Tuesday, March 31, 2009
સરૂપ ધ્રુવના પુસ્તક ‘ઉમ્મીદ હોગી કોઇ’નું વિમોચન : ઉમ્મીદ જગાડતી ચર્ચા-પ્રવચનો
(L to R : Ghanshyam Shah, Sultan Ahmed, Tridip Suhrud, Ramesh Dave, Sarup Dhruv, Hiren Gandhi ) : ગુજરાતના પ્ર
તિબદ્ધ સાહિત્ય ક્ષેત્રે લેવાતાં ગણ્યાંગાંઠ્યાં નામમાં સરૂપબહેન (ધ્રુવ)નો સમાવેશ થાય છે. તેમનાં લખાણો અને કાવ્યો વીંધે, ચીંધે, ઝકઝોરે, ઠમઠોરે, વિદેશી ભાષાઓમાં અનુવાદિત અને સન્માનિત થાય, દેશી ભૂમિ પર પ્રતિબંધિત પણ થાય...સરૂપબહેનના હિંદી પુસ્તક ‘ઉમ્મીદ હોગી કોઇ’ નું વિમોચન શનિવારે, 28 માર્ચની સાંજે, ‘કર્મશીલો’ના ‘પીપળા’ જેવા મહેંદીનવાઝજંગ હોલમાં થયું.
2002-2006ના ગુજરાતમાં કેટલાંક પાત્રો-પ્રસંગોની વાત માંડતા ‘ઉમ્મીદ...’ના વિમોચન સમારંભનું આમંત્રણ આકર્ષક હતું. ફોર કલરમાં છપાયેલા બે ફોલ્ડવાળા કાર્ડમાં ઉપર મશહૂર ચિત્રકાર ગુલામ મહંમદ શેખનું ચિત્ર હતું (જે પુસ્તકના ટાઇટલ તરીકે ઉપયોગમાં લેવાયું હતું.) વક્તા તરીકે ઘનશ્યામ શાહ, ત્રિદીપ સુહૃદ, સુલતાન અહેમદ અને રમેશ દવે હતા. પહેલા બે સમાજશાસ્ત્ર અને રાજ્યશાસ્ત્ર સહિત અનેક વિષયોમાં ઊંડાણભર્યો રસ ધરાવનારા અભ્યાસી, સુલતાન અહેમદ હિંદીના અધ્યાપક, કવિ, કડક વિવેચક અને રમેશ ર. દવે સાહિત્ય પરિષદના ક.લા.સ્વાધ્યાય મંદિરના નિયામક. (‘આવા કાર્યક્રમમાં તમે ક્યાંથી?’ એ મતલબનું આશ્ચર્ય કેટલાક મિત્રોએ વ્યક્ત કર્યાનું રમેશભાઇએ પ્રવચનના આરંભે જ હળવાશથી કહ્યું)
***
સંવેદન-સાંસ્કૃતિક મંચના કલાકારોએ ‘સચકી યાદ, યાદોંકા સચ’ ગીતથી શરૂઆત કર્યા પછી સરૂપબહેનના સાથી હીરેન ગાંધીએ પુસ્તક વિશેની ભૂમિકા બાંધીને ત્રિદીપ સુહૃદને બોલવા નિમંત્ર્યા. પોલિટિકલ સાયન્સમાં ડોક્ટરેટ મેળવનાર ત્રિદીપભાઇ સુરેશ જોષીના ‘છિન્નપત્ર’ કે ચંદુભાઇ દલાલના હરિલાલ ગાંધી વિશેના પુસ્તકનું અંગ્રેજી પણ કરે ને આશિષ નાંદી-ગણેશ દેવી-પાઉલો ફ્રેરેને ગુજરાતીમાં લઇ આવે. તેમણે પોતાના દસ-પંદર મિનીટના ટૂંકા વ્યાખ્યાનમાં ‘સાક્ષીપણું’ કેન્દ્રસ્થાને રાખીને તેની મીમાંસા કરી. (સરૂપબહેન 2002-2006ના બનાવોનાં સાક્ષી રહ્યાં એ સંદર્ભે)
ત્રિદીપ સુહૃદ
(અત્યાચારની) કોઇ પણ ઘટનામાં ચાર પક્ષ હોયઃ ભોગ બનનાર, અત્યાચાર કરનાર, પ્રેક્ષક અને સાક્ષી. પહે
લા બેની ઓળખ બહુ સ્પષ્ટ છે. પ્રેક્ષક એ છે જે દૂર રહીને આનંદ લઇ શકે છે. મોટા ભાગના લોકો પ્રેક્ષક હોય છે. ‘સાક્ષી’નું માહત્મ્ય સમજાવતાં તેમણે કહ્યું,’સાક્ષીનો સીધો સંબંધ સાક્ષાત્કાર સાથે છે અને અસત્યનો-જૂઠાણાંનો સાક્ષાંત્કાર હોઇ શકે નહીં.’ સાક્ષી માટે વપરાતા અંગ્રેજી શબ્દ ‘ટેસ્ટીમની’ને તેમણે ‘ટેસ્ટામેન્ટ’ના કુળનો ગણાવ્યો. (ત્રિદીપભાઇને કદાચ ખ્યાલ નહીં હોય કે કહેવાતા ચિંતકો આવી એકાદ-બે શબ્દરમતો ઉપર આખેઆખી કોલમ ફટકારી પાડે છે.)
લા બેની ઓળખ બહુ સ્પષ્ટ છે. પ્રેક્ષક એ છે જે દૂર રહીને આનંદ લઇ શકે છે. મોટા ભાગના લોકો પ્રેક્ષક હોય છે. ‘સાક્ષી’નું માહત્મ્ય સમજાવતાં તેમણે કહ્યું,’સાક્ષીનો સીધો સંબંધ સાક્ષાત્કાર સાથે છે અને અસત્યનો-જૂઠાણાંનો સાક્ષાંત્કાર હોઇ શકે નહીં.’ સાક્ષી માટે વપરાતા અંગ્રેજી શબ્દ ‘ટેસ્ટીમની’ને તેમણે ‘ટેસ્ટામેન્ટ’ના કુળનો ગણાવ્યો. (ત્રિદીપભાઇને કદાચ ખ્યાલ નહીં હોય કે કહેવાતા ચિંતકો આવી એકાદ-બે શબ્દરમતો ઉપર આખેઆખી કોલમ ફટકારી પાડે છે.) સાક્ષી બનવાનું કામ કહો તો કામ ને જવાબદારી કહો તો જવાબદારી ઐતિહાસિક રીતે સ્ત્રીઓના માથે આવી છે, એમ કહીને ત્રિદીપભાઇએ મરિયમ, ઝૈનબ અને દ્રૌપદીના દાખલા ટાંક્યા. મરિયમ સાક્ષી ન હોત તો ઇસુને ક્રોસે ચડાવ્યાની ઘટના અને તેમના પુનરાગમનની ઘટનાનું કદાચ આ મહત્ત્વ ન હોત. આ પ્રકારની ઘટનાઓ સાક્ષી વિના અપૂર્ણ (ત્રિદીપભાઇનો શબ્દ બીજો હતો) રહે છે. આપણે ત્યાં આ પ્રકારનું (સાક્ષીભાવ ધરાવતું) સાહિત્ય બહુ નથી થયું- ભાગલા વખતે થોડાઘણા પ્રયાસ થયા હતા- એટલે આ પુસ્તક સાક્ષીને- જુબાનીને સમજવાની નવી જવાબદારી મૂકી રહ્યું છે.
દિલ્હીસ્થિતિ જાણીતા વિદ્વાન અને સુરતના સેન્ટર ફોર સોશ્યલ સ્ટડીઝના ભૂતપૂર્વ નિયામક સુધીરચંદ્રએ પ્રસ્તાવનામાં એ મતલબનું લખ્યું છે કે મોદીના ગુજરાતમાં ભાષાનું પણ વિસ્થાપન થઇ ગયું. એટલે સરૂપબહેને હિંદીમાં લખવાની ફરજ પડી છે. આ વિધાન સંદર્ભે ત્રિદીપભાઇએ કહ્યું કે જેમાંથી ન્યાય, પ્રેમ, અનુકંપા, કરૂણા જેવા ગુણ જતા રહે છે એ ભાષા અને સંસ્કૃતિ સાક્ષી બનવા સક્ષમ રહેતાં નથી. તેમણે કહ્યું કે ‘ગુજરાતી ભાષામાં આજે એવું બળ નથી રહ્યું, જે સત્ય ઉચ્ચારી શકે. એટલે પરભાષા- ના, બીજી ભાષામાં- લખવું પડે છે.’ સાક્ષીનું છેલ્લું કર્તવ્ય પુનરુત્થાનનું છે, જે નવી આશા આપે છે.
***
(ગાંધીની) ‘ગુજરાતી ભાષા સાક્ષી બનવા સમર્થ રહી નથી’ એવું ચર્ચાસ્પદ વિધાન ઘણા મિત્રોને નવાઇભર્યું લાગ્યું, પણ બીજા સજ્જ વક્તાઓ બાકી હોવાથી તેની વધુ ચર્ચા થશે એવી અપેક્ષા હતી, જે સાચી પડી.
સુલતાન અહમદ
તેમણે ખાલિસ હિંદીમાં લખેલું પ્રવચન પૂરા ભાવ અને ચડાવઉતાર સાથે વાંચ્યું. આરંભે જ એમણે કહ્યું, ‘પ્રવચન લખીને લા
વ્યો છું. જેથી ફરી ન જાઉં.’ આ પુસ્તકનો આશય ચર્ચા છેડવાનો છે, તો તેની શરૂઆત વિમોચન સમારંભથી જ કેમ નહીં! એમ જણાવીને તેમણે કહ્યું, ‘પુસ્તકની સામગ્રી પર પહેલો હક ગુજરાતીનો હોવો જોઇતો હતો. કારણ કે સરૂપબહેન ગુજરાતીમાં વિચારે છે.’
પુસ્તકમાં લખાયેલી વાતોની તેમણે સરસ સમીક્ષા કરતાં કહ્યું કે કેટલાક કિસ્સા ‘બહારનાં ટોળાં આવીને તોફાન કરી જાય છે’ એવા છે, તો કેટલાક કાયમ સાથે રહેનારાઓની બદલાયેલી વર્તણૂકના. ક્યાંક પોલીસ જુલ્મગાર છે, તો ક્યાંક મદદગાર. હિંદુ અને મુસ્લિમ કટ્ટરપંથીઓને આ પુસ્તકની વાતો નહીં ગમે. કારણ કે તેમાં હિંદુઓએ મુસ્લિમોને મદદ કરી હોય એવા ઘણા પ્રસંગો છે. મુસ્લિમ કટ્ટરપંથીઓને આ એટલે નહીં ગમે કે પછી આવા હિંદુઓને એ લોકો કાફિર કેવી રીતે ગણાવી શકે? પુસ્તકમાં હિંદુ ફિરકાપરસ્તોનો ઉલ્લેખ છે, મુસ્લિમ ફિરકાપરસ્તોનો ઉલ્લેખ નથી એમ પણ સુલતાને કહ્યું.
વ્યો છું. જેથી ફરી ન જાઉં.’ આ પુસ્તકનો આશય ચર્ચા છેડવાનો છે, તો તેની શરૂઆત વિમોચન સમારંભથી જ કેમ નહીં! એમ જણાવીને તેમણે કહ્યું, ‘પુસ્તકની સામગ્રી પર પહેલો હક ગુજરાતીનો હોવો જોઇતો હતો. કારણ કે સરૂપબહેન ગુજરાતીમાં વિચારે છે.’પુસ્તકમાં લખાયેલી વાતોની તેમણે સરસ સમીક્ષા કરતાં કહ્યું કે કેટલાક કિસ્સા ‘બહારનાં ટોળાં આવીને તોફાન કરી જાય છે’ એવા છે, તો કેટલાક કાયમ સાથે રહેનારાઓની બદલાયેલી વર્તણૂકના. ક્યાંક પોલીસ જુલ્મગાર છે, તો ક્યાંક મદદગાર. હિંદુ અને મુસ્લિમ કટ્ટરપંથીઓને આ પુસ્તકની વાતો નહીં ગમે. કારણ કે તેમાં હિંદુઓએ મુસ્લિમોને મદદ કરી હોય એવા ઘણા પ્રસંગો છે. મુસ્લિમ કટ્ટરપંથીઓને આ એટલે નહીં ગમે કે પછી આવા હિંદુઓને એ લોકો કાફિર કેવી રીતે ગણાવી શકે? પુસ્તકમાં હિંદુ ફિરકાપરસ્તોનો ઉલ્લેખ છે, મુસ્લિમ ફિરકાપરસ્તોનો ઉલ્લેખ નથી એમ પણ સુલતાને કહ્યું.
એનજીઓ –સ્વૈચ્છિક સંસ્થાઓ વિશેની તીખી આલોચના પાત્રોના મુખેથી થવા દીધી છે, એનો ઉલ્લેખ કરીને તેમણે કહ્યું, ‘આ પુસ્તકના બનાવો વાંચ્યા પછી લાગે કે એનજીઓની ભૂમિકા સંદેહ કે દાયરે સે બિલકુલ પરે નહીં.’
‘ગુડી ગુડી સર્વધર્મસમભાવ’ની પુસ્તકમાં ક્યાંક ટીકા છે, તો ખુદ સરૂપબહેન પણ ક્યાંક એના જોશમાં આવી ગયાં છે, એમ કહીને તેમણે કેટલાંક ઉદાહરણ ટાંક્યાં. સુલતાને કહ્યું, ‘સચ્ચા સેક્યુલરિઝમ ગુડી ગુડી નહીં હોતા, ઇન્કિલાબી હોતા હૈ.’ વિવિધ પાત્રોના ઇન્ટરવ્યુ અંગે તેમણે કહ્યું કે એ વધારે ધારદાર હોવા જોઇતા હતા અને એકના એક મુદ્દે એકથી વધારે વાર વાત થવા જેવી હતી. કારણ કે એક વારની મુલાકાતમાંથી કેટલીક બાબતોની પકડ ન પણ આવે.
રમેશ ર. દવે
સાહિત્યિક-અધ્યાપકીય પરિભાષા અને આ લખાણ કયા સ્વરૂપનું કહેવાય એની વચ્ચે વચ્ચે તળપદાં ઉદાહરણોથી વાત કરી. એમાં રસ પડે એવો સવાલ હતોઃ ‘કમિટમેન્ટ કળાને નડે ખરૂં?’ રમેશભાઇએ કહ્યું, ‘કમિટમેન્ટ ગાય છે ને કળા વાછરડું. ઉછળતું કૂદતું વાછરડું ક્યારેક ગાયની આગળ નીકળી જાય, પણ છેવટે પોષણ માટે તેને ગાય પાસે જ આવવું પડે છે.’ તેમણે કહ્યું, ‘મને આ પુસ્તક સ્પર્શે છે. મૂંઝવે છે કે મને આ કરવાનું કેમ ન સૂઝ્યું? એટલી નિસબત ઓછી. એકલી નિસબતથી પણ કામ થતું નથી. નિર્ભિકતા ન હોય તો નિસબત ઓળપાઇ જાય છે.’
ઘનશ્યામ શાહ
સ્પષ્ટતા, સરળતા અને ઊંડાણનો સમન્વય સાધીને ઘણા મહત્ત્વના મુદ્દા મૂકી આપ્યા. તેમણે કહ્યું કે હું સ્વરૂપચર્ચામાં ન
હીં પડું. હું આને ‘નેરેટીવ’ કહીશ. સરૂપબહેનનો તટસ્થતાનો દાવો નથી. એમણે સ્પષ્ટ કહ્યું છે કે હું પીડીતોની સાથે છું. ‘તટસ્થતા જેવું કંઇ હોતું નથી’ એ વાત કરતાં ઘનશ્યામભાઇએ કહ્યું, ‘તમે વિષય પસંદ કરો ત્યાંથી જ તમારાં મૂલ્યો આવતાં હોય છે. ચૂપ રહેવું એ પણ એક સ્ટેન્ડ છે.’
હીં પડું. હું આને ‘નેરેટીવ’ કહીશ. સરૂપબહેનનો તટસ્થતાનો દાવો નથી. એમણે સ્પષ્ટ કહ્યું છે કે હું પીડીતોની સાથે છું. ‘તટસ્થતા જેવું કંઇ હોતું નથી’ એ વાત કરતાં ઘનશ્યામભાઇએ કહ્યું, ‘તમે વિષય પસંદ કરો ત્યાંથી જ તમારાં મૂલ્યો આવતાં હોય છે. ચૂપ રહેવું એ પણ એક સ્ટેન્ડ છે.’કોમી હિંસા વિશે ગુજરાતીમાં કેમ કંઇ લખાતું નથી, એ વિશે તેમના એક-બે મોટા સાહિત્યકારો સાથેના સંવાદ તેમણે કહ્યા. એક મોટા સાહિત્યકારે કહ્યું, ‘અત્યારે તો વાગોળીએ છીએ. મનન કરીએ છીએ...લખાશે એક દિવસ!’
સિતાંશુ યશશ્ચંદ્રનું નામ લીધા વિના તેમણે કહ્યું, એક મોટા વિદ્વાન અને કવિની બે કવિતાઓ વાંચી હતી. એકમાં એવું હતું કે તોફાન રાજકારણીઓ કરાવે છે. બીજા કાવ્યમાં ઘેટા અને વાઘની વાત હતી અને (તોફાનો પછી) પહેલી વાર ઘેટાને થાય છે કે ‘હવે ખુમારી આવી રહી છે.’ ઘનશ્યામભાઇ કહે, ‘આ દલીલ બહુ જૂની છે. 1969નાં કોમી તોફાનો વખતે પણ આવું જ કહેવાયું હતું, 1981માં, 1985માં, 1992માં અને 2002માં પણ એ જ વાત. ‘હવે ખુમારી આવી રહી છે.’ આ કઇ માનસિકતા કહેવાય? અને આ કોઇ સામાન્ય માણસ નથી. ખૂબ જ વિદ્વાન છે.
તમામ નેરેટીવ પરથી પ્લાનિંગનો પણ ખ્યાલ આવે છે. કોમી તોફાનોમાં પ્લાનિંગની વાત થાય, એટલે બચાવપક્ષ લગભગ છાપેલું ટાઇમટેબલ માગવાની મુદ્રામાં આવે છે. ‘કાં ટાઇમટેબલ બતાવો, કાં આરોપ પાછો ખેંચો.’ પણ ઘનશ્યામભાઇએ કહ્યું કે પ્લાનિંગનો અર્થ લાંબા ગાળાનો છે. જે વાતાવરણ ઊભું કરવામાં આવ્યું, ત્રિશૂળો વહેંચાતાં હતાં.. એની વાત છે.
તેમણે કહ્યું, ‘સીટીઝન્સ કમિટી સમક્ષ ઓછામાં ઓછાં બે નિવેદન એવાં હતાં કે મિલીટ્રીવાળાએ અમદાવાદમાં આવીને ટ્રેનિંગ આપી હતી.’ એ વખતે આ વાત બહુ ધ્યાન પર ન લીધી હતી, પણ માલેગાંવના વિસ્ફોટની વાત આવી ત્યારે અચાનક બત્તી થઇ અને એ નિવેદનો યાદ આવ્યાં...
પ્લાનિંગ વિશેની ગેરસમજણની જેમ ન્યાયના આગ્રહ વિશે પણ ઘણી ગેરસમજ ફેલાવવામાં આવે છે. એ વિશે તેમણે કહ્યું, ‘ન્યાયની વાત વેરની વાત નથી.’ બધા ભૂલી જવાની સલાહો આપે છે. યાદ રાખવાનો અર્થ રીપીટ કરવું એવો નથી. ફક્ત મૂલ્યો, ઉપદેશ, પ્રતિજ્ઞાઓ કરાવીએ અને આર્થિક-સામાજિક કારણોની ઉપેક્ષા કરીએ તો કદી સફળતા મળવાની નથી.
આપણે ત્યાં હકની વાત નહીં, ફરજની વાત કરો. ફરજ સાથે સરસ શબ્દ સાંકળી દીધો છેઃ ધર્મ. સંડાસ સાફ કરવાં એ પણ ‘ધર્મ’ (મુખ્ય મંત્રીએ કહ્યું હતું કે ‘જાજરૂની સફાઇ આધ્યાત્મિક કામ છે.’ આ બોલાયેલું નહીં, છપાયેલું છે) મડદાં ઉપાડવાં એ પણ ધર્મ છે. કોઇ હક માગે તે આપણાથી સહન થતું નથી. ઘરમાં કામવાળીને આપણે રૂપિયા વધારી આપીએ તો ઠીક, પણ એ સામેથી માગે તો આપણો પિત્તો છટકે અને કહીએ, ‘તુ માગનાર કોણ?’
‘તુ માગનાર કોણ?’ એ વલણ લઘુમતિઓ પ્રત્યે પણ લાગુ પડે છે. ‘તમને અહીં રહેવા દીધા છે એટલું ઓછું છે? હક માગવાની શી જરૂર? છે એટલું ઓછું છે?’ એવો ભાવ તેમાં હોય છે.
સરૂપબહેને પોતાની વાતમાં ન્યાયતંત્ર અને લોકશાહી વિશે નિરાશા વ્યક્ત કરી હતી. ‘એ અડધી સાચી છે, પણ ગુજરાત સ્વતંત્ર રાજ્ય હોત અને તેમાં લોકશાહી ન હોત તો?’ એવો સવાલ ઘનશ્યામભાઇએ મૂક્યો. ‘આપણો વોઇસ, આપણી સ્પેસ ઓછી છે. જે છે તે નિરાશાથી ભરપૂર છે. પણ એ છોડીને જઇશું તો ક્યાં જઇશું?’ ‘ભાષાના વિસ્થાપન’ સંબંધે એમણે કહ્યું, ‘આપણને કોઇ (આપણી જગ્યા પરથી) ધક્કા મારીને કાઢી મુકે તો આપણે સ્વીકારી લઇશું? આ સરૂપબહેનની વાત નથી. ઘણી વાર અંગ્રેજીમાં લખીએ ત્યારે અમારે પણ આ સવાલ થાય છે. એ જુદી વાત છે. પણ આપણી ભાષામાં એવું સત્વ નથી એ હું સ્વીકારતો નથી. આપણે કોના માટે લખવાનું છે? ઉમ્મીદ આપણે અહીં જ ઉભી કરવાની છે.’
***
પુસ્તકની ભાષા અને ભાષાના વિસ્થાપન વિશે સુલતાન અહમદ અને ઘનશ્યામભાઇની ટીપ્પણીઓ પછી હીરેનભાઇએ ઉગ્રતાપૂર્વક વિસ્થાપનના મુદ્દાનો બચાવ કર્યો. તેમણે કહ્યું કે અમારી ફરિયાદ ફક્ત સરકાર સામે નહીં, સીવીલ સોસાયટી સામે પણ છે. એમ કહીને તેમણે બે પુસ્તકોનાં ઉદાહરણ આપ્યાં, જે થોડાં વર્ષ પહેલાં છાપેલાં અને એનજીઓના કામનાં હતાં. પણ એ બધાંનાં બંડલેબંડલ તેમના માળીયામાં પડ્યાં છે. એ કોઇએ ખરીદ્યાં પણ નથી ને કોઇએ એનું વિવેચન પણ નથી કર્યું. હવે અમે લખીએ છીએ પણ હિંદીમાં ને નાટકો પણ હિંદીમાં કરીએ છીએ. ભલે ગુજરાત નહીં સાંભળે, દેશભરમાં ફરીએ છીએ.
***
હીરેનભાઇની બળતરા અને લાગણી સાચી હોવા છતાં, એ ફક્ત એમની નથી. ગુજરાતીમાં લખનારા મોટા ભાગના લોકોની છે. એને ‘મોદીરાજમાં ભાષાના વિસ્થાપન’ની હદે લઇ જવામાં પ્રમાણનો ગંભીર પ્રશ્ન ઊભો થાય છે. હિંદી-અંગ્રેજીમાં લખાય એનો વાંધો નથી. વાંધો શા માટે? આનંદ છે. પણ ગુજરાતીના ભોગે બીજી ભાષામાં લખાય એ દુઃખદ નથી લાગતું? સરૂપબહેનને પણ ગુજરાતીમાં દિલ ઠાલવવાનું વધારે ન ગમ્યું હોત?
રહી વાત પુસ્તકોની. સંસ્થાઓના આર્થિક સહયોગથી ‘પ્રોજેક્ટ’ તરીકે એ કામ કરવાનું થાય છે, એનાથી (પુસ્તક તૈયાર કરવાનો) મોટા ભાગનો સંઘર્ષ સહ્ય બનતો નથી? પુસ્તક ન વેચાય, પડી રહે તેની પીડા જુદા પ્રકારની છે. એનાં કારણો પણ જુદાં છે.
ગુજરાતીમાં આખી જિંદગી લખ્યા પછી ખાસકંઇ વળતર ન મળ્યું હોય, એવા લેખકો આપણે ત્યાં હતા અને છે. એમાંથી ઘણાખરાને તો સરૂપબહેનની જેમ હિંદી પણ નથી આવડતું કે ‘ઓક્સફામ’નો સહયોગ પણ નથી. એ બધા શું કરતા હશે? એમણે શું કરવું જોઇએ?
સ્વૈચ્છિક સંસ્થાઓનાં પુસ્તકો અંદરોઅંદર ખપતાં નથી, તેમાં વધારે ઊંડાં- ખરૂં જોતાં વધારે છીછરાં- કારણો જવાબદાર છે. બાકી, ગુજરાતમાં સ્વૈચ્છિક સંસ્થાઓ એટલી સંખ્યામાં છે કે દરેક સંસ્થા એક-એક નકલ ખરીદે તો પુસ્તકની બીજી આવૃત્તિ કરવી પડે.
-પણ રજવાડાં કદી આપમેળે, સમજીને એક થતાં જાણ્યાં છે?
Saturday, March 28, 2009
સવારીઃ શેરખાનની અને સંભારણાંની
26 માર્ચના રોજ વિજયગુપ્ત મૌર્યનો 100મો જન્મદિવસ હતો. ગત થયેલા દાદાના જન્મદિવસોનું કેટલા પૌત્રોને મન મહત્ત્વ રહેતું હશે? પણ વિજયગુપ્ત મૌર્ય સામાન્ય દાદા ન હતા અને હર્ષલ (પુષ્કર્ણા) સામાન્ય પૌત્ર નથી.ગુજરાતી ભાષામાં જ્ઞાનવિજ્ઞાનના લેખનની ઉજ્જવળ અને ટકાઉ પરંપરા ઊભી કરનાર વિજયશંકર વાસુ ઉર્ફે વિજયગુપ્ત મૌર્યને અંજલિ આપવા માટે હર્ષલે એવું ગોઠવ્યું હતું કે તેમના 100મા જન્મદિવસે વિજયગુપ્ત મૌર્ય લિખિત ‘શેરખાન’ની ચોથી આવૃત્તિ તૈયાર થાય.
રાબેતા મુજબની છેલ્લી ઘડીની ધમાચકડી પછી 26મી તારીખે નવી આવૃત્તિ હર્ષલના હાથમાં હતી. સુઘડ- લે-આઉટ, સ્વચ્છ અને વાર્તારસથી સભર ચિત્રો, પહેલી અને બીજી આવૃત્તિમાં વિજયગુપ્ત મૌર્યની લખેલી પ્રસ્તાવનાનું સંકલન
કરીને મુકેલી પ્રસ્તાવના, ભાગ્યે જ અંગત ઉલ્લેખ કરતા નગેન્દ્રભાઇનું હૃદયસ્પર્શી કથન- આ ‘શેરખાન’ની નવી આવૃત્તિનાં આકર્ષણ છે.મારી પાસે ‘શેરખાન’ની બીજી આવૃત્તિ (1983) છે, પણ વાતચીતમાં હર્ષલે ત્રીજી આવૃત્તિ વખતની ઘણી વાતો યાદ કરી. 1995માં એ આવૃત્તિ થઇ ત્યારે હર્ષલને નગેન્દ્રભાઇ સાથે કામમાં જોડાયે ચાર-પાંચ વર્ષ થયાં હતાં. ‘સ્કોપ’ અનિયમિત પણ ચાલુ હતું. ‘સફારી’ પણ ખરૂં. જ્ઞાનવિજ્ઞાનના પ્રસાર માટે નગેન્દ્રભાઇએ પસંદ કરેલો રસ્તો અને એ માટેનો સંઘર્ષ આખો અલગ- અને ગુજરાતી પત્રકારત્વ-સાહિત્યમાં ‘વીસમી સદી’વાળા હાજી મહંમદ કે વિજયરાય વૈદ્યની પરંપરાનો છે- ભલે ક્ષેત્ર અલગ રહ્યાં. હર્ષલે પણ કિશોરાવસ્થા પર પુખ્તતાનું ‘એડપ્ટર’ લગાડ્યું અને કામે લાગી પડ્યો. એવા નિર્ધાર સાથે કે અણમોલ જ્ઞાનના બદલામાં અલ્પ વળતરની શોષણ પરંપરા અટકાવીને જંપીશ.
1995માં ‘યુરેનસ બુક્સ’ નામે પ્રકાશન સંસ્થા શરૂ કરી. તેનું પહેલું પુસ્તક હતુઃ શેરખાન. કઝિનના મેકિન્તોશ પર ગુજરાતી ફોન્ટમાં આખા પુસ્તકનું ટાઇપસેટિંગ, લે-આઉટ અને પ્રૂફરીડિંગ હર્ષલે કર્યાં હતાં. 1995માં મેક પર ગુજરાતી સોફ્ટવેર? હાં, ભઇ, હાં. મને યાદ છેઃ 1995માં હું મુંબઇ ‘અભિયાન’માં જોડાયો ત્યારે નગેન્દ્રભાઇનું ‘શતરંજ’ (રાજકીય કોલમ)નું મેટર પણ એ વખતે ભેદી જણાતી ગોઠવણથી સીધું મોડેમથી ઉતરતું હતું, જેને કમ્પોઝ કરાવવું પડતું ન હતું. (એ વખતે ઇન્ટરનેટ આવ્યું ન હતું. ઇ-મેઇલનો સવાલ ન હતો.)
દાદાના પુસ્તકને હર્ષલે તૈયાર તો કરી નાખ્યું, પણ અનુભવના અભાવે પુસ્તકનું ઉઘડતું પાનું અને તેની પાછળનું કિંમત-પ્રકાશક જેવી વિગતો ધરાવતું પાનું કરવાનું જ રહી ગયું. એ પ્રસંગ યાદ કરીને હર્ષલ કહે છે,’શરૂઆતની કોપી જોવા માટે આવી હતી. તેમાં ધ્યાન પડ્યું એટલે ઊભાઊભ એ પાનું કરાવીને ચોપડીમાં ચોંટાડાવ્યું.’
14 વર્ષ પછી ‘શેરખાન’ની નવી આવૃત્તિ નિમિત્તે આ સંભારણાં સૌ ‘સફારી’પ્રેમીઓ માટે.
Thursday, March 26, 2009
હોમાય વ્યારાવાલાનું ‘કાર નામા’, છાપાંના કારનામાં

(અહા! જિંદગીમાં બીરેનની સ્ટોરીનો આરંભ)
બે દિવસથી છાપાં રમણે ચડ્યાં છે. ‘ગુજરાત સમાચાર’ની વડોદરા આવૃત્તિમાં મંગળવારે ચોકઠાબંધ સ્ટોરી પ્રકાશિત થઇઃ ૯૬ વર્ષનાં હોમાય વ્યારાવાલાએ નેનો ખરીદવા વર્ષોજૂની ફિયાટ વેચી.
‘નેનો’ના જયજયકાર વચ્ચે આ સ્ટોરી થવી જોઇએ એવી જ હિટ થઇ! રહી ગયાની લાગણી સાથે અંગ્રેજી અખબારોએ સ્ટોરી લીધી. પી.ટી.આઇ.એ પણ સ્ટોરી લગાડી દીધીઃ ‘ટુ બાય નેનો ૯૬-યર-ઓલ્ડ વુમન ફોટોજર્નાલિસ્ટ સેલ્સ હર ફિઆટ.’ પીટીઆઇના પગલે બુધ/ગુરૂનાં રાષ્ટ્રીય અખબારોમાં પણ એ સ્ટોરી આ જ સ્વરૂપે છપાઇ.
મંગળવારે પહેલી વા
ર સ્ટોરી છપાઇ, ત્યારે વડોદરાથી મોટા ભાઇ બીરેન કોઠારીનો ફોન આવ્યો. ‘અહા! જિંદગી’ (માર્ચ, ૨૦૦૯)માં તેણે હોમાયબહેન અને તેમની કાર વિશે બે પાનાંની એક સરસ ફીચર લખ્યું હતું. હોમાયબહેન સાથે આઠ-દસ વર્ષના ગાઢ સંબંધના કારણે, ટુકડે ટુકડે તે હોમાયબહેનના તેમની ફિયાટ સાથેના ‘પ્રેમપ્રકરણ’ વિશે જાણતો હતો. (વખતોવખત કારના રિપેરિંગ માટે મિકેનિક પણ તે શોધતો હતો.) એટલે કારના મેઇન્ટેનન્સથી કંટાળીને આખરે હોમાયબહેને પોતાના મુંબઇ સ્થિત સંબંધીને આ કાર - અને ઉપરથી દસ હજાર રૂપિયા- આપવાનો નિર્ણય કર્યો, ત્યારે બીરેનને યોગ્ય રીતે જ લાગ્યું કે એ નિમિત્તે હોમાયબહેન અને કારના લાંબા સંબંધ વિશે લખવું જોઇએ.આવું લખાણ લાંબું થાય. વિગતો ઉપરાંત ભાવનાત્મક અને વિશિષ્ટ પણ હોય. સારૂં તો હોય જ. એટલે કોણ છાપે એ સવાલ! એ સવાલની ચિંતા કર્યા વિના બીરેને એક દિવસ હોમાયબહેન સાથે ફક્ત કાર વિશે જ વાતો કરવાનો ઉપક્રમ રાખ્યો. ત્યાર પછી પણ કંઇક યાદ આવ્યં તો એમણે ફોન કરીને જણાવ્યું. પછી સાઇઝની ચિંતા રાખ્યા વિના બીરેને લેખ લખ્યો અને ‘અહા! જિંદગી’ના સંપાદક-મિત્ર દીપક સોલિયાને કોઇ પૂર્વભૂમિકા વિના ફક્ત વાંચવા મોકલી આપ્યો. લેખ વાંચીને દીપકે બહુ આનંદ વ્યક્ત કર્યો અને લેખને સજાવટપૂર્વક માર્ચ, ૨૦૦૯ના અંકમાં છાપ્યો.
એ લેખમાંથી કરાયેલા કેટલાક બેઠ્ઠા ઉતારા અને કેટલાંક અનર્થઘટનોને કારણે પહેલાં ગુજરાત સમાચારમાં અને પછી પીટીઆઇના પ્રતાપે બીજે એવી સ્ટોરી પ્રકાશિત થઇ કે ‘હોમાય વ્યારાવાલાએ નેનો ખરીદવા જૂની ફિઆટ કાઢી નાખી’.
તેનાથી વિપરીત, ઇન્ડિયન એક્સપ્રેસ અને ટાઇમ્સ ઓફ ઇન્ડિયાએ આ સ્ટોરી વાંચ્યા પછી હોમાયબહેનનો સંપર્ક કરવાની તસ્દી લીધી- જે પેલી તફડંચીબાજીવાળી સ્ટોરીમાં લેવાઇ ન હતી- અને એ બન્નેએ સાચી સ્ટોરી પ્રગટ કરી. તેમાં હોમાયબહેન નેનો ખરીદવા ઇચ્છુક છે એવું જણાવાયું હતું, પણ ‘નેનો માટે ફિઆટ વેચી’ વાળી વાત ન હતી.
પીટીઆઇએ આટલી તસ્દી લીધી નહીં. એટલે એ ગોટાળો રાષ્ટ્રિય સ્તરે પહોંચ્યો અને ડીએનએ, હિંદુસ્તાન ટાઇમ્સ, બિઝનેસ સ્ટાન્ડર્ડ જેવાં દૈનિકોમાં એ સ્ટોરી ખોટી રીતે છપાઇ.
Labels:
homai vyarawala,
media,
આંખનું કાજળ ગાલે
Wednesday, March 25, 2009
ભવનનું મુનશી સન્માનઃ સમાચાર નથી, એ જ સમાચાર નથી?

ફોટો ૨ : કાવ્યોત્સવઃ (ડાબેથી) વિન્દા કરંદીકર, રાજેન્દ્ર શાહ, યુ.આર.અનંતમૂર્તિ, ગુલઝાર, પુષ્પા ભારતી
ગુજરાતી સાહિત્યના એવોર્ડ જગતમાં મૌસમ, ફિલ્મી ગીતમાં કહે છે તેમ, ‘બડી બેઇમાન’ છે. એવા એવા લોકો રણજિતરામ એવોર્ડ મેળવવા ધમપછાડા કરે છે કે લરઝતા હૈ દિલ મેરા...
પરિષદ દર વર્ષે જાહેર થતા સંખ્યાબંધ એવોર્ડમાં પાંચસો-પાંચસો રૂપિયા આપે છે. હકીકતે, એક એવોર્ડ માટે ફાળવાયેલી રકમ રૂ.૧ હજાર છે, પણ તેમાંથી પાંચસો રૂપિયા વહીવટી ખર્ચ પેટે. (સંસ્થા ચલાવી તો જુઓ! ખબર પડશે!) ચૂંટાયેલા માળખા વિના સરકારી સંસ્થા જેવી અકાદમીના એવોર્ડ વિશે શું કહેવું? રકમ પાંચસો રૂપિયા કરતાં વધારે હોય છે, પણ સ્ટેજ પર આવીને પ્રતિભાવ આપવા ન મળે. પરિષદ-અકાદમીના સંખ્યાબંધ એવોર્ડ, હું ભણતો હતો હતો ત્યારે અમારી શેઠ જે.એચ. સોનાવાલા હાઇસ્કૂલમાં પ્રાર્થના પછી વિદ્યાર્થીઓને અપાતાં પેન્સિલનાં ઇનામની યાદ અપાવે છે. જે ભાવ કેન્દ્રસ્થાને હોવો જોઇએ- સન્માનનો- એ જ ભાવ સદંતર ગેરહાજર હોય છે.
ધ.કા. તરીકે ટૂંકમાં ઓળખાતા અને સરખામણીઓની દુનિયામાં ‘મિની રણજિતરામ’ કહેવાતા ‘ધનજી કાનજી ચંદ્રક’નો અર્થ છેઃ (રણજિતરામ કે લિયે) ‘કૃપયા આપ કતારમૈં હૈં. થોડી દેર પ્રતીક્ષા કરેં.’ રણજિતરામ ચંદ્રક એવા લોકોને અપાઇ ચૂક્યો છે અને હજુ તો એવા એવા લોકોને અપાવાની ભીતિ છે કે આપણને રણજિતરામની દયા આવવા લાગે. કેટલાક ભૂતપૂર્વ અને ભાવિ વિજેતાઓનાં નામ વિશે વિચારતાં એવું લાગે કે રણજિતરામ મારા પરદાદા થતા હોત, તો મેં સાહિત્યસભાને વિનંતી કરીને, જોઇએ તો સામેથી થોડા રૂપિયા આપીને, આ ચંદ્રક સાથે જોડાયેલું રણજિતરામનું નામ દૂર કરવા પ્રયાસ કર્યા હોત. પછી ચંદ્રકનું નામ શું રાખી શકાય? અનેક વિકલ્પોમાંનો એક મજબૂત અમદાવાદી વિકલ્પઃ કુમારપાળ દેસાઇ સુવર્ણચંદ્રક. મુંબઇના સજ્જનો ‘હેમરાજ શાહ સુવર્ણચંદ્રક’ જેવું નામકરણ પણ વિચારી શકે.
***
ઇનામો-ચંદ્રકોની આ દુનિયામાં એક નવા, વજનદાર સન્માનનું ધડકતે હૈયે સ્વાગત છે. એ છે ભારતીય વિદ્યાભવને કનૈયાલાલ મુનશીની સ્મૃતિમાં સ્થાપેલું ‘મુનશી સન્માન.’ આ વર્ષથી શરૂ થયેલા સન્માનના વ્યાપમાં ગુજરાતી સાહિત્યકારો ઉપરાંત કળાકારોને આવરી લેવાયા છે. મૂળ યોજના ‘કર્મશીલો’ને પણ સામેલ કરવાની હતી. એ નિમિત્તે ભવનનો ઇરાદો કેટલાક નક્કર કામગીરી કરનારને સન્માનવાનો હતો, પરંતુ ભવન સાથે સંકળાયેલા રમેશ ઓઝા જેવા સ્પષ્ટદૃષ્ટા-સ્પષ્ટવક્તાએ ‘કર્મશીલ’ની સ્થિતિસ્થાપક વ્યાખ્યાની વાસ્તવિક બીક બતાવી હશે. આખરે સર્વાનુમતે ફક્ત સાહિત્યકારો-કળાકારોને એકંદર પ્રદાન (લાઇફટાઇમ એચીવમેન્ટ) બદલ એક લાખ રૂપિયા અને સન્માનપત્રથી સન્માનિત કરવા એવું નક્કી થયું. પહેલું મુનશી સન્માન ૯૭ વર્ષના, જ્ઞાનપીઠ વિજેતા કવિ રાજેન્દ્ર શાહને એક ભવ્ય સમારંભમાં અર્પણ કરવામાં આવ્યું.
***
૭ માર્ચ, ૨૦૦૯ની સાંજે ભારતીય વિદ્યાભવનમાં યોજાયેલા મુનશી સન્માન સમારંભના સંચાલક હતા મઘુ રાય. આરંભે ભવનના પ્રમુખ સુરેન્દ્રલાલ મહેતાએ વિદ્યાભવનની સાત દાયકાની સફરને ‘સાંસ્કૃતિક આંદોલન’ અને રાજેન્દ્ર શાહને ‘સંસ્કારતીર્થ’ તરીકે ઓળખાવ્યાં. રાજન્દ્રભાઇએ સન્માન સ્વીકારીને ભવનને સન્માનિત કર્યું છે, એવું પણ એમણે કહ્યું.
ભવનના હોમી દસ્તૂરે પોતાનાં સંભારણાં દ્વારા કનૈયાલાલ મુનશીનાં વિવિધ પાસાં ઉજાગર કર્યાં. રાજેન્દ્ર શાહ વિશે બે વક્તાઓ હતાઃ સિતાંશુ યશશ્ચંદ્ર અને ચંદ્રકાંત ટોપીવાળા. અગાઉ એક કાર્યક્રમમાં લેખનનાં ત્રણ પાસાં સંબંધે મઘુ રાયને નાટ્યકાર પીરાન્દેલો, અખો અને ??? (આવું જ કોઇ નામ) સાથે સરખાવી ચૂકેલા સિતાંશુભાઇએ આ કાર્યક્રમમાં રાજેન્દ્રભાઇને ‘કબીર કરતાં જરાય ઊણા નહીં’ એવા, સીમાહીન ગગનના કવિ તરીકે ઓળખાવ્યા. તેમના એક વિધાન મુજબ, ‘રાજેન્દ્ર શાહની સ્વતંત્રતાની ભાવના, રાજેન્દ્રની કવિતા, રાજેન્દ્ર શાહનું તત્ત્વજ્ઞાન, આ બઘું જ આપણે પોલિટિકલી વિચારસરણીથી મુક્ત થઇને જોઇએ તો આપણને પરમ આનંદ આપે છે.’ ચંદ્રકાંત ટોપીવાળાએ આ સમારંભને ‘ગમતા કવિને મળવાનું બહાનું ઊભું કરી આપતા ઉત્સવ’ ગણાવીને, રાજેન્દ્ર શાહને આઘુનિકતા વચ્ચે શાશ્વત રૂપે ઊભેલા કવિ તરીકે ઓળખાવ્યા.
રાજેન્દ્ર શાહને કન્નડ ભાષાના રાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા સાહિત્યકાર યુ.આર.અનંતમૂર્તિએ સન્માન અર્પણ કર્યું, ત્યારે ઉપસ્થિત સૌએ ભાવપૂર્વક ઊભા થઇને આદર વ્યક્ત કર્યો. અનંતમૂર્તિએ કહ્યું કે,‘રાજેન્દ્ર શાહે ૧૯૪૭ પહેલાં જ સ્વતંત્રતા મેળવી લીધી હતી. તેમણે પોતાને જે ગમ્યું, તે જ લખ્યું.’ ઓબામા અને સર્વોદયની, ગુજરાતી ભાષાના સર્જકો પાસેથી ભાગ્યે જ સાંભળવા મળતી વાત છેડીને, અનંતમૂર્તિએ ‘આપણી સંસ્કૃતિ તરફ, આપણા સર્જન તરફ પાછા વળવાની’ વાત કરી.
પ્રતિભાવમાં રાજેન્દ્રભાઇએ કહ્યું,‘નરસિંહ મહેતાની કવિતા ‘બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે’માંથી મને જીવનમંત્ર મળ્યો છેઃ હું જ વિલસી રહું સહુ અંગ/ હું જ રહું અવશેષે’. પારિતોષિકની રકમ તેમણે એક સંસ્થાને અને શાલ ‘નવનીત સમર્પણ’ના પૂર્વ સંપાદક ઘનશ્યામભાઇ દેસાઇને અર્પણ કરી. કાર્યક્રમના આ પહેલા હિસ્સાની આભારવિધી કનૈયાલાલ મુનશીના પૌત્ર કીર્તિદેવે કરી.
બીજો હિસ્સો ‘કાવ્યોત્સવ’નો હતો. તેમાં વિન્દા કરંદીકર, યુ.આર.અનંતમૂર્તિ, ગુલઝાર, નિદા ફાઝલી, સિતાંશુ યશશ્ચંદ્ર, અનિલ જોશી, ધર્મવીર ભારતીની કવિતાના પઠન માટે પુષ્પા ભારતી જેવાં વજનદાર નામ ઉપસ્થિત રહ્યાં. વિશ્વનાથ સચદેવે સંચાલન કર્યું. દરેકે પોતાની બે-ત્રણ રચનાઓ વાંચી. આ જ કાર્યક્રમમાં ગુલઝારે પોતાના સુરત અને સિતાંશુ કનેક્શન વિશે વાત કરી હતી, જેનું એક અખબારમાં એ મતલબનું રીપોર્ટંિગ આવ્યું કે ‘ગુલઝારને લખવાની પ્રેરણા સિતાંશુએ આપી હતી’. (ગુલઝારનાં વિવેકવાક્યોનો એ વઘુ પડતો ઉદાર વિચારવિસ્તાર હતો!)
***
અખબારી અહેવાલ પરથી યાદ આવ્યું. ભવન સાથે સંકળાયેલા મિત્ર રમેશ ઓઝા પર સમારંભ નિમિત્તે એક ટોચના ગુજરાતી અખબારમાંથી ફોન આવ્યો. ફોન કરનાર પચાસી વટાવી ચૂકેલા અને એક સમયે રમેશભાઇની સાથે કામ કરી ચૂકેલા પરિચિત પત્રકાર હતા. તેમણે પૂરી નિર્દોષતાથી પૂછ્યું,‘કનૈયાલાલ મુનશીનો ફોન નંબર આપો ને!’
એમનો ઇરાદો નેક. વિચાર્યું હશે કે જેના નામનું સન્માન છે તેને જ ફોન કરીને ક્વોટ લઇએ. પણ રમેશભાઇએ તેમને નિરાશ કર્યા. કહ્યું,‘કનૈયાલાલ મુનશી તો નથી. ઘણાં વર્ષ પહેલાં એ અવસાન પામ્યા છે.’
પણ પેલા મિત્ર એમ નિરાશ થાય એવા ન હતા. તેમણે કહ્યું,‘વાંધો નહીં. રાજેન્દ્ર શાહનો ફોન નંબર આપો. એમની સાથે વાત કરી લઊં.’
આ કિસ્સામાં બિલકુલ અતિશયોક્તિ નથી. કેમ કે, રમેશભાઇએ પોતે આ કિસ્સો કહ્યો છે.
***
મુનશી સન્માન ચંદ્રક સ્વરૂપમાં રાખવું એવી એક વિચારણા હતી. પણ સસ્તા થઇ ગયેલા ચંદ્રકોની હરોળમાં ઉમેરાવાને બદલે, પુરસ્કાર રાશિ પણ સન્માનને અનુરૂપ હોય એ રીતે, લાખ રૂપિયાની રકમ રાખવાનું નક્કી કરવામાં આવ્યું. એ સંજોગોમાં આ સન્માન ગુજરાતી ભાષાનું અને સાહિત્યિક-વિદ્યાકીય સંસ્થા દ્વારા અપાતું સૌથી મોટું સન્માન ગણાવું જોઇએ અને આપણી ભાષામાં આવું સન્માન સ્થપાયું- તેનો પહેલો સમારંભ યોજાયો, તેની ગુજરાતભરમાં નોંધ લેવાવી જોઇએ. પરંતુ મુખ્ય કે સમાંતર, એકેય ધારાનાં પ્રસાર માઘ્યમોએ ‘મુનશી સન્માન’માં ઝાઝો રસ ન દર્શાવ્યો. બહુ થોડાએ કવરેજ કર્યું, એ પણ કરવા ખાતર. મુનશી જીવીત પ્રધાન કે બાપુ-કથાકાર હોત તો જુદી વાત હતી...
રણજિતરામ ચંદ્રક અત્યારે ‘બાય ડીફોલ્ટ’- બીજા વિકલ્પના અભાવે અને જૂની પરંપરાના પ્રતાપે ગુજરાતીનો સૌથી મોટો પુરસ્કાર ગણાય છે. સન્માનોની કદી સ્પર્ધા ન હોઇ શકે, પણ પહેલા મુનશી સન્માનનો કાર્યક્રમ જે રીતે યોજાયો એવું જ ધોરણ (કાર્યક્રમનું અને વિજેતાનું) જળવાઇ રહેશે, તો ‘મુનશી સન્માન’ ગુજરાતી સંસ્કાર જગતનું સૌથી પ્રતિષ્ઠિત સન્માન બની રહેશે
- અને એ વાતથી મુનશીના ‘ગૉડફાધર’ રણજિતરામ કરતાં વઘુ રાજી બીજું કોણ થઇ શકે?
Tuesday, March 24, 2009
વિનોદ મેઘાણીની યાદગાર શ્રદ્ધાંજલિ-સભા






pics : 1-2-3 Audience includes Elaben Bhatt (SEWA), Jayant Meghani, Nanak Meghani, Bholabhai Patel, Rajendra Patel, Ramesh Dave- Bharatiben Dave, Hiren Gandhi, Rupa Maheta, Shivajibhai Ashar among many other distinguished persons.
4. Meghashree Bhave sings; prof. joshi & prakash n. shah listen attentively. 5. Saumya Joshi 6. Prof. Jayant Joshi 7. Jignesh Mewani 8. Kanubhai Dantani 9. Vishal Patadia
સદગત સાહિત્યકારની પાછળ ભરાતી સભાઓ મોટે ભાગે કંટાળાજનક, ઔપચારિક અને પ્રમાણભાન વગરની પ્રશંસાથી ગંધાઇ ઉઠતી હોય છે. એવી સભાઓમાં ગયા પછી એક જ લાગણી થાયઃ આપણી પાછળ બીજું જે થવું હોય તે થાય, પણ આવી સભા તો ન જ થવી જોઇએ.
શનિવારે મિત્ર સંજય ભાવેએ કેટલીક સંસ્થાઓના સહયોગથી યોજેલી વિનોદ મેઘાણીની શ્રદ્ધાંજલિ સભા પરિષદો-અકાદમીઓ-સંસ્થાઓ માટે નમૂનારૂપ બની રહે એવી થઇ. એક સાચકલા શબ્દસેવીના નક્કર જીવનકાર્યનું સ્મરણ પૂરા પ્રમાણભાન, પ્રામાણિકતા અને લાગણીની ભીનાશ સાથે કેવી રીતે થઇ શકે તે આ સભામાં પ્રત્યક્ષ જોવા મળ્યું.
જેમના સમયપાલનના આગ્રહથી આખા વલસાડમાં સાંસ્કૃતિક કાર્યક્રમો સમયસર શરૂ થવા લાગ્યા, એ વિનોદભાઇને પહેલી અંજલિ બરાબર સાડા પાંચ વાગ્યે કાર્યક્રમ શરૂ કરીને સંજયભાઇએ આપી. તેમનાં પત્ની અને અચ્છાં ગાયિકા મેઘશ્રી ભાવેએ મેઘાણીના એક ગીત ‘તારા નામમાં ઓ સ્વતંત્રતા’થી આરંભ કર્યો. સંજયભાઇએ પંદર-વીસ મિનીટના ચુસ્ત પ્રવચનમાં કાર્યક્રમની રૂપરેખા કહીને વિનોદભાઇના જીવનકાર્યનો સરસ ખ્યાલ આપ્યો. ગુજરાતી સામયિકોનું પ્રદર્શન હોય કે વાન ગૉગનાં ચિત્રોનો સ્લાઇડ શો, વિનોદભાઇ તમામ નમ્રતા સહિત પોતાનાં કેટલાંક ધોરણ જાળવી રાખતા હતા, એ યાદ કરીને સંજયભાઇએ કહ્યું,’મંચ પર પ્રસ્થાપિત ધર્મની વ્યક્તિ ન હોય એ તેમની શરત રહેતી. કહેતા કે એ શ્રોતાઓમાં હશે તો ચાલશે.’
સંજય ભાવે પછી સૌમ્ય જોશીએ વિનોદભાઇ સાથે ફોન પર થયેલી વાતચીતનું સંભારણું રજૂ કરીને ‘સળગતાં સૂરજમુખી’માંથી થોડું વાચન કર્યું. એ જ રીતે જિજ્ઞેશ મેવાણીએ પણ થોડી વાત, થોડું વાચન કર્યું. ડીએસઓના જયેશ પટેલે વલસાડમાં સાયકલયાત્રા દરમિયાન વિનોદભાઇ-હિમાંશીબહેને તત્પરતા અને આત્મીયતાથી આપેલા સહકારની વાત કરી.
ભરબપોરે જયેશભાઇ અને મિત્રો ભગતસિંહના પ્રદર્શન સાથે સાયકલો પર વલસાડ પહોંચ્યા, ત્યારે વિનોદભાઇ પણ તડકામાં ઊભા હતા. જયેશભાઇએ થોડી વાર બાજુ પર છાંયામાં પોરો ખાધા પછી કાર્યક્રમ શરૂ કરવાની વાત કરી, એટલે વિનોદભાઇ કહે, ‘તમે તાપમાં જ આવ્યા છો ને. તમારે થાક લાગ્યો હોય ને આરામ કરવો હોય તો જુદી વાત છે.’ જયેશભાઇ કહે,’થાકનો સવાલ નથી. હજુ પ્રદર્શન ગોઠવવાનું છે.’ તો વિનોદભાઇ પ્રદર્શન ગોઠવવામાં મદદ કરવા પણ તૈયાર. કાર્યક્રમ શરૂ થયો એટલે વિનોદભાઇ હાથમાં માઇક સાથે રસ્તા પર આવી ગયા અને જતાઆવતા લોકોને ઊભા રાખીને ‘ખબર છે? આ લોકો કોણ છે? ક્યાંથી આવ્યા છે? અહીં કેમ આવ્યા છે?’ એ બધું કહેતા જાય.
પત્રકાર-મિત્ર વિશાલ પાટડિયાએ સામયિક પ્રદર્શન વખતે અમદાવાદમાં બે દિવસ વિનોદભાઇ સાથે સ્વયંસેવક તરીકે કામ કર્યું હતું, તેની યાદગીરી તાજી કરીને કહ્યું કે ‘હું એમને અગાઉના (દરિયાઇ) જીવન વિશે પૂછું ત્યારે હંમેશાં ટાળી દે. થોડો એવો પણ ભાવ હોય કે તારા જેવા બહુએ પૂછ્યું છે, પણ મેં કોઇને કહ્યું નથી.’ બહુ આગ્રહ કર્યો એટલે કહે,’હું નવનીત સમર્પણમાં લખવાનો છું.’ ‘સળગતાં સૂરજમુખી’ વિશે વિશાલ કહે,’જીવન જીવવા જેવું ન લાગે ત્યારે- જોકે મારે એવું કંઇ થયું નથી પણ- એવું લાગે ત્યારે આ પુસ્તક વાંચીએ તો હતાશા દૂર થઇ જાય.’
આ સભાની સૌથી મોટી ખાસિયત એ રહી કે બોલનારા સૌએ વિનોદભાઇના આત્માને શાંતિ આપવાની ઔપચારિક પ્રાર્થના કરવાને બદલે, ચાંપલી-ચાંપલી શ્રદ્ધાંજલિ આપવાને બદલે કે ‘હું અને સદગત’ જેવી ડંફાસીયા બડાશો મારવાને બદલે દિલથી વાતો કરી. એટલે બધાનાં વક્તવ્યો અનૌપચારિક, ટૂંકાં, ચોટદાર અને બિનજરૂરી લાગણીવેડા વગરનાં છતાં હૃદયસ્પર્શી બની રહ્યાં. સિવિલ હોસ્પિટલમાં કામ કરનાર મિત્ર કનુ દંતાણીએ વિનોદભાઇ તેમની કેટલી કાળજી લેતા હતા અને કોઇ પૂર્વપરિચય વિના તેમની પર કેટલો સ્નેહ ઢોળ્યો એની વાત કરી.
સરળતા ખાતર જેમની ઓળખાણ સૌમ્ય-અભિજાત જોશીના પપ્પા તરીકે આપી શકાય, એવા પ્રો. જયંત જોશીએ વિનોદભાઇ સાથે અલ્પપરિચયનાં સંભારણાં રજૂ કરીને કહ્યું કે હું તો એમને ‘સળગતાં સૂરજમુખી’ના અનુવાદક નહીં, લેખક જ ગણું છું. હળવાશથી જોશીસાહેબે એમ પણ કહ્યું કે ‘હું વિનોદભાઇને કહેતો, તમે વલસાડમાં રહો છો. વચ્ચે વચ્ચે ભાદરનું પાણી પીવાનું રાખો, જેથી કાઠિયાવાડી ઉચ્ચારો બરાબર આવે.’
અધ્યક્ષીય વક્તવ્ય પહેલાં સંજયભાઇએ શ્રોતાઓમાંથી કોઇને બોલવું હોય તો મંચ પર આવવા જણાવ્યું. પણ એકાદ અપવાદને બાદ કરતાં કોઇને બોલવાની જરૂર ન લાગી. તમામ ઉંમરના લોકોની ઉપસ્થિતિથી સભા ખાસ્સી અનૌપચારિક અને પરંપરાગત શોકસભા કરતાં અલગ લાગતી હતી. માહોલ લાગણીસભર ખરો, પણ સોગીયો બિલકુલ નહીં. કેટલાંક વક્તવ્યો વખતે ખડખડાટ હાસ્યના અવાજ ગુંજ્યા, તો પહેલા એકાદ-બે વક્તવ્યો પછી બાકીનાં વક્તવ્યો વખતે ધીમી ધીમી તાળીઓ પણ પડતી હતી.
જોશીસાહેબના વક્તવ્ય પછી સંજય ભાવેએ ઝવેરચંદ મેઘાણીની વાર્તા ‘મહેમાની’માંથી સાદ્યંત કાઠિયાવાડી છટા ધરાવતા ભોજનને લગતા ગદ્યનો વિનોદભાઇએ કરેલો પ્રાસાદિક અનુવાદ વાંચી સંભળાવ્યો. તેમણે કહ્યું કે વિનોદભાઇ ગુજરાતી શબ્દો ઇટાલિક્સમાં લખી દેવાને બદલે, મૂળને શક્ય એટલા વફાદાર રહીને અંગ્રેજી અનુવાદ કરતા હતા. ‘પરબ’માં છપાયેલો વિનોદભાઇનો એક પત્ર પણ સંજયભાઇએ વાંચ્યો. ઝવેરચંદ મેઘાણીની ટપાલટિકીટ બહાર પડી, એ નિમિત્તે લખાયેલા એ પત્રમાં વિનોદભાઇએ ટિકીટ પરના મેઘાણીના ‘બેહૂદા’ ચિત્રની ફરિયાદ કરીને ભારપૂર્વક કહ્યું હતું કે ‘અમારા પિતાજી આવા તો નહોતા જ. 51 વર્ષની વયે મૃત્યુ થયું ત્યાં સુધી એમની આંખની ચમક ઓછી થઇ ન હતી.’
અધ્યક્ષીય વક્તવ્યનો આરંભ કરતાં પ્રકાશ ન. શાહે કહ્યુ,’બે છેડે બળતી મીણબત્તી જેવું જીવીને વિનોદભાઇ ગયા.’ તેમણે કહ્યું કે 2002ના ગુજરાતમાં કોમી હિંસાના માહોલમાં આખી ચર્ચાને જ્યારે સાંપ્રદાયિકતા વિરુદ્ધ બિનસાંપ્રદાયિકતાના રવાડે ચડાવી દેવામાં આવી, ત્યારે ‘રુલ ઑફ લૉ’નો મુદ્દો સમજનારા બહુ ઓછા લોકોમાં વિનોદભાઇ હતા. લાક્ષણિક પ્રકાશીય શૈલીમાં તેમણે કહ્યું,’હું જ્યારે પણ ફોન કરું ત્યારે વિનોદભાઇ ફોન ઉપાડે, અડધું વાક્ય બોલે- ન બોલે, ને કહે, ‘હિમાંશીને આપું.’ મારા જેવા માણસ સાથે વળી એમણે શી વાત કરવાની હોય એવું, એમને એમના વિશેના કે મારા મારા વિશેના ખ્યાલ પરથી, લાગતું હશે.’
વસંત-રજબની પરિચય પુસ્તિકા નિમિત્તે પ્રકાશભાઇએ ‘લિ. હું આવું છું’નું નવેસરથી વાચન કર્યું, ત્યારે તેમાં એકાદ નોંધ એવી ઉપયોગી મળી આવી, જે બીજે ક્યાંયથી ન મળી હોત. એ યાદ કરીને પ્રકાશભાઇએ કહ્યું,’વિનોદભાઇના સંપાદનમાં-નોંધોમાંથી સિવિલ લીબર્ટી વિશેની એમની સમજણ અને એ ગાળાના આખા વાતાવરણનો- મેઘાણીએ કયા સમયમાં કામ કર્યું તેનો ખ્યાલ મળે છે. આપણે ત્યાં સાહિત્યનું વાચન સિવિલ લીબર્ટીઝની રીતે થતું નથી.’
એચ.કે.આર્ટસ કોલેજે ટોકન રૂ.500નું ભાડું લઇને પોતાનો કોન્ફરન્સ હોલ આ કાર્યક્રમ માટે ભાડે આપ્યો હતો. આપણા જેવાને એવો સવાલ પણ થાય કે પોતાની સાંસ્કૃતિક પરંપરા માટે ગૌરવ લેતી એચ.કે. જેવી કોલેજ આવા કાર્યક્રમો માટે 500 રૂપરડીનાં ભાડાં લેવાને બદલે ઉલટભેર યજમાન ન બની શકે? પોતાના જ બે અધ્યાપકો સંજય ભાવે-સૌમ્ય જોશી કાર્યક્રમના આયોજન સાથે સંકળાયેલા હોય તો પણ નહીં? રૂ.500 ઓછા કહેવાય કે ‘ટોકન’- એ મુદ્દો નથી. ‘શિક્ષણનું વ્યાવસાયીકરણ’ ન દેખાતી કઇ સીમાઓ વળોટી ગયું છે તેની વાત છે.
Monday, March 23, 2009
આઇપીએલ અને મોદીઓની મેલી મથરાવટી
બીસીસીઆઇ નામની એક ક્લબની પેટાશાખા જેવી આઇપીએલ ટુર્નામેન્ટના ‘કમિશનર’ લલિત મોદીએ જે તોરથી આઇપીએલ અને ચૂંટણીને અકારણ આમનેસામને ઊભાં કરી દીધાં છે, એ નવાઇ લાગે એવું છે. પોતાના હાથમાં ક્રિકેટરૂપી ચોટલી હોય એટલે જાણે સર્વસત્તાધીશ થઇ ગયા હોય એવું લલિત મોદીનું વલણ રહ્યું છે.
ચૂંટણીની સમાંતરે આઇપીએલ ન યોજાવી જોઇએ, આટલી સાદી વાત સમજવાને બદલે મોદી લલિત તેને પ્રતિષ્ઠાનો મુદ્દો બનાવી બેઠા અને ટુર્નામેન્ટને બહાર લઇ જવાની જાહેરાત કરી, તો બીજા મોદી- મોદી નરેન્દ્રભાઇ- મુંબઇ પરના હુમલા પછી રોકડી કરવા કૂદી પડ્યા હતા એ જ સ્ટાઇલથી રાજકીય બેટિંગ કરવા આવી ગયા અને કહ્યું કે આઇપીએલ પરદેશમાં રમાય તે રાષ્ટ્રિય શરમની વાત છે. જે સરકાર ૧૧ ખેલાડીઓનું રક્ષણ નથી કરી શકતી તે ૧૧૧ કરોડ નાગરિકોનું શી રીતે રક્ષણ કરી શકશે વગેરે...
હકીકત નં.૧
આઇપીએલને ભારતીય શરમ કે ગૌરવ સાથે કશી લેવાદેવા નથી.
હકીકત નં.૨
નરેન્દ્રભાઇ મોદીને રાષ્ટ્રિય શરમ સાથે કશી લેવાદેવા નથી. (ચિદમ્બરમે રાજકીય આરોપોનો રાજકીય જવાબ આપતાં આજે ‘અસલી રાષ્ટ્રિય શરમ’ની યાદ તાજી કરાવી આપી છે.)
હકીકત નં.૩
સવાલ ૧૧ ખેલાડીઓના રક્ષણનો નથી. સરકારે ચૂંટણીની સમાંતરે ટુર્નામેન્ટ યોજવા બાબતે સલામતીનો પ્રશ્ન ઊભો કર્યો છે. ચૂંટણી સિવાય સલામતીનો કોઇ પ્રશ્ન નથી એ વાત ભારપૂર્વક કહેવાઇ છે. મોદીએ આખી વાતનું વિકૃત સરળીકરણ કર્યું છે. સ્ટેડિયમમાં મેચ યોજાતી હોય ત્યારે સવાલ ફક્ત ૧૧ જણની સલામતીનો નથી હોતો, એ પણ એક મુખ્ય મંત્રીએ યાદ રાખવું જોઇએ.
હકીકત નં.૪
આજે ઇન્ડિયન એક્સપ્રેસમાં સ્ટોરી છે કે ગુજરાતના ડીજીપીએ પણ ૧૫ એપ્રિલથી ૩ મે સુધી ગુજરાતમાં પણ સલામતી પૂરી પાડવા માટે અશક્તિ જાહેર કરી છે.
http://www.expressindia.com/latest-news/cm-accuses-centre-of-compromising-with-countrys-prestige-on-ipl/437681/
હકીકત નં.૫
ચિદમ્બરમે કરેલી જાહેરાત પ્રમાણે અત્યાર સુધી ફક્ત ત્રણ રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશે આઇપીએલ યોજવાની લેખિત સંમતિ આપી છે અને એ રાજ્યોમાં ગુજરાતનો સમાવેશ થતો નથી.
હકીકત નં.૬
લલિત મોદી આઇપીએલના માલિક ઉદ્યોગપતિઓનો ઝંડો નીચો ન પડે એ માટે આતુર હોય અને નરેન્દ્રભાઇ મોદી એ ઉદ્યોગપતિઓને જીતી લેવા માગતા હોય એ સમજાય એવું છે, પણ અમદાવાદમાં બોમ્બધડાકા અને સુરતમાં ન ફૂટેલા બોમ્બનો આતંક મોદી આટલો જલદી કેમ ભૂલી ગયા?
લલિત મોદીના ઉદ્ધત અભિગમ અને ગેરવાજબી વિવાદ અંગે ઇન્ડિયન એક્સપ્રેસનો આજનો તંત્રીલેખ વાંચવા જેવો છે. http://www.indianexpress.com/news/cricket-hijacked/437652/
પ્રકાશભાઇ (પ્રકાશ ન.શાહ) ઘણા વખત પહેલાં ચૂંટણીને બદલે આઇપીએલને પ્રાધાન્ય આપવાના બિઝનેસ વિશે ‘દિવ્ય ભાસ્કર’માં લખી ચૂક્યા છે. આઇપીએલ પરદેશમાં જાય એ બાબતે આજે ‘ભાસ્કર’ના તંત્રીને પહેલા પાને અભિપ્રાય-લેખ લખ્યો છે. અખબારનું મુખ્ય મથાળું પણ મઝાનું છે. ‘આઇપીએલ ભારતમાંથી આઉટઃ ગુજરાતની તૈયારી’. કેમ જાણે, ગુજરાત ભારતની બહાર હોય!
ચૂંટણીની સમાંતરે આઇપીએલ ન યોજાવી જોઇએ, આટલી સાદી વાત સમજવાને બદલે મોદી લલિત તેને પ્રતિષ્ઠાનો મુદ્દો બનાવી બેઠા અને ટુર્નામેન્ટને બહાર લઇ જવાની જાહેરાત કરી, તો બીજા મોદી- મોદી નરેન્દ્રભાઇ- મુંબઇ પરના હુમલા પછી રોકડી કરવા કૂદી પડ્યા હતા એ જ સ્ટાઇલથી રાજકીય બેટિંગ કરવા આવી ગયા અને કહ્યું કે આઇપીએલ પરદેશમાં રમાય તે રાષ્ટ્રિય શરમની વાત છે. જે સરકાર ૧૧ ખેલાડીઓનું રક્ષણ નથી કરી શકતી તે ૧૧૧ કરોડ નાગરિકોનું શી રીતે રક્ષણ કરી શકશે વગેરે...
હકીકત નં.૧
આઇપીએલને ભારતીય શરમ કે ગૌરવ સાથે કશી લેવાદેવા નથી.
હકીકત નં.૨
નરેન્દ્રભાઇ મોદીને રાષ્ટ્રિય શરમ સાથે કશી લેવાદેવા નથી. (ચિદમ્બરમે રાજકીય આરોપોનો રાજકીય જવાબ આપતાં આજે ‘અસલી રાષ્ટ્રિય શરમ’ની યાદ તાજી કરાવી આપી છે.)
હકીકત નં.૩
સવાલ ૧૧ ખેલાડીઓના રક્ષણનો નથી. સરકારે ચૂંટણીની સમાંતરે ટુર્નામેન્ટ યોજવા બાબતે સલામતીનો પ્રશ્ન ઊભો કર્યો છે. ચૂંટણી સિવાય સલામતીનો કોઇ પ્રશ્ન નથી એ વાત ભારપૂર્વક કહેવાઇ છે. મોદીએ આખી વાતનું વિકૃત સરળીકરણ કર્યું છે. સ્ટેડિયમમાં મેચ યોજાતી હોય ત્યારે સવાલ ફક્ત ૧૧ જણની સલામતીનો નથી હોતો, એ પણ એક મુખ્ય મંત્રીએ યાદ રાખવું જોઇએ.
હકીકત નં.૪
આજે ઇન્ડિયન એક્સપ્રેસમાં સ્ટોરી છે કે ગુજરાતના ડીજીપીએ પણ ૧૫ એપ્રિલથી ૩ મે સુધી ગુજરાતમાં પણ સલામતી પૂરી પાડવા માટે અશક્તિ જાહેર કરી છે.
http://www.expressindia.com/latest-news/cm-accuses-centre-of-compromising-with-countrys-prestige-on-ipl/437681/
હકીકત નં.૫
ચિદમ્બરમે કરેલી જાહેરાત પ્રમાણે અત્યાર સુધી ફક્ત ત્રણ રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશે આઇપીએલ યોજવાની લેખિત સંમતિ આપી છે અને એ રાજ્યોમાં ગુજરાતનો સમાવેશ થતો નથી.
હકીકત નં.૬
લલિત મોદી આઇપીએલના માલિક ઉદ્યોગપતિઓનો ઝંડો નીચો ન પડે એ માટે આતુર હોય અને નરેન્દ્રભાઇ મોદી એ ઉદ્યોગપતિઓને જીતી લેવા માગતા હોય એ સમજાય એવું છે, પણ અમદાવાદમાં બોમ્બધડાકા અને સુરતમાં ન ફૂટેલા બોમ્બનો આતંક મોદી આટલો જલદી કેમ ભૂલી ગયા?
લલિત મોદીના ઉદ્ધત અભિગમ અને ગેરવાજબી વિવાદ અંગે ઇન્ડિયન એક્સપ્રેસનો આજનો તંત્રીલેખ વાંચવા જેવો છે. http://www.indianexpress.com/news/cricket-hijacked/437652/
પ્રકાશભાઇ (પ્રકાશ ન.શાહ) ઘણા વખત પહેલાં ચૂંટણીને બદલે આઇપીએલને પ્રાધાન્ય આપવાના બિઝનેસ વિશે ‘દિવ્ય ભાસ્કર’માં લખી ચૂક્યા છે. આઇપીએલ પરદેશમાં જાય એ બાબતે આજે ‘ભાસ્કર’ના તંત્રીને પહેલા પાને અભિપ્રાય-લેખ લખ્યો છે. અખબારનું મુખ્ય મથાળું પણ મઝાનું છે. ‘આઇપીએલ ભારતમાંથી આઉટઃ ગુજરાતની તૈયારી’. કેમ જાણે, ગુજરાત ભારતની બહાર હોય!
Labels:
Gujarat/ગુજરાત,
Narendra Modi/નરેન્દ્ર મોદી,
sports
Friday, March 20, 2009
આણંદનાં ડૉ.નયના પટેલની ‘સરોગેટ ક્રાંતિ’ પુસ્તક સ્વરૂપે
વર્ષો પહેલાં મુંબઇના અખબારમાં ‘ગર્ભાશય નવ મહિના માટે આપવાનું (કે લેવાનું) છે’ એ મતલબની ટચૂકડી જાહેરખબર ખળભળાટ મચાવતી હતી. ‘ચિત્રલેખા’માં તેની લાંબીપહોળી સ્ટોરી થઇ હતી. પણ છેલ્લાં બે-ચાર વર્ષમાં આણંદનાં ડૉ.નયના પટેલના પ્રતાપે ‘સરોગેટ મધર’ લગભગ ગુજરાતી શબ્દ બની ગયો છે. ડૉ.પટેલની મુલાકાત પછી તેમની પ્રવૃત્તિનાં વિવિધ પાસાં વિશેનું વિગતવાર લખાણ બ્લોગ પર અગાઉ મૂક્યું છે.http://urvishkothari-gujarati.blogspot.com/search/label/surrogate%20mother
બે-એક વર્ષ પહેલાં ડૉ.પટેલને ઇન્ટરવ્યુ માટે મળ્યો, ત્યારે મનમાં ઘણાં સવાલો-શંકા-કુશંકાઓ કૂદકા મારતાં હતાં. અમુક માહિતી એમને કેવી રીતે પૂછવી – તેમની પાસેથી કેવી રીતે કઢાવવી- પ્રશ્નો કેવી રીતે પૂછવા, જેથી તે સીધો નહીં તો ઊંધો કાન પકડે, રૂપિયા-પૈસાની બાબત કેવી રીતે પૂછવી અને પૂછ્યા પછી પણ તે જવાબ ઉડાડી દે તો કેવી રીતે ક્રોસ કરવાં...આવી માનસિક તૈયારી અને સવાલોની લાંબી યાદી સાથે હું ગયો. પણ ડૉ.પટેલે મને નિરાશ કર્યોઃ-)
મારા દરેક સવાલના જવાબ તેમણે મનોમન ગોઠવ્યા વિના, તેમનું નામ કહેતાં હોય એટલી
સહજતાથી આપ્યા. દરેકેદરેક માહિતી ઉલટભેર પૂરી પાડી. રૂપિયા-પૈસાની લેવડદેવડ કેટલી અને કેવી રીતે થાય છે તેની વિગતો આપી. દર્દીઓની કેટલીક ફાઇલ નમૂનારૂપે બતાવી. સરોગેટ મધર- દંપતિ વચ્ચે થતા કરારનું ફોર્મેટ આપ્યું...અંગત જીવન વિશે ખુલાસીને વાતો કરી. એમ પણ કહ્યું કે હું નિઃસંતાન હોઉં તો સરોગેટ મધરનો વિકલ્પ પસંદ ન કરું.ઓપ્રા વિન્ફ્રે શૉથી માંડીને બીબીસી, સીએનએન, નેશનલ જ્યોગ્રોફિક જેવાં વિદેશી પ્રસાર માધ્યમો અને દેશનાં લગ
ભગ બધાં જ છાપાં-સામયિક-ચેનલો ડૉ.પટેલનું વિગતવાર કવરેજ કરી ચૂક્યાં હોવા છતાં એ તેમના દિમાગ પર સવાર થયું હોય એવું જરાય ન લાગ્યું. નૈતિકતાને લગતા સવાલોના પણ તેમણે પ્રામાણિક અને સંતોષ થાય એવા જવાબ આપ્યા. એસએમએસ અને ઇ-મેઇલ પર તેમને સંદેશો મોકલીએ એટલે ત્વરિત વળતો જવાબ આવે જ. પત્રકારસહજ શંકાથી આ બધું ‘મજબૂત પીઆર’નો ભાગ લાગે, પણ એમની સાથેની રૂબરૂ વાતચીતમાં તેમની સરળતા માટે એક જ વિશેષણ વાપરી શકાયઃ ડીસ્આર્મિંગ.આ બધી જૂની વાતો કરશન ભાદરકાએ આપેલું પુસ્તક ‘આશાનું અંતિમ કિરણ’ જોઇને યાદ આવી. ‘પ્રેરકઃ ડૉ.નયના પટેલ, લેખકઃ કરશન ભાદરકા’ એવી ક્રેડિટ ધરાવતા આ પુસ્તકમાં સરોગેટ મધરના ખ્યાલ વિશે ટૂંકાં પ્રકરણોમાં સરળ ભાષામાં સમજૂતિ આપવામાં આવી છે. કરશનભાઇનાં પત્ની હર્ષા ભાદરકા ડૉ. પટેલ સાથે એમ્બ્રિયોલોજિસ્ટ તરીકે સંકળાયેલાં છે. કરશનભાઇએ સાઠથી પણ વધુ સરોગેટ મધર (પુસ્તકમાં પ્રયોજાયેલો શબ્દઃ કૂખદાત્રી) ની મુલાકાત લઇને કેટલીક વિગતો આપી છે. એક નિખાલસ પ્રકરણ સરોગટ મધરની યુગલ પાસેની અપેક્ષાઓ વિશેનું પણ છે, જેમાં લેખક નોંધે છે કે ’80 ટકા સરોગેટ મધરો ઇચ્છે કે તેમને મળતું નાણું તેમનાં કાર્યની સરખામણીમાં ઓછું છે.’ અને તેની પાછળના માનવસહજ કારણની સમજૂતિ આપવા પ્રયાસ કર્યો છે. ‘સરોગેટ મધરની નજરે સમાજ’ અને ‘સમાજની નજરે સરોગેટ મધર’ પણ અમુક અંશે વિશિષ્ટ પ્રકરણો છે. કેમ કે, તેમાં સરોગેટ મધર બનતી સ્ત્રીઓ પાસેથી કેટલીક વાતો જાણવા મળે છે. જેમ કે, ‘ગર્ભધારણના સમયમાં તો સરોગેટ મધરને સમાજ એક ડરામણો
સમૂહ લાગે છે.’ ’90 ટકા સરોગેટ મધર’ કહે છે કે ‘અમે સરોગેટ મધર સમાજ માટે જ બનીએ છીએ અને એ જ સમાજ અમારી સેવાનો લાભ લેતો હોવા છતાં અમારા કાર્યને ન સ્વીકારે તો તે સમાજને માન આપવામાં અમને રસ નથી.’સરોગટ મધરની થીમ પરથી નૌશિલ મહેતાએ લખેલું વિપુલ મહેતા દિગ્દર્શીત એક નાટક મહિલા દિન (8 માર્ચ) નિમિત્તે મુંબઇમાં રજૂ થયું. તેની પરથી ફિલ્મ બનાવવાની પણ યોજના છે. આ વિષય એટલો ફળદ્રુપ છે કે તેમાં લેનાર કેટલું લઇ શકે છે એ જ જોવાનું.
આર્ટિસ્ટ ફોટોગ્રાફર મિત્ર સુનિલ અદેસરાની સૂચક (સજેસ્ટીવ) તસવીરો પુસ્તકને શોભાવે છે. પુસ્તકનિર્માણની પ્રક્રિયા સાથે સંકળાયેલા વ્યાવસાયિક તરીકે પુસ્તકની કેટલીક મર્યાદાઓ પણ દેખાય એવી છે. તેમાં ફોન્ટની પસંદગી મુખ્ય છે. આખા પુસ્તકમાં ‘વંધ્યત્વ’ને બદલે (ખોટો શબ્દ) ‘વ્યંધ્યત્વ’ શબ્દ વપરાયો છે એ પણ આંખને ખટકે એવું છે.
પુસ્તકના અંતે આપેલા આંકડા પ્રમાણે ડૉ.પટેલે મે, 2003માં સરોગસીની પ્રેક્ટિસ શરૂ કર્યા પછી અત્યાર સુધીમાં 132 સરોગેટ મધર દ્વારા 175 યુગલોને સંતાનપ્રાપ્તિ કરાવી છે. પોતાના નિવેદનમાં તેમણે લખ્યું છે,’અપૂર્ણ માહિતીને કારણે જ્યારે અન્ય દ્વારા મારા આ સેવાયજ્ઞ માટે અયોગ્ય ઉચ્ચારણો કરવામાં આવે છે ત્યારે થોડો વિવાદ જન્મે છે. આવો વિવાદ તદ્દન અયોગ્ય ગણું છું. છતાં તેને લઇને ઘણી રાત્રીઓ મેં ખુલ્લી આંખે વિચારવામાં પસાર કરી છે. ‘સરોગસી’ બંધ જ કરી દઉં, એવા ક્ષણિક વિચારનો પણ ક્યારેક ભોગ બનું છું. પણ ફરીથી ભૂતકાળની સફળતા, સરોગેટ મધરના જીવનનો આનંદ, યુગલોનો સંતોષ મને પ્રેરે છે...’
આ કાર્ય ભલે ‘સેવાયજ્ઞ’ ન હોય, પણ ‘તબીબી સેવા’ તો છે જ- અને ડૉ.પટેલની મુલાકાત, તેમના કૌટુંબિક બેકગ્રાઉન્ડ અને વાતચીતના અંદાજ પરથી એટલું કહી શકું કે ‘ખુલ્લી આંખે વિચારવાની’ ક્ષમતા તેમનામાં હજુ બચી છે- અને એ અભિનંદનને પાત્ર છે.
Wednesday, March 18, 2009
પરિષદની લેખિકા સૂચિઃ ડાબા હાથનો ખેલ
વાચનસૂચિ વિશે થોડી પોસ્ટ પહેલાં જ વાત થઇ. આજે ‘ગુજરાતી લેખિકાસૂચિ’ ૧૯૦૦-૨૦૦૮ જેવા મહત્ત્વાકાંક્ષી કામ વિશે વાત કરવાની છે. થોડા દિવસ પહેલાં પ્રકાશિત થયેલી આ સૂચિનું સંપાદન દીપ્તિ શાહે કર્યું છે.શીર્ષક પરથી મોટી અપેક્ષાઓ જગાવતી આ સૂચિના ‘સંપાદકીય’માં સૂચિકારે આગોતરા જામીન લેતાં લખ્યું છેઃ ‘સૂચિકાર્યની એક મર્યાદા એ છે કે તે ક્યારેય પૂર્ણ થતું નથી અને સૂચિકાર ક્યારે સૂચિ પૂર્ણ થઇ છે એવું કહી શકતાં નથી...’
પણ આ સૂચિકાર્યની મર્યાદાઓ ઘણી વધારે મોટી છે. સૌથી મોટી મર્યાદા એ છે કે ૧૯૦૦ થી ૨૦૦૮ જેટલા લાંબા ગાળાની લેખિકાઓની (એમાં કવયિત્રીઓ પણ આવી જાય) માહિતી ફક્ત સાહિત્ય પરિષદમાં ઉપલબ્ધ સ્ત્રોતમાંથી જ લેવામાં આવી છેઃ સાહિત્યકોશ, સાહિત્યકાર પરિચયકોશ, પરિષદનાં ગ્રંથાલયનાં કેટલોગ કાર્ડ, ‘પરબ’માં અવલોકન માટે આવેલાં પુસ્તકો, પારિતોષિક પુસ્તિકા, વિવિધ સામયિકોમાં જાહેરખબરના પ્રતિભાવરૂપે લેખિકાઓએ સામેથી મોકલાવેલાં માહિતીપત્રકો, ક.લા.સ્વાઘ્યાય મંદિરનાં માહિતીપત્રકો.
આવી મર્યાદા સંપાદિકાએ શા માટે બાંધી હશે એ તો એ જ કે એમને કામ સોંપનાર જાણે. પણ અમદાવાદમાં જ આવેલી ગુજરાત વિદ્યાપીઠની વિશાળ લાયબ્રેરી- તેનો કોપીરાઇટ વિભાગ અને ભો.જે. ની લાયબ્રેરી જોયા વિના ૧૦૮ વર્ષની સૂચિ કેવી રીતે કરી શકાય? અને કોઇ કરે તો પણ એ કેવી રીતે મોટા ઉપાડે છાપી શકાય?
સૂચિમાં લેખિકાઓની અટકનાં કક્કો-બારાખડી પ્રમાણે ક્રમવાર નામ, શક્ય એટલી લેખિકાઓની જન્મતારીખ, તેમનાં પુસ્તકોની યાદી અને શક્ય હોય ત્યાં પ્રકાશનવર્ષ તથા છેલ્લે બધી કૃતિઓની કક્કો-બારાખડી પ્રમાણે યાદી, આટલો ઉપક્રમ છે. પણ તેમાં ગોટાળાનો અને અઘૂરપનો પાર નથી.
સૌથી શરમજનક ગોટાળો વિખ્યાત શાયર, પાજોદ દરબાર રૂસ્વા મજલૂમીને ‘લેખિકા’ તરીકે સામેલ કરવાનો છે. પુસ્તક છપાઇ ગયા પછી કોઇનું ઘ્યાન જતાં તેની પર સફેદ પટ્ટી મારવી પડી છે. પટ્ટીવાળા પાનાની તસવીર અહીં મુ
કી છે. સફેદ પટ્ટીની નીચે રૂસ્વાનું નામ હજુ વાંચી શકાય છે. રૂસ્વા વિશે ગયા વર્ષે રજનીકુમાર પંડ્યા અને બીરેન કોઠારીએ વિગતવાર ચરિત્ર કર્યું, તેમની ડોક્યુમેન્ટરી તૈયાર કરી, છતાં રૂસ્વાનો શુમાર લેખિકાઓમાં થઇ ગયો- અને તે પણ એમની શોકસભા જ્યાં ભરાઇ હતી એ જ પરિષદના પ્રકાશનમાં!
કી છે. સફેદ પટ્ટીની નીચે રૂસ્વાનું નામ હજુ વાંચી શકાય છે. રૂસ્વા વિશે ગયા વર્ષે રજનીકુમાર પંડ્યા અને બીરેન કોઠારીએ વિગતવાર ચરિત્ર કર્યું, તેમની ડોક્યુમેન્ટરી તૈયાર કરી, છતાં રૂસ્વાનો શુમાર લેખિકાઓમાં થઇ ગયો- અને તે પણ એમની શોકસભા જ્યાં ભરાઇ હતી એ જ પરિષદના પ્રકાશનમાં!સૂચિઓની લોચાલાપશી તો જોતા જઇએ એમ ખબર પડે, પણ અહીં તો પહેલા કોળિયે ઘણી કાંકરીઓ આવી. કવયિત્રી-મિત્ર મનીષા જોશીના બે કાવ્યસંગ્રહો હોવા છતાં સૂચિમાં તેનું નામ જ નથી. પાસે બેઠેલા મિત્ર સંજય ભાવેએ એશા દારૂવાલાનું નામ શોધીને કહ્યું,‘એ પણ નથી!’ ‘સેવા’નાં ઇલાબહેન ભટ્ટ કે તેમના પુસ્તક (વી આર પુઅર બટ હાઉ મેની/ ગરીબ પણ છૈયેં કેટલાં બધાં)નો પણ ઉલ્લેખ નથી. મારી સાથે ‘નોખા ચીલે નવસર્જન’ લખનાર પૂર્વી ગજ્જર તો ક્યાંથી હોય? અવંતિકા ગુણવંત અને કલ્પના જીતેન્દ્ર આ જ નામે જાણીતાં હોવા છતાં તેમની એન્ટ્રી તેમની અજાણી અટકોના નામથી જ છે. ‘મૂળસોતાં ઉખડેલાં’ ભારતના ભાગલા વખતનું વિખ્યાત પુસ્તક, પણ તેનાં લેખિકા કમળાબહેન પટેલનું જન્મવર્ષ ૧૯૬૨ છપાયેલું છે...
પરિષદને પૂછી જોઇએઃ સૂચિની ભૂલોની સૂચિનું પુસ્તક બહાર પાડવામાં રસ ખરો?
Labels:
books,
Gujarati literature/ગુજરાતી સાહિત્ય
Tuesday, March 17, 2009
વિનોદ મેઘાણીની સ્મૃતિસભા
આ શનિવારે, તા. ૨૧ માર્ચની સાંજે ૫:૩૦ વાગ્યે, એચ.કે.કોલેજ (આશ્રમ રોડ, અમદાવાદ)ના કોન્ફરન્સ હોલમાં વિનોદ મેઘાણીની સ્મૃતિસભાનું આયોજન કરવામાં આવ્યું છે. સંજય ભાવે, સૌમ્ય જોશી, જિજ્ઞેશ મેવાણી જેવા મિત્રો તેમાં વિનોદભાઇના જીવન અને કર્તૃત્વ વિશે વાત કરશે. સાહિત્ય, વિનોદભાઇ, ‘સળગતા સૂરજમુખી’ના પ્રેમીઓએ હાજર રહીને વિનોદ મેઘાણી-સ્મરણમાં સહભાગી બનવા નિમંત્રણ.
બહારગામ-વિદેશ વસતા મિત્રો-સ્નેહીજનોને વિનોદભાઇ વિશે ખાસ કંઇ કહેવાનું હોય, કોઇ પ્રસંગવિશેષ કે અનુભવ જણાવવાનો હોય તો આ પોસ્ટની કમેન્ટ તરીકે લખી મોકલે. એ સંજયભાઇનો પહોંચાડવાની જવાબદારી મારી. એ યોગ્ય લાગે તો/એ રીતે ઉપયોગમાં લઇ શકે છે.
બહારગામ-વિદેશ વસતા મિત્રો-સ્નેહીજનોને વિનોદભાઇ વિશે ખાસ કંઇ કહેવાનું હોય, કોઇ પ્રસંગવિશેષ કે અનુભવ જણાવવાનો હોય તો આ પોસ્ટની કમેન્ટ તરીકે લખી મોકલે. એ સંજયભાઇનો પહોંચાડવાની જવાબદારી મારી. એ યોગ્ય લાગે તો/એ રીતે ઉપયોગમાં લઇ શકે છે.
ઇલિયા રાજા-રહેમાન અને સ્લમડોગ
આ બ્લોગ પર ચાલેલી રહેમાન અને ‘સ્લમડોગ’ વિશેની ચર્ચાના સંદર્ભમાં તથા સ્વતંત્ર વાચન તરીકે અહીં થોડી સામગ્રી મૂકી છે. તરૂણ તેજપાલે ‘તહલકા’માં સ્લમડોગ વિશે લખેલા પીસની લિન્ક આપું છું.http://www.tehelka.com/mailerNews/mailer/sendmail.html
એ સિવાય ‘આઉટલૂક’માં આવેલો ઇલિયારાજા-રહેમાન વિશેનો લેખ રજિસ્ટ્રેશનથી ઉપલબ્ધ હોવાથી, એ આખો લેખ અહીં મુક્યો છે. અભ્યાસી મિત્રોને એમાં રસ પડશે.
ખાંખાખોળાં દરમિયાન રહેમાનનું એક સરસ કેરિકેચર મળી આવતાં એ પણ અહીં લગાડું છું.
Jingle-Jangle Morning
Free of cultural colours, Rahman's music rings to global ears
Sadanand Menon on A.R. Rahman
Comparisons are odious. But in south India—and in Chennai at least—you can’t duck the over 15-year-long debate on the comparative ‘genius’ of A.R. Rahman and his musical senior by twenty-three years, Ilaiyaraaja. Rahman’s double Oscar haul might have been a seamless moment of Indian triumph at Kodak Theatre, but in his native Chennai, it reopened the old debate. If Rahman is ‘Mozart’ to his followers, Ilaiyaraaja is ‘Bach’ to his.
The connection between the two goes back a long way. In the early 1970s, as Ilaiyaraaja was trying to find a toehold in Kollywood, working with hit music directors like M.S. Viswanathan, Salil Choudhury, G.K. Venkatesh and such, he was simultaneously trying to compose his own music. The instruments he hired for this were from another south Indian composer, R.K. Shekhar, who happened to be Rahman’s father.
Shekhar passed away shortly thereafter, but the family continued to hire out instruments. By the early 1980s, Ilaiyaraaja had become the stuff of legend, having already rewritten the rules of music composition in south Indian films with his dramatic debut in Annakkili (1976). As a good turn to the family that had helped him on the road to fame, he absorbed the barely 15-year-old Rahman as a keyboard player in his orchestra. For almost 10 years, Rahman continued to perform for Ilaiyaraaja, before Mani Ratnam handed him the baton for Roja (1992). And the rest, as they say, is history.
The hotly debated issue in the south is whether Rahman would have realised any of his potential but for the wide door that had already been pushed open for him—musically— by the pioneering work of Ilaiyaraaja. Interestingly, both are proficient in western classical harmonies and string arrangements. Both have graduated from the Trinity College of Music, London, though Ilaiyaraaja bagged a gold medal there. For classical Indian music, both were students of Dhanraj ‘Master’ in Chennai. Both have awesome proficiency on the piano, keyboard and synthesizer. On top of it, both are versatile vocalists, with a distinctly nasal tinge.
Ilaiyaraaja’s over 30-year-long career has seen him compose over 4,000 songs in six languages, with a dynamic yoking of south Indian folk tunes to western orchestration, which brought him three national awards. Earlier Oscar entries from India like Anjali (1990) and Hey Ram (2000) boasted of his music score. Amazingly, he has sung over 400 songs himself. Rahman has been in the field for roughly half the time of Ilaiyaraaja. He has won four national awards and now holds on to a Golden Globe, a piece of metal from BAFTA and the two Oscar statuettes.
While the similarities between the two are significant, it is their differences that should interest us. Ilaiyaraaja’s music creates itself around and inhabits culturally identifiable frames, whether classical, semi-classical or folk. His compositions are raga-based and even in western classical-inspired numbers, he acknowledges the sanctity of its original structures. Where he makes a departure is in the polyphonic interludes. A typical example would be his amazing foot-tapper, ‘Rakkamma, Kaiyye Thattu...’ (Thalapathi, 1991), in which he moves with panache from a swiftly orchestrated popular folk tune to a serene, quiet solo classical with a deft, magical interlude of hummed bars.
Rahman, on the other hand, is a cleverer sound organiser and it is his artistry with the synthesizer that is the hallmark of his music. In fact, Rahman is perhaps the finest tuner of short jingles that we have, and his early career was built up composing advertisement jingles for coffee, sports shoes and such. This also included, for example, the catchy signature tune for Asianet, the first private regional language TV channel in India.
Listening to these, one can construct a fair map of Rahman’s musical method. Most of his compositions are, in fact, a stringing together of discrete jingles joined together by counterpoints and contrapuntal bridges. A serious examination of his music will reveal the carryover of the seductive values of his lineage in advertising. It is devoid of cultural markers, unlike in Ilaiyaraaja’s work. This, now, becomes his strength as it finds ready resonance in the globalised entertainment industry, which is constantly on the hunt for ‘sounds without shadows’.
It has to be said that serious musical work belongs to Ilaiyaraaja. Rahman’s forte is packaged marketing of catchy jingles. Of course, one hums along.
(courtsey : Outlook)
Labels:
ad,
award/એવોર્ડ,
film/ફિલ્મ,
music/સંગીત
Subscribe to:
Posts (Atom)
