Showing posts with label Aam adami party. Show all posts

Saturday, March 11, 2017
પરિણામ પછી થોડી વાત~
એક તરફ ઉશ્કેરાટભર્યા જયઘોષ અને બીજી તરફ વાસ્તવ ન સ્વીકારવાના- તેના માટે બહાનાં શોધવાનો પલાયનવાદ-- આ સિવાયની લાગણી ધરાવતા લોકો પણ આ દેશમાં વસે છે. તેમના પ્રતિનિધિ તરીકે મહત્ત્વનાં ચૂંટણી પરિણામ સમજવાનો પ્રયાસ
વડાપ્રધાન મોદીના ટેકેદારોને-સમર્થકોને અભિનંદન અને
સાદા ટેકેદારોને બદલે ભક્તની હરોળમાં આવતા જનો કદીક નાગરિક તરીકે 'વિકાસ' પામે એવી શુભેચ્છા.
![]() |
| (courtesy : The Indian Express, 5:10 pm) |
- આ પરિણામો વડાપ્રધાન મોદીની પ્રચંડ જીત છે. લોકસભામાં હતી એના કરતાં પણ મોટી, કારણ કે વડાપ્રધાન બન્યાનાં આટલાં વર્ષ પછી, તેમનો રેકોર્ડ જોઇને (કે અવગણીને) ઉત્તર પ્રદેશના લોકોએ તેમને આટલા બધા મત આપ્યા છે.
- લોકોએ જ્ઞાતિનાં કે ધર્મનાં બંધન (કે ભેદભાવ) ફગાવ્યા નથી, પણ સમાજવાદી પક્ષ- બહુજન સમાજ પક્ષ- કોંગ્રેસ પ્રત્યેની વફાદારીઓ ફગાવી દીધી છે. પોતે જ્ઞાતિ કે ધર્મની રૂએ કોઇ પક્ષની વોટબેન્ક નથી, એ મતદારોએ સ્પષ્ટ કરી આપ્યું છે અને નરેન્દ્ર મોદીને મત આપ્યા છે. સમાજવાદી પક્ષની વિકાસવાર્તાને બદલે તેમણે તેમણે વડાપ્રધાનની વિકાસવાર્તા પર મહોર મારી છે. એટલે કે આ પરિણામ મા્ત્ર વિકાસ વિરુદ્ધ કોમવાદ કે વિકાસ વિરુદ્ધ જ્ઞાતિવાદનાં નહીં, વિકાસના વાયદા વિરુદ્ધ વિકાસના વાયદાનાં છે. બાકી, વડાપ્રધાન અને ભાજપના પક્ષપ્રમુખ વિકાસ સિવાયનું ન બોલવા જેવું પણ ઘણું બધું બોલ્યા જ છે. પણ લોકોએ તેને ગણકાર્યું નથી.
- સમાજવાદી પક્ષમાં ઓછી વયને કારણે અખિલેશ યાદવ પાસે રાજકારણમાં હજી તક રહેવાની છે. માયાવતીનું રાજકારણ અપ્રસ્તુત જેવું બની ગયું છે. 2014 પછી પણ નહીં જાગેલી કોંગ્રેસનું એ જ થયું છે, જે થવું જોઇએ. હજુ સુધી ભાજપમાં ન જતા રહેલા કોઇ મજબૂત નેતાને કોંગ્રેસ આગળ કરે, તો તેના માટે લાંબા ગાળે હરીફાઈમાં ઉભા રહેવાની તક છે. બાકી, કોંગ્રેસ સાથે હાથ મિલાવ્યા પછી સમાજવાદી પક્ષની જે દશા થઈ, એ જોતાં ભવિષ્યમાં બીજો કોઈ પક્ષ રાહુલ ગાંધીની આગેવાની હેઠળની કોંગ્રેસ સાથે હાથ મિલાવવાની હિંમત નહીં કરે...અને ભાજપને તો સોનિયા ગાંધી પરિવાર સિવાયના બધા કોંગ્રેસીઓ ખપે જ છે.
- સામાન્ય રીતે (ગુજરાત જેવા કિસ્સામાં) યોગ્ય વિકલ્પનો અભાવ ભાજપની જીતનાં મુખ્ય કારણમાંનું એક ગણાતો રહ્યો છે. પણ ઉત્તર પ્રદેશમાં એ લાગુ પડતું નથી. ત્યાં સમાજવાદી પક્ષ જેવો મજબૂત (સત્તાધારી) વિકલ્પ હોવા છતાં, ભાજપને મત મળ્યા છે--અને અત્યારના અહેવાલો પ્રમાણે, એ મત ભાજપી ઉમેદવારોને નહીં, પણ વડાપ્રધાન મોદીને મળ્યા છે.
- છેલ્લા શ્વાસ ભરતી કોંગ્રેસે પંજાબમાં આમઆદમી પક્ષને પાછળ પાડીને અકાલી દળ- ભાજપ પર જીત મેળવી છે. તેના કારણે દિલ્હીની બહાર--અને ખાસ તો રાષ્ટ્રિય સ્તરે-- ભાજપને થોડી ટક્કર આપવાની આમઆદમી પક્ષની મહત્ત્વાકાંક્ષા ખીલતાં પહેલાં જ રૂંધાયેલી જણાય છે.
- કનુભાઈ કળસરિયા હોય કે ઇરોમ શર્મિલા, ભપકાબાજીના રાજકારણ-ચૂંટણીકારણમાં તેમનું ફાવવું અઘરું ને અઘરું બનતું જાય છે-- ભલે તેમનું કામ કે તેમની પ્રતિબદ્ધતા ગમે તેટલાં સાચાં હોય.
- ચૂંટણીવિજય લોકસ્વીકૃતિ સૂચવે છે. લોકસ્વીકૃતિ પાછળનાં અનેક કારણ હોય છે. લોકસ્વીકૃતિ મળી એટલે વાજબી ટીકાના બધા મુદ્દા અપ્રસ્તુત થઇ ગયા, જેણે ટીકા કરવી હોય તે દેશ છોડીને જતા રહે--એવું કહેવા-સમજવાની જરૂર નથી. કટોકટી ઉઠાવ્યા પછીનાં બે-અઢી વર્ષમાં ઇંદિરા ગાંધી ફરી ચૂંટાઈ આવે, તેનાથી કટોકટીનાં પાપ ટળી જતાં નથી અને આવાં ભારે પાપ છતાં લોકસ્વીકૃતિ (અનેક કારણોસર) મેળવી શકાય છે, એવું ઇતિહાસ શીખવે છે.
વડાપ્રધાન મોદીના ટેકેદારોને-સમર્થકોને અભિનંદન અને
સાદા ટેકેદારોને બદલે ભક્તની હરોળમાં આવતા જનો કદીક નાગરિક તરીકે 'વિકાસ' પામે એવી શુભેચ્છા.
Labels:
Aam adami party,
bjp,
congress,
Narendra Modi/નરેન્દ્ર મોદી
Wednesday, April 01, 2015
‘આપ’ : સાત પગલાં પાતાળમાં
એક હતા અરવિંદ કેજરીવાલ. એ તો હજુ છે, પણ જે અરવિંદ કેજરીવાલે દિલ્હીના જ નહીં, દેશના મતદારોને નવા રાજકારણની આશાનાં દર્શન કરાવ્યાં હતાં, લોકલક્ષી અને સ્વચ્છ વહીવટનું સ્વપ્નું બતાવ્યું હતું, કૉંગ્રેસ-ભાજપ જેવા પક્ષોથી છૂટકારો અપાવવાની વાત કરી હતી, એ કેજરીવાલ ‘હતા’ થઇ ચૂક્યા છે. હવેના અરવિંદ કેજરીવાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના કોઇ પણ સરેરાશ ભારતીય રાજકારણીના ક્લોન જેવા લાગે છે : અહંવાદી, આપખુદ, વિરોધ ન સાંખી શકનારા, દંભી, વાણીશૂરા, અપારદર્શક, નાગરિકોનો વિશ્વાસઘાત કરનારા.
છેલ્લા એકાદ મહિનામાં કેજરીવાલે અપલક્ષણોના બે સેટ દેખાડ્યા છે : (ઘણી) સ્વૈચ્છિક સંસ્થાઓના ‘બૉસ’નાં લખ્ખણ અને રીઢા રાજકીય નેતાનાં લખ્ખણ. પ્રશાંત ભૂષણના કહેવા પ્રમાણે, (લોકશાહી અને સ્વરાજની વાતો કરનારા) કેજરીવાલ એવી સંસ્થાઓમાં કામ નથી કરતાં, જ્યાં એમનું ધાર્યું થતું ન હોય. કેજરીવાલ ખરેખર આવું માનતા હોય, તેમાં જરાય આશ્ચર્ય નથી. સ્વૈચ્છિક સંસ્થાઓના ઘણા વડાઓ ‘લોકશાહી’ અને ‘લોકમત’ના દાવા કરે છે, પણ તેમણે યોજેલી ‘મિટિંગ’માં હાજરી આપનારા જાણે છે કે નિર્ણય પહેલેથી નક્કી હોય છે. મિટિંગ તો કેવળ લોકશાહીના નામે મત્તાં મરાવવા માટે બોલાવાય છે- એ પછી ‘આપ’ની રાષ્ટ્રિય કાર્યકારિણી હોય કે સ્વૈચ્છિક સંસ્થાઓનાં ‘આયોજનો’.
એક સ્ટિંગ ઑપરેશનમાં કેજરીવાલ યોગેન્દ્ર યાદવ, પ્રશાંત ભૂષણ અને પ્રો.આનંદકુમાર જેવા સામે પડેલા સાથીદારો વિશે ‘કમીને’, ‘ઉન સાલોંકો પીછે લાત દેકર નિકાલ દેતે’ જેવા ચુનંદા પ્રયોગો બેઝિઝક વાપર્યા છે. સ્ટિંગ કરવાનું તો કેજરીવાલે જ લોકોને શીખવ્યું હતું. એટલે એમાં વાંધો પાડી શકાય નહીં. રહી વાત આ ‘શબ્દપુષ્પો’ની. તો જાહેરમાં ‘મૈં તો છોટ્ટા આદમી હું જી...મૈરી ઔકાત હી ક્યા હૈ...’ના રટણની સામે, તેમની અસલી વર્તણૂંક જોતાં કેજરીવાલ આવું બોલી શકે તેમાં જરાય શંકા લાગતી નથી.
‘ઇન્સાનકા ઇન્સાનસે હો ભાઇચારા...’નાં ગીતો ગાનાર કેજરીવાલ બીજા ‘ઇન્સાન’ સાથે તો સમજ્યા, તેમના એક સમયના નિકટના સાથીઓ સાથે, ‘ભાઇચારો’ તો ઠીક, સાદી સજ્જનતા પણ બતાવી ન શક્યા. યોગેન્દ્ર યાદવ-પ્રશાંત ભૂષણને પોલિટિકલ ઍડવાઇઝરી કમિટીમાંથી કાઢી મૂકવામાં આવ્યા અને કેજરીવાલ સારવારના નામે બૅંગ્લોર ભાગી ગયા. ત્યાં જઇને દસ દિવસ કશું બોલ્યા નહીં. તેમને લાગ્યું કે એમ કરવાથી સંતત્વની અને સ્થિતપ્રજ્ઞતાની છાપ પડશે. પાછા આવ્યા પછી યાદવ-ભૂષણ સાથે તેમના ‘વફાદાર’ નેતાઓએ વાટાઘાટો શરૂ કરી, પરંતુ યાદવ-ભૂષણના ઘણા પ્રયાસ છતાં, કેજરીવાલ તેમને એક પણ વાર મળ્યા નહીં. આ બન્ને નેતાઓ સામે કેજરીવાલનાં ત્રાગાં અને હઠાગ્રહ જોઇને, ભૂતકાળમાં ગુજરાતના મુખ્ય મંત્રી તરીકે નરેન્દ્ર મોદીએ હરેન પંડ્યા સામે કરેલાં ત્રાગાં યાદ આવી શકે. પરંતુ કેજરીવાલનું માહત્મ્ય મોદી સાથેના સામ્યમાં નહીં, મોદી સાથેના વિરોધાભાસમાં હતું- હોઇ શકે.
યાદવ-ભૂષણે આક્ષેપ કર્યો કે લોકસભાની ચૂંટણીમાં સફાયો થઇ ગયા પછી કેજરીવાલે દિલ્હીમાં કૉંગ્રેસ સાથે મળીને સરકાર રચવાનો પ્રયાસ કર્યો હતો. આ વાતનો સંતોષકારક જવાબ આપવાને બદલે, ‘યાદવ-ભૂષણ કેજરીવાલને રાષ્ટ્રિય કાર્યકારિણીના અઘ્યક્ષપદેથી હટાવવા ઇચ્છે છે’ એવો પ્રચાર કરીને, યાદવ-ભૂષણની પાછળ ‘આપ’ના માણસોને છોડી મૂકવામાં આવ્યા. ‘આપ’ના સભ્ય અને આ બઘું થયું ત્યારે તો રાષ્ટ્રિય કાર્યકારિણીના પણ સભ્ય હોવા છતાં, યાદવ-ભૂષણના જવાબોને ‘આપ’ની વેબસાઇટ કે તેના સોશ્યલ નેટવર્કિંગના પેજ પર મૂકવામાં આવ્યા નહીં. જાણે, યાદવ-ભૂષણને કાઢવાની ઔપચારિકતા જ બાકી હતી. તેમને પક્ષવટો તો અપાઇ ચૂક્યો હતો અને આ નિર્ણય પાછળનું અસલી ચાલકબળ કેજરીવાલ પોતે હતા, તે રાષ્ટ્રિય કાર્યકારિણીની બેઠકમાં વઘુ એક વાર સ્પષ્ટ થઇ ગયું.
કેજરીવાલ એ બેઠકમાં આવ્યા, બોલ્યા, યાદવ-ભૂષણની ભરપૂર ટીકા કરી અને તેમને કાઢી મૂકવાનો પ્રસ્તાવ મૂકાય- તેની પર મતદાન થાય તે પહેલાં જતા રહ્યા. એક સમયે પ્રશાંત ભૂષણ અને યોગેન્દ્ર યાદવ જેવા સાથીદારોને લીધે વધારે વિશ્વાસ ઊભો કરેલી શકેલા (અને કુમાર વિશ્વાસ પ્રકારના લોકોથી પેદા થયેલી વિશ્વાસની ઘટ પાર કરી શકેલા) કેજરીવાલને ઍડમિરલ રામદાસ જેવા પક્ષના આંતરિક લોકપાલ ન સદતા હોય, મયંક ગાંધી જેવા નક્કર કામગીરી કરનારા માણસો પણ ન ફાવતા હોય, તેનો મતલબ એ થાય કે કેજરીવાલ હવે ભારતના પરંપરાગત રાજકારણ માટે ‘લાયક’ બની ગયા.
આંતરિક લોકશાહી ‘આપ’ની સૌથી મોટી ખાસિયત ગણાતી હતી. દિલ્હી વિધાનસભામાં ૭૦માંથી ૬૭ બેઠકો જીતીને ‘આપે’ ભારતના રાજકારણમાં ખળભળાટ મચાવ્યો, એ દિવસે ટીવી પર ‘આપ’ના જુવાનિયાં સ્વયંસેવકો કૉલેજમાં ફેસ્ટિવલ હોય એમ ઉત્સાહથી છલકાતાં હતાં. તેમની પાસે ચૂંટણીની, પ્રચારની, વ્યૂહરચનાઓની, ટિ્વટર પર વાયરલ બનાવેલી વિડીયોની, ‘મફલરમેન’ કૅમ્પેઇનની વાતો ખૂટતી ન હતી. તેમના ઉત્સાહને ઉભરાની હદે પહોંચાડનારું પરિબળ હતું : સ્વતંત્રતા અને સામેલગીરી. ‘અમારે અરવિંદને પૂછી પૂછીને બઘું કરવું પડતું નથી. અમે પોતાની રીતે નિર્ણયો લઇ શકીએ છીએ. પછી અરવિંદ જોઇ લે. અમારું ફલાણું કૅમ્પેઇન તો અરવિંદે પણ સીઘું ઇન્ટરનેટ પર જોયું હતું.’ એવી વાતો સાંભળીને આશા બંધાતી હતી. લાગતું હતું કે વર્ષો પછી યુવા પેઢીને સાર્થક રાજકીય જોડાણની અને એ ક્ષેત્રે સક્રિય થવાની તક મળી છે. તેમની ઊર્જાથી દેશને ફાયદો થશે અને મૂલ્યનિષ્ઠ રાજકારણમાં આવવાથી - કેજરીવાલ, યોગેન્દ્ર યાદવ, પ્રશાંત ભૂષણ જેવા લોકોની સાથે રહીને કામ કરવાથી તેમનું ઘડતર થશે. એમાં પણ, ભારતના લોકશાહી રાજકારણમાં મળતાં મળે એવી ૭૦માંથી ૬૭ બેઠકો મળ્યા પછી છેલ્લો અંતરાય પણ દૂર થઇ ગયો.
પરંતુ એ સ્વપ્ન સેવવામાં જેટલો સમય ગયો એનાથી બહુ ઓછા સમયમાં તે વિખેરાઇ ગયું. ભવ્ય જીતના શીખર પરથી આત્મઘાતની આટલી ઊંડી ખીણમાં પડવાની બાબતમાં પણ ‘આપે’ અગાઉના વિક્રમો તોડી નાખ્યા. જાહેર બાબતોમાં તેની સરકારને હિસાબ આપવાનો થાય તે પહેલાં તો, પક્ષના આંતરિક કારોબાર વિશે શરમજનક અને ગંભીર સવાલ ઊભા થયા. પક્ષમાં જૂથબંધી કૉંગ્રેસની જૂથબંધીને શરમાવે એ હદે પહોંચી, તો કેજરીવાલની આપખુદશાહી અને ‘હું કહું એ જ સાચું’નો અભિગમ વડાપ્રધાન સાથે હરીફાઇમાં ઉતરી શકે એવાં જણાયાં. સ્વૈચ્છિક કાર્યકર્તાઓની મોટી મૂડી ધરાવતા પક્ષની રાષ્ટ્રિય કાર્યકારિણીમાં અને મતદાન વખતે પણ ગંભીર ગેરરીતિઓ અને બળપ્રયોગના આરોપ થયા. કૉંગ્રેસ-ભાજપ પણ નહીં, સાવ મુલાયમસિંઘ-લાલુપ્રસાદના પક્ષોના કારભારમાં જોવા મળે, એવાં દૃશ્યો ‘આપ’માં ભજવાયાં. કેજરીવાલે બીજો પક્ષ રચવાની તૈયારી પણ દર્શાવી. દિલ્હીના મોટા ભાગના ધારાસભ્યો કેજરીવાલના પક્ષે રહ્યા. તેમની પાસે યાદવ-ભૂષણની વિરુદ્ધના ઠરાવમાં કોરા કાગળ પર સહી કરાવાઇ હોવાના પણ આરોપ થયા.
‘નાનો, પણ રાઇનો દાણો’ લાગતો ‘આમઆદમી પક્ષ’ સામંતશાહી માનસ ધરાવતા કોઇ નેતાના ક્ષેત્રીય પક્ષ જેવી દુર્ગતિ પામ્યો. યાદવ-ભૂષણને કાઢી મૂકવાની ઘટનાને ‘આપ’ના સ્વયંસેવકો કેવી રીતે લે છે અને તેમાંથી કેટલા ‘આપ’ના આ નવા સ્વરૂપમાં પણ જોડાવાનું પસંદ કરે છે, એ મહત્ત્વનો સવાલ છે. હવે ‘આપ’ ચાલશે, દિલ્હીમાં પાંચ વર્ષ કાઢશે અને ધારો કે બીજે પણ સફળતા મેળવશે, તો એ બીજા કોઇ પણ રાજકીય પક્ષની હોય એવી સફળતા ગણાશે. લોકલક્ષી રાજકારણ ઝંખતા લોકો માટે તેમાં કશું રાજી થવાપણું નહીં હોય.
છેલ્લા એકાદ મહિનામાં કેજરીવાલે અપલક્ષણોના બે સેટ દેખાડ્યા છે : (ઘણી) સ્વૈચ્છિક સંસ્થાઓના ‘બૉસ’નાં લખ્ખણ અને રીઢા રાજકીય નેતાનાં લખ્ખણ. પ્રશાંત ભૂષણના કહેવા પ્રમાણે, (લોકશાહી અને સ્વરાજની વાતો કરનારા) કેજરીવાલ એવી સંસ્થાઓમાં કામ નથી કરતાં, જ્યાં એમનું ધાર્યું થતું ન હોય. કેજરીવાલ ખરેખર આવું માનતા હોય, તેમાં જરાય આશ્ચર્ય નથી. સ્વૈચ્છિક સંસ્થાઓના ઘણા વડાઓ ‘લોકશાહી’ અને ‘લોકમત’ના દાવા કરે છે, પણ તેમણે યોજેલી ‘મિટિંગ’માં હાજરી આપનારા જાણે છે કે નિર્ણય પહેલેથી નક્કી હોય છે. મિટિંગ તો કેવળ લોકશાહીના નામે મત્તાં મરાવવા માટે બોલાવાય છે- એ પછી ‘આપ’ની રાષ્ટ્રિય કાર્યકારિણી હોય કે સ્વૈચ્છિક સંસ્થાઓનાં ‘આયોજનો’.
એક સ્ટિંગ ઑપરેશનમાં કેજરીવાલ યોગેન્દ્ર યાદવ, પ્રશાંત ભૂષણ અને પ્રો.આનંદકુમાર જેવા સામે પડેલા સાથીદારો વિશે ‘કમીને’, ‘ઉન સાલોંકો પીછે લાત દેકર નિકાલ દેતે’ જેવા ચુનંદા પ્રયોગો બેઝિઝક વાપર્યા છે. સ્ટિંગ કરવાનું તો કેજરીવાલે જ લોકોને શીખવ્યું હતું. એટલે એમાં વાંધો પાડી શકાય નહીં. રહી વાત આ ‘શબ્દપુષ્પો’ની. તો જાહેરમાં ‘મૈં તો છોટ્ટા આદમી હું જી...મૈરી ઔકાત હી ક્યા હૈ...’ના રટણની સામે, તેમની અસલી વર્તણૂંક જોતાં કેજરીવાલ આવું બોલી શકે તેમાં જરાય શંકા લાગતી નથી.
‘ઇન્સાનકા ઇન્સાનસે હો ભાઇચારા...’નાં ગીતો ગાનાર કેજરીવાલ બીજા ‘ઇન્સાન’ સાથે તો સમજ્યા, તેમના એક સમયના નિકટના સાથીઓ સાથે, ‘ભાઇચારો’ તો ઠીક, સાદી સજ્જનતા પણ બતાવી ન શક્યા. યોગેન્દ્ર યાદવ-પ્રશાંત ભૂષણને પોલિટિકલ ઍડવાઇઝરી કમિટીમાંથી કાઢી મૂકવામાં આવ્યા અને કેજરીવાલ સારવારના નામે બૅંગ્લોર ભાગી ગયા. ત્યાં જઇને દસ દિવસ કશું બોલ્યા નહીં. તેમને લાગ્યું કે એમ કરવાથી સંતત્વની અને સ્થિતપ્રજ્ઞતાની છાપ પડશે. પાછા આવ્યા પછી યાદવ-ભૂષણ સાથે તેમના ‘વફાદાર’ નેતાઓએ વાટાઘાટો શરૂ કરી, પરંતુ યાદવ-ભૂષણના ઘણા પ્રયાસ છતાં, કેજરીવાલ તેમને એક પણ વાર મળ્યા નહીં. આ બન્ને નેતાઓ સામે કેજરીવાલનાં ત્રાગાં અને હઠાગ્રહ જોઇને, ભૂતકાળમાં ગુજરાતના મુખ્ય મંત્રી તરીકે નરેન્દ્ર મોદીએ હરેન પંડ્યા સામે કરેલાં ત્રાગાં યાદ આવી શકે. પરંતુ કેજરીવાલનું માહત્મ્ય મોદી સાથેના સામ્યમાં નહીં, મોદી સાથેના વિરોધાભાસમાં હતું- હોઇ શકે.
યાદવ-ભૂષણે આક્ષેપ કર્યો કે લોકસભાની ચૂંટણીમાં સફાયો થઇ ગયા પછી કેજરીવાલે દિલ્હીમાં કૉંગ્રેસ સાથે મળીને સરકાર રચવાનો પ્રયાસ કર્યો હતો. આ વાતનો સંતોષકારક જવાબ આપવાને બદલે, ‘યાદવ-ભૂષણ કેજરીવાલને રાષ્ટ્રિય કાર્યકારિણીના અઘ્યક્ષપદેથી હટાવવા ઇચ્છે છે’ એવો પ્રચાર કરીને, યાદવ-ભૂષણની પાછળ ‘આપ’ના માણસોને છોડી મૂકવામાં આવ્યા. ‘આપ’ના સભ્ય અને આ બઘું થયું ત્યારે તો રાષ્ટ્રિય કાર્યકારિણીના પણ સભ્ય હોવા છતાં, યાદવ-ભૂષણના જવાબોને ‘આપ’ની વેબસાઇટ કે તેના સોશ્યલ નેટવર્કિંગના પેજ પર મૂકવામાં આવ્યા નહીં. જાણે, યાદવ-ભૂષણને કાઢવાની ઔપચારિકતા જ બાકી હતી. તેમને પક્ષવટો તો અપાઇ ચૂક્યો હતો અને આ નિર્ણય પાછળનું અસલી ચાલકબળ કેજરીવાલ પોતે હતા, તે રાષ્ટ્રિય કાર્યકારિણીની બેઠકમાં વઘુ એક વાર સ્પષ્ટ થઇ ગયું.
કેજરીવાલ એ બેઠકમાં આવ્યા, બોલ્યા, યાદવ-ભૂષણની ભરપૂર ટીકા કરી અને તેમને કાઢી મૂકવાનો પ્રસ્તાવ મૂકાય- તેની પર મતદાન થાય તે પહેલાં જતા રહ્યા. એક સમયે પ્રશાંત ભૂષણ અને યોગેન્દ્ર યાદવ જેવા સાથીદારોને લીધે વધારે વિશ્વાસ ઊભો કરેલી શકેલા (અને કુમાર વિશ્વાસ પ્રકારના લોકોથી પેદા થયેલી વિશ્વાસની ઘટ પાર કરી શકેલા) કેજરીવાલને ઍડમિરલ રામદાસ જેવા પક્ષના આંતરિક લોકપાલ ન સદતા હોય, મયંક ગાંધી જેવા નક્કર કામગીરી કરનારા માણસો પણ ન ફાવતા હોય, તેનો મતલબ એ થાય કે કેજરીવાલ હવે ભારતના પરંપરાગત રાજકારણ માટે ‘લાયક’ બની ગયા.
***
એક હતો આમઆદમી પક્ષ. તેના નેતા કેજરીવાલ ખરા, પણ છેવટે તો એ ‘દેશ માટે કંઇક કરવાની ભાવના’ ધરાવતા સૌ કોઇનો પક્ષ હતો. આઝાદી પછી અને કૉંગ્રેસના પતન પછી પહેલી વાર કોઇ પક્ષે આટલી મોટી સંખ્યામાં, આટલા ભણેલા સ્વયંસેવકોને આકર્ષ્યા. યુવક-યુવતીઓ પોતાનાં કામકાજ-નોકરીધંધા છોડીને, રાજકીય સત્તા દ્વારા પરિવર્તન અને ‘સ્વરાજ’ આણવાનું સ્વપ્ન લઇને ‘આપ’માં આવ્યાં, ભાજપ-કૉંગ્રેસ જેવા અમાપ નાણાંબળ ધરાવતા પક્ષોને ટક્કર અને જોરદાર પછડાટ આપી.આંતરિક લોકશાહી ‘આપ’ની સૌથી મોટી ખાસિયત ગણાતી હતી. દિલ્હી વિધાનસભામાં ૭૦માંથી ૬૭ બેઠકો જીતીને ‘આપે’ ભારતના રાજકારણમાં ખળભળાટ મચાવ્યો, એ દિવસે ટીવી પર ‘આપ’ના જુવાનિયાં સ્વયંસેવકો કૉલેજમાં ફેસ્ટિવલ હોય એમ ઉત્સાહથી છલકાતાં હતાં. તેમની પાસે ચૂંટણીની, પ્રચારની, વ્યૂહરચનાઓની, ટિ્વટર પર વાયરલ બનાવેલી વિડીયોની, ‘મફલરમેન’ કૅમ્પેઇનની વાતો ખૂટતી ન હતી. તેમના ઉત્સાહને ઉભરાની હદે પહોંચાડનારું પરિબળ હતું : સ્વતંત્રતા અને સામેલગીરી. ‘અમારે અરવિંદને પૂછી પૂછીને બઘું કરવું પડતું નથી. અમે પોતાની રીતે નિર્ણયો લઇ શકીએ છીએ. પછી અરવિંદ જોઇ લે. અમારું ફલાણું કૅમ્પેઇન તો અરવિંદે પણ સીઘું ઇન્ટરનેટ પર જોયું હતું.’ એવી વાતો સાંભળીને આશા બંધાતી હતી. લાગતું હતું કે વર્ષો પછી યુવા પેઢીને સાર્થક રાજકીય જોડાણની અને એ ક્ષેત્રે સક્રિય થવાની તક મળી છે. તેમની ઊર્જાથી દેશને ફાયદો થશે અને મૂલ્યનિષ્ઠ રાજકારણમાં આવવાથી - કેજરીવાલ, યોગેન્દ્ર યાદવ, પ્રશાંત ભૂષણ જેવા લોકોની સાથે રહીને કામ કરવાથી તેમનું ઘડતર થશે. એમાં પણ, ભારતના લોકશાહી રાજકારણમાં મળતાં મળે એવી ૭૦માંથી ૬૭ બેઠકો મળ્યા પછી છેલ્લો અંતરાય પણ દૂર થઇ ગયો.
પરંતુ એ સ્વપ્ન સેવવામાં જેટલો સમય ગયો એનાથી બહુ ઓછા સમયમાં તે વિખેરાઇ ગયું. ભવ્ય જીતના શીખર પરથી આત્મઘાતની આટલી ઊંડી ખીણમાં પડવાની બાબતમાં પણ ‘આપે’ અગાઉના વિક્રમો તોડી નાખ્યા. જાહેર બાબતોમાં તેની સરકારને હિસાબ આપવાનો થાય તે પહેલાં તો, પક્ષના આંતરિક કારોબાર વિશે શરમજનક અને ગંભીર સવાલ ઊભા થયા. પક્ષમાં જૂથબંધી કૉંગ્રેસની જૂથબંધીને શરમાવે એ હદે પહોંચી, તો કેજરીવાલની આપખુદશાહી અને ‘હું કહું એ જ સાચું’નો અભિગમ વડાપ્રધાન સાથે હરીફાઇમાં ઉતરી શકે એવાં જણાયાં. સ્વૈચ્છિક કાર્યકર્તાઓની મોટી મૂડી ધરાવતા પક્ષની રાષ્ટ્રિય કાર્યકારિણીમાં અને મતદાન વખતે પણ ગંભીર ગેરરીતિઓ અને બળપ્રયોગના આરોપ થયા. કૉંગ્રેસ-ભાજપ પણ નહીં, સાવ મુલાયમસિંઘ-લાલુપ્રસાદના પક્ષોના કારભારમાં જોવા મળે, એવાં દૃશ્યો ‘આપ’માં ભજવાયાં. કેજરીવાલે બીજો પક્ષ રચવાની તૈયારી પણ દર્શાવી. દિલ્હીના મોટા ભાગના ધારાસભ્યો કેજરીવાલના પક્ષે રહ્યા. તેમની પાસે યાદવ-ભૂષણની વિરુદ્ધના ઠરાવમાં કોરા કાગળ પર સહી કરાવાઇ હોવાના પણ આરોપ થયા.
‘નાનો, પણ રાઇનો દાણો’ લાગતો ‘આમઆદમી પક્ષ’ સામંતશાહી માનસ ધરાવતા કોઇ નેતાના ક્ષેત્રીય પક્ષ જેવી દુર્ગતિ પામ્યો. યાદવ-ભૂષણને કાઢી મૂકવાની ઘટનાને ‘આપ’ના સ્વયંસેવકો કેવી રીતે લે છે અને તેમાંથી કેટલા ‘આપ’ના આ નવા સ્વરૂપમાં પણ જોડાવાનું પસંદ કરે છે, એ મહત્ત્વનો સવાલ છે. હવે ‘આપ’ ચાલશે, દિલ્હીમાં પાંચ વર્ષ કાઢશે અને ધારો કે બીજે પણ સફળતા મેળવશે, તો એ બીજા કોઇ પણ રાજકીય પક્ષની હોય એવી સફળતા ગણાશે. લોકલક્ષી રાજકારણ ઝંખતા લોકો માટે તેમાં કશું રાજી થવાપણું નહીં હોય.
***
એક હતો વિશ્વાસ. ના, કુમાર વિશ્વાસ નહીં, ભરોસો, જે દિલ્હીના લોકોએ ‘આપ’માં મૂક્યો હતો. કૉંગ્રેસ-ભાજપ સિવાયના કોઇ પક્ષે એક રાજ્યમાં ચૂંટણી જીતીને રાષ્ટ્રિય સ્તરે જોરદાર હવા ઊભી કરી હોય- લોકોમાં વૈકલ્પિક, મૂલ્યનિષ્ઠ રાજકીય વિકલ્પનો ભરોસો પેદા કર્યો હોય, એવું બહુ વખતે બન્યું હતું. ૧૯૭૭ની ચૂંટણી વખતે કટોકટી સામે સંપી ગયેલા વિપક્ષોએ ભેગા મળીને કાચીપાકી જનતા સરકાર બનાવી હતી. એ પ્રયોગ કરુણ રીતે નિષ્ફળ ગયો. ત્યાર પછી રાજકારણમાં મોરચા યુગ આવ્યો અને નહીં કૉંગ્રેસી-નહીં ભાજપી એવા ત્રીજા મોરચાની વાતો સતત થતી રહી. પરંતુ જનતા સરકારના અનુભવ પછી આ જાતના મોરચા વિશ્વાસ પેદા કરી શકતા ન હતા. એ પ્રયોગના ચારેક દાયકે ફરી, ભલે નાના પાયે, પણ ‘આમઆદમી પક્ષે’ લોકોમાં આશા જગાડી. તેમના મનમાં ભરોસો પેદા કર્યો કે ‘અમે ખરેખર તમારું કામ કરવા અને પ્રામાણિક વહીવટ કરવા આવ્યા છીએ.’ પરંતુ આંતરિક લડાઇના કરૂણ ફારસ પછી ‘આપે’ ફક્ત પોતાના સ્વયંસેવકોનો જ નહીં, વૈકલ્પિક રાજકારણમાં શ્રદ્ધા ધરાવતા સૌ કોઇનો વિશ્વાસઘાત કર્યો છે. હવે આ પ્રકારના દાવા સાથે આવનાર બીજા કોઇ પક્ષ પર ભરોસો મૂકવામાં લોકોને કેટલો વખત નીકળી જશે, એ ધારવું અઘરું છે.
Labels:
Aam adami party,
arvind kejriwal
Friday, February 20, 2015
પરિવર્તન પછીની પળોજણ
(દૃષ્ટિકોણ-મંગળવાર-૧૭-૨-૧૫)
ગ્લોબલ વૉર્મિંગને કારણે વિશ્વની આબોહવામાં અભૂતપૂર્વ પલટા અનુભવાઇ રહ્યા છે, તો ભારતની રાજકીય આબોહવા પણ અગાઉનાં વર્ષો કે કદાચ બે-ત્રણ દાયકામાં ન જોયેલાં પરિવર્તન આંચકાજનક રીતે દર્શાવી રહી છે.
લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ ભાજપનો સ્પષ્ટ વિજય અને કોંગ્રેસનો સ્પષ્ટ પરાજય એક એવી ઘટના હતી, જેનાં કારણ અને ખાસ તો, પૂરેપૂરા સૂચિતાર્થો પંડિતો હજુ સમજવા પ્રયાસ કરી રહ્યા છે. (ભક્તોની કે પંડિતભક્તોની વાત નથી.) ‘કોંગ્રેસની બેઠકસંખ્યા સાવ બે આંકડામાં થોડી આવી જાય?’ એવી માન્યતા લોકસભાની ચૂંટણીમાં ઊંધી પડી અને કોંગ્રેસને તેનું સ્થાન બતાવી દેવાયું.
દિલ્હીમાં આંચકાજનક રીતે સત્તા પર આવેલી અને ૪૯ દિવસમાં રાજીનામું આપીને પેવેલિયનભેગી થયેલી ‘આપ’ની સરકારે વિવાદો અને ચર્ચાઓની સાથે ઘણી આશાઓ જગાવી હતી. તેમની કાર્યપદ્ધતિ અથવા કેટલાક નેતાઓની નિવેદનબાજીના પ્રશ્નો હોઇ શકે, પણ (ગુજરાત સહિતની) બીજી, સ્પષ્ટ બહુમતી ધરાવતી સરકારોએ કર્યું નથી, એટલું કામ ‘આપ’ની દિલ્હી સરકારે ૪૯ દિવસમાં કરી બતાવ્યું હતું. ‘ન્યૂઝલૉન્ડ્રી’ વેબસાઇટ ચલાવતાં વરિષ્ઠ અને નિષ્પક્ષ-કડક પત્રકાર મઘુ ત્રેહને લોકસભાની ચૂંટણીઓ પહેલાં અરવિંદ કેજરીવાલનો ઇન્ટરવ્યુ લીધો, ત્યારે દિલ્હીસ્થિત ત્રેહને ‘આપ’ સરકારની ૪૯ દિવસની કામગીરીને મુક્ત કંઠે પ્રમાણી હતી. પરંતુ ત્યાર પછી શરૂ થયેલા ભાજપના આક્રમક પ્રચારમાં અરવિંદ કેજરીવાલ અને ‘આપ’નો સફાયો થઇ ગયો. કારણ કે દિલ્હી સિવાય બીજે ક્યાંય ‘આપ’નું સંગઠન કે કામગીરી ન હતાં અને દિલ્હીની લોકસભાની બેઠકો પર ‘આપ’ને ચૂંટવાથી કશો દેખીતો ફાયદો ન હતો.
વડાપ્રધાનપદના ઉમેદવાર મોદી પણ એક તરફ લોકોને આઇ-મેક્સ સાઇઝનાં સપનાં દેખાડીને તેમની આકાંક્ષાઓ પર સવાર થઇ રહ્યા હતા, તો બીજી તરફ અમિત શાહને છૂટો દોર આપીને તેમને મોરચા સોંપી દીધા હતા. આ વ્યૂહરચના પ્રમાણે તે વડાપ્રધાન તો બની ગયા, પણ ત્યાર પછી તેમણે ‘ગુજરાત મૉડેલ’ અપનાવ્યું--ગુજરાતની જેમ કેન્દ્રમાં પણ ઇવેન્ટ મેનેજમેન્ટ અને અંગત છબીને હદ બહાર મોટી કરવાની બધી કવાયતો કરી. પોતાની જાતને ‘સામાન્ય ચાવાળા’ તરીકે રજૂ કરનારા અને રાજકીય પંડિતોને પણ તેમની નવી ઓળખથી અભિભૂત કરી જનારા વડાપ્રધાન મોદી કદી ‘કૉમન મેન’ ન જણાયા. ભપકામાં મહાલતા, ફેન્સી ડ્રેસમાં સજ્જ થઇને ચોરે ને ચૌટે હોર્ડિંગમાં ઝળકતા, વીવીઆઇપી સંસ્કૃતિની મૂર્તિમંત મિસાલ જેવા મોદીનો ‘ચાવાળા’ તરીકેનો દાવો ચાલી ગયો, એ તેમની પ્રચારઝુંબેશની કરામત હતી કે લોકોની ‘ઉદારતા’, એ જુદો પ્રશ્ન છે, પણ વડાપ્રધાન બન્યા પછી તે પોતાની રૉકસ્ટાર ઇમેજના પ્રેમમાં પડી ગયા.
વિદેશવિજયનો કેફ તેમને એવો ચડ્યો કે સાદો વિવેક ચૂકીને, અમેરિકાના પ્રમુખને પ્રથમ નામથી બોલાવવા સુધી તે ગયા. ઓબામા સાથે અંગત દોસ્તીનો ફુગ્ગો તેમણે બરાબર ફુલાવ્યો, પણ ઓબામાએ ટાંકણી મારીને બધી હવા કાઢી નાખી. છતાં, શોમેનનુ લક્ષણ એ છે કે તે એક શો પૂરી થઇ ગયા પછી, તેનો વિચાર કરવાને બદલે પછીના શોના આયોજનમાં પડી જાય. ખરી કરુણતા તો એ છે કે ‘શોમેન’ અને ‘રૉકસ્ટાર’ જેવાં વિશેષણ રાજકારણમાં પડેલા અને ‘સામાન્ય ચાવાળા’ની ઓળખ વટાવનાર નેતા માટે કોઇ રીતે શોભાસ્પદ ન કહેવાય, એવું ઘણાને સમજાવવું પડે છે. બાકી, ‘અમારા સાહેબ તો રૉકસ્ટાર’ના હરખમાં હિલોળા લેનારા (સંખ્યામાં) ઓછા નથી.
આ જ ભક્તોમાં આશ્ચર્યજનક રીતે સવાલો પૂછનારા જાગ્રત નાગરિકનો આત્મા પ્રવેશ્યો, તેનાં સઘળાં અભિનંદન ‘આપ’ને આપવાં પડે. નક્કર કામગીરીને બદલે ઝાકઝમાળમાં વઘુ ઘ્યાન આપનાર અને કાળાં નાણાં સહિતના બધા વાયદાને વિસારી પાડી દેનાર વડાપ્રધાનને દિલ્હી વિધાનસભાની ચૂંટણીએ જમીન પર લાવી દીધા. ૭૦માંથી ૬૭ બેઠકો જીતીને ‘આપે’ દિલ્હીમાં ભાજપનું નાક કાપીને હાથમાં આપી દીઘું.
‘આપ’ શું અને કેવું ઉકાળશે, એ તો આવનારા દિવસોમાં ખબર પડશે, પરંતુ હાલના સંજોગોમાં અને તેના ૪૯ દિવસના અનુભવને યાદ રાખતાં અત્યારે તેમની દાનતના ઘણા માર્ક આપવા પડે એમ છે. શપથ લીધા પછી મુખ્ય મંત્રી તરીકેના પહેલા વક્તવ્યમાં કેજરીવાલે પોતાની પહેલી મુદત કરતાં ઘણી વધારે ટાઢકથી અને વ્યવહારુ રીતે વાત કરી. કહ્યું કે પરિવર્તનને સમય લાગશે અને એ ધીમી પણ નક્કર ગતિએ થશે.
મોદીની અવિજેય છબીની અને ભાજપની દિલ્હીમાં ધૂળચટાઇથી હતપ્રભ બનેલા તેમના ભક્તો ઘાંઘા બન્યા. હમણાં સુધી કેજરીવાલ વિશે બેફામ વિશેષણો વાપરનારા અને બીજું તો ઠીક, વાતચીતનો સાદો વિવેક ચૂકીને કેજરીવાલનાં અપમાન કરનારા અચાનક વિવેક અને ગરીમાની વાતો કરતા થઇ ગયા. નેતા તરીકે નરેન્દ્ર મોદીના પ્રચંડ અહંકારની તથા તેમના દસ લાખ રૂપિયાના કહેવાતા ‘સેલ્ફી સુટ’ની મોટા પાયે ઘુલાઇ થઇ. શરૂઆતમાં તેમની સોશ્યલ મિડીયા ગેંગને શો જવાબ વાળવો તે સૂઝ્યું નહીં. ધીમે ધીમે કળ વળ્યા પછી તેમણે એવો પ્રચાર શરૂ કર્યો કે વડાપ્રધાન વિશે એલફેલ લખવું જોઇએ નહીં, વિવેક ચૂકવો જોઇએ નહીં, માપમાં રહેવું જોઇએ. આ બધી એવી શીખામણો હતી, જેની સૌથી વધારે જરૂર ભાજપની સોશ્યલ મિડીયા ટીમને અને તેમના પાયદળને છે.
જરા વધારે કળ વળી એટલે વઘુ એક વાર ‘આપ’ સરકાર વિરુદ્ધ પ્રચારભંભેરણી શરૂ થઇ ગઇ. તેનો દેખાવ એવો હતો કે ‘અમે તો નાગરિક તરીકે ‘આપે’ કરેલા દાવાઓની ચકાસણી કરી રહ્યા છીએ.’ ભક્તસમુદાયમાં કોઇ પણ રાહે નાગરિકભાવના પ્રગટે તે ઇચ્છનીય અને આવકાર્ય છે, પણ આ સમુદાયની નાગરિકભાવના અને ‘સામાન્ય બુદ્ધિ’ ‘આપ’ના દાવા પૂરતી મર્યાદિત હતી. કારણ કે તેમનો અસલી એજેન્ડા ‘નાગરિકભાવના’ નહીં, ‘સાહેબસેવા’ હતો.
વડાપ્રધાને ચૂંટણી પહેલાં છ મહિનામાં સ્વિસ બેન્કમાંથી કાળું નાણું લઇ આવવાનો વાયદો કર્યો હતો ને લોકોના ખાતામાં પંદર-પંદર લાખ રૂપિયા જમા કરવાની વાતો કરી હતી. આવા બાળાગોળીઓ સુખપૂર્વક પી ગયેલા લોકો, જેનું રાજ હજુ શરૂ થયું ન હતું એ ‘આપ’ સરકારના દાવા વિશે આગોતરી શંકાઓ અને ટીકાઓ વીંઝવાનું શરૂ કરી દે, ત્યારે એ જાગૃતિનું લક્ષણ નહીં, પેલી બાળાગોળીની ચાલુ રહેલી અસર કહેવાય. હજારો કરોડના ખર્ચે બુલેટ ટ્રેન ને ૧૦૦ સ્માર્ટ સીટીની વાતો થાય ત્યારે મોર બની થનગાટ કરનારા દિલ્હીમાં વાઇ-ફાઇના અઢીસો કરોડ રૂપિયાના પ્રોજેક્ટની વિગતો સમજ્યા વગર કે તેની મુદ્દાઆધારિત ટીકા કરવાને બદલે, ‘આપ’ની નવી સરકારને તરંગી તરીકે ખપાવવાનો પ્રયાસ કરે, ત્યારે એવા મોરલાઓને કહેવાનું થાય કે પહેલાં તમારી પૂંઠ સંભાળો.
પક્ષનાં પેઇડ કે અનપેઇડ પ્યાદાં બનવામાં અને જાગ્રત નાગરિક બનવામાં ફરક છે. જાગ્રત નાગરિક સત્તાધીશની સામે, જાણે કૃષ્ણનું વિશ્વસ્વરૂપ પ્રગટ થયું હોય એવી અહોભાવફાટી આંખથી જોઇ રહેતો નથી અને તેમનો પ્રોજેક્ટેડ પ્રતાપ ઓસરી જાય ત્યારે પોતાનો સમભાવ ગુમાવતો નથી. ભારત જેવી લોકશાહીમાં ‘નાગરિક વિરુદ્ધ સરકાર’નું સમીકરણ આદર્શ અને ઇચ્છનીય છે. નરેન્દ્ર મોદીને તક આપો, અરવિંદ કેજરીવાલને તક આપો. ઠીક છે. તક આપી. પણ પછી એ નેતાની દાનત કેવી છે અને તેને આપેલી તકનું શું થયું, એ નક્કી કરતી વખતે મુગ્ધભાવથી બચવું પડે છે.
અરવિંદ કેજરીવાલનો કાર્યકાળ હજુ શરૂ થયો છે. આ વખતે સ્પષ્ટ બહુમતી હોવાથી જનલોકપાલ હોય કે સ્વરાજ ખરડો, તેમને એ પસાર કરવામાં કશી તકલીફ પડવાની નથી. વિપક્ષમાં ભાજપના ફક્ત ત્રણ સભ્યો હોવા છતાં, તેમાંથી એકને વિપક્ષના નેતા બનાવવા જેટલી ખાનદાની ‘આપ’ દાખવશે, તો એકહથ્થુતાના પ્રેમી એવા વડાપ્રધાનને એ પહેલી ટપલી હશે. પરંતુ ‘આપ’નું કામ કેવળ ટપલા મારવાનું નથી. કામ કરવાનું છે અને કેજરીવાલે અગાઉના અનુભવને ધ્યાનમાં રાખીને વધારે પુખ્તતાથી કહ્યું છે કે બઘું રાતોરાત થઇ જાય એવી અપેક્ષા રાખશો નહીં અને કલાકોમાં હિસાબ માગશો નહીં.
વડાપ્રધાન મોદી ગુજરાતના મુખ્ય મંત્રી તરીકે વિકાસની વાંસળી વગાડતા હતા ત્યારે તેની ધૂનમાં ડોલનારા કેટલાને આરોગ્ય અને શિક્ષણક્ષેત્રે ગુજરાતની સાચી સ્થિતિ જાણવાની પરવા હતી? અને હજુ પણ સરકારના અત્યંત મહત્ત્વના અને પ્રાથમિક ફરજ જેવા આ બન્ને મુદ્દે ધરાતલની સ્થિતિ કેવી છે, એ જાણવાની તસદી લેવાઇ છે? સરકારનું કામ ફેસ્ટિવલબાજી કરવાનું નથી. નાગરિકોને પ્રાથમિક સુવિધા પૂરી પાડવાનું છે- અને નાગરિકોનું કામ ફેસ્ટિવલની ગમે તેટલી સારી ગુણવત્તાથી પ્રભાવિત થઇ જવાને બદલે એ વિચારવાનું છે કે આખરે સરકારે શા માટે ઇવેન્ટ મેેનેજમેન્ટ એજન્સી બનવું જોઇએ? શું શિક્ષણ-આરોગ્યને લગતી તેની પ્રાથમિક જવાબદારીઓ પૂરી થઇ ચૂકી છે?
દિલ્હીમાં ‘આપ’નો વિજય લોકશાહીના નાગરિકપર્વનો નાનો પણ અગત્યનો પ્રારંભ છે. પરંપરાગત રીતે ભેદભાવનો ભોગ બનતા દલિત સમાજથી માંડીને ગરીબીને લીધે દેશના નાગરિક તરીકેના ગૌરવથી વંચિત રહેલા અનેક લોકો સુધી ‘આપે’ હજુ પહોંચવાનું છે અને પોતાની દાનત વાતોનાં વડાં કરીને નહીં, પણ કામ કરીને પુરવાર કરવાની છે. ‘આપ’ની ભવ્ય જીત પછી નાગરિકો ‘આપ’ કે કેજરીવાલના ભક્ત બનવાને બદલે, તેમની પર શત્રુભાવે નહીં પણ નાગરિકભાવે નજર રાખીને, લોકલક્ષી રાજકારણનાં મૂળીયાં ઊંડાં ઉતારવામાં મહત્ત્વનો ફાળો આપી શકે છે.

Thursday, April 24, 2014
લોકલક્ષી રાજકારણ : વકરો અને નફો
જાણીતી વાર્તા પ્રમાણે, રાજાના દરબારમાં ગુનેગારને સજાના બે વિકલ્પ મળ્યા હતા : પચાસ ફટકા ખાવા અથવા પચાસ ડુંગળી. ગુનેગાર ફટકા ખાવાનું શરૂ કરે એટલે થોડી વાર પછી એમ થાય કે ‘આના કરતાં ડુંગળી સારી’ અને થોડી ડુંગળી ખાધા પછી રાડ પોકારી જાય એટલે ‘આના કરતાં ફટકા ખાવા સારા’ એવો વિચાર આવે. વાર્તાનો અંત એવો હતો કે ગુનેગાર પચાસ ફટકા પણ ખાય છે ને પચાસ ડુંગળી પણ.
ભારતની લોકશાહીમાં મતદારોની દશા, વાર્તામાં આવતા ગુનેેગાર જેવી લાગે છે. પક્ષીય વફાદારી ધરાવતા લોકો સંમત નહીં થાય, પણ શાસનની બાબતે કોંગ્રેસ-ભાજપ ડુંગળી અને ફટકાની યાદ અપાવે એવા બે ‘વિકલ્પ’ છે. રાજ્યસ્તરે તેમના વિકલ્પ ઉભરતા રહ્યા છે - ક્યારેક સ્થાનિક મુદ્દા, આંદોલન કે રાજકારણના પરિપાક તરીકે, તો ક્યારેક વેરવિખેર રાષ્ટ્રિય મોરચાઓના રહ્યાસહ્યા ટુકડા તરીકે. પરંતુ એ વૈકલ્પિક પક્ષો રાજકારણની દૃષ્ટિએ ‘ડુંગળી-ફટકા પક્ષો’ કરતાં ખાસ જુદા હોતા નથી. કોંગ્રેસ-ભાજપની જેમ એ પણ લોકહિતની ઉપેક્ષા કરીને, મુખ્યત્વે લોકરંજક (પોપ્યુલિસ્ટ) દેખાડાબાજીના જ ખેલ પાડે છે અને વ્યક્તિકેન્દ્રી કે સંકુચિત વિચારધારાકેન્દ્રી બની રહે છે.
ટોળાંને રીઝવે એવાં ભાષણ, નાટકબાજી કે જોણાં કરવાં, રાજ્ય પાસેથી લાભ મેળવી ચૂકેલા-મેળવવા આતુર ઉદ્યોગપતિઓનાં કે પછી રાજ્યનાં નાણાંનો ઘુમાડો કરીને પોતાનો વટ પાડી દેવો, નક્કર કામને બદલે આક્રમક પ્રચાર પર વધારે ઘ્યાન આપવું, ઉત્તરદાયી ન રહેવું- અઘરા સવાલોના જવાબ ન આપવા, સત્તાનું વિકેન્દ્રીકરણ કરવાને બદલે તેનું શક્ય એટલું કેન્દ્રીકરણ કરવું, લોકસેવક હોવાનો દાવો કરતાં કરતાં, લોકશાહી સંસ્થાઓને પંગુ બનાવીને લોકસમ્રાટ બની બેસવું, સેક્યુલરિઝમ કે હિંદુત્વ જેવી લાગણીઓના નામે ચરી ખાવું - આ બધાં લક્ષણો ‘ડુંગળી-ફટકા પક્ષો’ અને તેમના નેતાઓનાં છે.
હમણાં સુધી તેમાંથી કોઇ રાષ્ટ્રિય કે સ્થાનિક પક્ષ બાકાત ન હતો. મોરચા સરકારો ભૂતકાળમાં ઘણી બની હતી, પરંતુ તેમનું રાજકારણ મૂળભૂત રીતે જુદું (લોકલક્ષી કે લોકાભિમુખ) ન હતું. કટોકટી પછી ૧૯૭૭માં રચાયેલી જનતા સરકાર પાસે આપખુદશાહીના વિરોધી અને લોકશાહીને પુષ્ટ કરે એવા રાજકારણની આશા હતી, પરંતુ કોંગ્રેસવિરોધનું દોરડું વિપક્ષી નેતાઓને એક ભારે બાંધવામાં નબળું અને નિષ્ફળ નીવડ્યું. એટલે જનતાપ્રયોગનો કરુણ અંત આવ્યો. સતેનાં વર્ષો પછી- અને લોકાભિમુખ રાજકારણના નામે સદંતર અંધકાર છવાયા પછી કદાચ પહેલી વાર- આમઆદમી પક્ષ થકી ‘ડુંગળી-ફટકા પક્ષો’ના રાજકીય વિકલ્પની - વૈકલ્પિક રાજકારણની આશા ઊભી થઇ છે.
પરિવર્તનનો રસ્તો
મુદ્દો કોઇ રાજકીય પક્ષની તરફેણ કે વિરોધનો નહીં, નાગરિકલક્ષી રાજકારણની તલપનો છે. દાયકાઓથી ભારતના નાગરિકો એક યા બીજા પક્ષ-નેતાની ભક્તિમાં રાચતા આવ્યા છે. સેક્યુલરિઝમ અને હિંદુત્વ, સમાજવાદ અને ઉદારીકરણ - આ બધા પર મૂકેલી આશાઓ છેવટે ઠગારી નીવડી હોવાનું અને બધા છેવટે એકના એક હોવાનું ઘણા નાગરિકોને સમજાયું છે. છતાં, પરિસ્થિતિ સુધરતી નથી, બલ્કે બગડતી જાય છે. કેમ?
લોકલક્ષી રાજકારણમાં જે ‘લોક’ની- એટલે કે નાગરિકોની- વાત છે, તેમના કેટલાક મુખ્ય પ્રકાર આ પ્રમાણે છે :
૧) તમારી બધી વાત સાચી, પણ હું તો વર્ષોથી કમળને (કે પંજાને) જ મત આપું છું.
૨) એક વાર અમુક નેતા (ભૂતકાળમાં ઇંદિરા કે રાજીવ કે સોનિયા, ભવિષ્યમાં નરેન્દ્ર મોદી કે રાહુલ ગાંધી) આવે એટલે જોજો તો ખરા. એ દેશનો ઉદ્ધાર કરી નાખશે. આપણો મત તો એમને જ.
૩) અમે તો અમારા સમાજના (જ્ઞાતિ કે સમુદાયના) ઉમેદવારને જ મત આપવાના. એ જેવો હોય એવો, પણ અમારો તો ખરો.
૪) અત્યાર સુધી બધા આવી ગયા, પણ આપણો દહાડો કોણે વાળ્યો? એટલે તમે કહો તો એને મત આપીએ, પણ અમને શું મળશે? (ઉમેદવારના કે પક્ષના ગુણદોષના આધારે મત આપનાર સંખ્યાત્મક લધુમતીને અહીં બાકાત રાખી છે.)
આ યાદીમાં હજુ બીજા કેટલાક પ્રકાર કે પેટાપ્રકારનો ઉમેરો કરી શકાય, પણ તેમાંથી એકેયમાં લોકોની સામેલગીરી ધરાવતા રાજકારણનો ખ્યાલ નથી. મત આપ્યા પછી ને સરકાર રચાઇ ગયા પછી પોતાની કોઇ ભૂમિકા હોઇ શકે અને નેતાઓ પાસેથી પોતે જવાબ માગી- મેળવી શકે, એવો ખ્યાલ મતદારોના મનમાં ઉગતો જ નથી. તેને મૂળમાંથી બાળી નાખવા માટે અત્યાર લગી રાજકીય પક્ષોએ સતત મહેનત કરી છે અને તેમની મહેનત ફળી છે. એટલે પાંચ વર્ષે એક વાર નમ્રભાવે અને વચ્ચે ક્યારેક મહેમાન કલાકારની છટાથી નેતા મતવિસ્તારમાં આવી જાય, એટલી ‘કૃપા’થી લોકો નભાવી લે છે. અપેક્ષા દિવસે દિવસે ઓછી થતી જાય એટલે રાજકારણીઓ સામેનો કચવાટ-કકળાટ ચાલ્યા કરે, પણ ચૂંટણી વખતે મતદાનને પવિત્ર ફરજ સમજીને, આગળ જણાવેલા કોઇ પ્રકારને અનુસરીને મત આપી દેવાય છે.
આ પ્રકારની અંધકારમય ‘વ્યવસ્થા’ની આદત પડી ચૂકી હોય ત્યારે તેમાં ચકમકથી જ્યોત જલાવવાના પ્રયાસ ‘અરાજકતા’ લાગી શકે છે. એ રીતે અરવિંદ કેજરીવાલને અને તેમના રાજકારણને ‘અરાજકતાવાદી’ ગણવાં હોય તો ગણી શકાય. સવાલ એ છે કે કેજરીવાલ અને તેમના રાજકારણને સતત, નાનામાં નાના મુદ્દે ઉતારી પાડવાના પ્રયાસ શા માટે થાય છે? મુદ્દાની હળવી, ભારે કે પરચૂરણ ગંભીરતા વિશે જોયા-વિચાર્યા વિના, પહેલી તકે સોશ્યલ નેટવર્કિંગ કે ટીવી ચેનલો પર કેજરીવાલને ઝૂડવા બેસી જાય છે, એ લોકો કોણ છે? તેમાંથી કેટલા ભાજપ-કોંગ્રેસના વફાદારો છે? કેટલા પોતાનાં આર્થિક કે મનોવૈજ્ઞાનિક કારણોસર કેજરીવાલના ભીંતભૂલ્યા ટીકાકાર બની ગયા છે? અને કેટલા લોકો અગાઉના નેતાઓના વરવા અનુભવો પરથી કેજરીવાલને શંકાની નજરે જુએ છે અને તેમના પ્રકારના - એટલે કે નાગરિકલક્ષી- રાજકારણને સરખી તક આપવા તૈયાર નથી? આ સૌએ વિચારવાનું છે.
કેજરીવાલનાં કેટલાંક પગલાં વિશે મતભેદ હોઇ શકે, ‘આપ’ દ્વારા પસંદ કરાયેલા કેટલાક ઉમેદવારો સામે વાંધો લઇ શકાય, ‘આપ’ પાસેથી કેટલાક મુદ્દે વઘુ સ્પષ્ટતાની અપેક્ષા હોય, પરંતુ પક્ષના મુખ્ય સૂત્રધારો એવા કેજરીવાલ અને યોગેન્દ્ર યાદવની દાનતમાં ખોટ દેખાઇ નથી. તેમનો-‘આપ’નો ઇરાદો બને એટલા વધારે પ્રમાણમાં મતદારોની-નાગરિકોની સામેલગીરીનો હોય એવું લાગ્યું છે. સાથોસાથ ભૂલો સ્વીકારવાની તેમની તૈયારી પણ દેખાઇ છે. પરિવર્તનના રાજકારણમાં સૌથી પાયાની કહેવાય એવી આ બન્ને જરૂરિયાતો બીજો કયો રાજકીય પક્ષ સંતોષે છે?
પણ એના કરતાં વધારે પ્રાથમિક સવાલ છે : નાગરિકોને- એટલે કે આપણને- લક્ષમાં લેતી, વીવીઆઇપી બની ગયા વિના આપણી વાત સાંભળવા તૈયાર અને સવાલોના જવાબ આપે એવી નેતાગીરી આપણે જોઇએ છે? કે પછી કોઇ આવીને આપણો ઉદ્ધાર કરી જશે, એ આશામાં છેતરાતા રહેવું આપણને વધારે પસંદ છે? રાજકારણના ત્રાજવાનું પલ્લું સહેજસાજ નાગરિકો તરફ નમી શકે એવી સંભાવના ઊભી થઇ હોય ત્યારે તેનો શક્ય એટલો કસ કાઢવો છે? કે પછી જેમ છે તેમ જ ધકાવ્યે રાખવું છે.
વફાદારી નહીં, ફરજ
કેટલાક લોકો ઠાવકું મોં રાખીને કહે છે, ‘જુઓ, અમને કેજરીવાલ સામે વાંધો નથી. પણ એમને થોડા ટાઇમની જરૂર છે. અમસ્તી પણ આ વખતે એમની સરકાર બનવાની નથી. તો પછી નકામો મત શા માટે બગાડવો? એના કરતાં મોદીને મત આપો. એ યોગ્ય ઉમેદવાર છે.’ બીજા કેટલાક આ જ તર્ક મૂકીને કહે છે, ‘આપ’ને મત આપવાથી મોદીવિરોધી મત બગડશે. એના કરતાં કોંગ્રેસને જ મત આપો.
‘વ્યવહારુ ડહાપણ’ના નામે રજૂ કરાતી આ દલીલ કુતર્કનો ઉત્તમ નમૂનો છે. કારણ કે દેખીતી રીતે તર્કબદ્ધ લાગતી આ વાત કરનારા પહેલા પગથીયે જ ગોથું ખાય છે. જાગ્રત નાગરિકો માટે સવાલ ‘આપ’ની સરકાર બનશે કે નહીં, એ નથી. (અત્યાર સુધી) કેજરીવાલ લોકલક્ષી રાજકારણનું પ્રતિનિધિત્વ કરે છે. લોકલક્ષી રાજકારણનો પાયો મજબૂત બનશે, તો વડાપ્રધાન ગમે તે થાય, તેમની સરકાર પર નાગરિકોનું- તેમના ખરા પ્રતિનિધિઓનું દબાણ રહેશે અને તે બેફામ બનતા અટકશે. પરંતુ લોકલક્ષી રાજકારણનું થોડુંઘણું બળ પણ ઊભું નહીં થાય, તો પછી વડાપ્રધાન ગમે તે બને, મૂળભૂત રાજકારણમાં કશો ફરક નહીં પડે.
પક્ષીય કે વ્યક્તિગત વફાદારી માનસિક ગુલામીનું લક્ષણ છે. એવી ‘વફાદારી’ કેજરીવાલ કે ‘આપ’ પ્રત્યે પણ ન હોવી જોઇએ. મહત્ત્વ ‘આપ’નું નહીં, તેના દ્વારા પ્રગટાવાયેલી નાગરિકલક્ષી રાજકારણની ચિનગારીનું છે. એ બુઝાવી ન જોઇએ. ‘આપ’નો વિરોધ થઇ જ શકે, પરંતુ કોંગ્રેસ-ભાજપના ખોળે બેસી ગયા વિના. જાગ્રત નાગરિકો માટે ‘આપ’ માત્ર સાધન છે. અસલી ઘ્યેય નાગરિકોની સામેલગીરીના રાજકારણનો શક્ય એટલો વિસ્તાર કરવાનું છે. કાલે બીજો કોઇ પક્ષ કેજરીવાલ-યોગેન્દ્ર યાદવ જેવા નેતાઓ સાથે ચોખ્ખી દાનત અને લોકસામેલગીરીની વાત લઇને આવે તો જાગ્રત નાગરિકોએ એ પક્ષને પણ ટેકો આપવો જોઇએ.
અત્યાર લગી ‘લેસર એવિલ’ (ઓછા અનિષ્ટ) પક્ષની પસંદગી કરીને થાકેલા નાગરિકોનું વાંકદેખાપણું સમજાય છે. છતાં અનિષ્ટ સિવાયની પસંદગી ઉપલબ્ધ બને ત્યારે એને પસંદ કરવા જેટલી સૂઝ પણ નાગરિકોએ બતાવવી રહી.

arvind kejriwal,
election 2014
Tuesday, April 08, 2014
કેટલીક ચૂંટણીલક્ષી ગેરમાન્યતાઓ
વાંક મુખ્ય રાજકીય પક્ષોના નેતાઓનો નથી. એમનો (હવે સર્વસ્વીકૃત) ધંધો છે લોકોને છેતરવાનો. ચૂંટણીટાણે તો ખાસ. કમનસીબી એ છે કે તેમની ભ્રમજાળમાં ફસાવા મોટો વર્ગ આતુર, ઉત્સુક અને થનગનતો હોય છે. નેતાશ્રી ખોંખારીને દિવસને રાત કહે, તો એ વર્ગ તેમની મર્દાનગી પર મુગ્ધ થઇને તારા ગણવા મંડી પડે છે. નેતાશ્રી કહે કે ‘હું જ ઉદ્ધારક છું. મારો કોઇ વિકલ્પ નથી.’ એટલે ભાવિક વર્ગ ડાયરામાં ડોલતા ઑડિયન્સની પેઠે ‘હા, બાપલા, હા’ની મુદ્રામાં ડોકાં ઘુણાવવા લાગે છે.
લોકશાહીમાં મૂર્ખ બનવાનો હક સૌને મળેલોે છે, પણ મૂર્ખ બનાવવાનો અધિકાર હોતો નથી. ભક્તહૃદયી લોકો ઠીક પડે તેને ઉદ્ધારક ગણી શકે છે, તેના નામના ‘ચાલીસા’ કે (કેટલાક નેતાઓનાં લક્ષણ જોતાં) ચારસોવીસા ગાઇ શકે છે. પરંતુ ‘ચાલીસા’ને વાસ્તવિકતા તરીકે રજૂ કરવામાં આવે, ત્યારે નક્કર હકીકતો સ્થાપિત કરવાનું જરૂરી બની જાય છે.
દરેક ચૂંટણીની જેમ આ ચૂંટણીમાં પણ કેટલાક ભ્રમ ફેલાવવામાં આવ્યા છે. તેના વિશે સિદ્ધાંતચર્ચાને બદલે નક્કર હકીકતોની મદદથી સચ્ચાઇ જાણવાનો પ્રયાસ કરીએ.
ગેરમાન્યતા : દેશહિત માટે નરેન્દ્ર મોદી સિવાય કોઇ વિકલ્પ નથી
પહેલાં થોડો ઇતિહાસ. આઝાદ ભારતના પહેલા વડાપ્રધાન અને ત્યાર પહેલાં સ્વાતંત્ર્ય સેનાની તરીકે જવાહરલાલ નેહરુની દેશને એવી ટેવ પડી ગઇ હતી કે ‘નેહરુ પછી કોણ?’ એવો પ્રશ્ન ચિંતાતુર થઇને પૂછવાની ફેશન હતી. નેહરુ જેવી આંતરરાષ્ટ્રિય પ્રતિભાનો કોઇ વિકલ્પ ન હોઇ શકે - તેમના વિના દેશનું શું થશે, એવું બધાને લાગતું હતું. સનેહરુના અવસાન પછી વડાપ્રધાન બનેલા લાલબહાદુર શાસ્ત્રીએ કશા બૂમબરાડા વગર કે છપ્પનની છાતીનાં ભાષણ આપ્યા વિના, પાકિસ્તાન સામેના યુદ્ધ વખતે દેશને અસરકારક નેતાગીરી પૂરી પાડી. એ વખતે ‘નેહરુ પછી કોણ?’નો સવાલ કોને યાદ આવ્યો હશે? કોઇને નેહરુ યાદ આવ્યા પણ હશે તો કદાચ એ રીતે કે ‘આવું તો નેહરુ પણ ન કરી શક્યા હોત.’
બીજું ઉદાહરણ ભૂતપૂર્વ વડાપ્રધાન પી.વી.નરસિંહરાવનું છે. રાજીવ ગાંધીના મૃત્યુ પછી ગાંધીપરિવારઆશ્રિત કોંગ્રેસમાં નેતાગીરીનો શૂન્યાવકાશ સર્જાયો. પતિના કરુણ મૃત્યુ પછી શોકભવનમાં જતાં રહેલાં સોનિયા ગાંધીએ રાજકારણમાં પ્રવેશનો સાફ ઇન્કાર કર્યો. એ વખતે કોણે કલ્પ્યું હશે કે પી.વી.નરસિંહરાવ જેવા બિનગાંધી અને લો પ્રોફાઇલ નેતા વડાપ્રધાન તરીકેનો વિકલ્પ હોઇ શકે છે? અને વડાપ્રધાન બન્યા પછી તે કેવળ ટાઇમ પાસ કરવાને બદલે, આર્થિક પરિવર્તનના નવા યુગના મંડાણમાં ચાવીરૂપ ભૂમિકા ભજવશે? છતાં, એ બન્યું અને આઝાદ ભારતના ઇતિહાસમાં નરસિંહરાવનું નામ અમીટ રીતે અંકાઇ ગયું.
ભાજપની વાત કરીએ તો, તેની લોકસભામાં બે બેઠકથી સરકાર રચવા સુધી મજલમાં અનેક નેતાઓનો ફાળો હતો. ભાજપમાં વાજપેયી સક્રિય હતા ત્યારે એવું લાગતું હતું કે તેમનો કોઇ વિકલ્પ નથી. એવી જ રીતે, પ્રમોદ મહાજન જીવીત હતા ત્યારે નવી પેઢીના અને રાજકારણના ખેલ ખેલી જાણતા નેતા તરીકે એ પણ નિર્વિકલ્પ લાગતા હતા.
સાર એટલો કે રાજકારણમાં ‘ફલાણાનો વિકલ્પ નથી’ કે ‘ઢીકણા વિના ચાલે એમ જ નથી’- એવી માન્યતાઓ સાચી હોતી નથી. ઘણુંખરું સંબંધિત પક્ષ કે નેતાઓનાં પ્રચારયંત્રો ગોબેલ્સ-ઝુંબેશથી એવી છાપ ઊભી કરે છે. લોકોનો મોટો સમુદાય એ વાત માનવા માંડે એટલે પ્રચારપુરૂષે પોતાના પ્રચાર માટે- કહો કે, ‘નિર્વિકલ્પ’ બનવા માટે- ખર્ચેલા અઢળક નાણાં અને કરેલા માર્કેટિંગના પ્રયાસ સફળ.
આટલું વાંચ્યા પછી પણ જેમના મનમાંથી એવો અવાજ ઉઠે કેે, ‘બધી વાત બરાબર, પણ નરેન્દ્ર મોદીનો કોઇ વિકલ્પ ક્યાં છે? હોય તો બતાવો’ તો એમના સવાલનો કોઇ જવાબ નથી.
(આખું રામાયણ પૂરું થયા પછી) ‘હરણની સીતા થઇ કે નહીં?’ એવા સવાલનો શો જવાબ હોય?
ગેરમાન્યતા : તરફી કે વિરોધી મોજું રાષ્ટ્રવ્યાપી હોય છે
ચૂંટણી જેવી બાબતમાં ભૂતકાળની વિગતોના આધારે ભવિષ્યની આગાહી કરવાનું બિલકુલ સલાહભરેલું નથી. સાથોસાથ, ભૂતકાળની ચૂંટણીઓના અભ્યાસ થકી મળતી માહિતી દેશનો એકંદર રાજકીય પ્રવાહ સમજવામાં કામ લાગી શકે છે- ભારત જેવા વૈવિઘ્યપૂર્ણ દેશમાં ‘દેશવ્યાપી’ જેવા શબ્દ છૂટથી ફેંકાતા હોય ત્યારે તો ખાસ.
‘વ્હાય વેવ ડોન્ડ મેટર’ એ મથાળા સાથે પ્રવીણ ચક્રવર્તીએ ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ (૨-૪-૦૪)માં રસપ્રદ માહિતી આપી છે. તેમણે ૧૯૭૭થી શરૂ કરીને પાંચ કથિત ‘ચૂંટણી-મોજાં’ની અસરોનો અભ્યાસ કર્યો છે : ૧૯૭૭માં કટોકટીવિરોધી (કોંગ્રેસવિરોધી, લોકદળતરફી) મોજું, ૧૯૮૪માં ઇંદિરા ગાંધીની હત્યા પછી કોંગ્રેસતરફી સહાનુભૂતિનું મોજું, ૧૯૮૯માં બોફર્સકાંડ જાહેર થયા પછી ભ્રષ્ટાચારવિરોધી (કોંગ્રેસવિરોધી, મોરચાતરફી) મોજું, ૧૯૯૯માં તેર મહિનાની સરકાર ચલાવનારા વાજપેયીને કારણે ભાજપતરફી મોજું અને ૨૦૦૪માં ‘ઇન્ડિયા શાઇનિંગ’ ઝુંબેશ થકી ઊભું થયેલું ભાજપતરફી મોજું.
લોકસભાની ૮૦ ટકાથી વઘુ બેઠકો દેશનાં બાર રાજ્યોમાં છે. એટલે પ્રવીણ ચક્રવર્તીએ એ રાજ્યોનાં પરિણામ પર ‘મોજાં’ની અસરના આંકડા તપાસ્યા. તેમાંથી જાણવા મળ્યું કે દેશવ્યાપી તીવ્રતા ધરાવતું કટોકટીવિરોધી (કોંગ્રેસવિરોધી) મોજું હોય કે પછી બોફર્સમુદે પેદા થયેલું મનાતું ભ્રષ્ટાચારવિરોધી (કોંગ્રેસવિરોધી) મોજું, દક્ષિણ ભારતનાં રાજ્યોમાં અને બંગાળમાં ચૂંટણી માટે સ્થાનિક મુદ્દા જ મહત્ત્વના પુરવાર થયા છે. ત્યાં મતદાન પણ એ પ્રમાણે જ થયું છે. ઇંદિરા ગાંધીની હત્યા જેવા બિનરાજકીય-લાગણીભીના મુદ્દાને ગણતરીમાં ન લઇએ તો, કટોકટી પછીનું કોંગ્રેસવિરોધી મોજું સૌથી શક્તિશાળી હતું. કેમ કે, આખા દેશમાં લોકોના નાગરિક અધિકાર છીનવાયા હતા. તેનાથી વધારે મજબૂત મુદ્દો બીજો કયો હોય? છતાં, કટોકટી પછી થયેલી ૧૯૭૭ની ચૂંટણીમાં ૧૨ મોટાં રાજ્યોમાંથી પાંચ રાજ્યોમાં કોંગ્રેસની જીત થઇ હતી. આ રાજ્યો હતાં : તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, કર્ણાટક, કેરળ અને મહારાષ્ટ્ર.
અભ્યાસનું એક તારણ એ પણ નીકળ્યું કે પ્રસાર માઘ્યમોમાં રાષ્ટ્રિય સ્તરના મોજાની ગમે તેટલી વાતો ચાલતી હોય, પણ આગળ જણાવેલાં બધાં મોજાં વખતે તામિલનાડુ, આંધ્ર, કર્ણાટક, કેરળ અને બંગાળ જેવાં (લોકસભાની ૩૧ ટકા બેઠકો ધરાવતાં) રાજ્યો જાણે જુદા પ્રદેશો હોય એવી રીતે જ વર્ત્યાં હતાં. એ રાજ્યોમાં ‘રાષ્ટ્રિય’ મોજાની અસર જોવા મળી ન હતી. સ્થાનિક પક્ષો અને તેમને લગતા મુદ્દા ત્યાં સૌથી અગત્યના બન્યા. એટલે જ, કોંગ્રેસ-ભાજપ જેવા સત્તાવાર રીતે રાષ્ટ્રિય કહેવાતા પક્ષોને દક્ષિણ ભારતમાં કાયમી થાણું જમાવવાનું કઠણ પડે છે અને સ્થાનિક પક્ષો સાથે ઘરઘર રમીને ગાડું ગબડાવવું પડે છે.
ગેરમાન્યતા : અરવિંદ કેજરીવાલ ભરોસાપાત્ર નથી
રાજકારણના પ્રકારનો મોટો ભેદ ખરો, છતાં બીજા પક્ષો કે નેતાઓની જેમ અરવિંદ કેજરીવાલ અને આમઆદમી પક્ષ પ્રશ્નોથી કે ટીકાઓથી પર નથી. હોવા પણ ન જોઇએ. હોઇ શકે પણ નહીં. એટલું ખરું કે ટીકા કરનારાએ પહેલાં પોતાનું ધોરણ જાહેર કરવું પડે - અને એ જ ધોરણ બાકીના નેતાઓને-પક્ષોને પણ લાગુ પાડવું પડે.
કેજરીવાલની વર્તણૂંકને ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપથી જોતા લોકો નરેન્દ્ર મોદીની વાત આવે ત્યારે આંખે પાટા બાંધીને પછી દલીલ કરે છે કે ‘તમે જ કહો, અમે મોદીને નહીં તો બીજા કોને મત આપીએ? કેજરીવાલને? એ માણસનું કશું ઠેકાણું નથી. દિલ્હીમાં લોકોએ સરકાર ચલાવવાની તક આપી, ત્યારે તો એ સરકાર ચલાવી શક્યા નહીં.’
મત કોને આપવો એ પોતાની મુન્સફીની વાત છે. પણ હકીકતની વાત કરીએ તો, દિલ્હીના મતદારોએ સૌથી વઘુ બેઠકો - એટલે કે સરકાર ચલાવવાની તક - ભાજપને આપી હતી. ભાજપે સિદ્ધાંતના બુરખા તળે રાજકીય સ્વાર્થ સાધવા માટે ચાલબાજી કરી. કહ્યું કે ‘અમારી પાસે સ્પષ્ટ બહુમતી નથી. એટલે અમે સરકાર બનાવીશું નહીં.’ ભાજપની કુટિલ ગણતરી એવી હશે કે પોતે સરકાર બનાવે નહીં અને કેજરીવાલ કદી કોંગ્રેસનો ટેકો લેશે નહીં. એટલે ડેડલૉક સર્જાશે અને નવેસરથી ચૂંટણી કરવાનો વારો આવશે. એવું થાય એટલે ‘જુઓ, જુઓ, કેજરીવાલ સરકાર ચલાવવાથી ભાગે છે’ એવું બૂમરાણ મચાવીને તેમના પ્રભાવને ઉગતો દાબી શકાશે.
ભાજપની અપેક્ષાબહાર કેજરીવાલે સરકાર બનાવી. એટલે ટીકાકારોએ દાવ બદલ્યો. એ કહેવા લાગ્યા, ‘જુઓ, જુઓ, આ માણસે કોંગ્રેસનો ટેકાથી સરકાર બનાવી.’ હકીકત એ હતી કે ભારતના રાજકારણમાં પહેલી વાર સરકાર રચનાર પક્ષે શરતો મૂકી હતી અને ટેકો આપનારે નીચી મૂંડીએ શરતોનું પાલન કરવાનું કબૂલ્યું હતું. બીજી હકીકત એ હતી કે ‘આપ’ સરકારને પાડવા માટે કોંગ્રેસ અને ભાજપ મળી ગયાં હતાં. એ લોકો પોતાની સગવડે, વ્યૂહાત્મક સમયે ચાદર ખેંચી લે અથવા વિધાનસભામાં ડગલે ને પગલે અવરોધો ઊભા કરીને સરકારને નકામી-અળખામણી બનાવી મૂકે એ ચાલબાજીનું બીજું પગથીયું હતું. પરંતુ પહેલી ફૂંક કેજરીવાલે મારી. લોકપાલ જેવા વાજબી મુદ્દે કોંગ્રેસ-ભાજપની મેળાપી અસહકારના વિરોધમાં રાજીનામું આપી દીઘું.
‘આપ’ને ગાળો આપવાથી તબિયત સારી રહેતી હોય તો જુદી વાત છે. બાકી, હકીકતની વાત કરવી હોય તો, ૪૯ દિવસના ટૂંકા ગાળામાં ‘આપ’ની સરકારે જેવું અને જેટલું કામ કર્યું તે અરવિંદ કેજરીવાલને બીજા કોઇ પણ વર્તમાન નેતા કરતાં વધારે ભરોસાપાત્ર અને કાર્યક્ષમ ઠેરવે એવું છે. આ કામની યાદી ઇન્ટરનેટ પર સહેલાઇથી મળી શકે છે, પણ એ ધરાર ઘ્યાને ન લેવી હોય તો શું થઇ શકે?

Monday, February 24, 2014
ત્રીજો મોરચો : મજબૂરીનું નામ...
બિનકોંગ્રેસી, બિનભાજપી પક્ષો દ્વારા પ્રસ્તાવિત ત્રીજો મોરચો નહીં બને અથવા બનશે તો લાંબું ટકશે નહીં, એ કહેવા માટે ત્રિકાળજ્ઞાનની જરૂર નથી. માત્ર બે કાળની જાણકારી પૂરતી છે. ભૂતકાળના અનુભવો અને વર્તમાનની પ્રાથમિક સમજણના આધારે ત્રીજા મોરચાનું (ઘૂંધળું) ભવિષ્ય ભાખી શકાય.
અગાઉના પ્રયોગો જે કારણે નિષ્ફળ ગયા હતા, એ કારણ હજુ ખાસ બદલાયાં નથી : કોઇ પણ જાતની વિચારધારાકીય એકતાનો અભાવ, લધુતમ સામાન્ય કાર્યક્રમો (કોમન મિનિમમ પ્રોગ્રામ) અંગે એકમતીની ગેરહાજરી, સત્તાપ્રાપ્તિનું એકમાત્ર લક્ષ્ય...આ ઉપરાંત રાજ્યસ્તરના સ્થાનિક પક્ષોની મોટી સંખ્યા અને મજબૂતી જેવાં કેટલાંક નવાં કારણ પણ ખરાં. તેના લીધે આ જાતના મોરચાની સંભાવના મોટા ભાગના નાગરિકોમાં આશા કે ભરોસો જગાડી શકતી નથી.
તેમ છતાં, ત્રીજો મોરચો રચવા માટે કોંગ્રેસ-ભાજપ-આમઆદમી પક્ષ સિવાયના અગિયાર પક્ષોની બેઠક થઇ, એવા સમાચારથી ભાજપ-કોંગ્રેસના પેટમાં ચોક્કસ ફાળ પડી હશે. તેમના નેતાઓ દ્વારા શરૂ થઇ ગયેલી ત્રીજા મોરચાની ટીકા એ વાતની સૂચક છે. તેમનો દેખાવ ભલે દેશહિતની-‘સ્થિરતા’ની ચિંતા કરવાનો હોય, પણ ખાસ કરીને ભાજપને, વાંધો એ પડે કે ત્રીજો મોરચો સત્તારોહણ માટેના તેમના સરવાળા બગાડી નાખશે. લોકસભા ચૂંટણીમાં ૨૭૨ બેઠકના આંકડા સુધી પહોંચવાના રસ્તે તેનાથી નવા અવરોધ ઊભા થશે. ધારો કે મોરચો ન રચાય તો પણ, આવાં તેવર બતાવનારા પક્ષો ચૂંટણી પછી ટેકો આપવામાં વધારે ભાવ ખાશે- મોટાં મોઢાં ફાડશે.
ત્રીજા મોરચાનાં તમામ અપલક્ષણો જાણીતાં અને મહદ્ અંશે સાચાં છે. દેશમાં તે સ્થિર સરકાર કે સુશાસન આપી શકતો નથી. તેમ છતાં વારે વારે તેની ચર્ચા શા માટે જોર પકડે છે? અને તેના સર્જન માટે અનુકૂળ સંજોગો પેદા કરવામાં ત્રીજા મોરચાની ટીકા કરનારા પક્ષો ખુદ કેટલા (મોટા પાયે) જવાબદાર છે, એ જોવું રહ્યું.
નિર્ણાયકતાની બીજી બાજુ
ત્રીજા મોરચાના અસલી જન્મદાતા છે કોંગ્રેસ અને ભાજપ. કોંગ્રેસ દાયકાઓ સુધી દેશ પર રાજ કરીને, સુશાસનની ઘણી તકો ગુમાવીને અળખામણી બની છે. તેની સ્વાતંત્ર્ય સંગ્રામની જૂની મૂડી આઝાદી પછી ઘણાં વર્ષ ચાલી. તેના જોરે કોંગ્રેસને સ્પષ્ટ બહુમતી મળતી રહી. ઇંદિરા ગાંધીએ જૂની-અસલ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસનું વિભાજન કરીને તેમાંથી ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ (આઇ) બનાવી. ત્યારથી કોંગ્રેસની તાકાતનું ધોવાણ વઘ્યું. ત્યાર પછી થોડાં વર્ષોમાં તેના એકહથ્થુ, સ્પષ્ટ બહુમતી ધરાવતા શાસનનો યુગ પૂરો થયો.
ઇંદિરા ગાંધીની આગેવાની હેઠળની કોંગ્રેસ ‘ગરીબી હટાવો’ જેવા ફરેબી નારા તળે ભ્રષ્ટાચાર અને છૂપા કોમવાદને પોષતી રહી. ૧૯૭૧ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં ઇંદિરા ગાંધીની નિર્ણાયક નેતાગીરીએ ભારતને વિજય અપાવ્યો (વાજપેયીએ તેમને ‘દુર્ગા’ તરીકે ઓળખાવ્યાં), પરંતુ ટૂંક સમયમાં જ તેમણે બતાવી આપ્યું કે અત્યારે બધા જેની પર બહુ મોહાઇ ગયા છે એવી ‘નિર્ણાયક નેતાગીરી’ કેવો દાટ વાળી શકે. પોતાનો સીધો સ્વાર્થ અને સ્થાપિત હિત સીધાં સંકળાયેલાં ન હોય, એવી બાબતોમાં ‘અસરકારક નેતૃત્વ’ આપવું એક વાત છે. તે આવકાર્ય હોવા છતાં પૂરતું નથી. એવી નિર્ણાયકતા ધરાવતો નેતા આર્થિક નીતિ, મજબૂત લોકશાહી અને સુશાસન જેવી દેશહિતની મહત્ત્વની બાબતોમાં ભારે નુકસાનકારક નીવડી શકે છે. નરેન્દ્ર મોદીની ‘નિર્ણાયક નેતાગીરી’ પર વારી જનારાએ નજીકના ઇતિહાસમાંથી ઇંદિરા ગાંધીની‘નિર્ણાયક નેતાગીરી’નો દાખલો અને તેમની નિર્ણાયકતાનાં માઠાં પરિણામ વિશે પણ વિચાર કરવા જેવો છે.
અનેક મર્યાદાઓ ધરાવતી, ઇંદિરા ગાંધીના મૃત્યુ પછી પરિવારભક્તિમાં સરી ગયેલી કોંગ્રેસ સામે બીજું મોડેલ ઊભું થયું ભાજપનું. તેની વાતમાં જતાં પહેલાં એટલું યાદ કરી લઇએ કે કોંગ્રેસ ઇંદિરા ગાંધીની હત્યા પછી જ પરિવારકેન્દ્રી બની. નેહરુ પોતાના ઉત્તરાધિકારી તરીકે ઇંદિરાને વડાપ્રધાન બનાવીને ગયા ન હતા. તેમના પછી લાલબહાદુર શાસ્ત્રી વડાપ્રધાન બન્યા હતા, એટલો પ્રાથમિક ઇતિહાસ પણ ઘણા સગવડપૂર્વક ભૂલી જાય છે.
ભાજપે હિંદુઓને અન્યાય અને રાષ્ટ્રવાદી મક્કમતાની વાતો કરી, જે ઇંદિરા ગાંધીના ‘ગરીબી હટાવો’ કાર્યક્રમ જેટલી જ પોકળ અને રાજકીય લાભ ખાટવા માટેની હતી. તેમની માતૃસંસ્થા રાષ્ટ્રિય સ્વયંસેવક અને ભાજપ પહેલાંના રાજકીય પક્ષ જનસંઘની વિચારધારા ગાંધીહત્યારાઓ-કાવતરાંખોરો પ્રત્યે સહાનુભૂતિની હતી. સકટોકટી સામેના સંઘર્ષ પછી ‘સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ’ અને ‘હિંદુહિતરક્ષણ’ના નામે ચાલતી એ વિચારધારાને ગાંધીહત્યાના કલંકમાંથી અનાયાસ મુક્તિ મળી. પરંતુ ૧૯૮૦ના દાયકાના અંતભાગમાં એ વિચારધારા બીજા સ્વરૂપે, પ્રગટપણે કોમવાદ તરીકે- મુસ્લિમો-ખ્રિસ્તીઓના વિરોધ તરીકે- મુખ્ય ધારાનું પરિબળ બનીને ઉભરી. બાબરી મસ્જિદ પરનો હલ્લો ને ગુજરાતની કોમી હિંસા તેનાં મોટાં પ્રતીક બની રહ્યાં. પરંતુ અડવાણી-મોદી સહિતના નેતાઓને એટલું સમજાયું કે ભારત જેવા વિશાળ દેશમાં સત્તા મેળવવા માટે હિંદુત્વનું મોટામાં મોટું મોજું પણ પૂરતું નથી. એટલે ભાજપે હિંદુત્વની ગંજી ઉપર ‘ઇન્ડિયા શાઇનિંગ’નો અને નરેન્દ્ર મોદીના ઉદય પછી વિકાસનો ડગલો ચડાવી દીધો. છતાં કમબખ્ત ગંજી ઘણી વાર ડગલાની બહાર ડોકાઇ જાય છે.
સરવાળે એવું બન્યું કે એકવીસમી સદીના પહેલા દાયકામાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચેનો ફરક ઘટતો ઘટતો શૂન્યવત્ બની ગયો. હવે કોંગ્રેસ ‘ગરીબી હટાવો’ને બદલે ‘આમઆદમી’ની વાત કરે છે અને ભાજપ વિકાસવાર્તા ચલાવે છે. તેમની વચ્ચેનો એકમાત્ર પ્રગટ તફાવત કોમવાદની બાબતે રહ્યો છે. કોંગ્રેસે કમ સે કમ ગુજરાતમાં ‘સોફ્ટ હિંદુત્વ’ના રસ્તે ડગ માંડેલાં હોવા છતાં, ભાંગીતૂટી જેવી છે તેવી વિચારધારાને કારણે તે ભાજપની જેમ કોમવાદી-લધુમતીવિરોધી રૂખ અપનાવી શકે એમ નથી. ભાજપના વડાપ્રધાનપદના ઉમેદવાર મોદીને (અડવાણી-વાજપેયીની માફક) લીલા સાફા બંધાવાનું તો ઠીક, પોતાના માથે બે ઘડી ‘મુલ્લા ટોપી’ મૂકીને ફોટો પડાવવાનું પણ મંજૂર નથી. ખોખલાં પ્રતીકનો મહિમા કરવાની વાત નથી, પણ રહી રહીને મુસ્લિમો માટે સમાન તકનો મુદ્દો છેડનારા મોદી હજુ કોંગ્રેસ સરકાર માટે ‘સલ્તનત’ અને રાહુલ ગાંધી માટે ‘શહઝાદા’ની ભાષામાં વાત કરે છે. (યાદ કરો ગંજી)
પગ તળે રેલો- કે ચૂંટણી- આવે ત્યારે કોંગ્રેસ હરીફરીને તેનો એકમાત્ર (અને આભાસી) તફાવત જેવો સેક્યુલરિઝમનો મુદ્દો આગળ કરે છે અને ‘બધાં સેક્યુલર બળો’ને એકઠાં થવાની હાકલ કરે છે. તેની સ્વાર્થી સમજણ એવી છે કે ભાજપનો વિરોધ કરનારાં અથવા કોંગ્રેસ સાથે બેસવા તૈયાર હોય એવાં સૌ ‘સેક્યુલર’ કહેવાય.
આમ, પરિવારવાદ કે વ્યક્તિવાદથી દૂર રહેતા નાગરિકો માટે કોંગ્રેસ અને ભાજપ બે જુદા વિકલ્પને બદલે, એક જ (ખોટા) સિક્કાની બે બાજુ બની રહે છે. આવી સ્થિતિ ત્રીજા મોરચાના જન્મ માટે એકદમ અનુકૂળ ન ગણાય?
નવી સંભાવના
ત્રીજા મોરચાના અત્યાર સુધીના અનુભવ એટલા હતાશાપ્રેરક છે કે સ્થિર સરકાર જેવા પ્રાથમિક મુદ્દે જ તે નાપાસ થઇ જાય. પરંતુ છેલ્લા થોડા સમયથી જે રીતે કોઇ એક પક્ષને બદલે અનેકપક્ષી સરકારો રચાય છે અને તેમને પણ ‘કોએલિશન ધર્મ’ (સૌજન્યઃ મનમોહન સિંઘ) નિભાવવા પડે છે, ત્યારે સવાલ એ પણ થાય : સત્તાની આંતરિક ખેંચતાણને બાદ કરતાં ત્રીજા મોરચા અને પહેલા-બીજા (કોંગ્રેસી-ભાજપી) મોરચા વચ્ચે કેટલો તફાવત છે?
આર્થિક નીતિ, વિદેશ નીતિ, સંતુલિત વિકાસ, શિક્ષણ, આરોગ્ય, પર્યાવરણ જેવી અનેક મહત્ત્વની બાબતોમાં ત્રણે મોરચા ઓછે વત્તે અંશે એકસરખા રેઢિયાળ સાબીત થાય છે. કોઇની પાસે લાંબા ગાળાની નીતિ હોતી નથી. સ્થિરતા ચોક્કસ બહુ મોટું પરિબળ છે અને તેને નજરઅંદાજ કરી શકાય નહીં. સાથોસાથ, સાથીપક્ષો દ્વારા થતાં યુપીએ-એનડીએનાં છૂપાં કે પ્રગટ બ્લેકેમેલિંગ અને મોરચા સરકારોની મસમોટી મર્યાદા તરફ પણ શી રીતે આંખ આડા કાન કરી શકાય?
કોંગ્રેસ અને ભાજપની એકાકાર બની ગયેલી નીતિરીતિની સરખામણીમાં આમઆદમી પક્ષ ખરા અર્થમાં કંઇક જુદો અને નવો વિકલ્પ લઇને આવ્યો છે. નવા પક્ષ તરીકે આપે ઘણી નીતિવિષયક જાહેરાતો કરવાની બાકી છે. કોંગ્રેસ-ભાજપનાં સ્થાપિત હિતો તેમના ડગલે ને પગલે અવરોધ ઊભા કરી રહ્યાં છે, પરંતુ આમઆદમી પક્ષનાં અત્યાર લગીનાં પગલાં જોતાં એટલું સ્પષ્ટ થઇ જાય છે કે આ કોંગ્રેસ-ભાજપ અને તેમના જેવા જ બીજા અનેક પક્ષોની યાદીમાં થયેલો વઘુ એક પક્ષનો ઉમેરો નથી.
‘તમે જોજો તો ખરા. આ લોકો પણ નકામા જ નીકળવાના’- એવાં તળિયાઝાટક નિવેદનો કરવામાં કેટલાકને બહુ આનંદ આવે છે. આવું કહેનારા જો મોદીભક્ત કે ગાંધી પરિવારના વફાદાર ન હોય તો તેમની મનોસ્થિતિ ચિંતાને પાત્ર છે. કારણ કે એ લોકો ખરા અર્થમાં ‘ત્રીજા’- એટલે કે નવા અને જુદા- પરિબળને વાજબી તક પણ આપવા માગતા નથી. ભેળસેળ તેમને એટલી પચી ગઇ છે કે તે શુદ્ધની કલ્પના માત્રથી આકળવિકળ થઇ જાય છે. આમઆદમી પક્ષ પ્રત્યે અંધ ભક્તિભાવ રાખવાની વાત નથી. પરંતુ સાવચેતીપૂર્વકનો સદ્ભાવ પણ રાખવાની તૈયારી ન હોય અને તેની ટીકાની નાનામાં નાની તક ઊભી કરીને હરખાતા હોય એવા લોકો દર્શાવે છે કે નાગરિક તરીકે પોતાનું હિત જોવાની ક્ષમતા તે ખોઇ બેઠા છે.
(published on 11-2-14)

congress
Tuesday, February 18, 2014
આપ-બળ કે આપ-ઘાત?
સાત કોઠા જેવાં સતત સંઘર્ષરત સાત સપ્તાહ વીતાવ્યા પછી આમઆદમી પક્ષની સરકાર પડી. ‘આપ’ દ્વારા પ્રસ્તાવિત જનલોકપાલ ખરડો દિલ્હી વિધાનસભામાં મૂકવા માટેનો જંગ હતો. ઉપરાજ્યપાલ નજીબ જંગે એવો ફેંસલો આપી દીધો હતો કે ખરડો ગેરબંધારણીય હોવાથી તેને વિધાનસભામાં મૂકી શકાય નહીં.
કેજરીવાલ અને પ્રશાંત ભૂષણ જેવા ‘આપ’ નેતાઓને લાગતું હતું કે આ ખરડામાં ગેરબંધારણીય કહેવાય એવું કશું નથી અને ઉપરાજ્યપાલ કેવળ અડચણ ઊભી કરવા ખાતર લકીરના ફકીર બની રહ્યા છે. પ્રશાંત ભૂષણે જાણીતા કાનૂન-બંધારણવિદ્ સોલી સોરાબજીને ટાંકીને ખરડાને વાજબી ઠરાવ્યો. અંતે ખરડા પર નહીં, પણ પોતાની મંજૂરી વિના ખરડો રજૂ ન થઇ શકે એવા ઉપરાજ્યપાલના પત્રનો અમલ કરવો કે નહીં એ મુદ્દે મતદાન થયું. તેમાં કેજરીવાલ સરકારની તરફેણમાં ૨૭ અને વિરુદ્ધમાં ૪૨ મત પડ્યા. વેલેન્ટાઇન ડેના દિવસે બનેલા આ ઘટનાક્રમના દિવસે કોંગ્રેસી નેતા અરવિંદરસિંઘ લવલી અને ભાજપી નેતા હર્ષવર્ધન જે રીતે સહિયારા પોઝ આપતા હતા, એ જોઇને લાગે કે અસલી વેલેન્ટાઇન ડે તો ત્યાં જ ઉજવાઇ રહ્યો છે.
વાંધા પર વાંધા
ગૃહમાં કોઇ પણ મુદ્દે મતદાન થાય અને તેમાં સરકારની હાર થાય તો તેના માટે ક્ષોભજનક સ્થિતિ ઊભી થાય. એક રીતે એવું પણ કહી શકાય કે સરકારે ગૃહનો વિશ્વાસ ગુમાવી દીધો છે. ત્યાર પછી બાંધછોડ કરવા ન ઇચ્છતા માણસ પાસે રાજીનામું આપવાનો વિકલ્પ બાકી રહે. કેજરીવાલે એમ જ કર્યું. એટલે કોંગ્રેસ અને ભાજપના ટીવીચતુરો ઠાવકા મોઢે ટીકા કરવા લાગ્યા કે આ ક્યાં જનલોકપાલ ખરડા પરનું મતદાન હતું? આ તો ખરડો રજૂ કરવો કે નહીં, એ વિશેનો મત લેવાનો હતો. કેજરીવાલે નકામું રાજીનામું આપી દીઘું.
ટીવી સ્ટુડિયોમાં થતી ચર્ચામાં ધડો જાળવવાનું મોટા ભાગના નેતાઓને અઘરું પડે છે. એક કોંગ્રેસી નેતાએ દાવો કર્યો કે કેજરીવાલની સરકારનાં સાત જ અઠવાડિયામાં દિલ્હીના લોકોને શીલા દીક્ષિત સરકારના સુશાસનની યાદ આવવા માંડી હતી. કેજરીવાલ અને ‘આપ’ પાસેથી નવેનવી નૈતિકતા શીખેલા ભાજપે ‘પૂરતી સભ્યસંખ્યા ન હોય તો અમારે સરકાર બનાવવી નથી’ એવું ચૂંટણી પછીનું વલણ પકડી રાખ્યું.
નાગરિકોને ઉઠાં ભણાવવાની કોંગ્રેસ-ભાજપની જૂની પરંપરા પ્રમાણે, ભાજપ માને છે કે તેમના વડાપ્રધાનપદના ઉમેદવારની નૈતિકતા અને દિલ્હી ભાજપની નૈતિકતા, એ બે અલગ બાબતો છે. ભાજપી નેતાઓ કેજરીવાલના ‘નાટક’ની ટીકા કરે છે. નાટકબાજી કોને કહેવાય એ જાણવા માટે તેમણે પોતાના પક્ષના વડાપ્રધાનપદના ઉમેદવાર ભણી ઘ્યાન કેન્દ્રિત કરવું જોઇએ. આખા રાજ્યનું વાતાવરણ દુર્ભાવનાથી ડહોળ્યા પછી એકરાર કર્યા વિના કે માફી માગ્યા વિના કરાતા સદ્ભાવના ઉપવાસ, થ્રી-ડી અવતાર જેવા પ્રચારતુક્કા અને ‘ચાયપે ચર્ચા’ જેવાં કંઇક ખર્ચાળ નાટકો વડાપ્રધાનપદના ભાજપી ઉમેદવારના નામે બોલે છે. નૈતિકતાની એટલી જ લ્હાય લાગી હોય તો ભાજપે પહેલાં આ બધા ખેલના રૂપિયા ક્યાંથી આવે છે, એનો હિસાબ આપવો જોઇએ. પરંતુ કોંગ્રેસ-ભાજપ દ્વારા થતું નૈતિકતાનું અને બંધારણપ્રેમનું નાટક આંખ-કાન-મન ખુલ્લાં રાખીને જોનારા સૌને દેખાય એવું છે.
બે તર્કમાળા
કેજરીવાલે રાજીનામું આપીને માસ્ટરસ્ટ્રોક માર્યો છે કે કાચું કાપ્યું છે તેની ગરમાગરમ ચર્ચા ચાલે છે. કોંગ્રેસ-ભાજપ પ્રકારના, ચલતા પુર્જા જેવા રાજકારણીઓ આ વિશે શું માને છે એ ગૌણ બાબત છે. કારણ કે પહેલા દિવસથી તેમના પ્રયાસ કેજરીવાલને બીજા કોઇ પણ રાજકારણી જેવા- સ્ટંટબાજ, વાયદાબાજ, દેખાડાબાજ- સાબીત કરવાનો રહ્યો છે. બંધારણ અને કાયદાને પોતાના પક્ષે અત્યાર લગી કેટલું માન આપ્યું તેની ચર્ચા કર્યા વિના, કેજરીવાલની વાત આવે એટલે એ લોકો ન્યાયાધીશ અને બંધારણવિદ્ની ભૂમિકામાં આવી જાય છે.
જુદાપણાના દાવા કરતા કેજરીવાલની તપાસ વધારે કડકાઇથી થવી જોઇએ એ ખરું, પરંતુ એમ કરવાનો હક કોંગ્રેસ-ભાજપને કેટલો છે? રાજીનામાના મુદ્દે પણ કેજરીવાલે રાજકીય સ્ટંટ કર્યો અને પૂર્વઆયોજિત ચાલબાજી દ્વારા રાજકીય લાભ મેળવવા માટે શહીદી વહોરી લીધી, એવા આરોપ તેમની પર થયા છે. મતદારો કેજરીવાલના આ પગલાને કેવી રીતે જુએ છે તે મહત્ત્વનું છે. મતદારોનું બ્રેઇનવોશ કરવા માટે કોંગ્રેસ-ભાજપ પાસે હજુ ત્રણેક મહિના જેટલો સમય છે. સામે પક્ષે એ પણ યાદ રાખવાનું કે હવે આમઆદમી પક્ષ પાસે પણ સરકાર ચલાવવાની જવાબદારી નથી. એટલે તેમની પાસે પ્રતિઆક્રમણનો પૂરતો સમય છે. તેનો ઉપયોગ એ દિલ્હીમાં જ નહીં, દેશના બાકીના ભાગમાં પણ પોતાની તાકાત જમાવવા માટે કરી શકે છે.
કોંગ્રેસ-ભાજપ પ્રકારના રાજકારણના વિકલ્પ તરીકે ‘આપ’ના રાજકારણ પ્રત્યે સહાનુભૂતિ ધરાવતા લોકો પણ રાજીનામાના મુદ્દે બે જુદા મત ધરાવે છે. એક મત એવો છે કે લોકસભાની ચૂંટણી સુધી કેજરીવાલે ગમે તેમ કરીને સરકાર ટકાવી રાખવા જેવી હતી. એવું થાત તો તેમને દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણીઓ લડવા-જીતવા માટે રોકાઇ જવું ન પડત અને રાષ્ટ્રિય સ્તરે તેમનો દેખાવ વધારે સારો થઇ શકત. ત્યાં સુધી તેમણે સ્થિરતાપૂર્વક શાસન ચલાવ્યું હોત તો શાસકો તરીકેની તેમની વિશ્વસનીયતા પણ ઊભી થઇ હોત અને તેમની શાસનક્ષમતા તરફ આંગળી ચીંધનારાના હાથ હેઠા પડ્યા હોત. અત્યારે આપેલું રાજીનામું રાજકીય સ્ટંટમાં ખપશે, લોકસભાની ચૂંટણી વખતે તેમને વધારે પડતો સમય દિલ્હી જીતવામાં આપવો પડશે અને લોકો તેમને અસ્થિરતાના પર્યાય તરીકે જોશે તો દિલ્હી જીતવામાં પણ મુશ્કેલી પડી શકે છે.
બીજો તર્ક એવો છે કે કેજરીવાલે ફરી એક વાર કોંગ્રેસ-ભાજપને રાજકારણની રમતમાં ચીત કર્યાં છે. સૌથી પહેલાં તો તેમણે કોંગ્રેસનો સામેથી મળેલો ટેકો લઇનેે સરકાર બનાવી અને પોતે શાસનથી દૂર ભાગતા નથી, એ બતાવી આપ્યું. ત્યાર પછી તે શાસકની ભૂમિકામાં આવી જવાને બદલે આંદોલનકારીની ભૂમિકામાં જ રહ્યા અને વખત આવ્યે ફૂટપાથ પર રજાઇ ઓઢીને સૂઇ જતાં ખચકાયા નહીં. વીજળી અને પાણી અંગે તેમણે ચૂંટણીઢંઢેરામાં આપેલાં વચન પાળ્યાં. એ સિવાય પણ તેમના મંત્રીઓની (ક્યારેક અતિઉત્સાહને કારણે ટીકાપાત્ર બનેલી) સક્રિયતાને કારણે મતદારો પર સારી છાપ પડી. પરંતુ લોકસભાની ચૂંટણી સુધી ગમે તે ભોગે લધુમતી સરકાર ટકાવી રાખવાનું સલાહભરેલું ન હતું.
એક વાર વિધાનસભામાં મતદાનમાં હારની પરંપરા શરૂ થઇ જાય એટલે વિપક્ષોને ફાવતું જડી જાય. ત્યાર પછી દિવસો વીતે એમ સરકારની સ્થિતિ નબળી પડતી જાય અને સરવાળે ચૂંટણી આવે ત્યારે તેની ફરતેનું તેજવર્તુળ ઝંખવાઇ ચૂક્યું હોય. એને બદલે, દોઢ-પોણા બે મહિના શાસન કરીને, પોતે શાસન કરી શકે છે એવું બતાવીને, હવે પૂરા કદનું શાસન જોઇતું હોય તો સ્પષ્ટ બહુમતી આપો એવા સંદેશ સાથે, રાજીનામું આપી દેવાનું વધારે ફાયદાકારક નીવડે.
આ તર્ક અંતર્ગત એવું પણ વિચારાય છે કે જનલોકપાલ જેવા મુદ્દે સત્તા છોડ્યા પછી ચૂંટણી વખતે દિલ્હી જાળવી રાખવા માટે બહુ મહેનત નહીં કરવી પડે અને રાષ્ટ્રિય સ્તરે તેની સારી અસર પડશે- ચૂંટણીમાં ફાયદો થશે. કેજરીવાલ વડાપ્રધાનપદના ઉમેદવાર તો છે નહીં. એ સંજોગોમાં ચૂંટણી પછી દિલ્હીમાં પોતાની બહુમતી ધરાવતી સરકાર હોય તો હવે પછીની કેન્દ્ર સરકાર સામે તે બરાબર ટક્કર લઇ શકે અને રાષ્ટ્રિય સ્તરે પોતાની હાજરી મજબૂત કરી શકે. ‘પહેલી ચૂંટણી હારવા માટે, બીજી ચૂંટણી હરાવવા માટે અને ત્રીજી ચૂંટણી જીતવા માટે’ - આવી બહુજન સમાજ પક્ષના સ્થાપક કાંશીરામની રણનીતિ પ્રમાણે, બીજી ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસને ખોખરાં કરીને ત્રીજી ચૂંટણી સુધીમાં તે મોટી ભૂમિકા માટે તૈયાર થઇ જાય.
બીજા પ્રકારની તર્કમાળા આશાવાદથી ભરપૂર છે. પરંતુ અત્યાર લગી એટલું પુરવાર થઇ ચૂક્યું છે કે કેજરીવાલ રાજકારણના કાચા ખેલાડી નથી. બલ્કે, રાજકીય શતરંજમાં તે ભલભલા જૂના જોગીઓને ભારે પડે એવા છે. એટલે તેમની ટુકડીનું ભવિષ્યદર્શન બીજા તર્ક પ્રમાણેનું હોય એ બનવાજોગ છે. સભવિષ્યની રાજકીય ઘટનાઓ કેવી રીતે આકાર લેશે એ કદી કહી શકાય નહીં, પણ એટલું નક્કી છે કે આમઆદમી પક્ષના પ્રતાપે ભાજપને (માનીતા ઉદ્યોગપતિઓ પાસેથી ખંખેરાતા ભંડોળ ઉપરાંત પણ) લોકો પાસેથી નાણાં ઉઘરાવવાનો આઇડીયા મળ્યો. પોતાનો ચૂંટણી ઢંઢેરો નક્કી કરતાં પહેલાં લોકોનાં સૂચન મંગાવવાનો ભાજપી વિચાર પણ અસલમાં ‘આપ’ પાસેથી લેવામાં આવ્યો હતો. ચૂંટણીઢંઢેરામાં લખાયેલા વચનની કશી કિંમત હોય એ ‘આપ’ના કારણે લોકોને યાદ આવ્યું. કાળાં નાણાં પાછાં લાવવાનાં આંબાઆંબલી બતાવતા મોદી સહિતના ભાજપી નેતાઓ અને બાબા રામદેવ પ્રકારના લોકો જેમનું નામ લેતાં ગભરાય એવા મુકેશ અંબાણીને આરોપીના કઠેડામાં ખડા કરવા જોઇએ, એવું કહેવાની તાકાત કેજરીવાલે બતાવી. એટલું જ નહીં, ગેસના ભાવના મુદ્દે ભૂતપૂર્વ કેન્દ્રિય મંત્રીઓ સામે એફ.આઇ.આર. દાખલ કરવા સુધીની હિંમત તેમણે કરી.
દેશના સામાન્ય નાગરિકો માટે એક રાજકીય પક્ષ તરીકે ‘આપ’ જીતે કે હારે એના કરતાં પણ વધારે અગત્યનું એ છે કે ‘આપ’ દ્વારા જે જાતના ખુલ્લાશભર્યા અને લોકસામેલગીરી-લોકહિતના રાજકારણની શરૂઆત થઇ છે, તે આગળ વધવી જોઇએ. એવું નહીં થાય તો તેમાં સૌથી મોટો દોષ મતદારોનો ગણાશે.

politics
Thursday, January 30, 2014
‘આપ’ત્તિગ્રસ્ત ભાજપની ચિંતાબેઠક
દિલ્હીમાં આમઆદમી પક્ષની સરકારે ભાજપ-કોંગ્રેસને એક મફલરે બાંધીને યમુનામાં ફેંકી દીધાં હોય સ્થિતિ સર્જાઇ છે. પોતે જે રમત વિશે સાંભળ્યું હોય પણ કદી રમ્યા ન હોય, તેમાં એ જ રમતમાં ચેમ્પિયન ટીમ સામે ઉતરવાનું થાય તો કેવી દશા થાય? કંઇક એવું જ કોંગ્રેસ-ભાજપના નેતાઓ અનુભવી રહ્યા હશે. વ્યાપક માન્યતા એવી છે કે ‘આપ’થી કોંગ્રેસ કરતાં ભાજપને વધારે તકલીફ છે. ‘આપ’ના પડકાર વિશે ભાજપની ચિંતાબેઠક યોજાતી જ હશે, પણ તેના અહેવાલ જાહેર થતા નથી. ધારો કે એકાદ બેઠકનું સ્ટિંગ ઓપરેશન થઇ જાય તો કેવી ચર્ચા સાંભળવા મળે? બેઠકનો કાલ્પનિક અહેવાલઃ
નેતા ૧ : (હાથમાં રહેલું છાપું સામે પડેલા, અખબારોના બે-ચાર મોટા થપ્પામાં મૂકતાં) હું તો થાકી ગયો, પણ ‘સાહેબ’નું કવરેજ પકડાતું નથી.
નેતા ૨ : મોબાઇલ બગડ્યો છે?
નેતા ૧ : ના, ‘સાહેબ’ને શંકા છે કે ભવિષ્ય બગડ્યું છે.
નેતા ૩ : એટલે? ઘડીકમાં કવરેજ, ઘડીકમાં ભવિષ્ય- છે શું આ બઘું?
નેતા ૧ : હું રોજ જેટલાં છાપાં તપાસું છું, એટલાં ગાયને ખાવા આપું તો ‘અખિલ ભારત ગૌઅસ્મિતા મંડળ’ મારું સન્માન કરે, પરંતુ આટલાં બધાં છાપાંમાં પણ ‘સાહેબ’ બહુ દેખાતા નથી.
નેતા ૨ : શું વાત કરો છો? (આંગળીઓથી રૂપિયાનો ઇશારો કરીને) આટલી વ્યવસ્થા કર્યા પછી પણ?
નેતા ૪ : (એકદમ ઉતાવળે) કઇ વ્યવસ્થા? શાની વ્યવસ્થા? આપણે તો ઓફિસ માટે ચાની કીટલી ખરીદવાની હતી એની વાત કરીએ છીએ ને? (સાવ ધીમા અવાજે) વહીવટોની વાતો જરા ધીમેથી કરો. આજકાલ કોઇ પણ સ્ટિંગ ઓપરેશન કરી નાખશે. પેલા મફલરધારીએ છૂટો દોર આપી દીધો છે બધાને.
નેતા ૫ : આ રીતે લોકશાહી અને ગણતંત્ર કેવી રીતે ચાલશે? અરાજકતા ફેલાશે અરાજકતા. પણ આપણે લોકોને ખોંખારીને કહેવું જોઇએ કે અમે છીએ ત્યાં સુધી બીજા કોઇને અરાજકતા ફેલાવવા નહીં દઇએ. બોલો, ભાર..ત માતાકીઇઇઇ...
નેતા ૪ : છાનો રહે ભાઇ. અત્યારે આપણી ચિંતા કરવાની છે. આપણે જ ન રહીએ તો પછી ભારતમાતાને શું કરવાની?
નેતા ૧ : (નિઃસાસો નાખતાં) કેવા દિવસો હતા એ...
યુવા નેતા : કયા? કટોકટીના?
નેતા ૧ : અરે ના...(સ્વપ્નિલ બનીને) એ દિવસો, જ્યારે ‘સાહેબ’ રોજેરોજ મથાળાંમાં છવાયેલા રહેતા હતા. આહા... સાહેબે દિલ્હીની એક કોલેજમાં જઇને છીંક ખાધી...પટણામાં સાહેબને ઉધરસ આવી...હૈદરાબાદમાં સાહેબે એટલું મોટું બગાસું ખાઘું કે ઉપસ્થિત મેદનીને તેમાં સમગ્ર બ્રહ્માંડનાં દર્શન થઇ ગયાં...મુંબઇમાં...(સુખભર્યાં સંભારણાંમાં મગ્ન થઇને શૂન્યમાં તાકી રહે છે)
નેતા ૪ : આ ભૂતકાળમાં સરી પડવાનો સમય નથી. હજુ આપણે ભવિષ્ય બનાવવાનું છે. એ માટે આપણે મફલર કસીને સજ્જ થવાનું છે.
નેતા ૧,૨,૩ : મફલર?
નેતા ૪ : અરર. શો જમાનો આવ્યો છે? હું કમર બોલું છું ને તમને મફલર સંભળાય છે. પેલો મફલરવાળો બધાના મન પર આટલો બધો ચડી બેઠો છે? ખરેખર મને ચિંતા થાય છે.
યુવા નેતા : કોની? દેશની?
નેતા ૪ : અરે, આપણી - દેશની ચિંતા કરનારાની. મફલરવાળાને કેમ કરીને પાડવો?
નેતા ૧ : મારી પાસે એક જોરદાર આઇડીયા છે. સાહેબ પણ સાંભળશે તો અમિતભાઇની જેમ મારો જેલઇતિહાસ માફ કરીને મને પ્રભારી બનાવી દેશે.
(બાકીના નેતાઓ કતરાતી નજરે જુએ છે)
નેતા ૧ : (ખંઘુ હસીને) પણ ચિંતા ન કરો. મારા માટે પક્ષહિત સર્વોપરી છે. એટલે હું એ આઇડિયા કહી જ દઉં. સાહેબ જેમ કોંગ્રેસ સરકાર માટે ‘દિલ્હી સલ્તનત’ અને રાહુલ ગાંધી માટે ‘શહજાદા’ એવા મુસ્લિમ સંબંધિત શબ્દો વાપરીને એક કાંકરે બે તીર મારે છે, એ જ પ્રકારે આપણે કેજરીવાલનું નામ ‘મફલરમિંયા’ પાડી દઇએ તો? એ જરા ડાયરેક્ટ લાગતું હોય તો ‘મફલરખાન’ પણ રાખી શકાય.
નેતા ૨ : હા, આ તો સાહેબને બહુ ફાવે. ભાષણમાં એક જ વાર ‘મફલરમિંયા’ બોલવાનું. બાકી ‘મિંયા’ આમ ને ‘મિંયા’ તેમ- એવી જ રીતે બેટિંગ...
નેતા ૪ : (ઘુંધવાઇને) તમે લોકો ક્યારે સુધરશો? હવે તો સાહેબ પણ સુધરી ગયા.
નેતા ૩ : એટલે સાહેબ સેક્યુલર થઇ ગયા? મસ્ક્યુલરમાંથી સેક્યુલર?
(નેતા ૪ સિવાયના બધા નેતા તાળીઓ મારીને ખડખડાટ હસે છે. નેતા ૪ને કેવી પ્રતિક્રિયા આપવી એ સમજાતું નથી. એટલે તે સમસમીને, શાંત ચહેરે બેસી રહે છે.)
નેતા ૪ : કોમેડી સર્કસ પૂરું થયું હોય તો આગળ વાત કરીએ?
નેતા ૧ : કરો, કરો..નહીંતર પછી પાંચ વર્ષ એ જ કરવાનો વારો આવશે અને એ વખતે થશે કે જેટલા રૂપિયા વેર્યા એટલા બચાવ્યા હોત તો પેઢીઓની પેઢીઓ બેઠી બેઠી ખાત.
નેતા ૫ : આપણે સંકુચિત ગણતરીઓ છોડી દેવી જોઇએ. શ્યામાપ્રસાદ મુખરજીએ કહ્યું હતું કે -
યુવા નેતા : કરવું તો ટુ-જી સ્પેક્ટ્રમ જેવું કરવું. સંકુચિત ગણતરીઓમાં શું પડવું?
(નેતા ૪ જોરથી ઉધરસ ખાય છે, જેથી યુવા નેતાનો અવાજ દબાઇ જાય)
નેતા ૧ : આપણી પાસે બીજો પણ આઇડીયા છે. કેજરીવાલનો કેસ અમિતભાઇનો સોંપી દેવો. (જમણી હથેળીની બે આંગળીઓ અને અંગુઠાથી બંદૂક જેવી ચેષ્ટા કરે છે)
નેતા ૪ : ગડકરીજી તમારા કંઇ સગપણમાં થાય?
નેતા ૧ : કેમ?
નેતા ૪ : તમે જે રીતે અને જે જાતના આઇડીયા એક પછી એક આપો છો એ જોતાં ને લાગ્યું કે..
નેતા ૬ : મારી જોડે એક ફ્રેશ આઇડીયા છે.
નેતા ૧થી ૫ : ઓહો, તમે જાગો છો?
નેતા ૬ : ટોણા મારવાનું છોડો. તમે બધાએ જાગતા રહીને શું ઉખાડી લીઘું? અને પેલો ફૂટપાથ પર રજાઇ ઓઢીને સુઇ ગયો ને તમારી ઉંઘ હરામ કરતો ગયો. સાંભળો, મારો આઇડીયા જરા હાઇ ટેક છે. તેમાં સ્ટીવન સ્પીલબર્ગને સાંકળી શકાય એમ છે.
નેતા ૪ : (હસું હસું થતા ચહેરા) એમ? તો તો સાહેબને એ બહુ ગમશે.
નેતા ૬ : જુઓ, અગાઉ સંજય જોશી વખતે જે સીડી બની હતી તેની ક્વોલિટીના બહુ પ્રશ્નો હતા. એચ.ડી.ના જમાનામાં આવી સીડીઓ ન ચાલે.
નેતા ૪ : (દબાતા અવાજે) ધીમેથી બોલો...
નેતા ૬ : એની જરૂર નથી. સ્ટિંગ ઓપરેશન થશે તો હું કહી દઇશ કે આ મારો અવાજ નથી. કોઇએ મારા જેવો અવાજ કાઢ્યો છે...હવે મુદ્દાની વાત સાંભળો. તમને બધાને ખબર છે કે જે નથી એ આબેહૂબ બતાવવામાં સ્પીલબર્ગની માસ્ટરી છે. બસ, આપણે મફલરનો કેસ સ્પીલબર્ગને સોંપી દેવાનો. પેમેન્ટનો સાહેબ માટે ક્યાં પ્રશ્ન છે? સ્પીલબર્ગ ડોલરમાં માગશે તો ‘ઓવરસીઝ ફ્રેન્ડ્ઝ ઓફ બીજેપી’ને કહીને... બાકી ‘ટાઇમ’વાળો વહીવટ પાડનારી ‘એપ્કો વર્લ્ડવાઇડ’ તો છે જ..
નેતા ૪ : (અક્ષરો છૂટા પાડીને) ધી..મે...થી...
નેતા ૬ : પણ હું ક્યાં કંઇ બોલ્યો જ છું? મેં તો કહ્યું કે ‘ટાઇમ’ મેગેઝીન આર્થિક મુશ્કેલી અનુભવી રહ્યું છે અને સ્પીલબર્ગ ઉત્તમ ડાયરેક્ટર છે.
નેતા ૪ : સારું. હું સાહેબને વાત કરી જોઇશ..
નેતા ૧ : અને હું મથાળેથી વિસ્થાપિત થયેલા સાહેબનું સંતોષકારક પુનઃવસન થાય એની રાહ જોઇશ.
નેતા ૧થી ૫ : (સામુહિક નારો લગાવે છે) વંદેએએએએ
નેતા ૬ : સ્પીલબર્ગ
(આ નારા સાથે મિટિંગ પૂરી થાય છે)

Tuesday, January 28, 2014
‘આપ’ની નહીં, આપણી વાત
ક્રિકેટના સ્ટેડિયમમાં કબડ્ડીની રમત માટે તખ્તો ગોઠવાયો હોય, કેમ કરીને ખરાબમાં ખરાબ રીતે એકબીજાની ટાંગખીંચાઇ કરવી, લોકોને મનોરંજન આપવું અને પોતે ટ્રોફી જીતી જવી તેની તૈયારીઓ ચાલતી હોય, ત્યાં અચાનક કોઇ માણસ પોતાની ટીમ સાથે સ્ટમ્પ-બેટ-બોલ લઇને આવી પહોંચે અને જાહેરાત કરી દે કે ‘સ્પર્ધા ચાલુ છે ને વિજેતાને ટ્રોફી મળશે, પણ હવે કબડ્ડીની નહીં, ક્રિકેટની મેચ રમવાની છે.’ તો કેવો ખળભળાટ મચે? કંઇક એવું જ વાતાવરણ દિલ્હીમાં આમઆદમી પક્ષના વિજય અને તેની સરકાર બન્યા પછી ઊભું થયું.
દિલ્હીનાં પરિણામો પહેલાં લોકસભાનો મુકાબલો ભાજપ અને કોંગ્રેસ વચ્ચેનો ગણાતો હતો. અંગ્રેજીમાં કહે છે તેમ, ડેવિલ એન્ડ ડીપ સી - દૈત્ય અને દરિયા- વચ્ચેની આ પસંદગીમાં નાગરિકો મુંઝાતા હતા. ગાંધી પરિવારના પ્રખર ભક્તો અને એવા જ કટ્ટર મોદીભક્તો સિવાયના સૌ કોઇને આખી સ્થિતિ નિરાશાજનક લાગતી હતી. ક્ષિતિજ પર કોઇ વિકલ્પ દેખાતો ન હતો. સઆમઆદમી પક્ષની જીતથી ઘોર અંધકારમાં પ્રકાશની ટશર ફૂટ્યાનો અહેસાસ થયો. ત્યારથી અત્યાર સુધી એક મહિનાથી પણ ઓછા સમયગાળામાં આશાકિરણો ફરતે વિવાદનાં વાદળ ઘેરાયાં છે. આરોપોનો વરસાદ વરસે છે. ‘ટકે શેર ભાજી, ટકે શેર ખાજાં’ના માપે, દરેક આરોપની તીવ્રતા અને ગંભીરતા એકસરખાં દર્શાવાય છે. ધ્રુવપંક્તિ એક જ છે : ‘આવા લોકો સરકારમાં ન ચાલે. આવા લોકો સરકારમાં ન જોઇએ.’
સતત સિદ્ધાંતચર્ચાઓ અને અવનવા આરોપોનો એક મુખ્ય આશય નાગરિકોને સતત ગુંચવવાનો અને તેમને ફરી પાછા ‘મુખ્ય ધારાના’ - એટલે કે કોંગ્રેસી-ભાજપી- રાજકારણ ભણી વાળવાનો હોય, એવી શંકા જાય છે. બસ, એક વાર આમઆદમી પક્ષ લોકોને કોંગ્રેસ-ભાજપ જેવો - બોલીને ફરી જનારો, સ્ટંટબાજ, જૂઠાડો અને સ્વાર્થી - લાગવો જોઇએ.
ગુંચવાડાના આ ઘુમ્મસમાં, એક નાગરિક તરીકે ‘આપ’ પરના આરોપ અને તેમાં રહેલી લોકલક્ષી રાજકારણની શક્યતાઓ વિશે શું સૂઝે છે? વાત આગળ વધારતાં પહેલાં એટલી સ્પષ્ટતા કરી લઇએ કે કેજરીવાલ કે તેમનો પક્ષ ‘પવિત્ર ગાય’ નથી. તેમની સાથે અસંમત થઇ જ શકાય. તેમની નીતિની કડક ટીકા પણ થઇ શકે. કેજરીવાલ ઉદ્ધારક નથી. તેમણે ઉદ્ધારક હોવાની જરૂર નથી. સાથે એ પણ યાદ રાખીએ કે આપણે ઉદ્ધારકની નહીં, લોકોની સામેલગીરી ધરાવતી લોકશાહીનો માહોલ ઊભો કરે એવા નેતાની જરૂર છે.
ફૂટપટ્ટી : મારવાની અને માપવાની
કેજરીવાલ અને દિલ્હીની ‘આપ’ સરકારનું બે રીતે મૂલ્યાંકન થઇ શકે : ૧) સ્વતંત્ર રીતે ૨) બીજા હરીફો સાથે સરખામણી કરીને. પહેલાં સ્વતંત્ર મૂલ્યાંકનની વાત કરીએ. સઅરવિંદ કેજરીવાલે રાજદીપ સરદેસાઇ તથા બરખા દત્તને આપેલી (યુટ્યુબ પર ઉપલબ્ધ) મુલાકાતોમાં વીસ દિવસમાં ‘આપ’ સરકારે કરેલાં કામની યાદી આપી છે. તેમાં સ્કૂલોમાં લેવાતાં ડોનેશનની ફરિયાદો માટે સ્થાપેલી હેલ્પલાઇનથી માંડીને દિલ્હીની સ્કૂલોનું ‘મેપિંગ’ કરીને તેમાં લેડીઝ ટોઇલેટની અછત સહિતની કેટલી સમસ્યાઓ છે, તેની વિગતનો સમાવેશ થાય છે. કેજરીવાલનો દાવો છે કે ‘આઝાદી પછી કોઇ પણ ચૂંટાયેલી સરકારે વીસ દિવસમાં આટલું કામ કર્યું હોય તો બતાવો.’ બરખા-રાજદીપ તેનો જવાબ આપી શક્યાં નથી. છતાં, આ વિગતોને ‘કેજરીવાલનું સરકારી વર્ઝન’ માનીને હાલ બાજુ પર રાખીએ અને તેમની સરકાર પર થતા આરોપ વિશે વિચારીએ.
સૌથી મૂળભૂત આરોપ તો કોંગ્રેસનો ટેકો લેવાનો હતો. પરંતુ અત્યાર સુધીમાં એ સ્પષ્ટ થઇ ચૂક્યું છે કે કોંગ્રેસે પોતાની ગરજે ‘આપ’ સરકારને ટેકો આપ્યો છે. ‘આપ’ કોંગ્રેસની ‘બી ટીમ’ છે, એવો બીજો આરોપ છે. પરંતુ કોમનવેલ્થ કૌભાંડની ફાઇલોથી માંડીને કેન્દ્રિય ગૃહમંત્રી શિંદે વિશે કેજરીવાલની ટીપ્પણી જાણ્યા પછી અને ‘કોંગ્રેસ અમને ટેકો આપવા બદલ બહુ પસ્તાશે’ એવાં કેજરીવાલનાં વચન સાંભળ્યા પછી ‘બી ટીમ’વાળો આરોપ ગળે ઉતરે એવો લાગતો નથી. સકેજરીવાલને ‘આપખુદ’ કહેનારા ‘બળવાખોર’ ધારાસભ્ય બિન્નીની નિવેદનબાજી પછી વઘુ એક વાર ‘આ સરકાર લાંબું નહીં ખેંચે’ એવો પ્રચાર શરૂ થયો હતો.પણ બિન્નીની બળતરામાં જાહેર હિતને બદલે રાજકારણની રમત હોય એવું વધારે લાગતું હતું. કેટલાક તેને દિલ્હીના ભાજપી નેતા હર્ષવર્ધનની ગાંધીનગરની મુલાકાત સાથે પણ સાંકળતા હતા. હવે એ પ્રકરણ ઠરી ગયું છે અને શક્ય છે કે બિન્ની અત્યારે નવો કયો ફટાકડો ફોડવો તેની બ્રીફ મેળવી રહ્યા હોય.
‘આપ’ના મંત્રી સોમનાથ ભારતીની મધરાતની કાર્યવાહી અને કેજરીવાલે કરેલા તેમના બચાવ વિશે ઘણો વિવાદ થયો છે. આ બાબતમાં પક્ષાપક્ષીની ચશ્મા ન પહેરીએ તો એટલું સમજાય છે કે ‘રેસિઝમના અને ભારતના આંતરરાષ્ટ્રિય સંબંધો બગાડે એવા’ મુદ્દા તરીકે ચગાવાયેલી આ વાતમાં મસાલો ઘણો વધારે પડી ગયો છે. સ્થાનિક લોકોની લાંબા સમયની નિરાશા અને નિષ્ફળ પ્રયાસ પછી મંત્રીએ સ્થળ પર જવું પડ્યું અને તેમણે પોતે કાયદો હાથમાં લીધો નથી, એ બે બાબતો નાગરિક તરીકે યાદ રાખવા જેવી છે. ‘આપ’ના યોગેન્દ્ર યાદવે મંત્રીને બોલવામાં સંયમ રાખવા જણાવ્યું, પણ મતવિસ્તારના લોકોની ફરિયાદના આધારે રાત્રે ને રાત્રે પહોંચી જવાના તેમના પગલાને પ્રશંસાયોગ્ય ગણાવ્યું. અલબત્ત, આ પ્રકારના કિસ્સામાં ભવિષ્યમાં સ્થાનિક સ્તરે જનસુનાવણી યોજાય અને બન્ને પક્ષોને પોતાની વાત રજૂ કરવાની તક મળે, એવું સૂચન પણ યાદવે કર્યું. તે ભૂલમાંથી શીખવાની દાનત દર્શાવે છે. આ કિસ્સો ટાંકીને ‘કેજરીવાલ પણ બીજા પક્ષોની જેમ પોતાના નેતાઓને છાવરે છે’ એવો આરોપ કરવામાં પ્રમાણભાન ચૂકાતું નથી?
ભારતીના મુદ્દે નિષ્ક્રિયતા દેખાડનારા કેટલાક પોલીસ કર્મચારીઓની બરતરફી અંગે કેજરીવાલની ધરણા-પ્રતિક્રિયા આત્યંતિક લાગી શકે છે. ‘મુખ્ય મંત્રીએ સમાધાનથી નીવેડો લાવવાના પ્રયાસ કરવા જોઇએ’ એવું શાણપણ બોલવામાં સારું લાગે છે, પરંતુ આ પ્રયાસ ક્યાં સુધી કરવા અને એ સફળ ન થાય ત્યાં સુધી થતા નિષ્ક્રિયતાના આરોપોનો શો જવાબ આપવો? એ વિચારવા જેવું છે. અત્યાર લગી એવું જોવામાં આવે છે કે કેજરીવાલ રાજકીય પક્ષો દ્વારા સ્થાપિત દંભી-દોગલી રીતરસમોનો વિરોધ કરે ત્યારે ‘તે બંધારણ અને કાયદાનો વિરોધ કરે છે’ એવી હવા ઊભી કરવામાં આવે છે.
શબ્દાર્થમાં સડક પર ઉતરી આવનાર મુખ્ય મંત્રી તરીકે તેમને ‘અરાજકતાવાદી’(એનાર્કિસ્ટ) ગણાવાયા છે. પરંતુ પક્ષીય વફાદારીઓ ન હોય તો એટલું યાદ રાખવું પડે કે આ ‘અરાજકતાવાદી’એ આવતાં વેંત પાણી અને વીજળી સહિતના મુદ્દે પોતાની સરકારે આપેલાં વચન પાળી બતાવવા જેટલી ગંભીરતા દાખવી છે. એક મહિનો પણ પૂરો ન થયો હોય એવી ‘આપ’ સરકાર માટે ‘નાપાસ’નાં પ્રમાણપત્રો ફાડવાની આટલી બધી ઉતાવળ શા માટે હોવી જોઇએ? સ‘કેજરીવાલની સાથે નહીં તે એમની સામે છે’- એવી વાત નથી અને ન હોઇ શકે, પણ લોકલક્ષી રાજકારણની માંડ એક આછેરી તક ઊભી થઇ હોય ત્યારે, પ્રમાણભાન ભૂલીને દિવસરાત તેની ટીકામાં રાચવું કેટલું ઉપયોગી છે? અને તેનાથી કેજરીવાલ કે ‘આપ’ કરતાં પણ વધારે લોકતરફી રાજકારણની સંભાવનાઓને કેટલું નુકસાન થશે એ વિચારવા જેવું છે.
ત્રણ પોલીસને સસ્પેન્ડ કરાવવા માટે મુખ્ય મંત્રી ફૂટપાથ પર આવી જાય એ કેટલું યોગ્ય કહેવાય? અને મુખ્ય મંત્રી ક્યાં સુધી એક્ટિવિસ્ટની ભૂમિકામાં રહી શકે? આ બન્ને સવાલ વાજબી અને શાંતિથી વિચારવા જેવા છે. સ્થળ-સંજોગો-ક્ષમતાની દૃષ્ટિએ કેજરીવાલની ગાંધીજી સાથે સરખામણી ન થઇ શકે. છતાં, લડતની વ્યૂહરચનાની દૃષ્ટિએ વાત કરીએ તો, ગાંધીજીએ મીઠાના વેરાનો મુદ્દો ઉપાડ્યો ત્યારે મીઠું તો નિમિત્ત હતું. કંઇક એવી જ રીતે, કેજરીવાલનો આશય દિલ્હી પોલીસની નિષ્ક્રિયતાના મુદ્દે ‘બૉસ’ એવી ડાયનોસોર છાપ કેન્દ્ર સરકારને હચમચાવવાનો હોય એવું વધારે લાગતું હતું. તેમાં રાજકારણી કેજરીવાલની ચાણક્યબુદ્ધિ પણ ભળેલી હતી.
રહી વાત બીજા પક્ષો સાથે ‘આપ’ના તુલનાત્મક મૂલ્યાંકનની. ‘આપ’ સરકારે ચાર અઠવાડિયાંમાં જે લોકલક્ષી મિજાજનો પરિચય આપ્યો છે, એવું કોંગ્રેસ-ભાજપની એકેય સરકાર કરી શકી છે? દલિતોની સમસ્યાથી માંડીને આર્થિક નીતિ અને વિદેશ નીતિ જેવી બાબતોમાં ‘આપ’ની નીતિ હજુ સ્પષ્ટ થઇ નથી. એટલે, ઘણાખરા વિષયોમાં ‘આપ’ કેવું સત્યાનાશ વાળી નાખશે, એવી કલ્પનાઓ કરવા માટે મોકળું મેદાન છે. બાકીના બન્ને પક્ષોની નીતિ પણ આ બાબતે બહુ સ્પષ્ટ નથી અને કેટલીક બાબતોમાં તે સ્પષ્ટ હોય તો તેનો કશો અર્થ નથી. કારણ કે તેમની દાનત સાફ નથી એ અત્યાર સુધીમાં સાબીત થઇ ચૂકેલી સચ્ચાઇ છે. કેજરીવાલ પર એવો આરોપ છે કે તેમને બંધારણીય સંસ્થાઓ પર અવિશ્વાસ છે. દલીલ ખાતર તેને સાચો માનીએ તો પણ, કોંગ્રેસ-ભાજપે બંધારણીય સંસ્થાઓના અવમૂલ્યનમાં કોઇ કસર છોડી નથી. કોંગ્રેસે અને ભાજપે તેમના સંકુચિત- લોકવિમુખ રાજકારણથી દેશને જેટલું નુકસાન કર્યું છે તેનાથી વધારે નુકસાન શક્ય છે ખરું?
વ્યક્તિવાદ કે પરિવારવાદનું રાજકારણ ખેલનારા પક્ષો સામે પહેલી વાર નાગરિકોની વાત કરનાર કોઇ વિકલ્પ ઊભો થતો હોય, ત્યારે તેને સાબીત થવા - કે ઉઘાડા પડવા માટે પણ - પૂરતો સમય ન મળવો જોઇએ? નવી આશા જગાડનારા પરિબળના દિશાસુધાર અંગે ટીકા થાય તે એક વાત છે, પણ પહેલી તકે તેમનો એકડો સાવ કાઢી નાખવાની ઉતાવળ કોંગ્રેસ-ભાજપના લોકવિમુખ રાજકારણને સમર્થન આપવા જેવી લાગે છે.

Tuesday, January 07, 2014
આમઆદમીનું રાજકારણ : આનંદ પછીનું મંથન
દિલ્હીમાં કેજરીવાલના મુખ્ય મંત્રીપદે આમઆદમી પક્ષની સરકાર બની અને વિશ્વાસનો મત મેળવીને ટકી પણ ખરી. એટલા પૂરતું, જવાબદારીથી ભાગવાનું મહેણું ટળ્યું. લાલ બત્તી, ઝેડ સુરક્ષા વગેરેની મનાઇ કરીને કેજરીવાલે આમઆદમી રાજકારણના રસ્તે સફરનો આરંભ કરી દીધો છે.
‘જેનો વિરોધ કર્યો હતો એ કોંગ્રેસનો ટેકો લીધો’ એવી ભાજપી દલીલ કેટલી પોકળ છે, એ સામાન્ય નાગરિકોને સમજાવું જોઇએ. ટેકો મેળવવા માટે આઘાપાછા થતા પક્ષ બહુ જોયા, પણ એવું ક્યારે જોયું હતું કે ટેકો આપવા માટે (કોંગ્રેસ જેવો) પક્ષ ગરજ બતાવે? બિનકોંગ્રેસી-બિનભાજપી લોકો આખી સ્થિતિને આ રીતે પણ જોઇ શકે : જે આમઆદમી પક્ષે દિલ્હીમાં કોંગ્રેસના પંદર વર્ષના શાસન પર અણધાર્યું સ્ટીમ રોલર ફેરવી દીઘું, તેનાં ત્રણ મુદતનાં મુખ્ય મંત્રીને ચૂંટણીમાં હરાવીને ધારાસભ્ય પણ ન થવા દીધાં, એવા પક્ષને ટેકો આપવાની કોંગ્રેસને (જખ મારીને) ફરજ પડી છે. આમઆદમી પક્ષે કોંગ્રેસ સાથે ‘હાથ મિલાવ્યા છે’ એવો પ્રચાર વાસ્તવમાં બન્ને પક્ષો માટે પડ્યા પછી ટંગડી ઊંચી રાખવાની કવાયત છે. રાહુલ ગાંધી કે નરેન્દ્ર મોદી સામે આંખે પાટા બાંધીને જોનારા ઘણા કેજરીવાલ માટે એક્સ-રે દૃષ્ટિ વાપરે છે. કેજરીવાલની ભક્તિ કરવાની ન જ હોય, પણ તેમની સરકારને થોડો સમય આપવા જેટલી ધીરજ ન રાખી શકાય? તેમને ‘ઉઘાડા પાડવાની’ ઝનૂની ઉતાવળ પાછળ નાગરિક નિસબત દેખાતી નથી.
કેટલાક વઘુ ચબરાક લોકો ‘સાહેબ’ના રાજકારણ વિશે ટીકાનો હરફ સુદ્ધાં ઉચ્ચાર્યા વિના, આમઆદમી પક્ષની બિરદાવલીઓ ગાય છે. આ મુખ્યત્વે એક ગુજરાતી લલિત કળા (ફાઇન આર્ટ) છે : આમઆદમી પક્ષના સ્વચ્છ-લોકલક્ષી રાજકારણનો જયજયકાર કરવાનો, પણ ‘સાહેબ’ના તેનાથી સાવ સામા છેડાના રાજકારણનો વિરોધ કર્યા વિના. (જેમ ગાંધીનગરના ભ્રષ્ટાચાર ભણી આંખ આડા કાન કરીને, અન્ના હજારેના ભ્રષ્ટાચારવિરોધી આંદોલનનાં ગુણગાન ગવાતાં હતાં.) આવા ‘કળાકારો’નાં બેવડાં ધોરણની વઘુ કસોટી ચૂંટણી નજીક આવે અને આમઆદમી પક્ષ ભાજપ માટે સ્થાનિક સ્તરે પડકાર બની રહે ત્યારે થશે. દિલ્હીમાં કોંગ્રેસના ભ્રષ્ટાચારની યોગ્ય રીતે કડક ટીકા કરનારને ગુજરાતમાં ભાજપનો અનેક પ્રકારનો ભ્રષ્ટાચાર દેખાતો હોય, તો જ ‘આપ’ની તેમણે કરેલી પ્રશંસા તકવાદી-તકલાદીને બદલે ઠોસ ગણી શકાય.
વચનની કિંમત કેટલી?
રાષ્ટ્રિય સ્તરના ભાજપી નેતાઓ આમઆદમી પક્ષની સરકારને ‘સપનાંના સોદાગરની સરકાર’ તરીકે ઓળખાવે છે- કેમ જાણે, તેમનો પક્ષ વાસ્તવદર્શીઓથી છલકાતો હોય. ભાજપ-કોંગ્રેસ સહિતના તમામ પક્ષો ચૂંટણીટાણે છૂટા હાથની વાયદાબાજી માટે બદનામ છે. તેમની મથરાવટી એટલી હદે સરાજાહેર મેલી છે કે તેમના ચૂંટણીઢંઢેરાનો શિયાળામાં તાપણું કરવા સિવાય ભાગ્યે જ બીજો કશો ઉપયોગ હોય છે.
ચૂંટણીલક્ષી વચનો ગંભીરતાથી લેવાની ચીજ હોઇ શકે છે, એવું વર્ષો પછી આમઆદમી પક્ષના પ્રતાપે લોકોને લાગ્યું છે. દિલ્હીમાં આમઆદમી પક્ષે મતવિસ્તાર પ્રમાણે તેની સમસ્યાઓને અનુરૂપ ઢંઢેરો તૈયાર કરવાનો પ્રયોગ કર્યો હતો. કોંગ્રેસનો ટેકો લેતાં પહેલાં તેની સામે મુકાયેલા ૧૮ મુદ્દાના કાર્યક્રમમાં પક્ષનાં કેટલાંક મૂળભૂત સર્વસામાન્ય વચનનો સમાવેશ થાય છે. આમઆદમી પક્ષે આપેલાં વચનોની ઇચ્છનીયતા, વ્યવહારુતા અને અમલ થવાની સંભાવના વિશે મતભેદ હોઇ શકે. તેમાંનાં કેટલાંક વચનો ચૂંટણીલક્ષી પોપ્યુલિસ્ટ (લોકરંજની) રાજકારણની યાદ અપાવી શકે. પરંતુ બાકી બધી ચર્ચા પછી. પહેલો મુદ્દો અમલીકરણ માટેની દાનતનો છે.
બીજી રીતે કહીએ તો, વચનો વિશેની તાત્ત્વિક ચર્ચા બીજા નંબરે આવે. પહેલા નંબરનો મુદ્દો વચન આપનારની વિશ્વસનીયતાનો, એ બોલેલું પાળે છે કે નહીં તેનો છે. ભાજપી-કોંગ્રેસી નેતાઓ ‘આજે મંગળવાર છે’ એવું કહે તો પણ કેલેન્ડરમાં જોયા વિના માની ન લેવાય- અને ‘હમણાં તે આ વાતને પોતાના ફાયદામાં વિકૃતપણે વાળી દેશે’ એવી શંકા રહે. આ સ્થિતિમાં બોલેલું પાળવાની દાનત ધરાવતો અને એ માટે પ્રયાસ કરતો કોઇ પક્ષ સત્તા પર હોય, તો પછી તેના ચોક્કસ પગલાનાં ફાયદા-નુકસાન વિશે ચર્ચા થઇ શકે, જરૂર પડ્યે બાકીના મુદ્દે સહયોગ ચાલુ રાખીને ચોક્કસ બાબતે અસંમત થઇ શકાય. પરંતુ એ દરેક તબક્કે એટલી ખાતરી તો હોય કે આ પક્ષને જબાનની કિંમત છે અને જે બોલે છે, એમાંનું ઘણુંબઘું કરવાનો પ્રયાસ તે ખરેખર કરશે. જો આટલી હવા બંધાય - જે અત્યારે તો બંધાતી લાગે છે- તો કોંગ્રેસ-ભાજપ બન્નેને ઠીક ઠીક તકલીફ પડે. ભ્રષ્ટાચારના આરોપી યેદ્દીયુરપ્પાને હરખથી પક્ષમાં પાછા સામેલ કરવા અને આદર્શ કૌભાંડનો તપાસ અહેવાલ ફગાવ્યા પછી સગવડે સ્વીકારવો- આવાં લક્ષણ પરથી હજુ સુધી તો ભાજપ-કોંગ્રેસે કશો ધડો લીધો હોય એમ લાગતું નથી.
ઉત્સાહ અને ઉચાટ
અહીં એવો સવાલ થાય કે આમઆદમી પક્ષ વચનો પાળવામાં ગંભીર હોય, છતાં તેનાં વચનો જ લાંબા ગાળે દેશના અર્થતંત્રને નુકસાન કરનારાં હોય- ચિંતાજનક આડઅસરો ધરાવતાં હોય તો શું કરવું?
સંભાવના તરીકે આવું ધારીએ તો પણ, એટલું તો નક્કી છે કે આમઆદમી પક્ષ કોંગ્રેસના હાઇકમાન્ડ (ગાંધીપરિવાર) કે ભાજપના બિનસત્તાવાર હાઇકમાન્ડ (મોદીની મરજી)ની માફક આપખુદ ન થઇ શકે. આ બન્ને પક્ષો અને બાકીના મોટા ભાગના રાજકીય પક્ષો વ્યક્તિકેન્દ્રી બની ગયા છે. એમ તો, આમઆદમી પક્ષ કેજરીવાલ-કેન્દ્રી હોવાનો આરોપ કરી શકાય. પરંતુ પાયાનો તફાવત એ છે કે આમઆદમી પક્ષની અત્યાર સુધીની નીતિ વિકેન્દ્રીકરણની અને સીધી લોકસામેલગીરીની રહી છે. બીજા પક્ષોના મોટા ભાગના નેતાઓનો મતદારો સાથે સીધો સંપર્ક રહ્યો નથી (વિરાટ જાહેર સભાઓ લોકસંપર્ક ન ગણાય), જ્યારે આમઆદમી પક્ષ, ભલે ક્યારેક આત્યંતિક લાગે એ રીતે પણ, મહોલ્લાસભાઓથી માંડીને સોશ્યલ નેટવર્કિંગનો ભરપૂર ઉપયોગ કરે છે- અને એ વિકસી રહેલું મોડેલ છે, જેને સ્થાનિક જરૂરિયાતો પ્રમાણે ઘાટધૂટ આપવામાં જાગ્રત નાગરિકો મદદરૂપ થઇ શકે છે.
આમઆદમી પક્ષની સફળતા થકી થઇ રહેલી સામાન્ય મતદારની પુનઃપ્રતિષ્ઠા લોકશાહીના કોઇ પણ પ્રેમીને હરખ અને ચિંતા ઉપજાવનારી છે. હરખ એ વાતનો કે યોગ્ય દિશામાં આ એક નાની પણ નક્કર શરૂઆત છે અને ઉચાટ એ વાતનો કે તેમાં ડગલે ને પગલે લપસી પડવાનું જોખમ છે. એવું થાય તો સ્થાપિત રાજકીય પક્ષો બમણા ઝનૂનથી ચડી બેસે અને લોકલક્ષી રાજકારણનું બાળમરણ થઇ જાય.
આમઆદમી પક્ષનો વાવટો ફરફરે છે ત્યાં સુધી ભાજપ અને કોંગ્રેસ જેવા મુખ્ય રાજકીય પક્ષો પણ લોકલક્ષી રાજકારણના ખેલાડી તરીકે દેખાવા પ્રયાસ કરી શકે. પરંતુ નાગરિકોએ યાદ રાખવા જેવું છે કે આ પક્ષો લોકલક્ષી રાજકારણના મોટા વિરોધી છે. તેમનો પૂરો પ્રયાસ આમઆદમી પક્ષની સફળતાને કેવળ અપવાદરૂપ પ્રયોગ તરીકે ખપાવવાનો અને વહેલી તકે તેને નિષ્ફળ બનાવવાનો રહેશે. આવું કરવા માટે એ સિદ્ધાંતચર્ચાથી માંડીને જૂઠા આરોપ સુધીની અનેક તરકીબો પ્રયોજશે. એ રીતે ફક્ત આમઆદમી પક્ષ માટે જ નહીં, લોકલક્ષી રાજકારણ ઇચ્છતા સૌ કોઇ માટે આ કસોટીનો સમય છે.
અત્યાર લગી સમયનું બળ આમઆદમીના પક્ષે રહ્યું છે. ધારો કે લોકસભાની ચૂંટણી દિલ્હીની ચૂંટણીઓ પછી બે-ત્રણ વર્ષે આવતી હોત તો? શક્ય છે કે ભાજપને નૈતિકતાનો એટેક ન આવ્યો હોત અને આમઆદમી પક્ષની સરકાર પણ ન બની હોત. પરંતુ અત્યારની સ્થિતિમાં લોકસભાની ચૂંટણી સુધીનો સમયગાળો આમઆદમી પક્ષ માટે ટ્વેન્ટી ટ્વેન્ટીના ‘પાવરપ્લે’ જેવો છે. તેમાં વઘુમાં વઘુ અનુકૂળતા, વઘુમાં વઘુ તકો અને એટલું જ મોટું જોખમ પણ છે. આ સમય દરમિયાન આમઆદમી પક્ષે લોકલક્ષી અને લોકરંજક વચ્ચેનો ભેદ સ્પષ્ટ રીતે આંકવાનો છે, કુમાર વિશ્વાસ જેવા ‘ઉત્સાહી’ સાથીદારો કશો અણછાજતો બફાટ કરી ન બેસે એ જોવાનું છે, દિલ્હીમાં પોતાની વહીવટી ક્ષમતા શક્ય હોય એટલી બતાવવાની છે અને લોકસભાની ચૂંટણી માટે યોગ્ય ઉમેદવારોની પસંદગી કરવાની છે.
આમઆદમી પક્ષ સામેનો એક મોટો પડકાર પક્ષમાં જોડાવા માટે થઇ રહેલા અને પછી ઉમેદવારી માટે થનારા ધસારાને નાણવાનો અને ખાળવાનો છે. કનુભાઇ કળસરિયા જેવા અપવાદોને બાદ કરતાં, આમઆદમીના લોકલક્ષી રાજકારણ સાથે કે તેનાં લોકશાહી મૂલ્યો સાથે કશી લેવાદેવા ન હોય એવા અનેક નાના-મોટા લોકો, પક્ષની સફળતાથી મોહાઇને પોતાની જાતને ‘આમઆદમી પક્ષને લાયક’ ગણતા-ગણાવતા થઇ ગયા છે. કોંગ્રેસ-ભાજપમાં અસંતુષ્ટ તરીકે બાકીનું જીવન વીતાવવાને બદલે ‘આપ’માં જોડાઇને ચૂંટણી લડવા ઇચ્છતા લોકોએ અત્યારથી પક્ષની ઓફિસે ભીડ જમાવવાનું શરૂ કરી દીઘું હશે. રાજકીય પક્ષ લઇને બેઠા પછી, કોઇને આવતા ટાળી ન શકાય અને પ્રતિનિધિઓ પસંદ કરવામાં ગફલત થાય તો પક્ષનું ફીંડલું વળી જાય- આ દ્વિધાભરી સ્થિતિ આમઆદમી પક્ષ સામેનો મોટો પડકાર બની રહેશે. તેમાં છાપેલાં કાટલાં જેવાં નામોને બદલે કોરી પાટી ધરાવતા, બિનઅનુભવી અને કંઇક કરવાની સાચી ધગશ ધરાવતા જુવાનો ઉમેદવાર તરીકે પસંદગી પામે અને બાકીના લોકોનો ચૂંટણીના મેનેજમેન્ટમાં લાભ લેવાય, તે ઇચ્છનીય જણાય છે.
ભારતની લોકશાહીમાં આવી તકો ઓછી આવી છે અને જે આવી તે પણ જૂના રાજકારણને વધારે દૃઢ બનાવે એ રીતે વેડફાતી રહી છે. આ વખતે એવું ન બને એ જોવાની આમઆદમી પક્ષના - અને લોકલક્ષી રાજકારણ ઝંખતા સૌના -માથે મોટી જવાબદારી છે.

corruption
Tuesday, December 17, 2013
પરિણામોનો ઉભરો ઓસર્યા પછી
વિધાનસભાનાં ચૂંટણીપરિણામ પછીની ઉત્તેજના ઓસરી રહી છે, ત્યારે ‘લોકસભાની ચૂંટણીની સેમિફાઇનલ’નાં પરિણામ અને અસરો વિશે શાંતિથી, મુદ્દાસર વિચારવા જેવું છે.
ભારતીય ચૂંટણીશાહીમાં ‘નૈતિકતા’નો ઉલ્લેખ માત્ર વિરોધાભાસ ઉપજાવવા માટે થતો હતો. રાજકીય પક્ષોના રોજિંદા વ્યવહાર અને આચરણમાં નૈતિકતાનું નામોનિશાન ન હતું. ગંભીર આરોપ થાય ત્યારે તેમનો જવાબ રહેતો : ‘આવું તો સામેનો પક્ષ પણ કરે છે/કરી ચૂક્યો છે.’ (ગોવર્ધનરામ ત્રિપાઠી પરિવારના) અંગ્રેજી કટારલેખક સલિલ ત્રિપાઠીએ રાજકીય પક્ષોની આ માનસિકતા માટે વાપરેલો શબ્દપ્રયોગ હતો : ‘ઇક્વલ ઓપર્ચ્યુનિટી એન્ટાઇટલમેન્ટ્સ’ એટલે કે, ‘ગેરલાભ લેવાની સમાન તકો- એમણે ગેરલાભ લીધો, તો અમે કેમ બાકી રહીએ?’ આ વૃત્તિથી રાજકીય પક્ષો પોતાનાં કરતૂતો પર લાજવાને બદલે, એકબીજા તરફ આંગળી ચીંધીને ગાજતા હતા.
પછી દિલ્હીની ચૂંટણીમાં આમઆદમી પક્ષનો અણધાર્યો ઉદય થયો. દેખીતી રીતે જ એ ભાજપ-કોંગ્રેસથી કંટાળી ચૂકેલા મતદારોની ઇચ્છાનો પડઘો હતો. પરંતુ સરકાર રચવાની વાત આવી, ત્યારે સ્પષ્ટ બહુમતી ધરાવતી ભાજપે રાબેતા મુજબ કોંગ્રેસમાંથી કે આમઆદમી પક્ષમાંથી એક તૃતિયાંશ સભ્યો તોડવાની પેરવી કરવાને બદલે કે લધુમતીમાં રહે એવી સરકાર રચવાને બદલે કામચલાઉ અને સગવડીયું ‘સતીત્વ’ ધારણ કરી લીઘું. ‘મતદારોએ અમને જનાદેશ આપ્યો નથી. એટલે અમે સરકાર રચી શકીએ નહીં.’ એવો સાત્ત્વિક ખુલાસો તેમણે રજૂ કર્યો. જોકે, બિલકુલ એ જ કારણસર આમઆદમી પક્ષ સરકાર રચવાનો ઇન્કાર કરે, એ તેમને પસંદ ન હતું.
કેજરીવાલ કોંગ્રેસના સભ્યોના બિનશરતી ટેકાથી સરકાર રચે તો એ ભ્રષ્ટાચારીઓના સાથીદાર (અરુણ જેટલીનું ટ્વીટ), સરકાર ન રચે તો જવાબદારીથી ભાગનારા- નકારાત્મક રાજકારણ ખેલનારા અને ભાજપના ટેકાથી સરકાર રચે તો...સરકારમાં બેઠા પછી તો તેમનું ચીરહરણ કરવાના મુદ્દા મળી જ રહેવાના છે - આવી ‘સમજણ’ જાહેર કરીને ભાજપે રાજકીય પક્ષોની મેલી મથરાવટીનો સરસ નમૂનો પૂરો પાડ્યો.
દિલ્હીના આખા ઘટનાક્રમનો ન ચૂકવા જેવો સાર એ નીકળ્યો કે કેજરીવાલ અને તેમના આમઆદમી પક્ષે ભારતના રાજકારણમાં નૈતિકતાને ફેશનેબલ બનાવી દીધી. એનો પૂરતો હરખ વ્યક્ત કર્યા પછી સમજવું પડે કે ખરો પડકાર નૈતિકતાને ફેશનેબલ ઉપરાંત ટકાઉ બનાવવાનો છે- અને રાજકારણમાં નૈતિક મૂલ્યો ઇચ્છતા અને મૂલ્યહીન રાજકીય પક્ષોના કુશાસનથી ત્રાસી ચૂકેલા બધા નાગરિકોને એ લાગુ પડે છે. રાજકારણમાં નૈતિકતા લાવવાની જવાબદારી કેવળ કેજરીવાલ કે આમઆદમી પક્ષની ન હોઇ શકે.
આગળના મુદ્દા સાથે સંબંધિત બીજો મુદ્દો : કેજરીવાલ (કે મોદી કે રાહુલ) ઉદ્ધારક નથી. તે ઉદ્ધારક હોય એવી અપેક્ષા પણ ન રાખવી જોઇએ. મતદારોએ ફક્ત એટલું યાદ રાખવાનું કે આપણને ઉદ્ધારકને નહીં, સારા શાસકની જરૂર છે. ‘સારા’ એટલે એવા શાસક જે કોમનવેલ્થ ગેમ્સ જેવા આયોજનોમાં કે સ્પેક્ટ્રમ જેવી ફાળવણીઓમાં ગંભીર ગોટાળા ન કરે, કેવળ અંગત કારણોસર કોઇ યુવતીની જાસુસી કરાવવા માટે એન્ટી-ટેરરિસ્ટ સ્ક્વોડ જેવું સત્તાવાર તંત્ર કામે ન લગાડે...
કેજરીવાલે પણ આ બાબતે સાવધ રહેવાની જરૂર છે. વચનો આપવામાં તે સરેરાશ રાજકીય પક્ષ જેવા ઉદાર જણાયા છે. વચન આપતાં પહેલાં લાંબા ગાળાનો વિચાર થવો જોઇએ અને અપાયા પછી તે પળાવાં જોઇએ. એમાં ચૂક થાય તો, નાગરિકો આમઆદમી પક્ષની કડકમાં કડક ટીકા કરી શકે. પક્ષની અને લોકશાહીની તંદુરસ્તી માટે એ જરૂરી અને ફાયદાકારક છે, પરંતુ કોંગ્રેસી-ભાજપી મંડળી શીખંડી પદ્ધતિ પ્રમાણે, સિદ્ધાંતની ઓથે રહીને સ્વાર્થનાં તીર છોડ્યા કરે ત્યારે નાગરિકોએ તેમાં હાજિયો પૂરતાં પહેલાં વિચારવું. ટાંકણીની ચોરીનું બૂમરાણ મચાવનાર પોતે ચોરેેલી વૈભવી કારમાં તો નથી ફરતો ને?
કેજરીવાલની સફળતા પછી અન્ના હજારે મેદાને પડ્યા. ટૂંકી દૃષ્ટિ- મુગ્ધ સમજણ-લપટી જીભ ધરાવતા, ઝડપથી હવામાં આવી જતા અન્ના હજુ સમજતા નહીં હોય કે જનલોકપાલ આંદોલનની આખી ડીઝાઇન કેજરીવાલે તૈયાર કરી હતી? અને તેમનું સ્થાન એક ઉપવાસી ગાંધી-આભાસી, ગાંધીટોપીધારી પ્રતીક તરીકેનું હતું? ‘ઉપવાસ થોડા વઘુ ચાલ્યા હોત તો કેન્દ્ર સરકાર ગબડી જાત’ એ પ્રકારના ભવ્ય ભ્રમોમાં રાચવા ટેવાયેલા અન્નાએ દિલ્હીની ચૂંટણી પછી કહ્યું કે તેમણે પ્રચાર કર્યો હોત તો આમઆદમી પક્ષને બહુમતી મળત. (પ્રચાર કરતાં તેમને કોણે રોક્યા હશે, એ વળી જુદો સવાલ છે)
યુવતી પર અત્યાચારના બનાવ અને ભ્રષ્ટાચારવિરોધી ચળવળને કારણે આમઆદમી પક્ષને દિલ્હીની ચૂંટણીમાં ઘણો ફાયદો થયો જણાય છે. સાથે ઉમેરવું જોઇએ કે ભ્રષ્ટાચારવિરોધી ચળવળમાં રહેલું જવાબદારી વગરની સત્તાનું અને ‘હઇસો હઇસો’નું વાંધાજનક પરિબળ આમઆદમી પક્ષની રચના પછી ઘણી હદે દૂર થયું છે. માટે, એ વધારે વાસ્તવિક અને વધારે નક્કર લાગે છે. આમ, અન્નાની ચળવળે ભલે આમઆદમી પક્ષને મજબૂત શરૂઆત પૂરી પાડી હોય, પણ એ ચળવળની સફળતા અને આમઆદમી પક્ષની સફળતાને એક ત્રાજવે તોળી શકાય નહીં. બન્નેનાં ઘણાં પરિમાણ જુદાં છે.
આમઆદમી પક્ષના ઉદય સાથે મોદીભક્તો માટે નવેસરથી મૂંઝવણ સર્જાઇ છે. અન્ના આંદોલન વખતે મુખ્યત્વે કોંગ્રેસવિરોધથી પ્રેરાઇને અન્ના-કેજરીવાલના આંદોલન સાથે ભળેલા ઉત્સાહીઓને જરા પણ અંદાજ નહીં હોય કે કેજરીવાલ અલગ પક્ષ સ્થાપીને બેઠકો જીતશે અને ભલે નાના પાયે, પણ તેમના પ્રિય પક્ષ અથવા પ્રિય સાહેબ સામે પ્રશ્નો ઊભા કરશે. આવા મિત્રો હવે આમઆદમી પક્ષ વિશે અનુકૂળ આશંકાઓ વહેતી મૂકવામાં વ્યસ્ત છે અથવા મીંઢું મૌન સેવી રહ્યા છે. કારણ કે, આમઆદમી પક્ષે લોકસભાની ચૂંટણી અને એ પણ દિલ્હી ઉપરાંત કેટલાક ઠેકાણેથી લડવાની તૈયારી બતાવી છે.
અગાઉ કહ્યું તેમ, આમઆદમી પક્ષ સંપૂર્ણ કે આદર્શ છે એવું માની લેવું નહીં. આર્થિક નીતિથી માંડીને વિવિધ નાગરિકસમુહોની સામેલગીરી બાબતે તેના પ્રત્યે અહોભાવને બદલે તપાસની દૃષ્ટિથી જોવું રહ્યું. પરંતુ અગાઉ કેવળ ‘સાહેબ’પ્રેમથી પ્રેરાઇને કોંગ્રેસના ભ્રષ્ટાચારની ટીકા કરનારા, હવે એ જ હેતુસર આમઆદમી પક્ષ વિશે આગોતરી આશંકાઓ વ્યક્ત કરવા લાગે અને તેનાં ચૂંટણીવચનો વિશે ટીકાટીપ્પણી કરવા બેસે, ત્યારે એવા લોકોને ‘સાહેબભક્ત’ તરીકે ઓળખી લેવાનું જરૂરી છે. લોકશાહીમાં ભક્તિ વ્યક્તિગત સ્વાતંત્ર્યનો મામલો છે, પણ તેને જાહેર હિત અથવા ભ્રષ્ટાચારના વિરોધ જેવા આદર્શ તરીકે રજૂ કરવામાં આવે તો એ છેતરપીંડી થાય. આવી છેતરપીંડી કરતા ‘સાહેબભક્તો’થી સાવધાન રહેવાનો આ સમય છે.
‘સાહેબ’ના પ્રખર સમર્થક એવા કોર્પોરેટ જગત માટે ‘આપ’નો ઉદય માઠા સમાચાર છે. કારણ કે મોટા રાજકીય પક્ષો સાથે તેમણે કરેલી ગોઠવણો સામે, ભલે સાવ નાના પાયે, પણ એક નવું બળ ઊભું થયું છે. કોર્પોરેટ જગતનું નાણાંકીય પીઠબળ વડાપ્રધાનપદના ઉમેદવાર નરેન્દ્ર મોદીની તરફેણમાં રહેલું સૌથી મોટું પરિબળ મનાય છે. તેનું ગુજરાતી એવું થાય કે મોદી વડાપ્રધાન બને એ માટે કેટલાંક ઉદ્યોગજૂથોએ તિજોરીઓ ખુલ્લી મૂકી દીધી છે. તેનો સીધો કે આડકતરો અહેસાસ પ્રસાર માઘ્યમોમાં ચોક્કસ રીતે રજૂ થતા સમાચારો દ્વારા થઇ શકે છે.
‘ઇકોનોમિક એન્ડ પોલિટિકલ વિકલી’ જેવા ઠાવકા અને ઠરેલ સામયિકે નોંઘ્યું છે : ‘બધી ટીવી ચેનલો સતત એવો પ્રચાર કરતી હતી કે ‘આપ’નો દેખાવ સારો હોય તો પણ, છેવટે એ ‘સ્પોઇલર’- કેવળ બાજી બગાડનાર- બની રહેશે એ નક્કી છે. જોવાની વાત એ છે કે ભાજપ પણ આવું જ કહી રહ્યો હતો કે ‘આપ’ને આપેલો મત કોંગ્રેસને મદદરૂપ થશે. આ ચોક્કસપણે એક કાવતરું હતું જેમાં ભાગીદાર બનવા બદલ પ્રસાર માઘ્યમોમાંથી કેટલાંકને ગુનેગાર ઠેરવવાં પડે...કેટલીક ચેનલોએ ‘આપ’ને ખરાબ ચીતરવાનો પ્રયાસ કર્યો અને એ માટે ‘હેચેટ જૉબ’-દ્વેષયુક્ત કાવતરાબાજી-ની પણ મદદ લીધી...(કથિત સ્ટિંગ ઓપરેશનમાં) ફૂટેજ સાથે ચેડાં થયાં છે અને તેને વિકૃત સ્વરૂપે રજૂ કરવામાં આવ્યું છે એવું સ્પષ્ટ થયા પછી પણ આ ચેનલોએ માફી ન માગી. એ દર્શાવે છે કે એ લોકો ફક્ત અનૈતિક પત્રકારત્વ કરતા ન હતા. એ કાવતરામાં સામેલ પણ હતા.’ (વી.કૃષ્ણન્ અનંત, વેબ એક્સક્લુઝિવ, ઇપીડબલ્યુ, ૧૪-૧૨-૨૦૧૩)
પાંચ રાજ્યોની ચૂંટણીનાં પરિણામોએ દર્શાવી આપ્યું છે કે કશો મોટો દાવ ન ખેલાય તો કોંગ્રેસે જાકારા માટે તૈયાર રહેવાનું છે, રાહુલ ગાંધીએ વડાપ્રધાનપદના ઉમેદવાર બનતાં પહેલાં, ‘દૂધપાક’ ખેલાડી મટીને સ્પષ્ટ અને જવાબદાર નેતાગીરી વિકસાવવાની જરૂર છે,
મોદીના નેતૃત્વ હેઠળ ભાજપની શક્તિ વધી છે, છતાં હજુ સુધી શિવરાજસિંઘ જેવા નેતાઓને સદંતર ઝાંખા પાડીને તે પક્ષનો પર્યાય બન્યા નથી (ભાજપ માટે અને લોકશાહી માટે એ સારી નિશાની છે), કોંગ્રેસ-ભાજપ બન્નેનો કંઇક સન્માનજનક વિકલ્પ મળતો હોય તો લોકો મોદીતરફી આક્રમક પ્રચારમાં વહી જતા નથી અને કોંગ્રેસવિરોધનો બધો ફાયદો આપોઆપ ભાજપને મળી જવાનો નથી, આમઆદમી પક્ષને નીચો પાડવા માટે કોઇ મોટી કરામત કરવામાં ન આવે તો, લોકસભાની ચૂંટણીમાં બેપાંખીયો જંગ ધરાવતી કેટલીક બેઠકો પર આમઆદમી પક્ષ મજબૂત હરીફાઇ પૂરી પાડી શકે છે..
આમઆદમી પક્ષ વિવિધ રાજ્યોમાં રહેલાં નાગરિકતરફી અને નાગરિકોના હકમાં કામ કરતાં પરિબળોને રાષ્ટ્રિય સ્તરનું એક છત્ર પૂરું પાડે અને એ સૌ સાથે મળીને જવાબદાર રાજકારણમાં એક તાંતણે જોડાય, તો નવી શરૂઆતની આશા ઊભી થાય. એ બહુ અઘરું છે, પણ દેશના હિતમાં આવશ્યક અને અનિવાર્ય છે.

anna hazare,
arvind kejriwal,
bjp,
congress,
politics
Subscribe to:
Posts (Atom)