Monday, March 07, 2011
લોકશાહીની સમસ્યાઓ અને સ્વામી આનંદનું નિદાન

Monday, October 06, 2008
‘એ વેનસડે’ : એક ઉમેરો
http://www.indianexpress.com/news/cinematic-politics/369791/
Wednesday, September 24, 2008
‘એ વેનસડે’ વિશે થોડું (ઘણું) વઘુ
‘જોવા જેવી ફિલ્મ’ના વિભાગમાં ગમતી ફિલ્મો વિશે જેવું ઉપરછલ્લું- ઇમ્પ્રેશનિસ્ટીક કહેવાય એવું- લખું છું, એવું જ ‘ન ગમતી ફિલ્મ’ તરીકે ‘એ વેનસડે’ વિશે લખ્યાથી મિત્રો ખાસ્સા નારાજ થયા છે. ગમતી ફિલ્મોની જેમ અણગમતી ફિલ્મ વિશે ‘ડાબા હાથે’ લખવાથી ચાલી જશે, એવું મને લાગતું હતું. પણ એમ કરવામાં મિત્રો સમક્ષ હું મારો મુદ્દો કે મુદ્દા યોગ્ય રીતે રજૂ કરી શક્યો નહીં, એ બાબતે હું દિલગીર છું અને પાઠ પણ શીખ્યો છું: ‘વખાણ કે ગમો કારણ-તર્ક-મુદ્દામાં ઉતર્યા વિના વ્યક્ત કરી શકાય, પણ (લેખિતમાં) ટીકા કરતી વખતે, એક મિત્રએ કમેન્ટમાં લખ્યું છે તેમ, કાં મુદ્દાસર લખવું કાં લખવું જ નહીં.’ ભલે આકરાપણાથી, પણ મૂળભૂત સૌજન્ય જાળવીને વાંધા વ્યક્ત કરનાર સૌ મિત્રોનો આભાર માનું છું.
હવે થોડુંક ફિલ્મ વિશે મુદ્દાસરઃ
વેનસડેઃ થ્રીલર તરીકે
એ માત્ર થ્રીલર હોત તો મને ગમી ન હોત- થીયેટરમાં જઇને જોવા જેવી ન લાગી હોત, પણ એ મારો એવો અંગત અભિપ્રાય બનત કે જેના વિશે મેં બ્લોગ પર લખ્યું ન હોત. છતાં, ફક્ત ટીકા કરીને આગળ વધવાનું નથી એટલે લખું છું. થ્રીલર તરીકે મને ફિલ્મમાં કેટલાક મૂળભૂત વાંધા એ લાગ્યા કે -
- એક સામાન્ય માણસ આરડીએક્સ જેવી સામગ્રી, કમ્પ્યુટર અને મોબાઇલને લગતો આઘુનિક સરંજામ તથા આવું મોટું ‘પરાક્રમ’ કરવાની હિંમત અને તે કરતી વખતની ઠંડક ક્યાંથી લાવ્યો, તેનો ખુલાસો ફિલ્મમાં મળતો નથી. આરંભમાં કે વચ્ચે નહીં, તો કમ સે કમ છેલ્લે આખી સ્ટોરીલાઇનને નક્કરતા આપવા માટે તે જરૂરી હતું. ‘કોમનમેનનું ફ્રસ્ટ્રેશન’ ઠીક છે, પણ એ સૌથી નીચેનું પગથીયું છે અને ફિલ્મની સ્ટોરીમાં જે બતાવ્યું છે એ સૌથી ઉપરનું. તેની વચ્ચેનું અંતર શી રીતે તય થયું, તે ‘ડોક્યુમેન્ટરી’ની જેમ નહીં, તો ફિલ્મની જેમ પણ બતાવી શકાય. બતાવવું રહ્યું.
- ફિલ્મની સ્ટોરીલાઇન બહુ પાતળી છે અને તેને પોણા બે કલાક સુધી લંબાવવા માટે વચ્ચે જે પ્રકારનું અસરકારક અને રેલેવન્ટ પેડિંગ થવું જોઇએ, એ થયું નથી. અહીં થયેલું પેડિંગ મને નબળું લાગ્યું.
- અનુપમ ખેર અને નસીરૂદ્દીનના અભિનય વિશે જયેશ અઘ્યારૂથી માંડીને જેરી પિન્ટો સુધીના પ્રીતિપાત્રો વખાણ કરતા હોય, ત્યારે તેમનાથી જુદા પડવાનું ગમતું નથી. છતાં, મારી પહેલી પ્રતિક્રિયા તરીકે અને મિત્રોના તીવ્ર પ્રતિભાવો વાંચ્યા પછી નવેસરથી મેં વિચારી જોયું. પણ યાદગાર, નોંધપાત્ર કે ઉલ્લેખનીય એક્ટિંગ કહેવાય એવું કશું મને યાદ આવ્યું નહીં. એમની એક્ટિંગ ખરાબ છે, એવો મતલબ નથી. નસીરૂદ્દીને અને અનુપમ ખેરે ડાયરેક્ટરે કહ્યું એમ કર્યું છે. ફાઇન. પણ એમાં કશું વિશેષ નથી. રોલની ડીમાડ તરીકે ઠંડકવાળા કોમનમેન તરીકેની એક્ટિંગમાં નસીરૂદ્દીનને તેની આવડત કે ક્ષમતાનો બહુ ઓછો હિસ્સો વાપરવાનો થાય છે. અનુપમ ખેર પાસે વધારે તકો અને વધારે વૈવિઘ્યપૂર્ણ સિચ્યુએશન્સ છે. તેમની એક્ટિંગ વિશેષ નોંધપાત્ર છે કે નથી એ વિશે મતભેદ હોઇ શકે. મને નથી લાગી. તમને લાગી હોય તો એનો વિરોધ કરવા ઇચ્છતો નથી.
વેનસડેઃ વર્તમાન સાથેના સંબંધ વિશેઃ
આ ફિલ્મ મેં લખ્યું તેનું મૂળ અને મુખ્ય કારણ વર્તમાન સંદર્ભ સાથેનો તેનો સંબંધ છે. આવી ફિલ્મોનો કોઇ લેખિત દાવો હોય કે ન હોય, તો પણ વર્તમાન અને વાસ્તવિકતા સાથેનો તેનો સંબંધ સ્પષ્ટ અને ખટકે એવો છે.
- ફિલ્મનો કેન્દ્રીય ઘ્વનિ એ છે કે ૧) પોલીસ પાસે પૂરતી સત્તા કે સાધનો નથી એટલે પોલીસ લાચારી અનુભવે છે. તેમને છૂટો દોર આપવામાં આવે તો એ અસરકારક બની શકે. પરંતુ, રક્ષણ માટે મુકાયેલો કોન્સ્ટેબલ છોકરીની છેડતી કરે ત્યારે તેનો ઉપરી શું કરે છે? એ આખી સિકવન્સ અને તેની ક્રુડનેસ યાદ કરવા જેવી છે. તેનો સાર એટલો કે કાયદો પડે ખાડામાં. સ્થળ પર જ નિકાલ કરી નાખોઃ પછી એ બીજો પોલીસ હોય, ગુંડો હોય કે પ્રજા હોય.
પોલીસની આ વર્તણૂંકને સ્વીકાર્ય બનાવવાની વાતો કરવી બહુ સહેલી અને આકર્ષક છે. મુ.નગીનદાસ સંઘવીએ આજના ‘ભાસ્કર’ની કળશ પૂર્તિમાં એ જ મતલબનું લખ્યું છે. પરંતુ ફિલ્મ હોય કે મુ. સંઘવીસાહેબ, તે એવું કલ્પીને ચાલે છે કે પોલીસ તો હંમેશાં કાયદો-વ્યવસ્થા અને સચ્ચાઇની સાથે જ રહેશે. આવી ધારણા તે કયા આધારે બાંધવામાં આવે છે તે સમજાતું નથી.
એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટોના ભ્રષ્ટાચાર, અમર્યાદ સંપત્તિ, અમર્યાદ દાદાગીરી અને અન્ડરવર્લ્ડના સંપર્કો વિશે આટલું બઘું જાણ્યા પછી અને ગુજરાતમાં કોમી હિંસા દરમિયાન પોલીસ જે હદે તમાશબીન બનીને કે સત્તાધીશોની આજ્ઞાંકિત બનીને ઊભી રહી- પ્રામાણિકતાપૂર્વક ફરજ બજાવનારને પનિશમેન્ટ પોસ્ટિંગ અપાયાં- એ બઘું જાણીને પણ પોલીસને અમર્યાદ સત્તા આપતા કાયદા લાવવાનું અને આપીને તેમની પર આંખ મીંચીને વિશ્વાસ મુકવાનું કહેવામાં આવે છે. આ ચર્ચા આગળ લાંબી ચાલે એમ છે. એ માટે અલગ લેખ કરવા ધારૂં છું. પણ ‘વેનસડે’માં રજૂ થતા ઘટનાક્રમ અને ઝુકાવના સંદર્ભમાં આટલું.
- ‘સામાન્ય માણસનો બદલો’નો ખ્યાલ આકર્ષક છે- જયેશ અઘ્યારૂ કહે છે તેમ, એ ડાયરેક્ટરનું દ્રષ્ટિબિંદુ હોઇ શકે છે. તો ભલે રહ્યું. મને એ માન્ય નથી. ‘સામાન્ય માણસ હતાશ થઇ જાય, તેનું કોઇ સાંભળે નહીં તો શું કરે?’ આ વાતને ફક્ત હિંદુ સમાજના જ નહીં, મુસ્લિમ સમાજના સંદર્ભમાં પણ વિચારવા જેવી નથી લાગતી? હિંદુ હોય કે મુસ્લિમ, હતાશાને કારણે કોઇને શસ્ત્ર હાથમાં ઉઠાવવાનું લાયસન્સ મળી જતું નથી.
ફિલ્મ રજૂ થાય પછી તે ફક્ત ‘ડાયરેક્ટરનું દ્રષ્ટિબિંદુ’ મટી જાય છે. તેનો વિષય આટલો સંવેદનશીલ અને લોકલાગણીને ચોક્કસ રીતે અસર કરી શકતો હોય ત્યારે તો ખાસ. સામાન્ય માણસોને આટલો બધો ગુસ્સો આવતો હોય અને બે-ચાર ત્રાસવાદીઓને ઉડાડી દેવાથી મઝા પડી જવાની હોય, તો એ બહુ સસ્તો સોદો છે અને નેતાઓને એ જ જોઇએ છેઃ બે-ચાર એન્કાઉન્ટર કરીને વ્યાપક (લાર્જર) સમસ્યાને જાજમ તળે ધકેલી દેવી. આ સંબંધે વઘુ લખવાને બદલે ઓગસ્ટમાં મુકેલો મારો લેખ ‘બોમ્બવિસ્ફોટ અને હિંદુ-મુસ્લિમ સંબંધો’ જોવા ભલામણ છે.
- ‘દરેક વાતમાં મોદીને વચ્ચે ન લાવશો’ એ કહેવાનું ઠીક ચલણ થઇ ગયું છે. એક લેખ હું એ વિશે પણ કરવાનો છું - ઘણી વાતોમાં મોદીને શા માટે વચ્ચે લાવવા પડે છે અને મને બિનઅંગત કારણોસર મુખ્ય મંત્રી કેમ ગમતા નથી- એ વિશે. પરંતુ મોદીના પ્રેમી તરીકે કે તેમના ઉલ્લેખોથી કંટાળેલા વ્યક્તિ તરીકે આ બાબતથી ખીજાતા લોકોને મારે એટલું જ કહેવાનું કે જે જે મુદ્દે મોદીની ટીકા થાય છે, તેની મેરિટ વિશે તમારે કંઇ કહેવાનું નથી? સરકારી પ્રચારનાં પૂર સામે, મુખ્ય મુદ્દાને બાજુ પર ધકેલવાના સરકારી પ્રયાસો સામે અને અંજાયેલી પ્રજાના મનમાં વાજબી મુદ્દા ઠસાવવા માટે ‘હેમરીંગ’ કરવું પડે, એ ‘પાછળ પડવું’ કહેવાતું હોય તો ભલે કહેવાતું. જે મુદ્દે ટીકા થઇ હોય તે ખોટો હોય, તેમાં ભૂલ હોય, પ્રમાણભાન ન જળવાયું હોય તો કાન પકડજો. સ્વીકારીશ. પણ ‘હવે મોદીને વચ્ચે ન લાવશો.’ એ સૂચન ફક્ત ‘કંટાળો આવે છે’ કે ‘મોદીપ્રેમી તરીકે અમને ગમતું નથી’ એવાં કારણોસર પાળવાનું અઘરૂં છે.
Saturday, September 20, 2008
(ન) જોવા જેવી ફિલ્મઃ એ વેનસડે
આ વિભાગમાં સામાન્ય રીતે જોવા જેવી ફિલ્મ વિશે જ લખવું એવી ગણતરી હતી, પણ આતંકવાદના વર્તમાન માહોલ અને તેમાં ‘કંઇક નવું’ના દાવા સાથે આવેલી આ ફિલ્મ જોયા પછી લાગ્યં કે એના વિશે લખવું જ જોઇએ.એક લીટીની અને સાવ ‘બાલ ઠાકરેઇશ’ કહેવાય એવી સ્ટોરીલાઇન એવી છે કે ત્રાસવાદીઓ સામે સરકાર અને સરકારી તંત્ર નિષ્ફળ જાય તો નાગરિકોએ બોમ્બ બનાવીને ત્રાસવાદીઓને ઉડાડી દેવા. ચતુરસુજાણો આ વાર્તામાંથી અવનવા ગૂઢાર્થો શોધી કાઢશે, પણ સ્ટોરીનો પાયો એટલો નબળો છે કે તેની પર કોઇ પણ પ્રકારની ચર્ચા ટકી શકે નહીં.
ફિલ્મમાં જે રીતે પોલીસ કમિશનર અનુપમ ખેરને ઘાંટાઘાંટ કરતા, ફિલ્મી પ્રતિભાવો દાખવતા અને મેલોડ્રામેટિક બતાવ્યા છે, તે જોતાં કેટલાક ઠેકાણે ફિલ્મ પેરડી જેવી લાગે છે, તો ઘણી વાર ફારસ જેવી. ફિલ્મના કહેવાતા એન્ટીક્લાઇમેક્સની ચબરાકી વિશે કંઇ લખવું નથી. કારણ કે એ સાવ કૃતક અને વઘુમાં વઘુ, મનોરંજક છે. તકલીફ એ છે કે ફિલ્મનો આશય મનોરંજનનો નહીં, પણ એથી વિશેષ છે. તેને ત્રાસવાદ વિશેની એક સેન્સીબલ ફિલ્મ તરીકે ગણાવવામાં આવે, ત્યારે એ ફિલ્મ કરતાં એવું ગણાવનારા વિશે ઘણા સવાલ ઊભા થઇ શકે છે. ફિલ્મમાં ૧૯૯૩ કે ૨૦૦૨ જેવી સત્ય ઘટનાઓના ચુનંદા ઉલ્લેખ આવે છે, પણ ફિલ્મનું પોત સત્યઘટનાઓનો ભાર ઝીલી શકે એવું નથી. એ સંજોગોમાં આ ઘટનાઓનો ઉલ્લેખ લોકોનો મુસ્લિમો પ્રત્યેનો પૂર્વગ્રહ વધારવા સિવાય બીજું કંઇ કામ કરતો નથી.
ખેરે ગુજરાતના મુખ્ય મંત્રીને આ ફિલ્મ બતાવી હતી. ત્યાર પછી - કદાચ આ ફિલ્મ જોવાની સહનશીલતા દાખવવા બદલ- તેમનાં ભરપેટ વખાણ પણ કર્યાં. તેમની જાડી ગણતરી એટલી જ હતી કે વણઝારાના ગોડફાધર એવા મોદીને ‘ખૂનકા બદલા ખૂન’નો કેન્દ્રીય ઘ્વનિ ધરાવતી આ ફિલ્મ ગમશે જ. તેમની ગણતરી સાચી પણ હતી. ત્રાસવાદને નાથવામાં સમાજ અને ગવર્નન્સની નિષ્ફળતા વિશે ભાગ્યે જ વાત કરતા આ ચતુરો ‘વેનસડે’ જેવી ફિલ્મો દ્વારા લોકલાગણીને અવળી દિશામાં દોરવાની કુસેવા કરે છે. નસીરૂદ્દીન શાહના ચાહકોએ આ ફિલ્મ ખાસ ન જોવી. કેમ કે, નસીરૂદ્દીનની પ્રતિભાનો તેમાં સાવ બગાડ થયો છે.
સાથે આવેલાં એક મિત્રએ અડધી-પોણી ફિલ્મે વોકઆઉટની તત્પરતા બતાવી હતી. બહાર નીકળીને કીટલી પર ચા પીવામાં વધારે મઝા આવશે એવું તેમને લાગ્યું. છતાં અમે ફિલ્મ પૂરી કરી. બહાર નીકળ્યા પછી કીટલી પર ચા પીધી ત્યારે લાગ્યું કે તેમની વાત સાચી હતી.
આ ‘વેનસડે’માં કોઇ ‘ફ્રાઇડે’ (શક્કરવાર) નથી.
Thursday, August 28, 2008
ત્રાસવાદ અને કવિતા : (બોમ્બનો) એક ઘા
Tuesday, August 26, 2008
બોમ્બવિસ્ફોટ અને હિંદુ-મુસ્લિમ સંબંધો
- વંઠેલો છોકરો ગામમાં તોફાન કરી આવે ત્યારે શું થાય? ગામવાળા તો જે કરે તે, પણ પહેલી બે ધોલ છોકરાનાં માતા કે પિતા જ લગાવે. કારણ કે ગામલોકોને તો ફક્ત ગુસ્સો હોય, જ્યારે માતાપિતાના મનમાં ગુસ્સા ઉપરાંત ‘છોકરાએ અમારૂં નામ બોળ્યું’ એવી વ્યથા પણ હોય. મુસ્લિમ આતંકવાદીઓ પ્રત્યે મુસ્લિમ સમાજે આ વલણ વઘુ ને વઘુ અસરકારક રીતે પ્રગટ કરવું રહ્યું. પાકિસ્તાનના સર્જનનાં ૬૧ વર્ષ પછી ભારતીય મુસ્લિમો પાસે તેમની વફાદારીના પુરાવા માગવા કે એવી માગણીના ટેકામાં છ દાયકા પહેલાં સરદાર પટેલે કરેલા ભાષણને ટાંકવું એ મૂર્ખામી છે. મુદ્દો એ છે કે મુસ્લિમ સમાજને ઇસ્લામની બદનામી કરતા આતંકવાદીઓ સામે માત્ર વાંધો હોય એટલું પૂરતું નથી. એ વાંધો અસરકારક રીતે (પ્રેસનોટ સિવાય) સામાજિક વ્યવહારમાં પ્રગટ થાય એ જરૂરી છે.
- અસહિષ્ણુતા, હિંદુદ્વેષ અને હિંસક બદલાની વાતો કરનારા ધર્મગુરૂઓને મુસ્લિમ સમાજે પહેલાં ચેતવણી આપવી જોઇએ અને પછી ન સુધરે તો પાઠ શીખવવો જોઇએ. આ પ્રક્રિયામાં કાનૂની માર્ગદર્શન કે મૌલિક આઇડીયા માટે સ્વૈચ્છિક સંસ્થાઓની ખપ પૂરતી અને માત્ર સમાજે નક્કી કરેલા એજેન્ડા પુરતી મદદ લઇ શકાય. સરેરાશ હિંદુ ધર્મગુરૂઓ ધંધામાં વધારે ઘ્યાન આપે છે. એટલે મુસ્લિમદ્વેષ અને હિંસા તેમના એજેન્ડામાં પ્રાથમિકતા ધરાવતાં નથી. એ ખરૂં કે તે પોતાના અનુયાયીઓને હિંસાના માર્ગેથી ભાગ્યે જ પાછા વાળી શકે છે.
- ગુજરાતમાં ઘણા ઠેકાણે હજુ હિંદુઓ અને મુસ્લિમો સાથેસાથે વસે છે. ત્યાં નવાં ‘જુહાપુરા’ ઊભાં ન થાય, એ સ્થાનિક સામાજિક આગેવાનોની જવાબદારી છે. એ આગેવાનો કોંગ્રેસ-ભાજપના ખેલ કરતા હોય, તો નવા શિક્ષિતોએ આગળ આવવું પડે. શહેરોમાં મુસ્લિમોના અલગ વિસ્તારો થઇ ગયા હોય ત્યાં, એ વિસ્તારોમાં સૌની અવરજવર રહે એવી જાતનાં સંગઠન, કાર્યક્રમ કે પ્રવૃત્તિઓનું આયોજન કરી શકાય. બન્ને સમુદાયોને એકબીજા વિશેની કોઇ પણ ગેરસમજણ હોય તો એ વિશે સામસામે બેસીને વાતચીત થઇ શકે, એટલો સંપર્ક જળવાઇ રહેવો જોઇએ. જેટલો સંપર્ક વધારે, એટલાં અવિશ્વાસ-અસલામતી ઓછાં.
- આ ‘હિંદુ’સ્તાન છે, એવી માન્યતા મુસ્લિમોના મનમાંથી નીકળી જવી જોઇએ અને મુસ્લિમો ‘પરદેશી આક્રમણખોર’ છે એવું ‘ઐતિહાસિક’ ભૂંસું હિંદુઓના દિમાગમાંથી દૂર થવું જોઇએ. કેમ કે, આપણે ઇતિહાસમાં નહીં, પણ વર્તમાનમાં જીવીએ છીએ. રાજકીય પક્ષો અને કોમના રાજકીય આગેવાનો આ બન્ને ભ્રમણાઓ ટકાવીને એ મુદ્દે લોકોની લાગણી ઉશ્કેરીને પોતાના રોટલા શેકે છે.
- ‘ભારતમાં મુસ્લિમોની આબાદી હિંદુઓ કરતાં વધી જશે અને એ ભારત પર કબજો કરી લેશે’ એવી દંતકથાઓ પાછળ રહેલી રાજકીય ચાલબાજી હિંદુઓ સમજતા થાય અને હિંદુઓ પ્રચંડ બહુમતિમાં હોવાથી મુસ્લિમોની સલામતી નથી, એવો ખ્યાલ મુસ્લિમો છોડી દે. આ ભારત છે. પાકિસ્તાન નથી. અહીં ભાંગીતૂટી પણ લોકશાહી છે, બંધારણ છે, હકો છે, હકો માટેની લડત કરવાની જગ્યા છે, અદાલતો છે. હવે તો (પોતાના એજેન્ડા પ્રમાણે) ગામ ગજવી નાખનારી સ્વૈચ્છિક સંસ્થાઓ અને ન્યૂઝ ચેનલો પણ છે. એ સંજોગોમાં ભારત જેવા દેશમાં કોસોવો કે રવાન્ડા જેવા જનસંહાર થાય અને મોટી સંખ્યામાં મુસ્લિમોને ખતમ કરી નાખવામાં આવે, એવો ખોફ મુસ્લિમોએ મનમાંથી કાઢી નાખવા જેવો છે.
- ૨૦૦૨માં મુસ્લિમોને બરાબર પાઠ શીખવ્યાનું જે હિંદુઓ માનતા હશે, તેમણે યાદ રાખવા જેવું છે કે હિંસાથી કોઇ પાઠ શીખવાતો નથી. લાખો યહુદીઓને માર્યા પછી પણ હિટલર યહુદીઓને કોઇ પાઠ શીખવી શક્યો નહીં. ઊલટું, તેનાથી યહુદીઓ જીવ પર આવી ગયા અને બીજા વિશ્વયુદ્ધ પછી ઇઝરાઇલ સ્થાપ્યું. એ જ યહુદીઓનું ઇઝરાઇલ હિંસાથી અને અમેરિકા જેવા દેશનો ટેકો હોવા છતાં ઘરઆંગણે શાંતિ સ્થાપવામાં કેટલું સફળ થયું છે? ઇઝરાઇલના જુસ્સાની વાજબી પ્રશંસા કરતી વખતે મોતના કાયમી ખૌફ નીચે જીવતા તેના નાગરિકોની સ્થિતિ વિશે વિચાર્યું છે કદી?
આગળ જણાવેલી દરેક બાબતો માટે એક સવાલ થઇ શકેઃ ‘આમાં પહેલ કોણ કરે?’ તેનો એક જ જવાબ છેઃ જે પોતાની જાતને વધારે બહાદુર માનતા હોય તે!
Saturday, August 23, 2008
Divya Sandesh from newpapers of Gujarat post blasts
AMRITA SHAH
(In the aftermath of Gujarat Bomb blast, Amrita Shah, a friend and senior writer-analyst from Mumbai, wanted to study the reactions of Gujarati newspapers, which were unusual to say the least. I sent her the material in English with some footnotes and here is the result- Urvish Kothari)
Gujarat Chief Minister Narendra Modi may have won kudos from the rest of India for his quick and responsible handling of a potentially volatile situation following the recent bomb blasts in Ahmedabad. But at home the response has been less enthusiastic. The vernacular press, which openly supported the pro-Hindutva forces at the time of the post-Godhra violence in 2002, so much so that Modi sent appreciative letters to fifteen publications, has been more ambivalent this time round. An analysis of Ahmedabad editions of major Gujarati newspapers Gujarat Samachar, Sandesh and Divya Bhaskar immediately following the blasts (July 27-31) for instance reveals a range of responses that mark a shift, both from the demagogic attitudes of 2002 – which moved the Editors Guild to rush a three-member team to Gujarat at the time -- and towards a leader whose efficacy and views have seemed unassailable over the last eight years.
On immediate sight, the shift seems imperceptible. The prominence given to Modi’s criticism of the central intelligence bureau and to his claim that the ‘Intentions of terrorists will not be allowed to be successful’ along with a photo story on the compensation of victim’s families indicates an administration in control. BJP leader L.K. Advani’s demand for an anti-terror law, a blast victim asking the Prime Minister to emulate Israel’s example in dealing with terrror and Extra Comment, a column in Sandesh also seem to endorse the press’s traditional hardline stance.
But.a closer look reveals a far less single-minded response. Indeed the dominant trend is critical rather than adulatory. The state administration is blamed for various failures, from not taking the modernization of madarsas seriously to the weakening of the state’s intelligence bureau by using it to spy on opposition leaders and protecting ‘cowardly’ leaders. A news item in Sandesh also suggests that communal policies may have destroyed links between Muslim police officers and informers.
It is the chief minister’s image as a guardian of Gujarat however that has proved to be a major liability for him in the post blast scenario. The Congress party’s allegation that the chief minister’s verbosity invited the blasts finds wide play. A statement from state BJP chief Purushottam Rupala made the day before the blasts : `There are no chances of terrorist attack in Gujarat as long as Modi .is there` further underscores the irony as does a two-column box item in Gujarat Samachar which claims :’CM’s boasting blown apart. Terrorists slapped the rulers by serial bombing.’ Even Divya Bhaskar the mildest in its reproaches admits that the state administration was unsuccessful in maintaining security without mentioning the chief minister by name.
The BJP has not gotten off easily either. Sandesh is critical of L. K. Advani, suggesting that he was rushing in to get sympathy in view of the approaching elections and accusing him of being overly preoccupied with his personal security. A column titled 'Chinee kam' in the paper even ridicules the party’s demand for an anti-terrorism law contrasting it unfavourably with Jaswant Singh’s trip to Kandhar.
In 2002, the Editors Guild found an influential section of the Gujarati press biased in favour of the majority Hindu community (the editor of Sandesh whose circulation rose by 150,000 in those traumatic months for instance, told the visiting team that ‘Hindu protection is my duty’). It also found a tendency to distort facts and towards sensationalism. In the recent context these tendencies have also been visible. Bold fonts and a liberal use of red in announcing the rise of terrorism in Gujarat Samachar and the prominence given to VHP’s counter threat in Sandesh seem geared towards an almost incendiary effect.
Speculation too has been rife. The involvement of a suicide bomber in the Civil Hospital blast is confidently asserted (with illustrations) and later denied. The blasts are claimed variously to be hatched in Baroda, Saudi Arabia and Ahmedabad’s Muslim stronghold Juhapura. CDs titled ‘Anarchist’s cookbook-4’ are said to be found in Umargam-Vapi in south Gujarat and chemicals for bombs are said to have been sourced from Ankleshwar. SIMI, Dawood Ibrahim, a maulvi from mangrol are among the suspected masterminds. The involvement of Hindu ‘gaddars’ is also suggested. And customary suspicions about madarsas – their lack of modernization, their financial sources -- are aired. Divya Bhaskar’s reportage veers towards the imaginative attributing the lucky escape in Surat being due to the discovery of a Ganesha idol placed with one of the bombs; the paper also draws an arbitrary profile of terrorists based on 12 traits including rebelliousness, cunning, confidence and so on.
Alongside the sensationalism and wild speculation however, surprisingly, (given the divisive rhetoric of 2002), are also pieces celebrating communal harmony. Sandesh’s Chinee Kam claims Muslims and Hindus want to stay peacefully but 'some misguided unholy organizations have blasted Ahmedabad to settle political scores'. Divya Bhaskar carries a picture of a Muslim Rakhi-maker with the claim that ‘Hindus and Muslims are woven like the threads of a rakhi’. Gujarat Samachar claims ‘terrorists don’t have any religion’ and reports on Hindus helped Muslim victims, quoting the saviours as saying : `think of us as your family members’ The paper also carries a story that talks of ‘operation face-saving’ following the bomb blasts, a rare, unequivocal criticism of the Crime Branch’s anti-minority bias in the mainstream press that talks of the predictable hunt for Muslim history sheeters, naming Maulvi Abdul Hamid of the Dani Limada area of Ahmedabad as being the first victim.of the Crime Branch’s ‘Vanzara pattern’, a reference to the celebrated encounter cop.
It is possible that the media coverage in the wake of the bomb blasts is more a response to a traumatic incident than a long term shift in perceptions that have dominated the state in recent years. Yet it may be a phenomenon worth watching.
(Amrita Shah is author of first ever full fledge biography of Dr.Vikram Sarabhai. She’s currently working on Ahmedabad. )
Wednesday, August 13, 2008
આતંકવાદનો સામનો છેતરામણી નારાબાજીથી
બોમ્બવિસ્ફોટ પછીના ગુજરાતમાં શાણપણ અને સ્વસ્થતાની સાથોસાથ શીખામણો, ઉપદેશો અને પડ્યા પછી ટંગડી ઉંચી રાખવાની ફેશનનો વાયરો પણ વાયો છે. સ્થાપિત - અને વિસ્થાપિત- હિતો પોતપોતાના એજેન્ડાને સદભાવના અને સામાજિક જવાબદારીમાં વીંટાળીને રજૂ કરી રહ્યાં છે.
જાહેર ફિક્સરો સહિત ઘણા મુખ્ય મંત્રીને અભિનંદન પાઠવતા હતા. એક જાણીતા ગાયક કલાકારના ફાઉન્ડેશને ઉત્સાહમાં આવીને મુખ્ય મંત્રીની તસવીર સાથે લખાવ્યું હતું ‘મંદિરોમેં ઘંટ બાજે, મસ્જિદોંમેં હો અજાન, શેખ કા હરમ ઔર દિન-એ-બરહમન આઝાદ હૈ/ અબ કોઇ ગુલશન ના ઉજડે, અબ વતન આઝાદ હૈ’. વતન કોનાથી ઉજડ્યું હતું અને કોનાથી ‘આઝાદ’ છે, તેના વિશે ખુલાસો કરવાની ૨૦૦૨ પછીના ગુજરાતમાં જરૂર જોવામાં આવી ન હતી.Monday, August 11, 2008
After Bomb-blast : Reinventing the Wheel
Wednesday, August 06, 2008
ઝાડ પર લટકતા ન ફૂટેલા બોમ્બનો ઇન્ટરવ્યુ
ગુજરાતમાં ચોમાસું જામ્યું છે. પાણીનો વરસાદ પડે કે ન પડે, બોમ્બની- અને બોમ્બની અફવાઓની-વૃષ્ટિ થઇ રહી છે. અમદાવાદમાં બોમ્બ ફૂટ્યા. સુરતમાં તે ફૂટતા પહેલાં પકડાઇ ગયા. એક જમાનામાં ત્રાસવાદીઓને ‘ચુન ચુનકે’ મારવાની વાતો કરનાર ગુજરાતના મુખ્ય મંત્રીની પોલીસ અને પ્રજા અત્યારે તો ‘ચુન ચુનકે’ બોમ્બ વીણી રહી છે. ગુજરાતની ધરતી ‘સુજલામ્ સુફલામ્’ને બદલે ‘સુધડામ, સુભડામ’ બની ગઇ હોય એવું લાગે છે. ઝાડ પર જરઝવેરાત લટકતાં હોય એવાં દ્રશ્યો ઘણી બાળવાર્તાઓ અને પરીકથાોમાં આવતા હતા. પણ ગુજરાતનાં બાળકો માટે ઝાડ પરથી બોમ્બ લટકતા મળી આવે છે- અને એ પરીકથા નથી. વાસ્તવિકતા છે.
આખી ગરમાગરમીના કેન્દ્રમાં રહેલા બોમ્બમાં જીવ આવે અને એવો ‘જીવતો’ બોમ્બ કોઇ ઝાડ પરથી લટકતો મળી આવે તો?
ખબર છે. સૌથી પહેલો વિચાર પોલીસ સ્ટેશને ફોન કરીને એકવીસ હજાર રૂપિયાની રોકડી કરવાનો આવે. પણ ત્યાર પછી ‘જીવતા’ બોમ્બ સાથે વાતો કરવાની તક મળે તો કેવા પ્રકારની વાતચીત થાય?
***
પ્રશ્ન: તમારો જન્મ ક્યાં થયો હતો?
બોમ્બ: આ ઇન્ટરવ્યુ છે કે ઇન્ટરોગેશન (તપાસ)?
પ્ર: ઇન્ટરોગેશન હોત તો મારે પૂછપરછ કરવાની જરૂર જ ક્યાં હતી? મારે તમને જે સાબીત કરવા હોય, તે સાબીત કરી દેતાં મને ક્યાં નથી આવડતું? પણ એ જવાબદારી પોલીસની છે. આ માત્ર ઇન્ટરવ્યુ જ છે.
બોમ્બ: જાણીને દુઃખ થયું. મેં સાંભળ્યું હતું કે પૂછપરછ કરનારા ઊંદરને વાઘ બનાવીને, પોતે ‘વાઘમારે’ બની જાય છે. મને હતું કે એ લોકો મને પણ સાદા તકલાદી બોમ્બને બદલે મહાવિસ્ફોટક બોમ્બ તરીકે ઓળખાવશે અને મારી ભયંકર છબી ઊભી થશે...
પ્રઃ તમારી નિખાલસતા કાબિલે દાદ છે. તમે પોતે જ પોતાની જાત વિશે ‘તકલાદી’ જેવું વિશેષણ વાપરો છો. અમારી સરકારને તમારી થોડી નિખાલસતા ઉછીની આપશો?
બોમ્બઃ સરકાર નિખાલસ થશે, તો બિચારા માહિતીખાતા પાસે શું કામ રહેશે? એટલે એ વાત જવા દે. મુદ્દાની વાત કર.
પ્રઃ એ જ તો કરતો હતો. તમારો જન્મ ક્યાં...?
બોમ્બ (સવાલ અધવચ્ચેથી કાપીને): મારા જન્મ વિશે શું કહું? તમને કોઇએ કહ્યું નથી કે બાવાનું અને બોમ્બનું મૂળ ન પૂછાય? ના કહ્યું હોય તો હું કહી દઊં છું...
પ્રઃ ઓકે. પહેલો સવાલ છે, એટલે આવો ઉડાઉ જવાબ માન્ય રાખું છું. તમને અહીં કોણ લાવ્યું?
બોમ્બઃ (મોટા અવાજે) એટલે તમે શું કહેવા માગો છો? એમ જ ને કે મને આતંકવાદીઓ નહીં, પણ તકવાદીઓ અહીં લાવ્યા છે અને સરેઆમ રઝળતો મુકી ગયા છે, જેથી લોકો મને શોધી શકે...
પ્રઃ તમે બહુ ગરમ મગજના છો.
બોમ્બઃ એટલે તો બોમ્બ છું. નહીંતર બરફ ન હોત? એકસાથે બોમ્બ અને બરફ બનવાનું રાજકારણમાં ચાલે, ત્રાસકારણમાં નહીં.
પ્રઃ વાહ, તમે તો ચિંતક જેવું બોલો છો.
બોમ્બઃ આટલી ચબરાકીમાં તમને ચિંતન દેખાઇ ગયું? તો એ માપ પ્રમાણે તારે મને બોમ્બને બદલે એટમબોમ્બ ગણવો જોઇએ.
પ્રઃ ખરેખર કહું છું. તમે આમ રસ્તે રઝળવાને બદલે ચિંતન અને પ્રેરણાના માર્કેટમાં આવી જાવ. બહુ મોટું બજાર છે. તેમાં ફૂટી ગયેલી તોપોથી માંડીને હવાઇ ગયેલી ટીકડીઓ સુધી ઘણા પોષાય છે...
બોમ્બઃ તું મારો ઇન્ટરવ્યુ લેવા આવ્યો છે કે મને કામધંધે લગાડવા?
પ્રઃ સારૂં. તો આપો જવાબ. તમને રાજકારણમાં રસ છે?
બોમ્બઃ ના, પણ રાજકારણીઓને મારામાં રસ છે. તે મારા નામે મત ઉઘરાવવા હંમેશાં પ્રયત્નશીલ હોય છે.
પ્રઃ તમારી સાર્થકતા શામાં છે? ફુટવામાં કે ન ફુટવામાં?
બોમ્બ (‘હે વત્સ!’ની શૈલીમાં) ઃ મારી સાર્થકતા જાણતા પહેલાં તું મારી જીવનફિલસૂફી જાણ, જેથી તારા મનમાં આવા ઉટપટાંગ સવાલો ન જાગે. મારું જીવનસૂત્ર છેઃ ‘બનાવે કોઇ, ફોડે કોઇ અને મરે કોઇ.’ આટલામાં સમજી જા.
પ્રઃ ખરૂં કહું છું. માની જાવ. તમે ચિંતનમાં ચાલી જાવ એમ છો..
બોમ્બઃ પણ હજી મને ફૂટી તો જવા દે. ત્યાં ટકી રહેવા માટે ફૂટી ગયેલા બોમ્બનું ખોખામાં ચોંટેલો હોય એટલો દારૂગોળો જ પૂરતો છે.
પ્રઃ હવે સરકિટ વિશે થોડી વાત કરો.
બોમ્બઃ મારૂં ખાતું પણ મુન્નાભાઇ જેવું છે. સરકિટ વિના મારા જીવનમાં અંધારૂં. સરકિટ ન ચાલે તો મારી કશી કિંમત નહીં. મારી બધી ભાઇગીરી સરકિટ પર આધારિત છે. આ વખતે સરકિટ ચાલી નહીં, એટલે મારે ફૂટવાને બદલે તારા સવાલોના જવાબો આપવા પડે છે.
પ્રઃ બોમ્બ તરીકે તમે હંમેશાં જમીન પર રહેવા ટેવાયેલા છો. ઝાડ પર લટકવાનો અનુભવ કેવો રહ્યો?
બોમ્બઃ બોરિંગ. હવે ફરી હું કહી દેવાનો છું કે મને લટકાવવો હોય તો ફાંસીએ લટકાવજો, પણ ઝાડ પર ન લટકાવશો.
પ્રઃ વાહ, તમે નેતા જેવું વિધાન કર્યું. અમારા નેતાઓ વાતવાતમાં કહેતા હોય છે,‘મારી પરનો આરોપ પુરવાર થાય તો મને ફાંસીએ લટકાવજો.’
બોમ્બઃ તમે વારે વારે નેતાઓને વચ્ચે લાવીને મારી લાગણી શા માટે દુભવો છો? આખરે મારી વિનાશક શક્તિ કેટલી? મારી મારીને હું કેટલા માણસોને મારવાનો હતો? જ્યારે તમારા નેતાઓનાં કારસ્તાનથી કેટલાં માણસો મરે છે? તોય તમે નેતા કરતાં બોમ્બથી વધારે ગભરાવ છો. તમારાં ધોરણ મને સમજાતાં નથી.
પ્રઃ આમ ફુટ્યા વગર જીવ્યા કરવાનું કેવું લાગે છે?
બોમ્બઃ આ લાયકાત મુખ્ય મંત્રીના ઘ્યાન પર આવશે, તો વહેલામોડા ગુજરાતના મંત્રીમંડળમાં આપણો નંબર લાગવાનો પૂરેપૂરો ચાન્સ છે. એમને કહેજે, આપણને ગૃહખાતું ચાલશે.
પ્રઃ છેલ્લો સવાલ. એનો સાચો જવાબ આપજો. તમારા થકી ઘણા નિર્દોષોનાં મૃત્યુ થાય છે. અનેક કુટુંબો ઉજાડવા માટે તમે સીધી કે આડકતરી રીતે જવાબદાર છો. તમારી તાકાતના, ઘૂનના અને કર્મઠતાના કેફમાં તમે આંખે પાટા બાંધી દો છો અને તમારી મમતને કારણે થતું નુકસાન જોઇ શકતા નથી. તમે માનો છો કે તમને તમારૂં કામ કરતાં કોઇ જ રોકી શકે એમ નથી...
બોમ્બ (અધવચ્ચેથી અટકાવીને) : એક મિનીટ, એક મિનીટ. કંઇક ગેરસમજણ થતી લાગે છે. તમે મુખ્ય મંત્રીનો નહીં, મારો- એક બોમ્બનો, ઝાડ પરથી મળેલા જીવતા બોમ્બનો- ઇન્ટવ્યુ લઇ રહ્યા છો...
આ સંવાદ સાથે જ ઇન્ટરવ્યુનો અવિધિસરનો અંત આવે છે.
Friday, August 01, 2008
આંખનું કાજળ ગાલે # 3 : આંખનું કાજળ દાઢીએ?
મુખ્ય મંત્રીઃ દેશભરમાં અગાઉ 11 આતંકવાદી હુમલા થયા છે. ગુજરાતમાં થયેલો હુમલો બારમો છે. એટલે એ અગાઉના હુમલાની જ એક કડી છે.
અર્થઃ ગુજરાતના બોમ્બધડાકા સંદર્ભે- કે બીજી કોઇ પણ રીતે- 2002નો ઘટનાક્રમ અને તેમાં મુખ્ય મંત્રીની કે સરકારની ભૂમિકા વિશે હરફ પણ ઉચ્ચારવો નહીં. આતંકવાદીઓના કહેવાતા ઇ-મેઇલમાં 2002ની વાત આવે તો પણ નહીં.
ગુજરાત દેશનો જ એક હિસ્સો છે, જે અત્યાર સુધી મુખ્ય મંત્રી ભૂલી ગયા હતા, પણ ધડાકાથી તેમની નીંદર ઉડી અને ઠીક યાદ આવ્યું...
અત્યાર સુધી દેશમાં ધડાકા થતા હતા ત્યારે મુખ્ય મંત્રી એમ માનીને મુસ્તાક હતા કે ‘2002માં મુસ્લિમોને આપણે એવો પાઠ શીખવ્યો છે કે હવે કોઇ આઘાપાછા નહીં થાય.’ હવે ધડાકા થયા છે. શું કરવાનું?
મુખ્ય મંત્રીઃ આતંકવાદ પ્રોક્સીવોર છે. દેશમાં યુદ્ધ જેવો માહોલ ઊભો ન થાય ત્યાં સુધી તેનો અસરકારક રીતે સામનો થઇ શકે નહીં.
અર્થઃ ‘યુદ્ધ જેવો માહોલ’ એટલે શું, તે કવિ કહેશે જરા? ‘યુદ્ધ જેવો માહોલ’ એટલે સરકાર કરે તે સાચું અને નાગરિકોએ કશું બોલ્યા વગર ચૂપચાપ પોતાના તમામ અધિકારો ‘રાષ્ટ્રની સુરક્ષા કાજે’ સરકારના ચરણે ધરી દેવાના.
- તો પછી આસારામ એન્ડ કંપની સામે પગલાં લેવા માટે પણ ‘યુદ્ધ જેવો માહોલ’ સર્જાય ત્યાં લગી રાહ જોવી પડશે કે શું?
આંખનું કાજળ ગાલે # 2 : 26 તારીખના ધડાકા અને સૂરસૂરિયાં

પણ યોગાનુયોગ ઊભો કરવાના ઉત્સાહમાં જબરો ગોટાળો થયો. બે ન ભૂલાય એવી તારીખો ખોટી લખાઇ. ગોધરામાં સાબરમતી એક્સપ્રેસનો ડબ્બો સળગાવવાની તારીખ હતીઃ 27 ફેબ્રુઆરી. એ જ રીતે મુંબઇ બોમ્બબ્લાસ્ટની તારીખ હતીઃ 11 જુલાઇ. છતાં એ બન્ને બનાવો 26 તારીખે બન્યા હોવાનું ભાસ્કરના છપાઇ ગયું અને એસએમએસ પણ ફરતા થઇ ગયા.
આ દુર્ઘટના 26મીએ નહીં, પણ 27મી એ બની!
Tuesday, July 29, 2008
સાવધાન, બોમ્બવિસ્ફોટથી થયેલા નુકસાનનો ફાયદો બીજું કોઇ ન ઉઠાવી જાય
બોમ્બધડાકાનો બેવડો ફટકો
બોમ્બધડાકા જેવી ઘટના બને એટલે સૌથી મોટું નુકસાન નાગરિકોના જીવનું હોય છે. ભારત જેવા દેશમાં નાગરિકોના જીવની ‘કિંમત’ બહુ હોતી નથી. ગરીબોના જીવની તો લગભગ નહીંવત્. મૃતકો વિશે બીજા લોકો આંકડાની રીતે વિચારે છેઃ ‘ત્રીસ-ચાળીસ બહુ ન કહેવાય. સો-દોઢસો હોય તો મામલો ખરેખર ગંભીર કહેવાય.’ હકીકતમાં એક મૃત્યુ થાય તો પણ એક આખો પરિવાર ભાંગી પડે એવું બની શકે છે. બીજું નુકસાન જાહેર અને ખાનગી સંપત્તિનું હોય છે. ઉપરાંત માનસિક આઘાત પણ ખરો.
આટલા બધા મોરચે ફટકા પડ્યા હોય, ત્યારે શાણપણ એમાં છે કે ખાતર પર દીવો ન થાય. જેટલું નુકસાન થઇ ચૂક્યું છે, તેની પાછળ વધારે નુકસાન ન થવા દઇએ, પ્રજાને થયેલા નુકસાનમાંથી બીજું કોઇ ફાયદો ઉઠાવવાની કોશિશ કરે તો તેને સફળ ન થવા દઇએ, તેને ઉત્તેજન ન આપીએ અને તેના ચગડોળે ન ચડીએ. પહેલી નજરે સરકારી સૂચના જેવી લાગતી આ વાત ઠંડા કલેજે વિચારવા જેવી છે. કારણ કે અમદાવાદમાં વિસ્ફોટોને કારણે થયેલી ખુવારી પછી, તેના ‘આફટરશોક’ જેવા વધારાના નુકસાનનો દૌર ચાલુ થઇ શકે છે.
ધડાકા અમુક પક્ષે કરાવ્યા કે તમુક બાવાએ કરાવ્યા, એવાં અનુમાનો ઉછાળવાનો આ સમય નથી. કેમ કે, એવા આરોપ કદી અટકળ કે ગુસપુસથી આગળ વધી શકતા નથી. તેમની સચ્ચાઇ વિવાદાસ્પદ રહેતી હોવાથી એમાં સમય બગાડવાનો અર્થ નથી. પ્રજાકીય દ્રષ્ટિકોણથી જરા જુદી રીતે આ બાબતનો વિચાર કરી શકાયઃ અમદાવાદના બોમ્બવિસ્ફોટોથી કોને કોને ફાયદો મળી શકે એમ છે? અને એ લોકો બોમ્બસિફોટ જેવી કરૂણ ઘટનાનો ફાયદો ખાટી ન જાય, તે માટે આપણે શું કરી શકીએ?
કોને ફાયદો?
‘બોમ્બધડાકાનો ફાયદો? એ કેવી રીતે લેવાય?’ એવું પૂછવા જેટલું ભોળપણ હવે લોકોમાં રહ્યું નથી. એટલે સીધા મુદ્દાની વાત પર આવીએ. સવાલ એ નથી કે ‘બોમ્બધડાકામાંથી કોણ કોણ ફાયદો લેવા માગે છે?’ જાગ્રત નાગરિક તરીકે વિચારવાની વાત એ છે કે ‘બોમ્બધડાકાથી કોને કોને ફાયદો થઇ શકે? અને કેવી રીતે?’
ગુજરાત સિવાય બીજું કોઇ પણ રાજ્ય હોત, તો ધડાકાનો ફાયદો મેળવનારની યાદીમાં સૌથી પહેલું નામ વિરોધપક્ષનું આવ્યું હોત. સામાન્ય રિવાજ પ્રમાણે, જેના શાસનમાં બોમ્બધડાકા થાય તે મુખ્ય મંત્રી અને સરકાર પર વિપક્ષો નિષ્ફળતાનો આરોપ મુકે છે. આ રિવાજ માટે મુખ્યત્વે પ્રજા પ્રત્યેની નિસબત નહીં, પણ હરીફને ભીડાવવાની વૃત્તિ કારણભૂત હોય છે.
પણ ગુજરાતમાં અવળી ગંગા (કે નર્મદા) છે. ગુજરાતમાં બઘું ધડાકાભડાકા વગર સમુંસૂતરું ચાલે, તો મુખ્ય મંત્રી શાંતિ જાળવી રાખ્યાનો જશ મેળવે છે અને બોમ્બધડાકા થાય તો તે આતંકવાદીઓનું નિશાન બનવા બદલ સહાનુભૂતિ અને ‘આતંકવાદીઓને (પકડ્યા પહેલા) નહીં છોડીએ’ની વાતો કરીને અહોભાવ ઉઘરાવી શકે છે.
છેલ્લા થોડા સમયથી ગુજરાતના મુખ્ય મંત્રી કદાચ અત્યારના સુધીના તેમના શાસનકાળનો સૌથી કપરો સમય વીતાવી રહ્યા છે. તેમની પર રાજકીય આફતો ઘણી આવી ને ગઇ, પણ પ્રજાકીય વિશ્વાસનું સ્તર આટલું નીચું કદી ગયું નથી. આસારામના મુદ્દે મૌન, ઢીલાશ અને પ્રજાને બદલે પ્રજા પર હુમલો કરનાર આસારામ એન્ડ કંપનીને રક્ષણ પૂરું પાડવાના મુખ્ય મંત્રીના વલણથી તેમના ઘણા ચુસ્ત સમર્થકો પણ નારાજ થયા છે. તેમનો અહોભાવ સાવ ઓસરી ગયો નથી. પણ સાડા પાંચ કરોડ ગુજરાતીઓના હિતનો દાવો કરતા મુખ્ય મંત્રીનું આ સ્વરૂપ જોઇને તેમને લાગે છે કે ‘આસારામ મુદ્દે પ્રજાહિત અને લોકલાગણીની ધરાર અવગણના મુખ્ય મંત્રી કેવી રીતે કરી શકે?’ આમ, આસારામની સાથોસાથ મુખ્ય મંત્રી પણ પ્રજાના રોષનું કેન્દ્ર બની રહ્યા હતા. બોમ્બધડાકા પછી એ કેન્દ્ર બદલાય અને પ્રજાનો સઘળો રોષ ત્રાસવાદીઓ તરફ, પોટાનાબૂદી તરફ અને અફઝલ ગુરુની ફાંસી જેવા મુદા તરફ કેન્દ્રીત થઇ જાય, તો આસારામ પ્રકરણમાં મુખ્ય મંત્રીની પ્રજાવિરોધી ગણાયેલી ભૂમિકા વિસરાઇ જાય.
આસારામના કહેવાતા સાધકોના ત્રાસ, અત્યાચાર અને ગોરખધંધાના મુદ્દે, ઘણા વખત પછી અમદાવાદમાં અને ગુજરાતમાં લોકોના વિરોધનું મજબૂત વાતાવરણ જામ્યું હતું. પ્રજાનો મિજાજ એટલી હદે ઉગ્ર બન્યો હતો કે ગાંધીનગર જઇને મુખ્ય મંત્રીના હાથે પારણાં કરી આવેલા મૃત બાળકના પિતાને મુખ્ય મંત્રી સાથે કરેલું સમાધન ફોક કરીને ઉપવાસ ચાલુ રાખવા પડ્યા. અઘ્યાત્મના અંચળા હેઠળ ચાલતી આસારામ એન્ડ કંપનીની દાદાગીરી સામે વર્ષોથી ખદબદતો રોષ છેવટે બહાર આવ્યો હતો. આસારામ અમદાવાદથી દિલ્હી પહોંચે ત્યાર પછી જ અમદાવાદ આશ્રમમાં પોલીસની ફોજ ઉતારવા જેવી સરકારી નીતિ છતાં, આસારામની પ્રવૃત્તિઓ પ્રત્યે લોકોના રોષની ભીંસ મજબૂત બની રહી હતી.
- અને બોમ્બધડાકા થયા.
હવે અત્યાર સુધી ઊભો થયેલો લોકજુવાળ બહારના અજ્ઞાત ત્રાસવાદીઓ તરફ ફંટાઇ જશે? એવું થાય તો ધડાકાનો સૌથી મોટો ફાયદો આસારામને થશે. બોમ્બધડાકાનું નુકસાન પ્રજાએ વેઠ્યું. હવે એ નુકસાનનો ફાયદો આસારામને થવા દેવો કે નહીં, તે પ્રજાએ નક્કી કરવાનું છે.
ત્રાસવાદવિરોધનું રાજકારણ અને વાસ્તવિકતા
ત્રાસવાદી હુમલા થાય ત્યારે નેતાઓને પ્રજાની ચિંતા કરતાં પોતાના પક્ષને બચાવવાની અને વિપક્ષોને દોષી ઠરાવવાની તાલાવેલી વધારે હોય છે. ત્રાસવાદ નાથવો એ કોઇ રાજકીય પક્ષનું નહીં, પણ રાજકારણથી પર એવું રાષ્ટ્રિય કક્ષાનું કામ છે. છતાં, ત્રાસવાદી હુમલાની ડમરી શમે તે પહેલાં રાજકારણ ખેલાવાનું શરૂ થઇ જાય છે. કોંગ્રેસની આગેવાની હેઠળની યુપીએ સરકાર હોય કે ભાજપની આગેવાની હેઠળની એનડીએ સરકાર, કોઇએ ત્રાસવાદને નાથવામાં બીજાને ભાંડી શકાય એવું કશું પોતે ઉકાળ્યું નથી. હકીકતમાં, એકબીજાને ભાંડવાની વૃત્તિને કારણે જ કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે યોગ્ય સંકલન સધાઇ શકતું નથી. પરિણામે ત્રાસવાદીઓને ફાવતું જડે છે. આટઆટલા ત્રાસવાદી હુમલા છતાં એકેય પક્ષ રાજકીય મતભેદ ભૂલવા જેટલી પુખ્તતા બતાવી શક્યો નથી, એ ત્રાસવાદી હુમલા જેટલી જ અફસોસની વાત છે.
ત્રાસવાદી હુમલા કોઇ રાજકીય પક્ષ પર નહીં, પણ દેશ પર અને દેશની પ્રજા પર થાય છે. પ્રજાનું મનોબળ તૂટી જાય અને તે દહેશતમાં જીવતી થઇ જાય, એ ત્રાસવાદીઓનો મુખ્ય હેતુ હોય છે. સામસામી આરોપબાજી કરીને રાજકીય પક્ષો પોતાની રીતે ત્રાસવાદનાં મૂળીયાં મજબૂત કરવામાં ફાળો આપે છે.
ત્રાસવાદી હુમલામાંથી રાજકીય પક્ષો એન્કાઉન્ટર જેવી ગુનાખોરી કે મુસ્લિમો પ્રત્યેનો દ્વેષ વાજબી ઠેરવવા જેવા રોટલા શેકી લે છે. વર્તમાન મુખ્ય મંત્રીના રાજમાં બાજુ પર હડસેલાઇ ગયેલા ભૂતપૂર્વ હિંદુહિતરક્ષકો નવેસરથી ધિક્કારનું રાજકારણ ખેલવા મેદાને પડે છે. બોમ્બવિસ્ફોટમાં થયેલા નુકસાન પછી, પોતાનો ધંધો કરવા ઈચ્છતા નેતાઓને આપણી હાલાકીમાંથી ફાયદો ઉઠાવવા દેવો કે નહીં તે પણ પ્રજાએ નક્કી કરવાનું છે.
ત્રાસવાદ સામેની લડાઇ લાંબી છે. પ્રજામાં આંતરિક અવિશ્વાસ હોય ત્યાં સુધી એ લડાઇ અસરકારક રીતે લડી શકાતી નથી. પ્રજાના સમુહો વચ્ચે અવિશ્વાસ વધારનારા નેતાઓ એક રીતે ત્રાસવાદીઓના મદદગાર બને છે. પોલીસ અને ઈન્ટેલીજન્સની પૂરી ક્ષમતાનો યોગ્ય રીતે ઉપયોગ કરવાને બદલે, મહદ્ અંશે પોતાના ફાયદા માટે એ તંત્રનો ઉપયોગ કરનારા નેતાઓ ત્રાસવાદી સામે લડાઇના ખોંખારા ખાય ત્યારે તેમનો અભિનય જોવાલાયક હોય છે.
અમદાવાદમાં બોમ્બધડાકા કરનારાએ આતંક ફેલાવવાનો હેતુ સિદ્ધ કરી લીધો છે. હવે એ જ ધડાકામાંથી બીજા કોણ કેવી રીતે ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કરે છે, એ જોવા-જાણવા બહુ રાહ નહીં જોવી પડે.
Sunday, July 27, 2008
Ahmedabad shattered : Tiffins, Bicycles and Bombs
I took train from Maninagar Station- few yards away from 2 blast sites- aprox 30 minutes after the blasts took place.
As I was not aware of the gravity and spread of the incidence at that time, I wasn't worried much. Only after getting news of more more blasts, sense of grief increased.
Initially, phonelines jammed. Purvi Gajjar, a close friend from Australia, was first to call. Other friends & wellwishers followed.
Thanks for all your concern and warmth.
Aftershocks of bomb-blast will continue to rock public life of gujarat.
Check this blog regularly to have an insight.