Showing posts with label ancient india. Show all posts

Monday, December 01, 2014
ક્રિકેટ : જેન્ટલમેનની રમત નહીં, વહીવટદારોની રાજરમત
‘ભારતમાં ક્રિકેટને ધર્મની સમકક્ષ ગણવામાં આવે છે’- એ જાણીતી વાત દેશની સર્વોચ્ચ અદાલતે પણ ગયા સપ્તાહે નોંધી. અદાલતનો ઘ્વનિ ક્રિકેટનું માહત્મ્ય પ્રસ્થાપિત કરવાનો હતો. પરંતુ આ સરખામણી બીજી ઘણી રીતે સાચી છે : (ક્રિકેટ ચાલુ હોય ત્યારે) દેશમાં ધર્મનું અફીણઘેન વધારે છે કે ક્રિકેટનું, એ નક્કી કરવું અઘરું થઇ પડે છે. મૂળ વસ્તુને બાજુ પર રાખીને, વહીવટદારોએ મચાવેલો ઉત્પાત અને ફેલાવેલો સડો પણ બન્નેમાં સામાન્ય છે. ધર્મ અને ક્રિકેટમાં મોટો ફરક એ છે કે ક્રિકેટવાળાને ગોરખધંધા કર્યા પછી ધર્મના પગે પડવા જવું પડે છે (જેમ બીસીસીઆઇ-કુખ્યાત શ્રીનિવાસન ઉપરણાં-અબોટિયાં પહેરીને મંદિરે પહોંચી જાય છે), જ્યારે ક્રિકેટવાળા હજુ સુધી એટલા (નેતાઓ જેટલા) બળુકા થયા નથી કે ધર્મના ધંધાદારીઓને છાવરી શકે.
ધર્મના કે ક્રિકેટના વહીવટદારો સામે વાંધા પાડ્યા પછી એક સત્ય સ્વીકારવું રહ્યું : બહુમતી જનસમુહ એ લોકોના ગોરખધંધા તરફ ઉપેક્ષા સેવે છે અને ઘેનમાંથી જાગવા તૈયાર નથી. પરિણામે રામપાલો ને શ્રીનિવાસનો ‘યુગે યુગે’ નહીં, દાયકે દાયકે આવતા જ રહે છે. સિત્તેર-એંસીના દાયકામાં ભારતીય ક્રિકેટજગતમાં વહીવટદાર તરીકે રાજસિંઘ ડુંગરપુરનો સિતારો બુલંદ હતો. એ વખતે ક્રિકેટની રમતમાંથી રૂપિયાની ટંકશાળ પડતી ન હતી. પણ તક માટે હુંસાતુંસી થતી હતી. ભારતીય ક્રિકેટમાં સુનિલ ગાવસ્કરના વર્ચસ્વ માટે તેમની નિર્વિવાદ પ્રતિભા ઉપરાંત ક્રિકેટકારણમાં સક્રિય તેમના મામા માધવ મંત્રીનું નામ પણ લેવાતું હતું. વન ડે ક્રિકેટ અને આંતરરાષ્ટ્રિય સ્પર્ધાઓમાં ભારતની- એટલે કે બીસીસીઆઇની- ક્રિકેટટીમનો સિતારો બુલંદ થયો, એટલે આ રમતનો વહીવટ સત્તાકારણનો અખાડો બન્યો. સ્ટેડિયમ પર રમાતી રમત કરતાં બોર્ડરૂમના ખેલ વધારે અટપટા અને પેચીદા બન્યા. રીવર્સ સ્વિંગ અને ગુગલી, બાઉન્સર અને હુક, રન આઉટ અને સ્ટમ્પિંગ - આ બઘું ક્રિકેટ કરતાં પણ વધારે ટાઢા ઝનૂનથી બોર્ડરૂમમાં બનવા લાગ્યું.
એક સમય હતો જ્યારે કોલકાતાના ઉદ્યોગપતિ જગમોહન દાલમિયા ક્રિકેટજગતના કિંગ ગણાતા હતા. છેક ૧૯૭૯થી બીસીસીઆઇ (બૉર્ડ ઑફ કન્ટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા)માં સક્રિય દાલમિયા અને તેમના સાથીદાર બિન્દ્રાએ ૧૯૯૦ના દાયકામાં ભારતીય ક્રિકેટની તાસીર બદલી નાખી અને બીસીસીઆઇને સૌથી સમૃદ્ધ ક્રિકેટ બોર્ડ બનાવી દીઘું. ક્રિકેટ રમતા દેશોમાં સૌથી મોટું બજાર અને સૌથી સમૃદ્ધ ક્રિકેટબોર્ડ - આ બન્ને દાલમિયાના ખિસ્સામાં હતા. તેના જોરે ૧૯૯૭માં તે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)ના અઘ્યક્ષ બની ગયા. પરંતુ ત્યાં સુધીમાં ક્રિકેટમાં રહેલાં નાણાં નેતાઓને દેખાઇ ગયાં હતાં. આ નવા ઉદ્ભવેલા સત્તા-સંપત્તિકેન્દ્ર પર કબજો મેળવવા માટે ખતરનાક ખેલ શરૂ થઇ ચૂક્યા હતા. અનેક વિવાદોની વચ્ચે દાલમિયાએ ૨૦૦૫ સુધી બીસીસીઆઇ પર પોતાનું પ્રભુત્વ જમાવેલું રાખ્યું, પણ છેવટે શરદ પવારે તેમને રાજરમતમાં ચિત કર્યા.
દાલમિયા સામે નાણાંકીય ગોટાળાના આરોપ થયા, ત્યારે ‘અમૂલ’ બટરની જાહેરાતમાં મુકાયેલી પંચલાઇન હતી : ‘દાલમિયામેં કુછ કાલા હૈ?’ તેની સાથે લખ્યું હતું, ‘મસ્કા ખાઓ, પૈસા નહીં.’ રોષે ભરાયેલા દાલમિયાએ ‘અમૂલ’ સામે રૂ.૫૦૦ કરોડનો બદનક્ષીનો દાવો માંડવાની ધમકી આપી હતી. જોકે, એવું કંઇ થયું નહીં. પરંતુ એ ક્ષણો દાલમિયાની કારકિર્દીના સૂર્યાસ્તની હતી. ત્યારે બીસીસીઆઇના વઘુ એક વિવાદાસ્પદ બૉસ થનારા નારાયણસ્વામી શ્રીનિવાસન્ની કારકિર્દીનો ઉદય થઇ ચૂક્યો હતો.
બીસીસીઆઇના પ્રમુખ મુથૈયાની આંગળી ઝાલીને શ્રીનિવાસન્ તમિલાનાડુ ક્રિકેટ એસોસિએશનમાં દાખલ થયા. ત્યારે ખુદ મુથૈયાને અંદાજ ન હતો કે તેમણે કુહાડા પર પગ માર્યો છે. શ્રીનિવાસન્ ત્યારે બાપીકી સિમેન્ટ કંપની ‘ઇન્ડિયન સિમેન્ટ્સ’નું સામ્રાજ્ય સંભાળતાા હતા અને ચેન્નઇ (ત્યારના મદ્રાસ)ના શેરીફપદે રહી ચૂક્યા પછી, તમિલનાડુ ક્રિકેટ એસોસિએશનના સભ્યપદની ચૂંટણી હારી ચૂક્યા હતા. આઠ-આઠ મુદત સુધી પ્રમુખપદે રહ્યા પછી, કાયદા પ્રમાણે મુથૈયાને નિવૃત્ત થવાનું આવ્યું, ત્યારે તેમણે ‘પોતાના માણસ’ તરીકે શ્રીનિવાસનને તમિલનાડુ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખપદે ગોઠવી દીધા. આ હોદ્દેથી શ્રીનિવાસન્ને બીસીસીઆઇમાં પ્રવેશ મળ્યો.
સત્તા અને સંપત્તિનાં સમીકરણ બરાબર સમજતા શ્રીનિવાસની પદ્ધતિસરની આગેકૂચ વિશે એકાદ વર્ષ પહેલાં ‘ઓપન’ સાપ્તાહિકમાં પ્રગટ થયેલા એક લેખમાંથી ઘણી વિગત મળે છે. તેમાં જણાવ્યા પ્રમાણે, શ્રીનિવાસને પહેલાં તમિલનાડુમાંથી મુથૈયાના વફાદારોને પોતાના કરી લીધા. એ માટે જરૂરી નાણાંનો તેમની પાસે તોટો ન હતો. બીસીસીઆઇમાં દાલમિયાના દબદબાના છેલ્લા દિવસો હતા ત્યારે શ્રીનિવાસન્ દાલમિયાની પડખે હતા. એટલું જ નહીં, નિવૃત્ત થતા દાલમિયા માટે ‘પેટ્રન-ઇન-ચીફ’ જેવો નવો હોદ્દો ઊભો કરવાનું સૂચન પણ શ્રીનિવાસન્નું હતું અને વર્ષ ૨૦૦૬માં દાલમિયા સામે નાણાંકીય ગેરરીતિના આરોપો જે સમિતિએ કર્યા, તેના અઘ્યક્ષ પણ શ્રીનિવાસન્ હતા. ત્યાં સુધીમાં એ બીસીસીઆઇના ખજાનચી બની ચૂક્યા હતા અને પ્રમુખપદું તેમના માટે હાથવેેંતમાં હતું. દાલમિયા આરોપોમાંથી નિર્દોષ પુરવાર થઇને બંગાળ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખપદે પાછા ફર્યા ત્યારે શ્રીનિવાસને ફરી તેમની સાથે સંધિ કરી લીધી. કારણ કે બીસીસીઆઇના પ્રમુખ બનવા માટે તેમને એ બધાના મતની જરૂર હતી.
કોઇ રાજકીય ઉથલપાથલના ઘટનાક્રમ જેવા લાગતા આ બનાવો રમતના રાજકારણની અસલિયત છતી કરે છે, જેના મૂળમાં રમતને કારણે પેદા થતાં અઢળક નાણાં અને તેના પણ મૂળમાં રમત માટેની લોકોની અવિચારી ઘેલછા કારણભૂત છે. એટલે જ, લલિત મોદી જેવા વહીવટદાર આઇપીએલનું મનોરંજન શરૂ કર્યા પછી સફળતાને જીરવી ન શક્યા અને તેમને પરદેશ જતા રહેવું પડ્યું, ત્યારે શ્રીનિવાસન્ આઇપીએલ અને ટ્વેન્ટી ટ્વેન્ટી સહિતની તમામ તકો ઝડપી લેવા માટે ઉત્સુક હતા. સાદું પ્રમાણભાન બાજુ પર મૂકીને બીસીસીઆઇના વડા હોવા છતાં, તેમણે ચેન્નઇની ટીમ ખરીદી. પછી બચાવ એવો કર્યો કે ટીમ તો એમની કંપની ‘ઇન્ડિયન સીમેન્ટ’ની માલિકીની હતી. (ભારતની ટીમનો કેેપ્ટન ધોની શ્રીનિવાસન્ની ટીમનો પણ કેપ્ટન હતો અને આ ટીમ લાગલગાટ બે વર્ષ ચેમ્પિયન પણ બની). વધારે કકળાટ થાય તે પહેલાં શ્રીનિવાસને કાયદો બદલી નાખ્યો અને વહીવટદારો કે ખેલાડીઓ ટીમના માલિક ન બની શકે, એવી જોગવાઇ રદ કરી નાખી.
મેચફિક્સિંગ જેવી બાબતને લઇને પાઘડીનો વળ છેડે આવ્યો અને શ્રીનિવાસન્ના જમાઇ ગુરુનાથ મેયપ્પનની ફસામણી થઇ, ત્યારે પણ શ્રીનિવાસની બેશરમી અને રીઢાપણું તેમને વડાપ્રધાનપદ માટે લાયક બનાવે એ હદનાં હતાં. સર્વોચ્ચ અદાલતે તપાસસમિતિ નીમી ત્યારે શ્રીનિવાસન્ એવું રટણ કરતા રહ્યા કે ‘મારી પૂછપરછ થઇ નથી. પછી હું શા માટે રાજીનામું આપું?’ પછી જાહેર થયું કે તેમની પૂછપરછ થઇ હતી, ત્યારે વળી તેમણે પોતાનું ગાણું બદલી નાખ્યું.
તપાસ ચાલે ત્યાં સુધી અદાલતે તેમને બાજુ પર મૂકીને સુનિલ ગાવસ્કરને બોર્ડના પ્રમુખ નીમ્યા. પરંતુ શ્રીનિવાસન્ પાસે સંપત્તિ અને સંપર્કોનું એવું જોર હતું કે બીસીસીઆઇના પ્રમુખ તરીકે શંકાના દાયરામાં રહેલો અને બાજુ પર હટાવાયેલો આ માણસ એ જ ગાળામાં ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલનો ચેરમેન બની ગયો. પ્રધાન તરીકે નાલાયક ઠરેલા માણસને વડાપ્રધાન બનાવવામાં આવે એવી આ વાત હતી. પણ ભ્રષ્ટાચાર સામે બૂમબરાડા પાડતા નેતાઓને તેમના નાક તળે ખદબદતી આ ગંદકી વિશે કશું કહેવાનું હતું. શ્રીનિવાસન્ના મુદ્દે ભાજપી જેટલી ને કોંગ્રેસી રાજીવ શુક્લનું મૌન એકસરખું અકળાવનારું હતું.
અદાલતે નીમેલી મુદગલ સમિતિના અહેવાલમાં સ્પષ્ટ થયું કે મેચફિક્સિંગમાં શ્રીનિવાસનની સંડોવણી ભલે ન હોય, પણ તેમની જાણકારી તો હતી અને તેમણે આંખ આડા કાન કર્યાં હતાં. આ અહેવાલનું મનગમતું અર્થઘટન તારવીને શ્રીનિવાસને એવો પ્રચાર શરૂ કર્યો કે ‘અદાલતમાંથી મને ક્લીનચીટ મળી ગઇ છે. માટે હવે મને બીસીસીઆઇનો પ્રમુખ બનાવી દેવો જોઇએ.’ ક્લીનચીટનો દાવ બધાને એકસરખો ફળતો નથી. આ કિસ્સામાં સર્વોચ્ચ અદાલતે ખોંખારીને કહેવું પડ્યું કે શ્રીનિવાસન્ને કોઇ ક્લીનચીટ મળી નથી અને તે આઇપીએલની ટીમના માલિક કેવી રીતે બની શકે?
અદાલતના કડક વલણ પછી ક્રિકેટના રાજકારણમાં શ્રીનિવાસન્ની કારકિર્દીનો તત્કાળ અંત આવે એમ તો નથી. કારણ કે આઇસીસીમાં હજુ તે પ્રમુખ છે અને બીસીસીઆઇને રીમોટ કન્ટ્રોલથી ચલાવી શકે એમ છે. ધારો કે કોઇ કારણસર શ્રીનિવાસન્ની ક્રિકેટ કારકિર્દીનો અંત આવે તો પણ નવા આવનાર દાલમિયા-લલિત મોદી-શ્રીનિવાસન્ની ‘ઉજ્જવળ’ પરંપરાના નહીં હોય, એની કોઇ ખાતરી નથી. કેપ્ટન ધોની જેવા ખેલાડી તપાસપંચ આગળ જૂઠું બોલે ને સચિન તેંડુલકર નિવૃત્ત થયા પછી પણ આત્મકથામાં મેચ ફિક્સિંગનો ‘મ’ ન પાડે, ત્યારે શ્રીનિવાસન્ જેવાઓ ફાવ્યા જ કરે, એમાં શી નવાઇ?

![]() |
| courtesy : sandeep adhyaru |

Labels:
ancient india,
cricket
Monday, August 25, 2014
વૈશ્વિક ખ્યાતિ ધરાવતા ભારતીય ગણિતશાસ્ત્રી-ખગોળશાસ્ત્રી ભાસ્કરાચાર્ય (દ્વિતિય)ની ૯૦૦મી જન્મજયંતિ
ભારતીય જ્ઞાનપરંપરા વિશેનું ગૌરવ જરા પેચીદો મામલો છે. તે પ્રાચીન ભારતીય વિદ્વાનોની બૌદ્ધિકતા અને વિદ્યાવ્યાસંગ પ્રત્યે અપાર આદર પ્રેરે છે, તો જ્ઞાતિદ્વેષ,અસ્પૃશ્યતા જેવાં કેટલાંક દૂષણોને લીધે જ્ઞાનનો વ્યાપક પ્રચારપ્રસાર ન થઇ શક્યો અને ઘણું જ્ઞાન છેવટે લુપ્ત થયું તેનો પારાવાર અફસોસ પેદા કરે છે. આ વિરોધાભાસમાં છેલ્લા થોડા દાયકાથી ઉમેરાયેલું એક વધારાનું -અને પ્રદૂષણકારી- પરિબળ એટલે રાષ્ટ્રિય સ્વયંસેવક સંઘ (સંઘ પરિવાર)ની વિચારસરણી પ્રેરિત ‘ગૌરવ’.
સંઘની કંઠી બાંધી ચૂકેલા કે તેના પ્રત્યે સહાનુભૂતિ ધરાવનારા ઘણા નિર્દોષતાથી પૂછે છે : ‘પ્રાચીન ભારતની સિદ્ધિઓનું ગૌરવ લેવામાં ખોટું શું છે? શિક્ષણનું ભારતીયકરણ કરવામાં ખોટું શું છે?’ સવાલ પૂછનારા પ્રામાણિકતાથી પોતાની જાતને આ સવાલ પૂછે તો તેમને જવાબ મળી જાય. પ્રાચીન ભારતના જ્ઞાનવારસાનું વિદ્યાલક્ષી ગૌરવ કરતાં ઘણાં પુસ્તક લખાયાં છે. (એક નમૂનો : અ કન્સાઇસ હિસ્ટ્રી ઓફ સાયન્સ ઇન ઇન્ડિયા, ૧૯૭૧) એવાં પુસ્તકોનો આશય વાંચનારના મનમાં મિથ્યાભિમાનનું ભૂંસું ભરવાનો નહીં, પણ પ્રાચીન જ્ઞાનવારસાની પ્રમાણભૂત માહિતી આપવાનો હોય છે. આવાં પુસ્તકો તૈયાર કરનારા ‘બધી મહાન શોધો પહેલાં ભારતમાં થઇ ચૂકી હતી’ એવા મિથ્યાભિમાનથી મુક્ત હોવા જોઇએ. પણ સંઘ પરિવારનાં ‘ગૌરવકેન્દ્રી’ પુસ્તકોની વાત અલગ છે.
વિદ્યાકીય સિદ્ધિઓના વાજબી ગૌરવને સંકુચિત હિંદુત્વના રસાયણમાં ઝબોળીને શુદ્ધ દ્વેષમાં ફેરવવાનું સંઘ પરિવારની વિચારસરણીને બરાબર ફાવે છે. એવી જ રીતે, શુદ્ધ દ્વેષને સંકુચિત હિંદુત્વ અને સંકુચિત રાષ્ટ્રવાદના રસાયણમાં ઝબકોળીને તેને નિર્દોષ ગૌરવ તરીકે રજૂ કરવાની કીમિયાગરી પણ હવે જાણીતી છે. માટે, પ્રાચીન ભારતના ગૌરવની વાત સંઘના બીબામાં ઢળી ન જાય, તેની ચીવટ જરૂરી છે. સાથોસાથ, ભારતના વિદ્યાવારસાનું ગૌરવ કરતા બધા પ્રયાસને સંઘ-છાપ ગણી કાઢવાની આત્યંતિકતા પણ નુકસાનકારક છે.
ભારતીય વિદ્વાનોની વાત નીકળે ત્યારે ભાસ્કર (દ્વિતીય) ઉર્ફે ભાસ્કરાચાર્યનું નામ ભારે આદરથી લેવાય છે. ફક્ત ભારતમાં જ નહીં, સમગ્ર ગણિતવિશ્વમાં ભાસ્કરાચાર્યનાં પ્રદાન અને પ્રતિભા વિશે અહોભાવ પ્રવર્તે છે. ભાસ્કરાચાર્યે પોતાની પુત્રી લીલાવતીના નામે લખેલા મહત્ત્વના ગ્રંથ ‘લીલાવતી’ની સ્મૃતિમાં ‘ઇન્ટરનેશનલ મેથેમેટિકલ યુનિઅન’ રૂ.૧૦ લાખની માતબર રકમનું ‘ધ લીલાવતી પ્રાઇઝ’ આપે છે. એ ગણિતના પાંડિત્યપૂર્ણ સંશોધન માટે નહીં, પણ તેને લોકપ્રિય બનાવવામાં મહત્ત્વની ભૂમિકા અદા કરનાર વ્યક્તિને અપાય છે.
‘ઇન્ફોસીસ’ દ્વારા પ્રાયોજિત ‘ધ લીલાવતી પ્રાઇઝ’ વર્ષ ૨૦૧૪માં ગણિત વિષયક પુસ્તકો લખનાર અને ટીવી કાર્યક્રમો રજૂ કરનાર આર્જેન્ટિનાના એડ્રિઅન પેન્ઝાને મળ્યું છે. મતલબ, ભાસ્કરાચાર્ય અને ‘લીલાવતી’ વર્ષ ૨૦૧૪માં પણ ભૂલાઇ ગયાં નથી અને તેમના નામ સાથે સંકળાયેલું સન્માન આંતરરાષ્ટ્રિય મહત્ત્વ ધરાવે છે. પરંતુ ‘ગૌરવ’ઘેલાઓને ભારતીય કુળના અને પરદેશમાં જન્મેલા-ભણેલા લોકોની સિદ્ધિઓમાં મહાલવાનું અને ‘બેગાની શાદીમૈં અબ્દુલ્લા દીવાના’ રીતથી ફુલાવાનું વધારે ફાવે છે.
ભાસ્કરાચાર્યને આ વર્ષે યાદ કરવાનું એક કારણ એ પણ છે કે ઇ.સ.૧૧૧૪માં જન્મેલા ભાસ્કરાચાર્યનું આ ૯૦૦મું જન્મવર્ષ છે. જન્મતારીખ ઉપલબ્ધ ન હોય તો વાંધો નહીં. આખું વર્ષ જન્મજયંતિ તરીકે ઉજવી શકાય. પરંતુ ભાસ્કરાચાર્યનું જન્મવર્ષ એક જ રીતે મનાવી શકાય : ગણિતને વઘુ લોકપ્રિય બનાવવાના પ્રયાસ કરીને - અને ભાસ્કરાચાર્ય વિશે બને એટલી નિર્ભેળ અને સાચી વિગતો વઘુમાં વઘુ લોકો સુધી પહોંચાડીને.
ગુજરાતી વિશ્વકોશ ભાસ્કરાચાર્યને ટાંકીને, તેમનું જન્મસ્થાન ‘યાદવોની રાજધાની દેવગિરિ (દોલતાબાદ) પાસે સહ્યાદ્રિ ચાંદવડના પર્વતની પાસે વિજ્જલવિડ’ હોવાનું જણાવે છે. જુદા જુદા સંદર્ભોમાં જણાવાયા પ્રમાણે, એ સમયે ઉજ્જૈનની વેધશાળા વિદ્વાનોના કેન્દ્ર જેવો દબદબો ધરાવતી હતી અને ભાસ્કરાચાર્ય તેના વડા હતા. ‘એન્સાયક્લોપિડીયા બ્રિટાનિકા’ સહિતના સંદર્ભોમાં નોંધાયું છે કે સાતમી સદીમાં થઇ ગયેલા મહાન ગણિતજ્ઞ બ્રહ્મગુપ્તના તે સીધા વારસદાર હતા. (એક આડવાત : ઉજૈજન સાથે સંકળાયેલા સંસ્કૃતના મહાકવિ કાલિદાસનો સમયગાળો પણ પાંચમી-છઠ્ઠી સદીની આસપાસનો અંદાજવામાં આવે છે.) ગુજરાતી વિશ્વકોશમાં ભાસ્કરાચાર્યનું મૂલ્યાંકન કરતાં જણાવાયું છે : ‘તેમના કૃતિત્વમાં રહેલી મૌલિકતાને કારણે તેમની ગણના આર્યભટ પહેલાં અને બ્રહ્મગુપ્ત સાથે થાય છે.’ અભ્યાસગ્રંથ ‘ભારતમાં વિજ્ઞાનનો સંક્ષિપ્ત ઇતિહાસ’ (અનુવાદ, ૧૯૭૭)માં તેમને ‘પ્રાચીન અને મઘ્યકાલીન ભારતમાં ગાણિતીક અને ખગોળશાસ્ત્રીય શોધોમાં પરાકાષ્ઠાના બિંદુ’ તરીકે દર્શાવાયા છે.
શૂન્યની ભેટ આપનાર દેશ તરીકે જાણીતા ભારતમાં શૂન્યના ખ્યાલનો સૌથી ઊંડો અભ્યાસ ભાસ્કરાચાર્યે કર્યો. બ્રહ્મગુપ્તે બીજગણિત માટે ‘કુટ્ટક ગણિત’ શબ્દ વાપર્યો હતો, પણ ભાસ્કરાચાર્યે અજ્ઞાન રાશિઓની ગણનાના અર્થમાં ‘બીજગણિત’ શબ્દનો ઉપયોગ કર્યો. ‘સિદ્ધાંતશિરોમણી’, ‘કરણકુતૂહલ’ (ઉર્ફે ગ્રહાગમકુતૂહલ), ‘તિથિતત્ત્વ’, ‘બીજોપનયન’,‘ભાસ્કરવ્યવહાર’ જેવા ગણિત અને ખગોળને લગતા ગ્રંથોના કર્તા ભાસ્કરાચાર્યનો સૌથી જાણીતો ગ્રંથ ‘લીલાવતી’ છે. તે ‘સિદ્ધાંતશિરોમણી’ના ચાર ભાગમાંનો એક ભાગ ગણાય છે.
ગણેશસ્તુતિથી શરૂ થતા ‘લીલાવતી’માં નિયમો અને દાખલા પદ્ય સ્વરૂપે તથા તેમની સમજૂતી ગદ્યમાં આપવામાં આવી છે. લખાણની સરળતા અને રસાળતાને લીધે ‘લીલાવતી’ની અનેક હસ્તપ્રતો જળવાઇ અને અને તેના ઘણા અનુવાદ પણ થયા. અકબર અને શાહજહાંના સમયમાં શાહી વિદ્વાનોએ ‘લીલાવતી’નો ફારસીમાં અનુવાદ કર્યો. (૧૫મી સદીમાં ગુજરાતના ગંગાધર પંડિતે ભાસ્કરાચાર્યના ‘બીજગણિત’ પર ભાષ્ય લખ્યું હતું.) ૧૬મી-૧૭મી સદીમાં ‘લીલાવતી’ પર ઘણી ટીકાઓ (અર્થઘટન-અર્થવિસ્તાર-વિવેચન) લખાયાં.
૧૯મી સદીમાં હેન્રી થોમ કોલબ્રૂકે બ્રહ્મગુપ્ત અને ભાસ્કરાચાર્યના કેટલાક કામનો અંગ્રેજી અનુવાદ કર્યો. તેમાં ‘લીલાવતી’નાં કેટલાંક પ્રકરણનો સમાવેશ થતો હતો. (તે ઇ-બુક સ્વરૂપે ઇન્ટરનેટ પર ઉપલબ્ધ છે) ત્યાર પછી બીજા અનુવાદ પણ થયા, જે ભાસ્કરાચાર્યના જન્મનાં ૯૦૦ વર્ષ પછી, અત્યારે ઇન્ટરનેટ પર ઉપલબ્ધ છે. તેમણે સૂચવેલા કેટલાક દાખલા અને ઉકેલની યુટ્યુબ પર વિડીયો જોવા મળે છે - અને સ્વાભાવિક છે કે આવું કામ કરવા માટે ગૌરવઘેલછા ખપ લાગતી નથી. જ્ઞાનપીપાસા અને અભ્યાસવૃત્તિની જરૂર પડે છે.
ભાસ્કરાચાર્યના પ્રદાનની બારીકી ગણિતશાસ્ત્રમાં રસ ધરાવતા- અથવા તેને સરળ રીતે સમજાવી શકે એવા- અભ્યાસીઓનો વિષય છે, પરંતુ ગણિત અને ખગોળમાં તેમના ‘અદ્વિતિય પ્રદાન’ની ગુજરાતી વિશ્વકોશમાં અપાયેલી યાદી : આઘુનિક સાધનોને બદલે વાંસની ભૂંગળીથી આકાશી પદાર્થોનું જ્ઞાન, ગ્રહોનાં કદ અને ગતિનું માપ, પેલનું સમીકરણ, પાયથાગોરસનો પ્રમેય, કલનવિદ્યા (કેલ્ક્યુલસ) અને ચલનકલનવિદ્યાના કેટલાક નિયમોનો ઉલ્લેખ, પૃથ્વી ગોળ હોવાની અને પૃથ્વી વગેરેની છાયાથી ગ્રહણ થવાની વાત, ન્યુટનના ગુરુત્વાકર્ષણના નિયમનો ‘માઘ્યમકર્ષણતત્ત્વ’ એવા નામથી ન્યૂટન કરતાં ૮૦૦ વર્ષ પહેલાં નિર્દેશ, અંકગણિતની વિધિઓનો અપરિમેય રાશિમાં પ્રયોગ, ચક્રીય વિધિ દ્વારા અનિશ્ચિત એકઘાતીય અને વર્ગસમીકરણના વ્યાપક ઉકેલ, ઉદયાન્તરકાળનું વિવેચન...
વિષયનિષ્ણાતો ભાસ્કરાચાર્યના પ્રદાનને ગૌરવના ક્લોરોફોર્મને બદલે સરળતા-રસાળતા-અધિકૃતતાના અમૃતમાં ઝબોળીને જનસામાન્ય સુધી પહોંચાડે, તો ભાસ્કરાચાર્ય માટે લીધેલું ગૌરવ સાચું.

| - ‘લીલાવતી’ની સત્તરમી સદીની ગણાતી હસ્તપ્રતના બે નમૂના |

education/શિક્ષણ
Subscribe to:
Posts (Atom)