અનુભવ્યું છે કે જે ગુજરાતને માટે પચાસ વર્ષ સુધી મેં સાહિત્યસેવા ખરા તનમનધનથી અર્પી છે તે ગુજરાતના છેલ્લાં પંદર વર્ષના સપૂતોએ મારી પાછળ અધમતાનું જ દર્શન કરાવ્યું છે. મને એનો કશો વિષાદ નથી, કેમ કે ઉપરછલ્લી કીર્તિ કે પ્રચારમાં હું માનતો નથી. કાળની સામે જે ટકી રહેશે તે જ સાહિત્ય, બીજાં બધાં મીઠાઈવાળાનાં પડીકાં!’
ખબરદારને આવી ફરિયાદ કરવાનો અધિકાર હતો. કેમ કે, માંડ છ ધોરણ પાસ થયેલા આ કવિના નામે નાનામોટા કાવ્યસંગ્રહો અને કેટલાંક સંપાદનો મળીને ૨૨ કાવ્યસંગ્રહો બોલે છે. એટલું જ નહીં, અંગ્રેજી વાચકોમાં આવકાર પામ્યો હોય એવો એક અંગ્રેજી કાવ્યસંગ્રહ પણ તેમણે છેક ૧૯૧૮માં આપ્યો હતો.
ફક્ત કવિતાની એક કડીથી યાદ રખાતા ખબરદારના જીવનસંઘર્ષ અને તેમના મોટા પ્રદાન વિશેની કેટલીક વાતો હવે પછી
Wednesday, February 08, 2017
વીસમી સદીની વિચારધારાઓને અલવિદા
માનવ ઇતિહાસમાં સદીઓ સુધી લોકો ધાર્મિક, સામ્રાજ્યસંબંધિત કે મર્યાદિત પ્રાદેશિક ઓળખ ધરાવતા હતા. ભારતની વાત કરીએ તો, રામાયણ-મહાભારત જેવાં મહાકાવ્યો થકી જુદા જુદા પ્રજાસમુહો વચ્ચે સાંસ્કૃતિક જોડાણ ઊભું થયું હતું, પણ તે જોડાણમાં રહેલી ભાવના રાષ્ટ્રભાવના કરતાં જુદી અને ધાર્મિક ભાવનાથી વધારે નજીક હતી. ખ્રિસ્તી અને ઇસ્લામ ધર્મોમાં પણ ભૌગોલિક એકતા અને તેની વફાદારીને બદલે ધાર્મિક ઓળખની અને તેના આધારિત એકતાની બોલબાલા હતી.
અઢારમી સદીથી યુરોપમાં રાષ્ટ્રનું ભૌગોલિક એકમ, તેના પ્રત્યેની વફાદારી-ભક્તિ અને અંગત હિત કરતાં રાષ્ટ્રહિતને ચડિયાતું ગણવાનો આદર્શ પેદા થયાં. યુરોપનો રાષ્ટ્રવાદ (નેશનલિઝમ) 19મી-20૨૦મી સદીમાં એશિયામાં પણ આવ્યો. કવિઓ-લેખકો-આગેવાનોએ તેને અપનાવ્યો, એટલું જ નહીં, તેને ભૂતકાળના ઇતિહાસમાં લાગુ પાડ્યો. એટલે કે ભૂતકાળના ઇતિહાસને રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રીય એકતાના વર્તમાન માળખામાં બેસાડીને રજૂ કર્યો. ગુલામીની બેડીમાં જકડાયેલા દેશોના થોડા લોકોને રાષ્ટ્ર માટે ન્યોચ્છાવર થવામાં જીવનની સાર્થકતા જણાવા લાગી.
રાષ્ટ્રવાદની આ લાગણીમાં બીજી વિચારધારાઓ પાંગરવા માટે પ્રતિકૂળતા નહીં, બલ્કે ઘણી વાર અનુકૂળતા હતી. માટે, વીસમી સદીમાં જોવા મળેલી સામ્યવાદ, ફાસીવાદ, નાઝીવાદ, ગાંધીવાદ, સમાજવાદ જેવી અનેક વિચારધારાઓ કે રાજકીય વાદો રાષ્ટ્રવાદના છત્ર નીચે પાંગરી. તેમાંથી કેટલાકે રાષ્ટ્રવાદને વિકૃતિ સ્વરૂપ આપવામાં-તેને બદનામ કરવામાં મોટો ફાળો આપ્યો. જેમ કે, લાખો યહુદીઓની ઠંડા કલેજે હત્યા કરનારા હિટલરનો નાઝીવાદ એ વખતે જર્મનીના બહુમતી લોકોના રાષ્ટ્રવાદને પૂરક હતો.
વીસમી સદીના બીજા દાયકામાં રશિયાની ઝારશાહીને લોહીયાળ ક્રાંતિ દ્વારા દૂર કરીને રશિયામાં સામ્યવાદ સ્થપાયો. તેણે વીસમી સદીના મોટા હિસ્સા પર અને દુનિયાના ઘણા દેશો પર પોતાની અસર પાડી. વીસમી સદીના અંતભાગમાં સોવિયેત રશિયાના વિઘટનથી સામ્યવાદનાં વળતાં પાણી થયાં. ત્યાર પહેલાં ચીન સામ્યવાદ અને મૂડીવાદના વિચિત્ર મિશ્રણ જેવું આર્થિક-રાજકીય મોડેલ અપનાવી ચૂક્યું હતું, જેમાં એક જ પક્ષ (સામ્યવાદી પક્ષ) પાસે સત્તા હોય. ચીની સરકાર રશિયાના સામ્યવાદની જેમ લોખંડી સકંજો ધરાવતી હતી અને મૂડીવાદી કંપનીઓની જેમ ધંધાદારી હતી. સામ્યવાદીઓની સરખામણીમાં સમાજવાદીઓ આત્યંતિકતાથી દૂર અને મિજાજની રીતે વધારે લોકશાહીવાદી હતા. પણ તેમને તોડફોડ-હિંસાનો બાધ ન હતો. તે રાજ્યના હાથમાં બધી મિલકત રહે તેને બદલે, મિલકતની સમાન ધોરણે ફેરવહેંચણી થાય તેમાં માનતા હતા.
ભારતમાં ગાંધીજીએ બધા વાદોથી અલગ પોતાનો ચીલો ચાતર્યો. તેમના અનુયાયીઓએ તેને ‘ગાંધીવાદ’ નામ આપ્યું. વર્તમાન ભારત સરકારે જેમ સ્વચ્છતા જેવી નિર્દોષ બાબતને ગાંધીવાદ તરીકે ખપાવી દીધી છે, તેમ જૂના વખતના ઘણા ગાંધીવાદી આગેવાનોએ દંભી સાદગી, ખાદીનો દુરાગ્રહ અને દંભી બ્રહ્મચર્યને ગાંધીવાદનો પર્યાય બનાવી દીધા. સ્વાવલંબન, તેમાંથી પેદા થતી રોજગારી, તેમાંથી નીપજતું ગ્રામસ્વરાજ, ગામડાંને જ્ઞાતિવાદથી ખદબદતાં બનાવતી અસ્પૃશ્યતાનો વિરોધ, હિંદુ-મુસ્લિમ એકતા પર ભાર, સાધનશુદ્ધિ, જાહેર જીવનમાં મહિલાઓની સક્રિય સામેલગીરી...આ બધાં ગાંધીજીનાં--અથવા કહો કે, ગાધીવાદનાં-- પ્રમુખ લક્ષણ ગણાય. પરંતુ એવા ગાંધીવાદના લેવાલ ઓછા જ રહ્યા--અને એ પણ સરકારી સ્તરે તો નહીં જ.
મૂડીવાદી ગણાતા અમેરિકામાં રૂઢિચુસ્ત અને પ્રગતિશીલ પરિબળો વચ્ચેનો સંઘર્ષ મુખ્ય રહ્યો. બે રાજકીય પક્ષો પણ એ આધારે વહેંચાયેલા રહ્યા. જેમ કે ગ્રાન્ડ ઓલ્ડ પાર્ટી(GOP) તરીકે ઓળખાતા રીપબ્લિકન પાર્ટીના સરેરશ સભ્યો સજાતીય લગ્નો, ગ્લોબલ વોર્મિંગ, ઉત્ક્રાંતિવાદ વગેરેનો વિરોધ કરતાં હોય, જ્યારે સરેરાશ ડેમોક્રેટ્સનો આ બાબતો પ્રત્યેનો અભિગમ નવા જમાના પ્રમાણેનો હોય. રૂઢિચુસ્તોમાં પણ વળી જે એકદમ આત્યંતિક હોય તેવું જૂથ દસેક વર્ષ પહેલાં ‘ટી પાર્ટી’ તરીકે ઓળખાતું હતું. આ ‘ટી પાર્ટી’ના મુખિયા હોઈ શકે એવા ડોનાલ્ડ ટ્રમ્પે ડેમોક્રેટિક તો ઠીક, રીપબ્લિકન પક્ષના હરીફોને પણ મહાત કરીને, અમેરિકાનું પ્રમુખપદું મેળવી લીધું. તેમનો દાવો છે કે તે ‘અમેરિકા ફર્સ્ટ’માં માને છે. આ અભિવ્યક્તિ મૂડીવાદ-મુક્ત બજાર સાથે સુસંગત હોય કે ન હોય, તેની ટ્રમ્પને પરવા નથી. આખરે વાદ પ્રમાણે દેશ ચાલતો નથી, દેશ પ્રમાણે વાદ ઊભા થાય છેે.
ભારતમાં જવાહરલાલ નહેરુએ અમેરિકાને બદલે રશિયાનું આર્થિક મોડેલ અપનાવ્યું. પોતાના સમાજવાદી-આદર્શવાદી ખયાલોને કારણે, ૧૯૩૦ના દાયકાથી કોંગ્રેસમાં અલગ ચોકો ધરાવતો થયેલો સમાજવાદ નહેરુના જમાનામાં ચરમસીમાએ પહોંચ્યો. હિંદી પટ્ટાના ઘણા વર્તમાન નેતાઓ લોહિયા-જયપ્રકાશ જેવા સમાજવાદી નેતાઓનાં આંદોલનોની નીપજ છે. પરંતુ તેમને સમાજવાદના હાર્દ કે તેના સિદ્ધાંત સાથે એટલી જ લેવાદેવા છે, જેટલી (પેલા પ્રખ્યાત અવતરણ પ્રમાણે) માછલીને સાયકલ સાથે હોય. ભારતના સ્વતંત્રતા આંદોલનના અગ્રસ્થાને ગાંધીજી રહ્યા અને તેમના અનુયાયીઓએ સરકાર બનાવી, છતાં સત્તાવાર ઢબે ભારતને ગાંધીવાદ સાથે--તેનાં મૂળભૂત તત્ત્વો સાથે કશી લેવાદેવા ન રહી. પંડિત નેહરુએ સોવિયેત આર્થિક મોડેલ પ્રમાણે દેશને દોર્યો. તેમાં જાહેર સાહસો તરીકે ઓળખાતી મોટી કંપનીઓ સરકારની માલિકીની રહી અને ખાનગી ઉદ્યોગોને-મુક્ત બજારને-સ્પર્ધાને પ્રોત્સાહન આપવામાં આવ્યું નહીં. ઇંદિરા ગાંધીએ જૂની આર્થિક નીતિઓ અને સમાજવાદનો દંભી અમલ આગળ વધાર્યાં.
સોવિયેત રશિયાના વિઘટન પછી સામ્યવાદની ખોખલી દીવાદાંડી આખરે ધ્વસ્ત થઈ. ભારતને આર્થિક ઉદારીકરણ માટે અર્થતંત્રના ભીડાયેલા દરવાજા ખોલવાની ફરજ પડી. સામ્યવાદના પતન પછી અમેરિકાના મોડેલની સર્વોપરિતા સ્થાપિત થયાનું ગણી લેવાયું. પરંતુ એક-દોઢ દાયકામાં અમેરિકાનું મોડેલ પણ પડી ભાંગ્યું. 2008ની મંદી અને પરદેશની ભૂમિ પર આક્રમણો કરીને વહોરેલી દેવાદારીને લીધે અમેરિકાનો સુપરપાવર વૈશ્વિક સ્તરે નબળો બન્યો. મુક્ત બજારમાં ગુણવત્તા અને ભાવની સ્પર્ધાથી સૌ સારાં વાનાં થશે, એવી મુક્ત બજારવાદીઓની આશા ફળી નથી.
આર્થિક અસમાનતામાં થતો વધારો--અને આઇ.ટી.ની શોધો પછી, મર્યાદિત ક્ષેત્રોને બાદ કરતાં વધતી જતી બેરોજગારી, એ બધી વિચારધારાઓને વળોટીને સામે આવી ઊભેલા સવાલ છે. તેના જવાબમાં ફરી કટ્ટર રાષ્ટ્રવાદ, પ્રોટેક્શનિઝમ (ખુલ્લાપણાના ભોગે દેશનાં આર્થિક હિતોના રક્ષણનો દાવો) અને બધી સમસ્યાઓનો ટોપલો એકાદ પરાયા જનસમુહ (‘ધ અધર’)ના માથે ઢોળવાની બોલબાલા ભારત-અમેરિકા જેવી લોકશાહીમાં પણ વધી રહી છે. આ વિશ્વવ્યવસ્થામાં વીસમી સદીના વાદો હવે દેખાડાપૂરતા પણ ઉપયોગી રહ્યા નથી અને અઢારમી સદીના યુરોપનો રાષ્ટ્રવાદ એકવીસમી સદીના મંચ પર ફરી મુખ્ય ભૂમિકામાં આવ્યો છે.

Labels:
Gandhi/ગાંધી,
history/ઇતિહાસ,
politics,
us
Tuesday, January 31, 2017
લોકો દ્વારા, લોકો સામે, લોકોના લમણે
અમેરિકા
ફર્સ્ટ’ અને ‘મેક
અમેરિકા ગ્રેટ અગેઇન’નાં સૂત્રો સાથે ડોનાલ્ડ ટ્રમ્પ
લોકશાહી ઢબે ચૂંટણી લડ્યા અને જીત્યા. ચૂંટણીપ્રચાર દરમિયાન તેમણે ઘણી બાબતોમાં
આત્યંતિક નિવેદન કર્યાં હતાં. પણ એ તેમની ખામીને બદલે ખાસિયત અને ‘ઇચ્છાશક્તિ’ ગણાઇ. તેમની જીત પછી એવો
આશાવાદ હતો કે પ્રચાર વખતે ટ્રમ્પ ભલે ગમે તેવું બોલ્યા હોય, પણ હવે તે ઠરેલ જણની જેમ વર્તશે. આખરે, હવે તે ઉછાંછળા અબજોપતિ નહીં, અમેરિકાના
રાષ્ટ્રપતિ છે. પરંતુ ટ્રમ્પે પોતાના શાસનના પહેલા જ અઠવાડિયામાં તમામ નિરાશ્રિતો
માટે ચાર મહિના સુધીની અને સાત મુસ્લિમ દેશોના લોકો માટે ત્રણ મહિનાની કામચલાઉ
પ્રવેશબંધી ફરમાવી. સિરીયાના નિરાશ્રિતો માટેની પ્રવેશબંધી તો અચોક્કસ મુદત માટેની
છે. એટલું જ નહીં, સાત મુસ્લિમ દેશોના અમેરિકાનું ગ્રીન
કાર્ડ ધરાવતા લોકોને પણ આકરી વ્યક્તિગત તાવણી પછી જ પ્રવેશ અપાશે.
દૂરનાં અને સાવ નજીકના ભૂતકાળનાં અપલક્ષણોને લીધે, અમેરિકાના પ્રમુખ બનેલા ટ્રમ્પ સામે અભૂતપૂર્વ વિરોધ પ્રદર્શન થયાં હતાં. હોલિવુડથી માંડીને કેટલાંક મહત્ત્વપૂર્ણ પ્રસાર માધ્યમોએ ટ્રમ્પ સામે ચેતવણીના સૂર કાઢ્યા. એ વખતે ઘણાને આ વિરોધ પૂર્વગ્રહયુક્ત અને વધુ પડતો લાગ્યો હતો. પરંતુ પહેલા જ અઠવાડિયે ટ્રમ્પે પ્રવેશબંધીનો ફતવો કાઢીને તેમના વિશેની આશંકા સેવનારાને સાચા ઠરાવ્યા છે. પ્રવેશબંધીના હુકમ પછી અમેરિકાની ઓળખ જેવી આઇ.ટી. કંપનીઓ મેદાને પડી. ગુગલ-ફેસબુકથી માંડીને માઇક્રોસોફ્ટ જેવા જૂની કંપનીઓએ અમેરિકાની સરહદોનું રક્ષણ કરવાના પ્રમુખના ઇરાદાને આવકારીને, ઇમીગ્રન્ટ્સ--બીજા દેશોમાંથી આવતા લોકો-- પ્રત્યેના તેમના અવિશ્વાસની ખુલ્લેઆમ ટીકા કરી. માઇક્રોસોફ્ટના વડા સત્ય નાદેલા અને ગુગલના સુંદર પિચાઇ ભારતીય છે, એપલના સ્ટીવ જોબ્સના પિતા સિરીયાથી આવેલા શરણાર્થી હતા, ફેસબુકના માર્ક ઝકરબર્ગની પત્ની અને તેનો પિયરપક્ષ ‘બહારના’ છે...અને આ બધાએ કરેલી પ્રવેશબંધીની ટીકાનું કારણ અંગત નથી.
‘આઇડીયા ઑફ ઇન્ડિયા’--ભારતનું હાર્દ ‘વિવિધતામાં એકતા’ છે, તો ‘આઇડીયા ઑફ અમેરિકા’ એટલે ‘મોકળાં મન, મોકળું મેદાન’ એવું કહી શકાય. ત્યાં માણસના ધર્મ, દેશ કે જાતિ નહીં, તેની આવડત અગત્યની છે અને
તેના આધારે તેને પ્રગતિની તક મળે છે. આઇ.ટી. કંપનીઓને લાગે છે કે ટ્રમ્પના વટહુકમ
થકી અમલી બનેલી સંકુચિતતા અમેરિકાના અર્થતંત્ર માટે અને સરવાળે ‘આઇડીયા ઑફ અમેરિકા’ માટે હાનિકારક બનશે.
ટ્રમ્પે તત્કાળ અસરથી જારી કરેલા હુકમના પગલે
અમેરિકાનાં એરપોર્ટ પર અંધાધૂંંધી વ્યાપી. સાત દેશોમાંથી સત્તાવાર રીતે આવેલા
લોકોને એરપોર્ટ પર અટકાવવામાં આવ્યા ને તેમને વિમાનમાં પાછા ચઢાવી દેવાની તજવીજો
થઈ. એરપોર્ટ પર અટવાયેલા લોકોમાં આઇ.ટી. કંપનીઓના કર્મચારીઓ પણ હતા. અટવાયેલા
લોકોની મદદે કેટલાક વકીલો પહોંચ્યા, લોકોનાં ટોળાં ભેગાં થયાં
અને મામલો અદાલતમાં ગયો. પ્રમુખનો એક્ઝીક્યુટીવ ઑર્ડર ગેરબંધારણીય ઠરાવીને તેને
તત્કાળ રદબાતલ કરવાની સત્તા અદાલત પાસે ન હોય,
પણ સ્થાનિક
અદાલતોએ એટલી રાહત કરી આપી કે એરપોર્ટ પર અટકાવાયેલા લોકોને પાછા મોકલવામાં ન આવે.
ટ્રમ્પે બધા મુસ્લિમો માટે પ્રવેશબંધી ફરમાવી નથી એ
સાચું છે. પરંતુ જે દેશોના લોકો માટે કામચલાઉ દરવાજા બંધ કરી દેવાયા છે, એે તમામ દેશ મુસ્લિમ બહુમતી ધરાવનારા છે. માટે, વૈશ્વિક સ્તરે ટ્રમ્પના નિર્ણયની આકરી ટીકા થઈ છે. એક આરોપ એવો
પણ થયો છે કે પોતાનાં વ્યાપારી હિતો ધરાવતા મુસ્લિમ દેશોને ટ્રમ્પે આ યાદીમાંથી
બાકાત રાખ્યા છે. અલબત્ત, વ્હાઇટ હાઉસના સત્તાવાર
પ્રવક્તાએ (સાચું જ) કહ્યું છે કે ચૂંટણીપ્રચાર વખતે ટ્રમ્પ સતત આ પ્રકારનાં
પગલાંની હિમાયત કરતા રહ્યા છે. માટે હવે તે પ્રમુખ તરીકે આ પગલું લે તો તેની નવાઇ
ન લાગવી જોઇએ.
પ્રવક્તાની વાતમાં વજૂદ છે. ટ્રમ્પ ચૂંટણીપ્રચારના
અંદાજમાં નહીં, પણ ઠરેલ રીતે વર્તશે-- એવી આશા
સેવનારા ખોટા પડેે, તેમાં ટ્રમ્પ શું કરે? પ્રવેશબંધી મુદ્દે કાનૂની જંગ ચાલશે. પણ કેટલાક નિષ્ણાતોનો
અભિપ્રાય છે કે પ્રમુખની વિશાળ સત્તાઓ ધ્યાનમાં રાખતાં, ચુકાદો તેમની તરફેણમાં આવે એવી પૂરી સંભાવના છે. તેનો સીધો અર્થ
એ થયો કે હવે ટ્રમ્પની લડાઇ તાત્ત્વિક અર્થમાં લોકશાહી મૂલ્યો સાથે રહેવાની છે.
પુરાણકથાઓમાં તપ કરીને ભગવાન પાસેથી વરદાન માગીને, તેના
જોરે દેવલોકનો કબજો જમાવી દેતા અસુરોની વાત આવતી હતી. અહીં ટ્રમ્પને કે બીજા કોઇને
અસુર ગણવાની વાત નથી. પણ જે લોકશાહી વ્યવસ્થા થકી તે ચૂંટાયા, તે જ વ્યવસ્થાનાં મૂળભૂત મૂલ્યો પર હવે તેમના કારણે તલવાર લટકી
રહી છે. અમેરિકામાં પ્રમુખે સેનેટ (સંસદ)ને જવાબ આપવા પડે ને તેમની મંજૂરીઓ મેળવવી
પડે. છતાં, પ્રમુખ પાસે વિશાળ સત્તાઓ હોય છેે.
લોકશાહી ઢબે ચૂંટાયા પછી ટ્રમ્પ આપખુદ નિર્ણયો લેવા માંડશે, તો ટ્રમ્પ કરતાં વધારે સવાલો તેમને આવી સત્તા આપનાર લોકશાહી
માળખા વિશે ઊભા થશે.
ભારતમાં અત્યાર લગી અમેરિકાની પ્રમુખશાહી વ્યવસ્થાને
ઉત્તમ અને અપનાવવા જેવી ગણવામાં આવતી હતી. અનેક પક્ષોની ખિચડીથી ત્રાસેલા ભારતના
ઘણા લોકોને ફક્ત બે જ પક્ષ હોય એવી લોકશાહી બહુ આકર્ષતી હતી. પરંતુ આ ચૂંટણી વખતે
અમેરિકાની લોકશાહીની મર્યાદાઓ બરાબર ઉઘાડી પડી ગઇ છે. તેની સરખામણીમાં ભારતના
વડાપ્રધાન સપાટાબંધ બહુમતીથી જીત્યા પછી પણ,
આવો ઉઘાડેછોગ
ભેદભાવપૂર્ણ નિર્ણય લઇ શકે એવું શક્ય બન્યું નથી. નોટબંધીનો નિર્ણય આકરો લાગે અને
તેનો વિરોધ હોઇ જ શકે. પણ તે પ્રવેશબંધી જેવો ભેદભાવપૂર્ણ ન ગણાય.
વારે ઘડીએ હદ ઓળંગતા જણાતા ન્યાયતંત્ર સાથે ભારત
સરકારનો સંઘર્ષ ચાલુ છે. તેમને સામસામી છાવણી તરીકે ચીતરવાનું યોગ્ય નથી. પણ
ચોક્કસ મુદ્દા પૂરતા તે વિરોધી છાવણીમાં હોય છે. ભારતની લોકશાહીનું માળખું એટલું
મજબૂત છે કે તેમાં વડાપ્રધાને ટ્રમ્પગીરી કરતાં પહેલાં બીજાં અનેક બંધારણીય
માળખાંને ખોખલાં કરવાં પડે અથવા કહ્યાગરાં બનાવવાં પડે. રીઝર્વ બૅન્કના ગવર્નર કે
પ્રસાર ભારતીના અઘ્યક્ષ શેહમાં આવીને સરકારની ભાષા બોલતા થઇ જાય, તો એ તેમની નિષ્ફળતા છે. બાકી, ભારતના
બંધારણે તેમને સત્તાઓ આપી છે. અમેરિકાના પ્રમુખની જેમ ભારતના વડાપ્રધાન બંધારણીય
રાહે એકહથ્થુ બની શકતા નથી.
ભારતની લોકશાહીની સૌથી મોટી મર્યાદા એ છે કે તે
ચૂંટણીશાહી બની ગઈ છે. વિવિધ પક્ષો વચ્ચે ફક્ત નામનો તફાવત રહી ગયો છે. ચૂંટણીઓને
રીઆલીટી શો જેવી બનાવી દેવાઇ છે, જે જીતવા માટે કંઈ પણ થાય તે
વાજબી ગણાય છે. આવી ચૂંટણીઓ પછી જીતેલા ઉમેદવારો લોકોને નહીં, પણ તેમના વડાને વફાદાર રહે છે. એટલે લોકશાહી લોકોની, લોકો વડે, લોકો દ્વારા નહીં, પણ લોકો દ્વારા, લોકો સામે, લોકોના માથે પડેલી બની રહે છે.
Labels:
donald trump,
politics,
us
Tuesday, January 24, 2017
પત્રકારત્વ, ટ્રમ્પ અને ‘ગુજરાત મૉડેલ’
અમેરિકાના પ્રમુખ તરીકે ચૂંટાયા પછી હોદ્દો ગ્રહણ કરતાં
પહેલાં ટ્રમ્પે એક પત્રકાર પરિષદ ભરી. તેમાં CNNના વ્હાઇટ હાઉસના એક પત્રકારે ટ્રમ્પને સવાલ
પૂછ્યો, પણ ટ્રમ્પે એ સવાલ
સાંભળવાની ના પાડી દીધી અને કહ્યું,‘યૉર ઑર્ગેનાઇઝેશન
ઇઝ ટેરીબલ’ (તમારી સંસ્થા
ભયંકર છે.) પત્રકારે પત્રકારધર્મ પ્રમાણે, વિવેકથી અને મક્કમતાથી સવાલ પૂછવાનો પ્રયાસ ચાલુ રાખ્યો, ત્યારે ટ્રમ્પે પત્રકારને કહ્યું,‘ડોન્ટ બી રુડ’ (ઉદ્ધત ન થાવ) અને કહ્યું,‘હું તમારો સવાલ
નહીં સાંભળું. યુ આર ફેક ન્યૂઝ’ (તમે તો જૂઠા
સમાચારવાળા છો). આખા ખંડમાં બીજા અનેક પત્રકારો મોજૂદ હતા. તેમાંથી કોઇને ટ્રમ્પની
આવી ઉદ્ધતાઈ સામે વાંધો પડ્યો નહીં.
અગાઉ ઑગસ્ટ,
૨૦૧૫માં ટ્રમ્પે ‘યુનિવિઝન’ના એક ઍન્કરને પ્રેસ કૉન્ફરન્સમાંથી બહાર કઢાવ્યા હતા. કારણ કે મૅક્સિકનોને
બળાત્કારી ગણાવતા ટ્રમ્પના વિધાન વિશે તે સવાલ કરી રહ્યા હતા. એ વખતે બીજા બે
પત્રકારોની દરમિયાનગીરીથી એ પત્રકારને પાછા બેસાડવામાં આવ્યા. CNNના પત્રકારવાળો કિસ્સો
બન્યા પછી ‘ફૉક્સ ન્યૂઝ’ પર એક ઍન્કરે ટ્રમ્પની આ વર્તણૂંક સામે વાંધો
નોંધાવ્યો. ‘ફૉક્સ’નું રાજકીય વલણ ટ્રમ્પને અનુકૂળ હોવા છતાં, તેના ઍન્કરે કહ્યું કે ‘આ રીતે પત્રકારોને નીચે પાડવાની અને તેમના હકને
નકારી કાઢવાની રીત બરાબર નથી.’
ઘણા શાસકોનાં લક્ષણ રહી રહીને પ્રગટ થાય છે, તો કેટલાકનાં લક્ષણ ‘પારણામાં’ જ પરખાઈ જાય છે. ગુજરાતના મુખ્ય મંત્રી તરીકેનો હોદ્દો સંભાળ્યા પછીની પત્રકાર
પરિષદોમાં નરેન્દ્ર મોદી સવાલો પૂછતા પત્રકારો સાથે ઉદ્ધતાઇથી વર્તતા હતા. પોતાની
જાતને રાજ્યના CM--‘ચીફ મિનિસ્ટર’ નહીં, પણ ‘કૉમનમેન’-- ગણાવતા નરેન્દ્ર
મોદી અણીયાળા સવાલ પૂછનાર પત્રકારને કહેતા હતા,‘તમારા છાપાનું સરક્યુલેશન કેટલું?
આટલા
સરક્યુલેશનમાં એક જ સવાલ હોય.’ અને પછી તો એટલો
જવાબ મળતો પણ બંધ થઇ ગયો.
પત્રકારો સાથેની વર્તણૂંક અને ચૂંટાયેલા પ્રતિનિધિઓના
ઉત્તરદાયિત્વ વિશેના ‘ગુજરાત મૉડેલ’ની આ શરૂઆત હતી. એ વખતે મુખ્ય મંત્રીને અણીયાળા
સવાલ પૂછીને પત્રકારધર્મ અદા કરતા કેટલાક પત્રકારોની પડખે તેમના મોટા ભાગના સાથીઓ
ઉભા ન રહ્યા. ટ્રમ્પની પત્રકારપરિષદમાં બન્યું તેમ, ઘણા પત્રકારો ચૂપ રહ્યા કે ચાપલૂસીમાં સરી પડ્યા. મુખ્ય મંત્રીને તેમનું
ઉત્તરદાયિત્વ યાદ કરાવવાને બદલે તે સવાલ પૂછનાર પત્રકારને ‘સમજાવવા’ લાગ્યા. પછીનાં વર્ષોમાં મુખ્ય મંત્રીની મીઠી નજર માટે અને તેમની સાથે પોતાના
ફોટા પડાવવાની એવી મીઠી લ્હાય લાગી કે અણીવાળા સવાલ પૂછવાનું યાદ જ ન આવે. ત્યારથી
જવાબો ન આપવાની નરેન્દ્ર મોદીની ટેવ પોષાઈ. પછી એ તેમની સ્ટાઇલ ગણો તો સ્ટાઇલ ને
મૉડેલ ગણો તો મૉડેલ બની ગઈ. હવે વડાપ્રધાન તરીકે તે જવાબ આપતા નથી, બસ ‘મનકી બાત’ના પ્રજાજોગ
પ્રેરક સંદેશા વહેતા મૂકે છે. તેમના રાજમાં મંત્રીઓ-અધિકારીઓ સાથે પત્રકારોની
મેળમુલાકાતો પર પાબંદી મૂકી દેવામાં આવી. અંદરની માહિતી બહાર આવવાના રસ્તા પર શક્ય
એટલી આડશો મૂકી દેવામાં આવી. પહેલાં ગુજરાતમાં ને પછી દિલ્હીમાં.
અમેરિકાના ઘણા પત્રકારોને ટ્રમ્પ-રાજ વિશે આવી જ આશંકા
છે--અને અત્યાર લગીની ટ્રમ્પની પત્રકારો સાથેની ઉદ્ધત વર્તણૂંક ઘ્યાનમાં રાખતાં, તે બિનપાયેદાર નથી. તેના અનુસંધાને ગયા સપ્તાહે
‘કૉલંબિયા જર્નલિઝમ રીવ્યુ’ના ઍડિટર-ઇન-ચીફે અમેરિકાના પત્રકારો વતી ટ્રમ્પને ખુલ્લો પત્ર
લખ્યો. ‘આપણા સંબંધ તંગ છે’ એમ કહીને
તેમણે ટ્રમ્પને પત્રકારવિરોધી વલણની કેટલીક વાતો યાદ અપાવી છે અને વિવેકી છતાં કડક
ભાષામાં કેટલાક પાયાના નિયમ (ગ્રાઉન્ડ રુલ્સ)ની યાદ અપાવી છે.‘આગામી ચાર વર્ષમાં તમારે અમારી પાસેથી શી
અપેક્ષા રાખવાની છે, એ સમજી લેજો’ એમ કહીને તેમણે આપેલાં ‘ગ્રાઉન્ડ રુલ્સ’નાં કેટલાંક ઉદાહરણ :
‘તમે અમારા માટે
માહિતીના દરવાજા બંધ કરી દેશો તો અમને બીજી રીતે માહિતી મેળવતાં આવડે છે. તમારી
પાબંદી વ્હાઇટ હાઉસમાં ચાલશે, પણ તમારી નીતિઓ
આખા અમેરિકામાં લાગુ પડવાની છે... તમારા વતી જૂઠાણાં ચલાવનારાને કેટલો સમય આપવો એ
અમે નક્કી કરીશું...‘ઑબ્જેક્ટિવ ટ્રુથ’ (નિરપેક્ષ સત્ય) જેવું કંઇક હોય છે અને અમે તમને
એ બતાવતા રહીશું. એટલે કે, તમે અથવા તમારા
માણસો ખોટા સાબીત કરી શકાય એવા દાવા ચલાવશે ત્યારે અમે તેને ચોક્કસ પડકારીશું અને
સાચી હકીકત આપીશું.’
લોકશાહી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાના કોઇ પણ તરફદારને આ
પત્ર બહુ ગમે એવો છે. અલબત્ત, એ પત્રમાં અને
પત્ર નિમિત્તે પત્રકારત્વ વિશે પણ કેટલાક મહત્ત્વના મુદ્દા ઊભા થાય છે. તેમાં સૌથી
મોટો મુદ્દો પત્રકારત્વની ખોવાયેલી વિશ્વનસનિયતાનો છે. તેનાં ઘણાં પાસાં છે. જમીની
સચ્ચાઇથી દૂર થયેલા પત્રકારોથી માંડીને
ચાપલૂસીમાં કોઇ પણ હદે જઇ શકતા પત્રકારોની મોટી ફોજ લોકોની નજરમાં
પત્રકારોની કિંમત ઘટાડે છે. ગુજરાતીમાં પત્રકારો કહેતાં રીપૉર્ટર સિવાય
કટારલેખકોનો મોટો સમુદાય છે, જે દેખીતી ચાપલૂસીથી માંડીને ‘આપણે-તો-વીર-સાચું-કહેવાવાળા’ જેવો દેખાવ રાખીને પહેલી તકે સત્તાધીશોનાં
ગુણગાન ગાવા બેસી જાય, એટલી રેન્જ ધરાવે
છે.
ગુજરાત-ભારત અને અમેરિકાની સ્થિતિ જુદી છે. માટે, બન્ને ઠેકાણે પત્રકારત્વની વિશ્વસનિયતા અને
સ્વતંત્રતા જોખમમાં હોવા છતાં, તેનો મુકાબલો કરવાની
બાબતમાં મોટો તફાવત જોવા મળી રહ્યો છે. ભારતમાં નરેન્દ્ર મોદીની સફળતાથી કચડાઇ ગયા
વિના, પોતાના પગ તળેની ભોંય
જાળવી રાખીને, ચોથી જાગીરની
નિષ્ફળતા વિશે અને તેમાંથી બહાર આવવાની તજવીજ વિશે ઝાઝો વિચાર થયો નથી. નેતાએ લોકશાહી
રસ્તે મેળવેલી જીતનો સ્વીકાર કરવો એક વાત છે અને તેને ‘નવી વાસ્તવિકતા’ ગણીને તેનાં ઉજવણામાં-તેને વાજબી ઠરાવવામાં જોડાઇ જવું, એ સાવ બીજી વાત છે. ભારતમાં બીજો વિકલ્પ
અપનાવારા મોટી સંખ્યામાં છે.
વડાપ્રધાનના વિરોધના નક્કર મુદ્દા લઇને અડીખમ ઉભેલા લોકો
સામે ‘નેતાઓના સો ગુના માફ, પણ પત્રકારની
મર્યાદા કેમ ચલાવી લેવાય?’--આવી પેઇડ અથવા
મુગ્ધ માન્યતા ધરાવતાં ટોળાં સોશ્યલ નેટવર્કિંગ માથે લે છે. પ્રસાર માધ્યમોની-પત્રકારોની
નીતિરીતિની તપાસ રખાય અને લોકશાહીના-પત્રકારત્વનાં મૂલ્યોના હિતમાં જરૂર પડ્યે
તેની કડક ટીકા થાય તે જરૂરી છે. પણ અત્યારે આવી ટીકા કરનારા ઘણાખરા પોતાના પ્રિય
નેતા કે વિચારધારાના ઝનૂની બચાવ માટે એ પ્રવૃત્તિ કરે છે.
અમેરિકામાં ટ્રમ્પવિજયને પત્રકારત્વમાં વ્યાપેલી ઊંડી
બિમારીની કડવી દવા તરીકે જોવાનો પણ એક મત બન્યો છે. તે મુજબ, હવે પત્રકારો અને સમાચારસંગઠનો વધારે સાવધ, વધારે જાગ્રત અને વધારે સજ્જ બનશે. ન્યૂયૉર્ક
ટાઇમ્સ અને વૉશિંગ્ટન પોસ્ટ સહિતનાં ઘણાં પ્રતિષ્ઠિત માધ્યમોએ વ્હાઇટ હાઉસ માટેના
પોતાના પ્રતિનિધિઓની સંખ્યામાં વધારો કર્યો છે અને તથ્યોની ચકાસણી માટે નવી ટુકડીઓ
બનાવી છે. ભારતમાં નરેન્દ્ર મોદીયુગ પત્રકારત્વ માટે એવું કામ કરશે? અઢી વર્ષમાં તો એવું ખાસ લાગ્યું નથી.
Labels:
donald trump,
media,
Narendra Modi/નરેન્દ્ર મોદી,
us
Wednesday, January 18, 2017
સૈન્ય, સોશ્યલ મિડીયા અને કવિન્યાય
સોશ્યલ મિડીયા પર આ જ
થવાનું બાકી હતું.
રાજકીય પક્ષો તેની પર
જૂઠાણાં ચલાવતા હતા, ચૂંટણીઝુંબેશો ને
સામાજિક આંદોલનોના સાચાખોટા ઉભરા તેની પર ચઢતા ને ઉતરતા હતા, ભક્તોનાં ને ભાડૂતીઓનાં ટોળાં ત્યાં આયોજનબદ્ધ
અરાજકતા ને શાબ્દિક આતંક મચાવતાં હતાં, અમેરિકાના રાષ્ટ્રપતિપદે ચૂંટાયેલા ટ્રમ્પ
સત્તાવાર નિવેદન ઉપરાંત શેરીયુદ્ધ
કક્ષાના હુમલા સોશ્યલ નેટવર્ક પરથી વહેતા મૂકતા હતા. (સ્વાતિ ચતુર્વેદીના પુસ્તક ‘આઇ એમ ટ્રોલ’માં નોંધ્યા પ્રમાણે) નરેન્દ્ર મોદી ટિ્વટર પર ગાળાગાળી-ધાકધમકી-શાબ્દિક
ગુંડાગીરી કરનારા બે ડઝન ‘ટ્રોલ’ને વડાપ્રધાન બન્યા પછી પણ ‘ફૉલો’ કરતા હતા--અને ‘વડાપ્રધાન અમને
ફૉલો કરે છે’ એવું ગૌરવયુક્ત
પ્રોત્સાહન તેમને લેવા દેતા હતા. વિચારવિરોધીઓ વિશે સોશ્યલ મિડીયા પર સુઆયોજિત
ઝુંબેશો ચલાવાતી હતી...
છતાં, ભારતીય સૈન્ય
સોશ્યલ મિડીયાના ઓટલાથી દૂર હતું. ભૂતકાળમાં જનરલ વી.કે.સિંઘ જેવા સૈન્યવડાએ ચાલુ
હોદ્દે ઉભા કરેલા વિવાદ કક્ષાના મામલે સોશ્યલ નેટવર્કિંગ પર થતી તકરારોની યાદ
અપાવે એવા હતા. નિવૃત્તિ પછી અને નવી સરકારમાં મંત્રી બન્યા પછી જનરલ સિંઘે નવા
સૈન્ય વડા સામેના ગંભીર આક્ષેપ ટિ્વટ થકી જ ઉછાળ્યા હતા. પરંતુ ફરજ પરના જવાનો
સુધી સોશ્યલ મિડીયા-ચાળો પહોંચ્યો ન હતો. કેમ કે, તેમણે ફરજ પર મોબાઇલ ફોન વાપરવાનો હોતો નથી. ઘણાખરા કિસ્સામાં વિષમ
વિસ્તારોમાં જીવના જોખમે ફરજ અદા કરતા જવાનો માટે મોબાઇલ ફોન વાપરવાનું શક્ય પણ
નથી હોતું.
છતાં, નિયમ, મર્યાદા અને શિસ્તનાં બધાં બંધન ઓળંગીને સીમા
સુરક્ષા દળ (BSF)ના એક જવાને ભોજનની ખરાબ ગુણવત્તા વિશેનો
વિડીયો સોશ્યલ નેટવર્ક પર રજૂ કર્યો. તેનો સાર એ હતો કે જેમના માથે સરહદના રક્ષણની
જવાબદારી અને અપેક્ષા છે, એવા જવાનોને
કંગાળ અને હલકી ગુણવત્તાનું ભોજન પીરસાય છે. બીએસએફની ગણતરી અર્ધલશ્કરી દળમાં થાય
છે. છતાં, તેનું મહત્ત્વ ઓછું નથી.
માટે, આ વિડીયોના પગલે તીવ્ર
પ્રતિક્રિયા જાગી. કેટલાક જાણીતા ખેલાડીઓએ આ વિડીયો ‘શેર’ કરીને પરિસ્થિતિને શરમજનક ગણાવી.
તેની સામે સરકાર અને સૈન્યનું વહીવટી તંત્ર આક્રમક બચાવની
મુદ્રામાં પેશ થયાં. એક તરફ ફરિયાદ કરનાર જવાનનો ભૂતકાળ ઉખેળીને તેની ગેરશિસ્તનો
પ્રશ્ન જૂનો હોવાનું જણાવાયું, તો બીજી તરફ ‘આવો વિડીયો તે ઉતારી જ કેવી રીતે શકે અને ફરજ
પર તેની પાસે મોબાઇલ ક્યાંથી આવ્યો?’
એવા સવાલ ઉભા
કરવામાં આવ્યા. એ જવાનની તત્કાળ બદલી કરીને તેમને બીજા, ઉતરતા ગણાતા કામમાં મૂકી દેવાયા. છતાં, ‘તેમને મળતા ખરાબ ભોજનનું શું? એ કેવી રીતે ચલાવી લેવાય?’ એવો અણીદાર સવાલ ઊભો રહ્યો. એ મુદ્દે સરકાર અને
સૈન્યના વહીવટી તંત્રે સંતોષકારક રીતે ઉજળા દેખાવાનું બાકી છે.
વર્તમાન માહોલ પ્રમાણે આ સમાચાર જેટલી ઝડપે ચગ્યા, તેટલી જ આસાનીથી વિસરાઇ ગયા હોત. પણ બોર્ડર
સિક્યોરિટી ફોર્સ પછી સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યોરિટી ફોર્સ (CRPF)ના એક જવાને
વિડીયો મૂક્યો ને પછી તો જાણે ફરિયાદ-અસંતોષ નોંધાવવાની એ સ્વીકૃત પદ્ધતિ બની ગઇ
હોય તેમ, ભારતીય સૈન્યના એક જવાને
લશ્કરમાં ચાલતી સહાયક પ્રથા સામે અવાજ
ઉઠાવ્યો. આ પ્રથાને કારણે જવાનોને અફસરોના ઘરનોકર જેવાં કામ કરવાં પડે છે, એવો તેમનો વાંધો હતો--અને એ પણ સોશ્યલ મિડીયા
પર જ રજૂ થયો.
ભારતીય જવાનોએ લશ્કરની આંતરિક પ્રણાલિને બદલે પોતાની સાચી
કે અતિશયોક્તિપૂર્ણ પીડા રજૂ કરવા માટે સોશ્યલ નેટવર્કનો સહારો લીધો, ત્યારે ઘણો ખળભળાટ થયો. આ ઘટનાક્રમ ત્રણ રીતે
ઇચ્છનીય નથીઃ સૈનિકની ફરિયાદ સાચી હોય અને તેમની સાથે આવો વ્યવહાર થતો હોય તો તે
કેટલું ખરાબ કહેવાય, એ લખવાની જરૂર
નથી. આવું ન થયું હોય અને કોઇ જવાન પોતાની નોકરી જોખમમાં મૂકીને સોશ્યલ નેટવર્ક પર
આ હદે બોલવા જેટલો મરણીયો થાય, તો એ મરણીયાપણું
ચિંતાજનક છે. અને ત્રીજો મુદ્દો : જવાનનો આરોપ સાચો હોય તો પણ, એ સૈન્યની આંતરિક વ્યવસ્થામાં ઉકલવાને
બદલે--અથવા એવી સંતોષકારક વ્યવસ્થાના અભાવે-- સોશ્યલ મિડીયા પર પહોંચે, એ ઠીક નથી.
સૈન્યની ખાસિયતો-મર્યાદાઓ છતાં અને એ બધાથી ઉપર તેમાં
શિસ્તનું આગવું મહત્ત્વ છે. સિવિલિયન (નાગરિકી) દૃષ્ટિથી સમજવા-સ્વીકારવામાં
ક્યારેક મુશ્કેલ લાગી શકે, એવા તકાદા
લશ્કરમાં જરૂરી હોય છે. (એટલા માટે તો ‘શિસ્ત’ની આગળ કડકાઇ સૂચવવા ‘લશ્કરી’ જેવું વિશેષણ વાપરવામાં આવે છે.) આ
પ્રકારની સોશ્યલ મિડીયાબાજીથી લશ્કરી શિસ્તનું માળખું તૂટે છે અને તેની જાહેરમાં, શત્રુ દેશો સહિત સૌને જાણ થાય છે. જવાનોની
નૈતિક હિંમતને તોડવાનું કામ કરનારાં બીજાં પરિબળો પણ હોય છે. છતાં, એ પરિબળો હોવાને કારણે સોશ્યલ નેટવર્કિંગ પર
ફરિયાદ દ્વારા થતું નુકસાન વાજબી ઠેરવી શકાતું નથી. માટે, નવા સૈન્ય વડાએ વાજબી રીતે જ, સોશ્યલ નેટવર્ક પર ફરિયાદ કરનાર સામે કડક
પગલાંની ચીમકી આપી છે.
જવાનોની ફરિયાદો સૈન્ય અને રાષ્ટ્રવાદનો રાજકીય ઉપયોગ કરનાર
ભાજપના રાજમાં થાય, તે ન ચૂકવા જેવી
વક્રતા છે. સાથોસાથ, વિરોધ પક્ષોએ આ
બનાવ રાજકીય રીતે ચગાવવા જેવા નથી. કારણ કે ૧) આ વાત સાચી હોય તો તે ફક્ત સરકારની
નહીં, રાષ્ટ્રીય શરમની બાબત છે.
આ બાબતમાં કૉંગ્રેસ સહિતના રાજકીય પક્ષોનો ઇતિહાસ ગૌરવ લેવા જેવો નથી. ૨) બહાદુરી
અને ફનાગીરી જેવા ગુણોને કારણે યોગ્ય રીતે જ લોકોના આદરને પાત્ર બનતા સૈન્યના
સંગઠનમાં (બીજા સરકારી વિભાગોની જેમ) ભરપૂર બાબુશાહી છે. તેને કોઇ એક પક્ષ સાથે
સાંકળી શકાય તેમ નથી.
સહાયક જેવા કેટલાક રિવાજ અંગ્રેજ સાહેબબહાદુરોના જમાનાના
છે. તેમના વિશે પુનર્વિચાર થવો રહ્યો,
પરંતુ સોશ્યલ
મિડીયા એ માટેનું યોગ્ય માધ્યમ નથી. સૈન્યને લગતી તોતિંગ રકમોની ખરીદીમાં
ભ્રષ્ટાચારને પૂરતો અવકાશ હોય છે અને ઘણી ખરીદીઓમાં ભ્રષ્ટાચારના આરોપ સાચા હોય તો
પણ, તે જુદી રીતે નુકસાનકારક
સાબીત થાય છે. તેમાં સંડોવાયેલા લોકોનો ગુનો પુરવાર થતો નથી, તેમને કશી સજા થતી નથી અને હોબાળાને કારણે
ખરીદી અટકી જાય છે. તેના લીધે સૈન્યની સજ્જતા પર માઠી અસર પડે છે.
સૈન્યને રાજકારણથી દૂર રાખવામાં જ સાર છે--અને આ વાત અત્યારે
હોંશે હોંશે કહેતા લોકોએ યાદ રાખવા જેવું છે કે લોકસભાની ચૂંટણીના પ્રચાર વખતે
ભાજપે બિલકુલ આ જ ધંધો કર્યો હતો. તેના માટે આ નાનું તો નાનું, પણ કવિન્યાયનું ટાણું છે.
Labels:
army
Subscribe to:
Posts (Atom)