Showing posts with label it. Show all posts

Tuesday, July 30, 2019
લાયન કિંગઃ ફિલ્મનિર્માણમાં વર્ચ્યુઅલ રીઆલીટીની સિંહફાળ

સામાન્ય રીતે ફિલ્મો વિશે લખવાનું ટાળવા છતાં, ડિઝની સ્ટુડિયોની લેટેસ્ટ ફિલ્મ 'લાયન કિંગ’ વિશે લખવાનું મન થાય તેનાં કારણોઃ આ ફિલ્મે એનિમેશન ફિલ્મોના નિર્માણની પદ્ધતિમાં ક્રાંતિકારી ફેરફાર આણ્યો છે. એટલું જ નહીં, વર્ચ્યુઅલ રિઆલીટી (VR)ની ટેકનોલોજીના મૌલિક ઉપયોગથી એનિમેશન અને લાઇવ એક્શન (સાદી) ફિલ્મો વચ્ચેની ભેદરેખાને ભૂંસી નાખી છે. 'લાયન કિંગ' એનિમેશન કહેવાય કે લાઇવ મોશન, તે વિશે મતભેદ છે. કેટલાક માને છે કે આ ફિલ્મનો એક જુદો જ પ્રકાર છે, જેને માટે કોઈ નવું નામ શોધવું પડશે. ઓસ્કર એવોર્ડની સ્પર્ધામાં પણ આ ફિલ્મનો પાટલો કઈ પંગતમાં પડે છે તે જોવાનું રહે છે.
વર્ષો પહેલાં એનિમેશન ફિલ્મ માટે ચિત્રકારોએ પીંછી અને રંગથી ચિત્રો દોરવાં પડતાં હતાં. એક સેકન્ડમાં ફિલ્મની ૨૪ પટ્ટી ચાલે. ઘણી વાર બે પટ્ટી દીઠ એક ચિત્રના હિસાબે એક સેકન્ડમાં બાર ચિત્રો શૂટ કરવામાં આવતાં. એ હિસાબે પણ એક કલાકની ફિલ્મ માટે કેટલાં બધાં ચિત્રો દોરવાં પડે? (ચોક્કસ આંકડોઃ એક કલાક માટે ૪૩,૨૦૦ ચિત્રો)
એનિમેશન ક્ષેત્રે કમ્પ્યુટરનો ઉપયોગ શરૂ થયો અને વધ્યો, તેમ રંગો અને પીંછી લઈને દોરવાની મહેનત ઓછી થઈ. કમ્પ્યુટર થકી સર્જેલી ચિત્રસૃષ્ટિ (કમ્પ્યુટર જનરેટેડ ઇમેજરી-CGI)નો યુગ આવ્યો. કમ્પ્યુટર સોફ્ટવેરના જાદુઈ ઉપયોગ વધવા માંડ્યા. પરંતુ એનિમેશનનું મૂળભૂત સ્વરૂપ બદલાયું નહીં. ટેકનોલોજીનો પછીનો હનુમાનકૂદકો આવ્યો 'મોશન કેપ્ચર' સ્વરૂપે. તેમાં જીવતાજાગતા અભિનેતાઓના ચહેરા અને શરીરની હિલચાલ રેકોર્ડ કરીને, તેના ડિજિટલ સ્વરૂપના ડેટાને કમ્પ્યુટર એનિમેશનના મોડેલમાં 'પુરવામાં' આવતો હતો. એટલે એનિમેશનથી બનાવેલું મોડેલ અભિનેતાએ કરેલી સ્વાભાવિક હિલચાલ પ્રમાણે, હાલતુંચાલતું જોવા મળે શકે. તેમાં ફેરફાર કરવા હોય તો એ જ વખતે, લાઇવ શૂટિંગના રીટેકની સ્ટાઇલમાં ફરી શૂટિંગ પણ કરી શકાય.
‘લાયન કિંગ’ના નિર્દેશક જોન ફવરોએ થોડા સમય પહેલાં ડિઝની સ્ટુડિયોની હિટ એનિમેશન ફિલ્મ 'જંગલબુક' ફરી બનાવી તેમાં લેટેસ્ટ ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ હતો. ત્યારે લાગતું હતું કે બસ, હવે એનિમેશન ટેકનોલોજીની ટોચ આવી ગઈ. આથી વધુ શું થઈ શકે? પણ 'લાયન કિંગ'માં જોન ફવરોએ બે ડગલાં આગળ વધીને, વર્ચ્યુઅલ રીઆલીટીનો ઉપયોગ કર્યો અને એનિમેશન ફિલ્મનું એવું સ્વરૂપ નીપજાવ્યું, જેને નામ આપવામાં નિષ્ણાતો પણ માથું ખંજવાળતા થઈ જાય. એક લીટીમાં કહેવું હોય તો, તેમણે ફિલ્મના ઇતિહાસમાં પહેલી વાર આખેઆખી ફિલ્મનું શૂટિંગ વર્ચ્યુઅલ રીઆલીટીમાં, વર્ચ્યુઅલ અને વાસ્તવિક સાધનો વડે કર્યું.
'વર્ચ્યુઅલ રીઆલીટી'--આ શબ્દો કાને પડતાં જ તેની સાથે અભિન્નપણે સંકળાયેલો હેડસેટ યાદ આવે. આંખો સહિતનો ઉપરનીચેનો ભાગ ઢાંકી દેતો હેડ સેટ પહેર્યા પછી માણસ રૂમમાં ઊભો હોય, પણ તેને એવું લાગે જાણે તે આંખ સામે દેખાતી આભાસી દુનિયામાં ફરી રહ્યો છે. કમ્પ્યુટરની મદદથી સર્જવામાં આવેલી વર્ચ્યુઅલ સૃષ્ટિની કમાલ એ છે કે તેમા એકલદોકલ દૃશ્ય કે ચિત્રોનો સમુહ નહીં, આખું થ્રી-ડી વાતાવરણ સર્જી શકાય છે અને તે પણ એવી રીતે કે હેડસેટ પહેરી લીધા પછી માણસ એ વાતવરણને ફક્ત જોઈ શકવાને બદલે, પોતે ત્યાં પહોંચી ગયાનો અને ત્યાં હરવાફરવાનો, પોતે તેનો હિસ્સો હોવાનો અનુભવ કરી શકે.
વર્ચ્યુઅલ રીઆલીટીની આ ખૂબી ગેમિંગના ક્ષેત્રમાં ઘણી વપરાતી હતી. આવી રીતે કમ્પ્યુટરની મદદથી સર્જાયેલી કાલ્પનિક સૃષ્ટિમાં કાલ્પનિક પાત્રો પણ સર્જી શકાય અને ગેમ રમનાર પોતે કોઈ એક પાત્ર તરીકે આખી સૃષ્ટિનો ભાગ બની શકે, તેનો ખૂણેખૂણો જોઈ શકે, તેમાં જરૂરી ફેરફાર પણ કરી શકે. ધારો કે વર્ચ્યુઅલ રીઆલીટીની મદદથી ખજાનો શોધવાની ગેમ બનાવી હોય તો દટાયેલા શહેરનો માહોલ રચી શકાય, તેમાં ચાર મિત્રો રમી શકે એવી વ્યવસ્થા રાખવામાં આવી હોય તો હેડસેટ પહેરીને ચારેય મિત્રો વર્ચ્યુઅલ સૃષ્ટિનાં ચાર પાત્રો બનીને આખા શહેરમાં ઘૂમી શકે, એ સૃષ્ટિને ખુંદી. શરત એટલી કે એ ગેમ બનાવતી વખતે કમ્પ્યુટર પ્રોગ્રામમાં એ બધું ઉમેરવું પડે.
આ સંભાવનાનો ઉપયોગ કરીને જોન ફવરોએ 'લાયન કિંગ'ની આખી સૃષ્ટિને વર્ચ્યુઅલ રીઆલીટીની ગેમ તરીકે તૈયાર કરાવી--એવી ગેમ, જે હેડસેટ પહેર્યા પછી એક સાથે ઘણા લોકો 'રમી' શકે. આ ગેમ પણ સીધીસાદી નહીં, ફિલ્મનિર્માણની ગેમ. એટલે 'લાયન કિંગ'ની આખી વર્ચ્યુઅલ સૃષ્ટિમાં શૂટિંગ કરવા માટેના વર્ચ્યુઅલ કેમેરા પણ હોય. હેડસેટ પહેરી લેનાર વ્યક્તિ પોતે એક પાત્ર તરીકે 'લાયન કિંગ'ની વર્ચ્યુ્અલ સૃષ્ટિમાં પહોંચી જાય અને ત્યાં જાતે, વર્ચ્યુઅલ દેહે લોકેશન પર ફરીને જ નક્કી કરી શકે કે કઈ બાજુથી દૃશ્ય લેવું. દા.ત. પહાડની જે કરાડ પરથી સિંહબાળ સિમ્બાને રાજાનો વારસ ઘોષિત કરવામાં આવ્યો, એ કરાડ પર હેડસેટ પહેરનાર વ્યક્તિ વર્ચ્યુઅલ દેહે જઈ શકે અને ત્યાં ફરીને નક્કી કરી શકે કે કઈ બાજુથી દૃશ્ય શૂટ કરવું. દૃશ્ય લેતી વખતે પ્રકાશ ઓછોવત્તો કરી શકે, કમ્પ્યુટરસર્જિત પ્રાણીઓ આસપાસ ફરતાં હોય કે ફ્રેમમાં વચ્ચે આવતાં હોય, તો વર્ચ્યુઅલ દેહે તે પ્રાણીઓને બાજુ પર ખસેડી શકે.
પરંતુ વર્ચ્યુઅલ સૃષ્ટિની ફિલ્મ વર્ચ્યુઅલ કેમેરાથી ઉતરે, તો તેને વાસ્તવિક-નક્કર ફિલ્મ તરીકે કેવી રીતે મેળવી શકાય? બીજા અનેક ટેકનોલોજીના પડકારોની જેમ આ સમસ્યાનો ઉકેલ પણ ટેકનોલોજીની મદદથી જ નીકળ્યો. વર્ચ્યુઅલ વાતાવરણમાં ગોઠવાયેલા કેમેરાનું સંચાલન ઇન્ફ્રારેડ સિગ્નલની મદદથી વાસ્તવિક દુનિયામાં રહેલાં વ્યુ ફાઇન્ડર વડે થતું હોય. એક ખાલી રૂમમાં હેડ સેટ પહેરેલા ડાયરેક્ટર અને કેમેરામેન વર્ચ્યુઅલ દેહે 'લાયન કિંગ'ની વર્ચ્યુઅલ સૃષ્ટિમાં ફરતા હોય. ત્યાં દૃશ્યની ઝીણી વિગત નક્કી થઈ જાય, એટલે વાસ્તવિક દુનિયામાં, ખાલી રૂમમાં રહેલાં વ્યુ ફાઇન્ડરને અસલી કેમેરાના અંદાજમાં ચલાવવામાં આવે. તેની સાથે જોડાયેલા ઇન્ફ્રારેડ સિગ્નલ થકી વર્ચ્યુઅલ સૃષ્ટિના કેમેરા પણ બહારનાં, અસલી વ્યુ ફાઇન્ડરનું અનુકરણ કરે અને એ પ્રમાણે વર્ચ્યુઅલ સૃષ્ટિમાં વાસ્તવિક શોટ લેવાય. ખાલી ખંડમાં કેમેરા કે ડોલી જેવાં શૂટિંગનાં ઉપકરણો હોય ખરાં, પણ કેમેરાની જગ્યાએ વ્યૂ ફાઇન્ડર હોય અને 'સેટ' નરી આંખે નહીં, હેડ સેટ પહેર્યા પછી જ 'દેખાય’.
આવી અટપટી રચનાથી નીપજેલી ફિલ્મ તકનિકી દૃષ્ટિએ એનિમેશન જ છે, પરંતુ વર્ચ્યુઅલ સૃષ્ટિ રચીને તેમાં વર્ચ્યુઅલ દેહે વાસ્તવિક શૂટિંગ કરવું, એ આખી વાત ફિલ્મનો પ્રકાર નક્કી કરવામાં ભારે ગુંચવાડો પ્રેરનારી છે. ફરક એટલો જ કે આ ગુંચવાડો અણઆવડતનું નહીં, આશ્ચર્યચકિત કરનારી સર્જકતા અને ટેકનોલોજીનું પરિણામ અને પરિમાણ છે.
Monday, July 22, 2019
ગાંધીવિચારના લાકડે 'આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ'નું માંકડું?
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ટેકનોલોજીની દુનિયાનો ચલણી સિક્કો છે. સ્વયંસંચાલિત કાર જેવી વિકસી રહેલી ટેકનોલોજીથી માંડીને સ્માર્ટ ફોન જેવી સામાન્ય બની ચૂકેલી ચીજોમાં AI વપરાય છે—અને તેનો પથારો સતત ફેલાઈ રહ્યો છે. Aiની મદદથી ચેસ તથા ‘ગો’ જેવી બુદ્ધિની રમતોમાં કમ્પ્યુટરો જગતના મહાન ખેલાડીઓને હરાવી ચૂક્યાં છે. આવી પ્રચંડ ‘બુદ્ધિશક્તિ’ ધરાવનાર AI ગાંધીજીનાં લખાણોનું અર્થઘટન અથવા આધારભૂત સંકલન કરી શકે?
સવાલ મહત્ત્વનો છે. કેમ કે, નાણાં મંત્રીએ બજેટ દરમિયાન 'ગાંધીપિડીયા' (ગાંધીજી વિશેના માહિતીકોશ)ની જાહેરાત કરી છે. તેમાં આઇ. આઇ. ટી. (ખડગપુર) અને આઇ. આઇ. ટી. (ગાંધીનગર)ના નિષ્ણાતો સંકળાવાના છે. એ ટેકનોલોજીના વિદ્વાનો છે અને ટેકનોલોજીની મદદથી ગાંધીજીનાં અઢળક લખાણોને જુદાં જુદાં લોકભોગ્ય સ્વરૂપે રજૂ કરવાના છે, એવું અત્યારના અહેવાલો પરથી સમજાય છે.
પોતાના જીવનકાળમાં ગાંધીજીએ જેટલું લખ્યું છે, તેટલું જાહેર જીવનની ભાગ્યે જ બીજી કોઈ વ્યક્તિએ લખ્યું હશે. ‘કલેક્ટેડ વર્કસ ઓફ મહાત્મા ગાંધી’ના 100 ગ્રંથોનાં આશરે પચાસ હજાર પાનાંમાં તેમના અનેક પત્રો, લખાણો, મુલાકાતો, પ્રવચનો સંઘરાયેલાં છે. તેમાં સમાવેશ પામ્યું ન હોય એવું પણ બીજું ઘણું. ગાંધીજીના અતિવિશ્વાસુ સાથી-સચિવ મહાદેવ દેસાઈએ લખેલી ડાયરીના સંખ્યાબંધ ભાગથી માંડીને બીજા સાથીદારોએ લખેલા અનેક ગ્રંથોમાંથી પણ ગાંધીવિચાર અને ગાંધીચરિત્રનાં અનેક પાસાં છતાં થાય છે. ‘કલેક્ટેડ વર્કસ’ના 100 ભાગનો હિંદી અને ગુજરાતીમાં પણ અનુવાદ થયો છે (જેનું થોડું કામ હજુ બાકી છે.)
સવાલ ફક્ત જથ્થાનો હોત તો ટેકનોલોજી બેશક તેનો અકસીર ઇલાજ હતી, પરંતુ ગાંધીજીનું લખાણ નકરો ‘ડેટા’નો ઢગલો નથી, જેમાંથી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બધું સહેલાઈથી તારવી કાઢે. તેમાં અનેક સંદર્ભો, પૂર્વાપર સંબંધો, જુદા જુદા સમયે જુદી જુદી અર્થચ્છાયાઓ સાથે વપરાતી અભિવ્યક્તિઓ, સમયાંતરે બદલાતા વિચાર અને તેની પાછળનાં કારણ, વ્યક્ત શબ્દોની પછવાડે રહેલી અવ્યક્ત અને સમજી લેવાની ('બીટવીન ધ લાઇન્સ' પ્રકારની) વાતો—આવી સંકુલતાનો પાર નથી. તેની સામે, ગાંધીજીને મૂળ સ્વરૂપે જાતે વાંચીને સમજવાનું એટલું અટપટું નથી. કેમ કે, વાંચનારને તેમાં પોતાની અપૂર્ણતાનો પણ ખ્યાલ હોય છે. બીજી તરફ, ગાંધીજીના સંપૂર્ણ અને સર્વાંગી વિશ્લેષણ બાબતે તો પ્રખર બુદ્ધિપ્રતિભા અને ઊંડો અભ્યાસ ધરાવતા વિદ્વાનો પણ એકમત હોતા નથી. વિખ્યાત કાર્ટૂનિસ્ટ અબુ અબ્રાહમના એક કાર્ટૂનમાં એ વાત બહુ માર્મિક રીતે સૂચવાઈ છેઃ પાંચ પ્રજ્ઞાચક્ષુઓ હાથીનાં જુદાં જુદાં અંગો પકડીને હાથી કેવો હશે, એ સમજવાની કોશિશ કરે છે, તેમ પાંચ નેતાઓ પોતપોતાની મર્યાદાથી, પોતાના હાથમાં ગાંધીજીનું જે આવ્યું તેના આધારે, ગાંધીજી શું છે તે સમજવાની કોશિશ કરે છે.
એ કોશિશ સમજવાની હોય ત્યાં સુધી ઠીક છે, પણ ગાંધીપીડિયા તો એ રીતે ગાંધીજીને બીજા સમક્ષ મૂકવાની કોશિશ બનવાનો છે. એટલે ગાંધીજીના અનર્થઘટનનું જોખમ સમજનાર પૂરતું મર્યાદિત નહીં રહેતાં, વ્યાપક બને છે. અને આખી કવાયતને સરકારનો આશ્રય હોય એટલે એક રીતે તેને 'સત્તાવાર'ની મહોર પણ લાગે છે.
ગાંધીજીને ટુકડામાં સમજી શકાય નહી. કેમ કે, દેખીતી રીતે અલગ લાગતી તેમની ઘણી બધી બાબતો એકબીજા સાથે નાળસંબંધ ધરાવે છે. AI જેવી ટેકનોલોજીનો સૌથી મોટો ખતરો એવો છે કે તે શબ્દોને ને નામોને કે શબ્દપ્રયોગોને કે બહુ તો વિષયોને પકડી શકે-જુદાં તારવી શકે-ઇચ્છા મુજબ, માગણી મુજબ વીણીને હાજર કરી શકે, પણ જુદી જુદી બાબતો વચ્ચેનો પેચીદો આંતરસંબંધ પામવાનું તેના માટે લગભગ અશક્ય છે. તેમ છતાં એવું દુઃસાહસ કરવામાં આવે, તો તેની સીધી અસર ગાંધીવિચારની અધિકૃતતા પર થાય. AIની ‘અક્કલ’થી ગાંધીજી વિશે સમજવા ને ખાસ તો સમજાવવા જતાં ગાંધીવિચારની વિકૃત, ખંડિત, ભૂલભરેલી કે અધકચરી-અર્ધસત્ય રજૂઆત જાહેરમાં મુકાય--અને તે પણ સરકારમાન્ય સ્વરૂપે-- એવો ખતરો પૂરેપૂરો રહે છે. ગાંધીવિચારને સમજવા માટે AIનું માળખું બનાવતી વખતે ગાંધીનિષ્ણાતોનો સાથ લેવામાં આવે, તો જોખમ થોડું ઘટે છે, પણ સાવ નાબૂદ થતું નથી. તેમાં જેટલો સવાલ AIની મર્યાદાનો છે, એટલો જ ગાંધીવિચારના વ્યાપ અને તેની સંકુલતાનો છે.
આ તો થઈ પાયાની વાત. એટલા ઊંડાણમાં ન જતાં, પ્રાથમિક વાત કરીએ તો, ટેકનોલોજીનો ઉપયોગ કરીને છપાયેલા શબ્દોમાંથી બધું તારવી આપવાનું થિયરીમાં લાગે, એટલું સીધું કે સહેલું નથી. કેટલાક શબ્દો કે શબ્દપ્રયોગો પ્રચલિત સ્વરૂપે શોધવા જતાં તેની સાવ ઓછી એન્ટ્રી મળે, ત્યારે જોનાર છેતરાઈ શકે છે. જેમ કે, દાંડીકૂચ અને ધરપકડ પછીના અરસામાં ગાંધીજી અને વાઇસરોય ઇર્વિન વચ્ચે થયેલો 'ગાંધી-ઇર્વિન પેક્ટ'. અંગ્રેજી 'કલેક્ટેડ વર્કસ'માં 'ગાંધી-ઇર્વિન પેક્ટ' લખીને સર્ચ કરવામાં આવે, તો એક જ એન્ટ્રી મળે, પણ માણસે બનાવેલી સૂચિ જોતાં આ વિષયના ઉલ્લેખોની લાંબીલચક યાદી મળે છે.
તેનો અર્થ એ નથી કે ગાંધીવિચારનો દરિયો ખુંદવામાં ટેકનોલોજીનો ઉપયોગ ન કરવો. ‘કલેક્ટેડ વર્કસ’નાં અને બીજાં લખાણ સર્ચેબલ હોય તો ચોક્કસ શબ્દ કે નામ કે સ્થળનામ શોધવામાં બહુ સુવિધા રહે. હકીકતમાં, ગુજરાત વિદ્યાપીઠ સાથે સંકળાયેલાં દીનાબહેન પટેલે 'કલેક્ટેડ વર્કસ ઓફ મહાત્મા ગાંધી'ના (અગાઉ લખાણમાં છેડછાડનો ભોગ બની ચૂકેલા) સો ગ્રંથોને ફક્ત સર્ચેબલ જ નહીં, પ્રમાણભૂત બનાવવાનું મહાકાર્ય ક્યારનું પૂરું કરી દીધું છે. એટલે અંગ્રેજીમાં ગાંધીલખાણના પાયાના સો ગ્રંથો તો દીનાબહેનની ઝીણી નજરમાંથી ગળાઈચળાઈને વપરાશ માટે તૈયાર છે અને તે ડીવીડી સ્વરૂપે ઉપલબ્ધ પણ છે. એવી જ રીતે 'સાબરમતી આશ્રમ સુરક્ષા અને સ્મારક ટ્રસ્ટ' ના પોર્ટલ gandhiheritageportal.org પર કલેક્ટેડ વર્કસ ઉપરાંત બીજાં સંખ્યાબંધ પુસ્તકો સ્કેન કરીને મુકવામાં આવ્યાં છે. તે સર્ચેબલ નથી, પણ ડિજિટાઇઝેશનના કામમાં મદદરૂપ થનાર સરકાર સૂચવે ને મદદરૂપ થાય તો આ સામગ્રીને સર્ચેબલ બનાવી જ શકાય.
તેને બદલે સરકારે નવેસરથી, 'ગાંધીપીડિયા' થકી ગાંધીજીને લગતી અધિકૃત માહિતીનું નવું તંત્ર ઊભું કરવાનો નિર્ણય લીધો છે, જે આશ્ચર્યજનકની સાથે ગાંધીવિચારની અધિકૃતતા માટે જોખમી પણ છે. કેમ કે, આ નવું તંત્ર આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સની મદદથી ગાંધીવિચારની પસંદગી, સંકલન અને અમુક અર્થમાં અર્થઘટનનું કામ કરવાનું છે એવું અહેવાલો પરથી સમજાય છે. ગાંધીજીની સામગ્રીનો સંગ્રહ અને જાળવણી કરીને તેને અધિકૃત રીતે વિશ્વ સમક્ષ મુકનાર સાબરમતી આશ્રમે પણ યોગ્ય રીતે જ ગાંધીવિચારના અર્થઘટનનું દુઃસાહસ કર્યું નથી. ત્યારે ભલે ગમે તેટલી લેટેસ્ટ ટેકનોલોજીની મદદથી, ગાંધીવિચારના સંકલન કે પેકેજિંગનું કામ ગાંધીજી જેટલું જ ભાવિ પેઢીને પણ અન્યાય કરનારું બની શકે છે.
Labels:
Gandhi/ગાંધી,
it
Thursday, July 11, 2019
આઇટી કંપનીઓ 'દેશ' બની શકે? બનવી જોઈએ?
દેશ એટલે શું? ટૂંકામાં ટૂંકો જવાબ આપવો હોય તો, દેશ એટલે સત્તા, સૈન્ય, જમીન, ચલણ (કરન્સી) અને લોકો. ખાનગી કંપનીઓ ગમે તેટલી મોટી, બહુરાષ્ટ્રીય હોય તો પણ તે સૈન્ય અને ચલણ લાવી શકે નહીં. જમીન અને લોકો દેશના હિસાબે સાવ મર્યાદિત સંખ્યામાં હોય. એટલે વૉલમાર્ટ કે જનરલ ઇલેક્ટ્રિક કે ઓઇલ કંપનીઓ તેમના સુવર્ણયુગમાં કદી સરકારની હરીફ બની શકી નહીં. કંપનીઓના કારોબાર ગમે તેટલા મોટા હોય, તેમની સંપત્તિ ગરીબ દેશોના જીડીપી કરતાં વધારે હોય, તો પણ તેમનો વધુમાં વધુ પ્રભાવ સરકારને નચાવવા પૂરતો અથવા તેમની પાસેથી પોતાનો ફાયદો કઢાવી લેવા પૂરતો હોય.
પરંતુ છેલ્લા એક-દોઢ દાયકામાં વૈશ્વિક આધિપત્ય ધરાવતી ગુગલ, એપલ, ફેસબુક જેવી કંપનીઓની વાત જુદી છે. તેમના પહેલાં કમ્પ્યુટરની ઓપરેટિંગ સિસ્ટમમાં બિલ ગેટ્સની માઇક્રોસોફ્ટનું એકચક્રી રાજ હતું. પરંતુ એ રાજ કમ્પ્યુટર પૂરતું મર્યાદિત હતું. એટલે બિલ ગેટ્સ વિશ્વના સૌથી ધનાઢ્ય બનવા છતાં, માઇક્રોસોફ્ટનું વ્યાપક ક્ષેત્ર વ્યવસાય પૂરતું જ રહ્યું. સ્માર્ટફોન યુગમાં ગુગલ, એપલ અને ફેસબુક જેવી કંપનીઓ માઇક્રોસોફ્ટથી આગળ નીકળી ગઈ અને કાર્યક્ષેત્રની દૃષ્ટિએ પણ જુદી પડી.
માઇક્રોસોફ્ટની વિન્ડોઝ ઓપરેટિંગ સીસ્ટમ વાપરતા લોકો કરોડોની સંખ્યામાં હતા, પણ તે એકબીજાથી જોડાયેલા ન હતા. ઉપરાંત વિન્ડોઝની ઓપરેટિંગ સીસ્ટમ મોંઘી હોવાથી, તેની પાઇરેટેડ-બિનસત્તાવાર નકલો પણ મોટા પાયે ચલણમાં હતી, જેની પર કંપનીનો કોઈ કાબૂ ન તો. લાઇસન્સવાળી કોપી વાપરનારા લોકો માટે પણ, તેમના જીવનની બીજી બધી બાબતોમાં માઇક્રોસોફ્ટની દખલગીરી નહીંવત્ હતી.
પરંતુ ફેસબુકની પ્રચંડ લોકપ્રિયતાથી સમીકરણો બદલાઈ ગયાં. દુનિયાના લોકોને જોડવાના દેખીતી રીતે પવિત્ર ઉદ્દેશથી શરૂ થયેલી ફેસબુક મફત હતી. એટલે તેમાં પાઇરસી (નકલ) થવાનો સવાલ ન હતો. રહી વાત સર્વિસના વૈવિધ્યની. તેમાં ફેસબુક પોતે જ હરીફ સેવાઓના વૈવિધ્યની બેશરમ નકલ કરીને તેમને પછાડી દેવા લાગી અને ફેસબુકનો વ્યાપ જોતજોતાંમાં આસુરી હદે પહોંચી ગયો. માર્ચ, ૨૦૧૯ના આંકડા પ્રમાણે, ફેસબુકના સક્રિય સભ્યોનો માસિક આંકડો ૨.૩૮ અબજ છે.
આખી દુનિયાની વસ્તી ૭.૭ અબજ છે. તેમાંથી ચીનની ૧.૪૨ અબજની વસ્તીને બાદ કરીએ. (કેમ કે, ચીનમાં તેના સ્થાનિક સોશ્યલ નેટવર્કનું ચલણ છે.) તો વિશ્વના ૬.૨૮ અબજ લોકોમાંથી ૧.૫૬ અબજ લોકો--એટલે કે ચોથા ભાગની વસ્તી-- રોજ ફેસબુક વાપરે છે. (બાળકોનો આંકડો બાદ કરવામાં આવે, તો આ પ્રમાણ ઓર વધી જાય.) તેમાંથી મોટા ભાગના લોકો તેમના મોબાઇલ ફોન પર ફેસબુકનો ઉપયોગ કરે છે.
ફેસબુક પર થતી દરેક ગતિવિધિ તેના વપરાશકર્તા વિશે ચોક્કસ પ્રકારની માહિતી પેદા કરે છે. વાપરનારાનાં નામ-ગામ-વયથી માંડીને તેમની પસંદગી, ગમા-અણગમા જેવી અનેક બાબતોનો ભંડાર કંપની પાસે એકઠો થાય છે, જે જાહેરખબર આપનારા સમક્ષ સંભવિત બજાર તરીકે રજૂ કરીને અઢળક જાહેરખબરો મેળવી શકાય છે. વર્ષો સુધી ફેસબુક જેવી કંપનીઓના વ્યાપને ટેકનોલોજીની સફળતાની હકારાત્મક કથા તરીકે વર્ણવવામાં આવતી હતી. જાહેરખબરો દ્વારા થતી અઢળક કમાણી ચિંતાને બદલે અહોભાવનો મામલો ગણાતી હતી. પરંતુ એક તરફ વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ જેવી સંભવિત હરીફ કંપનીઓને તોતિંગ રકમ આપીને ખરીદી લેવાની નીતિ ફેસબુકે અપનાવી. અત્યાર લગી ફેસબુકે આવી કંપનીઓની ખરીદીમાં ૨૨ અબજ ડોલરથી પણ વધુ રકમ ખર્ચી નાખી છે, જેનું છેવટનું પરિણામ સત્તાના કેન્દ્રીકરણ સ્વરૂપે આવ્યું છે.
બીજી તરફ, ફેસબુકનો દુરુપયોગ એ હદે થયો કે અમેરિકાના પ્રમુખપદની ચૂંટણીમાં રશિયા દખલ કરી શકે. બીજા શબ્દોમાં, અમેરિકા-રશિયા વચ્ચે શીતયુદ્ધના સમયમાં રશિયા જે ન કરી શક્યું, તે વગર યુદ્ધે, ફેસબુકના મંચનો અને તેના દ્વારા થતા આંખ આડા કાનનો ઉપયોગ કરીને રશિયાના કેટલાક હેકરોએ કરી બતાવ્યું. આ તો એક નમૂનો. ગમે તે ભોગે વૃદ્ધિ કરવાના ફેસબુકના ઇરાદાને લીધે ગ્રાહકોને અને સરકારોને અંધારામાં રાખવાનું સામાન્ય બની ગયું.
હવે ફેસબુકે આવતા વર્ષે તેની ક્રીપ્ટોકરન્સી ચલણમાં મૂકવાનો ઇરાદો જાહેર કર્યો છે. ‘લિબ્રા’ નામ ધરાવતું ફેસબુકનું ચલણ વાસ્તવિકતા બને, તો ફેસબુક-વોટ્સએપ-ઇન્સ્ટાગ્રામ વાપરનારા લોકો નાણાંકીય વ્યવહાર પણ ફેસબુક પર કરી શકશે. સરકારી ચલણની એકદમ બાદબાકી ભલે ન થાય, પણ તેનો મજબૂત વિકલ્પ ઊભો થશે. 'નવો વેપાર'ની રમતની જેમ ફેસબુકનું ચલણ ફેસબુક પર અને ઇન્ટરનેટની આલમમાં બધે ચાલે. ઉપરાંત, ફેસબુક જેવી અબજો ડોલરની કિંમત ને શાખ ધરાવતી કંપનીનું પીઠબળ હોય, એટલે અમેરિકાના ડોલરની જેમ ફેસબુકના ઓનલાઇન ચલણ લિબ્રાને બજારમાં સ્થાનિક ચલણ સાટે વટાવી પણ શકાય.
સરકારો અને બેન્કોની અપારદર્શકતાની સામે (બિટકોઈન જેવી) ક્રીપ્ટોકરન્સી પારદર્શકતાનો સધિયારો આપતી હોય છે. આમ પણ સરકારી અર્થવ્યવસ્થા ઉપર વારી જવા જેવું કશું હોતું નથી. પહેલી નજરે ખાનગી કંપનીઓનો વહીવટ વધારે ચુસ્ત અને અસરકારક લાગે. (સરકારી સેવાઓના ખાનગીકરણ પાછળ પણ આ જ તર્ક લાગુ પાડવામાં આવે છે.) પરંતુ બંને વચ્ચેનો એક તફાવત અત્યંત મહત્ત્વનો છેઃ સરકારમાં છેવટે ઉત્તરદાયિત્વ હોય છે--આજે નહીં તો કાલે તેના જવાબ આપવા પડે છે. જ્યારે ફેસબુક જેવી કંપનીમાં બધી સત્તા છેવટે માર્ક ઝકરબર્ગ નામના માણસ પાસે છે--અને તેમની ઉપરની સત્તા કોઈ નથી. સરકારો તેમના અત્યારના કાયદાકાનૂનો પ્રમાણે ઝકરબર્ગને બોલાવીને તેમની જુબાનીઓ લઈ શકે, કંપનીના વહીવટમાં ચૂક થયેલી લાગે તો બે-પાંચ અબજ ડોલરનો દંડ કરી શકે, પણ એટલી રકમ ફેસબુક કે ગુગલ કે એપલ જેવી કંપનીઓ માટે કાનખજૂરાના પગ જેવી હોય છે.
તેની સરખામણીમાં એ દૃશ્યની કલ્પના કરો, જ્યારે વિશ્વના કોઈ પણ દેશની વસ્તી કરતાં વધુ સંખ્યા ધરાવતા, 'ફેસબુક દેશ'ના લગભગ ૨.૩૮ 'રહેવાસીઓ'માંથી ઘણા બધા કોઈ એક જ ચલણ વાપરતા હોય. એ ચલણ એવું હોય કે જેને સ્થાનિક સરકાર, અર્થતંત્ર અને તેના નીતનિયમો સાથે કશી લેવાદેવા ન હોય. હાલના આયોજન પ્રમાણે ભલે એકલી ફેસબુક નહીં, બીજી ઘણી કંપનીઓનું સહિયારું માળખું આવા ચલણના વહીવટમાં ટેકો આપતું હોય, પણ તેનાથી ઉત્તરદાયિત્વનો ગંભીર પ્રશ્ન ઊભો રહે છે--અને ફેસબુક જેવી આઇટી કંપનીઓનો અત્યાર સુધીનો ઇતિહાસ તેમના ઇરાદા પ્રત્યે બહુ વિશ્વાસ ઉપજાવનારો નથી. દુનિયાને જોડવાની સુફિયાણી વાતોના બહાને તેમને વિશ્વ પર આધિપત્ય જમાવવું છે અને પોતાનું ચલણ એ દિશામાં મહત્ત્વનું પગલું બને એમ છે. સરકારો માટે તો ઠીક, ગુલામીમુક્ત રહેવા ઇચ્છતા નાગરિકો માટે પણ એ સારા સમાચાર લાગતા નથી.
Thursday, July 04, 2019
ઇન્ટરનેટની આલમમાં સામાજિક નિયમો લાગુ પડે?
જૂઠાણાને પ્રતિષ્ઠિત કરવાની સૌથી પ્રચલિત છેઃ સચ્ચાઈને ધુંધળી કે સંદેહાસ્પદ કરી નાખો. કશું સો ટકા ભરોસાપાત્ર રહેવા ન દો. કોઈના પણ વિશે ગમે તેવી વાત થઈ શકે અને તેને ઝીલનારા પણ મળી રહે, એવો માહોલ પેદા કરો. અમેરિકાના અવકાશયાત્રીઓ ચંદ્ર પર ગયાના આધારભૂત પુરાવા હોય અને તેને લગતી શંકાના તમામ જવાબ અપાઈ ચૂક્યા હોય, તો પણ 'અમેરિકાની અવકાશયાત્રા નકરું તૂત હતું'--એવી કાવતરાકથાઓ ચગળ્યા કરો. પૃથ્વીની ફરતે ઉપગ્રહો પરિક્રમા કરતા હોવા છતાં, 'પૃથ્વી ગોળ નથી' એ વિશેના 'સંશોધનો' મુખ્યત્વે ધાર્મિક ઉત્સાહથી પ્રેરાઈને કરતા રહો. માણસજાતનાં કરતૂતોથી પૃથ્વીના પર્યાવરણનો કચ્ચરઘાણ નીકળી ગયો છે, એવું માનવાને બદલે ક્લાયમેટ ચેન્જ-ગ્લોબલ વોર્મિંગના અસ્તિત્વનો જ ઇન્કાર કરો.
આવાં જૂથો દરેક સમયમાં રહેવાના. 'કોન્સ્પિરસી થિયરી' એટલે કે દરેકે દરેક બાબતને અસ્વસ્થ શંકાથી જોનારા લોકોનો અને તેમની વાતોમાં આનંદ લેનારાનો આખો વર્ગ હોય છે. પહેલાં તેમના માટે વપરાતો અંગ્રેજી શબ્દપ્રયોગો હતોઃ 'લુનેટિક ફ્રિન્જ' એટલે કે થોડાં આત્યંતિક, પોતાના વિચારને ઝનૂનથી વળગેલા, હિંસક અને બુદ્ધિશાળી લાગતાં છતાં ચોક્કસ પ્રકારની મનોરુગ્ણતા ધરાવતા લોકો.
હવે એવા લોકોનો સમુદાય નાનો કે નગણ્ય નથી રહ્યો. તે જાહેર ચર્ચાને અને રાજકારણને ખતરનાક વળાંક આપી શકે એટલો મોટો બન્યો છે અને એવા સમુદાયમાંથી કોઈ અમેરિકાનો પ્રમુખ પણ બની શકે છે. નવા જમાનામાં આ વર્ગનું પાલનપોષણ કરવામાં અને તેમને એકજૂથ કરવામાં સોશ્યલ મિડીયાનો ફાળો નોંધપાત્ર છે. આ વર્ગ હાંસિયાને બદલે મુખ્ય ધારામાં આવી ગયો અને તેને રાજ્યાશ્રય મળ્યો, તેના માટે સમાજનું બદલાયેલું સ્વરૂપ જવાબદાર છે? કે આ વર્ગના વધેલા જોરે સમાજનું સ્વરૂપ બદલ્યું છે? આ સવાલ 'પહેલી મરઘી કે પહેલું ઇંડું?’ એના જેવો છે. પરંતુ બંને એકબીજાને પોષે છે તેમાં બેમત નથી.
સમાજોના અભ્યાસમાં કેટલાક સમાજને 'હાઇ ટ્રસ્ટ સોસાયટી’, તો કેટલાકને 'લો ટ્રસ્ટ સોસાયટી' ગણવામાં આવે છે. હાઇ ટ્રસ્ટ સોસાયટીમાં વિશ્વાસે વહાણ ચાલે છે. બધા નહીં, છતાં મોટા ભાગના માણસો સામાન્ય સંજોગોમાં કાયદાનું પાલન કરે છે, નિયમો પાળે છે, બાંહેધરીઓ પર ભરોસો મૂકે છે. અદાલતમાં જવાનું થાય તો ત્યાં ન્યાય મળશે, એવો ભરોસો રાખે છે. ટૂંકમાં, આ પ્રકારના સમાજમાં છેક 'રામરાજ્ય' નહીં, તો પણ ઘણી હદે 'ભરોસારાજ્ય' તો હોય છે. તમે રાજ્યની અને સમાજની 'સીસ્ટમ' પર ભરોસો કરી શકો છો અને સામાન્ય સંજોગોમાં દુઃખી થવાનો વારો આવતો નથી. આવા સમાજમાં કોન્સ્પીરસી થીયરીને અમુકથી વધારે મહત્ત્વ મળતું નથી.
પરંતુ 'લો ટ્રસ્ટ સોસાયટી'માં કશું ભરોસાપાત્ર નથી હોતું. શાસક બોલે ત્યારે જ લોકોને ખબર હોય છે કે એ જૂઠું બોલી રહ્યો છે, નાટક કરે છે. છતાં, એ શાસક પણ ચાલે છે ને લોકોને તેનાં જૂઠાણાં સામે એટલો વાંધો પણ પડતો નથી. કારણ કે ફક્ત શાસક નહીં, બીજી સંસ્થાઓ અને એ બધાને ચલાવનારા મોટા ભાગના લોકો પણ જૂઠાણાં સાથે ઘરોબો કેળવી ચૂક્યા હોય છે. જૂઠાણાં રાજ્યાશ્રય મેળવીને મુખ્ય ધારાનો હિસ્સો બની જાય છે. પછી (સચ્ચાઈની દૃષ્ટિએ) કશું પવિત્ર રહેતું નથી. આવા સમાજમાં સામાન્ય નિયમનું શીર્ષાસન થઈ જાય છેઃ જૂઠાણાં પર આંખ મીંચીને ભરોસો ન મૂકનારને- તેના પ્રત્યે શંકા સેવનારને સમાજવિરોધી કે લોકવિરોધી કે દેશવિરોધી તરીકે ખપાવી દેવામાં આવે છે. આવા સમાજમાં લોકોને કોઈ સંસ્થા પાસેથી ન્યાયપૂર્ણ-નિયમ મુજબની કાર્યવાહીની અપેક્ષા નથી રહેતી. લોકોએ સ્વીકારી લીધું હોય છે કે એમાં તો આવું જ બધું ચાલશે.
અવિશ્વાસનું અને જૂઠાણાંનું વાતાવરણ લાંબું ટકે તે આપખુદશાહી માટે મોકળું મેદાન કરી આપે છે. કેમ કે, ચોતરફ અનિશ્ચિતતાથી ઘેરાયેલા લોકોને શાસકો નહીં, ઉદ્ધારકો ખપે છે. તેમને લાગે છે કે અસાધારણ પરિસ્થિતિમાં અસાધારણ પગલાંથી કામ લેવામાં અને કાયદા-નિયમો નેવે મૂકવામાં કશું ખોટું નથી. ઘણા બધા લોકોની માનસિકતાનું 'હૅકિંગ’ થઈ જાય છે. મૂળભૂત મૂલ્યો પ્રત્યેનો આદર માળિયે ચડી જાય છે ને શાસક પ્રત્યેનો અહોભાવ વિચારપ્રક્રિયા પર પડદો પાડી દે છે. યુનિવર્સિટી ઓફ નોર્થ કેરોલિનાના પ્રોફેસર તુફૈકીએ 'વાયર્ડ’ વેબસાઇટના એક લેખમાં લખ્યું છે તેમ, ઘાતકી અને આપખુદ શાસક કુબ્લાઈ ખાનના રાજ માટે કહેવાતું હતું કે ત્યાં 'અડધી રાત્રે નાની છોકરી સોનું પહેરીને નીકળી હોય, તો પણ તેને કંઈ ન થાય.’ આવી 'સલામતી'નાં વખાણ કરતી વખતે એવું અપેક્ષિત હોય છે કે આવી સલામતી જોઈતી હોય તો નાગરિક તરીકેના અધિકાર ભૂલી જવાના. પરંતુ યેલ યુનિર્વસિટીના ઇતિહાસના અધ્યાપક તિમોથી સ્નાઇડરે લખ્યું હતું તેમ, જે શાસક તમને તમારી સ્વતંત્રતાના બદલામાં સુરક્ષા આપવાની વાત કરે, તેની વાત માનતા નહીં. કારણ કે તે સ્વતંત્રતા લઈ લેશે ને સુરક્ષા આપી નહીં શકે. (કેમ કે, તેમનું રાજપાટ જ તમે ભયમાં- માનસિક અસુરક્ષામાં રહો તેના પર ટકેલું હોય છે.)
પ્રોફેસર તુફૈકીએ લખ્યું છે કે સમાજને લાગુ પડતી આ વાત ઇન્ટરનેટની આલમ માટે પણ સાચી છે. ઇન્ટરનેટ પર શું સાચું એ નક્કી કરવું લગભગ અશક્ય થઈ પડ્યું છે. અમુક વાત ‘ફેક’ છે--એવો દાવો પણ વિરોધીઓએ કે હિતશત્રુએ કરાવેલો હોઈ શકે છે. આવી સ્થિતિમાં લોકોનું સ્વાભાવિક વલણ ફેસબુક-એપલ-ગુગલ-એમેઝોન જેવી તોતિંગ કંપનીઓ પર ભરોસો કરવાનું રહે છે. ઉદ્ધારક હોવાનો દાવો કરતા શાસકોની જેમ, આ મહાકંપનીઓનાં પોતાનાં લક્ષણ સીધાં નથી. તેમના અનેક ગોટાળા બહાર આવતા રહે છે. છતાં, લોકોની માનસિકતા એવી થઈ ગઈ છે કે તે બધા ગોટાળા નજરઅંદાજ કરીને પણ આ કંપનીઓને વળગેલા રહે છે. તેમની આપખુદશાહી ચલાવી લે છે અને તેને સ્થિરતાની-વિશ્વસનિયતાની કિંમત ગણી લે છે. પરંતુ નેતાઓની જેમ કંપનીઓની બાબતમાં પણ, આ જાતને છેતરવાનો ધંધો છે.
કોઈ વ્યક્તિ કે કંપની પર આંખ મીંચીને કે તેનાં બધાં કરતૂતો નજરઅંદાજ કરીને ભરોસો મૂકવાથી, એકને બદલે બીજું અનિષ્ટ ફુલેફાલે છે અને એક તબક્કા પછી તે રાક્ષસી બની જાય છે. આવી સ્થિતિમાં પ્રોફેસર તુફૈકીએ સૂચવેલો ઉપાય વ્યક્તિ કે કંપની નહીં, સંસ્થાઓ મજબૂત કરવાનો છે. એટલે જ, આ પ્રકારના શાસકો સંસ્થાઓનાં નામ રાખીને તેમનાં માળખાં તોડીફોડી નાખે છે.
ઇન્ટરનેટ પણ આખરે સમાજમાં વસતા લોકોથી જ ચાલતું હોય, તો તે સમાજના નિયમોથી શી રીતે બાકાત રહી શકે?

it,
society- trends/સમાજ-પ્રવાહો
Saturday, June 30, 2018
"આ બધું શું ચાલી રહ્યું છે એ સવાલ લોકોએ આઇટી સૅલને નહીં, પક્ષપ્રમુખને પૂછવો જોઈએ.” : ભાજપના આઇટી સૅલના સ્થાપક પ્રદ્યુત બોરા
(પિયશ્રી દાસગુપ્તા, ફીચર્સ અૅડિટર, હફિંગ્ટન પોસ્ટ, ૨૫-૬-૨૦૧૮ના અંગ્રેજી લેખનો અનુવાદ)
વર્ષ ૨૦૦૭. ઉત્તર પ્રદેશ. ભાજપના પ્રમુખ રાજનાથસિંઘ અને તેમના મિડીયા સહાયક પ્રદ્યુત બોરા કારમાં ચૂંટણીપ્રચાર માટે નીકળ્યા હતા. અચાનક રાજનાથ સિંઘે બોરાને પૂછ્યું, ‘ભાજપે એવું શું કરવું જોઈએ, જેનાથી તે બીજા પક્ષોની આગળ નીકળી જાય?’ ૩૩ વર્ષના બોરાને સવાલ સાંભળીને નવાઈ લાગી. પક્ષમાં જોડાયે તેમને હજુ ત્રણ વર્ષ પણ થયાં ન હતાં ને તે કોઈ રાજકીય પરિવારમાંથી પણ ન હતા. પરંતુ તેમણે તક ઝડપી લીધી. યાદ રહે. આ વાત ૨૦૦૭ની છે, જ્યારે ફેસબુક અને ટ્વિટર માંડ એક વર્ષ જૂનાં હતાં. ઇન્ફર્મેશન ટૅકનોલોજી ક્ષેત્રનો ઉદ્યોગ ધમધમી રહ્યો હતો અને બોરાને લાગ્યું કે એકેય રાજકીય પક્ષ પાસે એવી કોઈ વાત નથી, જે નવા મતદાર બનેલા યુવા વ્યાવસાયિકો આકર્ષી શકે.
આ સંવાદના થોડા મહિના પછી ભાજપના આઇટી સૅલનો જન્મ થયો. બોરા તેના રાષ્ટ્રીય સંયોજક હતા. એ વાતનાં અગીયાર વર્ષ પછી બોરા ગુરગાંવમાં ઑફિસ ધરાવતી ક્લીન એર ટૅકનોલોજીની કંપની ચલાવે છે અને કહે છે કે તેમના માનસસંતાન જેવો ભાજપનો આઇટી સૅલ ઓળખી પણ ન શકાય એ હદે બદલાઈ ચૂક્યો છે. 'એ ફ્રૅન્કેસ્ટાઇને સર્જેલા રાક્ષસ જેવો બની ગયો છે.’
તમે ભાજપમાં કેવી રીતે જોડાયા?
હું મધ્યમ વર્ગીય પરિવારમાંથી આવું છું, તેમાં પહેલી પ્રાથમિકતા નોકરી મેળવવાની હોય. એટલે વિદ્યાર્થી અવસ્થામાં મેં કદી રાજકારણમાં કે બીજી કોઈ પ્રવૃત્તિમાં ભાગ લીધો ન હતો. સેન્ટ સ્ટીફન્સ કૉલેજમાંથી હું સાહિત્ય ભણ્યો અને અમદાવાદની IIMમાંથી મેં પોસ્ટ ગ્રેજ્યુએટ ડીપ્લોમા ઇન મૅનેજમૅન્ટ કર્યું. પછી નોકરી કરી, પરણ્યો અને ૩૦ વર્ષનો થયો ત્યારે રાજકારણમાં જોડાયો.
રાજકારણમાં જોડાવાનું કેવળ તરંગથી દોરવાઈને થયું?
હું મૅનેજમૅન્ટ કન્સૅલ્ટન્ટ હતો. કેવી રીતે બદલાવ આણવો તેની સલાહ કંપનીઓને આપતો હતો. મને થયું કે કંપનીઓને કેવી રીતે બદલાવું એ કહી શકતો હોઉં તો દેશને બદલવા માટે કામ કેમ ન કરવું? આમ તો એ ફલક વિસ્તારવાની જ વાત હતી. તમે ૩૦ વર્ષના હો ત્યારે દુનિયા બદલવાનું ને એવું બધું તમને શક્ય લાગતું હોય છે.
આ સપ્ટેમ્બર ૨૦૦૪ના અરસાની વાત છે, જ્યારે ભાજપે કેન્દ્રમાંથી તાજેતાજી સત્તા ગુમાવી હતી.
હું મિસ્ટર વાજપેયીનો મોટો પ્રશંસક હતો. એટલે મને થયું કે એ ફરી જીતવા જોઈએ અને તેના માટે મારે કંઈક કરવું જોઈએ. અલબત્ત, તેમની તબિયત આટલી ઝડપથી કથળી જશે તેનો અમને ખ્યાલ ન હતો. ગમે તે હોય, પણ એ ખ્યાલો અને આદર્શો સાથે હું ૨૦૦૪માં ભાજપમાં જોડાયો. ૨૦૦૭માં મેં આઇટી સૅલની સ્થાપના કરી. ૨૦૦૯ની લોકસભા ચૂંટણીઓ વખતે મને એલ. કે. અડવાણીની કમ્યુનિકેશન ઑફિસની જવાબદારી સોંપાઈ.
(ભાજપમાં જોડાયા પછી તરત બોરાને દિલ્હી ભાજપના મિડીયા સૅલમાં અરુણ જેટલીના હાથ નીચે મુકવામાં આવ્યા. ત્યારે મિડીયા સૅલના સંયોજક સિદ્ધાર્થનાથ સિંઘ હતા, જેમને બોરા રીપોર્ટ કરતા હતા. રાજકારણમાં જોડાતાં પહેલાં બોરાએ દિલ્હીમાં સિનેમા ધરાવતા ડીટી ગ્રુપ સાથે કામ કર્યું હતું. તેમની પહેલી નોકરી સાહિત્યના પ્રતિષ્ઠિત સામયિક બિબ્લિઓમાં હતી, જે બોરા ગૌરવપૂર્વક સંભારે છે. ૨૦૦૭માં મિડીયા સૅલમાંથી બોરાને પસંદ કરીને ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં રાજનાથ સિંઘના મિડીયા સહાયક તરીકે મૂકવામાં આવ્યા. એ વર્ષનો આખો જાન્યુઆરી બોરા રાજનાથસિંઘ સાથે ફર્યા. મે-જૂનમાં પક્ષે બે નવા સૅલની જાહેરાત કરી, જેમાં એક બોરાનો આઇટી સૅલ હતો અને બીજો હતો કાઉ પ્રોટેક્શન સૅલ.)
આઇટી સૅલ શા માટે અસ્તિત્વમાં આવ્યો?
એક દિવસ અમે કારમાં કાનપુરથી લખનૌ જતા હતા, ત્યારે રાજનાથસિંઘે સાવ એમ જ પૂછ્યું, ‘તો પ્રદ્યુતજી, પક્ષમાં આપણે એવું શું કરવું જોઈએ, જે અત્યારે નથી થઈ રહ્યું?’
મારા દિમાગની બત્તી કેવી રીતે થઈ, મને યાદ નથી. પણ મેં કહ્યું, ‘સર, મૅનેજમૅન્ટના વિદ્યાર્થી તરીકે અમને હંમેશાં CRMતરફ ધ્યાન રાખવાનું શીખવવાનું આવતું હતું. CRM એટલે કસ્ટમર રીલેશનશીપ મૅનેજમેન્ટ. કોઈ વસ્તુ વેચી કાઢવાનું પૂરતું નથી. ત્યાર પછી પણ ગ્રાહક સાથેનો નાતો જળવાઈ રહેવો જોઈએ, જેથી તે ફરી એ વસ્તુ ખરીદવા આવે. કૉર્પોરેટ ક્ષેત્રમાં CRM હોય તો રાજકીય પક્ષોમાં VRM કેમ નહીં? વોટર રીલેશનશીપ મૅનેજમૅન્ટ.’
રાજનાથસિંઘે કહ્યું, 'આઇડીયા તો સારો છે. આપણે કરીએ. પણ એ કરવાનું કેવી રીતે?’
‘સર, પાર્ટીમાં પચીસ સૅલ છે. આપણે વધુ એક સૅલ બનાવીએ—આઇટી સૅલ.’
આઇટી સૅલ બન્યો, ત્યારે પક્ષમાંથી કેટલાક લોકો આવીને મને વધામણી આપી ગયા અને કહ્યું, ઇન્કમ ટેક્સ સૅલ ઉભો કરવા બદલ અભિનંદન.’
તમે આઇટી સૅલની શરૂઆત કરી ત્યારે તમે શું સિદ્ધ કરવા ઇચ્છતા હતા?
આ સોશ્યલ મિડીયા પહેલાંના જમાનાની વાત છે. સૅલનો પહેલો હેતુ પાર્ટીને સ્વયંસંચાલિત બનાવવાનો હતો. મતદારો સુધી પહોંચતાં પહેલાં પાર્ટીને સ્વયંસંચાલિત કરવી જરૂરી હતી. બીજો હેતુ મતદારો સુધી પહોંચવાનો અને ત્રીજો ઇન્ફર્મેશન ટૅકનોલોજીને લગતી નીતિવિષયક બાબતોમાં પક્ષને સલાહ આપવાનો હતો.
આઇટી સૅલ પક્ષને કેવી નીતિવિષયક બાબતોમાં સલાહ આપતો હતો?
ઘણી બધી બાબતોમાં. ૨૦૦૭માં બૅન્ડવિડ્થનો પડકાર બહુ મોટો હતો. ઇન્ટરનેટ સેવાઓના વિસ્તરણ અંગે મુખ્ય વિરોધપક્ષ તરીકે ભાજપની નીતિ શી હોવી જોઈએ? એ વખતે VoIP (વૉઇસ ઑવર ઇન્ટરનેટ પ્રોટોકૉલ)ની ચર્ચા હતી, જેનો અમલ થયો ન હતો. એ મુદ્દે ભાજપનું વલણ શું હોવું જોઈએ? મને યાદ છે ત્યાં સુધી અમે પંદર રાજ્યોમાં આઇટી સૅલ બનાવ્યા.
કેવા પ્રકારની આવડત ધરાવતા લોકોને આઇટી સૅલમાં ભરતી કરવામાં આવતા હતા?
મોટા બાગના લોકો આઇટી વિશે ઉત્સાહી અને તેમના કામમાં નિષ્ણાત હતા. તેમને પક્ષમાં પણ રસ હતો. એ વિશુદ્ધપણે ટૅકનોલોજીનો મામલો હતો. લોકોને ગાળો દેવાની અને ટ્રોલિંગ કરવાની વાત ત્યારે ન હતી.
તમારા કાર્યકાળ દરમિયાન આઇટી સૅલની મહત્ત્વની સિદ્ધિઓ?
મને લાગે છે કે ટૅકનોલોજીનો અમે જેવો ઉપયોગ કર્યો તેવો બીજો કોઈ ત્યારે કરતું ન હતું. કૉંગ્રેસતરફી ધરાવતાં પ્રસાર માધ્યમોએ પણ જાહેર કર્યું હતું કે ટૅક્નોલોજીના મામલે ભાજપ કૉંગ્રેસ કરતાં ઘણું આગળ છે. યુવાનોને આકર્ષવા માટે આઇટી વાપરવાના મામલે અમે બહુ સફળ રહ્યા. વર્ષ ૨૦૦૦ના દાયકાની શરૂઆતનાં વર્ષો આઇટીની ચઢતી કળાનાં હતાં. પહેલાં રાજકારણ વિશે ન કશો વિચાર ન કર્યો હોય એવા ઘણા લોકો એ દિશામાં વિચારી રહ્યા હતા. આઇટીમાં અમારો રસ અને યુવાનોને આકર્ષવા માટે આઇટીનો ઉપયોગ કરવાની અમારી રીતથી ઘણા યુવાનો ભાજપ સાથે સંકળાયા. પક્ષને સ્વયંસંચાલિત બનાવવાની બાબતમાં પણ અમારી કામગીરી સારી રહી.
(બોરાએ હફિંગ્ટન પોસ્ટ, ઇન્ડિયાને આપેલી આઇટી સૅલના લેખિત દસ્તાવેજની નકલની શરૂઆત જ 'જય વિજ્ઞાન'થી થાય છે. આગળ તેમાં એ સમજાવવામાં આવ્યું છે કે રાજકારણમાં ભલે વકીલોનો દબદબો રહ્યો હોય, પણ પક્ષે જોયું છે કે આઇટી ક્ષેત્રના લોકો પણ રાજકારણ તરફ ઢળી રહ્યા છે.
“આઇટી સૅલનો બીજો હેતુ આઇટી ક્ષેત્રના પ્રતિભાશાળી લોકોને આકર્ષીને તેમને જાહેર ક્ષેત્રમાં કામ કરવા માટેનો મંચ પૂરો પાડવાનો છે. ભારતની સ્વતંત્રતાની ચળવળની આગેવાની પ્રૉફેશનલ્સે લીધી હતી, એ હકીકતમાંથી આઇટી સૅલે પ્રેરણા લીધી છે.” (દસ્તાવેજમાંથી)
દસ્તાવેજમાં જણાવ્યા પ્રમાણે, આઇટી સૅલનું કામ એવું માળખું ઊભું કરવાનું હશે, જેના થકી પક્ષના કાર્યકરો એકબીજા સુધી અને લોકો સુધી સહેલાઈથી પહોંચી શકે. તેણે આઇટી ક્ષેત્રના વ્યાવસાયિકોને વિવિધ મુદ્દે ચર્ચા માટે પક્ષમાં જોડાવાનું આમંત્રણ આપ્યું હતું. એવા કેટલાક મુદ્દાઃ "ફક્ત ખાનગી નફાખોરી માટે નહીં, પણ વ્યાપક જનહિત માટે આઇટીનો કેવી રીતે ઉપયોગ થઈ શકે? સરકારી અને ખાનગી સેવાઓ વધુ સારી રીતે પૂરી પાડવામાં તે કેવી રીતે કામ લાગે? આવક રળી આપનારી પ્રવૃત્તિમાં તે શી રીતે મદદરૂપ બની શક? શહેરી અને ગ્રામ્ય વિસ્તારો વચ્ચેની ખાઈ પુરવામાં તે શું કરી શકે?” (દસ્તાવેજમાંથી)
૨૦૦૯ની ચૂંટણીમાં ભાજપની હાર થયા પછી પક્ષપ્રમુખ તરીકે રાજનાથસિંઘની મુદત પૂરી થઈ. બોરા તેમના વતન આસામમાં પક્ષના જનરલ સેક્રેટરી તરીકે જતા રહ્યા. ત્યાં સુધીમાં આઇટી સૅલનો હવાલો અરવિંદ ગુપ્તાએ સંભાળ્યો હતો. એ નવા પ્રમુખ નીતિન ગડકરી દ્વારા નિમાયેલા હતા. ૨૦૧૫માં બોરાએ ભાજપને રામ રામ કરી દીધા અને આસામમાં નવો પક્ષ સ્થાપ્યોઃ લિબરલ ડૅમોક્રેટિક ફ્રન્ટ. તેમના પક્ષે આસામની ૧૪ બેઠકો પર ઉમેદવારી નોંધાવી અને એ બધે તેમના ઉમેદવારોની હાર થઈ. છતાં તે લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારી માટે આયોજન કરી રહ્યા છે. )
આઇટી સૅલમાં તમે કેવો વારસો છોડી જવા ઇચ્છતા હતા?
મારો વારસો છે જ નહીં. તેનું તો શીર્ષાસન થઈ ગયું છે. કદાચ ખરાબ લાગે એવું ઉદાહરણ આપીને કહું તો, તમારા વારસાનું શું થયું, એવું મિસ્ટર વાજપેયીના કોઈ પૂછે તો? એ સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયો છે. સદ્નસીબે અમારી વખતે સોશ્યિલ મિડીયા ન હતું. એ ભારતમાં આવ્યું હતું ખરું, પણ એ વખતે લોકોએ તેને અપનાવ્યું ન હતું.
સોશ્યલ મિડીયાના અત્યારના રાક્ષસી સ્વરૂપની સંભાવના તમે વિચારી હતી?
કોઈએ તે વિચારી ન હતી. પણ અમે તેની અસરો અંગે બહુ ઉત્સાહી હતા. એ વખતે અમે તેનો તાગ મેળવી રહ્યા હતા ત્યારે તેમાં લોકશાહીકરણની શક્યતાઓ જ દેખાતી હતીઃ સામગ્રીનું લોકશાહીકરણ, જુદા જુદા અવાજોનું લોકશાહીકરણ, મર્યાદિત પહોંચને બદલે તેનું લોકશાહીકરણ, વૈવિધ્યપૂર્ણ વાસ્તવિકતાઓનાં નિરૂપણ-- ટૂંકમાં, બધું સુંદર સુંદર.
અમને લાગતું કે હવે બધાના હાથમાં મિડીયાની તાકાત આવી જશે અને બધા મિડીયામાલિકો બની જશે. તે અત્યારે જેવું છે, એવા સ્વરૂપની કલ્પના કોઈએ કરી ન હતી.
પક્ષે આઇટી સૅલને ધ્રુવીકરણના હથિયાર તરીકે વાપરવાનું શરૂ કર્યું, એવું તમને ક્યા€રથી લાગવા માંડ્યું?
મને લાગે છે કે ૨૦૧૪ના ચૂંટણીપ્રચાર વખતે. ૨૦૧૪ના ચૂંટણીપ્રચાર વખતે આઇટી સૅલ પર સંપૂર્ણ નિયંત્રણ ગાંધીનગરનું હતું અને તેનું સંચાલન સંપૂર્ણપણે ગાંધીનગરથી થતું હતું. મોદી ટીમ આઇટી સૅલ ચલાવતી હતી અને મારા મતે અનિષ્ટ (rot) ની શરૂઆત ત્યારથી થઈ. આઇટી સૅલના ઔપચારિક વડા હતા ખરા, પણ સૅલનાં તમામ સૂત્રો મોદી ટીમ પાસે હતાં. એટલે, ટીમ મોદીએ અનિષ્ટની શરૂઆત કરી.
અત્યારે તમે આઇટી સૅલ વિશે અને તેની પર થતા આરોપો વિશે વિચારો ત્યારે તમને કેવી લાગણી થાય છે?
તેમણે આઇટી સૅલની જે હાલત કરી છે તે જોવાનું પ્રસંગોપાત પીડાદાયક લાગે છે. પરંતુ હું તે વિશે નિર્લેપ રહેવાનો પ્રયાસ કરું છું. સંસ્થાઓ આવે ને જાય. હું આઇટી સૅલને એવી નાનકડી સંસ્થા તરીકે જોઉં છું, જેની સ્થાપના કરવાનો મને લહાવો મળ્યો.
પણ હવે એ નાનકડી સંસ્થા નથી. થોડા દિવસ પહેલાં સમાચાર હતા કે ઉત્તર પ્રદેશમાં આઇટી સૅલમાં ભાજપ બે લાખ લોકોની ભરતી કરવા માગે છે.
(હાસ્ય) તમારી પાસે રૂપિયા હોય, તો તમે કંઈ પણ કરી શકો. એ વખતે અમારી પાસે રૂપિયા ન હતા. હું આખી વાતને એ રીતે જોઉં છું કે મને નોકરી મળી. એ મેં સારી રીતે અને પ્રામાણિકતાથી કરી. હવે કોઈએ તેને (સૅલને) ભોંયભેગો કરી દીધો.
તમે એ પણ જાણો છો કે બીજું બધું બાજુ પર મૂકીને માત્ર આઇટી સૅલની વાત ન થઈ શકે. આઇટી સૅલ ભાજપના પ્રમુખના આદેશ પ્રમાણે કામ કરે છે. પ્રમુખ તમને દિશાનિર્દેશ કરે ને તમારે એ પ્રમાણે કામ કરવાનું.
મેં સૅલમાં કામ કર્યું ત્યારે અમે અમારો ચાર્ટર (હેતુપત્ર) બનાવ્યો અને રાજનાથસિંઘને બતાવ્યો. તેમણે એ મંજૂર રાખ્યો અને કહ્યું, 'બરાબર છે, આ કામ તમારું.’
માટે, આઇટી સૅલ જે કંઈ કરે છે તેનો આદેશ તેમના પ્રમુખ પાસેથી મળ્યો હશે. એટલે આ બધું શું ચાલી રહ્યું છે એ સવાલ લોકોએ આઇટી સૅલને નહીં, પક્ષપ્રમુખને પૂછવો જોઈએ.
તમે ભાજપ કેમ છોડ્યો?
મિસ્ટર મોદીને વડાપ્રધાનપદના ઉમેદવાર બનાવવામાં આવ્યા ત્યારથી જ હું પક્ષ છોડવા ઇચ્છતો હતો.
તમને એવું કેમ લાગ્યું?
મને અસુખ લાગતું હતું. મને લાગે છે કે હું ઘણું જાણતો હતો. (એટલે) હું અસુખ અનુભવતો હતો. મને લાગતું હતું કે એ પસંદગી બરાબર નથી. પરંતુ મારા સાથીદારો કહેતા હતા કે જાહેર જીવનમાં દરેકને બીજી તક મળવી જોઈએ. એટલે મોદીને પણ મળવી જોઈએ.
તેમણે એમ પણ કહ્યું, ‘દિલ્હીમાં સંતુલનની ઘણી વ્યવસ્થાઓ છે. સર્વોચ્ચ અદાલત છે, પ્રસાર માધ્યમો વધારે આકરાં છે, સંસદ છે...એટલે અમને લાગે છે કે તે (મોદી) બદલાશે. તેમને બીજી તક આપવી જોઈએ.’
એ શાણપણભરી સલાહ હતી. એટલે મેં તક આપી અને રાહ જોઈએ. ફેબ્રુઆરી, ૨૦૧૫માં મેં રાજીનામું આપ્યું. મેં તેમને (મોદીને દસ મહિના આપ્યા. પછી જોયું કે બધું એનું એ જ થઈ રહ્યું હતું. એટલે મારી સમક્ષ રહેલો એકમાત્ર સન્માનજનક વિકલ્પ મેં લીધો અને પક્ષ છોડી દીધો.
(તમે કહ્યું કે બધું એનું એ જ થઈ રહ્યું હતું) 'એનું એ જ' એટલે શું, જરા સમજાવશો?
એનું એ જ એટલે ગુજરાતમાં જે થયું હતું એ. એક માણસ અને તેના અધિકારીઓ જ બધું ચલાવતા હોય. એ જ કેન્દ્રમાં પણ થવા લાગ્યું. હકીકતમાં એક માણસ દેશ ચલાવે છે અને બીજો એક માણસ પક્ષ ચલાવે છે. ફક્ત એક માણસ અને તેની ટોળકી આખો દેશ ચલાવે છે. પ્રસાર માધ્યમો, સમાજ અને વિરોધી સૂરો પણ ગુજરાતમાં થતી હતી એવી જ જાસુસી અને એવું જ દબાણ. ગુજરાતની માફક એક જ માણસ બધા નીતિવિષયક નિર્ણય લીધા કરે-- નોટબંધી, જીએસટી, આ ને તે. દસ મહિનામાં મને સમજાઈ ગયું કે સ્થિતિ બદલાવાની નથી.
તમે ૨૦૦૪માં ભાજપમાં જોડાયા. ત્યાર પહેલાં ૨૦૦૨માં ગુજરાતમાં રમખાણ થયાં હતાં અને તેનાથી પણ પહેલાં અડવાણી પર અશાંતિ સર્જવાનો આરોપ હતો, જેને કારણે આખરે બાબરી મસ્જિદને તોડી નાખવામાં આવી અને હુલ્લડો ફાટી નીકળ્યાં. તમે કહ્યું કે તમે દેશ માટે કંઈક કરવા ઇચ્છતા હતા. તો પક્ષના કોમી ઇતિહાસને તમે શી રીતે નજરઅંદાજ કર્યો?
મને નથી લાગતું કે આ હિંસા પાછળ કશો તર્ક હોય. ૨૦૦૨માં મને એ વાતનું બહુ ગૌરવ હતું કે વાજપીયે 'રાજધર્મ'ની વાત કરી અને મોદીના ભેદભાવપૂર્ણ રાજકારણ અંગે પોતાની અસંમતિ જાહેર કરી. (આરટીઆઇ દ્વારા મળેલા એક પત્ર થકી જાણવા મળે છે કે ભાગ્યે જ બને એવા ઘટનાક્રમમાં, અટલબિહારી વાજપેયીએ રમખાણો પછી મોદીને એક પત્ર લખ્યો હતો. તેમાં મુખ્ય મંત્રી તરીકેની તેમની ફરજની યાદ અપાવીને લખ્યું હતું કે તેમનું કામ ભેદભાવને હવા આપવાનું નથી.)
એ જુદી વાત છે કે પક્ષના આંતરિક રાજકારણને લીધે તે મોદીને મુખ્ય મંત્રીપદેથી કાઢી શક્યા નહીં. એ કાઢવા ઇચ્છતા હતા ખરા. ગોવાની ફ્લાઇટમાં બધા તેમની પર તૂટી પડ્યા અને એ કશું કરી શક્યા નહીં. તેમની આ લાચારી અંગે મારી તેમના પ્રત્યે સહાનુભૂતિ છે. એક તો, તે ૨૩ પક્ષોની બનેલી યુતિ સરકાર ચલાવી રહ્યા હતા. તેમની સ્થિતિ સંપૂર્ણ સત્તાધીશ તરીકેની ન હતી. પક્ષમાં પણ ખરી સત્તા અડવાણી પાસે હતી. મને લાગતું હતું કે તે (વાજપેયી) બદલાવ ઇચ્છી રહ્યા છે. પણ તે કશું કરી શકતા નથી. મારું ભાજપ પ્રત્યેનું આકર્ષણ ભાજપ કે આરએસએસને કારણે નહીં, મિસ્ટર વાજપેયીને લીધે હતું.
આઇટી સૅલની ગતિને તમે કેવી રીતે વર્ણવશો?
આઇટી સૅલની ગતિ (ટ્રૅજેક્ટરી) કંઈક અંશે 'સીમી' જેવી થઈ. 'સીમી' (સ્ટુડન્ટ્સ ઇસ્લામિક મુવમૅન્ટ ઑફ ઇન્ડિયા)ની શરૂઆતમાં ચાવીરૂપ ભૂમિકા ભજવનાર તેના પહેલા પ્રમુખ અત્યારે અમેરિકામાં પ્રોફેસર છે અને 'સીમી' પર ભારતમાં પ્રતિબંધ છે. તેમણે 'સીમી'ની શરૂઆત જુદા હેતુથી કરી હતી. તે પછાત મુસ્લિમ વિદ્યાર્થીઓને મદદરૂપ થવા ઇચ્છતા હતા. શિક્ષણની તાકાતથી આગળ વધવામાં તેમને મદદરૂપ થવાનો સીમીનો મૂળ આશય હતો.
પણ પછી તે પ્રતિબંધિત સંગઠન બન્યું. આઇટી સૅલ પણ બહુ જુદા હેતુથી શરૂ થયો હતો. તે લોકોને ગાળો દેવા શરૂ નહોતો કરાયો. મને લાગે છે કે ૨૦૦૪માં જે લોકો પક્ષમાં જોડાયા તેમના કે ખુદ પક્ષના પણ એ વખતે એવા સંસ્કાર ન હતા. ભાજપ સંસ્કારી પક્ષ હતો. મતલબ, તેમાં કંઈક ઠેકાણું હતું, કંઈક સભ્યતા હતી. હવે તેણે બધી હદો વટાવી દીધી છે.
આઇટી સૅલના હાલના સ્વરૂપને કેવી રીતે ઠીક કરવું એ વિશે તમે કંઈ સલાહસૂચન આપશો?
જ્યાં સુધી તમે પક્ષપ્રમુખને ઠીક ન કરો, ત્યાં સુધી તમે આઇટી સૅલને સરખો ન કરી શકો.
Link of original articel
https://www.huffingtonpost.in/2018/06/22/its-like-frankensteins-monster-the-father-of-the-bjps-it-cell-says-team-modi-started-the-rot_a_23464587/

Tuesday, October 24, 2017
સ્માર્ટ ફોન લોકોને બુદ્ધુ બનાવે છે?
ઘણી નવી ટેક્નોલોજી આવી, ત્યારે એવી આશંકા વ્યક્ત થતી રહી છે કે તેનાથી માણસજાત ફોગટિયા ટાઇમપાસમાં ડૂબી જશે અને તેની વિચારશક્તિમાં ઘટાડો થતાં સરવાળે તે ડફોળ બનશે. ઉદાહરણ તરીકે, રેડિયો, ટેપ રેકોર્ડર, ટીવી, વિડીયો, ઇન્ટરનેટ વગેરે.
જોવા જેવી વાત એ પણ છે કે આવાં સંશોધનની સાથે (ડફોળપણાની જેમ) મહાન ક્રાંતિની આગાહીઓ પણ થઈ હતી. રેડિયો, ટેપ રેકોર્ડર, ટીવી, વિડીયો અને છેલ્લે ઇન્ટરનેટથી શિક્ષણક્ષેત્રે કેવું પરિવર્તન આવશે તેના વરતારા નીકળ્યા હતા. થોડાં વર્ષ પહેલાં, મોટે ભાગે ‘ટાઇમ’ (કે ‘ન્યૂઝવીક’) સાપ્તાહિકમાં એવો લેખ વાંચ્યાનું યાદ છે કે ટૂંક સમયમાં અમેરિકાની શિક્ષણ વ્યવસ્થામાં ‘ફ્લિપ્ડ ક્લાસરૂમ’ આવી જશે. એટલે કે, વિદ્યાર્થીઓ અગાઉથી નક્કી થયેલા મુદ્દા વિશે ઘરેથી (યૂટ્યૂબ જેવી વેબસાઇટ પર) વિડીયો સમજૂતી જોઈને ક્લાસમાં આવશે. પછી ક્લાસમાં શિક્ષક તેમને ફક્ત એ જ શીખવશે, જે વિદ્યાર્થીઓને સમજાયું ન હોય. આમ, શિક્ષણના આખા ખ્યાલનું શીર્ષાસન થશે.
પરંતુ હજુ સુધી આવી ક્રાંતિ આવી હોય એવું જાણમાં નથી. ‘ખાન્સ એકેડેમી’ જેવી કેટલીક વેબસાઇટો પર સેંકડો શિક્ષણ વિષયક વિડીયો મોજૂદ છે. તેની લોકપ્રિયતા અને અસરકારકતા ખાસ્સી છે. ‘માઇક્રોસોફ્ટ’ સહિતની મોટી કંપનીઓનો તેને ટેકો છે. છતાં, હજુ પરંપરાગત સ્કૂલ અને શિક્ષણનું સ્થાન તે લઈ શકી નથી. (ગુજરાતની ખાનગી નિશાળોમાં ‘સ્માર્ટ ક્લાસ’ના નામે વધારાના રૂપિયા ખંખેરવાનું અને બદલામાં કમ્પ્યૂટર પર સાવ પ્રાથમિક કક્ષાનું કંઇક બતાવી દેવાની વેપારી તરકીબ વળી બીજો મુદ્દો છે.)
ઉપર જણાવેલી ઘણી શોધોથી વ્યાપક પરિવર્તન ચોક્કસ આવ્યું, પરંતુ ઇન્ટરનેટથી સજ્જ સ્માર્ટ ફોનથી પહેલી વાર વ્યાપક સ્તરે ક્રાંતિ જેવો માહોલ ઊભો થયો છે. ત્યારે વિરોધાભાસી હકીકત એ પણ છે કે માણસની વિચારશક્તિ ઘટી રહી હોવાનો--સાદા શબ્દોમાં કહીએ તો, તેની ડફોળાઈમાં વધારો કરવાનો-- આરોપ બીજી કોઈ પણ શોધ કરતાં વધારે સ્માર્ટ ફોન પર મુકાઈ રહ્યો છે.
રેડિયો-ટીવી જેવી શોધોને સામાન્ય લોકો સુધી પહોંચતાં ઘણો સમય લાગ્યો. વિડીયો કેસેટ પ્લેયર જેવી શોધ એટલો સમય લઈને લોકો સુધી પહોંચે તે પહેલાં જ તે ટેક્નોલોજી લુપ્ત થઈ. પરંતુ મોબાઈલ ફોનમાં કમ્પ્યૂટરની ક્ષમતા અને ઇન્ટરનેટનો મેળાપ થવાથી સ્માર્ટ ફોન નામની જે ચીજ પેદા થઈ, તેની શક્તિઓ જાદુઈ હતી. (આ બાબતમાં ‘જાદુઈ’ અને ‘રાક્ષસી’ વચ્ચેની ભેદરેખા બહુ પાતળી હોય છે.) ભારતના વિશાળ બજારમાં સ્માર્ટ ફોન અને હવે ડેટા એટલાં સસ્તાં છે કે સામાન્ય સ્થિતિ ધરાવતા લોકો પાસે પણ તે જોવા મળે છે. કોઈ શોધ આટલી ઝડપથી છેક છેવાડાના માણસ સુધી પહોંચે તેનો આનંદ જ હોય, પણ એક સવાલ પ્રાથમિકતાનો હતોઃ છેવાડાના માણસની પ્રાથમિકતામાં સ્માર્ટ ફોન આવે? સ્માર્ટ ફોનથી તેના જીવનધોરણ કે રોજગારીની તકોમાં શો નક્કર ફરક પડ્યો? બીજો સવાલ અસરોનો હતો: સ્માર્ટ ફોન અને તેની સાથે સંકળાયેલી સોશિયલ નેટવર્કિંગથી માંડીને બીજી ટાઇમપાસ બલાઓની સામાજિક અસરોનો કંઈક અંદાજ આવે, તે પહેલાં તો તેમનો મોટા પાયે પ્રચારપ્રસાર થઈ ચૂક્યો હતો-બાટલીમાંથી જીન બહાર નીકળી ચૂક્યો હતો.
‘શું ગરીબોને મોંઘા સ્માર્ટ ફોન વસાવવાનો ને તેની પર ગેમો રમી ખાવાનો કે વોટ્સએપ પર ટાઇમ પાસ કરીને મનોરંજન મેળવવાનો અધિકાર નથી?’--એવો અવળો વળ ચઢાવવાને બદલે, એ રીતે વિચારવું પડે કે સામાન્ય લોકોની આર્થિક, સામાજિક અને રોજગારીને લગતી કેટલી પ્રાથમિકતાઓ પર સ્માર્ટ ફોને તરાપ મારી છે? કામધંધો કરવાની ઉંમરે ઓટલે બેસી રહેનારા પહેલાંના જમાનાના નવરાઓ કૂકીઓ કે બાજી રમતા હતા. હવે એ સ્માર્ટ ફોન પર ફક્ત બાજી--ગેમ રમીને બેસી નથી રહેતા. વોટ્સએપ ને બીજી કેટલીક એવી ટાઇમપાસ ચીજો વાપરીને કશા સત્ત્વ વગરનું મનોરંજન મેળવે છે. પણ એનો સ્રોત સ્માર્ટ ફોન છે. એટલે લોકોને એવી છાપ પડે છે કે ‘જોયું? આ લોકો આમ બેકાર છે, પણ તેમને કેટલું બધું આવડે છે? કેવા સ્માર્ટ ફોન મચેડે છે?’ ઘણાં માતાપિતા પોતાનાં બાળકોને ફટાફટ સ્માર્ટ ફોન વાપરતાં જોઈને અેવાં અંજાઈ જાય છે, જાણે એડિસન ને ટેસ્લા જેવા મહાન સંશોધકો પછી હવે તેમનો મોબાઈલ-મચડુ ચિરંજીવી એ હરોળમાં નામ કાઢવાનો હોય.
સ્માર્ટ ફોનની સૌથી મોટી એક મુશ્કેલી આ છેઃ એ ડફોળ બનાવતો નથી (કમ સે કમ, પ્રમાણભૂત અભ્યાસોમાં તો એવાં તારણ ખાતરીપૂર્વક મળ્યાં નથી) પણ તેને વાપરતા ઘણા લોકો ‘સ્માર્ટ’ હોવાનો ભ્રમ તેનાથી ઊભો થાય છે. નિકટ તપાસ પછી એ ભ્રમની અસલિયત ખબર પડે છે, ત્યારે પ્રત્યાઘાત તરીકે એવું માનવાનું મન થાય છે કે ‘નક્કી, સ્માર્ટ ફોને જ આની વિચારશક્તિ હણીને તેને ડફોળ બનાવ્યો (કે બનાવી) લાગે છે.’
આટલું ઓછું હોય તેમ, સત્તાધારી ને વિરોધી પક્ષો પણ એવો ભ્રમ ફેલાવે છે કે યુવાનોને સ્માર્ટ ફોન પકડાવી દઈશું એટલે તેમની રોજગારીથી માંડીને બીજી અનેક સમસ્યાઓનો અંત આવી જશે. પ્રશ્ન સ્માર્ટ ફોનમાં રહેલી શક્યતાઓનો નથી. એ તો અપાર હોઈ શકે, પણ એ શક્યતાઓનો કસ કાઢવા જેટલી વિચારશક્તિ કે મૌલિકતા કેટલા લોકો પાસે હોવાની? અને આવી વિચારશક્તિ ખીલે, એવું શિક્ષણ પણ કેટલા લોકો પાસે હોવાનું?
ઝીણવટભર્યો નહીં તો પણ, અછડતો અંદાજ મેળવવા માટે વિચારી જુઓ: તમે સ્માર્ટ ફોન ધરાવતા કેટલા લોકોને તેની પર ગેમ, વોટ્સએપ-ફેસબુક, પાઇરેટેડ ફિલ્મો, સટરપટર વિડીયો સિવાયની બીજી કોઈ બાબત સાથે ગૂંથાયેલા જોયા? કેટલા લોકોને તમે સ્માર્ટ ફોન પર કંઇક ફોરવર્ડિયું રાજકીય, ધાર્મિક કે બીજા પ્રકારનું અનિષ્ટ ન હોય એવું, સાત્ત્વિક ને જ્ઞાનવર્ધક વાચન કરતા જોયા? કેટલા લોકોને સ્માર્ટ ફોનની પ્રચંડ ક્ષમતાનો કસ કાઢતા કે તેનો એ રીતે ઉપયોગ કરતા જોયા? વોટ્સએપ પર ડીઝાઈન કે સેમ્પલ કે બિલ મોકલવાં, એ પ્રકારનો ઉપયોગ એ સુવિધા છે, પણ તેમાં કશી વધારાની સ્માર્ટનેસ નથી. ભારત સાથે સંકળાયેલા ને વધુ પડતા ચગાવાયેલા ‘જુગાડ’નો જ તે એક પ્રકાર છે. તેમાં ખોટું કશું નથી, તેમ કોલર ઊંચા કરવા જેવું પણ કશું નથી. માનસિકતા જૂનવાણી રહે ને શિક્ષણ પછાત, ત્યારે સ્માર્ટ ફોનના ઉપયોગ કરતાં દુરુપયોગની સંભાવના ઘણી વધી જાય છે (જેનો આપણને પૂરતો અનુભવ છે)
સ્માર્ટ એટલે કેવું? વિચારશક્તિ ઉત્તેજે એવું? કે મગજનો ઓછામાં ઓછો ઉપયોગ કરવા દે એવું? આ સવાલનો તમારો જવાબ શો છે? તેના આધારે સ્માર્ટ ફોનના વાપરનારને ‘સ્માર્ટ’ ગણવા કે નહીં, તે નક્કી કરી શકાય.

smart phone
Wednesday, August 16, 2017
ફેસબુક ફ્રેન્ડશીપઃ સોબત કરતાં 'ફ્રૅન્ડ'ની...
કમ્પ્યુટર-ઇન્ટરનેટ આવતાં પહેલાં 'વિન્ડોઝ'નો અર્થ બારી, 'માઉસ'નો અર્થ ઉંદર અને 'ફ્રૅન્ડ'નો અર્થ મિત્ર થતો હતો. પણ ફેસબુકના જમાનામાં 'ફ્રૅન્ડ' એટલે જેની રીકવેસ્ટ સ્વીકારીને કે જેને રીકવેસ્ટ મોકલીને સંપર્કમાં આવી શકાય તે. એક જૂની પંક્તિમાં 'તાળી-મિત્રો' અને 'શેરી-મિત્રો' જેવા પ્રકાર પાડવામાં આવ્યા છે. 'લંગોટિયા મિત્રો' જાણીતા છે. રજનીકુમાર પંડ્યા જેવા વાર્તાકારે 'ભાઈ'બંધી જેવો શબ્દપ્રયોગ પણ કર્યો હતો. આ બધામાં નવો ઉમેરાયેલો છતાં અત્યારે સૌથી ચલણી પ્રકાર છેઃ ફેસબુક ફ્રૅન્ડ.
સુભાષિત પ્રમાણે, સાચા મિત્ર લાખોમાં એક હોય. પરંતુ ફેસબુક-મિત્ર (વધુમાં વધુ) પાંચ હજાર હોઈ શકે છે. મોટા ભાગના લોકો આખી જિંદગીમાં પાંચ હજાર લોકોને સીધા મળી શકતા ન હોય કે તેમના આડકતરા સંપર્કમાં પણ આવી શકતા ન હોય, ત્યારે પાંચ હજાર મિત્રોની વાત જ અદ્ધરતાલ લાગે. પણ એ હકીકત છે. અલબત્ત, ફેસબુક પર 'ફ્રૅન્ડ' શબ્દની અર્થચ્છાયા વિશાળ હોય છેઃ તેમાં સરખા વિચાર કે સમાન વલણ ધરાવતા, જાણીતા અને વાસ્તવિક (ઑફલાઇન) દુનિયાના મિત્રો-પરિચિતો ઉપરાંત તમારાં લખાણ, તસવીરો, વિડીયોમાં રસ ધરાવતા, સમરસિયા કે સમદુખિયા, સતત પોતાની હાજરી પુરાવતા કે કદી પોતાની હાજરી છતી ન કરતા, 'લાઇક'ના બદલામાં 'લાઇક'ના અને વખાણના બદલામાં વખાણના વાટકી વ્યવહારની અપેક્ષા રાખનારાથી માંડીને કચકચિયા અને મલિન કે દુષ્ટ હેતુ ધરાવતા લોકો પણ 'ફ્રૅન્ડ’ હોઈ શકે છે. અને એવા પણ ખરા, જેમનાં લખ્ખણથી છૂટકારો મેળવવા માટે આખરે તેમને ફક્ત 'અનફ્રૅન્ડ' જ નહીં, 'બ્લૉક' કરવા પડે. એટલે કે તેમને માત્ર વિદાય કરીને સંતોષ માનવાને બદલે, તેમના મોં પર બારણું બંધ કરવું પડે.
ફેસબુક પરની 'ફ્રૅન્ડ'દુનિયા કેટલી ફાની છે, તેની રમુજો ઘણાં વર્ષોથી ચાલે છેઃ ફેસબુક પર પાંચ હજાર ફ્રૅન્ડ હોવા છતાં, અસલી દુનિયામાં જરૂર પડે ત્યારે કાગડા ઉડતા હોય ને કોઈ ફ્રૅન્ડનો બચ્ચો દેખાય નહીં. આવી રમુજો હાસ્ય માટે ઉત્તમ હોવા છતાં, સહેજ ગંભીરતાથી વિચારતાં લાગે કે તે 'ફ્રૅન્ડ' શબ્દ વિશેની આરંભિક ગેરસમજમાંથી પેદા થયેલી છે. પાંચ હજાર છોડો, પાંચસો કે સો ફ્રૅન્ડને પણ અસલી 'મિત્ર’ ગણી લેનાર કે પછી 'લાઇક'ની સંખ્યાને પોતાની સિદ્ધિ માની લેનારને આવી રમુજો લાગુ પડે છે અને વાસ્તવમાં એવી સ્થિતિનો સામનો પણ કરવાનો આવી શકે છે. ‘એનું ફ્રૅન્ડલિસ્ટ મારા ફ્રૅન્ડલિસ્ટ કરતાં મોટું કેમ?’ એવી ('ઉસકી સાડી મેરી સાડીસે સફેદ કૈસે?’ પ્રકારની) લાગણીથી બચી શકનારા જાણતા હશે કે ફેસબુક પર ફ્રેન્ડલિસ્ટની લંબાઈ કે સંખ્યા નહીં, તેની ગુણવત્તા મહત્ત્વની છે. (અલબત્ત, ફેસબુક પર 'ફ્રેન્ડ' બનાવનારા બધા મિત્રની શોધમાં જ હોય, તે જરૂરી નથી.)
વાસ્તવિક જીવનના બધા 'ફ્રેન્ડ' એકસરખા ગાઢ નથી હોતા. ‘હર એક ફ્રૅન્ડ જરૂરી હોતા હૈ' જેવી જાહેરખબરોમાં મિત્રાચારીનો ગમે તેટલો મહિમા કરવામાં આવે, પણ તાળી-મિત્રો અને શેરી-મિત્રો ઉપરાંત મિત્ર, ખાસ મિત્ર, અંગત મિત્ર, ખાસમખાસ મિત્ર, ભાઇ (કે બહેન) જેવો મિત્ર જેવા અનેક પ્રકાર લોકો પોતપોતાની સમજ પ્રમાણે પાડતા હોય છે. (પુરુષ મિત્ર કે સ્ત્રી મિત્રનો મામલો વળી અલગ છે.) મિત્રાચારીની પ્રગાઢતા કે નિકટતાનાં પણ વર્તુળ હોય છે. ઘણા મિત્રો ચોક્કસ વર્તુળમાં સ્થાયી રહે છે, તો કેટલાકની દૂર-નજીકના વર્તુળમાં અવરજવર પણ થતી રહે છે. પ્રત્યક્ષ વ્યવહારમાં આટલા પ્રકાર હોય તો ફેસબુક જેવા પરોક્ષ માધ્યમના 'ફ્રૅન્ડ’માં કેમ નહીં? પરોક્ષતા ફેસબુક ફ્રેન્ડશીપની વિશિષ્ટતા છે. પ્રત્યક્ષ પરિચયમાં મર્યાદિત સંજોગોમાં જ મળવાનું થતું હોવાથી, મોટે ભાગે 'ફ્રેન્ડ'નાં બે-ચાર પાસાં નજરે પડતાં રહે છે, પરંતુ ફેસબુક પર તેમનાં લખાણ પરથી તેમના મનમાં પડેલી અને સામાન્ય સંજોગોમાં લાંબા સમય સુધી જાણવા ન મળે એવી (સારી અને ખરાબ) લાગણી દિવસોમાં પ્રગટ થઈ જાય છે. એટલે 'ફ્રેન્ડ ફ્રેન્ડ ના રહા' એ ફેસબુક પરનું કરુણ નહીં, સામાન્ય વ્યવહારનું ગીત છે.
ફેસબુકના માધ્યમથી થતા 'ફ્રૅન્ડ'ની મર્યાદાઓ વિશે ઘણું લખાયું-કહેવાયું છે અને તેમાં તથ્ય છે. ફેસબુક અને એકંદરે સોશ્યલ મિડીયા-ઇન્ટરનેટ સામે સામાજિક રીતે સૌથી મોટી ટીકા એ છે કે લોકોને એકબીજા સાથે જોડવાના નામે, તેણે વાસ્તવિક દુનિયામાં લોકોને એકબીજાથી દૂર કર્યા છે. આ ટીકા સાચી હોવા છતાં તે સંપૂર્ણ ચિત્ર રજૂ કરતી નથી. ફેસબુકના કારણે કેટલાય લોકોએ જૂના-ખોવાયેલા મિત્રો મેળવ્યા છે. (એ જુદી વાત છે કે ઘણા કિસ્સામાં ખોવાયેલા મિત્રો જડી આવે અને પહેલી ધારનો ઉમળકો ઠલવાઈ જાય, પછી શું કરવું એ બન્ને પક્ષોને સમજાતું નથી.) ફેસબુકનો ઉપયોગ ફાલતુ ફાંકાફોજદારીથી માંડીને સેલિબ્રિટીગીરી છાંટવા થાય છે, તો એ જ માધ્યમ પર એવા લોકો પણ મળી આવે છે, જેમને ફેસબુક ન હોત તો કદાચ જ મળવાનું થયું હોત. 'તેમના વિના જીવનમાં અધૂરપ લાગત' એવું તેમને (ફેસબુક થકી) મળ્યા પછી ચોક્કસ કહી શકાય. બસો-પાંચસો કે પાંચ હજારમાંથી એવો એક 'ફ્રૅન્ડ' પણ બને, તો એ ફેસબુકની ખરી ઉપલબ્ધિ છે.
‘ફેસબુક’ પર 'ફ્રૅન્ડ’સંખ્યા વિશે આંકડાકીય કે ક્ષુલ્લક બડાઈની વાતો કે 'ફ્રૅન્ડ' સાથે મળીને થતી પરસ્પર પીઠખંજવાળ પ્રવૃત્તિને કારણે તેની ઘણી ટીકા થતી રહે છે. પરંતુ 'ફેસબુક' પર અસભ્યતા, ક્ષુલ્લકતા, હલકાઈ, અવિવેક, બડાઈખોરી, આત્મશ્લાઘા વગેરેના ઉછાળા મારતા સમુદ્રમાં ઉષ્મા અને લાગણીથી છલકાતા, સજ્જ છતાં સજ્જન લોકો મિત્ર તરીકે મળી આવે છે, તેનો મહિમા થવો જોઈએ તેટલો થતો નથી. આ એવા 'ફ્રૅન્ડ’ હોય છે, જેમને મળીને લાગે કે અત્યાર સુધી આને મળ્યા વિના કેવી રીતે રહી શકાયું? અથવા દરિયાકિનારે પથરાયેલી રેતી જેટલા 'ફેસબુક ફ્રૅન્ડ'માંથી આ કેવું મોતી મળી આવ્યું. પહેલાં આવી દોસ્તીઓ ક્યારેક (મુખ્યત્વે) પ્રવાસ-મુસાફરી દરમિયાન કે પછી પત્રમૈત્રી (પૅનફ્રૅન્ડશીપ) થકી થતી હતી. એટલે કે, તે અમુક લોકો માટે જ શક્ય હતી. હવે તેની સંભાવનાઓ બધા માટે ખુલી અને વધી ગઈ છે.
ટૅકનોલોજીની કંપની તરીકે 'ફેસબુક'ની કેટલીક કાર્યપદ્ધતિથી માંડીને લોકોને થઈ જતા તેના વ્યસન અને તેમાં આડેધડ થતા સમય-શક્તિના બગાડ વિશે વાંધા હોઈ શકે. તેની પર ખરા 'ફ્રેન્ડ’ને બદલે સામાન્ય પરિચિતમાં પણ ન ગણી શકાય એવા 'ફ્રેન્ડ' અનેક ગણા વધારે મળી શકે. તેની પર ઘણી વાર વેઠવા પડતા 'ફ્રેન્ડ'ને કારણે 'ફ્રેન્ડ' શબ્દનો અભાવ થઈ શકે. છતાં, જેને આ માધ્યમથી એક પણ સાચો 'ફ્રેન્ડ’ મળ્યો હશે તે સંમત થશે કે ફેસબુક પર દરેક દિવસ 'ફ્રેન્ડશીપ ડે' હોઈ શકે છે.

Wednesday, April 12, 2017
નવું રાજકારણઃ ભૂતકાળ એ જ ભવિષ્યકાળ?
'ધ વર્લ્ડ ઇઝ ફ્લેટ'—આ નામ હતું 'ન્યૂયોર્ક ટાઇમ્સ'ના વિખ્યાત કટારલેખક થોમસ ફ્રીડમેનના પુસ્તકનું. 2005માં તે આવ્યું ત્યારે ઇન્ફર્મેશન ટેકનોલોજી (આઇ.ટી.) ક્ષેત્રમાં ભારતનો સિતારો બુલંદીએ પહોંચ્યો હતો. ફેસબુક, ગુગલ, ટ્વિટર જેવી તોતિંગ અને મૌલિક વિચાર ધરાવતી અનેક કંપનીઓ ભારતમાં ન સર્જાઈ, પણ ટાટા કન્સલ્ટન્સી સર્વિસ, ઇન્ફોસીસ, વિપ્રો જેવી સોફ્ટવેરનું કામ કરતી ભારતીય કંપનીઓ અમેરિકામાં પહોંચી, ત્યાંથી તગડા કોન્ટ્રાક્ટ મેળવવા લાગી અને આઇ.ટી. ઉદ્યોગમાં ભારતની સફળતાની ગાથાના પ્રતિક જેવી બની. ઇન્ફર્મેશન ટેકનોલોજીના પ્રતાપે ભૌગોલિક અંતર ગૌણ બની ગયાં, એ સ્થિતિને વર્ણવવા માટે ફ્રીડમેન સાથેની વાતચીતમાં નંદન નીલેકેનીએ 'વર્લ્ડ ઇઝ ફ્લેટ' એવો પ્રયોગ કર્યો હતો. (દુનિયા જાણે ગોળ નહીં, સપાટ થઈ ગઈ અને બધા માટે સરખી તક, લેવલ પ્લેઇંગ ફિલ્ડ, ઊભું થયું.)
એ વાતના એક દાયકા પછી, અમેરિકામાં ટ્રમ્પની જીત સહિતના વૈશ્વિક પ્રવાહો જોતાં લાગે છે કે દુનિયા ફરી ભૌગોલિક વાડાબંધીની દિશામાં આગળ વધી રહી છે--પેલો શબ્દપ્રયોગ ઉલટાવીને કહેવું હોય તો, તે ફરી ગોળ બની રહી છે. અમેરિકાના પ્રમુખ અને તેમના ટેકેદારસમુહમાંથી ઘણાને વૈશ્વિકીકરણ અકારું લાગે છે. કારણ કે (તેમના મતે) ભારતીય સહિતના બીજા લોકો અમેરિકામાં આવે છે અને સ્થાનિક લોકોની નોકરીઓ છીનવે છે. આવું 'ફ્લેટ' વિશ્વ તેમને ખપતું નથી. મેક્સિકો-અમેરિકાની સરહદે કરોડો ડોલરના ખર્ચે ઊંચી દીવાલ બાંધવાનો તઘલઘી તુક્કો આપનાર ટ્રમ્પને તે પ્રમુખપદે ચૂંટી શકે છે. એ ટ્રમ્પ પ્રમુખ બન્યા પછી ત્રાસવાદના પ્રતિકારના નામે અને અમેરિકનોની નોકરીઓ બચાવવાના નામે, દરવાજા ભીડી રહ્યા છે.
કેટલાક ઇતિહાસકારો અને આઇ.ટી.ક્ષેત્રના અભ્યાસીઓ માને છે કે અમેરિકનોની નોકરીઓ છીનવવામાં અને તેમની બેકારી વધારવામાં પરદેશથી આવતા લોકો કરતાં આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ જેવી ટેકનોલોજી અનેક ગણી વધારે ભારે પડવાની છે. આવું માનનારા નિષ્ણાતોમાં ઇઝરાઇલના અભ્યાસી પ્રોફેસર હરારી/ Prof.Harari નો પણ સમાવેશ થાય છે. 'સેપિઅન્સ'/ Sapiens નામના પુસ્તકમાં માનવજાતનો ૭૦ હજાર વર્ષનો ઇતિહાસ થોડા સો પાનાંમાં લખનાર અને ત્યાર પછીના 'હોમો ડેઅસ'/ Homo Deus પુસ્તકમાં આગામી સો વર્ષનો ચિતાર આપનાર પ્રો. હરારી માને છે કે દુનિયાભરમાં રાજકીય નેતાગીરી પાસે ભવિષ્યનું કોઈ મોડેલ નથી. ભવિષ્ય માટે તેમનો એક જ નારો છેઃ ચાલો, ભૂતકાળમાં હતા તેવા બની જઇએ.
ટ્રમ્પનું પ્રચારસૂત્ર હતું, 'મેક અમેરિકા ગ્રેટ અગેઇન.’ રશિયાના વડા પુતિનના મનમાં રશિયાના સદીઓ જૂના ભૂતકાલીન ગૌરવનું છે-- અને પ્રો. હરારીને એ તો ખબર પણ નથી કે ભારતમાં ગોરક્ષાના રાજકારણની કેવી બોલબાલા છે અને જેના મોડેલ દેશવિદેશમાં ચર્ચા છે, તે ગુજરાતના મુખ્ય મંત્રી મંચ પર વાછરડાને હાર પહેરાવે છે. ગરજે કોને શું કહેવું પડે, તેની કહેવતો બદલવાનો સમય ભારતમાં આવી ગયો છે. ભારતના વડાપ્રધાન ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરનારા છે. પરંતુ ટેકનોલોજી અને વૈજ્ઞાનિક માનસિકતા બન્ને જુદી જણસો છે. એટલે જ, સ્ટાર્ટ અપ ને સ્માર્ટ સિટી ને મેક ઇન ઇન્ડિયાના પ્રચારની વચ્ચે ગોરક્ષાના નામે ગુંડાગીરી માથું ઉંચકી રહી છે-શીંગડાં ઉલાળી રરહી છે.
ખેડૂત કે પશુપાલક પોતાની ગાયને કે ગોવંશને કે બધાં દૂધાળાં ઢોરને પ્રેમ કરતો જ હોય છે. તેના માટે એને હિંદુ સંસ્કૃતિનાં ઠેકેદાર બની બેઠેલાં સંગઠનોના પ્રચારની જરૂર પડતી નથી. પરંતુ છેલ્લા થોડા વખતથી ઉભરાઈ રહેલા ગોરક્ષાના ઉત્સાહ અને ગોહત્યાના વિરોધમાં ગોપ્રેમ નહીં, ગાયના નામે ચાલતું રાજકારણ દેખાય છે. આ રાજકારણના ઘટકો છેઃ મુસ્લિમવિરોધ, (તક મળ્યે) દલિતવિરોધ અને પ્રાચીન ભારતના ગૌરવના નામે સનાતન ધર્મની સ્થાપનાનો મુગ્ધ ઝનૂની ઉત્સાહ. ટૂંકમાં, મેક ઇન્ડિયા ગ્રેટ અગેઇન.
પ્રાચીન કાળમાં અમારી ભૂમિ બહુ મહાન હતી, એવી માન્યતા ફક્ત ભારતીયો જ નહીં, અમેરિકનો સહિત બીજા લોકો પણ ધરાવતા હોય છે. આ માન્યતા ભ્રમ નથી, એવું સિદ્ધ કરવા માટે તેમની પાસે નક્કર પુરાવા પણ હોય છે. ભારતની વાત કરીએ તો, સુશ્રુત-ચરક કે આર્યભટ્ટ-બ્રહ્મગુપ્ત-ભાસ્કર જેવા અનેક વિદ્વાનોએ પોતપોતાનાં ક્ષેત્રોમાં માતબર પ્રદાન કર્યું હતું. અમેરિકનોને બીજા વિશ્વયુદ્ધ પછી ઉભી થયેલી અમેરિકાની સુપરપાવર તરીકેની છબી અને તાકાતનું ખેંચાણ હોઈ શકે છે.
પરંતુ ભૂતકાળનો મહિમા કરવામાં વાત હંમેશાં આટલી સીધીસાદી હોતી નથી. અમેરિકાને ફરી ગ્રેટ બનાવવાની વાત સાચી, પણ કયા સમયગાળા જેવું ગ્રેટ? સ્થાનિક આદિવાસીઓને ધોળા લોકોના આગમન પહેલાંનું અમેરિકા ગ્રેટ લાગી શકે, ધોળાપણાનું અભિમાન ધરાવનારા લોકોને ચામડીનો રંગ તેમના ચઢિયાતાપણાનું પ્રતીક હતો અને કાળા લોકો સાથે તે મનમાન્યો વ્યવહાર કરી શકતા હતા, એ સમય ગ્રેટ લાગી શકે. કાળા લોકોમાંથી ઘણાને લાગી શકે કે અમેરિકા તેમના માટે તો હજુ પહેલી વાર ગ્રેટ બનવાનું જ બાકી છે. એટલે ફરીથી ગ્રેટ બનાવવાની વાત અપ્રસ્તુત છે.
એટલે પાયાનો સવાલ ઊભો રહે છેઃ ભૂતકાળમાં ક્યાં સુધી પાછા જવું? ભારતમાં ગોરક્ષાના નામે ઉશ્કેરણીનું રાજકારણ આચરતા લોકો ધર્મ ને સંસ્કૃતિના ઓઠા તળે આ બધું કરે છે. પરંતુ ધર્મ અને સંસ્કૃતિની તેમની કટ ઓફ લાઇન કઈ? કયા સમયનો ધર્મ-કયા સમયની સંસ્કૃતિ તેમને શ્રેષ્ઠ લાગે છે? સનાતન ધર્મમાં પાછળ ને પાછળ જતાં બ્રાહ્મણો ગોમાંસભક્ષણ કરતા હોવાના આધારભૂત ઉલ્લેખ મળે છે. ઋગ્વેદમાં ફક્ત ગાયોને જ નહીં, તમામ દૂધાળાં ઢોરને ન મારી શકાય એવું કહેવાયું છે, તો ગાય સહિતનાં દૂધાળાં ઢોર બીજી રીતે નિરૂપયોગી બની જાય, તો તેમને મારવામાં અને તેમના ભક્ષણમાં કશો બાધ નથી, એવા ઉલ્લેખ પણ અભ્યાસીઓએ આધારભૂત રીતે વેદમાં મેળવ્યા છે. સનાતન ધર્મનું પાલન કરનારા માટે વેદ આખરી સત્તા જેવો ધર્મગ્રંથ ગણાય. તો સમયનો કયો ખંડ સાચી ભારતીય સંસ્કૃતિ કહેવાય, એ કોણ નક્કી કરે? અને બધા હિંદુઓ વતી કોઈ એ કેવી રીતે નક્કી કરી શકે? અને આ જ ભૂમિ પર આર્યો પહેલાં થયેલી સિંધુ સંસ્કૃતિની પરંપરાઓ સુધી કોઇને જવું હોય તો, એ દેશદ્રોહી ગણાય?
ધર્મ-રાષ્ટ્રના ભૂતકાળના ગૌરવના નામે પોતાના સ્વાર્થનો વેપલો કરનારા સામે આવા અનેક પાયાના, પ્રાથમિક સવાલ થઈ શકે. પરંતુ સવાલ કરીને કકળાટ વહોરવાને બદલે પોતાની કલ્પના પ્રમાણેના ભૂતકાળમાં છબછબીયાં કરવા-કરાવવાની જુદી મઝા છે. દેશને-દેશવાસીઓને ગ્રેટ બનાવવા નીકળેલા પક્ષો ને નેતાઓ મંત્રેલા પાણીથી કેન્સર મટાડવાનો દાવો કરનારા લેભાગુઓ જેવા હોય છે. મેડિકલ સાયન્સ પાસે જેનો ઇલાજ ન હોય એવો રોગ ધરાવનાર દર્દી અને તેનાં સગાંવહાલાં વાક્ચતુર બાબાની જાળમાં હોંશે હોંશે ફસાય અને પોતે ખાટી ગયાનું ગૌરવ લે, એવી આ વાત છે. તેને માનવસહજ નબળાઈ તરીકે સમજી-સ્વીકારી શકાય, પણ તેને વાજબી, આવકાર્ય કે ઇચ્છનીય સુદ્ધાં ગણી ન શકાય

cow,
donald trump,
history/ઇતિહાસ,
it
Monday, November 21, 2016
ટેકનોલોજી વિશે સવાલ ઊભા કરતી ટ્રમ્પની જીત
ચૂંટણીનાં પરિણામ
પછી જીતેલા ઉમેદવાર જીતનાં અને હારેલા ઉમેદવાર હારનાં કારણ આપે તે સમજાય, પણ
અમેરિકામાં વાત એટલેથી પૂરી ન થઇ. દુઃસ્વપ્નવત્ ગણાતા ડોનાલ્ડ ટ્રમ્પની જીત પછી ‘ફેસબુક’ના કર્તાહર્તા માર્ક ઝકરબર્ગે જાહેર
નિવેદન દ્વારા ખુલાસો આપવાનો વારો આવ્યો. તેમની કંપની પરનો ગંભીર આરોપ એ હતો કે
ચૂંટણીનું પરિણામ આવું વિચિત્ર આણવામાં- ટ્રમ્પ જેવા અંતિમવાદીને જીતાડવામાં ‘ફેસબુક’નો ફાળો મહત્ત્વનો છે. ‘ફેસબુક’ના માધ્યમથી ફેલાવવામાં આવેલા અનેક જૂઠા
સમાચારે ટ્રમ્પની તરફેણમાં લોકમત ઊભો કરવામાં અગત્યનો ભાગ ભજવ્યો.
આવો આરોપ ટ્રમ્પવિરોધી છાવણીમાંથી આવે તો
તેને ગણતરીમાં ન લેવાય. પરંતુ ‘ફેસબુક’ની અંદરના થોડા લોકોને પણ ‘ફેસબુક’ની ભૂમિકા ચિંતાજનક લાગી. સાથોસાથ, ટ્રમ્પ એવા ઉમેદવાર હતા જેમની જીત
કોઇ એક પક્ષની હાર ને બીજા પક્ષની જીત તરીકે નહીં, પણ બેજવાબદાર ધીક્કારની જીત
તરીકે જોવાય. આ પરિણામ વિરોધી એવા ડેમોક્રેટિક પક્ષને જ નહીં, ટ્રમ્પના ખુદના
રીપબ્લિકન પક્ષમાંથી પણ ઘણાને આંચકાજનક લાગ્યું હશે. તેથી પરિણામ પછી અમુક
વર્તુળોમાં માહોલ એવો ઉભો થયો, જાણે અમેરિકાનો પગ કુંડાળામાં પડી ગયો—અને પગને
કુંડાળા સુધી લઇ આવવામાં ટેકનોલોજીએ, ખાસ કરીને સોશ્યલ મિડીયાએ, મહત્ત્વની ભૂમિકા
અદા કરી.
આરોપના ટેકામાં અપાતાં ઉદાહરણમાંથી એક
નમૂનોઃ ખ્રિસ્તી ધર્મગુરુ પોપે ડોનાલ્ડ ટ્રમ્પની ઉમેદવારીને ટેકો આપ્યો છે, એવા
સમાચાર જૂઠાણું ફેલાવતી એક વેબસાઇટે ઘડી કાઢ્યા અને ‘ફેસબુક’ પર મૂક્યા. તેનો રદીયો આવે ત્યાર પહેલાં અને પછી પણ આ સમાચાર આશરે 10
લાખ વાર ‘શેર’
થયા. એ સમાચારનો ખુલાસો પ્રગટ થયો, પણ તેના લેવાલ થોડા લોકો જ હતા. અલબત્ત, ‘ફેસબુક’ને ન્યાય ખાતર કહેવું જોઇએ કે આવું ફક્ત
સોશ્યલ મિડીયા પર જ થાય એવું નથી. છાપાં અને ટીવી ચેનલોમાં આ તરકીબ દાયકાઓથી ચાલી
આવે છેઃ એક વાર સમાચાર ચઢાવી દેવાના. પછી ખુલાસો આવે ત્યારે એ પણ આપી દેવાનો. એ
કેટલા લોકો વાંચવાના? માટે, ઝકરબર્ગની દલીલ સાચી લાગે છે કે ‘ફેસબુક’ પર ચાલેલાં જૂઠાણાંએ અમેરિકાના ચૂંટણી
પરિણામને પલટી નાખ્યું હોવાની વાત અસંભવ છે.
કોઇ એક સાઇટ પર આટલો મોટો આરોપ મૂકી ન
શકાય. સાથોસાથ, હવેની ચૂંટણીઓમાં ‘ફેસબુક’ જેવી સાઇટની તાકાતને નજરઅંદાજ પણ ન કરી શકાય. ‘ફેસબુક’ની શરૂઆત ભલે સોશ્યલ નેટવર્કિંગ માટે એટલે કે હળવામળવાના ઓટલા તરીકે
થઇ હોય, પણ તેના યુઝર્સની ‘વસ્તી’ ચીન અને ભારત જેવા દેશોની વસ્તી કરતાં પણ વધારે છે. (ફેસબુક યુઝર્સનો
કુલ આંકડોઃ 1 અબજ 79 કરોડ. ભારતની વસ્તી સવા અબજ, ચીનની વસ્તી, એક અબજ 35 કરોડ)) માટે,
તેની અણદેખેલી અસરો હવે ઉભરી રહી છે. મોબાઇલ ફોન આવ્યો ત્યારે કોઇએ ધાર્યું ન હતું
કે આવનારા દાયકામાં એલાર્મ, મ્યુઝિક પ્લેયર, કેલ્ક્યુલેટર જેવી કંઇક ચીજવસ્તુઓના
બજાર પર તરાપ વાગશે. એવી જ રીતે, ‘ફેસબુક’ મીડિયા કંપની બનશે એવું ખુદ ઝકરબર્ગે નહીં ધાર્યું હોય, પરંતુ
અત્યારે તેનો પ્રભાવ કોઇ મીડિયા કંપની કરતાં જરાય ઓછો નથી. ચૂંટણી પહેલાં
પ્રમુખપદના ઉમેદવારો વચ્ચે થતી ચર્ચા ટીવી પર લાઇવ દર્શાવાય છે. તેમાં આ વખતે ટીવી
ચેનલની દર્શકસંખ્યા કરતાં ફેસબુકની દર્શકસંખ્યાનો આંકડો વધી ગયો. અમેરિકામાં થયેલાં
સર્વેક્ષણો પ્રમાણે પુખ્ત વયના લગભગ અડધાઅડધ લોકો સમાચારો માટે ચેનલ કે અખબારો
નહીં, પણ સોશ્યલ મિડીયાનો આશરો લે છે.
પરિણામ પહેલાંના સમયગાળામાં ‘ફેસબુક’ પર સમાચાર પ્રત્યે વહેરોઆંતરો રાખવાના
આરોપ પણ થયા હતા. ‘ફેસબુક’ના
‘ટ્રેન્ડિંગ ટોપિક્સ’ વિભાગમાં
રાજકીય સમાચારો સાથે છેડછાડ થતી હોવાના સંગીન આરોપ પછી ‘ટ્રેન્ડિંગ
ટોપિક્સ’ની ટીમને પાણીચું પકડાવાયું હતું. એવી જ
રીતે, વિએતનામ યુદ્ધ વખતે અમેરિકાએ ફેંકેલા નેપામ બોમ્બની ઝાળથી બચવા માટે ભાગતી
નિર્વસ્ત્ર કિશોરીની ઐતિહાસિક તસવીર ‘ફેસબુકે’ ઉડાડી દીધા પછી વિવાદ થયો હતો. કેમ કે, એ ‘ચાઇલ્ડ
પોર્નોગ્રાફી’નો નહીં, યુદ્ધની ભયાનકતાનો હિસ્સો હતી. આ
પ્રકારની ઘટનાઓને કારણે ‘ફેસબુક’ જેવી સાઇટો તેની પર મુકાતી સામગ્રીના ફક્ત વાહકનું કામ કરે છે કે પછી
સામગ્રીમાં પણ ચંચુપાત કરે છે, એ મુદ્દો સતત ચર્ચાસ્પદ રહ્યો છે. એક તરફ તેમણે
સાઇટ પરની સામગ્રીમાં કશી દખલ થતી નથી એવી ખાતરી આપવી પડે છે અને બીજી તરફ,
જૂઠાણાંને સાઇટ પરથી કેવી રીતે દૂર રાખવામાં આવશે તેની વાત પણ કરવી પડે છે. છતાં,
જેમ આ સાઇટોનો પ્રભાવ વધે, તેમ તેમની તટસ્થતા અને કેવળ માધ્યમ તરીકે વર્તવાની
નિર્દોષતા વધુ ને વધુ પ્રમાણમાં શંકાના દાયરામાં આવતાં જાય છે.
ટ્રમ્પ જેવા ધીક્કારના દૂત ચૂંટાઇ જાય
તેના માટે ફક્ત ટેકનોલોજીને કે સોશ્યલ નેટવર્કિંગે દોષ આપવો
અયોગ્ય છે. પરંતુ
એટલું સ્વીકારવું પડે કે સોશ્યલ નેટવર્કિંગ સાઇટોએ તેમને અઢળક મદદ પૂરી પાડી છે.
બેફામ લખનારા-જૂઠાણાં ફેલાવનારા અને બધી મર્યાદાઓ નેવે મૂકીને વિરોધી મત પર તૂટી
પડનારા ‘ટ્રોલ’
ટેકનોલોજીના સમુદ્રમંથનમાંથી નીકળેલા વિષ જેવી આડપેદાશ છે. ટ્રમ્પનાં બેફામ
ટ્વિટ-વિધાનોને ધ્યાનમાં રાખીને કેટલાક ટીકાકારોએ તેમને અમેરિકાના પહેલા ‘ટ્રોલ પ્રેસિડેન્ટ’ તરીકે ઓળખાવ્યા છે.
રવીશકુમારે ‘ટ્રોલ’ (troll)નું
હિંદી કર્યું હતુઃ ‘લઠૈત’—વાતેવાતે
પોતાના અને બીજાના માટે લાઠી ચલાવનાર દાંડ) સોશ્યલ નેટવર્કિંગે અસલામતી અને
પૂર્વગ્રહોથી પીડાતા મોટા વર્ગને અભૂતપૂર્વ રીતે જોડી આપ્યો છે, જે અગાઉના કોઇ પણ
માધ્યમ માટે શક્ય ન હતું. પરિણામે આ વર્ગ ભૌગોલિક રીતે વેરવિખેર હોવા છતાં, સોશ્યલ
નેટવર્કિંગ પર તેમનો સૂર એકસરખો અને કાન ફાડી નાખે એવો સંભળાય છે.
ટ્રોલને એકજૂથ બનાવવા અને સમાંતરને બદલે
ઘણી વાર મુખ્ય શક્તિ તરીકે ઉભારવા એ સોશ્યલ મિડીયાની આગવી લાક્ષણિકતા છે. તેની
સામે પરંપરાગત માધ્યમો પણ પોતાની જૂની મર્યાદાઓમાંથી ઉભરી શકતાં નથી એ હકીકત છે. ‘પ્રચારના આરંભિક તબક્કે ટીઆરપીની લ્હાયમાં ટ્રમ્પનાં આખેઆખાં અને એડિટ
કર્યા વગરનાં ભાષણ દર્શાવ્યા, એ અમારી ભૂલ હતી’
એવું સીએનએનના એક જવાબદાર અધિકારીએ પરિણામ પછી જાહેર ઇન્ટરવ્યુમાં કહ્યું હતું.
ટ્રમ્પની જીત ગમે તેટલી આંચકાજનક લાગે, પણ
તેની જવાબદારી સોશ્યલ મિડીયા પર નાખીને છટકી જવા જેવું નથી. પરંપરાગત માધ્યમોથી
માંડીને બીજા પ્રચારકોએ પોતપોતાની નિષ્ફળતા અંગે અને સોશ્યલ મિડીયાના જ ધનુષ અને
બાણનો ઉપયોગ અનિષ્ટોની વિરુદ્ધમાં કેવી રીતે કરી શકાય, એ અંગે પણ વિચાર કરવો
રહ્યો.
Labels:
it,
society- trends/સમાજ-પ્રવાહો,
us election
Friday, September 23, 2016
માણસના અવાજની લગભગ અસલ જેવી નકલ : વેવનેટ
‘આવાઝકી દુનિયાકે
દોસ્તોં’ --આ શબ્દપ્રયોગ વિચારતાં
રેડિયોના કાર્યક્રમોની દુનિયા અને ઉદ્ઘોષકો-શ્રોતાઓ વચ્ચેની સંબંધસૃષ્ટિ તાજી
થાય. સ્માર્ટ ફોનના જમાનામાં ‘માલિક’નો ટાઇપ કરેલો નહીં, પણ બોલાયેલો ‘હુકમ’ ઝીલતાં અને ખપજોગી વાત
કરી જાણતાં વિવિધ સહાયકો ‘આવાઝકી દુનિયા’નો જ વિસ્તાર છે.
માણસ અને મશીન એકબીજા સાથે વાતો કરે અને મશીન તેને જેટલું
પઢાવ્યું હોય તેટલું નહીં, પણ પોતાની મેળે
બોલી શકે--એ સંશોધકોની બહુ જૂની કલ્પના રહી છે. પરંતુ કમ્પ્યુટર દ્વારા પેદા
કરાયેલા અવાજ કૃત્રિમતાનો અમીટ ઠપ્પો ધરાવે છે. જૂના વખતની વિજ્ઞાનકથા આધારિત
ફિલ્મોથી માંડીને કી-બોર્ડ જેવાં વાદ્યોમાં કમ્પ્યુટર કે રોબોટનો અવાજ ત્રૂટક અને
માણસને બદલે મશીન બોલે છે એવું પહેલી જ તકે જાહેર કરી દેનારો હતો. ત્યાર પછી
માણસના અવાજમાં વિવિધ શબ્દોનું ભંડોળ રેકોર્ડ કરીને, તેમાંથી મશીન પાસે જુદાં જુદાં વાક્યો બોલાવવાનું પ્રચલિત બન્યું. તેનું સૌથી ‘દેશી’ ઉદાહરણ રેલવે સ્ટેશન પર થતી ટ્રેનોની અવરજવર વિશેની જાહેરાતો છે. તેમાં
ટ્રેનના નામ-નંબર-પ્લેટફોર્મ નંબરથી માંડીને આવવા-જવાના સમય જેવી અનેક વિગતોના
ટુકડા અગાઉથી સાગમટે રેકોર્ડ કરી દેવાય છે. પછી જરૂર પ્રમાણે એ ટુકડાને જોડીને
અર્થપૂર્ણ વાક્ય બનાવવામાં આવે છે. પરંતુ એ વાક્ય ‘પ્રસારિત’ થતું હોય ત્યારે
તેની કૃત્રિમતા ઉડીને આંખે વળગે--કે કાનને વાગે--એવી હોય છે.
માણસનો અવાજ પેદા કરવાની નહીં, પણ માણસના રેકોર્ડ થયેલા શબ્દોમાંથી ઇચ્છિત વાક્યો બનાવવાની ટેક્નોલોજી ‘સ્પીચ સિન્થેસીસ’ તરીકે ઓળખાય છે. વધારે ટેક્નિકલ નામ છે TTS (ટેક્સ્ટ ટુ
સ્પીચ) આ ટેક્નોલોજી આદર્શ કરતાં ઘણી દૂર એ રીતે હતી કે તેમાં ઇનપુટના ‘કૂવા’માં હોય, એટલું જ આઉટપુટના
‘હવાડા’માં આવે. ધારો કે ગુલઝાર જેવા કોઇના અવાજમાં એક
હજાર શબ્દો રેકોર્ડ કરાવી દીધા હોય અથવા અમિતાભ બચ્ચનની એક ફિલ્મના બધા સંવાદનો
શબ્દેશબ્દ છૂટો પાડી દેવામાં આવે તો?
એટલા શબ્દોની
મર્યાદાની અંદર તેમના અવાજમાં કોઇ પણ વાક્ય બોલાવી શકાય--એવું વાક્ય, જે એ કદી બોલ્યા જ ન હોય. છતાં અવાજ તો તેમનો
અસલ જ રહે. પરંતુ એ શબ્દભંડોળની બહારનો એક પણ શબ્દ એ અવાજમાં બોલાવી શકાય નહીં.
પહેલી નજરે સહેલી અને અકસીર લાગતી આ ટેક્નોલોજી વિશે જરા
વધારે વિચારતાં સમજાશે કે શબ્દ ભલે એક હોય, પણ વાક્યે વાક્યે તે જુદી રીતે,
જુદા ભાવ અથવા
વજન સાથે બોલાતો હોય છે. માણસનું વાક્ય મશીન જેવું લાગતું નથી, તેમાં ભાવની ભૂમિકા બહુ અગત્યની છે. રેકોર્ડ થઇ
ચૂકેલા શબ્દના ભાવમાં ફેરફાર ન કરી શકાય, એટલે અવાજ અસલ હોવા છતાં, આખું વાક્ય
કૃત્રિમ લાગે. તેનો રસ્તો કાઢવા માટે શબ્દો ઉપરાંત તેના ઉચ્ચારની લઢણ જેવી વિગતોનો
સંગ્રહ કરવાની પદ્ધતિ અપનાવવામાં આવી. ત્યાર પછી કોઇ પણ વાક્ય બનાવવાનું થાય, ત્યારે મશીન પાસેથી શબ્દોની પસંદગી ઉપરાંત
ભાવની-ઉચ્ચારની ઢબની પસંદગી પણ કરાવી શકાય, એ શક્ય બન્યું. ‘પેરામેટ્રિક TTS’ તરીકે જાણીતી આ પદ્ધતિ એક
ડગલું આગળ હોવા છતાં, તેના થકી સાંભળવા
મળતા અવાજની ગુણવત્તા વધારે કૃત્રિમ લાગતી હતી. બેઠેબેઠા શબ્દોને બદલે તેમાં ભાવ ઉમેરવાની પ્રક્રિયા વધી, એમાં છેવટના પરિણાની કૃત્રિમતા પણ વધી.
આમ, મશીન પાસેથી લગભગ
માણસ જેવા અવાજમાં ધાર્યું બોલાવવાનો મામલો થોડો ગુંચવાયેલો ને થોડો અટકી પડેલો
જણાતો હતો. ત્યાં ગયા સપ્તાહે ‘ગુગલ’ની આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ પર કામ કરતી કંપની ‘ડીપમાઇન્ડ’ની એક જાહેરાત મથાળાંમાં ચમકી. આ કંપનીએ શબ્દોને અવાજમાં ફેરવતી વખતે
કૃત્રિમતાનો જે પ્રશ્ન ઊભો થાય છે,
તેને દૂર કરવા
માટે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સની મદદ લીધી.
એ માટે ‘ડીપમાઇન્ડ’ના સંશોધકોએ ‘વેવનેટ’/Wavenet નામે ક્રાંતિકારી
સોફ્ટવેર વિકસાવ્યું છે. અગાઉની ટેક્નોલોજીમાં પહેલાં માણસ પાસેથી શબ્દો
બોલાવીને તેની ‘બેન્ક’ બનાવવામાં આવતી હતી. તેમાંથી શબ્દો કે અક્ષરો
છૂટા પાડીને, માણસના અવાજમાં
નવાં વાક્યો બનાવી શકાતાં હતાં. મૂળભૂત રીતે એ ‘કોપી-પેસ્ટ’નું સુધરેલું
સ્વરૂપ થયું, જ્યારે ‘વેવનેટ’નો અભિગમ સર્જન કરવા જેવો છે. તેમાં પણ માણસના અવાજની જરૂર પડે છે--અવાજને
પ્રયોગશાળામાં ‘પેદા’ કરાતો નથી. પરંતુ માણસ દ્વારા બોલાયેલા શબ્દો
કે અક્ષરોનો સંગ્રહ કરવાને બદલે, માણસના અવાજનાં
મૂળભૂત મોજાંનું જ વિશ્લેષણ કરવામાં આવે છે. એટલે તેમાં ફક્ત શબ્દો કે અક્ષરો જ
નહીં, બોલનારના ચઢાવઉતાર, લઢણો, શ્વાસોચ્છવાસ સહિતની અઢળક બારીક વિગતો કમ્પ્યુટર નોંધે છે. આટલું ઝીણું
કાંતવું આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ વિના અશક્ય છે. કેમ કે, આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ ધરાવતાં કમ્પ્યુટર
પાસે પ્રચંડ સંગ્રહક્ષમતા અને વિશ્લેષણક્ષમતા હોય છે. (આ જ ‘ડીપમાઇન્ડ’ કંપનીની આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ સીસ્ટમે ચેસ કરતાં પણ પેચીદી ગણાતા ‘આલ્ફાગો’ રમતમાં વર્લ્ડ ચેમ્પિયન ખેલાડીને હરાવી દીધો હતો, એ સમાચાર બહુ જૂના નથી.)
લેખિત શબ્દોને અવાજમાં ફેરવવા માટે ‘વેવનેટ’નો અભિગમ મૂળગામી છે. તે શબ્દો કે અક્ષરોને નહીં, અવાજના મૂળભૂત ઘટકોને પકડે છે અને તેનું
વિશ્લેષણ કરીને પુષ્કળ માહિતીનો સંગ્રહ કરે છે. આ કામ કેટલી બારીકીથી થાય છે, તેનો એક નમૂનો ‘ડીપમાઇન્ડ’ના બ્લોગ પર
આપવામાં આવ્યો છે. આ ટેક્નોલોજીમાં અવાજની પ્રત્યેક સેકંડનું નહીં, એક-એક મિલી સેકન્ડનું એટલે કે એક સેકન્ડના
હજારમા ભાગનું વિશ્લેષણ અને અંકન (રેકોર્ડિંગ) કરવામાં આવે છે. આ કામ ભારે
કૂથાવાળું છે. ફક્ત એક જ સેકન્ડના રેકોર્ડિંગનાં ૧૬ હજારથી પણ વધારે સેમ્પલ મળે
છે. એટલું જ નહીં, એ દરેક સેમ્પલ
તેની આગળનાં બધાં સેમ્પલ સાથે સીધો સંબંધ ધરાવે છે. કારણ કે માણસ જ્યારે બોલે છે
ત્યારે તેના માટે તો એ સળંગ, અવિરત પ્રક્રિયા
છે. એટલે વિશ્લેષણ કરતી વખતે પૂર્વાપર સંબંધ સમજવો જરૂરી બને છે. એક મિલી સેકન્ડના
સેમ્પલનો સ્વતંત્ર રીતે ભાગ્યે જ કશો અર્થ નીપજી શકે, પણ તેને આગળનાં બધાં સેમ્પલના સંદર્ભે સમજવામાં
આવે, તો તે અર્થપૂર્ણ બની રહે.
કોઇ પણ ધ્વનિનું એક સેકન્ડના ૧૬ હજાર કે વધુ ટુકડામાં
વિશ્લેષણ કરતી અને માહિતી મેળવતી આ ટેકનોલોજી ફક્ત બોલાયેલા શબ્દોને નહીં, સંગીત સહિતના કોઇ પણ અવાજને ‘સમજી’ શકે છે. આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સની કમાલ એ છે કે અઢળક માહિતીના સંગ્રહના આધારે
તે નવી માહિતી ‘પેદા’ કરી શકે છે. સિતારના સંગીતનાં અઢળક રેકોર્ડિંગ તેને
‘આપવામાં’ આવે, તો તેમાંથી એ પોતાની રીતે ‘મૌલિક’ સંગીત સર્જી શકે છે. ‘ડીપમાઇન્ડ’ના સંશોધકોએ જાહેર કર્યું છે કે ‘વેવનેટ’ના ઝીણવટભર્યા દ્વારા વિશ્લેષણના પ્રતાપે હવે શબ્દને અવાજમાં ફેરવવાથી મળતું
પરિણામ અસલ સાથે ૫૦ ટકા જેટલું સામ્ય ધરાવે છે, જે બહુ મોટી સિદ્ધિ ગણાય. અંગ્રેજી અને ચીની મેન્ડેરિન ભાષાનાં વાક્યોનાં આ
રીતે પેદા કરાયેલાં સેમ્પલ અને મશીને સર્જેલા પિયાનોસંગીતના નમૂના બ્લોગ પર
મૂકવામાં આવ્યા છે.
આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ અને ટેક્સ્ટ-ટુ-સર્ચના સંગમે અનેક રોમાંચકારી સંભાવનાઓ જગાડી છે. કુમાર સાનુએ ગાયેલું કોઇ ગીત કિશોરકુમારના
અવાજમાં કે લતા મંગેશકરે ગાયેલું કોઇ ગીત ગીતા દત્તના અવાજમાં સાંભળવા મળે એ ટેકનોલોજીની
દૃષ્ટિએ હવે વિજ્ઞાનકથાનો નહીં, એકાદ દાયકા દૂરના
ભવિષ્યનો મામલો લાગે છે.
Labels:
AI,
it,
music/સંગીત
Subscribe to:
Posts (Atom)