Showing posts with label International Relations. Show all posts

Tuesday, March 11, 2014
રશિયા-અમેરિકા વિગ્રહની ચિંતા તાજી કરાવતી ક્રિમીઆની કટોકટી
સામ્યવાદી આપખુદશાહીના ભારે બંધાયેલા સોવિયેત રશિયાનું ૧૯૯૧માં વિઘટન થયું. વિશ્વસ્તરે તેના બે સૂચિતાર્થ હતા : સામ્યવાદી મોડેલનો અંત અને રશિયા-અમેરિકા વચ્ચેના શીત યુદ્ધ (કૉલ્ડ વૉર) પર કાયમી પૂર્ણવિરામ.
એક વિચારધારા તરીકે સામ્યવાદ ભલે જીવીત રહી, પણ તેના સૌથી મોટા શો પીસ સોવિયેત રશિયામાંથી ઉઠમણું થયા પછી સામ્યવાદની ફરતે રહેલું, વૈકલ્પિક શાસનવ્યવસ્થા તરીકેનું તેજવર્તુળ લુપ્ત થયું. શીતયુદ્ધ તો થોડેઘણે અંશે ચાલુ રહે એવી પણ સંભાવના ન હતી. કારણ કે વિઘટન પછી રશિયાની હાલત પીંછાંવિહોણી શાહુડી જેવી થઇ. આર્થિક રીતે વેરવિખેર રશિયા મહાસત્તાપદેથી ફેંકાઇ ગયા પછી અમેરિકાની સામે થાય અને બન્ને વચ્ચે સીધો સંઘર્ષ થાય એવી સંભાવના ન રહી.
પરંતુ શીતયુદ્ધના અંત પછી પહેલી વાર, ક્રિમીઆ/Crimeaના મુદ્દે સોવિયેત રશિયા અને અમેરિકા-યુરોપ આમનેસામને આવી ગયાં છે. નોબત ભલે સશસ્ત્ર સંઘર્ષ - કે કેટલાક ઉત્સાહીઓ કહે છે તેમ, ‘ત્રીજા વિશ્વયુદ્ધ’ સુધી, ન પહોંચી હોય, પણ અમેરિકાએ રશિયા પર પ્રાથમિક અને હળવા પ્રતિબંધો લાદીને સંઘર્ષની દિશામાં પહેલું પગલું ભર્યું છે. અમેરિકાના સત્તાવાર ખાનગી દસ્તાવેજો જાહેર કરી દેનાર એડવર્ડ સ્નોડેનને રશિયાએ રાજ્યાશ્રય આપ્યો ત્યારે બન્ને દેશો વચ્ચેના સંબંધ આટલા વણસ્યા ન હતા. પણ ક્રિમીઆનો કેસ જુદો છે.
ક્રિમીઆ યુક્રેનનો એક પ્રાંત છે. આમ તે સ્વાયત્ત. તેની સંસદ પણ અલગ. છતાં સત્તાવાર રીતે તે યુક્રેન દેશનો હિસ્સો ગણાય છે. હવે ક્રિમીઆ યુક્રેન સાથે છેડા છોડીને રશિયામાં ભળી જવા તલપાપડ છે. એ મતલબનો ઠરાવ પણ ક્રિમીઆની સંસદે પસાર કરી દીધો છે અને પોતાને અપનાવી લેવા રશિયાને વિનંતી કરી છે. યુક્રેનને સ્વાભાવિક રીતે જ ક્રિમીઆની આ ચેષ્ટા અને રશિયાની દખલગીરી સામે વાંધો છે. યુક્રેનના પડખે યુરોપ-અમેરિકા છે અને ક્રિમીઆની પડખે રશિયા.
ભૂગોળનો ઇતિહાસ, ભાષાનો ભેદ
યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ સોવિયેત રશિયાના જમાનામાં યુક્રેન રશિયાનો જ એક હિસ્સો હતું. એ વખતે યુક્રેન અને ક્રિમીઆ વચ્ચેના આર્થિક-સાંસ્કૃતિક સામ્ય અને ભૌગોલિક નિકટતાને ઘ્યાનમાં રાખીને, રશિયાએ ૧૯૫૪માં ક્રિમીઆને યુક્રેનનો હિસ્સો બનાવી દીઘું.
કાળા સમુદ્રના કિનારે આવેલું ક્રિમીઆ નૌકાદળ અને સમુદ્રી વેપારની દૃષ્ટિએ ભારે મહત્ત્વનું મથક છે. એટલે, ૧૯૯૧માં સોવિયેત રશિયાનું વિઘટન થયા પછી યુક્રેન સ્વતંત્ર દેશ બન્યો ત્યારે રશિયાએ તેની સાથે કરાર કર્યા. એ પ્રમાણે (યુક્રેનના એક પ્રાંત) ક્રિમીઆના સેવાસ્તોપોલ બંદરે રશિયાનો નૌકાકાફલો મોજૂદ રહ્યો. આ લીઝ-કરારની મુદત ૨૦૧૦માં પૂરી થતાં, તેને વર્ષ ૨૦૪૨ સુધી રીન્યુ કરવામાં આવ્યો.
યુક્રેન સ્વતંત્ર રાષ્ટ્ર બન્યા પછી તેના લોકમતમાં મુખ્ય બે ભાગ પડ્યા. યુક્રેનના ક્રિમીઆ સહિતના ત્રણ પ્રાંતમાં રશિયન ભાષા બોલનારા લોકોનું પ્રમાણ અડધાથી વધારે છે. પૂર્વ યુક્રેનના પ્રાંતોમાં રશિયન બોલનારા મોટી સંખ્યામાં છે, જ્યારે પાટનગર કીવ સહિત પશ્ચિમ અને ઉત્તર યુક્રેનમાં યુક્રેનિઅન ભાષા બોલનારાની બહુમતી છે. અલબત્ત, આ બન્ને ભાષીઓ વચ્ચે સુમેળ છે. યુક્રેનનાં એક રશિયનભાષી ફોટોગ્રાફરે સી.એન.એન. પર પોતાના એક લેખમાં નોંઘ્યું છે કે રશિયા વર્ષોથી દુષ્પ્રચાર કરે છે. છતાં હકીકત એ છે કે રશિયનભાષીઓ પર યુક્રેનિઅન ભાષા બોલનારી બહુમતીએ હજુ સુધી કોઇ જાતનું દબાણ કર્યું નથી.
યુક્રેન રશિયાને યુરોપના દેશો સાથે જોડે છે.(જુઓ નકશો) યુરોપમાં ગેસ પહોંચાડતી રશિયાની તમામ પાઇપલાઇનો યુક્રેનમાં થઇને પસાર થાય છે. એટલે યુક્રેન તેની પશ્ચિમે આવેલા યુરોપના દેશોને બદલે પૂર્વમાં આવેલા રશિયા સાથે જોડાયેલું રહે, એવું રશિયાના શાસકો ઇચ્છે. વર્ષ ૨૦૧૦માં યુક્રેનમાં ચૂંટણી થઇ ત્યારે રશિયાતરફી વિક્ટર યાનુકોવિચ પ્રમુખ તરીકે ચૂંટાયા. નવેમ્બર, ૨૦૧૩માં યાનુકોવિચે યુરોપિઅન યુનિઅન સાથેનો વ્યાપારી કરાર તોડી નાખીને રશિયા સાથે વધારે ગાઢ સંબંધો વિકસાવવાની જાહેરાત કરી. યુક્રેનના ઘણા લોકોને - રશિયન ભાષીઓને પણ- આ પગલું પસંદ ન પડ્યું. રશિયા સાથે ગાઢ સંબંધનો અર્થ પુતિન જેવા માથાભારે નેતાના દરબારી બનવાનો હતો.
રશિયાતરફી પ્રમુખ યાનુકોવિચ સામે પાટનગર કીવમાં લોકોએ વિદ્રોહ કર્યો. અમેરિકા અને યુરોપના દેશોએ આ વિદ્રોહને ટેકો આપ્યો. યુરોપ સાથેના સંબંધ તોડવાના બદલામાં, રશિયાના પ્રમુખ પુતિને યુક્રેનને ૧૫ અબજ ડોલરના દેવામાંથી બહાર કાઢવાનો અને યુક્રેનને ઓછા દરે ગેસ આપવાનો વળતો વ્યવહાર કર્યો હતો. પણ યુક્રેનની બહુમતી પ્રજાને રશિયાની આડકતરી તાબેદારી ખપતી ન હતી.
પાટનગર કીવમાં લાખો લોકોનાં વિરોધ પ્રદર્શન ડિસેમ્બરમાં ચાલુ રહ્યાં. વિરોધ પ્રદર્શનોને ગેરકાયદે ઠરાવતો કાયદો પસાર થયા પછી પણ યુક્રેનમાં લોકજુવાળ શમ્યો નહીં. નાટ્યાત્મક ચઢાવઉતાર પછી, ફ્રાન્સ-જર્મની-પોલેન્ડ જેવા યુરોપના દેશોની મઘ્યસ્થીથી પ્રમુખ યાનુકોવિચે આંદોલનકારીઓ સાથે કરાર કરવો પડ્યો. તેના બીજા દિવસથી પ્રમુખ સત્તા છોડીને રશિયાભેગા થઇ ગયા. યુક્રેનની સંસદના અઘ્યક્ષને કાર્યકારી પ્રમુખ તરીકે નીમવામાં આવ્યા.
રશિયાનું સૈન્ય ક્રિમીઆના સેવાસ્તોપોલ બંદર પર તો હાજર હોય. પણ ત્યાંથી બહાર નીકળતાં પહેલાં તેણે યુક્રેન સરકારની પરવાનગી લેવી પડે. એને બદલે, ૨૭-૨૮ ફેબ્રુઆરીના રોજ રશિયાનું લશ્કર ક્રિમીઆનાં બીજાં કેટલાંક શહેરોમાં ફરી વળ્યું અને ક્રિમીઆના પાટનગર સિમ્ફરોપોલનાં મહત્ત્વનાં સરકારી મકાનો પર કબજો જમાવી દીધો. દરમિયાન, રશિયાના પ્રમુખ પુતિને રશિયાની સંસદ પાસેથી યુક્રેનમાં સૈન્ય મોકલવાની મંજૂરી મેળવી લીધી.
રશિયા યુક્રેન પર આક્રમણ કરે, તો યુરોપ-અમેરિકાને પણ હાથ જોડીને બેસી રહેવું પાલવે નહીં. એવી જ રીતે, ક્રિમીઆ યુક્રેનને બદલે રશિયાનો હિસ્સો બની જાય એ પણ યુરોપ-અમેરિકાને ફાવે તેમ નથી. એટલે રશિયા પર હળવા દબાણના પહેલા પગથિયા તરીકે અમેરિકાએ પ્રાથમિક પ્રતિબંધો લાદ્યા છે.
મુશ્કેલી એ છે કે રશિયા એ ઇરાન નથી કે જેની પર અમેરિકા-યુરોપ પ્રતિબંધો લાદે, તો તેને ન છૂટકે સમાધાનની વાતચીત માટે આવવું પડે. રશિયા ગેસનો પુરવઠો અટકાવી દે તો જર્મની સહિત યુરોપના ઘણા દેશોની થોડા સમય માટે ભારે અગવડ પડે. તેનો સ્વાદ થોડા સમય પહેલાં (૨૦૦૬માં) યુરોપના કેટલાક દેશોને મળી ચૂક્યો છે.
સંભવિત પગલાં
રશિયાનો મહાસત્તા તરીકેનો જૂનો દરજ્જો પાછો મેળવવા આતુર પુતિનને આક્રમણનું રાજકારણ તેમને ફાવે છે. સામે પક્ષે, અમેરિકા-યુરોપ રશિયાનું શું અને કેટલું બગાડી શકે, એ સવાલ છે. ક્રિમીઆએ રશિયામાં ભળી જવું જોઇએ કે નહીં, એ મુદ્દે ક્રિમીઆની સંસદે ૧૬ માર્ચના રોજ લોકમત યોજવાની જાહેરાત કરી દીધી છે. તેમાં રશિયાતરફી મત મળે તો, ક્રિમીઆની સરકારી મિલકતનું ‘રાષ્ટ્રિયકરણ’ કરી નાખવામાં આવશે અને ચલણ તરીકે રશિયાનો રૂબલ દાખલ કરવામાં આવશે. યુક્રેનની સરકારે લોકમતની કવાયતને ગેરકાયદે જાહેર કરી છે, પણ ક્રિમીઆ અને રશિયા સંપી જાય તો, યુરોપ-અમેરિકાના લશ્કરી ટેકા વિના કે બીજી રીતના ભારે દબાણ વિના, ક્રિમીઆ જાળવી રાખવું યુક્રેનને અઘરું પડશે.
પુતિનને ખાતરી છે કે રશિયાના વીટો પાવરને કારણે, સંયુક્ત રાષ્ટ્રસંઘ થકી યુરોપ-અમેરિકા કશું કરી શકવાનાં નથી. અમેરિકા-યુરોપ પ્રતિબંધોની ભીંસ વધારે તો રશિયામાં ધંધો કરતી અમેરિકન-યુરોપિઅન કંપનીઓને પણ વેઠવાનું આવે એ નક્કી છે. (એક અંદાજ પ્રમાણે આશરે છ હજાર જર્મન કંપનીઓ રશિયામાં ધંધો કરે છે.) જર્મનીને રશિયાના ગેસની ગરજ છે, તો બ્રિટન રશિયાના ધનાઢ્યોના આર્થિક વ્યવહારો માટેનું મુખ્ય કેન્દ્ર છે. આ સ્થિતિમાં રશિયા પર કોઇ પણ પ્રકારના પ્રતિબંધો મૂકવા એ આર્થિક મંદીમાંથી પસાર થઇ રહેલા યુરોપના દેશો માટે પગ પર કુહાડો મારવા બરાબર છે. યુરોપિઅન યુનિઅન ખાડે ગયેલા યુક્રેનને આર્થિક મદદ આપ્યા પછી, તેને આર્થિક ઉદારીકરણ અને આર્થિક નીતિમાં બદલાવના માર્ગે દોરી જવા ઇચ્છે છે (જે રસ્તે ભારતને ૧૯૯૧માં જવું પડ્યું હતું.)
ક્રિમીઆમાં લોકમત પછી તે રશિયામાં ભળી જાય અને મે, ૨૦૧૪માં યુક્રેનમાં થનારી ચૂંટણીમાં રશિયાતરફી ઉમેદવારની યેનકેનપ્રકારે જીત થાય તો યુરોપ-અમેરિકાને ફક્ત ક્રિમીઆથી જ નહીં, યુક્રેનથી પણ હાથ ધોવાનો વારો આવે. આ સ્થિતિમાં યુરોપ-અમેરિકાના નેતાઓ-રાજદ્વારીઓની મુત્સદ્દીગીરીની કસોટી છે. લોહીનું એક ટીપું સુદ્ધાં વહાવ્યા વિના, પુતિન ક્રિમીઆને રશિયા સાથે જોડી દેશે તો એ અમેરિકા સહિતના દેશોની નિષ્ફળતા ગણાશે. પુતિન માટે ત્યાર પછી યુક્રેનનો વારો હશે. તેને જીતવાની જરૂર નહીં રહે. ત્યાં રશિયાતરફી પ્રમુખ હોય એટલું જ પુતિન માટે પૂરતું થઇ પડશે. સ

Labels:
International Relations
Tuesday, March 19, 2013
ભારત-ઇટાલી તનાવઃ ‘રાષ્ટ્રવાદ’ અને અસલિયત
સરેરાશ ભારતવાસીઓ માટે ઇટાલી એટલે પિત્ઝા અને સોનિયા ગાંધી. કૌભાંડરસિક જનતાને બોફર્સ સોદામાં ખરડાયેલા ક્વોત્રોકિનું નામ યાદ આવે, તો ઇતિહાસના પાકા લોકોને યાદ આવે કે ઇટાલીનાં સામાન્ય પરિવારનાં પુત્રી સોનિયા મેઇનોએ રાજીવ ગાંધી સાથે લગ્ન કર્યા પછી લાંબા સમય સુધી ભારતનું નાગરિકત્વ લીઘું ન હતું. અલબત્ત, ઘણા વખતથી તે ભારતનાં નાગરિક બની ચૂક્યાં છે. અને અમદાવાદના પિત્ઝામાં રહ્યું છે એટલું જ- નામ પૂરતું- ઇટાલીપણું સોનિયા ગાંધીમાં રહ્યું હશે. છતાં, તેમનું ઇટાલિયન કુળ વિપક્ષોનું મનગમતું અને હાથવગું મહેણાસ્ત્ર છે.
સોનિયા ગાંધી સામે વાંધો પાડવા જવાબદારી વગરની સત્તાના ભોગવટાથી માંડીને એકહથ્થુ શાસન જેવા અનેક મુદ્દા છે. એને બદલે, સોનિયા ગાંધીનું ઇટાલિયન હોવું, એ વર્ષો પછી પણ ભારતના રાજકારણનો એક અગત્યનો મુદ્દો બને અને ‘રાષ્ટ્રવાદીઓ’ને તેની સામે સતત વાંધો પડે, એ ‘રાષ્ટ્રવાદ’ના ખ્યાલની સંકુચિતતા અને રાજકારણનું છીછરાપણું દર્શાવે છે.
ઇટાલી થોડાં અઠવાડિયાથી વઘુ એક વાર ભારતનાં મથાળાંમાં ચમક્યું છે. સૌથી પહેલાં, ઇટાલિયન કંપની અગુસ્તાવેસ્ટલેન્ડ સાથે થયેલા હેલિકોપ્ટર સોદામાં કટકીનો મામલો આવ્યો. એમાં ભારતના વાયુદળના ભૂતપૂર્વ વડા સુધી રેલો પહોંચ્યો. તેનો વિવાદ શમે એ પહેલાં હત્યાના આરોપસર ભારતમાં કસ્ટડીમાં રખાયેલા ઇટાલીના નૌકાદળના બે સૈનિકોના મુદ્દે ઇટાલી અને ભારત આમનેસામને આવી ગયાં છે. પાછા ફરવાની બાંહેધરી સાથે ઇટાલી ગયા પછી સૈનિકો તો સૈનિકો, ખુદ ઇટાલીની સરકાર નામકર ગઇ છે અને સૈનિકો પાછા નહીં આવે, એવું ભારતને કહી દેવામાં આવ્યું છે.
ભારતને શરમજનક સ્થિતિમાં મૂકતા આ ઘટનાક્રમ વિશે વાત કરતાં પહેલાં, તેની સાથે સીધો સંબંધ કે સરખામણી ન હોય એવો, પહેલા વિશ્વયુદ્ધ પછીનો એક બનાવ સાંભરે છે.
મુસોલિનીના જમાનામાં...
ઇટાલીનો ફાસીવાદી શાસક મુસોલિની સરમુખત્યાર જેવી સત્તા અને આક્રમક રાષ્ટ્રવાદના ઘાતક સંયોજન માટે કુખ્યાત હતો. યુરોપના દેશોમાં મહત્ત્વની દૃષ્ટિએ ઇટાલીનું વજૂદ ખાસ કશું નહીં, પણ મુસોલિનીને કોઇ પણ હિસાબે મોટા દેખાવાના બહુ ધખારા હતા. લોકશાહી પ્રત્યે ભારોભાર અવિશ્વાસ અને ફાસીવાદી માનસિકતા ધરાવતા શાસકો પોતાના અપમાનને દેશનું અપમાન અને પોતાના જયજયકારને દેશના જયજયકાર તરીકે ખપાવવામાં ઉસ્તાદ હોય છે. મુસોલિની પણ ઇટાલીનો- એટલે કે પોતાનો- છાકો પાડવા માટે બહુ આતુર હતો. ૧૯૨૩માં તેને એવી તક મળી.
યુરોપના બે દેશો ગ્રીસ અને આલ્બેનિયા વચ્ચે સરહદની તકરાર હતી. એની વાટાઘાટો માટે ‘કોન્ફરન્સ ઓફ એમ્બેસેડર્સ’ તરીકે ઓળખાતી એલચીસભાની બેઠક ચાલતી હતી. એ વખતે ગ્રીસના કેટલાક લૂંટારાએ સરહદ નજીકના વિસ્તારમાં ઇટાલીના પ્રતિનિધિ અને તેના સાથીદારની હત્યા કરી. ‘રાષ્ટ્રવાદી’ (એટલે કે પોતાના સ્વાર્થ માટે રાષ્ટ્રપ્રેમ જેવી લાગણીને વટાવી ખાનાર) મુસોલિની રાજાપાઠમાં આવી ગયો. ઇટાલીના પ્રતિનિધિના હુમલા માટે તેણે આખા ગ્રીસ દેશને દોષી ઠેરવ્યો અને કહ્યું કે ગ્રીસે ઇટાલીની મદદથી પાંચ દિવસમાં હત્યારાઓને શોધીને ફાંસી આપવી. આટલેથી સંતોષ ન થતાં મુસોલિનીએ જાહેર કર્યું કે હત્યાનો શોક વ્યક્ત કરવા માટે ઇટાલીની જેમ ગ્રીસે પણ તેનો ઘ્વજ અરધી કાઠીએ ફરકાવવો અને દંડ પેટે ઇટાલીના ચલણમાં પાંચ કરોડ લીરા ભરપાઇ કરવા.
હત્યાની તપાસમાં સહકાર આપવાની ગ્રીસની તૈયારી હતી, પણ મુસોલિનીની જમાદારી સામે તેણે વિરોધ નોંધાવ્યો. બસ, મુસોલિનીને આવી કોઇ ઉશ્કેરણીની જ તલાશ હતી. તેણે ગ્રીસના કોર્ફુ ટાપુ પર હુમલો કરીને ત્યાં ઇટાલીનો કબજો જમાવી દીધો.
એ વખતે અત્યારના સંયુક્ત રાષ્ટ્રસંઘ ‘યુનો’થી પણ વધારે નબળી બે સંસ્થાઓ ‘રાષ્ટ્રસંઘ’ અને આગળ જણાવેલી એલચીસભા મોજૂદ હતી. તેમાં રહેલા દેશોને ન્યાયમાં નહીં, ફક્ત પોતાના હિતમાં રસ હતો. તેમણે ઇટાલીની તરફેણમાં ચુકાદો આપ્યો. છેવટે, ગ્રીસે પાંચ કરોડ લીરાની ખંડણી ભરી અને સામાન્ય રીતે મુસોલિનીનાં કરતૂત ભણી આંખ આડા કાન કરતા બ્રિટને તેને ચીમકી આપી, ત્યારે મુસોલિનીએ કોર્ફુ ટાપુનો કબજો છોડ્યો. પરંતુ વટ પાડવાનો અને ધોંસ જમાવવાનો તેનો હેતુ સિદ્ધ થઇ ચૂક્યો હતો.
હાથમાં તેની બાથમાં
ફેબ્રુઆરી, ૨૦૧૨. કેરળ નજીક ભારતની દરિયાઇ હદમાં એક ટેન્કર અને એક સ્થાનિક માછીમાર નૌકા આમનેસામને થઇ ગયાં. ટેન્કરમાં તેના સ્ટાફ ઉપરાંત છ ઇટાલિયન નૌસૈનિકો હતા. આરોપ પ્રમાણે, તેમણેે કશી ઉશ્કેરણી વિના માછીમાર નૌકા પર ગોળીબાર કર્યો. તેમાં કેરળના બે માછીમારો માર્યા ગયા.
આ સમય ૧૯૨૩નો નહીં, ૯૦ વર્ષ પછીનો હતો. એટલે મુસોલિનીના અંદાજમાં આખેઆખા ઇટાલીને દોષી ઠરાવવાનો સવાલ ન હતો, પણ ભારતના તટરક્ષક દળે ટેન્કરને આંતરીને હત્યાના આરોપસર ઇટાલીના બે નૌસૈનિકોની ધરપકડ કરી. સૈનિકોએ એવો બચાવ કર્યો કે ચાંચિયાગીરીની શંકાથી માછીમાર નૌકા પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. આ બાબતના ટેકામાં ભારતીય અદાલતમાં દસ્તાવેજો રજૂ કરી શક્યા નહીં. કેરળની રાજ્ય સરકારે સખ્તાઇથી કામ લઇને બન્ને નૌસૈનિકોને કસ્ટડીમાં મોકલી આપ્યા.
પોતાના સૈનિકોને આમ અંતરિયાળ પકડીને પુરી દેવા બદલ ઇટાલીની સરકારે રાજકીય અને કાનૂની એમ બધા સ્તરે રજૂઆતો કરી. અનેક ટેકનિકલ મુદ્દા ઉપસ્થિત કરવામાં આવ્યા. આંતરરાષ્ટ્રિય કરારો-સમજૂતીઓ અને વિદેશ પ્રધાનના સ્તરે રાજદ્વારી મંત્રણાઓ ચાલી. પરંતુ ભારતે જરાય નમતું આપ્યું નહીં. દરમિયાન ઇટાલીના નૌસૈનિકોને બીજા કેદીઓની જેમ નહીં, પણ સારી રીતે રાખવામાં આવતા હતા. ઇટાલીના રાજદૂત કે તેમના પ્રતિનિધિ રોજ બન્ને કેદીઓને મળતા હતા.
ભારતનું વલણ એવું હતું કે તમે પરદેશી છો. એટલે વધારાની સગવડો મળશે. પણ કાયદો કાયદાનું કામ કરશે. ઇટાલીની લાખ દલીલો સામે ભારતનું એક ‘ઊંહું’- એવો તાલ હતો. કારણ કે સૈનિકોનો કબજો ભારત પાસે હતો.
સ્થાનિક અદાલતમાં અને હાઇકોર્ટમાં બન્ને ઇટાલિયન આરોપીઓ સામે કામ ચાલ્યું. કાનૂની પ્રક્રિયા ચાલુ હતી અને ૨૦૧૨નો ડિસેમ્બર આવ્યો. એટલે ઇટાલીના વિદેશમંત્રીની વિનંતીથી કેરળની હાઇકોર્ટે બન્ને આરોપીઓને બે અઠવાડિયાં માટે નાતાલ ઉજવવા વતન જવાની રજા આપી. તેમની જામીનગીરી પેટે રૂ.૬ કરોડ લેવામાં આવ્યા હતા.
પહેલી વાર તો બન્ને સૈનિકો નક્કી થયા પ્રમાણે બે અઠવાડિયાંમાં ભારત પાછા આવી ગયા, પણ ફેબુ્રઆરી, ૨૦૧૨માં ફરી એક વાર, આ વખતે ઇટાલીમાં આવતી ચૂંટણીમાં મતદાન કરવાના બહાને, બન્ને આરોપીઓને ચાર અઠવાડિયાં માટે વતન જવાની રજા આપવામાં આવી. આ રજા મોઢામોઢ વિનંતી પર નહીં, પણ ભારતમાં રહેલા ઇટાલીના રાજદૂતના સોગંદનામા તથા ઇટાલીના વડાપ્રધાન-વિદેશમંત્રીના ઇ-મેઇલના આધારે મંજૂર થઇ હતી. પરંતુ ૧૧ માર્ચના રોજ ઇટાલીએ જાહેર કરી દીઘું કે બન્ને સૈનિકો ભારત પાછા નહીં ફરે. હાથ ઊંચા કરી દેવા માટે ઇટાલીએ આંતરરાષ્ટ્રિય કાયદાનું બહાનું આપ્યું હતું, પરંતુ એ વિશે ભારતની સર્વોચ્ચ અદાલતે ૧૮ જાન્યુઆરીના રોજ ફેંસલો આપી દીધો હતો. આ કેસ ભારતના અધિકારક્ષેત્રમાં આવતો નથી, એવી રજૂઆતને અદાલતે ફગાવી દીધી. સાથોસાથ એ પણ કહ્યું કે કેરળનું અધિકારક્ષેત્ર ૧૨ દરિયાઇ માઇલ સુધી ગણાય, પણ ધરપકડ ૨૦.૫ દરિયાઇ માઇલ દૂરથી થઇ છે. એટલે કેરળની હાઇકોર્ટમાં આ કેસ ચાલી શકશે નહીં. કેસ ચલાવવા માટે સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશની સાથે વાત કરીને અલગ અદાલત રચવાનું કહ્યું.
આ વાત ઇટાલી લઇ પડ્યું. ઇટાલી તરફથી એવું જાહેર કરવામાં આવ્યું કે બન્ને સૈનિકો સામે હજુ સુધી કોઇ આરોપો ઘડવામાં આવ્યા નથી. જે કંઇ થયું હોય તે કેરળની હાઇકોર્ટમાં થયું હતું અને ભારતની જ સર્વોચ્ચ અદાલતે કહ્યું છે કે આ મામલો હાઇકોર્ટના અધિકારક્ષેત્રમાં આવતો નથી. તો પછી, સૈનિકોને શા માટે પાછા મોકલવા જોઇએ?
પહેલી નજરે તાર્કિક લાગતી આ દલીલમાં એ વાત સિફતથી ગુપચાવી દેવાય છે કે સર્વોચ્ચ અદાલતે આ કેસ માટે અલગ અદાલત સ્થાપવાનું સૂચવ્યું છે. મતલબ, સૈનિકો સામે કેસ બને છે અને એ પાછા નહીં આવે તો હત્યાના કેસ ઉપરાંત સર્વોચ્ચ અદાલતના અપમાનનો વધારાનો કેસ બનશે. અદાલતે ભારતમાં રહેતા ઇટાલીના રાજદૂત ભારત છોડીને જઇ શકશે નહીં એવું ફરમાન જારી કર્યું છે. એ મુજબ ગયા શુક્રવારે દેશનાં એરપોર્ટ પર આ સૂચના મોકલી આપવામાં આવી છે.
આખા ઘટનાક્રમના ઉત્તરાર્ધમાં ઇટાલીની આડોડાઇ સાફ છે. પરંતુ ‘રાષ્ટ્રવાદી’ ઉત્સાહ બાજુ પર રાખતાં, અભ્યાસીઓને લાગે કે સૈનિકોની ધરપકડ અને તેમની સામેના આરોપ મજબૂત નથી. એ તબક્કે કેરળ સરકાર અને અદાલત દ્વારા થયેલી કાર્યવાહીમાં કાયદાકીય જોગવાઇઓ કરતાં લોકલાગણીએ વધારે ભાગ ભજવ્યો હોવાનું મનાતું હતું અને સર્વોચ્ચ અદાલતના હુકમ પછી એ સાબીત પણ થયું છે.
આ મામલાને ભારતના હાથમાં ન આવેલા બોફર્સ કટકીબાજ ક્વોત્રોકિ સાથે સાંકળવાની જરૂર નથી. કારણ કે ક્વોત્રોકિનો કેસ વ્યક્તિગત હતો, જ્યારે બન્ને સૈનિકો માટે ઇટાલીએ સરકારી રાહે બાંહેધરી આપી હતી. એવી જ રીતે, આ તકરારનું પરિણામ જે આવે તે- અને તેમાં ભારતની રાજદ્વારી કુનેહની કસોટી થશે- પરંતુ તેને રાષ્ટ્રિય ગૌરવ કે રાષ્ટ્રિય નામોશી સાથે પણ સાંકળવા જેવું નથી.
Labels:
International Relations,
Italy
Subscribe to:
Posts (Atom)
.jpg)