Showing posts with label medicine. Show all posts
Showing posts with label medicine. Show all posts
Monday, June 24, 2019
ડોક્ટરઃ યમદૂત? દેવદૂત? કે 'માણસ’?
બંગાળમાં પડેલી ડોક્ટરોની હડતાળ તો આટોપાઈ ગઈ, પણ એ નિમિત્તે ઊભા થયેલા કેટલાક મુદ્દા મમતા વિરુદ્ધ મોદીના રાજકારણમાં રગદોળાયા વિના વિચારવા જેવા છે. સૌથી પહેલી વાત એ કે અધ્યાપકો, વકીલો, ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ, એન્જિનિયર, પત્રકાર ...આ બધાની જેમ 'ડોક્ટર' તરીકેની ઓળખ વ્યાવસાયિક છે--વ્યક્તિલક્ષી નહીં. કોઈ માણસ અધ્યાપક હોય તેનાથી એટલું સિદ્ધ થાય છે કે તે ભણાવવાનું કામ કરે છે. તે સારું જ (કે ખરાબ જ) ભણાવે તે જરૂરી નથી. તે વિદ્વાન હોય જ (કે ન જ હોય) એ જરૂરી નથી. તે માણસ તરીકે સરસ જ (કે ખરાબ જ) હોય તે જરૂરી નથી.
એવી જ રીતે, ડોક્ટર એટલે યમદૂત કે ડોક્ટર એટલે દેવદૂત, ડોક્ટર એટલે સેવાભાવી-પરગજુ કે ડોક્ટર એટલે ચીરી લેનારા--એવું સામાન્યીકરણ શી રીતે કરી શકાય? કેમ કે, મુખ્ય આધાર માણસ શો વ્યવસાય કરે છે તેની પર નહીં, માણસનાં માણસ તરીકેનાં લક્ષણ કેવાં છે તેની પર હોય છે.
કોઈ સ્વસ્થ માણસ રાજીખુશીથી જેમ વકીલ પાસે જતો નથી, તેમ ડોક્ટર પાસે પણ જતો નથી. એમાંય ડોક્ટર પાસે પહોંચેલો માણસ અનિવાર્યપણે શારીરિક અસ્વસ્થ હોય છે. તેથી ડોક્ટરની ભૂમિકા 'હાઈ રિસ્ક, હાઇ રીટર્ન'વાળી બને છે. જોકે, રિસ્ક તેમાં મોટે ભાગે દર્દીનું હોય છે અને ડોક્ટરની કામગીરી ઉમદા હોય તો, વળતર તરીકે નાણાં ઉપરાંત સાજા થયેલા દર્દીનો અને તેનાં સગાંસંબંધીનો અહોભાવ મળે છે. કેટલાક ડોક્ટરોને માથે તેજવર્તુળ સાથે રજૂ થવાનું બહુ ગમતું હોય છે. પોતાના વિશેની સદંતર ખોટી, ગેરરસ્તે દોરનારી અને ભ્રામક છબી તે ઉપસાવે છે અને 'ડોક્ટર એટલે દેવદૂત' એવા ખોટા સામાન્યીકરણને તે પોષે છે. સ્વાભાવિક છે કે આ ઊંચી અપેક્ષા જૂજ ડોક્ટરો જ સંતોષી શકે--અને તે પણ ડોક્ટર તરીકે નહીં, માણસ તરીકેના તેમના ગુણો થકી. બાકીના ડોક્ટરોના વર્તનને દેવદૂત જેવા ઊંચા આદર્શની ફૂટપટ્ટીથી માપીને સામા છેડે ગણી કાઢવામાં આવે છે--અને છાપ એવી ઊભી કરવામાં આવે છે, જાણે સમાજમાં ફક્ત ડોક્ટરો જ ખરાબ (કે બીજાની સરખામણીએ વધુ ખરાબ) છે.
ડોક્ટરોની ખોદણી કરતી વખતે એ વિચારવું ન જોઈએ કે આખરે ડોક્ટરો આવે છે ક્યાંથી? અને તેમનાં દર્દીની મજબૂરીનો ફાયદો ઉઠાવી લેવાનાં લખ્ખણ લાવે છે ક્યાંથી? બેશરમ થવાની નફ્ફટાઈ કે બેધડક છેતરપીંડી કરવાની નૈતિક હિંમત તે ક્યાંથી લાવે છે?
જવાબ છેઃ આપણી પાસેથી. આપણા સમાજ પાસેથી.
ડોક્ટરો આ જ સમાજની પેદાશ છે, જ્યાં પ્રામાણિકતાનું મૂલ્ય ઘસાઈ ચૂક્યું છે, માનવતા નબળાઈમાં ખપે છે, યેનકેનપ્રકારેણ રૂપિયા ભેગા કરવા, કાયદાની ઐસીતૈસી કરવી--આ બધી આવડત ગણાય છે. ડોક્ટર બનતાં પહેલાં જીવનના અઢી-ત્રણ દાયકા વ્યક્તિ જે મૂલ્યવ્યવસ્થા વચ્ચે ગાળે તે ડોક્ટર બન્યા પછી અચાનક ભૂંસાઈ જાય? કારણ કે ડોક્ટરનો વ્યવસાય પવિત્ર છે અને તે હિપોક્રેટીસના સોગંદ લઈને કામગીરીની શરૂઆત કરે છે?
નૈતિકતા નેવે મૂકીને કામ કરતાં ડોક્ટરોને હિપોક્રેટીસના સોગંદનો હવાલો આપવો, તે સરેરાશ નેતાને બંધારણનો હવાલો આપવા જેવું છે. તેનાથી હવાલો આપનારને સારું લાગી શકે છે, પણ સામેવાળાને તેનો કશો ફરક નથી પડતો. કારણ કે તે હિપોક્રેટીસના સોગંદ કે બંધારણનું હાર્દ પાળવા ધંધામાં નથી આવ્યા. (ડોક્ટરોને ન્યાય ખાતર એટલું કહેવું જોઈએ કે સામાન્ય અનુભવ પ્રમાણે, સારા નેતાઓ કરતાં સારા ડોક્ટરોનું પ્રમાણ વધારે લાગે છે.)
જેમ ડોક્ટરો, તેમ દર્દીઓ પણ આ જ સમાજમાંથી આવે છે અને સમાજમાં સ્વીકૃત બનેલાં મૂલ્યોને પ્રતિબિંબિત કરે છે. ડોક્ટરની સાચી કે ધારી લીધેલી ભૂલ બદલ તેમની પર હુમલો કરવો એ ખતરનાક રિવાજ છે. ડોક્ટર સામે કાર્યવાહી માટેના બીજા મંચ છે. પરંતુ વ્યાપક સચ્ચાઈ એ છે કે કોઈ પણ મુદ્દે, કોઈની પણ સામે કાયદો હાથમાં લેવાનું યોગ્ય નથી. જેમ ડોક્ટરો સામે કાયદો હાથમાં લેનારનો બધા વિરોધ કરે છે અને વિરોધ કરવો જોઈએ, તેમ બીજા લોકોની સામે કાયદો હાથમાં લેવામાં આવે, ત્યારે પણ બધાએ અને ડોક્ટરોએ એટલી જ ચિંતા કરવી જોઈએ. કેમ કે, સવાલ ડોક્ટરો પરના હુમલાનો ઓછો ને કાયદો હાથમાં લેવાનો વધારે છે.
ડોક્ટરો પર થતા હુમલા માટે દસ વર્ષની જેલ ને પાંચ લાખના દંડની જોગવાઈનું સૂચન છે. અત્યારે પણ ઘણાં રાજ્યોમાં ડોક્ટરો પર હુમલા માટે સજાની જોગવાઈ ધરાવતા કાયદા છે જ. ડોક્ટરોનાં મંડળો ભારે સજાની જોગવાઈ ધરાવતો કાયદો ઇચ્છતાં હોય તો (અને ન ઇચ્છતાં હોય તો પણ) તેમના પક્ષે મહત્ત્વનો સવાલ આત્મમંથનનો છે. તબીબી વ્યવસાય જે હદે બજારુ અને અપ્રમાણસરનો-બિનજરૂરી ઢબે મોંઘો બની રહ્યો છે, તેમાં ગામડાના અને ગરીબ દર્દીની વાત જ કયા મોઢે કરવી? શહેરના સમૃદ્ધ, બોલકા વર્ગના દર્દીઓ જ સરેરાશ ડોક્ટરોથી એકંદરે દુઃખી હોય છે. અપોઇન્ટમેન્ટ લીધા પછી પણ એક-બે કલાકના વેઇટિંગ ટાઇમથી માંડીને દર્દીઓ સાથે ઉભડક વાતચીત, અસંતોષકારક વ્યવહાર, પિતાશ્રીની ગાદી સાચવવા માટે મારીમચડીને રૂપિયા અને વગના જોરે ડોક્ટર બની ગયેલાઓની આવડતના ગંભીર પ્રશ્નો, ડોક્ટર અને ફાર્માસ્યુટિકલ કંપનીઓ વચ્ચેની ભ્રષ્ટ સાંઠગાંઠ...આ બધા એવા મુદ્દા છે, જેના માટે કશી જાસુસી કરવાની જરૂર નથી. આ બધું ઉઘાડેછોગ અને નરી આંખે જોઈ શકાય એ રીતે ચાલતું હોય છે.
ડોક્ટરોના બચાવ અંગે વાજબી રીતે ઉત્સાહી થઈ જતાં તેમનાં મંડળોને તેમની બિરાદરીના વધુમતી સભ્યોનાં આ બધાં અપલક્ષણો વિશે કશું કહેવાનું થાય છે? ડોક્ટરથી જાહેરખબર ન થાય—એવા એકાદ જૂના અને હવેના સમયમાં ઘણી હદે અપ્રસ્તુત બની ગયેલા કેટલાક નિયમો પર જ જાણે વ્યવસાયની બધી નૈતિકતાનો ભાર આવી જાય છે અને પૂંછડીઓનું ધ્યાન રાખવામાં હાથીના હાથી નીકળી જાય છે.
ડોક્ટરોની સલામતી બેશક અગત્યની છે. પણ ફક્ત ડોક્ટરોની જ શા માટે? ડોક્ટર વગર નથી ચાલતું, તેમ સફાઈ કામદાર વિના પણ સમાજને નથી ચાલતું. પરંતુ ગટર સાફ કરવા જતાં મોતને ભેટતા સફાઈ કામદારો વિશે સમાજને ચિંતા તો ઠીક, જાણ કરવા માટે પણ કેટલી મહેનત પડે છે અને ત્યાર પછી પણ લોકોને એ દિશામાં વિચારતા કરવાનું શક્ય બનતું નથી. સવાલ સામસામી તકલીફોનો છેદ ઉડાડીને આગળ વધી જવાનો નથી, પણ ઉપરછલ્લી બાબતો કે ઘટનાઓને બદલે મૂળભૂત મુદ્દા વિશે વિચારવાનો અને સંવેદના સંકોરવાનો છે.

Labels:
medicine,
society- trends/સમાજ-પ્રવાહો
Thursday, February 22, 2018
ઑપરેશનઃ તનની દુરસ્તી કે મનનો સંતોષ?
![]() |
| (Courtesy : Fortune) |
પ્લસીબો ઇફેક્ટ દવાઓમાં તો હોઈ શકે, પણ ઑપરેશન ઉર્ફે શસ્ત્રક્રિયામાં તેની કોઈ શક્યતા ખરી? પહેલી નજરે તો ન લાગે. કારણ કે, ઑપરેશનમાં દર્દીના શરીરની વાઢકાપ કરવાની હોય છે. દવાની ગોળીને બદલે સાદી ગોળી ગળાવી દેવાય, પણ ઑપરેશનમાં 'ખાલી ખાલી'કેવી રીતે થઈ શકે? બ્રિટનના પ્રતિષ્ઠિત મૅડિકલ જર્નલ 'લાન્સેટ’ (The Lancet)માં ગયા વર્ષે નવેમ્બરમાં એક અભ્યાસ પ્રકાશિત થયો. તેમાં ઑપરેશન કરવાને બદલે દર્દીઓને ફક્ત ઑપરેશન કર્યાનો માનસિક આભાસ આપવામાં આવે તો શું થાય, તેનાં પરિણામ જાહેર થયાં હતાં--અને તે આશ્ચર્ય પમાડે એવાં હતાં.
અભ્યાસ માટે જેમની ધમની (સાદી ભાષામાં 'નળીઓ’) બ્લૉક હોય એવા બસો દર્દીઓને પસંદ કરવામાં આવ્યા. તેમાંથી અડસટ્ટે અમુક લોકોને અૅન્જિઓપ્લાસ્ટીનું ઑપરેશન કરીને, (બ્લૉક થયેલી નળી પહોળી કરવા માટેના) સ્ટૅન્ટ મૂકવામાં આવ્યા, જ્યારે જૂથના બીજા લોકોનું ઑપરેશન તો થયું, પણ તેમની બ્લૉક થયેલી નળીમાં સ્ટૅન્ટ મૂકાયા નહી. દર્દીઓને એમ જ હતું કે તેમની સર્જરી થઈ ગઈ. દર્દીઓ અને ડૉક્ટર કોઈને ખબર ન હતી કે કયા દર્દીઓ સ્ટૅન્ટ ધરાવે છે અને કયા સ્ટૅન્ટ વગરના છે. તબીબી પ્રયોગની પરિભાષામાં આ રેન્ડમાઇઝ્ડ કન્ટ્રોલ ટ્રાયલ હતો, જેનાં પરિણામ આદર્શ ગણાય. કેમ કે, આગોતરી માહિતી ન હોવાને કારણે, પરિણામોમાં પૂર્વગ્રહ ભળવાની શક્યતા ન રહે.
ઑપરેશનનાં છ અઠવાડિયાં પછી દર્દીઓની તપાસ કરવામાં આવી ત્યારે, બધાને એકસરખું સારું લાગતું હતું. જેમને સ્ટૅન્ટ મૂક્યા હતા અને જેમનું દેખાડા પૂરતું ઑપરેશન કર્યું હતું, એ બધા દર્દીઓને દુઃખાવામાં ઘટાડો લાગતો હતો. એટલું જ નહીં, નક્કર કહેવાય એવા ટ્રેડ મિલ પરના ટેસ્ટમાં પણ બંને પ્રકારના દર્દીઓની તબિયતમાં સુધારો જણાયો.
આ અભ્યાસના પગલે ભારે ચર્ચા જાગી. કેમ કે, અૅન્જિઓપ્લાસ્ટીની અસરકારકતા સામે મૂળભૂત સવાલ ઉભો થયો હતો. 'સાયન્ટિફિક અમેરિકન'ના એક અહેવાલમાં જણાવ્યા પ્રમાણે, અૅન્જિઓપ્લાસ્ટીથી હાર્ટ અૅટેકનો કે તેનાથી ઉભા થતા જાનના જોખમનો ખતરો ઓછો થતો નથી, એ અનેક અભ્યાસોમાં સિદ્ધ થઈ ચૂકેલી હકીકત છે. આ સર્જરીની તરફેણમાં અપાતું મુખ્ય કારણ એ હતું કે તેનાથી એન્જાઇના એટલે કે દુખાવામાં અને શ્વાસમાં તકલીફ પડતી હોય તો રાહત મળે છે. પરંતુ 'લાન્સેટ’માં જે અભ્યાસની વાત કરવામાં આવી હતી, તેમાં અમુક દવાઓ અને જીવનશૈલીમાં ફેરફાર કરવાથી, સ્ટૅન્ટ ધરાવતા અને નહીં ધરાવતા બધા દર્દીઓને એકસરખી રાહત લાગી હતી.
આ પ્રકારનાં પરિણામ એકથી વધારે અભ્યાસોમાં આવવા લાગે, તો ભવિષ્યમાં અૅન્જિઓપ્લાસ્ટી (અને તેના નામે ચાલતો ધમધોકાર ધંધો) બંધ થાય, એવી સંભાવનાઓ પણ વ્યક્ત થઈ રહી છે. અલબત્ત, એ વિશે એકદમ ઉતાવળે અભિપ્રાય બાંધી લેવાની જરૂર નથી, પણ આ સર્જરી ચાર દાયકાથી ચાલે છે એટલે સાચી (જરૂરી)--એવું પણ માની લેવું નહીં. તબીબી ક્ષેત્રે આવાં 'મૅડિકલ રીવર્સલ'પણ થતાં હોય છે, જેમાં વર્ષો સુધી એક રસ્તે ચાલ્યા પછી એ રસ્તાની મર્યાદાઓનું કે નિરર્થકતાનું ભાન થતાં તેને છોડી દેવો પડે. આ વિષય અંગે અમેરિકાની યુનિવર્સિટી ઑફ શિકાગોના ડૉ.વિનાયક પ્રસાદ અને ડૉ. આદમ સિફુએ 2015માં એક પુસ્તક લખ્યું હતું, જેનું નામ હતું, 'અૅન્ડિંગ મૅડિકલ રીવર્સલઃ ઇમ્પ્રુવિંગ આઉટકમ્સ, સેવિંગ લાઇવ્ઝ'.
વણજોઈતી કે શંકાસ્પદ ઉપયોગીતા ધરાવતી સર્જરીના બીજા પણ નમૂના છે. યુનિવર્સિટી ઑફ સધર્ન ડૅન્માર્કના જોનસ થોર્લન્ડે તેમના અભ્યાસમાં એવું તારણ રજૂ કર્યું હતું કે સર્જરી જેટલી વધારે ઇન્વેઝીવ (જેમાં શરીરની વાઢકાપ થતી હોય), એટલી જ પ્લસીબો ઇફેક્ટ વધારે મજબૂત. ઑર્થોપેડિક સર્જરીના ઘણા કિસ્સામાં પણ પ્લસીબો ઇફેક્ટ મહત્ત્વનો ભાગ ભજવતી હોવાનું ઘણા અભ્યાસોમાં નોંધાયું છે. યુનિવર્સિટી ઑફ મિનીસોટા (અમેરિકા)નાં ડૉ. જુલી સ્વિટ્ઝર જેવાં અભ્યાસીઓ માને છે કે સાંધા કે પીઠ કે ઘુંટણના દર્દનાં બધાં કારણ અૅક્સ-રે કે MRI થકી જાણી શકાતાં નથી. પરંતુ દર્દીઓ સમક્ષ આ 'પુરાવા’ મૂકવામાં આવે, તેમાં દેખીતી રીતે કશુંક તૂટેલું-ફાટેલું કે આઘુંપાછું દેખાતું હોય, એટલે દર્દી માની લે કે આ જ તેના દુખાવાનું મૂળ કારણ છે. અને સર્જરી પછી એ કારણ ન દેખાય, એટલે તેને મનોમન વધારે સારું લાગવા માંડે.
વર્ષ 2007માં અગીયાર સંશોધકોએ ઘૂંટણને થયેલા નુકસાન અને ઘૂંટણમાં થતા દુઃખાવાને શો સંબંધ છે, તેનો અભ્યાસ રજૂ કર્યો હતો. પ્રચલિત માન્યતા પ્રમાણે તો આપણને સીધો સંબંધ લાગે, પરંતુ 50 વર્ષની ઉંમર ધરાવતા 3,026લોકોનો પંદર મહિના સુધી અભ્યાસ કર્યા પછી હકીકત થોડી જુદી નીકળી. અમેરિકન કૉલેજ ઑફ રુમેટોલૉજીના જર્નલમાં પ્રસિદ્ધ થયેલા આ અભ્યાસના પરિણામમાં જણાવાયું હતું કે મૅન્સિકલ ડૅમેજ ('ગાદી'ને થયેલા નુકસાન) અને ઘૂંટણના દુઃખાવા વચ્ચે સીધો સંબંધ નથી. પરંતુ આ બંને બાબતો સરવાળે ઑસ્ટિઓ-આર્થરાઇટિસ સાથે જોડાયેલી છે. એક અન્ય અહેવાલમાં બીજા અભ્યાસને ટાંકીને આ જ હકીકત સિદ્ધ કરવામાં આવી હતી. તેના તારણ તરીકે જણાવાયું હતું કે મૅન્સિકલ ટીઅર/ગાદીમાં થોડું નુકસાન હોવા છતાં, માણસ સ્વસ્થ હોઈ શકે. 'ધ ન્યૂ ઇંગ્લેન્ડ જર્નલ ઑફ મૅડિસીન'માં પીઠના દુખાવાને લગતો 98 લોકો પર થયેલો આવો એક અભ્યાસ 1994માં પ્રગટ થયો હતો. તેનો સાર પણ એ જ હતો કે પીઠનો દુખાવો મણકો ખસી જવાને કારણે કે ત્યાં સોજો આવવાને કારણે હોય એવું બિલકુલ જરૂરી નથી અને દુખાવો ઘણી વાર 'કોઇન્સીડેન્ટલ’ (આકસ્મિક) હોઈ શકે છે.
સર્જરી કરવાનું કહીને તે કરવામાં ન આવે, તો એ પણ છેતરપીંડી કહેવાય—એવી દલીલ ઘણી વાર થાય છે. એ તર્કની રીતે સાચી હોવા છતાં, તેનો મોટો આધાર આવું કરનારના ઇરાદા પર રહે છે. જો તેનો ઇરાદો દર્દીના રૂપિયા વેડફાતા અટકાવીને, તેમના શરીરમાં છેડછાડ કર્યા વિના, તેમને શક્ય એટલા સાજા કરવાનો હોય, તો આવી બનાવટી/sham સર્જરી પ્રયોગાત્મક અને સરવાળે આશીર્વાદરૂપ બની રહે છે. એવી સર્જરી ન થઈ હોત તો લાન્સેટમાં પ્રગટ થયો છે, તે અભ્યાસ શક્ય બન્યો હોત?
(નોંધઃ આ લેખમાં સર્જરીની તરફેણ કે વિરોધમાં છેવટનો કહેવાય એવો કોઈ અભિપ્રાય વ્યક્ત કરવામાં આવ્યો નથી. એ બાબતે કોઈ પણ અભિપ્રાય બાંધતાં પહેલાં નિષ્ણાતની સલાહ લેવી આવશ્યક છે.)
Labels:
medicine
Monday, February 08, 2016
ઝિકા વાઇરસ : હાઉ, હોબાળો અને હકીકત
મોટા ભાગના લોકોએ હમણાં સુધી જેનું નામ
પણ સાંભળ્યું ન હતું, એવો ઝિકા/Zika
નામનો વાઇરસ આજકાલ લેટેસ્ટ કુદરતી આતંકવાદી તરીકે તરખાટ મચાવી રહ્યો છે. ના, એણે
સેંકડો-હજારોના જીવ નથી લીધા કે નથી તેણે લાખોને ચેપ લગાડ્યો. છતાં, વિશ્વ
આરોગ્ય સંસ્થા WHO એ આ
સપ્તાહે ‘ઝિકા’ને ‘ગ્લોબલ હેલ્થ ઇમરજન્સી’ (આરોગ્યના મામલે વૈશ્વિક સ્તરની તાકીદ) તરીકે જાહેર
કર્યો અને એવી આશંકા વ્યક્ત કરી કે તે ૨૩ દેશના કુલ ચાળીસેક લાખ લોકોને તેનો ચેપ
લાગી શકે છે. દક્ષિણ અમેરિકાના દેશોમાં
સંભવિત ઉત્પાતખોર તરીકે પ્રકાશમાં આવેલા ઝિકા વાઇરસનું પોત હજું પૂરેપૂરું કળાયું
નથી--કે પૂરેપૂરું પ્રકાશ્યું પણ નથી. છતાં, ભૂતકાળમાં ઇબોલા સહિત અનેક
ખતરનાક વાઇરસોનો કોપ વેઠ્યા પછી સંશોધકો જરા વધારે સાવચેતીથી અને વધારે સાવધ થઇને
ઝિકા વાઇરસ વિશે વાત કરી રહ્યા છે.
અત્યાર સુધીની વાત આટલી છે : વિશ્વભરમાં વસતી ધરાવતાં એડીસ/Aedes પ્રકારનાં મચ્છરો મેલેરિયા, ચિકુનગુનિયા, ડેન્ગ્યુ
જેવા ખતરનાક રોગોનાં એજન્ટ છે. આ રોગોના વાઇરસ (વિષાણુ) તે માનવશરીરમાં પહોંચાડે
છે. એક મચ્છર માણસનું શું કરી શકે, એવા નાના પાટેકરના ફિલ્મી ડાયલોગની વાત નથી. આ
મચ્છરની લાગુ પડતી ડેન્ગ્યુ જેવી બિમારી જીવલેણ નીવડી શકે છે. છતાં કેન્સર, હૃદયરોગ, ડાયાબિટીસ, બ્લડપ્રેશર
જેવા રોગોની સરખામણીમાં મચ્છરથી થતા રોગો વિશે પ્રમાણમાં ઓછી જાગૃતિ જોવા મળે છે.
એ જ કારણથી, આ રોગોની હરોળમાં આવે એવો ઝિકા વાઇરસ મહદ્ અંશે ઉપેક્ષિત રહ્યો.
આ વાઇરસની પહેલવહેલી ઓળખ ૧૯૪૭માં
આફ્રિકાના એક વાનરમાં થઇ હતી. ૧૯૬૦ના દાયકામાં વાઇરસને અલગ તારવવામાં આવ્યો. એ
માટે મચ્છરોનો અભ્યાસ યુગાન્ડાના જંગલ- ‘ઝિકા ફૉરેસ્ટ’-માં થયો હોવાથી, વાઇરસને
નામ મળ્યું : ઝિકા.વાઇરસનો થોડો ઘણો ફેલાવો આફ્રિકા અને એશિયાના થોડા દેશોમાં જોવા
મળ્યો. તેનો ચેપ જીવલેણ ન હોવાથી, વાઇરસ એકંદરે ‘નિર્દોષ’ ગણાયો. પરંતુ ગયા વર્ષના
અંતભાગમાં તે નવેસરથી ચર્ચામાં આવ્યો. કારણ કે, અમેરિકામાં તેનો એક કેસ નોંધાયો.
‘ઝિકા’નાં લક્ષણ પારખવાં અઘરાં છે. કારણ કે, તેનો ફેલાવો ડેન્ગ્યુ જેટલો નથી, પણ
ઘણાં આરંભિક લક્ષણ ડેન્ગ્યુ જેવાં જ છે. શરૂઆતના તબક્કે લૅબોરેટરીના ટેસ્ટમાં પણ ‘ઝિકા’ની
હાજરી પકડવી અઘરી છે. કસોટી કરનારને એવું જ લાગે કે મળેલાં પરિણામ ડેન્ગ્યુની કે
વેસ્ટ નાઇલ પ્રકારના વાઇરસની હાજરી દર્શાવે છે. પરંતુ બીજા મુખ્ય વાઇરસની ઓળખ પાકી
ન થતાં અને કેટલાંક લક્ષણ જુદાં પડતાં, છેવટે તપાસમાં અસલી આરોપી ‘ઝિકા’નો પત્તો લાગ્યો.
સામાન્ય ખ્યાલ એવો હતો કે ઝિકાના ચેપની
ચિંતા કરવાની જરૂર નથી,
પણ બે ચિંતાજનક સંભાવનાઓએ ઝિકા પ્રત્યે
સંશોધકો-અભ્યાસીઓ-તબીબોનું વલણ બદલી નાખ્યું. ઝિકાનો ઉપાડો ધરાવતા દક્ષિણ
અમેરિકાના દેશ બ્રાઝિલમાં છેલ્લા થોડા વખતમાં માથું શરીરના પ્રમાણમાં નાનું હોય
એવા બાળકો વધારે પ્રમાણમાં જન્મવા લાગ્યાં. આ બાળકો એક એવી ખામીનો ભોગ બનેલાં
મનાતાં હતાં, જેમાં તેમના મગજનો વિકાસ અધૂરો રહી જાય. તબીબી પરિભાષામાં માઇક્રોસેફલી/Microcephaly તરીકે ઓળખાતી આ સ્થિતિ અગાઉ વર્ષે ૧૫૬ બાળકોમાં જોવા
મળતી હતી, પરંતુ ઑક્ટોબર, ૨૦૧૫થી જાન્યુઆરી ૨૦૧૬ વચ્ચેના ટૂંકા ગાળામાં નાના માથા સાથે જન્મેલાં બાળકોની
સંખ્યા આશરે સાડા ત્રણ-ચાર હજારે પહોંચી ગઇ. આ ઉછાળો અસાધારણ અને ચિંતા ઉપજાવનારો
હતો અને તેને ઝિકા વાઇરસના ફેલાવા સાથે સાંકળવામાં આવ્યો.
બ્રાઝિલમાં મર્યાદિત પ્રયોગો પરથી એવું
પણ જણાયું કે સગર્ભા સ્ત્રીઓને ઝિકા વાઇરસનો ચેપ લાગ્યા પછી, સંભવતઃ
તેની અસરને કારણે બાળકો નાના માથાંવાળાં જન્મ્યાં. એવી જ રીતે, થોડા
વખત પહેલાં એવું જાણવા મળ્યું કે ઝિકાનો ભોગ બનેલા દર્દીઓ રોગપ્રતિકારકશક્તિને
લગતી એક બિમારીનો ભોગ બની શકે છે, જે છેવટે લકવા નોતરે છે. તબીબી પરિભાષામાં તે ગિલન
બેરે/ Guillain Barre
સિન્ડ્રોમ તરીકે ઓળખાય છે. આ અધકચરાં તારણોના પરિણામે નવેસરથી ઝિકાનો હાઉ ઊભો થયો. તેને ‘મર્યાદિત
નુકસાન’ કરનારને બદલે સંભવિત ખતરનાક વાઇરસ ગણવાનું શરૂ થયું. બ્રાઝિલ ઉપરાંત કોલંબિયા, જમૈકા
અને અલ સાલ્વાડોર જેવા દેશની સરકારોએ મહિલાઓને હાલપૂરતી સગર્ભાવસ્થા ટાળવા માટે
અપીલ કરી છે. અમેરિકામાં વિજાતીય શારીરિક
સંબંધ થકી આ વાઇરસ એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં દાખલ થયાનો કિસ્સો જાહેર થયો, એટલે
ઝિકા વિશેની બીક ઓર વધી.
મામલો વાઇરસનો હોય ત્યારે સાવચેતીથી, ફૂંકી
ફૂંકીને ચાલવું સલાહભરેલું છે. પરંતુ ઝિકાના મામલે તેના સંભવિત પ્રકોપની અમંગળ
કલ્પનાઓથી ઘાંઘા થઇ જવાની જરૂર નથી. ઝિકાને ખતરનાક બનાવતી બન્ને બાબતો - મગજના
અપૂરતા વિકાસની બિમારી ‘માઇક્રોસેફલી અને લકવા નોતરતો ‘ગિલન બેરે સિન્ડ્રોમ’ - હજુ અટકળનો ભાગ છે. ઝિકા વાઇરસ
સાથે તેમનો સીધો સંબંધ સ્થાપિત થઇ શક્યો નથી. જેની બીક સૌથી વધુ બતાવવામાં આવે છે
તે ‘માઇક્રોસેફલી’ ના ડરામણા આંકડા ઘડીભર બાજુ પર રાખતાં એવું જાણવા મળે છે કે આ વાઇરસ વીસથી વધુ
દેશોમાં ફેલાયેલો છે. છતાં, બાળકોમાં નાના માથાનો પ્રશ્ન ફક્ત બ્રાઝિલમાં જોવા
મળે છે. વધારે ગંભીર અને વિચારવાલાયક બાબત એ છે કે બ્રાઝિલમાં નાના માથાંવાળાં
બાળકોની સંખ્યામાં થયેલા વધારાનો મોટો આંકડો આપવામાં આવે છે. પરંતુ, પ્રમાણમાં
નાનું માથું ધરાવતું દરેક બાળક ‘માઇક્રોસેફલી’નો ભોગ બનેલું જ હોય એવું જરૂરી
નથી. બાળકનું માથું નાનું હોવાનાં અનેક કારણ હોઇ શકે. સંશોધકો હજુ સુધી ઝિકા અને
માઇક્રોસેફલી વચ્ચે કાર્યકારણનો સીધો સંબંધ સ્થાપિત કરી શક્યા નથી. એવું જ ‘ગિલન
બેરે સિન્ડ્રોમ’ માટે પણ છે.
પરંતુ અમેરિકામાં કેસ નોંધાયા પછી, વૈશ્વિક
સ્તરે પ્રસાર માઘ્યમોમાં ચર્ચાયા પછી અને તેનું કોઇ મારણ (રસી) ન હોવાને કારણે
ઝિકા વાઇરસ માનવજાતને કનડનારા બીજા વાઇરસની હરોળમાં અત્યારે હાઉભર્યું સ્થાન
પામ્યો છે. અલબત્ત, આ લખાય છે ત્યારે હૈદરાબાદની ‘ભારત
બાયોટેક ઇન્ટરનેશનલ લિમિટેડ’ દ્વારા સૌ પ્રથમ વાર ઝિકાની રસી શોધાઇ હોવાનો દાવો
થયો છે. ડેન્ગ્યુ-ચિકુનગુનિયાના વાઇરસના પ્રતાપની પાછળ છુપાઇ રહેલા આ વાઇરસનો
નમૂનો તેમણે આઠ મહિના પહેલાં સત્તાવાર રીતે મંગાવ્યો હતો. તેની પરથી ઝિકા વાઇરસનું
મારણ તૈયાર કર્યું હોવાનો તેમનો દાવો છે. આ દાવાની ચકાસણી અને જરૂરી વિધી સરકારી
રાહે થવાને બદલે, બિનજરૂરી વિલંબ વિના થાય તો ચાર મહિનામાં રસીના ૧૦ લાખ ડોઝ તૈયાર કરી શકાય એવી
તૈયારી કંપનીએ બતાવી છે.
વિશ્વ આરોગ્ય સંસ્થાએ ઝિકાને વૈશ્વિક
ખતરો જાહેર કર્યો હોય ત્યારે તેની રસીના કામકાજમાં કરોડો રૂપિયાના કારોબારની
સંભાવના છે. સાથોસાથ,
‘વા વાયો ને નળિયું ખસ્યું’ની જેમ, ઝિકાને લઇને થયેલો હોબાળો
તલસ્પર્શી તપાસ પછી સાવ સૂરસૂરિયું થઇ જાય એવું પણ શક્ય છે. વાઇરસના મામલે ગાફેલ
રહેવા જેવું નથી હોતું તેમ, હોલિવુડની ફિલ્મોના અંદાજમાં, સીધેસીધા
વિશ્વવ્યાપી રોગચાળાની કલ્પના સુધી પણ જવા જેવું નથી હોતું. સરકારોએ લીધેલાં
સાવચેતીનાં પગલાં આવકાર્ય છે અને તેની રસી ભારતમાં શોધાયાનો દાવો સાચો નીવડે તો એ
દેશને જશ અપાવનારો છે. પરંતુ ઝિકા વિશેની ઝીંકાઝીંક ટાળવા જેવી છે.
Monday, June 17, 2013
‘રેનબેક્સી’ની રહસ્યકથા (૩) : નફાખોરીથી ગુનાખોરી સુધી
બજારમાં ફટાફટ પોતાનો માલ વેચાતો થઇ જાય, એ માટે ‘રેનબેક્સી’/Ranbaxyએ અમેરિકાના ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ/FDA સમક્ષ ઘણું જૂઠાણું ચલાવ્યું. ખોટા રીપોર્ટ રજૂ કર્યા. ગુણવત્તામાં ઘાલમેલ કરી. તપાસ અધિકારીઓને ઊઠાં ભણાવ્યાં. ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગને અંધારામાં રાખ્યો. છેવટે, અમેરિકાની અદાલતમાં કેસ ચાલ્યો. દેર તો થઇ. થોડું અંધેર પણ ચાલ્યું હોય એમ લાગ્યું. કારણ કે ગયા મહિને કંપનીએ ૫૦ કરોડ ડોલર ભરીને સિવિલ અને ફોજદારી એમ બન્ને પ્રકારના ગુનામાંથી છૂટકારો મેળવી લીધો. એક જ વર્ષમાં ફક્ત અમેરિકામાં ૧૦૦ કરોડ ડોલરનો ધંધો કરી નાખતી કંપનીનાં વર્ષોનાં ‘પાપ’ માટે ૫૦ કરોડ ડોલરનો દંડ ઓછો જ ગણાય- ખાસ કરીને કંપનીના એક પણ જવાબદાર માણસ સામે ફોજદારી કાર્યવાહી ન થઇ હોય ત્યારે.
‘રેનબેક્સી’ અમેરિકામાં ઝડપાઇ, પણ વિશ્વના દોઢસો દેશમાં દવાઓનું સામ્રાજ્ય ધરાવતી આ કંપની સામે બીજા દેશોમાં કશી કાર્યવાહી થઇ હોય એવું જણાતું નથી. ભારતમાં મુંબઇની ‘જસલોક હોસ્પિટલ’ દ્વારા ડોક્ટરોને ‘રેનબેક્સી’ની દવાઓ ન વાપરવાની સલાહ અપાઇ હોવાના અહેવાલ મળ્યા હતા. એવી જ રીતે, ભારતના સૌથી મોટા દવાઓના ચેઇન સ્ટોર ‘એપોલો’માં થોડા દિવસ માટે ‘રેનબેક્સી’ની દવાઓનું વેચાણ બંધ કરી દેવામાં આવ્યું હતું. પરંતુ ‘રેનબેક્સી’ તરફથી ખાતરી મળ્યા પછી ફરી વેચાણ શરૂ થઇ ગયાના અહેવાલ છે.
વર્ષ ૨૦૦૮માં ‘રેનબેક્સી’ના ભારતીય માલિકો પાસેથી જાપાની કંપની ‘દાઇચી સાન્ક્યો’એ કંપનીનો મોટો હિસ્સો ખરીદી ૪.૨ અબજ ડોલરની કિંમતે ખરીદી લીધો. ત્યાર પછી કંપનીના ગોરખધંધા માટે જાપાની કંપની જૂના માલિકો ભણી આંગળી ચીંધે છે ને જૂના માલિકો જાપાની કંપની ભણી. હકીકત એ પણ છે કે ૨૦૧૨માં ‘રેનબેક્સી’ની અમેરિકાના બજારમાં વેચાયેલી દવામાંથી કાચના ટુકડા નીકળ્યા, ત્યારે બધો કારભાર જાપાની કંપનીને હસ્તક હતો. એટલે જાપાની કંપની તરફથી અત્યારે અપાતી ગુણવત્તાની ખાતરી-બાંહેધરી કેટલી વિશ્વસનીય કહેવાય એ સવાલ છે. અમેરિકાનું ફુડ એન્ડ ડ્રગ્સ ખાતું કંપનીઓએ રજૂ કરેલા અહેવાલ અને આંકડા પર વિશ્વાસ મૂકવાની ભૂલ વારંવાર કરી ચૂક્યું છે.
અમેરિકાના ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગે છેક ૨૦૦૮માં ‘રેનબેક્સી’ના બે પ્લાન્ટની તપાસ પછી ત્યાં બનેલી દવાઓ અને દવાઓમાં વપરાતી સામગ્રીની અમેરિકામાં આયાત પર પ્રતિબંધ મૂકી દીધો હતો. હિમાચલ પ્રદેશમાં આવેલા પાંવટાસાહેબ પ્લાન્ટ અને મઘ્ય પ્રદેશમાં આવેલા દેવાસ પ્લાન્ટ સામેના આવા કડક પગલાને કારણે, અમેરિકામાં મંજૂરી ધરાવતી હોવા છતાં, ‘રેનબેક્સી’ની ત્રીસ દવાઓના વેચાણ ઉપર પ્રતિબંધ મૂકાયો. આ બધો સમય ભારત સરકારના સંબંધિત વિભાગો આંખ આડા કાન કરતા રહ્યા. ભારતમાં આ બન્ને ફેક્ટરી ચાલુ હોય, પણ માલ અગાઉની જેમ અમેરિકા જતો ન હોય, ત્યારે એ માલ ક્યાં- કયા બજારમાં જાય છે અને તેની ગુણવત્તા અમેરિકાને કેમ વાંધાજનક લાગી, એવી કશી તપાસ કરવાની જરૂર ભારતના આરોગ્યખાતાને જણાઇ નહીં. અમેરિકાની અદાલતમાં ‘રેનબેક્સી’એ ગુનો કબૂલી લીધા પછી પણ ભારતના આરોગ્યસચિવ અદાલતી ચુકાદાના ઝીણવટપૂર્વક અભ્યાસની વાત કરતા હતા. હવે મોડે મોડેથી ભારતના ડ્રગ કન્ટ્રોલર જનરલે ‘રેનબેક્સી’ના દેવાસ અને પાંવટા સાહેબ પ્લાન્ટની તપાસ કરવાનું ઠરાવ્યું અને કંપનીને એ મતલબની જાણ કરી. ભારતની સર્વોચ્ચ અદાલતમાં ‘રેનબેક્સી’ની દવાઓ પર પ્રતિબંધ મૂકવા માટે જાહેર હિતની એક અરજી દાખલ થઇ છે, પણ અદાલતે અરજદાર વકીલને તતડાવીને પુરતા પુરાવા રજૂ કરવા કહ્યું છે.
‘રેનબેક્સી’ના કેસમાં ઢીલાશ અંગે અમેરિકાના સરકારી તંત્રની ભૂમિકા પણ વખાણવા જેવી રહી નથી. ૨૦૦૫માં ‘રેનબેક્સી’નાં ભોપાળાં જાણ્યા પછી અને કંપની દ્વારા પોર્નોગ્રાફિક વેબસાઇટ જોવાના વાહિયાત આરોપ મુકાયા પછી, રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ વિભાગમાં કામ કરતા દિનેશ ઠાકુરે ‘રેનબેક્સી’ની નોકરી છોડી. પરંતુ પોતાની અને પરિવારની સલામતી માટે તેમને ખાનગી સુરક્ષા રાખવાનું જરૂરી લાગ્યું. નોકરી છોડ્યા પછી ચારેક મહિના સુધી દિનેશ ઠાકુર ચૂપ બેસી રહ્યા. પણ પછી તેમને પોતાનું મૌન અકારું લાગવા માંડ્યું. તેમને લાગ્યું કે સેંકડો લોકોના આરોગ્યનો સવાલ હોય ત્યારે આ રીતે ચૂપ રહી શકાય નહીં.
આખરે તેમણે ‘યાહુ’ મેઇલ સર્વિસમાં ભળતા નામે એક મેઇલ એકાઉન્ટ ખોલ્યું અને તેમાંથી અમેરિકા, બ્રિટન, બ્રાઝિલ અને વિશ્વ આરોગ્ય સંસ્થાના સંબંધિત અધિકારીઓને ‘રેનબેક્સી’નાં કરતૂતોની વિશે જાણ કરી. શરૂઆતમાં તેમણે પોતાની ઓળખ કંપનીના સંશોધક તરીકેની આપી અને સચ્ચાઇ છતી ન થઇ જાય એ માટે ભાંગ્યાતૂટ્યા અંગ્રેજીમાં રજૂઆતો કરી. પરંતુ તેનો ક્યાંયથી જવાબ મળ્યો નહીં. આ રીતે ઉપરછલ્લા, ખોટા નામવાળા ઇ-મેઇલથી કામ નહીં સરે એવું લાગતાં, તેમણે નામજોગ અને વિગતોજોગ અમેરિકાના ફુડ એન્ડ ડ્રગ્સ કમિશનરને લખ્યું કે ‘રેનબેક્સી યોગ્ય ચકાસણી કર્યા વગરની, બનાવટી અને બિનઅસરકારક દવાઓ વેચે છે.’
ઠાકુરને હતું કે તેમની રજૂઆતથી સરકારી તંત્ર કામે લાગી જશે અને પોતાને એક હદથી વઘુ સામેલ થવું નહીં પડે. પણ એ શક્ય બન્યું નહીં. કઠણાઇ એવી થઇ કે ઠાકુરે ફોન પર ઉચ્ચ અધિકારીઓ સાથે વાત કરી, એના દસ જ દિવસ પછી ‘રેનબેક્સી’ની વઘુ એક દવાને અમેરિકામાં વેચાણની મંજૂરી આપવામાં આવી. ઠાકુરે આ બાબતે આઘાત વ્યક્ત કરતાં તેમને જણાવવામાં આવ્યું કે આ દવાની મંજૂરીપ્રક્રિયા ઠાકુરની રજૂઆત પહેલાં પૂરી થઇ ચૂકી હતી. એટલે કોઇ નક્કર કારણ કે આધાર વિના તેની મંજૂરી રદ કરી શકાય એમ ન હતી.
અમેરિકાની સરકારી તપાસની કથા લાંબી છે, પણ ટૂંકી વાત એટલી કે છેક ૨૦૦૫માં શરૂ થયેલો ‘રેનબેક્સી’ની તપાસનો સિલસિલો લાંબો ચાલ્યો. બે વર્ષ પછી દિનેશ ઠાકુર આવા કેસમાં ‘વ્હીસલ બ્લોઅર’ને મદદ કરતી એક સંસ્થાના પરિચયમાં આવ્યા. ત્યાર પછી છાનાછપના વિગતો આપવાને બદલે તે સત્તાવાર ધોરણે ‘વ્હીસલ બ્લોઅર બન્યા’ અને સરકાર જે રકમ વસૂલ કરે તેના લગભગ ત્રીજા ભાગ જેટલી રકમ મેળવવાના હકદાર પણ બન્યા. ‘રેનબેક્સી’ની ગેરરીતિના પુરાવા મળવા છતાં, તેનાં તમામ ઉત્પાદનો પર પ્રતિબંધ મૂકવાનું પગલું અમેરિકામાં કદી ન લેવાયું. ભારતના બે પ્લાન્ટમાં બનેલી દવાઓ ગુણવત્તાની રીતે અયોગ્ય જણાઇ, ત્યારે અમેરિકાએ એ પ્લાન્ટમાંથી આયાત પર પ્રતિબંધ મૂક્યો, પણ એ જ પ્લાન્ટમાં બનેલી અને અમેરિકાનાં બજારમાં ખડકાઇ ચૂકેલી દવાઓ પાછી ખેંચવાનું પગલું ન લીઘું.
‘રેનબેક્સી’ પ્રકરણમાંથી ઉઠતા સવાલો તો અનેક છેઃ કંપનીના ભૂતપૂર્વ માલિક મલવિન્દરસિંઘ સહિતના જવાબદાર લોકો વિશે ‘ફોર્ચ્યુન’ સામયિકના અહેવાલમાં નામજોગ આરોપ મુકવામાં આવ્યા છે. પરંતુ આ લોકોએ આરોપોને રદિયો આપવા સિવાય બીજું કોઇ પગલું ભર્યું નથી. અહેવાલ પ્રગટ કરનાર સામયિક સામે તેમણે કાયદેસર કાર્યવાહીની કે બદનક્ષીની નોટિસ મોકલી હોય, એવું જાણવા મળતું નથી. ‘રેનબેક્સી’ દ્વારા અપાયેલી ખાતરીઓ કે તેના દ્વારા થતા દાવા કેટલા સાચા માનવા, એ પણ મોટો સવાલ છે.
ફક્ત ‘રેનબેક્સી’ જ શા માટે, તેના જેવી આંતરરાષ્ટ્રિય કંપની નફાખોરી ખાતર આવા ગુનાઇત ગોરખધંધા કરતી હોય ત્યારે દવા બનાવતી બાકીની કંપનીઓ પ્રત્યે સંશય જાગે એ પણ સ્વાભાવિક છે. દવાઓનાં યોગ્ય પરીક્ષણ કર્યા વિના તેનાં અગાઉથી નક્કી થયેલાં પરિણામ લખી પાડવામાં આવે, એવા કિસ્સા બીજી કંપનીઓમાં નહીં બનતા હોય, એવું શી રીતે માની લેવાય? ડ્રગ કન્ટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા ‘રેનબેક્સી’ના દાખલામાંથી ધડો લઇને, મોટી કંપનીઓ પર આડેધડ ભરોસો મૂકવાનું બંધ કરશે?
જીભે ઉગતા જવાબ આપવા જેવા નથી ને મનમાં ઉગતી આશાઓ ફળે એવી લાગતી નથી.
(નોંધઃ ત્રણ હપ્તાની આ લેખમાળાનો મુખ્ય આધાર ‘ફોર્ચ્યુન’ સામયિકમાં પ્રગટ થયેલો કેથરીન ઇબનનો લેખ છે. આશરે ૯૮૦૦ શબ્દોના આ લેખનું મથાળું છેઃ ડર્ટી મેડિસીન.)

Monday, June 10, 2013
‘રેનબેક્સી’ની રહસ્યકથા (૨) : ગુણવત્તાના નામે સરકારને ગોળીઓ ગળાવવાનો ધંધો
ગુણવત્તાનાં કડક ધારાધોરણ ધરાવતા અમેરિકામાં, દવા જેવા અત્યંત સંવેદનશીલ મામલે, ‘રેનબેક્સી’ જેવી પ્રતિષ્ઠિત કંપનીએ કેવી આડેધડ છેતરપીંડી અને કેવાં જૂઠાણાં ચલાવ્યાં? ગયા વર્ષે ફક્ત અમેરિકામાં ૧ અબજ ડોલરની જેનરિક દવાઓ વેચનાર ‘રેનબેક્સી’નો આટલો પગપેસારો શી રીતે થયો?
આફ્રિકાના દેશોમાં એઇડ્સગ્રસ્ત લોકો માટે દવાઓ પૂરી પાડવા બદલ ‘રેનબેક્સી’નો જયજયકાર થતો હતો. મોંઘા ભાવની પેટન્ટેડ દવાઓની સરખામણીમાં ‘રેનબેક્સી’એ વિશ્વના સેંકડો ગરીબ લોકો માટે નવી આશા ઊભી કરી હતી. કારણ કે ‘રેનબેક્સી’ની જેનરિક દવાઓ સસ્તી છતાં ગુણવત્તામાં અકસીર હતી. કમ સે કમ, મોટા ભાગના લોકો એવું માનતા હતા.
પરંતુ છેક ૨૦૦૪માં ‘વિશ્વ આરોગ્ય સંસ્થા’એ કરેલી તપાસમાં ‘રેનબેક્સી’ના કળા કરતા મોરની પૂંઠ સહેજ છતી થઇ ગઇ. ‘રેનબેક્સી’એ એઇડ્સને લગતી દવાઓની ચકાસણીનું કામ ‘વિમટા લેબોરેટરીઝ’ને સોંપ્યું હતું. તેની તપાસ માટે ગયેલા વિશ્વ આરોગ્ય સંસ્થાના અધિકારીઓને કંપનીના અહેવાલ જોઇને નવાઇ લાગી. કેમ કે, પરીક્ષણ દરમિયાન એક દવાની જુદા જુદા દર્દીઓ પર થયેલી અસરના આંકડા તેમાં એકસરખા જ હતા. જાણે દર્દીઓનાં નામ બદલીને કાઢેલી ફોટોકોપી. પરિણામ અગાઉથી ‘ફિક્સ’ કરી દેવાયું હોય તો જ આવું બને. બાકી, માણસે માણસે દવાની અસરના આંકડામાં મામુલી ફેરફાર થવો રહ્યો.
આ કિસ્સો ‘રેનબેક્સી’ની એઇડ્સને લગતી એન્ટીરેટ્રોવાઇરલ પ્રકારની દવાઓનો હતો, પણ કંપનીના રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટના વડા રાજિન્દરકુમારને ધીમે ધીમે ખ્યાલ આવ્યો કે આ પ્રકારનું ‘ફિક્સિંગ’ ઘણી બધી દવાઓના ટેસ્ટિંગમાં ચાલી રહ્યું હતું. તેમણે પોતાના હાથ નીચે કામ કરતા તેજસ્વી અફસર દિનેશ ઠાકુરને આ જાણકારી આપી અને કંપનીના ગોરખધંધાની માહિતી એકઠી કરવા કહ્યું.
દવાઓના ધંધામાં તેને બજારમાં મુકતાં પહેલાં વિગતવાર ચકાસણી થાય એ બહુ જરૂરી હોય છે. દવામાં વપરાયેલાં તત્ત્વોની અસરોથી માંડીને એ દવા કેટલા સમય પછી તેની અસર ગુમાવી બેસે અથવા હાનિકારક સ્વરૂપ ધારણ કરે, એ બધાં અવલોકન ઝીણવટપૂર્વક થવાં અને નોંધાવાં જોઇએ. તેમાં જરાસરખી પણ ગોલમાલ થાય તો દવાની ગુણવત્તા સામે પ્રશ્નાર્થ ઊભો થાય. કારણ કે તપાસ કરનાર સરકારી પરીક્ષકોનો ઘણોખરો આધાર કંપની દ્વારા પૂરાં પડાતાં પરિણામ પર હોય છે. ‘રેનબેક્સી’માં રહીને આંતરિક ધોરણે તપાસ કરતાં ઠાકુરને જાણવા મળ્યું કે કંપની ઘણી વાર દવાનાં (આદર્શ) પરિણામ પહેલાં ગોઠવી દેતી હતી અને એ પરિણામ આવે એ રીતે પરીક્ષણો કરાવતી હતી. તેમના દાવા પ્રમાણે, કંપનીના સિનિયર અફસરો આ રિવાજથી પૂરેપૂરા વાકેફ હતા.
ઠાકુરના જણાવ્યા પ્રમાણે, દવા બનાવવા માટે સારી ગુણવત્તાની મોંઘી ચીજોને બદલે હલકી અને સસ્તી ચીજો વાપરવાનું કહેવાતું હતું. દવાનું વ્યવસ્થિત પરીક્ષણ થતું હોય અને તેમાં અશુદ્ધિનું પ્રમાણ વધારે જણાય તો, ગુણવત્તાનાં ધોરણમાં ફેરફાર કરીને અશુદ્ધિને ‘સ્વીકાર્ય ધોરણ’માં લાવી દેવાતી હતી. ધાર્યાં પરિણામ મેળવવા માટે ઘણી વાર સાવ સાદો રસ્તો અપનાવાતો હતોઃ જે મોંઘી પેટન્ટેડ દવા પરથી સસ્તા ભાવની છતાં એવી જ ગુણવત્તાવાળી સસ્તી જેનરિક દવા બનાવવાની હોય, એ મોંઘી દવાનાં સેમ્પલનું જ પરીક્ષણ કરીને તેનાં પરિણામ જેનરિક દવાના નામે ચઢાવી દેવાતાં હતાં.
‘રેનબેક્સી’નું કૌભાંડ સમજવા માટે જેનરિક અને પેટન્ટેડ દવાઓના ચક્કર વિશે પણ ટૂંકમાં જાણી લેવું જરૂરી છે. ખાનગી કંપનીઓ પ્રયોગ-સંશોધન પાછળ ભારે ખર્ચ કરીને અમુક રોગોની દવા બનાવે. એવાં મૌલિક સંશોધનના તેને પેટન્ટ મળે. એટલે કે દસ વર્ષ સુધી કંપનીને એ દવાઓ વેચવાનો એકાધિકાર મળે. એ વખતે દવાની કિંમત અત્યંત ઊંચી હોય. કેમ કે તેમાં મૂળ સામગ્રી ઉપરાંત સંશોધન-રોકાણથી માંડીને ઊંચા પગાર અને જાહેરખબરોના ખર્ચ સુદ્ધાં ચડ્યા હોય.
જેનરિક દવાઓ બનાવતી કંપનીઓ આર્થિક ક્ષમતા કે દાનત કે સજ્જતા કે એ બધાના સહિયારા અભાવે સંશોધનની માથાકૂટમાં પડતી નથી. પેટન્ટેડ દવાઓમાં રહેલા રાસાયણિક તત્ત્વની માહિતી મળી જાય, એટલે તેનું અનુકરણ કરીને તે જેનરિક દવાઓ બનાવે છે. આ દવાઓ પેટન્ટેડ દવાઓની સરખામણીમાં ઘણી સસ્તી હોય છે. પરંતુ આ દવાઓ બજારમાં મુકતાં પહેલાં, તેની ગુણવત્તા પેટન્ટેડ દવા જેવી જ છે એવું પ્રમાણપત્ર કંપનીએ મેળવવું પડે છે.
અમેરિકાના બજારમાં વર્ષો સુધી પેટન્ટેડ દવાઓની બોલબાલા હતી. પરંતુ દવાઓની કિંમતો નીચી આણીને સૌને સુલભ બનાવવા માટે કાયદામાં સુધારો કરવામાં આવ્યો અને ૧૯૮૪માં જેનરિક દવાઓને મંજૂરી આપવામાં આવી. ‘એબ્રીવીએટેડ ન્યૂ ડ્રગ એપ્લિકેશન’ની પદ્ધતિ પ્રમાણે, જેનરિક દવા બનાવતી કંપની પોતાની રીતે પેટન્ટેડ દવા જેવી જ દવા બનાવી શકતી હતી. અલબત્ત, એ દવા બજારમાં વેચતાં પહેલાં તેણે પોતાના દવા બનાવતા પ્લાન્ટનાં તથા દવાનાં ધારાધોરણ પુરવાર કરવાં પડે.
અત્યંત મોંઘી પેટન્ટેડ દવાઓ અને સાવ સસ્તી જેનરિક દવાઓ વચ્ચેનો એક તબક્કો હતો, જેણે ‘રેનબેક્સી’ની ચડતીમાં મહત્ત્વનો ભાગ ભજવ્યો. નિયમ પ્રમાણે, દવાના પેટન્ટ પૂરા થયા પછી જે કંપની તેની જેનરિક દવા બનાવવા માટે પહેલી રજૂઆત કરે, તેને પછીના છ મહિના સુધી જેનરિક દવા વેચવાનો એકાધિકાર મળે. આવો એકાધિકાર મેળવવા માટે કંપનીઓએ પહેલાં પોતાની સજ્જતા અને પોતાની જેનરિક દવાની ગુણવત્તા પુરવાર કરી બતાવવી પડે અને તેનાં કાગળિયાં રજૂ કરવાં પડે. જેનરિક દવાઓ બનાવતી કંપની માટે આ તક ટંકશાળ જેવી પુરવાર થતી હતી. કારણ કે પેટન્ટેડ દવાની એક ટીકડી ધારો કે રૂ.૧૦માં વેચાતી હોય તો જેનરિક વેચવાનો એકાધિકાર મંેળવનાર કંપની એ જ ટીકડીને છ મહિના સુધી રૂ.૮માં વેચી શકે. છ મહિના પછી એ જ ટીકડી ૫૦ પૈસામાં વેચાતી થઇ જાય. કારણ કે બીજી કંપનીઓ પણ મેદાનમાં આવી જાય.
જેનરિક દવામાં છ મહિના માટે મળતો એકાધિકાર કેટલી મોટી ીલોટરી હોય તેનું એક જ ઉદાહરણઃ ગયા સપ્તાહે જેની વાત કરી હતી એ ફાઇઝર કંપનીની ‘લિપિટર’ નામની દવાના પેટન્ટ પૂરા થયા. એટલે ‘રેનબેક્સી’એ તેની જેનરિક દવાના હક મેળવી લીધા. કારણ કે છ મહિનાના સમયગાળામાં ૬૦ કરોડ ડોલરની કિંમતની જેનરિક ‘લિપ્ટર’ વેચાવાની ધારણા હતી. આટલો મોટો તડાકો પડવાનો હોય, એટલે જેનરિક દવાની અરજી ફાઇલ કરવા માટે કેવી હૂંસાતૂંસી ચાલતી હશે, એ કલ્પી શકાય. ‘ફોર્ચ્યુન’માં પ્રગટ થયેલા અહેવાલમાં જણાવાયું છે કે દવાના પેટન્ટ પૂરા થતા હોય, એ રાત્રે કંપનીના અધિકારીઓ ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગની ઓફિસના કમ્પાઉન્ડમાં પોતાની કારમાં સુઇ રહે, જેથી બીજા દિવસે સવારે જેનરિક દવા બનાવવા માટેની પહેલી અરજી તેમની નોંધાય.
અમેરિકામાં જેનરિક દવાઓ વેચવાની પરવાનગી મેળવનાર ‘રેનબેક્સી’ પહેલી કંપની હતી. જેનરિક દવાઓમાં તેનો સિક્કો એવો જામ્યો કે ગયા વર્ષે તેણે દુનિયાભરમાં વેચેલી કુલ ૨.૩ અબજ ડોલરની જેનરિક દવાઓમાંથી આશરે ૧ અબજ ડોલરની દવાઓ ફક્ત અમેરિકામાં ખપી હતી. આમાંની ઘણી દવાઓ અમેરિકાની બહાર, મોટે ભાગે ભારતમાં વિવિધ સ્થળે આવેલા પ્લાન્ટમાં બનતી હતી. અમેરિકાના ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગના ઇન્સ્પેક્ટર આ પ્લાન્ટની મુલાકાત લે અને ત્યાં ગુણવત્તાનાં ધોરણ બરાબર જળવાય છે એવું પ્રમાણપત્ર આપે, એટલે અમેરિકાના દવાબજારમાં કંપનીને મોકળું મેદાન મળી જાય.
ખાટલે મોટી ખોડ એ વાતની હતી કે પરદેશના પ્લાન્ટમાં તપાસ માટે આવતાં પહેલાં અમેરિકાના ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ તરફથી આગોતરી જાણ કરવામાં આવતી હતી. તપાસ પણ માંડ અઠવાડિયું ચાલતી હતી. (સ્થાનિક કંપનીઓને હંમેશાં અણધારી અને ચાર-છ અઠવાડિયાં સુધી ચાલતી તપાસ માટે તૈયારી રાખવી પડતી.) ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગમાં દસ વર્ષ સુધી જેનરિક દવાઓને લગતી તપાસના વડા રહી ચૂકેલા ગેરી બ્યુહલરે ‘ફોર્ચ્યુન’ સામયિકને આપેલી મુલાકાતમાં કહ્યું હતું કે ‘કંપનીઓ દ્વારા અપાતી માહિતી સાચી હોવાનું અમે માનતા હતા.’
(આવતા સપ્તાહેઃ કંપનીની ગેરરીતિઓ ખુલ્લી પાડીને અમેરિકાના કાયદા પ્રમાણે આશરે ૪.૮ કરોડ ડોલરનું ‘વ્હીસલ-બ્લોઅર તરીકેનું ઇનામ’ મેળવનાર દિનેશ ઠાકુરે ‘રેનબેક્સી’ના ગોરખધંધા કેવી રીતે ખુલ્લા પાડ્યા?)
નોંધઃ આખી લેખમાળાનો મુખ્ય આધાર ‘ફોર્ચ્યુન’ સામયિકમાં પ્રગટ થયેલો કેથરીન ઇબનનો લેખ છે. આશરે ૯૮૦૦ શબ્દોના આ લેખનું મથાળું છેઃ ડર્ટી મેડિસીન.

corruption,
medicine,
us
Sunday, June 02, 2013
‘રેનબેક્સી’ની રહસ્યકથા : મેચ-ફિક્સિંગ કરતાં અનેક ગણું મોટું અને જાહેર હિત માટે અત્યંત મહત્ત્વનું આંતરરાષ્ટ્રિય કૌભાંડ
પહેલી નજરે ‘બિઝનેસ થ્રીલર’ લાગે એવી ‘રેનબેક્સી લેબોરેટરીઝ’/ Ranbaxy Laboratoriesના ગોટાળાની સિલસિલાબંધ કથા કેવળ ‘કોર્પોરેટ કપટ’નો મામલો નથી. આ કંપનીની દવાઓ લેનાર ભારત અને અમેરિકા સહિત ઘણા દેશોના લોકોના આરોગ્ય સાથે તેને સીધો સંબંધ છે. છતાં, ભારત તો ઠીક, અમેરિકા જેવા કડક કાયદાપાલક દેશમાં આ મામલે રખાયેલી ઢીલાશ આશ્ચર્ય- આઘાત પમાડે એવી છે.
રણજિતસિંઘ અને ગુરુબક્ષસિંઘ નામના બે પિતરાઇઓએ છેક ૧૯૩૭માં દવાઓના વેચાણ માટે અમૃતસરમાં એક કંપની શરૂ કરી હતી. રણજિતસિંઘના સ્પેલિંગમાંથી ‘રેન’ અને ગુરબક્ષસિંઘના સ્પેલિંગમાંથી ‘બક્ષ’નું સંયોજન કરીને કંપનીનું નામ પાડવામાં આવ્યું : રેનબેક્સી. ત્યાર પછીના સાડા સાત દાયકામાં ‘રેનબેક્સી’એ ઘણા ચઢાવઉતાર જોયા. તેની માલિકી બદલાઇ. દવા બનાવતી વિશ્વની ટોચની કંપનીઓની પંગતમાં તેનો પાટલો પડ્યો. વર્ષ ૨૦૦૮માં જાપાની કંપની ‘દાઇચી સાન્ક્યો’એ ભારતીય માલિક બંઘુઓ મલવિન્દરસિંઘ અને શિવિન્દરસિંઘ પાસેથી ‘રેનબેક્સી’નો મોટો હિસ્સો ૪.૨ અબજ ડોલરની અધધ કિંમતે ખરીદી લીધો. તેની પરથી ‘રેનબેક્સી’ની સફળતાનો અને તેના કામકાજના વ્યાપનો અંદાજ આવશે. ‘રેનબેક્સી’ની બધી સિદ્ધિઓ અને ગૌરવગાથાઓ માટે વર્તમાનકાળને બદલે ભૂતકાળમાં વાત કરવી પડે, એવી નિર્ણાયક ઘડી આખરે ગયા મહિને આવી.
ભારતનાં પ્રસાર માઘ્યમો આઇપીએલ અને તેના ફિક્સિંગની રસઝરતી ચર્ચામાં ડૂબેલાં હતાં, ત્યારે વર્ષોથી ‘રેનબેક્સી’માં ચાલતી ગેરરીતિઓનો ઘડો છલકાયો. પાઘડીનો વળ છેડે આવ્યો. મે ૧૩, ૨૦૧૩ના રોજ અમેરિકાના અદાલતમાં ‘રેનબેક્સી’એ પોતાના સંખ્યાબંધ ગોરખધંધાનો એકરાર કર્યો અને દીવાની- ફોજદારી આરોપોના વળતર પેટે ૫૦ કરોડ ડોલરનો તગડો દંડ ભરવાનું કબૂલ્યું. લોકોના આરોગ્ય સાથે ગંભીર અને ગુનાઇત ચેડાં બદલ એક પણ વ્યક્તિને જોકે કસૂરવાર ઠરાવવામાં આવી નહીં. એ રીતે ‘રેનબેક્સી’ માટે શૂળીનો ઘા સાવ સોયથી નહીં તો પણ થોડા ફટકાથી સરી ગયો ગણાય. મોટું નુકસાન એ થયું કે ‘રેનબેક્સી’નો - અને દવાઓના ક્ષેત્રે ભારતના ગૌરવનો - ટોચે ફરકતો ઘ્વજ આ ચુકાદા પછી અરધી કાઠીએ આવી ગયો. ત્યાર પછીના દસેક દિવસમાં બીજી ભારતીય ફાર્મા કંપની ‘વોકાર્ટ’ને અમેરિકાની ફુડ એન્ડ ડ્રગ વિભાગની નવેસરની કડકાઇનો પરિચય મળ્યો. ‘વોકાર્ટ’ના ઔરંગાબાદ નજીક આવેલા પ્લાન્ટમાં ઉત્પાદનનાં ધોરણો જળવાતાં નથી, એવું જાહેર કરીને ફુડ એન્ડ ડ્રગ વિભાગે ત્યાં બનેલી દવાઓ અમેરિકામાં વેચવા પર પ્રતિબંધ મૂકી દીધો.
‘રેનબેક્સી’ની મૂળ વાત પર પાછા આવીએ તો, સવાલ માત્ર તેની પ્રતિષ્ઠા પાણીમાં ગયાનો કે મૂડીબજારમાં થાય એવા આર્થિક ગોટાળાનો નથી. ‘રેનબેક્સી’ વિવિધ પ્રકારની દવાઓ બનાવે છે, જે આબાલવૃદ્ધ, દેશીવિદેશી, પહેલા વિશ્વના અને ત્રીજા વિશ્વના એમ તમામ પ્રકારના લોકો વાપરે છે. ભારે દબાણ અને અકાટ્ય પુરાવા પછી કંપનીને કબૂલવું વડ્યું કે તેની દવાઓમાં ગુણવત્તાનાં ધારાધોરણો પળાયાં નથી અને તેમના વિશે કરાયેલા દાવા જૂઠા છે. આ શરમજનક એકરાર કોઇ એકાદ દવા પૂરતો પણ નથી. બહાર આવેલી વિગતો પ્રમાણે દવાની ગુણવત્તા અંગેના નિયમ ચાતરવા અને પોતાની હલકી ગુણવત્તાની દવાઓ ધુસાડીને અઢળક કમાણી કરવી, એ ‘રેનબેક્સી’ માટે નિયમ બની ગયો હતો.
આ જાતની ગેરરીતિ કોઇ એકલદોકલ વ્યક્તિથી ન થઇ શકે. માલિકોથી માંડીને કંપનીના ઉચ્ચ હોદ્દેદારોની સંડોવણી તેમાં હોવી જોઇએ. (આ જાતના ભયંકર કૌભાંડમાં નૈતિક જવાબદારી તો બહુ દૂરની વાત છે. પહેલાં સીધી જવાબદારીઓના સ્વીકાર થાય એ જરૂરી છે.) ઉપલબ્ધ વિગતો પ્રમાણે, કંપનીના બોર્ડના સભ્યો અને માલિકો દવાઓના પરીક્ષણ અને ઉત્પાદનમાં ચાલતી ગેરરીતિથી પૂરેપૂરા વાકેફ હતા. તેમ છતાં, તેમણે જેમ ચાલે છે તેમ ચાલવા દેવાની અને સો જૂઠાણાં ઢાંકવા બીજાં સો જૂઠાણાં આચરવાની (અ)નીતિ અપનાવી. જેમને આ બઘું કઠતું હતું, એવા કેટલાક લોકોએ પોતાની રીતે સ્થિતિ સુધારવાનો નિષ્ફળ પ્રયાસ કર્યા પછી કંપની છોડી દીધી. દિનેશ ઠાકુર જેવા, આગળ જતાં ‘વ્હીસલ બ્લોઅર’ બનેલા અધિકારીને બેઆબરૂ કરીને રવાના કરાયા.
કંપનીના રીસર્ચ ઇન્ફર્મેશન એન્ડ પ્રોજેક્ટ મેનેજમેન્ટ ડાયરેક્ટર દિનેશ ઠાકુરે તેમના ઉપરી રાજિન્દરકુમારની શંકા અનેે સૂચના પછી ગોટાળાની ઝીણવટભરી વિગતો મેળવી હતી. રાજિન્દરકુમારે કંપનીના જવાબદાર સત્તાધીશો અને બોર્ડના સભ્યો સમક્ષ રજૂઆત કરી હતી. પરંતુ તેમના વલણમાં કશો ફરક પડ્યો નહીં. એટલે રાજિન્દરકુમારે ‘રેનબેક્સી’ છોડી દીધી. તેના થોડા સમયમાં (૨૦૦૫માં) દિનેશ ઠાકુરને કંપનીના કમ્પ્યુટરમાં પોર્નોગ્રાફીક વેબસાઇટો જોવાના બેહુદા આરોપસર છૂટા કરવામાં આવ્યા. ત્યાર પછી જે બન્યું તે ‘રેનબેક્સી’ની ગેરરીતિઓ જેટલું જ કે તેનાથી પણ વધારે આઘાતજનક હતું.
અમેરિકાની અસરકારક અને ઝડપી ગણાતી ન્યાય વ્યવસ્થામાં આઠ-આઠ વર્ષ સુધી ‘રેનબેક્સી’ના ગોરખધંધા સામેની તપાસો અટવાતી રહી. દરમિયાન સંદેહાસ્પદ ગુણવત્તાનો આરોપ ધરાવતી ‘રેનબેક્સી’ને અમેરિકાના બજારમાં નવી નવી દવાઓ વેચવાની મંજૂરી પણ મળતી રહી અને દિનેશ ઠાકુર લોકોના આરોગ્ય સાથે થતો આ ખિલવાડ લાચારીપૂર્વક જોતા રહ્યા. ‘રેનબેક્સી’ છોડ્યા પછી તેમને પોતાની અને પરિવારની સલામતીની એટલી ચિંતા હતી કે તેમને અંગરક્ષકો રાખવાનું જરૂરી લાગ્યું હતું. તેમની ચિંતા પાયેદાર હતી. કારણ કે ‘રેનબેક્સી’ના ગોરખધંધા વિશે તેમણે ભેગી કરેલી માહિતી બારૂદના આખા ભંડાર જેટલી સ્ફોટક હતી. તેના ધડાકાના કાન ફાડી નાખે એવા પડઘા વિશ્વભરમાં પડે એમ હતા.
દિનેશ ઠાકુર ‘રેનબેક્સી’માં હતા ત્યારે તેમના પુત્રની બીમારી વખતે તેમણે પોતાની કંપનીની એક દવા આપી હતી. તેનાથી બીમારીમાં ફાયદો થવાને બદલે દીકરાને બરાબર તાવ ચડ્યો હતો. ત્રણ દિવસ રાહ જોયા પછી તેમણે બીજી કંપનીની દવા આપી. એ કારણથી કે પછી ગમે તે કારણથી, પણ ત્યાર પછી તેમનો પુત્ર સાજો થયો. દિનેશ ઠાકુરને જે સત્ય વહેલું સમજાયું, તે ‘રેનબેક્સી’ના બીજા ઉચ્ચ અધિકારીઓને પણ સમજાયું હતું. એટલે અહેવાલો પ્રમાણે, કંપનીના માણસોએ પોતાની કંપનીની દવાઓ વાપરવાનું બંધ કરી દીઘું હતું. એ રીતે પોતાના પરિવારની સલામતી તેમણે જાળવી લીધી. પણ અમેરિકા સહિતના બીજા ઘણા દેશોમાં ‘રેનબેક્સી’ની દવાઓ બેરોકટોક વેચાતી હતી.
આફ્રિકાના દેશોમાં મોકલાયેલી અને કંપનીના નેક ઇરાદાની જાહેરાત જેવી એચઆઇવીને લગતી દવાઓમાં પણ શંકાસ્પદ ગુણવત્તા ધરાવતા પદાર્થો વપરાયા હતા. કંપનીની કરામત તો ખરી જ, પણ અમેરિકાના ફુડ એન્ડ ડ્રગ વિભાગની ગાફેલિયત કઇ હદની હશે કે અનેક વિવાદો અને કંપની વિરુદ્ધ માહિતી મળ્યા પછી પણ તેની એક દવા (જેનરિક લિપ્ટર)ને છેક નવેમ્બર ૨૦૧૧માં અમેરિકાના બજાર માટે મંજૂર કરવામાં આવી. ફુડ એન્ડ ડ્રગ વિભાગે કહ્યું કે ‘રેનબેક્સી’ સામેનો વાંધો તેના ચોક્કસ પ્લાન્ટ્સ સાથે સંબંધિત છે અને આ દવા જ્યાં બને છે એ પ્લાન્ટમાં એવું કશું જણાયું નથી. મૂળ અરજીમાં ફેરબદલ કરીને કંપનીએ તેના અમેરિકાના એક પ્લાન્ટમાં આ દવા બનાવવાનું શરૂ કર્યું. એ પ્લાન્ટ ફુડ એન્ડ ડ્રગ વિભાગની કંપની સામેની તપાસમાં આંખે ચડ્યો ન હતો. ત્યાં બનેલી દવાઓમાં ચોક્સાઇનું જે ધોરણ હોય તે, પણ ડિસેમ્બર, ૨૦૧૨માં ‘રેનબેક્સી’ની ‘લિપ્ટર’માં કાચના ઝીણા કણો મળી આવ્યા. પરિણામે લાખો ગોળીઓ બજારમાંથી પાછી ખેંચી લેવી પડી.
દવામાં કાચના કણ મળી આવે છતાં કંપનીને કશું મોટું નુકસાન ન થાય- આવું તો ભારતમાં જ બનતું હોવાનું આપણે માની લઇએ, પણ ‘રેનબેક્સી’ના કિસ્સામાં ‘ફક્ત ભારતમાં જ બની શકે એવા’ ગોટાળા અનેક વાર અમેરિકામાં બન્યા હતા. છતાં કંપની એકાદ દાયકા કરતાં પણ વધારે સમય સુધી નિરાંતજીવે અમેરિકા સહિત વિશ્વભરમાં દવાઓ વેચતી રહી.
(આવતા સપ્તાહેઃ કંપનીના ગોટાળાની અંદરની વિગતો અને એ કેવી રીતે બહાર આવી તેની કથા.)
નોંધઃ આખી લેખમાળાનો મુખ્ય આધાર સીએનએનની વેબસાઇટ પર મુકાયેલો ‘ફોર્ચ્યુન’ સામયિકનો એક લેખ છે. કેથરીન ઇબનના આશરે ૯૮૦૦ શબ્દોના એ લેખનું મથાળું છેઃ ડર્ટી મેડિસીન/ Dirty Medicine
Monday, March 18, 2013
‘આર્ગસ-૨’ : નયનહીનકો રાહ દિખાયે...
આંખના પ્રકાશગ્રાહી- ફોટોરીસેપ્ટર કોષો નકામા થઇ જવાને કારણે દૃષ્ટિ ગુમાવી બેઠેલા લોકોના જીવનમાં હવે નવો પ્રકાશ પથરાઇ શકે છે. ગયા મહિને અમેરિકાના આરોગ્યવિભાગે મંજૂરી આપી દીધા પછી ‘આર્ગસ-૨’ / Argus-2 સત્તાવાર રીતે અમુક પ્રકારના નેત્રહીનોની હાથલાકડી બનવા તૈયાર છે.
![]() |
| Argus-2 |
માણસના શરીરનાં બધાં જ અંગ પોતપોતાની રીતે વિશિષ્ટ અને મહત્ત્વનાં હોવા છતાં, આસપાસની દુનિયાને પામવા માટે મગજ પછીના ક્રમે આંખો સૌથી મહત્ત્વની ગણાય. આંખોને લગતી બિમારીના ઇલાજમાં વિજ્ઞાને ઘણી પ્રગતિ કરી છે, પરંતુ આંખોનું તેજ સાવ જતું રહ્યું હોય ત્યારે મેડિકલ સાયન્સ પણ લાચારી અનુભવે છે. આ મજબૂરી દૂર કરવા માટે ઘણા સમયથી સંશોધનો ચાલે છે અને પૂરેપૂરી નહીં તો કામ ચાલી જાય એટલી દૃષ્ટિ આપી શકાય, એવાં ઘણાં ઉપકરણ પર કામ થઇ રહ્યું છે.
ત્રણેક વર્ષ પહેલાં આ કોલમમાં ‘બ્રેઇનપોર્ટ’ નામના એક સાધન વિશે વાત કરવામાં આવી હતી. તેમાં ગોગલ્સમાં રખાયેલા ટચૂકડા વિડીયો કેમેરા દ્વારા ઝડપાતાં દૃશ્યોને વિદ્યુતતરંગો ફેરવવામાં આવતાં હતાં. એ તરંગો ઇલેક્ટ્રોડનો જથ્થો ધરાવતી એક તકતી સુધી પહોંચે. આશરે ૧.૪ ઇંચની એ તકતીને જીભ પર રાખતાં, જીભના સંવેદન-નેટવર્ક થકી દૃશ્યના તરંગો મગજ સુધી પહોંચે. આમ, આંખના નહીં, પણ જીભના ઉપયોગથી આછુંપાતળું દૃશ્ય દેખાતું થાય, એવો સિદ્ધાંત હતો. આ સાધનને હજુ સુધી અમેરિકાના આરોગ્ય વિભાગ (ફુડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન) તરફથી મંજૂરી મળી નથી, એટલે તે અખતરાના સ્તરે ગણાય. આવા બીજા પ્રયોગોમાં અમેરિકાના આરોગ્ય વિભાગ તરફથી મંજૂરી મેળવવામાં ‘આર્ગસ ૨’ મેદાન મારી ગયું છે.
બે વર્ષ પહેલાં યુરોપના બજારમાં ઉપલબ્ધ બનેલા ‘આર્ગસ ૨’ના સરંજામને અમેરિકાના આરોગ્ય વિભાગે ગયા મહિને મંજૂરી આપી. હવે, આ વર્ષના અંત સુધીમાં તે અમેરિકાની હોસ્પિટલો થકી જરૂરતમંદો સુધી પહોંચતું થાય એવી સંભાવના છે.
![]() |
| Argus-2 |
‘આર્ગસ ૨’ની કામગીરી વિશે અતિઉત્સાહી થઇને આગળ વાત કરતાં પહેલાં બે સ્પષ્ટતાઃ આ સરંજામ જેમની આંખોના ફક્ત પ્રકાશગ્રાહી કોષો (‘કોન’ અને ‘રોડ’ પ્રકારના ફોટો-રીસેપ્ટર સેલ) નષ્ટ થઇ ગયા હોય, પણ બાકીનું નેટવર્ક સલામત હોય તેમને જ કામ લાગી શકે છે. તેનાથી મળનારી દૃષ્ટિ સંપૂર્ણ તો ઠીક, રંગીન પણ નથી. છતાં, કંઇ ન દેખાતું હોય એવી સ્થિતિમાં છાયા-પ્રકાશનો ભેદ, રસ્તામાં વચ્ચે પડેલી ચીજવસ્તુઓ અને બાહ્ય આકાર દેખાય તે નેત્રહીનો માટે મોટા આશીર્વાદરૂપ બની શકે છે.
‘આર્ગસ ૨’ કેવી રીતે કામ કરે છે એ જાણતાં પહેલાં, સામાન્ય સંજોગોમાં આપણને દૃશ્ય કેવી રીતે દેખાય છે એની અછડતી વાત કરી લઇએ. આપણી આજુબાજુનાં દૃશ્યોનાં કિરણો ‘રોડ’ અને ‘કોન’ પ્રકારના કોષોમાં ઝીલાય છે. આ કોષોનું કામ દૃશ્યમાં રહેલા પ્રકાશ અને રંગોને પૂરેપૂરી બારીકી સાથે ઝીલીને, તેમનું વિદ્યુત તરંગોમાં રૂપાંતર કરીને, ઓપ્ટિક નર્વ દ્વારા મગજ એ માહિતી મગજ સુધી પહોંચાડવાનું છે. માણસની આંખમાં આશરે ૧૨ કરોડ ‘રોડ’ અને ૬૦ લાખ ‘કોન’ કોષ હોય છે. ‘રોડ’ સાવ ઓછો પ્રકાશ પણ ઝીલી શકે છે. એટલે અંધારામાં જોઇ શકવા માટે ‘રોડ’ કોષોનો આભાર માનવો પડે. ‘કોન’ પ્રકારના પ્રકાશગ્રાહી કોષો રંગોની ઓળખ માટે જવાબદાર છે, પણ ઓછા પ્રકાશમાં તે કામ કરી શકતા નથી. એટલે, અંધારામાં આપણને બઘું કાળુંધબ્બ દેખાય છે.
‘રેટિનાઇટિસ પિગ્મેન્ટોસા’ જેવા જનીનગત રોગનો ભોગ બનેલા લોકોમાં પ્રકાશગ્રાહી રોડ અને કોન પ્રકારના કોષ નકામા થઇ જાય છે. એટલે દૃશ્યનાં કિરણો ઝીલાવાની અને તેમનું વિદ્યુતતરંગોમાં રૂપાંતર થવાની મહત્ત્વની પ્રક્રિયા થતી નથી. એટલે, મગજ સુધી વિદ્યુતતરંગ પહોંચતા નથી અને આંખ સામે અંધારપટ છવાય છે. આ સમસ્યાનો ઉકેલ આણવા માટે જુદી જુદી દિશામાંથી પ્રયાસ થઇ રહ્યા છે, પરંતુ તેમાં સૌથી પહેલી સરકારમાન્ય સફળતા કેલિફોર્નિયાની ‘સેકન્ડ સાઇટ’ કંપનીને મળી છે. આખા શરીર પર આંખો ધરાવતા ગ્રીક દંતકથાના દૈત્ય આર્ગસના નામ પરથી કંપનીએ પોતાના ઉપકરણનું નામ ‘આર્ગસ’ રાખ્યું છે. હાલનું ઉપકરણ તેનું બીજું, વઘુ ક્ષમતા ધરાવતું મોડેલ હોવાથી તે ‘આર્ગસ ૨’ તરીકે ઓળખાય છે.
લગભગ બે દાયકાના પ્રયાસ અને શોધ-સંશોધન પછી તૈયાર થયેલા ‘આર્ગસ ૨’ના સરંજામને મુખ્ય ચાર ભાગમાં વહેંચી શકાયઃ
૧. ગોગલ્સઃ દેખાવમાં સીધાસાદા લાગતા ગોગલ્સની વચ્ચે નાનો વિડીયો કેમેરા ગોઠવેલો હોય છે, જે આંખની જેમ સામે અને આસપાસ રહેલાં દૃશ્યો ઝીલવાનું કામ કરે છે. અત્યારે ‘આર્ગસ ૨’ની ક્ષમતા મર્યાદિત છે, એટલે તે સીધી લીટી ઉપરાંત તેની આસપાસના માંડ ૨૦ અંશના ખૂણાના વિસ્તારમાં રહેલાં દૃશ્યો આવરી લે છે.
૨. વિડીયો પ્રોસેસિંગ યુનિટઃ વિડીયો કેમેરાનાં દૃશ્યો કમરે લટકાવી શકાય એવા વિડીયો પ્રોસેસિંગ યુનિટની ચીપમાં ઝીલાય છે. ત્યાંથી દૃશ્યો છાયા અને પ્રકાશના સંકેત-સિગ્નલમાં ફેરવાઇને વાયર દ્વારા ગોગલ્સના રિસીવરમાં પહોંચે છે.
૩. રિસીવરઃ રિસિવરમાંથી સિગ્નલો વાયરલેસ પ્રસારણ દ્વારા આંખની અંદર અને ઉપર ગોઠવાયેલા માળખા(ઇમ્પ્લાન્ટ)ના એન્ટેના સુધી પહોચે છે. આ માળખું ઓપરેશન દ્વારા બેસાડવું પડે છે.
૪. એન્ટેના અને ઇલેક્ટ્રોડનું ઝુમખું;એન્ટેનામાંથી સિગ્નલ તેની સાથે સીઘું જોડાણ ધરાવતા ઇલેક્ટ્રોડના ઝુમખા સુધી પહોંચે છે. એક મિલીમીટર લંબાઇ અને એટલી જ પહોળાઇ ધરાવતી ચીપ પર ૬૦ ઇલેક્ટ્રોડ ગોઠવાયેલા હોય છે. તે સિગ્નલને હળવા વિદ્યુતતરંગોમાં ફેરવે છે. વિદ્યુતતરંગો નકામા થઇ ગયેલા પ્રકાશગ્રાહી કોષોને બાજુએ રાખીને- બાયપાસ કરીને- નેત્રપટલના બાકીના સાજાસમા હિસ્સાને ઉત્તેજિત કરે છે અને ઓપ્ટિક નર્વના કુદરતી રસ્તે દિમાગમાં પહોંચે છે.
કરોડો રોડ સેલ અને લાખો કોન સેલ થકી પેદા થતા દૃશ્યના વિગતવાર સિગ્નલોની સરખામણીમાં ૬૦ ઇલેક્ટ્રોડ દ્વારા મગજને મળતી માહિતી સાવ ઓછી હોવાની. છતાં, દૃશ્યના નામે સાવ કોરુંધાકોર હોય ત્યારે આટલી માહિતી પણ અંધારા-અજવાળાનો ભેદ પાડવામાં, રસ્તે આવતી વસ્તુની હાજરી પારખવામાં, સામાન્ય આકારો જોવામાં કે છાપાંનાં મથાળાં વાંચવામાં મદદ મળે તો પણ, દૃષ્ટિ ગુમાવી બેઠેલા લોકો માટે એ મોટો આશીર્વાદ બની શકે છે.
‘આર્ગસ ૨’માં વપરાયેલી ટેકનોલોજીમાં સુધારાવધારાને પૂરતો અવકાશ છે. અભ્યાસીઓના મતે, વિઝ્યુઅલ પ્રોસેસિંગ યુનિટના સોફ્ટવેર અને હાર્ડવેર પર વઘુ કામ કરવાથી, આ સર્જરી કરાવનારને વઘુ સ્પષ્ટ દૃશ્ય જોવા મળી શકે છે. ભવિષ્યમાં તેમાં ‘ઝૂમ’ની સગવડ ઉમેરી શકાય છે. ‘આર્ગસ ૨’ સંપૂર્ણપણે બેટરી પર ચાલે છે. પરંતુ બેટરીની જગ્યાએ સૌર પેનલમાં વપરાય છે એવા, પ્રકાશ થકી ચાર્જિંગ કરી લેતા સેલ વાપરવાની ટેકનોલોજી ઉપર બીજી કંપનીઓ અખતરા કરી રહી છે. રેટિનાઇટિસ પિગ્મેન્ટોસા જેવા જનીનગત રોગનો ઇલાજ જનીનઉપચારથી કે સ્ટેમસેલથી કરવાના પ્રયોગો પણ ચાલે છે. આ બધા પ્રયાસ અત્યારે ભલે પા પા પગલી જેવા લાગે, પણ એમની દિશા સાચી છે. એટલે આજે નહીં તો કાલે, એ નેત્રહીનોના જીવનમાં નવું અજવાળું પેદા કરશે એમાં શંકા નથી.
Labels:
medicine,
science/વિજ્ઞાન
Subscribe to:
Posts (Atom)