Showing posts with label social media. Show all posts
Showing posts with label social media. Show all posts
Thursday, February 26, 2026
મુદ્દા, પ્રમાણભાન અને ચર્ચા-મથનની અછત
દેશની સામે રહેલા અને આ સરકારે ઊભા કરેલા કેટલા બધા સળગતા મુદ્દા વિશે ઠરીને, સળંગ કશી ચર્ચા જ થઈ શકતી નથી. અંગ્રેજીમાં જેને ડિસ્કોર્સ કહેવામાં આવે છે, એવાં ચર્ચા-મંથન સામાન્ય રીતે પ્રસાર માધ્યમો ચલાવતાં હોય છે.
સોશ્યલ મિડીયા પર ચર્ચાના નવા મુદ્દા રોજેરોજ અને ક્યારેક તો દિવસમાં બે-ત્રણ વાર ઉભરે છે, પણ તેમાંથી મોટા ભાગના ઉભરાની જેમ ઉભરે છે ને પછી બેસી જાય છે--પછી તે ગંભીર હોય કે કામચલાઉ.
નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા ત્યારથી આવા મુદ્દાની યાદી બનાવીએ તો આરામથી પુસ્તક લખાઈ જાય. પણ બીજાં ગમતાં અનેક કામ અને પુસ્તકોનાં કામ ચાલતાં હોય, ત્યાં આવા ગંદવાડમાં હાથ નાખવાનો કંટાળો આવે છે. નોટબંધી પછી બધું સમુંસૂતરું કરવા માટે સો દિવસની મુદત માગી હતી ત્યારથી રોકડનું ચલણ નોટબંધીના સમય કરતાં ઘણું વધારે થઈ ચૂક્યું છે, ત્યાં સુધીની એક સાદી ટાઇમલાઇન આપીએ તો, તેમાં વડાપ્રધાનની દેખીતી અને જાહેર અણઆવડત અને બેશરમી ઉપરાંત, ઘણા લોકોની આંધળી ભક્તિને પણ તેમાં સામેલ કરવી પડી.
પ્રસાર માધ્યમો આ સહેલાઈથી કરી શકે, પણ તેમને ભય કે લાલચ કે બંનેથી ફૂંકી ફૂંકીને પાણી પીવું પડે છે. થોડી ટીકા, થોડી ભક્તિ--એ મોડેલ કેટલાંકે અપનાવ્યું છે. કેટલાકે થોડી ટીકા, ઝાઝી ભક્તિ ચાલુ રાખી છે. પણ અફસોસ એ વાતનો છે કે દેશહિતને ધ્યાનમાં રાખીને જે પ્રકારની ફોલો અપ સ્ટોરી થવી જોઈએ તેનું વાતાવરણ નથી રહ્યું અને કરવા દેનારા પણ નથી રહ્યા. થોડા સમય પહેલાં એક સ્નેહી મિત્રે સ્ટીંગ ઓપરેશન કરીને અમુક વિગતો બહાર પાડવા સૂચવ્યું અને એ માટે બધો ખર્ચ આપવાની તૈયારી બતાવી, ત્યારે તેમને કહેવું પડ્યું હતું કે લોકો આંખ સામે ઉઘાડેછોગ દેખાતું હોય, તે જોવા રાજી નથી, ત્યાં સ્ટીંગ ઓપરેશનનો કશો મતલબ નથી.
હું છાપું કે સાપ્તાહિક કાઢતો હોઉં તો તેના મથાળે રોજ (કે દર અઠવાડિયે) આટલું જરૂર લખું.
ચૂંટાયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક પણ ખુલ્લી પ્રેસ કોન્ફરન્સ ન કર્યાનો આજે ---મો દિવસ.
પણ આવું વાંચીને હવે મોદીભક્તો એવી દલીલ કરે છે કે પ્રેસ કોન્ફરન્સ કરવાની શી જરૂર? આવા લોકો સાથે કશી તાર્કિક વાતની કે સંવાદની પણ ભૂમિકા રહેતી નથી. તેમને સારા મનોચિકિત્સકને દેખાડવાની સલાહ પણ આપી શકાતી નથી. કેમ કે, એ સ્વીકારવા જેટલી સ્વસ્થતા પણ આ મુદ્દે તેમનામાં હોતી નથી. તેમાં કેટલાંક પ્રિયજનો પણ હોઈ શકે છે. તેમનું આ સહસ્ત્રમુખ માનસિક પતન જોવાની તેમ જ દેશના વર્તમાન તેમ જ ભવિષ્યનો જે દાટ વળી ચૂક્યો છે, તે જોવાની પીડા દરેક ઠેકાણાસરના માણસે વેઠવાની આવે છે. તે આમ અંગત નથી હોતી. એટલે, અંગત જીવનની પ્રસન્નતા કે તેના સુખમાં તેનો ઓછાયો પડતો નથી, પણ જાહેર જીવન વિશે નિસબત ધરાવતા નાગરિક તરીકે આ ગાળો ક્યારનો કટોકટીના કાળા સમયને વટીને, તેનાથી ક્યાંય આગળ નીકળી ચૂક્યો છે. તે આવતો દેખાતો હતો, આવી ગયેલો અને ઠરી ચૂકેલો દેખાયો અને હવે તેનાં માઠાં પરિણામ કોમન સેન્સથી જોઈ ને ભાખી શકાય એમ છે.
આવી સ્થિતિમાં અગત્યના અને બિનઅગત્યના, કાયમી અને રોજિંદા મુદ્દા અલગ પાડીને, બંનેની અલગ ગંભીરતાથી, અલગ વજન સાથે અને અલગ સાતત્ય સાથે ચર્ચા થાય તે બહુ જરૂરી છે, પણ તે થઈ રહ્યું નથી તે ઊંડા ખેદની વાત છે.
Labels:
media,
social media,
Urvish Kothari/ઉર્વીશ કોઠારી
Tuesday, July 28, 2020
ટ્વીટર પર ૧૦૦ વીડિયો : પ્રક્રિયાની મઝા, પ્રતિભાવોનો સ્વાદ ને દોસ્તીની સુગંધ
લૉક ડાઉનમાં આજુબાજુની દુનિયા બદલાય, તેની થોડી અસર અંદરની દુનિયા પર પણ થાય. સતત સક્રિય રાખે એવાં આનંદપ્રદ કામોની ખોટ ન હતી ને કામ વગરની છતાં ન-કામી ન કહેવાય એવી પ્રવૃત્તિઓની પણ ખોટ નહીં. છતાં, એકવિધતા ચાલુ થાય પછી તેને તોડવાની મહેનતને બદલે, તેને જામવા જ ન દેવી—એવું કંઈક મનમાં હતું. એટલે જનતા કરફ્યુની જાહેરાત પછીના સમયમાં વિચાર્યું કે કંઈક જુદું કરવું જોઈએ.
આ ‘કંઈક જુદું’—ફિલ્મવાળા ને તેમના પછી કટારલેખકો જેને ‘કુછ હટકે’ કહે છે—તેની એક મોટી મુશ્કેલી છેઃ દુનિયાનાં ઘણાં પાપ ‘કુછ હટકે’- ‘કુછ અલગ’ના નામે જ થયાં છે. પુણ્ય કરવાની ક્ષમતા મર્યાદિત હોય ત્યારે નવાં પાપ ન ઉમેરવાં, એ પણ પુણ્ય જ ગણાય, એવી સમજ ઘણા વખતથી રહી છે. એટલે થોડું વિચાર્યું. એક આઇડીયા આવ્યો વીડિયો બનાવવાનો. પણ શાની? થયું કે ગમતાં પુસ્તકોમાંથી કંઈક વાંચવું-મારાં ને બીજાંનાં પુસ્તકોમાંથી. પણ એમ કેટલું વંચાય? ને એટલી વારમાં વાત બને?
એટલે, હું જેમને બિનસત્તાવાર રીતે ‘મારાં સત્તાવાર સોશિયલ મીડિયા ગુરુ’ કહું છું તે, પરમ મિત્ર હેતલ દેસાઈને ફોન કર્યો.
***
હેતલ દેસાઈ સાથે સજોડે (દીપક સોલિયા) અને સ્વતંત્ર એમ બંને પ્રકારની મજબૂત દોસ્તી છે. દસેક વર્ષ પહેલાં ફેસબુક પર મને આગ્રહ કરીને તાણી લાવ્યો ભાઈ રોશન રાવલ (જે હાલ કેનેડા છે અને તસવીરોમાં અવનવી દાઢી સાથે જોવા મળે છે.) પણ ત્યાર પછી શરૂઆતમાં માર્ગદર્શન-સલાહસૂચન પાસેથી હેતલ મળતાં હતાં અને એ પણ અમારી વચ્ચે દર મિનિટે બે-ત્રણ વાર થતાં અટ્ટહાસ્યોની સરેરાશ સાથે.
| દીપક સોલિયા-હેતલ દેસાઈ / Dipak Soliya-Hetal Desai |
ટ્વીટર પર હેતલ ઘણા વખતથી છે. એટલે તેમની પાસેથી થોડી પ્રેક્ટિકલ વિગતો અને ટીપ્સ ઉપરાંત ભયસ્થાનોની માહિતી મેળવી. અગાઉ એક વાર નલિન શાહના પુસ્તક નિમિત્તે ટ્વીટર થોડા દિવસ માટે વાપરી જોયું હતું. છતાં, કેટલીક બાબતો સમરસિયા-સમવાંધા ધરાવતા સિનિયર પાસેથી જાણીએ તો સારું પડે. બીજી, ભૌગોલિક રીતે હવે દૂર, પણ આત્મીયતાની રીતે અત્યંત નિકટની મિત્ર નિશા પરીખ પણ વર્ષોથી ટ્વીટર વાપરે છે. તેણે પણ ટ્વીટર-સંસારની ઉપયોગી અને કામ લાગે એવી ઘણી વાતો કરી.
| નિશા પરીખ-સંઘવી / Neesha Parikh-Sanghavi |
એ વખતે, એટલે કે ૨૧ દિવસના પહેલા લૉક ડાઉન દરમિયાન, ફેસબુક અને યુટ્યુબ પર ગુજરાતી હાસ્યનાં પુસ્તકોમાંથી થોડું વાચન કરીને તેની વીડિયો મુકવાનું ચાલુ કર્યું. ત્યારે જ ટ્વીટર પર પણ એકાઉન્ટ ખોલ્યું. પહેલા દિવસે ટ્વીટરની સૃષ્ટિની હિંસકતા જોઈને થયું કે આવી દુનિયામાં શી રીતે રહેવાય? રાત્રે દીપક (સોલિયા) સાથે વાત થઈ ત્યારે મેં કહ્યું કે મહેમદાવાદનો માણસ જિંદગીમાં પહેલી વાર મુંબઈની પીક અવર્સની ભીડમાં આવી ચડે ત્યારે જેવું લાગે, એવું ફેસબુક પરથી ટ્વીટર પર આવીને લાગ્યું. દીપકે કહ્યું, વાત તો સાચી છે. અઠવાડિયું રહી જા. પછી એવું લાગે તો નીકળી જજે.
***
***
પચીસેક વર્ષ પહેલાં દીપક મારા પહેલા ચીફ રીપોર્ટર હતા અને હું ટ્રેની રીપોર્ટર-કમ-સબ-એડિટર હતો, ત્યારે એક સાથીદારને અમારા સાહેબ સામે બહુ વાંધો પડી ગયો. તેમણે આકરા શબ્દોમાં વાંધો રજૂ કર્યો. હું તો સાવ નવો હતો. જોઈ રહ્યો. એ વખતે અમારા ક્યુબિકલમાં ભજવાયેલું દૃશ્ય યાદ રહી ગયું છે. દીપકે પેલા સાથીદારના આક્રોશને સંપૂર્ણ સમર્થન આપ્યું અને કહ્યું કે ‘ખરી વાત છે. આવી જગ્યાએ તો કંઈ કામ થતું હશે? અહીંથી તો રાજીનામું જ આપી દેવું જોઈએ. લાવ, હું તને રાજીનામું લખી આપું.’ એમ કહીને તેમણે કાગળ લીધો અને પોતાના હાથે રાજીનામું લખ્યું. પછી કકળાટ કરનાર પેલા સાથીદારને કહે, ‘લે કરી દે સહી.’ રાજીનામા પર સહી થઈ ગઈ. પછી? દીપકે શાંતિથી, ઠંડકથી એ સાથીદારને સમજાવીને તેમની આર્થિક જવાબદારીની અને એકંદર પરિસ્થિતિની વાત કરી અને યોગ્ય વિકલ્પની વ્યવસ્થા થાય ત્યાર પછી અચૂક નોકરી છોડવી એવી સમજ પાડી. આખરે, બધાં ઊભાં થયાં અને દીપકે રાજીનામું ડૂચો વાળીને ડસ્ટ બિનમાં નાખ્યું.
મારા ટ્વીટરના કિસ્સામાં પણ પ્રકારાંતરે કંઈક એવું જ થયું. દીપકે કહ્યું કે અઠવાડિયું રોકાઈ જા. દરમિયાન, પહેલા દિવસની હિંસકતાથી ભડક્યા પછી હું મનની શાંતિ સાથે રહી શકાય એ માટેની પદ્ધતિઓ વિચારતો અને અમલમાં મૂકતો ગયો..
***
હેતલની ટિપ્સ, નિશા સાથેની ગોષ્ઠિ અને મારી માનસિકતાને આધારે એટલું નક્કી ઠર્યું કે-
૧. હું ટ્વીટર પર વાહિયાત કે તકરારી લોકો સાથે સંવાદ સાધવા આવ્યો નથી. એટલે કોઈ પણ ફાલતુ દલીલોના કે ટીકાટીપ્પણીઓના જવાબ આપવા નહીં. કેમ કે તેમાં સંવાદની કશી અપેક્ષા કે શક્યતા હોતી નથી. એવી પ્રજાની સદંતર અવગણના કરવી. (આમ તો ઘણા સમયથી ફેસબુક પર પણ, ન સમજવાની પ્રતિજ્ઞાવાળાને સમજાવવાના પ્રયાસો બંધ કર્યા છે.)
૨. ટ્વીટર પર સામાન્ય ચલણ બહુ બધા જાણીતા લોકોને ફૉલો કરવાનું છે. ભાઈ તપને મને સદ્ભાવથી સૂચવ્યું પણ હતું ને તેના ફાયદા પણ છે. કારણ કે, એ લોકો જે લખે તે સીધું વાંચવા મળે. બીજાં પણ કારણ હશે. છતાં મારી પોતાની રુચિ કહો કે પાચનશક્તિ કે સમયશક્તિ, એ બાબતમાં મર્યાદિત છે. એટલે મારે એટલા જ લોકોને ફૉલો કરવા જોઈએ, જેમની સ્પર્શેલી કે મુકેલી સામગ્રીના જથ્થાને હું જોઈ શકું. બાકી, મન થાય ત્યારે ફૉલો કર્યા વિના સીધું પણ વાંચી જ શકાય છે.
૩. ટ્વીટર મારા માટે મુખ્યત્વે ગુજરાત સિવાયના અપરિચિત લોકો સાથેના સંપર્કનું માધ્યમ છે. (ગુજરાતના મિત્રો સાથે ફેસબુક પર સંપર્ક છે જ.) એટલે ત્યાંનો વ્યવહાર હિંદી-અંગ્રેજીમાં જ રાખવો.
૪. ટ્વીટર પર હિંસક દલીલો અને ખેંચતાણનો પાર નથી. વિચારધારાના તાણી જાય એવા ધસમસતા પ્રવાહો છે. તેનાથી બચીને ચાલવાની કોશિશ કરવી.
૫. ટ્વીટર પર ક્યાં સુધી રહેવાશે, તેની ખબર નથી. એટલે તેને અજમાઈશી જ ગણવું.
***
ટ્વીટર પર છબછબિયાં ચાલતાં હતાં, ત્યાં જ ૨૧ દિવસનું પહેલું લૉક ડાઉન પૂરું થયું. એટલે ફેસબુક પરનો ગુજરાતી હાસ્યલેખનની વીડિયોનો સિલસિલો પણ અટક્યો. કેમ કે, તે ૨૧ દિવસ સુધી કરવાનું જ વિચાર્યું હતું. હવે? હેતલ સાથેની વાતચીતમાં મેં વીડિયો ચાલુ રાખવાની વાત કરીને કહ્યું કે હવે ટ્વીટર પર કંઈક કરીએ તો? હાસ્યવ્યંગની ટૂંકી વીડિયો મુકીએ તો? હેતલે કહ્યું કે હા, એ ફોર્મેટ બહુ સારું છે. તેમણે એવા બે-ત્રણ નમૂના પણ મોકલ્યા અને કહ્યું કે ટ્વીટર માટે એવી વીડિયો બહુ અનુકૂળ રહેશે.
વ્યંગની વીડિયોનું શું સ્વરૂપ હશે, એ નક્કી ન હતું. પણ હાસ્યલેખનની જેમ મૌખિક હાસ્યમાં પણ કેટલીક બાબતો સ્પષ્ટ હતી. અંગ્રેજી-હિંદી સ્ટેન્ડ અપ કૉમેડીવાળા વિના કારણે, સ્ટાઇલના ભાગરૂપે ગાળો છાંટતા હોય છે. મને હંમેશાં થાય કે ભાઈ/બહેન, આપણે લોકોને ગાળો બોલીને હસાવવા પડે, તેનો શો અર્થ? જેમને આવડે છે એવા લોકો પણ વધારાના પંચ માટે ગાળોનો છૂટથી બલકે ધરાર ઉપયોગ કરે. એવો ધંધો ન થવો જોઈએ. બીજું, પત્નીની કે સ્ત્રીઓની રમૂજ માટે સદંતર નો એન્ટ્રી.

ગંભીર ચહેરે મસ્તી કરવી એવો આછોપાતળો વિચાર હતો અને વ્યાજસ્તુતિ (વખાણના સ્વરૂપમાં છોલવી) એ મુખ્ય પદ્ધતિ. એટલે બહુ લાંબુ વિચાર્યા વિના, ફેસબુક પરની વીડિયો બંધ થઈ તેના બીજા જ દિવસથી ટ્વીટર પર, હિંદીમાં હાસ્ય-વ્યંગની વીડિયોનો અખતરો શરૂ કર્યો. શરૂઆતમાં ટ્વીટર પરની ઓળખાણ (ટ્વીટર-બાયો) થોડી ગંભીર હતી. વીડિયોની શરૂઆત પછી તે ટૂંકી ને ટચ કરી નાખીઃ ગુજરાતી રાઇટર-સેટાયરિસ્ટ એન્ડ ટેકિંગ ઇટ ઇઝી. ટૂંકમાં, પાર્ટી મઝા કરી રહી છે અને કોઈની બળતરાની કે કાંકરીચાળાને ગણકારવાની નથી.
ગાડી ચાલુ થઈ. આકાર પટેલ, રામચંદ્ર ગુહા, સલિલ ત્રિપાઠી જેવા કેટલાક સાથે ટ્વીટર-જોગીઓ સાથેના ઑફ લાઇન પરિચયને કારણે, તેમના દ્વારા થતા મારી વીડિયોના રીટ્વીટને કારણે, એ ગાડીને થોડો વેગ મળતો રહ્યો. પણ વચ્ચે વચ્ચે કેટલીક હનુમાનકૂદકાની ક્ષણો આવી અને તેમાંની પહેલી તો બહુ ઝડપથી. ત્રીજી જ વીડિયો સ્વરા ભાસ્કર અને બબિતા ફોગાટ વચ્ચેની બબાલ અંગે હતી. વીડિયો મૂકી ને એકાદ કલાક પછી જોયું તો નૉટિફિકેશનના આંકડા બગડેલા મીટરની ઝડપે ફરવા લાગ્યા હતા. મને થયું કે આ વળી શું હશે? શાંતિથી જોતાં સમજાયું કે 'લિસન અમાયા' ફિલ્મથી ગમતી બનેલી અભિનેત્રી સ્વરા ભાસ્કરે એ વીડિયો શૅર કરી હતી. એટલે નૉટિફિકેશનનો કાંટો ગાડીને બદલે જેટની ગતિએ ફરતો હતો.
ત્યાર પછી સો વીડિયો સુધીની સફરમાં કેટલાક મઝાના નવા પરિચય થયા. ફક્ત વીડિયોના કારણે-તેનાથી પ્રસન્ન થઈને આનંદ વ્યક્ત કરનારા-ઇન બોક્સમાં મેસેજ કરીને લાગણી વ્યક્ત કરનારા મળ્યા. 'બિઝનેસવર્લ્ડ'ના એક સમયના તંત્રી- Early Indiansના લેખક ટૉની જોસેફ અને હિંદી 'જનસત્તા'ના તંત્રી ઓમ થાનવી જેવા વરિષ્ઠોથી માંડીને ઘણાએ મારી વ્યંગ-વીડિયોને પસંદ કરી અને પ્રોત્સાહન આપ્યું. મને જેમની અભિવ્યક્તિ ગમતી હોય, એવા લોકો ફૉલો કરતા થયા એટલે લાગ્યું કે દિશા તો બરાબર લાગે છે. કોઈ પણ તબક્કે અને કોઈ પણ ઉંમરે, સાવ નવી જગ્યાએ, સાવ અજાણ્યા લોકો તરફથી, બીજી કોઈ ગણતરી કે અપેક્ષા વગર, કેવળ કામની કદરના શબ્દો સાંભળવા મળે, તેની મઝા હોય છે. એ ફુલાઈને ફાળકો થવા કે હવામાં ઉડવા માટે નહીં, પણ ગુણવત્તાની કદર તરીકે મીઠા લાગે છે. આવું કામ ચાલુ રાખવાનો ઉત્સાહ જળવાઈ રહે, એટલા આનંદ અને એટલી ‘કીક’ માટે પણ તે બહુ ગુણકારી નીવડે છે.

પત્રકારત્વની શિસ્તની તાલિમને લીધે, એક પણ દિવસ ખાડો પાડ્યા વિના સતત ૧૦૦ દિવસ સુધી સાંપ્રત વિષયો પર દોઢ-બે-સવા બે મિનીટની વીડિયો બનાવવાનું શક્ય થયું અને એક પણ દિવસ મનથી વેઠ ઉતાર્યા વિના. વીડિયોમાં અવાજના કે એવા ટેકનિકલ પ્રશ્નો થોડા હતા અને હજુ તે પ્રોફેશનલ કક્ષાની નથી. પણ એ જાણીને આનંદ થયો કે 'સોફ્ટવેર' મજબૂત હોય તો 'હાર્ડવેર'ની અમુક હદની મર્યાદાઓ લોકો નજરઅંદાજ પણ કરી શકે છે.
***
***
દીપકે કહેલું અઠવાડિયું તો ક્યારનું પૂરું થઈ ગયું. રોજની એક લેખે સો વીડિયો એટલે તો ત્રણ મહિના ઉપરનો સમય થયો. આ સિલસિલો ક્યાં સુધી ચાલશે અને ક્યાં લઈ જશે એની ખબર નથી. કારણ કે તે કશી અપેક્ષાથી શરૂ કર્યો ન હતો. હાસ્યવ્યંગનું બોલવાનું અને તે પણ હિંદીમાં કેવુંક ફાવે છે, એ જોવાનો હેતુ હતો. હા, મામલો મુખ્યત્વે બોલવાનો જ છે. વિષય પૂરતા કેટલાક મુદ્દા કે ક્યારેક થોડી લાઇનો નોંધવાની થાય. પણ પછી તો કેમેરા સામે સુઝે તે ખરું. એડિટિંગની સુવિધા હોય એટલે ચિંતા નહીં.
આરંભે શૂરા થઈને રહી ન જવાય, એ માટે પહેલેથી એક ઠેકાણે વિષયો ને મુદ્દા નોંધવાનું શરૂ કરેલું. લેસન ગણો કે લખાણ ગણો, જે ગણો તે આ. મનમાં લેસન થયું હોય. કી વર્ડ જેવું થોડું હોય. પંચલાઇનોમાંથી કેટલીક લખેલી હોય. તેની પર નજર ફેરવીને કેમેરા સામે બેસી જઈએ એટલે થોડા રીટેક સાથે કાચું રેકોર્ડિંગ પૂરું. ઘણી વાર ડાયરી પણ સાથે જ હોય. ડાયરીની નોંધનો પણ એક નમૂનો, કોઈ મહાન સિદ્ધિના મેમેન્ટો તરીકે નહીં, પણ એક જુદા કામની પ્રક્રિયાના મિત્રો સાથેના શૅરિંગ તરીકે.
(નોંધઃ મારા અક્ષર આનાથી ઘણા સારા છે, પણ આ નોંધતી વખતે સારા અક્ષરે નહીં, ફક્ત નોંધી લેવાનો ખ્યાલ હોય છે. એટલે અમુક સમય પછી આપોઆપ ડીલીટ થઈ જતા મેસેજની જેમ, આ લખાણોની મારી જ નોંધ મને નહીં ઉકલે એવી પૂરી સંભાવના:-)
વીડિયો શરૂ કરતી વખતે તે કેવળ આનંદ અને મસ્તી માટેનો ઉપક્રમ હતો. માત્ર એટલું જ વિચાર્યું હતું કે તેને સાવ અંતરિયાળ છોડી ન દેવો. એટલે, થોડા દિવસ પહેલાં એક ગુજરાતી ટીવી ચેનલમાંથી એક મિત્રના રેફરન્સથી ફોન આવ્યો અને તેમણે વીડિયો વિશે આનંદ વ્યક્ત કરીને તેમની ચેનલ પર ‘આવું કંઈક’ કરવાની ઇચ્છા વ્યક્ત કરી, ત્યારે મઝા તો આવી. પણ મારે તેમને ચેતવવા પડ્યા હતા કે ભાઈ, બીજી વાત તો પછી, સાહેબલોકોની આવી ને આટલી છોલપટ્ટી તમારી સંસ્થાને અનુકૂળ આવશે કે નહીં, એ પહેલાં વિચારી જોજો.
ટ્વીટર પર હું જેમને ફૉલો કરું છું એવા એક પ્રખ્યાત હાસ્ય-વ્યંગવાળા હેન્ડલે ઇન બોક્સમાં બહુ ભાવથી સંદેશો મોકલીને કહ્યું કે તમારી સામગ્રી બહુ સારી છે ને તે બહુ વધારે પ્રસારની અધિકારી છે. પણ તે ધીરગંભીર છે. અહીં બધું ઉછાંછળું વધારે ચાલે છે. તમે થોડુંક એવું કરી શકો તો આ જ સામગ્રી બહુ વધારે પ્રસરે. તેમની લાગણી બદલ અને મને સામેથી લખવાની તસ્દી લીધી, એ બદલ તેમનો ખરેખરો આભાર માનીને લખ્યું કે તમારી વાત સાચી છે, પણ મને જેમાં મારાપણું ગુમાવ્યા વિના આનંદ આવે, તે જ કરવું ફાવે છે.
ક્યારેક એવી ઇચ્છા થતી હતી કે ફેસબુક પર એ વીડિયો મુકું. બે-ચાર વાર લિન્ક મુકી પણ ખરી. એક તરફ લાગતું હતું કે ફેસબુકના કેટલાક મિત્રોને તેમાં આનંદ આવશે. બીજી બાજુ એવું લાગતું હતું કે ટ્વીટર પરની કેટલીક ચર્ચા કે અમુક મુદ્દા ફેસબુક પર કદાચ અજાણ્યા કે અપરિચિત લાગે. એટલે હવે એવો વિચાર થાય છે (નક્કી નથી) કે ફેસબુક પર અલગ પેજ બનાવીને ત્યાં ફક્ત આ હિંદી વીડિયો જ મૂકવી. તેમાં થોડો વહીવટ વધે છે, એટલે થોડી કીડીઓ ચડે છે. પણ જોઈએ.
સમાપન તરીકે, જે નિમિત્તે આ લખાયું તે સોમી વીડિયોની લિન્ક અને કેટલાક રીટ્વીટ-કમેન્ટના નમૂના— ટ્વીટર પર ગેરહાજર અને મારા ત્યાંના સંસારમાં રસ ધરાવતા પ્રેમી મિત્રોના લાભાર્થે.

૧૦૦મી વીડિયોની લિન્ક
https://twitter.com/i/status/1286966947343523840
૧૦૦મી લિન્કમાં વિશેષ આભારદર્શનની યાદી
મઝાના રીટ્વીટ-કમેન્ટના કેટલાક નમૂના
અને ટ્વીટર પરના બે અંતિમ 😀
Labels:
media,
social media,
Urvish Kothari/ઉર્વીશ કોઠારી
Wednesday, June 24, 2020
લદ્દાખના મોરચે ભારત-ચીન સંઘર્ષ : ઇતિહાસનું નાના પાયે, પણ ચેતવા જેવું પુનરાવર્તન
ભારત-ચીન વચ્ચે ઉત્તરી સરહદે લદ્દાખમાં થયેલા ઘર્ષણની વિગતો જાણવાનું નાગરિક તરીકે જરૂરી છે- સત્તાધીશો સંતોષકારક માહિતી આપતા ન લાગે ત્યારે તો ખાસ. સચ્ચાઈની શક્ય એટલી નજીક પહોંચવાના પ્રયાસ તરીકે આ સંકલન. વાતની શરૂઆત કરીએ જૂન ૨૦૧૭ના દોકલામથી. કેમ કે, વર્તમાન સંઘર્ષમાં ચીનનું જે વર્તન છે, તેનું સૌથી નજીકનું પગેરું દોકલામમાં મળે છે.
દોકલામ : દગલબાજી વિ. પ્રચારપ્રેમ
દોકલામ ભૂતાનનો હિસ્સો છે, ચીન તેની પર દાવો ધરાવે છે. ભારતનો દોકલામ પર કોઈ દાવો નથી. પણ દોકલામ પર ભૂતાનનો કબજો રહે, તેમાં ભારતનું હિત હતું. કારણ કે દોકલામ પર ચીનનો કબજો થાય, તો ઈશાન ભારતનાં ‘સેવન સિસ્ટર્સ’ તરીકે ઓળખાતાં રાજ્યોને બાકીના દેશ સાથે જોડતા સિલિગુડી કૉરિડોરના નાનકડા વ્યૂહાત્મક હિસ્સા (‘ચિકન્સ નેક’) પર ચીનનો ખતરો બહુ વધી જાય. ભૂતાન સાથે મૈત્રીસંબંધો-કરારોને કારણે તેને લશ્કરી મદદ કરવામાં પણ ભારતને કશી અડચણ ન હતી.
અગાઉ દોકલામ વિસ્તારમાં ચીની સિપાહીઓ વર્ષે એકાદ-બે વાર આંટા મારી જતા હતા. પણ જૂન, ૨૦૧૭માં તેમણે દોકલામમાં ધામા નાખ્યા. એટલે ભારતનું સૈન્ય પણ ભૂતાનના—અને સાથોસાથ ભારતના—હિતની જાળવણી માટે દોકલામ પહોંચ્યું. બંને સૈન્યો ૭૨ દિવસ સુધી યુદ્ધ કર્યા વિના, સ્ટેન્ડ ઑફ કે ફેસ ઑફની સ્થિતિમાં આમનેસામને મંડાયેલાં રહ્યાં. દરમિયાન ભારત-ચીન વચ્ચે વાટાઘાટો ચાલુ રહી. છેવટે, ચીને પોતાનું સૈન્ય પાછું ખસેડ્યું. ભારતે પણ પોતાનું સૈન્ય પાછું ખસેડી લીધું.
સ્ટેન્ડ ઑફની સમાપ્તિ પછી ભારતમાં એ મતલબનો પ્રચાર કરવામાં આવ્યો કે ચીનને આપણે હંફાવી દીધું. તેને ટક્કર આપી. જરાય નમતું ન જોખ્યું, ચીને પીછેહઠ કરવી પડી, વગેરે.. હકીકતમાં ચીને ચોક્કસ પોઇન્ટ પરથી સૈન્ય પાછું ખસેડ્યું, પણ બંને સૈન્યો પાછાં હઠી ગયા પછીથી, બાકીના દોકલામ વિસ્તાર પર કાયમી વર્ચસ્વ જમાવી દીધું. બાંધકામો બનાવ્યાં, રસ્તા બાંધ્યા, હેલિપેડ તૈયાર કર્યાં. એટલે દોકલામ ચીનના સકંજામાં આવી ગયું. તો વિચારો, સરવાળે જીત કોની થઈ?
નિષ્ણાતોના મતે, ખંધા ચીને આ ઘટના પરથી એવો બોધપાઠ લીધો હશે કે ભારતના પ્રચારઘેલા વડાપ્રધાનને પ્રચારયુદ્ધમાં જીતનો સંતોષ આપી દેવામાં આવે, તો વાસ્તવિક જમીન પર ધાર્યું કરી શકાશે. એટલે કે, નાની પીછેહઠ માટે સંમત થવાથી મોટો ટુકડો હાંસલ કરી શકાશે. ‘બે ડગલાં આગળ, એક ડગલું પાછળ’ એ આમ પણ ચીનની જૂની પદ્ધતિ છે, જે હજુ એટલી જ અસરકારતાથી વપરાઈ રહી છે.
સારઃ ચીનની ‘પીછેહઠ’ની વાતો સાંભળીને, આખું ચિત્ર જોયા વિના કદી ઉત્સાહમાં ન આવી જવું. એ અચૂક તપાસી લેવું કે ચીનની નાની પીછેહઠની સામે આપણને વધુ મોટું નુકસાન તો નથી ને? એવું નુકસાન જે ચીન તો બતાવવા ન જ ઇચ્છે-આપણી પોતાની સરકાર પણ પોતાના રાજકીય ફાયદા ખાતર કે ગેરફાયદો અટકાવવા છુપાવી રહી હોય?
ચીની ચાલબાજીનો નવો મોરચો : લદ્દાખ
પૂર્વ લદ્દાખનો ૧૩ હજાર ફીટથી ૧૬ હજાર ફીટ ઊંચો બર્ફીલો, વિષમ પહાડી ઇલાકો. તેમાં વળી વધારાની કઠણાઈ એ છે કે ત્યાં ભારત-ચીન વચ્ચેની સરહદ નથી નકશા પર અંકાઈ કે નથી જમીન પર. ૧૯૬૨ના ભારત-ચીન યુદ્ધમાં ભારતની હાર થઈ હતી. ત્યાર પછીના દાયકાઓમાં એ સરહદ નક્કી કરવાના અનેક પ્રયાસ થયા. તેમાંના કેટલાક આગળ પણ વધ્યા. પરંતુ અંત સુધી પહોંચ્યા નહીં. ખરેખર તો ચીને તેમને પહોંચવા ન દીધા. પરિણામે પૂર્વ લદ્દાખમાં બંને દેશો વચ્ચેની વાસ્તવિક અંકુશ રેખા-લાઇન ઑફ એક્ચુઅલ કન્ટ્રોલ (LAC) કાલ્પનિક જ રહી. તેની સ્પષ્ટ વ્યાખ્યા ન થઈ. તેના કારણે ચીનને મનમરજીના વિસ્તારો પર દાવા કરવા માટેનું મેદાન મોકળું રહ્યું.
હજુ વર્તમાન ઘટનાક્રમમાં જતાં પહેલાં પૂર્વ લદ્દાખનાં કેટલાંક મહત્ત્વનાં સ્થળો વિશે અછડતી જાણકારી.
![]() |
| Courtesy : Rohit Vats / સૌજન્યઃ રોહિત વત્સ |
DSDBO રોડ
ઉપર આપેલા નકશામાં દેખાતી ભૂરી રેખા ભારતે સરહદ નજીક બાંધેલો રોડ દર્શાવે છે. તે Darbuk અને Shyok (શ્યોક) ગામને છેક ઉપર દૌલતબેગ ઓલ્ડી (DBO) સાથે જોડે છે. લેહથી છેક બીજા ભારત-ચીન સરહદે દોલતબેગ ઓલ્ડી સુધીની અવરજવર માટે આ રસ્તો વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્ત્વનો છે. ટૂંકમાં DSDBO તરીકે ઓળખાતો ૨૫૫ કિ.મી. લાંબો આ રોડ બંધાતાં ૧૯ વર્ષ થયાં. એક તો સરકારી કામ અને બર્ફીલા પહાડી વિસ્તારમાં રોડ બાંધવાનું કામ વર્ષમાં ચાર-પાંચ મહિના જ થઈ શકે. નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા ત્યાર પછી આ રોડનું કામ વધુ ઝડપી બન્યું. જુદી જુદી લંબાઈના આઠ પુલ ધરાવતો DSDBO રોડ લગભગ LACની સમાંતરે ચાલે છે. એ દૃષ્ટિએ પણ તેનું મહત્ત્વ ધોરી નસ જેવું છે.
દૌલતબેગ ઓલ્ડી (DBO)
છેક ઉપર કારાકોરમ ઘાટ પાસે આવેલું, હવાઈ પટ્ટી ધરાવતું ભારતનું છેલ્લું લશ્કરી થાણું છે. ત્યાંથી ચીનની સરહદ અને LAC સાવ નજીક છે.
ગલવાન નદી અને ગલવાન વૅલી
નદી, ખીણ અને પહાડીનો પ્રદેશ. DSDBO રોડ તેની પાસેથી પસાર થાય છે. ગલવાન વૅલી પ્રદેશને DSDBO રોડ સાથે જોડતા કેટલાક કડી-રસ્તા પણ બનાવવામાં આવ્યા છે. ગલવાન નદી અને ગલવાન વૅલીની પહાડી ઊંચાઈઓ પર ભારતીય સૈન્યનો કબજો વ્યૂહાત્મક સરસાઈ માટે જરૂરી છે. ચીનના કબજામાં રહેલા અક્સાઈ ચીન વિસ્તાર ઉપર પણ થોડો દાબ રાખવામાં પણ આ ઊંચાઈઓ ઉપયોગી નીવડે એવી છે. બીજી તરફ, એ ઊંચાઈઓ પર ચીની સૈન્યનો કબજો DSDBO રોડને ખતરામાં મૂકી શકે છે. અત્યાર લગી ગલવાન વિસ્તાર શાંતિપૂર્ણ રહ્યો હતો. કેમ કે, ચીને આ વિસ્તાર પર સક્રિયપણે પોતાનો દાવો કર્યો ન હતો કે LACથી પોતાની હદના વિસ્તારમાં મોટા પાયે લશ્કરી હિલચાલ પણ કરી ન હતી. પરંતુ કેટલાક અભ્યાસીઓના મતે ભારતે જમ્મુ-કાશ્મીરને કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કર્યા પછી અક્સાઈ ચીનને ભારતમાં સમાવવાની વાત કરી, તેના પગલે ભારતને વધુ આગળ વધતું અટકાવવા માટેની ચેતવણીરૂપ આ પ્રતિક્રિયા છે. અલબત્ત, આવાં હિંસક પગલાં પાછળ એક કરતાં વધુ કારણો જવાબદાર હોય છે. તેથી એક ને એક બે જેવું સમીકરણ તેમાં માંડી શકાતું નથી.
પેન્ગોન્ગ ત્સો ઉર્ફે પેન્ગોન્ગ લેક
ઘણાં વર્ષો સુધી અજાણ્યું રહ્યું ને પછી ‘થ્રી ઇડિયટ્સ’ને કારણે જાણીતું બનેલું આ સરોવર હવે અણગમતાં કારણોસર સમાચારોમાં છે. પેન્ગોન્ગ લેક પાસે પણ બર્ફીલી પહાડી છે, જેમનાં જુદાં જુદાં ટોપકાં ફિંગર-૧થી માંડીને ફિંગર-૮ સુધીનાં નામે ઓળખાય છે. ભારતીય સૈન્ય ફિગર-૧ થી ફિંગર-૪ સુધીના વિસ્તાર પર કબજો ધરાવે છે, પરંતુ ભારતનો દાવો છેક ફિંગર-૮ સુધીના વિસ્તાર પર છે. ફક્ત દાવો જ નહીં, ભારતીય સૈન્યના જવાનો ફિંગર-૮ સુધી પેટ્રોલિંગ કરતા રહ્યા છે. આમ, દાવો ફક્ત શબ્દો પૂરતો મર્યાદિત નથી. જમીન પર તેની ‘બજવણી’ થતી રહી છે. ભારતીય સૈન્યનું છેલ્લું થાણું ફિંગર-૪ના વિસ્તારમાં છે.
***
હવે પછીનો ઘટનાક્રમ સૈન્યમાં અફસર તરીકે કામ કરી ચૂકેલા અને પછીનાં વર્ષોમાં બિઝનેસ સ્ટાન્ડર્ડમાં લખતા સંરક્ષણ નિષ્ણાત અજય શુક્લના બ્લોગ ajaishukla.blogspot.comમાં જે તે સમયે લખેલી જુદી જુદી પોસ્ટના તથા બીજા કેટલાક સમાચારો-અહેવાલોના આધારે.
પૂર્વ લદ્દાખમાં અંકાયેલી સરહદ ન હોવાથી, પેટ્રોલિંગ દરમિયાન એકબીજાના વિસ્તારોમાં જવાના બનાવોની નવાઈ નથી. પરંતુ એપ્રિલ,૨૦૨૦ના મધ્યમાં જે બન્યું તે વધારે ગંભીર હતું. એપ્રિલના ત્રીજા સપ્તાહથી ચીની પક્ષે સૈન્ય હિલચાલ શરૂ થઈ હતી. એપ્રિલના અંતમાં એ વિસ્તારમાં ચાઇનીઝ હેલિકોપ્ટરની ‘એક્ટિવિટી’ હોવાનું એર ચીફ માર્શલ ભદૌરિયાએ સ્વીકાર્યું હતું અને કહ્યું હતું કે ભારતીય વાયુદળ ‘જરૂરી કાર્યવાહી’ કરી રહ્યું છે (૨૩-૫-૨૦), જેનાં આખરી પરિણામ મે, ૨૦૨૦માં જોવા મળ્યાં.
મે ૫, ૨૦૨૦
આશરે પાંચેક હજાર ચીની સૈનિકોનું ધાડું લદ્દાખમાં પાંચ ઠેકાણે ઘૂસી આવ્યું. તેમાં ચાર ઠેકાણાં ગલવાન નદી પાસેના ઇલાકામાં અને એક પેનગોન્ગ લેકનો ઇલાકો. (બીજી ઘણી વિગતોની જેમ સૈનિકોનો આંકડો અજય શુક્લે આપેલો છે. કોઈ ઇચ્છે તો તેને ન માને. પરંતુ તેનાથી પાયાની વાસ્તવિકતામાં ખાસ ફરક પડતો નથી.) ગલવાન નદી પાસેના વિસ્તાર એવા હતા, જેના વિશે અત્યાર લગી કોઈ વિવાદ ન હતો. આ વખતે ત્યાં પણ ચીની સૈનિકો LACથી ભારતની હદમાં ત્રણ-ચાર કિલોમીટર સુધી આવી ગયા. થોડા કિલોમીટર ઘૂસી આવવાની કે કામચલાઉ કબજો જમાવવાની ગુસ્તાખી ચીની સૈનિકો ભૂતકાળમાં કરી ચૂક્યા છે. તે અનિચ્છનીય છતાં સાધારણ છમકલાં તરીકે ગણાતું હોય છે. પણ આ વખતે ત્રણ બાબતો નવી અને ચિંતાજનક હતીઃ
૧) ગલવાન વિસ્તાર ઘણાં વર્ષોથી ચીની છેડછાડથી મુક્ત હતો. તે આ વખતે ચીની સૈન્યના નિશાન પર આવ્યો.
૨) સૈનિકોની સંખ્યા. આશરે પાંચ હજાર સૈનિકો.
૩) ચીની સૈનિકોએ ખાઈઓ ખોદવાનું અને બંકરો બનાવવાનું શરૂ કર્યું. એટલે કે લાંબા ગાળાના સંરક્ષણ માટેની તૈયારી. સાથોસાથ, ચીની કબજાના વિસ્તારોમાં ભારે વાહનો અને તોપો પણ તહેનાત કરી. ગલવાન નદી પાસેના પેટ્રોલિંગ પોઇન્ટ ૧૪ અને ગોગરા વિસ્તાર વચ્ચે સોએક તંબુ બાંધી દીધા.
ઉપરાંત, પાંચમી મે પહેલાં ભારતીય જવાનો ફિંગર ૮ સુધી પેટ્રોલિંગ માટે જતા હતા. ત્યાર પછી ચીની સૈનિકો તેમને ફિંગર ૪થી જ અટકાવવા લાગ્યા.
![]() |
| પેન્ગોન્ગ લેકની સાથે ફિંગર ૧ થી ફિંગર ૮ના સ્થળનો ખ્યાલ આપતો નકશો |
મે ૯, ૨૦૨૦
ચીને લદ્દાખની સાથોસાથ ઉત્તરી સિક્કિમમાં, સિક્કિમ-તિબેટ સરહદે ઘુસણખોરી કરી. આ વિસ્તારમાં સરહદ અંગે કોઈ વિવાદ કે મતભેદ નથી. છતાં આશરે ૨૦૦ ચીની સૈનિકો ભારતીય વિસ્તારમાં ચડી આવ્યા, કામચલાઉ ધોરણે કબજો જમાવ્યો. થોડા દિવસ પછી તે કબજો છોડીને પાછા જતા રહ્યા અને ચીનની હદમાં તંબુ તાણ્યા.
મે ૧૨/૧૩, ૨૦૨૦
પેનગોન્ગ લેક વિસ્તારમાં હજારો (આશરે પાંચેક હજાર) ચીની સૈનિકો આવી ગયા અને ફિંગર ૮ થી લઈને ફિંગર ૪ સુધીના ભારતીય હદમાં ગણાતા આશરે આઠ કિલોમીટર વિસ્તાર પર કબજો જમાવી દીધો.
૩૦ મે, ૨૦૨૦ સુધીમાં
ચીની સૈન્યે પોતાની પકડ મજબૂત બનાવવા માટે અને સંભવિત ભારતીય જવાબ સામે રક્ષણ માટે ખાઈઓ ખોદવા જેવી કામગીરી ચાલુ રાખી. ગલવાન વિસ્તારમાં ચાર ઠેકાણે અને પેન્ગોન્ગ લેકના ઉત્તરી કાંઠે ભારતની હદમાં ચીની સૈન્ય કોન્ક્રીટનાં બંકર બનાવતું હોવાનું સેટેલાઇટ તસવીરો થકી જાણવા મળ્યું. મળ્યું. ઉપરાંત, પેન્ગોન્ગ લેકના ઉત્તરી કાંઠે ફિંગર પાંચથી ફિંગર આઠ વચ્ચેનો આશરે ત્રણેક કિલોમીટરનો રસ્તો પણ ચીની સૈન્યે બનાવી દીધો અને પોતાની હદમાં બખ્તરિયાં વાહનો અને તોપો ગોઠવ્યાં, જે ભારતની હદમાં ઘૂસેલા ચીની સૈનિકોને મદદ પૂરી પાડી શકે.
દરમિયાન, ભારતના સરકારી બયાનમાં સરહદે શાંતિ સ્થાપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી અને સૈન્ય નેતાઓ વચ્ચે થયેલી સમજૂતી પ્રમાણે વર્તી રહ્યું હોવાનું જણાવાયું. સાથોસાથ, ભારતના સાર્વભૌમત્વ અને રાષ્ટ્રીય સલામતી માટેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી. અહેવાલો પ્રમાણે, પરિસ્થિતિ તેનાથી વિપરીત હતી.
૩ જૂન, ૨૦૨૦
સંરક્ષણ પ્રધાન તરીકે રાજનાથ સિંઘે CNN News 18ને આપેલી એક મુલાકાતમાં સરહદી સ્થિતિને અત્યાર સુધી થયેલી અનેક તંગદિલી જેવી ગણાવી અને વર્તમાન સ્થિતિ વિશે તેમણે કહ્યું, “ફિલહાલકી જો ઘટના હૈ, યહ બાત સચ હૈ કિ ચીનકે લોગ ભી, ઉનકા દાવા હૈ કિ હમારી સીમા યહાં તક હૈ. ભારતકા યહ દાવા હૈ કિ હમારી સીમા યહાં તક હૈ. ઔર ઉસકો લેકર એક મતભેદ હુઆ હૈ ઔર અચ્છીખાસી સંખ્યામેં ચીનકે લોગ ભી આ ગયે હૈં. લેકિન ભારતને ભી અપની તરફસે જો કુછ ભી કરના ચાહિયે, ભારતને ભી કિયા હૈ.’
આ નિવેદનમાં દેખીતી રીતે જ રાજનાથ સિંઘે ચીનના સૈનિકોની ઘૂસણખોરીનો એકરાર કર્યો હતો. તેનો વિવાદ થયો. એટલે CNN News 18એ ઔપચારિક ખુલાસો કરતાં જણાવ્યું કે ‘સંરક્ષણ પ્રધાને તેમની વાતમાં પૂર્વી લદ્દાખનો ઉલ્લેખ કર્યો ન હતો.’ સરકારનું વાજું વગાડતી વેબસાઇટ opindiaએ મથાળું ચલાવ્યું, CNN News 18 withdraws fake news misquoting Defence Minister Rajnath Singh on Ladakh standoff.
પણ ઉપર આપેલી લિન્કમાં ખુદ રાજનાથસિંઘના મોઢેથી સાંભળી લીધા પછી સમજાઈ જશે કે એકેય ખુલાસો કે opindiaનો બચાવ કેમ પોકળ છે.
મતલબ એ થયો કે સરકારને જૂન ૩ના રોજ પરિસ્થિતિની જાણ હતી. રાજનાથસિંઘે કહ્યું પણ ખરું કે મિલિટરીના સ્તરે વાતચીત થઈ રહી છે અને ૬ જૂનના રોજ મિલિટરીના મોટા અફસરો વચ્ચે વાતચીત થવાની છે. રાજનાથસિંઘે કહ્યું, “ભારતકી એક નીતિ બહુત હી સ્પષ્ટ હૈ. ભારત દુનિયામેં કિસી ભી દેસકે સ્વાભિમાન પર ન ચોટ પહુંચાના ચાહતા હૈ, ન ભારત અપને દેસકે સ્વાભિમાન પર કિસી ભી સુરતમેં ચોટ બરદાશ્ત કર સકતા હૈ. બસ, સ્પષ્ટ નીતિ હૈ. ઇસસે જીસકો જો અર્થ નિકાલના હો, અર્થ નિકાલ લે.” રાજનાથ સિંઘ આ કહી રહ્યા હતા તે પહેલાંથી ચીની સૈન્ય ફિંગર ૮ અને ફિંગર ૪ વચ્ચેનો આઠેક કિલોમીટરનો વિસ્તાર કબજે કરીને બેઠું હતું. એ સિવાય ગલવાન નદીના વિસ્તારમાં પણ ભારતની હદમાં આવી ચૂક્યું હતું.
૬ જૂન, ૨૦૨૦
ભારતીય સૈન્યના લેહ કોર્પ્સ કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ હરિન્દર સિંઘ તથા ચીની સૈન્યના મેજર જનરલ વચ્ચે ચુશુલ ખાતે વાતચીત થઈ. (સૈન્યમાં લેફ્ટનન્ટ જનરલનો હોદ્દો મેજર જનરલ કરતાં ઊંચો હોય છે.) ત્યારે ચીને ગલવાન નદીનો વિસ્તાર પોતાનો ગણાવ્યો. બંને અફસરો વચ્ચે કોઈ મુદ્દે એકમતી ન થઈ. એટલે ડેલિગેટ સ્તરની વાતચીત ચલાવવામાં આવી. તેમાં મતભેદનાં પાંચ ઠેકાણાં નક્કી થયાં: પેટ્રોલિંગ પોઇન્ટ ૧૪, પેટ્રોલિંગ પોઇન્ટ ૧૫, પેટ્રોલિંગ પોઇન્ટ ૧૭, પેન્ગોગ લેકનો ઉત્તરી કાંઠો અને ચુશુલ. (આવું અજય શુક્લના અહેવાલમાં છે. તેમાં ચુશુલનો ઉલ્લેખ કેમ હશે, તે સ્પષ્ટ થતું નથી) ચીને ગલવાન ખીણ પ્રદેશમાં કેટલાંક એવાં ઊંચાં સ્થળો પર કબજો જમાવ્યો કે જ્યાંથી DSDBO રોડ પર નજર અને જાપ્તો રાખી શકાય.
એ સિવાય સિક્કિમમાં નકુ લા અને ઉત્તરાખંડમાં લિપુ લેખમાં ચીની સૈન્યે સતત હરકતો ચાલુ રાખી, જે ધ્યાન બીજે વાળવાની તરકીબ પણ હોઈ શકે.
૧૩ જૂન, ૨૦૨૦
સૈન્ય વડા જનરલ નરવણેએ કહ્યું કે ગલવાન વિસ્તારમાંથી ભારતીય અને ચીની સૈન્યના તબક્કાવાર ડિસએન્ગેજમેન્ટની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. બંને દેશો વચ્ચેની લશ્કરી મંત્રણાઓ ઘણી ફળદાયી રહી અને સમય જશે તેમ સ્થિતિ સુધરતી જશે. આ પ્રક્રિયા માટે તેમણે બંનેમાંથી એકેય પક્ષ માટે પીછેહઠ શબ્દ વાપરવાનો ઇન્કાર કર્યો હતો અને કહ્યું કે ડિસએન્ગેજમેન્ટ શબ્દ જ યોગ્ય છે. તેની શરૂઆત ઉત્તરે ગલવાન વિસ્તારમાંથી થઈ છે. પેન્ગોન્ગ લેકના ઉત્તરી પ્રદેશ વિશે તેમણે કશી ટીપ્પણી કરી નહીં.
આ યાદ રાખજો. કારણ કે આજે ૨૪ જૂને પ્રગટ થયેલા સમાચારમાં પણ લગભગ આવી જ વાત છે. અલબત્ત, તે સત્તાવાર જાહેરાત નથી. આજના અહેવાલમાં જણાવ્યા પ્રમાણે, ડિસએન્ગેજમેન્ટ માટે સૈદ્ધાંતિક સંમતિ થઈ છે. હજુ સુધી ચોક્કસ ટાઇમટેબલ નક્કી થયું નથી.
૧૬ જૂન, ૨૦૨૦
ભારતીય સૈન્યે સવારે જાહેર કર્યું કે “ગલવાન વૅલી વિસ્તારમાં ડીએસ્કેલેશન પ્રોસેસ (સૈન્યોની સામસામી મુકાબલાની સ્થિતિમાંથી પાછા હટવાની પ્રક્રિયા) દરમિયાન ગઈ કાલે રાત્રે હિંસક સંઘર્ષ થયો હતો. તેમાં બંને પક્ષને હાનિ પહોંચી છે. ભારતીય પક્ષે થયેલી જાનહાનિમાં એક અફસર અને બે જવાનનો સમાવેશ થાય છે. બંને પક્ષના વરિષ્ઠ લશ્કરી અધિકારીઓ હાલમાં સ્થળ પર વાટાઘાટો દ્વારા પરિસ્થિતિ થાળે પાડવાની કોશિશ કરી રહ્યા છે.”
“During the de-escalation process under way in the Galwan Valley, a violent face-off took place yesterday night with casualties on both sides. The loss of lives on the Indian side includes an officer and two soldiers. Senior military officials of the two sides are currently meeting at the venue to defuse the situation.” (સૈન્યના નિવેદનમાંથી)
એ દિવસે મોડી સાંજે ભારતીય સૈન્ય તરફથી બીજું નિવેદન જારી કરવામાં આવ્યું. તેમાં જણાવાયું હતું કે “સંઘર્ષના સ્થળે ફરજ અદા કરતી વેળા ૧૭ ભારતીય જવાનો ગંભીર રીતે ઘાયલ થયા હતા અને ઊંચાઈ પર શૂન્યથી પણ ઓછા તાપમાનના સંપર્કમાં આવતાં, તે ઇજાનો ભોગ બનીને મૃત્યુ પામ્યા છે. આ સાથે સંઘર્ષમાં માર્યા ગયેલાઓની કુલ સંખ્યા ૨૦ થઈ છે…ગલવાન ખાતે, જ્યાં ૧૫/૧૬ની રાત્રે સંઘર્ષ થયો હતો ત્યાં, ભારતીય અને ચીની સૈન્યો ડિસએન્ગેજ થઈ ચૂક્યાં છે.”
“17 Indian troops who were critically injured in the line of duty at the stand-off location and exposed to sub-zero temperatures in the high altitude terrain have succumbed to their injuries, taking the total that were killed in action to 20... Indian and Chinese troops have disengaged at the Galwan area where they had earlier clashed on the night of 15/16 June 2020.” (સૈન્યના નિવેદનમાંથી)
નોંધઃ લશ્કરી નિવેદનોમાં ‘માર્ટિયર્ડ’ નહીં, ‘કિલ્ડ’ જ લખાયેલું છે. એટલે અહીં કોઈએ રાજકીય હેતુ ને રાજકીયહિતપ્રેરિત છાપાંની વ્યાવસાયિક હરીફાઈમાંથી ચગાવાયેલી ‘ફૂંકી માર્યા વિ. શહીદ થયા’ની સ્યુડો-દેશભક્તિ છાંટવા આવી પડવું નહીં—સિવાય કે એવા ‘દેશભક્તો’ નિવેદન તૈયાર કરનાર ભારતીય સૈન્યને પણ દેશવિરોધી ગણતા હોય.
ધીમે ધીમે ચીની સૈનિકોના ઘાતકીપણાની વિગતો બહાર આવી. ભારતીય સૈનિકો કરતાં ચીની સૈનિકોની સંખ્યા ઘણી વધારે હતી. બંદૂક વિનાની હિંસક લડાઈમાં ચીન સૈનિકો બધી હદો વટાવી ગયા. તેમણે ખીલા બાંધેલા સળીયા વડે ભારતીય સૈનિકો પર હુમલા કર્યા અને તેમને નદીના ઠંડાગાર પ્રવાહમાં ફેંકી દીધા હોવાના અહેવાલો પણ આવ્યા. મૃતકો ઉપરાંત બીજા ઘણા ભારતીય સૈનિકોને ગંભીર નહીં એવી ઇજાઓ પણ પહોંચી. ખંધા ચીને તો રાબેતા મુજબ પોપટપાઠ ચાલુ રાખ્યો કે “ભારતીય સૈનિકો સોમવારે બે વાર ચીનની સરહદમાં ઘૂસી આવીને ચીની સૈનિકો પર હુમલો કર્યો. અમે કડક વિરોધ નોંધાવ્યો છે, પણ તનાવ ઘટાડવા માટેનું કામ ચાલુ છે.” દેખીતી રીતે જ ચીન જૂઠું બોલતું હતું. તે ઘૂસણખોરી કરીને પછી પોતે આક્રમણખોરને બદલે આક્રમણનો ભોગ બનનાર તરીકે રજૂ થતું હતું.
આ સંઘર્ષમાં ચીનના સૈનિકો પણ માર્યા ગયાના સમાચાર પણ આવ્યા. દરમિયાન, જીવલેણ સંઘર્ષ પછી પણ અગાઉની સ્થિતિમાં ફરક પડ્યો નહીં. ફિંગર ૮ થી ફિંગર ૪ વચ્ચેના આઠેક કિલોમીટરના પ્રદેશમાં ચીની સૈનિકો ઘૂસેલા રહ્યા. એ સિવાય પેટ્રોલિંગ પોઇન્ટ ૧૫, પેટ્રોલિંગ પોઇન્ટ ૧૭ અને ગલવાન વૅલીના વિસ્તારમાં જાપ્તો રાખી શકાય એવી ઊંચાઈ પર પણ ચીની સૈનિકોનો કબજો રહ્યો. (અજય શુક્લની માહિતી પ્રમાણે)
૧૮ જૂન, ૨૦૨૦
હિંસક ઝપાઝપી દરમિયાન દસ ભારતીય જવાનો કેદ પકડાયા હતા. તેમને સંઘર્ષ પછીની લશ્કરી અને રાજદ્વારી વાટાઘાટોના પરિણામે પાછા સોંપવામાં આવ્યા. અલબત્ત, સૈનિકો કેદ પકડાયા હતા તેની જાણ તેમને છોડવાની જાહેરાત વખતે જ થઈ. આ સમાચાર પણ ૨૦ જૂને આવ્યા.
૧૯ જૂન, ૨૦૨૦
વીસ સૈનિકોની શહીદીને કારણે મોટો હોબાળો થયો. નબળા વિપક્ષોને પણ ટાઢા પાડવા પડે એવી સ્થિતિ પેદા થઈ. એટલે વડાપ્રધાને વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા ઑલ પાર્ટી મિટિંગ યોજી. મિટિંગના આરંભે તેમણે કહ્યું,
‘…દેશકી એક એક ઈંચ જમીનકી, દેશકે સ્વાભિમાનકી રક્ષા કરેગા. ભારત સાંસ્કૃતિક રૂપસે એક શાંતિપ્રિય દેશ હૈ. હમારા ઇતિહાસ શાંતિકા રહા હૈ. ભારતકા વૈચારિક મંત્ર હી રહા હૈઃ લોકાઃ સમસ્તાઃ સુખીના ભવન્તુ......હમ કભી કીસીકો ઉકસાતે નહીં હૈ લેકિન અપને દેશકી અખંડતા ઔર સંપ્રભુતાકે સાથ સમજૌતા ભી નહીં કરતે. જબ ભી સમય આયા હૈ હમને દેશકી અખંડતા ઔર સંપ્રભુતાકી રક્ષા કરનેમેં અપની શક્તિકા પ્રદર્શન કિયા હૈ. અપની ક્ષમતાઓંકો સાબિત કિયા હૈ. ત્યાગ ઔર તિતિક્ષા હમારે રાષ્ટ્રીય ચરિત્રકા હિસ્સા હૈ લેકિન સાથ હી વિક્રમ ઔર વીરતા ભી ઉતના હી હમારે દેશકે ચરિત્રકા હિસ્સા હૈ. મૈં દેશકો ભરોસા દિલાના ચાહતા હું હમારે જવાનોંકા બલિદાન વ્યર્થ નહીં જાયેગા. હમારે લિયે ભારતકી અખંડતા ઔર સંપ્રભુતા સર્વોચ્ચ હૈ ઔર ઇસકી રક્ષા કરનેસે હમેં કોઈ રોક નહી સકતા. ઇસ બારેમેં કિસીકો જરા ભી ભ્રમ યા સંદેહ નહીં હોના ચાહિયે. ભારત શાંતિ ચાહતા હૈ લેકિન ભારત ઉકસાને પર હલ હાલમેં યથોચિત જવાબ દેનેમેં સક્ષમ હૈ. ઔર હમારે દિવંગત શહીદ વીર જવાનોંકે વિષયમેં દેશકો ઇસ બાત કા ગર્વ હોગા કે વે મારતે મારતે મરે હૈં.’
આવી ગળી ગળી ને બડી બડી વાતો પછી મિટિંગનું સમાપન કરતાં તેમણે કહ્યું, ‘સાથીયોં, પૂર્વી લદ્દાખમેં જો હુઆ ઉસકો લેકર આપને રક્ષામંત્રીજી ઔર વિદેશમંત્રીજીકો સુના ભી ઔર પ્રેઝન્ટેશનકો ભી દેખા. ન વહાં કોઈ હમારી સીમામેં ઘુસ આયા હૈ, નહીં કોઈ ઘુસા હુઆ હૈ ન હી હમારી કીસી પોસ્ટ કોઈ દૂસરે કે કબજેમેં હૈ લદ્દાખમેં હમારે બીસ જાંબાઝ શહીદ હુએ પર જિન્હોને ભારતમાતાકી તરફ આંખ ઉઠાકર દેખા થા ઉનકો સબક સીખાકર ગયે.’
વડાપ્રધાનનો આ દાવો દેખીતી રીતે જ વિસંગતીથી ભરેલો હતો. તેમના દાવા પ્રમાણે આપણી સીમામાં કોઈ ઘુસી આવ્યું ન હોય કે હજુ ઘૂસેલું ન હોય, તો હિંસક ઝપાઝપીમાં ભારતના વીસ જવાનો શહીદ થયા હોય-દસ જવાનો પકડાઈને પછી છૂટ્યા હોય એવું શી રીતે બને? તેમ છતાં વડાપ્રધાન આવું કહેતા હોય તો તેના બે સંભવિત અર્થ થાયઃ
૧) ચીની સૈન્ય ભારતીય સીમામાં નહીં, ભારતીય સૈન્ય ચીની સીમામાં ઘૂસ્યું હતું.
૨) ચીન હાલમાં જે વિસ્તારોનો કબજો ધરાવે છે તે ભારતીય હદમાં નથી. એટલે કે એ વિસ્તારો ચીની હદમાં હોવાનો દાવો ભારતને માન્ય છે.
વડાપ્રધાને તો તેમની રાબેતા મુજબની શૈલીમાં જુમલો ગબડાવ્યો અને વિપક્ષોને લાઇનમાં કરી દીધા. પણ તેમના જુમલાનાં અણધારેલાં અર્થઘટનો મોટા પાયે ચર્ચાનો અને ચિંતાનો વિષય બન્યાં. એટલે વક્તૃત્વકળા માટે વખણાતા વડાપ્રધાનના આ નિવેદન પછી સરકારે બે પાનાંનો ખુલાસો જારી કરવો પડ્યો. તેમાં ભારતની સરહદની સ્થિતિ સ્પષ્ટ કરવામાં આવી. અલબત્ત, યાદી સરકારી હોય એટલે એમ થોડી કહે કે ‘સાહેબ તો કહે...તમારે બહુ મન પર લેવું નહીં.’? એટલે તેમાં એવું કહેવામાં આવ્યું કે કેટલાક લોકોએ વડાપ્રધાનના નિવેદનનું અવળચંડું (મિશ્ચિવિયસ) અર્થઘટન કર્યું છે. હકીકતમાં, અર્થઘટન અવળચંડું નહીં, વિધાન આપવડાઈભર્યું હતું.
૧૯૬૨માં પંડિત નહેરુએ કરેલી ભૂલની વાતો કરી કરીને આટલે પહોંચેલા ભાજપ અને નરેન્દ્ર મોદી પોતે જ એ ભૂલનો બોધપાઠ ભૂલી જાય, તે ઇતિહાસની વક્રતા અને વડાપ્રધાનની વાસ્તવિકતા. બોધપાઠ લેવા માટે ૧૯૬૨ દૂર પડતું હોય તો ૨૦૧૭-દોકલામ હતું જ. તેમાંથી પણ વડાપ્રધાને કશો બોધપાઠ લીધો હોય એવું લાગ્યું નથી.
ઉલટું, તેમની પ્રચલિત છબી પ્રમાણે, શહીદોના સમાચારોની શાહી સુકાય તે પહેલાં, ૨૦ જૂને બિહારમાં ચૂંટણીપ્રચારના ભાગરૂપે, વીડિયો દ્વારા ગરીબકલ્યાણ રોજગાર અભિયાનનો પ્રારંભ કરતાં તેમણે કહ્યું,
“દેશ તો સેના પે ગર્વ કરતા હી હૈ, પર આજ મૈં જબ બિહારકે લોગોંસે બાત કર રહા હું તો મૈં ગૌરવકે સાથ ઇસ બાત કા જિક્ર કરનાચાહુંગા કે યે પરાક્રમ બિહાર રેજિમેન્ટકા હૈ. હર બિહારીકો ઇસકા ગર્વ હોતા હૈ ઔર જિન વીરોંને દેશકે લિયે બલિદાન દિયા હૈ ઉનકે પ્રતિ નમન કરતા હું ઔર બિહારકે ભી હમારે સાથી જિન્હોંને બલિદાન દિયા હૈ ઉનકે પ્રતિ મૈં અપને શ્રદ્ધાસુમન અર્પણ કરતા હું ઔર ઉનકે પરિવારજનોંકો ભી આજ જબ બિહારસે બાત કર રહા હું તો વિશ્વાસ દિલાના ચાહતા હું કે દેસ આપકે સાથ હૈ, દેશ સેનાકે સાથ હૈ, દેશ ઉસકે ઉજ્જવલ ભવિષ્યકે લિયે કૃતસંકલ્પ હૈ.” https://youtu.be/5lmofK5JM7c
આ ભાષણમાં જેમને બિહાર રેજિમેન્ટના શહીદોના નામે બેશરમીભર્યો ચૂંટણીપ્રચાર ન દેખાય, તેમણે એકાંતમાં શાંતિથી બેસીને નરેન્દ્ર મોદી વિશે નહીં, પોતાના વિશે જરા વિચાર કરવો રહ્યો.
***
દેશ પ્રત્યે સાચો ભાવ ધરાવતા સૌએ દેશભક્તિના નામે માહિતી છુપાવવાની નેતાઓની અને પ્રસાર માધ્યમોની તરકીબોથી સાવધાન રહેવા જેવું છે. સત્તાધીશો ઉપરાંત માહિતી છુપાવનારાના કે ખોટેખોટો પાનો ચડાવનારાના મુખ્ય બે પ્રકાર છેઃ
૧) સરકારપ્રેમીઓ, જે સરકાર અને દેશ વચ્ચેનો ફરક ધરાર સમજવા માગતા નથી, સરકારની ટીકાને દેશની ટીકા સમજે છે અને દેશહિત કરતાં સરકારહિતને ઊપર મુકે છે.
૨) દેશભક્તિનો સ્વાંગ ધરીને રજૂ થતા ધંધાદારીઓ, જે માને છે કે આવું બધું બહુ વેચાય અથવા આવું બધું કરવાથી આપણો દેશભક્ત તરીકે છાકો પડી જાય. તેના જોરે ધંધાકીય હરીફાઈમાં બહુ ફાયદો થાય.
ઘણા ધંધાદારીઓ સરકારપ્રેમી પણ હોય છે. એટલે તેમના માટે ‘એક પંથ, દો કાજ’ જેવું થાય છે.
આ ઉપરાંત એક નાનો વર્ગ એવો પણ છે, જે વડાપ્રધાનની ગફલતો બરાબર સમજતો હોવા છતાં, તેમની પ્રગટ ટીકા કરવા ઇચ્છતો નથી. તે ભક્તો નથી. પણ તેમને લાગે છે કે આવા વખતે સરકાર સાથે ઊભા રહેવું જોઈએ. પોતાની આવી માન્યતાની પોકળતા કે નક્કરતા ચકાસવા માટે તેમણે પોતાની જાતને એક જ સવાલ પૂછવાનો છેઃ તેમની આ ભાવના બીજી કોઈ સરકાર હોત, તો પણ આવી જ હોત?
***
આટલી લાંબી કથા છતાં ચીનની દાંડાઈનાં કારણોથી માંડીને વ્યૂહાત્મક રીતે કેવાં પગલાં લેવાની જરૂર હતી તથા ચીનના આર્થિક બહિષ્કારથી કેટલો ફરક પડશે—એવા ઘણા મુદ્દાની ચર્ચા બાકી રહે છે. પરંતુ અત્યારે આટલું પૂરતું છે.
છેલ્લે કેટલાક નોંધવાલાયક મુદ્દા અને પૂછવાલાયક સવાલ
- દોકલામમાંથી સરકાર-વડાપ્રધાન કશો બોધપાઠ કેમ ન શીખ્યાં?
- જાસુસી તંત્ર અને સેટેલાઇટ મોનિટરિંગ છતાં ભારતીય સૈન્ય કેમ અસાવધ ઝડપાયું?
- રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત દોભાલની આ ઘટનાક્રમમાં શી ભૂમિકા રહી?
- ડિસએન્ગેજમેન્ટ અને ડિસઅગ્રીમેન્ટ (મતભેદ) જેવા શબ્દોથી ચેતવું. હિંસક સંઘર્ષ થયો તેના ઘણા વખત પહેલાંથી ડિસએન્ગેજમેન્ટનો દાવો કરવામાં આવતો હતો. એવી જ રીતે, ‘સરહદ બાબતે ભારત અને ચીન વચ્ચે મતભેદ છે’—એમ કહેવાનો મતલબ થાયઃ ‘ચીન એનો દાવો કરે છે, અમે અમારો કરીએ છીએ. જોઈએ શું થાય છે.’ હકીકતમાં, ભારતના પ્રદેશ પર ચીન દાવો કરે તો તેને ‘મતભેદ’ નહીં, ‘ઘૂસણખોરીનો પ્રયાસ’ ગણવાનો હોય.
- બંને દેશો વચ્ચે સરહદી તનાવને કાબૂમાં રાખવાના ભાગરૂપે થયેલી સંધિ મુજબ, હિંસક અથડામણ વખતે બંને દેશોના સૈનિકોએ બંદૂકો ન વાપરી. તેનાથી પણ ખરાબ સ્તરની મારામારી થઈ. હવે સરકારે સૈન્યને અસામાન્ય સંજોગોમાં યથાયોગ્ય કાર્યવાહીની છૂટ આપી છે. સારી વાત છે અને આશા રાખીએ કે ભવિષ્યમાં આવું કંઈ ન થાય. પણ જો થાય તો સરકાર નૈતિક જવાબદારી લેશે? કે પછી ‘સૈન્યને બધી છૂટ આપેલી છે’ એમ કહીને છૂટી પડશે?
- ચીન ફક્ત ડિસએન્ગેજ થાય એટલું પૂરતું નથી. એ દોકલામના દાખલા પરથી તો સમજાઈ જ જવું જોઈએ. એ પીછેહઠ કરીને કયા પોઇન્ટ સુધી પાછું જાય છે, તેનું ધ્યાન રાખવાનું અને તે બે ડગલાં આગળ આવ્યું હોય તો તેને એક નહીં, બે ડગલાં પાછળ પાછું મોકલવાનું વધારે મહત્ત્વનું છે.
- કેટલાક લોકો ટેકનિકલ મુદ્દો આગળ ધરીને એવી દલીલ કરે છે કે ફિંગર ૪થી ફિંગર ૮ સુધીના વિસ્તારો પર ચીનનો કબજો એ ભારતની જમીન પર ઘુસણખોરી ન કહેવાય. કેમ કે, એ વિસ્તારોમાં ભારતનું એકેય થાણું ન હતું. આ દલીલ માન્ય રાખીએ તો પણ એ હકીકત છે કે ભારતીય સૈનિકો ફિંગર ૮ સુધી પેટ્રોલિંગ માટે જતા હતા. મતલબ, ફિંગર ૪ થી ફિંગર ૮ સુધીનો વિસ્તાર ભારતના કબજામાં નહીં, તેમ ચીનના કબજામાં પણ ન હતો. એ બફર જેવો હતો. વર્તમાન ઘટનાક્રમથી એ બફર જતું રહ્યું છે અને હવે ચીનનો કબજો ફિંગર ૪ સુધી વિસ્તર્યો છે.
- આગળ જણાવ્યું તેમ, ભારત પંદર દિવસ પહેલાં પણ ‘ડિસએન્ગેજમેન્ટ ચાલુ છે’ની માળા જપતું હતું અને આજના સમાચાર પ્રમાણે હજુ પણ એ જ માળા ચાલુ છે. એવું જ વડાપ્રધાનની શબ્દાળુ હૈયાધારણોનું. તેની પર ભરોસો મૂકવા માટે વડાપ્રધાન પર અંધવિશ્વાસ જોઈએ. આ વડાપ્રધાન પર સાદો વિશ્વાસ મુકવાનાં ફાંફાં હોય ત્યાં અંધવિશ્વાસ ક્યાંથી મુકવો?
- રામચંદ્ર ગુહાએ માત્ર ચોક્કસ મુદ્દા પૂરતી જવાહરલાલ નહેરુ અને નરેન્દ્ર મોદીની સરખામણી કરીને લખ્યું કે બંને નેતાઓ ચીની શાસકો સાથેનાં વ્યક્તિગત સંબંધોથી સમીકરણો બદલાઈ શકશે, એવા ભ્રમમાં રહ્યા. વડાપ્રધાન મોદીનો એ ભ્રમ હવે દૂર થઈ ચૂક્યો હશે. ફક્ત ચીન સાથે જ નહીં, અમેરિકા કે બીજા કોઈ પણ દેશના વડા સાથે ભેટંભેટી કરવાથી પ્રચારમોરચે જયજયકાર થઈ જાય છે, પણ વાસ્તવમાં તેની કશી અસર થતી નથી, તે અમેરિકાના મામલે પણ એકથી વધુ પ્રસંગે પુરવાર થયેલું છે.
- કેટલાંક પ્રસાર માધ્યમોએ એવી લાઇન ચલાવવાની કોશિશ કરી કે ‘આ તો સૈન્યનો પ્રશ્ન કહેવાય, સરકાર થોડી પેટ્રોલિંગ કરવા જાય છે?’ મતલબ, જશ સરકારનો અને અપજશ સૈન્યનો.
- સર્વપક્ષીય મીટિંગ પૂરી થાય તે પહેલાં જ તેનો વડાપ્રધાનને એકદમ અનુકૂળ આવે એવો અહેવાલ ફરતો થઈ ગયો હતો. માત્ર મુશ્કેલી એ થઈ કે તેમાં ઓરિસ્સાના મુખ્ય મંત્રી નવીન પટનાયકને પણ ટાંકવામાં આવ્યા હતા, જેમણે આ મિટિંગમાં ભાગ જ લીધો ન હતો. સાયબરસેલનાં આવાં કંઈક કારસ્તાનો ચાલતાં હતાં.
- ઢાંકપિછોડા કરવાના સરકારી પ્રયાસોમાં અડચણ નાખતી અને ચીનને કશો ફાયદો ન થાય એવી માહિતી આપતા રહેલા-એવા સવાલ કરતા રહેલા નિવૃત્ત લેફ્ટનન્ટ જનરલ એચ. એસ. પનાગ, ભૂતપૂર્વ ફૌજી અફસર અજય શુક્લ જેવા લોકોની વાત સાંભળવાને બદલે, તેમાં દેશહિત જોવાને બદલે તેમનું ટ્રોલિંગ કરવામાં આવ્યું.
- કેટલાંક પ્રસાર માધ્યમોએ વીસ જવાનોની શહીદી સામે ૪૩ ચીની સૈનિકો માર્યા ગયાના સમાચાર એવી રીતે છાપ્યા કે તેનાથી વીસ જવાનોની શહીદી અને તેનાં કારણોની જવાબદારી સરકારના માથે ન આવે. લોકો સવાલો પૂછવાને બદલે ૪૩ ચીની સૈનિકોના મોતના સમાચારથી સંતોષ અનુભવીને બેસી જાય.
- ચીન તો બદમાશ છે ને ચીન તો દુષ્ટ છે—એવું લખી કાઢવાનું પૂરતું નથી. ચીન તો આ જ છે. તેની સામે વડાપ્રધાનના અત્યાર લગીના દાવા અને વાસ્તવિક દેખાવ કેવા રહ્યા, એ પણ કહેવાવું જોઈએ. બાકી, ચીનને ધોકા મારીને સાહેબને સાચવી લેવામાં દેશપ્રેમ નહીં, કેવળ ધંધાપ્રેમ કે સાહેબપ્રેમ રહેલો છે.
- બઢાવેલાંચઢાવેલાં ભવ્ય મથાળાં મારવાં, લોકોના મિથ્યાભિમાનને પોષવું અને આડકતરી રીતે સરકારને મદદરૂપ થવું એ પણ દેશપ્રેમ નથી. એ તો વાચકોને વાસ્તવિકતાથી અંધારામાં રાખવાની છેતરપીંડી છે. એટલે એવાં કવિતાશાઈ ને એકદમ હાઇપર પ્રકારનાં મથાળાંથી ચેતવું. તે વાસ્તવિકતા ભૂલાવવા માટે વાચકોને નશાનાં ઇન્જેક્શન આપનારાં હોઈ શકે છે.
મૂળ પોસ્ટ પછીનો ઉમેરો
તા. ૨૫ જૂન
સમાચાર પ્રમાણે ચીને ભારત-ચીન સરહદના છેલ્લા ભારતીય લશ્કરી મથક દૌલતબેગ ઓલ્ડીથી 30 કિલોમીટર દૂર, ડેસ્પાંગ પાસે વાય-જંક્શન તરીકે ઓળખાતા હિસ્સામાં સૈનિકો અને ભારે વાહનો સાથે ઘૂસણખોરી કરી છે. વાય-જંક્શન LACથી ભારતીય હદમાં આવેલું છે. ધોરી નસ જેવા DSDBO રોડ પર આવતા એક લદ્દાખી ગામથી તે સાત કિલોમીટર દૂર છે અને ભારતીય સરહદની 18 કિ.મી. અંદર.
Labels:
Doklam,
India-China,
Ladakh,
media,
Narendra Modi/નરેન્દ્ર મોદી,
Nehru,
social media
Monday, May 27, 2019
સોશ્યલ મિડીયા : આયનો-કમ-અફીણ
એક સમય હતો, જ્યારે ચૂંટણીપ્રચાર શમી ગયા પછી ગરમાગરમી અને હુંસાતુંસીનો અંત આવતો. હવે તો પરિણામો આવી ગયા પછી પણ પ્રચારનું વાતાવરણ ઓસરતું નથી ચઢાવેલી બાંયો જાણે કદી ઉતરતી જ નથી. તેના માટે ટીવી ચેનલો કરતાં પણ અનેક ગણું વધુ જવાબદાર છે સોશ્યલ મિડીયા.
પક્ષોની પેઇડ-અનપેઇડ સાયબર સેનાઓ ચૂંટણી વખતે ઓવરટાઇમ કરતી હશે, પણ સામાન્ય દિવસોમાં તે લંબી તાણીને સુઈ નથી જતી. સતત જૂઠાણાં અને અર્ધસત્યો દ્વારા, પોતાના પક્ષ વિશે હકારાત્મક અને સામેના પક્ષ વિશે નકારાત્મક ચીજોનો મારો તે ચાલુ રાખે છે. તેમના વ્યૂહકારો માને છે (અને તેમાં તથ્ય પણ છે કે) પ્રજાની સ્મરણશક્તિ ટૂંકી જ હતી, પણ સોશ્યલ મિડીયા પર વધારે ટૂંકી થઈ છે. જૂની સરકારના વડાપ્રધાનથી માંડીને પાયદળના સભ્યો સુધીના સૌ જાણે છે કે લોકોને સહેજ રેઢા મૂક્યા, તો તેમનું ધ્યાન બીજું કોઈ વાળી (કે હાંકી) જશે. શરૂઆતમાં જેટલી માત્રાના ડોઝથી કીક આવતી હતી, એટલો જથ્થો પછી પૂરતો થતો નથી. ધીમે ધીમે માત્રા વધારવી પડે છે અને કક્ષા ઉતારવી પડે છે.
ફિલ્મો માટે પહેલેથી પુછાતો રહ્યો છે, એવો સવાલ સોશ્યલ મિડીયા માટે પણ ઊભો છેઃ તે પ્રજાના અભિપ્રાયોનું પ્રતિબિંબ પાડતો અરીસો છે? કે પછી પ્રજાને ઘેનગાફેલ કરવામાં મદદરૂપ થઈને અફીણનું કામ કરે છે? ‘જાની, ઇસસે ખેલા નહીં કરતે. લગ જાતા હૈ, તો ખૂન નીકલ આતા હૈ.’ એવી ચેતવણી સોશ્યલ મિડીયા માટે અપાતી નથી હોતી. પણ તેની જરૂર ઘણી લાગે છે. કારણ કે મોટી સંખ્યામાં લોકોએ સોશ્યલ મિડીયા પર ઝંપલાવી દીધું. પરંતુ માધ્યમની સમજ, તેની પર મુકાતી સામગ્રીની અંગતતા, માધ્યમની તાકાત અને તેનાં કાયદાકીય પાસાં વગેરે બાબતો વિશે વિચારવાની તેમને જરૂર લાગતી નથી.
ઘણા લોકો સોશ્યલ મિડીયાને પોતાના ઘરના દીવાનખાનામાં મુકેલો આયનો સમજે છે. ઘરમાં કોઈ ન હોય ત્યારે બાળક આયના સામે જોઈને જાતજાતના ચાળા કરે અને પોતાની આવડત પર પોરસાય. એવું જ સોશ્યલ મિડીયા પર તમામ ઉંમરનાં બાળકોનું થઈ શકે છે. મોટો ફરક એટલો કે સોશ્યલ મિડીયા દીવાનખાનામાં નહીં, જાહેર ચોકમાં મુકાયેલો અરીસો છે, જેમાં દેખાડાબાજી પકડાતાં વાર નથી લાગતી. સવાલ માત્ર દેખાડા પૂરતો હોત, તો વાંધો ન હતો. પણ સોશ્યલ મિડીયા માણસમાં રહેલાં અનિષ્ટ તત્ત્વોને જાણે આસુરી આહ્વાન આપતું હોય એવું લાગે છે. આ શબ્દો કે સરખામણી જરા ભારે લાગે તો વિચારી જોજોઃ સોશ્યલ મિડીયા પર પહેલી તકે અસભ્ય કે અનિષ્ટ વર્તન કરનારા ઘણા લોકો વાસ્તવિક જીવનમાં એટલા અસભ્ય કે અનિષ્ટ હોય તે જરૂરી નથી.
લગભગ બધા માણસોના મનમાં અનેક પ્રવાહો વહેતા હોય છે, અનેક તત્ત્વો ઓછેવત્તે અંશે મોજુદ હોય છે. પણ બધામાં તે પૂરતી માત્રામાં હોતાં નથી. પરમાણુશક્તિમાં 'ક્રિટીકલ માસ' (આવશ્યક જથ્થા)નું મહત્ત્વ હોય છે. એટલો જથ્થો થાય તો જ આપમેળે ચાલ્યા કરતું 'ચેઇન રીએક્શન' શરૂ થઈ શકે. એવું જ માણસના મનનું પણ હતુંઃ સારાં-નરસાં, દૈવી-આસુરી એમ બધા પ્રકારનાં તત્ત્વો માણસના મનમાં હોય. પણ તેમાંથી કેટલાંકનો જથ્થો એટલો પૂરતો હોય કે તે વ્યક્તિની મુખ્ય અને જાહેર પ્રકૃતિ બને. બાકીનાં તત્ત્વો વેરવિખેર સ્વરૂપે રહે અને અપવાદરૂપ સંજોગો સિવાય કદી માથું ઊંચકે નહીં કે બહાર દેખાય પણ નહીં. એમાં કશો દંભ પણ ન હોય. સભ્યતાનું અને મૂળભૂત વિવેકનું ગુરુત્વાકર્ષણ તે તોડી શકે નહીં અને મનમાં જ ધરબાયેલાં રહે. માણસ નશો કરતો હોય ત્યારે, અર્ધભાન અવસ્થામાં, ગુરુત્વાકર્ષણનાં બંધનો તૂટી જાય ત્યારે એ તત્ત્વો એટલાં પૂરતાં બહાર નીકળવાની સંભાવના રહે. એ વખતે પણ માણસ પાસે એટલો બચાવ તો રહે જ કે 'નશામાં મારાથી ગમે તેમ બોલાઈ ગયું કે મને ભાન ન રહ્યું.’
સોશ્યલ મિડીયાના આગમન અને રાક્ષસી પ્રસાર પછી આ પરિસ્થિતિ સદંતર બદલાઈ છે અને ખરાબ થઈ છે. શરૂઆતમાં આ માધ્યમ જાહેર છે કે અંગત, એ સમજવામાં સમય નીકળી ગયો. ઘણાને લાગતું કે આ તો મર્યાદિત માધ્યમ છે. ઘરનો બાથરૂમ છે. તેમાં આપણાથી બધું થાય ને આપણને કોઈથી કહેવાય નહીં. પછી સમજાવા લાગ્યું કે આ તો ગામનો ચોક છે અને ત્યાં બધું ન થાય. પરંતુ ત્યાં સુધીમાં લોકશાહીના નામે બેફામ-બેજવાબદાર અભિવ્યક્તિ અને તેમાંથી મળતા ઓળખના આનંદનો નશો એટલો ચડવા લાગ્યો કે સોશ્યલ મિડીયા પર લખવાને કારણે ધરપકડો થવા છતાં, લોકોના બેફામપણામાં ફરક પડ્યો નહીં. મનમાં રહેલા વિવેક અને સભ્યતાના ગુરુત્વાકર્ષણની પકડ સાવ ઢીલી પડી ગઈ અને છૂટાંછવાયાં પ્રચ્છન્ન તત્ત્વો કૂદકા મારીને સપાટી પર આવી જવા લાગ્યાં. એ તેમની મૂળભૂત પ્રકૃતિ ન હતાં. પણ સોશ્યલ મિડીયાએ પૂરો પાડેલો નશો અને બેફામપણાને મળેલો રાજકીય આશ્રય—આ જુગલબંદીએ ઘણા લોકોને સોશ્યલ મિડીયા પર અસભ્યતાથી ખદબદતા અને તેનું ગૌરવ અનુભવતા કરી દીધા.
મનમાં જે આવે તે લખીને 'એન્ટર'નું બટન દબાવી દેવાનું--એ પદ્ધતિને કારણે અને મોટા ભાગના અજાણ્યા લોકો વચ્ચેનો સંપર્ક સોશ્યલ મિડીયા પૂરતો મર્યાદિત હોવાને કારણે, ચોતરફ મુખ્ય પ્રકૃતિને બદલે મનમાં રહેલાં છૂટાછવાયાં આસુરી તત્ત્વોની બોલબાલા વર્તાવા લાગી. પહેલી તકે લોકો અસભ્યતા પર ઉતરી જવા લાગ્યા. બિનસત્તાવાર ધીક્કારમંડળો રચાઈ ગયાં. તે ફક્ત તેમને ગમતું (એટલે કે ન ગમતું) જ વાંચે, એટલું જ યાદ રાખે અને અસભ્યતા આચરવા બેસી જાય. ન કોઈ પરિચય, ન કોઈ ઊંડાણ, ન બીજું કશું જાણવાની ઇચ્છા કે તૈયારી. અચ્છાખાસા લોકો ટ્રોલની (વિરોધી મત ધરાવનારની રીતસર પાછળ પડીને બેફામ લખવાની) માનસિકતા ધરાવતા થઈ ગયા અને તેમાં ધર્મયોદ્ધા જેવું ગૌરવ અનુભવવા લાગ્યા. કમ સે કમ, ગુજરાતનો-ભારતનો અનુભવ તો મુખ્યત્વે આવો જ રહ્યો છે.
સારા મિત્રો, સારું વાચન, કળા વગેરેનું કામ માણસમાં રહેલાં બધાં તત્ત્વોમાંથી ઉમદા તત્ત્વો ઘટ્ટ બનાવવાનું અને તેમને બહાર આણવાનું હોય છે. સોશ્યલ મિડીયાએ મહદ્ અંશે તેનાથી સાવ અવળું કામ જાણેઅજાણે કર્યું છે. હવે તે બાટલીમાંથી બહાર નીકળી ગયેલો જીન છે. તેને પાછો પુરી શકાય એમ નથી. તેના ધીક્કારપ્રેરક-અસ્વસ્થતા જગાડનારા નશાથી બચવું કે નહીં, તે સૌએ જાતે નક્કી કરવાનું છે. એટલું ખરું કે પોતાની અસભ્ય વર્તણૂંક માટે સોશ્યલ મિડીયાને દોષ દઈને છટકી નહીં શકાય.

society- trends/સમાજ-પ્રવાહો
Monday, June 04, 2018
અંતિમવાદની ટીકા, પ્રસિદ્ધિનો પ્રાણવાયુ
(નવાજૂની, સંસ્કાર પૂર્તિ, 'સંદેશ', ૩-૬-૧૮)
કેટલાંક સત્યો દરેક જમાને નવેસરથી 'શોધાતાં' રહે છે. લોખંડી મહિલા તરીકે ઓળખાતાં બ્રિટનનાં ભૂતપૂર્વ વડાપ્રધાન માર્ગારેટ થૅચરે કહ્યું હતું કે ત્રાસવાદ અને ત્રાસવાદીઓ માટે પ્રસિદ્ધિ પ્રાણવાયુનું કામ કરે છે. તેમને ખતમ કરવા હોય તો તેમને પ્રસિદ્ધિના પ્રાણવાયુથી વંચિત રાખવા જોઈએ. તેમનો વિરોધ કરતી વખતે એ ધ્યાન રાખવું જોઈએ કે ભલે શત્રુભાવે, પણ આપણે જ તેમને મોટા ન બનાવી દઈએ. ભૂતકાળમાં દાઉદ જેવા ગેંગસ્ટર-ત્રાસવાદીઓના કિસ્સામાં એ બોધપાઠ મુંબઈના લોકોને, ખાસ કરીને પત્રકારોને મળી ગયો હશે. મુંબઈના ભાઈલોગ કેવા ખતરનાક, તેનાં આલેખનો કર્યે રાખવાથી ગુંડાઓને પ્રસિદ્ધિ મળે છે અને તેમનું કદ વધી જાય છે. (હિંદી ફિલ્મોએ હજુ એ બોધપાઠ શીખવાનો બાકી છે)
અનિષ્ટ બાબતોને પ્રસિદ્ધિનો ઑક્સિજન પૂરો પાડવાનું કેટલું જોખમી છે, તે ગયા મહિને વધુ એક અભ્યાસમાં સ્પષ્ટ થયું. અમેરિકાની ‘ડેટા અૅન્ડ સોસાયટી રીસર્ચ ઇન્સ્ટીટ્યુટ’ અંતર્ગત વ્હિટની ફિલિપ્સે પ્રગટ કરેલા અભ્યાસનું મથાળું છે : ‘ધ ઑક્સિજન ઑફ અૅમ્પ્લિફિકેશન’. એક વાતને ગાઈવગાડીને રજૂ કરવામાં આવે, તેને જરૂર કરતાં વધારે મહત્ત્વ આપવામાં આવે એટલે કે અૅમ્પ્લિફાય કરવામાં આવે, તો તેની અવળી અસર થાય છે. અમેરિકામાં ટ્રમ્પની ચૂંટણી અને તેમાં સોશ્યલ મિડીયાએ ભજવેલી ભૂમિકા પછી સમાજનો નોંધપાત્ર વર્ગ આઘાત ઉપરાંત અભ્યાસ અને આત્મખોજ પણ કરી રહ્યો છે. હજુ દસ વર્ષ પહેલાં અમેરિકામાં જમણેરી અંતિમવાદીઓ 'ટી પાર્ટી’ તરીકે ઓળખાતા હતા. તેમને કોઈ ગંભીરતાથી લેતું ન હતું અને અચાનક એવું તે શું બન્યું કે તે મુખ્ય ધારાની ચર્ચાનો હિસ્સો બની ગયા?
આ સવાલ ફક્ત અમેરિકા માટે જ નહીં, ભારત સહિતના બધા દેશો માટે અગત્યનો છે. કારણ કે વિશ્વભરમાં જુદાં જુદાં કારણે જમણેરી અંતિમવાદ છવાયો છે. તેનો મુકાબલો શી રીતે કરવો અને તેના વિશે લખતી વખતે શું ધ્યાન રાખવું, એવી ઘણી બાબતોની ચાવી વ્હિટનીના અભ્યાસમાં છુપાયેલી છે. તેમાં કશું રૉકેટ સાયન્સ નથી. સામાન્ય સમજની વાત છે. છતાં, જુદી જુદી મુલાકાતો અને પદ્ધતિસરના અભ્યાસ પછી એ વાત કહેવાય, ત્યારે તેનું મહત્ત્વ અને માહત્મ્ય વધે છે.
અભ્યાસનો એક સાર છેઃ કોઈ ધીક્કારપ્રેરક અફવાની કે મામુલી મહત્ત્વ ધરાવતા વિવાદાસ્પદ પગલાની વધુ પડતી ટીકા કરવાથી અવળું પરિણામ આવી શકે છે. બલકે, અમેરિકામાં અને ભારતમાં પણ ઘણા કિસ્સામાં એવાં પરિણામ સામે આવ્યાં છે. (એ જુદી વાત છે કે નેતાઓ તેને આફતને અવસરમાં પલટી નાખવાની કળા તરીકે ખપાવીને, તેને પોતાની આવડત તરીકે ખપાવે છે.) આ જાણ્યા પછી એવો વિચાર સહજ આવે કે ઝેરીલા પ્રચાર અને અમુક પ્રકારની અફવાઓનું ખંડન કરવું જરૂરી ન ગણાય? તેમના વિશે જાણ્યા પછી તેમની સામે આંખ આડા કાન કેવી રીતે કરી શકાય? એ શાહમૃગવૃત્તિ ન ગણાય?
જવાબ છેઃ ના, બધા કિસ્સામાં આ તર્ક સાચો નથી. સોશ્યલ મિડીયાના જમાનામાં અને અમેરિકા-ભારત જેવા દેશોના અનુભવથી કહી શકાય કે ઘણા કિસ્સામાં સાવ ખૂણેખાંચરેથી શરૂ થયેલું 'પડીકું' અમુક જ ગ્રુપના લોકો થોડું આગળ વધારે અને જો તેને કોઈ જાણીતા પત્રકાર કે સમાચારસંસ્થાનો સ્પર્શ થઈ જાય, તો તેમનું કામ થઈ ગયું. તેના વિશે લખનારે ભલે એ અફવાના કે ખોટી માહિતીનાં-ફેક ન્યુઝનાં છોતરાં કાઢ્યાં હોય, પણ 'બદનામીમૈં ભી નામ હોતા હૈ’ એ ન્યાયે ખુલાસા કરતાં જૂઠાણું અનેક ગણું વધારે જાણીતું બની જાય. મર્યાદિત વર્તુળોમાંથી પેદા કરાયેલા જૂઠને તોડી પાડવાના આશયથી પણ તેને બીજા લોકો ચર્ચાનો વિષય બનાવે તો, સાચ વિરુદ્ધ જૂઠની એ મૅચમાં જૂઠ ધડાકાબંધ જીતી જાય છે. કારણ કે જૂઠને તો વકરો એટલો નફો છે, પ્રસિદ્ધિ એ જ પુરસ્કાર છે.
ઘણા પત્રકારો સાથેની વાતચીત પરથી વ્હિટનીને સમજાયું કે એ સૌનો આશય ઝેરી ગપગોળા કે ફેક ન્યૂઝનું ખંડન કરવાનો, ટૂંકમાં, પવિત્ર હતો. પરંતુ તેનું પરિણામ વિપરીત આવ્યું. તેમણે ન ઉપાડી હોત તો કદાચ બાળમરણ પામી હોત એવી ઘણી અફવાઓ અને ફેક ન્યૂઝની સ્ટોરી ખંડન પામ્યા પછી વધારે ચર્ચાતી થઈ, પ્રસિદ્ધ બની અને એકંદરે જાહેર ચર્ચાનો મોટો હિસ્સો પચાવી પાડનારી બની રહી. એ દરેક વખતે જૂઠાણાં ફેલાવનારા અંતિમવાદીઓના હાથ વધારે મજબૂત થયા અને એમ કરતાં જેમને કોઈ ગંભીરતાથી લેતું ન હતું એવા લોકો મુખ્ય ધારાનો હિસ્સો બન્યા.
તેનાથી બીજા છેડાની હકીકત એ પણ છે કે ઘણા લોકો ઇન્ટરનેટ પર ચાલતા ઝનૂની, હિંસક કે પહેલી દૃષ્ટિએ અવાસ્તવિક-ચક્રમ જેવા લાગતા પ્રચારને અવગણવાની ભૂલ કરે છે. તેમાં રહેલો ખતરો તે સમજી શકતા નથી. જેમ કે, અમેરિકામાં ધોળા લોકોની જ બોલબાલા રહેવી જોઈએ, એવો છડેચોક પ્રચાર કરતાં વ્હાઇટ સુપ્રીમસિસ્ટ જૂથો. શરૂઆતમાં તેમને અવગણવામાં આવ્યાં. ઘણા પત્રકારો ત્યારે તેમની ઠેકડી કરતા હતા. અને તેમની ગંભીરતાથી નોંધ લેવાતી થઈ ત્યારે ઘણું મોડું થઈ ચૂક્યું હતું.
સવાલ એ થાય કે જૂઠાણાં કે ધીક્કારની અવગણના કરવામાં જોખમ ને તેમને અપ્રમાણસરનો ભાવ આપવામાં પણ ખતરો. તો પછી કરવું શું? એ અંગે અભ્યાસમાં કેટલાંક સૂચન કરવામાં આવ્યાં છે. તેમાનું એક છેઃ જૂઠાણાનું મહત્ત્વ નક્કી કરવું. તેનું ખંડન કરવા જેટલું અગત્યનું એ છે? કે પછી કંઈ નહીં કરીએ તો તે આપમેળે ભૂલાઈ જશે? અંતિમવાદ કે ધીક્કાર ફેલાવતી નાનામાં નાની, મામુલીમાં મામુલી બાબતનો એકસરખા ઉત્સાહ કે જોશથી પ્રતિકાર કરવાની જરૂર નથી. એમ કરવાથી જાણેઅજાણે તેમને સમાચારમાં ચમકવાનો મોકો મળી જાય છે. યાદ કરી જોજોઃ નજીકના ભૂતકાળમાં ચગેલા ઘણા વિવાદ જેની સાથે કશું જાહેર હિત સંકળાયેલું ન હોય એવા હતા. પરંતુ ચોતરફ બ્રેકિંગ ન્યૂઝની કાતિલ હરીફાઈ ચાલતી હોય અને કોણ વધારે મસાલેદાર સ્ટોરી સૌથી પહેલી લઈ આવે તેની હુંસાતુંસી હોય, ત્યારે એટલું સમજાય છે કે વ્હિટની ફિલિપ્સનો અભ્યાસ નિદાન કરતાં વધારે પોસ્ટમોર્ટમ તરીકે ખપ લાગે એવો છે.

us
Subscribe to:
Posts (Atom)