Showing posts with label ngo. Show all posts
Showing posts with label ngo. Show all posts
Tuesday, February 27, 2018
અન્યાયબોધની અવળી ગંગા
રસ્તા પર સ્કૂટર સડસડાટ જતું હતું. અચાનક, રૉંગ સાઇડ પરથી એક બાઈક આવ્યું અને સાચા રસ્તે ચાલતા સ્કૂટર સાથે અથડાયું. સ્કૂટર એક તરફ, ચાલક બીજી તરફ. સારું થયું કે બંનેને કશું થયું નહીં. ત્યાં વીર રોંગસાઇડવાળો સ્કૂટરચાલકને ઠપકો આપતાં કહે, ‘યાર, ધીમેથી ચલાવો. આટલું ફાસ્ટ ચલાવાતું હશે?’ અને સ્કૂટરચાલક એ બાઈકવાળાની ઉઘાડેછોગ બેશરમીથી આઘાત પામીને તેની સામે જોઈ જ રહ્યો. શું કહેવું એ નમૂનાને?
આ સંપૂર્ણ સત્યઘટના છે અને ઘણા વાંચનાર સાથે તે જુદા જુદા સ્વરૂપે બની હશે. પરંતુ સવાલ બીજો છેઃ કોઈ વ્યંગકાર લખે તો સારા વ્યંગ તરીકે ખપી જાય, એવું સાચેસાચ અને ગંભીરતાપૂર્વક બનવા લાગે ત્યારે શું કહેવું? --અને ખેદની વાત છે કે આવું વલણ રસ્તા પર થતા અકસ્માતથી માંડીને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરની ચર્ચાઓમાં પૂરી ઠાવકાઈથી વ્યક્ત થાય છે.
દા.ત. શ્રી 11,400 નીરવ મોદી. તેમણે અને તેમના મામાશ્રીએ એ મતલબની સફાઈ રજૂ કરી, બલ્કે આરોપ મૂક્યો કે પંજાબ નેશનલ બૅન્કે ઉતાવળ કરી નાખી અને બધું ચિતરી માર્યું. એટલે મામલો બગડી ગયો. બાકી, અમે તો પૈસા ચૂકવી જ દેવાના હતા. નીરવ મોદીને ‘આપણા વર્ગના’ ગણનારા કેટલાકે તેમની વાતમાં ટાપશી પણ પુરાવી. સમાચારમાં મથાળું વાંચીને પહેલાં તો લાગ્યું કે કોઈ ટીખળીએ રમૂજ કરી હશે. પછી ખ્યાલ આવ્યો કે આ તો ગંભીરતાપૂર્વક કરાયેલું નિવેદન છે. નીરવ મોદી અૅન્ડ કંપનીએ પંજાબ નેશનલ બૅન્ક સાથે છેતરપીંડી કરીને ખોટા લેટર ઑફ અન્ડરટેકિંગ મેળવ્યે રાખ્યા, એ પહેલા અને પ્રાથમિક ગુનાની કોઈ વાત જ નહીં. અને આરોપી મટીને સીધા ફરિયાદીની ભૂમિકામાં જ આવી જવાનું.
આ તો ખૂન કર્યા પછી ખંજર લોહીલુહાણ થઈ જવાની ફરિયાદ કરે એવી વાત થઈ, પણ ‘આક્રમણ એ બચાવનો સૌથી અસરકારક પ્રકાર છે’ એવી તરકીબ હવે સામાન્ય બની ચૂકી છે. ધોળાઓના વર્ચસ્વમાં માનતા અને તેના માટેના પ્રયાસોમાં કશું ખોટું ન જોતા એક ભાઈનું ખાતું ટ્વિટરે બંધ કર્યું, તો ગયા અઠવાડિયે એ ભાઈએ ટ્વિટર સામે ભેદભાવનો દાવો દાખલ કર્યો. એવો જ દાવ ગુગલમાંથી કાઢી મુકાયેલા એક એન્જિનિયરે કર્યો. તેમણે કહ્યું કે કંપનીના ઉદારમતવાદી રાજકીય વલણ ધરાવતા લોકો દ્વારા તેને સતત હેરાન કરવામાં આવતો હતો. ભેદભાવવિરોધી છાવણી આક્રમણને બદલે બચાવની ભૂમિકામાં આવી જાય, એ આશયથી આ યુક્તિ અજમાવવામાં આવે છે.
આ પ્રકારની ફરિયાદમાં કંઈક અંશે સમૃદ્ધ વર્ગો દ્વારા અનામત માગતી વખતે વ્યક્ત કરાતા અન્યાયબોધ જેવી લાગણી જવાબદાર હોઈ શકે છે. એટલે કે, વ્હાઇટ સુપ્રીમસિસ્ટ (ધોળી ચામડીને કારણે ગુરુતાગ્રંથિમાં રાચનારા) છીએ ને એવા હોવાનો અમારો અધિકાર છે. અમારા એ અધિકારનો ઇન્કાર કરીને, અમારી સાથે ભેદભાવ રાખવામાં આવે છે.
આ પ્રકારની દલીલોને ગમે તેટલા રૂપાળા શબ્દોમાં વીંટાળીને રજૂ કરવામાં આવે, પણ તેનું ગુજરાતી એવું થાય કે ‘પ્રગતિશીલ મૂલ્યોમાં-માનવ અધિકારમાં માનતા ને તેના માટે લડતા લોકો અમને સુખેથી ભેદભાવ રાખવા દેતા નથી-અે લોકો ભેગા થઈને મને હેરાન કરે છે. અમને અમારો (બીજાને નીચા-ઉતરતા ગણવાનો) હક ભોગવવા દેતા નથી. આ હળાહળ અન્યાય કહેવાય. અમને ન્યાય મળવો જોઈએ.’
આ પ્રકારની દલીલોનો આશય પોતાના ભેદભાવગ્રસ્ત વર્તનને છુપાવીને, ભેદભાવ સામે લડનારા લોકોને જ ભેદભાવ રાખનાર તરીકે ચિતરવાની હોય છે. ભારતમાં- ગુજરાતમાં સેક્યુલરિઝમ સંદર્ભે પણ આવો આત્યંતિક પ્રચાર ચલાવવામાં આવે છે. કૉંગ્રેસી સેક્યુલરિઝમમાં માનતા લોકોના ઘણા પ્રશ્નો છે, પરંતુ સર્વધર્મસમભાવમાં માનતા બધા લોકોને એક જ કાળા કુચડાથી ચીતરી દેવા, એ બધાને કૉંગ્રેસી તરીકે ખપાવી દેવા અને કોમી હિંસાથી માંડીને કોમવાદ માટે પણ એવું જ ચિત્ર ઉભું કરવું, જાણે સેક્યુલરિસ્ટોએ જ દુકાનો લૂંટવા ને લોકોને સળગાવવા માટે નીકળી પડ્યા હોય.
બીજા કોઈની પણ જેમ સેક્યુલરિસ્ટો ટીકાથી પર ન હોઈ શકે. તેમનાં બેવડાં ધોરણની ટીકા થવી જ જોઈએ. પણ દંભી બિનસાંપ્રદાયિકતા અને હાડોહાડ કોમવાદની સગવડીયા સરખામણી કરીને, હાડોહાડ કોમવાદને નિર્દોષ (કે ધાર્મિક) જાહેર કરવાના આશયથી, દંભી બિનસાંપ્રદાયિકતાને આરોપીના કઠેડામાં ન ઉભી કરી શકાય. દંભી બિનસાંપ્રદાયિકતા સામેની આકરી ટીકા અને તેની સામેનો રોષ તો જ વિશ્વસનીય લાગે, જો તે કોમવાદની વકીલાતના લાભાર્થે ન હોય. તેમાં બિનસાંપ્રદાયિકતા તથા દંભી બિનસાંપ્રદાયિકતા વચ્ચેનો તફાવત પાડવા જેટલો વિવેક જળવાવો જોઈએ.
એવી જ રીતે, હંમણાં એવું પણ ઘણું સાંભળવા મળે છે કે જમણેરીઓ પ્રત્યે ભેદભાવ રાખવામાં આવે છે કે તેમને નીચી નજરે જોવામાં આવે છે. સેક્યુલરિસ્ટોની જેમ ડાબેરીઓના પોતાના પ્રશ્નો છે, પરંતુ ખાસ કરીને ગુજરાતના લોકોએ એક સાદું સત્ય જાણવાની જરૂર છેઃ જે જમણેરી ન હોય કે જમણેરીઓનો વિરોધ કરતા હોય, એ બધા ડાબેરી નથી હોતા. ગરીબોની-શોષિતોની-વંચિતોની વાત કરનારા બધા રાજકીય વિચારધારા પ્રમાણે ડાબેરી નથી હોતા. આપણા મુદ્દાની વાત કરીએ તો, જમણેરીઓ પ્રત્યે રાખવામાં આવતો કહેવાતો ભેદભાવ હકીકતમાં ધર્મના નામે કોમવાદી અભિગમની, રાષ્ટ્રવાદને નામે સંકુચિતતાની, ટુંકમાં જમણેરીઓના ભેદભાવગ્રસ્ત વર્તનની ટીકા હોય છે. પણ ભેદભાવની ટીકાને ભેદભાવ તરીકે ખપાવી દેવાથી પ્રચારમાં જીત મેળવી શકાય છે અને જમાનો પ્રચારનો છે.
બિનસાંપ્રદાયિકતાનો એક રંગ દંભનો છે, એવી જ રીતે શોષણ સામે લડતી સ્વૈચ્છિક સંસ્થાઓનો એક રંગ હળાહળ શોષણખોરીનો છે. બધી સંસ્થાઓને એક લાકડીએ ન હાંકી શકાય, એ તો દેખીતું છે. પરંતુ દુનિયામાં શોષણની સામે લડવાનો દાવો કરનારા અને લડનારા પોતાની સંસ્થાના કર્મચારીઓનું શોષણ કરે, એવી શરમજનક ઘટનાઓની નવાઈ નથી. તેમાં સૌથી શરમજનક ગણાય એવી પરંપરાની વાત એક જાણીતી ફંડિગ એજન્સીના કર્મચારી પર થયેલા આરોપમાંથી બહાર આવી. એ ભાઈ હૈતી દેશમાં કામ કરતા હતા. ત્યાં તેમણે નાણાંના સાટામાં દેહસુખ મેળવ્યું. આ વાત જાહેર થઈ ત્યારે તેમણે, રૉંગ સાઇડેથી આવીને ભટકાયા પછી દાદાગીરી કરતા બાઇકવાળાની જેમ, કહ્યું કે એમાં શું થઈ ગયું? આમ કરવાથી પેલી સ્ત્રીને રોજગારી મળી. બીજાએ વળી એવો બચાવ કર્યો કે આવી સંસ્થાઓમાં કામ કરનારા સંત હોય એવી અપેક્ષા ન રાખવી જોઈએ.
કોઈ સામાન્ય જણ આવી દલીલ કરે તો તેને સમજનો કે સંવેદનશીલતાનો અભાવ કહીએ, પણ આંતરરાષ્ટ્રીય ફંડિગ એજન્સીમાંથી તગડા પગાર લેતા ને દુનિયાભરનું ડહાપણ ડહોળતા લોકો આવી દલીલ કરે ત્યારે તેમાંથી વિકૃતિની અને છલોછલ અહંકારની બૂ આવે છે. માનવ અધિકારનું કામ કરનાર માણસ સંત ન હોય, તો કમ સે કમ, શોષણખોર કે શોષણખોરીને ઉત્તેજન આપનાર પણ ન જ હોઈ શકે.
આ સંપૂર્ણ સત્યઘટના છે અને ઘણા વાંચનાર સાથે તે જુદા જુદા સ્વરૂપે બની હશે. પરંતુ સવાલ બીજો છેઃ કોઈ વ્યંગકાર લખે તો સારા વ્યંગ તરીકે ખપી જાય, એવું સાચેસાચ અને ગંભીરતાપૂર્વક બનવા લાગે ત્યારે શું કહેવું? --અને ખેદની વાત છે કે આવું વલણ રસ્તા પર થતા અકસ્માતથી માંડીને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરની ચર્ચાઓમાં પૂરી ઠાવકાઈથી વ્યક્ત થાય છે.
દા.ત. શ્રી 11,400 નીરવ મોદી. તેમણે અને તેમના મામાશ્રીએ એ મતલબની સફાઈ રજૂ કરી, બલ્કે આરોપ મૂક્યો કે પંજાબ નેશનલ બૅન્કે ઉતાવળ કરી નાખી અને બધું ચિતરી માર્યું. એટલે મામલો બગડી ગયો. બાકી, અમે તો પૈસા ચૂકવી જ દેવાના હતા. નીરવ મોદીને ‘આપણા વર્ગના’ ગણનારા કેટલાકે તેમની વાતમાં ટાપશી પણ પુરાવી. સમાચારમાં મથાળું વાંચીને પહેલાં તો લાગ્યું કે કોઈ ટીખળીએ રમૂજ કરી હશે. પછી ખ્યાલ આવ્યો કે આ તો ગંભીરતાપૂર્વક કરાયેલું નિવેદન છે. નીરવ મોદી અૅન્ડ કંપનીએ પંજાબ નેશનલ બૅન્ક સાથે છેતરપીંડી કરીને ખોટા લેટર ઑફ અન્ડરટેકિંગ મેળવ્યે રાખ્યા, એ પહેલા અને પ્રાથમિક ગુનાની કોઈ વાત જ નહીં. અને આરોપી મટીને સીધા ફરિયાદીની ભૂમિકામાં જ આવી જવાનું.
આ તો ખૂન કર્યા પછી ખંજર લોહીલુહાણ થઈ જવાની ફરિયાદ કરે એવી વાત થઈ, પણ ‘આક્રમણ એ બચાવનો સૌથી અસરકારક પ્રકાર છે’ એવી તરકીબ હવે સામાન્ય બની ચૂકી છે. ધોળાઓના વર્ચસ્વમાં માનતા અને તેના માટેના પ્રયાસોમાં કશું ખોટું ન જોતા એક ભાઈનું ખાતું ટ્વિટરે બંધ કર્યું, તો ગયા અઠવાડિયે એ ભાઈએ ટ્વિટર સામે ભેદભાવનો દાવો દાખલ કર્યો. એવો જ દાવ ગુગલમાંથી કાઢી મુકાયેલા એક એન્જિનિયરે કર્યો. તેમણે કહ્યું કે કંપનીના ઉદારમતવાદી રાજકીય વલણ ધરાવતા લોકો દ્વારા તેને સતત હેરાન કરવામાં આવતો હતો. ભેદભાવવિરોધી છાવણી આક્રમણને બદલે બચાવની ભૂમિકામાં આવી જાય, એ આશયથી આ યુક્તિ અજમાવવામાં આવે છે.
આ પ્રકારની ફરિયાદમાં કંઈક અંશે સમૃદ્ધ વર્ગો દ્વારા અનામત માગતી વખતે વ્યક્ત કરાતા અન્યાયબોધ જેવી લાગણી જવાબદાર હોઈ શકે છે. એટલે કે, વ્હાઇટ સુપ્રીમસિસ્ટ (ધોળી ચામડીને કારણે ગુરુતાગ્રંથિમાં રાચનારા) છીએ ને એવા હોવાનો અમારો અધિકાર છે. અમારા એ અધિકારનો ઇન્કાર કરીને, અમારી સાથે ભેદભાવ રાખવામાં આવે છે.
આ પ્રકારની દલીલોને ગમે તેટલા રૂપાળા શબ્દોમાં વીંટાળીને રજૂ કરવામાં આવે, પણ તેનું ગુજરાતી એવું થાય કે ‘પ્રગતિશીલ મૂલ્યોમાં-માનવ અધિકારમાં માનતા ને તેના માટે લડતા લોકો અમને સુખેથી ભેદભાવ રાખવા દેતા નથી-અે લોકો ભેગા થઈને મને હેરાન કરે છે. અમને અમારો (બીજાને નીચા-ઉતરતા ગણવાનો) હક ભોગવવા દેતા નથી. આ હળાહળ અન્યાય કહેવાય. અમને ન્યાય મળવો જોઈએ.’
આ પ્રકારની દલીલોનો આશય પોતાના ભેદભાવગ્રસ્ત વર્તનને છુપાવીને, ભેદભાવ સામે લડનારા લોકોને જ ભેદભાવ રાખનાર તરીકે ચિતરવાની હોય છે. ભારતમાં- ગુજરાતમાં સેક્યુલરિઝમ સંદર્ભે પણ આવો આત્યંતિક પ્રચાર ચલાવવામાં આવે છે. કૉંગ્રેસી સેક્યુલરિઝમમાં માનતા લોકોના ઘણા પ્રશ્નો છે, પરંતુ સર્વધર્મસમભાવમાં માનતા બધા લોકોને એક જ કાળા કુચડાથી ચીતરી દેવા, એ બધાને કૉંગ્રેસી તરીકે ખપાવી દેવા અને કોમી હિંસાથી માંડીને કોમવાદ માટે પણ એવું જ ચિત્ર ઉભું કરવું, જાણે સેક્યુલરિસ્ટોએ જ દુકાનો લૂંટવા ને લોકોને સળગાવવા માટે નીકળી પડ્યા હોય.
બીજા કોઈની પણ જેમ સેક્યુલરિસ્ટો ટીકાથી પર ન હોઈ શકે. તેમનાં બેવડાં ધોરણની ટીકા થવી જ જોઈએ. પણ દંભી બિનસાંપ્રદાયિકતા અને હાડોહાડ કોમવાદની સગવડીયા સરખામણી કરીને, હાડોહાડ કોમવાદને નિર્દોષ (કે ધાર્મિક) જાહેર કરવાના આશયથી, દંભી બિનસાંપ્રદાયિકતાને આરોપીના કઠેડામાં ન ઉભી કરી શકાય. દંભી બિનસાંપ્રદાયિકતા સામેની આકરી ટીકા અને તેની સામેનો રોષ તો જ વિશ્વસનીય લાગે, જો તે કોમવાદની વકીલાતના લાભાર્થે ન હોય. તેમાં બિનસાંપ્રદાયિકતા તથા દંભી બિનસાંપ્રદાયિકતા વચ્ચેનો તફાવત પાડવા જેટલો વિવેક જળવાવો જોઈએ.
એવી જ રીતે, હંમણાં એવું પણ ઘણું સાંભળવા મળે છે કે જમણેરીઓ પ્રત્યે ભેદભાવ રાખવામાં આવે છે કે તેમને નીચી નજરે જોવામાં આવે છે. સેક્યુલરિસ્ટોની જેમ ડાબેરીઓના પોતાના પ્રશ્નો છે, પરંતુ ખાસ કરીને ગુજરાતના લોકોએ એક સાદું સત્ય જાણવાની જરૂર છેઃ જે જમણેરી ન હોય કે જમણેરીઓનો વિરોધ કરતા હોય, એ બધા ડાબેરી નથી હોતા. ગરીબોની-શોષિતોની-વંચિતોની વાત કરનારા બધા રાજકીય વિચારધારા પ્રમાણે ડાબેરી નથી હોતા. આપણા મુદ્દાની વાત કરીએ તો, જમણેરીઓ પ્રત્યે રાખવામાં આવતો કહેવાતો ભેદભાવ હકીકતમાં ધર્મના નામે કોમવાદી અભિગમની, રાષ્ટ્રવાદને નામે સંકુચિતતાની, ટુંકમાં જમણેરીઓના ભેદભાવગ્રસ્ત વર્તનની ટીકા હોય છે. પણ ભેદભાવની ટીકાને ભેદભાવ તરીકે ખપાવી દેવાથી પ્રચારમાં જીત મેળવી શકાય છે અને જમાનો પ્રચારનો છે.
બિનસાંપ્રદાયિકતાનો એક રંગ દંભનો છે, એવી જ રીતે શોષણ સામે લડતી સ્વૈચ્છિક સંસ્થાઓનો એક રંગ હળાહળ શોષણખોરીનો છે. બધી સંસ્થાઓને એક લાકડીએ ન હાંકી શકાય, એ તો દેખીતું છે. પરંતુ દુનિયામાં શોષણની સામે લડવાનો દાવો કરનારા અને લડનારા પોતાની સંસ્થાના કર્મચારીઓનું શોષણ કરે, એવી શરમજનક ઘટનાઓની નવાઈ નથી. તેમાં સૌથી શરમજનક ગણાય એવી પરંપરાની વાત એક જાણીતી ફંડિગ એજન્સીના કર્મચારી પર થયેલા આરોપમાંથી બહાર આવી. એ ભાઈ હૈતી દેશમાં કામ કરતા હતા. ત્યાં તેમણે નાણાંના સાટામાં દેહસુખ મેળવ્યું. આ વાત જાહેર થઈ ત્યારે તેમણે, રૉંગ સાઇડેથી આવીને ભટકાયા પછી દાદાગીરી કરતા બાઇકવાળાની જેમ, કહ્યું કે એમાં શું થઈ ગયું? આમ કરવાથી પેલી સ્ત્રીને રોજગારી મળી. બીજાએ વળી એવો બચાવ કર્યો કે આવી સંસ્થાઓમાં કામ કરનારા સંત હોય એવી અપેક્ષા ન રાખવી જોઈએ.
કોઈ સામાન્ય જણ આવી દલીલ કરે તો તેને સમજનો કે સંવેદનશીલતાનો અભાવ કહીએ, પણ આંતરરાષ્ટ્રીય ફંડિગ એજન્સીમાંથી તગડા પગાર લેતા ને દુનિયાભરનું ડહાપણ ડહોળતા લોકો આવી દલીલ કરે ત્યારે તેમાંથી વિકૃતિની અને છલોછલ અહંકારની બૂ આવે છે. માનવ અધિકારનું કામ કરનાર માણસ સંત ન હોય, તો કમ સે કમ, શોષણખોર કે શોષણખોરીને ઉત્તેજન આપનાર પણ ન જ હોઈ શકે.
Labels:
communal violence,
ngo,
politics,
scam
Tuesday, August 23, 2016
સામાજિક ચળવળ વિ. રાજકીય નેતાગીરી
રાજકીય પક્ષો અને
તેમની નેતાગીરીની એક લાક્ષણિકતા છે : લોકો તેમને ગમે તેટલી ગાળો દે, પણ ખરી સત્તા તેમની પાસે જ રહે છે. લોકશાહીમાં
બનવું એવું જોઇએ કે ગામ-તાલુકા-જિલ્લા સ્તરની નાગરિક સંસ્થાઓ રાજ્યના અને એકંદરે
રાષ્ટ્રના રાજકારણ-રાજકારણીઓ પર થોડોઘણો પ્રભાવ પાડે. એમાં પણ NGO તરીકે ઓળખાતી સ્વૈચ્છિક સંસ્થાઓની ભૂમિકા
વિશેષ મહત્ત્વની હોય. કારણ કે, એ
સંસ્થાઓ લોકોથી વિમુખ થયેલા રાજનેતાઓના સામા છેડે હોય છે. તે લોકોની વચ્ચે રહીને,
લોકોની સમસ્યાઓ ઉજાગર કરે અને તેમને
ઉકેલવાનો પણ યથાશક્તિ-યથામતિ પ્રયાસ કરે. કેટલાક મુદ્દે સરકાર પર દબાણ કરે ને
કેટલાક મુદ્દે સમાજ પર. પરંતુ વ્યવહારમાં આ આદર્શ બહુ ઊંચો પુરવાર થાય છે.
યાદ રહે કે
રાષ્ટ્રીય પક્ષ તરીકે સ્થાપિત કોંગ્રેસ અને ભાજપની શરૂઆત પણ એક યા બીજા પ્રકારની
ચળવળોથી થઇ હતી. એટલું જ નહીં, તેમને
પણ પોતાનો પ્રભાવ જમાવતાં પહેલાં લાંબો સંઘર્ષ કરવો પડ્યો. મિડીયાના ટેકાથી ‘સેલિબ્રિટી’ બનીને કામચલાઉ લોકપ્રભાવ ઊભો કરી શકાય, પણ લાંબા ગાળાની અસર માટે એટલું પૂરતું નથી.
ગાંધીજીના વ્યક્તિત્વ અને તેમની અસરને કારણે તેમના આગમન પછીનાં વર્ષોમાં
કોંગ્રેસનું સ્વરૂપ સત્તા વગરના પણ મૂળીયાં ધરાવતા-ફેલાવતા રાજકીય પક્ષ અને
રાષ્ટ્રીય સ્તરના NGOના સંમિશ્રણ
જેવું બન્યું. અલગ અલગ વિચારધારા ધરાવતા લોકો તેમાં જોડાયા અને આવડત-દાનત પ્રમાણે
કામે લાગ્યા. આ ‘પુણ્ય’ને કારણે અનેક મોટી મર્યાદાઓ છતાં કોંગ્રેસનો
સુરજ આઝાદી પછી દાયકાઓ સુધી તપી શક્યો.
‘હિંદુ હિત’ના દાવાને રાજકીય મૂડીમાં બદલવા આતુર અને ‘કોમવાદી’નો ધબ્બો ધરાવતી હિંદુ સંસ્થાઓને એ દરમિયાન લાંબું તપ
કરવું પડ્યું. 1975-77 વખતે
કટોકટીના વિરોધ ટાણે રાષ્ટ્રિય સ્વયંસેવક સંઘ માટેની રાજકીય અસ્પૃશ્યતા દૂર થઇ.
ત્યાર પહેલાં અને પછી સંઘના અનેક કાર્યકરોએ વર્ષો સુધી ધગશથી કામ ચાલુ રાખ્યું.
સંઘની સંકુચિત- કોમવાદી વિચારસરણી માટેના તીવ્ર વિરોધ છતાં, એ સ્વીકારવું પડે કે સ્વૈચ્છિક સંસ્થાઓ-સંગઠનો સાતત્ય,
ઉત્સાહ અને ધીરજ જેવા ગુણોની બાબતમાં
સંઘ કરતાં એકંદરે ઘણાં પાછળ રહ્યાં. તેનું પરિણામ ગુજરાતમાં ઘણાં વર્ષથી અને
ભારતમાં થોડાં વર્ષથી દેખાઇ રહ્યું છે.
ગાંધીનો નમૂનો અથવા
મોડેલ જ્યાં ‘ઘરનું’ ગણાવું જોઇએ, એ ગુજરાતમાં ગાંધીસંસ્થાઓને લાગેલા કાટ પછી સ્વૈચ્છિક
સંસ્થાઓના ઉદયથી નવી આશા જાગી હતી. સરકારી ગેરવહીવટની કમી એ ઠીક ઠીક પ્રમાણમાં
પૂરી કરે અને નાગરિકોને અન્યાય સામે લડતા-જવાબ માગતા કરે, એવું એક તબક્કે લાગતું હતું. સ્વૈચ્છિક સંસ્થાઓ થકી
કેટલાક તેજસ્વી અને બિનરાજકીય અગ્રણીઓ મળ્યા, જેમણે દૃષ્ટિપૂર્વક, સંસ્થાના માધ્યમથી સજ્જ કાર્યકરો તૈયાર કરવાનું-
સમાજના છેવાડા સુધી પહોંચવાનું કામ ઉપાડ્યું. શરૂઆતનાં વર્ષોમાં આર્થિક અભાવ હતો
ત્યારે એ કામ સરસ અને પ્રમાણમાં ઘણું નિષ્ઠાપૂર્વક ચાલી રહ્યું હતું. પરંતુ વિદેશી
ભંડોળનો ધોધ વહેતો થયા પછી ધીમે ધીમે મુશ્કેલીઓની શરુઆત થઇ.
‘ફોરેન ફંડિંગ’ની તાત્ત્વિક ટીકાનો કે તેના નામમાત્રથી મોં
મચકોડવાનો સવાલ નથી. ભારત સરકાર હોય કે હિંદુત્વવાદીઓ કે ઇસ્લામવાદીઓ, આ બધા અઢળક વિદેશી ભંડોળ મેળવે જ છે. એમાં
કોઇએ દંભ કરવા જેવો નથી. પરંતુ સ્વૈચ્છિક સંસ્થાઓના મામલે વિદેશી ભંડોળે જુદા
પ્રકારનું નુકસાન કર્યું : તેનાથી સંસ્થાઓની સ્થાનિક જવાબદેહી મહદ્ અંશે ખતમ થઇ
ગઇ. એટલે કે, કામ લોકોનું
કરવાનું (અથવા એવો દાવો કરવાનો), પણ
કેવું-કેટલું કામ કર્યું અને આગળની દિશા શી હશે, તેનો હિસાબકિતાબ લોકોને નહીં, ભંડોળ આપનાર વિદેશી સંસ્થાઓને આપવાનો--ફક્ત આર્થિક જ
નહીં, તમામ પ્રકારનો હિસાબ. એક
કામ ઉપાડ્યું હોય ને એ સરસ રીતે ચાલતું હોય, તેમ છતાં એ કામ આગળ ચાલુ કેમ ન રહ્યું, એવો સવાલ ઘણી વાર થાય. તેનો એક સંભવિત જવાબ :
બીજે વર્ષે ફંડિંગ એજન્સીએ એ મુદ્દે નહીં, પણ બીજા કોઇ મુદ્દે ફંડિંગ આપવાનું નક્કી કર્યું હશે.
આ પ્રક્રિયામાં
સ્વૈચ્છિક સંસ્થાઓ આર્થિક સલામતીની જાળમાં ફસાવા લાગી અને ધીમે ધીમે અસલામતીથી
પીડાવા લાગી. તેનું કરુણ પરિણામ એ આવ્યું કે એક જ સમસ્યા અંગે કામ કરતી બે સંસ્થાઓ
ઘણી વાર એકબીજાને પૂરક કે સાથી તરીકે નહીં, પણ હરીફ અને ભાગ પડાવનાર તરીકે જોવા લાગી. વખત એવો
આવ્યો કે આવી સંસ્થાઓ સ્વતંત્ર રીતે સરકાર સાથે કામ પાડી શકે--તેના દીધેલા
પ્રોજેક્ટ કરી શકે, પણ એકબીજી
સંસ્થાઓ સાથે મળીને કામ ન કરી શકે. લોકોનું કામ કરવામાં ને ખાસ તો એ કામ કાગળ પર
બતાવવામાં સંસ્થાઓનું મોટું આર્થિક હિત સંકળાયેલું છે, એવો ખ્યાલ આવ્યા પછી ઘણા લોકોનું વલણ બદલાયું. તે
સંસ્થાઓ પ્રત્યે ભાવથી નહીં, ‘તમારા
લીધે અમને ફાયદો થાય છે, એના
કરતાં અમારા લીધે તમને વધારે ફાયદો થાય છે’ એ રીતે જોવા લાગ્યા. આ બાબતમાં અપવાદો હશે, પણ સામાન્ય સ્થિતિ આ જ બની.
સ્વૈચ્છિક સંસ્થાઓની
ઘેરી બની રહેલી નિષ્ફળતા પછીના અરસામાં અન્ના હજારેથી માંડીને જિજ્ઞેશ મેવાણી
સુધીના જુદા જુદા નેતાઓ છેલ્લાં થોડાં જ વર્ષોમાં સમાજને મળ્યા છે. એ બધાની શક્તિઓ
અને મર્યાદાઓ છતાં તેમની વચ્ચે એક મુખ્ય સામ્ય હોય તો રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય
પ્રસાર માધ્યમોમાં તેમને મળેલા બેહિસાબ કવરેજનું. રાજકીય પક્ષોને જે કવરેજ અઢળક
રૂપિયા આપીને ખરીદવું પડે તે (ઘણાખરા કિસ્સામાં) આ આગેવાનોને સામેથી મળ્યું.
સમાજમાં સ્થાપિત અનિષ્ટોને ઝકઝોરે-હચમચાવે એવા નેતાઓને પ્રસાર માધ્યમોમાં સ્થાન
મળવું જ જોઇએ. એ આ નેતાઓનો હક નહીં, માધ્યમોની ફરજ છે. પરંતુ સોશ્યલ મિડીયાયુગમાં પ્રમાણભાન જળવાય તે અઘરું છે
અને મિડીયાની પ્રસિદ્ધિનો અતિરેક ગમે તેવા ઝૂઝારુ-તેજસ્વી નેતાને ચીલાચાલુ ‘સેલિબ્રિટી’માં ફેરવી શકે છે, તેને રાષ્ટ્રીય નેતાગીરીની આભાસી ‘કીક’ આપી શકે છે--અને જમીન સાથેનો તેનો નાતો અસરકારક રીતે કાપી શકે છે.
આવું થયા પછી રાજકીય
નેતાઓની ઘણી નબળાઇઓ સામાજિક ચળવળના નેતાઓમાં પ્રવેશી શકે છે, પણ રાજકીય નેતાઓ પાસે રહેલી પક્ષના વિશાળ અને
મૂળિયાં ધરાવતા સંગઠનની તાકાત તેમની પાસે હોતી નથી. મિડીયા આસમાને બેસાડી ચૂક્યું
હોય ત્યારે પાયો ચણવાનું કામ નિરર્થક અને સમયના બગાડ જેવું લાગી શકે છે. પરંતુ
મિડીયા સાથ છોડી દે (જે હંમેશાં બનતું જ હોય છે) ત્યારે એ જ પાયો ભોંયમાં ભંડારાઇ
જતાં અટકાવે છે અને બેઠા થવાનો-જમીન પર ઊભા રહેવાનો-આગળ વધવાનો મજબૂત આધાર પૂરો પાડે
છે.
ખોવાઇ ગયેલા અન્ના
હજારેથી વિપરીત અરવિંદ કેજરીવાલે ઇન્સ્ટન્ટ સફળતાનું મોડેલ આપ્યું, પરંતુ ત્યાં સુધી પહોંચવા માટે તેમણે
દિલ્હીમાં પોતાનો આધાર કેટલો મજબૂત બનાવ્યો હતો--અને ઉતાવળે આંબા પકવવા ગયેલા ‘આપ’ની રાષ્ટ્રીય સ્તરે શી દશા થઇ એ યાદ રાખવા જેવું છે.
Labels:
dalit,
ngo,
politics,
society- trends/સમાજ-પ્રવાહો
Tuesday, May 31, 2011
ભ્રષ્ટાચારવિરોધી ઝુંબેશનું ‘ગુજરાત મોડેલ’
અન્ના હજારેની ગુજરાત-મુલાકાત એકંદરે સુખદ રીતે પૂરી થઇ.
ગુજરાતના મુખ્ય મંત્રીના ચાહકોની છાવણી એ વાતે રાજી થઇ કે જાહેરસભામાં- લોક સુનાવણીમાં અન્નાએ મુખ્ય મંત્રીનું નામ પાડીને ટીકા ન કરી.
અન્નાએ કરેલાં ગુજરાતના ‘વિકાસ’નાં વખાણથી ક્ષુબ્ધ થનારા એ વાતે ખુશ થયા કે અન્નાએ ગુજરાતના બહુપ્રચારિત ‘વિકાસ’ની બીજી બાજુ સાંભળી, એ ક્ષેત્રમાં કામ કરતા લોકોને મળ્યા અને તેમની લાક્ષણિક શૈલીમાં કહ્યું કે આ તો ‘ગોટાળા’ છે.
ગુજરાતના વિકાસ અંગે અન્નાનો ‘યુ-ટર્ન’ ઠીક ઠીક ચર્ચાનો વિષય બન્યો. ‘મુખ્ય મંત્રી એટલે ગુજરાત એટલે ગુજરાતની પ્રજા’ એવા સમીકરણમાં રાચતા ઘણા લોકોને, ગુજરાતમાં ગોટાળાની વાત કરતા અન્નાના નિવેદનથી ચચરાટ થયો. ‘કોઇ મુખ્ય મંત્રીનાં વખાણ કરે ત્યારે એનું પ્રમાણપત્ર ગળે લટકાવવું ને ટીકા કરે ત્યારે એને ગુજરાતવિરોધી/ ડામાડોળ માનસિકતા ધરાવનારનો શિરપાવ આપવો’- આવી વિશિષ્ટ માનસિકતા છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં પાંગરી છે. તેમાં ‘કોઇ’ તરીકે ‘ઇંગ્લિશ મીડિયા’ પણ હોય ને અન્ના હજારે પણ હોઇ શકે.
અન્નાએ ગુજરાતનાં વિકાસકાર્યો સંદર્ભે કરેલું ‘ગોટાળા’વાળું નિવેદન બેશક ઉતાવળીયું અને અધકચરું છે. એક જનસુનાવણી સાંભળીને કે સ્વૈચ્છિક સંસ્થાના થોડા પ્રતિનિધિઓને મળીને એકદમ આત્યંતિક પ્રકારનું નિવેદન બહાર પાડી દેવામાં અન્નાના પક્ષે ઠરેલપણાની ખોટ કે બિનજરૂરી ઉતાવળ વરતાઇ આવે છે. મઝા એ વાતની છે કે અગાઉ અન્નાએ આથી પણ વધારે ઉભડક રીતે- વગર વિચાર્યે- કેવળ મીડિયાના અહેવાલોના આધારે- ગુજરાતના મુખ્ય મંત્રીની પ્રશંસા ફટકારી દીધી, ત્યારે અન્નાના વર્તમાન ટીકાકારોને તેમના ઠરેલપણા કે ઉતાવળ વિશે શંકા જાગી ન હતી.
ગાડી ચલાવતાં આવડતું ન હોય એવો માણસ પૂરપાટ ગાડી હંકારીને, આપણા અળખામણા પાડોશીના કમ્પાઉન્ડની દીવાલ તોડીફોડી નાખે ત્યારે આપણે હરખાઇએ, પણ એ જ ગાડી આપણા કમ્પાઉન્ડ ભણી ધસી આવતી દેખાય, ત્યારે આપણે ડ્રાઇવરની માનસિક સ્વસ્થતા વિશે કકળાટ કરીએ- એવી આ વાત છે. તેમાં પ્રાથમિક પ્રશ્ન આપણી પોતાની માનસિક સ્વસ્થતા અને વિવેકબુદ્ધિ વિશે ન થવા જોઇએ?
અન્નાનાં આડેધડ નિવેદનનો સીધો અર્થ એટલો જ થાય કે એ સારા ચળવળકાર હોઇ શકે છે- સારા વ્યૂહકાર નહીં. તે ચળવળનો ચહેરો (‘મેસ્કોટ’) બની શકે, પણ આંદોલનના પ્રવક્તા નહીં. કદાચ એ જ કારણથી તેમને હવે પત્રકારો સાથે સીધા સંપર્કમાં આવતા રોકવામાં આવે છે. સાથાસાથ, હકીકત એ પણ છે કે અન્ના વિનાનું આંદોલન એકડા વગરનું મીંડું બની જાય એમ છે. એ એક એવી પરિસ્થિતિ છે, જે ગમે કે ન ગમે, પણ તેનો સ્વીકાર કર્યા વિના છૂટકો નથી.
જમીની વાસ્તવિકતા
‘ગાંધીના ગુજરાતમાં દૂધ કરતાં દારૂ વધારે મળે છે’ એવું અન્નાનું અવતરણ મથાળા તરીકે ચટાકેદાર લાગે, પણ તેનાથી અનેક ગણી વધારે ગંભીરતા તેમની સમક્ષ રજૂ થયેલા જમીનના પ્રશ્નની હતી. મહારાષ્ટ્રમાં સ્થાનિક ગ્રામસભા પરવાનગી ન આપે ત્યાં સુધી રાજ્ય સરકાર જમીન સંપાદિત કરી શકે નહીં, એવો કાયદો લાવવાની ફરજ પાડનાર અન્ના ગુજરાતમાં એવા કાયદાના અભાવે સર્જાતી સ્થિતિ ઝડપથી સમજી શક્યા. લોકસુનાવણીમાં થયેલી રજૂઆતો અન્ના જેવા તૃણમૂલ (ગ્રાસરૂટ) સ્તરે કામ કરી ચૂકેલા કાર્યકર્તાને દ્રવિત કરવા માટે પૂરતી હતી. તેમણે રાબેતા મુજબના ઉત્સાહથી જાહેર કરી દીઘું કે જનલોકપાલનું કામ પૂરું થાય, એટલે સરકારની જમીન સંપાદન (અ)નીતિ અંગેનો મુદ્દો હાથ પર લઇશું અને એ આંદોલનની શરૂઆત ગુજરાતથી કરીશું.
ગુજરાતમાં કોઇ પણ મુદ્દાની ચર્ચાને મુખ્ય મંત્રીની તરફેણ કે વિરોધના સંદર્ભે જોવા-મૂલવવામાં આવે છે. એને કારણે વ્યાપક મુદ્દો અને તેમાં રહેલી શક્યતાઓ ઘણી વાર ચૂકી જવાય છે. (આ મુશ્કેલી તેમના પ્રશંસકોની જ નહીં, ટીકાકારોની પણ છે.)
સરકારના ઘણા નિર્ણયો એવા હોય, જેમાં મુખ્ય મંત્રી તરીકે ગમે તે હોય- ગમે તે પક્ષનો હોય, સરકારી તંત્રના વડા તરીકે તેમની ટીકા કરવાની થાય. લોકશાહીમાં આ બાબત બહુ સામાન્ય ગણાય. દસ વર્ષથી એક જ મુખ્ય મંત્રી હોય, ત્યાં સત્તાધીશવિરોધી વલણ અને મુખ્ય મંત્રીની નીતિરીતિની ટીકા પુનરોક્તિ કે પુનરાવર્તનમાં ખપી જવાની આશંકા રહે છે. ગુજરાતમાં મુખ્ય મંત્રીની ટીકા આપોઆપ રાજ્યની અને તેના અમુક કરોડ પ્રજાજનોની ટીકા બની જાય છે અને એ કરનારને ‘ગુજરાતવિરોધી ટોળકી’માં ખપાવી દેવામાં આવે છે.
અન્ના હજારે અમદાવાદ આવ્યા, રીવરફ્રન્ટની મુલાકાતે ગયા અને જમીનના પ્રશ્ને લોકસુનાવણી સાંભળી, એ માટે પણ રાબેતામુજબ ‘ગુજરાતવિરોધી ટોળકી’ની વાતો ઉછાળવામાં આવી રહી છે. ‘અન્ના સારા માણસ છે, પણ તે ગુજરાતવિરોધીઓથી ઘેરાઇ ગયા’ એવો પ્રચાર જોરમાં છે. આખી ચર્ચાને એકાદ સાથીદારની પ્રસિદ્ધિભૂખ-અંગત ગેરરીતિના સાચાખોટા આક્ષેપોમાં કે મુખ્ય મંત્રીના વિરોધ તરીકે ઉતારી પાડવામાં, કેટલીક નવી-નોંધપાત્ર સંભાવનાઓ ચૂકી ન જવાય તે જોવું રહ્યું. કોઇ એક વ્યક્તિ પ્રત્યેના ગમે તેટલા વાજબી અણગમાને લીધે સમગ્ર ચિત્ર પર કાળો કુચડો ફેરવી દેવાનું યોગ્ય નથી. અન્નાએ ગુજરાતમાં ગોટાળાની અને જમીનનું આંદોલન ગુજરાતમાંથી શરૂ કરવાની જાહેરાત કરી, તેમાંથી અન્નાસહજ આવેગનું મોટું ડિસ્કાઉન્ટ કાપી લઇએ, તો પણ કેટલીક નવી હકીકતો-શક્યતાઓ ઘ્યાન ખેંચે એવી જણાય છે.
સ્થાનિક (છતાં) રાષ્ટ્રિય આંદોલન
શક્ય છે કે અન્નાને જમીનના મુદ્દાથી પરિચિત કરાવવા પાછળ આયોજકોનો આશય ગુજરાતના મુખ્ય મંત્રી પ્રત્યેનો તેમનો અભિપ્રાય બદલવાનો હોય. છતાં જમીનના પ્રશ્નની રજૂઆતનું અંતીમ ઘ્યેય કેવળ મુખ્ય મંત્રીને નીચા પાડવા જેટલું સીમિત કે સંકુચિત ન હોઇ શકે. કારણ કે મૂળભૂત મુદ્દો વંચિતતા વધારે એવા વિકાસના મોડેલનો છે- અને એ બાબતે કોંગ્રેસ કે ભાજપ, મુખ્ય મંત્રી કે વડાપ્રધાન- સૌ એક નાવમાં સવાર છે.
અત્યાર સુધી ભ્રષ્ટાચાર સામે જનલોકપાલની માગણી અંગેની અન્નાની લડત વિશે અનેક સવાલ થતા રહ્યા છે- ખાસ કરીને, એ લડતમાં રહેલા વ્યાપક દર્શનના અભાવ અંગે. ભ્રષ્ટાચારનો મુદ્દો અગત્યનો છે, પરંતુ તે કેવળ રાજકીય કે વહીવટી (નેતાઓ-અફસરોને સ્પર્શતો) નહીં, સામાજિક પ્રશ્ન પણ છે. ભ્રષ્ટાચારનો વિરોધ કરતા નાગરિકોમાંથી પણ કેટલા પોતે ભ્રષ્ટાચારમાંથી બાકાત હોવાનો દાવો કરી શકશે? આ પરિસ્થિતિમાં જનલોકપાલ જેવી સંસ્થાથી થોડોઘણો ફરક પડી શકે, પણ દેશના લાખો સામાન્ય લોકોના અસ્તિત્ત્વ સાથે તેને કેટલી લેવાદેવા હોય એ સવાલ.
પરંતુ અન્ના જેવા લોકોને આંદોલિત કરવાની ક્ષમતા ધરાવતા આગેવાન રાજ્ય કે પક્ષના બાધ વિના, દેશભરના લોકોના વર્તમાન અને ભવિષ્યને સ્પર્શતો જમીનનો મુદ્દો હાથ ધરે તો?
અને એ તરફ આંગળી ચીંધવાનો જશ અન્નાની અમદાવાદ મુલાકાતને મળે તો ?
આ રીતે વિચારતાં, જમીનમુદ્દામાં અન્નાએ લીધેલો રસ આંદોલનના ભટકાવ તરીકે નહીં, પણ વિસ્તાર તરીકે જોઇ શકાય - અને ગુજરાત ફરી એક વાર ભ્રષ્ટાચારવિરોધી આંદોલનને નવી, વ્યાપક જનહિત ભણીની દિશા આપનારું રાજ્ય બની રહે એવી આશા પણ સેવી શકાય. કેમ કે, અમદાવાદ મુલાકાતમાંથી ફૂટેલા નવા ફણગાના પરિણામે, ભ્રષ્ટાચારવિરોધની આખી ઝુંબેશમાં પહેલી વાર વંચિતોના સીધા હિતનું તત્ત્વ ઉમેરાય એમ છે. કેવળ એક (કેન્દ્ર) સરકારના વિરોધ પર અટકી ગયેલું આંદોલન ત્યાર પછી રાજ્યોમાં ફેલાય, જમીનને લગતા સ્થાનિક સવાલો હાથમાં લે અને ખરા અર્થમાં તે પ્રજાકીય આંદોલન બની રહે. એ આંદોલન માટે મનમોહન, માયાવતી કે મોદી- બધાં સરખાં જ હોય. કારણ કે તેની નિસબત આડેધડ વિકાસનો ભોગ બનતા લોકો પ્રત્યે હોય.
અત્યારે આ શક્યતા દીવાસ્વપ્ન કે આશાવાદ જેવી લાગી શકે, પણ તેને વાસ્તવિક સ્વરૂપ આપવાનું કામ એકલા અન્ના હજારે કે સાથીદારોનું નથી. વઘુ ને વઘુ લોકો આંદોલન સાથે સંકળાય, અત્યાર લગી સંકળાયેલા લોકોમાંથી સ્વચ્છ-નિર્વિવાદ છબી ધરાવતા લોકો મોખરે રહીને વઘુ લોકોને -વઘુ સમુદાયોને- કેટલીક બાબતોમાં મતભેદ ધરાવતા લોકોને પણ જમીનહકના મુદ્દે આંદોલનમાં સાંકળવા પ્રયાસ કરે, તો અન્નાનું આંદોલન નવા, વિસ્તરેલા સ્વરૂપે ફક્ત ગુજરાતના જ નહીં, બીજાં ઘણાં રાજ્યોના વંચિતોનું, સ્થાનિક છતાં રાષ્ટ્રિય આંદોલન બની રહે.
નવું નવનિર્માણ
ભ્રષ્ટાચારવિરોધી આંદોલન દ્વારા નવી દિશા પૂરી પાડવાની ભૂમિકા અગાઉ પણ એક વાર ગુજરાત ભજવી ચૂક્યું છે. ૧૯૭૪માં થયેલું નવનિર્માણ વિદ્યાર્થી આંદોલન ભલે ધાર્યાં પરિણામ ન લાવી શક્યું, પણ તમામ મર્યાદાઓ સહિત, જયપ્રકાશ નારાયણ જેવા દિગ્ગજ નેતાને તે આંદોલને નવી દિશા-નવી આશા પૂરી પાડી હતી. ખુદ જયપ્રકાશ નારાયણે નોંઘ્યું હતું, ‘ ગુજરાતના આ (નવનિર્માણ) આંદોલને મને પ્રકાશ દેખાડ્યો. દેશની પરિસ્થિતિ વિશે હું ભારે ચિતિત હતો. પણ મને કોઇ માર્ગ સૂઝતો ન હતો. હું અંધારામાં ખંખોળતો હતો, ત્યારે ગુજરાતના વિદ્યાર્થીઓએ આ આંદોલનની મશાલ ચેતાવી અને તેમાંથી મને પ્રકાશ મળ્યો. પછીથી દેશમાં જે નવી જાગૃતિ આવી, તેનો આરંભ કરવાનું શ્રેય ગુજરાતના વિદ્યાર્થીઓને છે.’
એવી તો કઇ ખૂબી હતી ગુજરાતના આંદોલનની? જેપીના જ શબ્દોમાં : ‘ગુજરાતના આ આંદોલને ભારતમાં પ્રથમ વાર લોકશાહી તંત્રમાં લોકોનું મહત્ત્વ પ્રસ્થાપિત કર્યું અને તેય સંગઠિત એવા તમામ રાજકીય પક્ષોની ઉપરવટ જઇને, સામાન્ય લોકોની ઇચ્છાનું પ્રતિપાદન તેણે કર્યું. આમાં સૌથી મુખ્ય વાત એ હતી કે જનશક્તિ રાજ્યશક્તિ કરતાં સર્વોપરી છે, રાજ્યશક્તિ જનશક્તિને આધીન છે.’
ચારેક દાયકા પહેલાં ગુજરાતને મળી હતી- કે ગુજરાતે લીધી હતી- એવી તક ફરી એક વાર અન્નાની મુલાકાતના પગલે ગુજરાત પાસે આવીને ઉભી છે. જરૂર છે ‘રાજ્યશક્તિ’ની વ્યક્તિવાદી-સાંકડી વ્યાખ્યામાંથી નીકળીને, તેની સામે પ્રજાશક્તિની વ્યાપક-વિશાળ વ્યાખ્યાને અપનાવવાની.
Friday, April 29, 2011
‘સિવિલ સોસાયટી’ : નાગરિકોનું શસ્ત્ર અને શાસ્ત્ર
અમદાવાદ સ્ટેશને ઉતરીને એક સજ્જને રિક્ષાવાળાને કહ્યું,‘સિવિલ સોસાયટી લઇ લો.’
સરનામું સાંભળીને રિક્ષાવાળા ભાઇ મૂંઝાયા. તેમણે કહ્યું, ‘સિવિલ હોસ્પિટલ જોઇ, મણિનગરમાં આવેલી મઘ્યમ વર્ગ સોસાયટી ખબર છે, કહેતા હો તો વાસણામાં આવેલી ટ્રસ્ટનગર સોસાયટી લઇ જઉં, પણ સિવિલ સોસાયટી? એ ક્યાં આવી?’
***
અન્ના હઝારેના આંદોલન પછી બહુચર્ચિત એવી ‘સિવિલ સોસાયટી’ ઉર્ફે નાગરિક સમાજ વિશેની રમૂજ બાજુ પર રાખીએ તો પણ, સવાલ તો ઉભો રહે જ છેઃ ક્યાં છે સિવિલ સોસાયટી? તેમાં કોણ કોણ હોય? આપણે તેમાં ભળવા શું કરવું પડે? સિવિલ સોસાયટીએ શું કરવાનું હોય? તેનાથી શું ન થાય?
અને કળિયુગમાં સૌથી મહત્ત્વનો સવાલઃ સિવિલ સોસાયટીથી આપણને શો ફાયદો?
સંભવિત રીમોટ કન્ટ્રોલ
કેટલાક શબ્દો-શબ્દસમુહો સૌથી વઘુ બોલાતા-ચર્ચાતા અને સૌથી ઓછા સમજાતા હોય છે. જેમ કે, ‘સિવિલ સોસાયટી’. શાબ્દિક અર્થ પ્રમાણે સિવિલ સોસાયટી એટલે નાગરિક સમાજ. એ દૃષ્ટિએ સરકાર, સરકારી સંસ્થાઓ અને રાજકારણીઓ સિવાયના તમામ નાગરિકો તથા તેમનાં સંગઠનોને ‘સિવિલ સોસાયટી’ ગણી શકાય. પરંતુ વ્યવહારમાં તેનો અર્થ છેઃ નાગરિકોના હક અને ફરજની દિશામાં સક્રિયતાપૂર્વક કામ કરતાં જૂથ-સંગઠન.
સિવિલ સોસાયટી કોઇ એક જૂથ, મંડળ કે સામાજિક રીતે વગદાર એવા મુઠ્ઠીભર લોકોનું સંગઠન નથી. રાજ્યશાસ્ત્ર પ્રમાણે સિવિલ સોસાયટીની વ્યાખ્યા શી છે કે વિવિધ પરદેશી વિદ્વાનો કોને સિવિલ સોસાયટી ગણે છે, એની શાસ્ત્રીય ચર્ચાને બદલે, વાસ્તવિકતા નજર સામે રાખીને જોઇએ તો : સામાન્ય નાગરિકો માટે, નાગરિકો વડે ચાલતો નાગરિકોનો કોઇ પણ સમુહ ‘સિવિલ સોસાયટી’નો હિસ્સો ગણાય.
નાગરિકોના હક અને ફરજોને કેન્દ્રમાં રાખીને ચાલતાં સંગઠનો જેટલાં મજબૂત, વઘુ સક્રિય અને એકબીજા સાથે વઘુ ગૂંથાયેલાં, એટલો સમાજ વધારે સ્વસ્થ-તંદુરસ્ત. કારણ કે, આ પ્રકારનાં સંગઠનોનું મુખ્ય કામ છેઃ નાગરિકોના હિતને લગતી બાબતો માટે સત્તાધીશો અને વિપક્ષો બન્ને પર દબાણ આણવું. એ માટેના પ્રેશર ગુ્રપ તરીકે કામ કરવું.
લોકશાહીમાં એક વાર ચૂંટાઇ ગયા પછી નેતાઓની ચોટલી મતદારોના-નાગરિકોના હાથમાં રહેતી નથી. એ સંજોગોમાં સિવિલ સોસાયટી ઉર્ફે નાગરિક સંગઠનો પોતપોતાની શક્તિ અને મર્યાદા પ્રમાણે, જુદી જુદી અસરકારકતા ધરાવતાં રીમોટ કન્ટ્રોલ બની શકે છે. તેમના થકી નાગરિકો પોતાની લાગણી ને માગણી, વાંધા ને વિરોધ નેતાઓ સુધી પહોંચાડી શકે છે. તે નેતાઓને ઢંઢોળી શકે, જગાડી શકે અને વખત આવ્યે તેમની ઉંઘ પણ ઉડાડી શકે છે.
નાગરિકોના કચડાતા અધિકારો સામે કે ન મળતા અધિકારો માટે ઝુંબેશ ચલાવવાનું કામ ફક્ત પત્રકારોથી કે પ્રસાર માઘ્યમોનું જ છે? ના. હવેના સમયમાં પ્રસાર માઘ્યમો કોઇ પણ મુદ્દો લાંબા સમય સુધી પકડી રાખતાં નથી. એ મુદ્દો તેના તાર્કિક અંત સુધી પહોંચે, એ માટે નાગરિક સંગઠનોએ સક્રિય થવું પડે. તેનાથી ઉલટું પણ બનવું જોઇએ. એટલે કે, નાગરિકહિતને લગતો કોઇ અગત્યનો મુદ્દો પ્રસારમાઘ્યમોમાં ‘પકડાય’ તેની રાહ જોવાને બદલે, નાગરિક સંગઠનો તે મુદ્દાને જાહેરમાં લાવી શકે છે. દરેક વખતે, દરેક મુદ્દે હળાહળ ધંધાદારી બની ગયેલાં પ્રસાર માઘ્યમો પર આધાર રાખીને બેસી રહેવાની કે પ્રેસનોટ આપીને સંતુષ્ટ થઇ જવાની માનસિકતા નાગરિક સંગઠનો માટે ઘાતક નીવડી શકે છે.
ઉત્તરદાયિત્વની પૂર્વશરત
શેરીના-સોસાયટીના મંડળથી માંડીને રાજ્ય-રાષ્ટ્ર કક્ષાની સંસ્થાઓ ‘સિવિલ સોસાયટી’માં સ્થાન પામે છે. બધી નાગરિક સંસ્થાઓ બધા હેતુઓ માટે કામ કરે એ જરૂરી નથી. તેમનો હેતુ મર્યાદિત હોઇ શકે, પણ ‘સિવિલ સોસાયટી’નો હિસ્સો બનવા માટે તેમનાં હિત સંકુચિત ન હોવાં જોઇએ. લાયન્સ-રોટરી પ્રકારની સંસ્થાઓ આદર્શ રીતે નાગરિક સમાજનો હિસ્સો ગણી શકાય. પણ તેમાં નાગરિક હિત અને એ માટેની નક્કર કામગીરી કરતાં આનંદપ્રમોદ-ઉજવણી અને લગે હાથ સમાજની થોડી ચિતા કર્યાની સંતોષી મનોવૃત્તિ વધારે પ્રબળ હોય છે. શિક્ષણ સહિત વિવિધ વ્યવસાયોનાં મંડળો પણ સિવિલ સોસાયટીનો ભાગ છે. પરંતુ પોતાના હિતને સ્પર્શતી અને ખાસ તો પોતાનું અહિત કરતી બાબતો સિવાય બીજી વાતોમાં આ મંડળોને બહુ રસ પડતો નથી. આ જાતનાં સંગઠનો મોટે ભાગે સરકાર સાથે સારાસારી રાખીને, નેતાઓને મોટા ભા બનાવીને હક નહીં પણ કૃપાદૃષ્ટિ લેખે પોતાનુ કામ કઢાવી લેવાના પ્રયત્નમાં રહે છે.
જ્ઞાતિકેન્દ્રી અને જ્ઞાતિની બોલબાલા ધરાવતા ભારતીય સમાજમાં ઘણાં જ્ઞાતિસંગઠનો બળુકાં અને પ્રભાવશાળી હોય છે. માથાંની સંખ્યા અને શક્તિના જોરે તે રાજકારણીઓ પર પ્રભાવ પાડી શકે છે. પરંતુ જ્ઞાતિનાં મંડળો વ્યાપક નાગરિક સમાજને બદલે, કેવળ પોતાની જ્ઞાતિના લોકોના હિત વિશે વિચારતા હોય - અને તે માટે નાગરિકોના બીજા જૂથનું અહિત થતું હોય તો તેની પરવા ન કરતા હોય- ત્યારે એ સંગઠનો ધબકતા નાગરિક સમાજનો હિસ્સો બની શકતાં નથી. તેમની સંકુચિતતા ભાગલા પાડીને રાજ કરવા ઇચ્છતા નેતાઓને બહુ અનુકૂળ પડે છે. તેમાંથી મતબેન્કની માનસિકતા પણ પેદા થાય છે.
જ્ઞાતિમંડળો જેવાં બીજાં મોટાં જૂથ ધર્મો-સંપ્રદાયોનાં કે કથાકારોનાં હોય છે. તેમની પાસે અઢળક સંપત્તિ, ધાર્મિક લાગણીનું કવચ અને ભક્તમંડળનો મોટો સમુહ હોય છે. શાસક અને વિરોધી એમ બન્ને પક્ષના રાજકારણીઓ તેમના આશીર્વાદ લે છે. ધર્મ કરતાં સાવ જુદા પાટે ચાલતી ધર્મસંસ્થાઓ, સંપ્રદાયો-ફિરકા અને કહેવાતા પૂજ્યો-બાપુઓ કે ધાર્મિક અગ્રણીઓને નાગરિકસમાજ સાથે કશી નિસબત હોતી નથી. તેમના દ્વારા થતાં ‘સામાજિક કાર્યો’ની સામે તેમને મળેલાં સત્તા-સંપત્તિ અને તેમના પ્રભાવનું ગણિત માંડીએ તો ‘એરણની ચોરી અને સોયનું દાન’ જેવી કહેવત યાદ આવે.
ધર્મસંસ્થાઓ અને તેના મુખિયાઓને, કથાકારો અને ઉપદેશકોને સવાલો પૂછતા- જવાબ માગતા નાગરિકો નહીં, ચરણસ્પર્શ કરીને કૃતકૃત્ય થતા ભક્તો ખપે છે. હક માટેના સંઘર્ષને તે અનિષ્ટ અને મહદ્ અંશે અનિચ્છનીય ગણે છે. સામાન્ય રીતે એ સત્તાધીશો અને સમાજ બન્નેને હાથમાં રાખીને ચાલે છે અને તેમાંથી કોઇ એકને પસંદ કરવા પડે એવો દિવસ આવવા દેતા નથી. એવો દિવસ આવે ત્યારે તે સગવડીયું મૌન સેવીને સત્તાધીશોની તરફેણમાં જાય એવી ‘તટસ્થતા’ ધારણ કરે છે. નાગરિક સમાજનો હિસ્સો બનવા માટેની પૂર્વશરત ગણાય એવું ઉત્તરદાયિત્વ/આન્સરેબિલીટી તેમના કોર્સની બહાર હોય છે. સરવાળે તે લોકશાહીને બદલે આપખુદશાહીનાં વ્યક્તિકેન્દ્રી રજવાડાં બની જાય છે, જેમાં સામાન્ય નાગરિકની સમસ્યાઓને કે તેમની પીડાને કોઇ સ્થાન હોતું નથી. તેમાં આવતા લોકોએ ધર્મસંસ્થાની સમૃદ્ધિ અને તેના વડાની સાહ્યબી, રાજનેતાઓ સાથેની આત્મીયતા અને ભવ્ય ધર્મસ્થાનો જોઇને નાગરિક તરીકેનાં પોતાનાં દુઃખદર્દ ભૂલી જવાનાં હોય છેે. પોતાના હક માટે સંઘર્ષ કરવાને બદલે ઇશ્વર કે ઇશ્વરના આડતિયા-એજન્ટો પર ભરોસો રાખીને ‘સૌ સારાં વાનાં થશે’ એવું મન મનાવવાનું હોય છે. બહુમતી લોકો એક યા બીજી ધર્મસંસ્થા કે સંપ્રદાયની દુકાન સાથે સંકળાયેલા હોય, ત્યારે તેમનામાં નાગરિકભાન જગાડવાનું અને નાગરિક સમાજનાં અસરકારક સંગઠનો ઉભાં કરવાનું કામ વધારે કઠણ બને છે.
નાગરિક સંગઠનની વ્યાખ્યામાં આવતાં સૌએ હંમેશાં લડવું જરૂરી નથી, પણ સત્તા સામે શિગડાં ભરાવવાની ત્રેવડ અને વખત આવ્યે ધ્રુજારો બતાવવાની તાકાત આવશ્યક છે. આર્થિક કે વ્યાવસાયિક હિત સિવાયની બાબતોમાં તેમની સક્રિયતા હોવી જોઇએ. કોમી વિખવાદથી માંડીને દલિતો સાથે ભેદભાવ જેવા અનેક સામાજિક પ્રશ્નો અંગે સરકારની નિષ્ફળતા, બિનકાર્યક્ષમતા કે ઉદાસીનતાને કારણે નાગરિક સંગઠનોની જવાબદારી અને ભૂમિકાનો વ્યાપ વધી જાય છે. સરકાર દ્વારા દાખવવામાં આવતી સીધીસાદી, ભ્રષ્ટ કે ગુનાઇત બેદરકારીના પ્રસંગોએ નાગરિક સમાજની જરૂરિયાત તીવ્રપણે વરતાય છે અને તેમની અછત બહુ સાલે છે.
સ્વૈચ્છિક સંસ્થાઓની સમસ્યા
ગુજરાત સહિત દેશભરમાં છેલ્લા ત્રણેક દાયકાથી ‘સિવિલ સોસાયટી’ એટલે સ્વૈચ્છિક સંસ્થાઓ, એવું સમીકરણ પ્રચલિત બન્યું છે. સ્વૈચ્છિક સંસ્થાઓની સ્થાપનાનો આશય સરકારની સરકાર જ્યાં ન પહોંચી હોય અથવા જ્યાં પહોંચવાની સરકારની દાનત ન હોય, એવાં ક્ષેત્રોમાં કામગીરી કરવાનો હતો. સમાજના મુખ્ય પ્રવાહથી એક યા બીજા કારણોસર દૂર રહી ગયેલા લોકોને નાગરિક તરીકેના હક મળે એ તેમનો હેતુ હતો. એ માટે જરૂર પડ્યે સરકાર સામે સંઘર્ષમાં ઉતરવું પડે તો એ માટેની તેમની તૈયારી હતી. પરંતુ પાછલાં વર્ષોમાં સંઘર્ષથી દૂર રહેવાનું લક્ષણ કે ફક્ત રોકડી કરી શકાય એટલા પૂરતો સંઘર્ષ કરવાનું લક્ષણ ચંિતાજનક હદે પ્રસર્યું છે.
જૂજ અપવાદોને બાદ કરતાં, સિવિલ સોસાયટી કહેવાતી સ્વૈચ્છિક સંસ્થાઓ પોતાનાં સંકુચિત રજવાડાંમાં રાચતી અને સમસ્યાઓ ઉકેલવાને બદલે, તેમાંથી કેવી રીતે વઘુ ને વઘુ ફંડિગ મેળવી શકાય એ રીતે વિચારતી થઇ છે. નક્કર કામગીરીને બદલે વહીવટ પાછળ ખર્ચાતી રકમ ઘણી વધી જતી હોવા છતાં તેમને જવાબ અને હિસાબ ફક્ત ફંડિગ એજન્સીને આપવાનો હોવાથી, સ્થાનિક સ્તરે તેમનું ઉત્તરદાયિત્વ નહીંવત્ રહ્યું છે. સરકાર કદીક તેમનો કાંઠલો પકડે તો એ પણ ‘અમારી સામે પડ્યા તો ખેર નથી’ એટલી ધમકી આપવા પૂરતો જ. ઘણાં સ્વૈચ્છિક સંગઠનો હોંશે હોંશે સરકાર સાથે હળીમળીને કામ કરતાં થયાં છે. એમ કરતાં નાગરિકોનું ભલું થતું હોય તો શો વાંધો? પણ મોટે ભાગે બને છે એવું કે નાગરિકો ઠેરના ઠેર રહે છે અને સંસ્થાઓને સરકારનું ફંડિગ સદી જાય છે. બદલામાં, નાગરિકોના હિત માટે સરકારને અપ્રિય થવાની વૃત્તિ ભલે જતી રહે!
તાત્પર્ય એટલું જ કે નાગરિક સમાજ/સિવિલ સોસાયટી જાદુઇ લાકડીથી પલકવારમાં સર્જાઇ જવાની નથી અને નાગરિકો જાગ્રત નહીં રહે તો સિવિલ સોસાયટીની ગમે તેવી ઉત્તમ સંસ્થાઓ પણ લાંબા ગાળે ઘસાઇને કોઇનાં રજવાડાં કે કોઇના હાથના રમકડાં જેવી બની રહેશે.
Labels:
anna hazare,
Gujarat/ગુજરાત,
ngo,
society- trends/સમાજ-પ્રવાહો
Friday, May 15, 2009
ગિરીશભાઇ પટેલનો સન્માન સમારંભઃ કેટલીક આડવાતો
‘ફર્સ્ટ થિંગ ફર્સ્ટ’ ન્યાયે ગઇ કાલે સન્માન સમારંભનો વિગતવાર - કદાચ અત્યાર સુધીનો સૌથી લાંબો- અહેવાલ આપ્યા પછી આજે સમારંભને લગતી કેટલીક બીજી વાતોઃ
- ગિરીશભાઇની પ્રવૃત્તિથી સતત વાકેફ હોય એવા મિત્રો પાસેથી જાણવા મળ્યું કે તે ‘એનજીઓ સંસ્કૃતિ’ના ખાસ્સા વિરોધી રહ્યા છે. તેમણે પોતે લોક અધિકાર સંઘને એનજીઓ બનવા દીધી નથી અને એનજીઓની નીતિરીતિથી સલામત અંતર રાખ્યું છે. એ જોતાં, ૭૫ વર્ષના ગિરીશભાઇના સન્માનની વાત ઉપાડનારા લોકોમાં ઘનશ્યામ શાહ જેવા બૌદ્ધિકો ઉપરાંત હનીફ લાકડાવાળા જેવા સ્વૈચ્છિક સંસ્થાના ક્ષેત્રનાં નામ હોય એ નોંધપાત્ર વક્રતા ન કહેવાય? પ્રકાશભાઇ (શાહ) કહે છે તેમ, એનજીઓની તમામ મર્યાદાઓ સહિત એમના સિવાય બીજું કોઇ પગ મુકવા ઠેકાણું- કોઇ જગ્યા જ ન રહી હોય, એ પણ એક વાસ્તવિકતા ખરી.
- ગુણવત્તાની દૃષ્ટિએ સારી, પણ કાર્યક્રમમાં અપ્રસ્તુત એવી કવિતાઓ અને એવાં ગીતમાં એટલો સમય જાય કે છેલ્લે જેના માટે આ કાર્યક્રમ છે એ ગિરીશભાઇ બોલતા હોય ત્યારે ઝડપથી આટોપવા તેમને ચિઠ્ઠી મોકલવી પડે- એ ખટકે એવું હતું. લાંબા પટે બોલનારા ગિરીશભાઇએ બે દિવસ પહેલાં ‘ગુજરાતની રોયવાદી ચળવળનાં ૭૫ વર્ષ’ એ પુસ્તકના વિમોચન નિમિત્તે અછડતો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે ‘મારા સમારંભમાં હું જે બોલ્યો એ તો ફક્ત શરૂઆત જ હતી. પછીનું બઘું બાકી રહી ગયું.’ તેમણે થોડી અતિશયોક્તિ સાથે કહ્યું હોય તો પણ વાતમાં તથ્ય છે. જેનું સન્માન કરવાનું હોય એ વ્યક્તિ અને તેનું પ્રદાન આખા કાર્યક્રમમાં કેન્દ્રસ્થાને રહે એ જ ઇચ્છનીય છે. ‘ભાષણો સાંભળીને લોકો કંટાળી જશે’ એવી દલીલ સાચી પણ અસ્થાને છે. કારણ કે આવનારા મનોરંજનની અપેક્ષાએ નથી આવ્યા.
- મહેશ ભટ્ટ જેવા ગિરીશભાઇના સમકાલીનને ચાર મિનીટ બોલવા મળે, ઘનશ્યામ શાહ જેવા વિદ્વાન અને આયોજકોમાંના એકને સાંભળવાની અપેક્ષા હોય, પણ તેમને સાંભળવાનો લાભ જ ન મળે, ત્યારે બીજા કાર્યક્રમોમાં ‘ખવાઇ’ ગયેલો સમય વધારે ખટકતો લાગે.
- આવનારા પરથી યાદ આવ્યું. આવા કાર્યક્રમોમાં પોતાનું ઓડિયન્સ લઇને પહોંચી જતા લોકોના ઉત્સાહને જરા અંકુશમાં રાખવો જોઇએ. કારણ કે ‘એમના’ ઓડિયન્સને પોતાના નેતા સિવાય બીજા કશામાં રસ નથી હોતો. એટલે બાકીનો સમય એ ઓડિયન્સ દ્વારા થતો કલબલાટ બીજાએ સહન કરવો પડે છે. વાણીસ્વાતંત્ર્યમાં કલબલાટ-સ્વાતંત્ર્યનો સમાવેશ થતો નથી. કારણ કે તેનાથી બીજાનું શ્રવણ-સ્વાતંત્ર્ય જોખમાય છે.
- કિશોરાવસ્થામાં ટીવી પર ક્રિકેટમેચ જોતો હતો ત્યારે એક વાતનું ભારે કૂતુહલ થતું હતું: અડધી પીચે ભેગા થતા બે બેટ્સમેન એકબીજા સાથે શાની વાતો કરતા હશે? કંઇક એવું જ કૂતુહલ ગિરીશભાઇના કાર્યક્રમમાં પણ થયું: મિત્ર આનંદ યાજ્ઞિક દર ત્રીજી કે પાંચમી મિનીટે મંચ પર બેઠેલા એક આયોજક હનીફ લાકડાવાળાના કાનમાં શું કહેતા હશે?
કાંકરિયાની એકાદ રેલીમાં આનંદભાઇને જ હું પૂછી લઇશ- અને એ કહેશે તો તમને પણ જણાવીશ.
Labels:
function,
ngo,
society- trends/સમાજ-પ્રવાહો
Thursday, May 14, 2009
ગિરીશભાઇ પટેલનું સન્માન
છેવાડાના જણનો વ્યૂ
(ડાબેથી) નિવૃત્ત ન્યાયાધીશ મહેતા, નિવૃત્ત ન્યાયાધીશ રવાણી, ગિરીશભાઇ-કુસુમબહેન, અરૂણા રોય (સૌજન્યઃ બિનીત મોદી)રવિવાર, તા. ૧૦-૫-૦૯, અમદાવાદ. આ દિવસે સવારે કોઇ આગંતુકે અમદાવાદના રેલવે સ્ટેશને, બસ સ્ટેન્ડે કે વિમાનઘરેથી બહાર નીકલીને કોઇ રિક્ષાવાળાને પૂછ્યું હોત કે ‘ભાઇ! અમદાવાદમાં સિવિલ સોસાયટી ક્યાં આવી?’
તો સંભવ છે કે જાણકાર રિક્ષાવાળો આઝાદ સોસાયટી કે બ્રાહ્મણ મિત્રમંડળ સોસાયટી જેવી કોઇ સોસાયટીનો વિચાર કરવાને બદલે અમદાવાદના ટાઉન હોલ પર લઇ આવ્યો હોત. કારણ કે એ દિવસે જેમને ‘અમદાવાદની સિવિલ સોસાયટી’ તરીકે ઓળખવામાં આવે છે, એવો મોટા ભાગનો સમુહ ત્યાં હાજર હતો. પ્રસંગ હતોઃ ધારાશાસ્ત્રી ગિરીશભાઇ પટેલનું સન્માન.
ગુજરાતના દલિતો-વંચિતો-આદિવાસીઓ-વિસ્થાપિતો-ખેતમજૂરો-શેરડી કામદારો-ફૂટપાથ પર રહેનારાં આવા અનેક અસીલોના કેસ હાઇકોર્ટમાં લડતાં લડતાં ગિરીશભાઇ પટેલ ૭૫ વર્ષના થયા.
ગિરીશભાઇનો ઉલ્લેખ પંદરેક વર્ષ પહેલાં પહેલી વાર અશ્વિનીભાઇ (ભટ્ટ)ના મોઢેથી સાંભળ્યો હતો. નર્મદા બચાવો આંદોલનમાં તે સાથે હતા અને જૂના મિત્ર પણ ખરા. ત્યારથી ગિરીશભાઇ વિશે એક અંતરથી પણ સતત જાણતા રહેવાનું થયું છે. તેમના પ્રત્યેના આદરને કારણે મારા જેવા અનેક લોકો રવિવારની સવારની લક્ઝરી છોડીને દસ -સાડા દસ વાગ્યે ટાઉન હોલ પર હાજર થઇ ગયા હતા.
સમારંભ લગભગ ત્રણ કલાકનો હતો. તેમાં વિનય-ચારૂલનાં ગીત અને નીરવ પટેલ-સાહિલ પરમાર-રાજુ સોલંકી-સરૂપ ઘુ્રવની કવિતાઓ પણ હતી. બે નિવૃત્ત ન્યાયાધીશો (જસ્ટીસ મહેતા અને જસ્ટીસ રવાણી) તો ખરા, પણ મુખ્ય મહેમાન તરીકે મેગ્સેસે પુરસ્કારથી સન્માનિત અરૂણા રોય હતાં. (એમને ‘મેગ્સેસે પુરસ્કાર વિજેતા’ ન કહેવાય! ફિલ્મફેર અને મેગ્સેસે પુરસ્કારમાં એટલો ફરક છે.)
નિવૃત્ત ન્યાયાધીશ રવાણીઃ ભારતનું બંધારણ ભૂખ્યું સૂતાં શીખી ગયું છે
કાર્યક્રમના આરંભે ગિરીશભાઇની બીજી-ત્રીજી પેઢીએ ‘પપ્પા’ અને ‘દાદા’ વિશે થોડી વાત કરી, થોડાં ગીત થયાં. પછી મહેમાનો ઉપર આવ્યા. ગિરીશભાઇનું સ્ટેન્ડિંગ ઓવેશનથી સ્વાગત થયું. ત્યાર પછી નિવૃત્ત જસ્ટિસ રવાણીએ કહ્યું કે ‘હું અહીં સંકોચ-શરમ સાથે આવ્યો છું. કારણ કે મેં ગિરીશભાઇને સક્રિય સાથસહકાર નથી આપ્યો.’ એક બાજુથી જોતાં રૌદ્ર તો બીજા બાજુથી જોતાં કરૂણામય ભાવ દેખાય એવી અજંતાની એક મૂર્તિ સાથે તેમણે ગિરીશભાઇને સરખાવતાં કહ્યું કે એમના રૌદ્ર સ્વરૂપનો લાભ મોટે બાગે તેમના શિષ્યોને મળ્યો છે. જ્યારે તેમને એવું લાગે કે ‘મેં આપેલા શિક્ષણનો કોઇ અર્થ નથી રહ્યો’ ત્યારે એ રૌદ્ર સ્વરૂપ પ્રગટ્યું છે.
ગિરીશભાઇના અભિવાદન સાથે રવાણીસાહેબે વર્તમાનની કઠોર વાસ્તવિકતાનો પણ ઉલ્લેખ કર્યો. ‘નવનીત સમર્પણ’માં અમૃતલાલ વેગડના લેખમાંથી એક આદિવાસી માતાનો કિસ્સો તેમણે ટાંક્યો. એ માતા પોતાનાં બાળકોને ભૂખ્યાં રહેવાની ટેવ પાડી રહી હતી. રવાણીસાહેબે કહ્યું,‘ભારતનું બંધારણ હવે આદિવાસી માતાનો પાઠ ભજવે છે. તે આક્રંદ કરતું મટી ગયું છે ને ભૂખ્યું સૂતાં શીખી ગયું છે.’
અદાલતના એસી ઓરડામાં કરૂણાનો અવાજ દબાઇ ગયો હોવાની વાત કરીને રવાણીસાહેબે સાવ નિરાશાપૂર્વક કહ્યું કે ‘સૂતેલાંને જગાડી શકાય, પણ જાગતાં સૂતાંને કેમ જગાડાય?’
ગિરીશ પટેલઃ કુટુંબ, કારકિર્દી અને સન્માન
દલિત પેન્થર ફેઇમ રમેશચંદ્ર પરમારે સન્માનપત્રનું વાચન કર્યું. તેમાંથી મળતી જાણકારી પ્રમાણે, અમદાવાદની મ્યુનિસિપલ સ્કૂલમાંથી ભણીને હાર્વર્ડમાંથી એલએલએમ થયેલા ગિરીશભાઇ માર્ક્સઅને ગાંધી, જેપી અને લોહિયાના રંગે રંગાયેલા રહ્યા, પણ કોઇ રાજકીય કંઠી ન બાંધી. લો કોલેજના આચાર્ય, સેનેટ-સિન્ડીકેટના સભ્ય અને લો કમિશનના સભ્ય પણ તે બન્યા. ૧૯૭૫થી હાઇકોર્ટમાં વકીલાત શરૂ કરનાર ગિરીશભાઇ લાખો કમાવાને બદલે ‘લોક અધિકાર સંઘ’ના નેજા હેઠળ વંચિતોના અધિકાર માટેના કેસ લડતા રહ્યા.
તેમને ૭૫ વર્ષ નિમિત્તે ગિરીશ પટેલ સન્માન સમિતિ તરફથી રૂ. ૩ લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો. લોકજાગૃતિ ટ્રસ્ટ તરફથી રૂ.૧ લાખનો ચેક તેમને આપવામાં આવ્યો. એ ઉપરાંત આ સમારંભના સંચાલક સહિત ઘણા ખરા લોકો જેને ‘મોમેન્ટો’ કહે છે તે ‘મેમેન્ટો’ (સ્મૃતિચિહ્ન) પણ ખરાં. ચેક અરૂણા રોયે ગિરીશભાઇને અર્પણ કર્યો.
નર્મદા બચાઓ આંદોલનનાં નંદિનીબહેને ગિરીશભાઇનાં પત્ની અને તેમનાં સક્રિય સહયોગી કુસુમબહેન વિશે થોડી વાત કરીઃ ‘ફેરકુવામાં કડકડતી ઠંડીમાં આદિવાસીઓ સાથે અને મિલમજૂરોની ગેટમીટિંગમાં લડત આપતાં તથા એટલી જ સફળતાથી ઘરની જવાબદારી નિભાવતાં- કર્મશીલ સાથીદારોના અંગત જીવનની ચિંતા કરતાં મેં કુસુમબહેનને જોયાં છે. ઘણા કર્મશીલો માટે ગિરીશભાઇનો ફ્લેટ ઘર સિવાયનું બીજું આદર્શ ઘર- આઇડીયલ હોમ અવે ફ્રોમ હોમ- બની રહ્યું છે તેમાં કુસુમબહેનનો મોટો ફાળો છે.’ કુસુમબહેનને પણ સ્ટેન્ડિંગ ઓવેશન દ્વારા માન આપવામાં આવ્યું.
પુસ્તકો-કવિતા-ગીત
આ પ્રસંગે ગિરીશભાઇનાં અંગ્રેજી ચર્ચાપત્રો અને તેમની લડતો અંગેનાં ત્રણ પુસ્તકો પ્રકાશિત થયાં. (પુસ્તકો વિશે અલગથી લખીશ.) ત્યાર પછી ગિરીશભાઇ સન્માન સમિતિના સભ્ય અને સમારંભના સંચાલક હનીફ લાકડાવાળાએ સરૂપ ઘુ્રવને હવાલો સોંપ્યો. સરૂપબહેને થોડી ભૂમિકા બાંધીને વારાફરતી નીરવ પટેલ-સાહિલ પરમાર-રાજુ સોલંકીને કવિતાપાઠ માટે બોલાવ્યા. સરૂપબહેને પણ કવિતા વાંચી. કવિતાઓ સરસ હતી, પણ આ પ્રસંગ સાથે તેની પ્રસ્તુતતા (રેલેવન્સ)ના પ્રશ્નો થાય. ખાસ કરીને કાર્યક્રમ આટલો લાંબોલસરક (ભરઉનાળે ત્રણ કલાકનો) થયો હોય ત્યારે કવિતા અને ગિરીશભાઇની પસંદગીના- તેમની લડતને અનુરૂપ સાંસ્કૃતિક કાર્યક્રમ અલગ થાય તો બધાને ન્યાય થઇ શકે.
આ કાર્યક્રમમાં થયું એવું કે કવિઓની કવિતાઓ, વિનય-ચારૂલનાં ગીત બઘું સરસ હતું, પણ ગિરીશભાઇના ગુણાનુવાદની સભામાં વઘુમાં વઘુ હિસ્સો ગિરીશભાઇની કામગીરી, તેમની સાથેનાં સંસ્મરણો વગેરેનો હોય એવું અપેક્ષિત હતું. તેને કારણે મહેશ ભટ્ટ જેવા ગિરીશભાઇના સાથી ધારાશાસ્ત્રીને બોલવા માટે માંડ ચાર મિનીટ મળી હતી! એ ચાર મિનીટમાં પણ મહેશભાઇએ ગિરીશભાઇની કામગીરી પ્રત્યે પૂરેપૂરા આદર સાથે કહ્યું કે ગિરીશભાઇએ ૨૦૦૯માં કામ શરૂ કર્યું હોત તો એમને આવી સફળતા ન મળી હોત. એ ગિરીશભાઇ માટેની નહીં, પણ મોટા પાયે બદલાયેલી સ્થિતિ વિશેની નુક્તચીની હતી.
ગિરીશભાઇ સાથે કેસ તરીકે સંપર્કમાં આવેલા કેટલાક લોકો પણ થોડું બોલ્યા. વિનય-ચારૂલે લડતનાં કેટલાંક ગીત ગાયાં. મુખ્ય મહેમાન અરૂણા રોય બોલવા ઉભાં થયાં ત્યારે ૧૨ઃ૪૦ થઇ હતી.
માહિતી અધિકાર ઝુંબેશનાં અરૂણા રોયઃ હર લોકતાંત્રિક ઢાંચેકો નિશાના બનાકર ધૂસના પડેગા
આઇએએસની નોકરી છોડીને જાહેર ક્ષેત્રે ઝંપલાવનાર અને યુપીએની સરકારમાં સલાહકાર રહી ચૂકેલાં, માહિતી અધિકારના કાયદા માટેની લડતમાં મોટો હિસ્સો લેનાર અરૂણા રોયે કહ્યું કે ‘અમારા રાજસ્થાનમાં ગુજરાતનું નામ આવે એટલે મોદીનું નામ લેવાય છે, ગિરીશ પટેલનું નહીં! ગુજરાતનો વિચાર કરતાં મોદી નહીં, પણ ગિરીશ પટેલ યાદ આવે એવું ક્યારે બનશે?’
અહિંસક આંદોલનકારીઓ માટે રસ્તા વઘુ ને વઘુ સાંકડા થઇ રહ્યા છે, એમ કહીને અરૂણા રોયે લોક આંદોલનમાં વકીલોનું સ્થાન મહત્ત્વપૂર્ણ ગણાવ્યું. તેમણે સંઘર્ષ સાથે સંવાદની અને લોકતાંત્રિક જગ્યાઓને ઘેરવાની- તેમાં જોડાવાની વાત કરી. તેમણે એમ પણ કહ્યું કે દિલ્હીમાં જંતરમંતર સિવાય બીજે ક્યાંય અમને દેખાવો કરવાની પરવાનગી મળતી નથી અને જયપુરમાં તો અમને શહેરની બહાર ધકેલી રહ્યા છે. અમારો અવાજ પણ સરકારને સાંભળવો નથી.
ન્યાયતંત્ર વિશે તેમણે કહ્યું કે ‘જબ બાડ હી ખેત કો ખાયે’ (વાડ જ ચીભડાં ગળે) ત્યારે પારદર્શીતા ક્યાંથી આવે? ગિરીશભાઇ જેવા લોકોએ આપણને આગળ પણ લઇ જવાના છે ને રસ્તો અને રણનીતિ પણ બતાવવાનાં છે. ‘હરેક ઢાંચેકો નિશાના બનાકર ધૂસના પડેગા’ એ વાત પર અરૂણા રોયે બહુ ભાર મૂક્યો. તેમણે કહ્યું કે માહિતી અધિકારના કાયદાએ મઘ્યમ વર્ગને થોડો હલબલાવ્યો છે. છતાં કાંકરિયા જેવા મુદ્દે લોકોના મતથી ચૂંટાયેલી સરકાર લોકોને પૂછ્યા વિના નિર્ણય લઇ લે છે. તેમણે કહ્યું,‘હું મારા છોકરાને દસ રૂપિયા આપીને દુકાને મોકલું તો એની પાસેથી પૂરો હિસાબ માગું છું. તો મારા નામે કરોડો-અબજો રૂપિયા વાપરનારા પાસેથી હિસાબ કેમ ન માગું?’
નોકર જોઇ શકે એટલું માલિક જોઇ શકે
માહિતી અધિકારના કાયદાને કાનૂની પરિભાષામાં મુકવાની બહુ માથાકુટ ચાલતી હતી-શું આવરી લેવું ને શું બાકાત રાખવું એની ખેંચતાણ હતી ત્યારે અરૂણા રોયનાં ચાર ધોરણ ભણેલાં બહેન સુશીલાએ સમસ્યાનો અંત આણી દેતાં કહ્યું હતું,‘જે નોકર જોઇ શકે, એ બઘું જ માલિક જોઇ શકે. એટલે કે, સાંસદો-વિધાનસભ્યો જેટલું જોઇ શકે, એ બઘું જ પ્રજા જોઇ શકે.’
‘હું માહિતી અધિકાર ઝુંબેશની નેત્રી નથી. જે કંઇ છું તે ગરીબોની વાત સાંભળીને બની છું. એમણે મને સંઘર્ષનો રસ્તો શીખવ્યો છે.’ એવું પણ અરૂણા રોયે કહ્યું. એ તેમના સાથીદારો સાથે આઇએએસ અધિકારીઓને માહિતી અધિકારની તાલીમ આપવા જાય છે. એવા એક કાર્યક્રમમાં, દેખાવે અસલ ગામઠી ખેડૂત લાગતા અને દરી (ચાદર) લપેટીને ગયેલા લાલસિંઘે માંડ બે-ત્રણ વાક્યોમાં માહિતી અધિકારનું મહત્ત્વ સમજાવ્યું હતું, એવું ભાગ્યે જ બીજું કોઇ સમજાવી શકે. લાલસિંઘે કહ્યું,‘હમ સોચતે હૈં કે સૂચનાકા અધિકાર નહીં મિલેગા તો ક્યા હમ જિયેંગે યા નહીં જિયેંગે? આપ સોચતે હૈં કિ સૂચનાકા અધિકાર મિલેગા તો કુરસી રહેગી યા નહીં રહેગી? સવાલ યે હૈ કે સૂચનાકા અધિકાર નહીં મિલા તો ક્યા દેશ રહેગા યા નહીં રહેગા?’એક અંગ્રેજી અવતરણ સાથે તેમણે પ્રવચન પૂરૂં કર્યું.
Democracy is -
speaking truth to power
Making truth powerful
and power truthful
ગિરીશભાઇનો પ્રતિભાવ
ગિરીશભાઇએ તેમના એક અસીલ સેંધાભાઇ મકવાણાને સાથે રાખીને તેમના વિલક્ષણ કેસથી પોતાના વક્તવ્યની શરૂઆત કરી. વારંવારના અદાલતી આદેશો છતાં સેંધાભાઇને તેમના તોડી નખાયેલા ઘરના બદલામાં ઘર કે જમીન મળતાં નથી. અદાલતે તેમને વાજબી દરે જમીન આપવાનો આદેશ કર્યો હતો એન હવે એમને અપાયેલી નકામી જમીનનો ‘વાજબી દર’ ટાટાને જે ભાવે નેનો માટે જમીન અપાઇ તેના કરતાં ઘણો વધારે છે!
સમય ઘણો થઇ ગયો હતો. ગિરીશભાઇએ કહ્યું,‘તમને બધાને ભૂખ લાગી હશે, પણ હું ઇચ્છું છું કે ભૂખ લાગે. કારણ કે ભૂખ નહીં લાગે તો ક્રાંતિ નહીં થાય. તમારી ભૂખ પ્રજ્વલિત કરવા માટે ૧૦ મિનીટ લઇશ.’
‘મને મળેલું માન દેશની સામાન્ય જનતાના જીવન જીવનના સંઘર્ષને મળેલા માન તરીકે હું સ્વીકારૂં છું. પહેલી વાર ઘનશ્યામભાઇ શાહ, હનીફ લાકડાવાળા મને મળવા આવ્યા ત્યારે હું મૂંઝવણમાં મૂકાયો. મુંઝવણમાં એટલા માટે કે આ લોકો આવ્યા તો છે, પણ પછી માન આપવાનું ભૂલી જાય તો મારાથી યાદ કરાવાય નહીં!’
‘હવે પાછલી બેન્ચમાં બેસવાનો સમય આવી ગયો છે, પણ જીવન હશે ત્યાં સુધી અન્યાય સામે લડવાની ખાતરી આપું છું. એક સમયે હું એન્ગ્રી યંગમેન તરીકે ઓળખાતો હતો. એ ઊંમર તો જતી રહી છે, પણ અન્યાય સામેનો ગુસ્સો નહીં જાય.’
૨૧મી સદીનું દુઃસ્વપ્ન- હૃદયરોગની બીમારીનો ડોક્ટરે ધુસાડેલો અંદેશો હતો ત્યારે ૧૫ વર્ષ જીવીને દેશ કેવી રીતે ૨૧મી સદીમાં જાય છે એ જોવાની મને બહુ ઈંતેજારી હતી. મને થતું હતું કે નેતાઓ, સાઘુ-સાઘ્વીઓ-મૌલવીઓ આ બધા ૨૧મી સદીમાં જશે, પણ સામાન્ય માણસ નહીં જાય. મોડર્ન સાધનો બગડી ગયાં હશે. એ બધાં બળદગાડાંમાં મૂક્યાં હશે. એ બળદગાડાંને ધક્કો મારવા માટે હજારો ગરીબો હશે. તેમની બન્ને બાજુ ઉભું રહેલું લશ્કર ગરીબોને મારતું હશે અને કહેતું હશે, ‘હમ તુમ્હારે સાથ હૈ’ અને લોકો કહેતા હશે,‘અમારે ૨૧મી સદીમાં નથી જવું...’
‘એક વખત એવો આવશે, જ્યારે ગરીબો કહેશે કે અમારે બીજું કશું જોઇતું નથી. બસ, ૧૯૪૭ની ગરીબી પાછી આપો દો!’ આવું એસ.આર.ભટ્ટનું વાક્ય પણ ગિરીશભાઇએ યાદ કર્યું. અદાલતો પર ભરોસો રાખવા જેવો નથી, એવું કહીને તેમણે હરૂભાઇ મહેતાને પણ યાદ કર્યા. કોઇએ હરૂભાઇને કહ્યું કે ‘આજે કોર્ટમાં રજા છે.’ ત્યારે હરૂભાઇનો જવાબ હતો,‘સારૂં. આજે અન્યાય ઓછો થશે!’
પીતે હૈં ઉસકો પાની કહેતે હૈં
શેરડી કાપવાનું સાધન ‘કોઇતો’ કહેવાય છે, પણ શેઠો મજૂરોને જ ‘કોઇતા’ તરીકે ઓળખે છે. (દા.ત.કેટલા કોઇતા રાખ્યા છે?) એવા એકને ગિરીશભાઇએ તપાસ દરમિયાન પૂછ્યું કે ‘આપકો પાની મિલતા હૈ?’ ત્યારે એ ભાઇએ કહ્યું હતું,‘જો પીતે હૈં ઉસકો હમ પાની કહેતે હૈં.’
લોકો પાસે મોબાઇલ આવી ગયા એટલે પ્રગતિ થઇ ગઇ, એવી માન્યતા અંગે ગિરીશભાઇએ કહ્યું,‘માણસને બે ટંક ભોજનનાં અને પાણીનાં ફાંફાં હોય ત્યાં મોબાઇલ પર એ શું વાતો કરશે? હું કેટલા દિવસથી ભૂખ્યો છું, એ પૂછશે?’
તેમણે છેલ્લે ત્રણ મુદ્દા કહ્યાઃ
૧. દેશમાં પીપલ્સ પોલિટિક્સ કેન્દ્રમાં લાવવું
૨. માત્ર રાજકીય પક્ષો કે સંસ્થાઓ બનાવવી નહીં, પણ સામાન્ય માણસના પ્રશ્નો પોલિટીસાઇઝ કરવા, જેથી સરકારો તેની અવગણના કરી શકે નહીં.
૩. અદાલતો તરફ ઘ્યાન ન રાખતા. ત્યાંથી ઘણું મળ્યું છે. ત્યાં જિંદગી કાઢી છે. ત્યાંનો પહેલો દાયકો સૌથી સારો હતો. અદાલત સૌથી લીબરલ હતી. પછી આંદોલનોના પ્રશ્ને અદાલતમાં જવામાં નુકસાન એ થયું કે આંદોલન થાય-કોર્ટમાં દોડી જઇએ - કોર્ટમાં કેસ ઝોલાં ખાય ને આંદોલન અટકી પડે. છેલ્લા દસ વર્ષમાં જેટલું ગરીબવિરોધી કામ સરકાર નથી કરી શકે એટલું અદાલતોએ કર્યું છે. દેશનું બંધારણ ગ્લોબલાઇઝેશનને અનુરૂપ બનાવવાનું કામ થઇ રહ્યું છે.
તેમણે પોતાના મિત્ર અને ‘જીવનમાં પરિવર્તન લાવનાર- એ ન હોત તો મારી આટલી બુદ્ધિ ન હોત’ એવા પીરઝાદાસાહેબને અને મેધા પાટકર જેવા બીજા સાથીદારોને પણ યાદ કર્યાં હતાં.
( આ પોસ્ટ બહુ લાંબી થઇ છે. એટલે કાર્યક્રમ વિશેનાં થોડાં લખવાં પડે એવાં નિરીક્ષણો, થોડી વાતો બીજી પોસ્ટમાં મુકીશ.)
Monday, May 11, 2009
શાણપણ સામે સત્તાધીશોની આડોડાઇ-અકડાઇની મિસાલ: ડૉ.વિનાયક સેનની અજબ કહાણી

છત્તીસગઢમાં નક્સલવાદના પ્રતિકારના નામે ડૉ. વિનાયક સેનને જેલમાં ગોંધી રાખવાનું ભાજપ અને કોંગ્રેસનું સહિયારૂં પાપ છાપરે ચડીને આખી દુનિયામાં પોકારે છે, પણ તેમને કશી શરમ નથી
ગુજરાતની કોમી હિંસાના મુદ્દે સર્વોચ્ચ અદાલત સળવળી એટલે કેટલાક વર્તુળોમાં ફરી કાગારોળનું સમૂહગાન શરૂ થઇ ગયું. ‘સેક્યુલરિસ્ટો-માનવ અધિકારવાદીઓ ફક્ત ગુજરાતમાં જ કેમ ઉતરી પડે છે’ એવી લૂલી અને લપટી દલીલો ફરી થવા લાગી છે. એવી દલીલો રસથી કે રમૂજથી સાંભળનારા સૌ માટે ડૉ.વિનાયક સેનનો કિસ્સો આંખ ઉઘાડનારો અને મગજ ખુલ્લું હોય તો નવી દિશા ચીંધનારો બની શકે છે.
છત્તીસગઢના પાટનગર રાયપુરની જેલમાં બબ્બે વર્ષથી જામીન આપ્યા વિના જેમને ગોંધી રાખવામાં આવ્યા છે, એ ડૉ. વિનાયક સેન છે કોણ? શા માટે સલમાન ખાનો અને સંજય દત્તોને, પપ્પુ યાદવો અને શહાબુદ્દીનોને છૂટથી જામીન મળતા હોય- અરે, જામીન ન મળે તો જેલમાં રજવાડાં ભોગવવાં મળતાં હોય- એ દેશમાં એક બાળરોગનિષ્ણાત અને પીપલ્સ યુનિયન ફોર સિવિલ લીબર્ટી (પીયુસીએલ)ના ઉપપ્રમુખ ડૉ. સેનને જામીન મળતા નથી? શા માટે તેમનાં પરિવારજનો- પત્ની ઇલિના અને બે દીકરીઓને- અઠવાડિયે માત્ર અડધા કલાક માટે ડૉ. સેનને મળી શકે છે? જેલમાં પુરાઇ રહેવું ન પડે એટલા ખાતર ગુંડાઓ તરત હોસ્પિટલભેગા થઇ શકે છે, પણ હૃદયની ગંભીર બીમારીના દર્દી એવા આ ડૉક્ટરને તબીબી સારવાર આપવા માટે બે વર્ષ જેટલી ખતરનાક ઢીલ કરવામાં આવે છે - સર્વોચ્ચ અદાલતના ફેંસલાની રાહ જોવામાં આવે છે?
છત્તીસગઢની રાજ્ય સરકાર પાસે લાખ સવાલના એક જવાબ જેવો ઉત્તર છેઃ ડૉ. સેન નક્સલવાદીઓના સાથીદાર છે. તેમણે જેલમાં રહેલા નક્સલવાદી કહેવાતા નેતા નારાયણ સન્યાલને સંદેશા પહોંચાડવામાં મદદ કરી છે અને તેમની તબીબી સારવાર કરી છે.
દેખીતું છે કે આ જવાબ બહારની દુનિયા માટેનો, છાપેલો સરકારી જવાબ છે. કારણ કે -
૧) ડૉ. સેન પીયુસીએલના ઉપપ્રમુખ અને એક તબીબની હેસિયતથી જેટલી પણ વાર નારાયણ સન્યાલને જેલમાં મળ્યા, એ બધી વાર તેમણે યથાયોગ્ય સરકારી પરવાનગી લીધેલી છે. નારાયણ સન્યાલ જેવા ‘ખતરનાક નક્સલવાદી’ માટે છત્તીસગઢની રાજ્યસરકાર- ખાસ તો તેના ઉત્સાહી મુખ્ય મંત્રી રમણસિંઘ- ઝાઝી છૂટછાટ આપે અથવા સન્યાલને રેઢા મુકે એવું માનવાને કારણ નથી.
૨) છત્તીસગઢની સરકારને અસલી વાંધો ડૉ. સેનની ગરીબો-આદિવાસીઓ સાથેની કામગીરી માટે છે. પરંતુ હવે સરકારો અને સત્તાધીશો જ નહીં, ‘વિકાસપ્રેમી’ મઘ્યમ વર્ગીય પ્રજા પણ ગરીબોની વાત કરનારા માટે ‘સામ્યવાદી’, ‘નક્સલવાદી’ જેવા શબ્દો છૂટથી વાપરે છે. એટલે પોતાને અળખામણા લાગતા હોય એવા લોકોને ‘નક્સલવાદીઓના સાગરીત’ તરીકે ઓળખાવવાનું સત્તાધીશોનું કામ સહેલું બની જાય છે.
૩) ડૉ. સેનનો વાંધો રાજ્ય સરકારો સામે નહીં, પણ સરકારી ટેકાથી ચાલતી ‘સાલ્વા જુડુમ’ ઝુંબેશ સામે છે. સ્થાનિક ગૌંડી ભાષામાં સાલ્વા જુડુમનો એક અર્થ છેઃ શાંતિ માટેની ઝુંબેશ. પણ નક્સલવાદીઓની હિંસા સામે રાજ્ય સરકાર પ્રોત્સાહિત સાલ્વા જુડુમની હિંસા હજુ સુધી રાજ્યમાં શાંતિ સ્થાપિત કરી શકી નથી.
સાલ્વા જુડુમની ટૂંકી, નિર્દોષ અને સ્વચ્છ સમજૂતી આપવી હોય તો કહી શકાય કે ’નક્સલવાદીઓની હિંસાએ માઝા મુકી ત્યારે આદિવાસીઓએ તેમનો પ્રતિકાર શરૂ કર્યો. શરૂઆતમાં પોલીસ તંત્રએ પોતાના શરણમાં આવેલા આદિવાસીઓને નક્સલવાદીઓ સામે રક્ષણ આપવાનું શરૂ કર્યું, જે આગળ જતાં રાજ્યની નીતિ તરીકે અમલી બન્યું. ૨૦૦૫થી ચાલતી ‘સાલ્વા જુડુમ’ ઝુંબેશ હેઠળ આગળ જતાં રાજ્ય સરકારે એસપીઓ તરીકે ઓળખાતા સ્પેશ્યલ પોલીસ ઓફિસરની નિમણૂંકો કરી.તેમાં આદિવાસી યુવકોની ભરતી કરવામાં આવી.’
સરકાર એવો દાવો કરે છે કે નક્સલવાદનો અસરકારક મુકાબલો કરવા માટે સાલ્વા જુડુમ થકી આદિવાસીઓનું સશક્તિકરણ- ખરેખર તો સશસ્ત્રીકરણ- કરવામાં આવ્યું છે. આ દલીલ સાવ ખોટી નથી, પણ તેનું બીજું ભયંકર પાસું એ છે કે લોકોના હાથમાં હથિયારો આવી જતાં કાયદો-વ્યવસ્થા જેવું કશું રહ્યું નહીં. અંદરોઅંદરની તકરારો અને હિંસાએ માઝા મૂકી અને એ બઘું નક્સલવાદના મુકાબલાના બહાને થતું હોવાથી રાજ્ય સરકારે હાથ પર હાથ જોડીને તમાશો જોવાનું, બલ્કે એવી હિંસાને આડકતરૂં કે સીઘું પ્રોત્સાહન આપવાનું વલણ અપનાવ્યું, પરિણામ એ આવ્યું કે અત્યાર લગી નક્સલવાદીઓનો ભોગ બનતા ગરીબો- આદિવાસીઓ હવે સરકારી સાલ્વા જુડુમની હિંસાનો પણ શિકાર બનવા લાગ્યા.
ડૉ. વિનાયક સેન જેવા માનવ અધિકાર કાર્યકર્તાનું વલણ બહુ સ્પષ્ટ હતું. ગયા મહિને એક અખબારને આપેલી મુલાકાતમાં તેમણે પોતાના વિચારોનું પુનરાવર્તન કરતાં કહ્યું હતું,‘હું તમામ પ્રકારની હિંસાનો વિરોધી છું.’ રાજ્ય સરકારને આ વાત આકરી લાગે છે. કારણ કે ‘તમામ પ્રકારની હિંસા’માં નક્સલવાદી હિંસા ઉપરાંત સરકારી સાલ્વા જુડુમની હિંસાનો પણ સમાવેશ થઇ જાય છે!
નક્સલવાદના મુકાબલાના ઉત્સાહમાં પાપડી ભેગી જ નહીં, પાપડી કરતાં વધારે ઇયળો બફાતી હોય એવું ડૉ. વિનાયક સેન સહિત અનેક નિષ્પક્ષ કાર્યકર્તાઓને જણાયું. સાલ્વા જુડુમનો વિરોધ કરીને રાજ્ય સરકારની આંખે ચડેલા ડૉ. સેનને લાગ જોઇને જેલમાં ખોસી દીધા. ટાડા-પોટા પ્રકારના ‘અનલૉફુલ એક્ટિવિટિઝ’ અટકાવવા માટે રચાયેલા કાળા કાયદાની કમાલ એ હોય છે કે તેમાં પકડાયેલી વ્યક્તિએ પોતે નિર્દોષ છે એવું સાબીત કરવાનું રહે છે. એટલે જ, અત્યાર સુધી અદાલતી કાર્યવાહીમાં ૬૦થી પણ વધારે સાક્ષીઓની તપાસ પછી ડૉ. સેનની નક્સલવાદ સાથેની સંડોવણીના કોઇ પુરાવા મળ્યા નથી, છતાં તેમને જામીન મળતા નથી. તબીબી ક્ષેત્રે ઉત્તમ પ્રદાન બદલ અપાતા જોનાથન માન એવોર્ડ માટે ડૉ. સેનની પસંદગી થયા પછી, ૨૦ નોબેલ પુરસ્કાર વિજેતાઓની વિનંતી ઠુકરાવીને, ડૉ. સેનને સમારંભમાં હાજરી આપવાની પરવાનગી મળતી નથી. હૃદયની બીમારી માટે સારવાર પણ સર્વોચ્ચ અદાલતના ૪ મે, ૨૦૦૯ના આદેશથી શક્ય બની છે.
એક તરફ છત્તીસગઢની ભાજપી સરકાર એક નિષ્ઠાવાન ડોક્ટરને વિરોધનો સૂર કાઢવા બદલ બધા નીતિનિયમો નેવે મૂકીને અથવા બધા નીતિનિયમો નેવે મૂકી શકતા એક કાળા કાયદાના જોરે જેલમાં ગોંધી શકે છે, ત્યારે કેન્દ્રમાં કોંગ્રેસની આગેવાની હેઠળ ચાલતી સરકાર શું કરે છે? ચૂંટણીપ્રચાર વખતે લાંબી જીભ ધરાવતા કોંગ્રેસી અને ભાજપી નેતાઓ ડૉ. સેનના મુદ્દે ચૂપ છે.
વીસથી વધારે નોબેલ પુરસ્કાર વિજેતાઓ, બૌદ્ધિકો અને આંતરરાષ્ટ્રિય પ્રતિષ્ઠા ધરાવતાં જર્નલ-સામયિકોએ ડૉ. સેન સાથે ન્યાયી વર્તણૂંક કરવામાં આવે અને તેમને મુક્ત કરવામાં આવે, એવી માગણી કરી છે. એ જ હેતુથી દર સોમવારે છત્તીસગઢના પાટનગર રાયપુરમાં સત્યાગ્રહ યોજાય છે, જેમાં ગુજરાતના કેટલાક કર્મશીલો સહિત દેશભરના કર્મશીલો અને અગ્રણીઓ ભાગ લે છે- ધરપકડ વહોરે છે.
આ લડાઇ અને આ સવાલ ફક્ત ડૉ. સેનની મુક્તિનો નથી. દેખીતી રીતે એકબીજાનો વિરોધ કરતા રાજકીય પક્ષો જાગ્રત નાગરિકોનો અવાજ રૂંધવાના કામમાં કેવા એક થઇ જાય છે અને વૈશ્વિકીકરણના જમાનામાં વિશ્વમતને તે કઇ હદે અવગણી શકે છે, એ ડૉ.સેન પ્રકરણનું સૌથી ભયંકર પાસું છે. ન્યાયની માગણી કરતાં બિનરાજકીય સંગઠનોને-કર્મશીલોને રાજકીય પક્ષોના રવાડે ચડીને વખોડી કાઢતા ગુજરાતના બોલકા વર્ગે અને કાળા કાયદાઓના તરફદારોએ પણ આ બોધપાઠ ગાંઠે બાંધવા જેવો છે.
Labels:
dr.binayak sen,
ngo,
politics
Tuesday, March 31, 2009
સરૂપ ધ્રુવના પુસ્તક ‘ઉમ્મીદ હોગી કોઇ’નું વિમોચન : ઉમ્મીદ જગાડતી ચર્ચા-પ્રવચનો
(L to R : Ghanshyam Shah, Sultan Ahmed, Tridip Suhrud, Ramesh Dave, Sarup Dhruv, Hiren Gandhi ) : ગુજરાતના પ્ર
તિબદ્ધ સાહિત્ય ક્ષેત્રે લેવાતાં ગણ્યાંગાંઠ્યાં નામમાં સરૂપબહેન (ધ્રુવ)નો સમાવેશ થાય છે. તેમનાં લખાણો અને કાવ્યો વીંધે, ચીંધે, ઝકઝોરે, ઠમઠોરે, વિદેશી ભાષાઓમાં અનુવાદિત અને સન્માનિત થાય, દેશી ભૂમિ પર પ્રતિબંધિત પણ થાય...સરૂપબહેનના હિંદી પુસ્તક ‘ઉમ્મીદ હોગી કોઇ’ નું વિમોચન શનિવારે, 28 માર્ચની સાંજે, ‘કર્મશીલો’ના ‘પીપળા’ જેવા મહેંદીનવાઝજંગ હોલમાં થયું.
2002-2006ના ગુજરાતમાં કેટલાંક પાત્રો-પ્રસંગોની વાત માંડતા ‘ઉમ્મીદ...’ના વિમોચન સમારંભનું આમંત્રણ આકર્ષક હતું. ફોર કલરમાં છપાયેલા બે ફોલ્ડવાળા કાર્ડમાં ઉપર મશહૂર ચિત્રકાર ગુલામ મહંમદ શેખનું ચિત્ર હતું (જે પુસ્તકના ટાઇટલ તરીકે ઉપયોગમાં લેવાયું હતું.) વક્તા તરીકે ઘનશ્યામ શાહ, ત્રિદીપ સુહૃદ, સુલતાન અહેમદ અને રમેશ દવે હતા. પહેલા બે સમાજશાસ્ત્ર અને રાજ્યશાસ્ત્ર સહિત અનેક વિષયોમાં ઊંડાણભર્યો રસ ધરાવનારા અભ્યાસી, સુલતાન અહેમદ હિંદીના અધ્યાપક, કવિ, કડક વિવેચક અને રમેશ ર. દવે સાહિત્ય પરિષદના ક.લા.સ્વાધ્યાય મંદિરના નિયામક. (‘આવા કાર્યક્રમમાં તમે ક્યાંથી?’ એ મતલબનું આશ્ચર્ય કેટલાક મિત્રોએ વ્યક્ત કર્યાનું રમેશભાઇએ પ્રવચનના આરંભે જ હળવાશથી કહ્યું)
***
સંવેદન-સાંસ્કૃતિક મંચના કલાકારોએ ‘સચકી યાદ, યાદોંકા સચ’ ગીતથી શરૂઆત કર્યા પછી સરૂપબહેનના સાથી હીરેન ગાંધીએ પુસ્તક વિશેની ભૂમિકા બાંધીને ત્રિદીપ સુહૃદને બોલવા નિમંત્ર્યા. પોલિટિકલ સાયન્સમાં ડોક્ટરેટ મેળવનાર ત્રિદીપભાઇ સુરેશ જોષીના ‘છિન્નપત્ર’ કે ચંદુભાઇ દલાલના હરિલાલ ગાંધી વિશેના પુસ્તકનું અંગ્રેજી પણ કરે ને આશિષ નાંદી-ગણેશ દેવી-પાઉલો ફ્રેરેને ગુજરાતીમાં લઇ આવે. તેમણે પોતાના દસ-પંદર મિનીટના ટૂંકા વ્યાખ્યાનમાં ‘સાક્ષીપણું’ કેન્દ્રસ્થાને રાખીને તેની મીમાંસા કરી. (સરૂપબહેન 2002-2006ના બનાવોનાં સાક્ષી રહ્યાં એ સંદર્ભે)
ત્રિદીપ સુહૃદ
(અત્યાચારની) કોઇ પણ ઘટનામાં ચાર પક્ષ હોયઃ ભોગ બનનાર, અત્યાચાર કરનાર, પ્રેક્ષક અને સાક્ષી. પહે
લા બેની ઓળખ બહુ સ્પષ્ટ છે. પ્રેક્ષક એ છે જે દૂર રહીને આનંદ લઇ શકે છે. મોટા ભાગના લોકો પ્રેક્ષક હોય છે. ‘સાક્ષી’નું માહત્મ્ય સમજાવતાં તેમણે કહ્યું,’સાક્ષીનો સીધો સંબંધ સાક્ષાત્કાર સાથે છે અને અસત્યનો-જૂઠાણાંનો સાક્ષાંત્કાર હોઇ શકે નહીં.’ સાક્ષી માટે વપરાતા અંગ્રેજી શબ્દ ‘ટેસ્ટીમની’ને તેમણે ‘ટેસ્ટામેન્ટ’ના કુળનો ગણાવ્યો. (ત્રિદીપભાઇને કદાચ ખ્યાલ નહીં હોય કે કહેવાતા ચિંતકો આવી એકાદ-બે શબ્દરમતો ઉપર આખેઆખી કોલમ ફટકારી પાડે છે.)
લા બેની ઓળખ બહુ સ્પષ્ટ છે. પ્રેક્ષક એ છે જે દૂર રહીને આનંદ લઇ શકે છે. મોટા ભાગના લોકો પ્રેક્ષક હોય છે. ‘સાક્ષી’નું માહત્મ્ય સમજાવતાં તેમણે કહ્યું,’સાક્ષીનો સીધો સંબંધ સાક્ષાત્કાર સાથે છે અને અસત્યનો-જૂઠાણાંનો સાક્ષાંત્કાર હોઇ શકે નહીં.’ સાક્ષી માટે વપરાતા અંગ્રેજી શબ્દ ‘ટેસ્ટીમની’ને તેમણે ‘ટેસ્ટામેન્ટ’ના કુળનો ગણાવ્યો. (ત્રિદીપભાઇને કદાચ ખ્યાલ નહીં હોય કે કહેવાતા ચિંતકો આવી એકાદ-બે શબ્દરમતો ઉપર આખેઆખી કોલમ ફટકારી પાડે છે.) સાક્ષી બનવાનું કામ કહો તો કામ ને જવાબદારી કહો તો જવાબદારી ઐતિહાસિક રીતે સ્ત્રીઓના માથે આવી છે, એમ કહીને ત્રિદીપભાઇએ મરિયમ, ઝૈનબ અને દ્રૌપદીના દાખલા ટાંક્યા. મરિયમ સાક્ષી ન હોત તો ઇસુને ક્રોસે ચડાવ્યાની ઘટના અને તેમના પુનરાગમનની ઘટનાનું કદાચ આ મહત્ત્વ ન હોત. આ પ્રકારની ઘટનાઓ સાક્ષી વિના અપૂર્ણ (ત્રિદીપભાઇનો શબ્દ બીજો હતો) રહે છે. આપણે ત્યાં આ પ્રકારનું (સાક્ષીભાવ ધરાવતું) સાહિત્ય બહુ નથી થયું- ભાગલા વખતે થોડાઘણા પ્રયાસ થયા હતા- એટલે આ પુસ્તક સાક્ષીને- જુબાનીને સમજવાની નવી જવાબદારી મૂકી રહ્યું છે.
દિલ્હીસ્થિતિ જાણીતા વિદ્વાન અને સુરતના સેન્ટર ફોર સોશ્યલ સ્ટડીઝના ભૂતપૂર્વ નિયામક સુધીરચંદ્રએ પ્રસ્તાવનામાં એ મતલબનું લખ્યું છે કે મોદીના ગુજરાતમાં ભાષાનું પણ વિસ્થાપન થઇ ગયું. એટલે સરૂપબહેને હિંદીમાં લખવાની ફરજ પડી છે. આ વિધાન સંદર્ભે ત્રિદીપભાઇએ કહ્યું કે જેમાંથી ન્યાય, પ્રેમ, અનુકંપા, કરૂણા જેવા ગુણ જતા રહે છે એ ભાષા અને સંસ્કૃતિ સાક્ષી બનવા સક્ષમ રહેતાં નથી. તેમણે કહ્યું કે ‘ગુજરાતી ભાષામાં આજે એવું બળ નથી રહ્યું, જે સત્ય ઉચ્ચારી શકે. એટલે પરભાષા- ના, બીજી ભાષામાં- લખવું પડે છે.’ સાક્ષીનું છેલ્લું કર્તવ્ય પુનરુત્થાનનું છે, જે નવી આશા આપે છે.
***
(ગાંધીની) ‘ગુજરાતી ભાષા સાક્ષી બનવા સમર્થ રહી નથી’ એવું ચર્ચાસ્પદ વિધાન ઘણા મિત્રોને નવાઇભર્યું લાગ્યું, પણ બીજા સજ્જ વક્તાઓ બાકી હોવાથી તેની વધુ ચર્ચા થશે એવી અપેક્ષા હતી, જે સાચી પડી.
સુલતાન અહમદ
તેમણે ખાલિસ હિંદીમાં લખેલું પ્રવચન પૂરા ભાવ અને ચડાવઉતાર સાથે વાંચ્યું. આરંભે જ એમણે કહ્યું, ‘પ્રવચન લખીને લા
વ્યો છું. જેથી ફરી ન જાઉં.’ આ પુસ્તકનો આશય ચર્ચા છેડવાનો છે, તો તેની શરૂઆત વિમોચન સમારંભથી જ કેમ નહીં! એમ જણાવીને તેમણે કહ્યું, ‘પુસ્તકની સામગ્રી પર પહેલો હક ગુજરાતીનો હોવો જોઇતો હતો. કારણ કે સરૂપબહેન ગુજરાતીમાં વિચારે છે.’
પુસ્તકમાં લખાયેલી વાતોની તેમણે સરસ સમીક્ષા કરતાં કહ્યું કે કેટલાક કિસ્સા ‘બહારનાં ટોળાં આવીને તોફાન કરી જાય છે’ એવા છે, તો કેટલાક કાયમ સાથે રહેનારાઓની બદલાયેલી વર્તણૂકના. ક્યાંક પોલીસ જુલ્મગાર છે, તો ક્યાંક મદદગાર. હિંદુ અને મુસ્લિમ કટ્ટરપંથીઓને આ પુસ્તકની વાતો નહીં ગમે. કારણ કે તેમાં હિંદુઓએ મુસ્લિમોને મદદ કરી હોય એવા ઘણા પ્રસંગો છે. મુસ્લિમ કટ્ટરપંથીઓને આ એટલે નહીં ગમે કે પછી આવા હિંદુઓને એ લોકો કાફિર કેવી રીતે ગણાવી શકે? પુસ્તકમાં હિંદુ ફિરકાપરસ્તોનો ઉલ્લેખ છે, મુસ્લિમ ફિરકાપરસ્તોનો ઉલ્લેખ નથી એમ પણ સુલતાને કહ્યું.
વ્યો છું. જેથી ફરી ન જાઉં.’ આ પુસ્તકનો આશય ચર્ચા છેડવાનો છે, તો તેની શરૂઆત વિમોચન સમારંભથી જ કેમ નહીં! એમ જણાવીને તેમણે કહ્યું, ‘પુસ્તકની સામગ્રી પર પહેલો હક ગુજરાતીનો હોવો જોઇતો હતો. કારણ કે સરૂપબહેન ગુજરાતીમાં વિચારે છે.’પુસ્તકમાં લખાયેલી વાતોની તેમણે સરસ સમીક્ષા કરતાં કહ્યું કે કેટલાક કિસ્સા ‘બહારનાં ટોળાં આવીને તોફાન કરી જાય છે’ એવા છે, તો કેટલાક કાયમ સાથે રહેનારાઓની બદલાયેલી વર્તણૂકના. ક્યાંક પોલીસ જુલ્મગાર છે, તો ક્યાંક મદદગાર. હિંદુ અને મુસ્લિમ કટ્ટરપંથીઓને આ પુસ્તકની વાતો નહીં ગમે. કારણ કે તેમાં હિંદુઓએ મુસ્લિમોને મદદ કરી હોય એવા ઘણા પ્રસંગો છે. મુસ્લિમ કટ્ટરપંથીઓને આ એટલે નહીં ગમે કે પછી આવા હિંદુઓને એ લોકો કાફિર કેવી રીતે ગણાવી શકે? પુસ્તકમાં હિંદુ ફિરકાપરસ્તોનો ઉલ્લેખ છે, મુસ્લિમ ફિરકાપરસ્તોનો ઉલ્લેખ નથી એમ પણ સુલતાને કહ્યું.
એનજીઓ –સ્વૈચ્છિક સંસ્થાઓ વિશેની તીખી આલોચના પાત્રોના મુખેથી થવા દીધી છે, એનો ઉલ્લેખ કરીને તેમણે કહ્યું, ‘આ પુસ્તકના બનાવો વાંચ્યા પછી લાગે કે એનજીઓની ભૂમિકા સંદેહ કે દાયરે સે બિલકુલ પરે નહીં.’
‘ગુડી ગુડી સર્વધર્મસમભાવ’ની પુસ્તકમાં ક્યાંક ટીકા છે, તો ખુદ સરૂપબહેન પણ ક્યાંક એના જોશમાં આવી ગયાં છે, એમ કહીને તેમણે કેટલાંક ઉદાહરણ ટાંક્યાં. સુલતાને કહ્યું, ‘સચ્ચા સેક્યુલરિઝમ ગુડી ગુડી નહીં હોતા, ઇન્કિલાબી હોતા હૈ.’ વિવિધ પાત્રોના ઇન્ટરવ્યુ અંગે તેમણે કહ્યું કે એ વધારે ધારદાર હોવા જોઇતા હતા અને એકના એક મુદ્દે એકથી વધારે વાર વાત થવા જેવી હતી. કારણ કે એક વારની મુલાકાતમાંથી કેટલીક બાબતોની પકડ ન પણ આવે.
રમેશ ર. દવે
સાહિત્યિક-અધ્યાપકીય પરિભાષા અને આ લખાણ કયા સ્વરૂપનું કહેવાય એની વચ્ચે વચ્ચે તળપદાં ઉદાહરણોથી વાત કરી. એમાં રસ પડે એવો સવાલ હતોઃ ‘કમિટમેન્ટ કળાને નડે ખરૂં?’ રમેશભાઇએ કહ્યું, ‘કમિટમેન્ટ ગાય છે ને કળા વાછરડું. ઉછળતું કૂદતું વાછરડું ક્યારેક ગાયની આગળ નીકળી જાય, પણ છેવટે પોષણ માટે તેને ગાય પાસે જ આવવું પડે છે.’ તેમણે કહ્યું, ‘મને આ પુસ્તક સ્પર્શે છે. મૂંઝવે છે કે મને આ કરવાનું કેમ ન સૂઝ્યું? એટલી નિસબત ઓછી. એકલી નિસબતથી પણ કામ થતું નથી. નિર્ભિકતા ન હોય તો નિસબત ઓળપાઇ જાય છે.’
ઘનશ્યામ શાહ
સ્પષ્ટતા, સરળતા અને ઊંડાણનો સમન્વય સાધીને ઘણા મહત્ત્વના મુદ્દા મૂકી આપ્યા. તેમણે કહ્યું કે હું સ્વરૂપચર્ચામાં ન
હીં પડું. હું આને ‘નેરેટીવ’ કહીશ. સરૂપબહેનનો તટસ્થતાનો દાવો નથી. એમણે સ્પષ્ટ કહ્યું છે કે હું પીડીતોની સાથે છું. ‘તટસ્થતા જેવું કંઇ હોતું નથી’ એ વાત કરતાં ઘનશ્યામભાઇએ કહ્યું, ‘તમે વિષય પસંદ કરો ત્યાંથી જ તમારાં મૂલ્યો આવતાં હોય છે. ચૂપ રહેવું એ પણ એક સ્ટેન્ડ છે.’
હીં પડું. હું આને ‘નેરેટીવ’ કહીશ. સરૂપબહેનનો તટસ્થતાનો દાવો નથી. એમણે સ્પષ્ટ કહ્યું છે કે હું પીડીતોની સાથે છું. ‘તટસ્થતા જેવું કંઇ હોતું નથી’ એ વાત કરતાં ઘનશ્યામભાઇએ કહ્યું, ‘તમે વિષય પસંદ કરો ત્યાંથી જ તમારાં મૂલ્યો આવતાં હોય છે. ચૂપ રહેવું એ પણ એક સ્ટેન્ડ છે.’કોમી હિંસા વિશે ગુજરાતીમાં કેમ કંઇ લખાતું નથી, એ વિશે તેમના એક-બે મોટા સાહિત્યકારો સાથેના સંવાદ તેમણે કહ્યા. એક મોટા સાહિત્યકારે કહ્યું, ‘અત્યારે તો વાગોળીએ છીએ. મનન કરીએ છીએ...લખાશે એક દિવસ!’
સિતાંશુ યશશ્ચંદ્રનું નામ લીધા વિના તેમણે કહ્યું, એક મોટા વિદ્વાન અને કવિની બે કવિતાઓ વાંચી હતી. એકમાં એવું હતું કે તોફાન રાજકારણીઓ કરાવે છે. બીજા કાવ્યમાં ઘેટા અને વાઘની વાત હતી અને (તોફાનો પછી) પહેલી વાર ઘેટાને થાય છે કે ‘હવે ખુમારી આવી રહી છે.’ ઘનશ્યામભાઇ કહે, ‘આ દલીલ બહુ જૂની છે. 1969નાં કોમી તોફાનો વખતે પણ આવું જ કહેવાયું હતું, 1981માં, 1985માં, 1992માં અને 2002માં પણ એ જ વાત. ‘હવે ખુમારી આવી રહી છે.’ આ કઇ માનસિકતા કહેવાય? અને આ કોઇ સામાન્ય માણસ નથી. ખૂબ જ વિદ્વાન છે.
તમામ નેરેટીવ પરથી પ્લાનિંગનો પણ ખ્યાલ આવે છે. કોમી તોફાનોમાં પ્લાનિંગની વાત થાય, એટલે બચાવપક્ષ લગભગ છાપેલું ટાઇમટેબલ માગવાની મુદ્રામાં આવે છે. ‘કાં ટાઇમટેબલ બતાવો, કાં આરોપ પાછો ખેંચો.’ પણ ઘનશ્યામભાઇએ કહ્યું કે પ્લાનિંગનો અર્થ લાંબા ગાળાનો છે. જે વાતાવરણ ઊભું કરવામાં આવ્યું, ત્રિશૂળો વહેંચાતાં હતાં.. એની વાત છે.
તેમણે કહ્યું, ‘સીટીઝન્સ કમિટી સમક્ષ ઓછામાં ઓછાં બે નિવેદન એવાં હતાં કે મિલીટ્રીવાળાએ અમદાવાદમાં આવીને ટ્રેનિંગ આપી હતી.’ એ વખતે આ વાત બહુ ધ્યાન પર ન લીધી હતી, પણ માલેગાંવના વિસ્ફોટની વાત આવી ત્યારે અચાનક બત્તી થઇ અને એ નિવેદનો યાદ આવ્યાં...
પ્લાનિંગ વિશેની ગેરસમજણની જેમ ન્યાયના આગ્રહ વિશે પણ ઘણી ગેરસમજ ફેલાવવામાં આવે છે. એ વિશે તેમણે કહ્યું, ‘ન્યાયની વાત વેરની વાત નથી.’ બધા ભૂલી જવાની સલાહો આપે છે. યાદ રાખવાનો અર્થ રીપીટ કરવું એવો નથી. ફક્ત મૂલ્યો, ઉપદેશ, પ્રતિજ્ઞાઓ કરાવીએ અને આર્થિક-સામાજિક કારણોની ઉપેક્ષા કરીએ તો કદી સફળતા મળવાની નથી.
આપણે ત્યાં હકની વાત નહીં, ફરજની વાત કરો. ફરજ સાથે સરસ શબ્દ સાંકળી દીધો છેઃ ધર્મ. સંડાસ સાફ કરવાં એ પણ ‘ધર્મ’ (મુખ્ય મંત્રીએ કહ્યું હતું કે ‘જાજરૂની સફાઇ આધ્યાત્મિક કામ છે.’ આ બોલાયેલું નહીં, છપાયેલું છે) મડદાં ઉપાડવાં એ પણ ધર્મ છે. કોઇ હક માગે તે આપણાથી સહન થતું નથી. ઘરમાં કામવાળીને આપણે રૂપિયા વધારી આપીએ તો ઠીક, પણ એ સામેથી માગે તો આપણો પિત્તો છટકે અને કહીએ, ‘તુ માગનાર કોણ?’
‘તુ માગનાર કોણ?’ એ વલણ લઘુમતિઓ પ્રત્યે પણ લાગુ પડે છે. ‘તમને અહીં રહેવા દીધા છે એટલું ઓછું છે? હક માગવાની શી જરૂર? છે એટલું ઓછું છે?’ એવો ભાવ તેમાં હોય છે.
સરૂપબહેને પોતાની વાતમાં ન્યાયતંત્ર અને લોકશાહી વિશે નિરાશા વ્યક્ત કરી હતી. ‘એ અડધી સાચી છે, પણ ગુજરાત સ્વતંત્ર રાજ્ય હોત અને તેમાં લોકશાહી ન હોત તો?’ એવો સવાલ ઘનશ્યામભાઇએ મૂક્યો. ‘આપણો વોઇસ, આપણી સ્પેસ ઓછી છે. જે છે તે નિરાશાથી ભરપૂર છે. પણ એ છોડીને જઇશું તો ક્યાં જઇશું?’ ‘ભાષાના વિસ્થાપન’ સંબંધે એમણે કહ્યું, ‘આપણને કોઇ (આપણી જગ્યા પરથી) ધક્કા મારીને કાઢી મુકે તો આપણે સ્વીકારી લઇશું? આ સરૂપબહેનની વાત નથી. ઘણી વાર અંગ્રેજીમાં લખીએ ત્યારે અમારે પણ આ સવાલ થાય છે. એ જુદી વાત છે. પણ આપણી ભાષામાં એવું સત્વ નથી એ હું સ્વીકારતો નથી. આપણે કોના માટે લખવાનું છે? ઉમ્મીદ આપણે અહીં જ ઉભી કરવાની છે.’
***
પુસ્તકની ભાષા અને ભાષાના વિસ્થાપન વિશે સુલતાન અહમદ અને ઘનશ્યામભાઇની ટીપ્પણીઓ પછી હીરેનભાઇએ ઉગ્રતાપૂર્વક વિસ્થાપનના મુદ્દાનો બચાવ કર્યો. તેમણે કહ્યું કે અમારી ફરિયાદ ફક્ત સરકાર સામે નહીં, સીવીલ સોસાયટી સામે પણ છે. એમ કહીને તેમણે બે પુસ્તકોનાં ઉદાહરણ આપ્યાં, જે થોડાં વર્ષ પહેલાં છાપેલાં અને એનજીઓના કામનાં હતાં. પણ એ બધાંનાં બંડલેબંડલ તેમના માળીયામાં પડ્યાં છે. એ કોઇએ ખરીદ્યાં પણ નથી ને કોઇએ એનું વિવેચન પણ નથી કર્યું. હવે અમે લખીએ છીએ પણ હિંદીમાં ને નાટકો પણ હિંદીમાં કરીએ છીએ. ભલે ગુજરાત નહીં સાંભળે, દેશભરમાં ફરીએ છીએ.
***
હીરેનભાઇની બળતરા અને લાગણી સાચી હોવા છતાં, એ ફક્ત એમની નથી. ગુજરાતીમાં લખનારા મોટા ભાગના લોકોની છે. એને ‘મોદીરાજમાં ભાષાના વિસ્થાપન’ની હદે લઇ જવામાં પ્રમાણનો ગંભીર પ્રશ્ન ઊભો થાય છે. હિંદી-અંગ્રેજીમાં લખાય એનો વાંધો નથી. વાંધો શા માટે? આનંદ છે. પણ ગુજરાતીના ભોગે બીજી ભાષામાં લખાય એ દુઃખદ નથી લાગતું? સરૂપબહેનને પણ ગુજરાતીમાં દિલ ઠાલવવાનું વધારે ન ગમ્યું હોત?
રહી વાત પુસ્તકોની. સંસ્થાઓના આર્થિક સહયોગથી ‘પ્રોજેક્ટ’ તરીકે એ કામ કરવાનું થાય છે, એનાથી (પુસ્તક તૈયાર કરવાનો) મોટા ભાગનો સંઘર્ષ સહ્ય બનતો નથી? પુસ્તક ન વેચાય, પડી રહે તેની પીડા જુદા પ્રકારની છે. એનાં કારણો પણ જુદાં છે.
ગુજરાતીમાં આખી જિંદગી લખ્યા પછી ખાસકંઇ વળતર ન મળ્યું હોય, એવા લેખકો આપણે ત્યાં હતા અને છે. એમાંથી ઘણાખરાને તો સરૂપબહેનની જેમ હિંદી પણ નથી આવડતું કે ‘ઓક્સફામ’નો સહયોગ પણ નથી. એ બધા શું કરતા હશે? એમણે શું કરવું જોઇએ?
સ્વૈચ્છિક સંસ્થાઓનાં પુસ્તકો અંદરોઅંદર ખપતાં નથી, તેમાં વધારે ઊંડાં- ખરૂં જોતાં વધારે છીછરાં- કારણો જવાબદાર છે. બાકી, ગુજરાતમાં સ્વૈચ્છિક સંસ્થાઓ એટલી સંખ્યામાં છે કે દરેક સંસ્થા એક-એક નકલ ખરીદે તો પુસ્તકની બીજી આવૃત્તિ કરવી પડે.
-પણ રજવાડાં કદી આપમેળે, સમજીને એક થતાં જાણ્યાં છે?
Tuesday, September 30, 2008
આપણાં મૂઆં પીછે ડૂબ ગઇ દુનિયા? બિલકુલ નહીં
‘સ્મશાનવૈરાગ્ય’ની જેમ ‘સ્મશાનસંકલ્પ’ પણ હોય છે. સ્વજનના મૃત્યુથી માનસિક રીતે ભાંગી પડેલો માણસ પોતાની હતાશામાંથી બહાર નીકળવા અથવા કામચલાઉ આશ્વાસન મેળવવા માટે નાના-મોટા સંકલ્પો કરે છે. મૃત્યુ જેમ વધારે આકસ્મિક અને આઘાતજનક, તેમ એ આઘાતમાંથી ‘સ્મશાનસંકલ્પ’ પેદા થવાની સંભાવના વધારે. કેન્સરથી મૃત્યુ પામતા કે રીબાતાં લોકોનાં સ્વજનોના મનમાં એકાદ ખૂણે ‘મારી પાસે રૂપિયા હોત તો હું કેન્સર હોસ્પિટલ ઊભી કરત’ એવો વિચાર ઝબકી જતો હોય છે. એવું જ બીજાં દર્દો માટે. પરંતુ સૌથી કરૂણ હાલત આકસ્મિક રીતે જુવાનજોધ સંતાન ગુમાવનારાં માતા-પિતાની હોય છે.
નવસારીના શ્રોફ પરિવારે બે વ
ર્ષ પહેલાં વઘઇ પાસે આવેલા ગિરા ધોધમાં 22 વર્ષનો પુત્ર અંકિત ગુમાવ્યો. ધોધના મારથી પોલા બની ગયેલ પથ્થરો અંકિત માટે જળસમાધિનું સ્થાન બની ગયા. પિતા ઋષિકેશ શ્રોફ અને કાકા ડો.અશોક શ્રોફ સહિત સમગ્ર પરિવારનાં સ્વપ્નો પર જાણે ગિરા ધોધની અફાટ જળરાશિ ફરી વળી. પછી આવ્યો સંકલ્પ-સમય. સેવાભાવી ડોક્ટર તરીકે ફક્ત નવસારી જ નહીં, આસપાસના વિસ્તારોમાં પણ યોગ્ય રીતે નામના ધરાવતા, ‘આઇ-સ્પેશ્યાલિસ્ટ’ છતાં ‘આઇ-સ્પેશ્યાલિસ્ટ’ (‘હું’વાદી) નહીં એવા ડો.અશોક શ્રોફ અને ઋષિકેશ શ્રોફે મિત્રો-સ્નેહીઓનાં હૂંફ અને સહકારથી ‘અંકિત ચેરિટેબલ ટ્રસ્ટ’ની સ્થાપના કરી. તેના થકી, ધોધના સ્થળે કટાઇ ગયેલાં બોર્ડ બદલીને ત્રણ ભાષામાં નવાં, મોટાં, ચેતવણીનાં બોર્ડ મારવાથી માંડીને ધોધની જગ્યાએ રેલિંગ અને બચાવટીમ ઊભી થઇ શકે ત્યાં સુધીના સંકલ્પો થયા. એ પળાવાની શરૂઆત થઇ, પણ રસ્તો લાંબો હતો.
ડો.શ્રોફને તેમના મિત્ર, સાહિત્યકાર અને સેવાસંસ્થાઓને ઉપયોગી બનવાની મજબૂત શાખ ધરાવતા રજનીકુમાર પંડ્યા યાદ આવ્યા. રજનીકુમાર બે દાયકા પહેલાં નવસારી વિજયા બેન્કના મેનેજર હતા ત્યારનો એમનો પરિચય. તેમણે નવસારી અને ગિરા ધોધની મુલાકાત લીધા પછી, ડો.શ્રોફ તથા સ્નેહીજનોની વાતો ‘સ્મશાનસંકલ્પ’ નથી તેની ખાતરી થતાં ‘ચિત્રલેખા’માં ટ્રસ્ટના નામ-સરનામા સાથે એક લેખ લખ્યો. તેમના બીજા લેખોની જેમ આ લેખને પણ પ્રચંડ પ્રતિસાદ મળ્યો. તેમાં સૌથી વિશિષ્ટ પ્રતિભાવ શિનોર (જિ.વડોદરા)માં ‘મોન્ટર્સ નૌકા તાલિમ કેન્દ્ર’ ચલાવતા અને વર્ષોથી જળસાહસની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા પ્રકાશભાઇ પટેલનો હતો.
‘અંકિત ટ્રસ્ટ’ વિશે જાણ્યા-જોયા પછી પ્રકાશભાઇ બીમારીને અવગણીને તાલીમ આપવા વઘઇ આવવા તૈયાર થયા. તેમના ઉત્સાહ અને કૌશલ્યની મદદથી ‘અંકિત ટ્રસ્ટ’ દ્વારા સ્થાનિક આદિવાસી યુવકોને બચાવ કામગીરીની પદ્ધતિસરની તાલીમ આપવામાં આવી. તાલીમ કાર્યક્રમનું રવિવારે (28-9-08) વઘઇમાં સમાપન હતું. એ નિમિત્તે, ડો.શ્રોફ, રજનીભાઇ, તેમના માર્ગદર્શન હેઠળ ટ્રસ્ટની બુકલેટ તૈયાર કરનાર બીરેન કોઠારી અને બીજા સ્નેહીઓ સાથે રવિવારે વઘઇ ગયો, ત્યારે આ કામગીરી વિશે થોડો વધુ પરિચય થયો.
ડો.શ્રોફ અને હૃષિકેશ શ્રોફે શોકના ધક્કાને જે રીતે બીજી જિંદગીઓ માટેના તારક બળ તરીકે પ્રયોજ્યો છે, તે જોઇને પંકજ મલિકના અત્યંત પ્રિય ગીતની પંક્તિઓ મનમાં આવીઃ
નવસારીના શ્રોફ પરિવારે બે વ
ર્ષ પહેલાં વઘઇ પાસે આવેલા ગિરા ધોધમાં 22 વર્ષનો પુત્ર અંકિત ગુમાવ્યો. ધોધના મારથી પોલા બની ગયેલ પથ્થરો અંકિત માટે જળસમાધિનું સ્થાન બની ગયા. પિતા ઋષિકેશ શ્રોફ અને કાકા ડો.અશોક શ્રોફ સહિત સમગ્ર પરિવારનાં સ્વપ્નો પર જાણે ગિરા ધોધની અફાટ જળરાશિ ફરી વળી. પછી આવ્યો સંકલ્પ-સમય. સેવાભાવી ડોક્ટર તરીકે ફક્ત નવસારી જ નહીં, આસપાસના વિસ્તારોમાં પણ યોગ્ય રીતે નામના ધરાવતા, ‘આઇ-સ્પેશ્યાલિસ્ટ’ છતાં ‘આઇ-સ્પેશ્યાલિસ્ટ’ (‘હું’વાદી) નહીં એવા ડો.અશોક શ્રોફ અને ઋષિકેશ શ્રોફે મિત્રો-સ્નેહીઓનાં હૂંફ અને સહકારથી ‘અંકિત ચેરિટેબલ ટ્રસ્ટ’ની સ્થાપના કરી. તેના થકી, ધોધના સ્થળે કટાઇ ગયેલાં બોર્ડ બદલીને ત્રણ ભાષામાં નવાં, મોટાં, ચેતવણીનાં બોર્ડ મારવાથી માંડીને ધોધની જગ્યાએ રેલિંગ અને બચાવટીમ ઊભી થઇ શકે ત્યાં સુધીના સંકલ્પો થયા. એ પળાવાની શરૂઆત થઇ, પણ રસ્તો લાંબો હતો.ડો.શ્રોફને તેમના મિત્ર, સાહિત્યકાર અને સેવાસંસ્થાઓને ઉપયોગી બનવાની મજબૂત શાખ ધરાવતા રજનીકુમાર પંડ્યા યાદ આવ્યા. રજનીકુમાર બે દાયકા પહેલાં નવસારી વિજયા બેન્કના મેનેજર હતા ત્યારનો એમનો પરિચય. તેમણે નવસારી અને ગિરા ધોધની મુલાકાત લીધા પછી, ડો.શ્રોફ તથા સ્નેહીજનોની વાતો ‘સ્મશાનસંકલ્પ’ નથી તેની ખાતરી થતાં ‘ચિત્રલેખા’માં ટ્રસ્ટના નામ-સરનામા સાથે એક લેખ લખ્યો. તેમના બીજા લેખોની જેમ આ લેખને પણ પ્રચંડ પ્રતિસાદ મળ્યો. તેમાં સૌથી વિશિષ્ટ પ્રતિભાવ શિનોર (જિ.વડોદરા)માં ‘મોન્ટર્સ નૌકા તાલિમ કેન્દ્ર’ ચલાવતા અને વર્ષોથી જળસાહસની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા પ્રકાશભાઇ પટેલનો હતો.
‘અંકિત ટ્રસ્ટ’ વિશે જાણ્યા-જોયા પછી પ્રકાશભાઇ બીમારીને અવગણીને તાલીમ આપવા વઘઇ આવવા તૈયાર થયા. તેમના ઉત્સાહ અને કૌશલ્યની મદદથી ‘અંકિત ટ્રસ્ટ’ દ્વારા સ્થાનિક આદિવાસી યુવકોને બચાવ કામગીરીની પદ્ધતિસરની તાલીમ આપવામાં આવી. તાલીમ કાર્યક્રમનું રવિવારે (28-9-08) વઘઇમાં સમાપન હતું. એ નિમિત્તે, ડો.શ્રોફ, રજનીભાઇ, તેમના માર્ગદર્શન હેઠળ ટ્રસ્ટની બુકલેટ તૈયાર કરનાર બીરેન કોઠારી અને બીજા સ્નેહીઓ સાથે રવિવારે વઘઇ ગયો, ત્યારે આ કામગીરી વિશે થોડો વધુ પરિચય થયો.ડો.શ્રોફ અને હૃષિકેશ શ્રોફે શોકના ધક્કાને જે રીતે બીજી જિંદગીઓ માટેના તારક બળ તરીકે પ્રયોજ્યો છે, તે જોઇને પંકજ મલિકના અત્યંત પ્રિય ગીતની પંક્તિઓ મનમાં આવીઃ
જીવનનૈયા...નૈયા બહતી જાયે..નૈયા બહતી જાયે...હઇ હો...હઇ હો...
ગમ કે થપેડે...થપેડે સહતી જાયે....નૈયા બહતી જાયે...હઇ હો...
વિશેષ માહિતી માટે કે કોઇ પણ પ્રકારે સહયોગ આપવા માટે સંપર્કઃ
અંકિત ચેરિટેબલ ટ્રસ્ટ
શ્રોફ આઇ હોસ્પિટલ, રેલવે સ્ટેશન નજીક, નવસારી-396445
ફોન (02637)250565, 250695
e-mail : mailto:sehnavsari@yahoo.co.inm
ફોટોલાઇન
શ્રોફ આઇ હોસ્પિટલ, રેલવે સ્ટેશન નજીક, નવસારી-396445
ફોન (02637)250565, 250695
e-mail : mailto:sehnavsari@yahoo.co.inm
ફોટોલાઇન
1. ચોમાસા પછી સોળે કળાએ ખીલેલો વઘઇનો ગિરા ધોધ
2. (ડાબેથી) ડો. અશોક શ્રોફ, (દાઢીવાળા) પ્રકાશભાઇ પટેલ, માઇક પર બોલતા દિલીપભાઇ, રજનીકુમાર પંડ્યા, તેમની પાછળ ઊભેલા હૃષિકેશ શ્રોફ, બાજુમાં બેઠેલા સ્થાનિક પોલીસ અધિકારી
Labels:
Gujarat/ગુજરાત,
media,
ngo,
Urvish Kothari/ઉર્વીશ કોઠારી,
સંસ્થા
Tuesday, June 24, 2008
વાઇબ્રન્ટ ગુજરાત- ૨૦૦૯: રસમાં મીઠું નાખવાથી રાજદ્રોહ થાય?
ગુજરાતમાં થોડા વખતથી ખાસ પ્રકારની ડબલ સીઝન ચાલે છે. એક તરફ સરકારી કર્મચારી સરકારની શીળી છાયા હેઠળ પત્રકારો પર રાજદ્રોહના આરોપ લગાડે છે, http://%20www.%20indianexpress.%20com/%20story/%20317305.html તો બીજી તરફ રાજદ્રોહના વિચારોમાં રમમાણ મુખ્ય મંત્રી જાહેરમાં વિરોધ પક્ષને કહે છે,‘તાકાત હોય તો મારી પર રાજદ્રોહનો આરોપ લગાડો.’ http://www.expressindia.com/latest-news/Book-me-for-sedition-and-hang-me-Modi-dares-Cong/323421/
આ વિધાનના ઉત્તરાર્ધ તરીકે હવે શું? એક શક્યતાઃ મુખ્ય મંત્રીએ અગાઉ પોતાના નામ સાથે થવા દીધેલી સૌરભ શાહના ‘વિચારધારા’ અઠવાડિકની જાહેરાતમાં લખાતું હતું ‘નરેન્દ્ર મોદીએ વિચારધારાનું લવાજમ ભર્યું. તમે ભર્યું?’ હવે એ જાહેરખબર નવા સ્વરૂપે કંઇક આ રીતે આવી શકેઃ ‘મુખ્ય મંત્રી પર રાજદ્રોહનો આરોપ થયો છે. તમારી પર થયો?’ અથવા ‘ફલાણા સરકારી કર્મચારીએ ઢીકણા ભાઇ પર રાજદ્રોહનો આરોપ લગાડ્યો. તમે લગાડ્યો? આજે જ લગાડો. રાજદ્રોહનો આરોપ.’ અને પંચલાઇન તરીકે લખ્યું હોયઃ‘આપણું ગુજરાત, રાજદ્રોહપ્રેમી ગુજરાત.’
રાજદ્રોહના આરોપ પ્રત્યે બેધારી આસક્તિને કારણે, મનોમન ‘શોલે’ના અસરાનીનું સ્મરણ કરીને, મુખ્ય મંત્રીના મોઢેથી ‘હમ અંગ્રેજ કે જમાને કે મુખ્ય મંત્રી હૈં’ એવો સંવાદ કલ્પી શકાય છે. કેમ કે, આટલી સહજતાથી રાજદ્રોહના આરોપની વાતો અંગ્રેજોના જમાનામાં થતી હતી. એ વખતે કોને ખ્યાલ હશે કે લોકશાહીનાં સાઠ-સાઠ વર્ષ પછી પણ દેશી અંગ્રેજોમાં રાજદ્રોહનો ચસકો ચાલુ રહેશે! સાઠે ભારતીય લોકશાહીની બુદ્ધિ નાઠી હોય એવું પણ ઘણાને લાગે છે.
ગુજરાતમાં રાજદ્રોહના આરોપની સામાન્યતાને ઘ્યાનમાં રાખીને કેટલાક અવેતન સલાહકારોએ સૂચન કર્યું છે કે ‘વાઇબ્રન્ટ ગુજરાત ૨૦૦૯’ના કેન્દ્રસ્થાને- મુખ્ય ‘થીમ’ તરીકે ‘રાજદ્રોહ’ રાખી શકાય. બીજા કોઇ પણ વિષયની જેમ રાજદ્રોહના મુદ્દે પણ ગુજરાતની પ્રગતિ - એટલે કે મુખ્ય મંત્રીની પ્રતિભા- ઉજાળવાની ભરપૂર તક રહે છે. જરા કલ્પના કરોઃ ‘વાઇબ્રન્ટ ગુજરાત, ૨૦૦૯’ના પ્રવેશદ્વાર પાસે જ મુખ્ય મંત્રીએ વઘુ એક ફોટોસેશન કરાવીને, કાળા પાણીના કેદી જેવા ડ્રેસમાં પડાવેલી તસવીરનું મોટું કટ-આઉટ હોય, સફેદ કાપડમાં કાળી લાઇનિંગ ધરાવતું પહેરણ, એવું જ હાફપેન્ટ અને બેડીઓથી જકડાયેલા બન્ને હાથ તેમણે જુસ્સાભેર ઉંચા કર્યા હોય. કટ-આઉટના ઉપરના ભાગમાં મુખ્ય મંત્રીની પ્રેરક વાણી, અનુસ્વારની બાદબાકી સાથે, મુકાયેલી હોયઃ ‘તાકાત હોય તો મારી પર રાજદ્રોહનો ગુનો દાખલ કરો.’ રોકાણકારોને પ્રભાવિત કરવા માટે પ્રવેશદ્વાર પાસેનું આ દ્રશ્ય જ પૂરતું થઇ પડે એવું નથી? એ જોઇને કોઇ ઉદ્યોગપતિ રતન ટાટાની શૈલીમાં કહી દેશે,‘જેમણે ગુજરાતમાં રોકાણ નથી કર્યું તે મૂર્ખ છે’ અને મનોમન વિચારશે, ‘જે ગુજરાતમાં લોકશાહી પદ્ધતિઓની, લોકશાહી સંસ્થાઓની અને લોકશાહી પ્રણાલિની વાતો કરે છે, એ પણ મૂર્ખ છે.’
રાજદ્રોહની થીમ ધરાવતા વાઇબ્રન્ટ ગુજરાત-૨૦૦૯ના તમામ સ્ટોલમાં એક સ્ટોલ ગુજરાત પોલીસ માટે ફાળવવો જોઇએ. તેમાં ‘હું આપને શું મદદ કરી શકું?’ને બદલે ‘આપની પર રાજદ્રોહનો ગુનો દાખલ કરવામાં હું આપની શું મદદ કરી શકું?’ એવું બોર્ડ મુકેલું હોય. બાજુમાં રાજદ્રોહ સાથે સંકળાયેલી આઇપીસીની કલમો સોનેરી અક્ષરે ચીતરી હોય અને બેકગ્રાઉન્ડમાં મુખ્ય મંત્રીના ૩૩મા ફોટોસેશનમાંથી પસંદ કરેલો એક ફોટો હોય. ‘વાઇબ્રન્ટ’ પ્રકારના સરકારી મેળાઓમાં સ્વૈચ્છિક સંગઠનોને પ્રવેશ આપવામાં જોખમ છે, પણ એનઆરઆઇ પ્રજાના લાભાર્થે થોડાં સંગઠનોને પણ સ્ટોલ આપી શકાય. ઘણાંખરાં સંગઠનો સંસ્થાઓ પણ સ્ટોલની જેમ ચલાવતાં હોય છે, એટલે તેમને ખરેખરો સ્ટોલ ચલાવવામાં તકલીફ નહીં પડે. સંસ્થાની જેમ સ્ટોલમાં પણ તેમણે વાતો સિવાય બીજું કંઇ કરવાનું નહીં રહે. સરકારના લાભાર્થે ગુજરાતની ગૌરવ- ગાથાઓનો ખુમચો ચલાવનારાને પણ જમીન પર એક ખુમચો-સ્ટોલ ખોલવાની તક આપવી જોઇએ, જેથી તેમની કામગીરીને લોકો કેવી રીતે જુએ છે, એનો તેમને અંદાજ આવે.
એક સ્ટોલ માત્ર ને માત્ર એન્કાઉન્ટર અંગેનો રાખવામાં આવે, જેથી પ્રજાના મનમાં રહેલી એન્કાઉન્ટર વિશેની રહીસહી આશંકાઓ પણ દૂર થઇ જાય. એન્કાઉન્ટર-કલાકારો મૂળભૂત રીતે સર્જક હોય છે, એ તો સૌ સ્વીકારે છે. એન્કાઉન્ટર કર્યા પછી તેમના દ્વારા રજૂ થતું ઘટનાનું વર્ણન કોઇ પણ ક્રાઇમથ્રીલરની ટક્કર ઝીલી શકે એવું હોય છે. તેમ છતાં, આ સ્ટોલની મુલાકાત લેનાર દરેકને એન્કાઉન્ટર-સ્પેશ્યાલિસ્ટે લખેલી કવિતાઓની, ગુણવંત શાહ જેવા તેમના પ્રશંસક-ચિંતકે લખેલો આવકાર ધરાવતી પુસ્તિકા ભેટ આપી શકાય, જેથી એન્કાઉન્ટર-કલાકારને હીરો તરીકે સ્થાપિત કરવાનું આવકાર-લેખકનું મિશન સફળ થાય. આ સ્ટોલમાં ‘એન્કાઉન્ટરનું જીવનસંગીત’ એવા મથાળા હેઠળ પૌરાણિક ચિત્રોની સ્ટાઇલમાં રામાયણ-મહાભારતના પ્રસંગોને ‘આદિ-એન્કાઉન્ટર’ તરીકે રજૂ કરતાં ચિત્રો મુકીને, ‘આપણી સંસ્કૃતિ, એન્કાઉન્ટર સંસ્કૃતિ’ જેવું સૂત્ર પ્રચલિત બનાવી શકાય.
હમણાં પૂરી થયેલી ટ્વેન્ટી-ટ્વેન્ટી ક્રિકેટ ટુર્નામેન્ટની હવે પછીની સ્પર્ધામાં વાઇબ્રન્ટ ગુજરાતની ટીમ ઉતરશે, એવા સમાચાર છે. ટીમ ભલે ખાનગી માલિકીની હોય, પણ ‘માલિકના માલિક’ તરીકેની છાપ ધરાવતા મુખ્ય મંત્રી એવો નિયમ કાઢી શકે છે કે ગુજરાતમાં રહેતા હોવા છતાં જે ખેલાડીઓ રૂપિયાની લાલચે બહારની ટીમમાં જોડાયા હશે, તેમની પર રાજદ્રોહનો આરોપ દાખલ થઇ શકે છે. ધારો કે રાજદ્રોહની ફરિયાદની બીકે ખેલાડી વાઇબ્રન્ટ ગુજરાતની ટીમમાં જોડાઇ જાય તો પણ રાજદ્રોહનો ખતરો ટળતો નથી. કારણ કે વાઇબ્રન્ટ ગુજરાનતી ટીમમાં એવી જોગવાઇ હશે કે ટીમમાંથી જે બેટ્સમેન સસ્તામાં આઉટ થઇ જાય કે જે બોલરની બોલિંગ ઝૂડાય તેની ઉપર પણ રાજદ્રોહનો આરોપ લાગી શકે. બઘું સમુંસુતરૂં ઉતરે, પણ ગુજરાતની ટીમ મેચ હારી જાય તો? મુખ્ય મંત્રીના ૨૮મા ફોટોસેશનનો પહોળા સ્મિતવાળો એક ફોટો મનોમન કલ્પી લેવાનો. કેમ કે, અમ્પાયર પર રાજદ્રોહ કરવાનો વિકલ્પ ખુલ્લો જ છે.
આ બઘું વાંચીને કોઇ રખે એવું માની લે કે ગુજરાતમાં તો કંઇ પણ કરવાથી રાજદ્રોહ લાગી શકે છે. ગુજરાત
સરકાર વિશે ગેરસમજણ કરવાની જરૂર નથી. લોકોને ભડકાવો, ઉશ્કેરો, તેમની વચ્ચે દ્વેષ વધારો, વખત આવ્યે હુલ્લડ મચાવો, વરદી પહેરીને કે પહેર્યા વગર, ‘એન્કાઉન્ટર’નું નામ આપીને કે એવું નામ આપ્યા વગર લોકોને મારી નાખો, સાક્ષીઓને દબડાવો-ધમકાવો, કલાકારોને ગુંડાગીરીથી ત્રાસ આપો, પત્રકારો પર ખોટેખોટા કેસ કરો, ધરમના નામે ગોરખધંધા ચલાવો...ગુજરાત સરકાર કંઇ નહીં કરે. એક મુખ્ય મંત્રી, એક સરકાર લોકોને આથી વધારે કેટલું સ્વાતંત્ર્ય આપી શકે?
Labels:
Gujarat/ગુજરાત,
Narendra Modi/નરેન્દ્ર મોદી,
ngo,
politics,
sedition
Subscribe to:
Posts (Atom)
