Showing posts with label us election. Show all posts
Showing posts with label us election. Show all posts
Wednesday, June 19, 2019
રાજકીય કાર્ટૂન : અબ તેરા ક્યા હોગા?
૨૦૧૪ની લોકસભા ચૂંટણીનાં પરિણામ આવ્યાં તે પહેલાં કેટલાક લોકો ગંભીરતાથી નહીં, પણ વિરોધની અભિવ્યક્તિ તરીકે કહેતા હતા, 'નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનશે તો અમે અમેરિકા જતા રહીશું.’ પરંતુ થોડા વખત પછી ટ્રમ્પ અમેરિકાના પ્રમુખ બન્યા, ત્યારે ‘અમે અમેરિકા જતા રહીશું’--એવું કહેનારા પાસેથી અમેરિકા પણ છીનવાઈ ગયું. કારણ કે ટ્રમ્પ તો બધાને ટપે એવી ધોરાજી હંકારવા લાગ્યા. અમેરિકાનાં ઉદાર મતવાદી પ્રસાર માધ્યમોથી માંડીને કાર્ટૂનિસ્ટો અને સ્ટેન્ડ અપ કૉમેડિયનો સુધીના સૌ કોઈની ટીકા અને હાંસી પછી પણ ટ્રમ્પ આટલું ખેંચી ગયા.
અમેરિકા જેવા લોકશાહી મૂલ્યોની કદર અને ખુલ્લાપણા માટે, બેરોકટોક અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય માટે જાણીતા દેશમાં ટ્રમ્પ જેવો લોકશાહી મિજાજથી વિરોધી વલણ ધરાવતો માણસ પ્રમુખ બની જાય, એને ફક્ત લોકશાહીની નહીં, બદલાયેલા સમયની પણ તાસીર ગણવી રહી. આ સમય એવો છે, જેમાં લોકોની અસલામતી ભડકાવીને, સારપોને બદલે શંકાકુશંકાઓ-દ્વેષ-ધીક્કાર જગાડીને તેમને પોતાની તરફ ખેંચી શકાય છે. સોશ્યલ મિડીયા તેમાં અઢળક ફાળો આપે છે. અમેરિકાની પ્રમુખપદની ચૂંટણી પર 'ફેસબુક' થકી રશિયા અસર પાડી શકે, એવી અસંભવ લાગતી વાત પણ ટૅક્નોલોજીએ અને આગળ લખેલાં પરિબળોએ શક્ય કરી બતાવી છે. રાષ્ટ્રવાદના (‘મેક અમેરિકા ગ્રેટ અગેઇન’) દેખાવ સાથે, દેશભક્તિના નામે ટ્રમ્પ દેશના સામાજિક-ધાર્મિક-લોકશાહી-સહિષ્ણુ પોતને વીંખી શકે છે--અને આ લશ્કરના જોરે ચડી બેઠેલા કોઈ કિમ જોંગ પ્રકારના સરમુખત્યારની વાત નથી, અમેરિકા જેવી ઊંડાં મૂળીયાં ધરાવતી લોકશાહીએ આટલા વર્ષે આપેલા નમૂનાની વાત છે.
ટ્રમ્પવિજયથી ઘણા નાના પાયે, પણ કંઈક એ જ પ્રકારનો અહેસાસ આપે એવી ઘટના ગયા અઠવાડિયે બની. ટ્રમ્પની ટીકામાં અગ્રસર ગણાતા અને લોકશાહી મૂલ્યોમાં-ધીક્કારવિરોધી રાજકારણમાં માનનાર તરીકે પ્રતિષ્ઠિત અખબાર 'ન્યૂ યોર્ક ટાઇમ્સે' નિર્ણય કર્યો કે તે હવે રાજકીય કાર્ટૂન પ્રગટ નહીં કરે. ઉત્તમ ગુણવત્તા અને ટ્રમ્પની ટીકાના મામલે નિર્ભિકતા માટે જાણીતા 'ન્યૂ યોર્ક ટાઇમ્સ'ને આવો નિર્ણય શા માટે લેવો પડ્યો? કારણ કે થોડા સમય પહેલાં તેની આંતરરાષ્ટ્રીય આવૃત્તિમાં એક કાર્ટૂન છપાયું હતું, જેમાં માથે યહુદી ટોપી પહેરેલા અંધ ટ્રમ્પને ઇઝરાઇલના વડા પ્રધાન બેન્જામિન નેતાન્યાહુ દોરી રહ્યા છે. તેમને શ્વાન સ્વરૂપે દર્શાવાયા હતા, જેની દોરી ટ્રમ્પના હાથમાં હતી. આ કાર્ટૂનથી ભારે ઉહાપોહ થયો. અખબારે દિલગીરી વ્યક્ત કરવી પડી અને સંભવતઃ તેના લાંબા ગાળાના પરિણામ તરીકે, રાજકીય કાર્ટૂનનું પ્રકાશન બંધ કરવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે.
એ મુદ્દે ‘ન્યૂ યોર્ક ટાઇમ્સ’ની ટીકામાં જતાં પહેલાં એટલી સ્પષ્ટતા કરી લેવી જોઈએ કે તેણે પહેલેથી રાજકીય કાર્ટૂનની પરેજી પાળી છે. તેના રાજકીય કાર્ટૂનિસ્ટ પેટ્રિક શપેતે/Chappatte (ઉચ્ચારમાં ભૂલચૂક લેવીદેવી) તેની વેબસાઇટ પર આ સમાચાર સાથે મૂકેલી નોંધમાં લખ્યું છે કે 'ન્યૂ યોર્ક ટાઇમ્સ’માં રાજકીય કાર્ટૂન શરૂ કરાવતાં તેને કેટલી મહેનત પડી. ‘આપણે ત્યાં રાજકીય કાર્ટૂન આવતાં નથી’ એવા ચોખ્ખા જવાબ છતાં પેટ્રિકે પ્રયાસ ચાલુ રાખ્યા. છેવટે અખબારની અમેરિકાની પ્રિન્ટ આવૃત્તિ સિવાય આંતરરાષ્ટ્રીય આવૃત્તિમાં અને તેની વેબસાઇટ પર રાજકીય કાર્ટૂન શરૂ કરાવવામાં પેટ્રિકને સફળતા મળી. વિવાદાસ્પદ બનેલું કાર્ટૂન જોકે પેટ્રિકનું નહીં, અખબારને સિન્ડિકેટેડ સર્વિસમાંથી મળેલું હતું. એટલે કે એ તેના સ્ટાફ કાર્ટૂનિસ્ટે દોર્યું ન હતું કે તંત્રીઓમાંથી કોઈએ દોરાવ્યું ન હતું.
વિવાદ જગાડનાર કાર્ટૂનની ‘ન્યૂ યોર્ક ટાઇમ્સ’ના ધોરણ પ્રમાણે, તેના જ એક કટારલેખકે ટીકા કરી હતી. પરંતુ કાર્ટૂનની ટીકા કરતી વખતે પ્રત્યાઘાતનું માપ ન રહે ત્યારે ગંભીર સ્થિતિ સર્જાય છે. ભારતમાં એક કાર્ટૂનિસ્ટે નકામાં કાર્ટૂન બનાવ્યાં, ત્યારે યુપીએ સરકારના રાજમાં તેની પર રાજદ્રોહનો કેસ ફટકારી દેવાયો હતો. એ કાર્ટૂન બેશક સ્થૂળ, ભદ્દાં અને કળાતત્ત્વ વગરનાં હતાં. પરંતુ તેના કારણે તે રાજદ્રોહના કેસને લાયક નથી બની જતાં. ફ્રેન્ચ વ્યંગપત્ર ‘શાર્લી એબ્દો’ના કાર્ટૂનિસ્ટોને ધાર્મિક લાગણી દુભાવવા બદલ મારી નાખવામાં આવે, ત્યારે અપ્રમાણસરના પ્રત્યાઘાતની કરુણતાનો વરવો પરચો મળ્યો. મમતા બેનરજી પણ એ યાદીમાં પોતાનું નામ નોંધાવી ચૂક્યાં છે. તેમના વિશેનું એકંદરે નિર્દોષ કહેવાય એવું કાર્ટૂન ફોરવર્ડ કરવા બદલ એક અધ્યાપક સામે પોલીસ કાર્યવાહી કરવામાં આવી હતી. આવા પ્રસંગો બને ત્યારે તેને 'કાર્ટૂનિસ્ટોની સ્વતંત્રતા પર તરાપ' તરીકે જોવામાં આવે છે. પણ ન્યૂ યોર્ક ટાઇમ્સના રાજકીય કાર્ટૂનિસ્ટ તરીકે હમણાં સુધી કામ કરનારા પેટ્રિકે 'ટેડ ટોક’માં કહ્યું હતું તેમ, આ સવાલ કાર્ટૂનિસ્ટોની નહીં, આપણી સૌની-નાગરિકોની અભિવ્યક્તિ પર તરાપનો હોય છે. કેમ કે, ઘણા લેખકોની અને ખાસ તો કાર્ટૂનિસ્ટો અભિવ્યક્તિ સ્વતંત્રતા કેવળ 'કળા ખાતર કળા' માટે નથી હોતી. તેમની વિરોધ અભિવ્યક્તિ પ્રવાહ સાથે તણાતા લોકોને વિચારતા કરવા માટેની હોય છે.
એ ખરું કે રાજકીય છાવણીઓના જમાનામાં કાર્ટૂન જેવી લોકશાહી ચીજનો ઉપયોગ લોકશાહી મૂલ્યોને પરાસ્ત કરવાના અને ધીક્કાર ફેલાવવાના હેતુ માટે પણ કરી શકાય છે. લેખકોની જેમ કાર્ટૂનિસ્ટો પણ સત્તાધીશોનાં ચાવીવાળાં રમકડાં બની શકે છે. એ બાબતમાં ભારતની સ્થિતિ હજુ સુધી તો સારી રહી છે. આર. કે. લક્ષ્મણ જેવી સર્વવ્યાપી નામના ધરાવતા કાર્ટૂનિસ્ટ અત્યારે ભલે કોઈ ન હોય (તેમની એવી નામના માટે ગુણવત્તા ઉપરાંત બીજાં પણ કારણ જવાબદાર હતાં), છતાં હેમંત મોરપરિયા, સતીશ આચાર્ય, મંજુલ, કેશવ, સુરેન્દ્ર જેવા બીજા ઘણા કાર્ટૂનિસ્ટો ઉત્તમ અને ધારદાર રાજકીય કાર્ટૂન બેરોકટોક આપી રહ્યા છે. તેમની મુશ્કેલીઓ હશે જ, છતાં બહારની વ્યક્તિ તરીકે-કાર્ટૂનના ભાવક તરીકે એનડીએ સરકારમાં કાર્ટૂનિસ્ટો પર ધોંસ ઉતરી હોય એવું જણાતું નથી. ઇંદિરા ગાંધીએ લાદેલી કટોકટી વખતે લક્ષ્મણનાં નિર્દોષ લાગે તેવાં કાર્ટૂન પણ સેન્સરની અડફેટે ચડી જતાં હતાં અને એ જ અરસામાં અબુ અબ્રાહમે કેટલાંક યાદગાર કટોકટીવિરોધી કાર્ટૂન પણ દોર્યાં હતાં.
સામાન્ય રીતે એવું મનાય કે બ્રિટન-અમેરિકાની સરખામણીમાં ભારત કાર્ટૂનક્ષેત્રે પછાત છે. અમેરિકામાં જે પ્રકારે હાસ્યવ્યંગના અનેક પ્રકારો અને મોટો પટ છે, એવું ભારતમાં નથી. ‘મૅડ’ જેવા તોફાની, પરંપરાભંજક અને બેફામ છતાં મૌલિક સામયિકની કલ્પના ભારતમાં ન થઈ શકે. તેમ છતાં, અમેરિકામાં અને તે પણ 'ન્યૂ યોર્ક ટાઇમ્સ' જેવા અખબારમાં રાજકીય કાર્ટૂન બંધ કરવાનો નિર્ણય જાહેર થાય, ત્યારે ભારતમાં રાજકીય કાર્ટૂનોની તેજી ચાલતી હોય તે હકીકત, ટ્રમ્પના અમેરિકાએ ભારત માટે પુરા પાડેલાં (સરખામણી કરીને) રાજી થવાનાં કારણોમાં વધુ એકનો ઉમેરો કરે છે.
અમેરિકા જેવા લોકશાહી મૂલ્યોની કદર અને ખુલ્લાપણા માટે, બેરોકટોક અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય માટે જાણીતા દેશમાં ટ્રમ્પ જેવો લોકશાહી મિજાજથી વિરોધી વલણ ધરાવતો માણસ પ્રમુખ બની જાય, એને ફક્ત લોકશાહીની નહીં, બદલાયેલા સમયની પણ તાસીર ગણવી રહી. આ સમય એવો છે, જેમાં લોકોની અસલામતી ભડકાવીને, સારપોને બદલે શંકાકુશંકાઓ-દ્વેષ-ધીક્કાર જગાડીને તેમને પોતાની તરફ ખેંચી શકાય છે. સોશ્યલ મિડીયા તેમાં અઢળક ફાળો આપે છે. અમેરિકાની પ્રમુખપદની ચૂંટણી પર 'ફેસબુક' થકી રશિયા અસર પાડી શકે, એવી અસંભવ લાગતી વાત પણ ટૅક્નોલોજીએ અને આગળ લખેલાં પરિબળોએ શક્ય કરી બતાવી છે. રાષ્ટ્રવાદના (‘મેક અમેરિકા ગ્રેટ અગેઇન’) દેખાવ સાથે, દેશભક્તિના નામે ટ્રમ્પ દેશના સામાજિક-ધાર્મિક-લોકશાહી-સહિષ્ણુ પોતને વીંખી શકે છે--અને આ લશ્કરના જોરે ચડી બેઠેલા કોઈ કિમ જોંગ પ્રકારના સરમુખત્યારની વાત નથી, અમેરિકા જેવી ઊંડાં મૂળીયાં ધરાવતી લોકશાહીએ આટલા વર્ષે આપેલા નમૂનાની વાત છે.
ટ્રમ્પવિજયથી ઘણા નાના પાયે, પણ કંઈક એ જ પ્રકારનો અહેસાસ આપે એવી ઘટના ગયા અઠવાડિયે બની. ટ્રમ્પની ટીકામાં અગ્રસર ગણાતા અને લોકશાહી મૂલ્યોમાં-ધીક્કારવિરોધી રાજકારણમાં માનનાર તરીકે પ્રતિષ્ઠિત અખબાર 'ન્યૂ યોર્ક ટાઇમ્સે' નિર્ણય કર્યો કે તે હવે રાજકીય કાર્ટૂન પ્રગટ નહીં કરે. ઉત્તમ ગુણવત્તા અને ટ્રમ્પની ટીકાના મામલે નિર્ભિકતા માટે જાણીતા 'ન્યૂ યોર્ક ટાઇમ્સ'ને આવો નિર્ણય શા માટે લેવો પડ્યો? કારણ કે થોડા સમય પહેલાં તેની આંતરરાષ્ટ્રીય આવૃત્તિમાં એક કાર્ટૂન છપાયું હતું, જેમાં માથે યહુદી ટોપી પહેરેલા અંધ ટ્રમ્પને ઇઝરાઇલના વડા પ્રધાન બેન્જામિન નેતાન્યાહુ દોરી રહ્યા છે. તેમને શ્વાન સ્વરૂપે દર્શાવાયા હતા, જેની દોરી ટ્રમ્પના હાથમાં હતી. આ કાર્ટૂનથી ભારે ઉહાપોહ થયો. અખબારે દિલગીરી વ્યક્ત કરવી પડી અને સંભવતઃ તેના લાંબા ગાળાના પરિણામ તરીકે, રાજકીય કાર્ટૂનનું પ્રકાશન બંધ કરવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે.
એ મુદ્દે ‘ન્યૂ યોર્ક ટાઇમ્સ’ની ટીકામાં જતાં પહેલાં એટલી સ્પષ્ટતા કરી લેવી જોઈએ કે તેણે પહેલેથી રાજકીય કાર્ટૂનની પરેજી પાળી છે. તેના રાજકીય કાર્ટૂનિસ્ટ પેટ્રિક શપેતે/Chappatte (ઉચ્ચારમાં ભૂલચૂક લેવીદેવી) તેની વેબસાઇટ પર આ સમાચાર સાથે મૂકેલી નોંધમાં લખ્યું છે કે 'ન્યૂ યોર્ક ટાઇમ્સ’માં રાજકીય કાર્ટૂન શરૂ કરાવતાં તેને કેટલી મહેનત પડી. ‘આપણે ત્યાં રાજકીય કાર્ટૂન આવતાં નથી’ એવા ચોખ્ખા જવાબ છતાં પેટ્રિકે પ્રયાસ ચાલુ રાખ્યા. છેવટે અખબારની અમેરિકાની પ્રિન્ટ આવૃત્તિ સિવાય આંતરરાષ્ટ્રીય આવૃત્તિમાં અને તેની વેબસાઇટ પર રાજકીય કાર્ટૂન શરૂ કરાવવામાં પેટ્રિકને સફળતા મળી. વિવાદાસ્પદ બનેલું કાર્ટૂન જોકે પેટ્રિકનું નહીં, અખબારને સિન્ડિકેટેડ સર્વિસમાંથી મળેલું હતું. એટલે કે એ તેના સ્ટાફ કાર્ટૂનિસ્ટે દોર્યું ન હતું કે તંત્રીઓમાંથી કોઈએ દોરાવ્યું ન હતું.
વિવાદ જગાડનાર કાર્ટૂનની ‘ન્યૂ યોર્ક ટાઇમ્સ’ના ધોરણ પ્રમાણે, તેના જ એક કટારલેખકે ટીકા કરી હતી. પરંતુ કાર્ટૂનની ટીકા કરતી વખતે પ્રત્યાઘાતનું માપ ન રહે ત્યારે ગંભીર સ્થિતિ સર્જાય છે. ભારતમાં એક કાર્ટૂનિસ્ટે નકામાં કાર્ટૂન બનાવ્યાં, ત્યારે યુપીએ સરકારના રાજમાં તેની પર રાજદ્રોહનો કેસ ફટકારી દેવાયો હતો. એ કાર્ટૂન બેશક સ્થૂળ, ભદ્દાં અને કળાતત્ત્વ વગરનાં હતાં. પરંતુ તેના કારણે તે રાજદ્રોહના કેસને લાયક નથી બની જતાં. ફ્રેન્ચ વ્યંગપત્ર ‘શાર્લી એબ્દો’ના કાર્ટૂનિસ્ટોને ધાર્મિક લાગણી દુભાવવા બદલ મારી નાખવામાં આવે, ત્યારે અપ્રમાણસરના પ્રત્યાઘાતની કરુણતાનો વરવો પરચો મળ્યો. મમતા બેનરજી પણ એ યાદીમાં પોતાનું નામ નોંધાવી ચૂક્યાં છે. તેમના વિશેનું એકંદરે નિર્દોષ કહેવાય એવું કાર્ટૂન ફોરવર્ડ કરવા બદલ એક અધ્યાપક સામે પોલીસ કાર્યવાહી કરવામાં આવી હતી. આવા પ્રસંગો બને ત્યારે તેને 'કાર્ટૂનિસ્ટોની સ્વતંત્રતા પર તરાપ' તરીકે જોવામાં આવે છે. પણ ન્યૂ યોર્ક ટાઇમ્સના રાજકીય કાર્ટૂનિસ્ટ તરીકે હમણાં સુધી કામ કરનારા પેટ્રિકે 'ટેડ ટોક’માં કહ્યું હતું તેમ, આ સવાલ કાર્ટૂનિસ્ટોની નહીં, આપણી સૌની-નાગરિકોની અભિવ્યક્તિ પર તરાપનો હોય છે. કેમ કે, ઘણા લેખકોની અને ખાસ તો કાર્ટૂનિસ્ટો અભિવ્યક્તિ સ્વતંત્રતા કેવળ 'કળા ખાતર કળા' માટે નથી હોતી. તેમની વિરોધ અભિવ્યક્તિ પ્રવાહ સાથે તણાતા લોકોને વિચારતા કરવા માટેની હોય છે.
એ ખરું કે રાજકીય છાવણીઓના જમાનામાં કાર્ટૂન જેવી લોકશાહી ચીજનો ઉપયોગ લોકશાહી મૂલ્યોને પરાસ્ત કરવાના અને ધીક્કાર ફેલાવવાના હેતુ માટે પણ કરી શકાય છે. લેખકોની જેમ કાર્ટૂનિસ્ટો પણ સત્તાધીશોનાં ચાવીવાળાં રમકડાં બની શકે છે. એ બાબતમાં ભારતની સ્થિતિ હજુ સુધી તો સારી રહી છે. આર. કે. લક્ષ્મણ જેવી સર્વવ્યાપી નામના ધરાવતા કાર્ટૂનિસ્ટ અત્યારે ભલે કોઈ ન હોય (તેમની એવી નામના માટે ગુણવત્તા ઉપરાંત બીજાં પણ કારણ જવાબદાર હતાં), છતાં હેમંત મોરપરિયા, સતીશ આચાર્ય, મંજુલ, કેશવ, સુરેન્દ્ર જેવા બીજા ઘણા કાર્ટૂનિસ્ટો ઉત્તમ અને ધારદાર રાજકીય કાર્ટૂન બેરોકટોક આપી રહ્યા છે. તેમની મુશ્કેલીઓ હશે જ, છતાં બહારની વ્યક્તિ તરીકે-કાર્ટૂનના ભાવક તરીકે એનડીએ સરકારમાં કાર્ટૂનિસ્ટો પર ધોંસ ઉતરી હોય એવું જણાતું નથી. ઇંદિરા ગાંધીએ લાદેલી કટોકટી વખતે લક્ષ્મણનાં નિર્દોષ લાગે તેવાં કાર્ટૂન પણ સેન્સરની અડફેટે ચડી જતાં હતાં અને એ જ અરસામાં અબુ અબ્રાહમે કેટલાંક યાદગાર કટોકટીવિરોધી કાર્ટૂન પણ દોર્યાં હતાં.
સામાન્ય રીતે એવું મનાય કે બ્રિટન-અમેરિકાની સરખામણીમાં ભારત કાર્ટૂનક્ષેત્રે પછાત છે. અમેરિકામાં જે પ્રકારે હાસ્યવ્યંગના અનેક પ્રકારો અને મોટો પટ છે, એવું ભારતમાં નથી. ‘મૅડ’ જેવા તોફાની, પરંપરાભંજક અને બેફામ છતાં મૌલિક સામયિકની કલ્પના ભારતમાં ન થઈ શકે. તેમ છતાં, અમેરિકામાં અને તે પણ 'ન્યૂ યોર્ક ટાઇમ્સ' જેવા અખબારમાં રાજકીય કાર્ટૂન બંધ કરવાનો નિર્ણય જાહેર થાય, ત્યારે ભારતમાં રાજકીય કાર્ટૂનોની તેજી ચાલતી હોય તે હકીકત, ટ્રમ્પના અમેરિકાએ ભારત માટે પુરા પાડેલાં (સરખામણી કરીને) રાજી થવાનાં કારણોમાં વધુ એકનો ઉમેરો કરે છે.
Labels:
cartoon,
us election
Tuesday, November 29, 2016
'પોસ્ટ ટ્રુથ સોસાયટી' : તથ્યો જાણે માર્યાં ફરે
બ્રિટન યુરોપીઅન યુનિઅનમાંથી છૂટું પડ્યું અને ડોનાલ્ડ
ટ્રમ્પ અમેરિકાના પ્રમુખપદની હોડમાં ઝુકાવીને વિજયી બન્યા, તેની સમાંતરે પશ્ચિમી પ્રસાર માઘ્યમોમાં ‘પોસ્ટ ટ્રુથ સોસાયટી’ એ શબ્દપ્રયોગ બહુ ચર્ચામાં છે. તેનો સાદો અર્થ
છે : એવો સમાજ, જેને સચ્ચાઇ સાથે
લેવાદેવા નથી- હકીકતોની તેની પર કશી અસર થતી નથી. તેના દ્વારા લેવાતા નિર્ણયોમાં
હકીકતનું- સચ્ચાઇનું-‘ટ્રુથ’નું કશું વજન પડતું નથી.
સામાજિક લાક્ષણિકતા વર્ણવતા કોઇ પણ શબ્દપ્રયોગમાં
અતિશયોક્તિના અંશ રહેવાના. આ પ્રયોગ પણ તેમાંથી બાકાત નથી. તેની મર્યાદાઓ વિશે
ચર્ચા કરતાં પહેલાં, તેમાં રહેલું
હકીકતનું વજન તપાસી જોઇએ. ડોનાલ્ડ ટ્રમ્પે પ્રમુખપદની ઉમેદવારી નોંધાવી ત્યારે
તેમની છાપ સદંતર નકારાત્મક હતી. તેમના માટે સૌથી હકારાત્મક વિશેષણ વાપરવું હોય તો
તેમને ‘વિવાદાસ્પદ’ ગણાવી શકાય. અબજોપતિ, બિઝનેસમાં કોઠાકબાડા કરનારા, સ્ત્રીઓના મામલે બદનામ... સ્વસ્થ સમાજમાં
અપેક્ષા એવી હોય કે આવા માણસની ઉમેદવારીને ગણતરીમાં જ ન લેવાય. મોટા ભાગનાં પ્રસાર
માધ્યમો સહિત અમુક વર્ગે ટ્રમ્પને આગળ જણાવ્યાં તે કારણોસર ગંભીરતાથી ન લીધા.
ભૂતકાળની છાપ ઓછી પડતી હોય તેમ ટ્રમ્પે ઉમેદવારી નોંધાવ્યા
પછી પણ નિયમિત ધોરણે ઉશ્કેરણીજનક-વાંધાજનક-દ્વેષયુક્ત તરંગી વિધાનો ચાલુ રાખ્યાં.
જે પ્રકારના એક વિધાનથી માણસની પ્રમુખપદની ઉમેદવારી પર પૂર્ણવિરામ મૂકાઇ જાય, એવાં વિધાન ટ્રમ્પ છાશવારે કરતા હતા. છતાં
તેમની ઉમેદવારી આટોપાઇ જતી ન હતી.
ટ્રમ્પનાં વિધાનો તેમના વિરોધીઓની ટીકાને વધુ ને વધુ ટેકો પૂરો પાડતાં
હતાં--અને સમર્થકોને આવાં વિધાનોથી પાનો ચડતો હતો અથવા તે આવાં વિધાનો પ્રત્યે આંખ
આડા કાન કરતા હતા.
આખરે, ટ્રમ્પની
ઉમેદવારીને ગંભીરતાથી ન લેનારાનો વિશ્વાસ ખોટો પડ્યો અને ટ્રમ્પ ચૂંટણી જીતી ગયા.
ટ્રમ્પની ગંભીરતાપૂર્વકની ઉમેદવારી અને સરવાળે જીતને કારણે અમેરિકાનો સમાજ ‘પોસ્ટ ટ્રુથ સોસાયટી’ હોવાની ટીકા થઇ. મતલબ, ‘ઉમેદવાર ગમે તેવો દ્વેષીલો, જૂઠો, (સાચી રીતે) બદનામ હોય, અમને કશો ફરક નથી
પડતો. જ્યાં સુધી તે અમારા અમુક પૂર્વગ્રહોને પંપાળે અથવા અમને અમુક પ્રકારનાં
સપનાં દેખાડે, ત્યાં સુધી અમે
તેના વિશેની બધી ધૃણાસ્પદ સચ્ચાઇ નજરઅંદાજ કરતા રહીશું. તેની સામેના સાચા આરોપોને
એક કાનથી સાંભળીને બીજા કાનથી કાઢી નાખીશું. એટલું જ નહીં, એ આરોપ કરનારા ઉપર વળતા આરોપ મૂકીશું. એમ
કરવામાં અસભ્યતા આચરતાં કે બેફામ બનતાં જરાય ખચકાટ નહીં અનુભવીએ--અને આ બધું
સરવાળે દેશહિત-દેશભક્તિનો ભાગ હોવાનો દાવો કરીશું.’ ટ્રમ્પને મત આપનારા બધા લોકો આ બધી લાગણી એકસરખી તીવ્રતાથી અનુભવતા હોય, એ જરૂરી નથી. એટલે કે ટ્રમ્પને મત આપનાર બધા
મહિલાવિરોધી, મુસ્લિમવિરોધી કે
મેક્સિકોના દુશ્મન હોય એવું જરૂરી નથી. પણ ટ્રમ્પ સાથે વૈચારિક એકરૂપતા ન અનુભવતા
લોકો માટે ભય કે (અવાસ્તવિક) આશા કે બન્નેના મિશ્રણે તેમને ટ્રમ્પના મતદાર
બનાવ્યા.
અમેરિકાના સમાજને ‘પોસ્ટ ટ્રુથ સોસાયટી’માં ફેરવવામાં
જ્યોર્જ બુશ જુનિયરનો ફાળો નોંધપાત્ર ગણાય. તેમણે અમેરિકાની પ્રજા આગળ જૂઠાણાં
ચલાવ્યાં, ત્રાસવાદવિરોધી યુદ્ધના
નામે દેશને દેવાના ખાડામાં ઉતારી દીધો, વિદેશોમાં મોરચા ખોલીને અમેરિકાના સૈન્યને ખુવારીમાં ઉતાર્યું. છતાં, તેમને અમેરિકાના લોકોએ બબ્બે વાર પ્રમુખપદે
ચૂંટ્યા. ત્યાર પછી અમેરિકાના પહેલા કાળા પ્રમુખ તરીકે ઓબામા ચૂંટાયા અને સતત બે
મુદત સુધી પ્રમુખ બની રહ્યા, તેમાં બુશશાસનના
વિરોધનો પણ થોડો ફાળો હશે. ઓબામા જેવા ઉમેદવારની જીતને કારણે ‘પોસ્ટ ટ્રુથ સોસાયટી’ની ચર્ચા ઠરી ગઇ હશે, જે ટ્રમ્પની ઉમેદવારી અને વિજય પછી નવી
ઉગ્રતાથી શરૂ થઇ છે.
જ્યોર્જ બુશ જુનિયરના જમાનામાં અમેરિકાને તેનાં દુઃસાહસોમાં
સક્રિય સહકાર આપનાર બ્રિટન ‘બ્રેક્ઝિટ’ના લોકમત વખતે અને તેના પરિણામ પછી ‘પોસ્ટ ટ્રુથ સોસાયટી’નો નમૂનો ગણાયું. કેમ કે, યુરોપીઅન યુનિઅન સાથે બ્રિટનનું જોડાણ કેટલું
નુકસાનકારક છે અને છૂટા પડ્યા પછી--બ્રેક્ઝિટ પછી--બ્રિટનને કેટલો ફાયદો થશે, તેના મનઘડંત આંકડા બ્રેક્ઝિટના ટેકેદારો ઉછાળતા
હતા. એ આંકડા ખોટા હોવાનું પછીથી તેના કેટલાક મુખ્ય પ્રચારકોએ પણ કબૂલ્યું. પરંતુ
ત્યાર પહેલાં તેમના આક્રમક પ્રચાર પર વિશ્વાસ મુકીને, ચાલુ સ્થિતિ પ્રત્યે હતાશા વ્યક્ત કરવા માટે
બહુમતી લોકોનો મત બ્રેક્ઝિટની તરફેણમાં પડી ચૂક્યો હતો. શું અમેરિકા કે શું બ્રિટન, બન્નેને ‘પોસ્ટ ટ્રુથ સોસાયટી’ બનાવવામાં ચાલુ
વ્યવસ્થા સામે લોકોના અસંતોષ ઉપરાંત અવાસ્તવિક આશા અને બઢાવેલાચઢાવેલા ભયનું
મિશ્રણ મહત્ત્વપૂર્ણ નીવડ્યું.
‘પોસ્ટ ટ્રુથ
સોસાયટી’ એ પ્રયોગને કેટલાક
ટીકાકારો અવાસ્તવિક અને અભિમાનથી ભરેલો ગણાવે છે. તેમના મતે, ‘પોસ્ટ ટ્રુથ સોસાયટી’ની વાતો કરનારાને એવો ફાંકો છે કે સચ્ચાઇની
ફક્ત તેમને જ ખબર છે. એટલે કે, એ કહે તે જ સાચું
છે અને તેનાથી વિપરીત અભિપ્રાય ધરાવનારા બધા એકસરખા ખરાબ, ‘ટ્રોલ’, રેસિસ્ટ (રંગભેદમાં માનનારા) અને નિમ્ન મનોદશા ધરાવતા લોકો છે.’ આ દલીલના ઉત્તરાર્ધમાં તથ્યનો અંશ છે. જેમ
ટ્રમ્પના વિરોધીઓમાં અનેક પ્રકારભેદ,
ગુણભેદ, સમજભેદ અને કક્ષાભેદ હોઇ શકે, તેમ જ હિલેરીના વિરોધીઓમાં-ટ્રમ્પના
ટેકેદારોમાં પણ ઘણા પ્રકાર હોય. ટ્રમ્પને કે બ્રેક્ઝિટને કે ભારતની વાત કરીએ તો
નરેન્દ્ર મોદીને મત આપનારા બધા કોમવાદી, આત્યંતિક માનસિકતા ધરાવતા, ‘ભક્ત’ જ હોય એવું માની લેવાય નહીં. ઘણા લોકો એવા પણ
હોય, જે વર્તમાન શાસનમાં
બદલાવની ઝંખનાને કારણે અથવા તેમના કોઇ ‘નિર્દોષ’ (દા.ત. આર્થિક
વિકાસના) એજેન્ડાને કારણે તેમને મત આપવા-તક આપવા તૈયાર થયા હોય. એ બધાને એક લાકડીએ
હાંકવામાં પ્રમાણભાન જળવાતું નથી.
અલબત્ત, આ દલીલ ‘ટ્રોલ’ કે રેસિસ્ટ કે કોમવાદી કે ‘ભક્ત’ હોય, તે લોકો પોતાના બચાવ માટે વાપરે ત્યારે તે વજન ગુમાવી બેસે છે. મોદીની તરફેણ
કરતા બધા ‘ભક્ત’ નથી હોતા એનો અર્થ એવો પણ ન જ થાય કે ‘ભક્તો’ જેવું કંઇ હોતું જ નથી. ‘નિર્દોષ’ આકાંક્ષા ધરાવતા નાગરિકસમુહમાં ભળી જવા માટે આ
દલીલનો ઉપયોગ કરવો એ આગળ જણાવેલા લોકોની વ્યૂહરચનાનો એક ભાગ હોય છે. ઘણા
ઉદારમતવાદીઓ પણ આ મામલે ‘ભક્તો’નાં ભાષણો સાંભળી લે છે--ખાસ કરીને અત્યારે છે
એવી આત્મગ્લાનિ અને આત્મનિરીક્ષણની માનસિક સ્થિતિમાં.
બીજો સવાલ ‘ટ્રુથ’ કહેતાં સચ્ચાઇનો છે. એ ખરું કે ઘણી બાબતોમાં
છેવટના સત્ય જેવું કંઇ હોતું નથી અને વ્યક્તિ પ્રમાણે તેની સમજ બદલાતી રહે છે. પણ
એવા ફિલસૂફીભર્યા તર્ક હેઠળ નક્કર સચ્ચાઇને-હકીકતોને પણ ‘વિવાદાસ્પદ’ અથવા ‘સાપેક્ષ’ તરીકે ખપાવી દેવાની ચબરાકી અપનાવવામાં આવે છે.
ટ્રમ્પનો ભૂતકાળનો રેકોર્ડ કે તેમનાં વર્તમાનકાળનાં વિવાદાસ્પદ નિવેદનો ‘સત્ય’ છે. કોઇ પણ વ્યક્તિ તેની ખરાઇ કરી શકે છે. તેમના માટે ‘સત્ય સાપેક્ષ હોય છે’ એવું શાણપણ શી રીતે લાગુ પાડી શકાય?
Labels:
Brexit,
politics,
society- trends/સમાજ-પ્રવાહો,
us election
Monday, November 21, 2016
ટેકનોલોજી વિશે સવાલ ઊભા કરતી ટ્રમ્પની જીત
ચૂંટણીનાં પરિણામ
પછી જીતેલા ઉમેદવાર જીતનાં અને હારેલા ઉમેદવાર હારનાં કારણ આપે તે સમજાય, પણ
અમેરિકામાં વાત એટલેથી પૂરી ન થઇ. દુઃસ્વપ્નવત્ ગણાતા ડોનાલ્ડ ટ્રમ્પની જીત પછી ‘ફેસબુક’ના કર્તાહર્તા માર્ક ઝકરબર્ગે જાહેર
નિવેદન દ્વારા ખુલાસો આપવાનો વારો આવ્યો. તેમની કંપની પરનો ગંભીર આરોપ એ હતો કે
ચૂંટણીનું પરિણામ આવું વિચિત્ર આણવામાં- ટ્રમ્પ જેવા અંતિમવાદીને જીતાડવામાં ‘ફેસબુક’નો ફાળો મહત્ત્વનો છે. ‘ફેસબુક’ના માધ્યમથી ફેલાવવામાં આવેલા અનેક જૂઠા
સમાચારે ટ્રમ્પની તરફેણમાં લોકમત ઊભો કરવામાં અગત્યનો ભાગ ભજવ્યો.
આવો આરોપ ટ્રમ્પવિરોધી છાવણીમાંથી આવે તો
તેને ગણતરીમાં ન લેવાય. પરંતુ ‘ફેસબુક’ની અંદરના થોડા લોકોને પણ ‘ફેસબુક’ની ભૂમિકા ચિંતાજનક લાગી. સાથોસાથ, ટ્રમ્પ એવા ઉમેદવાર હતા જેમની જીત
કોઇ એક પક્ષની હાર ને બીજા પક્ષની જીત તરીકે નહીં, પણ બેજવાબદાર ધીક્કારની જીત
તરીકે જોવાય. આ પરિણામ વિરોધી એવા ડેમોક્રેટિક પક્ષને જ નહીં, ટ્રમ્પના ખુદના
રીપબ્લિકન પક્ષમાંથી પણ ઘણાને આંચકાજનક લાગ્યું હશે. તેથી પરિણામ પછી અમુક
વર્તુળોમાં માહોલ એવો ઉભો થયો, જાણે અમેરિકાનો પગ કુંડાળામાં પડી ગયો—અને પગને
કુંડાળા સુધી લઇ આવવામાં ટેકનોલોજીએ, ખાસ કરીને સોશ્યલ મિડીયાએ, મહત્ત્વની ભૂમિકા
અદા કરી.
આરોપના ટેકામાં અપાતાં ઉદાહરણમાંથી એક
નમૂનોઃ ખ્રિસ્તી ધર્મગુરુ પોપે ડોનાલ્ડ ટ્રમ્પની ઉમેદવારીને ટેકો આપ્યો છે, એવા
સમાચાર જૂઠાણું ફેલાવતી એક વેબસાઇટે ઘડી કાઢ્યા અને ‘ફેસબુક’ પર મૂક્યા. તેનો રદીયો આવે ત્યાર પહેલાં અને પછી પણ આ સમાચાર આશરે 10
લાખ વાર ‘શેર’
થયા. એ સમાચારનો ખુલાસો પ્રગટ થયો, પણ તેના લેવાલ થોડા લોકો જ હતા. અલબત્ત, ‘ફેસબુક’ને ન્યાય ખાતર કહેવું જોઇએ કે આવું ફક્ત
સોશ્યલ મિડીયા પર જ થાય એવું નથી. છાપાં અને ટીવી ચેનલોમાં આ તરકીબ દાયકાઓથી ચાલી
આવે છેઃ એક વાર સમાચાર ચઢાવી દેવાના. પછી ખુલાસો આવે ત્યારે એ પણ આપી દેવાનો. એ
કેટલા લોકો વાંચવાના? માટે, ઝકરબર્ગની દલીલ સાચી લાગે છે કે ‘ફેસબુક’ પર ચાલેલાં જૂઠાણાંએ અમેરિકાના ચૂંટણી
પરિણામને પલટી નાખ્યું હોવાની વાત અસંભવ છે.
કોઇ એક સાઇટ પર આટલો મોટો આરોપ મૂકી ન
શકાય. સાથોસાથ, હવેની ચૂંટણીઓમાં ‘ફેસબુક’ જેવી સાઇટની તાકાતને નજરઅંદાજ પણ ન કરી શકાય. ‘ફેસબુક’ની શરૂઆત ભલે સોશ્યલ નેટવર્કિંગ માટે એટલે કે હળવામળવાના ઓટલા તરીકે
થઇ હોય, પણ તેના યુઝર્સની ‘વસ્તી’ ચીન અને ભારત જેવા દેશોની વસ્તી કરતાં પણ વધારે છે. (ફેસબુક યુઝર્સનો
કુલ આંકડોઃ 1 અબજ 79 કરોડ. ભારતની વસ્તી સવા અબજ, ચીનની વસ્તી, એક અબજ 35 કરોડ)) માટે,
તેની અણદેખેલી અસરો હવે ઉભરી રહી છે. મોબાઇલ ફોન આવ્યો ત્યારે કોઇએ ધાર્યું ન હતું
કે આવનારા દાયકામાં એલાર્મ, મ્યુઝિક પ્લેયર, કેલ્ક્યુલેટર જેવી કંઇક ચીજવસ્તુઓના
બજાર પર તરાપ વાગશે. એવી જ રીતે, ‘ફેસબુક’ મીડિયા કંપની બનશે એવું ખુદ ઝકરબર્ગે નહીં ધાર્યું હોય, પરંતુ
અત્યારે તેનો પ્રભાવ કોઇ મીડિયા કંપની કરતાં જરાય ઓછો નથી. ચૂંટણી પહેલાં
પ્રમુખપદના ઉમેદવારો વચ્ચે થતી ચર્ચા ટીવી પર લાઇવ દર્શાવાય છે. તેમાં આ વખતે ટીવી
ચેનલની દર્શકસંખ્યા કરતાં ફેસબુકની દર્શકસંખ્યાનો આંકડો વધી ગયો. અમેરિકામાં થયેલાં
સર્વેક્ષણો પ્રમાણે પુખ્ત વયના લગભગ અડધાઅડધ લોકો સમાચારો માટે ચેનલ કે અખબારો
નહીં, પણ સોશ્યલ મિડીયાનો આશરો લે છે.
પરિણામ પહેલાંના સમયગાળામાં ‘ફેસબુક’ પર સમાચાર પ્રત્યે વહેરોઆંતરો રાખવાના
આરોપ પણ થયા હતા. ‘ફેસબુક’ના
‘ટ્રેન્ડિંગ ટોપિક્સ’ વિભાગમાં
રાજકીય સમાચારો સાથે છેડછાડ થતી હોવાના સંગીન આરોપ પછી ‘ટ્રેન્ડિંગ
ટોપિક્સ’ની ટીમને પાણીચું પકડાવાયું હતું. એવી જ
રીતે, વિએતનામ યુદ્ધ વખતે અમેરિકાએ ફેંકેલા નેપામ બોમ્બની ઝાળથી બચવા માટે ભાગતી
નિર્વસ્ત્ર કિશોરીની ઐતિહાસિક તસવીર ‘ફેસબુકે’ ઉડાડી દીધા પછી વિવાદ થયો હતો. કેમ કે, એ ‘ચાઇલ્ડ
પોર્નોગ્રાફી’નો નહીં, યુદ્ધની ભયાનકતાનો હિસ્સો હતી. આ
પ્રકારની ઘટનાઓને કારણે ‘ફેસબુક’ જેવી સાઇટો તેની પર મુકાતી સામગ્રીના ફક્ત વાહકનું કામ કરે છે કે પછી
સામગ્રીમાં પણ ચંચુપાત કરે છે, એ મુદ્દો સતત ચર્ચાસ્પદ રહ્યો છે. એક તરફ તેમણે
સાઇટ પરની સામગ્રીમાં કશી દખલ થતી નથી એવી ખાતરી આપવી પડે છે અને બીજી તરફ,
જૂઠાણાંને સાઇટ પરથી કેવી રીતે દૂર રાખવામાં આવશે તેની વાત પણ કરવી પડે છે. છતાં,
જેમ આ સાઇટોનો પ્રભાવ વધે, તેમ તેમની તટસ્થતા અને કેવળ માધ્યમ તરીકે વર્તવાની
નિર્દોષતા વધુ ને વધુ પ્રમાણમાં શંકાના દાયરામાં આવતાં જાય છે.
ટ્રમ્પ જેવા ધીક્કારના દૂત ચૂંટાઇ જાય
તેના માટે ફક્ત ટેકનોલોજીને કે સોશ્યલ નેટવર્કિંગે દોષ આપવો
અયોગ્ય છે. પરંતુ
એટલું સ્વીકારવું પડે કે સોશ્યલ નેટવર્કિંગ સાઇટોએ તેમને અઢળક મદદ પૂરી પાડી છે.
બેફામ લખનારા-જૂઠાણાં ફેલાવનારા અને બધી મર્યાદાઓ નેવે મૂકીને વિરોધી મત પર તૂટી
પડનારા ‘ટ્રોલ’
ટેકનોલોજીના સમુદ્રમંથનમાંથી નીકળેલા વિષ જેવી આડપેદાશ છે. ટ્રમ્પનાં બેફામ
ટ્વિટ-વિધાનોને ધ્યાનમાં રાખીને કેટલાક ટીકાકારોએ તેમને અમેરિકાના પહેલા ‘ટ્રોલ પ્રેસિડેન્ટ’ તરીકે ઓળખાવ્યા છે.
રવીશકુમારે ‘ટ્રોલ’ (troll)નું
હિંદી કર્યું હતુઃ ‘લઠૈત’—વાતેવાતે
પોતાના અને બીજાના માટે લાઠી ચલાવનાર દાંડ) સોશ્યલ નેટવર્કિંગે અસલામતી અને
પૂર્વગ્રહોથી પીડાતા મોટા વર્ગને અભૂતપૂર્વ રીતે જોડી આપ્યો છે, જે અગાઉના કોઇ પણ
માધ્યમ માટે શક્ય ન હતું. પરિણામે આ વર્ગ ભૌગોલિક રીતે વેરવિખેર હોવા છતાં, સોશ્યલ
નેટવર્કિંગ પર તેમનો સૂર એકસરખો અને કાન ફાડી નાખે એવો સંભળાય છે.
ટ્રોલને એકજૂથ બનાવવા અને સમાંતરને બદલે
ઘણી વાર મુખ્ય શક્તિ તરીકે ઉભારવા એ સોશ્યલ મિડીયાની આગવી લાક્ષણિકતા છે. તેની
સામે પરંપરાગત માધ્યમો પણ પોતાની જૂની મર્યાદાઓમાંથી ઉભરી શકતાં નથી એ હકીકત છે. ‘પ્રચારના આરંભિક તબક્કે ટીઆરપીની લ્હાયમાં ટ્રમ્પનાં આખેઆખાં અને એડિટ
કર્યા વગરનાં ભાષણ દર્શાવ્યા, એ અમારી ભૂલ હતી’
એવું સીએનએનના એક જવાબદાર અધિકારીએ પરિણામ પછી જાહેર ઇન્ટરવ્યુમાં કહ્યું હતું.
ટ્રમ્પની જીત ગમે તેટલી આંચકાજનક લાગે, પણ
તેની જવાબદારી સોશ્યલ મિડીયા પર નાખીને છટકી જવા જેવું નથી. પરંપરાગત માધ્યમોથી
માંડીને બીજા પ્રચારકોએ પોતપોતાની નિષ્ફળતા અંગે અને સોશ્યલ મિડીયાના જ ધનુષ અને
બાણનો ઉપયોગ અનિષ્ટોની વિરુદ્ધમાં કેવી રીતે કરી શકાય, એ અંગે પણ વિચાર કરવો
રહ્યો.
Labels:
it,
society- trends/સમાજ-પ્રવાહો,
us election
Tuesday, May 31, 2016
સુપરપાવર અમેરિકાની 'ટ્રમ્પ-ઘટના'
અમેરિકી રાજકારણના
નજીકના ઇતિહાસની કદાચ સૌથી શરમજનક ઘટના ગયા સપ્તાહે બની : રીપબ્લિકન પક્ષના
ડોનાલ્ડ ટ્રમ્પે પક્ષની આંતરિક ચૂંટણીમાં જરૂરી મત મેળવી લીધા અને પ્રમુખપદની આખરી
સ્પર્ધામાં પોતાની ઉમેદવારી પાકી કરી લીધી.
અમેરિકાના
રાજકારણમાં ‘ટ્રમ્પ-ઘટના’
પહેલી વારની નથી. ટ્રમ્પને ન્યાય ખાતર
કહેવું પડે કે અણઆવડત, અગંભીરતા, છૂટી જીભથી વાગતા ગોટાળા જેવી બાબતોમાં જ્યોર્જ બુશ
(જુનિયર) ટ્રમ્પને મજબૂત હરીફાઇ પૂરી પાડે એવા હતા. છતાં, અમેરિકાના રાજકારણમાં તે રાજ્યના ગવર્નર (મુખ્ય
મંત્રી) તરીકે સફળ કારકિર્દી બનાવી શક્યા. ત્યાર પછી બબ્બે મુદત માટે તે અમેરિકાના
પ્રમુખ પણ બન્યા. અમેરિકાને યુદ્ધખોરી અને દેવાદારીના રસ્તે છેક આગળ લઇ જવામાં
જ્યોર્જ બુશ (જુનિયર)નો મોટો ફાળો હતો. છતાં, તેમણે લોકશાહી ઢબે ચૂંટાઇને આઠ વર્ષ સુધી અમેરિકા પર
રાજ કર્યું.
ભારતમાં વર્ષો
સુધી એક પક્ષની (કોંગ્રેસની) એકહથ્થુ સત્તા અને તેના વિકલ્પે શંભુમેળા સરકારોની
અસ્થિરતાથી ત્રાસેલા ઘણા લોકો અમેરિકા ભણી મીટ માંડતા હતા. તેની પ્રમુખશાહી પદ્ધતિ
અને ફક્ત બે રાષ્ટ્રિય પક્ષોની વ્યવસ્થા કેટલાકને આદર્શ અથવા ઇચ્છનીય લાગતી હતી.
જ્યોર્જ બુશ (જુનિયર)ની બબ્બે વારની જીતે આ માન્યતા સામે પ્રશ્નાર્થ ઊભો કર્યો
હતો. હવે ટ્રમ્પની ઉમેદવારીએ દ્વિપક્ષી પ્રમુખશાહી આદર્શ કે ચડિયાતી હોવાની
માન્યતાને સાવ અભરાઇ પર ચડાવી દીધી છે. ભવિષ્યની સ્પર્ધામાં ટ્રમ્પ અમેરિકાના
પ્રમુખ ન બની શકે તો પણ અમેરિકાના રાજકારણને તેમણે એક નવા તળિયે પહોંચાડી દીધું છે—અને તે પ્રમુખ નહીં જ બને એવું ખાતરીપૂર્વક
કહી શકાય એમ નથી.
કેમ કે, ડોનાલ્ડ ટ્રમ્પે રૂઢિચુસ્ત ગણાતા રીપબ્લિકન
પક્ષમાંથી પોતાની ઉમેદવારી જાહેર કરી, ત્યારે પણ તેમને કોઇએ ગંભીરતાથી લીધા ન હતા. અનેક ધંધા ધરાવતા અબજોપતિ,
જીભછૂટા, રીઆલીટી શોમાં રહી ચૂકેલા, પોતાના નામનાં ઉત્પાદનો ધરાવતા, મહિલાઓના મામલે બેશરમ-અસભ્યની છાપ ધરાવતા ટ્રમ્પ આમ પણ
અભિમાની માલેતુજારના અમેરિકન નમૂના લેખે વધારે જાણીતા હતા. પ્રમુખપદની ચૂંટણીમાં
શરૂઆતના તબક્કે પક્ષનો ઉમેદવાર નક્કી કરવા માટે હરીફાઇ થાય ત્યારે તેમાં આવા
નમૂનાની નવાઇ હોતી નથી. તેમના થકી પ્રમુખપદની ચૂંટણીમાં ઠીક ઠીક મનોરંજન ઉમેરાતું
હોય છે. પરંતુ એક પછી એક રાજ્યોમાંથી પોતાની ઉમેદવારી માટે ટેકો મેળવવાની, પ્રાયમરી તરીકે ઓળખાતી ગંભીર કવાયત શરૂ થાય,
ત્યારે આવા ઉમેદવારો ખડી પડે છે.
બધાની ધારણાથી
વિપરીત, ટ્રમ્પના કિસ્સામાં એવું
ન બન્યું. છ મહિના પહેલાં જેમની ઉમેદવારીને હસી કાઢવામાં આવતી હતી એ ટ્રમ્પ એક પછી
એક વિધ્નો વટાવતા, પોતાની
નમૂનાગીરીને જરાય મોળી કર્યા વિના, બલ્કે,
એની પર મદાર રાખીને, છેલ્લા તબક્કા સુધી પહોંચી ગયા છે. ટ્રમ્પની
ઉમેદવારીમાં અમેરિકાની નામોશી જોનાર વર્ગ હવે એ દુઃસ્વપ્નનો સામનો કરી રહ્યો છે કે
‘આ ભાઇ અમેરિકાના પ્રમુખ બની જશે
તો?’
નીતિવિષયક
સ્પષ્ટતાઓ કે સૂઝ સાથે ટ્રમ્પને આડવેર છે. અર્થતંત્રથી માંડીને વિદેશનીતિ જેવી
બાબતોમાં તેમને સમજ નથી પડતી—અને
એ જાણવા માટે ઊંડા અભ્યાસની જરૂર નથી. તેમનાં બે-ચાર ભાષણ સાંભળી કે વાંચી લેવા
પૂરતાં છે. પ્રમુખપદના ઉમેદવાર હોવા છતાં, તદ્દન શેરીકક્ષાનાં ભાષણો આપતાં તેમને જરાય ખચકાટ થતો નથી. મુસ્લિમો વિશે
એ બેફામ બોલી શકે છે, પાડોશી દેશ
મેક્સિકોની સરહદે દીવાલ બાંધવા જેવા મોંમાથા વગરના આઈડીયા ગંભીરતાપૂર્વક ભાષણોમાં
કહી શકે છે. રશિયાના માથાભારે (અને કંઇક અંશે પોતાના જેવાં લક્ષણો ધરાવતા) નેતા
પુતિન સાથે તે સારા સંબંધ રાખવાની વાત કરી શકે છે. ઘડીકમાં તે ભારતને ગમે એવું,
તો ઘડીકમાં એ ભારત વિશે ગમે તેવું બોલી
શકે છે. ટ્રમ્પ એક એવી બંદૂક છે, જે
ગમે તે દિશામાં ફૂટી શકે છે અને ગમે તેને અડફેટે લઇ શકે છે. સભ્યતાના, સજ્જનતાના અને રાજદ્વારી ગંભીરતાનાં એકેય ધોરણ
એમને નડતાં નથી ને એકેય ધોરણમાં તે બંધ બેસતા નથી.
સામાન્ય રીતે,
આ સ્તરની ચૂંટણીમાં ઉમેદવારનો એકાદ બફાટ
તેની ઉમેદવારીની આકાંક્ષાઓનો અંત આણવા માટે પૂરતો થઇ પડે. પરંતુ ટ્રમ્પના
કિસ્સામાં એવું બનતું નથી. એ બફાટ પર બફાટ કર્યે જ જાય છે અને તેમની ઉમેદવારી પર
કશી અસર પડતી નથી. ઉલટું, લોકો
તેમની કથિત‘મર્દાનગી’ અને ‘વીર ચોખ્ખું કહેવાવાળા’ની
છાપને કારણે તેમનું બધું માફ કરવાના મૂડમાં હોય એમ લાગે છે. આ પ્રકારની માનસિકતા
ભારતમાં 2014ની લોકસભા ચૂંટણીઓ
પહેલાં જોવા મળી હતી. વિશ્વના બીજા દેશોમાં પણ તેનો ઉદય થયો છે. જેમ કે, યુરોપના દેશ ઓસ્ટ્રિયામાં આ મહિને થયેલી
ચૂંટણીમાં એક જમણેરી ઉમેદવાર સહેજ માટે પ્રમુખપદની ચૂંટણી હારી ગયા છે. તેમની
હારનો નહીંવત્ તફાવત ઘણાને ચિંતાનું કારણ લાગ્યો છે.
આ પ્રકારના
ઉમેદવારો માટે અનુકૂળ સંજોગો પેદા થવાનાં કેટલાંક કારણ: અસ્થિર અર્થતંત્ર, સરેરાશ લોકોમાં પ્રસરેલી અસલામતી, બહારથી પોતાના દેશમાં આવેલા અથવા પરંપરાગત
રીતે ‘બીજા’ (ધ અધર) ગણાતા લોકો પ્રત્યેની શંકાશીલ વલણ,
ચાલુ સરકારો માટેનો અસંતોષ...આ બધાથી ઘેરાયેલા
લોકો સારા-નરસાનો, વાસ્તવિક-અવાસ્તવિકનો
કે ઇચ્છનીય-અનિચ્છનીયનો ભેદ પારખવાને બદલે ફિલ્મી સ્ટાઇલમાં શત્રુની સ્પષ્ટ ઓળખ,
તેનો પરાજય અને પોતાના દેશનો જયજયકાર
ઇચ્છે છે. આવું ફિલ્મી સપનું તેમને જે બતાવે અને જેટલા વધારે બેફામ થઇને બતાવે,
એ તેમનો હીરો. આવાં સપનાં બતાવતી વખતે
તેને સાચું કેમ કરીને પાડીશું, એવી
ચિંતા ટ્રમ્પ પ્રકારના ઉમેદવારે કરવાની હોતી નથી. જમણેરી રાજકારણના ખેલાડીઓ
દેશભક્તિના નામે ઠાલી સાથળપછાડથી મર્દાનગીનો આભાસ ઉભો કરવામાં પાવરધા હોય છે—પછી તે ભારત હોય, અમેરિકા હોય કે રશિયા.
અમેરિકામાં જેમનું એકંદરે ઠેકાણે છે એવા લોકો
અને કેટલાંક પ્રસાર માધ્યમો લોકોને ટ્રમ્પના અસલી રંગોનો પરિચય કરાવી રહ્યાં છે.
છતાં, સમસ્યાઓના ઉકેલ માટે ‘સુપરમેન’ની તલાશ કરતા લોકો, એવો દાવો કરનાર કોઇ મળી જાય તો મૂલ્યો બાજુ પર મૂકીને,
બધા અવગુણ નજરઅંદાજ કરીને એવા‘સુપરમેન’ને તક આપવા ઉત્સુક હોય એવું અત્યાર સુધીના ઘટનાક્રમ
પરથી લાગે છે. ભારતીયો આ ખેલ બે વર્ષ પહેલાં જોઇ ચૂક્યા છે. લાગે છે કે હવે
અમેરિકાનો વારો છે.
Labels:
us,
us election
Tuesday, November 06, 2012
‘ઇલેક્ટોરલ કોલેજ’નાં કક્કો-બારાખડી
‘સુપરપાવર’ લોકશાહીના પ્રમુખ લોકોના સીધા મતથી ચૂંટાતા નથી
ચૂંટણી ને રાજકારણથી કંટાળો આવતો હોય, પણ અમેરિકાની ચિત્રવિચિત્રતાઓમાં રસ પડતો હોય, તેમના માટે ‘ઇલેક્ટોરલ કોલેજ’/electoral college સદાબહાર વિષય છે. આશરે બસો વર્ષ પહેલાં અસ્તિત્ત્વમાં આવેલી ‘ઇલેક્ટોરલ કોલેજ’ વાસ્તવમાં કોઇ કોલેજ કે સંસ્થા નહીં, પણ પદ્ધતિનું નામ છે. અમેરિકામાં મંગળવારે થનારું પ્રમુખપદની ચૂંટણી માટેનું મતદાન હકીકતે ‘ઇલેક્ટોરલ કોલેજ’ના સભ્યો- ઇલેક્ટર્સ- ની વરણી માટેનું છે. અમેરિકાના મતદારો સીધા મતદાન દ્વારા પ્રમુખને ચૂંટતા નથી.
એમ તો આપણા દેશમાં મતદારો પણ ક્યાં સીધી ચૂંટણીથી વડાપ્રધાન કે રાષ્ટ્રપતિને ચૂંટે છે? રાષ્ટ્રપતિ કેવળ બંધારણીય વડા હોવાથી, સરકારના વડા એવા વડાપ્રધાનની વાત કરીએ તો, આપણા મતદારો તેમનો મત વડાપ્રધાનપદના કોઇ ઉમેદવારને આપતા નથી. ભારતના મતદારો પક્ષના કે અપક્ષ ઉમેદવારને મત આપે છે. એ ચૂંટાઇને લોકસભામાં જાય, એટલે ત્યાં બહુમતી ધરાવતા પક્ષના અથવા મોરચાના નેતા વડાપ્રધાન બને છે. આ પદ્ધતિમાં દરેક રાજ્યના કેટલા પ્રતિનિધિ લોકસભામાં જશે, એ તેમની ૧૯૭૧ની) વસ્તીના પ્રમાણમાં નક્કી કરવામાં આવ્યું છે. રાજ્યની વસ્તી જેમ વધારે, એમ લોકસભામાં તેના સભ્યોની સંખ્યા વધારે અને વડાપ્રધાન કોણ બનશે એ નક્કી કરવામાં તેનું વજન પણ વધારે.
અમેરિકામાં પ્રમુખશાહી પદ્ધતિ છે અને રાજકારણમાં ઘણા સમયથી બે જ પક્ષો છેઃ ભૂરા રંગથી ઓળખાતો ડેમોક્રેટિક/democratic પક્ષ અને લાલ રંગ ધરાવતો રીપબ્લિકન/republican પક્ષ. યાદ રહે કે અમેરિકાના બંધારણમાં ક્યાંય દ્વિપક્ષી રાજકારણનો આદેશ આપવામાં આવ્યો નથી. પરંતુ બંધારણમાં સૂચવાયેલી પ્રમુખ ચૂંટવાની પદ્ધતિ જ એવી છે કે જે રાષ્ટ્રિય રાજકારણમાં ત્રીજા પક્ષને ઉભરવા ન દે. અમેરિકા જેવા વિશાળ ભૌગોલિક વ્યાપ અને ૫૦ રાજ્યોનો પથારો ધરાવતા દેશમાં પક્ષીય પીઠબળ વિના, કેવળ વ્યક્તિગત લોકપ્રિયતાના જોરે, રાષ્ટ્રિય પ્રભાવ મેળવવાનું અશક્યવત્ છે. વિશાળતા અને વૈવિઘ્યને દૃષ્ટિએ ભારતનો કિસ્સો અમેરિકાથી પણ વધારે પેચીદો છે. પરંતુ બન્નેના લોકશાહીના અલગ મોડેલ અને સાવ જુદી ચૂંટણીપદ્ધતિઓને કારણે, અમેરિકામાં બે રાજકીય પક્ષો મજબૂત રહ્યા છે અને ‘ઇસ જંગલમેં હમ દો શેર’ જેવી સ્થિતિ ટકી રહી છે. ભારતમાં મુખ્યત્વે પોતાના વાંકે નબળા પડેલા બન્ને મુખ્ય રાજકીય પક્ષો, સ્પષ્ટ બહુમતી મેળવી શકતા નથી. એટલે વઘુ ને વઘુ ઓશિયાળા તથા સ્થાનિક પક્ષોની દયા પર આધારિત બનતા જાય છે.
એનો અર્થ એવો બિલકુલ નથી કે અમેરિકાની ઇલેક્ટોરલ કોલેજ પદ્ધતિ બત્રીસ લક્ષણી છે. બલ્કે, ઘણાને તે બત્રીસ અપલક્ષણી લાગે છે. છતાં, થિયરીની દૃષ્ટિએ ઊભી રહેતી સંભાવનાઓ હજુ વાસ્તવિકતા બનતી નથી, એટલે ઇલેક્ટોરલ કોલેજ પદ્ધતિ તેની બધી વિચિત્રતાઓ સહિત અડીખમ છે.
કેવી છે આ પદ્ધતિ, જે સુપરપાવર દેશના સર્વેસર્વાને ચૂંટતી હોવા છતાં, તેની આંટીધૂંટી કોઇ વિડીયોગેમ જેવી લાગે છે?
પ્રતિનિધિઓની પસંદગી
અમેરિકાની ચૂંટણીમાં પ્રમુખ-ઉપપ્રમુખની ઉમેદવારી સહિયારી હોય છે. જીતે તો બન્ને જીતે ને જાય તો બન્ને જાય. પ્રમુખ ડેમોક્રેટ હોય ને ઉપપ્રમુખ રીપબ્લિકન એવું કે એથી ઉલટું કદી ન બને. અમેરિકાનાં તમામ ૫૦ રાજ્યોમાં એકસાથે એક જ દિવસે (રાજ્યોના પોતપોતાના અનુકૂળ સમય પ્રમાણે) યોજાતી ચૂંટણીમાં મતદારો પ્રમુખ-ઉપપ્રમુખના એક જોડકાને પોતાનો મત આપે છે. પરંતુ તેમનો મત સીધો એ જોડકાને મળતો નથી. અહીં ઇલેક્ટોરલ કોલેજનો કસબ કામે લાગે છે.
અમેરિકાના બંધારણ પ્રમાણે, તેના પ્રમુખની ચૂંટણી સીધી મતદારો દ્વારા નહીં, પણ ઇલેક્ટોરલ કોલેજ- ઇલેક્ટરોના સમુહ દ્વારા થાય છે. દરેક રાજ્યમાંથી તેની વસ્તીના પ્રમાણમાં ઇલેક્ટરની- પ્રતિનિધિઓની સંખ્યા નક્કી કરવામાં આવે છે. બધા રાજ્યોના મળીને કુલ ૫૩૮ ઇલેક્ટર છે. તેમાંથી ૨૭૦ના મત જે ઉમેદવારને મળે તે પ્રમુખ તરીકે ચૂંટાય.
દરેક રાજ્યમાં બન્ને પક્ષો પોતપોતાના પ્રતિનિધિઓ- ઇલેક્ટર્સની પસંદગી પોતાને ઠીક લાગે એ રીતે કરે છે. ઘણાખરા મતદારો પોતાના રાજ્યના તમામ પ્રતિનિધિઓને ઓળખતા પણ નથી હોતા. છતાં મતદારોના મત હકીકતમાં પ્રમુખપદના ઉમેદવારોને નહીં, પણ આ પ્રતિનિધિઓને જાય છે. ઉદાહરણથી આ વાત વધારે સ્પષ્ટ રીતે સમજી શકાશે.
ધારો કે ઇલેક્ટોરલ કોલેજમાં એક રાજ્યના ૧૫ પ્રતિનિધિ છે. એટલે ડેમોક્રેટિક અને રીપબ્લિકન એમ બન્ને પક્ષો એ રાજ્યમાં પોતપોતાના ૧૫ લોકોનાં નામ પસંદ કરશે. બને કે મતદારોમાંથી ઘણાએ તેમાંથી અમુક નામ સાંભળ્યાં પણ ન હોય. કારણ કે તેમણે પસંદગી પ્રતિનિધિઓ વચ્ચે નહીં, પણ ઓબામા અને રોમ્ની વચ્ચે કરવાની છે. ચૂંટણીના દિવસે એ રાજ્યના મતપત્રક પર બન્ને પક્ષના પ્રમુખ-ઉપપ્રમુખનાં નામ ઉપરાંત તમામ પ્રતિનિધિઓનાં નામ હોવાં જરૂરી નથી. એ માટે દરેક રાજ્યોના જુદા નિયમ છે. મત આપતી વખતે એ રાજ્યનો મતદાર પોતાની પસંદગીના પ્રમુખ-ઉપપ્રમુખના જોડકાને મત આપે છે.
વિનર-ટેક-ઓલઃ આર યા પાર
સામાન્ય મતદારના મત-લોકમત- માટે વપરાતો શબ્દ છેઃ પોપ્યુલર વોટ. મતદાન પછી રાજ્યમાં પોપ્યુલર વોટની ગણતરી થાય છે. તેમાં જે પક્ષના પ્રમુખ-ઉપપ્રમુખના જોડકાને વધારે મત મળ્યા હોય, તેમને એ રાજ્યના તમામ ૧૫ પ્રતિનિધિઓના મત મળી ગયેલા ગણાય છે. તેનો બીજો વિકલ્પ એવો હોઇ શકત કે એક જોડકાને ૩૩ ટકા મત મળે તો તેને ૫ પ્રતિનિધિઓના મત મળે અને ૬૬ ટકા મત મેળવનાર જોડકાને ૧૦ પ્રતિનિધિઓના મત મળે. પરંતુ ઇલેક્ટોરલ કોલેજ પદ્ધતિમાં ‘વિનર્સ ટેક ઓલ’નો નિયમ છેઃ જીતે તેને રાજ્યના બધા જ પ્રતિનિધિઓના મત મળે અને હારે તેને કશું નહીં. બે રાજ્યોને બાદ કરતાં બાકીનાં ૪૮ રાજ્યોમાંથી આ જ નિયમ લાગુ પડે છે. બે રાજ્યોમાં પ્રતિનિધિઓના મત વહેંચાઇ શકે છે ઃ તેમાંથી બે પ્રતિનિધિઓના મત ‘વિનર- ટેક- ઓલ’ નિયમ પ્રમાણે, જીતનાર જોડકાને મળે અને બાકીના પ્રતિનિધિઓના મત તેમના પ્રાંતમાં જે પક્ષની જીત થઇ હોય, એ પક્ષના ઉમેવદવારોને જાય.
‘વિનર-ટેક-ઓલ’ની વિચિત્રતા આટલેથી અટકતી નથી. અગાઉનું ઉદાહરણ આગળ વધારીએ તો, ધારો કે એ રાજ્યમાં ડેમોક્રેટિક પક્ષના પ્રમુખ-ઉપપ્રમુખને વધારે પોપ્યુલર વોટ મળ્યા છે. એટલે એ રાજ્યના તમામ ૧૫ ડેમોક્રેટેકિ પ્રતિનિધિઓ ઇલેક્ટરોલ કોલેજમાં તેમનો મત ઓબામાને આપવા ‘પ્રતિજ્ઞાબદ્ધ’ ગણાય છે. એ માટે પણ બધાં રાજ્યોમાં જુદી જુદી જોગવાઇ છે. કેટલાંક ઠેકાણે પક્ષ પોતે પોતાના ઇલેક્ટર્સને પ્રતિજ્ઞાબદ્ધ કરે છે, તો ક્યાંક રાજ્યની સરકાર ઇલેક્ટર્સને તેમના પક્ષના ઉમેદવારને વફાદાર રહેવાની પ્રતિજ્ઞા કરાવે છે. અલબત્ત, આવી પ્રતિજ્ઞા તોડવાનું ગેરબંધારણીય નથી. બંધારણ એ માટેની મોકળાશ આપે છે. એટલે ઇલેક્ટોરલ કોલેજમાં મતદાન વખતે, રાજ્યના ૧૫ ડેમોક્રેટિક પ્રતિનિધિઓમાંથી કોઇ રોમ્નીને મત આપવા ઇચ્છે, તો એ આપી શકે છે. એમ કરવાથી પ્રતિજ્ઞાનો ભંગ થાય છે, પક્ષ તેની સામે પગલાં લઇ શકે છે, ટેકનિકલ રીતે એ ગુનો બનતો નથી. આવા ઇલેક્ટર ‘ફેઇથલેસ’ તરીકે ઓળખાય છે.
આ વર્ણન વાંચીને ભારતના રાજકારણની પક્ષપલટુ સંસ્કૃતિ યાદ આવે. પરંતુ અમેરિકામાં ‘ફેઇથલેસ’ થવાના બનાવ જૂજ પ્રમાણમાં બને છે. (ભારે રસાકસી ધરાવતી આ ચૂંટણીમાં ત્રણ-ચાર સાંસદો ‘ફેઇથલેસ’ થવાની સંભાવના છે, એવું કેટલાંક સર્વેક્ષણમાં જાહેર કરવામાં આવ્યું હતું.) અલબત્ત, અમેરિકાની લોકશાહીના બસોથી પણ વઘુ વર્ષના ઇતિહાસમાં, ‘ફેઇથલેસ’ ઇલેક્ટરના મતથી આખો તખ્તો પલટાઇ ગયો હોય, એવું કદી બન્યું નથી.
ધારો કે બન્ને ઉમેદવારોને સરખા ઇલેક્ટોરલ મત મળે, તો પછી પ્રમુખની ચૂંટણી ‘હાઉસ ઓફ રીપ્રેઝન્ટેટીવ્ઝ’/house of represntatives (લોકસભા) દ્વારા થાય છે. એ વખતે રાજ્ય નાનું હોય કે મોટું, તે એક જ મત આપી શકે છે. તેમાં ૨૬ મત મેળવનાર ઉમેદવાર પ્રમુખ બની જાય છે. કેટલીક વાર રાજ્યના પ્રતિનિધિઓ કોને મત આપવો એ બાબતે એકમત ન થઇ શકે, તો એ મતદાનથી અળગા રહે છે. તેના લીધે ફરી વાર ‘ટાઇ’ પડે તો, નવેસરથી એ જ પ્રક્રિયા પરિણામ ન આવે ત્યાં સુધી ફરી કરવાની રહે છે. ઉપપ્રમુખની ચૂંટણી એ જ રીતે સેનેટ (રાજ્યસભા) દ્વારા થાય છે.
લોકમતની ‘અવગણના’
ઇલેક્ટોરલ કોલેજની બીજી વિચિત્ર બાબત છેઃ પોપ્યુલર વોટમાં જીતવા છતાં, ઇલેક્ટરના મતમાં બહુમતી ન મળે, તો એ હાર જ ગણાય. આવા કિસ્સા જૂજ બને, છતાં નજીકના ભૂતકાળમાં વર્ષ ૨૦૦૦માં એવું થયું હતું. ડેમોક્રેટિક ઉમેદવાર અલ ગોર/al goreને પોપ્યુલર વોટ વધારે મળ્યા, પણ રીપબ્લિકન જ્યોર્જ બુશ/ george w. bush ઇલેક્ટર વોટની સરસાઇ પર અમેરિકાના પ્રમુખ બની ગયા. આમ થવાનું કારણ એટલું કે અમેરિકાના બંધારણ પ્રમાણે, નાગરિકોના (પોપ્યુલર) વોટનું પ્રમુખપદની ચૂંટણીમાં સીઘું કશું જ મહત્ત્વ નથી. કેવળ બંધારણના શબ્દો પકડીને ચાલવામાં આવે, તો રાજ્યો પોતાના તરફથી વગર ચૂંટણીએ ઇલેક્ટર્સ નીમી દે અને એ લોકો ઇલેક્ટોરલ કોલેજ તરીકે અમેરિકાનો પ્રમુખ ચૂંટી કાઢે, તો એ પણ ગેરબંધારણીય ન ગણાય. પરંતુ પુખ્ત લોકશાહી વ્યવસ્થાની એક વિશિષ્ટતા એ હોય છે કે તેમાં છીંડાં હોવા છતાં, તેમનો ગેરલાભ લેવાને બદલે બંધારણના હાર્દને વઘુ મહત્ત્વનું ગણવામાં આવે છે.
ઇલેક્ટોરલ કોલેજ પદ્ધતિથી જીતવા માટે રાષ્ટ્રવ્યાપી માળખું અને પહોંચ હોવાં જરૂરી છે, જે સ્થાનિક કે થોડાં રાજ્યોમાં દબદબો ધરાવતા અપક્ષ ઉમેદવાર માટે શક્ય બનતાં નથી. અમેરિકાનાં ૧૧ રાજ્યો અડધાઅડધ ઇલેક્ટોરલ વોટ ધરાવે છે. પરંતુ એ રાજ્યો ડેમોક્રેટિક અને રીપબ્લિકન પક્ષ વચ્ચે વહેંચાયેલાં છે. એટલે ઓછા ઇલેક્ટર ધરાવતાં નાનાં રાજ્યો પણ મહત્ત્વનાં બને છે. ઇલેક્ટોરલ કોલેજ પદ્ધતિના ટીકાકારોને ‘વિનર-ટેક-ઓલ’/winner-take-all માં લોકપ્રતિનિધિત્વના સિદ્ધાંતોનો ભંગ થતો લાગે છે. એક જ રાજ્યના ૧૩ પ્રાંતમાંથી ૬ જીલ્લામાં ડેમોક્રેટિક પક્ષ જીતતો હોય ને ૭ જીલ્લામાં રીપબ્લિકન જીતતા હોય, તો આખરી પરિણામમાં રાજ્યના બધા જ ઇલેક્ટર મત રીપબ્લિકનને મળી જાય. તેના લીધે જે ૬ જીલ્લામાં ડેમોક્રેટિક પક્ષ જીત્યો હતો, ત્યાંના મતદારોના મતનું કશું મૂલ્ય રહેતું નથી.
તેમ છતાં, ઇલેક્ટોરલ કોલેજ પદ્ધતિ વ્યવહારમાં એટલી સફળ નીવડી છે કે થિયરીની દૃષ્ટિએ તેમાં રહેલી વિચિત્રતાઓ ગૌણ બની જાય છે અને તેમાં સુધારો કરવાની વાત ચર્ચાના સ્તરેથી ભાગ્યે જ આગળ વધી છે
Labels:
us election
Sunday, November 04, 2012
અમેરિકામાં વાવાઝોડું અને ચૂંટણીઃ તક અને તબાહીનો સમાંતર ખેલ
અમેરિકા આ સમયે સમાચારમાં તો રહેવાનું જ હતું, પણ બે દિવસ પછી, ૬ નવેમ્બરના રોજ, થનારી પ્રમુખપદની ચૂંટણીઓ માટે. ‘હરિકેન સેન્ડી’/ Sandy વાવાઝોડાના પ્રતાપે સ્થિતિ પલટાઇ ગઇ. પ્રમુખપદ માટેની રસાકસીભરી ચૂંટણીમાં ‘કતલના’ કહેવાય એવા છેલ્લા સાત-આઠ દિવસમાં ઓબામા-રોમ્ની વચ્ચેજી ગાજવીજ બાજુ પર ધકેલાઇ ગઇ. તેના ઠેકાણે રાષ્ટ્રિય આફતનો માહોલ છવાયો.
અમેરિકામાં વાવાઝોડાંની નવાઇ નથી. ટેકનોલોજીના પ્રતાપે વાવાઝોડાંનાં પગલાં પારખીને, તેમની સામે ટકવાની આગોતરી તૈયારી કરી શકાય છે. છતાં, હકીકત એ પણ છે કે ટેકનોલોજી કુદરતી પરિબળોને નાથી શકતી નથી. તેનાથી થતું નુકસાન કેમ ઘટાડવું એટલું જ તે કરી શકે છે અને તેનાથી ઉચાટ જરાય ઓછો થતો નથી. આ લખાય છે ત્યારે અમેરિકાના પૂર્વ કાંઠે વાવાઝોડું ત્રાટક્યા પછી થનારી તેની વિનાશંક અસરોનો અંદાજ લગાડાઇ રહ્યો છેઃ ભયાનક ઝડપે સૂસવાતો પવન, સમુદ્રમાં ઉછળતાં તોતિંગ મોજાં, ભારે વરસાદ, પૂરની પરિસ્થિતિ, ખોરવાઇ ગયેલો વીજળીનો પુરવઠો - આ બધી ભયાનક સંભાવનાઓનું ટ્રેલર ચાલુ છે - સુપરપાવર દેશના અંદાજે પચાસેક લાખ લોકો વીજળી વિના જીવવા મજબૂર બન્યા છે- અને આ લખાણ તમારા સુધી પહોંચે ત્યાં સુધીમાં, આખેઆખી ફિલ્મ પણ રજૂ થઇ ચૂકી હશે.
યોગાનુયોગે, છેલ્લા ત્રણેક દાયકામાં આ વખતે પહેલી વાર અમેરિકાના પ્રમુખપદની ચૂંટણીના મુદ્દામાં ક્લાયમેટ ચેન્જ અને ગ્લોબલ વોર્મિંગના મુદ્દા ચર્ચાયા નથી. અલબત્ત, આ મુદ્દે વર્તમાન પ્રમુખ અને ડેમોક્રેટિક પક્ષના ઉમેદવાર ઓબામા તથા રૂઢિચુસ્ત રીપબ્લિકન ઉમેદવાર રોમ્નીના વિરાધાભાસી વિચાર જાણીતા છે. ચૂંટણી સંદર્ભે એકાદ ડઝન જેટલી વિજ્ઞાન અને ઇજનેરી સંસ્થાઓએ ‘સાયન્સડીબેટ’ વેબસાઇટ અંતર્ગત ૧૪ સવાલ તૈયાર કર્યા હતા. તેમના વિશે બન્ને ઉમેદવારોએ આમનેસામને ચર્ચા તો ન કરી, પણ તેમના પ્રચાર-કારભારીઓ તરફથી એ સવાલોના જવાબ મળ્યા હતા. તેમાં ઓબામાએ ક્લાયમેટ ચેન્જને ‘આ પેઢી સમક્ષ રહેલી સૌથી મોટી સમસ્યાઓમાંની એક’ ગણાવીને હતી, જ્યારે રોમ્ની આ મુદ્દે ઓબામા જેટલા સ્પષ્ટ ન હતા. તેમણે અગાઉ માનવજાતની પ્રવૃત્તિને કારણે ગ્લોબલ વોર્મિંગ - પૃથ્વીનું સરેરાશ તાપમાન વધી રહ્યું હોવાનો ધરાર ઇન્કાર કર્યો હતો, પરંતુ પ્રમુખપદના ઉમેદવાર તરીકે તેમણે વલણ બદલ્યું છે. ‘સાયન્સડીબેટ’ના સવાલના જવાબમાં તેમણે ગ્લોબલ વોર્મિંગ માટે માનવજાતની જવાબદારી સ્વીકારી. સાથોસાથ, એમ પણ કહ્યું કે કારણો અને અસરોના મુદ્દે ‘વિજ્ઞાનજગતમાં એકમતિનો અભાવ છે’ અને આ મુદ્દે ‘ચર્ચા ચાલુ રહે’ એવું તે ઇચ્છે છે.
‘હરિકેન સેન્ડી’ની અસાધારણ ગંભીરતામાં ગ્લોબલ વોર્મિંગની કેવી ને કેટલી ભૂમિકા છે એની ચર્ચાની સાથોસાથ, વાવાઝોડાની પ્રમુખપદની ચૂંટણી પર કેવી અસર થશે, એ પણ અગત્યનો મુદ્દો બન્યો છે. વાવાઝોડાના પગરવ સંભળાતાં જ પ્રમુખ ઓબામા અને હરીફ ઉમેદવાર રોમ્નીએ ‘આ મુદ્દે કોઇ રાજકારણ નહીં’ એવી જાહેરાત કરી દીધી છે. (ગુજરાતના મુખ્ય મંત્રીએ થોડાં વર્ષ પહેલાં પૂર આવ્યું ત્યારે તેમાં રાહત કામગીરી માટે છપાવેલાં વિશિષ્ટ કાર્ડમાં, અંદરના ભાગમાં તબાહીનું દૃશ્ય અને ઉપરના ભાગમાં પોતે હેલિકોપ્ટરમાંથી આ બઘું જોઇ રહ્યા હોય એવું કટ-આઉટ મૂકાવ્યું હતું.)
નાગરિકોના જાનમાલનું વ્યાપક જોખમ હોય ત્યારે, તેનો (ગેર)લાભ ઉઠાવવાની કોશિશ અમેરિકામાં બેશક કોઇ પણ ઉમેદવાર માટે નુકસાનકારકનીવડે. થોડા સમય પહેલાં લિબિયામાં અમેરિકાની એલચી કચેરી પર થયેલા હુમલા વખતે રોમ્નીએ રાજકારણ ખેલવાનો પ્રયાસ કર્યો ત્યારે તેમની ઠીકઠીક ટીકા થઇ હતી. વાવાઝોડાના માહોલમાં ઓબામાએ વેળાસર જાહેર કરી દીઘું છે કે ‘વાવાઝોડાની ચૂંટણી પર કેવી અસર થશે એની મને પરવા નથી. મને તો પરિવારોની અને બીજા કરતાં પહેલાં વાવાઝોડાનો માર વેઠનારા લોકોની ચિંતા છે.’
ચૂંટણીના સાવ છેલ્લા તબક્કામાં ખતરનાક વાવાઝોડું આવે ત્યારે મીટ રોમ્ની પાસે અસરગ્રસ્ત વિસ્તારોમાં (રાહત કામગીરીને નુકસાન ન થાય એ રીતે) ફરી વળવાની વધારે મોકળાશ રહેવાની. કારણ કે તેમને સત્તાવાર જવાબદારીઓ અદા કરવાની નથી. ફક્ત લોકસંપર્કમાં અને લોકો પ્રત્યે નક્કર લાગે એવી સહાનુભૂતિ દર્શાવવામાં જ ઘ્યાન આપવાનું છે. ઓબામા માટે આ વાવાઝોડું એક સાથે પડકાર અને તક લાવ્યું છે. વાવાઝોડા જેવી કુદરતી આપત્તિ સમયે પ્રમુખ તરીકે ઓબામા અસરકારક નેતાગીરી પૂરી પાડે અને રાહતનું સંતોષકારક તંત્ર ગોઠવી શકે, તો બીજા ઘણા મુદ્દા ગૌણ બને અને પલ્લું તેમની તરફેણમાં નમી શકે છે. પરંતુ રાહત કામગીરીમાં જરા પણ કાચું કપાયું કે બોલવામાં જીભ લપસી તો ખલાસ.
ઓબામા પહેલાંના પ્રમુખ જ્યોર્જ ડબલ્યુ. બુશને તેનો અનુભવ થઇ ચૂક્યો છે. તેમના રાજમાં ન્યૂ ઓર્લિઅન્સમાં હરિકેન કેટરિનાએ તબાહી મચાવી ત્યારે બુશની કામગીરી અને નેતાગીરી સાવ ટાઢાંબોળ રહ્યાં. કાળા લોકોનું પ્રભુત્વ ધરાવતા એ વિસ્તારમાં રાહત કામગીરીના નામે જે ધાંધિયાં થયાં, તે ભારત જેવા દેશની યાદ અપાવે એવાં હતાં. વાવાઝોડાના મહિનાઓ પછી પણ ન્યૂ ઓર્લિઅન્સના અસરગ્રસ્તો કામચલાઉ ઘરમાં કે ટ્રેલરમાં જીવન વીતાવતા હતા. એ વખતે ચૂંટણી ઘણી દૂર હતી, છતાં બુશની નિષ્ફળતાઓમાં ન્યૂ ઓર્લિઅન્સમાં તેમના તંત્રની નિષ્ફળતા મહત્ત્વની બની રહી.
અમેરિકાના પ્રમુખપદની ચૂંટણી ઇતિહાસમાં જ્યોર્જ ડબલ્યુ. બુશ બીજી રીતે યાદગાર છે. વીસમી સદીના અમેરિકામાં તે એવા એકમાત્ર પ્રમુખ હતા, જે ‘પોપ્યુલર વોટ્સ’- લોકોના મત-ની ગણતરીમાં હારી જવા છતાં, અમેરિકાના પ્રમુખપદે બિરાજ્યા. એ કેવી રીતે શક્ય બને? તેનો મુદ્દાસર જવાબઃ
અમેરિકાના પ્રમુખની ચૂંટણીના છેલ્લા તબક્કામાં, બન્ને મુખ્ય પક્ષોના ઉમેદવારો ફાઇનલ થઇ ગયા પછી, નક્કી કરેલા દિવસે અમેરિકાનાં તમામ રાજ્યોમાં લોકો મતદાન કરે છે. અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણી ક્યારે કરવી એ પણ બંધારણમાં સ્પષ્ટ શબ્દોમાં લખવામાં આવ્યું છેઃ દર ચાર વર્ષે, નવેમ્બર મહિનાના પહેલા સોમવાર પછીના મંગળવારના દિવસે. (એટલે કે, નવેમ્બરની ૧ તારીખે મંગળવાર હોય તો ચૂંટણી પહેલા સોમવાર- ૭ નવેમ્બર- પછીના મંગળવારે, ૮ નવેમ્બરે કરવી પડે.)
દરેક રાજ્યમાં મતદારોએ મત પ્રમુખપદના ઉમેદવારને નહીં, પણ તેમના પક્ષના પ્રતિનિધિને આપવાનો હોય છે. ‘ઇલેક્ટોરલ કોલેજ’ તરીકે ઓળખાતી, અમેરિકાની આશરે ૨૦૦ વર્ષ જૂની પ્રમુખ ચૂંટવાની પદ્ધતિ પહેલી નજરે જરા વિચિત્ર લાગે એવી છે. ભારતની જેમ અમેરિકાની સંસદ (‘કોંગ્રેસ’)નાં ઉપલા ગૃહ (સેનેટ) અને નીચલા ગૃહ (હાઉસ ઓફ રીપ્રેઝન્ટેટીવ્ઝ)માં બધાં રાજ્યોમાંથી પ્રતિનિધિઓ ચૂંટાય છે. દરેક રાજ્યમાંથી ઉપલા ગૃહમાં બે સભ્યો જાય છે. નીચલા ગૃહમાં રાજ્યના પ્રતિનિધિઓની સંખ્યા, અમેરિકાની કુલ વસ્તીમાં રાજ્યની વસ્તીનું કેટલું પ્રમાણ છે તેના આધારે નક્કી થાય છે.
બન્ને ગૃહોમાં મળીને રાજ્યના કુલ જેટલા પ્રતિનિધિ (‘સાંસદ’) હોય, તે રાજ્યના ‘ઇલેક્ટર’ કહેવાય છે. ટેકનિકલી, તેમના મતોના આધારે પ્રમુખની ચૂંટણી થાય છે. વાસ્તવમાં, સૌથી પહેલાં કયા રાજ્યમાં કયો પક્ષ જીત્યો તે નાગરિકોના મત (પોપ્યુલર વોટ)થી નક્કી થાય છે. દાખલા તરીકે, ૬ નવેમ્બરના રોજ થનારી ચૂંટણીમાં કેલિફોર્નિયામાં ડેમોક્રેટિક ઉમેદવારને સૌથી વધારે મત મળે, તો એનો અર્થ એ થયો કે, કેલિફોર્નિયાના તમામ ૫૫ ઇલેક્ટર મત ડેમોક્રેટિક ઉમેદવાર ઓબામાને જશે. અમેરિકાના બંધારણ પ્રમાણે, રાજ્યમાં જે પક્ષના ઉમેદવારને સૌથી વઘુ મત મળે, એ પક્ષને રાજ્યના તમામ ‘સાંસદો’ (ઇલેક્ટર)એ પોતાના મત આપવા પડે. આમ કરવા માટે સાંસદો ‘પ્રતિજ્ઞાબદ્ધ’ ગણાય છે. આ પ્રતિજ્ઞા તોડી શકાય છે, પણ ભાગ્યે જ એવું બને છે.
બધાં રાજ્યોનાં કુલ ૫૩૮ ઇલેક્ટર મતમાંથી પ્રમુખ બનવા માટે ઓછામાં ઓછા ૨૭૦ મત મેળવવા જરૂરી છે. ઇલેક્ટર મતોની અવળચંડી લાગતી પ્રથાને લીધે સૈદ્ધાંતિક રીતે એવું પણ શક્ય છે કે અમેરિકાનાં ૩૯ રાજ્યોમાંથી ઉમેદવારને એક પણ ઇલેક્ટર મત ન મળે, છતાં તે ૧૧ રાજ્યોના કુલ ૨૭૦ ઇલેક્ટર મતોની મદદથી અમેરિકાનો પ્રમુખ બની જાય. અલબત્ત, વ્યવહારમાં એવું બનતું નથી એ જુદી વાત છે.
વાવાઝોડાની અસરને ઘ્યાનમાં રાખીને કેટલાક અહેવાલોમાં એવી સંભાવના પણ વ્યક્ત થઇ છે કે રાજ્યો (ટેકનિકલી) ચૂંટણી કર્યા વિના- એટલે કે નાગરિકોના મત મેળવ્યા વિના, પોતાના ઇલેક્ટર મત એક યા બીજા ઉમેદવારને આપી શકે છે. મતદાનના સમયમાં વધઘટ કરવાની સત્તા પણ રાજ્યો પાસે હોય છે.
વાવાઝોડાની અને ચૂંટણીની બેવડી કસોટીમાંથી કયા ઉમેદવાર પાર ઉતરે છે, એ જાણવા માટે બસ થોડા દિવસની પ્રતીક્ષા.
તા.ક. આ લેખ લખાયા પછી 'સેન્ડી'નો હરિકેન તરીકેનો દરજ્જો 'છિનવી લેવાયો' હતો અને તેને 'સુપરસ્ટોર્મ' જાહેર કરાયું.
Labels:
us,
us election
Thursday, November 06, 2008
આંખનું કાજળ ગાલે : ઓબામાને ‘બ્લેક’ કહેવાની ‘દિવ્ય’ જિદ્દ
ઓબામાના વિજયના સમાચારોથી આજનાં અખબારો વાજબી રીતે છલકાયાં છે. ‘ટાઇમ્સ ઓફ ઇન્ડિયા’નું મથાળું અર્થની ઘનતા ચૂક્યા વિના થયેલી ભાષાની રમત તરીકે મને સૌથી વધુ ગમ્યું, તો ‘દિવ્ય ભાસ્કર’નું આઠ કોલમનું મુખ્ય હેડિંગ વાંચીને ત્રાસ થયો. એ હેડિંગ નછૂટકે અહીં ફરી ટાંકું છું: ‘બ્લેક ઓબામા વ્હાઇટ હાઉસમાં’. આવું અપમાનજનક અને અશિષ્ટ હેડિંગ શી રીતે છપાઇ ગયું હશે?
આ જ ‘ભાસ્કર’માં બે વર્ષ પહેલાં, પહેલી વાર ઓબામા વિશે મેં લેખ લખ્યો હતો. એ નાતે ‘ભાસ્કર’ના મિત્રોને દોસ્તીદાવે સૂચન છે કે તેમની ઇન્ટરનેશનલ એડિશનમાં આ હેડિંગ ન જાય તેનું ઘ્યાન રાખશો. અમેરિકામાં આ હેડિંગ સામે તગડી રકમનો દાવો થઇ શકે અને ભારતમાં પણ મારા જેવા અનેક વાચકોને આંચકો તો લાગે જ છે. અશ્વેતને ‘બ્લેક’ કહેવા તે, માતાને ‘બાપની બૈરી’ કહેવા બરાબર છે.
આ હેડિંગની નીચે ‘ઇન્ટ્રો’નાં વાક્યો છેઃ ૨૧૯ વર્ષ પછી અમેરિકાની જનતાએ જીદ કરીને રંગભેદને સંપૂર્ણપણે મિટાવી દીધો..’ ‘દિવ્ય ભાસ્કર’નું એક એડ કેમ્પેઇન ચાલે છે, જેની કેચલાઇન છેઃ ‘જીદ કરો, દુનિયા બદલો.’ ‘દિવ્ય ભાસ્કર’ મૂળ હિંદી છાપું હોવાથી, ગુજરાતીપ્રેમીઓ માટે તેનો સૌથી મોટો ત્રાસ એ હોય છે કે પોતાનાં હિંદી સ્લોગન બેઠ્ઠેબેઠ્ઠાં ગુજરાતીમાં ઉતારીને પ્રજાના માથે મારે છે.
‘ભાસ્કર’ના હિંદી સાહેબોને કોઇએ કહેવું જોઇએ કે હિંદી ભાષામાં ‘જિદ’નો એક અર્થ હકારાત્મક પણ થાય છે. (‘આગ્રહ’) જ્યારે ગુજરાતી ભાષામાં ‘જિદ્દ’ની અર્થચ્છાયા નખશીખ નકારાત્મક છે. તેમાં દુરાગ્રહ અને હઠનો જ ભાવ છે. અને હા, તેની સાચી જોડણી ‘જીદ’ નહીં, પણ ‘જિદ્દ’ છે. પછી, ખોટેખોટું ઝૂડ્યે રાખવાની જિદ્દ શા માટે?
‘ભાસ્કર’ સાવ શરૂઆતમાં આવ્યું ત્યારનો એક ઐતિહાસિક ગોટાળો અહીં ફક્ત રમૂજ ખાતર ટાંકું છું. હિંદીમાં ભાસ્કરની કેચલાઇન હશેઃ‘બતાઇયે આપકી મરજી’. એટલે ગુજરાતીમાં એ લોકોએ તેનો અનુવાદ કર્યોઃ ‘બતાવો તમારી મરજી’. કેમ જાણે, મરજી શર્ટનાં બે બટન ખોલીને ‘બતાવી’ દેવાની ચીજ હોય! ‘બતાઇયે’નું ગુજરાતી ‘બતાવો’, નહીં પણ ‘જણાવો’ થાય, એટલું પણ તેમને કોઇએ નહીં કહ્યું હોય? કે પછી તેમણે કોઇનું સાંભળ્યું નહીં હોય? બતાવો તમારો જવાબ!
આ જ ‘ભાસ્કર’માં બે વર્ષ પહેલાં, પહેલી વાર ઓબામા વિશે મેં લેખ લખ્યો હતો. એ નાતે ‘ભાસ્કર’ના મિત્રોને દોસ્તીદાવે સૂચન છે કે તેમની ઇન્ટરનેશનલ એડિશનમાં આ હેડિંગ ન જાય તેનું ઘ્યાન રાખશો. અમેરિકામાં આ હેડિંગ સામે તગડી રકમનો દાવો થઇ શકે અને ભારતમાં પણ મારા જેવા અનેક વાચકોને આંચકો તો લાગે જ છે. અશ્વેતને ‘બ્લેક’ કહેવા તે, માતાને ‘બાપની બૈરી’ કહેવા બરાબર છે.
આ હેડિંગની નીચે ‘ઇન્ટ્રો’નાં વાક્યો છેઃ ૨૧૯ વર્ષ પછી અમેરિકાની જનતાએ જીદ કરીને રંગભેદને સંપૂર્ણપણે મિટાવી દીધો..’ ‘દિવ્ય ભાસ્કર’નું એક એડ કેમ્પેઇન ચાલે છે, જેની કેચલાઇન છેઃ ‘જીદ કરો, દુનિયા બદલો.’ ‘દિવ્ય ભાસ્કર’ મૂળ હિંદી છાપું હોવાથી, ગુજરાતીપ્રેમીઓ માટે તેનો સૌથી મોટો ત્રાસ એ હોય છે કે પોતાનાં હિંદી સ્લોગન બેઠ્ઠેબેઠ્ઠાં ગુજરાતીમાં ઉતારીને પ્રજાના માથે મારે છે.
‘ભાસ્કર’ના હિંદી સાહેબોને કોઇએ કહેવું જોઇએ કે હિંદી ભાષામાં ‘જિદ’નો એક અર્થ હકારાત્મક પણ થાય છે. (‘આગ્રહ’) જ્યારે ગુજરાતી ભાષામાં ‘જિદ્દ’ની અર્થચ્છાયા નખશીખ નકારાત્મક છે. તેમાં દુરાગ્રહ અને હઠનો જ ભાવ છે. અને હા, તેની સાચી જોડણી ‘જીદ’ નહીં, પણ ‘જિદ્દ’ છે. પછી, ખોટેખોટું ઝૂડ્યે રાખવાની જિદ્દ શા માટે?
‘ભાસ્કર’ સાવ શરૂઆતમાં આવ્યું ત્યારનો એક ઐતિહાસિક ગોટાળો અહીં ફક્ત રમૂજ ખાતર ટાંકું છું. હિંદીમાં ભાસ્કરની કેચલાઇન હશેઃ‘બતાઇયે આપકી મરજી’. એટલે ગુજરાતીમાં એ લોકોએ તેનો અનુવાદ કર્યોઃ ‘બતાવો તમારી મરજી’. કેમ જાણે, મરજી શર્ટનાં બે બટન ખોલીને ‘બતાવી’ દેવાની ચીજ હોય! ‘બતાઇયે’નું ગુજરાતી ‘બતાવો’, નહીં પણ ‘જણાવો’ થાય, એટલું પણ તેમને કોઇએ નહીં કહ્યું હોય? કે પછી તેમણે કોઇનું સાંભળ્યું નહીં હોય? બતાવો તમારો જવાબ!
Labels:
Gujarati/ગુજરાતી ભાષા,
media,
obama,
us election,
આંખનું કાજળ ગાલે
આશાનું બીજું નામ ઓબામા
(છપાયા તારીખઃ ૨૪ ડિસેમ્બર, ૨૦૦૬, રવિવાર, દિવ્ય ભાસ્કર)
જેમના નામથી અમેરિકાના એક નહીં, પણ બબ્બે કટ્ટર દુશ્મનોની યાદ તાજી થાય એવા અશ્વેત ઉમેદવાર બરાક હુસૈન ઓબામા મહાસત્તા અમેરિકાના પ્રમુખ બને એવી શક્યતા છે.
ગુજરાતમાં થયેલી પંચાયતોની ચૂંટણીનાં પરિણામો જાહેર થયાં. એ જ અરસામાં સમાચાર આવ્યા કે અમેરિકાના અશ્વેત નેતા બરાક હુસૈન ઓબામા પ્રમુખપદની આગામી ચૂંટણીમાં ઉ
મેદવારી કરશે. ઓબામાની ટીવી પ્રચારઝુંબેશનો આરંભ આ લેખ છપાય ત્યાં સુધીમાં થઇ ચૂક્યો હશે.ગુજરાતની પંચાયતની ચૂંટણી અને અમેરિકાના પ્રમુખપદની ચૂંટણી વચ્ચે દેખીતી રીતે કશો સંબંધ નથી. છતાં, સરપંચની ચૂંટણીમાં વઘુ એક વાર જ્ઞાતિવાદ-પેટા જ્ઞાતિવાદની જે હદે બોલબાલા જોવા મળી છે, તેની સાથે બરાક ઓબામાના સમાચાર જબ્બર વિરોધાભાસ સર્જે છે. રંગભેદ જ્યાં પૂરેપૂરો દૂર થયો નથી અને અશ્વેતોની રંગભેદવિરોધી ચળવળની ઉગ્રતા હજી ભુલાઇ નથી, એવા અમેરિકામાં એક અશ્વેત યુવાન પ્રમુખપદના હોદ્દાનો સૌથી આશાસ્પદ ઉમેદવાર બની શકે છે.
દલીલ ખાતર ભારત એક દલિત નેતાને રાષ્ટ્રપતિ બનાવ્યાનો દાવો કરી શકે. જોડતોડના રાજકારણમાં બીજા પક્ષોની મજબૂરીનો લાભ લઇને કોઇ દલિત રાજકારણી કદાચ વડાપ્રધાન પણ બની શકે. પરંતુ બીજા વિકલ્પો હોય એવા સંજોગોમાં ભારતના મતદાતાઓ કે નેતાઓ કોઇ લાયક દલિત ઉમેદવારને મોટી તક આપે એ બનવાજોગ નથી. સરપંચ તરીકે સામાન્ય બેઠકો પર લાયક દલિતોને ચૂંટવાનું તો બાજુ પર રહ્યું, અનામત બેઠકો ઉપર પણ વગદાર બિનદલિતો પોતાને પૂછીને પાણી પીએ એવા નબળા દલિત ઉમેદવારોને ઊભા કરે છે. ભારતના દલિતો અને અમેરિકાના અશ્વેતો સ્વરૂપાંતરે ભયંકર સામાજિક અન્યાયોનો ભોગ બન્યા. છતાં ગઇ સદીમાં થયેલાં આંદોલનો અને હકારાત્મક પગલાં પછી અમેરિકામાં એવી પરિસ્થિતિ સર્જાઇ છે કે શ્યામરંગી ઓબામા અમેરિકાના ૪૪મા પ્રમુખ તરીકેના સૌથી સબળ ઉમેદવાર ગણાય છે. તેમના જ ડેમોક્રેટિક પક્ષનાં હિલેરી ક્લિન્ટનનું પત્તું ઓબામાની ઉમેદવારીને કારણે કપાઇ જાય, એવી પૂરી શક્યતા છે. અમેરિકાનાં પ્રસાર માઘ્યમોમાં ‘ઓબામા મેજિક’ છવાયેલો છે. માંડ ૧ વર્ષ અને ૧૧ મહિનાની રાજકીય કારકિર્દી ધરાવતા ૪૫ વર્ષના ઓબામામાં લોકોને પોતપોતાની દૃષ્ટિ પ્રમાણે ભૂતકાળના મહાન નેતાઓનાં દર્શન થાય છે.
ઓબામા નથી ફાયરબ્રાન્ડ વક્તા કે નથી આક્રમક ચળવળકાર. સામાન્ય માતા-પિતાના તેજસ્વી સંતાન તરીકે ઓબામા એવી પેઢીનું પ્રતિનિધિત્વ કરે છે, જેના માટે ત્વચાનો રંગ ગૌણ બન્યો છે. શ્યામ ત્વચાને તેમણે ઓળખનો મુદ્દો કે હથિયાર બનાવી નથી. સાથોસાથ, પોતાના સમાજને ભૂલીને બિનદલિત નેતાગીરીના ખોળે બેસી જતા ભારતના બહુમતિ દલિત નેતાઓની જેમ તે અશ્વેતોને ભૂલી ગયા નથી.
ઓબામાનો મુખ્ય એજન્ડા છેઃ આશા. રાજકારણમાં ‘વાયદા’ તરીકે ઓળખાતું આશાનું હથિયાર નવું નથી. છતાં, અસલામતીથી ગ્રસ્ત અમેરિકાના સમાજમાં ઓબામાનો આશાનો સંદેશ આમજનતાથી માંડીને ખાસ જનતા સુધીના સૌ કોઇને સ્પર્શી રહ્યો છે. ‘ઓડેસિટી ઓફ હોપ’ (આશાનું બળ) એ શીર્ષક ધરાવતા બેસ્ટસેલર પુસ્તકના લેખક ઓબામા પોતાના પ્રવચનમાં કોઇની ઉગ્ર ટીકા કરતા નથી. ત્રાસવાદના ભયથી પ્રજાને ભયભીત કરીને, તેમને પોતાના પડખે લેવાની જ્યોર્જ બુશની પદ્ધતિ ઓબામાને અજમાવવી પડતી નથી. એ સૌના અમેરિકાની, ‘આપણું અમેરિકા’ની વાત કરે છે. એવું મહાન અમેરિકા, જ્યાં દરેકને માટે સમાન તક હોય. બે વર્ષ પહેલાં ડેમોક્રેટિક પક્ષના એક મેળાવડામાં આપેલા એક પ્રવચનથી ઓબામાએ પહેલી વાર સૌનું ઘ્યાન ખેંચ્યું હતું. પોતાના લશ્કરી અને આર્થિક બળ પર મુસ્તાક એવા અમેરિકાના આ જણે કહ્યું હતું,‘આપણા દેશની મહાનતા તેનાં ગગનચુંબી મકાનોમાં, લશ્કરી સત્તામાં કે કદાવર અર્થતંત્રમાં નથી. આપણું દેશાભિમાન બસો વર્ષ પહેલાંનાં એ ઢંઢેરામાં સમાયેલું છે, જેમાં જાહેર કરવામાં આવ્યું હતું કે સૌ મનુષ્યો સમાન છે ને સૌને સમાન તકો મેળવવાનો અધિકાર છે.’
બુશના રાજમાં ત્રાસવાદવિરોધી લડાઇના બહાને નાગરિકોની નાની-મોટી સ્વતંત્રતાઓમાં ઘણો કાપ આવ્યો. પ્રસાર માઘ્યમોની તટસ્થતા જોખમાઇ અને લશ્કરી ખર્ચ સહિત બીજી ઘણી બાબતોમાં નાગરિકોને અંધારામાં રાખવામાં આવ્યા. બુશ-બેન્ડના ઘોંઘાટથી શરૂઆતમાં દોરવાઇ ગયેલા અમેરિકનોએ હમણાં થયેલી ચૂંટણીમાં બુશના રીપબ્લિકન પક્ષને ઘેર બેસાડીને પોતાના ઝોકનો ખ્યાલ આપી દીધો છે. એવી માનસિકતા ધરાવતા અમેરિકાના લોકો ઓબામાની સીધીસાદી વાતો પર ફીદા છે. શ્રોતાઓ સમક્ષ અમેરિકાની ખૂબીઓનું વર્ણન કરતાં ઓબામા કહે છેઃ ‘આપણે જે વિચારવું હોય તે વિચારી અને લખી શકીએ છીએ- બારણે ટકોરા પડવાનો ખોફ રાખ્યા વિના. એક ફળદ્રુપ વિચાર સૂઝે એટલે લાંચ આપ્યા વિના એ વિચારને મૂર્તિમંત કરતો વ્યવસાય શરૂ કરી શકીએ છીએ. અમેરિકાના લોકો એવા નથી કે બધી સમસ્યાઓના ઉકેલ માટે સરકાર ભણી મીંટ માંડીને બેસી રહે. સાથોસાથ તેમને એવું પણ લાગે છે કે સરકાર પોતાની પ્રાથમિકતા થોડી બદલે (એટલે કે લશ્કરી પરાક્રમોને બદલે ઘરઆંગણે વઘુ ઘ્યાન આપે) તો અમેરિકાના દરેક બાળકને સારી જિંદગી મળે અને ઉજ્જવળ તકના દરવાજા સૌ માટે ખુલ્લા રહે.’
ઓબામાનો જાદુ એવો છે કે રવિવારની મહામૂલી સવાર બગાડીને, માથાદીઠ ૨૫ ડોલર ખર્ચીને હજારથી પણ વધારે માણસો તેમનું પ્રવચન સાંભળવા ઉમટી પડે છે. ઘણી વાર એવું બને છે કે આખી મેદનીમાં ઓબામા એકમાત્ર અશ્વેત વ્યક્તિ હોય. અમેરિકામાં રંગભેદનો ઇતિહાસ તાજો અને મૂળિયાં ઉંડાં છે. અશ્વેત પ્રમુખની કલ્પના તો બાજુ પર રહી, હજુ સુધી અમેરિકાના બે મુખ્ય રાજકીય પક્ષોમાંથી એકેય પક્ષે અશ્વેત સભ્યને પ્રમુખપદનો ઉમેદવાર બનાવ્યો નથી. તબક્કાવાર શરૂ થઇને બે વર્ષ સુધીમાં અંતિમ તબક્કે પહોંચનારી અમેરિકાના પ્રમુખપદની ચૂંટણીના અંતે બરાક ઓબામા અમેરિકાના પ્રમુખ બનશે, તો એ વ્યક્તિ કે પક્ષ કરતાં પણ વધારે આશાનો વિજય હશે. એવી આશા, જેનો ફક્ત અમેરિકાને જ નહીં, ભેદભાવોથી ગ્રસ્ત ભારત જેવા અનેક દેશોને પણ ખપ છે.
Labels:
dalit,
gujarat politics,
media,
obama,
politics,
Urvish Kothari/ઉર્વીશ કોઠારી,
us election
Wednesday, November 05, 2008
ઓબામાનું હર્ષાશ્રુથી અભિવાદન
જીવનમાં એવા પ્રસંગ જૂજ આવે છે, જ્યારે એ પ્રસંગોના ફક્ત સાક્ષી હોવાનું પણ આપણને ગૌરવ થાય. મારા જેવા ઘણા લોકો માટે આજનો દિવસ એવો હશે. વર્ષો પછી મારી ભાવિ પેઢીઓને હું ગૌરવથી કહી શકીશઃ‘હા, મારી સામે બરાક ઓબામા અમેરિકાના પ્રમુખ બન્યા હતા. હું એ ઘટનાનો સાક્ષી છે. એમના વિજયના સમાચાર સાંભળીને મારી આંખમાં પણ હર્ષનાં આંસુ આવ્યાં હતાં.’
ઓબામા સામેના પડકારોની કે તે સફળ નીવડશે કે નહીં તેની ચર્ચાનો આ સમય નથી. એક અશ્વેત માણસ રંગભેદથી ગ્રસ્ત અમેરિકાનો સર્વસત્તાધીશ પ્રમુખ બની શકે છે અને અમેરિકનો એક અશ્વેતને એ હોદ્દો સોંપી શકે છે એ અહેસાસ, ભેદભાવવિરોધી અને સમાનતાની ચળવળ સાથે થોડોઘણો સંબંધ ધરાવતા હોવાના નાતે, હૃદયના ઉંડાણમાં અભૂતપૂર્વ ટાઢક પહોંચાડે છે. ‘ન્યૂયોર્ક ટાઇમ્સ’ના તંત્રીલેખમાં નોંઘ્યું છેઃ બરાક ઓબામાનો વિજય નિર્ણાયક અને સપાટાબંધ (સ્વીપીંગ) છે. કેમ કે, પોતાના દેશની બીમારી કઇ છે એ તેમને સમજાયું હતું. એ બીમારી છેઃ પોતાના નાગરિકોનું રક્ષણ કરી શકવાની સરકારની નિષ્ફળતા...’
રાષ્ટ્ર ગંભીર માંદગીમાં પટકાયું હોય, અનેક પ્રકારનાં વિભાજક અને ભેદભાવકારક બળો મત્ત બનીને મહાલતાં હોય ત્યારે કંઇ નક્કર કર્યા વિના કે સમસ્યાને ઓળખવાનો પણ ઇન્કાર કર્યા વિના ઠાલા રાષ્ટ્રવાદની દાંડીઓ પીટવાથી એ જ થાય, જે અત્યારે ભારતમાં થઇ રહ્યું છે. ભારતનું સ્મરણ કરતાં ઓબામા જેવા કોઇ નેતાનો અભાવ કારમો લાગે છે. માયાવતી જેવાં નેતા દલિતોના આઇડેન્ટીટી પોલિટિક્સ માટે કામનાં હશે, પણ તેમની ઢબછબ મુખ્ય ધારાના રાજકારણીઓ કરતાં જરાય જુદી નથી. અત્યારે એનો ખરખરો બાજુ પર મુકીને, નવી આશા જગાડનારા ઓબામાનું સ્વાગત છે.
ઓબામાએ તેમની રાષ્ટ્રપતિપદ માટેની ઉમેદવારીની સત્તાવાર જાહેરાત ૧૦ ફેબુ્રઆરી, ૨૦૦૭ના રોજ કરી તેના બે મહિના પહેલાં, ગુજરાતીમાં (લગભગ) પહેલી વાર બરાક ઓબામા વિશે મેં લખ્યું હતું. અભ્યાસી મિત્ર ચંદુ મહેરિયાએ મજબૂત ટીપ આપી કે ‘ઓબામા -એવું કંઇક નામ ધરાવતો એક અશ્વેત અમેરિકાના પ્રમુખપદની ચૂંટણી લડવાનો છે એવું ક્યાંક વાંચ્યું હતું. તમે જરા વધારે તપાસ કરી જોજો. થાય તો લખવા જેવું છે.’ થોડી તપાસ કર્યા પછી મેં લખેલો અને ૨૪-૧૨-૨૦૦૬ની દિવ્ય ભાસ્કરની રવિપૂર્તિમાં પ્રગટ થયેલો એ લેખ અહીં અંગત ઉજવણીના ભાગરૂપે મૂકું છું.
ઓબામા સામેના પડકારોની કે તે સફળ નીવડશે કે નહીં તેની ચર્ચાનો આ સમય નથી. એક અશ્વેત માણસ રંગભેદથી ગ્રસ્ત અમેરિકાનો સર્વસત્તાધીશ પ્રમુખ બની શકે છે અને અમેરિકનો એક અશ્વેતને એ હોદ્દો સોંપી શકે છે એ અહેસાસ, ભેદભાવવિરોધી અને સમાનતાની ચળવળ સાથે થોડોઘણો સંબંધ ધરાવતા હોવાના નાતે, હૃદયના ઉંડાણમાં અભૂતપૂર્વ ટાઢક પહોંચાડે છે. ‘ન્યૂયોર્ક ટાઇમ્સ’ના તંત્રીલેખમાં નોંઘ્યું છેઃ બરાક ઓબામાનો વિજય નિર્ણાયક અને સપાટાબંધ (સ્વીપીંગ) છે. કેમ કે, પોતાના દેશની બીમારી કઇ છે એ તેમને સમજાયું હતું. એ બીમારી છેઃ પોતાના નાગરિકોનું રક્ષણ કરી શકવાની સરકારની નિષ્ફળતા...’
રાષ્ટ્ર ગંભીર માંદગીમાં પટકાયું હોય, અનેક પ્રકારનાં વિભાજક અને ભેદભાવકારક બળો મત્ત બનીને મહાલતાં હોય ત્યારે કંઇ નક્કર કર્યા વિના કે સમસ્યાને ઓળખવાનો પણ ઇન્કાર કર્યા વિના ઠાલા રાષ્ટ્રવાદની દાંડીઓ પીટવાથી એ જ થાય, જે અત્યારે ભારતમાં થઇ રહ્યું છે. ભારતનું સ્મરણ કરતાં ઓબામા જેવા કોઇ નેતાનો અભાવ કારમો લાગે છે. માયાવતી જેવાં નેતા દલિતોના આઇડેન્ટીટી પોલિટિક્સ માટે કામનાં હશે, પણ તેમની ઢબછબ મુખ્ય ધારાના રાજકારણીઓ કરતાં જરાય જુદી નથી. અત્યારે એનો ખરખરો બાજુ પર મુકીને, નવી આશા જગાડનારા ઓબામાનું સ્વાગત છે.
ઓબામાએ તેમની રાષ્ટ્રપતિપદ માટેની ઉમેદવારીની સત્તાવાર જાહેરાત ૧૦ ફેબુ્રઆરી, ૨૦૦૭ના રોજ કરી તેના બે મહિના પહેલાં, ગુજરાતીમાં (લગભગ) પહેલી વાર બરાક ઓબામા વિશે મેં લખ્યું હતું. અભ્યાસી મિત્ર ચંદુ મહેરિયાએ મજબૂત ટીપ આપી કે ‘ઓબામા -એવું કંઇક નામ ધરાવતો એક અશ્વેત અમેરિકાના પ્રમુખપદની ચૂંટણી લડવાનો છે એવું ક્યાંક વાંચ્યું હતું. તમે જરા વધારે તપાસ કરી જોજો. થાય તો લખવા જેવું છે.’ થોડી તપાસ કર્યા પછી મેં લખેલો અને ૨૪-૧૨-૨૦૦૬ની દિવ્ય ભાસ્કરની રવિપૂર્તિમાં પ્રગટ થયેલો એ લેખ અહીં અંગત ઉજવણીના ભાગરૂપે મૂકું છું.
Labels:
dalit,
obama,
politics,
Urvish Kothari/ઉર્વીશ કોઠારી,
us,
us election
Thursday, October 16, 2008
આગે હૈ કાતિલ મેરા, ઔર મેં પીછે પીછે
ઓબામા અને મિક્કેઇન (કે મેક્કેન)ની આ તસવીર ‘ડેઇલી મેઇલ’માંથી સાભાર અહીં મુકી છે- ખાસ તો આ ફોટોલાઇન માટે! એ સિવાય અમેરિકાના રાજકારણની ચર્ચા કરવાનું ખાસ કંઇ પ્રયોજન નથી.એક સાવ આડવાત લખી દઊં: હું મણિનગર રેલવે સ્ટેશન પર જે પાર્કંિગમાં સ્કૂટર મુકું છું, ત્યાં એક છોકરાનો ચહેરો જોઇને મને થાય કે ‘આ ભાઇને બહુ જોયા છે, પણ યાદ આવતું નથી.’ પછી મને બત્તી થઇ કે એનો ચહેરો ઓબામા સાથે ઘણું સામ્ય ધરાવે છે. (એનાથી કશું સાબીત નથી થતું. બે ઘડી મોજ.)
Labels:
obama,
photo,
Urvish Kothari/ઉર્વીશ કોઠારી,
us election
Subscribe to:
Posts (Atom)



