Showing posts with label advani. Show all posts

Tuesday, April 25, 2017
અડવાણીઃ જે પોષતું, તે મરાતું?
રાજકારણનો ધંધો ગેંગ જેટલો જ કે ગેંગ કરતાં વધારે ખતરનાક છે. ગેંગ વિશે બે વાતનું સુખ હોય છેઃ એક તો, તે લોકસેવા કે લોકોનું પ્રતિનિધિત્વ કરતો પક્ષ નથી અને સત્તા-સંપત્તિ માટે ચાલતી ગેંગ છે તેની બધાને ખબર હોય છે. બીજું, તેનું કામ બંદૂકના કે રૂપિયાના જોરે ચાલે છે--ચાલી જાય છે. દેશના બંધારણ ને બંધારણીય સંસ્થાઓ સુધી પહોંચવાની તેને જરૂર પડતી નથી. પોલીસ-ન્યાયતંત્ર સાથે તેનો પનારો સતત ખરો ને તેમાં છીંડાં પાડવાના પ્રયાસ તે કરે, પણ તેના પાયામાં ઘા કરવાનું ગેંગની પહોંચથી બહાર રહે છે. રાજકારણમાં એ સુવિધા પણ મળી રહે છે. હિંદી ફિલ્મોના પ્રતાપે સૌ જાણે છે કે કાનૂનના હાથ લાંબા હોય છે, પણ કાનૂનના લાંબા હાથ મરોડીને કાનૂનની જ કાનપટ્ટી પકડાવવાનું કામ રાજનેતાઓ કરી શકે છે. (ઘણા) રાજકીય પક્ષોની જેમ ગેંગમાં એક જ બોસ હોય છે. બાકીના બધા પીટર-રોબર્ટ-ટોની-માઇકલ (કે એવા પ્રકારનાં ભારતીય નામ). ગેંગમાં વડીલોનું કામ હોતું નથી--આજ્ઞાંકિત ન હોય એવા વડીલોનું તો બિલકુલ જ નહીં. રાજકારણમાં પણ લગભગ એવું જ હોય છે. એ કઠોર સત્ય સમજવામાંથી નાદુરસ્ત વાજપેયી બચી ગયા, પણ તંદુરસ્ત અડવાણી-મુરલી મનોહર જોશીને તે બરાબર સમજાઈ રહ્યું છે.
અડવાણી વિશે આગળ વાત કરતાં પહેલાં એટલી સ્પષ્ટતા કરી લેવી જોઇએ કે માત્ર ને માત્ર માનવીય ધોરણ સિવાય બીજી કોઈ રીતે તેમની દયા ખાઈ શકાય તેમ નથી. વડાપ્રધાન મોદીની ઘણી કાર્યપદ્ધતિ સામે વાંધો હોય, તેનાથી અડવાણી આદરણીય રાજપુરુષ બની જતા નથી--અને છેલ્લા એકાદ દાયકામાં તેમણે કરેલાં છૂટાંછવાયાં નિવેદનોના જોરે તે કોમવાદી રાજકારણના રીઢા આરોપી મટી જતા નથી.
વાસ્તવમાં દેશના રાજકારણને નિર્ણાયક કોમવાદી વળાંક આપવામાં અડવાણી અગ્રસ્થાને રહ્યા છે. સરદાર પટેલને મુસ્લિમવિરોધી તરીકે ખપાવવામાં અને એ જ 'લાયકાત'થી પોતાને 'છોટે સરદાર' માનવાની બાબતમાં અડવાણી નરેન્દ્ર મોદીના પૂર્વસૂરિ હતા.
ગાંધીજીની હત્યા પછી દેશમાં લાંબા સમય સુધી કોમી તોફાન બંધ રહ્યાં. પરંતુ રાષ્ટ્રવાદના નશીલા પ્રવાહીમાં કોમવાદનું ધીમું ઝેર ભેળવીને તેનું વિતરણ ધીમી ધારે સતત ચાલુ રહ્યું. તેની રાજકીય રોકડી કરવાનો મોકો દેશમાં કોંગ્રેસનું એકચક્રી શાસન સમાપ્ત થયા પછી આવ્યો. ત્યારે વી.પી.સિંઘે મંડલ પંચના અભરાઈ પર ચઢાવાયેલા અહેવાલ પરથી ધૂળ ખંખેરીને ઓબીસી માટે 27 ટકા આરક્ષણની ભલામણનો અમલ કર્યો. દેશભરમાં ખળભળાટ મચ્યો. તે સમીકરણનોનો આધાર જ્ઞાતિ હતી. તેની સામે અડવાણીએ રામજન્મભૂમિ આંદોલન નિમિત્તે કોમી ધ્રુવીકરણનો માહોલ ઊભો કર્યો. 'મંડલ વિરુદ્ધ કમંડલ' તરીકે ઓળખાયેલું આ રાજકીય દંગલ ભાજપને ઘણું ફળ્યું. તેણે ભાજપને રૂઢિચુસ્ત વિચારધારા ધરાવતા, 'લુનેટિક ફ્રિંજ' એટલે કે છેવાડે રહીને ઉધમ મચાવતા પક્ષને બદલે મુખ્ય ધારાના રાજકીય પક્ષ તરીકે સ્થાપિત કર્યો.
ગઝનીના મહેમૂદે કરેલા સંખ્યાબંધ હુમલા પછીનાં વર્ષોમાં સોમનાથ હિંદુ-મુસ્લિમ વૈમનસ્યનું કેન્દ્ર બન્યું હોય કે નહીં, પણ વીસમી સદીમાં (આગળ જતાં વિશ્વ હિંદુ પરિષદના સ્થાપક બનેલા) કનૈયાલાલ મુનશીની નવકથાઓએ સોમનાથ સાથ કથિત હિંદુ ગૌરવના રાજકારણને આકાર આપવામાં નોંધપાત્ર ફાળો આપ્યો. તેથી રામમંદિરની 'મંદિર વહીં બનાયેંગે’ ઝુંબેશ માટે રથયાત્રાના આરંભબિંદુ તરીકે સોમનાથની પસંદગી સમજાય એવી હતી. સોમનાથથી અયોધ્યાની એ યાત્રા હિંદુઓળખના નામે કોમવાદી રાજકારણને નવેસરથી સ્થાપિત કરવામાં, મુસ્લિમવિરોધ પ્રત્યેનો ખચકાટ દૂર કરીને તે દ્વેષને સરાજાહેર- મુખ્ય ધારામાં લઈ આવવામાં અને કોંગ્રેસના સગવડિયા સેક્યુલરિઝમની સાથોસાથ જમીની હિંદુ-મુસ્લિમ સહઅસ્તિત્વ, , સર્વધર્મસમભાવ જેવી બાબતોના પાયામાં ઘા કરવામાં મહત્ત્વની બની. આ કામ પાર પાડવામાં અડવાણી એકલા ન હતા. સાધ્વી ઋતંભરા જેવાં બિનરાજકીય પાત્રોથી માંડીને સંઘ પરિવારનાં અન્ય સંગઠનો અને ભાજપના નેતાઓ પણ તેમાં સામેલ હતા. એ સમયના, હિંદુ કટ્ટરવાદના મહા-રથી તરીકે ઉભરેલું નામ અડવાણીનું હતું.
હિંદુ ગૌરવના નામે કોમી ધ્રુવીકરણના પ્રતિક જેવી સોમનાથ-અયોધ્યા રથયાત્રામાં અડવાણીના સારથી (ભલે કૃષ્ણ જેવા નહીં) નરેન્દ્ર મોદી હતા. એ વિશે સોમનાથમાં એપ્રિલ, 2017માં બોલતી વખતે ગુજરાતના એક મંત્રી ગૌરવથી કેવા ફાટફાટ થઈ શકે છે, એ તેમના જ શબ્દોમાંઃ'તમને આ જણાવતાં આનંદ થાય છે કે આ સમગ્ર રથયાત્રાના શિલ્પી, સમગ્ર દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ રામનામના ઝંકારો, આખા દેશની અંદર પ્રસ્થાપિત કરવા અમે સમર્પિત થયા હતા.’
કોમી દ્વેષ અને વૈમનસ્ય ભડકાવનારી રથયાત્રાના 'શિલ્પી’ આજકાલ 'ન્યૂ ઇન્ડિયા’ના ઘડતરમાં વ્યસ્ત છે અને 'છોટે સરદાર'માંથી 'મોટે નહેરૂ'ની ઐતિહાસિક ભૂમિકા માટે આગળ વધી રહ્યા છે. એ ચહેરાંમહોરાં વળી જુદી ચર્ચાનો વિષય છે, પણ રથના અસવાર, એનડીએ સરકારના વખતના નાયબ વડાપ્રધાન અને 'લોહપુરૂષ’ અડવાણી હવે ભંગારખાતે છે. નાયબ વડાપ્રધાન અને પીએમ-ઇન-વેઇટિંગ (પ્રતીક્ષારત ભાવિ વડાપ્રધાન) સુધી પહોંચેલા અડવાણી તેમના ખંડ-શિષ્ય નરેન્દ્ર મોદીની મહત્ત્વાકાંક્ષી, ચાલાકી, આયોજન, વ્યૂહબાજી અને નાણાંકીય તાકાત સાથે કદમ મિલાવી શક્યા નહીં. એટલે 2002માં ગુજરાતની કોમી હિંસા પછી મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીને બચાવનાર અડવાણી એક દાયકામાં એ જ મોદીના નબળા હરિફ બની ગયા. ‘નરેન્દ્ર મોદીને રૂપિયાની શી જરૂર? તેમને ક્યાં પરિવાર છે?’ આવી બાળબોધી દલીલ કરનારા (ઘણી બાબતોની જેમ) એ વિચારતા નથી કે ગુજરાતમાં રહીને નરેન્દ્ર મોદીએ ભાજપના રાષ્ટ્રીય સંગઠનને અને સંઘ પરિવારને શી રીતે વશ કર્યાં.
ઉંમરની અસર, વધુ પડતો આત્મવિશ્વાસ, 'હાર્યો જુગારી બમણું રમે'ની વૃત્તિ--આવાં એક કે વધુ કારણે અડવાણીએ નરેન્દ્ર મોદીની ખુલ્લેઆમ ટીકાનો રસ્તો અપનાવ્યો અને નાના ફટાકડા ફોડતા રહ્યા, જે દેખાવમાં બોમ્બ લાગે પણ ફૂટે ત્યારે ટેટી જેવી અસર થાય. એ વખતની અડવાણીની સ્થિતિ 2002 પછીના ગુજરાતમાં કેશુભાઈ પટેલની સ્થિતિની યાદ અપાવે એવી હતી. કેશુભાઈ એટલા નસીબદાર કે તેમને જતી જિંદગીએ કોરટકચેરી થાય એવા સંજોગો ઊભા ન થયા અથવા તે નહીં સમજે તો એવા સંજોગો ઉભા થઈ શકે તેમ છે, એવા ઈશારાથી તે સમજી ગયા. સચ્ચાઈ જે હોય તે, પણ અડવાણી-મુરલી મનોહર જોષી-કલ્યાણસિંઘ-ઉમા ભારતી જેવા નેતાઓ સામે સર્વોચ્ચ અદાલતે બાબરીધ્વંસ કેસમાં ગુનાઇત કાવતરાનો આરોપ બહાલ કરતાં--અને તેમાં સરકારી એજન્સી ગણાતી સીબીઆઈની ભૂમિકા ધ્યાનમાં રાખતાં--અડવાણી ફસાયા છે. જે પક્ષને સત્તા પર આણવા માટે અડવાણીએ કોમી દ્વેષ અને ધ્રુવીકરણનો આશરો લીધો-અશાંતિનો માહોલ જગાડ્યો, એ પક્ષની સ્પષ્ટ બહુમતી ધરાવતી સરકાર કેન્દ્રમાં છે અને 89 વર્ષના અડવાણીના માથે કોર્ટયોગ-જેલયોગ તોળાઈ રહ્યા છે. કર્મના સિદ્ધાંત કે કવિન્યાય જેવું કશું રાજકારણમાં હોતું નથી. છતાં, અડવાણીની વર્તમાન સ્થિતિ એવી છે કે તેમના માટે એ લાગુ પાડવાની લાલચ થઈ આવે.

Labels:
advani,
bjp,
Narendra Modi/નરેન્દ્ર મોદી
Wednesday, December 11, 2013
બે નિબંધ : જો હું વડાપ્રધાન હોઉં તો?
સ્કૂલની પરીક્ષામાં આ પ્રકારનો એકાદ નિબંધ અચૂક પૂછાતો હતો, જેને ઓપ્શનમાં કાઢી નાખવાની સુવિધા ઉપલબ્ધ રહેતી. ધારો કે એવો જ નિબંધ ગુજરાતમાં ભાજપના અને કોંગ્રેસના નેતાઓને વગર ઓપ્શને લખવાનું કહેવામાં આવે તો?
કોંગ્રેસી નેતાનો નિબંધ
કેમ ભાઇ? જૂનું વેર કાઢવાનું છે કે આવો નિબંધ લખવા આપો છો? તમને ખબર તો છે ઃ અમારે ત્યાં વડાપ્રધાન બનવાનું સ્વપ્ન પણ જોવું હોય તો ગાંધી અટક હોવી જોઇએ. બહુ તો વાડ્રા અટક કદાચ ચાલે. એ સિવાય ટાઢા પહોરનાં સપનાં જોઇને ટાઇમ બગાડવાને બદલે, ભાજપની સરકાર છે ત્યાં સુધી બે સારાં કામ ન કરાવી લઇએ? લોકશાહીમાં અસરકારક વિપક્ષ એને જ કહેવાય જે વિપક્ષમાં રહીને પણ પોતાની ફાઇલો ચલાવી શકે અને કોન્ટ્રાક્ટ પાસ કરાવી શકે.
તેમ છતાં, હાઇકમાન્ડ બધાની વફાદારીની ખાતરી કરવા માટે આવી નિબંધસ્પર્ધા કાઢે અને તેમાં ફરજિયાત સૌએ ભાગ લેવાનો એવું જાહેર કરે તો હું કંઇક આવો નિબંધ લખું :
‘હું કોંગ્રેસ પક્ષનો અદનો સેવક છું. મારો પી.એ., મારો ડ્રાયવર, મારા ટેકેદારો - આ બધા કોંગ્રેસના અદના સેવકો છે અને અમે જે છીએ તે સ્થિતિમાં બહુ રાજી છીએ. અમે તો સ્વપ્ન જોઇએ છે કે આવતી કાલે સોનાનો સૂરજ ઉગશે અને રાહુલબાબા અથવા પ્રિયંકામેડમ કે થોડાં વર્ષ પછી તેમની બેટી ભારતનું વડાપ્રધાનપદ શોભાવતાં હશે. છતાં, હાઇકમાન્ડના આદેશથી ડૉ.મનમોહનસિંઘની જેમ મારે પણ, ન કરે નારાયણ ને વડાપ્રધાન બનવાનું થાય તો હું ખાતરી આપું છું કે હું રાહુલબાબાની અને સોનિયાજીની પાદુકાઓ રાખીને, તેમની આજ્ઞા પ્રમાણે શાસન કરીશ. એમ કરવામાં આજ સુધી કોને સંકોચ થયો છે કે મને થાય? હું દર્શાવી આપીશ કે કોંગ્રેસી નેતાઓ વડાપ્રધાનપદના ભૂખ્યા નથી. ઉપવાસ કોંગ્રેસ પક્ષના આરંભકાળથી તેની સંસ્કૃતિ સાથે સંકળાયેલા છે, એવું પક્ષના ઇતિહાસમાં કહેવાય છે. તેની પાછળનું અસલી રહસ્ય એ જ છે કે ગાંધી પરિવાર સિવાયના બીજા સૌ નેતાઓ વડાપ્રધાનપદની ભૂખ તજી શકે અને સાત્ત્વિકતાનું ગૌરવ પણ લઇ શકે.
ઘણા લોકોને એવું હશે કે કોંગ્રેસી વડાપ્રધાન તરીકે મને ભાજપને ખતમ કરી નાખવાનાં સપનાં આવશે. આવું માનનારા બહુ ભોળા કહેવાય. મારા લેવલે પણ મને સમજાય છે કે ભાજપ સિવાય બીજો કોઇ, થોડોઘણો ઠેકાણાવાળો પક્ષ હોત તો અમારાં પાટિયાં ક્યારનાં ઉતરી ગયાં હોત. ભલું થજો ભાજપનું કે કોઇ નક્કર કારણ વિના અમારું રાજ દસ વર્ષ અખંડ ચાલ્યું. આવા વિપક્ષને ખતમ કરવાનું તો સપનું પણ જોવું, એ લોકશાહીનો દ્રોહ કરવા જેવું ગણાય. અને એ તો સૌ જાણે છે કે અમારો પક્ષ, કટોકટી ન લાદે ત્યાં સુધી, લોકશાહીનો બિલકુલ દ્રોહી નથી.
વડાપ્રધાન તરીકેનું સપનું જોવાનું જ હોય તો હું એવું પસંદ કરું કે હું આજીવન વડાપ્રધાન રહું - અને મુખ્ય વિરોધ પક્ષ તરીકે ભાજપ જ હોય. આજીવન વડાપ્રધાનપદની મારી ઇચ્છામાં જેમને લોભલાલચની ગંધ આવતી હોય તેમને હું કોંગ્રેસની પરંપરા ઘ્યાનમાં રાખવા વિનંતી કરું છું. ત્યાર પછી જ સમજાશે કે મારી ભાવિ પેઢીઓ માટે કશી અપેક્ષા રાખ્યા વિના, હું ફક્ત મારા પોતાના જીવન પૂરતો વડાપ્રધાન બની રહેવા ઇચ્છું, એ પક્ષ અને દેશ માટે કેટલો મોટો ત્યાગ કહેવાય. ત્યાગવાળી વાત ન સમજાય તો બહુ ચિંતા ન કરવી. અમસ્તી પણ અમારા કોંગ્રેસનાં સાદગી અને ત્યાગની વાત ઘણાને સમજાતી નથી- પછી એ સોનિયાજીનો સત્તાત્યાગ હોય કે રાહુલજીનો જવાબદારી-ત્યાગ.
***
ભાજપી નેતાનો નિબંધ
હું તો તમને શુભેચ્છક ગણતો હતો. ખબર નહીં કે તમે પણ મને પતાવી દેવા માગો છો. ભાજપમાં રહીને વડાપ્રધાન બનવાનું સપનું જોવા કરતાં, રૂપિયા ખર્ચીને પ્રવેશટિકિટ લઇને કાંકરિયા તળાવે જઇને આપઘાત કરવાનું કહેવું હતું ને. બઘું એક નું એક જ થાત. હરેન પંડ્યાનું નામ સાંભળ્યું છે? અને સંજય જોશીનું? એકના નામ આગળ ને બીજાની રાજકીય કારકિર્દી આગળ ‘સ્વ.’નું વિશેષણ લાગી ગયું- અને આ લોકો વડાપ્રધાનપદના નહીં, ફક્ત મુખ્ય મંત્રીપદના ઉમેદવાર ગણાતા હતા.
વડાપ્રધાન બનવાનું કોને ન ગમે? રાજનાથસિંઘને પણ ગમે ને સુષ્મા સ્વરાજને પણ ગમે. કોઇ બનાવતું હોય તો વૈંકેયા નાયડુને પણ ગમે ને અરુણ જેટલીને પણ ગમે. પરંતુ અમારા પક્ષમાં પચાસ વર્ષથી નીચેના લોકોમાં શિસ્ત એવી મજબૂત છે કે તેમની વચ્ચે વડાપ્રધાનપદ માટે કદી ખેંચતાણ થાય એમ નથી. (નોંધ ઃ આગળ લખેલાં બધાં નામ અમાર વરિષ્ઠ - એટલે કે પચાસ વટાવી ચૂકેલા- નેતાઓનાં છે.) કોંગ્રેસમાં ગાંધી પરિવારનું છે એવું સ્થાન અમારે ત્યાં સંઘ પરિવારનું છે. એ કોઇને કંઇ પણ બનાવી શકે. નીરોમાંથી હીરો ને હીરોમાંથી ઝીરો. અડવાણીજી તેમના બ્લોગ પર આ વિશે વધારે પ્રકાશ પાડી શકશે. આમ પણ અમારા પરિવારે તેમની પાસે હવે બ્લોગ લખવા સિવાય ખાસ કંઇ કામ રહેવા દીઘું નથી.
આટલું કહ્યા પછી હજુ પણ મૂળ સવાલનો જવાબ આપવાનું ફરજિયાત હોય તો, મારે કહેવું જોઇએ કે વડાપ્રધાનપદે શાંતિથી બેસવી માટે નાયબ વડાપ્રધાન કોને બનાવવા એ પહેલાં પાકું કરી લેવું પડે. જરૂર પડ્યે, સમયસંજોગોને માન આપીને એકથી વઘુ નાયબ વડાપ્રધાન રાખવાનું વિચારી શકાય. વધારે મૌલિકતાથી કામ લેવું હોય તો એ હોદ્દો ફરતો રાખીને દર મહિને તેની પર જુદા જુદા નેતાઓને મૂકી શકાય. એમ કરવાથી અમારા બધા નેતાઓને ઉચ્ચ હોદ્દાની તાલીમ મળે, દેશ પાસે વડાપ્રધાનપદના ઉમેદવારોના અઢળક વિકલ્પ મળે અને પક્ષની આંતરિક લોકશાહી, જો મોદીજીના પ્રભાવ પછી પણ ટકી રહી હોય તો, મજબૂત થાય.
જો હું વડાપ્રધાન બનું તો માહિતી-પ્રસારણ ખાતામાં પણ કેટલાક પેટાવિભાગ પાડું અને બ્લોગખાતું અડવાણીજીને, ટ્વીટરખાતું મોદીજીને સોંપું. દેશના હિતમાં એમની શક્તિઓનો શ્રેષ્ઠ - અથવા ઓછામાં ઓછો નુકસાનકારક- ઉપયોગ કદાચ ત્યાં કરી શકાય. વડાપ્રધાનપદેથી હું એવો આદેશ પણ જારી કરું કે હવે પછીથી કોઇએ સ્વેચ્છાથી પોતાની જાતને વડાપ્રધાનપદના ઉમેદવાર તરીકે જાહેર કરવાનો અધિકાર નથી.
વડાપ્રધાન બન્યા પછી ખાનગી રાહે બંધારણીય નિષ્ણાતોની સલાહ પણ લઉં કે જમ્મુ-કાશ્મીરમાં છે એવી ૩૭૦મી કલમ કોઇ રીતે લોકસભામાં લાગુ પાડી શકાય કે કેમ. કાશ્મીરમાં જેમ બહારના લોકો જમીન ખરીદી શકતા નથી, એવી રીતે હું પણ એવું કરું કે લોકસભામાં સત્તાધારી પક્ષ તરીકે ભાજપ સિવાય બીજું કોઇ બેસી શકે નહીં અને વડાપ્રધાન તરીકે આજીવન હું જ રહું. કોઇને એમાં સત્તાલાલસા દેખાય તો ભલે. મારો ઇરાદો સદા વત્સલા એવી માતૃભૂમિની આજીવન સેવા કરવાનો અને એનાં ચરણોમાં જ પ્રાણ ત્યાગવાનો છે, જેથી હું મારી માતૃભૂમિને અસ્થિરતામાંથી અને માતૃપક્ષને સત્તાની ખેંચતાણમાંથી બચાવી શકું.

Wednesday, September 18, 2013
ભાજપની બેઠકનો કાલ્પનિક અહેવાલ
મહિનાઓની ખેંચતાણ પછી ભાજપે આખરે વડાપ્રધાનપદના ઉમેદવારનું નામ પાડ્યું. એ બેઠકમાં અડવાણી ‘દેખવું નહીં ને દાઝવું નહીં’ ન્યાયે ગેરહાજર રહ્યા. ૮૫ વર્ષે અડવાણીની તબિયત વડાપ્રધાન બનાય એટલી સારી છે કે નહીં એ તો ભાજપ જાણે, પણ આલ્બમ જોવાય એટલી સારી તો છે જ. એટલે એ કદાચ ઘરે બેસીને જૂનાં આલ્બમ જોતા હશે, જેમાં તેમની રથયાત્રાના ‘સારથી’ મોદી હતા. હવે અડવાણી પાસે સમય જ સમય છે. આલ્બમ ખૂટી જશે, પણ સમય નહીં ખૂટે.
પરંતુ જે બેઠકમાં મોદીના નામ પર આખરી મહોર વાગી, તેમાં શું બન્યું હશે? અને તેમાં અડવાણી હાજર રહ્યા હોત તો કેવાં દૃશ્ય સર્જાયાં હોત?
અડવાણી : બધાને ખબર છે...પણ અત્યારે તો અમારી સામે જોઇને વાત કરો..
રાજનાથસિંઘ : (સહેજ ગળું ખોંખારીને, અરુણ જેટલી સામે જોઇને) તો હું એમ કહેતો હતો કે આપણે લોકસભાની ચૂંટણીની વ્યૂહરચના ઘડવા માટે એકઠા થયા છીએ.
(મોદી ખોંખારો ખાય છે)
રાજનાથસિંઘ :એટલે કે તેમાં વડાપ્રધાનપદના ઉમેદવાર તરીકે કોને રજૂ કરવા...
(મોદી મોટેથી ઉધરસ ખાય છે)
રાજનાથસિંઘ : એટલે કે વડાપ્રધાન તરીકે મોદીજીનું નામ નક્કી કરવા માટે...
અડવાણી : તમે પક્ષના પ્રમુખ છો કે મોદીજીના પ્રવક્તા?
રાજનાથસિંઘ : હું શું છું એ વાત જવા દઇએ, માનનીય અડવાણીજી. તમે અમારા સૌના વડીલ છો...
અડવાણી : હા, ઉમા ભારતીએ ભાજપ છોડતી વખતે કહેલું ને કે પક્ષના અમુક વડીલો ઘરની વિધવા ફોઇ જેવા હોય છે, જેમને પગે બધા લાગે, પણ એમની વાત કોઇ ન માને...તમારા બધાની જોડે રહીને ‘વડીલ’ હોવું એટલે શું, એ હું બરાબર સમજી ગયો છું.
અરુણ જેટલી : તમે નાહક નારાજ થઇ જાવ છો અડવાણીજી.
અડવાણી : ભાઇ અરુણ, તમારે તો ઠીક છે, ચૂંટણી લડ્યા વગર લાડવા મળી જાય છે. અમે અત્યાર સુધી ચૂંટણીમાં રગડમપટ્ટી કરાવી છે. લોકસભામાં બે બેઠક પરથી...
રાજનાથસિંઘ : હા, હા, બે બેઠકમાંથી દિલ્હીની ગાદી સુધી પહોંચવાની વાર્તા હવે જૂની થઇ. મા.મોદીજીના સમર્થકો તો કહે છે કે એ વખતે મોદીજી હોત તો બે બેઠકોનો પ્રશ્ન જ ન આવત. સીધી કેન્દ્રમાં સરકાર જ બની ગઇ હોત.
અડવાણી : મોદીજીના સમર્થકો તો એવું પણ કહેશે કે મોદીજી સો વર્ષ પહેલાં જન્મ્યા હોત તો ભારતને ૧૮૫૭માં આઝાદી મળી જાત અને દેશને ગાંધીજીની જરૂર જ પડી ન હોત.
સુષ્મા ::અડવાણીજીની વાત સાચી છે. આપણે કોઇ પણ વ્યક્તિનો મહિમા કરવામાં માપ રાખવું જોઇએ અને તેના આંજી દેનારા પ્રચારમાં ન આવી જવું જોઇએ. (મોદી તરફ જોઇને) એનો અર્થ એ નથી કે હું મોદીજીનો વિરોધ કરું છું...
અડવાણી : અમે પક્ષ માટે શું નથી કર્યું? રથયાત્રાઓ કાઢી, દેશભક્તિના નામે કોમવાદ ફેલાવ્યો, હિંદુત્વનું રાજકારણ ખેલ્યા...
રાજનાથસિંઘ : તમારા એ પ્રદાનને કારણે તો તમને હજુ મિટિંગમાં વડીલનું સ્થાન આપવામાં આવે છે, અડવાણીજી. બાકી, મોદીજીનું ચાલ્યું હોત તો તમને ક્યારના....
અડવાણી : (એકદમ ઉકળી ઉઠે છે) એટલે તમે અહીં બેસવા દઇને મારી પર દયા કરો છો? આ પાર્ટી કોઇના પિતાશ્રીની પેઢી નથી. અમે મહેનતથી ઊભી કરી છે. એની પર કોઇનો એકાધિકાર અમે ચાલવા નહીં દઇએ.
જેટલી : માફ કરજો, અડવાણીજી...પણ ‘અમે’ એટલે તમારા સિવાય બીજું કોણ?
(અડવાણી એક નજરે સામે બેઠેલા સૌ નેતાઓ સામે વારાફરતી જુએ છે અને દરેકનાં માથાં નીચાં નમી જાય છે.)
અડવાણી : ઓહો, આ ભાજપની બેઠક છે કે કૌરવસભા? અહીં કોઇ સાચું કહેવા તૈયાર જ નથી?
જેટલી : જે છે તે આ છે. કૌરવસભામાં ભીષ્મ થવું છે કે દ્રૌપદી, એ તમારે નક્કી કરવાનું છે.
અડવાણી : (એકદમ પોતાનાં કપડાં સંકોરતાં) હું માની શકતો નથી કે હું ભાજપની બેઠકમાં બેઠો છું. એવું લાગે છે, જાણે આપણી વચ્ચે પણ કોઇ ‘સોનિયા ગાંધી’ બેઠાં છે, જેના અદૃશ્ય ઇશારે આખી બેઠકની કાર્યવાહી ચાલે છે અને તેની દિશા નક્કી થાય છે. તેમનો વિરોધ કરવાની કોઇની હિંમત ચાલતી નથી. બધા તેમની આગળ લાલચથી પૂંછડી પટપટાવે છે અથવા બીકથી સમર્પણભાવે પૂંછડી પગ વચ્ચે દબાવીને બેસી ગયા છે. પણ યાદ રાખજો, મારું નામ લાલકૃષ્ણ છે. હું એક વાર નિરાશ્રિત થઇ ચૂક્યો છું. બીજી વાર એ અનુભવ લેવા માગતો નથી.
યશવંત સિંહા : અડવાણીજીને આટલું બઘું દુઃખ પહોંચે એ બરાબર નથી. આ તો અકારણ યાદવાસ્થળી જેવી ‘ભાજપાસ્થળી’ લાગે છે. આપણે અડવાણીજીના આશીર્વાદથી જ વડાપ્રધાનપદના ઉમેદવારનું નામ જાહેર કરવું જોઇએ.
રાજનાથસિંઘ : આપણને આશીર્વાદ લેવામાં ક્યાં વાંધો જ છે? પણ અડવાણીજી આપે તો ને?
અડવાણી : મારે આશીર્વાદ આપવા નથી, શુભેચ્છાઓ લેવી છે. મારી આખી જિંદગીની સાધનાનું ફળ હવે મળવા આવ્યું છે ત્યારે તમે બધા ભેગા થઇને એ આખેઆખું ઝાડ કોઇકને પધરાવી દો છો, એ હું કેમ સહન કરી લઉં?
સુષ્મા સ્વરાજ : ઝાડ અને ફળ પરથી એક વાત યાદ આવી, અડવાણીજી. ૨૦૦૨માં વાજપેયીજી મોદીજીનું રાજીનામું લઇ લેવાના હતા, ત્યારે તમે જ મોદીજીને બચાવ્યા હતા. એ યાદ કરીને ઘણા વખત પછી વાજપેયીજી એક પંક્તિ બોલ્યા હતા. એ વખતે મને સમજાઇ ન હતી,પણ હવે તમે ઝાડ અને ફળની વાત કરી, એટલે મને બરાબર સમજાઇ ગઇ.
જેટલી : એમ? શું બોલ્યા હતા વાજપેયીજી?
સુષ્મા : બોયા પેડ બબૂલકા, આમ કહાંસે હોય? ...બાવળિયા રોપો તો એની પર કેરીઓ ન ઉગે.
જેટલી : માનનીય અડવાણીજી, તમે અમારા માટે પિતૃપુરૂષ છો. પિતૃપુરૂષોને શ્રાદ્ધપક્ષમાં કાગવાસ નાખવાનો હોય, ફાઇવ સ્ટારમાં પાર્ટીઓ આપવાની ન હોય. ભારતીય સંસ્કૃતિની એ પરંપરા તમે કેમ ભૂલી ગયા?
રાજનાથસિંઘ : છતાં અમને તમારા માટે પૂરેપૂરો આદર છે. તમે કહો તો અમે તમને મોદીજીની જગ્યાએ...
(અડવાણીના મોં પર ખુશીની લહેર દોડી જાય છે. તે હમણાં ઊભા થઇને મેચ જીત્યા પછી રેકેટ ઉછાળતા ટેનિસના ખેલાડી જેવું કશુંક કરી બેસશે એવું લાગે છે.)
રાજનાથસિંઘ : તમે કહો તો અમે તમને મોદીજીની જગ્યાએ ગુજરાતના મુખ્ય મંત્રી બનાવી દઇએ.
(આ સૂચન પર થયેલા તાળીઓના ગડગડાટમાં અડવાણીનો પ્રતિભાવ ડૂબી જાય છે અને બેઠક પૂરી થાય છે.)
પરંતુ જે બેઠકમાં મોદીના નામ પર આખરી મહોર વાગી, તેમાં શું બન્યું હશે? અને તેમાં અડવાણી હાજર રહ્યા હોત તો કેવાં દૃશ્ય સર્જાયાં હોત?
***
રાજનાથસિંઘ : (મોદી સામે જોઇને) આપણે શા માટે ભેગા થયા છીએ એ તો સૌ જાણો છો.અડવાણી : બધાને ખબર છે...પણ અત્યારે તો અમારી સામે જોઇને વાત કરો..

Tuesday, June 18, 2013
‘મોદીનીતિ’ એટલે ?
ગુજરાતના મુખ્ય મંત્રીને ગોવા સાથે લેણું લાગે છે.૨૦૦૨માં તેમના શાસનના માથે કોમી હિંસાનું કલંક હતું. છતાં એ વર્ષે ગોવામાં ભાજપની રાષ્ટ્રિય કાર્યકારિણીમાં તેમને ‘પોસ્ટરબોય’નો - એટલે કે પક્ષ જેનું મહિમાગાન કરી શકે એવા નેતાનો-દરજ્જો મળ્યો. તેમના વિશેની શરમને પક્ષીય ગૌરવમાં ફેરવવામાં અડવાણીનો મોટો ફાળો હતો. ૨૦૧૩માં ફરી એક વાર ગોવામાં, આ વખતે અડવાણીને કારણે નહીં પણ તેમના વિરોધ છતાં, નરેન્દ્ર મોદીને ભાજપની ચૂંટણીપ્રચાર સમિતિના અઘ્યક્ષ બનાવાયા.
મહત્ત્વાકાંક્ષાથી ફાટફાટ થતા ગુજરાતના મુખ્ય મંત્રીની સાથે રહીને કે સામે રહીને, અડવાણીના ભાગે ‘ધોબીશ્વાનત્વ’ જ આવવાનું હતું. કારણ કે ૮૫ વર્ષના અને છેલ્લાં થોડાં વર્ષથી વિપક્ષી નેતા તરીકે સાવ બિનઅસરકારક નીવડેલા અડવાણીને વડાપ્રધાનપદના ઉમેદવાર તરીકે રજૂ કરવાનું ભાજપ માટે અઘરૂં હતું. કેવળ રાહુલ ગાંધીની વયનું પરિબળ જ અડવાણી-ભાજપને મહાત કરવા પૂરતું થઇ પડે. આ વાજબી કારણમાં ગુજરાતના મુખ્ય મંત્રીની ભડભડતી મહત્ત્વાકાંક્ષા ઉમેરાય, એટલે અડવાણીનું એ જ થાય, જે થયું.
બાકીના કોઇ ભાજપી નેતા પાસે ગુજરાતના મુખ્ય મંત્રી જેટલી મજબૂત ‘તિજોરી’ નથી. રાજકારણમાં કેવળ વ્યક્તિત્વ કે ભાષણોથી પ્રભાવ પાડી શકાય ને સાથી-નેતાઓને પોતાની તરફેણમાં ખેંચી શકાય, એ જમાનો ક્યારનો વીતી ગયો. છટા-શૈલી-વાક્ચાતુર્ય આ બધું જાહેરમાં દેખાડા પૂરતું કામ લાગે, પણ સત્તા ખાતર ટેકો મેળવવાની વાત આવે ત્યારે તિજોરીનાં બારણાં ખોલી નાખ્યા વિના છૂટકો નહીં. દેખીતું છે કે એ માટે તિજોરી ભરવી પણ પડે. કેટલાક પોતાની તિજોરી વાપરે અને એ ભરવા જતાં ભ્રષ્ટાચારી તરીકે વગોવાય. કેટલાક બીજાની તિજોરી વાપરે, બદલામાં તિજોરીમાલિકોને ફાયદા કરી આપે અને આખા વ્યવહારમાં પોતે ક્યાંય વચ્ચે નથી એવું દુનિયાને બતાવે. આ પદ્ધતિ વિશે સુફિયાણી ભાષામાં એવું કહેવાય કે, ‘એમને કોર્પોરેટ વર્લ્ડનો ટેકો છે.’
ભાજપમાં મુખ્ય મંત્રી મોદીને ચૂંટણીસમિતિના અઘ્યક્ષપદે આગળ કરવામાં આવ્યા છે. અડવાણીનું ત્રાગું બ્રહ્માસ્ત્રને બદલે બૂમરેન્ગ સાબીત થતાં પક્ષની અંદર તેમનો રસ્તો સાફ થઇ ગયો છે. બીજા ભાજપી નેતાઓ, કમ સે કમ અત્યારે તો ‘મોદીનો કોઇ વિકલ્પ નથી’ એવું માનતા લાગે છે. એ જોતાં નરેન્દ્ર મોદી ભાજપ તરફથી વડાપ્રધાનપદના ઉમેદવાર જાહેર થાય એ નક્કી લાગે છે.
વાસ્તિકતાનાં પારખાં
મુખ્ય મંત્રી મોદીને વડાપ્રધાનપદના શ્રેષ્ઠ ઉમેદવાર અને દેશના ઉદ્ધારક તરીકે રજૂ કરવાનાં ઉદ્યોગ અને ઉદ્યમ મોટા પાયે આરંભાઇ ચૂક્યાં છે. તેમના ભક્તોથી માંડીને પેઇડ પ્રચારકો ટીવી- પ્રિન્ટ અને ઇન્ટરનેટ એમ ત્રણે લોકમાં ગાઇવગાડીને કહે છે કે મોદી ઉત્તમ શાસક છે અને ગુજરાતનો વિકાસ તેમના સુશાસનનો ઉત્તમ નમૂનો છે. માટે દેશના હિતમાં એ જ વડાપ્રધાન બનવા જોઇએ.
તેમના ટીકાકારો અગિયાર વર્ષ પહેલાંની કોમી હિંસામાં તેમની સરકારની નિષ્ક્રિયતાને માફ કરી શક્યા નથી. મોદીભક્તો પ્રચાર કરે છે તેમ, મામલો ફક્ત ૧૧ વર્ષ પહેલાં બની ચૂકેલા એકમાત્ર ઘટનાક્રમનો નથી. ત્યાર પછી થવી જોઇતી ન્યાયપ્રક્રિયામાં રાજ્ય સરકારની ભૂમિકા સંદેહાસ્પદ રહી છે. સરકાર ન્યાય થાય એમ ઇચ્છતી હોય, એવું ભાગ્યે જ લાગ્યું છે. ત્યાર પછીના સમયગાળામાં થયેલાં બનાવટી એન્કાઉન્ટર, હરેન પંડ્યાની હત્યા જેવા અનેક મુદ્દે મુખ્ય મંત્રીની પાટી કોરી ગણાતી નથી.
તેમ છતાં, મુખ્ય મંત્રીના ટેકેદારોનો નવેસરથી આગ્રહ છે કે જૂના જખમ ખોતરવાને બદલે, છેલ્લાં થોડાં વર્ષોમાં મુખ્ય મંત્રીએ પાર પાડેલાં વિકાસકાર્યો નજર સામે રાખવાં જોઇએ. તેમની દીર્ઘદૃષ્ટિ અને મહાન નેતાગીરીને બિરદાવવાં જોઇએ. જ્યાં સુધી ટીકાકારોની કોટે વળગેલું કોમી હિંસાનું ભૂત નહીં ઉતરે, ત્યાં સુધી તે મુખ્ય મંત્રી મોદીનું ‘વિરાટ સ્વરૂપ’ જોઇ નહીં શકે... વગેરે.
ભલે. થોડી વાર માટે મુખ્ય મંત્રી મોદીને કોમી હિંસા અને નકલી એન્કાઉન્ટર વિશેની ચર્ચાના મેદાનમાં ન લઇ જઇએ. કારણ કે એમ કરવાથી તેમની બીજી ઘણી સિદ્ધિઓને અન્યાય થાય છે, એવું તેમના સમર્થકો માને છે. એને બદલે, અમેરિકાના પ્રમુખપદની ચૂંટણી પહેલાં યોજાતી ચર્ચાની ઢબે, મુખ્ય મંત્રી મોદીનાં કોમી હિંસા-નકલી એન્કાઉન્ટર સિવાયનાં પાસાં તપાસી જોઇએ.
શરૂઆત આર્થિક બાબતોમાં તેમના વલણથી કરીએ. કારણ કે યુપીએની સરકાર સામે અત્યારે સૌથી મોટી સમસ્યા દેશના અર્થતંત્રને સ્થિર ગતિએ આગળ ધપાવવાની અને ખાઇમાં ધસતું અટકાવવાની છે. અર્થતંત્રને કાબૂમાં રાખવાનાં પગલાંમાં એક હતુંઃ ડીઝલના ભાવ પરનો સરકારી અંકુશ દૂર કરવો. યુપીએ સરકારે માંડ માંડ મરતાં મરતાં આ પગલું લીઘું. ત્યાર પહેલાં પેટ્રોલના ભાવ પરનો સરકારી અંકુશ સત્તાવાર રીતે દૂર થઇ ચૂક્યો છે. છતાં હજુ પણ બિનસત્તાવાર રીતે સરકારની ઇચ્છા વિના ઓઇલ કંપનીઓ ભાવ વધારતી નથી.
પેટ્રોલ-ડીઝલના ભાવમાં બહારનાં પરિબળોના આધારે વધઘટ થતી રહે તો સરકારને ફાળવવી પડતી અબજો રૂપિયાની સબસીડીની રકમ બચે. પરંતુ નેતાઓ વિપક્ષમાં હોય ત્યારે આવી બાબતો વિશે ભાગ્યે જ વિચાર કરતા હોય છે. એ વખતે તેમનું મુખ્ય ઘ્યેય શક્ય એટલા મુદ્દે સરકારવિરોધી લાગણી ઉભી કરવાનું અને તેને હવા આપવાનું હોય છે. મોદી પણ એ જ માળાનો મણકો પુરવાર થયા છે. તે ડીઝલના ભાવવધારાનો વિરોધ કરી ચૂક્યા છે. (કારણ કે તેનાથી લોકલાગણીની સાથે રહી શકાય છે.)
ગુજરાતમાં વિદેશી મૂડીરોકાણના એમઓયુના મસમોટા આંકડા આપીને છાકા પાડવા પ્રયત્નશીલ નરેન્દ્ર મોદી મલ્ટીબ્રાન્ડ રીટેલમાં સીધા વિદેશી મૂડીરોકાણનો વિરોધ કરે છે. કારણ કે આ બઘું ‘ઇટાલિયન વેપારીઓના લાભાર્થે’ હોવાનું તે માને છે. ‘બિઝનેસ સ્ટાન્ડર્ડ’ (૧૨-૬-૧૩)માં મિહિર શર્મા લખે છે, ‘ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સનો અમલ કરવાનું શક્ય છે અને જરૂરી પણ છે. તેનાથી દેશના અર્થતંત્રને બે પર્સન્ટેજ પોઇન્ટનો ફાયદો થાય એમ છે. મોટા ભાગનાં ભાજપશાસિત રાજ્યો પણ એ માટે તૈયાર છે. છતાં મોદી એમાં નન્નો ભણે છે...(સબસીડી રાજમાંથી અર્થતંત્રને બહાર કાઢવાનું અનિવાર્ય છે, પણ) મોદી ખેડૂતો માટે લોનમાં ૧૦૦ ટકા રાહત અને વીજળીના બિલમાં ૫૦ ટકા રાહતની જાહેરાત કરે છે.’ મહાત્મા ગાંધી ગ્રામીણ રોજગાર યોજનાને કોંગ્રેસ હુકમના એક્કા જેવી ગણીને તેમાં થતા નાણાંના વેડફાટ અંગે આંખ આડા કાન કરે તે સમજી શકાય એવું છે, પણ મોદી આ અંગે શું વિચારે છે? તેમણે વિરોધ તો બાજુએ રહ્યો, આ યોજના અંતર્ગત ગુજરાતમાં રોજની મજૂરીનો દર રૂ.૧૩૪માંથી રૂ.૧૪૭ કરાવ્યો છે.
મુખ્ય મંત્રી પાસે ચબરાકીયાં સૂત્રો-શબ્દપ્રયોગોની ખોટ નથી. ચીન સાથે સ્પર્ધા માટે તેમનું સૂત્ર છે : ‘સ્કીલ, સ્કેલ, સ્પીડ.’ આ મહાન સૂત્ર કેવી રીતે અમલમાં મૂકી શકાય? મુખ્ય મંત્રી કહે છે, ‘આખા ચીનની ચર્ચા ક્યાંય થતી નથી. એ લોકો ફક્ત શાંઘાઇ જ દેખાડે છે. એવી રીતે આપણે પણ શક્તિપ્રદર્શન તરીકે કંઇક કરવું જોઇએ. અમદાવાદ-મુંબઇ હાઇ સ્પીડ બુલેટ ટ્રેન શરૂ કરવાથી દુનિયાને આપણી શક્તિનું ભાન થશે.’
આવી ડાયલોગબાજી પર તાળીઓ પાડનારાને ચીનના શેનઝેન જેવા તોતિંગ ઔદ્યોગિક વિસ્તારો યાદ નથી આવતા અને એ પણ યાદ રહેતું નથી કે ચીન શાંઘાઇની ઝાકઝમાળથી નહીં, પણ લશ્કરી દાદાગીરી-ટેકનોલોજીની તાકાતના જોરે દુનિયાને ડારે છે. મુખ્ય મંત્રી વાતો ચીનના સ્કેલની કરે છે અને એ લાગુ પૂતળાને પાડે છે. છવાઇ જવા માટે તેમને ‘ઇસરો’ની અવકાશી સિદ્ધિઓ કરતાં વિશ્વનું ઊંચામાં ઊંચું પૂતળું વધારે ખપનું લાગે છે. તેમની આ પ્રકારની વિચારસરણી-કાર્યપદ્ધતિને ગવર્નન્સનું ‘ડીઝનીલેન્ડ મોડેલ’ કહી શકાય.
તત્કાળ તાળી ઉઘરાવે એવા સંવાદો એ પૂરી છટાથી બોલી શકે છે, પણ એ આવડત તેમને ગુજરાતી નાટકોમાં અભિનય-કારકિર્દી માટે થોડીઘણી કામ લાગે. દેશનું શાસન ચલાવવું હોય તો એનાથી ઘણું આગળ જવું પડે. પરંતુ રસ્તા અને ફ્લાયઓવર, બીઆરટી અને મેટ્રો, લેકફ્રન્ટ અને રીવરફ્રન્ટ જેવા ‘વિકાસ’થી તથા વાઇબ્રન્ટથી પશુમેળા સુધીના તમામ કાર્યક્રમોમાં મુખ્ય મંત્રીની મોટી તસવીરોથી લોકો અંજાયેલા રહેતા હોય તો બીજું કંઇ કરવાની શી જરૂર?
નક્સલવાદના મુદ્દે તે ‘ઝીરો ટોલરન્સ પોલિસી’ની વાત કરે છે. એ ચિદમ્બરમના નામે ચડેલા ‘ઓપરેશન ગ્રીન હન્ટ’ના પ્રસ્તાવ કરતાં કેવી રીતે જુદી હશે, એ તો એ જ જાણે. આર્થિક નીતિના મામલે કોંગ્રેસ અને મોદી વચ્ચે ભાગ્યે જ કશો ફરક હશે. મળતિયાઓને ફાયદો કરાવનારા મૂડીવાદ (ક્રોની કેપિટાલિઝમ)ના આરોપ પણ બન્ને પર થયા છે. યુપીએ સરકારને ડૂબાડનારું એક મોટું પરિબળ ભ્રષ્ટાચાર છે. તો એમાં મોદીની મથરાવટી ક્યાં ચોખ્ખી દેખાઇ છે? અન્ના આંદોલન યુપીએ સરકારના વિરોધની હવા જમાવી રહ્યું હતું ત્યારે અન્નાને પત્ર લખવાનું તિકડમ કરનાર મોદી ઘરઆંગણે લોકાયુક્તની નિમણૂંકની વાત આવે ત્યારે શિંયાવિંયા થઇને કેવા છટકબારીઓ અને વિલંબનીતિનો આશરો લેવા માંડે છે, એ ખુલ્લી આંખો ધરાવતા સૌએ જોયું જ છે.
તેમની સરકાર પર થયેલા ભ્રષ્ટાચાર અને ગેરરીતિના આરોપ અંગે મોદીનું વલણ કેવું રહ્યું છે? જે ‘કેગ’ના આંકડાના જોરે કેન્દ્ર સરકાર સામે તે ઉછળી ઉછળીને આરોપો કરતા હતા, એ જ ‘કેગ’ની રાજ્ય શાખાએ ગુજરાત સરકારની કુંડળી કાઢી, ત્યારે તેનો અહેવાલ વિધાનસભામાં છેક છેલ્લા દિવસે મુકીને મુખ્ય મંત્રીએ પોતાની દાનતનો ખ્યાલ આપી દીધો. લોકશાહી સંસ્થાઓ માટેનો તેમનો અનાદર જાહેર છે. ગુજરાતના શિક્ષણમાં વિદ્યાસહાયકોના રૂપાળા નામે સરકારી શોષણની પરંપરા શરૂ કરીને અને સરકારી શાળાઓને રેઢી મૂકીને બંધ થવાના રસ્તે ધકેલીને તેમની સરકારે ગુજરાતના શિક્ષણનું અને વિદ્યાર્થીઓનું ભારે અહિત કર્યું છે. શિક્ષણના ખાનગીકરણના નામે બેફામ વ્યાપારીકરણને છૂટો દોર મળી ગયો હોવાથી મઘ્યમ અને ગરીબ વર્ગના વિદ્યાર્થીઓ-વાલીઓની મુસીબતનો પાર નથી...
યુપીએના કુશાસનમાંથી દેશનો ઉદ્ધાર આ મહાપુરૂષ કરશે? શાંતિથી વિચારી જોજો.

Wednesday, June 06, 2012
ભાજપની બેઠકનો કાલ્પનિક અહેવાલ
બેઠકનો સમય થઇ ગયો છે. બધા નેતાઓ ઊંચાનીચા થાય છે, પણ કાર્યવાહી શરૂ થતી નથી.)
અડવાણીઃ (કંટાળીને) અરે ભાઇ, કોની રાહ જોવાય છે? અને ક્યાં સુધી જોવાની છે?
ગડકરીઃ તમારે રાહ જોવાની ક્યાં નવાઇ છે અડવાણીજી? આટલાં વર્ષોથી પીએમ-ઇન-વેઇટિંગ છો, તો ક્યારેક એ સિવાય પણ વેઇટિંગ કરવું પડે. મોદીજી હજુ સુધી આવ્યા નથી... પણ આ દીનદયાળ ઉપાઘ્યાય અને શ્યામાપ્રસાદ મુખર્જીના ફોટા જોડે, એમનાથી પણ મોટો એવો મોદીજીનો ફોટો કોણે લગાડી દીધો? મોદીજી ન આવવાના હોય ને એના બદલામાં એમણે પોતાનો ફોટો મોકલાવ્યો હોય તો વાંધો નથી. બાકી, પણ આપણો પક્ષ વ્યક્તિને નહીં, આદર્શને વરેલો છે.
ઉમા ભારતીઃ (ગુસપુસ સ્વરે) આદર્શ કૌભાંડમાં આપણાંથી પણ કોઇનાં નામ છે?
ગડકરીઃ હું આદર્શ ફ્લેટ્સની નહીં, આદર્શોની- સિદ્ધાંતોની વાત કરું છું, જે આપણા મહાન રાષ્ટ્રના મહાન પક્ષના મહાન સ્થાપકોએ મહાન વારસા તરીકે આપણને આપ્યા. આપણે એ યાદ રાખીએ અને મહાન પ્રતિજ્ઞા કરીએ કે આપણે કોઇ પણ વ્યક્તિના મોહમાં સપડાઇશું નહીં અને વ્યક્તિના મોહને કારણે પક્ષને વેરવિખેર થવા દઇશું નહીં.
(આટલું બોલીને તે અડવાણી સામે જુએ છે.)
અડવાણીઃ હું માનનીય અઘ્યક્ષશ્રીના પ્રસ્તાવને અનુમોદન આપું છું. વ્યક્તિપૂજાના ગડકરીયા પ્રવાહમાં- આઇ મીન, ગાડરીયા પ્રવાહમાં- તણાવું એ કોઇ પણ રાજકીય પક્ષ માટે પતનની નિશાની છે. આપણે આજીવન કોંગ્રેસના વ્યક્તિવાદના-પરિવારવાદના ટીકાકાર રહ્યા છીએ. મને ઘણી વાર ચિંતા થાય કે કોંગ્રેસનું શાસન પરિવારના હાથમાં ન હોત કે સોનિયા ગાંધી વિદેશીને બદલે દેશી હોત, તો આપણા પક્ષનું શું થાત?
સુષ્મા સ્વરાજઃ હું તો સહેજમાં બચી ગઇ. સોનિયા ગાંધી વડાપ્રધાન બન્યાં હોત તો મારે વાળ ઉતરાવવા પડત. વિચાર તો કરો, વાળ વિના રાજઘાટ પર નૃત્ય કરતી હોઉં એવા મારા ફોટા કેવા લાગત?
જેટલીઃ આપણે હવે વ્યૂહરચનાની વાત કરીએ તો સારું. આપણે વિચારવાનું એ છે કે આપણી ખરાબ હાલતમાં યુપીએની ખરાબ હાલતનો મહત્તમ ફાયદો કેવી રીતે લેવો. માનનીય અઘ્યક્ષશ્રી એ વિશે થોડી ભૂમિકા બાંધી આપે તો...
ગડકરીઃ સૌથી સારી વ્યૂહરચના તો એ લાગે છે કે આપણે- ખાસ કરીને મારે- બોલવું નહીં અને કોંગ્રેસના પ્રવક્તાઓને બોલવા દેવા. આપણો ફાયદો કરવા માટે એટલું પૂરતું છે. પણ એવું બનતું નથી. એ લોકો બોલે એટલે આપણે બોલ્યા વિના રહી શકતા નથી. પછી આપણામાં ને એમનામાં લોકોને કશો ફરક લાગતો નથી.
(ખૂણામાંથી ‘અરરર’નો અવાજ અને ડચકારો સંભળાય છે, પણ એ કોણે કર્યો તેનો ખ્યાલ આવતો નથી.)
જેટલીઃ મને લાગે છે કે આપણે અન્ના હજારે અને બાબા રામદેવની સાથે રહીએ તો કશો વાંધો નહીં આવે. એ લોકો આપણને હોંશેહોંશે ચૂંટણી જીતાડી આપશે. બદલામાં એમની વાયડાઇ થોડો વખત સહી લેવાની. પછી એમના જ નીમેલા જનલોકપાલ દ્વારા આપણે એમના આંદોલનની તપાસ કરાવીશું. છો ને કરતા ફરે ખુલાસા આખા ગામમાં.
સુષ્મા સ્વરાજઃ બરાબર છે. એ સારું રહેશે.
અડવાણીઃ પણ આપણામાં રહેલા કર્ણાટકના યેદીયુરપ્પા અને બીજા રાજ્યોમાં રહેલા યેદીયુરપ્પાના ભાઇઓનું શું કરીશું? અન્ના નહીં તો અરવંિદ ને એ નહીં તો પ્રશાંત ભૂષણ આપણા ભ્રષ્ટાચારી મુખ્ય મંત્રીઓનાં માથાં માગશે ત્યારે?
જેટલીઃ એની ચિંતા ન કરો. લોકોને આપણે વિકાસની વાતો કરીને સમજાવી દઇશું અને અન્નાની ટીમમાં એટલી ફાટફૂટ પડેલી હશે કે અન્ના તેમની ટીમ સામે ઉપવાસ પર બેસવાનું વિચારતા હશે. ન વિચારતા હોય તો પણ આપણા પ્રચારપુરૂષ મોદીજીને એમનો કેસ સોંપી દઇશું, એમની એજન્સીને ‘ટાઇમ’ મેગેઝીન સાથે સીધો વ્યવહાર લાગે છે. એક વાર ‘ટાઇમ’ના કવર પર પોતાના સાથીદારો સામે ઉપવાસ કરતા અન્નાનો ફોટો આવી જશે. પછી અન્નાને પણ થશે કે સાલું ‘ટાઇમ’વાળા કહેતા હોય તો આપણે ઉપવાસ કરવા જોઇએ.
સુષ્મા સ્વરાજઃ સરસ આઇડીયા છે. જોયું ગડકરીજી? જેટલીજીને હવે ફાવવા માંડ્યું છે. મારો પ્રસ્તાવ છે કે ૨૦૨૯ની ચૂંટણીમાં વડાપ્રધાનપદના ઉમેદવાર તરીકે જેટલીજીનું નામ નક્કી કરવામાં આવે.
ગડકરીઃ એક મિનીટ...વડાપ્રધાનપદને લગતી વાત અત્યારે કાઢશો નહીં. એ જરા સંવેદનશીલ મામલો છે. મોદીજી નારાજ થઇ જશે. એ વિશે કંઇ પણ વાત કરતાં પહેલાં મારે એમને વિશ્વાસમાં લેવા પડે. એવું મેં એમને વચન આપ્યું છે.
(ખૂણેથી ફરી અવાજ આપે છેઃ ‘શાના બદલામાં?’)
અડવાણીઃ અરે પણ એ તો ૨૦૨૯ની વાત કરે છે. ત્યારે હું દાવેદાર હોવાનો નથી. કારણ કે એક સાથે હું રાષ્ટ્રપતિ ને વડાપ્રધાન કેવી રીતે બની શકું? એટલે તમારે એના માટે મોદીજીને પૂછવાની જરૂર નથી.
ગડકરીઃ એ બધી મને ખબર ન પડે. મોદીજીએ મને ચોખ્ખું કહ્યું છે કે ૨૦૧૪થી ૨૦૪૪ સુધીની ચૂંટણીઓમાં વડાપ્રધાનપદને લગતો કોઇ પણ નિર્ણય એમને પૂછ્યા સિવાય કરવો નહીં. જો એવું થશે તો પછી પક્ષે પોતાનું ભંડોળ જાતે જ ઊભું કરવાનું રહેશે.
અડવાણીઃ (રોષમાં આવીને) એટલે તમે કહેવા શું માગો છો? આપણે કોઇને પક્ષ વેચી ખાધો છે? શું આ ધમકી છે?
ગડકરીઃ ના, વાસ્તવિકતા છે. આપણે કોઇને પક્ષ વેચ્યો નથી, પણ આપણા વગર વેચ્યે કોઇએ ખરીદી લીધો હોય તો આપણને ખબર નથી. હું એટલું જ જાણું છું કે અત્યારે વડાપ્રધાનપદની ચર્ચા કરવામાં આપણું હિત નથી.
કેશુભાઇઃ એવું થોડું ચાલે? પક્ષના પ્રમુખ તમે છો કે એ? તમે કેમ નિર્ણય ન લઇ શકો? તમને અમારો બધાનો ટેકો છે. અમે તો કહીએ છીએ કે ૨૦૧૪માં જેટલીજીને કે અડવાણીજીને કે સુષ્માજીને વડાપ્રધાન બનાવો. અરે, તમે વડાપ્રધાન બની જાવ. તમે પણ ક્યાં ઓછા લાયક છો?
ગડકરીઃ (શરમાઇને) તમારી ભાવના હું સમજું છું, પણ મારે હજુ વાર છે. એક વાર મોદીજીનો પ્રોજેક્ટ પૂરો થઇ જવા દો.
અડવાણીઃ પ્રોજેક્ટ એટલે? એમણે તમારી સાથે એમઓયુ કર્યો છે? આ ગુજરાતની જમીનો આપી દેવાની વાત નથી. વડાપ્રધાનપદનો મુદ્દો છે. એમાં કોઇની મનમાની હું નહીં સાંખી લઉં.
ગડકરીઃ તમે નાહકના મારી પર ગરમ થાવ છો. હું તો ચિઠ્ઠીનો ચાકર અને પક્ષહિતનો રખેવાળ એવો પક્ષપ્રમુખ છું.
અડવાણીઃ (ઉશ્કેરાઇને) પણ હમણાં તો તમે કહેતા હતા કે આપણા પક્ષમાં વ્યક્તિનું નહીં, પણ આદર્શનું મહત્ત્વ છે. તો પછી એક વ્યક્તિ માટે આટલો મોહ શા માટે?
ગડકરીઃ એ તો હું સંજય જોશીની વાત કરતો હતો. તમે જ કહો, આટલાં વર્ષોની મહેનત પર એક જ વ્યક્તિને કારણે પાણી ફરવા દેવાય? સંજય જોશીને રાખવાની જિદ લઇને પક્ષને વેરવિખેર થવા દેવાય?
એવામાં પોકારો સંભળાય છેઃ ‘દેખો દેખો કૌન આયા, ગુજરાતકા શેર આયા’. એ સાથે જ ગુજરાતના મુખ્ય મંત્રીની એન્ટ્રી થાય છે.
અડવાણીઃ (બાજુમાં બેઠેલા કેશુભાઇના કાનમાં, ધીમેથી) તમે મુખ્ય મંત્રી હતા ત્યારે શેરનો શો ભાવ હતો?
કેશુભાઇઃ મારા રાજમાં એકદમ સોંઘવારી હતી. બઘું શાકભાજી લોકો શેરમાં નહીં, કિલો ને મણમાં જ ખરીદતા હતા.
અડવાણીઃ (માથે હાથ દઇને) હું એની વાત નથી કરતો. આવાં શેર ને ગીદડનાં ભાડૂતી સૂત્રો બોલાવવાનો શો ભાવ ચાલતો હતો?
કેશુભાઇઃ (સહેજ વિચારીને) લાગે છે કે મારે શંકરસંિહને પૂછવું પડશે. એ આવાં સૂત્રો બહુ બોલાવતા હતા.
(બાકીની ચર્ચા ‘દેખો દેખો કૌન આયા’ના ઘોંઘાટમાં ડૂબી જાય છે.)
Subscribe to:
Posts (Atom)