Showing posts with label justice. Show all posts

Wednesday, September 17, 2014
ઉપલી અદાલતોના ન્યાયાધીશોની નિમણૂંકમાં તટસ્થતા-પારદર્શકતા : ફક્ત હોવી નહીં, દેખાવી પણ જોઇએ
ભારતનો રાજકીય વર્ગ પોતાનાં પગાર-પેન્શન સિવાયના કોઇ મુદ્દે એકમતીથી નિર્ણય લે ત્યારે નવાઇ લાગે.
સામાન્ય સંજોગોમાં તો રાજકીય એકમતી આદર્શ ગણાય. કેમ કે, ‘ભારે મતભેદ ધરાવતા રાજકીય પક્ષો દેશહિતના અગત્યના મુદ્દે એક થઇ ગયા’ એવું માનવું ગમે. પરંતુ વાસ્તવિકતા એ છે કે બધા પક્ષે ભાગ્યે જ એકમત થાય છે. એ હિસાબે, નવી એનડીએ સરકારે રજૂ કરેલા બે ખરડા બન્ને ગૃહોમાં જે રીતે સડસડાટ પસાર થઇ ગયા, એ કંઇક ચિંતા સાથે ઘ્યાન ખેંચે એવી બાબત હતી.
એક ખરડો હાઇ કોર્ટ- સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની નિમણૂંક માટેની ‘કોલેજિયમ પ્રથા’નો અંત આણીને, તેના સ્થાને ‘નેશનલ જ્યુડિશ્યલ અપોઇન્ટમેન્ટ્સ કમિશન’ નીમવા અંગેનો, જ્યારે બીજો ખરડો બંધારણમાં તદ્નુરૂપ ફેરફાર કરવાનો હતો.
અમર્યાદ સત્તા
સર્વોચ્ચ અદાલતની નવ ન્યાયાધીશોની એક બેન્ચના ચુકાદાથી ૧૯૯૩માં અમલમાં આવેલી ‘કોલેજિયમ સીસ્ટમ’નો ટૂંક સાર એટલો છે કે તેમાં સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ અને બીજા વરિષ્ઠ ન્યાયાધીશો જ હાઇ કોર્ટ- સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની નિમણૂંક અને તેમની બદલીઓ કરી શકે. તેમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓનું કે વડાપ્રધાન સુદ્ધાંનું કશું ચાલે નહીં અને કશું ઉપજે પણ નહીં. ટૂંકમાં, લોકતંત્રના ત્રણ પાયામાંથી એક પાયો - ન્યાયતંત્ર- બાકીના બે (એક્ઝિક્યુટીવ-વહીવટી તંત્ર અને લેજિસ્લેચર- ગૃહો)થી સંપૂર્ણપણે સ્વતંત્ર થઇ જાય.
કોલેજિયમ પ્રથા દાખલ કરવા પાછળનો આશય તો સારો હતો : ન્યાયતંત્રમાં નેતાઓની કશી દખલગીરી ન રહે. પરંતુ તેના કેટલાક ગંભીર પ્રશ્નો પણ હતા. સૌથી પહેલો અને પાયાનો પ્રશ્ન બંધારણીય જોગવાઇનો હતો. બંધારણમાં લોકશાહીના ત્રણે પાયાને એકબીજાથી સ્વતંત્ર છતાં કોઇ એકની સત્તા અમર્યાદ ન થઇ જાય એ રીતે મૂકવામાં આવ્યા છે. તેની જોગવાઇ પ્રમાણે (કટોકટીના અપવાદને બાદ કરતાં) ૧૯૯૩ સુધી સરકાર અને રાષ્ટ્રપતિ સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશને જાણ કરીને ન્યાયાધીશોની નિમણૂંક કરતાં હતાં. અલબત્ત, તેમાં સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશની ભૂમિકા મર્યાદિત હતી. અસામાન્ય સંજોગો સિવાય તે નિમણૂંકમાં માથું ન મારી શકે- પોતાનું ધાર્યું કરાવવાનો તો સવાલ જ નહીં.
આ પદ્ધતિ લાંબા સમય સુધી અને એકંદરે અસરકારક રીતે ચાલી. દેશને કેટલાક ઉત્તમ ન્યાયાધીશો આ પદ્ધતિથી મળ્યા. જોકે, તેમાં આ પદ્ધતિ કરતાં પણ વધારે જશ તે સમયના રાજકર્તાઓને અને ઊંચી નિષ્ઠા ધરાવતા ન્યાયાધીશોને આપવો રહ્યો. કોલેજિયમ પ્રથાના ચુકાદા પછી બંધારણીય જોગવાઇનું શીર્ષાસન થઇ ગયું. ૧૯૯૩માં આવેલા ચુકાદામાં સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશને હાઇ કોર્ટ- સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની નિમણૂંકો-બદલીઓની સત્તા આપવામાં આવી. તેમની સાથે સુપ્રીમ કોર્ટના બે વરિષ્ઠ ન્યાયાધીશ ખરા. છતાં, મુખ્ય ન્યાયાધીશનો ચુકાદો આખરી. ૧૯૯૮માં ‘પ્રેસિડેન્શ્યલ રેફરન્સ’- (કાનૂની સ્થિતિ સ્પષ્ટ કરવા માટે રાષ્ટ્રપતિએ સર્વોચ્ચ અદાલતને કરેલી સત્તાવાર પૃચ્છા) પછી, મુખ્ય ન્યાયાધીશ પાસેની એકહથ્થુ સત્તા લઇને, તે કોલેજિયમને આપવામાં આવી. કોલેજિયમમાં મુખ્ય ન્યાયાધીશ ઉપરાંત સર્વોચ્ચ અદાલતના બીજા ચાર સૌથી સિનિયર ન્યાયાધીશ હોય.
કોલેજિયમ પ્રથા બંધારણના હાર્દ કરતાં વિપરીત હતી, પણ રાષ્ટ્રપતિએ તેને સ્વીકારી લીધી અને સરકારોએ આ બાબતે અદાલતો સાથે સંઘર્ષમાં ઉતરવાનું ટાળ્યું. પરંતુ થોડાં વર્ષોમાં કોલેજિયમ પ્રથાની મર્યાદાઓ દેખાવા લાગી. સૌથી મોટો સવાલ ન્યાયાધીશોની નિમણૂંકમાં પારદર્શકતાના અભાવનો અને એ બાબતમાં ન્યાયતંત્રને મળેલી અમર્યાદ સત્તાનો હતો. ભારતીય બંધારણના હાર્દ પ્રમાણે, લોકશાહીના ત્રણમાંથી એક પાયાને સત્તા મળે તો એ બેફામ ન થઇ જાય, એટલે તેની છેવટની લગામ બીજા પાયા પાસે હોય. પરંતુ ન્યાયતંત્રની નિમણૂંકોની બાબતમાં કોલેજિયમનું કામકાજ રજવાડા જેવું હોવાના આરોપ થયા.ગયું. તેને કોઇ કહેનાર નહીં અને કહે તો એ સાંભળવા બંધાયેલું નહીં. કયા ન્યાયાધીશની નિમણૂંક થઇ અને કોની કેમ ન થઇ, એવા સવાલના જવાબ કદી મળે નહીં. પારદર્શકતાનું નામ નહીં. બસ, કોલેજિયમે ફેંસલો લીધો એટલે ફાઇનલ.
સુપ્રીમ કોર્ટ ઉપરાંત દેશભરની હાઇ કોર્ટના ન્યાયાધીશોની નિમણૂંક અને બદલીઓની સત્તા તો મળી, પણ તેની સાથે સંકળાયેલું વહીવટી કામ કેટલું વધી જાય? એ સંભાળવા જેટલી વહીવટી ક્ષમતા કોલેજિયમ પાસે હતી નહીં. અમસ્તી પણ ભારતના ન્યાયતંત્રમાં ખાલી રહેતી જગ્યાઓનો પ્રશ્ન ગંભીર છે. તેમાં એ કામમાંથી સરકાર સાવ નીકળી જાય અને પાંખી વહીવટી ક્ષમતા ધરાવતું કોલેજિયમ સર્વેસર્વા બને, એટલે ઘણા પ્રશ્નો ઊભા થાય.
એ બઘું જ થયું. કેટલાક વિવાદાસ્પદ ન્યાયાધીશોને બઢતી મળી અને તેના પરિણામે ન્યાયતંત્રની પ્રતિષ્ઠાને વેઠવું પડ્યું. ૧૯૯૩ના ચુકાદાના એક ન્યાયાધીશ જસ્ટિસ જે.એસ.વર્માએ આગળ જતાં કોલેજિયમ પદ્ધતિની મર્યાદાઓ સ્વીકારી. તેમણે કહ્યું, ‘મારા ૧૯૯૩ના ચુકાદા વિશે ઘણી ગેરસમજણો થઇ અને તેનો દુરુપયોગ પણ થયો...મારા ચુકાદામાં (તો) કહેવાયું છે કે ન્યાયાધીશોની નિમણૂંક પ્રક્રિયા એ એક્ઝિક્યુટીવ અને જ્યુડિશ્યરી એ બન્નેની સહિયારી સામેલગીરી ધરાવતી કવાયત છે.’ બીજા ઘણા ન્યાયાધીશો અને સંસ્થાઓ વખતોવખત કોલેજિયમ પદ્ધતિની બંધારણ સાથેની અસંગતતા ચીંધતા રહ્યા છે.
દાનતનો સવાલ
યુપીએ સરકાર કોલેજિયમ પદ્ધતિ દૂર કરવા ઇચ્છતી હતી અને એ માટે સંસદમાં ખરડો લાવવા ઇચ્છતી હતી. વર્ષ ૨૦૧૦માં કોલેજિયમ પ્રથા સામે સર્વોચ્ચ અદાલતમાં એક અરજી થઇ ત્યારે સર્વોચ્ચ અદાલતના એમિકસ ક્યુરી (મિત્રવત્ સલાહકાર)ની ભૂમિકામાં રહેલા જસ્ટિસ એ.કે.ગાંગુલીએ પણ ૧૯૯૩ના ચુકાદા અંગે ફેરવિચારનું સૂચન કર્યું હતું. તત્કાલીન એટર્ની જનરલ જી.ઇ.વહાણવટીએ ગાંગુલીના મતને સરકારી રાહે સમર્થન આપ્યું હતું. તત્કાલીન કાયદામંત્રી કપિલ સિબ્બલે કોલેજિયમ પ્રથાને ફગાવી દેતો ખરડો લાવવાની વાત કરી હતી, પરંતુ સંભવતઃ સભ્યસંખ્યા અને મક્કમતાના અભાવે એ શક્ય બન્યું નહીં.
નવી રચાયેલી એનડીએ સરકાર એ ખરડો લાવી અને પસાર પણ કરી દીધો, ત્યારે કપિલ સિબ્બલે તેનો વિરોધ કર્યો. અલબત્ત, તેમનો વિરોધ કોલેજિયમની નાબૂદી સામે નહીં, પણ નવા રચાયેલા ‘નેશનલ જ્યુડિશ્યલ અપોઇન્ટમેન્ટ્સ કમિશન’ની કેટલીક જોગવાઇઓ સામે છે. સોલી સોરાબજી જેવા વિદ્વાન ધારાશાસ્ત્રીઓએ પણ નવા રચાનારા કમિશનની કામગીરીની કેટલીક શરતો સામે વાંધો પાડ્યો છે. તેમને લાગે છે કે નવા કમિશનના માળખામાં રખાયેલી કેટલીક જોગવાઇઓ ન્યાયતંત્રની સ્વતંત્રતા પર તરાપ મારનારી છે.
ન્યાયાધીશોની નિમણૂંક માટે ન્યાયતંત્ર, સરકાર અને બહારના માણસોનું બનેલું કમિશન હોય, એ પ્રથા ઘણા દેશોમાં પ્રચલિત છે. બલ્કે, કેટલાક દેશોમાં (ભારતમાં અગાઉ હતું તેમ) ન્યાયતંત્રની નિમણૂંકો સરકાર દ્વારા જ થાય છે. એટલે નવા રચાનારા ‘નેશનલ જ્યુડિશ્યલ અપોઇન્ટમેન્ટ્સ કમિશન’ સામે તત્ત્વતઃ વાંધો પડવાનું કોઇ કારણ ન હોય.
આ કમિશનમાં છ સભ્યો છે : સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ, સર્વોચ્ચ અદાલતના બે સૌથી વરિષ્ઠ ન્યાયાધીશ, કાયદામંત્રી અને બે અન્ય મહાનુભાવો. આ બે મહાનુભાવોની નિમણૂંક વડાપ્રધાન, લોકસભામાં વિપક્ષી નેતા (કે સૌથી વઘુ બેઠકો ધરાવતા વિપક્ષના નેતા) અને સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ. આમ છ સભ્યોની નિમણૂંકમાં પણ સરકારનો હાથ ઉપર હોય એવું પહેલી નજરે ક્યાંય જણાતું નથી. પરંતુ ગરબડવાળી એક જોગવાઇ એવી છે કે સમિતિના છમાંથી કોઇ પણ બે સભ્યો જો કોઇ પણ સૂચિત નામ સામે વાંધો પાડે, તો એ ન્યાયાધીશની નિમણૂંક થઇ શકે નહીં. એટલે કે, કોઇ પણ નામ સામે સમિતિના બે સભ્યો ભેગા થઇને ‘વીટો’ વાપરી શકે.
ગોપાલ સુબ્રમણ્યમ્ની સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ તરીકે નિમણૂંકને મામલે વર્તમાન સરકારે જેવું નકારાત્મક વલણ અપનાવ્યું, એ જોતાં પોતાનાં રાજકીય હિતોને ભૂતકાળમાં ક્યારેક નડ્યા હોય એવા કોઇ પણ તટસ્થ ન્યાયાધીશનું નામ ‘વીટો’થી ઉડી જઇ શકે. આ આશંકા સૌથી ગંભીર અને ન્યાયતંત્રની તટસ્થતા સામે જોખમ ઊભું કરનારી હોઇ શકે છે. ભવિષ્યમાં બઢતી ઇચ્છનાર ન્યાયાધીશ રાજકારણીઓ સામે કડકાઇભર્યા ન્યાયી ચુકાદા આપતાં અચકાય, એવી આબોહવાનું નિર્માણ ‘વીટો’ની જોગવાઇથી થઇ શકે.
વળતી દલીલ કરનારા કહે છે કે જેમ સરકારી પ્રતિનિધિ ‘વીટો’ વાપરી શકે, તેમ ન્યાયતંત્રના પ્રતિનિધિઓ પણ સરકારે સૂચવેલાં નામ માટે ‘વીટો’ વાપરી શકે છે. આ દલીલ સાચી છે, પણ સરકારી ‘વીટો’ને કારણે થયેલા અન્યાયનું તેનાથી નિવારણ થતું નથી. ઇચ્છનીય એ છે કે ‘વીટો’ વાપરનારાને એ માટેનું કારણ જાહેર કરવાની ફરજ પાડવામાં આવે. એટલે કે કમિશનના સભ્યોને કોઇ ન્યાયાધીશના નામ સામે વાંધો હોય તો એ વાંધાનાં વિગતવાર કારણ માત્ર કમિશન સમક્ષ જ નહીં, નાગરિકો સમક્ષ પણ રજૂ કરવામાં આવે.
આ જોગવાઇ ઉમેરાય તો પણ, છેવટનો આધાર તો અમલકર્તાઓની દાનત પર રહે છે. ખોટું કરવાની પ્રાથમિક શરમ જ જતી રહી હોય અને ખોટું થતું જોવાની- તેનો વિરોધ કરવાની નાગરિકોની મૂળભૂત શક્તિ જ હણાઇ ગઇ હોય, તો પછી કોલેજિયમ હોય કે જ્યુડિશ્યલ કમિશન, કશો ફરક પડવાનો નથી.

Monday, August 04, 2014
મૂંઝવતો ન્યાય
(ગુજરાત સમાચાર, તંત્રીલેખ-સોમવાર-૪-૮-૧૪)
ગયા સપ્તાહે આવેલા બે ચુકાદા સામાન્ય નાગરિકને ન્યાયપ્રક્રિયા વિશે વિચારતા કરી દે એવા હતા. સર્વોચ્ચ અદાલતે ૧૯૯૩ના સુરત બોમ્બવિસ્ફોટ કેસના તમામ ૧૧ આરોપીઓને નિર્દોષ છોડી મૂક્યા. આ તમામને રાજ્યની ‘ટાડા’ અદાલતે વર્ષ ૨૦૦૮માં દોષી ઠેરવીને દસ વર્ષથી માંડીને વીસ વર્ષ સુધીના જેલની સજા ફટકારી હતી. બાબરી મસ્જિદને તોડી પડાયા પછીના અરસામાં થયેલા સુરત વિસ્ફોટમાં એક છોકરીનું મૃત્યુ થયું હતું અને ઘણા લોકો ઘાયલ થયા હતા. એ વખતે ‘ટાડા’ -ટેરરિસ્ટ એન્ડ ડિઝરપ્ટિવ એક્ટિવિટિઝ એક્ટ- અમલમાં હતો અને આ કેસ ‘ટાડા’ અદાલતમાં ચાલ્યો હતો.
સર્વોચ્ચ અદાલતના આ ચુકાદાથી અક્ષરધામ પર હુમલાનો કેસ તાજો થાય એ સ્વાભાવિક છે. એ કેસમાં પણ ‘ટાડા’ના મસિયાઇ ભાઇ જેવા ‘પોટા’ - પ્રીવેન્શન ઑફ ટેરરિઝમ એક્ટ- અંતર્ગત છ આરોપીઓને દોષી જાહેર કરાયા હતા. સર્વોચ્ચ અદાલતે આ વર્ષે એ તમામને નિર્દોષ છોડ્યા, ત્યાં સુધીમાં છમાંથી ચાર આરોપી ૧૧ વર્ષની જેલની સજા કાપી ચૂક્યા હતા.
સુરત બોમ્બ વિસ્ફોટ કેસમાં સર્વોચ્ચ અદાલતે બીજી બાબતો ઉપરાંત એવી ટીપ્પણી કરી છે કે ‘ટાડા’ના કાયદા હેઠળ આવતા ગુનાને લગતી માહિતી અને એકરારનામાં નોંધવા માટે ડીએસપીની મંજૂરી જરૂરી છે, જ્યારે આ કેસમાં રાજ્યના એડિશનલ ચીફ સેક્રેટરીએ જ એ મંજૂરી લાવી દીધી હતી. અદાલતે કહ્યું છે કે કાયદામાં જે કામ જે હોદ્દેદારને સોંપાયું હોય તેનાથી જ એ થઇ શકે. તેનાથી નીચલો તો ઠીક, ઉપરનો હોદ્દો ધરાવનાર પણ એ કામ કરવા જાય એ ગેરકાયદે ગણાય. પહેલી નજરે આ ‘બાલકી ખાલ’ જેવો મામલો લાગે, પણ ઉતાવળે અને મનગમતી દિશામાં કાર્યવાહી કરવા ઉત્સુક સરકારી તંત્રને કાયદાની પ્રાથમિક જોગવાઇની પણ પરવા રહેતી નથી, તે ઘ્યાનમાં રાખતાં અદાલતની કડકાઇનું મહત્ત્વ સમજી શકાય એવું છે.
સુરત બોમ્બવિસ્ફોટ અને અક્ષરધામ હુમલો- આ બન્ને કેસમાં તમામ આરોપીઓ વર્ષો સુધી જેલની સજા ભોગવ્યા પછી નિર્દોષ છૂટી જાય, ત્યારે ન્યાયપ્રક્રિયાની વિડંબના બરાબર ઉજાગર થાય છે. સર્વોચ્ચ અદાલતે જેમને નિર્દોષ ઠેરવ્યા છે એવા આરોપીઓનાં પરિવારજનોએ વેઠવી પડેલી અનેકવિધ મુશ્કેલીઓની તો શી વાત કરવી? પણ ‘સો ગુનેગાર ભલે છૂટી જાય, એક નિર્દોષ ન દંડાવો જોઇએ’ - એવા ઘુ્રવવાક્યનું હાર્દ પણ જળવાતું નથી.
આ બન્ને ચુકાદાથી સાવ વિપરીત કેસ નરોડા પાટિયા હત્યાકાંડનાં ગુનેગાર માયા કોડનાનીનો છે. હા, માયા કોડનાની ‘આરોપી’ નથી. કેમ કે, નેવુથી વઘુ લોકોની ઘાતકી રીતે હત્યા કરવામાં આવી હતી એ નરોડા પાટિયા હત્યાકાંડમાં ખાસ અદાલતે માયા કોડનાનીને ગુનેગાર ઠેરવ્યાં હતાં અને તેમને ૨૮ વર્ષની જેલની સજા ફટકારી હતી. એ સજા સામે માયા કોડનાનીએ હાઇકોર્ટમાં કરેલી અપીલનો નીવેડો આવ્યો નથી. દરમિયાન, જેલવાસનાં માંડ બે વર્ષ પણ પૂરાં થાય તે પહેલાં હાઇકોર્ટમાંથી કાયમી જામીન મેળવીને તે બહાર આવી ગયાં છે.
સામાન્ય રીતે ગુનેગારને આરોગ્યની તકલીફ હોય તો તેને કેદી તરીકે જ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવે. પરંતુ ગુજરાત હાઇકોર્ટની બે ન્યાયાધીશોની બેન્ચે અસાધારણ પગલું ભરીને, માયા કોડનાનીને આરોગ્યના કારણસર કાયમી જામીન આપ્યા છે. તેના આધારે નરોડા પાટિયા હત્યાકાંડનાં ગુનેગાર માયા કોડનાનીને જેલમાં રહેવાની તો ઠીક, પોલીસ સ્ટેશનમાં હાજરી આપવાની જરૂર પણ રહેતી નથી. માયા કોડનાની એક્યુટ ડીપ્રેશન, આત્મઘાતી વૃત્તિ અને ટી.બી. જેવી બિમારીઓથી પીડાતાં હોવાની રજૂઆત અદાલત સમક્ષ થઇ હતી.
અદાલતે જામીન અંગે ચૂકાદો આપ્યો ત્યારે ખાસ તપાસ ટુકડી (સિટ)ના પ્રતિનિધિની ગેરહાજરી શંકા ઉપજાવનારી હતી. ચુકાદા ટાણે ગેરહાજર રહેવાને લીધે, કાયમી જામીનના નિર્ણય પર મનાઇહુકમ માગવાની તક ‘સિટ’ ચૂકી ગઇ. બીજા દિવસે ‘સિટ’ તરફથી મનાઇહુકમ માટે રજૂઆત થઇ, ત્યારે મોડું થઇ ચૂક્યું હતું. અદાલતે કહ્યું કે અગાઉના (કાયમી જામીનના) હુકમનો અમલ થઇ ચૂક્યો હોવાથી અને ગુનેગાર જેલમાંથી છૂટી ચૂક્યા હોવાથી હવે તે મનાઇહુકમ આપી શકે નહીં.
બિમાર ગુનેગારને સારવાર માટે જરૂરી હોય એટલા સમય માટે જામીન અપાય એ માનવતાપૂર્ણ અને સમજાય એવું છે, પણ ૨૮ વર્ષના જેલવાસની સજા પામનાર ગુનેગાર ટી.બી. અને એક્યુટ ડીપ્રેશન જેવી બિમારીને લીધે, બે જ વર્ષમાં કાયમી જામીન મેળવીને બહાર આવી જાય, એ સમજવું અને પચાવવું સામાન્ય નાગરિક માટે અઘરું નીવડી શકે છે. ગુજરાત સરકારની દાનત આ મામલે સાફ હોય અને તે અદાલતી કાર્યવાહીના રસ્તે આગળ વધવા ઇચ્છતી હોય તો, તેણે નિશ્ચિત સમયમર્યાદામાં સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરવી પડે. એમ કરવામાં તે ઠાગાઠૈયા, ટાળમટોળ કે દિલચોરી કરતી જણાશે, તો પીડિતોને ન્યાય અપાવવાની લડાઇમાં તે ક્યાં ઊભી છે તે સ્પષ્ટ થઇ જશે.

Tuesday, September 24, 2013
વકીલાતનો વ્યવસાય : હક, ફરજ અને ધર્મ
દિલ્હીમાં યુવતી પર સામુહિક અત્યાચાર ગુજારીને તેને અધરસ્તે ફેંકી દેનારા ગુનેગારોને અદાલતે ફાંસીની સજા ફરમાવી. સુધરેલા ગણાતા માનવસમાજમાં મૃત્યુદંડની સજા હોવી જોઇએ કે નહીં અને મૃત્યુદંડની સજાની બીકે ગુના અટકાવી શકાય કે નહીં, એ અલગ ચર્ચાનો મુદ્દો છે, પણ ગુનેગારોનો ગુનો મૃત્યુદંડને લાયક હતો એ વિશે બેમત હોઇ શકે?
જવાબ છે : હા, જો તમે ગુનેગારોના વકીલ હો તો. ગુનેગારોના વકીલ એ.પી.સિંઘે કહ્યું કે અદાલતનો ચુકાદો ભાવના અને રાજકારણથી દોરવાયેલો છે...‘મારી છોકરી રાત્રે ઘરની બહાર એના બોયફ્રેન્ડ સાથે પગ મૂકે અને લગ્ન પહેલાં શારીરિક સંબંધો બાંધે તો હું એને જીવતી સળગાવી દઉં.’ તેમના આ વિધાનથી ભારે હોબાળો થયા પછી સિંઘે ફેરવી તોળ્યું અને કહ્યું કે તેમને સતત ઉશ્કેરણીજનક પ્રશ્નો પૂછવામાં આવતા હતા કે ‘આની જગ્યાએ તમારી છોકરી હોય તો તમે શું કરો?’ એટલે ઉશ્કેરાટમાં તેમનાથી આવો જવાબ અપાઇ ગયો. સિંઘનો આ ખુલાસો સાચો ન હોય અને સિંઘ ખરેખર આવું માનતા હોય તો જરાય નવાઇ પામવા જેવું નથી. ખાપ પંચાયતોથી માંડીને વ્યક્તિગત રૂઢિચુસ્તતા અને ‘ખાનદાનકી ઇજ્જત’ના ખોટા ખ્યાલે આ પ્રકારની હત્યાઓ થતી જ રહે છે.
પરંતુ અહીં ચર્ચાનો મુદ્દો છે : વકીલ તરીકે સિંઘની ભૂમિકા. તેમને ગુનેગારોના વકીલ બનવાનો અને તેમને ન્યાય અપાવવાનો પૂરો હક છે. બલ્કે, વકીલ તરીકે એ તેમની ફરજ છે. પરંતુ એ ફરજની હદ કેટલી? પોતાના અસીલનો કોઇ પણ ભોગે બચાવ કરવો અને ન્યાય જેવા મૂળભૂત ખ્યાલને કેવળ શતરંજની રમત જેવી બૌદ્ધિક ચાલબાજીના સ્તરે ઉતારી પાડવો, એ પણ વકીલની ફરજમાં જ આવે?
ન્યાયના નામે
રામ જેઠમલાણી ભારતના ટોચના વકીલોમાં ગણાય છે. સામાન્ય માણસોમાં તેમની ‘ખ્યાતિ’ મોટા ગુનેગારોના કેસ લડનારા વકીલ તરીકેની છે. તેમણે આસારામના વકીલ થવાનું પસંદ કર્યું અને કહ્યું કે આસારામ પર આરોપો મુકનાર છોકરી પુરૂષો પ્રત્યે આકર્ષણની માનસિક બીમારી ધરાવે છે.
જાતીય સતામણી કે અત્યાચારના કેસમાં બચાવ પક્ષના વકીલોનું પહેલું કામ ફરિયાદને બદનામ કરવાનું અને તેને ભારતીય પરંપરા પ્રમાણે ‘લૂઝ કેરેક્ટર’ની વ્યક્તિ તરીકે રજૂ કરવાનું હોય છે. નબળામાં નબળા વકીલથી માંડીને સિંઘો અને જેઠમલાણીઓ આ દાવ ખેલવાનું ચૂકતા નથી. સિંઘે દિલ્હીના કેસમાં મૃતક યુવતીની ચાલચલગતને કેસમાં લાવવાનો પ્રયાસ કર્યો હતો, જે અદાલતે એક ઝાટકે કાઢી નાખ્યો. રામ જેઠમલાણી એમ ગાંજ્યા જાય એવા નથી. તે એમના અસીલ આસારામના બચાવ માટે બરાડી બરાડીને આખી દુનિયાને દોષ દઇ શકે છે. પ્રસાર માઘ્યમો અને પત્રકારો કાયમ માટે જેઠમલાણીના રોષનો ભોગ બનતાં આવ્યાં છે.
‘ટ્રાયલ બાય મીડિયા’- અદાલતમાં કાર્યવાહી થાય એ પહેલાં જ પ્રસાર માઘ્યમો કોઇને ગુનેગાર ઠેરવી દે, એ ગંભીર બાબત છે. તેની સામે જેઠમલાણીનો કે કોઇ પણ વ્યક્તિનો વાંધો વાજબી ગણાય. પણ નામીચા, ધનવાન આરોપીઓના કેસ લેનારા જેઠમલાણી જેવા વકીલો પાસે પોતાના આક્રમક બચાવ માટેની સૌથી હાથવગી દલીલ છે : ‘ગંભીરમાં ગંભીર ગુનો કરનારને ન્યાય મેળવવાનો અધિકાર છે. અદાલતમાં તેનો પક્ષ રજૂ કરવો અને તેને પોતાની વાત કહેવાની પૂરી તક આપવી, એ ન્યાયના હિતમાં વકીલ તરીકે અમારી ફરજ છે.’
દલીલ તરીકે વાત સો ટકા સાચી છે. મુંબઇ પર ત્રાસવાદી હુમલો કરનાર અજમલ કસાબને પણ વકીલ મળવો જોઇએ. કારણ કે તેમાં ગુનેગારની સુવિધાનો નહીં, આપણી ન્યાયપ્રણાલિની વિશ્વસનિયતાનો સવાલ છે. આરોપીને ફક્ત માન્યતાના આધારે ગુનેગાર ન ઠરાવી શકાય. પરંતુ વાત આટલેથી પૂરી થતી નથી. સૌથી અગત્યનો સવાલ છે : વકીલ પોતાના અસીલના બચાવ માટે કેટલી હદે જઇ શકે? અને વકીલ માટે પ્રાથમિકતા નક્કી કરવાની આવે તો પહેલું શું આવે? દેખીતી હકીકત સામે સગવડપૂર્વક આંખ આડા કાન કરીને, ન્યાયની આંટીધૂંટીથી-છટકબારીઓથી કે સામેના પક્ષની કોઇ નબળાઇથી સિદ્ધ કરેલું પોતાના અસીલનું હિત? કે આખા કિસ્સામાં તોળાવો જોઇતો ન્યાય?
વધારે તાત્ત્વિક રીતે એવું પણ પૂછી શકાય કે કોઇ પણ કેસમાં ‘ન્યાય’ની સર્વસામાન્ય વ્યાખ્યા એક જ હોય? કે આરોપીનો ન્યાય અને ફરિયાદીનો ન્યાય જુદાં જુદાં હોઇ શકે?
ન્યાય આખરે ન્યાય જ હોય અને સૌ કોઇનું આખરી ઘ્યેય કેસમાં ન્યાય થવો જોઇએ, એવું હોય તો? સ્વાભાવિક છે કે બન્ને પક્ષના વકીલો માટે અસીલનું હિત મહત્ત્વનું, પણ આખા કેસમાં ન્યાય થાય એ વધારે મહત્ત્વનું બની રહે. પરંતુ વ્યવહારમાં આવું થતું નથી. હાઇ પ્રોફાઇલ ગણાતા, માલેતુજાર કે પ્રસિદ્ધ આરોપીઓના કેસમાં પ્રસાર માઘ્યમો અને બચાવ પક્ષના વકીલો, બન્ને અંતીમવાદી વલણ અપનાવે છે. પ્રસાર માઘ્યમો અને તેની સાથે સંકળાયેલો લોકમત આરોપીને ઝડપથી, બને તો તત્કાળ, સજા થાય એ માટેની ગેરવાજબી આતુરતા દર્શાવે છે, તો બચાવપક્ષના વકીલ ‘મારો અસીલ જાણીતો કે પૈસાદાર માણસ છે, એટલે તેના પ્રત્યે વધારે કડકાઇ દેખાડવી ન જોઇએ અને તેનો સાચો ન્યાય થવો જોઇએ’ એ મુદ્દો તાણીને એટલી હદ સુધી લઇ જાય છે કે ‘મારો અસીલ જાણીતો કે પૈસાદાર માણસ હોવાથી તેને ભેરવી મરાયો છે અને મીડિયાવાળા તેની પાછળ પડી ગયા છે.’
બચાવ પક્ષના વકીલ ‘મારા અસીલને ન્યાય મેળવવાનો અધિકાર છે’ એવું માને ત્યાં સુધી બરાબર, પણ જેઠમલાણી જેવા વકીલો ‘મારા અસીલને મનગમતો ન્યાય મેળવવાનો અધિકાર છે’ એવું માનતા હોય એમ લાગે છે.
આચારસંહિતાનું અથાણું
બાર કાઉન્સિલ- વકીલમંડળે ‘વ્યાવસાયિક વર્તણૂંક’માં ચૂક બદલ એ.પી.સિંઘને કારણદર્શક નોટિસ આપી છે. પણ જેઠમલાણી જેવા વકીલો દ્વારા ઉત્સાહપૂર્વક અને બચાવના ઝનૂન સાથે લડવામાં આવતા મોટા આરોપીઓના કેસમાં બાર કાઉન્સિલ ભાગ્યે જ કશું કરી શકે. ‘અસીલને વફાદાર રહેવાની ફરજ’ની વાત કરતા વકીલો બાર કાઉન્સિલની આચારસંહિતના એક નિયમનો ઉલ્લેખ ભાગ્યે જ કરે છે. ‘રીફ્યુઝ ટુ રીપ્રેઝન્ટ ક્લાયન્ટ્સ હુ ઇન્સિસ્ટ ઓન અનફેર મીન્સ’. એટલે કે ગરબડગોટાળા કરવાનો આગ્રહ રાખતા હોય એવા અસીલો વતી રજૂઆત ન કરવી, એ પણ અદાલત પ્રત્યે વકીલોની ફરજ ગણવામાં આવી છે.
‘આ બાબતમાં વકીલે પોતાની નિર્ણયશક્તિ કામે લગાડવી અને પોતાના અસીલની સૂચનાઓનું આંખ મીંચીને પાલન કરવું નહીં. ...કેસ દરમિયાન ખોટા આધારો રજૂ કરીને (સામેના) પક્ષોની આબરૂને હાનિ પહોંચાડવી નહીં.’
આ જોગવાઇનો ઘ્વનિ એવો છે કે કોઇ અસીલ ગેરવાજબી અથવા અયોગ્ય રીતે કેસ લડવાની વાત કરતો હોય (‘ગમે તે કરો, પણ મને બચાવી લો’) તો વકીલ એનો કેસ લેવાનો ઇન્કાર કરી શકે છે અને તેમાં ન્યાયની કશી કુસેવા થતી નથી. પરંતુ જેઠમલાણી જેવા વકીલોને આ પ્રકારના કેસ વઘુ માફક આવતા હોય એમ જણાય છે. તેનાં ઘણાં કારણો હોઇ શકે છે : અઢળક ફી, ભારે પ્રસિદ્ધિ, કાનૂની દાવપેચ લડાવવામાંથી મળતી ‘કીક’ અને એવા દાવપેચ માટે કાનુની વ્યવસ્થામાં મળી રહેતી પૂરતી મોકળાશ.
અંગ્રેજોએ ઊભા કરેલા કાનૂની માળખામાં સચ્ચાઇ કરતાં વાચાળતા, ચબરાકી, પ્રભાવ, આક્રમકતા જેવાં પરિબળો વધારે કારગત નીવડી શકે છે. એટલે જ, વલ્લભભાઇ પટેલ ‘સરદાર’ બન્યા તે પહેલાં સફળ ફોજદારી વકીલ તરીકે જાણીતા હતા. આખા મુંબઇ રાજ્યમાં ખેડા જિલ્લો અને તેમાં પણ બોરસદ તાલુકો સૌથી વઘુ ગુનાખોરી ધરાવતો હતો. બેરિસ્ટર બન્યા પહેલાં પ્લીડર તરીકે વલ્લભભાઇ બોરસદમાં પ્રેક્ટિસ કરતા હતા. તેમના અસીલો ધડાધડ નિર્દોષ છૂટી જવા લાગ્યા એટલે સરકારે તપાસ કાઢી. તેમાં જાણવા મળ્યું કે વલ્લભભાઇ વકીલના પ્રતાપે આરોપીઓ છૂટી જાય છે. એટલે સરકારે આખી કોર્ટ બોરસદથી આણંદ ખસેડી દીધી.
વલ્લભભાઇ પણ પાછળ પાછળ આણંદ ગયા અને કામ ચાલુ રાખ્યું. એકાદ વર્ષ પછી સરકારે ફરી કોર્ટ બોરસદ લાવવાનો નિર્ણય લીધો. ગાંધીને મળ્યા પહેલાંના વલ્લભભાઇ મોટા માણસ થવા અને ઓછી મહેનતે વઘુ રૂપિયા કમાઇ શકાય એટલે વકીલાતના વ્યવસાયમાં આવ્યા હતા. ૧૯૦૦-૧૯૧૦ના જમાનામાં વલ્લભભાઇની પ્રેક્ટિસ એટલી ધીકતી હતી કે અમદાવાદના વકીલો તેમની ઇર્ષ્યા કરતા. વલ્લભભાઇને ન્યાય ખાતર એટલું ઉમેરવું જોઇએ કે એ સમયે ઘણી વાર અંગ્રેજ અફસરો અંગત અદાવતથી કે સ્વતંત્ર મિજાજના માણસો પર ખોટેખોટા કેસ કરીને તેમને ફસાવી દેતા હતા અને તેમને ગુનાખોરી ભણી પણ ધકેલતા હતા. એવા ઘણાના કેસ પણ વલ્લભભાઇ લડ્યા.
અંગ્રેજોના કાનૂની માળખાની આ તાસીરને કારણે ‘હિંદ સ્વરાજ’ (૧૯૦૯)માં ગાંધીજીએ વકીલો માટે આખું પ્રકરણ ફાળવ્યું. તેમાં એમણે કેટલાક વકીલોની પ્રશંસનીય કામગીરીનો ઉલ્લેખ કર્યા પછી લખ્યું કે એ લોકો પોતે વકીલ છે એ ભૂલી ગયા પછી જ સારા માણસ બની શક્યા છે. ‘તેઓનો (વકીલોનો) ધંધો તેઓને અનીતિ શીખવનારો છે. તેઓ બૂરી લાલચમાં પડે છે. તેમાંથી ઊગરનારા થોડા જ છે...વકીલની ફરજ થઇ પડી કે તેણે તો અસીલનો પક્ષ ખેંચવો. અસીલ ધારતો ન હોય તેવી દલીલો અસીલના પક્ષની તેણે શોધવી...વધારેમાં વધારે નુકસાન તેઓના હાથે એ થયું છે કે અંગ્રેજી ઘૂંસરી આપણા ગળામાં સજ્જડ પેસી ગઇ છે...અંગ્રેજોએ અદાલતોની મારફતે આપણી ઉપર દાબ બેસાડ્યો છે ને તે અદાલતો આપણે વકીલ ન થઇએ તો ચાલી જ ન શકે...વકીલો કેમ થયા, તેઓએ કેવી ઘાલાવેલી કરી એ બઘું જો તમે સમજી શકો તો મારા જેટલો જ તિરસ્કાર તમને એ ધંધા તરફ છૂટશે.’
અંગ્રેજોની વિદાયના છ દાયકા પછી પણ તેમની કાનૂની વ્યવસ્થામાં પાંગરેલા જેઠમલાણી પ્રકારના વકીલો ગાંધીજીની ટીકા અપ્રસ્તુત ન થઇ જાય એ માટે ઘણી મહેનત કરી રહ્યા છે. પોતાની હરકતોમાં ખોટું શું છે એ તેમણે સમજવું હોય તો આસારામ બાપુને બદલે ગાંધીબાપુ સુધી જવું પડે.

Labels:
Gandhi/ગાંધી,
justice,
law,
Sardar Patel/સરદાર પટેલ
Friday, March 29, 2013
ફિલ્મઉદ્યોગનો ‘ભાઇ’ચારો
(ગુજરાત સમાચાર તંત્રીલેખ-શુક્રવાર-૨૯-૩-૧૩)
ગયા અઠવાડિયે સર્વોચ્ચ અદાલતે સંજય દત્તને પાંચ વર્ષની જેલની સજા કરી- હકીકતે છ વર્ષની થવાપાત્ર સજામાં એક વર્ષનો ઘટાડો કરી આપ્યો- ત્યારે ફિલ્મઉદ્યોગે એક અવાજે સંજય દત્ત પ્રત્યે લાગણી, સહાનુભૂતિ અને ટેકો વ્યક્ત કર્યાં. સંજય દત્ત માણસ તરીકે કેટલા સોનાના છે, તેમના દિલમાં કેવું પાપ નથી, એ કેવા પરદુઃખભંજક છે, તેમનું બાળપણ કેટલું ખરાબ વીત્યું હતું, એમનાં માતાપિતા કેટલાં મહાન હતાં- આવી અનેક વાતો જુદા જુદા લોકોએ પોતપોતાના અનુભવ કે લાગણીની ચાસણીમાં બોળીને વહેતી કરી. એ બધાની ઘુ્રવપંક્તિ એ હતી કે આટલા સારા માણસને સજાઓ શું કરવાની? એમને માફ કરી દેવા જોઇએ. એમાં જ આપણી શોભા છે.
ખૂબીની વાત એ છે કે આવું કહેનારા કોઇએ એવો ઇશારો સરખો પણ ન કર્યો કે સર્વોચ્ચ અદાલતના ચુકાદામાં કશી ખામી છે. સંજય દત્ત સામેના પુરાવા ખોટા છે કે તેમને નિર્દોષ હોવા છતાં ભેરવી મારવામાં આવ્યા છે એવું પણ કોઇએ ન કહ્યું. સંજય દત્તનો અપરાધ એકદમ નક્કર છે એ વિશે કોઇને શંકા ન હતી. કોઇએ તેમની નિર્દોષતા સિદ્ધ કરવાની ન હતી. તેમના મતે, સંજય દત્તે માફી મેળવવા માટે નિર્દોષ હોવાની જરૂર પણ ન હતી. એ સંજય દત્ત હતા એટલું જ પૂરતું હતું. બધાનો સામુહિક સ્વર જાણે એવો હતો કે ‘છોરુ કછોરુ થાય પણ માવતરથી કમાવતર ન થવાય. આ કિસ્સામાં સંજય દત્ત છોરુ છે ને અદાલતો માવતર. એટલે માવતરે મોટું મન રાખીને કામચલાઉ કછોરુ થયેલા સંજય દત્તને માફી આપી દેવી જોઇએ.’
સામાન્ય સંજોગોમાં ફિલ્મઉદ્યોગની આ વર્તણૂંક ‘ભાઇચારા’ જેવી ઉદાત્ત લાગણી હેઠળ ખપી ગઇ હોત. ફિલ્મવાળાને હજુ એવું માનવું ગમતું હશે કે તેમણે સંજય દત્તને માફી આપવાની રજૂઆત કરીને પોતાના ઉદ્યોગનું નામ ઉજાળ્યું છે અને અંગત રીતે દોસ્તી-ભાઇચારો નિભાવ્યાં છે. સંજય દત્ત પ્રત્યે લાગણી દેખાડવામાં સમાનતાના મૂળભૂત બંધારણીય સિદ્ધાંતની અને કાયદાના શાસનની ઘોર અવગણના થાય છે, એવું ફિલ્મઉદ્યોગને ત્યારે જ કોઇએ કહેવું જોઇતું હતું.
ફિલમવાળાઓને કોઇએ સમજાવવું જોઇતું હતું કે ગુનેગાર સાબીત થયેલા સંજય દત્ત પ્રત્યે તમારે સહાનુભૂતિ રાખવી હોય તો એમાં કશું ખોટું નથી. પોતાનો અંગત મિત્ર ગુનેગાર સાબીત થાય એટલે તેનો સાથ છોડી દેવાનું જરૂરી નથી. તેને નૈતિક ટેકો આપવો એ મિત્રાચારીનું લક્ષણ હોઇ શકે છે. મિત્રને જેલમાં મળવા જવાય, તેને હિંમત આપવા માટે શક્ય એટલું બઘું જ કરાય, તેના પરિવારને કોઇ વાતે ઓછું ન આવે એનું ઘ્યાન રખાય. પણ દેશની સર્વોચ્ચ અદાલત દ્વારા ગુનેગાર સાબીત થઇ ચૂકેલા ગમે તેવા ખાસ મિત્રને માફી આપવાની માગણી કેવી રીતે રાખી શકાય? મિત્રાચારી ખાતર કાયદા અને બંધારણનો દ્રોહ કરી શકાય? અને એકલદોકલ વ્યક્તિ નહીં, આખો ફિલ્મઉદ્યોગ આ રસ્તે ચડે તે ચિંતાજનક નથી?
ફિલ્મો અને ‘ભાઇ’લોગ વચ્ચેના ઊંડા સંબંધો ફિલ્મઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો માટે ‘ઓપન સીક્રેટ’ જેવા છે. સૌ જાણતાં હોય પણ કોઇ બોલવાની હિંમત ન કરે. ગુંડાઓ સામે જુબાની આપવાની હિંમત કોઇ રૂપેરી હીરોએ નહીં, એકમાત્ર અભિનેત્રી પ્રીતિ ઝિંટાએ કરી ત્યારે તેમના માટે એવું કહેવાયું હતું કે ‘ફિલ્મઉદ્યોગમાં એ એક જ મરદ છે’. એક-દોઢ દાયકા પહેલાં ફિલ્મોમાં હીરો ને હીરોઇન તરીકે કોણ હશે તે રૂપિયા રોકનાર નહીં, પણ અન્ડરવર્લ્ડના ‘ભાઇ’ઓ નક્કી કરતા હતા. એ સમયથી સંજય દત્તને ‘ભાઇ’લોગ સાથે નિકટનો નાતો રહ્યો છે. તેનો ઉપયોગ તેમણે ફિલ્મી બિરાદરીનાં કામ કરાવવા માટે કર્યો હોય તો પણ એટલાથી તેમનો ‘ભાઇપ્રેમ’ વાજબી ઠરી જાય છે?
પોતાની રચેલી ‘મેક બિલીવ’ની દુનિયામાં રાચતા ફિલ્મ ઉદ્યોગને ભલે એવું લાગતું હોય કે તેમની દુનિયા અલાયદી છે, પણ સંજય દત્ત કે સલમાનખાનના કેસ જેવા પ્રસંગે ફિલ્મ ઉદ્યોગને એ કડવી સચ્ચાઇનું ભાન થાય છે કે એમની દુનિયા પણ આ દેશના કાયદા અને બંધારણથી ઉપર નથી- ન હોઇ શકે. એવી જ રીતે, ફિલ્મ ઉદ્યોગ પોતાના પરિવારના આડી લાઇને ચડેલા સભ્યો માટે ગમે તેટલી લાગણી બતાવે, પણ એ વખતે તેમણે ભૂલવું ન જોઇએ કે અંગત લાગણી સાર્વત્રિક કાયદાનો- લૉ ઑફ ધ લેન્ડનો- પર્યાય હોઇ શકે નહીં.
Labels:
film/ફિલ્મ,
justice,
photo
Monday, February 14, 2011
મારી દરખાસ્તનો યોગ્ય અમલ થયો હોત તો ૧૫ વર્ષમાં અદાલતો ‘પેપરલેસ’ બની જાત: સર્વોચ્ચ અદાલતના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ લાહોતી
RC Lahoti, ex-CJI/pics: Binit Modi
ભારતના ન્યાયતંત્ર વિશે દેશના લોકોનો અભિપ્રાય બહુ ઉંચો ન હોય, પરંતુ નિવૃત્ત જસ્ટિસ લાહોતીના મતે, અમેરિકા-બ્રિટન-ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં ભારતીય ન્યાયતંત્ર પ્રત્યે અહોભાવની નજરે જોવામાં આવે છે. તેનું મુખ્ય કારણ છેઃ ન્યાયની ગુણવત્તા અને ન્યાયાધીશોની કાર્યક્ષમતા.
અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનમાં પુસ્તક વિમોચન માટે આવેલા સર્વોચ્ચ અદાલતના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ લાહોતી કહે છે કે ‘અમેરિકાની સુપ્રીમ કોર્ટ એક વર્ષમાં ૭૦૦-૮૦૦ કેસ ચલાવે છે, જ્યારે આપણી સુપ્રીમ કોર્ટ એટલા કેસ રોજ ચલાવે છે. વિકસીત દેશોની સરખામણીએ ભારતમાં ન્યાયાધીશો પાસે દસ ગણું વધારે કામ હોય છે. એક ઘોડા પર દસ ઘોડાનું વજન લાદો તો એ ઘોડો ક્યાં સુધી દોડે? છતાં એ હજુ ચાલે છે.’
‘ગુજરાત સમાચાર’ સાથેની ખાસ મુલાકાતમાં સૌથી પહેલાં જસ્ટિસ લાહોતીએ ‘ગુજરાત સમાચાર’ના પ્રકાશન ‘ઝગમગ’ને યાદ કરતાં કહ્યું હતું કે ‘પચાસેક વર્ષ પહેલાં હું ‘ઝગમગ’ વાંચીને ગુજરાતી ભાષા શીખ્યો હતો. હજુ પણ હું ગુજરાતી સમજી અને થોડુંઘણું બોલી શકું છું.’
જસ્ટિસ લાહોતી વર્તમાન ન્યાયતંત્રમાં બે પ્રકારના સુધારા સૂચવ્યા હતાઃ સંખ્યાત્મક અને ગુણાત્મક. સંખ્યાત્મક સુધારામાં ન્યાયાધીશોની સંખ્યા વધારવી, જે પ્રકારના કેસની સંખ્યા વધી રહી હોય- દા.ત. ચેક બાઉન્સ, ઇન્ટલેક્ચુઅલ પ્રોપર્ટી- એ વિષયોની ખાસ અલગ અદાલતો સ્થાપવી, જજને સેક્રેટરી, સહાયક, ક્લાર્ક સહિતની બીજી સુવિધાઓ પૂરી પાડવી વગેરેનો સમાવેશ થાય છે. જસ્ટિસ લાહોતીના જણાવ્યા પ્રમાણે, ‘અત્યારે એવું થાય છે કે જજને દરેક બાબતનું થોડું થોડું જ્ઞાન હોવું જરૂરી છે. એક દિવસમાં તે એક કેસ લગ્નજીવનનો સાંભળે, પછીનો કેસ પ્રોપર્ટીનો હોય, ત્રીજો લેબરનો હોય, ચોથો ટેક્સનો, તો એક માણસ કેટલું કરી શકે? તેનાથી ઝડપ ઘટી જાય છે. ખાસ અદાલતો ઉભી કરવાથી કેસની ઝડપમાં બેથી ત્રણ ગણો વધારો થશે.’
‘૨૦૦૪માં મેં વડાપ્રધાન પાસે ૧૦ વર્ષનો પ્રોગ્રામ લોન્ચ કરાવ્યો હતો. તેનો આશય ન્યાયતંત્રમાં ઇન્ફર્મેશન ટેકનોલોજી કામે લગાડવાનો હતો. એ પ્રોગ્રામ સફળતાપૂર્વક અમલમાં મુકાયો હોત તો ૧૫ વર્ષમાં ભારતની અદાલતો પેપરલેસ બની જાત. તેમાં દેશની નાનામાં નાની અદાલતોથી માંડીને સર્વોચ્ચ અદાલત સુધીની તમામ અદાલતોને એકબીજા સાથે જોડી દેવાની યોજના હતી. પછી ગુજરાત હાઇકોર્ટની મિટિંગમાં હાજરી આપવા માટે સુપ્રીમ કોર્ટના જસ્ટિસે અમદાવાદ આવવાની જરૂર ન રહેત. ત્યાં બેઠાં બેઠાં જ એ થઇ શકત.’
ગુણાત્મક ફેરફારોમાં જસ્ટિસ લાહોતીએ ન્યાયતંત્રના સતત અભ્યાસ અને સમય સાથે તેમાં સુધારાવધારા પર ખાસ ભાર મૂક્યો. ‘પચાસ વર્ષ પહેલાં આપણને જે રીતે દવા અપાતી હતી, એમાં અત્યારે કેટલો ફરક પડી ગયો છે? કારણ કે તેમાં સતત રીસર્ચ થાય છે, નવી દવાઓ ને નવી પદ્ધતિઓ શોધાય છે. ન્યાયતંત્રમાં આ થતું નથી. ખરેખર, આખી સીસ્ટમનો અભ્યાસ કરીને, રીસર્ચ કરીને શોધવું જોઇએ કે આપણી કમી ક્યાં ક્યાં છે, તેમાં ક્યાં સુધારા કરી શકાય છે અને તે કેવી રીતે થઇ શકે. તેને જેમ છે તેમ છોડી દેવાની જરૂર નથી. સુધારો કરવો હોય તો હજુ મોડું થયું નથી.
જસ્ટિસ લાહોતી માને છે કે ન્યાયાધીશો માટે પણ દરેક તબક્કે તાલીમની સીસ્ટમ હોવી જોઇએ. ‘મારૂં શિક્ષણ ૧૯૬૦માં પૂરૂં થઇ ગયું અને અત્યારે આપણે ૨૦૧૧માં બેઠા છીએ. આ પચાસ વર્ષમાં જ્ઞાનનો વિસ્તાર ક્યાંથી ક્યાં પહોંચી ગયો. તો મારું જ્ઞાન અપડેટ અને અપગ્રેડ કરવા માટે મારી પાસે સુવિધાઓ અને સંસાધનો હોવાં જોઇએ, જે આપણા દેશમાં લગભગ નહીંવત્ છે. મારા સમયમાં નેશનલ જ્યુડીશયલ એકેડેમી ભોપાલની હતી. એ સારૂં કામ કરતી હતી, પણ આટલા મોટા દેશમાં એક સંસ્થાથી શું થાય? આઇ.એ.એસ. અને પોલીસ માટે દરેક રાજ્યમાં સંસ્થાઓ હોય છે. હવે ન્યાયતંત્ર માટે પણ રાજ્યસ્તરે સંસ્થાઓ થઇ છે, પણ તે હોવી જોઇએ એટલી સજ્જ નથી. તેમાં યોગ્ય શીખવનારા મળતા નથી.’
ન્યાયતંત્રના ઉત્તરદાયિત્વના મુદ્દે જસ્ટિસ લાહોતીએ કહ્યું કે ‘ભારતના બંધારણમાં ન્યાયતંત્રનું ઉત્તરદાયિત્વ ઇન બિલ્ટ છે. ેનો અમલ થતો નથી. એનું કારણ એ પણ છે કે એ માટેની જાગૃતિ નથી. સારા ન્યાયાધીશોની નિમણૂંક થાય તો આ સમસ્યા ન રહે. ન્યાયાધીશોની નિમણૂંકની પ્રથા સુધારવાની જરૂર છે. (તેની હાલની સ્થિતિ માટે) કેટલીક હદ સુધી અમે પણ જવાબદાર છીએ. જ્યારે પણ પ્રામાણિકતા અને તટસ્થતાથી ન્યાયાધીશોની નિમણૂંક થાય છે, ત્યારે એ સારી જ થાય છે, પણ ડાબેજમણે જોઇને ન્યાયાધીશો નીમવામાં આવે ત્યારે તકલીફો સર્જાય છે.’
છેલ્લાં થોડાં વર્ષોથી ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચારનો મુદ્દો ઘણો ચર્ચાય છે. એ સવાલનો જવાબ આપતાં જસ્ટિસ લાહોતી કહ્યું, ‘નિયુક્ત થતા ન્યાયાધીશો આવે છે ક્યાંથી? આ જ સમાજમાંથી! મારા આખા શરીરમાંથી દુર્ગંધ આવતી હશે અને તમે ફક્ત હાથને અલગ પાડીને કહેશો કે એમાંથી દુર્ગંધ આવે છે- એવી વાત છે.’
એક તરફ અદાલતોમાં પેન્ડિંગ કેસના ગંજ ખડકાયેલા હોય ત્યારે અદાલતોમાં લાંબાં વેકેશન ટાળી ન શકાય? એવી પણ લાગણી પ્રવર્તે છે. તેનો ખુલાસો કરતાં જસ્ટિસ લાહોતી કહે છે કે ‘આ બહુ વ્યાપક ગેરસમજણ છે. પરંતુ એ વિચારો કે ૫૦૦-૧૦૦૦ પાનાંના ચુકાદા ન્યાયાધીશો ક્યારે લખે છે? મોટા ભાગના લોકો જાણતા નથી કે ન્યાયાધીશો વેકેશનમાં પણ કામ જ કરે છે. જો તેમની રજાઓ બંધ કરી દેવામાં આવે, તો અદાલતમાં ન્યાયાધીશોની કાર્યક્ષમતા પર સીધી અસર પડે. રોજની કામગીરીનો દાખલો આપું: સોમવારે સમરી હિયરીંગ થાય, ત્યારે બે કલાકમાં ૧૦૦ કેસની યાદી પૂરી થઇ જાય છે. કારણ કે એ ન્યાયાધીશે શનિ-રવિ આઠ-આઠ કલાક એ ૧૦૦ કેસનો અભ્યાસ કરેલો હોય છે. સુપ્રીમ કોર્ટમાં હું ૧૪ કલાક કામ કરતો હતો અને ચીફ જસ્ટિસ બન્યો ત્યારે રોજના ૧૭-૧૮ કલાક. ન્યાયાધીશોની રજાઓ બંધ કરવામાં આવે અને ન્યાયાધીશોએ ફક્ત અદાલતોમાં જ કામ કરવું એવું નક્કી કરવામાં આવે, તો બે કલાકમાં ૧૦૦ કેસ પતે છે એને બદલે રોજના ૧૦ કેસ લેખે કામ આગળ ચાલે.
Tuesday, December 21, 2010
ન્યાયતંત્રઃ ધોવાતી વિશ્વસનિયતા, ધરખમ વિશેષાધિકાર
‘પડે છે ત્યારે સઘળું પડે છે’ એવી જાણીતી ઉક્તિ છેલ્લા થોડા સમયમાં ભારતની હાલત વર્ણવવા માટે યોગ્ય છે. નેતાઓ અને અફસરો તરફથી આશા રાખવાનું લોકોએ ક્યારનું છોડી દીઘું હતું. પોલીસ સહિતનાં સરકારી તંત્રોની એ જ દશા હતી.
પ્રસાર માઘ્યમો, સૈન્ય અને ન્યાયતંત્ર- આ ત્રણની પ્રમાણમાં ઠીક કહેવાય એવી શાખ બચી હતી. સૈન્યમાં ચાલતા ભ્રષ્ટાચાર અને ગેરરીતિઓ અંગે કાનાફૂસી સાંભળવા મળતી હતી, પણ ‘તહલકા’ના સ્ટીંગ ઓપરેશન (ઓપરેશન વેસ્ટ એન્ડ)થી જણાવા માંડેલો સૈન્યનો વરવો ચહેરો ‘આદર્શ સોસાયટી કૌભાંડ’ પછી સંપૂર્ણપણે ખરડાયેલો અને છળી જવાય એવો નજરે પડ્યો. એ જ રીતે પ્રસાર માઘ્યમોની વિશ્વસનીયતાના ગંભીર પ્રશ્નો વર્ષોથી ફૂંફાડા મારતા હતા, પણ નીરા રાડિયાની ટેપ બહાર આવ્યા પછી કરંડિયાનું ઢાંકણ ખૂલી ગયું અને મીડિયાનો ‘વહીવટદાર’ તરીકેનો ચહેરો આમજનતા સુધી પહોંચી ગયો.
પ્રસાર માઘ્યમો અને સૈન્ય કરતાં ન્યાયતંત્રનાં સ્થાન-સ્થિતિ જુદાં છેઃ ભ્રષ્ટાચારમાં કે ખરડાયેલી છબીમાં નહીં, પણ વિશેષાધિકારની બાબતમાં. ભારતમાં ન્યાયતંત્ર વિશે જાહેરમાં ટીપ્પણી કરનારે અદાલતના અપમાન (કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ)ના ગુના હેઠળ જેલભેગા થવાની તૈયારી રાખવી પડે છે. આ પ્રકારના કિસ્સામાં અદાલત પોતે જ પક્ષકાર અને પોતે જ ન્યાયકર્તાની ભૂમિકામાં હોય છે.
ન્યાયતંત્રની સરખામણીમાં સૈન્ય કે પ્રસાર માઘ્યમો પાસે આત્મરક્ષણાર્થે પ્રહાર કરી શકાય એવું ‘કન્ટેમ્પ્ટ’નું શસ્ત્ર ન હતું. એટલે તેમની સાચીખોટી કે માંડ ટકી રહેલી પ્રતિષ્ઠા પર ઘા પડ્યા, ત્યારે સમસમીને બેસી રહેવા સિવાય તે બીજું કંઇ કરી ન શક્યાં. પરંતુ છેલ્લા થોડા દિવસના- ખરેખર તો થોડા સમયના- ઘટનાક્રમને કારણે સ્થિતિ બદલાઇ ચૂકી છે. કેટલાક ન્યાયાધીશોની સંદેહાસ્પદ વર્તણૂંકને કારણે ન્યાયતંત્રને એવું નીચાજોણું થયું છે કે ‘કન્ટેમ્પ્ટ’નું શસ્ત્ર હાથવગું હોવા છતાં તેને બહાર કાઢવાપણું રહ્યું નથી.
લેવાય તો તક, વેડફાય તો તકલીફ
ન્યાયતંત્રને સંડોવતા શરમજનક અથવા શંકાસ્પદ ઘટનાક્રમમાં છેલ્લો ઉમેરો છેઃ સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ચીફ જસ્ટિસ- માનવ અધિકાર પંચના વર્તમાન વડા કે.જી.બાલકૃષ્ણન્. અત્યાર લગી ઉપલબ્ધ વિગતો પ્રમાણે, ભૂતપૂર્વ મંત્રી એ.રાજાના મિત્ર અને તામિલનાડુ બાર કાઉન્સિલના પ્રમુખ ચંદ્રમોહને એક ખૂનકેસના આરોપીને જામીન અપાવવા માટે મદ્રાસ હાઇકોર્ટના જસ્ટીસ રધુપતિ પર દબાણ કર્યું.
જસ્ટિસ રધુપતિએ મદ્રાસ હાઇકોર્ટના ચીફ જસ્ટિસ ગોખલે મારફતે સુપ્રીમ કોર્ટના તત્કાલીન ચીફ જસ્ટિસ બાલાકૃષ્ણનને પત્ર લખ્યો. તેમાં એમણે ન્યાયપ્રક્રિયામાં દખલઅંદાજી અંગે ફરિયાદ કરી. રાજકીય સ્તરે, કેટલાક સાંસદોએ પણ ન્યાયપ્રક્રિયામાં મંત્રી એ. રાજાની દખલઅંદાજી અંગે વડાપ્રધાન સમક્ષ રજૂઆત કરી. વડાપ્રધાનના કહેવાથી કાનૂનમંત્રી વીરપ્પા મોઇલીએ આ મુદ્દે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ પાસેથી અહેવાલ માગ્યો.
એક વર્ષ પહેલાંની આ તકરારમાં અત્યારે ઉભો થયેલો સવાલ છેઃ જસ્ટિસ ગોખલેએ તત્કાલીન ચીફ જસ્ટિસ બાલાકૃષ્ણનને લખેલા પત્રમાં મંત્રી એ.રાજાના નામનો સ્પષ્ટ ઉલ્લેખ હતો કે નહીં? અને ચીફ જસ્ટિસે કાનૂનમંત્રીને લખેલા પત્રમાં મંત્રીનું નામ જણાવાયું હતું કે નહીં?
આ પ્રકારના વિવાદોમાં બને છે તેમ, અત્યારે દરેક જણ પોતપોતાનું ‘સત્ય’ જાહેર કરી રહ્યા છેઃ નિવૃત્ત ચીફ જસ્ટિસ બાલાકૃષ્ણન કહે છે કે ‘મને મોકલવામાં આવેલા પત્રમાં મંત્રીનું નામ ન હતું અને જે કંઇ વિગત હતી તેનો ખુલાસો મેં કાનૂનમંત્રી મોઇલી પાસે કર્યો હતો.’
મદ્રાસ હાઇકોર્ટના તત્કાળ ચીફ જસ્ટિસ ગોખલે કહે છે કે જસ્ટિસ રધુપતિનો પત્ર મારા થકી જ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સુધી પહોંચ્યો હતો અને તેમાં જસ્ટિસ રધુપતિએ ચોખ્ખેચોખ્ખો મંત્રી (એ.રાજા)ના નામનો ઉલ્લેખ કર્યો હતો.
નિવૃત્ત ચીફ જસ્ટિસ બાલાકૃષ્ણને કાનૂનમંત્રી વીરપ્પા મોઇલીને સંડોવતાં, મોઇલીએ ખુલાસો કર્યો કે ‘મને મોકલેલા અહેવાલમાં તત્કાલીન ચીફ જસ્ટિસ બાલાકૃષ્ણને મંત્રીના નામનો ઉલ્લેખ કર્યો ન હતો.’
આ ઘટનાક્રમમાં કોણ કેટલી હદે દોષિત છે કે નિર્દોષ એ નક્કી થાય ત્યારે ખરૂં, પણ અત્યારે એક બાબત પાકી છેઃ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસની વિશ્વસનિયતા સામે આંગળી ચીંધાતાં ન્યાયતંત્રની પ્રતિષ્ઠાને મોટો ફટકો પડ્યો છે. અફસોસની વાત એ છે કે આ ફટકો પહેલો નથી.
મોરારજી દેસાઇની જનતા સરકારમાં કાનૂનમંત્રી રહી ચૂકેલા શાંતિભૂષણે સપ્ટેમ્બર, ૨૦૧૦માં સુપ્રીમ કોર્ટમાં ૧૬ ભૂતપૂર્વ ચીફ જસ્ટિસની એક યાદી રજૂ કરી. શાંતિભૂષણનો દાવો હતો કે સુપ્રીમ કોર્ટના આ ૧૬ ચીફ જસ્ટિસમાંથી ૮ ‘ચોક્કસપણે ભ્રષ્ટ’ છે, ૬ જણ ‘ચોક્કસપણે પ્રામાણિક’ છે અને બાકીના ૨ જણ વિશે કહી શકાતું નથી.
અત્યાર લગી ઘણે ભાગે સુરક્ષિત અને પોતાની સુરક્ષા માટે અતિજાગ્રત મનાતા રહેલા ન્યાયતંત્રના સર્વૌચ્ચ સ્થાન પર આનાથી મોટો ઘા બીજો કયો હોઇ શકે? ભૂતપૂર્વ ન્યાયમંત્રી કક્ષાની એક જવાબદાર વ્યક્તિના આટલા મોટા ધડાકા પછી ખરેખર તો સાતેય કામ પડતાં મૂકીને સૌથી પહેલું કામ આરોપોની ખરાઇની ચકાસણી કરવાનું થવું જોઇએ. જો આરોપ ખોટો ઠરે તો આરોપ કરનારને સજા થવી જોઇએ અને આરોપ ખરો ઠરે તો આરોપીઓ સામે કડક પગલાં લેવાવાં જોઇએ.
પરંતુ ભારતીય પરંપરા પ્રમાણે, આ પ્રકારના પ્રસંગોએ નવેસરથી એકડો માંડવાની તક લેવાને બદલે, સડો છુુપાવવામાં સઘળી શક્તિ કામે લાગી જાય છે. પ્રજામાં અને પ્રસાર માઘ્યમોમાં પણ થોડા દિવસની ગરમાગરમી પછી આખો મુદ્દો વિસરાઇ જાય છે.
દરદ અને દવા
સવાલ એકલદોકલ ન્યાયાધીશોની ભ્રષ્ટ કે પ્રામાણિક વર્તણૂંકનો નહીં, પણ આખા તંત્રને તંદુરસ્ત રાખવાનો છે. ગમે તેટલો હટ્ટોકટ્ટો માણસ પણ વઘુ પડતા આત્મવિશ્વાસ અને સુરક્ષાની ભાવનામાં રાચવા માંડે, તો સમય જતાં તેની ગાફેલિયત નબળાઇમાં ફેરવાય. ભારતના ન્યાયતંત્ર સાથે સંકળાયેલી સૌથી મોટી સમસ્યા વ્યક્તિગત ભ્રષ્ટાચારની નહીં, પણ શેરબજારની ભાષામાં કહીએ તો ‘સેલ્ફ કરેક્શન’ના અને તબીબી ભાષામાં કહીએ તો ‘સેલ્ફ હીલિંગ’ના અભાવની છે. ન્યાયતંત્રમાં એવી કોઇ વ્યવસ્થા નથી કે જે પોતાના દોષો સાથે અસરકારક રીતે પનારો પાડીને તેને દૂર કરી શકે અને સડો આગળ વધતો અટકાવે.
ન્યાયતંત્ર, વહીવટી પાંખ અને રાજકીય નેતાગીરી- આ ત્રણે લોકશાહીના સ્તંભ ગણાય છે. તેમાંથી બાકીના બે સ્તંભમાં ગરબડગોટાળા થાય, તો ન્યાયતંત્ર તેમનો કાંઠલો પકડી શકે છે, પણ ન્યાયતંત્રમાં કંઇક ખોટું થાય તો? ન્યાયતંત્રની ઉપર, ન્યાયતંત્રને ટપારી શકે, તેમાં રહેલાં ભ્રષ્ટ તત્ત્વોને ફગાવી શકે, ન્યાયતંત્રની વિશ્વસનીયતા પુનઃસ્થાપિત કરી શકે, એવું કોઇ તંત્ર નથી.
હાઇ કોર્ટ-સુપ્રીમ કોર્ટના જસ્ટિસની એક વાર નિમણૂંક થયા પછી તેમને પદ પરથી હટાવવાનું લગભગ અશક્ય છે. ગમે તેવા ભ્રષ્ટ કે ગુનેગાર પુરવાર થયેલા ન્યાયાધીશને દૂર કરવાનો એક જ રસ્તો છેઃ સંસદમાં તેમની પર ઇમ્પીચમેન્ટ (મહાભિયોગ)ની દરખાસ્ત બે તૃતિયાંશ બહુમતિથી પસાર કરવી. ઇમ્પીચમેન્ટની દરખાસ્ત લાવતાં પહેલાં પણ ત્રણ ન્યાયાધીશોની બનેલી તપાસસમિતિ દ્વારા આરોપોની તપાસ કરાવવી પડે છે અને તેમાં આરોપ સિદ્ધ થાય ત્યાર પછી મામલો સંસદમાં આવે છે.
ભારતના બંધારણના સાઠ વર્ષના અનુભવો દર્શાવે છે કે આ દરખાસ્ત કેવળ પોથીમાંનાં રીંગણાં જેવી બની રહી છે. ભારતનું બંધારણ અમલમાં આવ્યું તે પહેલાં, ૧૯૪૯માં ગર્વનર જનરલ સી. રાજગોપાલાચારીની મંજૂરીથી, ‘સત્તાનો દુરૂપયોગ કરીને ન્યાયતંત્રની આબરૂને ઝાંખપ લગાડવા’ બદલ જસ્ટિસ સિંહાને ઇમ્પીચમેન્ટ દ્વારા દૂર કરવામાં આવ્યા હતા, પરંતુ ૧૯૫૦ પછી એક પણ ભ્રષ્ટ ન્યાયાધીશને ઇમ્પીચમેન્ટ દ્વારા સજા કરી શકાઇ નથી. જસ્ટિસ વી.રામસ્વામી સામે ૧૯૯૩માં ઇમ્પીચમેન્ટની દરખાસ્ત દાખલ થવા સુધી મામલો પહોંચ્યો હતો, પણ નરસિંહરાવના રાજમાં કોંગ્રેસના સાંસદોએ ઇમ્પીચમેન્ટની દરખાસ્ત પર મતદાન ન કર્યું. તેને કારણે દરખાસ્તનું સૂરસૂરિયું થઇ ગયું અને રામસ્વામી નિર્દોષ ઠર્યા.
અગાઉ ૧૯૭૯માં જસ્ટિસ રામસ્વામીના સસરા અને મદ્રાસ હાઇકોર્ટના ચીફ જસ્ટિસ કે.વીરાસ્વામી સામે અપ્રમાણસરની સંપત્તિનો આરોપ થયો હતો. એ વખતે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસની મંજૂરી પછી જ તેમની સામે સી.બી.આઇ.ની તપાસ થઇ શકી હતી અને આખા કેસમાં ત્રીસેક વર્ષ જેટલો લાંબો સમયગાળો વીતી જતાં, તપાસનો હેતુ સર્યો નહીં. ગયા વર્ષે કલકત્તા હાઇકોર્ટના જસ્ટિસ સૌમિત્ર સેન સામે ઇમ્પીચમેન્ટની કાર્યવાહી ચલાવવા માટે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસે વડાપ્રધાનને ભલામણ કરી હતી. પરંતુ અત્યાર લગીનો ઇતિહાસ જોતાં ભૂતપૂર્વ જસ્ટિસ સેનને ચિંતા કરવાનું કોઇ કારણ નથી. આવા બીજાં અનેક ઉદાહરણ ટાંકી શકાય.
ભારતીય ન્યાયતંત્રમાં કાર્યવાહીનો અક્ષમ્ય વિલંબ, કેસોનો ભરાવો, ગરીબ માણસ માટે દોહ્યલો બનેલો ન્યાય- આ માળખાગત સમસ્યાઓ હજુ ઊભી છે, બલ્કે વઘુ ગંભીર બની રહી છે અને ‘લો કમિશન’ જેવી સંસ્થાઓનાં સૂચનો અમલ વિના ઘૂળ ખાતાં પડી રહ્યાં છે, ત્યારે વિશ્વસનીયતાના મુદ્દે નવી સમસ્યા ઉભી થઇ છે. ન્યાયાધીશોના ભ્રષ્ટાચાર, ગેરવર્તણૂંક જેવી બાબતોની ફરિયાદોનો નીવેડો લાવવા માટે ન્યાયતંત્રના સહયોગથી, પણ સ્વતંત્ર અસ્તિત્ત્વ અને અડીખમ વિશ્વસનીયતા ધરાવતી કોઇ સંસ્થા રચાય એ દિશામાં ઘણી વાતો અને દરખાસ્તો થઇ છે.
શાંતિભૂષણના પુત્ર અને ધારાશાસ્ત્રી પ્રશાંતભૂષણ જેવા કેટલાક લોકો ન્યાયતંત્રના ઉત્તરદાયિત્વ અને તેની જવાબદેહી વિશે ચળવળ ચલાવી રહ્યા છે. પરંતુ લોકશાહીના ત્રીજા સ્તંભ જેવા ન્યાયતંત્રને લગતી કોઇ પણ બંધારણીય જોગવાઇમાં ફેરફાર કરવાની સત્તા ફક્ત સંસદને છે. સાંસદો અને તેમના રાજકીય પક્ષો પાસે નિવૃત્ત ન્યાયાધીશોને આપવા માટેના હોદ્દા હોય છે. તેને કારણે પણ ન્યાયતંત્રના કેટલાક હિસ્સા પર રાજકારણનો પ્રભાવ પડ્યા વિના રહેતો નથી. સૌથી ટોચે સાંસદોનું બેજવાબદાર અને પક્ષકેન્દ્રી રાજકારણ તો ખરૂં જ, જે આવા ગંભીર મુદ્દાને સ્પર્શવાની ત્રેવડ ખોઇ બેઠું છે.
ન્યાયતંત્ર ખોખલું થઇ જશે તો ‘આવ ભાઇ હરખા’ ન્યાયે, સૌથી વધારે આનંદ લોકશાહીના બાકીના બે, પૂરેપૂરા સડી ચૂકેલા સ્તંભોને થશે અને સૌથી મોટું નુકસાન (રાબેતા મુજબ), ન્યાયતંત્રને હજુ પણ છેલ્લો આશરો ગણીને ચાલતા સામાન્ય નાગરિકના ભાગે આવશે.
Subscribe to:
Posts (Atom)