Showing posts with label terrorism. Show all posts

Wednesday, November 12, 2025
ત્રાસવાદ, ધર્મ અને પ્રતિકાર
ધર્મ એટલે ફરજ-નૈતિકતા-સદાચારનો સરવાળો. ટૂંકમાં, પોતે છીએ તેના કરતાં વધુ સારા બનવા માટે શું કરવું જોઈએ તેની વાત. તેમાં ઝનૂન નથી હોતું. બીજા માટેનો વેરભાવ બિલકુલ નહીં. ધર્મની આ એવી વ્યાખ્યા છે, જેના બહુ લેવાલ નથી.
ધર્મની બીજી વ્યાખ્યા છે ક્રિયાકાંડો-રીતરિવાજો-અંધશ્રદ્ધાઓ-ધર્મગુરુઓ. આ અર્થઘટન સૌથી પ્રચલિત છે. તેમાં મુક્ત વિચાર, વિવેકબુદ્ધિ, તર્ક વગેરેને ઓછું સ્થાન હોય છે કે જરાય સ્થાન હોતું નથી. ઉપરાંત, તેમાં તાર્કિક ટીકા કરનારા સામે બધાને નહીં, પણ થોડાઘણાને ગુસ્સો હોઈ શકે છે અને તેમાંથી કેટલાક હિંસક પણ બની શકે છે. આ સમુદાય સૌથી મોટો છે, પણ તેમાં બધા ગુસ્સાવાળા કે હિંસક હોતા નથી. તેમને એ રસ્તે લઈ જવા માટે તેમની ચાવી ટાઇટ કરવી પડે. તે રાજકીય સ્તરે રૂપિયાથી થાય કે ધાર્મિક સ્તરે ઉશ્કેરણીથી થાય કે બંનેના મિશ્રણથી પણ થાય.
ધર્મની ત્રીજો ફાંટો છે નેતાઓ દ્વારા થતો તેનો સગવડીયો ઉપયોગ. મુસલમાનોને કહો કે ઇસ્લામ ખતરામાં છે ને હિંદુઓને કહો કે 'વિધર્મીઓ'થી હિંદુ ધર્મને ખતરો છે. આ ફાંટામાં ધર્મના એકેય તત્ત્વનો સમ ખાવા પૂરતો પણ સમાવેશ થતો નથી. તેમાં બીજા માટેનો ધિક્કાર એ જ પોતાના ધાર્મિક હોવાની એકમાત્ર કે મુખ્ય સાબિતી છે. ધર્મના આ ફાંટાનું અસ્તિત્વ ધિક્કાર પર ટકેલું છે. આ ફાંટાવાળા બીજા પ્રકારના બહોળા સમુદાયામાંથી લોકોને પકડે છે, પલોટે છે અને તેમને ત્રાસવાદી બનાવે છે.
દિલ્હીના બોમ્બવિસ્ફોટના આરોપીમાં મુસલમાન ડોક્ટરો પણ છે. કોઈ માણસ ફક્ત ડોક્ટર હોવાને કારણે તેના વિશે ઊંચો અભિપ્રાય બંધાઈ જાય, એવું તો દાયકાઓથી થતું નથી. પણ ડોક્ટર થયેલો માણસ ધર્મના ઝનૂનમાં લોકોને મારવા કે તેમાં સાથ આપવા તૈયાર થઈ જાય, એ ભયંકર બાબત છે. અને તેને આ રસ્તે ચડાવવામાં કે તેના આ રસ્તાને બળ આપવામાં ધર્મની--એટલે કે તેની વિકૃત સમજની-- ભૂમિકા નજરઅંદાજ કરી શકાય એવી ન હોય.
વ્યક્તિગત કે પારિવારિક અન્યાયનો ભોગ બનેલો માણસ ત્રાસવાદી કૃત્ય કરે, તે માફ ન થાય એવું હોવા છતાં, તેનું કંઈક કારણ આપી શકાય એવું તો હોય છે. પરંતુ ભારત જેવા દેશમાં સામુદાયિક અન્યાયનો મુકાબલો કરવા કે એવો અન્યાય કરનારને પાઠ ભણાવવાના હેતુથી કરાતા ત્રાસવાદી હુમલા સાવ નકામા પુરવાર થાય છે, એટલું જ નહીં, તે આવો અન્યાય કરનારાના હાથ મજબૂત કરે છે. તેનાથી અન્યાય કરનાર પોતે કરેલા ભૂતકાળના તમામ અન્યાયોને અને ભવિષ્યમાં કરનારા તમામ અન્યાયોને વાજબી ચેષ્ટા તરીકે ખપાવીને, ઘણા લોકોનાં બ્રેઇનવોશ કરી શકે છે.
મને હંમેશાં એવું લાગતું હતું કે લાદેન અને જ્યોર્જ બુશ જુનિયર એકબીજાના વિરોધી નહીં, પૂરક હોય છે--અને આપણા જેવા લોકો એ બંનેના વિરોધી અને એ બંનેથી પીડિત. એટલે, ત્રાસવાદી હુમલો થાય ત્યારે ભોગ બનેલા પ્રત્યે સંપૂર્ણ લાગણી રાખીને, ત્રાસવાદને અક્ષમ્ય ગણીને, તેનો પ્રતિકાર કરવો પડે. પણ પ્રતિકાર એટલે શું?
પ્રતિકારનું એક સ્તર સત્તાવાર છે. વહીવટી તંત્રની કામગીરી અને પક્ષીય હિત વિનાની સરકારી કામગીરી. તે અનિવાર્ય હોવું જોઈએ. બીજું સ્તર રાજકીય (પક્ષીય) છે--એટલે કે, ત્રાસવાદની ઘટનાનો પણ પોતાના ફાયદામાં મહત્તમ રાજકીય કસ કાઢીને પોતાનો એજન્ડા આગળ ચલાવવો. સમાજમાં ફેલાયેલા ધ્રુવીકરણને દૃઢ બનાવવું. આ સ્તર ત્રાસવાદી હુમલા જેટલું જ ખતરનાક હોય છે. કારણ કે, તે માણસને અંતિમવાદી બનાવવાની દિશામાં પ્રેરી શકે છે અને સમાજમાં અસુખ-અજંપો ફેલાવે છે તે અલગ.
ત્રીજું સ્તર આપણા જેવા સામાન્ય લોકોનું છે. તેમણે બીજા સ્તરની જાળમાં આવી ગયા વિના, પહેલા સ્તરે બરાબર કામ થાય અને તામઝામભર્યું જોણું કરવામાં પહેલા સ્તરની જવાબદારીનો ઉલાળીયો ન થઈ જાય, તેનું ધ્યાન રાખવું પડે. સાથોસાથ, એ પણ વિચારવું પડે કે ત્રાસવાદની ઇમારત જે પાયા પર ખડી કરવામાં આવી તે ધાર્મિક ધિક્કારથી આપણે છેટા રહેવું કે તેને હોંશે હોંશે અપનાવી લેવો.
આપણા હાથમાં આપણો પ્રતિભાવ છે. તેમાં પહેલા, સત્તાવાર સ્તરે સખ્તાઈથી કામ લેવાય તેને સમર્થન અને બીજા સ્તર સાથે તેની ભેળસેળ ન થાય તેની સાવચેતી--એ બંને જરૂરી છે. થોડા મુસલમાન ધર્મના નામે હિંસા કે ત્રાસવાદ આચરે તેમાં ઇસ્લામની બદનામી થવી અનિવાર્ય છે, જેમ રાજકીય હિંદુત્વમાં સરવાળે હિંદુ ધર્મની બદનામી થાય છે. એવા સંજોગોમાં સૌ પોતપોતાના ધર્મનું સાચું, લખાણના આરંભે ઉલ્લેખેલું સ્વરૂપ સાચવે, એ જ પ્રાથમિકતા લાગે છે.
Wednesday, April 23, 2025
ત્રાસવાદી હુમલોઃ નાગરિક ભૂમિકાએ
ઇસ્લામની સૌથી વધુ બદનામી તેના નામે હત્યાકાંડો આચરતા ત્રાસવાદીઓએ પહોંચાડી છે. કોઈ પણ ધર્મ તેના નામે આચરાયેલાં પાપના દોષથી મુક્ત રહી શકે નહીં. એ ધર્મના ઠેકેદારોએ આવા હત્યાકાંડોનો વિરોધ કરવો રહ્યો. એ પ્રાયશ્ચિત તો ન હોઈ શકે, પણ પોતાના ધર્મના નામે જે ધંધા ચાલે છે, તેના અહેસાસ તરીકે જરૂરનું છે.
ત્રાસવાદી હુમલા ખાળવાનું કામ કોઈ પણ સરકાર માટે અઘરું હોય છે. છતાં, એવા હુમલા થાય ત્યારે સરકારી તંત્ર પાસે કડકાઈથી જવાબો માગવામાં આવે છે ને તેણે આપવા પણ પડે છે. સરકારનું કામ જવાબો આપવાનું છે. 2014 સુધી તો આ બાબતે એકમત હતો.
હવે આવું કંઈ થાય ત્યારે સરકાર ફરિયાદીની ભૂમિકામાં આવી જાય છે, તેનાં પ્રચારયંત્રો કરુણ ઘટનાક્રમોમાં સરકારની પણ કોઈ ભૂમિકા (કે તેનો અભાવ) હોઈ શકે, એવું વરતાવા દેતાં નથી. બહુ ધ્યાન રાખે છે કે વાત સરકારી તંત્રની સંભવિત નિષ્ફળતા તરફ ન વળે. સરવાળે, સરકારને બચાવવાનો અને ધાર્મિક સૌહાર્દ અને સમભાવની વાત કરનારને લોકોને વિલન તરીકે ચીતરવાનો કાર્યક્રમ જોશભેર શરૂ થઈ જાય છે.
ત્રાસવાદી હુમલામાં હિંદુઓને મારવામાં આવ્યા છે, એટલે જે તેનો બોલીને વિરોધ નથી કરતા, એ બધા મુસલમાનો આ ઘટનાના સમર્થક છે અથવા તેનાથી ખુશી અનુભવે છે--આવું સરળીકરણ સગવડીયું અને મહદ્ અંશે રાજકીય છે. ભાગલાનાં 77 વર્ષ પછી બધા મુસલમાનોને તેમની વફાદારી સાબીત કરવાનું કહેવામાં આક્રમક રાજકારણ કે ધર્મઝનૂન સિવાય બીજું કશું નથી. ત્રાસવાદીઓના હિંસક ધર્મઝનૂન સામે આપણું ધર્મઝનૂન પણ કમ નથી, એવું બતાવી દેવાના પ્રયાસોમાં સરવાળે રાજકીય ફાયદાથી વધારે કશું નીપજતું નથી. નરેન્દ્ર મોદીના રાજનાં આટલાં વરસમાં તેની ખાતરી થઈ જવી જોઈતી હતી, પણ નથી થઈ. કારણ કે, વેપન ગ્રેડ જૂઠાંણાંનો સતત, નિરંતર વરસાદ પડે છે.
નિવેદનો આપવાનું કામ સત્તાધીશોનું કે વિવિધ પક્ષના નેતાઓનું છે. સોશિયલ મિડીયા પર આવી ઘટનાઓનો વિરોધ કરવો કે ન કરવો--એ કોઈનું માપ ન હોઈ શકે. મારા મતે, માણસનું ખરું માપ એ છે કે તે કેવી અક્ષમ્ય ઘટનાઓનો અને તેના આચરનારાનો ખુલીને, ગૌરવભેર અને સક્રિય બચાવ કરે છે. અત્યારનું ઉદાહરણ આગળ વધારીએ તો, નિર્દોષ મુસલમાનોની હત્યા કે નિર્દોષ ખ્રિસ્તીઓની મારપીટ વખતે ચૂપ રહેનારા લોકો માટે કશું કહેવાનું હોતું નથી--હોઈ શકે નહીં, પણ એવી મારપીટ કે હત્યાનું ગૌરવ લેતા, તેમાં હિંદુત્વનો જયજયકાર જોતા કે આખી ઘટનાને બીજા પાટે ચડાવીને, અત્યાચારીઓના લાભાર્થે તેની ગંભીરતા મોળવી નાખતા લોકો ટીકાને પાત્ર બનવા જોઈએ. એવા લોકો પછી બીજાને તેમના મૌન બદલ આંતરવા કે સવાલો કરવા નીકળે ત્યારે થાય છે કે રહેવા દે ભાઈ. બહુ થયું.
માર્યા ગયેલાઓ ભલે હિંદુ હોય, તે કેવળ હિંદુ ન હતા. તે ભારતીય પણ હતા. તેમના અપમૃત્યુનું દુઃખ કેવળ હિંદુત્વનું રાજકારણ કરતાં સંગઠનોનું સુવાંગ ન હોઈ શકે. તે દેશના સામાન્ય નાગરિકોનું પણ છે, જેમને આ ઘટનામાંથી કશો રાજકીય લાભ તારવવાનો નથી કે રાજકીય નુકસાન થતું અટકાવવાનું નથી.
ઇસ્લામી ધર્મઝનૂનીઓના દેખતા અંધાપાને લીધે જેમને અકાળે મૃત્યુ આવી પડ્યું, તે સૌ મૃતકો ને તેમનાં પરિવારજનો માટે પ્રગટ કે મનોમન લાગણી અને પીડા અનુભવીએ. આ દેશના નાગરિક તરીકે એટલું તો કરી જ શકાય.
Labels:
communal violence,
terrorism
Sunday, February 24, 2019
કાશ્મીર, શહીદી, નેતાઓ અને આપણે
(full piece)
હુમલામાં શહીદ થયેલા જવાનોના અંતિમ સંસ્કારને થોડા દિવસ વીતી ચૂક્યા છે. ત્યાર પછી બીજા થોડા જવાન અને પોલીસ શહીદ થઈ ચૂક્યા છે. અલબત્ત, તેમનો ઉલ્લેખ જરા ધીમા સૂરે જ થયો છે. સામુહિક આક્રોશની એ તાસીર હોય છે. દિલ્હીની એક જ્યોતિ સિંઘ માટે આપણે આંદોલિત થઈ શકીએ છીએ, પણ એવા જ અત્યાચારનો ભોગ બનતી તેની પહેલાંની કે પછીની યુવતીઓની દુર્દશા આપણને સ્પર્શતી નથી. તેમના માટે પણ કશુંક થવું જોઈએ, એવું આપણને એટલી તીવ્રતાથી લાગતું નથી. શોકનો પ્રસંગ વીતી ગયા પછી એ સંવેદનાનો ઠહરાવ- તેનું ઘનીકરણ થવું જોઈએ. સંવેદના આપણામાં ઊંડે ઉતરીને સ્થાયી થવી જોઈએ. તો જ એ લાંબી ટકે અને પરિણામલક્ષી બને.
આવી પરિસ્થિતિ કેમ પેદા થઈ અને તેના નિવારણ માટે શું થઈ શકે? એક આંદોલન કે લાગણીનો ઉભરો આવકાર્ય હોવા છતાં, પૂરતો છે ખરો? તેમાં આપણી ભૂમિકા ઉશ્કેરાઈ જવાથી આગળ શી હોઈ શકે? આવા પાયાના સવાલના જવાબ શોધવાની લાંબી કવાયતમાં ઉતરવું પડે છે. ઉશ્કેરાટના માહોલમાં એ શક્ય બનતું નથી. કરુણ ઘટનાઓને રાજકીય રંગ આપવાનું અને એ નિમિત્તે જાગેલા લોકોના અસંતોષનો રાજકીય ફાયદો ઉઠાવવાનું વલણ પ્રચલિત અનિષ્ટ છે. અસંતોષ તીવ્ર હોય અને લાભ લેનાર ચબરાક, તો આગામી ચૂંટણીમાં સત્તાપલટો પણ થઈ શકે. પણ સમસ્યા ઠેરની ઠેર રહે છે. આ હકીકત પ્રસાર માધ્યમોએ સતત યાદ કરાવવાની હોય છે અને નાગરિક તરીકે આપણે એ અંકે કરવાની હોય છે.
પરંતુ ઘણાં પ્રસાર માધ્યમો માટે કારુણી 'ધંધેકા ટાઇમ' હોય છે. એમાંથી કોઈ 'અમે સવાયા દેશભક્ત' એવું કોઈ છાપરે ચડીને દેખાડવા મથે અને દેશભક્તિના નામે ઉશ્કેરાટ ફેલાવે- લોકલાગણીને બહેકાવવાનો પ્રયાસ કરે, ત્યારે તેમાં દેશની ચિંતા ઓછી ને તકનો લાભ લઈને ધંધામાં આગળ નીકળી જવાની તાલાવેલી વધારે દેખાય છે. આ જ બાબત, ધંધાર્થે સરકારવિરોધી લોકલાગણી ઉશ્કેરવાની, તેની પર સવાર થવાની માનસિકતાને પણ લાગુ પડે છે.
આવાં માધ્યમો દ્વારા કે સોશ્યલ મિડીયા પર વહેંચાતી, દેશભક્તિના નામે ઉશ્કેરાટની બાળાગોળીઓ ન પીવી, એ નાગરિકો માટે સૌથી પહેલું કામ બને છે. એવું ન થાય અને નાગરિકો કોઈના રાજકીય કે વેપારી સ્વાર્થની, કોઈના દ્વેષની-પૂર્વગ્રહોની ચાલતી ગાડીમાં ચડી જાય તો ચર્ચા ફંટાઈ જાય. પછી મૂળ સમસ્યા તથા તેના નક્કર ઉકેલની દિશા બાજુ પર રહી જાય છે અને દેશભક્તિના નામે ભળતી જ લડાઈઓ શરૂ થઈ જાય છે. મૂળ સમસ્યા પર, સૈનિકોની શહીદી, તેનાં કારણો અને ઉકેલો પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે રાજકીય લાઇનોથી જેટલા દૂર રહેવાય એટલું સારું. કરુણ પ્રસંગે આપણે જ ગમતા નેતાને મોટો કરવાના કે અણગમતા નેતાને નાનો કરવાના લોભમાંથી બચી શકીએ નહીં, તો રાજનેતાઓનો ને પક્ષોનો કયા મોઢે વાંક કાઢવો?
થોડી વાત કાશ્મીરની. ત્યાંની વર્તમાન પરિસ્થિતિ ભારતના રાજકીય પક્ષોની સહિયારી નિષ્ફળતા છે--સૅક્યુલરિઝમની વાતો કરનારી કૉંગ્રેસની પણ અને રાષ્ટ્રવાદ-કાશ્મીરનાં ખાંડાં ખખડાવનાર ભાજપની પણ. ઉપરાંત, કાશ્મીર મુદ્દામાં કેટલાંક આંતરરાષ્ટ્રિય પરિબળો પણ વખતોવખત મહત્ત્વનો ભાગ ભજવતાં રહ્યાં છે. કાશ્મીર સમસ્યાના વર્તમાન ગંભીર સ્વરૂપની શરૂઆત પંડિત નહેરુના સમયમાં નહીં, પણ પાકિસ્તાનમાં જનરલ ઝીયાના સમયમાં થઈ હતી--એટલી સાદી ને સાચી વાત આપણા પક્ષીય ગમા-અણગમા બાજુ પર મૂકીને ઐતિહાસિક તથ્ય તરીકે સ્વીકારવી પડે. અફઘાનિસ્તાનમાં અમેરિકા અને રશિયા વચ્ચે ખેલાયેલા પ્રૉક્સી વૉર અને તેમાં પાકિસ્તાનના ધર્મઝનૂનીઓને-મુજાહિદો-તાલિબાનો-પાકિસ્તાની સૈન્યને અમેરિકાએ આપેલો છૂટો દોર આપણે નજરઅંદાજ કરી શકીએ નહીં.
જેમ પંડિત નહેરુને, તેમ વચ્ચેના વડાપ્રધાનોને કે વર્તમાન વડાપ્રધાનને ટોણા મારવાથી કાશ્મીર સમસ્યા ઉકલવાની નથી- શહાદતોનો સિલસિલો અટકવાનો નથી. આ વાત નાગરિકો તરીકે આપણે જેટલા વહેલા સમજીએ, તેટલો આપણો પણ એ સમસ્યાના ઉકેલ તરફ જવામાં ફાળો. વિપક્ષમાં હોઈએ હોય ત્યારે સત્તાધીશો માટે ચુનંદાં વિશેષણો વાપરવાં, પોતે હોય તો શું કરી નાખે એની ગર્જનાઓ કરવી, સમસ્યાની ગંભીરતા અને પેચીદાપણું સમજાવવાને બદલે, લોકોને ઉશ્કેરીને પોતાનો રાજકીય સ્વાર્થ રોડવી લેવો--આ બધાથી સમસ્યાના ઉકેલમાં કશી મદદ મળતી નથી. કેવળ લોકલાગણીને બહેકાવી શકાય છે ને ચૂંટણીમાં મદદ મેળવી શકાય છે.
ઉકેલના મુદ્દે, સૌથી પહેલાં જવાનોની લાગણીની વાત. પોતાના સાથીદારોની શહીદીથી જવાનો પૂરતા દુઃખી અને ઉશ્કેરાયેલા હોય છે. ફૌજી ઉપરીઓ દ્વારા તેમને નિયંત્રિત જવાબી કાર્યવાહીના નિર્દેશ, મંજૂરી કે ઇશારા મળતા હોય છે. તેની સર્જિકલ સ્ટ્રાઇક તરીકે ઉજવણી કરવી કે નહીં અને તેને પોતાની રાજકીય સિદ્ધિ ગણાવવી કે નહીં, એ સત્તાધીશોએ જોવાનું હોય છે. પરંતુ એક વાત નક્કી છે : સૈન્ય કાર્યવાહીઓને ક્રિકેટમેચની હારજીતના સ્તરે લાવવા જેવી નથી હોતી. તેની ગંભીરતા હોય છે અને તેનો ચોક્કસ મર્યાદિત હેતુ હોય છે. તેમાં એક સ્ટ્રાઇક કે છૂટીછવાયી સ્ટ્રાઇકો સૈનિકોનો જુસ્સો ટકાવવા માટે જરૂરી હોય, તો એ નિર્ણય સૈન્યના ઉપરીઓ લઈ શકે છે. તેમની પાસે એ પ્રકારની સત્તા અને સૈનિક માનસિકતાની સમજ હોય છે. આવી કાર્યવાહીઓને રાજકીય બાવડાંબાજી તરીકે પાનના ગલ્લે કે સોશ્યલ મિડીયામાં ચર્ચાતી કરી દેવાથી, સમસ્યાના ઉકેલ અંગે લોકોમાં ગેરસમજ અને અવાસ્તવિક અપેક્ષા ઊભી થઈ શકે છે.
પાકિસ્તાનપ્રેરિત કે સંચાલિત ત્રાસવાદની સમસ્યામાં આંતરરાષ્ટ્રીય દબાણ, ચીનની ભૂમિકા, આર્થિક ભીંસ, જાસુસી સતર્કતા, ખાનગી રાહે કમરતોડ ફટકા મારવાની સલુકાઈ જેવાં પરિબળ અત્યંત મહત્ત્વનાં છે. સામાન્ય સંજોગોમાં નહીં, પણ ઊંચી અપેક્ષા ઊભી કર્યા પછી અને શાસનનાં શરૂઆતનાં વર્ષોમાં જાણે ચીનને પલોટી દીધું હોય એવા પ્રચાર પછી, છેક આવો હુમલો થયો ત્યાં સુધી, મસુદ અઝહરને આતંકી જાહેર કરવાના, પ્રમાણમાં નાના ગણાય મુદ્દે વડાપ્રધાન ચીનને સમજાવી શક્યા નથી. આ હકીકતને ભૂતકાળના શાસકોની નિષ્ફળતાની ઓથે સંતાડીને વડાપ્રધાનનો બચાવ કરવામાં આપણે શહીદોની અને જવાનોની કઈ સેવા કરી ગણાય?
એવી જ રીતે, આવા હુમલા માટે વડાપ્રધાનને દોષી ઠેરવવાનું પણ યોગ્ય નથી. આવો હુમલો કોઈ પણ શાસનમાં થઈ શક્યો હોત. વડાપ્રધાનની ટીકા તેમની જવાબદારીના મુદ્દે નહીં, પણ તેમણે પ્રચારેલી ખોટી અપેક્ષાઓના મુદ્દે થાય, ત્યારે એ નમ્ર બનીને સાંભળવી પડે. તેને બદલે ટીકા કરનાર સામે બેફામ આક્રમક થઈ જવામાં દેશપ્રેમ-જવાનપ્રેમ છે કે વ્યક્તિપૂજા? વિચારવા જેવું છે.
કાશ્મીરના મુદ્દે ઉકેલ માટે બધા રાજકીય પક્ષો તેમના આઇટી સેલને ચૂપ રહેવાની સૂચના આપે અને રાજકારણને બાજુએ મૂકીને લાંબા ગાળાની રાષ્ટ્રીય નીતિ ઘડે, એ સૌથી મહત્ત્વનું છે. આપણે, નાગરિકોએ, એકને પાડવાને કે બીજાને ચડાવવાને બદલે, સૌને સાથે રાખીને તેમને સહિયારી નીતિના-સહિયારા ઉકેલની દિશામાં ધક્કા મારવાના છે. સાથોસાથ એ પણ યાદ રાખવાનું છે કે શક્ય એટલા કાશ્મીરીઓનો આ પ્રયાસમાં સાથ મળે. કાશ્મીરને ભારતથી અલગ થવાની આઝાદી નથી, એટલી સ્પષ્ટતા સાથે કાશ્મીરીઓની વાજબી રાવફરિયાદો સાંભળવા ને શક્ય હોય એટલી નિવારવા માટેનું તંત્ર ગોઠવાય, એ પણ ઉકેલની દિશાનું જ એક પગલું છે.
ગુનાનો પ્રકાર જોયા વિના, પહેલી તકે રાજદ્રોહના દંડા વીંઝવાથી, બીજા પાસેથી દેશભક્તિનાં પ્રમાણપત્રો માગીને કે તેમને દેશદ્રોહનાં પ્રમાણપત્રો આપીને આપણે જવાનોને નહીં, અલગતાવાદીઓને સાથ આપી રહ્યા છીએ, એ સમજવાનું છે. ચૂંટણી નજીક હોય ત્યારે કોઈ એક મુદ્દે લોકમતને ચોક્કસ દિશામાં વાળીને, બીજા મહત્ત્વના મુદ્દાની ચર્ચા પર પડદો પાડી દેવામાં ન આવે, એ પણ નાગરિક તરીકે આપણે જોવાનું છે.
નેતાઓનું મૂલ્યાંકન કરતી વખતે આપણાં કામની યાદી ઉપર પણ નજર રાખવા જેવી નથી લાગતી?

Tuesday, April 04, 2017
સેવા અને કટ્ટરતાની કાતિલ જુગલબંદી
દેશભરમાં તેની 173 સ્કૂલ ચાલે છે, જ્યાં આશરે અઢાર હજાર વિદ્યાર્થીઓ ભણે છે. એક રાજ્યમાં તેની ત્રણ હોસ્પિટલ અને 66 એમ્બ્યુલન્સ ચાલે છે. બે હજાર ડોક્ટર ત્યાં માનદ્ સેવા આપવા તૈયાર હોય છે. હોસ્ટિપલમાં આંખની લેસર સર્જરી મફત થાય છે. તેનાં દવાખાનામાં દાંતની રૂટકેનાલ સર્જરી (બે વર્ષ પહેલાંના અહેવાલ પ્રમાણે) ફક્ત પચાસ રૂપિયામાં થતી હતી. ધરતીકંપ અને પૂર વખતે તેના સ્વયંસેવકોએ રાહતકાર્યોમાં સક્રિય ભાગ લઇને ભારે કામ કર્યું હતું. તેની સેવાપ્રવૃત્તિનો એક હેતુ ખ્રિસ્તી મિશનરી પ્રભાવનો મુકાબલો કરવાનો પણ છે...
ઉપરનું વર્ણન વાંચીને તમારા મનમાં જે સંગઠનનું નામ આવ્યું હોય તે (અને જે આદરભાવ છલકાયો હોય તે), પણ તે વર્ણન પાકિસ્તાની સંગઠન જમાત-ઉદ્-દાવાનું છે. તે નામચીન ત્રાસવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાની એક પાંખ છે.
***
કોરી ને નકરી કટ્ટરતા કદાચ ટકાઉ બનતી નથી. તેને લાંબું ટકાવવી હોય અને મુખ્ય ધારામાં મહત્ત્વનું પરિબળ બનાવવી હોય તો તેમાં ધર્મ ભેળવવો પડે. ઘણી વાર કટ્ટરતાનું જન્મસ્થાન જ ધર્મ હોય છે. આ ધર્મ એટલે આદર્શ- સાચો ધર્મ નહીં, પણ વ્યક્તિગત-સંસ્થાગત-પક્ષગત સ્વાર્થ સાધવામાં મદદરૂપ થાય એવો સગવડીયો ધર્મ. કટ્ટરતા અને સગવડીયા ધર્મનું ઘાતક મિશ્રણ થયા પછી નિર્દોષ માનવીઓથી માંડીને મહાત્માઓની હત્યાને વાજબી ઠેરવી શકાય. વાજબી જ નહીં, 'ધર્મ્ય' ગણાવી શકાય.
સ્વાર્થ માટે ખપમાં લેવાયેલો ધર્મ પરંપરાગત સ્થાપિત ધર્મ જ હોય એવું જરૂરી નથી. રાષ્ટ્રવાદને પણ એ અર્થમાં '(સગવડીયો) ધર્મ' બનાવી શકાય—એવો 'ધર્મ’, જેનું મુખ્ય કામ રાષ્ટ્રના તમામ નાગરિકોને સાથે રાખવાનું-તેમનું હિત ઇચ્છવાનું નહીં, તેમનામાં વિભાજન પ્રેરીને કટ્ટરતા ફેલાવવાનું હોય.
અંતિમવાદના ધંધામાં રહેલા લોકોને ઘણા કિસ્સામાં કટ્ટરતા અને સગવડીયા ધર્મનું મિશ્રણ પૂરતું લાગતું નથી. એ વખતે તેમાં ઉમેરાતું ત્રીજું પરિબળ છેઃ સેવા. કટ્ટરતાની કે સગવડીયા ધરમની ટીકા થઈ શકે, પણ સેવાની ટીકા કોણ કરી શકે? અને સેવાની કોઈ ટીકા કરે, તો તેમાં કિંમત ટીકાકારની ન થાય? ધારો કે કુદરતી હોનારત વખતે કોઈ સંસ્થા પીડિતોની મદદ કરે, સરકારી તંત્ર કરતાં વધારે કાર્યક્ષમતા-પ્રતિબદ્ધતાથી બચાવકાર્ય કરે, તો તેની ટીકા કેવી રીતે કરી શકાય?
સેવાની ઢાલનો અસરકારક ઉપયોગ કરવાનું અંતિમવાદી સંસ્થાઓને બહુ ફાવે છે ને બહુ અનુકૂળ પણ પડે છે. કારણ કે તેમનાં ઉઘાડેછોગ અંતિમવાદી વલણોની ટીકા થયા કરતી હોય છે. તેમાં સગવડીયા ધર્મનો ભેગ કર્યા પછી પણ ટીકાથી પૂરેપૂરી મુક્તિ મળતી નથી. તેનો શો ઉપાય? જવાબ છેઃ સમાજસેવા. હા, એક મ્યાનમાં કટ્ટરતા અને સમાજસેવા, ત્રાસવાદ અને રાહતકાર્ય, અંતિમવાદ અને સેવાકાર્ય રહી શકે છે. સામાન્ય લોકો તે બન્ને વચ્ચેની એકરૂપતા જોઈ શકતા નથી. કટ્ટરવાદની તલવારને છુપાવવા માટે સેવાની મખમલી મ્યાન વાપરવાની વ્યૂહરચના તેમને સમજાતી નથી. કોઈ સમજાવે ત્યારે પણ તે સ્વીકારવાનું મન થતું નથી. (સગવડીયા) ધર્મ કે (વિભાજક-ધીક્કારપ્રેરક) રાષ્ટ્રવાદ જેવાં પરિબળોની શરમ નડી જાય છે.
સમાજસેવા અને હિંસક કટ્ટરતા-અંતિમવાદ-આતંકવાદની જુગલબંદી આજકાલની નથી. શ્રીલંકાના તમિલ ટાઇગર્સ (LTTE), પેલેસ્ટાઇનનું 'હમાસ’, લેબનોનનું હિઝ્બુલ્લા, ઇજિપ્તનું ઇસ્લામિક બ્રધરહુડ, પાકિસ્તાનનું જમાત-ઉદ્-દાવા... આ તો કેટલાંક અત્યંત જાણીતાં નામ છે. આમ તો આ મોડેલ બહુ જૂનું અને જાણીતું છે. થોડી છૂટછાટ સાથે આપણે તેને 'રોબિનહુડ મોડેલ' કહી શકીએ, જેમાં 'વ્યાપક જનહિતમાં અમુક લોકોનું અહિત' કરવામાં આવે છે અને તેને વાજબી, ન્યાયી, ધર્મ્ય તરીકે ખપાવવામાં આવે છે. રોબિનહુડની અસલ કથા મુઠ્ઠીભર શોષણખોર અમીરોને લૂંટીને ગરીબોને વહેંચતા દિલેર જવાનની હતી. કટ્ટર, અંતિમવાદી જૂથોના 'શત્રુ' મુઠ્ઠીભર નહીં, ઘણા બધા હોય છે. તેમની સામે શબ્દોથી કે શસ્ત્રોથી કે બન્ને વડે ધીક્કાર–અને વખત આવ્યે હિંસક કાર્યવાહી--આચરવામાં આવે છે. ઇસ્લામમાં અંદરોઅંદર લડતાં શિયા-સુન્ની જૂથોને બોમ્બધડાકા કરાવીને નિર્દોષોને મારી નાખવામાં કશો ક્ષોભ થતો નથી. છતાં એવાં અમાનવીય કૃત્યો કરાવનારની કે તેને સમર્થન આપનારની સેવાસંસ્થાઓ ચાલતી હોઈ શકે અથવા અમુક આફતોના સમયે તેમની કેડર સક્રિય થઈ શકે.
સવાલ એ થાય કે આ પ્રકારની સેવાપ્રવૃત્તિને કારણે તેમની કટ્ટરતા, તેમનો અંતિમવાદ, તેમણે ફેલાવેલી વિભાજક વિચારધારા કે ત્રાસવાદ વિસારે પાડી દેવાનાં? એ બધાં કરતૂતો ભણી આંખ આડા કાન કરવાનાં? બે-પાંચ માણસની ઠંડા કલેજે હત્યા કરનાર જણ કીડીયારું પૂરે કે પાણીમાં ડૂબતા મંકોડાને પાંદડા પર ચડાવીને તેનો જીવ બચાવે, તો 'તટસ્થતા'ની આણ આપીને તેની જીવદયાનાં વખાણ કરવાનાં? કે પછી પ્રમાણભાન જેવી કોઈ ચીજનો પણ ઉપયોગ કરવાનો?
પરંતુ પ્રમાણભાનનો ઉપયોગ હંમેશાં સૌથી ઓછો આકર્ષક રહ્યો છે. લાગણીના ને પ્રચારના ધસમસતા વહેણમાં કશી મહેનત કર્યા વિના આગળ વધવાનું સુખ છોડીને, પ્રમાણભાનની પંચાતમાં કોણ પડે? એમાં વળી સરકારોની ઉપેક્ષા કે તેમનો ગેરવહીવટ ઉમેરાય છે. સરકારો જે કરી શકતી નથી, તે બીજી (ભલે અંતિમવાદી, ત્રાસવાદી કે કટ્ટર કે સાંપ્રદાયિક) સંસ્થાઓ કરી બતાવે એટલે પ્રમાણભાન ગૌણ બની જાય છે. ‘ગમે તે હોય, પણ પેલી આફત વખતે આ જ લોકોએ કેવું જોરદાર કામ કર્યું હતું’ એવી પ્રશંસા અને તેનો પ્રચારપ્રસાર કટ્ટર સંસ્થાઓનાં મૂળીયાં મજબૂત બનાવે છે. ISISકે અલ કાઈદા જેવાં સંગઠનો નકરાં ત્રાસવાદી સંગઠન ગણાયાં છે. તેમની સેવાપાંખ નથી. તે ફક્ત ખૂનખરાબામાં અને ધીક્કાર ફેલાવવામાં માને છે. તેમની સામે અમેરિકા સહિતના દેશો ધડબડાટી બોલાવી શકે છે. અલ કાઇદાનો મુખ્ય ત્રાસવાદી લાદેન છુપાયો હોવા છતાં તેને શોધીને ખતમ કરી શકે છે. પણ લશ્કર-એ-તૈયબા (અને જમાત-ઉદ્-દાવા)નો હાફિઝ સઇદ ખુલ્લેઆમ છૂટો ફરે છે. તેના માથે મોટું ઇનામ છે. છતાં તેને હાથ અડાડી શકાતો નથી. તેનું એક કારણ પાકિસ્તાનના લશ્કરી કે જાસૂસી કે બન્ને તંત્રો તરફથી તેને મળતો ટેકો તો ખરો જ. ઉપરાંત, સેવાપ્રવૃત્તિની આણ પણ ખરી.
આવી સેવાપ્રવૃત્તિ થોડા નાગરિકોને ટૂંકા ગાળાનો ફાયદો કરતી હશે, પણ લાંબા ગાળે સમાજના-દેશના વાતાવરણમાં ઝેર ઘોળે છે. ધીક્કાર એવી બંદૂક છે, જેની બન્ને બાજુએ રહેલા લોકોમાં બીક, અસલામતી, અવિશ્વાસ અને સરવાળે અશાંતિ જન્મે છે. તે લાંબા ગાળે રાજ્યને કે દેશને નાજુક પરિસ્થિતિમાં લાવીને મૂકી દે છે. કટ્ટરતા સાથે સીધી સાંઠગાંઠ ધરાવતી સેવા ધીમા ઝેરમાં ભેળવેલી ગુણકારી દવા જેવી નીવડે છેઃ ટૂંક સમયમાં ઝેરનો પ્રભાવ દવાની અસરને આંબી જાય છે. હવે પછી કોઈ કટ્ટરતાવાદી સેવાની ધોંસ જમાવવા જાય ત્યારે આ વિગતો તેમની સામે ધરજો. તેમને દલીલમાં હરાવવાનું જરૂરી નથી. નાગરિક તરીકે આ વાત જાતે સમજવાનું ને સેવારૂપી ઘેટાની ખાલ તળે રહેલા કટ્ટરતાના વાઘને ઓળખવાનું જરૂરી છે.

politics,
terrorism
Tuesday, September 20, 2016
કાશ્મીર હુમલો, લોકલાગણી અને રાજનેતાઓ
ઉરીમાં લશ્કરી ટુકડીઓ પર ચાર આત્મઘાતી ત્રાસવાદીઓએ કરેલા હુમલામાં ૧૮ સૈનિકોએ જીવ
ખોયા. થોડા મહિના પહેલાં પઠાણકોટના હવાઇ મથક પર આવી જ રીતે ત્રાસવાદીઓએ હુમલો
કર્યો હતો. અલબત્ત, ઉરીની ખુવારી વધારે મોટી છે.
ઘણાને એ ફક્ત વધારે મોટી જ નહીં, વધારે શરમજનક પણ
લાગી છે. કારણ કે વર્ષોથી મર્દાના રાષ્ટ્રવાદનાં ગાણાં ગાતા અને સત્તાધારી પક્ષ પર
કાયરતાનો આરોપ મૂકતા નેતાઓના શાસનમાં એ ઘટના બની છે. ત્રાસવાદી-આત્મઘાતી હુમલો અને
સૈનિકોનાં મૃત્યુનો પ્રસંગ રાજકારણ ખેલવાનો કે રાજનેતાઓની ટીકા કરવાનો ન હોઇ શકે.
પરંતુ એવું થાય તો તેના માટે વર્તમાન સત્તાધીશોની જવાબદારી જરાય ઓછી નથી. સોશ્યલ
મિડીયાના આગમન પછી અને પહેલાં પણ તેમણે લોકોની કાશ્મીર વિશેની ‘સમજ’ ઘડી છે,
સમજ અને લાગણીની ભેળસેળ કરી છે અને કાશ્મીર સમસ્યા માટે ફિલ્મી હીરોના પરાક્રમ
જેવી અપેક્ષાઓ ઊભી કરી છે.
ઉદાહરણ તરીકે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી. તેમણે પઠાણકોટ
હુમલાની જેમ ઉરી હુમલાની પણ કડક ટીકા કરી અને હુમલાખોરોને બક્ષવામાં નહીં આવે, એ
મતલબનાં નિવેદનો ટ્વિટર પર જારી કર્યાં. સામાન્ય સંજોગોમાં, આરંભિક પ્રતિક્રિયા
તરીકે આટલું પૂરતું ગણાવું જોઇએ. પરંતુ સામાન્ય સંજોગોને અસામાન્ય બનાવવાનું અને
લોકોની અપેક્ષાઓ ભડકાવવાનું કામ બીજું કોઇ નહીં, ખુદ નરેન્દ્ર મોદીએ જ કર્યું હોય
તો? વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઠાવકાઇ સામે વિરોધ
પક્ષના નેતા નરેન્દ્ર મોદીની નિવેદનબાજી આવીને ઉભી રહે તો તેમાં કોનો વાંક કાઢવો? પાકિસ્તાનના હુમલા વિશે બોલવાનું આવે ત્યારે મોદી
કેવા બેફામ થઇ જતા હતા, તેનો નમૂનો ઉરી હુમલા પછી વધુ એક વાર ઇન્ટરનેટ પર ફરતો થયો
છે. ત્રાસવાદી હુમલા પછી બેજવાબદાર-ઉતાવળીયું પગલું ભરવાને બદલે, એકંદરે વડાપ્રધાનના
હોદ્દાને છાજે એવી ઠાવકાઇથી વર્તી રહેલા મોદી જૂના રેકોર્ડિંગમાં ફિલ્મી
ડાયલોગબાજી કરતા દેખાય છે—અને એ પણ પીટ ક્લાસના ઓડિયન્સને રીઝવે એવી.
કેન્દ્ર સરકારની નબળાઇ વિશે આકરાં વેણ ઉચ્ચારતા
મોદી જૂના રેકોર્ડિંગમાં કહે છે કે પાકિસ્તાનને એની જ ભાષામાં જવાબ આપવો જોઇએ. ‘તમે શું કરો?’ એવા
સવાલના જવાબમાં તેમણે કહ્યું કે ‘ગુજરાતમાં
જેવું કર્યું હતું તેવું.’ ગુજરાતમાં
શું કર્યું હતું? સામુહિક હિંસા? નકલી
એન્કાઉન્ટર? (જોગાનુજોગે ગુજરાતમાં એન્કાન્ટરબાજ
પોલીસ અફસરો જેલમાં ગયા પછી મુખ્ય મંત્રી પર એકેય હુમલો થયો ન હતો.) ‘પાકિસ્તાન હુમલો કરે ત્યારે આપણી સરકાર અમેરિકા
જઇને રડે છે...એ વખતે અમેરિકા જવાનું હોય કે પાકિસ્તાન?’...પાકિસ્તાનને
લવલેટર લખવાનું બંધ કરવું જોઇએ...આવા તેમના સંવાદ પર તાળીઓ પડતી હતી. તાળીઓ
પાડનારાને સની દેઓલ અને નરેન્દ્ર મોદી વચ્ચે કશો ફરક લાગતો ન હતો.
રજત શર્માએ આક્રમકતાથી વળતો જવાબ આપવામાં
આંતરરાષ્ટ્રિય દબાણનો મુદ્દો ચીંધ્યો, ત્યારે મોદીએ કહ્યું હતું કે 100 કરોડના દેશને
વળી દબાણની શી ચિંતા. એ દબાણ ઊભું કેમ ન કરી શકે. તેમની નાટકીય ડાયલોગબાજીનો સાર એ
હતો કે વાંધો કેન્દ્રીય નેતાગીરીમાં છે.
હવે એ જ મોદી કેન્દ્રીય નેતાગીરીમાં સર્વોચ્ચ પદ
ધરાવતા હોય, ત્યારે તેમના ઇન્ટરવ્યુની વિડીયોને કેવી રીતે જોવી? ટ્વિટરીયા-ફેસબુકિયા પ્રજા રાષ્ટ્રવાદના નામે
ગલ્લાશાહી (પાનના ગલ્લે વ્યક્ત થાય એવી) અપેક્ષાઓ સંતોષવા માટે બૂમરાણ મચાવે અને
તેમાં નિષ્ફળ જવા બદલ વડાપ્રધાન પર પસ્તાળ પાડે, ત્યારે વાંક કોનો? છીછરી સમજના આધારે અવ્યવહારુ અપેક્ષા રાખનારાનો
કે તેમનામાં આવી અપેક્ષા જગાડીને, તેને અસલી રાષ્ટ્રવાદ તરીકે સ્થાપિત કરનાર નેતાગીરીનો?
અહીં જૂની કે નવી એકેય સરકારનો બચાવ કરવાનો ઇરાદો
નથી. પરંતુ પોળના અને દેશના રાજકારણમાં ફરક હોય છે એ નાગરિકોએ સમજવું પડે—અને
વિરોધના ઉત્સાહમાં વિપક્ષી નેતાઓ લોકોને કદી એ સમજાવતા નથી ને શક્ય હોય ત્યાં સુધી
સમજવા દેતા નથી. એટલે લોકોના મનમાં એવી જ છાપ ઉભી થાય છે કે આ તો બહારની પોળવાળા
આપણી પોળના છોકરાઓને મારી ગયા. એટલે આપણે તત્કાળ સામેની પોળ પર હલ્લો લઇ જવો જોઇએ.
તો જ આપણે મરદના બચ્ચા. લોકોની આ માન્યતાને કહેવાતી રાષ્ટ્રવાદી વિચારધારાનો
રાજકીય ટેકો મળે એટલે કારેલું લીમડે ચડ્યા જેવો ઘાટ થાય.
થોડું વાંચનારા-વિચારનારા
પાસે ઇઝરાઇલના દાખલા હાથવગા હોય. બીજા વિશ્વયુદ્ધમાં લાખોની સંખ્યામાં હણાયેલા
યહુદીઓની માનસિક સ્થિતિ અને તેનો પ્રત્યાઘાત તથા રાષ્ટ્ર તરીકે ઇઝરાઇના
અસ્તિત્ત્વની અસલામતી જેવી બાબતો ધ્યાનમાં લીધા વિના, બધાને ‘ઇઝરાઇલવાળી’ કરવી
હોય. ખરું જોતાં, નરેન્દ્ર મોદી વડાપ્રધાન બને તો જે ઘણાં ભયસ્થાન વ્યક્ત થયાં
હતાં, તેમાંનું એક પાકિસ્તાન પ્રશ્ને બેજવાબદાર વર્તણૂંકનું હતું. આ બાબતમાં
નરેન્દ્ર મોદીએ ટીકાકારોની ચિંતા (અત્યાર સુધી) ખોટી પાડી છે. માટે, અગાઉ મોદીની
ડાયલોગબાજી પર ઉછળી ઉછળીને દાદ આપતા તેમના ભક્તમંડળની આંખ ખુલવી જોઇએ. આ વ્યક્તિગત
કે પક્ષગત ટીકા-પ્રશંસાનો મુદ્દો નથી. ભારત જેવા લોકશાહી દેશના વડાપ્રધાન બન્યા
પછી શું થાય ને શું ન થાય, તેના મૂળભૂત વિવેકની વાત છે. (જે અત્યાર સુધી રાષ્ટ્રવાદના ભાજપી-સંઘી રંગે રંગાયેલા લોકોને સમજાતી ન હતી.)
ત્રાસવાદી હુમલો થાય એટલે સોશ્યલ નેટવર્ક પર
સવાયા રાષ્ટ્રવાદી દેખાવાની કે નેતાગીરીની ટીકા કરવાની ઘેટાંદોડ ચાલે છે. આવા
હુમલાથી દુઃખ અને આઘાત લાગે જ. પણ સરકારને ઝૂડવા બેસી જનારાએ વિચારવું જોઇએ કે
કાશ્મીર સરહદે ઘૂસણખોરી (કુદરતી-ભૌગોલિક કારણોસર) પ્રમાણમાં કેટલી સહેલી છે અને કોઇ
માણસ પોતે મરવાનું નક્કી કરીને આવે ત્યારે તેને ખુવારી કરતો અટકાવવાનું કેટલું
અઘરું છે. પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય મંચ પર એકલું પાડવાનું હવે પૂરતું નથી. કારણ
કે તેને કાયમી-બળુકા અને અમેરિકાની પણ ઐસીતૈસી કરનારા ચીનનો સાથ મળી ચૂક્યો છે. પાકિસ્તાનની
સરહદમાં જઇને તેના પંદર-પચીસ સૈનિકોને મારી નાખવાનું પણ પૂરતું નથી.
લોકલાગણી
સંતોષવા અને પોતે અત્યાર સુધી કરેલી ફાંકાફોજદારીને યોગ્ય ઠરાવવા માટે આવો બદલો
લેવાની કબીલાઇ ભાવનાથી જરા આગળ વધવું પડે. પાકિસ્તાનમાં ઘૂસીને ત્રાસવાદીઓને મારવા
હોય તો વડાપ્રધાને પણ અમેરિકાને જ કહેવું પડશે (અને આપણે તેમના જેવા નહીં
થઇએ-તેમની મિમિક્રી નહીં કરીએ) ગુપ્તચર તંત્રને વધારે ચુસ્ત બનાવવું પડે, પાકિસ્તાનના
નાગરિકોને નહીં, તેની ધરતી પરથી બેરોકટોક કામ કરતાં જૈશ-એ-મહંમદ અને લશ્કરે તૈયબ
જેવાં ત્રાસવાદી સંગઠનોને નિશાન બનાવવા પડે. તેમની પર પાકિસ્તાની સરકાર તરફથી
સત્તાવાર અને અમેરિકા જેવા સાથીદેશ તરફથી બિનસત્તાવાર (તેમના અડ્ડા પર ડ્રોન હુમલા
જેવું) દબાણ ઉભું કરાવવું પડે. આમાનું કશું સ્વિચ દાબવાથી કે સોશ્યલ મિડીયા પર
બેફામ પ્રલાપ કરવાથી ન થઇ જાય.
પણ કોઇ રાજકીય પક્ષ નાગરિકોને આવું શા માટે
સમજાવે? ને સત્તાધારીઓ આવું કહે તો નાગરિકો (અત્યાર
સુધીની ‘તાલીમ’ના
કારણે) માને પણ શી રીતે?
Labels:
kashmir,
Narendra Modi/નરેન્દ્ર મોદી,
pakistan,
politics,
terrorism
Tuesday, November 24, 2015
ઇસ્લામ માટે આંતરખોજનો તકાદો
ધર્મનો મામલો નાજુક હોય
છે. તેમાં સૌથી ઇચ્છનીય એ છે કે માણસ બીજાના ધર્મમાંથી વાંધા કાઢવાને બદલે, પોતાના ધર્મની મર્યાદાઓ સમજે (પહેલાં તો તેની મર્યાદાઓ હોઇ
શકે એ સ્વીકારે) અને તેમાં જરૂરી સુધારા વિશે ખુલ્લા મને વિચારે.
ધર્મના સ્થાપકો ગમે
તેટલા મહાન હોય,
પણ તેમની વિદાય પછી ધર્મને સંસ્થામાં, સ્થાપિત હિતમાં અને હિંસક ખેંચતાણમાં ફેરવાઇ જતાં વાર લાગતી
નથી. ત્યાર પછી ધર્મસુધારકો ધર્મના નામે ચાલતી
અરાજકતાથી-અન્યાયથી-અમાનવીયતાથી વ્યથિત થઇને સુધારા માટે પહેલ કરે છે. સદીઓ
પહેલાંના યુગમાં,
એ સમયનાં મૂલ્યો અને રાજકીય-સામાજિક-ભૌગોલિક પરિસ્થિતિના
આધારે ધર્મના ઘણા નિયમ નક્કી થયા હોય. તેમાંથી કયા નિયમ કાલગ્રસ્ત-અપ્રસ્તુત થઇ
ગયા છે,
કયા ઉપદેશ માનવસ્વતંત્રતાના આધુનિક વાતાવરણને બાધક નીવડે
એવા છે-- એવા મુદ્દા સુધારકો ઊભા કરે છે.
ઘણાખરા અનુયાયીને પોતાનો
ધર્મ શ્રેષ્ઠતમ અને સંપૂર્ણ લાગવાનો. તેમાં કોઇ પણ પ્રકારના ફેરફારની વાતથી તેમને
રોષ ચડી શકે. પરંતુ શાંતિથી વિચારતાં સમજાશે કે માનવતાકેન્દ્રી સુધારા-સુધારકો
ધર્મોને વધારે પ્રસ્તુત, વધારે માનવીય અને વધારે
આદરણીય-સ્વીકૃત બનાવે છે. ગાંધીજીએ અસ્પૃશ્યતાવિરોધી ઝુંબેશ ઉપાડી ત્યારે કેટલાક
પંડિતો ગાંધીજી સાથે શાસ્ત્રાર્થ કરીને અસ્પૃશ્યતાને ધાર્મિક ગણાવવા ઉત્સુક હતા, પણ ગાંધીજીની વાત સ્પષ્ટ હતી : આવી અમાનવીય પ્રથા ગમે તેવાં
શાસ્ત્રોના આધારથી પણ વાજબી ઠરાવી ન શકાય. આઝાદી પછી ભારત હિંદુ રાષ્ટ્ર ન બન્યું
અને બંધારણમાં અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવી. એટલે ગમે તેવો રૂઢિચુસ્ત કે
ધર્મધુરંધર પણ ન્યાયની અદાલતમાં ધર્મગ્રંથ ટાંકીને અસ્પૃશ્યતાનું સમર્થન કરી શકે
નહીં ને કરવા જાય તો એ ટકે નહીં. (કેટલીક બાબતોમાં નાગરિકી સ્વતંત્રતાને રૂંધતા
પર્સનલ લૉ આ બાબતમાં અનિચ્છનીય અપવાદ છે.)
કંઇક આવું પશ્ચિમી દેશોમાં
પણ બન્યું. ખ્રિસ્તી ધર્મમાં થયેલા સુધારકોએ અને સમય પ્રમાણે બદલાતી
માનવસ્વતંત્રતાની સમજે ખ્રિસ્તી ધર્મસત્તામાં ઠીક ઠીક પરિવર્તન આણ્યું. ધર્મની
રૂઢિચુસ્તતા અને તેને માનનારા અનુયાયીઓ હંમેશા રહેવાના, પણ રાજ્યસત્તા તરફથી તેને મળતી સત્તાવાર સ્વીકૃતિ બંધ થઇ.
ઇસ્લામનો કેસ આ બાબતમાં
અલગ છે. સુન્ની અને શિયાના હિંસક મતભેદો અને ધાર્મિકતાના નામે હિંસા ઇસ્લામના
આરંભકાળથી હતાં. અફસોસની વાત છે કે તેર-ચૌદ સદી વીતવા છતાં એ સિલસિલો અટક્યો નથી.
એમ તો હિંદુ ધર્મમાં પણ એક જમાનામાં શૈવો અને વૈષ્ણવો વચ્ચે સંઘર્ષ થતા. સમય જતાં
એ શમી ગયા,
પણ ઇસ્લામના શિયા-સુન્ની હિંસક મતભેદો શમવાનું નામ લેતા
નથી. ISISના ઉપાડા પછી કેટલાક
મુસ્લિમોએ લખ્યું છે તેમ, તેના આતંક માટે કેવળ અમેરિકાની
વિદેશનીતિને દોષ આપવાનું યોગ્ય નથી. તેના મૂળમાં સુન્ની-શિયા સંઘર્ષ રહેલો છે.
ઇરાકમાં શિયાઓની બહુમતી હોવા છતાં (સદ્દામ હુસૈન અને તેમની પાર્ટીના) સુન્નીઓનું
રાજ રહ્યું. તેમણે શિયા તો ઠીક, ફાંટાની રીતે
સુન્ની ગણાય એવા કુર્દ લોકોને કચડવામાં કશું બાકી ન રાખ્યું.
સદ્દામ હુસૈન સામે
અમેરિકાની લશ્કરી કાર્યવાહી પછી શિયાઓનું રાજ આવ્યું, તો એમણે સુન્નીઓ પ્રત્યે કિન્નાખોરી રાખી. ISIS સુન્ની સંગઠન છે
અમેરિકાના આક્રમણ પછી સદ્દામ હુસૈનના વિખેરાઇ ગયેલા લશ્કરના ઘણા માણસો તેમાં
પોતાના લશ્કરી અનુભવો સહિત જોડાયેલા છે. અમેરિકાએ ઇરાક પર રહેલો સદ્દામનો લોખંડી
સકંજો દૂર કરીને બદલામાં બીજો કોઇ સકંજો મૂકી ન આપ્યો. તેને કારણે સુન્ની સંગઠન ISISને છૂટો દોર
મળ્યો. એ અમેરિકાની મોટી ભૂલ, પણ સુન્ની-શિયા
વચ્ચેનો ઝઘડો અમેરિકાએ ઊભો કરેલો નથી. યાદ રહે, બન્ને
જૂથો એકબીજા સામેની હિંસક કાર્યવાહી માટે કુરાનનો આધાર આપે છે.
બીજો અગત્યનો મુદ્દો : ભારતમાં
૨૦૧૪માં એનડીએની જીત પછી-બિહારની ચૂંટણી પહેલાના અરસામાં હિંદુ ધર્મના નામે ઘણા
હિંદુત્ત્વવાદીઓએ આત્યંતિક વિધાન કર્યાં. આધુનિક ગણાતો અમેરિકા નવાઇ લાગે એટલી હદે
ધાર્મિક દેશ છે. પરંતુ ભારત-અમેરિકાના બંધારણમાં, તેના શાસનમાં હિંદુ કે ખ્રિસ્તી રાજ્ય સ્થાપવાનો ખ્યાલ નથી. માણસની મૂળભૂત
સ્વતંત્રતા- મૂળભૂત અધિકારો સ્વીકારાયેલા છે. તેનાથી સાવ વિપરીત, ઘણા મુસ્લિમ દેશોના શાસકોને સર્વધર્મસમભાવના મોડેલમાં રસ
પડતો નથી. તેમનું ધ્યેય લોકશાહી પ્રમાણે નહીં, પણ ચુસ્ત ઇસ્લામી રીતે, શરિયા પ્રમાણે
શાસન ચલાવવાનું હોય છે. પોતાની જાતને ખલીફા (વિશ્વના સુન્નીઓનો ગુરુ) ગણાવતો ISISનો બગદાદી જગતમાં
ઇસ્લામી શાસન સ્થાપવા ઇચ્છે છે. તેમાં બીજા ધર્મોના તો ઠીક, ઇસ્લામના બીજા ફિરકાઓના અને કોઇ પણ માણસના મૂળભૂત માનવ
અધિકારો ગમે ત્યારે આંચકી શકાય છે. ઇસ્લામના
નામે હિંસા આચરવાની વાત આવે ત્યારે અમેરિકાનો ટેકો ધરાવતા સાઉદી અરેબિયામાં અને
આતંકી નં.૧ ISISમાં ઝાઝો ફરક હોતો નથી. બન્ને કુરાનના નામે મધ્ય યુગીન સજાઓ ફટકારે છે અને
પોતાની ધાર્મિકતા ઉપર જાતે જ પોરસાય છે.
એક કટ્ટરતાને બીજી
કટ્ટરતાથી વાજબી ઠરાવવા માગતા હિંદુત્વવાદીઓ પાસેથી ઇસ્લામની ટીકા શોભતી નથી, પણ ISISના ઉપાડા પછી
કેટલાક મુસ્લિમોએ ઇસ્લામ અને અંતિમવાદના સંબંધ વિશે ખોંખારીને કહ્યું છે. એક
મુસ્લિમ ભાઇએ લખ્યું છે,‘ ISIS મુસ્લિમ સંગઠન છે અને તે ઇસ્લામિક પ્રોબ્લેમ છે. તે
ઇસ્લામના મર્મસ્થાને થયેલું કેન્સર છે અને મુસ્લિમો તેનો મુકાબલો નહીં કરે ત્યાં
સુધી એ નહીં જાય. ISISના હત્યારા અલ્લાહો અકબરના નારા લગાડે છે. મહિલાઓ પર
અત્યાચારના ટેકામાં તે કુરાનની આયતો ટાંકે છે. ઇસ્લામ ન સ્વીકારે એવા પરધર્મીઓને
તે મારી નાખે છે...તેમાં ભટકી ગયેલા બેકાર યુવાનોથી માંડીને, પ્રોફેશનલ, બિઝનેસમેન અને
કુરાનના ખાં હોય એવા વિદ્વાનો પણ છે. તેમનો ખલીફા અલ બગદાદી ઇસ્લામિક સ્ટડીઝમાં
ડોક્ટરેટ ધરાવે છે.’ મોટા ભાગના મુસ્લિમો
હિંસાનું સમર્થન કરતા નથી તે સાચી અને આવકાર્ય બાબત છે, પરંતુ ‘ઇસ્લામ હિંસાનું
સમર્થન કરતો નથી’,
એવા દાવા સામે કેટલાક મુસ્લિમોએ અણીદાર સવાલ ઉઠાવ્યા છે.
ગમે તેવો મહાન ધર્મ અંગત
માન્યતાનો જ વિષય હોઇ શકે. તેના આધારે રાજ ચલાવી શકાય નહીં. એવી જ રીતે, ગમે તેટલા પવિત્ર પુસ્તકમાં પ્રબોધાયેલી અમાનવીય વર્તણૂંકને
અફર કે અંતિમ સત્ય ગણી શકાય નહીં. બદલાતા સમયમાં તેને અનુયાયી માટે નહીં, પણ નાગરિક માટે અનુરૂપ બનાવવી પડે. આ બન્ને બાબતો મનમાં
રાખીને,
મુસ્લિમો દોષનો આખો
ટોપલો પાશ્ચાત્ય દેશોના માથે ઢોળવાને બદલે, પોતાના ધર્મ વિશે પૂરા આદર સાથે આંતરખોજ કરે અને એવું કરી રહેલા અવાજોને
મોકળાશ આપે એ સમયનો તકાદો છે. બાકી, કુરાન-
શરિયામાંથી પ્રેરણા લેવાનો દાવો કરનાર અલ કાઇદા, બોકો હરામ, ISIS સિલસિલો ચાલુ જ રહેશે.
દુભાઇ જવું સહેલું છે.
વિચારવું અઘરું. પણ ધર્મનું હિત વિચારમાં છે.
Tuesday, November 17, 2015
ત્રાસવાદનો મુકાબલો : નવેસરથી એકડો માંડવાનો સમય
સરખામણી જરા વિચિત્ર લાગે, પણ ત્રાસવાદ અને
ગ્લોબલ વૉર્મિંગ વચ્ચે એક મૂળભૂત સામ્ય છે : બન્નેમાં કરે કોઇ ને ભોગવે કોઇ.
આર્થિક રીતે સમૃદ્ધ દેશોએ અશ્મિજન્ય બળતણના ધુમાડા કરીને અને ઔદ્યોગીકીકરણ થકી પર્યાવરણનો
દાટ વાળ્યો. તેના પરિણામે સર્જાયેલા ગ્લોબલ વૉર્મિંગની અસર વિશ્વના એવા દેશો અને
એવા લોકો પણ ભોગવી રહ્યા છે, જે આ પાપમાં ભાગીદાર ન
હતા.
ન્યૂયોર્ક હોય, મુંબઇ કે પછી
પેરિસ, ત્રાસવાદનો મામલો પણ કંઇક એવો જ છે : એક ઠેકાણે નિર્દોષો પર
અંધાધૂંધ અત્યાચાર થાય, તેનો બદલો લેવાના નામે ત્રાસવાદીઓ બીજા ઠેકાણે
બીજા નિર્દોષોની હત્યા કરે. અમેરિકા અને તેના સાથી (સાગરિત) ફ્રાન્સ-બ્રિટન જેવા
દેશો અફઘાનિસ્તાનમાં-ઇરાકમાં લશ્કરી દખલગીરી કરે અને સરમુખત્યારશાહી દૂર કરવાના
નામે લશ્કર મોકલે, એટલે અલ કાઇદા ને ISIS જેવાં ત્રાસવાદી
સંગઠનો યુરોપ-અમેરિકામાં આતંકવાદી હુમલા કરે, નિર્દોષોની હત્યા
કરે, તેમને સમૃદ્ધિભરી સલામતીના અહેસાસમાંથી બહાર ખેંચીને
લોહીખરડાયેલી અસલામતીમાં રગદોળી નાખે.
પશ્ચિમી દેશો પોતાનાં સ્થાપિત હિતની વૈશ્વિક
શતરંજમાં એટલા ખૂંપેલા હોય કે તેમાંથી બહાર નીકળવાનું તેમને અઘરું પડે. વર્ષોથી
પહોળો કરેલો સાથરો સંકેલવાનું અને સાઉદી અરેબિયા જેવા જૂના સાથીદારોને નારાજ
કરવાનું ગમે પણ નહીં-- ભલે એ ત્રાસવાદના મૂળભૂત કારણોમાં સામેલ હોય. સામે પક્ષે,
ત્રાસવાદીઓ પણ સમયની સાથે વધારે સાધનસજ્જ અને ટેક્નોલોજીસજ્જ થતા જાય. સરવાળે
થાય એવું કે ત્રાસવાદીઓ અને જગતજમાદારી કરતા દેશો શત્રુભાવે એકબીજાને ટકાવી રાખનાર
અને પોષનાર બની રહે : ત્રાસવાદી સંગઠનોના આતંકને આગળ ધરીને પશ્ચિમી દેશો પોતાનાં
લશ્કરી દુઃસાહસો-આક્રમક વલણ વાજબી ઠરાવે અને પશ્ચિમી દેશોના ‘સરકારી આતંકવાદ’
જેવાં પગલાં સામે ‘ધર્મયુદ્ધ’ છેડવાના બહાને
ત્રાસવાદી સંગઠનો અમાનવીય કૃત્યો આચરે. લોહીયાળ હત્યાકાંડોના ટેકામાં ત્રાસવાદીઓ
પાસે ધર્મનાં સગવડીયાં અનર્થઘટનો તૈયાર જ હોય.
રશિયા અફઘાનિસ્તાનમાં અડિંગા જમાવે, પાકિસ્તાન-અફઘાનિસ્તાનમાં
રશિયાને હંફાવતા મુજાહિદો થાય, જેમને અમેરિકાનો ટેકો હોય,
એમાંથી જતે દહાડે લાદેન અને અલ કાઇદા પેદા થાય, તેમના આતંકના
સાંધા જડે- ન જડે ને લાદેનને ખતમ કરવામાં આવે ત્યાં લગી ‘ઇસ્લામિક સ્ટેટ’
(આઇએસઆઇએસ/ ISIS) જેવું સંગઠન વૈશ્વિક સ્તરે ઉપાડો લઇ ચૂક્યું હોય. તેનો પ્રભાવ
અગાઉનાં બધાં ત્રાસવાદી સંગઠનો કરતાં ચાર ચાસણી ચડે એવો થાય, ત્યાં સુધી
અમેરિકા અને સાથી દેશો જોયા કરે અથવા સ્વાર્થ પ્રમાણે મદદ પણ કરે...અને પાણી માથા
ઉપરથી જતું રહ્યા પછી હાંફળાફાંફળા થઇને જાગે.
યુદ્ધની જેમ આ લડાઇ પણ દેશોનાં લશ્કર વિરુદ્ધ
ત્રાસવાદી સંગઠનો પૂરતી મર્યાદિત રહેતી નથી. ત્રાસવાદી સંગઠનોનો હેતુ શક્ય એટલા
નિર્દોષ નાગરિકોની હત્યા કરવાનો હોય છે, જેથી સામાન્ય નાગરિકોમાં
આતંક અને અસલામતીનું વાતાવરણ ફેલાય અને બળુકા દેશોના પગ નીચેની ધરતી ધ્રુજવા
માંડે. પેરિસ કે મુંબઇ જેવા મોકળાશ માટે જાણીતા શહેરનાં રેલવે સ્ટેશન, કોન્સર્ટ હોલ ને
રેસ્તોરાં જેવી જગ્યાએ ત્રાસવાદી હુમલો થાય એટલે સલામતી વ્યવસ્થાના નામે સીસી
કેમેરા, મેટલ ડીટેક્ટરથી માંડીને અનેક બાબતો માટે નવેસરથી ખર્ચા
કરવાના થાય, મોકળાશની સંસ્કૃતિમાં સલામતીના અનેક પ્રકારની
અડચણો ઊભી થાય, નાગરિકોની સલામતીનું કારણ આગળ ધરીને તેમના માનવ
અધિકારો અભરાઇ પર ચડાવવામાં સરકારને છૂટો દોર મળી જાય, દેશમાં વસતા બીજા
ધર્મના કે બીજા દેશના લોકો સામે શંકા અને અવિશ્વાસનું વાતાવરણ ઊભું થાય. ત્રાસવાદ
નાબૂદ કરવા માટે લાંબા ગાળાનાં પગલાં ન લઇ શકતી સરકારો ‘ઝીરો ટોલરન્સ’
નીતિના દાવા કરીને આખરે એવાં પગલાં લેતી જોવા મળે છે, જેને કારણે દેશમાં
અંદરોઅંદર અવિશ્વાસનું વાતાવરણ વધે.
પરસ્પર અવિશ્વાસ, વેરઝેર અને
અન્યાયબોધની લાગણી ત્રાસવાદના વ્યાપ કે ત્રાસવાદીઓની ભરતી માટે અનુકૂળ વાતાવરણ
પૂરું પાડે છે. પોતાના દેશમાં રહેલા ‘બીજા’ (વિધર્મી, નિરાશ્રિત) લોકો
વિશે બેફામ બોલતા ‘રાષ્ટ્રવાદીઓ’ તેમાં મદદરૂપ થાય
છે. ત્રાસવાદ સામે કડક પગલાંના નામે, લોકલાગણી સંતોષવા માટે
નિર્દોષોની (ફક્ત તેમનો ધર્મ જોઇને) ધરપકડ કરવામાં આવે, તો તેનાથી
ત્રાસવાદની શક્યતા વધે કે ઘટે? પરંતુ લોકલાગણી સંતોષવાની
લ્હાયમાં રાજનેતાઓ એવું બધું વિચારતા નથી. ‘રાષ્ટ્રવાદી’
વિચારધારાના નામે સંકુચિત કોમવાદથી રંગાયેલા લોકોને તત્કાળ દવાથી રાહત લાગવા
માંડે છે. પરંતુ એવા ઉપાયો કેન્સરના દર્દીને મરડાની દવા આપવા જેવા છે.
ઘરઆંગણે-દેશમાં અવિશ્વાસને બદલે વિશ્વાસનું
વાતાવરણ ઊભું થાય, તેનાથી ત્રાસવાદનો અંત આવી જવાનો નથી. પણ
લોકોના મનમાં એકબીજા વિશે ઊભી થતી અસલામતી ઘટી શકે છે. એનું મહત્ત્વ ઘણું છે. કેમ
કે, ત્રાસવાદી ઘટનાઓ ક્યારેક હચમચાવી નાખે છે, પરંતુ આ પ્રકારની
અસલામતી રોજિંદા જીવનમાં માણસને અને તેની સ્વસ્થતાને કોરી ખાય છે. તેને શંકાશીલ
અને કુપ્રચારનો ભોગ બનવાને પાત્ર બનાવે છે. જરા નાટ્યાત્મક રીતે કહીએ તો, એવી અસલામતી
લોકોને રોજેરોજ થોડા થોડા મારે છે.
રહી વાત અલ કાઇદા કે આઇએસઆઇએસ પ્રકારનાં
આતંકવાદી સંગઠનોની. એ વિશે ચાર્લ્સ પીઅર્સે ‘એસ્ક્વાયર’
સામયિકની વેબસાઇટ પર લખેલું નિદાન આબાદ છે. તેમણે લખ્યું છે કે અફઘાન તાલિબાન,
લશ્કરે તૈયબ અને અલ કાઇદા પ્રકારનાં સંગઠનોને સાઉદી અરેબિયા મોટો આર્થિક ટેકો
પૂરો પાડે છે, એવું ૨૦૦૯માં અમેરિકાનાં ગૃહમંત્રી હિલેરી
ક્લિન્ટને કબૂલ્યું હતું. એ સિવાય કતાર, કુવૈત અને સંયુક્ત આરબ
અમીરાત જેવા દેશો પણ ત્રાસવાદીઓને અત્યંત આવશ્યક એવી નાણાંકીય સહાય પૂરી પાડે છે.
ધર્મનું ખોટું અર્થઘટન એ ત્રાસવાદ માટેનો કાચો માલ છે, પરંતુ તેને
બોમ્બનું વ્યવસ્થિત સ્વરૂપ આપવાનું પાપ ધર્મ નહીં, દેશો કરે છે.
ત્રાસવાદને વિશ્વવ્યાપી બનાવવા માટેનું ભંડોળ ધર્મ કે ધર્મગુરુઓ પાસેથી નહીં,
દેશો પાસેથી આવે છે. તેમનો આશય ધર્મનો વાવટો ફરકાવવાનો નહીં, પણ પોતાનાં રાજ
સલામત રાખવાનો હોય છે. એટલે પીઅર્સની તાર્કિક દલીલ એવી છે કે ત્રાસવાદ સામેની
લડાઇને ધર્મકેન્દ્રી પડકાર કે ઇસ્લામવિરોધી લડાઇ તરીકે જોવાને બદલે સાઉદી અરેબિયા
જેવાં રાષ્ટ્રો સામેની લડાઇ તરીકે જોવી પડે. એ દેશો તરફથી ત્રાસવાદીઓને મળતું
ભંડોળ બંધ થાય, એ માટે વિદેશી ખાતાં સીલ કરવાથી માંડીને
(લશ્કરી સિવાયનાં) બધાં પગલાં લેવાં જોઇએ. અમેરિકા સહિતના દેશોએ શસ્ત્રસોદાગર
તરીકેનાં પોતાનાં હિતમાં પણ કાપ મૂકવો પડે.
મુંબઇ કે પેરિસના હુમલા જેવી કરુણ ઘટનાઓ પછી ‘જડબાતોડ જવાબ’ના હાકોટાનો ખાસ
કશો અર્થ સરતો નથી. ત્રાસવાદ વિશેની આંતરરાષ્ટ્રિય સમજૂતીની કવિતાઓથી આગળ વધીને,
હવામાં ગોળીબારો કરીને રાજી થઇ જવાને બદલે, ત્રાસવાદવિરોધી
લડાઇની સમજ અને દિશા બદલવાનું જરૂરી છે.
Thursday, September 11, 2014
સચ્ચા ઇસ્લામ ખતરેમેં
ઇસ્લામી રાજ્ય, ખિલાફત જેવા શબ્દો હમણાંથી ઘણા જોવા મળે છે. ‘ઇસ્લામિક સ્ટેટ ઑફ ઇરાક એન્ડ સિરીયા’- ISIS- તરીકે ઓળખાતું સંગઠન ઇરાક અને સિરીયાના ઘણા વિસ્તાર પર પોતાનો કબજો જમાવી ચૂક્યું છે. ‘ઇસ્લામિક સ્ટેટ’નો દાવો ઇસ્લામના નિયમો પ્રમાણે શાસન ચલાવવાનો છે, પરંતુ તેમનાં લક્ષણ એવાં લાગતાં નથી. તેનો નેતા અબુ બક્ર અલ-બગદાદી પોતે ખલીફા બની બેઠો છે.
‘ઇસ્લામી સ્ટેટ’ની આગેકૂચ અને વૈશ્વિક સ્તરે તેનું નામ થઇ જતાં, ‘અલ કાઇદા’ના નેતા અલ-જવાહિરીના પેટમાં તેલ રેડાયું છે. તેને અલ-કાઇદાની વૈશ્વિક ન્યૂસન્સ વેલ્યુ જોખમમાં લાગી છે. એટલે લાદેનના મોત પછીનું ‘અલ કાઇદા’ પતી ગયેલું સંગઠન નથી, એવું સિદ્ધ કરવા માટે લગભગ બે વર્ષના અંતરાલ પછી જવાહિરીએ એક વિડીયો જારી કરી છે. બેન્કનો વડો પોતાની બેન્કની નવી શાખા ખોલવાની જાહેરાત કરે, એવા અંદાજમાં જવાહિરીએ ભારતમાં ‘અલ કાઇદા’ની શાખા ખોલવાનું જાહેર કર્યું છે. અને ભારત સહિત કેટલાક દેશોના મુસ્લિમોને ‘અન્યાય અને શોષણમાંથી ઉગારવા’ માટે ‘અલ કાઇદા’ આ વિસ્તારોમાં સક્રિય થશે એવો ધમકીભર્યો દાવો કર્યો છે.
આ ઘટનાક્રમની ચિંતા સુરક્ષાની દૃષ્ટિએ થાય, એટલી જ ઇસ્લામની દૃષ્ટિએ પણ થાય એવી છે. કારણ કે આ બન્ને ઇસ્લામના નામે, ઇસ્લામ પર લાગેલા મોટા ધબ્બા છે. આ બન્ને સંસ્થાઓની કામગીરીને ઇસ્લામના નામે વાજબી ઠરાવનાર ઇસ્લામનું સૌથી મોટું અપમાન કરી રહ્યા છે.
ખલીફાથી ‘ખલીફા’ સુધી
ઇરાકમાં શિયા મુસ્લિમો અને કુર્દો ઉપરાંત બીજા ધર્મના લોકોની હત્યા કરવામાં કશો ખચકાટ ન અનુભવતા સુન્ની અંતિમવાદી સંગઠન ‘ઇસ્લામિક સ્ટેટ’નો વડો અલ બગદાદી પોતાની જાતને ખલીફા ગણાવે છે. પેગંબરસાહેબના કાર્ટૂનથી ખફા થઇ ગયેલા વિશ્વભરના મુસ્લિમ સમુદાયને બગદાદીની ખલીફાગીરી સામે એટલો જ કે વધારે વાંધો પડવો જોઇએ- સિવાય કે મુસ્લિમો એવું માનતા હોય કે ‘અમારા ધર્મનું અપમાન પરધર્મીઓથી ન થાય. બાકી, મુસ્લિમ તો મનમરજી પ્રમાણે ઇસ્લામનું નામ બોળી શકે.’ (જેમ હિંદુ ધર્મના અપમાનનું કે ધાર્મિક લાગણી દુભાયાનું બૂમરાણ મચાવનારા લોકોનું લોહી હિંદુ ધર્મના નામે ચાલતાં અનેક ધતિંગો અને અનિષ્ટો સામે કદી ઉકળી ઉઠતું નથી.)
ખલીફાની છાપ કેવી હોય? બાળપણમાં હજરત ઉમર અને હજરત અબુ બક્ર જેવા ખલીફાઓની ઉદાર, દયાળુ અને નીતિવાન વર્તણૂંક વિશે પાઠ્યપુસ્તકોમાં આવતું હતું. એ વાંચીને તેમના માટે અને તેમના ધર્મ માટે- ધર્મપાલન માટે માન જાગે. એવું લાગે કે ધર્મ આવો હોય. નમૂના લેખે હજરત ઉમરનો એક પ્રસંગ :
એક વાર હજરત ઉમર તેમના ગુલામ અસલમ સાથે મદીનામાં નગરચર્યાએ નીકળ્યા. ગામથી દૂર તેમણે એક દીવો બળતો જોયો. નજીક જઇને જોયું તો એક ગરીબ સ્ત્રી બેઠી હતી અને તેનાં બાળકો ભૂખથી ટળવળતાં-રડતાં હતાં. સ્ત્રીએ આગ પેટાવીને તેની પર પાણી ભરેલું વાસણ મૂકી રાખ્યું હતું.
હજરતે પૂછ્યું, એટલે સ્ત્રીએ કહ્યું, ‘બાળકો ભૂખ્યાં છે, પણ મારી પાસે અન્નનો દાણો સરખો નથી. પાણીવાળું વાસણ આગ પર એટલે મૂક્યું છે કે જેથી બાળકોને રસોઇ બનતી હોય એવું લાગે અને એ આશામાં રાહ જોતાં ઉંઘી જાય.’ પછી એ સ્ત્રીએ નિઃસાસો નાખીને કહ્યું, ‘મારાં દુઃખદર્દનું ઘ્યાન ન રાખનારા ઉમરનો કયામતના દિવસે અલ્લા ઇન્સાફ કરશે.’
એ જાણતી ન હતી કે હજરત ઉમર પોતે જ સામે બેઠા છે. હજરતે સ્ત્રીને પૂછ્યું, ‘તમારાં દુઃખદર્દની ઉમરને શી રીતે ખબર પડે?’
સ્ત્રીએ જવાબ આપ્યો, ‘એ અમારા અમીર (આગેવાન) છે. અમારું ઘ્યાન રાખવાની એમની ફરજ છે.’
એ સાંભળીને હજરત તરત શહેરમાં ગયા. સીઘુંસામાન, ખજૂર વગરે લીધાં અને એ કોથળો પોતાના ખભે નાખ્યો. ગુલામ અસલમે કોથળો ઉંચકી લેવા માટે આગ્રહ કર્યો ત્યારે હજરત ઉમરે કહ્યું, ‘કયામતના દિવસે મારાં પાપનું પોટલું તું ઉંચકીશ? એ તો મારે જ ઉંચકવું પડશે. એટલે આ કોથળો પણ હું જ ઉંચકીશ.’
ક્યાં આ ખલીફા- આ ઇસ્લામ? અને ક્યાં નિર્દોષોની હત્યા, ખૂનામરકી અને લૂંટફાટમાં રાચતા, ‘ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સિરીયા’ના જાતે બની બેઠેલા ખલીફા અલ-બગદાદી? આ નવા અને નકલી ખલીફા સામે સૌથી વધારે વાંધો કોને પડવો જોઇએ? દેખીતું છે : મુસ્લિમોને. કારણ કે બગદાદી જેવો માણસ ‘ખલીફા’ બનીને હજરત ઉમર જેવા ખલીફાઓની અને ઇસ્લામની બદનામી કરે છે.
પરંતુ ધર્મ જ્યારે ધર્મસત્તા બને ત્યારે ધર્મના મૂળ સિદ્ધાંતો અને તેના પાયામાં રહેલાં મૂલ્યો ઘણુંખરું બાજુ પર રહી જાય છે. ‘ઇસ્લામિક સ્ટેટ’ની આખી લડાઇમાં મુખ્ય વિરોધ પક્ષ અમેરિકા નથી, પણ શિયા મુસ્લિમો છે. એટલે તેમનો ખોફ પરધર્મીઓને તો ઠીક, શિયા મુસ્લિમોને એટલો લાગે છે કે‘ઇસ્લામિક સ્ટેટ’ના ખલીફાના રાજમાં પોતાનાં ધર્મસ્થાનોની સલામતીની પણ શિયાઓને ખાતરી નથી. ‘ઇરાકીન્યૂઝ’ વેબસાઇટ ઉપર જૂન ૨૭, ૨૦૧૪ના રોજ પ્રગટ થયેલા એક અહેવાલ પ્રમાણે, ભારતમાં શિયા મુસ્લિમોના સૌથી મોટા સંગઠને ઇરાકમાં રહેલાં શિયા ધર્મસ્થાનોની રક્ષા માટે શિયા મુસ્લિમોની ભરતી શરૂ કરી હતી અને તેમાં ૩૦ હજાર જેટલા ભારતીય શિયા મુસ્લિમોએ નામ નોંધાવ્યાં હોવાનું અહેવાલમાં જણાવાયું હતું. (જોકે, ઇરાક જવા માટેના વિઝા તેમને મળ્યા હોય એવું લાગતું નથી.)
ઇસ્લામના નામે આક્રમણખોરોએ મંદિરો તોડી પાડ્યાનો ઇતિહાસ જાણીતો છે, પણ એ જ ઇસ્લામના નામે સુન્ની મુસ્લિમોનું બનેલું ‘ઇસ્લામિક સ્ટેટ’ કરબલા અને નજફમાં શિયાઓનાં ધર્મસ્થાન માટે ખતરારૂપ બને, એ કેવું કહેવાય? સીધી વાત છે : મંદિરો તોડનારા કે શિયાઓના ધર્મસ્થાન માટે ખતરારૂપ બનેલા ઇસ્લામનું હાર્દ સમજવા માગતા નથી. ઇસ્લામમાં નહીં, ઇસ્લામના નામે પોતાની સત્તાલાલસા અને ધનલાલસા સંતોષવામાં રસ હોય તે જ આવું વર્તન કરી શકે.
‘ઇસ્લામિક સ્ટેટ’ની જેમ ‘અલ કાઇદા’એ કદી ભૂમિ કબજે કરીને ત્યાં પોતાની (ગેર)સમજણ પ્રમાણેનું ઇસ્લામી રાજ્ય સ્થાપવા પ્રયાસ કર્યો નથી. પરંતુ અલ કાઇદાની રક્તપીપાસા અને આતંકપીપાસા પ્રબળ છે. આતંક ફેલાવવા માટે તેને (મુસ્લિમો સહિતના) નિર્દોષોની હત્યા કરવામાં કશો સંકોચ નડતો નથી. એવા હત્યારાઓ ઇસ્લામને ટાંકે અથવા પોતાનાં આવાં કાળાં કામને ઇસ્લામ થકી વાજબી ઠરાવે, ત્યારે ઇસ્લામનું સાચું હાર્દ જોખમમાં આવી પડે છે. ખલીફા હજરત અબુ બક્રને બદલે ‘ખલીફા’ અબુ બક્ર અલ-બગદાદી ઇસ્લામના પ્રતિનિધિ બની બેેસે એ ઇસ્લામનું સાચું હાર્દ સમજતા મુસ્લિમોને અપમાનજનક લાગતું હશે.
‘ખલીફા’ અલ-બગદાદીની લડાઇનું મૂળ તત્ત્વ ‘સુન્ની વિરુદ્ધ શિયા’ હોવાથી એવું પણ જોવા મળ્યું છે કે સુન્નીઓની બહુમતી ધરાવતા ભારતમાંથી પણ કેટલાક હોંશીલા ‘ઇસ્લામિક સ્ટેટ’માં ભરતી થવા કે અહીં રહીને ‘ઇસ્લામિક સ્ટેટ’નાં ટી-શર્ટ પહેરવા ઉત્સુક છે. કેવળ મુસ્લિમ હોવાથી સંતુષ્ટ ન થતાં, શિયા કે સુન્ની તરીકેની કટ્ટર ઓળખ ઇચ્છતા આ મુસ્લિમો પોતાના સંકુચિત સ્વાર્થ ખાતર કુરાન કે હદીસને ટાંકતા હશે, ત્યારે સાચા ધર્મનું શું થતું હશે?
કલ્પના અને હકીકત
અત્યાર લગી અલ બગદાદી અને અલ જવાહિરી ભારત માટે કેવળ દૂરનાં નામ હતાં. કારણ કે તેમના કાર્યક્ષેત્ર અને કરતૂતો સાથે ભારતને કશો સંબંધ ન હતો. પરંતુ અલ જવાહિરીએ ભારતમાં ‘શાખા’ ખોલવાની જાહેરાત કર્યા પછી, હવે ભારતમાં પણ સાચા ઇસ્લામ પર તોળાતા ખતરામાં એકનો ઉમેરો થયો છે.
અત્યાર લગી લશ્કરે તૈયબ, જૈશે મહંમદ જેવાં ધાર્મિક (ઇસ્લામી) નામ ધરાવતાં આતંકવાદી સંગઠનો ઇસ્લામનું નામ બોળી રહ્યાં હતાં. ગમે તેટલો અન્યાયબોધ ધરાવતા કે અસલામતી અનુભવતા મુસ્લિમો પણ એટલું તો સમજે કે આ સંગઠનોનું શરણું લેવાથી નથી સલામતી મળવાની, નથી ન્યાય મળવાનો કે નથી ઇસ્લામનું પાલન થવાનું. કારણ કે ઇસ્લામ ક્યારેય ત્રાસવાદને અને નિર્દોષોની હત્યાને સમર્થન આપતો નથી અને ગમે તેવા અન્યાયકારી રાજ્ય સામ ન્યાય જોઇતો હશે તો ત્રાસવાદી ધોરણે નહીં, નાગરિક ધોરણે જ મળવાની શક્યતા સૌથી વધારે રહેશે. એ માટે સમાજના સ્વાર્થી અને રાજકીય પક્ષોના પોઠીયા જેવા નેતાઓને ફગાવીને, ઇસ્લામની સગવડીયા નહીં, સાચી સમજ ધરાવતા નેતાઓને અપનાવવા તથા આગળ કરવા પડશે.
શરિયા આધારિત ઇસ્લામી રાજ્યની કલ્પના ઘણા મુસ્લિમોને બહુ આકર્ષક લાગે છે. પરંતુ અત્યાર લગીમાં તેમને સમજાઇ જવું જોઇએ કે સત્તા મળ્યા પછી શાસકો માટે ધર્મનો ખપ કેવળ સગવડીયો અને પોતાની સત્તાને ધર્મનો આધાર અપાવવા પૂરતો રહી જાય છે. એવા શાસનમાં ધર્મના નામે કટ્ટરતા અને બાહ્ય પ્રતીકોની બોલબાલા વધે છે, માણસને વઘુ નેક, વઘુ ખુદાપરસ્ત બનાવવાનું કે તેને ન્યાય અપાવવાનું કામ નિર્દોષોની હત્યા કરનારા બોમ્બધડાકાથી કરી શકાતું નથી.
એટલે જ અલ કાઇદાના જવાહિરી ભારત સહિત આસપાસના દેશોમાં અલ કાઇદાની શાખા ખોલવાની વાત કરે ત્યારે સૌથી વધારે ચિંતા ભારતીય મુસ્લિમોની અને ભારતમાં ઇસ્લામની આબરૂની થાય છે. રાજકીય પક્ષોએ પોતાના સ્વાર્થ ખાતર હિંદુ-મુસ્લિમ વચ્ચેનો તનાવ પૂરતા પ્રમાણમાં વધારી મૂક્યો હોય, ત્યાં ‘અલ કાઇદા’ જેવા ત્રાસવાદીઓ ઇસ્લામના નામે અને મુસ્લિમોના નામે આવી પડે એટલે પરિસ્થતિ સુધરવાની નહીં, પણ બગડવાની ભીતિ રહે છે.

Monday, August 04, 2014
મૂંઝવતો ન્યાય
(ગુજરાત સમાચાર, તંત્રીલેખ-સોમવાર-૪-૮-૧૪)
ગયા સપ્તાહે આવેલા બે ચુકાદા સામાન્ય નાગરિકને ન્યાયપ્રક્રિયા વિશે વિચારતા કરી દે એવા હતા. સર્વોચ્ચ અદાલતે ૧૯૯૩ના સુરત બોમ્બવિસ્ફોટ કેસના તમામ ૧૧ આરોપીઓને નિર્દોષ છોડી મૂક્યા. આ તમામને રાજ્યની ‘ટાડા’ અદાલતે વર્ષ ૨૦૦૮માં દોષી ઠેરવીને દસ વર્ષથી માંડીને વીસ વર્ષ સુધીના જેલની સજા ફટકારી હતી. બાબરી મસ્જિદને તોડી પડાયા પછીના અરસામાં થયેલા સુરત વિસ્ફોટમાં એક છોકરીનું મૃત્યુ થયું હતું અને ઘણા લોકો ઘાયલ થયા હતા. એ વખતે ‘ટાડા’ -ટેરરિસ્ટ એન્ડ ડિઝરપ્ટિવ એક્ટિવિટિઝ એક્ટ- અમલમાં હતો અને આ કેસ ‘ટાડા’ અદાલતમાં ચાલ્યો હતો.
સર્વોચ્ચ અદાલતના આ ચુકાદાથી અક્ષરધામ પર હુમલાનો કેસ તાજો થાય એ સ્વાભાવિક છે. એ કેસમાં પણ ‘ટાડા’ના મસિયાઇ ભાઇ જેવા ‘પોટા’ - પ્રીવેન્શન ઑફ ટેરરિઝમ એક્ટ- અંતર્ગત છ આરોપીઓને દોષી જાહેર કરાયા હતા. સર્વોચ્ચ અદાલતે આ વર્ષે એ તમામને નિર્દોષ છોડ્યા, ત્યાં સુધીમાં છમાંથી ચાર આરોપી ૧૧ વર્ષની જેલની સજા કાપી ચૂક્યા હતા.
સુરત બોમ્બ વિસ્ફોટ કેસમાં સર્વોચ્ચ અદાલતે બીજી બાબતો ઉપરાંત એવી ટીપ્પણી કરી છે કે ‘ટાડા’ના કાયદા હેઠળ આવતા ગુનાને લગતી માહિતી અને એકરારનામાં નોંધવા માટે ડીએસપીની મંજૂરી જરૂરી છે, જ્યારે આ કેસમાં રાજ્યના એડિશનલ ચીફ સેક્રેટરીએ જ એ મંજૂરી લાવી દીધી હતી. અદાલતે કહ્યું છે કે કાયદામાં જે કામ જે હોદ્દેદારને સોંપાયું હોય તેનાથી જ એ થઇ શકે. તેનાથી નીચલો તો ઠીક, ઉપરનો હોદ્દો ધરાવનાર પણ એ કામ કરવા જાય એ ગેરકાયદે ગણાય. પહેલી નજરે આ ‘બાલકી ખાલ’ જેવો મામલો લાગે, પણ ઉતાવળે અને મનગમતી દિશામાં કાર્યવાહી કરવા ઉત્સુક સરકારી તંત્રને કાયદાની પ્રાથમિક જોગવાઇની પણ પરવા રહેતી નથી, તે ઘ્યાનમાં રાખતાં અદાલતની કડકાઇનું મહત્ત્વ સમજી શકાય એવું છે.
સુરત બોમ્બવિસ્ફોટ અને અક્ષરધામ હુમલો- આ બન્ને કેસમાં તમામ આરોપીઓ વર્ષો સુધી જેલની સજા ભોગવ્યા પછી નિર્દોષ છૂટી જાય, ત્યારે ન્યાયપ્રક્રિયાની વિડંબના બરાબર ઉજાગર થાય છે. સર્વોચ્ચ અદાલતે જેમને નિર્દોષ ઠેરવ્યા છે એવા આરોપીઓનાં પરિવારજનોએ વેઠવી પડેલી અનેકવિધ મુશ્કેલીઓની તો શી વાત કરવી? પણ ‘સો ગુનેગાર ભલે છૂટી જાય, એક નિર્દોષ ન દંડાવો જોઇએ’ - એવા ઘુ્રવવાક્યનું હાર્દ પણ જળવાતું નથી.
આ બન્ને ચુકાદાથી સાવ વિપરીત કેસ નરોડા પાટિયા હત્યાકાંડનાં ગુનેગાર માયા કોડનાનીનો છે. હા, માયા કોડનાની ‘આરોપી’ નથી. કેમ કે, નેવુથી વઘુ લોકોની ઘાતકી રીતે હત્યા કરવામાં આવી હતી એ નરોડા પાટિયા હત્યાકાંડમાં ખાસ અદાલતે માયા કોડનાનીને ગુનેગાર ઠેરવ્યાં હતાં અને તેમને ૨૮ વર્ષની જેલની સજા ફટકારી હતી. એ સજા સામે માયા કોડનાનીએ હાઇકોર્ટમાં કરેલી અપીલનો નીવેડો આવ્યો નથી. દરમિયાન, જેલવાસનાં માંડ બે વર્ષ પણ પૂરાં થાય તે પહેલાં હાઇકોર્ટમાંથી કાયમી જામીન મેળવીને તે બહાર આવી ગયાં છે.
સામાન્ય રીતે ગુનેગારને આરોગ્યની તકલીફ હોય તો તેને કેદી તરીકે જ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવે. પરંતુ ગુજરાત હાઇકોર્ટની બે ન્યાયાધીશોની બેન્ચે અસાધારણ પગલું ભરીને, માયા કોડનાનીને આરોગ્યના કારણસર કાયમી જામીન આપ્યા છે. તેના આધારે નરોડા પાટિયા હત્યાકાંડનાં ગુનેગાર માયા કોડનાનીને જેલમાં રહેવાની તો ઠીક, પોલીસ સ્ટેશનમાં હાજરી આપવાની જરૂર પણ રહેતી નથી. માયા કોડનાની એક્યુટ ડીપ્રેશન, આત્મઘાતી વૃત્તિ અને ટી.બી. જેવી બિમારીઓથી પીડાતાં હોવાની રજૂઆત અદાલત સમક્ષ થઇ હતી.
અદાલતે જામીન અંગે ચૂકાદો આપ્યો ત્યારે ખાસ તપાસ ટુકડી (સિટ)ના પ્રતિનિધિની ગેરહાજરી શંકા ઉપજાવનારી હતી. ચુકાદા ટાણે ગેરહાજર રહેવાને લીધે, કાયમી જામીનના નિર્ણય પર મનાઇહુકમ માગવાની તક ‘સિટ’ ચૂકી ગઇ. બીજા દિવસે ‘સિટ’ તરફથી મનાઇહુકમ માટે રજૂઆત થઇ, ત્યારે મોડું થઇ ચૂક્યું હતું. અદાલતે કહ્યું કે અગાઉના (કાયમી જામીનના) હુકમનો અમલ થઇ ચૂક્યો હોવાથી અને ગુનેગાર જેલમાંથી છૂટી ચૂક્યા હોવાથી હવે તે મનાઇહુકમ આપી શકે નહીં.
બિમાર ગુનેગારને સારવાર માટે જરૂરી હોય એટલા સમય માટે જામીન અપાય એ માનવતાપૂર્ણ અને સમજાય એવું છે, પણ ૨૮ વર્ષના જેલવાસની સજા પામનાર ગુનેગાર ટી.બી. અને એક્યુટ ડીપ્રેશન જેવી બિમારીને લીધે, બે જ વર્ષમાં કાયમી જામીન મેળવીને બહાર આવી જાય, એ સમજવું અને પચાવવું સામાન્ય નાગરિક માટે અઘરું નીવડી શકે છે. ગુજરાત સરકારની દાનત આ મામલે સાફ હોય અને તે અદાલતી કાર્યવાહીના રસ્તે આગળ વધવા ઇચ્છતી હોય તો, તેણે નિશ્ચિત સમયમર્યાદામાં સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરવી પડે. એમ કરવામાં તે ઠાગાઠૈયા, ટાળમટોળ કે દિલચોરી કરતી જણાશે, તો પીડિતોને ન્યાય અપાવવાની લડાઇમાં તે ક્યાં ઊભી છે તે સ્પષ્ટ થઇ જશે.

Subscribe to:
Posts (Atom)