Showing posts with label economy. Show all posts
Showing posts with label economy. Show all posts
Thursday, July 11, 2019
આઇટી કંપનીઓ 'દેશ' બની શકે? બનવી જોઈએ?
દેશ એટલે શું? ટૂંકામાં ટૂંકો જવાબ આપવો હોય તો, દેશ એટલે સત્તા, સૈન્ય, જમીન, ચલણ (કરન્સી) અને લોકો. ખાનગી કંપનીઓ ગમે તેટલી મોટી, બહુરાષ્ટ્રીય હોય તો પણ તે સૈન્ય અને ચલણ લાવી શકે નહીં. જમીન અને લોકો દેશના હિસાબે સાવ મર્યાદિત સંખ્યામાં હોય. એટલે વૉલમાર્ટ કે જનરલ ઇલેક્ટ્રિક કે ઓઇલ કંપનીઓ તેમના સુવર્ણયુગમાં કદી સરકારની હરીફ બની શકી નહીં. કંપનીઓના કારોબાર ગમે તેટલા મોટા હોય, તેમની સંપત્તિ ગરીબ દેશોના જીડીપી કરતાં વધારે હોય, તો પણ તેમનો વધુમાં વધુ પ્રભાવ સરકારને નચાવવા પૂરતો અથવા તેમની પાસેથી પોતાનો ફાયદો કઢાવી લેવા પૂરતો હોય.
પરંતુ છેલ્લા એક-દોઢ દાયકામાં વૈશ્વિક આધિપત્ય ધરાવતી ગુગલ, એપલ, ફેસબુક જેવી કંપનીઓની વાત જુદી છે. તેમના પહેલાં કમ્પ્યુટરની ઓપરેટિંગ સિસ્ટમમાં બિલ ગેટ્સની માઇક્રોસોફ્ટનું એકચક્રી રાજ હતું. પરંતુ એ રાજ કમ્પ્યુટર પૂરતું મર્યાદિત હતું. એટલે બિલ ગેટ્સ વિશ્વના સૌથી ધનાઢ્ય બનવા છતાં, માઇક્રોસોફ્ટનું વ્યાપક ક્ષેત્ર વ્યવસાય પૂરતું જ રહ્યું. સ્માર્ટફોન યુગમાં ગુગલ, એપલ અને ફેસબુક જેવી કંપનીઓ માઇક્રોસોફ્ટથી આગળ નીકળી ગઈ અને કાર્યક્ષેત્રની દૃષ્ટિએ પણ જુદી પડી.
માઇક્રોસોફ્ટની વિન્ડોઝ ઓપરેટિંગ સીસ્ટમ વાપરતા લોકો કરોડોની સંખ્યામાં હતા, પણ તે એકબીજાથી જોડાયેલા ન હતા. ઉપરાંત વિન્ડોઝની ઓપરેટિંગ સીસ્ટમ મોંઘી હોવાથી, તેની પાઇરેટેડ-બિનસત્તાવાર નકલો પણ મોટા પાયે ચલણમાં હતી, જેની પર કંપનીનો કોઈ કાબૂ ન તો. લાઇસન્સવાળી કોપી વાપરનારા લોકો માટે પણ, તેમના જીવનની બીજી બધી બાબતોમાં માઇક્રોસોફ્ટની દખલગીરી નહીંવત્ હતી.
પરંતુ ફેસબુકની પ્રચંડ લોકપ્રિયતાથી સમીકરણો બદલાઈ ગયાં. દુનિયાના લોકોને જોડવાના દેખીતી રીતે પવિત્ર ઉદ્દેશથી શરૂ થયેલી ફેસબુક મફત હતી. એટલે તેમાં પાઇરસી (નકલ) થવાનો સવાલ ન હતો. રહી વાત સર્વિસના વૈવિધ્યની. તેમાં ફેસબુક પોતે જ હરીફ સેવાઓના વૈવિધ્યની બેશરમ નકલ કરીને તેમને પછાડી દેવા લાગી અને ફેસબુકનો વ્યાપ જોતજોતાંમાં આસુરી હદે પહોંચી ગયો. માર્ચ, ૨૦૧૯ના આંકડા પ્રમાણે, ફેસબુકના સક્રિય સભ્યોનો માસિક આંકડો ૨.૩૮ અબજ છે.
આખી દુનિયાની વસ્તી ૭.૭ અબજ છે. તેમાંથી ચીનની ૧.૪૨ અબજની વસ્તીને બાદ કરીએ. (કેમ કે, ચીનમાં તેના સ્થાનિક સોશ્યલ નેટવર્કનું ચલણ છે.) તો વિશ્વના ૬.૨૮ અબજ લોકોમાંથી ૧.૫૬ અબજ લોકો--એટલે કે ચોથા ભાગની વસ્તી-- રોજ ફેસબુક વાપરે છે. (બાળકોનો આંકડો બાદ કરવામાં આવે, તો આ પ્રમાણ ઓર વધી જાય.) તેમાંથી મોટા ભાગના લોકો તેમના મોબાઇલ ફોન પર ફેસબુકનો ઉપયોગ કરે છે.
ફેસબુક પર થતી દરેક ગતિવિધિ તેના વપરાશકર્તા વિશે ચોક્કસ પ્રકારની માહિતી પેદા કરે છે. વાપરનારાનાં નામ-ગામ-વયથી માંડીને તેમની પસંદગી, ગમા-અણગમા જેવી અનેક બાબતોનો ભંડાર કંપની પાસે એકઠો થાય છે, જે જાહેરખબર આપનારા સમક્ષ સંભવિત બજાર તરીકે રજૂ કરીને અઢળક જાહેરખબરો મેળવી શકાય છે. વર્ષો સુધી ફેસબુક જેવી કંપનીઓના વ્યાપને ટેકનોલોજીની સફળતાની હકારાત્મક કથા તરીકે વર્ણવવામાં આવતી હતી. જાહેરખબરો દ્વારા થતી અઢળક કમાણી ચિંતાને બદલે અહોભાવનો મામલો ગણાતી હતી. પરંતુ એક તરફ વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ જેવી સંભવિત હરીફ કંપનીઓને તોતિંગ રકમ આપીને ખરીદી લેવાની નીતિ ફેસબુકે અપનાવી. અત્યાર લગી ફેસબુકે આવી કંપનીઓની ખરીદીમાં ૨૨ અબજ ડોલરથી પણ વધુ રકમ ખર્ચી નાખી છે, જેનું છેવટનું પરિણામ સત્તાના કેન્દ્રીકરણ સ્વરૂપે આવ્યું છે.
બીજી તરફ, ફેસબુકનો દુરુપયોગ એ હદે થયો કે અમેરિકાના પ્રમુખપદની ચૂંટણીમાં રશિયા દખલ કરી શકે. બીજા શબ્દોમાં, અમેરિકા-રશિયા વચ્ચે શીતયુદ્ધના સમયમાં રશિયા જે ન કરી શક્યું, તે વગર યુદ્ધે, ફેસબુકના મંચનો અને તેના દ્વારા થતા આંખ આડા કાનનો ઉપયોગ કરીને રશિયાના કેટલાક હેકરોએ કરી બતાવ્યું. આ તો એક નમૂનો. ગમે તે ભોગે વૃદ્ધિ કરવાના ફેસબુકના ઇરાદાને લીધે ગ્રાહકોને અને સરકારોને અંધારામાં રાખવાનું સામાન્ય બની ગયું.
હવે ફેસબુકે આવતા વર્ષે તેની ક્રીપ્ટોકરન્સી ચલણમાં મૂકવાનો ઇરાદો જાહેર કર્યો છે. ‘લિબ્રા’ નામ ધરાવતું ફેસબુકનું ચલણ વાસ્તવિકતા બને, તો ફેસબુક-વોટ્સએપ-ઇન્સ્ટાગ્રામ વાપરનારા લોકો નાણાંકીય વ્યવહાર પણ ફેસબુક પર કરી શકશે. સરકારી ચલણની એકદમ બાદબાકી ભલે ન થાય, પણ તેનો મજબૂત વિકલ્પ ઊભો થશે. 'નવો વેપાર'ની રમતની જેમ ફેસબુકનું ચલણ ફેસબુક પર અને ઇન્ટરનેટની આલમમાં બધે ચાલે. ઉપરાંત, ફેસબુક જેવી અબજો ડોલરની કિંમત ને શાખ ધરાવતી કંપનીનું પીઠબળ હોય, એટલે અમેરિકાના ડોલરની જેમ ફેસબુકના ઓનલાઇન ચલણ લિબ્રાને બજારમાં સ્થાનિક ચલણ સાટે વટાવી પણ શકાય.
સરકારો અને બેન્કોની અપારદર્શકતાની સામે (બિટકોઈન જેવી) ક્રીપ્ટોકરન્સી પારદર્શકતાનો સધિયારો આપતી હોય છે. આમ પણ સરકારી અર્થવ્યવસ્થા ઉપર વારી જવા જેવું કશું હોતું નથી. પહેલી નજરે ખાનગી કંપનીઓનો વહીવટ વધારે ચુસ્ત અને અસરકારક લાગે. (સરકારી સેવાઓના ખાનગીકરણ પાછળ પણ આ જ તર્ક લાગુ પાડવામાં આવે છે.) પરંતુ બંને વચ્ચેનો એક તફાવત અત્યંત મહત્ત્વનો છેઃ સરકારમાં છેવટે ઉત્તરદાયિત્વ હોય છે--આજે નહીં તો કાલે તેના જવાબ આપવા પડે છે. જ્યારે ફેસબુક જેવી કંપનીમાં બધી સત્તા છેવટે માર્ક ઝકરબર્ગ નામના માણસ પાસે છે--અને તેમની ઉપરની સત્તા કોઈ નથી. સરકારો તેમના અત્યારના કાયદાકાનૂનો પ્રમાણે ઝકરબર્ગને બોલાવીને તેમની જુબાનીઓ લઈ શકે, કંપનીના વહીવટમાં ચૂક થયેલી લાગે તો બે-પાંચ અબજ ડોલરનો દંડ કરી શકે, પણ એટલી રકમ ફેસબુક કે ગુગલ કે એપલ જેવી કંપનીઓ માટે કાનખજૂરાના પગ જેવી હોય છે.
તેની સરખામણીમાં એ દૃશ્યની કલ્પના કરો, જ્યારે વિશ્વના કોઈ પણ દેશની વસ્તી કરતાં વધુ સંખ્યા ધરાવતા, 'ફેસબુક દેશ'ના લગભગ ૨.૩૮ 'રહેવાસીઓ'માંથી ઘણા બધા કોઈ એક જ ચલણ વાપરતા હોય. એ ચલણ એવું હોય કે જેને સ્થાનિક સરકાર, અર્થતંત્ર અને તેના નીતનિયમો સાથે કશી લેવાદેવા ન હોય. હાલના આયોજન પ્રમાણે ભલે એકલી ફેસબુક નહીં, બીજી ઘણી કંપનીઓનું સહિયારું માળખું આવા ચલણના વહીવટમાં ટેકો આપતું હોય, પણ તેનાથી ઉત્તરદાયિત્વનો ગંભીર પ્રશ્ન ઊભો રહે છે--અને ફેસબુક જેવી આઇટી કંપનીઓનો અત્યાર સુધીનો ઇતિહાસ તેમના ઇરાદા પ્રત્યે બહુ વિશ્વાસ ઉપજાવનારો નથી. દુનિયાને જોડવાની સુફિયાણી વાતોના બહાને તેમને વિશ્વ પર આધિપત્ય જમાવવું છે અને પોતાનું ચલણ એ દિશામાં મહત્ત્વનું પગલું બને એમ છે. સરકારો માટે તો ઠીક, ગુલામીમુક્ત રહેવા ઇચ્છતા નાગરિકો માટે પણ એ સારા સમાચાર લાગતા નથી.
Wednesday, July 11, 2018
કાળાં નાણાં, ગુલાબી સપનાં
દેશની સમસ્યાઓ કેવી રીતે ઉકેલવી, તેની અનેક કલ્પનાઓ હોય છે. કોઈને લાગે છે કે લોકો અમારા ગુરુનું શરણું સ્વીકારે તો બધી સમસ્યાઓ ઉકલી જાય. કોઈ માને છે કે દેશમાંથી એક યા બીજી કોમના લોકોને હાંકી કાઢવામાં આવે, તો બધું ઠીક થઈ જાય. વાત ફક્ત આર્થિક સમસ્યા પૂરતી મર્યાદિત રાખીએ તો, ઘણાને લાગે છે કે ધર્મસ્થાનોનાં નાણાં દેશની તિજોરીમાં આવે તો ઉદ્ધાર થઈ જાય. આ બધી રંગીતરંગી છતાં વારંવાર ઉછાળાતી કલ્પનાઓ હોય છે. તેમના જેવી જ છતાં તેમની સરખામણીમાં વધારે તાર્કિક રીતે, વધારે જોશભેર રજૂ કરાતી એક કલ્પના છેઃ પરદેશમાં ઠલવાયેલું કાળું નાણું દેશમાં પાછું આવી જાય તો કામ થઈ જાય.
'વિદેશમાં રહેલું કાળું નાણું' --આ શબ્દપ્રયોગ એટલો પ્રભાવક છે કે તે વાંચી-સાંભળીને લોકોના એક કાનમાં રોષની ને બીજા કાનમાં આશાની ઘંટડી વાગવા માંડે છે. ત્યાર પછી સ્વસ્થતા જાળવી રાખવી અઘરી હોય છે. કેમ કે, મન પર કાલ્પનિક રકમનું વજન સવાર થઈ જાય છે. સરેરાશ લોકો કરોડની કે બહુ તો અબજની વાત હોય ત્યાં સુધી સમજી શકે. પરંતુ મામલો તેનાથી ઉપર જાય, એટલે બધું સરખું લાગવા માંડે છે. દસ હજાર કરોડ ને એક લાખ કરોડ વચ્ચે આંકડાકીય તફાવત તો લખીને સમજાવી શકાય, પણ તેની માનસિક અસરમાં ઝાઝો તફાવત પડતો નથી. આ મનોવૈજ્ઞાનિક હકીકતનો પૂરેપૂરો ગેરફાયદો ઉઠાવીને કાળાં નાણાંના સ્વાર્થી કે પરમાર્થી ઝુંબેશકારો મન ફાવે એવા આંકડા ઉછાળે છે.
વર્ષો લગી કાળાં નાણાં વિદેશમાં ખડકવાના મામલે સ્વિત્ઝર્લેન્ડનું નામ ચર્ચામાં રહ્યું. 'સ્વિસ બૅન્ક' એ શબ્દપ્રયોગનો એવો દબદબો રહ્યો કે એ જાણે સ્વિત્ઝર્લેન્ડના પાટનગરમાં આવેલી કોઈ ભવ્ય છતાં બે નંબરી બૅન્કની વાત ચાલતી હોય એવું લાગે. સ્વિસ બૅન્કમાં જમા થયેલાં નાણાંની વાત ભ્રષ્ટાચારવિરોધી લડાઈનો મુખ્ય આરોપ બની અને સ્વિસ બૅન્કમાંથી નાણાં પાછાં લાવવાનો વાયદો રસદાર લૉલિપૉપ. વિદેશમાં રહેલાં નાણાંનો મામલો કેટલો પેચીદો છે, તે સમજાવવાને બદલે, ઝડપથી છવાઈ જવા માટે આખા મુદ્દાનું અતિસરળીકરણ કરી નાખવામાં આવ્યું. લોકો સમક્ષ એવી છાપ ઊભી કરવામાં આવી કે સહેજ જોરથી હાકોટો પાડીશું એટલે સ્વિસ બૅન્ક દોડતી આવીને રૂપિયા પાછા આપી જશે. બસ, અમે આવીએ એટલી જ વાર છે.
વિદેશમાં રહેલાં કાળાં નાણાં પાછાં આણવાના નામે ચાલતી બાળવાર્તાઓમાં છેલ્લા થોડા વખતથી ફેરફાર કરવો પડે એમ છે. ફક્ત વયથી જ નહીં, સમજથી પણ પુખ્ત બનવા ઇચ્છતા લોકો માટે ઘણી વાર સમાચાર આવે છે કે સવાલ કોઈ એક સ્વિસ બૅન્કનો ન હતો. સ્વિત્ઝર્લેન્ડની બૅન્કિંગ પ્રણાલિનો અને ખરું જોતાં તેના અર્થતંત્રનો નોંધપાત્ર હિસ્સો આવાં બેનંબરી-બેનામી નાણાં પર આધારિત હતો. તેમાં ખાનગી માહિતી જાહેર કરનાર બૅન્ક કર્મચારીને દંડ અને સજા ફટકારવાનો કાયદો હતો. હવે મુખ્યત્વે અમેરિકાના દબાણથી સ્વિત્ઝર્લેન્ડને કાયદામાં ફેરફાર કરવા પડ્યા અને તેની બૅન્કોમાં જમા થતાં નાણાંની વિગતો આપવાનું સ્વીકારવું પડ્યું.
પરંતું વિદેશમાં ઠલવાયેલાં કાળાં નાણાંનું એક તાળું ખુલી રહે, ત્યાં લગી 'પનામા પેપર્સ' જેવા કેટલાક દસ્તાવેજો જાહેર થયા. ત્યારે સ્પષ્ટ થવું જોઈએ કે કાળાં નાણાંના નામે માત્ર સ્વિત્ઝર્લેન્ડને નિશાન બનાવવાનું કેટલું અપૂરતું છે અને તેની સાથે સંધિ થયા પછી સમસ્યા ઉકલી ગયાનો દાવો નકરું જૂઠાણું છે. સાદું કારણ એટલું જ કે ટૅક્સ હૅવન (haven/આશરો મેળવવાનું ઠેકાણું) તરીકે ઓળખાતા દુનિયાના દોઢ-બે ડઝન નાના દેશો (ઘણા ટાપુ દેશો) આ ધંધો કરે છે. તેમાં છાપે ચડેલા પનામા ઉપરાંત મોરેશિયસ, બહામા, બર્મુડા, મૉનેકો જેવા ઘણાનો સમાવેશ થાય છે. ત્યાં. કરવેરાનાં ધોરણ અત્યંત ઉદાર હોય છે. એટલે કંપનીઓ કે વ્યક્તિઓ આવા દેશોની બૅન્કમાં પોતાનાં ખાતાં રાખે છે. એ માટે ત્યાં કંપની ખોલવી પડે તો ખોલે છે અને એકાદ સ્થાનિક ડાયરેક્ટર નીમવો પડે તો નીમી કાઢે છે. એક જ વ્યક્તિ કાગળ પર અનેક કંપનીઓની ડાયરેક્ટર હોય એની આ દેશોમાં નવાઈ નથી. આ દેશો પર આંતરરાષ્ટ્રિય રાજકારણની ખટપટોથી એટલા દૂર અને ઘણી વાર એટલા અલિપ્ત હોય છે કે તેમની પર ધોંસ જમાવવાનું અને બૅન્કમાંથી માહિતી કઢાવવાનું અશક્યની હદે અઘરું બને છે.
આમ, સ્વિત્ઝર્લેન્ડે ભારત સહિતના દેશોને બૅન્કોમાં જમા થતાં નાણાં અંગે માહિતી આપવાનું શરૂ કર્યું તે આવકાર્ય છે. પણ તેનાથી એકદમ ઝિંદાબાદ-મુર્દાબાદની મુદ્રામાં આવી જવાની જરૂર નથી. તેનાં બે કારણ છેઃ એક તો આગળ દર્શાવેલા 'ટૅક્સ હૅવન' દેશોની લાંબી યાદી અને બીજો, વધારે અગત્યનો મુદ્દોઃ સ્વિત્ઝર્લેન્ડ દ્વારા અપાતી માહિતી તેની બૅન્કોમાં જમા થતા વિદેશી નાણાંની હોય છે. એ નાણાં કાળાં જ છે એવું માની લેવાય નહીં. ધંધાર્થે પણ સ્વિત્ઝર્લેન્ડની બૅન્કમાં ખાતું હોઈ જ શકે. બીજો મહત્ત્વનો મુદ્દો છે : તેમાં ભારતની ધરતી પર સ્થપાયેલી ને નોંધાયેલી કંપનીઓ તથા વ્યક્તિઓને જ ભારતીયના ખાતે ગણાવવામાં આવે છે. સામાન્ય રીત એવી છે કે બે નંબરી નાણાંવાળા લોકો એકાદ ટૅક્સ હૅવનમાં કંપની ખોલાવીને તેના થકી જ બધો વ્યવહાર ચલાવતા હોય છે. એટલે સ્વિત્ઝર્લેન્ડે જાહેર કરેલાં નાણાંનો આંકડો કોઈ રીતે સંપૂર્ણ કહી શકાય એવો નથી.
ગયા અઠવાડિયે જાહેર થયેલા સત્તાવાર આંકડા પ્રમાણે, સ્વિસ બૅન્કોમાં જમા થયેલાં ભારતીયોનાં નાણાનું પ્રમાણ ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે વધ્યું છે. એ વધારો પચાસ ટકાથી પણ વધારે છે. તેના અનેક ખુલાસા આપી શકાય અને તેમાંથી ઘણા તાર્કિક પણ હોય. છતાં, વર્તમાન સત્તાધીશો વિપક્ષમાં હોત ને આ જાહેરાત થઈ હોત તો? એ વિચાર અવશ્ય આવે. આ સ્થિતિમાં નાગરિકોએ ગાંઠે બાંધવા જેવી વાત એક જ છેઃ વિદેશમાં ઠલવાયેલાં કાળાં નાણાં પાછાં લાવી આપવાના વાયદાથી ને હાકોટાથી ભરમાવું નહીં. તેનો આશય નાણાં પાછાં લાવવા કરતાં નાગરિકોની લાગણી બહેકાવીને, તેમાંથી રાજકીય વ્યાજ ખંખેરી લેવાનો વધારે હોય છે. આટલી સાદી સમજ કોઈની પાસે ગીરવે મૂકવા જેવી નથી.

Labels:
corruption,
economy,
politics
Monday, March 05, 2018
બૅન્કોનું રાષ્ટ્રીયકરણઃ અર્થકારણના નામે ઇંદિરા ગાંધીનું રાજકારણ
પંજાબ નેશનલ બૅન્કમાં મસમોટો ગોટાળો જાહેર થયા પછી બીજી કેટલીક બૅન્કોએ પણ પોતપોતાની ફરિયાદો સાથે સીબીઆઈના દરવાજા ખખડાવ્યા છે--અને બૅન્કોની એનપીએ (નૉન પરફોર્મિંગ અસેટ્સ—સલવાઈ ગયેલી લોન)ના તોતિંગ આંકડા જોતાં, કેટલીય બૅૅન્કો હજુ ચૂમાઈને બેઠી હશે એમ લાગે છે. આખી પરિસ્થિતિમાં પ્રાથમિક ધોરણે દોષી ગણાતી કેટલીક બાબતોમાં એક છેઃ બૅન્કોનો 'સરકારી’ (એટલે કે બિનઅસરકારક-રેઢિયાળ-ગુનાઈત ગાફેલિયત ધરાવતો) વહીવટ. ખાનગી બૅન્કો કંપનીઓની માલિકીની હોવાથી તે ચુસ્ત ધારાધોરણ ધરાવે છે. એટલે તેને આવા ફટકા પ્રમાણમાં ઘણા ઓછા પડે છે. પરંતુ સરકારી બૅન્કોમાં નોકરીની નિશ્ચિંતતા, જવાબદારી બીજા પર ઢોળી શકવાની મોકળાશ અને છેવટે તો સરકાર માઈબાપ બેઠી જ છે, એવા આશ્વાસનને કારણે બધું નભી જાય છે.
સારી યાદશક્તિ અને નજીકના ભૂતકાળની થોડી જાણકારી ધરાવનારા કહે છે, 'ઇંદિરા ગાંધીએ બૅન્કોનું નેશનલાઈઝેશન (રાષ્ટ્રીયકરણ) કર્યું, એમાં આ બધી મોંકાણ ઉભી થઈ. બાકી, બૅન્કો હજુ ખાનગી માલિકીની હોત તો આવું ન થાત.’
વર્તમાન સમસ્યા માટે ચાર દાયકા પહેલાં લેવાયેલા કોઈ પગલાને જવાબદાર ઠેરવવું અને વચ્ચેના સમયગાળાનાં પાત્રોને નિર્દોષ જાહેર કરી દેવાં, તે સાદી સમજદારીના અભાવનું લક્ષણ છે. પરંતુ હવે અસરકારક વહીવટ માટે બૅન્કોના રાષ્ટ્રીયકરણની ચર્ચા ફરી હવામાં છે (નાણાંમંત્રીએ જો કે તેનો સ્પષ્ટ ઇન્કાર કર્યો છે) ત્યારે ઇંદિરા ગાંધીએ લીધેલા એ પગલાની જાણકારી તાજી કરી લઈએ. ખાસ તો, એ સમજવા માટે કે અર્થતંત્રને લગતાં મહત્ત્વનાં પગલાં રાજકીય ગણતરીથી અને રાજકીય દાનતથી લેવામાં આવે, ત્યારે તેનાં કેવાં પરિણામ આવે છે--ચાહે તે રાષ્ટ્રીયકરણ હોય કે નોટબંધી.
આઝાદી પછી પહેલી વાર 1967ની ચૂંટણીઓમાં કૉંગ્રેસનું મજબૂત ધોવાણ થયું. ઇંદિરા ગાંધી વડાપ્રધાન હતાં, પણ તેમની સામે મોરારજી દેસાઈ અને કામરાજ જેવા જૂના જોગીઓને અસંતોષ હતો. ચૂંટણીમાં ધારી સફળતા ન મળવાને લીધે એ વિરોધ વધારે મજબૂત બન્યો. વડાપ્રધાન બનવા ઇચ્છતા મોરારજીભાઈને (અગાઉ એકમાત્ર વાર સરદાર પટેલને અપાયેલો) નાયબ વડાપ્રધાનનો હોદ્દો આપીને શાંત પાડવામાં આવ્યા. તેમની પાસે નાણાં મંત્રાલય પણ હતું.
વડાપ્રધાન તરીકે ઇંદિરા ગાંધીએ 1967માં પક્ષ સમક્ષ દસ મુદ્દાનો કાર્યક્રમ રજૂ કર્યો. તેમાં બીજા હેતુઓ ઉપરાંત કેટલીક ખાનગી બૅન્કોના રાષ્ટ્રીયકરણની પણ વાત હતી. તેના જ વિસ્તારરૂપે 11 જુલાઈ, 1969ના રોજ વર્કિંગ કમિટીની મિટિંગમાં ઇંદિરા ગાંધીએ એવી વાત મૂકી કે 'ટોચની પાંચ-છ બૅન્કોનું રાષ્ટ્રીયકરણ કરવું અથવા તેમને એવી સૂચના આપવી કે તેમના સંસાધનોનો મોટો હિસ્સો તેમણે જાહેર કાર્યો માટે અલગ રાખવો જોઈએ.’ તેમાં બૅન્કોના રાષ્ટ્રીયકરણ માટેનો આગ્રહ ન હતો. કૉંગ્રેસમાં ડાબેરી ઝોક ધરાવતા નેતાઓ ઉપરાંત 'તરુણ તુર્ક' (Young Turk) તરીકે ઓળખાતા ચંદ્રશેખર, મોહન ધારિયા જેવા રાષ્ટ્રીયકરણના ટેકેદાર હતા, જ્યારે મોરારજીભાઈ સહિતના જમણેરી ઝોક ધરાવનારા તેના પ્રખર વિરોધી.
1967માં રજૂ થયેલી દરખાસ્તના વિરોધમાં, નાણાંમંત્રી તરીકે બોલતાં મોરારજીભાઈએ લોકસભામાં બૅન્કોના રાષ્ટ્રીયકરણનો વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે 'તેનાથી આર્થિક વિકાસ માટેનાં સંસાધનોની ખેંચ પડશે અને બાબુશાહીમાં વધારો થશે... મૂળભૂત સમસ્યાઓમાં કોઈ ફરક નહીં પડે.’ 1968માં તેમણે બૅન્કિંગ લૉઝ (અમેન્ડમૅન્ટ) અૅક્ટ દ્વારા ખાનગી બૅન્કોના બૉર્ડ ઑફ ડાયરેક્ટર્સમાં બીજા ક્ષેત્રના લોકોને સામેલ કરવાની જોગવાઈ કરી અને દેશમાં કયાં ક્ષેત્રોને લોનની કેવી જરૂરિયાત છે તે તપાસવા માટે નેશનલ ક્રૅડિટ કાઉન્સિલની રચના કરી. પરંતુ ઇંદિરા ગાંધીને અર્થકારણ કરતાં રાજકારણની ચિંતા વધારે હતી.
રામચંદ્ર ગુહાએ તેમના વિખ્યાત સંશોધન ગ્રંથ 'ઇન્ડિયા આફ્ટર ગાંધી’માં નોંધ્યું છે તેમ, ઇંદિરા ગાંધીએ 1967 પહેલાં 'સોશિયલિસ્ટ' (સમાજવાદી) શબ્દનો ભાગ્યે જ પ્રયોગ કર્યો હશે, પરંતુ ચૂંટણી પછી અને ખાસ કરીને કૉંગ્રેસમાં જૂની નેતાગીરી તરફથી ઉભા થયેલા પડકારો પછી, તેમને નવી ઓળખની જરૂર વર્તાઈ. તેમને લાગ્યું કે અંગત સત્તા સામેની હરીફાઈને વિચારધારાકીય સ્વરૂપ આપીને એ લડાઈમાં હરીફોને પછાડી શકાય એમ છે. 1967ની ચૂંટણી પછી તેમણે સતત પોતાની ગરીબતરફી છબી ઉપસાવવાનું શરૂ કર્યું હતું. બૅન્કોનું રાષ્ટ્રીયકરણ અને દેશી રજવાડાંને અપાતાં સાલિયાણાંની નાબૂદી--આ બંને એવાં પગલાં હતાં, જેનાથી ઇંદિરા ગાંધી પોતાની છાપ નાટ્યાત્મક રીતે દૃઢ બનાવી શકે તેમ હતાં.
11 જુલાઈ, 1969ના રોજ વર્કિંગ કમિટીમાં મુકાયેલી દરખાસ્તનો ઝડપી અમલ રાજકીય કારણોથી થયો. દરખાસ્ત સ્વીકારાયાના બીજા દિવસે, 12 જુલાઈએ 'સિન્ડિકેટ'તરીકે ઓળખાતા જૂના કૉંગ્રેસીઓના જૂથે રાષ્ટ્રપતિપદ માટે નીલમ સંજીવ રેડ્ડીનું નામ ફાઈનલ કર્યું. (રાષ્ટ્રપતિ ઝાકિર હુસૈનનું ચાલુ કાર્યકાળ દરમિયાન અવસાન થતાં, રાષ્ટ્રપતિની ચૂંટણી આવી પડી હતી.) નામ નક્કી કરનારી સંસદીય સમિતિ પર ઇંદિરા ગાંધીનું નહીં, સિન્ડિકેટનું વર્ચસ્વ હતું. બીજી તરફ, સત્તા સ્થિર રાખવા માટે ઇંદિરા ગાંધીને રાષ્ટ્રપતિપદે પોતાનો ઉમેદવાર જરૂરી લાગ્યો. એટલે, તેમણે 13 જુલાઈના રોજ ઉપરાષ્ટ્રપતિ --અને રાષ્ટ્રપતિના મૃત્યુ પછી કાર્યકારી રાષ્ટ્રપતિ-- વી.વી.ગીરીને અપક્ષ ઉમેદવાર તરીકે ઉભા કર્યા (જેથી શિસ્તભંગનો આરોપ ન લાગે). પક્ષના સભ્યોને ઇંદિરા ગાંધીએ 'અંતરાત્માના અવાજ પ્રમાણે'મત આપવા કહ્યું. તેમનો ઇશારો સ્પષ્ટ હતોઃ મત પક્ષના ઉમેદવાર રેડ્ડીને નહીં, મારા ઉમેદવાર ગીરીને આપો.
સિન્ડિકેટ સાથે યુદ્ધનું સ્પષ્ટ એલાન કરતાં, 16મી જુલાઈએ ઇંદિરા ગાંધીએ મોરારજીભાઈ પાસેથી નાણાં મંત્રાલય આંચકી લીધું અને 19મી જુલાઈએ, પાંચ-છ નહીં, પણ ટોચની 14 બૅન્કોના રાષ્ટ્રીયકરણની જાહેરાત કરી દીધી. ઑલ ઇન્ડિયા રેડિયો પર તેમણે કહ્યું કે મોટી બૅન્કો જાહેર માલિકીની હોવી જોઈએ. જેથી તે ફક્ત મોટા ઉદ્યોગપતિઓને લોનો આપવાને બદલે લાખો ખેડૂતો, કારીગરો અને સ્વરોજગાર મેળવતા લોકોને લોન આપી શકે. એ નિર્ણયને સર્વોચ્ચ અદાલતમાં પડકારવામાં આવ્યો. અદાલતે વાંધાને માન્ય રાખ્યો, પણ સરવાળે રાષ્ટ્રપતિના વટહુકમ અને સંસદમાં બહાલી પછી ઇંદિરા ગાંધીનું ધાર્યું થઈને રહ્યું.
જનસામાન્યમાં આ પગલું ભારે લોકપ્રિય બન્યું. જાણીતા લેખક ખ્વાજા અહમદ અબ્બાસે તેમના પુસ્તક 'ધેટ વુમન’માં નોંધ્યું છે તેમ, આ જાહેરાત પછી કામદારો, કર્મચારીઓ, રીક્ષાચાલકો, સ્કૂટચરચાલકો, કારીગરો, વિદ્યાર્થીઓ અને આવા અનેક લોકોએ રાષ્ટ્રીયકરણના તથા ઇંદિરા ગાંધીની કથિત ગરીબતરફી નીતિના સમર્થનમાં સરઘસો કાઢ્યાં. પછીના વર્ષે ઇંદિરા ગાંધીએ વહેલી ચૂંટણીઓ જાહેર કરી દીધી અને 'ગરીબી હટાવો'ના નારા સાથે બૅન્કોના રાષ્ટ્રીયકરણના પગલાને પોતાના નક્કર ગરીબલક્ષી પગલા તરીકે ખપાવી દીધું.
બૅન્કોના રાષ્ટ્રીયકરણથી બેશક વધુ લોકો સુધી બૅન્કની સેવાઓ પહોંચી. 1,100 નવી શાખાઓ ખુલી, લઘુઉદ્યોગો અને ખેતીના મળતા ધીરાણની ટકાવારી સાવ મામુલીમાંથી વધીને 1972માં 26.1 ટકાના અપૂરતા છતાં પહેલા કરતાં ઘણા વધારે દરે પહોંચી. આ હકીકતોને રાષ્ટ્રીયકરણના ફાયદા તરીકે ગણાવી શકાય. પરંતુ ઇંદિરા ગાંધીનો મુખ્ય આશય પોતાના રાજકીય ફાયદાનો હોવાથી તેમણે રાષ્ટ્રીયકરણ પછી બૅન્કોની કાર્યક્ષમતાને ચુસ્ત કરવા પર ધ્યાન આપ્યું નહીં. પરિણામે, રાષ્ટ્રીયકૃત બૅન્કો ખાનગી બૅન્કો જેવી શિસ્ત અને કાર્યક્ષમતા આણી શકી નહીં.
સારી યાદશક્તિ અને નજીકના ભૂતકાળની થોડી જાણકારી ધરાવનારા કહે છે, 'ઇંદિરા ગાંધીએ બૅન્કોનું નેશનલાઈઝેશન (રાષ્ટ્રીયકરણ) કર્યું, એમાં આ બધી મોંકાણ ઉભી થઈ. બાકી, બૅન્કો હજુ ખાનગી માલિકીની હોત તો આવું ન થાત.’
વર્તમાન સમસ્યા માટે ચાર દાયકા પહેલાં લેવાયેલા કોઈ પગલાને જવાબદાર ઠેરવવું અને વચ્ચેના સમયગાળાનાં પાત્રોને નિર્દોષ જાહેર કરી દેવાં, તે સાદી સમજદારીના અભાવનું લક્ષણ છે. પરંતુ હવે અસરકારક વહીવટ માટે બૅન્કોના રાષ્ટ્રીયકરણની ચર્ચા ફરી હવામાં છે (નાણાંમંત્રીએ જો કે તેનો સ્પષ્ટ ઇન્કાર કર્યો છે) ત્યારે ઇંદિરા ગાંધીએ લીધેલા એ પગલાની જાણકારી તાજી કરી લઈએ. ખાસ તો, એ સમજવા માટે કે અર્થતંત્રને લગતાં મહત્ત્વનાં પગલાં રાજકીય ગણતરીથી અને રાજકીય દાનતથી લેવામાં આવે, ત્યારે તેનાં કેવાં પરિણામ આવે છે--ચાહે તે રાષ્ટ્રીયકરણ હોય કે નોટબંધી.
આઝાદી પછી પહેલી વાર 1967ની ચૂંટણીઓમાં કૉંગ્રેસનું મજબૂત ધોવાણ થયું. ઇંદિરા ગાંધી વડાપ્રધાન હતાં, પણ તેમની સામે મોરારજી દેસાઈ અને કામરાજ જેવા જૂના જોગીઓને અસંતોષ હતો. ચૂંટણીમાં ધારી સફળતા ન મળવાને લીધે એ વિરોધ વધારે મજબૂત બન્યો. વડાપ્રધાન બનવા ઇચ્છતા મોરારજીભાઈને (અગાઉ એકમાત્ર વાર સરદાર પટેલને અપાયેલો) નાયબ વડાપ્રધાનનો હોદ્દો આપીને શાંત પાડવામાં આવ્યા. તેમની પાસે નાણાં મંત્રાલય પણ હતું.
વડાપ્રધાન તરીકે ઇંદિરા ગાંધીએ 1967માં પક્ષ સમક્ષ દસ મુદ્દાનો કાર્યક્રમ રજૂ કર્યો. તેમાં બીજા હેતુઓ ઉપરાંત કેટલીક ખાનગી બૅન્કોના રાષ્ટ્રીયકરણની પણ વાત હતી. તેના જ વિસ્તારરૂપે 11 જુલાઈ, 1969ના રોજ વર્કિંગ કમિટીની મિટિંગમાં ઇંદિરા ગાંધીએ એવી વાત મૂકી કે 'ટોચની પાંચ-છ બૅન્કોનું રાષ્ટ્રીયકરણ કરવું અથવા તેમને એવી સૂચના આપવી કે તેમના સંસાધનોનો મોટો હિસ્સો તેમણે જાહેર કાર્યો માટે અલગ રાખવો જોઈએ.’ તેમાં બૅન્કોના રાષ્ટ્રીયકરણ માટેનો આગ્રહ ન હતો. કૉંગ્રેસમાં ડાબેરી ઝોક ધરાવતા નેતાઓ ઉપરાંત 'તરુણ તુર્ક' (Young Turk) તરીકે ઓળખાતા ચંદ્રશેખર, મોહન ધારિયા જેવા રાષ્ટ્રીયકરણના ટેકેદાર હતા, જ્યારે મોરારજીભાઈ સહિતના જમણેરી ઝોક ધરાવનારા તેના પ્રખર વિરોધી.
![]() |
| Morarji Desai- Indira Gandhi/ મોરારજી દેસાઈ-ઇંદિરા ગાંધી |
રામચંદ્ર ગુહાએ તેમના વિખ્યાત સંશોધન ગ્રંથ 'ઇન્ડિયા આફ્ટર ગાંધી’માં નોંધ્યું છે તેમ, ઇંદિરા ગાંધીએ 1967 પહેલાં 'સોશિયલિસ્ટ' (સમાજવાદી) શબ્દનો ભાગ્યે જ પ્રયોગ કર્યો હશે, પરંતુ ચૂંટણી પછી અને ખાસ કરીને કૉંગ્રેસમાં જૂની નેતાગીરી તરફથી ઉભા થયેલા પડકારો પછી, તેમને નવી ઓળખની જરૂર વર્તાઈ. તેમને લાગ્યું કે અંગત સત્તા સામેની હરીફાઈને વિચારધારાકીય સ્વરૂપ આપીને એ લડાઈમાં હરીફોને પછાડી શકાય એમ છે. 1967ની ચૂંટણી પછી તેમણે સતત પોતાની ગરીબતરફી છબી ઉપસાવવાનું શરૂ કર્યું હતું. બૅન્કોનું રાષ્ટ્રીયકરણ અને દેશી રજવાડાંને અપાતાં સાલિયાણાંની નાબૂદી--આ બંને એવાં પગલાં હતાં, જેનાથી ઇંદિરા ગાંધી પોતાની છાપ નાટ્યાત્મક રીતે દૃઢ બનાવી શકે તેમ હતાં.
11 જુલાઈ, 1969ના રોજ વર્કિંગ કમિટીમાં મુકાયેલી દરખાસ્તનો ઝડપી અમલ રાજકીય કારણોથી થયો. દરખાસ્ત સ્વીકારાયાના બીજા દિવસે, 12 જુલાઈએ 'સિન્ડિકેટ'તરીકે ઓળખાતા જૂના કૉંગ્રેસીઓના જૂથે રાષ્ટ્રપતિપદ માટે નીલમ સંજીવ રેડ્ડીનું નામ ફાઈનલ કર્યું. (રાષ્ટ્રપતિ ઝાકિર હુસૈનનું ચાલુ કાર્યકાળ દરમિયાન અવસાન થતાં, રાષ્ટ્રપતિની ચૂંટણી આવી પડી હતી.) નામ નક્કી કરનારી સંસદીય સમિતિ પર ઇંદિરા ગાંધીનું નહીં, સિન્ડિકેટનું વર્ચસ્વ હતું. બીજી તરફ, સત્તા સ્થિર રાખવા માટે ઇંદિરા ગાંધીને રાષ્ટ્રપતિપદે પોતાનો ઉમેદવાર જરૂરી લાગ્યો. એટલે, તેમણે 13 જુલાઈના રોજ ઉપરાષ્ટ્રપતિ --અને રાષ્ટ્રપતિના મૃત્યુ પછી કાર્યકારી રાષ્ટ્રપતિ-- વી.વી.ગીરીને અપક્ષ ઉમેદવાર તરીકે ઉભા કર્યા (જેથી શિસ્તભંગનો આરોપ ન લાગે). પક્ષના સભ્યોને ઇંદિરા ગાંધીએ 'અંતરાત્માના અવાજ પ્રમાણે'મત આપવા કહ્યું. તેમનો ઇશારો સ્પષ્ટ હતોઃ મત પક્ષના ઉમેદવાર રેડ્ડીને નહીં, મારા ઉમેદવાર ગીરીને આપો.
સિન્ડિકેટ સાથે યુદ્ધનું સ્પષ્ટ એલાન કરતાં, 16મી જુલાઈએ ઇંદિરા ગાંધીએ મોરારજીભાઈ પાસેથી નાણાં મંત્રાલય આંચકી લીધું અને 19મી જુલાઈએ, પાંચ-છ નહીં, પણ ટોચની 14 બૅન્કોના રાષ્ટ્રીયકરણની જાહેરાત કરી દીધી. ઑલ ઇન્ડિયા રેડિયો પર તેમણે કહ્યું કે મોટી બૅન્કો જાહેર માલિકીની હોવી જોઈએ. જેથી તે ફક્ત મોટા ઉદ્યોગપતિઓને લોનો આપવાને બદલે લાખો ખેડૂતો, કારીગરો અને સ્વરોજગાર મેળવતા લોકોને લોન આપી શકે. એ નિર્ણયને સર્વોચ્ચ અદાલતમાં પડકારવામાં આવ્યો. અદાલતે વાંધાને માન્ય રાખ્યો, પણ સરવાળે રાષ્ટ્રપતિના વટહુકમ અને સંસદમાં બહાલી પછી ઇંદિરા ગાંધીનું ધાર્યું થઈને રહ્યું.
જનસામાન્યમાં આ પગલું ભારે લોકપ્રિય બન્યું. જાણીતા લેખક ખ્વાજા અહમદ અબ્બાસે તેમના પુસ્તક 'ધેટ વુમન’માં નોંધ્યું છે તેમ, આ જાહેરાત પછી કામદારો, કર્મચારીઓ, રીક્ષાચાલકો, સ્કૂટચરચાલકો, કારીગરો, વિદ્યાર્થીઓ અને આવા અનેક લોકોએ રાષ્ટ્રીયકરણના તથા ઇંદિરા ગાંધીની કથિત ગરીબતરફી નીતિના સમર્થનમાં સરઘસો કાઢ્યાં. પછીના વર્ષે ઇંદિરા ગાંધીએ વહેલી ચૂંટણીઓ જાહેર કરી દીધી અને 'ગરીબી હટાવો'ના નારા સાથે બૅન્કોના રાષ્ટ્રીયકરણના પગલાને પોતાના નક્કર ગરીબલક્ષી પગલા તરીકે ખપાવી દીધું.
બૅન્કોના રાષ્ટ્રીયકરણથી બેશક વધુ લોકો સુધી બૅન્કની સેવાઓ પહોંચી. 1,100 નવી શાખાઓ ખુલી, લઘુઉદ્યોગો અને ખેતીના મળતા ધીરાણની ટકાવારી સાવ મામુલીમાંથી વધીને 1972માં 26.1 ટકાના અપૂરતા છતાં પહેલા કરતાં ઘણા વધારે દરે પહોંચી. આ હકીકતોને રાષ્ટ્રીયકરણના ફાયદા તરીકે ગણાવી શકાય. પરંતુ ઇંદિરા ગાંધીનો મુખ્ય આશય પોતાના રાજકીય ફાયદાનો હોવાથી તેમણે રાષ્ટ્રીયકરણ પછી બૅન્કોની કાર્યક્ષમતાને ચુસ્ત કરવા પર ધ્યાન આપ્યું નહીં. પરિણામે, રાષ્ટ્રીયકૃત બૅન્કો ખાનગી બૅન્કો જેવી શિસ્ત અને કાર્યક્ષમતા આણી શકી નહીં.
Labels:
economy,
history/ઇતિહાસ,
indira gandhi,
politics
Monday, July 03, 2017
લાકડાના લાડુ જેવી ખેડૂતોની લોનમાફી
મધ્ય પ્રદેશમાં હિંસક બનેલું ખેડૂત આંદોલન શમી ગયું, પણ તેણે સર્જેલાં વમળોની અસર ઓસરી નથી. ખેડૂતોની કઠણ સ્થિતિ અને તેમની ખરાબ અવસ્થા એટલાં વાસ્તવિક છે કે વાતોનાં વડાં કરીને તેને ટાળી શકાય એમ નથી કે ગૌરવનાં ગાનથી તેને છુપાવી શકાય તેમ નથી. ત્યાર પછીનો ત્રીજો શોર્ટ કટ એટલે ખેડૂતોની લોનમાફી.
ખેડૂતોને લોનમાફીની શરૂઆત યુપીએના રાજમાં 2008માં થઈ હતી. એ વખતના નાણામંત્રીએ 2008-09ના બજેટમાં નાના અને સીમાંત ખેડૂતોની લોનમાફી પેટે રૂ. 60,000કરોડની જોગવાઈ કરી હતી. આવાં પગલાંને ખેડૂતલક્ષી તરીકે ઓળખાવીને, સરકારને ખેડૂતોની કેટલી ચિંતા છે, એનાં ઢોલનગારાં વગાડવાનો રિવાજ છે. હકીકતમાં આવાં પોલાં (છતાં ખર્ચાળ) પગલાંને કારણે ખેડૂતોની સ્થિતિ સુધરતી નથી. કારણ કે તેમના દરદની મૂળમાંથી દવા થતી નથી.
આ વખતે લોનમાફીની શરૂઆત ઉત્તર પ્રદેશના ચૂંટણીપ્રચારથી થઈ, જેમાં અત્યારે કેન્દ્ર સરકાર તરીકે લોનમાફીનો ઇન્કાર કરી રહેલા મહાનુભાવો જ લોનમાફીના વાયદા આપીને આવ્યા હતા. તેમના પક્ષની સરકાર બન્યા પછી તેમના મુખ્ય મંત્રીએ લોનમાફી અમલી બનાવી દીધી. આ પગલાથી રાજ્ય સરકાર પર પડનારો કુલ આર્થિક બોજઃ રૂ. 36,569 કરોડ. મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રમાં વખતથી ઉકળતા ખેડૂત અસંતોષની ચિનગારીમાં ઉત્તર પ્રદેશના નિર્ણયે ઘી હોમ્યું.
ઉત્તર પ્રદેશની લોનમાફી જેવા ધબડકાજનક નિર્ણય વિશે કૉંગ્રેસને શું કહેવાનું હતું? પક્ષ તરીકે તેણે લાંબા ગાળાનાં અને ટકાઉ પગલાં સૂચવવાને બદલે ઉપરથી એવું કહ્યું કે ઉત્તર પ્રદેશની કુલ લોન તો રૂ. 92,241 કરોડની છે. તેમાંથી ફક્ત રૂ. 36,000 કરોડની જ લોન માફ કરી, તો બાકીની ક્યારે કરશો? 'યુપીએ સરકાર રૂ.72,000 કરોડની લોનમાફી કરી શકતી હોય તો મોદીજી કેમ નહીં?’ એવો ટોણો પણ એક કૉંગ્રેસી પ્રવક્તાએ માર્યો. તે એટલું પણ સમજવા માગતા નથી કે આર્થિક ઉંટવૈદું અજમાવતી સરકારોને લાંબા ગાળાના કડાકુટિયા રસ્તાને બદલે, લોનમાફી જેવો સહેલો વિકલ્પ અપનાવી લે ત્યારે શું થાય છેઃ યુપીએ સરકારની લોનમાફીનાં પૂરાં દસ વર્ષ પણ નથી થયાં, ત્યાં ફરી એક વાર લોનમાફીની મોસમ આવી પડી છે. આ વખતે કેન્દ્ર સરકારે કહી દીધું છે કે તે લોનમાફીમાં નહીં પડે, પરંતુ ખેડૂત આંદોલનોથી ભીંસ અનુભવી રહેલી રાજ્ય સરકારો લોનમાફીના રસ્તે દોડવા લાગી છે.
તેમાં સૌથી વધુ દબાણ મધ્ય પ્રદેશના મુખ્ય મંત્રી પર આવ્યું. ત્યાં તોફાને ચડેલા ખેડૂતોની માગણી પોતાના પાક માટે સારા ભાવની હતી. વિરોધ પ્રદર્શનની ધાંધલમાં પાંચ ખેડૂત માર્યા ગયા. સરકારે તેમની જવાબદારીનો પહેલાં ઇન્કાર કર્યા પછી નાકલીટી તાણીને પાંચેયના પરિવારોને સરકારે એક-એક કરોડ રૂપિયા જાહેર કર્યા. તેમ છતાં આંદોલન શાંત ન પડ્યું, એટલે મુખ્ય મંત્રીએ (સરકારી આંકડા પ્રમાણે) છ હજાર કરોડનું દેવું ધરાવતા મધ્ય પ્રદેશના છ લાખ ખેડૂતો માટે લોન સેટલમેન્ટ સ્કીમ જાહેર કરી. મુખ્ય મંત્રી ભલે તેને સીધેસીધી લોનમાફી ન ગણાવતા હોય, પણ અસરકારક રીતે જોતાં તે લોનમાફી જ બની રહેશે.
મધ્ય પ્રદેશના પાડોશી મહારાષ્ટ્રનો ખેડૂત અસંતોષ જૂનો છે. વિદર્ભના ખેડૂતોની કરમકઠણાઈ વિશે વર્ષોથી છૂટુંછવાયું ચર્ચાતું આવ્યું છે. ત્યાંની સ્થિતિ મધ્ય પ્રદેશની હદે ન વણસે, એ માટે મહારાષ્ટ્રના મુખ્ય મંત્રીએ સાર્વત્રિક લોનમાફીની જાહેરાત કરી. સામાન્ય રીતે આવું પગલું નાના અને સીમાંત ખેડૂતોને લક્ષમાં રાખીને લેવામાં આવે છે, પણ ખેડૂત આંદોલનની રાજકીય અસરોથી બચવા માટે મહારાષ્ટ્રના મુખ્ય મંત્રીએ 'ઐતિહાસિક’ નિર્ણય લીધો અને કહ્યું કે ‘લોનમાફી ફક્ત નાના અને સીમાંત ખેડૂતો પૂરતી સીમિત નથી. એ બધા ખેડૂતો માટે છે. ’ સરકારે એવો અંદાજ કાઢ્યો કે લોનમાફીનો કુલ આંકડો રૂ. 35,000 કરોડની આસપાસ થશે, પરંતુ સત્તાવાર માહિતી પ્રમાણે મહારાષ્ટ્રમાં ખેડૂતોનું કુલ દેવું 1.14 લાખ કરોડ છે અને કુલ ખેડૂતો 1.36 કરોડ. એટલે સમય જતાં લોનમાફીની રકમમાં વધારો થવાની પૂરી સંભાવના છે.
ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રની ભાજપી રાજ્ય સરકારોની સાથે પંજાબ અને કર્ણાટકની કૉંગ્રેસી સરકારો પણ લોનમાફીના લક્કડિયા લાડુ વહેંચવામાં જોડાઈ ગઈ છે. કારણ કે ખેડૂતોની સમસ્યા કોઈ એક પક્ષની નિષ્ફળતાનું નહીં, એકંદર શાસકવર્ગની ઉદાસીનતાભરી કે બેદરકારીયુક્ત નીતિનું પરિણામ છે. પાંચ રાજ્યોની લોનમાફી પછી બીજાં રાજ્યો પણ લાઇનમાં છે. એક અંદાજ પ્રમાણે લોનમાફીની જાહેરાતવાળાં પાંચ રાજ્યો ઉપરાંત બીજાં ત્રણ રાજ્યો-- ગુજરાત (રૂ.40,650 કરોડ), હરિયાણા (રૂ.56,000 કરોડ) અને તામિલનાડુ (રૂ.7,760 કરોડ)--માં લોનમાફી લાગુ પડી જાય, તો કુલ આંકડો રૂ.3.1 લાખ કરોડે પહોંચે. આવા આંકડા આમ તો આપણા માથાની ઉપરથી જાય, પણ અહેવાલની સાથે અપાયેલી સરખામણીતી ખ્યાલ આવે છે કે ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તા બનાવવા માટે ચાલુ વર્ષમાં ફાળવાયેલા બજેટ કરતાં આ રકમ સત્તર ગણી છે. આ જ રકમમાંથી (સંગ્રહ માટે) 4,43,000 વૅરહાઉસ ઊભાં કરી શકાય અથવા ભારતની સિંચાઈક્ષમતામાં છેલ્લાં સાઠ વર્ષમાં જે વધારો થયો છે તેના કરતાં 55 ટકા વધારો કરી શકાય. આવા અંદાજોની ચોક્સાઈમાં ઓગણીસ-વીસ હોઈ શકે, પણ મૂળ મુદ્દો એ છે કે ખેડૂતોને કામચલાઉ રાહત આપતી લોનમાફીની તોતિંગ રકમોમાંથી ખેડૂતોને કાયમી રાહત આપતી સુવિધા ઊભી કરી શકાય.
રાજ્યકક્ષાના કૃષિમંત્રીએ રાજ્યસભામાં આપેલી માહિતી પ્રમાણે, 30 સપ્ટેમ્બર, 2016 સુધીમાં બાકી કૃષિલોનનો કુલ સરવાળો રૂ.12.60 લાખ કરોડ છે. તેમાંથી રૂ. 7.75 લાખ કરોડ પાક માટેની લોન છે અને રૂ. 4.84 લાખ કરોડ ટર્મ લોન (લાંબા ગાળાની) છે. રૂ.12.60 લાખ કરોડની બાકી લોનમાંથી રૂ. 9.57 લાખ કરોડ કમર્શિયલ બૅન્કોની, રૂ.1.57 લાખ કરોડ સહકારી બૅન્કોની અને રૂ. 1.45 લાખ કરોડ પ્રાદેશિક ગ્રામિણ બૅન્કોની છે. યાદ રાખવા જેવું છે કે પાણી-વીજળી-ખાતર પર સરકારી સબસીડી (આર્થિક સહાય) મળતી હોવા છતાં, તેમાંથી અને લોનમાંથી પણ જરૂરતમંદો સુધી કેવો ને કેટલો લાભ પહોંચે છે એ શંકાસ્પદ છે. બીજો પણ એક મુદ્દો છે. એક અહેવાલ પ્રમાણે, ખેતી માટે થતી ઉધારીમાંથી 45 ટકા ઇન્ફોર્મલ સૅક્ટર એટલે કે બૅન્કો સિવાયની સંસ્થાઓ કે વ્યક્તિઓ પાસેથી આવે છે. ગામના શરાફ પાસેથી લોન લેનાર ખેડૂતને સરકારી લોનમાફીનો લાભ મળતો નથી ને તેનું દુઃખ દૂર થતું નથી. બીજી તરફ, બૅન્કોની લોન મેળવનારામાં નાના અને સીમાંત ખેડૂત ઓછા, સમૃદ્ધ ખેડૂતો વધારે પ્રમાણમાં હોય છે.
એટલે જ લોનમાફી લાકડાના લાડુ જેવી છે. આપનાર આપ્યાનો સંતોષ લઈ શકે, મેળવનારને ઘડીક સારું લાગે, પણ થોડા વખતમાં ફરી પાછા ઠેરના ઠેર.

agriculture,
economy,
politics
Tuesday, December 20, 2016
નોટબંધીની વાર્તા અને બોધપાઠ
એક ઘર હતું. આખું લાકડાનું બનેલું. ઘરના
માણસોની સામાન્ય અવરજવરથી એ ધ્રુજે, પણ ભૂકંપ આવે ત્યારે
અડીખમ ઊભું રહે. તેમાં માણસ ઝાઝા ને જગ્યા ઓછી. ઘરમાં માંકડનો બહુ ઉપદ્રવ. રાત
પડ્યે ઘરનાં માણસોનું લોહી પીએ. ખાટલામાં કરડે ને ભોંયપથારીમાં પણ ચટકે. ઘરમાં
મહેમાનોની કાયમી અવરજવર. બધા આવે, માંકડનો ત્રાસ દૂર કરવાની
વાત કરે અને પોતાનો સમય થાય એટલે પાછા જતા રહે. ઘણી વાર તો એ લોકો એવું કરીને જાય
કે માંકડની વસ્તી વધે.
એક વાર એક મહેમાન આવ્યા. બહારથી જ એ માંકડોને
ચપટીમાં ચોળી નાખવાના દેકારા કરતા હતા. થોડા વખત પછી ઘરમાં ગણગણાટ શરૂ થયો. ‘માંકડોનો ખાત્મો
બોલાવવાના વાયદાનું શું થયું?’ એવું લોકો તેમને પૂછવા
લાગ્યા. એક રાત્રે, ઘરના લોકો પરવારીને સુવાની તૈયારી કરતાં હતાં
ત્યારે, મહેમાને લાકડાના ઘર પર કેરોસીન છાંટ્યું અને પછી ચાંપી
દિવાસળી. જોતજોતામાં આગ ભભૂકી ઉઠી. ઘરનાં
લોકો હાંફળાંફાંફળાં બહાર દોડ્યાં, કંઇક પડ્યાંઆખડ્યાં- ઘાયલ
થયાં ને કેટલાંક મૃત્યુ પણ પામ્યાં.
સાજાંસમાં રહેલાં લોકોએ મહેમાનને પૂછ્યું,‘આ તમે શું કર્યું?
માંકડ મારવાને બદલે તમે તો ઘર સળગાવી માર્યું.’ મહેમાને કહ્યું,‘ગભરાશો નહીં. આ
આગમાં બધા માંકડ મરી જશે. પછી તમારે કાયમી શાંતિ થઇ જશે. તમે એ વિચારો કે અત્યારે
આગના ભડકા વચ્ચે માંકડોની કેવી કફોડી દશા થતી હશે? અત્યારે તેમણે
કેવી દોડાદોડ મચાવી હશે? એનાથી તમને સંતોષ થવો
જોઇએ ને તમારે ઘર સળગી ગયાની ફરિયાદ ન કરવી જોઇએ.’ તેમના ટેકામાં
બીજા કેટલાકે કહ્યું,‘ઘરને માંકડમુક્ત બનાવવા માટે આ જરૂરી હતું. એક
વાર નવું ઘર ઊભું થઇ જાય, પછી બધાનું ભલું થશે.’
આવી વાતો સાંભળીને ઘરનાં ઘણાં લોકો હકારમાં
ડોકાં હલાવવા માંડ્યાં અને બળેલા ઘરની જગ્યા સાફ કરવા મંડ્યાં. ત્યારે જોયું તો
ઘણા માંકડ જમીનમાં ભરાઇ ગયા હતા અને રાખ સાફ થતાં પાછા બહાર આવી રહ્યા હતા--નવા
ઘરમાં વસવા માટે.
માંકડ મારવા માટે ઘર સળગાવી દેવાનું પગલું
વાજબી ગણાય કે નહીં અને તેમાં ફાયદો વધારે થાય કે નુકસાન વધારે, એની ચર્ચા કેટલાક
નિષ્ણાતો કરી રહ્યા હતા. ખાટલામાં ને પથારીમાં સંતાયેલા ઘણા માંકડ સળગી ગયા,
એને અસરકારક પરિણામ ગણાવાતું હતું.
બચી ગયેલા માંકડ પણ બીને કરડવાનું બંધ કરી દેશે, એવું કહેવાતું
હતું. કેટલાક એમ પણ કહેતા હતા કે ‘ભલે ઘર બળી ગયું, પણ માંકડ મારવાની
કોશિશ તો થઇ. આવું હિંમતવાળું પગલું આ પહેલાં કોઇએ ભર્યું હતું? હવે જોજો,
જૂના ઘરની જગ્યાએ નવું સરસ ઘર બનશે.’
દરમિયાન, મહેમાને જાહેરાત
કરી કે ‘માંકડનાબૂદીનો ઉપાય મળી ગયો છે. કોઇએ ખાટલામાં-પથારીમાં
સુવું નહીં કે ખુરશીઓમાં બેસવું નહીં. આપણે ઘરને ‘‘બેઠક-લેસ’’
બનાવી દઇશું, એટલે માંકડોનો ત્રાસ આપોઆપ મટી જશે.’
***
માંકડ જીવતા રહે, ઘર બળી જાય ને માંકડનાબૂદી
માટે નવાં પગલાં જાહેર થાય, એવી સ્થિતિ નોટબંધી પછી ‘કૅશલેસ’ના પ્રચારને
કારણે સર્જાઇ છે. આવી ગંભીર બાબતોની પૂરેપૂરી આંટીધૂંટી બોધકથા કે સરખામણીઓથી ન
સમજી શકાય. પરંતુ અત્યાર લગી જે કંઇ બન્યું છે, તેનો કંઇક સાર આ
કથા પરથી આવી શકે છે.
ઘણી વાર આંકડા ને અભ્યાસો ટાંક્યા પછી પણ એકાદ
સચોટ ઉદાહરણથી વાતનો અર્ક તરત સમજાઇ જાય. જેમ કે, વડાપ્રધાને જાહેર
કરેલી ‘કૅશલેસ’ની ઝુંબેશ અને તેની
મહત્ત્વાકાંક્ષી યોજનાઓ વિશે એક લેખકે કહ્યું કે ‘આ તો ફૉર્મ્યુલા
વનની રેસમાં ગાડું ઉતારવા જેવી વાત છે.’ તો બીજાએ કહ્યું કે ‘આ ઘોડા આગળ ગાડી
મૂકવાનો ધંધો છે.’
ભારત હજુ ‘કૅશલેસ’ બનવા માટે તૈયાર
નથી, તેના ટેકામાં કરાતી દલીલો : અડધાઅડધ લોકોનાં બૅન્કખાતાંનાં
ઠેકાણાં નથી, એંસી ટકા લોકો પાસે સ્માર્ટફોન નથી, ઇન્ટરનેટ
કનેક્શનનાં ઠેકાણાં નથી, ડિજિટલ સુરક્ષાની દિશામાં
ભાગ્યે જ કશો વિચાર થયો છે. બૅન્કોમાંથી રૂપિયા મેળવવા ધક્કા ખાધા પછી લોકો
પરંપરાગત રીતે વિશ્વાસુ એવી બૅન્કો બાબતે અવિશ્વાસ અને અસલામતી અનુભવતા થયા છે. તો
કૅશલેસ વ્યવહાર માટે તે બૅન્કો ને અજાણી કંપનીઓ પર શી રીતે ભરોસો મૂકે? ભારતીય
સમાજજીવનમાં રોકડની ભારે બોલબાલા રહી છે. કારણ કે, પાસે રોકડ હોય
તેને ‘સ્વાઇપ મશીન ચાલતું નથી’, ‘સર્વર ડાઉન છે’,
‘અમે ફલાણું કાર્ડ સ્વીકારતા નથી’ જેવા જવાબો સાંભળવા પડતા
નથી ને તેનું કામ અટકતું નથી. મોબાઇલને વૉલેટ (પાકિટ) બનાવી દેવામાં તેના ખોવાઇ
જવાથી માંડીને સુરક્ષા અને જુદી જુદી કંપનીઓનાં ‘પાકિટ’ વચ્ચે વ્યવહાર
થતો નથી, એવાં અનેક કારણ છે.
તેની સામે થતી દલીલ એવી છે કે કોઇ પણ નવી શોધ
આવે, ત્યારે તેની સામે આવો જ વિરોધ હોય છે. કમ્પ્યુટર જેવી
ક્રાંતિકારી શોધ માટે આઇ.બી.એમ.ના વડાને એવું લાગ્યું હતું કે ‘આખી દુનિયામાં
થઇને માંડ પાંચેક કમ્પ્યુટર વેચાય.’ પરંતુ આપણે જોઇએ છીએ કે
હવે કમ્પ્યુટર વિના દુનિયા ચાલતી નથી. એવું જ કૅશલેસ અર્થતંત્રના મામલે થશે.
આવી દલીલો-પ્રતિદલીલો વચ્ચે શાંતિથી વિચારવા
અને યાદ રાખવા જેવી કેટલીક બાબતો :
- કૅશલેસ વ્યવહારોનું પ્રમાણ વધે તે આવકાર્ય છે.
તેનાથી પારદર્શકતા વધે છે. ઘણા કિસ્સામાં સુવિધા પણ વધે છે. પરંતુ મોટા ભાગના
વ્યવહારો કૅશલેસ બને ત્યારે પ્રાઇવસીના અને સરકારી અંકુશના પ્રશ્નો ઊભા થઇ શકે. તે
અંગેની સ્પષ્ટ નીતિ અને તેનું અમલીકરણ કરવા જેટલી રાજકીય દાનત (કોઇ પણ પક્ષના)
નેતાઓમાં દેખાતી નથી.
- સ્માર્ટ ફોનની સંખ્યાથી માંડીને ઇન્ટરનેટ કનેક્શનની
સ્પીડ અને લેવડદેવડની વિશ્વસનીયતા-સુરક્ષા જેવી સમસ્યાઓ બે-પાંચ વર્ષમાં ઉકલી જાય
તો કૅન્યાની જેમ ભારત પણ ઘણા અંશે કૅશલેસ બની શકે છે. પરંતુ રોકડ અને ભ્રષ્ટાચાર
બે જુદી બાબતો છે. તેમની વચ્ચે થોડો સંબંધ છે, પણ મોટા ભાગના
વ્યવહાર કૅશલેસ થઇ જાય, એટલે ભ્રષ્ટાચાર નાબૂદ થઇ જાય એવું માની લેવાની
જરૂર નથી.
- દેશને કૅશલેસની દિશામાં લઇ જવો, ભ્રષ્ટાચાર-કાળાં
નાણાં-ત્રાસવાદ સામે ઝુંબેશ ઉપાડવી અને કુલ ઘરેલુ ઉત્પાદન (જીડીપી)ના ત્રણ-ચાર
ટકાને બદલે બાર-તેર ટકા જેટલી રકમ રોકડ તરીકે ફરતી હોય તો તેનું પ્રમાણ નીચું
લાવવું-- આ ત્રણે હેતુઓ જુદા જુદા છે. નોટબંધીને આ બધાં દુઃખોની
મુખ્ય અને અકસીર દવા તરીકે રજૂ કરવાના સરકારી પ્રયાસોમાં દાનત અથવા સમજ અથવા
બન્નેના ગંભીર પ્રશ્નો દેખાય છે. દાનતના પ્રશ્ન વિશે ફક્ત આટલું જ : ગયા સપ્તાહે
નાણાંમંત્રીએ લોકસભામાં લેખિત જવાબમાં કહ્યું કે આઠમી નવેમ્બર પહેલાં કે પછી કાળાં
નાણાંના કુલ જથ્થાનો કોઇ સત્તાવાર અંદાજ મોજુદ નથી.
નોટબંધીનો અમલ ધબડકાયુક્ત છે એ તો જાણે ખરું,
પણ તેની પાછળનું મુખ્ય પ્રેરક બળ આર્થિકને બદલે રાજકીય હોવાની આશંકા પણ મજબૂત
છે. કદાચ એટલે જ, આ પગલાને આર્થિક ફુટપટ્ટીથી માપતા નિષ્ણાતો બહુ
મહેનત કરે છે, છતાં આ નિર્ણયને સંતોષકારક રીતે સમજાવી શકતા
નથી અને નષ્ટ થયેલા માંકડની આશામાં બળેલું મકાન નજરઅંદાજ કરતા હોય એવું લાગે છે.
Labels:
demonetization,
economy,
Narendra Modi/નરેન્દ્ર મોદી
Tuesday, December 06, 2016
નોટબંધીઃ તરહ તરહના તાનપલટા
વડાપ્રધાને નવેમ્બર 8ના
રોજ નોટબંધીની જાહેરાત કરી ત્યારે એ પગલું આવકારદાયક લાગ્યું હતું. પ્રવચનમાં તેમણે કહ્યું હતું કે દેશવિરોધી-અસામાજિક તત્ત્વોએ સંઘરી રાખેલી રૂ.પાંચસો અને રૂ. એક હજારની નોટો કાગળના ટુકડા જેવી નકામી બની જશે. તેમણે લોકોને દેશહિતમાં થોડા સમય માટે મુશ્કેલી
વેઠી લેવાની અને ‘પ્રામાણિકતાના પર્વ, ઇમાનદારીના ઉત્સવ’માં જોડાવા હાકલ કરી. તેમના ભાષણમાં એ સ્પષ્ટ હતું કે નોટબંધીનો નિર્ણય કાળાં
નાણાં, ભ્રષ્ટાચાર અને ત્રાસવાદ
સામેની લડાઇના ભાગરૂપે લેવામાં આવ્યો હતો. માટે, તેને ખાનગી રાખવાનું જરૂરી હતું.
અત્યારે નવાઇ લાગે એવી, છતાં
યાદ કરવા જેવી વાત એ છે કે તેમના નવેમ્બર 8ના
આખા ભાષણમાં ‘કેશલેસ ઇકોનોમી’નો ક્યાંય ઉલ્લેખ ન
હતો. ભ્રષ્ટાચાર-કાળાં નાણાં સામેની લડાઇમાં ‘કેશલેસ ઇકોનોમી’ કેટલો મહત્ત્વનો ભાગ ભજવી
શકે અને નાગરિકોએ ‘કેશલેસ ઇકોનોમી’માં જતા રહેવું જોઇએ, એવી અછડતી વાત પણ તેમણે એ ભાષણમાં કરી ન હતી. બાકી, સરકારી
યોજનાઓ અને સરકારે લીધેલાં પગલાંથી માંડીને પ્રામાણિક રીક્ષાવાળા-ટેક્સીવાળા જેવી ઘણી વાતો તેમણે કરી—અને સમયનો પ્રશ્ન તેમને અમસ્તો પણ ન હોય.
સવાલ છેઃ ત્રણ અઠવાડિયાં દરમિયાન એવું શું બન્યું કે જેથી ભાષણમાં વડાપ્રધાનને
જેનો ઉલ્લેખ સુદ્ધાં કરવાનું સૂઝ્યું ન હતું, એવા મુદ્દા તેમની
પ્રચારઝુંબેશનો કેન્દ્રીય હિસ્સો બની ગયા? આ મુદ્દા એટલે 1)
કેશલેસ ઇકોનોમી 2) ગરીબોના ઘરની
બહાર લાઇન લગાડતા- ગરીબોના પગે પડતા અમીરો.
ઉપરાંત, હમણાંથી
વડાપ્રધાનનાં પ્રચારભાષણોમાં સાંભળવા મળતો દાવો છેઃ ‘બધી
લાઇનોના અંત માટે આ છેલ્લી વારની લાઇન છે.’ આ બધા મુદ્દા-દાવામાં કેટલું
તથ્ય છે એ પણ તપાસવું પડે.
કોઇને એવો સવાલ
થાય કે નોટબંધીની અર્થતંત્ર પરની વ્યાપક અસરો મુખ્ય મુદ્દો હોવાથી તેની ચર્ચા ન
કરવી જોઇએ? વાત સાચી, પણ અત્યારે રજૂ
કરાતા ભવિષ્યના ગુલાબી કે કાળા ચિત્રમાં અંગત ઝુકાવ ઠીક ઠીક ભાગ ભજવે છે. સરકાર જે રીતે
રોજેરોજ અવનવી જાહેરાતો કરે છે અને અમલીકરણને બદલે અગ્નિશમનમાં વ્યસ્ત જણાય છે, એ જોતાં ખુદ
સરકારને પણ અંતિમ પરિણામો વિશે ચોક્સાઇથી ખબર હોય,
એવું માનવું અઘરું છે. (આશાવાદની વાત નથી.) એ સ્થિતિમાં
વડાપ્રધાને કેશલેસ ઇકોનોમીના પૂર્ણસમય પ્રચારક તરીકે પાટો બદલ્યો છે.
કેશલેસ ઇકોનોમી—એટલે કે રોજિંદા
વ્યવહારમાં રોકડ રકમની જરૂર ઓછામાં ઓછી પડે અને મોટા ભાગનો વ્યવહાર મોબાઇલ એપ કે
કાર્ડથી થાય, એની ઝુંબેશ આવકાર્ય છે, પરંતુ નોટબંધીના અરાજક અમલથી પીડિત લોકોને ટાઢા
પાડવા માટે કેશલેસ ઇકોનોમીનો લોલીપોપ પકડાવી દેવાય,
એ ચિંતાજનક લાગે છે. આશય કેશલેસ
ઇકોનોમીનો જ હોય, તો આટલી બધી અંધાધૂંધી ફેલાવવાની ક્યાં જરૂર હતી? કેશલેસ ઇકોનોમી માટેની મૂળભૂત સુવિધાઓનાં ઠેકાણાં ન
હોય, બીજે
તો ઠીક, ઘણાં
મલ્ટિપ્લેક્સમાં ને મોટી દુકાનોમાં પણ કાર્ડ સ્વાઇપ કરવાનાં મશીન ન હોય, ત્યારે લારીવાળા- રીક્ષાવાળાના માથે
એવી અપેક્ષા લાદવી એ જુલમ છે. ‘કોણે ધાર્યું હતું કે લારીવાળા-રીક્ષાવાળા મોબાઇલ
રાખતા થઇ જશે?’ એવી દલીલનો સાદો જવાબ છેઃ
મોબાઇલ લોકોના માથે મારવામાં આવ્યા ન હતા. લોકોને તે પોસાતા થયા ને સુવિધાજનક લાગ્યા, એટલે વસાવ્યા. કેશલેસ ઇકોનોમી
ભરોસાપાત્ર અને ફાયદાકારક હશે તો લોકો આપમેળે,
મોબાઇલની જેમ, તેને અપનાવશે.
પરંતુ અહીં તો નોટબંધી પછી લોકોની વાસ્તવિક મુશ્કેલીનો સાચો કકળાટ વધ્યા પછી, પચ્છમબુદ્ધિ (આફ્ટરથોટ) તરીકે, લોકોનું ધ્યાન બીજા પાટે ચઢાવવા માટે કેશલેસ ઇકોનોમીનો પ્રચાર જોરશોરથી કરાતો હોય એવું લાગે છે. કાળાં નાણાં-ભ્રષ્ટાચાર વિશેના એક-બે બાળબોધી સવાલો (‘શું તમે ઇચ્છો છો કે કાળાં નાણાં-ભ્રષ્ટાચાર સામે લડવું જોઇએ?’) પછી વડાપ્રધાન તરત એવા સૂર પર આવી જાય છે, જાણે નોટબંધીનો નિર્ણય અર્થતંત્રને કેશલેસ બનાવવાના મુખ્ય હેતુથી લેવાયો હોય.
ભાષણોમાં વડાપ્રધાને
ગરીબોને થનારા કથિત ફાયદાની અને અમીરોને પડી રહેલી કથિત હેરાનગતિની વાર્તા ચલાવીને
‘ગરીબી હટાવો’ની છેતરપીંડી આચરનાર ઇન્દિરા ગાંધીની યાદ તાજી
કરી આપી છે. સામાન્ય સમજ ધરાવતા લોકોને તરત સમજાશે કે અઢળક બે નંબરી નાણાં ધરાવતા
લોકોએ લાઇન લગાડવાની જરૂર હોતી નથી. રૂપિયાથી બધું જ કરાવી શકાય છે. પરંતુ અમીરોને
પડતી ‘અગવડ’ ને વડાપ્રધાન (બદ)ઇરાદાપૂર્વક હજારો
ગણી મોટી બતાવે છે. તે ઇચ્છે છે કે ગરીબો-મધ્યમ વર્ગના લોકો
અમીરોને પડતી તકલીફની વાર્તાઓથી
જ રાજી થઇ જાય અને પોતાનાં નાણાં મેળવવામાં કે બદલાવવામાં પડેલી- રોજિંદા જીવનમાં
હજુ પડનારી હાડમારી ભૂલી જાય.
બાકી, કાળાં નાણાં મેનેજ
કરવાના ટેન્શનમાં કોઇ માલેતુજારનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું હોય એવા સમાચાર
તમે જાણ્યા? અને લાઇનમાં ઊભા રહેલા લોકોના મૃત્યુના સમાચાર અનેક
વાર સાંભળવા મળ્યા છે. બીજી વાત ગરીબોને થયેલા ફાયદાની છે. બીજાનાં કાળાં નાણાં ધોળાં કરવા લાઇનમાં ઊભા
રહેનારા કે પોતાના ખાતાં ભાડેથી આપનારા ગરીબોને કમિશનનો જે ટુકડો મળે તેને ‘ગરીબોને થયેલો ફાયદો’ કેવી રીતે ગણાવી શકાય?
વડાપ્રધાને કહ્યું
હતું કે બે નંબરની પાંચસો-હજારની નોટો નકામાં કાગળીયાં થઇ જશે. ત્રણ અઠવાડિયાં
પછીની સ્થિતિ એ છે કે બે નંબરની નોટો ને રકમો માટે સરકારે સ્કીમ જાહેર કરવી પડી છે. તેમાં જાહેર થયેલી
રકમમાંથી સરકાર 50 ટકા દંડ વસૂલે છે (30
ટકા વેરો કાયદાનું પાલન કરતો
માણસ અમસ્તો આપતો હોય છે), 25 ટકા રકમ કાગળીયાં નહીં,
કાયદેસરની સંપત્તિ તરીકે પાછી
મળે છે.
બાકીની 25 ટકા રકમ ચાર વર્ષ પછી,
વગર વ્યાજે ધોળાં નાણાં તરીકે
પાછી મળશે. કાળાં નાણાં સામે યુદ્ધ—કાળાં નાણાંવાળાને
200 ટકા દંડ ને જેલની સજાના
ફૂંફાડા મારનારા હવે જાણે લાલ જાજમ પાથરીને કહે છે,
‘એજન્ટોને શા માટે શોધો છો? અમે જ કાળાનું ધોળું કરી આપીશું. ઇમાનદાર કરદાતા કરતાં 20 ટકા જ વધારે ચાર્જ તમારે ચૂકવવો પડશે.’ પરંતુ પોતાની
પ્રચારપટુતા પર વડાપ્રધાન એટલા મુસ્તાક છે કે નાક-કપામણીને તે પ્લાસ્ટિક સર્જરીની પૂર્વતૈયારી
તરીકે વેચી શકે છે. લેવાલ મળી રહેતા હોય તો એ શું કામ ન વેચે?
નોટબંધીનો મોટો
ફાયદો એ હોત કે આશરે વીસેક ટકા (સરકારની બીક કે કડક શરતોને લીધે) બેન્કમાં પાછી ન
આવત. એટલો
સરકારને ચોખ્ખો ફાયદો થાત. પરંતુ અહેવાલો પ્રમાણે,
પાંચસો-
હજાર રૂપિયાની મોટા ભાગની નોટો
બેન્કોમાં પાછી જમા થઇ રહી છે. આ રીતે 90-
95 ટકા નોટો પાછી આવી જવાની
આશંકાથી, સરકારે સ્વૈચ્છિક જાહેરાતની યોજના આપવી પડી,
એવું પણ અનુમાન છે.
Labels:
demonetization,
economy,
Narendra Modi/નરેન્દ્ર મોદી
Wednesday, November 16, 2016
'સર્જિકલ સ્ટ્રાઇક' નહીં, ખુવારીજનક 'યુદ્ધ'
બે જુદા જુદા સમાચાર લગભગ સમાંતરે
આવ્યાઃ અમેરિકાના પ્રમુખ તરીકે ચૂંટાયેલા ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે અમેરિકાના
પ્રમુખ તરીકે મળનારો ચાર લાખ ડોલરનો પગાર તે નહીં લે અને ભારતના વડાપ્રધાન
નરેન્દ્ર મોદીએ ભાવુક થઇને કહ્યું કે તેમણે દેશ માટે સર્વસ્વ છોડ્યું છે. આ મહાનુભાવોના સાદગી અને ત્યાગ જેવા મહાન ગુણો તેમના ટીકાકારો પીછાને
ત્યારે ખરા, પણ સામાન્ય મતદારો માટે આવું પ્રદર્શન
હૃદયસ્પર્શી નીવડી શકે છે. રાજકારણમાંથી નીતિમત્તાનો એકડો નીકળી
ગયો છે ત્યારે (નૈતિકતાના બીજા માપદંડ બાજુ પર રાખીને) ‘આટલુંય કોણ કરે છે?’ની લાગણી ભલભલાને ભીંજવી શકે છે.
પરંતુ ટ્રમ્પની મુદત હજુ શરૂ થઇ નથી
અને ભારતના વડાપ્રધાન અડધે રસ્તે પહોંચી ચૂક્યા છે. તેમણે લીધેલું રૂ.પાંચસો અને રૂ.એક હજારની ચલણી નોટો રદ કરવાનું પગલું દેખીતી રીતે તેમની કાળાં
નાણાંવિરોધી ઝુંબેશનો જ ભાગ છે. આ પગલું તેમણે ઓચિંતુ જાહેર કર્યું
તેનાથી રોકડ કાળું નાણું ધરાવતા ઘણા લોકો ઉંઘતા ઝડપાયા. તેમને પોતાનાં નાણાં સગેવગે કરવાનો સમય જ ન મળ્યો. બેન્કો પર અને એટીએમ પર રૂપિયા ઉપાડવા માટેની લાંબી લાઇનો લાગી. ખાતેદારોની આવી લાઇનો વર્ષો પહેલાં માધવપુરા મર્કન્ટાઇલ બેન્ક ઉઠી ગઇ
ત્યારે સહકારી બેન્કો પર જોવા મળી હતી. (માધવપુરા કૌભાંડના સૂત્રધાર કેતન પારેખના એક વકીલ હાલમાં દેશના
નાણાંપ્રધાન છે, એ પણ વિચિત્ર યોગાનુયોગ ગણાય)
કાળું નાણું એટલે એવી તમામ પ્રકારની
આવક--એવું તમામ ધન જે કરવેરાને પાત્ર હોવા
છતાં, તેને જાહેર કરાયું ન હોય અને તેની પર
કરવેરો ભરવામાં આવ્યો ન હોય. આ ધન રોકડ પણ હોય અને સોનું-મકાન જેવાં અન્ય સ્વરૂપે રોકાયેલું પણ હોય. તેનો કેટલોક હિસ્સો વિદેશી બેન્કોમાં મુકાયેલો પણ હોઇ શકે. સચ્ચાઇનો આધાર ધરાવતી દંતકથાઓ પ્રમાણે, કાળું નાણું ધરાવતા ઘણા લોકો પાસે તેનો અમુક હિસ્સો કોથળા કે ઓરડા ભરીને પાંચસો-હજારની નોટોનાં બંડલ સ્વરૂપે હોય છે. તેમને એકદમ ઠેકાણે શી રીતે પાડવાં? બેન્કમાં એક દિવસમાં એક વ્યક્તિ પોતાના
ઓળખપત્ર સાથે ફક્ત રૂ.ચાર હજારની નોટો બદલાવી શકે. (ગઇ કાલથી એ મર્યાદા રૂ.4,500ની થઇ). હજારની નોટોનાં બંડલોનાં બંડલ ધરાવતા લોકો પોતાના પચીસ માણસોને નોટો
બદલાવવા મોકલે તો પણ એક દિવસમાં એક હજારના એક જ બંડલને બદલાવી શકાય. નોટો બદલાવવાની મુદત પણ શરૂઆતમાં માંડ બે-ત્રણ દિવસ પૂરતી હતી (જે હવે વધુ દસ દિવસ લંબાવાઇ છે)
પહેલાં એવી વાત હતી કે એક ખાતામાં રૂ. અઢી લાખ સુધીની રકમ ભરાય ત્યાં લગી કશી પૂછપરછ કરવામાં નહીં આવે. પરંતુ હવે એની પણ ખાતરી નથી. કેમ કે, કાળું નાણું ધરાવતા લોકો જનધન યોજના અંતર્ગત ખુલેલાં ખાતાંમાં કે
બીજા ઓળખીતાં-સગાંવહાલાંના ખાતાંમાં અઢી લાખ રૂપિયા
જમા કરાવીને, એ રીતે તેમની મોટી રકમનો શક્ય એટલો હિસ્સો
બચાવી લેવાની કોશિશમાં છે.
આવી કંઇક તિકડમબાજી થતી હશે. છતાં એક વાત નક્કી છેઃ વડાપ્રધાનના આ નિર્ણયથી કાળાં નાણાં ધરાવતા
લોકોને અભૂતપૂર્વ અગવડ પડી, એ લોકો દોડતા થઇ ગયા અને નાણાંપ્રધાન
જેટલીના જણાવ્યા પ્રમાણે, શનિવાર બપોર સુધીમાં રૂ. બે લાખ કરોડ બેન્કોમાં જમા થયા. આ રકમ ભારતના જીડીપીના હિસાબે મામુલી
કહેવાય, એવી દલીલ થઇ શકે. પરંતુ આ નિર્ણય પરિણામલક્ષી ન હતો અથવા તેનાથી કાળાં નાણાં ધરાવતા
લોકો પર કશી અસર પડી નથી, એવું ન જ કહી શકાય.
1978માં મોરારજી
દેસાઇની જનતા સરકારે રૂ.એક હજાર, રૂ. પાંચ હજાર અને રૂ.દસ હજારની નોટો પાછી ખેંચી ત્યારે આ નોટોનું મૂલ્ય એટલું મોટું હતું
કે સામાન્ય માણસો પાસે તે નોટો હોવાની સંભાવના સાવ ઓછી. (એ વખતે 10 ગ્રામ સોનું રૂ.૬૮૫માં મળતું હતું.) માટે, એ પગલાની અસર આમજનતા પર ખાસ ન પડી. પરંતુ અત્યારે રૂ.એક હજારની અને ખાસ તો રૂ. પાંચસોની નોટની જરાય નવાઇ રહી નથી. પાંચસોનાં બંડલ ધનવાનોનો ઇજારો હોઇ શકે, પણ પાંચસોની નોટ છૂટથી સામાન્ય વ્યવહારમાં ફરતી જોવા મળે છે. ચીજવસ્તુઓના ભાવ એવા છે કે સોની નોટ કશા હિસાબમાં નથી. આવી સ્થિતિમાં રૂ.પાંચસોની નોટ રદ કરવાથી કાળા ધનવાળા
લોકોની સાથોસાથ મોટી સંખ્યામાં સામાન્ય લોકોને પણ ભારે અગવડ વેઠવાની આવશે, તેનો સરકારને અને વડાપ્રધાનને કદાચ
અંદાજ ન આવ્યો. અથવા એ અંદાજ હોય તો તેને પહોંચી
વળવાનું તંત્ર તે અસરકારક રીતે ગોઠવી શક્યા નહીં. બાકી, વડાપ્રધાને પોતે જ કહ્યું છે તેમ, આ પગલું દસેક મહિનાથી તેમના મનમાં હતું. (એટલે ઉત્તર પ્રદેશની ચૂંટણી લડવા માટે ભાજપના અઢળક ભંડોળનું શું થયું
હશે એવી ખોટી ચિંતા કોઇએ કરવી નહીં.)
પરિણામ એ આવ્યું કે બેન્કો અને એટીએમ
પર અમાનવીય કહેવાય એવી લાંબી લાઇનો લાગી. તેમાં ભારતીય
નાગરિકોની અધીરાઇ ભળી. બેન્કોમાં ને એટીએમમાં બદલી આપવા માટેનાં
નાણાં ખૂટી ગયાં. રીઝર્વ બેન્કના ગવર્નરની સહી ધરાવતું
નાણું ચલણમાં હોય, છતાં ખુદ સરકારી બેન્ક તેની અદાયગી ન
કરી શકે તેને અંગ્રેજીમાં ‘ડીફોલ્ટ’ કહેવાય. દેશમાં
અંશતઃ કામચલાઉ ડીફોલ્ટ જેવી સ્થિતિ સર્જાઇ. કાળાં નાણાંવાળા લોકો ચિંતાતુર બનીને રસ્તા વિચારતા હતા, પણ તેમને સડક પર આવી જવાપણું ન હતું. કારણ કે તે સમૃદ્ધ હતા. (માલેતુજારો
લાઇનોમાં કેમ દેખાતા નથી, એવો સવાલ જેમને થતો હોય તેમણે સમજવું
જોઇએઃ માલેતુજારો પાસે લાઇનમાં ઊભા રહે એવા માણસો હોય છે.)
આમ, દસ મહિનાથી વડાપ્રધાનના મનમાં જે હતો અને સંભવતઃ તેમણે જેની બરાબર તૈયારી
કરી હતી, એ નિર્ણય અમલી બન્યો ત્યારે (તેનો મૂળ આશય સારો હોવા છતાં) સામાન્ય જનતા
માટે તે ભયંકર અગવડ આપનારો બન્યો. રાહુલ ગાંધીએ લોકોની મુશ્કેલી જાણવા
માટે નોટો બદલવાની લાઇનમાં ઊભા રહેવાનો સ્ટન્ટ કર્યો. તેમને સમજાવું જોઇતું હતું કે પોતાના તમામ સુરક્ષાકર્મીઓ સહિત
લાઇનમાં ઊભા રહેવાથી લોકોની મુશ્કેલી ઘટે નહીં, વધે. શરૂઆતમાં પોતાના પગલા વિશે મુસ્તાક
વડાપ્રધાને જાપાનની મુલાકાત વખતે ઠઠ્ઠામશ્કરી કરી અને કહ્યું કે ભલભલા લાઇનમાં ઊભા
રહેતા થઇ ગયા. પરંતુ ભારત પાછા આવ્યા પછી તેમને લોકોની
વાસ્તવિક હાડમારી અને ખાસ તો તેનાથી ઉભો થઇ રહેલો અસંતોષ દેખાયાં હશે. એટલે તેમણે વધુ એક વાર અભિયનકળાનો આશરો લીધો
અને રડું રડું થતાં કહ્યું કે મેં દેશ માટે ઘરપરિવાર સર્વસ્વ છોડ્યું છે અને લોકો મને
જીવતો સળગાવી દે તો પણ હું કોઇથી ડરતો નથી. (‘ફાંસીએ લટકાવી દે’ કે ‘મારી નાખે’ જેવા પ્રચલિત પ્રયોગને બદલે ‘જીવતો સળગાવી દે’ તેમને કેમ સૂઝ્યું હશે, એની તપાસ માનસશાસ્ત્રના અભ્યાસીઓએ કરવા જેવી છે.)
આ પગલું જાહેર થયું ત્યારે ઘણાએ તેને ‘કાળાં નાણાં પરની સર્જિકલ સ્ટ્રાઇક’ તરીકે ઓળખાવ્યું હતું, પરંતુ આ ‘સ્ટ્રાઇક’માં જે રીતે મોટા પાયે નિર્દોષોને વેઠવું પડ્યું છે એ જોતાં, તેને નિર્દોષોનો ભોગ લેનાર લોહીયાળ
યુદ્ધ તરીકે ઓળખાવવું વધુ યોગ્ય ગણાશે.
Labels:
demonetization,
economy,
politics
Subscribe to:
Posts (Atom)