Friday, July 31, 2015
વરસાદી આયોજનની હવાઇ (ગયેલી) મિટિંગ
ગુજરાતમાં વરસાદ મતલબ ‘ડિઝાસ્ટર’ (આફત). વરસાદ ઓછો
આવે તો ખેતી અને પાણીમાં ધબડકો, વધારે આવે તો
પૂરનો પ્રલય અને માપસરનો આવે, તો
મ્યુનિસિપાલિટીના પ્લાનિંગ (એટલે કે પ્લાનિંગના અભાવ)નો કકળાટ. દરેક ચોમાસે આ સત્ય
વધુ ને વધુ પાણીદાર લાગતું જાય છે. અમદાવાદ જેવા મહાનગરમાં બે-ત્રણ ઇંચ વરસાદ આવે
અને પાણી ભરાઇ જાય, તો સત્તાધીશો
નિર્દોષભાવે કહી શકે છે, ‘કુદરત આગળ અમે લાચાર
છીએ. એકસામટો આટલો બધો (બે-ત્રણ ઇંચ) વરસાદ પડ્યો એટલે. બાકી, અમુક કરોડ રૂપિયાના ખર્ચે અમે કરેલું પ્લાનિંગ તો જડબેસલાક
હતું.’
દરેક વર્ષે આવતો વરસાદ
રસ્તાની સાથોસાથ મ્યુનિસિપલ કોર્પોરેશનની
(રહીસહી) આબરૂમાં ગાબડાં પાડતો જાય છે અને રસ્તાના કચરાની ભેગાભેગ કરોડો રૂપિયાના
ખર્ચે થતાં આયોજનોના દાવાને પણ તાણી જાય છે. એ જુદી વાત છે કે આબરૂનું ધોવાણ રાજકારણમાં
મૂડી ગણાય છે. કપડાં ધોવાઇને સ્વચ્છ થાય, પણ આબરૂ ધોવાઇને ડાઘગ્રસ્ત બને છે. તમામ રાજકીય પક્ષોની આબરૂ ધોવાઇને તેમનો
મૂળ રંગ ગુમાવી ચૂકેલી હોવાથી, ગરીબી-બેકારી દૂર
થાય કે ન થાય,
રાજકીય પક્ષો વચ્ચે રહેલી અસમાનતા દૂર થઇ જાય છે. બજારની
પરિભાષામાં તેને ‘લેવલ પ્લેયિંગ ફિલ્ડ’ની આદર્શ સ્થિતિ કહી શકાય. વડાપ્રધાનના ફળદ્રુપ દિમાગમાં બત્તી થાય તો રાજકીય
પક્ષોના આબરૂધોવાણને તે દેશવ્યાપી સ્વચ્છતા ઝુંબેશના ભાગ તરીકે ગણાવી શકે.
આબરૂનું સૌથી મોટું સુખ
એ છે કે તે એક જ વાર જાય છે. પછી દરેક વખત જે થાય તેની અસર એક્શન રીપ્લે જેવી હોય
છે. પ્રજાને તેમાં કશી નવાઇ અને સત્તાધીશોને તેની કશી શરમ લાગતાં નથી. કોઇક વાર
સત્તાધીશોમાં કર્તવ્યબોધ જાગી ઉઠે, ત્યારે તે સ્વામી
વિવેકાનંદને યાદ કરે છે, જાગે છે, ઊઠે છે અને મૂળ સૂત્રમાં થોડો ફેરફાર કરીને, મિટિંગ ભરવા મચી પડે છે. આવી એક વરસાદલક્ષી મિટિંગનું
કાલ્પનિક દૃશ્ય.
***
અધિકારી ૧: ચાલો મિટિંગ મિટિંગ રમીએ...આઇ મીન, મિટિંગ શરૂ કરીએ.
ઉપરી : (ડોળા તતડાવીને) સવાર સવારમાં ક્યાંક થઇને નથી આવ્યા ને?... અને પેલા અધિકારી
ક્યાં છે?
અધિકારી ૧ : સોરી સર...ગઇ કાલે શહેરમાં ભારે વરસાદ પડ્યો. તેના કારણે
ઠેકઠેકાણે પાણી ભરાઇ જવા પામ્યાં હતાં અને શહેરના નીચાણવાળા વિસ્તારમાં જળબંબાકાર
જેવી સ્થિતિ સર્જાવા પામી હતી. મ્યુનિસિપલ કોર્પોરેશને તાકીદનાં પગલાં લઇને...
ઉપરી : તમે મારી જોડે પ્રેસનોટની ભાષામાં વાત ન કરો. ગુજરાતીમાં
કહો,
એ અધિકારી હજુ કેમ નથી પહોંચ્યા?
અધિકારી ૨ : સાહેબ, એમના ઘર આગળ
એટલું પાણી ભરાયેલું કે એમના માટે હોડી મોકલવી પડે એમ છે ને ફાયર બ્રિગેડવાળા આવા
કામ માટે હોડી મોકલવાની ના પાડે છે.
ઉપરી: તો હેલિકોપ્ટર મોકલો.
બધા અધિકારીઓ : (અભિભૂત થઇને, કોરસમાં) યુ આર જિનિયસ, સર. તમારા વડવા ફ્રાન્સની રાણીના સગામાં થાય?
ઉપરી : મસકાબાજી છોડો ને એ કહો કે દરેક વખતે આપણો પ્રી-મોન્સૂન
પ્લાન કેમ ડૂબી જાય છે?
અધિકારી ૨ : ડૂબી નથી જતો, સાહેબ. હવાઇ જાય
છે. પછી લોકો સમજ્યા વગર બૂમો પાડે છે કે કોર્પોરેશનથી શેક્યો પાપડ ભાંગતો નથી.
તમે જ કહો,
હવાઇ ગયેલો પાપડ કેવી રીતે ભાંગે?
ઉપરી : તમે આવું ગોળ ગોળ બોલીને આખી વાતને તમારા બચાવમાં હંકારી ન
જાવ. મારી આગળ એ તરકીબ નહીં ચાલે.
અધિકારી ૩ : તો કઇ ચાલશે?
(ઉપરી અધિકારી તેમની સામે જોઇને ડોળા કાઢે છે.)
અધિકારી ૩ : મારો કહેવાનો મતલબ હતો કે કામની કઇ રીત આપને અનુકૂળ આવશે?
ઉપરી : દર વખતે પ્રી-મોન્સૂન મેઇન્ટેનન્સનો કોન્ટ્રાક્ટ કોને મળે
છે?
અને કોન્ટ્રાક્ટરની જવાબદારી શી હોય છે?
અધિકારી ૧ : હું એ કોન્ટ્રાક્ટરને એની જવાબદારી સમજાવીને આપની પાસે
મોકલી આપીશ. આપ એને સમજાવી દેજો અને એની સાથે સમજી પણ લેજો. બસ?
ઉપરી : મને પટાવવાની કે ટૂંકમાં પતાવવાની કોશિશ ન કરશો.
અધિકારી ૨ : હોય કંઇ, સાહેબ? આ વખતે મોન્સૂન પ્લાનિંગમાં તમારો વટ પાડી દેવો છે.
અધિકારી ૩ : મને તો અત્યારથી શહેરના ખાબોચિયે-ખાબોચિયે, ભૂવે-ભૂવે આપના નામના ઝંડા ફરકતા દેખાય છે.
બધા અધિકારીઓ : (કોરસમાં)
ઝંડા ઊંચા રહે હમારા...ગઢ્ઢોંકો સજાનેવાલા, ચલતોંકો ચૌંકાનેવાલા...
ઉપરી : તમે લોકો રાગડા તાણવાનું બંધ કરો અને નક્કર આયોજનની વાત
કરો. દર ચોમાસે આપણું નાક કપાય...
અધિકારી ૩ : સાહેબ, એક પ્લાસ્ટિક
સર્જન આપણા ખાસ ફ્રેન્ડ છે--તમામ પ્રકારની સર્જરીમાં...
ઉપરી : (વાત અધવચ્ચેથી કાપીને, ઉગ્રતાથી) તમને લોકોને કંઇ શરમ જેવું છે કે નહીં? દર વખતે ચોમાસામાં આપણાં આયોજનોની ધજા થાય, લોકોને આટલી હાલાકી-હેરાનગતિ વેઠવી પડે, એ સારું કહેવાય? આપણું કામ લોકોનું હિત વિચારવાનું - તેમની સુખાકારી વધારવાનું છે. એની પ્રેરણા
માટે આપણે બીજે ફાંફાં મારવાની જરૂર નથી. આપણા વડાપ્રધાનમાંથી આપણે એટલું પણ ન
શીખી શકીએ?
(મિટિંગમાં સન્નાટો છવાઇ જાય છે. બાકીના અધિકારીઓ ‘ટેન કમાન્ડમેન્ટ્સ’ પ્રકારની દિવ્ય વાણી ઝીલવા તત્પર બને છે, પણ એક અધિકારી હિંમત કરીને પૂછે છે)
અધિકારી ૪ : માફ કરજો, સાહેબ. આ બધું
કહેવું સહેલું છે,
પણ કરવું અઘરું છે. આડેધડ પ્લાનિંગે એવો દાટ વાળ્યો છે
કે...
ઉપરી : પાણી ભરાતું રોકવાની કે ભૂવા પડતા અટકાવવાની વાત કોણ કરે
છે?
હું કહું છું કે ચોતરફ આવી બૂમો પડતી હોય, ત્યારે આપણે એક અઠવાડિયાનો રેઇન ડાન્સ ફેસ્ટિવલ ન યોજી શકીએ? તેમાં દેશવિદેશથી કલાકારો બોલાવવાના અને મહાત્મા મંદિરમાં
તેમના શો રાખવાના અને તેમનું લાઇવ ટેલીકાસ્ટ કરાવવાનું. દરેક ખાડે ને દરેક ભૂવે
મોટા ટીવી સ્ક્રીન મૂકવાના, જેથી લોકોને
ચેતવણીની સાથે મનોરંજન પણ મળે. કાર્યક્રમની ઝાકઝમાળની પ્રસિદ્ધિ એટલી હદે કરવાની
કે લોકો બીજું બધું ભૂલી જાય. ફેસબુક-ટ્વીટર પર તેના જ ફોટા દેખાય.
(બધા અધિકારીઓ અહોભાવથી તાકી રહે છે)
ઉપરી : એની ઉત્તેજના શમે તે પહેલાં શહેરો અને ગ્રામ્ય વિસ્તારોના
રસ્તાને સાંકળતી આંતરરાષ્ટ્રિય કાર-રેલીનાં આયોજન કરવાનાં. રસ્તા પરના ખાડા અને
ભૂવાનું ડેકોરેશન કરીને તેમને કાર-રેલીના અગવડભર્યા ટ્રેકનું સ્વરૂપ આપી દેવાનું.
વિદેશથી આવનારા સ્પર્ધકોના ઇન્ટરવ્યુ પ્રગટ થશે ત્યારે તે આપણા નેચરલ ટ્રેકનાં બે
મોઢે વખાણ કરશે અને આપણા ખાડાનો દેશદેશાવરમાં જયજયકાર થઇ જશે. બાકીના કાર્યક્રમ
ઇન્ટરનેશનલ લેવલના કરીએ, ત્યારે એકાદ કાર્યક્રમ
લોકલ લેવલનો કરવાનો. ગામેગામ ખાડા-મુશાયરા યોજવા અને કવિઓને ચીલાચાલુ વરસાદી
વિષયોને બદલે ખાડા, ભૂવા, ખાબોચિયાં જેવા વિષયો પર કવિતાઓ લખવા કહેવું. એવો મુખ્ય
મુશાયરો ગાંધીનગરમાં યોજીને તેમાં મોરારીબાપુને મુખ્ય મહેમાન બનાવવા...આવા તો બીજા
અનેક મૌલિક કાર્યક્રમ યોજી શકાય. આખો દેશ ગુજરાત મોડેલ પાછળ ઘેલો થતો હોય અને તમે
લોકો જ ગુજરાત મોડેલ ભૂલી જાવ એ કેમ ચાલે?
બધા અધિકારીઓ : (કોરસમાં) યુ આર વિઝનરી, સર. યુ આર જિનિયસ. વી આર પ્રાઉડ ઓફ યુ.
(‘ઝંડા ઊંચા રહે હમારા’ના સ્વયંભૂ સમુહગાન સાથે મિટિંગનો અંત આવે છે.)
Tuesday, July 28, 2015
કટોકટીની આપખુદશાહીનો ભોગ બનેલો રાજકીય કટાક્ષની પાંખી પરંપરાનો વીરલ નમૂનો : ‘કિસ્સા કુર્સીકા’
ઇંદિરા ગાંધીએ આણેલી કટોકટીને ગયા મહિને ચાળીસ વર્ષ પૂરાં
થયાં. એ નિમિત્તે કટોકટી વિશે અને તેની આસપાસ ઘણું લખાયું. પણ કટોકટી સાથે સીધો
સંબંધ ધરાવતી ફિલ્મ ‘કિસ્સા કુર્સીકા’/ Kissa Kursee Ka વિશે બહુ વાત ન થઇ. તેની
પર મૂકાયેલા પ્રતિબંધથી વિશેષ કોઇ વાત ન થઇ. એ ફિલ્મ બાડમેર (રાજસ્થાન)ના
કોંગ્રેસી સાંસદ અને ઇંદિરા ગાંધીની નીતિરીતિઓથી નારાજ થઇને છેડો ફાડનાર અમૃત
નાહટાએ બનાવી હતી. ઇંદિરાપુત્ર સંજયે ગુંડાગીરી આચરીને આ ફિલ્મની નેગેટિવ-પોઝિટિવ
બધું મુંબઇથી જપ્ત કરાવ્યું. એ સામગ્રી હરિયાણામાં આવેલી સંજય ગાંધીની ‘મારૂતિ’ ફેક્ટરીમાં લઇ જવામાં આવી અને સર્વોચ્ચ અદાલતના
આદેશને નેવે મૂકીને ફિલ્મનાં રીલને દીવાસળી ચાંપી દેવાઇ. એ સાથે જ આઝાદ ભારતની
સંભવતઃ પહેલી રાજકીય કટાક્ષફિલ્મનું નામોનિશાન મટી ગયું.
ત્યાર પછી હિંદી ફિલ્મોમાં કરૂણતાનો ઘેરો રંગ ધરાવતા
કટાક્ષની વાત નીકળે ત્યારે ‘જાને ભી દો યારોં’ (૧૯૮૩)ને યાદ કરવામાં આવે છે. વર્ષ ૨૦૧૩માં, તેનાં ત્રીસ વર્ષ પૂરાં થયાં ત્યારે, તેના વિશે લેખ લખાયા અને નવેસરથી તેના
માહત્મ્યને તાજું કરવામાં આવ્યું. ‘જાને ભી દો યારોં’ની લીટી જરાય ભૂંસ્યા વિના, ઐતિહાસિક ખરાઇ ખાતર કહેવું જોઇએ કે કડવી વાસ્તવિકતાને
હાસ્યાસ્પદ બનાવીને કરુણાંત સાથે રજૂ કરવામાં ‘કિસ્સા કુર્સીકા’ ઘણી વહેલી અને
ઠીક ઠીક આગળ હતી.
‘કિસ્સા કુર્સીકા’ની વિશેષતા એ હતી કે તેમાં સામાન્ય કટાક્ષ
ઉપરાંત કેટલાંક ખાસ પાત્રોનો ઠઠ્ઠો કરવામાં આવ્યો હતો. ઇંદિરા ગાંધી-સંજય ગાંધી
સાથે ચહેરાનું કે નામનું સામ્ય ધરાવતાં પાત્રો ભલે તેમાં ન હતાં, પણ ફિલ્મમાં દેખાડાયેલું સત્તાધીશનું પાત્ર
ઇંદિરા ગાંધીની એ સમયની રાજકીય ભાષામાં બોલતું હતું અને તેની પોકળતા છતી કરતું
હતું. મદારીના જંબુરામાંથી સત્તાધીશ બનેલો ગંગુ ઉર્ફે ગંગારામ ‘મારી સરકારનો એક જ કાર્યક્રમ છેઃ ગરીબી હટાવો’- એમ કહે ત્યારે ઇંદિરા ગાંધી સિવાય બીજું કોણ
યાદ આવે? સંજય ગાંધીના માનીતા અને
નિષ્ફળ પ્રોજેક્ટ તરીકે બહુચર્ચિત બનેલી ‘છોટી કાર’ (મારુતિ) ફિલ્મમાં
ગંગારામના ચૂંટણીપ્રતિક તરીકે બતાવાઇ હતી. ગંગારામના ધૂર્ત સચિવનું પાત્ર ઇંદિરા
ગાંધીના કાવાદાવાબાજ દરબારી આર.કે.ધવન પર આધારિત લાગતું હતું, તો ઇંદિરા-દરબારમાં દબદબો ધરાવતા ધીરેન્દ્ર
બ્રહ્મચારી પ્રકારનું પાખંડી પાત્ર ઉત્પલ દત્તે ભજવ્યું હતું. (તેમણે ઘણા સંવાદમાં
પાત્રની જરૂરિયાત પ્રમાણે પોતાના સ્વાભાવિક અવાજ કરતાં જુદો અવાજ કાઢ્યો હતો.)
ફિલ્મના એક મહત્ત્વના ગ્લેમરસ સ્ત્રીપાત્રનું નામ હતું રૂબી ડિક્સાના, જે કટોકટી વખતે સંજય ગાંધીનાં ખાસ મનાતાં ‘પેજ-૩’ સાથીદાર રૂખસાના સુલતાનાની યાદ અપાવનારું હતું. દિલ્હીની નેશનલ સ્કૂલ ઓફ
ડ્રામાના પ્રતિભાશાળી કલાકાર મનોહર સિંઘને ગંગારામનું મુખ્ય પાત્ર મળ્યું.
પ્રચલિત માન્યતાથી વિપરીત, ‘કિસ્સા કુર્સીકા’ કટોકટી વખતે બની
ન હતી. સમાજવાદનું સગવડીયું રટણ કરીને આપખુદશાહી તરફ આગળ વધી રહેલાં ઇંદિરા
ગાંધીથી દુભાયેલા અમૃત નાહટાએ કટોકટી પહેલાં આ ફિલ્મ બનાવી દીધી હતી. તેમાં
મનોહરસિંઘ ઉપરાંત રાજ બબ્બર, શબાના આઝમી અને
રેહાના સુલતાન જેવા કલાકાર હતાં. ‘ફિર ભી’ ફિલ્મના નિર્દેશક શિવેન્દ્ર સિંહાને નિર્દેશન
સોંપાયું. ફિલ્મની કથામાં હિંદી વ્યંગકાર હરિશંકર પરસાંઇનાં સલાહસૂચન લેવામાં
આવ્યાં અને ફિલ્મના ટાઇટલ માટે વિખ્યાત
કાર્ટૂનિસ્ટ અબુ અબ્રાહમ પાસે વીસ કાર્ટૂન તૈયાર કરાવાયાં.
સન ૧૯૭૪-૭૫માં આશરે રૂ.૯ લાખના કરકસરિયા બજેટમાં તૈયાર
થયેલી ફિલ્મ સામે સેન્સર બોર્ડે વાંધાવચકા પાડ્યા. સાંસદ-નિર્માતા અમૃત નાહટા
સર્વોચ્ચ અદાલતમાં ગયા. ત્યાં સુધીમાં કટોકટી આવી ચૂકી હતી. અદાલતમાં કાનૂની જંગ
ચાલ્યો. છેવટે એવું ઠર્યું કે ન્યાયાધીશો ફિલ્મ જોઇને ચુકાદો આપશે. તેમને ફિલ્મ
બતાવવાની તારીખ નક્કી થઇ, પણ એ તારીખ
પહેલાં સંજય ગાંધી અને માહિતી-પ્રસારણમંત્રી વી.સી.શુક્લના સાગરીતોએ ફિલ્મના રીલ
અને તેની એકમાત્ર પોઝિટિવ હસ્તગત કરી લીધાં અને તેમનો નાશ કર્યો.
કટોકટી ઉઠી ગયા પછી અમૃત નાહટાએ આખી ફિલ્મ નવેસરથી બનાવી, જે ૧૯૭૮માં રજૂ થઇ. (એ આખી ફિલ્મ યુટ્યુબ પર
જોવા મળે છે) તેમાં થોડા કલાકારો બદલાયા. રાજ બબ્બર અને રેહાના સુલતાન નવી ‘કિસ્સા કુર્સીકા’માં ન હતાં, પણ ‘જનગણ દેશ’ની ‘જનતા’ના પાત્રમાં શબાના આઝમી રહ્યાં. શ્યામ બેનેગલની
‘અંકુર’(૧૯૭૪)થી ફિલ્મોમાં આવનાર શબાના શરૂઆતમાં મસાલા
ફિલ્મો કરતાં હતાં. ‘કિસ્સા કુર્સીકા’માં તેમની ભૂમિકા મૂંગી ‘જનતા’ (પ્રજા)ની હતી. તેથી આખી ફિલ્મમાં શબાના આઝમીનો એક પણ સંવાદ ન હતો. ફિલ્મનાં
કેટલાંક મુખ્ય પાત્રોની જેમ ‘જનતા’નો પણ કરુણ અંત આવ્યો.
![]() |
| Shabana Azami in Kissa Kursee Ka |
નવેસરથી બનેલી ‘કિસ્સા કુર્સીકા’ ફિલ્મમાં
અલાહાબાદ હાઇકોર્ટનો ચુકાદો અને કટોકટીની જાહેરાતને પણ આવરી લેવાયાં. કટોકટી જાહેર
કર્યા પછી ઇંદિરા ગાંધીએ સવારના પહોરમાં બોલાવેલી સાંસદોની મિટિંગનું ફિલ્મી દૃશ્ય
સ્થૂળ હાસ્યનો ઉત્તમ નમૂનો કહેવાય એવું હતું. તેમાં સૌ સાંસદો પોતપોતાના
નાઇટડ્રેસમાં, બગાસાં ખાતાં ને
આશંકાઓ કરતા, હાંફળાફાંફળા
થઇને હાજર થઇ જતા બતાવાયા હતા.
ફિલ્મમાં સંગીત જયદેવનું હતું અને ગીતો પણ કટાક્ષમય હતાં.
તેમની કોરિઓગ્રાફી શાસ્ત્રીય નૃત્ય પ્રકારની હતી, પણ વાર્તાના પ્રવાહમાં તે અવરોધરૂપ હતાં. આવી કેટલીક દેખીતી મર્યાદાઓ છતાં
૧૯૭૮માં નવેસરથી બનેલી ‘કિસ્સા કુર્સીકા’ અતિચિત્રણ-અતિશયોક્તિ દ્વારા પેદા કરાયેલાં
કટાક્ષ-રમૂજની બાબતમાં નમૂનેદાર કહેવાય એવી હતી. ભારતની હાસ્યપ્રધાન ફિલ્મોમાં
(જીવંત પાત્રોની વાજબી ઠેકડી ઉડાડવાનો) આવો પ્રયોગ ત્યાર પહેલાં થયો હોય એવું
જાણમાં નથી. ફિલ્મના એક દૃશ્યમાં,
સફળ નેતા બનાવવા
માટે ગંગુને ઇન્કિલાબની ગોળી અને સમાજવાદનું ઇન્જેક્શન આપવામાં આવે છે. એટલે તે
ઊભા થઇને જોશભેર ‘ઇન્કિલાબ
ઝિંદાબાદ’ના નારા અને સમાજવાદનાં
ભાષણ આપવા લાગે છે. (કટોકટી પહેલાંના અરસામાં ઇંદિરા ગાંધીએ કહેવાતા સમાજવાદના
નામે ઘણાં વિવાદાસ્પદ પગલાં લીધાં હતાં.)
સત્તા હાંસલ કર્યા પછી ગંગુ ઉર્ફે ગંગારામ ખુરશી પર બેસવા
જાય છે, ત્યારે ખુરશી તેને ‘અષ્ટોપદેશ’ (આઠ ઉપદેશ) આપે છે. તેમાંનો પહેલો જ ઉપદેશ હતો : ‘જે સીડી પર ચડીને અહીં સુધી પહોંચ્યો એ સીડીને
ફેંકી દે, જેથી બીજું કોઇ તેની પરથી
ચડી ન શકે.’ બીજા કેટલાક
ઉપદેશ : ‘જે દોસ્તોએ તારી મદદ કરી તેમને ભૂલી જા, જનતાને કરેલા વાયદા ભૂલી જા, ખાઇ-પીને એશ કર, મારા (ખુરશીના) રક્ષણ માટે તું જે કંઇ કરીશ તે
યોગ્ય જ ગણાશે.’
કટોકટી વખતે થયેલા અનેક ગંભીર અત્યાચારોમાં ‘કિસ્સા કુર્સીકા’ની સેન્સરશીપનો કેસ મામુલી લાગે,
પણ આ એક જ ગુનો
સંજય ગાંધીના જેલવાસ માટે નિમિત્ત બન્યો. ફરજિયાત નસબંધીથી માંડીને બીજા અનેક
અપરાધોના સૂત્રધાર કે ‘પ્રેરક’ સંજય ગાંધી પુરાવા (ફિલ્મની પ્રિન્ટો) નષ્ટ
કરવાના ગુનામાં દોષી ઠર્યા. સર્વોચ્ચ અદાલતે તેમને અને વી.સી.શુક્લને નિર્દોષ છોડ્યા, ત્યાર પહેલાં સંજય ગાંધીને તિહાર જેલમાં એક
મહિનો ગાળવો પડ્યો. આ એ જ જેલ હતી,
જ્યાં કટોકટી
વખતે સંજય ગાંધીએ ઘણા લોકોને મોકલ્યા હતા.
કટોકટી દૂર થયા પછી અમૃત નાહટાએ જનતા સરકારના માહિતી પ્રસારણ મંત્રી અડવાણી પાસેથી નષ્ટ થયેલી ફિલ્મનો પતો અથવા તેનું વળતર માગ્યું હતું. અમૃત નાહટાના ફિલ્મનિર્માતા પુત્ર રાકેશ નાહટાએ વર્તમાન એનડીએ સરકાર પાસેથી અસલ ફિલ્મનો પત્તો અને તે નષ્ટ થઇ હોય તો તેના વળતરની માગણી કરી છે. અસલ ફિલ્મ બચી હોય એવી શક્યતા ઓછી છે, પણ ૧૯૭૮ની ‘કિસ્સા કુર્સીકા’ અચૂક જોવા જેવી છે. ભારતમાં ભાગ્યે જ ખેડાયેલા કટાક્ષફિલ્મના પ્રકારની સાથોસાથ કાળી રાજકીય વાસ્તવિકતાનો ઠીકઠીક અંદાજ તેમાંથી મળી શકે છે.
Labels:
emergency,
film/ફિલ્મ,
indira gandhi,
sanjay gandhi
Thursday, July 23, 2015
(વાતોનાં) વડા-પ્રધાનની સંભવિત નવી યોજનાઓ
જૂના વખતની કહેવત હતી કે સત્ય મોજાં પહેરવા રહે ત્યાં સુધીમાં જૂઠાણું પૃથ્વીના દસ ચકરાવા લગાવી દે છે. સમય પ્રમાણે કહેવતમાં પણ ફેરફાર કરવો પડે : સરકારી રાહે જાહેર થયેલી એક યોજનાના અમલનું ઠેકાણું પડે, તે પહેલાં સરકાર બીજી દસ મહત્ત્વાકાંક્ષી (તેનું ‘ગુજરાતી’ : અવાસ્તવિક) યોજનાઓ જાહેર કરી પાડે છે. ગયા સપ્તાહે વડાપ્રધાને તેમની જાહેરાત-કારકિર્દીની વઘુ એક યોજના જાહેર કરી. યોજનાઓ અને કાર્યક્રમો જાહેર કરવામાં તેમનો ઉત્સાહ ભારે છે. વાસ્તવિકતાની કે પાલનની ચિંતા નથી કરવાની, તે એક કારણ હોઇ શકે. પણ એ જુદી વાત છે. કારણ કે ‘લખાણું તે વંચાણું’ની જેમ, સરકારી જાહેરખબરોમાં ‘બોલાણું તે સંભળાણું’નો નિયમ લાગે છે. રૂપિયા અમલના નહીં, આક્રમક માર્કેટિંગના હોય છે. ખાનગી કંપનીઓ ‘ટૂથપેસ્ટમાં નમક છે’ પ્રકારની જાહેરખબરો પાછળ લાખો રૂપિયા ખર્ચીને લોકોને ચગડોળે ચડાવી શકતી હોય, તો સર્વસત્તાધીશ સરકાર વધારે ભવ્ય અને વધારે લૉલીપૉપી હેતુઓ માટે એ જ કામ ન કરી શકે?
વડાપ્રધાનની કલ્પનાશકિત આ જ રીતે કામ કરતી રહે, તો ભવિષ્યમાં કેવી યોજનાઓ અને જાહેરાતો આવી શકે?
શ્યામજી કૃષ્ણવર્મા વૈશ્વિક બેરોજગારીનિવારણ યોજના
વડાપ્રધાનને ઓળખતા સૌ જાણે છે કે તેમની મહત્ત્વાકાંક્ષાઓને હવે ભારતનું ફલક નાનું પડે છે. તેમના ટીકાકારો કહે છે કે તે વિશ્વસ્તરની સમસ્યાઓ ઊભી કરે શકે છે. એ દાવો ચર્ચાસ્પદ હોવા છતાં, એટલું નક્કી છે કે અમેરિકાના પ્રમુખને નામથી (‘બરાક’ કહીને) બોલાવનાર વડાપ્રધાન વૈશ્વિક બેરોજગારી દૂર કરવાનો દાવો કરી શકે. એમ કરવા માટે જરૂરી ‘હિંમત’ તેમનામાં છે. સ‘હું ભારતની બેરોજગારી દૂર કરીને બેસી રહેવાનો નથી.
હું આખા વિશ્વની બેરોજગારી દૂર કરીને જ જંપીશ.’ એવો નિર્ધાર વડાપ્રધાન પહેલા નૉરતે, માતાજીની ઉપાસના કર્યા પછી વ્યક્ત કરે તો ચોંકવું નહીં. તે કહી શકે છે,‘એક વાર મને વિશ્વનો વડાપ્રધાન બનાવી દો--હસવાની જરૂર નથી. હું ભારતનો વડાપ્રધાન બનવાની વાત કરતો હતો ત્યારે પણ તમે આમ જ હસતા હતા--હા, તો મારા માટે ખાસ વિશ્વના વડાપ્રધાનની પોસ્ટ ઊભી કરો, અમિતભાઇ (શાહ)ને યુનોના સૅક્રેટરી જનરલ બનાવી દો અને મૅડિસન સ્કૅવરમાં મારું લાઇવ પર્ફોર્મન્સ જોઇને ધન્ય થયેલા એકાદ જણને અમેરિકાનો પ્રમુખ બનાવી દો. પછી જુઓ, હું દુનિયાભરના બેરોજગારોને રોજગારી અપાવું છું કે નહીં. જો પૃથ્વી પર તેમની નોકરીઓનું ઠેકાણું નહીં પડે, તો છેવટે મંગળ પર ને ત્યાં નહીં પડે, તો હવે પ્લુટો પણ આપણી પહોંચમાં આવી ગયો છે, ત્યાં...અને એ લોકો પ્લુટો પર પહોંચશે, ત્યાં સુધીમાં હું વિશ્વનો નહીં, બ્રહ્માંડનો વડાપ્રધાન બની ગયો હોઇશ.’
તા.ક. કૉંગ્રેસના એક જૂથે વડાપ્રધાનને બિનસત્તાવાર વિનંતી કરી હતી કે આ યોજના સાથે રાહુલ ગાંધીનું નામ જોડવામાં આવે. પરંતુ તેમની વિનંતીનો સ્વીકાર થયો જણાતો નથી.
જયલલિતા નારી-સશક્તિકરણ યોજના
જયલલિતા સાથે વડાપ્રધાનના સંબંધ મૈત્રીપૂર્ણ છે કે નહીં, તેનો આધાર વડાપ્રધાનની સગવડ કે જરૂરિયાત પર હોય છે. એક સમયે શરદ પવાર સાથે હાથ ન મિલાવવા બદલ નરેન્દ્ર મોદીનાં વખાણ કરતા ભક્તજનોને જયલલિતા સાથે હસી હસીને ફોટા પડાવતા મોદી વિશે કશું કહેવાનું ન હતું. (અલબત્ત, એમાં નરેન્દ્ર મોદીનો શો વાંક? અને ખરું પૂછો તો ભક્તોનો પણ શો વાંક? સૌ પોતપોતાનું કામ કરતા હતા.) ભવિષ્યમાં તક ઊભી થાય અને જયલલિતાના ટેકાની જરૂર પડે, ત્યારે જયલલિતા દક્ષિણ ભારતની ભવ્ય પરંપરા પ્રમાણે, પોતાની પાછળ પોતાના નામની યોજના થાય ત્યાં સુધી રાહ જુએ એવાં નથી. વડાપ્રધાન ગમે તેટલા આગ્રહપૂર્વક સુષ્મા સ્વરાજનું, વસુંધરારાજે સિંધીયાનું કે સ્મૃતિ ઇરાનીનું નામ આગળ ધરે, જયલલિતા ન માને તે બિલકુલ બનવાજોગ છે. એવું થાય તો પછી તેમના નામની યોજના જાહેર કરવી પડે. તેમાં વડાપ્રધાનથી એટલું થાય કે એ યોજનાની પેટાયોજનાઓને વસુંધરારાજે, સ્મૃતિ ઇરાની કે સુષ્મા જેવી પ્રતાપી ભાજપી મહિલાઓનાં નામ સાથે જોડી શકે.
‘કાઉ બેલ્ટ’ ગણાતા ઉત્તર ભારતમાં મહિલાઓ અત્યાર લગી મહદ્ અંશે આર્થિક કૌભાંડોનાં શીખરો સર કરી શકી ન હતી. સૂચિત યોજનાથી એ મહેણું ભાંગશે. આ યોજના બિનધાસ્ત રીતે નાણાંકીય કે અન્ય ગોટાળા કરવાની રાષ્ટ્રિય પ્રવૃત્તિને પ્રોત્સાહન પૂરું પાડશે અને એ ક્ષેત્રે પાછળ રહી ગયેલી મહિલાઓને પુરૂષસમોવડી બનાવવાની દિશામાં પ્રયાસ કરશે.
લલિત મોદી પ્રવાસન યોજના
વિદેશોને ભારત સાથે જોડવા આતુર વડાપ્રધાન લલિત મોદી પ્રકરણ પછી ‘આફતને અવસરમાં પલટી નાખવાની’ તેમની જૂની પદ્ધતિ પ્રમાણે, યુરોપના કેટલાક દેશો સાથે પ્રવાસનને લગતા એમઓયુ કરી શકે છે. તેમાં લલિત મોદીએ પોતાના ટિ્વટર અકાઉન્ટ પર યુરોપનાં જે સ્થળોની તસવીરો મૂકી હતી, એ તમામ સ્થળો આવરી લેવાય, એ સ્થળોએ ખિચડી-કઢી સહિતનું ઉત્તમ ગુજરાતી ભોજન આપે એવાં હૉટેલ-રેસ્તોરાં ખુલે અને ભોજનસામગ્રીના ‘નો-હાઉ’ (જાણકારી) માટે યુરોપની કંપનીઓ તેમના માણસોને તાલીમ માટે ગુજરાતમાં- ભારતમાં મોકલી આપે, એવું ગોઠવી શકાય. લલિત મોદી પ્રકરણથી દેશને થયેલું સંભવિત આર્થિક નુકસાન આ રીતે સરભર થઇ શકશે અને વિદેશોમાં ભારતીય સંસ્કૃતિના ઝંડા ફરકશે એ નફામાં.
આંતરરાષ્ટ્રિય મૌન દિવસ
દિલ્હીમાં ચાઇનીઝ ચટાઇઓ પર દબદબાભેર ઉજવાયેલા આંતરરાષ્ટ્રિય યોગ દિવસની ભવ્ય સફળતા પછી વડાપ્રધાન બીજી ભારતીય બાબતોના આંતરરાષ્ટ્રિયકરણ માટે પ્રેરાઇ શકે છે. વડાપ્રધાન બન્યા પછીનો તેમનો રેકોર્ડ જોતાં હવે પછી તે મૌનને ભારતીય સંસ્કૃતિના સર્વોત્તમ પ્રતિક તરીકે પ્રસ્થાપિત કરે અને પોતે વડાપ્રધાન બન્યા હતા એ દિવસને ‘આંતરરાષ્ટ્રિય મૌન દિવસ’ તરીકે ઉજવવાનો પ્રસ્તાવ મૂકે, એ શક્ય છે. આવું થાય તો વિરોધપક્ષો પણ તેમના પ્રસ્તાવને વધાવી લેશે.
જેવી રીતે ગાંધીજીને સ્વચ્છતાના સગવડીયા ખાતે ખતવી દેવાયા, એવી રીતે મૌનના મામલે પણ ગાંધીજીના ખભે અહિંસક બંદૂક ફોડવામાં આવશે. મુગ્ધ કે ભોળા જનો મૌન કેટલી મહાન બાબત છે, તે વિશે બોલબોલ કરીને કકળાટ મચાવી મૂકશે. આત્મખોજ માટેના મૌન અને આત્મવંચના કે આત્મરક્ષા માટેના મૌન વચ્ચેનો ફરક તે રાબેતા મુજબ, સહેલાઇથી ભૂલાવી દેશે.
યોગદિવસ અને મૌનદિવસનો મહિમા વિશ્વભરમાં પ્રસાર્યા પછી ભારતના વૈશ્વિક જયજયકાર માટેના દરવાજા ખુલી જશે. આંતરરાષ્ટ્રિય વાયદાદિવસથી માંડીને આંતરરાષ્ટ્રિય એન્કાઉન્ટરદિવસ જેવા અનેક નવા દિવસો ભારતે આઘુનિક વિશ્વને આપેલી ભેટ ગણાશે. વિશ્વ કટોકટીદિવસ ઉજવવા અંગે વડાપ્રધાન ઉત્સાહી તો હશે, પણ કોઇ તેમાં વર્તમાનકાળનો સંદર્ભ ન સમજે એટલા ખાતર, એ વિચાર તે ‘ભવિષ્યમાં ફરી ક્યારેક’ પર મુલત્વી રાખી શકે છે.

Saturday, July 18, 2015
સિત્તેર વર્ષના અંતરે, એક લોકગીતના બે અંદાજઃ દુર્લભ ઓડિયો-વિઝ્યુઅલ નમૂનો
'કાનુડો શું જાણે મારી પ્રીત'...આ મીરાભજન બાળપણમાં ઘરની સાવ નજીક અને મસ્જિદને અડીને આવેલા લક્ષ્મીનારાયણ મંદિરમાં ગવાતું અનેક વાર સાંભળ્યું હતું. એ દિવસોમાં આઠ વાગ્યે રાત પડી જતી. ઘરમાં મોટે ભાગે પીળા બલ્બનો અજવાસ હોય, જેને લીધે ઝળાંહળાં અજવાળું થવાને બદલે ક્યાંક અંધારું ને ક્યાંક માંદો પ્રકાશ પથરાયાં હોય. જમીને સૌ બેઠાં હોય કે નવેક વાગ્યે સૂઇ પણ ગયા હોય. એ વખતે લક્ષ્મીનારાયણ મંંદિરમાં, (અત્યારના ઘણા ભજનગાયકોની જેમ ગાયકીનો કશો ધખારો રાખ્યા વિના કે માઇકમાં મોઢાં ખોસ્યા વિના,) ભજનિકો એક પછી એક ભજન ઉપાડે. ધીમા ઢાળે શરૂઆત થાય. માઇક વિના રેલાતો અને થોડા અંતરથી આવવાને કારણે વધારે મીઠો લાગતો તેમનો અવાજ ઢોલકના તાલ સાથે કોપીબુક મધુરતા નહીં, પણ કર્ણપ્રિય મીઠાશનું વાતાવરણ પેદા કરે. અંત સુધી પહોંચતાં રંગ જામે. ઢોલકના તાલની સાથે કાંસીજોડાનો સળંગ ખણકાટ ભળે અને છેલ્લે ચરમસીમા પર પહોંચીને ભજન પૂરું થાય, ત્યારે પથારીમાં પડ્યાં પડ્યાં સાંભળનારને પણ તેની ભાવટોચનો અનુભવ થાય.
છતાં, 'કાનુડો શું જાણે મારી પ્રીત' કદી વ્યવસ્થિત રીતે, નજીકથી સાંભળ્યું ન હતું. રાજસ્થાની લોકગાયક મિત્ર સમંદરખાન માંગણીયાર અને તેમના સાથીદારો પહેલી વાર મહેમદાવાદના ઘરે આવ્યા અને તેમણે 'કાનુડો ની જાણે મારી પ્રીત' છેડ્યું, ત્યારે થયું, ઓહોહો, આ તો પેલું ભજન, જે નાનપણમાં અને દૂરથી કેટલી બધી વાર સાંભળ્યું હતું. એ ભજનના શબ્દો પણ એટલા રમતિયાળ છે અને વચ્ચે આવતા સરરરરરરર ને ચરરરરરરર જેવા ધ્વનિસૂચક શબ્દોને લીધે ગાયકોને અને શ્રોતાઓને પણ પોરસ ચડે છે.
પહેલી વાર સમંદરખાન અને સાથીદારો 1995માં મહેમદાવાદ આવ્યા અને આખી રાત ગાયું, ત્યારે વિડીયોની વ્યવસ્થા તો ન હતી. તેનું જેવુંતેવું ઓડિયો રેકોર્ડિંગ કર્યું, પણ બીજી વાર 2013માં તે આવ્યા ત્યારે વિડીયો ઉતારી. વચ્ચેના લાંબા સમયગાળામાં સમંદરખાનની ગાયકી અને તેનું શારીરિક ઉપરાંત વ્યાવસાયિક કદ પણ નીખર્યું હતું. સાથે પૂરી મંડળી પણ હતી. એ રાતે મહેમદાવાદની મહેફિલનો અનુભવ અવિસ્મરણીય બની રહ્યો. (તેના વિશેનો બ્લોગ અને થોડી વિડીયો જોવા માટે અહીં અને અહીં ક્લિક કરો)
એ વખતે પણ સમંદરખાને 'કાનુડો શું જાણે મારી પ્રીત' ગાયું, ત્યારે વધુ એક વાર સૌ ડોલી ઉઠ્યા હતા.તેની ગાયકી ઉપરાંત ખડતાલ (કરતાલ) વગાડવાની કળા-- જે રાજસ્થાની લોકગાયકોની ખાસિયત છે--માણવાલાયક છે.
પરંતુ આજે સવારે ફિલ્મસંશોધક અને પરમ મિત્ર હરીશ રઘુવંશીએ મોકલેલી એક લિન્ક જોઇને રોમાંચનો સુખદ આંચકો લાગ્યો. તેમણે મોકલેલા ગીતના શબ્દો હતા 'શ્યામ ક્યા જાને મ્હારી પ્રીત'. ફિલ્મ 'પ્રેમનગર' (1940), ડી.એન. (દીનાનાથ) મધોકના શબ્દો અને સાવ નવોદિત એવા નૌશાદનું સંગીત.
આ તો જાણે બરાબર, પણ એ ગીત 'કાનુડો ની જાણે મારી પ્રીત'નું હિંદીકરણ હતું અને તેનું પિક્ઝરાઇઝેશન અસલ રાજસ્થાની ગાયકોના સમુહ પર કરાયું હતું. (ભૂલતો ન હોઉં તો ફિલ્મના ડાયરેક્ટર જર્મની-રીટર્ન્ડ મોહન ભવનાની હતા) ભારતમાં લોકકળાઓના દસ્તાવેજીકરણ વિશે ભારે ઉદાસીનતા જોવા મળે છે. પાછલાં વર્ષોમાં એ જરા ફેશનેબલ થઇ. બાકી, પહેલાં ઝવેરચંદ મેઘાણી જેવા થોડા લોકોએ ભારે જહેમત લઇને તેના દસ્તાવેજીકરણનો પ્રયાસ કર્યો. પણ દૃશ્ય સ્વરૂપનું દસ્તાવેજીકરણ તો અતિદુર્લભ. એ સ્થિતિમાં એક હિંદી ફિલ્મના ભાગરૂપે રાજસ્થાની લોકગાયકોની 75 વર્ષ પહેલાંની શૈલી, તેમનું સામુહિક ખડતાલવાદન અને તેની વિવિધ મુદ્રાઓ જોવાં મળ્યાં- અત્યારની સ્ટાઇલ સાથે તેની સરખામણીની તક મળી એનો વિશેષ આનંદ અને હરીશભાઇનો આભાર.
Full Text in Gujarati-
(ઘણાં પાઠાંતરોમાંનું એક)

કાનુડો શું જાણે મારી પ્રીત, બાઈ અમે બાળ કુંવારા રે
જલ રે જમુનાનાં અમે ભરવાને ગ્યા’તા વાલા,
કાનુડે ઉડાડ્યાં આછાં નીર, ઉડ્યાં ફરરરર રે
વૃંદા રે વનમાં વા’લે, રાસ રચ્યો રે વા’લા
સોળસે ગોપીનાં તાણ્યાં ચીર, ફાડ્યાં ચરરરર રે
હું વેરાગણ કા’ના, તમારા નામની રે,
કાનુડે માર્યાં બે તીર, વાગ્યાં અરરરર રે
બાઈ મીરાં કે પ્રભુ ગિરિધરના ગુણ વા’લા,
કાનુડે બાળીને કીધાં ખાખ, કે ઉડી ખરરરર રે

Saturday, July 11, 2015
કટોકટી વખતે તેના મુખ્ય સૂત્રધાર સંજય ગાંધીનો પહેલો ઇન્ટરવ્યુ (2)
કટોકટી દરમિયાન સંજય ગાંધીએ ઉમા વાસુદેવને આપેલા ટેપ રેકોર્ડેડ ઇન્ટરવ્યુમાં એવું તે શું કહ્યું કે જેથી સરકારી સેન્સરે પાસ કરેલા એ ઇન્ટરવ્યુ પર વડાપ્રધાન ઇંદિરા ગાંધીએ પ્રતિબંધ મૂકી દેવો પડે?
‘કૉંગ્રેસ સર્વત્ર છવાયેલી છે અને એને કોઇ હરાવી શકતું નથી, તેનું મુખ્ય કારણ બેજવાબદાર વિપક્ષો છે. મને ખબર છે કે ઘણા લોકો કહે છે,‘અમે સામ્યવાદી નથી એટલે સામ્યવાદીઓને મત નહીં આપીએ. બીજા વિપક્ષો એવા અસ્તવ્યસ્ત ટોળાછાપ છે કે એમને પણ મત ન અપાય. એટલે અમારી પાસે કૉંગ્રેસને મત આપવા સિવાય બીજો વિકલ્પ રહેતો નથી.’ જો કોઇ બીજો જવાબદાર પક્ષ હોય તો મને લાગે છે કે બહુ બધા લોકો એને મત આપે.’
કૉંગ્રેસ વિશેનાં આવાં ઉચ્ચારણ વિરોધપક્ષના કોઇ નેતાનાં નહીં, પણ કટોકટીના મુખ્ય સૂત્રધાર મનાતા ઇંદિરાપુત્ર સંજય ગાંધીનાં હતાં. ઇંદિરા ગાંધીએ સરમુખત્યારશાહી સમકક્ષ કટોકટી લાગુ કર્યાના માંડ દોઢેક મહિના પછી સંજય ગાંધીએ અંગ્રેજી સામયિક ‘સર્જ’/ Surgeનાં ઉમા વાસુદેવ/ Uma Vasudev સાથે ખુલીને વાતચીત કરી. માતા પર પ્રચંડ પ્રભાવ ધરાવતા ૨૯ વર્ષના સંજય ગાંધી ઘણી બાબતોમાં સ્વતંત્ર --એટલે કે ઇંદિરા ગાંધીના જાહેર વિચારો કરતાં સાવ સામા છેડાના--વિચાર ધરાવતા હતા.
ઇંદિરા ગાંધીએ ૧૯૬૯માં કૉંગ્રેસના જૂના-વરિષ્ઠ નેતાઓથી છેડો ફાડ્યો અને કૉંગ્રેસનો નવો ફાંટો રચ્યો, ત્યારે તેમના માટે સ્વતંત્ર ઓળખનો પ્રશ્ન ઊભો થયો. એ વખતે, કેટલાક અભ્યાસીઓના મતે, ઇંદિરા ગાંધીના સલાહકાર પી.એન.હક્સરે ઇંદિરા ગાંધીને સમાજવાદી અને ગરીબતરફી વિચારસરણી અપનાવવાની સલાહ આપી. ‘લંડન સ્કૂલ ઑફ ઇકોનૉમિક્સ’માં ભણેલા હક્સરનો સમાજવાદ પ્રત્યેનો ઝુકાવ સૈદ્ધાંતિક અને નક્કર હતો, પણ ઇંદિરા ગાંધીએ તેનો સંપૂર્ણપણે રાજકીય હેતુ માટે ઉપયોગ કર્યો. બૅન્કોના રાષ્ટ્રિયકરણ અને રાજવીઓને અપાતાં સાલિયાણાંની નાબૂદી જેવાં વિવાદાસ્પદ પગલાં ઇંદિરા ગાંધીએ પોતાની સમાજવાદી અને ગરીબતરફી છબી દૃઢ કરવા માટે ભર્યાં. કટોકટી આવતાં સુધીમાં ઇંદિરા ગાંધીએ સ્થાનિક તથા વૈશ્વિક સ્તરે સામ્યવાદી-સમાજવાદી જૂથો અને દેશોમાં પોતાની મજબૂત છાપ ઊભી કરી દીધી હતી.
પરંતુ તેમના પુત્ર સંજય ગાંધીએ ઉમા વાસુદેવને આપેલા ઇન્ટરવ્યુમાં સ્પષ્ટ શબ્દોમાં રાષ્ટ્રિયકરણ જેવી સમાજવાદી નીતિઓનો વિરોધ કર્યો. નરેન્દ્ર મોદીના કથિત આર્થિક વિચારોને ‘મોદીનૉમિક્સ’ તરીકે બિરદાવવામાં આવે છે. પરંતુ તેમના આર્થિક વિચારો સ્પષ્ટતાપૂર્વક આજ સુધી જાણવા મળ્યા નથી. (ભક્તો, લાભાર્થીઓ અને રાજનેતાઓમાં ‘ચંદ્રગુપ્ત’ શોધતા અર્થશાસ્ત્રના ‘ચાણક્યો’ માટે ‘મોદીનૉમિક્સ’ શ્રદ્ધાનો વિષય છે.) તેની સરખામણીમાં સંજય ગાંધીએ સ્પષ્ટતાપૂર્વક ઉમા વાસુદેવને કહ્યું હતું કે જાહેર ક્ષેત્રની સરકારી કંપનીઓ ખાનગી કંપનીઓ સાથે હરીફાઇ કરી શકે, ત્યાં સુધી જ તેમને ચાલુ રાખવી જોઇએ. એ ટકી શકે તો ઠીક, નહીંતર સરકારે મૂળભૂત બાબતોમાં પોતાનો કાબૂ રાખીને કંપનીઓ ચલાવવાનું કામ ખાનગી ક્ષેત્રને સોંપવું જોઇએ. કાર્યક્ષમતા અને કાર્યનિષ્ઠાની બાબતમાં સરકારી કંપનીઓ કોઇ કાળે ખાનગી કંપનીઓની બરાબરી નહીં કરી શકે, એવો તેમનો સ્પષ્ટ મત હતો.
સંજય ગાંધીએ ઉદાહરણ આપીને કહ્યું કે કોલસાની ખાણોનું રાષ્ટ્રિયકરણ થયું, તે પહેલાં કોલસો પાંત્રીસ રૂપિયે ટન વેચાતો હતો. હવે સરકારી વહીવટમાં કોલસા નેવુ રૂપિયે ટન વેચાય છે અને છતાં કોલસાના વહીવટમાં સરકાર કરોડો રૂપિયાની ખોટ કરે છે. એનો મતલબ એ થયો કે નાગરિકોને કોલસા મોંઘા પડે છે અને એના વહીવટમાં પડતી ખોટ પણ નાગરિકોને ભરપાઇ કરવાની આવે છે. જાહેર ક્ષેત્રમાં સારા ઊંચા હોદ્દે સારા માણસો આવતા નથી, એ બાબતનું સીધું કારણ આપતાં સંજય ગાંધીએ કહ્યું હતું,‘મોટે ભાગે બદમાશો જ ખાનગી કંપની છોડીને સરકારી કંપનીમાં આવવા તૈયાર હોય છે. બાકી મહિને બાર હજાર રૂપિયાનો પગાર છોડીને ત્રણ હજાર રૂપિયાના પગારથી સરકારમાં કામ કરે એવા દેશભક્ત થોડા જ હોય છે. એવા લોકો પગારની ઘટ અને વધારાની આવક બીજી રીતે પૂરી કરવાની ગોઠવણો કરી લે છે.’
ખાનગીકરણમાં કામદારોનું હિત જાળવવા માટે સંજય ગાંધીએ સૂચન કર્યું કે તેમને બીજી સુવિધાઓ આપવાને બદલે કે એ ઉપરાંત કંપનીના શેર કે કંપનીના નફામાં સીધી હિસ્સેદારી આપવી જોઇએ- કંપનીના હિત સાથે તેમનું હિત સીધી રીતે સાંકળી લેવું જોઇએ, જેથી તે કંપનીને નુકસાન થાય એવી (હડતાળ જેવી) પ્રવૃત્તિઓથી દૂર રહે અને દિલ દઇને કામ કરે.
ઇંદિરા ગાંધીના રાજમાં કરવેરાનું ધોરણ અકલ્પનીય લાગે એટલું ઊંચું હતું. સમાજવાદી નીતિના નામે ઉદ્યોગપતિઓ પર ૧૦૮ ટકા ટેક્સ લાગતો હતો. એટલે કે, એ લોકો ૧૦૦ રૂપિયા કમાય તો તેમણે સરકારને ૧૦૮ રૂપિયા ચૂકવવાના, જેનો ઉપયોગ સરકાર ગરીબોના કલ્યાણ માટે કરે (એવું ધારી લેવાનું). કટોકટી વખતે વેરા ઘટીને ૯૮ ટકા સુધી પહોંચ્યા હતા. એ વિશે સંજય ગાંધીએ કહ્યું કે વેરાનો આવો ઊંચો દર સારા માણસોને પણ ટેક્સની ચોરી કરવા પ્રેરે છે. જે લોકો વેરા ભરે તેમને એવું જ લાગવાનું કે તેમના રૂપિયા અણઘડ સરકારી કંપનીઓની ખોટ ભરપાઇ કરવામાં જ વપરાવાના છે.
સમાજવાદના નામે અર્થતંત્ર પર મુકાયેલા અંકુશોનો વિરોધ કરતાં સંજય ગાંધીએ કહ્યું કે આવા અંકુશોથી સરવાળે મોટા ઉદ્યોગપતિઓને જ ફાયદો થાય છે. કારણ કે તેમની પાસે આવા અંકુશોને ઠેકાડવા જેટલી પહોંચ હોય છે. નાના ધંધાદારીઓ માટે એ શક્ય નથી. તેમણે આઝાદી પછીનો અનુભવ ટાંકીને કહ્યું કે અંકુશોને કારણે મોટા ઉદ્યોગપતિઓ જ તગડા થયા છે. તેમણે અંકુશો હટાવીને, આજની પરિભાષામાં જેને ‘લેવલ પ્લેયિંગ ફિલ્ડ’ કહેવાય, એવી સમાન હરીફાઇનું વાતાવરણ સર્જવાની વાત કરી.
સમાજવાદનાં કંઠીધારી ઇંદિરા ગાંધીને ક્ષોભજનક સ્થિતિમાં મૂકવા માટે આટલું ઓછું હોય તેમ, સંજય ગાંધીએ કેટલાંક રાજકીય નિવેદનો પણ કર્યાં. ઇંદિરા ગાંધીની કટોકટીને સમર્થન આપનાર સામ્યવાદી પક્ષ (કમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઇન્ડિયા)ની ઝાટકણી કાઢતાં સંજયે કહ્યું કે ‘સામ્યવાદી પક્ષના મોટા અને બહુ મોટા નહીં એવા નેતાઓથી વધારે સમૃદ્ધ કે વધારે ભ્રષ્ટ લોકો તમને બીજે ક્યાંય નહીં મળે.’ જનસંઘને તેમણે ‘કેડર બેઝ્ડ પાર્ટી’ (કાર્યકર-કેન્દ્રી)ને બદલે ‘ફેવરબેઝ્ડ’ (લાભ-કેન્દ્રી) પાર્ટી કહી.
આવાં અનેક ‘વિચારરત્નો’ ધરાવતા ઇન્ટરવ્યુ પરથી ઉમા વાસુદેવે ‘મૅન, મિથ એન્ડ મારુતિ’/ Man, Myth & Maruti એવું મથાળું ધરાવતો લેખ ‘સર્જ’ મેગેઝીન માટે તૈયાર કર્યો. સંજય ગાંધીએ લેખ વાંચ્યો અને રિવાજ મુજબ ડાઇનિંગ ટેબલ પર ઇંદિરા ગાંધી સાથે એ ઇન્ટરવ્યુના કેટલાક વિવાદાસ્પદ હોઇ શકતા મુદ્દા વિશે વાત પણ કરી. ઇંદિરા ગાંધીએ ઇન્ટરવ્યુ વાંચ્યો ન હતો, પણ સંજય ગાંધીની વાત પરથી તેમણે કેટલીક બાબતોની ધાર ઓછી કરવાની સૂચના આપી. એ પ્રમાણે મૂળ ઇન્ટરવ્યુની ધાર થોડી ઓછી કરવામાં આવી. પરંતુ ઇંદિરા ગાંધીએ છપાતાં પહેલાં એ ઇન્ટરવ્યુ વાંચ્યો ન હતો. સંજય ગાંધીની કૃપાથી સરકારી સેન્સરે લેખને લીલી ઝંડી આપી દીધી. કટોકટી પછી સંજય ગાંધીના પહેલવહેલા ઇન્ટરવ્યુ જેવા ‘સ્કૂપ’નો ભરપૂર ફાયદો મેળવવા માટે તેના કેટલાક અંશ પીટીઆઇ, યુએનઆઇ અને રોઇટર્સ જેવી સમાચારસંસ્થાઓને પૂરા પાડવામાં આવ્યા. પરંતુ ઇન્ટરવ્યુના અંશ પ્રગટ થતાંની સાથે જ ખળભળાટ મચ્યો. સમાજવાદનાં ઠેકેદાર ઇંદિરા ગાંધીના જમણા હાથ જેવા સંજયના ખાનગીકરણતરફી અને સામ્યવાદવિરોધી વિચારો દેશ ઉપરાંત વિદેશોમાં પણ ગરમાગરમ ખબર તરીકે છપાયા. ઇંદિરા ગાંધી બચાવની મુદ્રામાં આવી ગયાં. તેમના સચિવ પી.એન.ધરે શક્ય એટલાં ભારતીય અખબારોમાં આ સમાચાર છપાતા અટકાવ્યા. ઉમા વાસુદેવને પણ કહી દેવામાં આવ્યું કે તમારે ઇન્ટરવ્યુ ધરાવતા મેગેઝીનનો અંક પ્રકાશિત કરવાનો નથી.
રાજકીય હોબાળો એવો થયો કે કટોકટી હોવા છતાં, ઇંદિરા ગાંધી અને તેમના સલાહકારોના દબાણથી સંજય ગાંધીએ ખુલાસો આપવો પડ્યો. તેમાં સામ્યવાદીઓને ભ્રષ્ટ અને પૈસાદાર ગણાવવાના મામલે તેમણે વાત વાળી લેવાનો પ્રયાસ કર્યો હતો. ઉમા વાસુદેવે તેમના પુસ્તક ‘ટુ ફેસીસ ઑફ ઇંદિરા ગાંધી’/ Two faces of Indira Gandhiમાં નોંઘ્યા પ્રમાણે, ખુદ સંજય ગાંધીને બોલેલું વાળવાનું થયું એનો બહુ ગુસ્સો ચડ્યો હતો, પણ બીજી રીતે જોઇએ તો, કટોકટી દરમિયાન કદાચ પહેલી અને છેલ્લી વાર ખુદ સંજય ગાંધીને સરકારી સેન્સરશીપનો સ્વાદ ચાખવા મળ્યો
‘કૉંગ્રેસ સર્વત્ર છવાયેલી છે અને એને કોઇ હરાવી શકતું નથી, તેનું મુખ્ય કારણ બેજવાબદાર વિપક્ષો છે. મને ખબર છે કે ઘણા લોકો કહે છે,‘અમે સામ્યવાદી નથી એટલે સામ્યવાદીઓને મત નહીં આપીએ. બીજા વિપક્ષો એવા અસ્તવ્યસ્ત ટોળાછાપ છે કે એમને પણ મત ન અપાય. એટલે અમારી પાસે કૉંગ્રેસને મત આપવા સિવાય બીજો વિકલ્પ રહેતો નથી.’ જો કોઇ બીજો જવાબદાર પક્ષ હોય તો મને લાગે છે કે બહુ બધા લોકો એને મત આપે.’
કૉંગ્રેસ વિશેનાં આવાં ઉચ્ચારણ વિરોધપક્ષના કોઇ નેતાનાં નહીં, પણ કટોકટીના મુખ્ય સૂત્રધાર મનાતા ઇંદિરાપુત્ર સંજય ગાંધીનાં હતાં. ઇંદિરા ગાંધીએ સરમુખત્યારશાહી સમકક્ષ કટોકટી લાગુ કર્યાના માંડ દોઢેક મહિના પછી સંજય ગાંધીએ અંગ્રેજી સામયિક ‘સર્જ’/ Surgeનાં ઉમા વાસુદેવ/ Uma Vasudev સાથે ખુલીને વાતચીત કરી. માતા પર પ્રચંડ પ્રભાવ ધરાવતા ૨૯ વર્ષના સંજય ગાંધી ઘણી બાબતોમાં સ્વતંત્ર --એટલે કે ઇંદિરા ગાંધીના જાહેર વિચારો કરતાં સાવ સામા છેડાના--વિચાર ધરાવતા હતા.
![]() |
| Sanjay Gandhi / સંજય ગાંધી |
પરંતુ તેમના પુત્ર સંજય ગાંધીએ ઉમા વાસુદેવને આપેલા ઇન્ટરવ્યુમાં સ્પષ્ટ શબ્દોમાં રાષ્ટ્રિયકરણ જેવી સમાજવાદી નીતિઓનો વિરોધ કર્યો. નરેન્દ્ર મોદીના કથિત આર્થિક વિચારોને ‘મોદીનૉમિક્સ’ તરીકે બિરદાવવામાં આવે છે. પરંતુ તેમના આર્થિક વિચારો સ્પષ્ટતાપૂર્વક આજ સુધી જાણવા મળ્યા નથી. (ભક્તો, લાભાર્થીઓ અને રાજનેતાઓમાં ‘ચંદ્રગુપ્ત’ શોધતા અર્થશાસ્ત્રના ‘ચાણક્યો’ માટે ‘મોદીનૉમિક્સ’ શ્રદ્ધાનો વિષય છે.) તેની સરખામણીમાં સંજય ગાંધીએ સ્પષ્ટતાપૂર્વક ઉમા વાસુદેવને કહ્યું હતું કે જાહેર ક્ષેત્રની સરકારી કંપનીઓ ખાનગી કંપનીઓ સાથે હરીફાઇ કરી શકે, ત્યાં સુધી જ તેમને ચાલુ રાખવી જોઇએ. એ ટકી શકે તો ઠીક, નહીંતર સરકારે મૂળભૂત બાબતોમાં પોતાનો કાબૂ રાખીને કંપનીઓ ચલાવવાનું કામ ખાનગી ક્ષેત્રને સોંપવું જોઇએ. કાર્યક્ષમતા અને કાર્યનિષ્ઠાની બાબતમાં સરકારી કંપનીઓ કોઇ કાળે ખાનગી કંપનીઓની બરાબરી નહીં કરી શકે, એવો તેમનો સ્પષ્ટ મત હતો.
સંજય ગાંધીએ ઉદાહરણ આપીને કહ્યું કે કોલસાની ખાણોનું રાષ્ટ્રિયકરણ થયું, તે પહેલાં કોલસો પાંત્રીસ રૂપિયે ટન વેચાતો હતો. હવે સરકારી વહીવટમાં કોલસા નેવુ રૂપિયે ટન વેચાય છે અને છતાં કોલસાના વહીવટમાં સરકાર કરોડો રૂપિયાની ખોટ કરે છે. એનો મતલબ એ થયો કે નાગરિકોને કોલસા મોંઘા પડે છે અને એના વહીવટમાં પડતી ખોટ પણ નાગરિકોને ભરપાઇ કરવાની આવે છે. જાહેર ક્ષેત્રમાં સારા ઊંચા હોદ્દે સારા માણસો આવતા નથી, એ બાબતનું સીધું કારણ આપતાં સંજય ગાંધીએ કહ્યું હતું,‘મોટે ભાગે બદમાશો જ ખાનગી કંપની છોડીને સરકારી કંપનીમાં આવવા તૈયાર હોય છે. બાકી મહિને બાર હજાર રૂપિયાનો પગાર છોડીને ત્રણ હજાર રૂપિયાના પગારથી સરકારમાં કામ કરે એવા દેશભક્ત થોડા જ હોય છે. એવા લોકો પગારની ઘટ અને વધારાની આવક બીજી રીતે પૂરી કરવાની ગોઠવણો કરી લે છે.’
ખાનગીકરણમાં કામદારોનું હિત જાળવવા માટે સંજય ગાંધીએ સૂચન કર્યું કે તેમને બીજી સુવિધાઓ આપવાને બદલે કે એ ઉપરાંત કંપનીના શેર કે કંપનીના નફામાં સીધી હિસ્સેદારી આપવી જોઇએ- કંપનીના હિત સાથે તેમનું હિત સીધી રીતે સાંકળી લેવું જોઇએ, જેથી તે કંપનીને નુકસાન થાય એવી (હડતાળ જેવી) પ્રવૃત્તિઓથી દૂર રહે અને દિલ દઇને કામ કરે.
![]() |
| Sanjay Gandhi /સંજય ગાંધી |
ઇંદિરા ગાંધીના રાજમાં કરવેરાનું ધોરણ અકલ્પનીય લાગે એટલું ઊંચું હતું. સમાજવાદી નીતિના નામે ઉદ્યોગપતિઓ પર ૧૦૮ ટકા ટેક્સ લાગતો હતો. એટલે કે, એ લોકો ૧૦૦ રૂપિયા કમાય તો તેમણે સરકારને ૧૦૮ રૂપિયા ચૂકવવાના, જેનો ઉપયોગ સરકાર ગરીબોના કલ્યાણ માટે કરે (એવું ધારી લેવાનું). કટોકટી વખતે વેરા ઘટીને ૯૮ ટકા સુધી પહોંચ્યા હતા. એ વિશે સંજય ગાંધીએ કહ્યું કે વેરાનો આવો ઊંચો દર સારા માણસોને પણ ટેક્સની ચોરી કરવા પ્રેરે છે. જે લોકો વેરા ભરે તેમને એવું જ લાગવાનું કે તેમના રૂપિયા અણઘડ સરકારી કંપનીઓની ખોટ ભરપાઇ કરવામાં જ વપરાવાના છે.
સમાજવાદના નામે અર્થતંત્ર પર મુકાયેલા અંકુશોનો વિરોધ કરતાં સંજય ગાંધીએ કહ્યું કે આવા અંકુશોથી સરવાળે મોટા ઉદ્યોગપતિઓને જ ફાયદો થાય છે. કારણ કે તેમની પાસે આવા અંકુશોને ઠેકાડવા જેટલી પહોંચ હોય છે. નાના ધંધાદારીઓ માટે એ શક્ય નથી. તેમણે આઝાદી પછીનો અનુભવ ટાંકીને કહ્યું કે અંકુશોને કારણે મોટા ઉદ્યોગપતિઓ જ તગડા થયા છે. તેમણે અંકુશો હટાવીને, આજની પરિભાષામાં જેને ‘લેવલ પ્લેયિંગ ફિલ્ડ’ કહેવાય, એવી સમાન હરીફાઇનું વાતાવરણ સર્જવાની વાત કરી.
આવાં અનેક ‘વિચારરત્નો’ ધરાવતા ઇન્ટરવ્યુ પરથી ઉમા વાસુદેવે ‘મૅન, મિથ એન્ડ મારુતિ’/ Man, Myth & Maruti એવું મથાળું ધરાવતો લેખ ‘સર્જ’ મેગેઝીન માટે તૈયાર કર્યો. સંજય ગાંધીએ લેખ વાંચ્યો અને રિવાજ મુજબ ડાઇનિંગ ટેબલ પર ઇંદિરા ગાંધી સાથે એ ઇન્ટરવ્યુના કેટલાક વિવાદાસ્પદ હોઇ શકતા મુદ્દા વિશે વાત પણ કરી. ઇંદિરા ગાંધીએ ઇન્ટરવ્યુ વાંચ્યો ન હતો, પણ સંજય ગાંધીની વાત પરથી તેમણે કેટલીક બાબતોની ધાર ઓછી કરવાની સૂચના આપી. એ પ્રમાણે મૂળ ઇન્ટરવ્યુની ધાર થોડી ઓછી કરવામાં આવી. પરંતુ ઇંદિરા ગાંધીએ છપાતાં પહેલાં એ ઇન્ટરવ્યુ વાંચ્યો ન હતો. સંજય ગાંધીની કૃપાથી સરકારી સેન્સરે લેખને લીલી ઝંડી આપી દીધી. કટોકટી પછી સંજય ગાંધીના પહેલવહેલા ઇન્ટરવ્યુ જેવા ‘સ્કૂપ’નો ભરપૂર ફાયદો મેળવવા માટે તેના કેટલાક અંશ પીટીઆઇ, યુએનઆઇ અને રોઇટર્સ જેવી સમાચારસંસ્થાઓને પૂરા પાડવામાં આવ્યા. પરંતુ ઇન્ટરવ્યુના અંશ પ્રગટ થતાંની સાથે જ ખળભળાટ મચ્યો. સમાજવાદનાં ઠેકેદાર ઇંદિરા ગાંધીના જમણા હાથ જેવા સંજયના ખાનગીકરણતરફી અને સામ્યવાદવિરોધી વિચારો દેશ ઉપરાંત વિદેશોમાં પણ ગરમાગરમ ખબર તરીકે છપાયા. ઇંદિરા ગાંધી બચાવની મુદ્રામાં આવી ગયાં. તેમના સચિવ પી.એન.ધરે શક્ય એટલાં ભારતીય અખબારોમાં આ સમાચાર છપાતા અટકાવ્યા. ઉમા વાસુદેવને પણ કહી દેવામાં આવ્યું કે તમારે ઇન્ટરવ્યુ ધરાવતા મેગેઝીનનો અંક પ્રકાશિત કરવાનો નથી.
રાજકીય હોબાળો એવો થયો કે કટોકટી હોવા છતાં, ઇંદિરા ગાંધી અને તેમના સલાહકારોના દબાણથી સંજય ગાંધીએ ખુલાસો આપવો પડ્યો. તેમાં સામ્યવાદીઓને ભ્રષ્ટ અને પૈસાદાર ગણાવવાના મામલે તેમણે વાત વાળી લેવાનો પ્રયાસ કર્યો હતો. ઉમા વાસુદેવે તેમના પુસ્તક ‘ટુ ફેસીસ ઑફ ઇંદિરા ગાંધી’/ Two faces of Indira Gandhiમાં નોંઘ્યા પ્રમાણે, ખુદ સંજય ગાંધીને બોલેલું વાળવાનું થયું એનો બહુ ગુસ્સો ચડ્યો હતો, પણ બીજી રીતે જોઇએ તો, કટોકટી દરમિયાન કદાચ પહેલી અને છેલ્લી વાર ખુદ સંજય ગાંધીને સરકારી સેન્સરશીપનો સ્વાદ ચાખવા મળ્યો
Labels:
emergency,
indira gandhi,
sanjay gandhi
Thursday, July 09, 2015
કટોકટી : સત્તાવાર અત્યાચારોની સીઝન (૨)
જૂન, ૧૯૭૫થી માર્ચ ૧૯૭૭ સુધી ચાલેલી કટોકટીમાં ઇંદિરા ગાંધી સત્તાવાર રીતે સરમુખત્યાર નહીં, ફક્ત વડાપ્રધાન હતાં. આ ગાળા દરમિયાન તેમણે લોકશાહીનું ગાણું સતત ચાલુ રાખ્યું. આંતરિક કટોકટી કેવળ લોકશાહી સામેના પડકારોને ખાળવા આણવી પડી, એવો એેમનો દાવો હતો. રાષ્ટ્રનિર્માણ અને નાગરિકઘડતરનું જે કામ ગાંધીજી સહિતના નેતાઓ દાયકાઓમાં ન કરી શક્યા, તે ઇંદિરા ગાંધી-સંજય ગાંધી આપખુદશાહી દ્વારા કરવા ઇચ્છતાં હતાં, પણ રાષ્ટ્રઘડતરની વાતો તળે ફુંફાડા મારતી તેમની સત્તાલાલસા કોઇને પણ દેખાઇ જાય એવી સ્પષ્ટ હતી.
કટોકટીની પ્રશંસામાં ઘણી વાર એવું કહેવામાં આવે છે કે ત્યારે ટ્રેનો નિયમિત ચાલતી, લોકો બસ સ્ટેશને લાઇનમાં ઊભા રહેતા, દુકાનદારો કાળાં બજાર અને સંઘરાખોરી કરતાં ગભરાતા. એવું પણ કહેવામાં આવે છે કે ‘સામાન્ય માણસને’ (એટલે કે નાગરિક અધિકારો માટે સજાગ ન હોય- રાજકારણ કે જાહેર બાબતોથી દૂર રહેતા હોય એવા લોકોને) કટોકટીની કોઇ અસર થઇ ન હતી. સહેજ વઘુ વિચારતાં સમજાશે કે એ બધી ‘સિદ્ધિઓ’ રાષ્ટ્રઘડતરનું કે લોકોમાં જાગેલી ટકાઉ સારપનું નહીં, પણ કટોકટીની આપખુદશાહીએ લોકોમાં પ્રેરેલા ભયનું પરિણામ હતી--અને મોટા ભાગના ‘સામાન્ય માણસ’ તેમાંથી બાકાત ન હતા. કટોકટી વખતે સૌ કોઇને એટલી ખબર પડી ચૂકી હતી કે સરકાર પાસે અમર્યાદ સત્તાઓ છે, જે કોઇ પણ નિર્દોષની સામે વાપરતાં સરકાર જરાય ખચકાશે નહીં. આવી ધાકનાં થોડાંઘણાં-ટૂંકા ગાળાનાં-મર્યાદિત અને ઉપરછલ્લાં સુપરિણામોને ‘કટોકટીના ફાયદા’ તરીકે ગણાવવામાં પ્રમાણભાન જળવાતું નથી. એ તો માથું કાપ્યા પછી પહેરાવાયેલી પાઘડીની બાંધણીની ડીઝાઇનનાં વખાણ કર્યા જેવું ગણાય.
ગયા સપ્તાહે કટોકટીનાં બે મોટાં અનિષ્ટ (‘મિસા’ અને સેન્સરશીપ) વિશે વાત કર્યા પછી, આ વખતે ફરજિયાત નસબંધી અને વિવિધ પ્રકારની તોડફોડની વાત.
વસ્તીની સમસ્યાનો સંજય ગાંધીવાદી ‘ઉકેલ’
ઇંદિરા ગાંધીએ દેશના ઉદ્ધાર માટે કટોકટી દરમિયાન વીસ મુદ્દાનો કાર્યક્રમ જાહેર કર્યો. સ્વદેશી ‘પીપલ્સ કાર’ એવી ‘મારુતિ’ના પ્રૉજેક્ટમાં ગોથાં ખાતા તેમના પુત્ર સંજય ગાંધી કટોકટી દરમિયાન ખરા સત્તાધીશ હતા. કહેવા પૂરતા તો તે યુવા કૉંગ્રેસની એક્ઝિક્યુટિવ કાઉન્સિલના સભ્ય હતા. (પ્રમુખ પણ નહીં. અંબિકા સોની યુવાકૉંગ્રેસનાં પ્રમુખ હતાં) પરંતુ તેમનો પાવર વડાપ્રધાન-સમકક્ષ. વી.સી.શુક્લ, બંસીલાલ જેવા કેન્દ્રિય મંત્રીઓ મોંએ ચડાવેેલા અને સરવાળે માથે ચડી ગયેલા બાબાશેઠ સંજય ગાંધીની તહેનાતમાં હતા, તો દિલ્હીમાં જગમોહન, રુખસાના સુલતાના, નવીન ચાવલા જેવાં ઘણાં પાત્રો સંજય ગાંધીના દરબારી-હજુરિયા બન્યાં. સંજય ગાંધીના આશીર્વાદ હેઠળ યુવાકૉંગ્રેસને પહેલી વાર લોકો પાસેથી સીધા (કૉંગ્રેસને બાજુ પર રાખીને) રૂપિયા ઉઘરાવવાની સત્તા મળી.
માતાના વીસ મુદ્દાના કાર્યક્રમની સમાંતરે સંજય ગાંધીએ પોતાનો પાંચ મુદ્દાનો કાર્યક્રમ જાહેર કર્યો : ૧) કુટુંબનિયોજન ૨) વૃક્ષારોપણ ૩) જ્ઞાતિપ્રથાનાબૂદી ૪) પ્રૌઢશિક્ષણ અને ૫) દહેજનાબૂદી. (કેટલાક અહેવાલ પ્રમાણે પાંચમો મુદ્દો ‘દહેજનાબૂદી’નો નહીં, પણ ‘ઝૂંપડપટ્ટીનાબૂદી’નો હતો). આ પાંચે મુદ્દામાંથી પહેલા મુદ્દા વિશે સંજય ગાંધી અતિઉત્સાહી હતા. કુટુંબનિયોજન વાસ્તવમાં ‘ફરજિયાત નસબંધી’નો મુસ્લિમવિરોધી કાર્યક્રમ હતો. પરિણામે, આઝાદી પછી એકંદરે કૉંગ્રેસભણી ઢળેલો મુસ્લિમ સમુદાય પહેલી વાર કૉંગ્રેસથી ભડક્યો. ફરજિયાત નસબંધીના અત્યાચાર ભલે દિલ્હી-ઉત્તર પ્રદેશ-હરિયાણામાં થયા, પણ તેની ભયાનક કથાઓ દેશભરમાં ફેલાઇ.
ઘણા સમીક્ષકો માને છે કે ફરજિયાત નસબંધીના નામે મુસ્લિમો પર કરાયેલી જબરદસ્તી કટોકટીનું સૌથી મોટું પાતક હતી. તેના મુખ્ય સૂત્રધાર સંજય ગાંધી અને હરિયાણાના મુખ્ય મંત્રી બંસીલાલ હતા. એ પણ નોંધપાત્ર છે કે મુસ્લિમદ્વેષને ‘સંસ્કૃતિ’નું અભિન્ન અંગ લેખાવતા સંઘ પરિવારના બહુમતી લોકો માટે સંજય ગાંધી ‘હીરો’ હતા. કારણ કે તેમની ‘મનકી બાત’ને સંજય ગાંધીએ અમલમાં મૂકી દીધી હતી. મલ્ટિનેશનલ કંપનીના માર્કેટિંગ વિભાગના અંદાજમાં સંજય ગાંધી રાજ્યોના મુખ્ય મંત્રીઓને નસબંધી માટેનાં લક્ષ્યાંકો આપતા. એ લક્ષ્યાંકો યેનકેનપ્રકારે હાંસલ કરવા માટે મુખ્ય મંત્રીઓ અને તેમના ઉત્સાહી અફસરો માણસાઇ નેવે મૂકીને ભરપૂર પ્રયાસ કરતા. એટલું જ નહીં, સંજય ગાંધીને વહાલા થવા માટે તેમની વચ્ચે ઊંચાં- વધુ ઊંચાં લક્ષ્યાંકોની હરીફાઇ ચાલતી અને એ પાર પાડવા માટે પોલીસ તથા વહીવટી તંત્રને છૂટો દોર આપી દેવાયો.
ભારતની વસ્તીસમસ્યા એ વખતે ઘણા લોકો માટે ચિંતાનો વિષય હતી, પરંતુ સંજય ગાંધીએ શોધેલો તેનો ઉકેલ એકદમ સરમુખત્યારી ઢબનો હતો, જેનાથી મૂળ સમસ્યા ઉકલે નહીં અને બીજી અનેક સમસ્યાઓ પેદા થાય. સંજય ગાંધી એક રાજ્યની મુલાકાતે ગયા હોય અને ત્યાંના મુખ્ય મંત્રીને કહે કે ફલાણા રાજ્યના મુખ્ય મંત્રીએ ‘એક મહિનામાં અમુક હજાર ઑપરેશનનું લક્ષ્યાંક રાખ્યું છે’, એટલે યજમાન મુખ્ય મંત્રી સંજય ગાંધીને વહાલા થવા માટેે પોતાના તરફથી તેનાથી પણ ઊંચું લક્ષ્યાંક આપે. એ લક્ષ્યાંકનું દબાણ મુખ્ય મંત્રી પોતાની નીચેના અધિકારીઓ પર અને એ લોકો પોતાની નીચે, એમ છેક ગામડાના સ્તર સુધી પહોંચાડે. છેક ગામડાના સ્તરે એવા પણ નિયમ કાઢવામાં આવ્યા કે જમીનના દસ્તાવેજો કે કોઇ પણ સરકારી યોજનાના લાભ જોઇતા હોય તો નસબંધી કરાવેલી હોવી જોઇએ. નસબંધીના ઑપરેશનના પ્રમાણપત્ર વિના સાત-બારનો ઉતારો ન મળે, ટ્રક ડ્રાયવરોનાં લાયસન્સ રીન્યુ ન થાય કે ઝૂંપડાવાસીઓને કોઇ ફાયદા ન મળે એવી કરુણ રીતે હાસ્યાસ્પદ સ્થિતિ ઉત્તર પ્રદેશનાં ઘણાં ગામોમાં ઊભી sથઇ.
નસબંધીનાં ઑપરેશન માટે ‘લાયક’ મુરતિયાઓને શોધી લાવવા માટે સરકારી કર્મચારીઓની મદદ લેવાતી અને ઑપરેશન કરાવનારને વળતર આપવામાં આવતું. સમજાવટથી કામ ન ચાલે ત્યારે પોલીસબળ હંમેશાં હાથવગું હોય. ‘મેઇન્ટેનન્સ ઑફ ઇન્ટરનલ સિક્યોરિટી ઍક્ટ’ (મિસા) --જે ગમ્મતમાં ‘મેઇન્ટનન્સ ઑફ ઇન્દિરા એન્ડ સંજય ઍક્ટ’ કહેવાતો હતો- તેની અંતર્ગત કોઇની પણ ધરપકડ કરવાની, તેને પોલીસ સ્ટેશને લઇ જવાનો અને ત્યાંથી એક ટોળું ભેગું કરીને ‘દાક્તરી તપાસ’ના બહાને આરોગ્યકેન્દ્રમાં લઇ જઇને તેમની નસબંધી કરી નાખવાની. ફરજિયાત નસબંધી અને કટોકટીના અત્યાચાર એ હદે સમાનાર્થી બન્યા કે મોરારજી દેસાઇ જેવા નેતાએ કટોકટીને ‘લોકશાહીની નસબંધી’ તરીકે ઓળખાવી હતી.
ઝૂંપડપટ્ટીનાબૂદી અને ‘વિકાસ’
કટોકટી દરમિયાન થયેલા અત્યાચારનો બીજો સિલસિલો એટલે શહેરને ‘સ્વચ્છ’ કરવાના નામે દિલ્હીની મુસ્લિમ વસ્તીઓમાં આચરાયેલી તોડફોડ. દિલ્હીની પ્રખ્યાત જામા મસ્જિદની આસપાસના વિસ્તાર હોય કે પછી તુર્કમાન ગેટ જેવા વિસ્તાર, શહેરને રળિયામણું બનાવવાના ઇરાદે ત્યાંનાં ઝૂંપડાં પર બુલડોઝર ફેરવી દેવાયાં. આશય ફક્ત એટલો ન હતો કે ઝૂંપડાંવાસીઓને એક જગ્યાએથી બીજી જગ્યાએ વસાવવા. મૂળ વાંધો, દિલ્હી ડેવલપમેન્ટ ઑથોરિટીના ઉપપ્રમુખ (અને આગળ જતાં કાશ્મીરના રાજ્યપાલ બનેલા) જગમોહને આ શબ્દોમાં મૂક્યો હતો, ‘હું અહીં બીજું પાકિસ્તાન ઇચ્છતો નથી.’ મુસ્લિમો રહેતા હોય એ જગ્યાને ‘બીજું પાકિસ્તાન’ કે ‘મિની પાકિસ્તાન’ ગણવા-ગણાવવાની પદ્ધતિ સંજય ગાંધી અને તેમની ગેંગને તો ઠીક, સંઘ પરિવારને પણ બહુ માફક આવે એવી હતી.
દિલ્હીમાં ઝૂંપડપટ્ટીની સફાઇના નામે મુસ્લિમોનાં પાકાં ઘર ઉપર પણ બુલડોઝર ચલાવવામાં આવ્યાં. તેમાં સૌથી કુખ્યાત બનાવ તુર્કમાન ગેટનો હતો. ત્યાં પાકાં ઘરો તોડી પાડવાની કાર્યવાહીનો લોકોએ વિરોધ કરતાં પોલીસની મદદ લેવામાં આવી. પોલીસે પહેલાં ટીઅરગેસ અને પછી ગોળીબારથી કામ લીઘું અને મોટી સંખ્યામાં જાનહાનિ થઇ. અલબત્ત, તેનો ચોક્કસ આંકડો જાણવા મળતો નથી. કેમ કે, સરકારી સેન્સરશીપના કારમા સકંજાને કારણે અખબારો તુર્કમાન ગેટના બનાવની વિગતો પ્રગટ કરી શક્યાં નહીં.
એ સમયે સરકારથી બચીને ખાનગી રાહે નીકળતાં ચોપાનિયાંમાં તુર્કમાન ગેટ અત્યાચારોની વિગત છપાઇ અને થોડા લોકો સુધી પહોંચી. તેમાંના એક કાશ્મીરના મુખ્ય મંત્રી શેખ અબ્દુલ્લા હતા. ઇંદિરા ગાંધી સાથે સારાસારી ધરાવતા - તેમના કૃપાપાત્ર શેખ અબ્દુલ્લા દિલ્હી આવ્યા અને તુર્કમાન ગેટની મુલાકાત લઇને આંસુ સારી ગયા. પણ તેનાથી સ્થાનિક રહીશોને કશો ફાયદો થયો નહીં. ઉલટું, શેખની મુલાકાત પછી પોલીસ તેમને એ મતલબના ટોણા મારવા લાગી કે ‘મકાન જોઇતાં હોય તો જાવ તમારા શેખ અબ્દુલ્લા પાસે.’
બાહ્ય તોડફોડની સાથે કટોકટી વખતે ભારતના બંધારણમાં કરાયેલી તોડફોડ અક્ષમ્ય હતી. એ અરસામાં રાજ્યસભાના નિયુક્ત સભ્ય ઉમાશંકર જોશીએ ગૃહમાં માર્મિક રીતે કહ્યું હતું તેમ, સરકાર બંધારણનું ગળું ‘બંધારણીય’ રીતે દબાવી રહી હતી. રામચંદ્ર ગુહાએ તેમના દળદાર પુસ્તક ‘ઇન્ડિયા આફ્ટર ગાંધી’માં નોંઘ્યું છે કે આચાર્ય કૃપાલાણી બિમાર હતા અને તેમનું શરીર નળીઓથી વીંટળાયેલું હતું. એક મિત્ર તેમની ખબર જોવા માટે પહોંચ્યા, ત્યારે આચાર્યે તેમની વિખ્યાત, ધારદાર રમૂજવૃત્તિનો પરચો આપતાં કહ્યું હતું,‘આ શરીરમાં હવે મૂળ બંધારણ જેવું કશું બચ્યું જ નથી. ફક્ત ફેરફારો જ રહ્યા છે.’ (I have no constitution left- All that is left are amendments)
કટોકટીના ચાર દાયકા પછી બંધારણના હાર્દનું ગળું બહુમતીના જોરે, બંધારણીય રીતે દબાવવામાં ન આવે અને ‘ઇંદિરા ઇઝ ઇન્ડિયા’નું સૂત્ર નવાં પાત્રો સાથે, નવા સ્વરૂપે વહેતું ન થાય, એ ઘ્યાન નાગરિકોએ રાખવાનું છે. (સમાપ્ત)
--------
નોંધ - ’ગુજરાત સમાચાર’માં છપાયેલા મૂળ લેખમાં સરતચૂકથી શેખ અબ્દુલ્લાને બદલે ફારુક અબ્દુલ્લા લખાયું હતું. બિનીત મોદીએ ચૂક તરફ ધ્યાન દોર્યું, એટલે અહીં એ સુધારી લીધી છે. બિનીત સાથે આભાર માનવાનો સંબંધ નથી, પણ સરતચૂક બદલ દિલગીરી.
![]() |
| Indira Gandhi- Sanjay Gandhi/ ઇંદિરા ગાંધી-સંજય ગાંધી |
ગયા સપ્તાહે કટોકટીનાં બે મોટાં અનિષ્ટ (‘મિસા’ અને સેન્સરશીપ) વિશે વાત કર્યા પછી, આ વખતે ફરજિયાત નસબંધી અને વિવિધ પ્રકારની તોડફોડની વાત.
વસ્તીની સમસ્યાનો સંજય ગાંધીવાદી ‘ઉકેલ’
ઇંદિરા ગાંધીએ દેશના ઉદ્ધાર માટે કટોકટી દરમિયાન વીસ મુદ્દાનો કાર્યક્રમ જાહેર કર્યો. સ્વદેશી ‘પીપલ્સ કાર’ એવી ‘મારુતિ’ના પ્રૉજેક્ટમાં ગોથાં ખાતા તેમના પુત્ર સંજય ગાંધી કટોકટી દરમિયાન ખરા સત્તાધીશ હતા. કહેવા પૂરતા તો તે યુવા કૉંગ્રેસની એક્ઝિક્યુટિવ કાઉન્સિલના સભ્ય હતા. (પ્રમુખ પણ નહીં. અંબિકા સોની યુવાકૉંગ્રેસનાં પ્રમુખ હતાં) પરંતુ તેમનો પાવર વડાપ્રધાન-સમકક્ષ. વી.સી.શુક્લ, બંસીલાલ જેવા કેન્દ્રિય મંત્રીઓ મોંએ ચડાવેેલા અને સરવાળે માથે ચડી ગયેલા બાબાશેઠ સંજય ગાંધીની તહેનાતમાં હતા, તો દિલ્હીમાં જગમોહન, રુખસાના સુલતાના, નવીન ચાવલા જેવાં ઘણાં પાત્રો સંજય ગાંધીના દરબારી-હજુરિયા બન્યાં. સંજય ગાંધીના આશીર્વાદ હેઠળ યુવાકૉંગ્રેસને પહેલી વાર લોકો પાસેથી સીધા (કૉંગ્રેસને બાજુ પર રાખીને) રૂપિયા ઉઘરાવવાની સત્તા મળી.
![]() |
| Sanjay Gandhi- Ambika Soni |
![]() |
| Rukhsana Sultana |
માતાના વીસ મુદ્દાના કાર્યક્રમની સમાંતરે સંજય ગાંધીએ પોતાનો પાંચ મુદ્દાનો કાર્યક્રમ જાહેર કર્યો : ૧) કુટુંબનિયોજન ૨) વૃક્ષારોપણ ૩) જ્ઞાતિપ્રથાનાબૂદી ૪) પ્રૌઢશિક્ષણ અને ૫) દહેજનાબૂદી. (કેટલાક અહેવાલ પ્રમાણે પાંચમો મુદ્દો ‘દહેજનાબૂદી’નો નહીં, પણ ‘ઝૂંપડપટ્ટીનાબૂદી’નો હતો). આ પાંચે મુદ્દામાંથી પહેલા મુદ્દા વિશે સંજય ગાંધી અતિઉત્સાહી હતા. કુટુંબનિયોજન વાસ્તવમાં ‘ફરજિયાત નસબંધી’નો મુસ્લિમવિરોધી કાર્યક્રમ હતો. પરિણામે, આઝાદી પછી એકંદરે કૉંગ્રેસભણી ઢળેલો મુસ્લિમ સમુદાય પહેલી વાર કૉંગ્રેસથી ભડક્યો. ફરજિયાત નસબંધીના અત્યાચાર ભલે દિલ્હી-ઉત્તર પ્રદેશ-હરિયાણામાં થયા, પણ તેની ભયાનક કથાઓ દેશભરમાં ફેલાઇ.
ઘણા સમીક્ષકો માને છે કે ફરજિયાત નસબંધીના નામે મુસ્લિમો પર કરાયેલી જબરદસ્તી કટોકટીનું સૌથી મોટું પાતક હતી. તેના મુખ્ય સૂત્રધાર સંજય ગાંધી અને હરિયાણાના મુખ્ય મંત્રી બંસીલાલ હતા. એ પણ નોંધપાત્ર છે કે મુસ્લિમદ્વેષને ‘સંસ્કૃતિ’નું અભિન્ન અંગ લેખાવતા સંઘ પરિવારના બહુમતી લોકો માટે સંજય ગાંધી ‘હીરો’ હતા. કારણ કે તેમની ‘મનકી બાત’ને સંજય ગાંધીએ અમલમાં મૂકી દીધી હતી. મલ્ટિનેશનલ કંપનીના માર્કેટિંગ વિભાગના અંદાજમાં સંજય ગાંધી રાજ્યોના મુખ્ય મંત્રીઓને નસબંધી માટેનાં લક્ષ્યાંકો આપતા. એ લક્ષ્યાંકો યેનકેનપ્રકારે હાંસલ કરવા માટે મુખ્ય મંત્રીઓ અને તેમના ઉત્સાહી અફસરો માણસાઇ નેવે મૂકીને ભરપૂર પ્રયાસ કરતા. એટલું જ નહીં, સંજય ગાંધીને વહાલા થવા માટે તેમની વચ્ચે ઊંચાં- વધુ ઊંચાં લક્ષ્યાંકોની હરીફાઇ ચાલતી અને એ પાર પાડવા માટે પોલીસ તથા વહીવટી તંત્રને છૂટો દોર આપી દેવાયો.
![]() |
| Sanjay Gandhi / સંજય ગાંધી |
(A crude parody of 'de di hamein azadi', from IS Johar's fim 'Nasbandi')
નસબંધીનાં ઑપરેશન માટે ‘લાયક’ મુરતિયાઓને શોધી લાવવા માટે સરકારી કર્મચારીઓની મદદ લેવાતી અને ઑપરેશન કરાવનારને વળતર આપવામાં આવતું. સમજાવટથી કામ ન ચાલે ત્યારે પોલીસબળ હંમેશાં હાથવગું હોય. ‘મેઇન્ટેનન્સ ઑફ ઇન્ટરનલ સિક્યોરિટી ઍક્ટ’ (મિસા) --જે ગમ્મતમાં ‘મેઇન્ટનન્સ ઑફ ઇન્દિરા એન્ડ સંજય ઍક્ટ’ કહેવાતો હતો- તેની અંતર્ગત કોઇની પણ ધરપકડ કરવાની, તેને પોલીસ સ્ટેશને લઇ જવાનો અને ત્યાંથી એક ટોળું ભેગું કરીને ‘દાક્તરી તપાસ’ના બહાને આરોગ્યકેન્દ્રમાં લઇ જઇને તેમની નસબંધી કરી નાખવાની. ફરજિયાત નસબંધી અને કટોકટીના અત્યાચાર એ હદે સમાનાર્થી બન્યા કે મોરારજી દેસાઇ જેવા નેતાએ કટોકટીને ‘લોકશાહીની નસબંધી’ તરીકે ઓળખાવી હતી.
![]() |
| Amul Ad covering the issue of compulsory sterilisation |
ઝૂંપડપટ્ટીનાબૂદી અને ‘વિકાસ’
![]() |
| Jagmohan |
દિલ્હીમાં ઝૂંપડપટ્ટીની સફાઇના નામે મુસ્લિમોનાં પાકાં ઘર ઉપર પણ બુલડોઝર ચલાવવામાં આવ્યાં. તેમાં સૌથી કુખ્યાત બનાવ તુર્કમાન ગેટનો હતો. ત્યાં પાકાં ઘરો તોડી પાડવાની કાર્યવાહીનો લોકોએ વિરોધ કરતાં પોલીસની મદદ લેવામાં આવી. પોલીસે પહેલાં ટીઅરગેસ અને પછી ગોળીબારથી કામ લીઘું અને મોટી સંખ્યામાં જાનહાનિ થઇ. અલબત્ત, તેનો ચોક્કસ આંકડો જાણવા મળતો નથી. કેમ કે, સરકારી સેન્સરશીપના કારમા સકંજાને કારણે અખબારો તુર્કમાન ગેટના બનાવની વિગતો પ્રગટ કરી શક્યાં નહીં.
![]() |
| Turkman Gate Demolition |
બાહ્ય તોડફોડની સાથે કટોકટી વખતે ભારતના બંધારણમાં કરાયેલી તોડફોડ અક્ષમ્ય હતી. એ અરસામાં રાજ્યસભાના નિયુક્ત સભ્ય ઉમાશંકર જોશીએ ગૃહમાં માર્મિક રીતે કહ્યું હતું તેમ, સરકાર બંધારણનું ગળું ‘બંધારણીય’ રીતે દબાવી રહી હતી. રામચંદ્ર ગુહાએ તેમના દળદાર પુસ્તક ‘ઇન્ડિયા આફ્ટર ગાંધી’માં નોંઘ્યું છે કે આચાર્ય કૃપાલાણી બિમાર હતા અને તેમનું શરીર નળીઓથી વીંટળાયેલું હતું. એક મિત્ર તેમની ખબર જોવા માટે પહોંચ્યા, ત્યારે આચાર્યે તેમની વિખ્યાત, ધારદાર રમૂજવૃત્તિનો પરચો આપતાં કહ્યું હતું,‘આ શરીરમાં હવે મૂળ બંધારણ જેવું કશું બચ્યું જ નથી. ફક્ત ફેરફારો જ રહ્યા છે.’ (I have no constitution left- All that is left are amendments)
કટોકટીના ચાર દાયકા પછી બંધારણના હાર્દનું ગળું બહુમતીના જોરે, બંધારણીય રીતે દબાવવામાં ન આવે અને ‘ઇંદિરા ઇઝ ઇન્ડિયા’નું સૂત્ર નવાં પાત્રો સાથે, નવા સ્વરૂપે વહેતું ન થાય, એ ઘ્યાન નાગરિકોએ રાખવાનું છે. (સમાપ્ત)
--------
નોંધ - ’ગુજરાત સમાચાર’માં છપાયેલા મૂળ લેખમાં સરતચૂકથી શેખ અબ્દુલ્લાને બદલે ફારુક અબ્દુલ્લા લખાયું હતું. બિનીત મોદીએ ચૂક તરફ ધ્યાન દોર્યું, એટલે અહીં એ સુધારી લીધી છે. બિનીત સાથે આભાર માનવાનો સંબંધ નથી, પણ સરતચૂક બદલ દિલગીરી.
Labels:
emergency,
umashankar joshi
Subscribe to:
Posts (Atom)