Wednesday, December 16, 2009
(શહેરી) શિયાળાની સવારનો તડકો
આ લલિત નિબંધીય વિષય અંગે કાકાસાહેબ કાલેલકર કે વાડીલાલ ડગલીને હેરાન કર્યા વિના, કુદરતી સૌંદર્યમંડિત વર્ણનથી વિરક્તી રાખીને, શહેરી સંસ્કૃતિના પાર્કિંગ પ્લોટ જેવી શુષ્ક જગ્યાનું આ દૃશ્ય.

રસિકજનોને સૂતેલી અનારકલી(મઘુબાલા) પર પીંછુ ફેરવતો સલીમ યાદ આવે એટલી કુમાશ અને મીઠાશથી શિયાળાની સવારનો સૂર્ય ખુરશીનશીન જણ પર પોતાના તડકાનું પીંછું ફેરવી રહ્યો છે. તડકો એવો મીઠો છે કે સૂતેલા જણની ઊંઘ ઉડી જવાને બદલે, તડકાના નશામાં વધારે ઘેરી બને.

Monday, December 14, 2009
લગનગાળાની સમસ્યાઃ ચાંલ્લો કેટલો કરવો?
લગ્ન બે આત્માઓના મિલનની ઘટના હશે, પણ એ નિમિત્તે ભેગા થતા બાકીના આત્માઓ માટે જમણવાર અને તેની પહેલાં કે પછી કરવો પડતો ચાંલ્લો સૌથી મહત્ત્વની બાબત છે.
જેને ‘રૂબરૂ મળ્યા તુલ્ય’ ગણવાની હોય એવી ‘કુમકુમ પત્રિકા’ ઘરમાં આવે, એટલે નિમંત્રીતોની નજર ‘ભોજન સમારંભ’ નું મથાળું શોધવા લાગે છે. લગ્નમાં ઘુમાડાબંધ ખર્ચ કરનારાની કંકોત્રીઓ ચાર-પાંચ પીસમાં હોય છે. (તેમાં અનુસંધાનો કાઢવાનું કોઇને સૂઝ્યું નથી એટલી દયા.) એવી દળદાર કંકોત્રીમાં ‘ભોજન સમારંભ’ની વિગતો શોધવાનું કામ કોઇ ડેઝર્ટેશન કે એમ.ફિલથી કમ નથી. (આ સરખામણીની સચ્ચાઇ જાણવા માટે દમદાર કંકોત્રીઓ નહીં, દમ વગરનાં અસંખ્ય ડેઝર્ટેશન કે નિબંધોમાંથી એકાદ જોવા મળી જાય તો પૂરતું છે.)
નિમંત્રકે પ્રેમથી, ખર્ચથી, દેખાદેખીથી કે છાકો પાડી દેવા તૈયાર કરાવેલી આખી પત્રિકા નજરઅંદાજ કરીને, તેમાંથી માત્ર ભોજન સમારંભની વિગતો જોઇ લેવાનું ઠીક કહેવાય? એવો કચવાટ કેટલાક સજ્જનોને થાય છે. પહેલી નજર ભોજન સમારંભ પર પડી જાય તો પણ મંડપમૂહુર્ત, ગણેશમાટલી, ગરબા, મહેંદી જેવી પરચૂરણ વિગતો વાંચીને એવા લોકો પોતાના ઠરેલપણાનો ખ્યાલ આપે છે. ત્યાર પછી ‘હું ભોજન સમારંભ શોધતો ન હતો, પણ બઘું વાંચતો વાંચતો ભોજન સમારંભ સુધી પહોંચ્યો છું.’ એવા ‘સ્વાશ્વાસન’ (‘સ્વ’ને- જાતને જ અપાતા આશ્વાસન) સાથે તે ભોજન સમારંભની વિગતો પર ઘ્યાન કેન્દ્રીત કરે છે.
કંકોત્રીઓમાં ભોજન સમારંભનું મેનુ છાપવાનો આઇડીયા હજુ પ્રચલિત થયો નથી. એટલે મેનુ વિશેની અટકળો, ભોજન સમારંભોના ખટમીઠા અનુભવો અને જમણવારના આયોજનમાં નિમંત્રકના પાછલા રેકોર્ડની ચર્ચા કરતાં કરતાં, ગુલાબની ડાળીમાંથી નીકળતા કાંટાની માફક, વ્યવહારૂ જણના દિમાગમાંથી અણીદાર સવાલ નીકળે છેઃ ‘ચાંલ્લો કેટલો કરીશું?’
પોતાના સવાલની અણીથી બચવાનો એક જ રસ્તો છેઃ તેની અણી આજુબાજુના લોકોને ભોંક્યા કરવી. આજુબાજુ કોઇ ન હોય તો હવામાં અણી ઉછાળવી. કોઇને તો એ વાગશે જ.
વ્યવહારૂ લોકોને આ બઘું શીખવવું પડતું નથી. એ લોકો કંકોત્રી કવરમાં પાછી ખોસવાની દરકાર લીધા વિના, કવર-કંકોત્રીનો -કવર બાજુ પર મૂકીને પોતાના અર્ધાંગ/ અર્ધાંગિનીને પૂછે છે,‘કેટલો ચાંલ્લો કરીશું?’
સામેનું પાત્ર સહજતાથી કહે છે, ‘સહકુટુંબ લખ્યું છે ને? તો એકસો એક કરી દેવાનો. વાત પૂરી.’
‘સહકુટુંબ’ની સામે કરવાના ચાંલ્લાનો સ્ટાન્ડર્ડ આંકડો સમય પ્રમાણે બદલાતો હોવા છતાં એકંદરે તે સ્થિર હોય છે. પણ આટલા જટિલ પ્રશ્નનો આવો સહેલો ઉકેલ શી રીતે સાંખી લેવાય? તેનાથી પ્રશ્નની અને સરવાળે પ્રશ્નકર્તાની મહત્તા જોખમાવાની શક્યતા ઉભી થાય છે. એ ટાળવા માટે પેટામુદ્દા ઉભા કરવામાં આવે છેઃ ‘બરાબર છે. સહકુટુંબ લખ્યું છે, પણ કુટુંબમાં છીએ કેટલાં? ઇન, મીન ને તીન! એટલે આપણામાં તો બધાં સહકુટુંબ જ લખે છે. એકાવન કરીએ તો પણ ચાલે.’
‘એ વાત પણ ખરી. તો એકાવન કરી દો.’ સામેથી ઠંડા કલેજે જવાબ મળે છે. આટલા મહત્ત્વના સવાલ વિશે સામેના પાત્રની ટાઢક જોઇને પ્રશ્નકર્તા ઘૂંધવાઇ ઉઠે છેઃ ‘એમ થોડું ચાલે? આ તે કંઇ બચ્ચાંના ખેલ છે? વ્યવહાર છે વ્યવહાર. બધી બાજુથી વિચારવું પડે. બોલી પડ્યા મોટા, એકાવન કરી દો! તને ખબર છે, આઠ વરસ પહેલાં આપણે ત્યાં ભાઇના લગનમાં એણે કેટલો ચાંલ્લો કર્યો’તો?’
જવાબ જાતે જ આપતાં એ કહે છે,‘એકત્રીસ રૂપિયા. પણ એ વખતે એકત્રીસ રૂપિયાની કિંમત હતી. ત્યારે ખાંડનો ભાવ કેટલો હતો? ને અત્યારે કેટલો છે? પછી આપણે પણ વિચારવું પડે કે નહીં!’
ચાંલ્લાની વાતમાં મોંઘવારી, ભાવવધારો અને મોંઘવારીના હિસાબે કરાતા એડ્જસ્ટમેન્ટ જેવા અર્થશાસ્ત્રના ભારેખમ વિષયો આવી જતાં પરિસ્થિતિ કાબૂબહાર જતી રહે છે. હાથ ઊંચા કરતાં સામેનું પાત્ર કહે છે, ‘ભઇસાબ, તમારે જેટલો ચાંલ્લો કરવો હોય એટલો કરો અને ના કરવો હોય તો ના કરશો. બસ?’
‘એમાં ચાંલ્લો ના કરવાની વાત ક્યાં આવી? આપણે સાવ એવા છીએ કે જમી આવીએ ને ચાંલ્લો પણ ન કરીએ? ગઇ સીઝનમાં એક દહાડે પાંચ-પાંચ લગ્નો હતાં, ત્યારે કેટલી બધી જગ્યાએ આપણે જમવા ગયા વિના ચાંલ્લો કરવો પડ્યો હતો!...એક કામ કરીએ?... એકસો એક કરી દઇએ?’
હવે આ રકમ વગર વિચાર્યે સૂચવાયેલી નહીં, પણ ગરમાગરમ ચર્ચાના અંતે નક્કી થયેલી ગણાય છે. તેનો અમલ કરવામાં કશો બાધ નથી.
ભોજન સમારંભોમાં વાનગીઓનાં કાઉન્ટરની જેમ ચાંલ્લાનું પણ એક કાઉન્ટર હોય છે. ‘ફર્સ્ટ થિંગ ફર્સ્ટ’માં માનતા લોકો સૌથી પહેલાં એ કાઉન્ટર શોધી કાઢે છે અને ત્યાં ચાંલ્લો લખાવીને વ્યવહારિક ફરજમાંથી હળવા થયાની રાહત અનુભવે છે. પહેલાંના વખતમાં ચાંલ્લો લખેલી નોટ લગ્નના આલ્બમ જેટલા જતનથી સાચવી રાખવામાં આવતી હતી અને તેનો ઉપયોગ આલ્બમ કરતાં અનેક ગણો વધારે થતો હતો. વર્ષો સુધી બીજા સાથેના વ્યવહારો નક્કી કરવામાં એ નોટ ‘બ્લુ બુક’ની ગરજ સારતી હતી. હવે વ્યવહારો ઘાતકી રીતે સ્પષ્ટ અને દેખાદેખીવાળા થઇ ગયા છે. સંબંધની ઘનિષ્ટતાના આધારે પાંચ- અગિયાર-એકવીસના બદલાતા રેટમાંથી ચાંલ્લો રૂપિયા એકસોએકના ફ્લેટ રેટ સુધી પહોંચી ગયો છે. એનાથી ઓછો ચાંલ્લો કરનારા અકારણ શરમની અને ‘સમાજમાં હું શું મોં બતાવીશ’ની લાગણી અનુભવે છે અને ચાંલ્લાના ટેબલ પર મૂકેલી વરિયાળી-ધાણાની દાળ ખાતાં ખાતાં, કચવાતા મને ખિસ્સામાંથી સોનું પત્તું કાઢે છે.
વ્યવહારૂ લોકો ચાંલ્લાનો સંબંધ લગ્નસમારંભ કે સત્કાર સમારંભ સાથે જોડે છે, પણ કેટલાક ‘ફોકસ્ડ’ (લક્ષ્યવેધી) લોકોને મન ચાંલ્લા અને ભોજન વચ્ચે સીધો સંબંધ હોય છે. એવા જૂજ લોકો જમ્યા પહેલાં ચાંલ્લો કરવાની ભૂલ કદી કરતા નથી. જમણમાં મીઠાઇ કે ભાતના ચોખાની તો ઠીક, જમ્યા પછી ચાંલ્લાના ટેબલ પર મૂકાયેલી વરિયાળીની ગુણવત્તા સંતોષકારક ન લાગે, એટલે એ મનોમન વિચારી લે છે,‘એંહ... મીઠાઇનાં/દાળનાં/ભાતનાં/મુખવાસનાં તો ઠેકાણાં નથી. આવા ને ત્યાં એકસોએકનો ચાંલ્લો થતો હશે? હું તો એકાવન જ કરીશ.’
વર્તમાન યુગમાં વગર આમંત્રણે વ્હાઇટ હાઉસના રિસેપ્શનથી માંડીને પાર્ટીપ્લોટના રિસેપ્શનમાં ધૂસી જનારા ઘણા મળી આવે, પણ ભોજનની ગુણવત્તા પ્રમાણે તત્કાળ નિર્ણય લઇને ચાંલ્લાની રકમમાં વધઘટ કરી નાખતા લોકો બહુ બચ્યા નથી. એટલે, પીએચ.ડી.ની જેમ ચાંલ્લામાં પણ, તેની સાથે સંકળાયેલો સર્જકતા અને વિચારનો હિસ્સો હવે નામશેષ થયો છે.

Friday, December 11, 2009
BRTS પછી HRTS : હોર્સ રિક્ષા ટ્રાન્ઝિટ સર્વિસ
ટ્રેનો નવી ચાલુ થઇ ત્યારે ઘોડાની અને એન્જિનની હરીફાઇ યોજવામાં આવતી હતી. ‘સફારી’ જેવી કોઇ જગ્યાએ વાંચેલી આ વાત ઉપરનું દૃશ્ય જોયા પછી યાદ આવી.
ત્રણ-ચાર દિવસ પહેલાં પરિમલ ગાર્ડન જેવા વિસ્તારમાં એક ભાઇ રસ્તા પર ચાલતા ઘોડાની લગામ પકડીને રિક્ષામાં પાછળની સીટ પર બેઠા હતા અને ભરટ્રાફિકની વચ્ચે રિક્ષા તથા ઘોડો મસ્તીથી ચાલી રહ્યાં હતાં. સિગ્નલ આવ્યો ત્યારે બન્ને ઉભાં રહ્યાં અને ફરી પાછાં કલગી ચાર રસ્તાથી જલારામ મંદિર તરફ વળી ગયાં
રસ્તા પર કોઇ મિત્રના ટુ વ્હીલરની સાથે મારે મારૂં સ્કુટર ચલાવવાનું હોય તો પણ સિન્ક્રોનાઇઝેશનના પ્રશ્નો થાય છે, ત્યારે રિક્ષામાં બેસીને ઘોડાને લઇ જતા જણના આત્મવિશ્વાસ વિશે વિચારતાં માથું અહોભાવથી - એટલે કે રિક્ષાચાલક અને ઘોડાના સિન્ક્રોનાઇઝેશન વિશેના અહોભાવથી- ઝૂકી જાય છે!
Labels:
Ahmedabad/અમદાવાદ,
photo,
traffic (non)sense
Wednesday, December 09, 2009
વિશ્વનું ‘સર્વપ્રથમ’ મહાકાય જ્ઞાન પ્રદર્શનઃ દાવા, દેખાવ અને ...અસલિયત
થોડા દિવસ પહેલાંથી અમદાવાદમાં ઠેકઠેકાણે જ્ઞાનને લગતું, કંઇક વિચિત્ર અને અસંબદ્ધ લાગે એવું ટીઝર કેમ્પેઇન શરૂ થયું હતું. (જુઓ તસવીર ૧). થોડા દિવસ પછી રહસ્યસ્ફોટ થયો. (તસવીર ૨)
ધર્મમાં મને ખાસ રસ પડતો નથી, પણ મામલો જ્ઞાનનો હતો એટલે થયું કે ચાલો જોઇએ, શું કહે છે જૈન જ્ઞાન. આજે થલતેજ ચાર રસ્તા પાસે આવેલું પ્રદર્શન જોવા ગયો. વિશાળ હોર્ડિંગ અને પ્રવેશ પાસે જ મૂકેલાં મેટલ ડીટેક્ટરની હારમાળાની નવાઇ નથી રહી.

એ વટાવીને અંદર ગયો એટલે સામે જેનાથી આવનારે અંજાઇ જવાનું અપેક્ષિત હોય એવું શિલ્પ નજરે પડ્યું.

પ્રદર્શનમાં જવા ઇચ્છનારે (સલામતીનાં કે વ્યવસ્થાનાં કારણોસર) નામ નોંધાવ્યા પછી જ અંદર જવાનું હતું. અંદર જવાની લાંબી લાઇન હતી.
બહાર ફરતો હતો ત્યારે જ માઇક પરથી સૂચના સંભળાઇઃ (બહારના શિલ્પ અને બીજી બેત્રણ વસ્તુઓને બાદ કરતાં) ફોટોગ્રાફીની મનાઇ છે. જ્ઞાનપ્રદર્શનમાં ફોટોગ્રાફીની મનાઇનું લોજિક શું હશે?
ત્યાં મૂકેલી વિગતોમાં જૈન ધર્મ અને તેનાં આગમો વિજ્ઞાન કરતાં કેટલાં આગળ છે એ સિદ્ધ કરવામાં આવ્યું હતું. ટેસ્ટટ્યુબ બેબી, ક્લોનિંગ, તરંગો દ્વારા સંદેશાવ્યવહાર જેવી અનેક શોધો વિજ્ઞાને કરી ત્યાર પહેલાં જૈન આગમોમાં લખાઇ ચૂકી છે. એ વિશે અહીં ચર્ચા કરવી નથી. પણ જ્ઞાનના આ પ્રદર્શનમાં, ટેસ્ટટ્યુબ બેબી અને ક્લોનિગનો છોછ ન રાખનારા બલ્કે ગૌરવ લેનારા લોકોએ, પ્રવેશદ્વાર પાસે મૂકેલી સૂચના વાંચીને મગજ ચકરાઇ ગયું.

સૂચનામાં લખ્યું છેઃ અંતરાયવાળી (M.C.) બહેનોએ આ પરીસરમાં પ્રવેશ કરવો નહીં.
આ સૂચના સામે ભયાનક વાંધો પડવો જોઇએ.
માસિક ઋતુસ્ત્રાવ એ (લધુશંકા કે ગુરૂશંકા જેવી) શારીરિક ઉત્સર્જનની પ્રક્રિયા છે. ઋતુસ્ત્રાવવાળી બહેનોને અપવિત્ર ગણીને, તેમને પરીસરમાં આવવાની જ મનાઇ ફરમાવવી એ અઢારમી સદીની માનસિકતા ગણાય. ધાર્મિક પ્રસંગોમાં કોઇને પોતાની અઢારમી સદીની માનસિકતા પંપાળવી હોય તો ભલે પંપાળ્યા કરે, પણ ‘જ્ઞાન’ના પ્રદર્શનમાં આવું પાટિયું કેવી રીતે મારી શકાય? જ્ઞાનના બીજા કોઇ પણ સ્થળે આવું અપમાનજનક અને ભેદભાવસૂચક પાટિયું વાંચ્યું છે? જો ‘ના’, તો અહીં એ પાટિયું શું કરે છે?
કોઇ જ્ઞાની મહારાજસાહેબ કે ત્યાંની મુલાકાત લઇ આવેલા મુખ્ય મંત્રીશ્રી સહિત બીજા કોઇને આ પાટિયા સામે કેમ વાંધો ન પડ્યો?
સાચી દિશા કયો ગધેડો દેખાડશે, એ નક્કી કરવું ખરેખર અઘરૂં છે.
જૈન અને બિનજૈન ભાઇઓ-બહેનો, શું કહો છો?
Labels:
ad,
Ahmedabad/અમદાવાદ,
religion
હોમાય વ્યારાવાલા : 97 નહીં, 79
(હોમાયબહેનના ગાઢ સંપર્કમાં રહેલાં ભાઇ-ભાભી બીરેન-કામિનીએ આજે તેમને મળ્યા પછી લખેલી નોંધ)
આજે હોમાય વ્યારાવાલાએ 96 વર્ષ પૂરાં કરીને 97મા વર્ષમાં પ્રવેશ કર્યો. એક જ જીવનમાં અનેકવિધ જીવન જીવનારાં હોમાયબેનને આજે સવારે મળવા ગયા, ત્યારે તેઓ હંમેશ મુજબ ખુશમિજાજમાં હતાં. 96 વર્ષ દરમ્યાન તેમણે ફક્ત બે જ વખત હોસ્પીટલ જોઇ છે. એક વાર 1942માં પુત્ર ફારૂકના જન્મ વખતે અને બીજી વાર આ વર્ષના ઑક્ટોબર દરમ્યાન બિમારી વખતે.
તેમનો પોતાનો જન્મ નવમી ડિસેમ્બર, 1913ના રોજ નવસારીમાં થયેલો, પણ કદાચ તે કોઇના ઘરમાં થયો હશે, એવું તેમનું ધારવું છે. 96 વર્ષની ઉંમરે હોસ્પીટલમાં દાખલ થયેલી વ્યક્તિ ઘેર સહીસલામત આવશે કે કેમ એ આશંકા રહ્યા કરતી હોય છે, પણ હોમાયબેન સાજાં થઇને ઘેર આવ્યાં, એટલું જ નહીં, સર્વિસ સ્ટેશનમાં ગયેલું વાહન ચકચકાટ થઇને પાછું આવે એમ ફરી તેઓ તરોતાજા થઇ ગયાં.
ડીજીટલ કેમેરાથી તેમના ફોટા પાડ્યા, એટલે તેની સુવિધા (પ્રિન્ટ ન કાઢવી પડે, પાડ્યા પછી જોઇ શકાય, બરાબર ન આવે તો ડીલીટ કરી શકાય વગેરે) વિશે તેમણે પૂછ્યું અને એક મજેદાર કિસ્સો યાદ કર્યો.
1950માં બ્રિટીશ હાઇ કમિશ્નર ક્લટરબક ભારતની મુલાકાતે આવવાના હતા અને તેમની ઇચ્છા
હતી કે પોતે રાજઘાટ પર પુષ્પમાળા ચડાવતા હોય એવી તસવીર બધે પ્રસિદ્ધ થાય. કોણ જાણે કેમ, પણ એ દિવસે અન્ય કોઇ ફોટોગ્રાફર હાજર નહોતા, સિવાય હોમાયબેન , જેઓ બ્રિટીશ હાઇ કમિશન માટે કામ કરતાં હતાં. પોતાના સ્પીડગ્રાફિક કેમેરા વડે તેમણે કુલ બાર તસવીરો લીધી. આ કેમેરા ચામડાની ધમણવાળો હતો, જેમાં પીનહોલ થઇ ગયેલો, પણ હોમાયબેન મોટે ભાગે રાત્રે ફોટા પાડવામાં તેનો ઉપયોગ કરતાં હોવાથી ખ્યાલ નહોતો આવ્યો. પણ આ બાર ફોટા લીધા પછી તેને ડેવલપ કરવા ગયાં અને રાબેતા મુજબ ત્રણ મિનીટનું એક્સપોઝર આપ્યું, પણ બારેબાર ફોટા બ્લેન્ક! તેમને ખ્યાલ ન આવ્યો કે આવું કેમ થયું. પણ પતિ માણેકશાએ સૂચવ્યું કે આને દસ મિનીટનું એક્સપોઝર આપી જોઇએ, કદાચ કંઇક પરિણામ મળે. અને ખરેખર એમ કરતાં જોયું તો એક ફોટામાં વચ્ચોવચ્ચ ફક્ત એટલો જ ભાગ ઉપસ્યો હતો, જ્યાં હાઇ કમિશ્નર પુષ્પોની રીંગ ચડાવતા હતા. આ ન થયું હોત તો શું થાત? કેમ કે અન્ય કોઇ ફોટોગ્રાફરે આ પ્રસંગની તસવીર લીધી નહોતી.
પણ હોમાયબેન એમ માને છે કે શુભ શક્તિ સદાય પોતાને મદદ કરતી રહી છે. પોતાની વધતી ઉંમર વિષે તો કહે છે, “હવે મારી ગાડી રીવર્સ ગિયરમાં ચાલે છે. હું સત્તાણુંની નહીં, પણ સેવન્ટી નાઇનની થઇ.”
આજે હોમાય વ્યારાવાલાએ 96 વર્ષ પૂરાં કરીને 97મા વર્ષમાં પ્રવેશ કર્યો. એક જ જીવનમાં અનેકવિધ જીવન જીવનારાં હોમાયબેનને આજે સવારે મળવા ગયા, ત્યારે તેઓ હંમેશ મુજબ ખુશમિજાજમાં હતાં. 96 વર્ષ દરમ્યાન તેમણે ફક્ત બે જ વખત હોસ્પીટલ જોઇ છે. એક વાર 1942માં પુત્ર ફારૂકના જન્મ વખતે અને બીજી વાર આ વર્ષના ઑક્ટોબર દરમ્યાન બિમારી વખતે. તેમનો પોતાનો જન્મ નવમી ડિસેમ્બર, 1913ના રોજ નવસારીમાં થયેલો, પણ કદાચ તે કોઇના ઘરમાં થયો હશે, એવું તેમનું ધારવું છે. 96 વર્ષની ઉંમરે હોસ્પીટલમાં દાખલ થયેલી વ્યક્તિ ઘેર સહીસલામત આવશે કે કેમ એ આશંકા રહ્યા કરતી હોય છે, પણ હોમાયબેન સાજાં થઇને ઘેર આવ્યાં, એટલું જ નહીં, સર્વિસ સ્ટેશનમાં ગયેલું વાહન ચકચકાટ થઇને પાછું આવે એમ ફરી તેઓ તરોતાજા થઇ ગયાં.
ડીજીટલ કેમેરાથી તેમના ફોટા પાડ્યા, એટલે તેની સુવિધા (પ્રિન્ટ ન કાઢવી પડે, પાડ્યા પછી જોઇ શકાય, બરાબર ન આવે તો ડીલીટ કરી શકાય વગેરે) વિશે તેમણે પૂછ્યું અને એક મજેદાર કિસ્સો યાદ કર્યો.
1950માં બ્રિટીશ હાઇ કમિશ્નર ક્લટરબક ભારતની મુલાકાતે આવવાના હતા અને તેમની ઇચ્છા
હતી કે પોતે રાજઘાટ પર પુષ્પમાળા ચડાવતા હોય એવી તસવીર બધે પ્રસિદ્ધ થાય. કોણ જાણે કેમ, પણ એ દિવસે અન્ય કોઇ ફોટોગ્રાફર હાજર નહોતા, સિવાય હોમાયબેન , જેઓ બ્રિટીશ હાઇ કમિશન માટે કામ કરતાં હતાં. પોતાના સ્પીડગ્રાફિક કેમેરા વડે તેમણે કુલ બાર તસવીરો લીધી. આ કેમેરા ચામડાની ધમણવાળો હતો, જેમાં પીનહોલ થઇ ગયેલો, પણ હોમાયબેન મોટે ભાગે રાત્રે ફોટા પાડવામાં તેનો ઉપયોગ કરતાં હોવાથી ખ્યાલ નહોતો આવ્યો. પણ આ બાર ફોટા લીધા પછી તેને ડેવલપ કરવા ગયાં અને રાબેતા મુજબ ત્રણ મિનીટનું એક્સપોઝર આપ્યું, પણ બારેબાર ફોટા બ્લેન્ક! તેમને ખ્યાલ ન આવ્યો કે આવું કેમ થયું. પણ પતિ માણેકશાએ સૂચવ્યું કે આને દસ મિનીટનું એક્સપોઝર આપી જોઇએ, કદાચ કંઇક પરિણામ મળે. અને ખરેખર એમ કરતાં જોયું તો એક ફોટામાં વચ્ચોવચ્ચ ફક્ત એટલો જ ભાગ ઉપસ્યો હતો, જ્યાં હાઇ કમિશ્નર પુષ્પોની રીંગ ચડાવતા હતા. આ ન થયું હોત તો શું થાત? કેમ કે અન્ય કોઇ ફોટોગ્રાફરે આ પ્રસંગની તસવીર લીધી નહોતી. પણ હોમાયબેન એમ માને છે કે શુભ શક્તિ સદાય પોતાને મદદ કરતી રહી છે. પોતાની વધતી ઉંમર વિષે તો કહે છે, “હવે મારી ગાડી રીવર્સ ગિયરમાં ચાલે છે. હું સત્તાણુંની નહીં, પણ સેવન્ટી નાઇનની થઇ.”
યોગાનુયોગે અમે બેઠા હતા ત્યારે જ અમદાવાદના વિખ્યાત તસવીરકાર જગન મહેતા (જગનદાદા)ના પુત્ર ઉપેનભાઇ તરફથી પુષ્પગુચ્છ લઇને તેમના સાળા કિરીટભાઇ ભટ્ટ પણ આવ્યા અને ‘જગન મહેતા ફેમીલી તરફથી’ તેમણે પુષ્પગુચ્છ આપ્યો.
Labels:
homai vyarawala,
photo
Monday, December 07, 2009
જામધોળકા અને મીઠાશના ‘જામ’
કોઇને જામનગરના જામરણજી યાદ આવી શકે, તો કોઇને જામજોધપુર જેવાં ગામ, પણ ‘જામધોળકા’ને એમની સાથે કશી લેવાદેવા નથી. ઘરઆંગણે જામફળ વેચવા આવતા લારીવાળાના મોઢેથી એમણે પણ ‘જામધોળકા...જામધોળકા’ જેવા પોકારો જામફળ માટે સાંભળ્યા હશે.
ખારી સિંગ જેમ ભરૂચની, તેમ જામફળ તો બસ ધોળકાનાં. આને કહેવાય બ્રાન્ડિંગ. કારણ કે એક જમાનામાં જામફળની વાડીઓ માટે જાણીતા ધોળકામાં હવે જામફળ થતાં જ નથી, એવું એક લારીવાળા ભાઇએ કહ્યું. ખેડાથી ધોળકા જવાના રસ્તે, રઢુ ગામની આસપાસના બે-ત્રણ-ચાર કિલોમીટરના વિસ્તારમાં સડકની કિનારે જામફળની ત્રીસેક લારી ઉભેલી હોય છે. (છ-સાત લારી તો ફોટામાં ગણી શકાય છે.) તેમાં ઉપર બતાવ્યાં છે એ રીતે લાલ જામફળ કાપીને, સફેદ જામફળની સાથે સજાવટ તરીકે ગોઠવેલાં હોય છે.

‘જામફળ તો ધોળકાનાં નહીં?’ એવું પૂછતાં જ લારીવાળા ભાઇ કહે છે,‘ના, આ બધા રઢુના છે. હવે ધોળકામાં જામફળની વાડીઓ રહી નથી.’
‘પણ બહાર તો એ ધોળકાનાં જામફળ તરીકે વેચાય છે...’
લારીવાળા કહે,‘એ તો અમે પણ ધોળકાનાં કહીને જ વેચીએ છીએ.’
લાલ જામફળનાં ઝાડ અલગ થાય છે અને મીઠાશમાં લાલ કરતાં સફેદ જામફળ વધારે ચડિયાતાં ગણાય છે. જામફળના કઠણ બીયા દાંતમાં ભરાઇ જતા હોવા છતાં અને એની વિશિષ્ટ (કેમેસ્ટ્રીના પ્રેક્ટિકલમાં છૂટી પાડીને ઓળખી બતાવાય એવી) સુગંધ ખાધા પછી લાંબા સમય સુધી રહેતી હોવા છતાં, કાચાં, અડધાંપડધાં પાકેલાં અને પૂરાં પાકેલાં જામફળ ખાવાની મઝા છે. એ સિવાય જામફળ-સિંગ અને મરચાંનું ગળચટ્ટું અને તીખું શાક અમારા ઘરની બે પેઢી જૂની રેસિપી અને બહુ ‘હિટ’ આઇટેમ છે.
રઢુનાં જામફળ બારગેઇનિંગની તસ્દી વિના ૧૫ રૂપિયે ૫૦૦ ગ્રામ લઇ લીધા પછી, ઘરે આવીને પૂછપરછ કરતાં ખબર પડી કે મહેમદાવાદમાં જામફળ ૧૦ રૂપિયે ૫૦૦ મળતાં હશે!
૧૫-૧૭ વર્ષ પહેલાં મનાલી જતાં રસ્તામાં એપલ જ્યુસની એક ફેક્ટરીના આઉટલેટ પર એપલ જ્યુસ પીધો ત્યારે તેનો એ જ ભાવ હતો, જે કાળુપુર સ્ટેશને હિમાચલ પ્રદેશના કાઉન્ટર પર હોય છે. ફેક્ટરી આઉટલેટનો ભાવ વધારે ન હતો એ જ ગનીમત !
Labels:
Urvish Kothari/ઉર્વીશ કોઠારી
Thursday, December 03, 2009
દીક્ષાયાત્રાઃ ત્યાગ પહેલાંનો ભોગ

બે દિવસ પહેલાં ઓફિસ જવાના રસ્તે આ વરઘોડો જોવા મળ્યો. હકીકતે એ દીક્ષાર્થીની યાત્રા હતી, પણ તેનો દેખાવ જોઇને સહજ રીતે ‘વરઘોડો’ શબ્દ જ સૂઝે.
દીક્ષાના વિષયમાં મને પીચ પડતી નથી. એના સિદ્ધાંતો સમજાતા નથી, પણ મેં આ શોભાયાત્રા બહુ રસથી જોઇ. દીક્ષાર્થી બહેન તેમાં વિવિધ વસ્તુઓ અને ક્યારેક ચલણી નોટો ઉછાળીને લુંટાવતી હતી. ચીજવસ્તુઓ પેકેટ સ્વરૂપે પણ ખરી ને એક તસવીરમાં દેખાય છે તેમ, ચોખા જેવું કંઇ પણ તે ઉછાળતી હતી. એ વખતે તેના હાથ બિલકુલ ગરબા મુદ્રામાં છટાથી લહેરાતા હતા. શોભાયાત્રા જે રસ્તેથી પસાર થવાની હતી, ત્યાં ઠેકઠેકાણે રસ્તા પર રંગોળી કરેલી હતી તેનો પણ એક ફોટો મૂક્યો છે.
બેન્ડવાજાં સમજ્યા, પણ ચાંદીના રથથી માંડીને ફુગ્ગા અને એકાદ કાર્ટૂન કેરેક્ટર ... આ બઘું મારી સામાન્ય બુદ્ધિમાં ઉતરે એવું ન હતું. મને ભારેખમ અને અસ્વાભાવિક સાઘુઓના બદલે સ્વાભાવિક સંસારીઓનું આકર્ષણ વધારે રહે છે. શોભાયાત્રાના અંતે દીક્ષાર્થી છોકરીને બગીમાંથી ઉતારીને કેટલાંક સગાંસ્નેહીઓએ ઊંચકી લીધી હતી, તેનો પણ એક ફોટો છે. (ફોટો ક્લિક કરવાથી મોટા દેખાશે)
મને એમ થાય કે ત્યાગ પહેલાં ભરપૂર ભોગ કરવો હોય તો ભલે. સમજ્યા. પણ એ જરા વધારે ટેસ્ટફુલી, વધારે ગરીમાપૂર્વક અને બીજા વરઘોડાઓ જેટલું જ ન્યૂસન્સ પેદા કર્યા વિના ન થઇ શકે? કમ સે કમ, એ આખી પ્રવૃત્તિનું ધાર્મિક ચરિત્ર આખી યાત્રામાં મને ક્યાંય દેખાયું નહીં. એને બદલે, શોભાયાત્રામાં આગળના ભાગમાં લોકો બેન્ડવાજાના સૂર પર અને એક ભાઇના સ્વર પર ઝૂમી ઝૂમીને નાચતા હતા. ઊંટગાડીઓમાં અનેક લોકોનું ચડી બેસવું જૈન ધર્મના અહિંસાના સિદ્ધાંત સાથે કેટલું સુસંગત હશે એવા સવાલ પણ થાય.
Wednesday, December 02, 2009
વાંદરા અને મગરની વાર્તાઃ તપાસપંચનો અહેવાલ
‘બાર વર્ષે બાવો બોલ્યો, જા તેરા સત્યાનાશ હો’- આ જાણીતી કહેવત છે, પણ એ કહેવતમાં બાવો કોણ છે એ ઘણાને સમજાતું ન હતું. અનેક તપાસપંચોની તાસીર જોયા પછી લાગે કે એ બાવો નક્કી કોઇ તપાસપંચનો અઘ્યક્ષ હોવો જોઇએ અને અક્સ્ટેન્શન પર એક્સ્ટેન્શન લઇને તેણે આટલું એક વાક્ય બોલવામાં બાર વર્ષ ખેંચી કાઢ્યાં હશે. તપાસપંચો ઉપર વઘુ પ્રકાશ ફેંકતી એક સુધારેલી બાળવાર્તા.
વાંદરો ખરેખર વાંદરો જ હતો અને મગર ખરેખર મગર જ હતો, એ વિશે પણ સોગંદપૂર્વક કહી શકાય નહીં. કારણ કે બન્નેના ડી.એન.એ. ટેસ્ટની પરવાનગી મળી ન હતી. (બીજી મુદત સમાપ્ત. એક્સ્ટેન્શન)
આ બન્ને ટેરરિસ્ટોના સ્લીપિંગ સેલના સભ્યો હોવાની દિશામાં આંગળી ચીંધતી કેટલીક હકીકતો મળી આવી છે. જેમ કે વાંદરો દાઢી જેવું રાખે છે ને તેના માથે ટોપી જેવું હોય છે. મગરનો દેખાવ જ હિંસક લાગે છે અને એટલું પૂરતું છે. મગરની ચામડી નેતાઓ જેવી હોવાના આરોપ વિશે પણ વઘુ તપાસ જરૂરી છે. (ત્રીજી મુદત પૂરી. એક્સ્ટેન્શન.)
વાંદરો જાંબુના ઝાડ પર રહેતો હતો. એને જાંબુ બહુ ભાવતાં હતાં, કારણ કે તેને એ મફત મળતાં હતાં. મગરને પણ જાંબુ બહુ ભાવતાં હતાં, કારણ કે તેને એ ખાવા મળતાં જ ન હતાં. મગરને જાંબુ ખાવાનું મન થયું, તેમાંથી જ આખી ઘટનાએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું. (ચોથી મુદત પૂરી. એક્સ્ટેન્શન.)
વાંદરા અને મગર વચ્ચે દોસ્તી થઇ. તેમણે બધા વાંદરા અને મગરો માટે ‘યુનાઇટેડ નેશનલ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ એલાયન્સ’ (યુએનડીપીએ) નામનું સંગઠન બનાવવાનું નક્કી કર્યું. એ માટે બન્ને વચ્ચે રોજ મીટિંગ થવા લાગી. (પાંચમી મુદત પૂરી. એક્સ્ટેન્શન.)
વિવિધ સાક્ષીઓની જુબાની પ્રમાણે, બન્નેની મીટિંગ રોજ તળાવમાં થતી હતી, કારણ કે મગર ઝાડ પર ચડી શકતો ન હતો. આ વિશે મગરને પૂછતાં તેણે કહ્યું હતું કે ‘એવું કંઇ નહીં. હું ધારૂં તો ઝાડ પર ચડી જઊં, પણ હું ધારતો નથી.’ વાંદરાએ કબૂલ્યું હતું કે તે મગરને તળાવની બહાર મળી શક્યો હોત, પણ તેને તળાવમાં જવાનું બહુ ગમતું હતું. (છઠ્ઠી મુદત પૂરી. એક્સ્ટેન્શન)
વઘુ પૂછપરછમાં વાંદરાએ કહ્યું હતું કે ‘યુએનડીપીએ’ની રચના તો ખાલી બહાનું હતું. ખરેખર તો મારે મગરની પીઠ પર બેસીને તળાવની સહેલ કરવી હતી. મગરે બંધબારણે આપેલી જુબાનીમાં કહ્યું હતું કે ‘યુએનડીપીએ’ તો ખાલી કહેવાની વાત હતી. અસલમાં મારે વાંદરાનું કલેજું ખાવું હતું.’ (સાતમી મુદત પૂરી. એક્સ્ટેન્શન)
બન્ને પોતપોતાનો દાવ સીધા રસ્તે આગળ વધતો જોઇને રાજી હતા. બહારના લોકો તેમની મૈત્રી જોઇને નવાઇ અનુભવતા હતા અને તેમના સંબંધો વિશે અવનવી વાતો કરતા હતા. એક કાગડાએ આપેલી જુબાની પ્રમાણે, તેને શંકા હતી કે વાંદરાનો અસલી હેતુ મગરને પકડાવી દઇને, તેના ચામડામાંથી પોતાનાં સંતાનો માટે જેકેટ બનાવવાનો હતો. તળાવના નિયમિત મુલાકાતી એક બગલાએ કહ્યું હતુંઃ ‘મગર એક વાર નબળી પળોમાં મારી આગળ બોલી ગયો હતો કે સંગઠન જાય તેલ લેવા, હું બુઢિયાને તો કાચો ને કાચો ચાવી જઇશ.’ (આઠમી મુદત પૂરી. એક્સ્ટેન્શન)
થોડા દિવસ સાથે હર્યાફર્યા પછી અને સંગઠનની વાતો કર્યા પછી એક દિવસ વાંદરો તળાવે આવ્યો, ત્યારે તેને મગરની આંખોમાં જુદી જાતનો ચમકારો દેખાયો. એ દિવસે છઠ્ઠી ડીસેમ્બર હતી કે નહીં એ વાંદરાને યાદ નથી. કારણ કે ઝાડ પર કેલેન્ડર ક્યાંથી હોય? મગરને ખબર હોવાનો સવાલ જ નથી. કારણ કે ઝાડ પર કેલેન્ડર ન હોય, તો તળાવમાં ક્યાંથી હોય? (નવમી મુદત પૂરી. એક્સેટેન્શન)
વાંદરાએ મગરની પીઠ થપથપાવી અને હંમેશાંની જેમ ઉપર બેસી ગયો. એ વખતે મગરની આંખોમાં રમતા ભાવ પીઠ પર બેઠેલા વાંદરાને દેખાયા નહીં. (‘તો આ તપાસપંચને ક્યાંથી દેખાયા?’ એવો સવાલ અસ્થાને છે.) તળાવની વચ્ચોવચ પહોંચ્યા પછી મગરે મુદ્દાની વાત કાઢીઃ ‘તમે જે જાંબુ ખાવ છો તે આટલાં મીઠાં હોય છે, તો તમારૂં કલેજું કેટલું મીઠું હશે! મારે તમારૂં કલેજું ખાવું છે.’ વાંદરાને ખરાબ ન લાગે એટલે મગરે એમ પણ કહ્યું કે ‘તમારો વિશ્વાસઘાત કરવો પડ્યો એટલે હું આજના દિવસને મારા જીવનનો સૌથી ખરાબ દિવસ જાહેર કરૂં છું, પણ મારે તમારૂં કલેજું તો ખાવું જ છે.’ (દસમી મુદત પૂરી. એક્સ્ટેન્શન)
‘મગર જોડે યુનાઇટેડ ફ્રન્ટ રચીએ એટલે વહેલોમોડો કલેજું ચીરાવાનો દિવસ આવે જ’ એવું વાંદરો મનોમન ગણગણ્યો. પણ ચહેરા પર સ્વસ્તથતા જાળવીને ટાઢકથી તેણે કહ્યું,‘મારૂં કલેજું તો હું ઝાડ પર મૂકીને આવ્યો છું.’ વાંદરો ખરેખર આવું જ બોલ્યો હતો કે નહીં, તેના પૂરતા પુરાવા મળ્યા નથી. વાંદરાએ પંચ સમક્ષ જુબાનીમાં આવી કોઇ ઘટના બની હોવાનો જ ઇન્કાર કર્યો હતો અને કહ્યું હતું કે ‘એ તો મગરે બે ઘડી ગમ્મતમાં કહ્યું હતું. એટલે મેં એને ગમ્મતમાં કહ્યું કે કલેજું તો હું ઝાડ પર ભૂલી ગયો. અમારા બન્નેમાંથી કોઇ એટલું મૂરખ નથી કે જેને આટલી સાદી ખબર ન પડે. અમારૂં ગઠબંધન હજુ ચાલુ જ છે. અમારી વચ્ચે કોઇ મતભેદ નથી.’ (અગીયારમી મુદત પૂરી. એક્સ્ટેન્શન)
મગરે પંચ સમક્ષ જુબાનીમાં આવું કંઇ બન્યું હોવાનો ઇન્કાર કર્યો હતો, પણ બીજાં કેટલાંક પ્રાણીઓ સમક્ષ તેણે એવો દાવો કર્યો હતો કે ‘તે દિવસે મારી પીઠ પર બેઠેલા વાંદરાનું કલેજું તો હું ખાઇ ચૂક્યો છું. અત્યારે જે વાંદરો નિવેદન આપે છે, એ તો બીજો જ વાંદરો છે. એને હું કદી મળ્યો નથી. એને મારી પીઠ પર નહીં, પણ અમારા ગઠબંધન પર ચડી બેસવામાં રસ છે.’
બારમી મુદતના અંતે તપાસપંચને મળેલી આ માહિતીથી આખી ઘટનાને નવો વળાંક મળતાં, એ મુદ્દે તલસ્પર્શી તપાસ માટે નવું પંચ રચવાની જાહેરાત કરવામાં આવી છે. દરમિયાન, એકતા કપૂર પ્રકારના નિર્માતાઓ અનંત લંબાઇની સિરીયલ લખાવવા માટે તપાસપંચની ઓફિસનાં ચક્કર કાપી રહ્યાં છે. બાર મુદતને અંતે તૈયાર થયેલો તપાસપંચનો અહેવાલ વાંદરા અને મગરના ગઠબંધનમાં ભંગાણ પાડવાનું થાય ત્યારે જાહેર કરાશે. ત્યાં સુધી અહેવાલનું શું થશે, એ તપાસનો- કે તપાસપંચનો- વિષય છે.
***
એક હતો વાંદરો. એ ઝાડ પર રહેતો હતો. એક મગર હતો. એ તળાવમાં રહેતો હતો. બન્ને પાસે રેશનકાર્ડ કે રેસીડેન્શ્યલ પ્રૂફ નથી એવું તેમની જુબાની પરથી માલુમ પડ્યું છે. (પંચની પહેલી મુદત સમાપ્ત. એક્સ્ટેન્શન) વાંદરો ખરેખર વાંદરો જ હતો અને મગર ખરેખર મગર જ હતો, એ વિશે પણ સોગંદપૂર્વક કહી શકાય નહીં. કારણ કે બન્નેના ડી.એન.એ. ટેસ્ટની પરવાનગી મળી ન હતી. (બીજી મુદત સમાપ્ત. એક્સ્ટેન્શન)

humor-satire/હાસ્ય-વ્યંગ
Tuesday, December 01, 2009
Winter Collection 2009 : હેડફોન-પટ્ટી
શિયાળુ પવનના સૂસવાટાથી કાનને બચાવવા માટે સમયાંતરે મફલર, સ્કાર્ફ, બુઢિયા ટોપી, ઉની ટોપી અને કાનપટ્ટી જેવી ચીજો વપરાતી રહી છે. માથા પર ફાળિયાની જેમ પહેરાતું મફલર, આખી હેલ્મેટની જેમ હડપચી સુદ્ધાં ઢાંકી દેતી બુઢિયાટોપી, હાથે ભરેલી કથ્થઇ રંગની મોટી ટોપી અને કપાળ પર સાંકડો પટ્ટો તથા પાછળના ભાગમાં પહોળો પટ્ટો ધરાવતી ચસોચસ ‘કાનપટ્ટી’ની જુદી જુદી ખાસિયતો હતી.
આ યાદીમાં ઓણ સાલ એક નવી ચીજ ઉમેરાઇ છેઃ હેડફોન જેવો આકાર ધરાવતી રંગબેરંગી કાનપટ્ટી. ઉપરની તસવીરોમાં દેખાય છે તેમ, આ કાનપટ્ટી દેખાવમાં એકદમ ફેન્સી છે અને લારીઓમાં દસ-દસ રૂપિયામાં વેચાય છે. (દુકાનોમાં થોડો વધારે ભાવ હોય છે.) તેને હેડફોનની જેમ પાછળથી પહેરવી પડે છે. આગળથી જોનારને ફક્ત હેડફોનના બે ઇઅરપીસ જેવા રંગીન ગોળાકાર જ દેખાય અને એવું લાગે કે આ સજ્જન (કે સન્નારી) ઠંડીતી બચવા જેવી ક્ષુલ્લક પ્રવૃત્તિને બદલે સંગીતશ્રવણ જેવું દિવ્ય કાર્ય કરી રહ્યા છે. હેડફોન-પટ્ટી દેખાવમાં તો સરસ છે, પણ ઠંડી રોકવામાં કેવીક અકસીર છે એ જાણવા તેનો જાતઅનુભવ લઇ જોયો. પટ્ટી પહેર્યા પછી પણ, તે ચસોચસ બેસતી ન હોવાને કારણે, વાહન પર સામેથી આવતો પવન પટ્ટીની નીચેથી કાનમાં ધૂસી જતો હતો. ટોપી પહેરી હોય અથવા સાદી કાનપટ્ટી પહેરી હોય અને જે ગરમાવાનો અનુભવ થાય, એવો ગરમાવો હેડફોન-પટ્ટીમાં લાગ્યો નહીં. કડકડતી ઠંડી કે પવનથી બચવાને બદલે પહેરવાનો આનંદ લેવાનું મન હોય તો આ હેડફોન-પટ્ટી પહેરાય, બાકી હેડફોન-પટ્ટી પહેરેલા બીજા લોકોને જોઇને આનંદ લેવાનો.
Subscribe to:
Posts (Atom)