Tuesday, August 18, 2015

અનામત નિમિત્તે સમાજનું વાસ્તવદર્શન

પાટીદાર સમાજના અનામત-આંદોલન વિશે માથાં એટલી વાતો છે. આ આંદોલનમાં સરકાર સાથે વાતચીત કરી શકે એવા નેતાઓ અને તેમની માગણીઓથી માંડીને આંદોલન સ્વયંભૂ છે કે સંચાલિતતેના વિશે જુદા જુદા મત પ્રવર્તે છે. સોશ્યલ મિડીયાની વાત કરીએ તો, ત્યાં અનામત-તરફી આંદોલનની ચર્ચા પહેલી તકે દલિતોને મળતી અનામતના હળહળતા વિરોધમાં સરી જાય છે. બાકી, સોશ્યલ મિડીયા વાપરનારી (યુવા) પેઢી માટે ઘણા એવું માનતા હતા કે તે જ્ઞાતિના ભેદભાવોથી પર છે.

પાટીદાર અનામત જેવા મુદ્દે સ્વસ્થતાથી ચર્ચા થઇ શકે એવું વાતાવરણ રહ્યું નથી--અને સૂત્રોચ્ચારોમાં ઉમેરો કરવાનો ઇરાદો નથી. તેને બદલે, ‘સામાજિક સમરસતાની કે સામાજિક તંદુરસ્તીની દૃષ્ટિએ એટલો વિચાર જરૂર કરવો જોઇએ :  અનામતની કોઇ પણ ચર્ચા હરીફરીને દલિતોની અનામતના ઉગ્રતમ વિરોધમાં કેમ ફેરવાઇ જાય છે? અત્યારનું આંદોલન ભલે અનામતની માગણીનું હોય, તો પણ તેના નિમિત્તે ૧૯૮૧-૧૯૮૫નાં અનામતવિરોધી રમખાણ જેવા દલિતવિરોધના ઉભરા કેમ દેખાય છે?

સરકારી નોકરીઓ અને શિક્ષણમાં અન્ય પછાત જ્ઞાતિઓ (ઓબીસી) માટે ૨૭ ટકા, શિડ્યુલ્ડ ટ્રાઇબ (આદિવાસી સમાજ) માટે ૧૫ ટકા અને શિડ્યુલ્ડ કાસ્ટ (દલિત સમાજ) માટે ૭ ટકા બેઠકો અનામત હોય છે. આમ, દલિતોની અનામત ટકાવારીની રીતે સૌથી ઓછી છે. છતાં તેનો સૌથી વધારે વિરોધ શા માટે થાય છે? પાટીદારોના આંદોલનનું વિશ્લેષણ કરતી ચર્ચાઓમાં એવું પણ કહેવાય છે કે અનામતની માગણી વાસ્તવમાં અનામતનો વિરોધ કરવાની જ નવી વ્યૂહરચના છે.કોઇ પાટીદાર સંગઠન તરફથી સત્તાવાર રીતે આવું કહેવામાં આવ્યું નથી, પણ રેલીઓમાં અનામતની માગણી સાથે છૂટાછવાયા અનામતના વિરોધના સૂર જરૂર સાંભળવા મળ્યા છે.

આ બધી ચર્ચામાં એક યા બીજા પક્ષે ઝુકાવતાં પહેલાં કેટલીક હકીકતો વિશે સ્પષ્ટ થવું રહ્યું.

સમાજમાં હજુ દલિતો સાથે ભેદભાવ રખાય છે?
જો આ સવાલનો જવાબ નાહોય તો, જાતને પૂછવા જેવો પેટાસવાલ : આપણી જાણકારી શાના પર આધારિત છે? શહેરી ઓફિસોમાં જોયેલા- સાંભળેલા બે-પાંચ કિસ્સા પરથી?’ સરકારી ઓફિસોમાં અનામત થકી બે પાંદડે થયેલા કે સાહેબલાગતા દલિતોનું પ્રમાણ આખા રાજ્યની કુલ દલિત વસ્તીમાં નહીંવત્‌ છે. (એ જુદી વાત છે કે સરકારી નોકરીઓમાં દલિતો માટેની અનામત, છતાં ભરાયા વગર પડી રહેલી જગ્યાઓની--બેકલોગની-- યાદી લાંબી છે.) તેમના આધારે રાજ્યના દલિતોની સ્થિતિ નક્કી કરવાનું અને તેમને હવે અનામત ન મળવી જોઇએએવું નક્કી કરવાનું કેટલું યોગ્ય છે?

આપણા સમાજની કડવી વાસ્તવિકતા એ છે કે બંધારણમાંથી સત્તાવાર રીતે અસ્પૃશ્યતા નાબૂદ કરી દીધા છતાં, આજની તારીખે દલિતો સાથે અનેક પ્રકારના ભેદભાવ રાખવામાં આવે છે. નવસર્જન ટ્રસ્ટના એક અભ્યાસ પ્રમાણે, રોજિંદા વ્યવહારોમાં અને અન્ય ક્ષેત્રોમાં કહેવાતા ઉજળિયાતો ૯૦થી પણ વધુ પ્રકારની બાબતોમાં દલિતો પ્રત્યે ભેદભાવ રાખે છે--આભડછેટ રાખે છે. તેનાં એક કહેતાં દસ ઉદાહરણ ચાલુ વર્તમાનકાળમાં મળી શકે એમ છે. શરત એટલી કે જ્ઞાતિગૌરવ-કમ-જ્ઞાતિદ્વેષની પટ્ટી આંખ પરથી ઉતારવી પડે.

ગરીબો સૌ સરખા. તેમાં દલિત શું ને બિનદલિત શું?
આર્થિક પછાતપણાના આધારે અનામતની તરફેણ કરતા ઘણા લોકો માને છે કે ગરીબ દલિતો અને ગરીબ બિનદલિતોની સ્થિતિ એકસરખી કફોડી હોય છે. ગરીબીને જ્ઞાતિનાં બંધન નડતાં નથી.ખુલ્લાં આંખ-કાન સાથે સમાજનો વ્યવહાર જોનાર કોઇ પણ વ્યક્તિને દેખાશે કે દલિતોને ગરીબીની સાથોસાથ જ્ઞાતિની રીતે નીચા હોવાનો વધારાનો અને કમરતોડ બોજ સહન કરવાનો આવે છે. અનામતનો લાભ મેળવનાર બીજા કોઇ વર્ગને સામાજિક રીતે આવી ક્ષોભજનક સ્થિતિમાં મુકાવું પડતું નથી. ઉજળિયાત કહેવાતા અને અમે પણ ગરીબ હતાએવું ગૌરવ ધરાવનારા પોતાની જાતને દલિતોની જગ્યાએ મૂકી જુએ અને વિચારી જુએ : ગમે તેટલી ગરીબીમાં પણ પોતાની બિનદલિત અટક ગૌરવપૂર્વક જાહેર કરતાં તેમને ખચકાટ થયો હતો? થાય છે?

સમાજનો બહુમતી હિસ્સો વ્યક્તિનું માપ તેની જ્ઞાતિ પરથી કાઢતો હોય અને તમે કેવા?’ એ સવાલ પૂછવો જ્યાં સામાન્ય ગણાતો હોય, ત્યાં ગરીબ દલિતોને સામાજિક રીતે બીજા ગરીબોની હરોળમાં મૂકી શકાય નહીં. અરે, ગરીબ દલિતો જ શા માટે, ઠીક ઠીક પૈસાપાત્ર ગણાતા અને પ્રતિભાશાળી દલિતોને પણ ઓળખ જાહેર કરવાનો સંકોચ થાય, એવી સ્થિતિ સામાજિક વાસ્તવિકતા છે. તેના ઉકેલ માટે તેનો પહેલાં તેનો સ્વીકાર કરવો પડે.

અનામતને લીધે ભેદભાવની ખાઇ પહોળી બને છે?
એવી વ્યાપક માન્યતા છે કે દલિત વિદ્યાર્થીઓને સાવ ઓછા ટકે એડમિશન મળી જાય છે ને તેજસ્વી બિનદલિત વિદ્યાર્થીઓને વધારે ટકે પણ એડમિશન મળતું નથી. એટલે બિનદલિતોમાં દલિતો પ્રત્યે રોષની લાગણી ઊભી થાય છે. મેરિટનો અભાવ દલિતોમાં સૌથી વધારે હોવાથી દલિતો પ્રત્યેનો રોષ સૌથી વધારે હોય છે.

આ દલીલનું સુખ એ છે કે દલિતો પ્રત્યે રખાતા તમામ પ્રકારના એક જ તર્કથી વાજબી ઠરાવી શકાય છે. પણ ઇમાનદારીથી જાતને પૂછવા જેવો સવાલ : શું આપણે એટલા બધા મેરિટપ્રેમી છીએ કે થોડા દલિત વિદ્યાર્થીઓ થોડા ઓછા ટકે એડમિશન મેળવી લે, તેનાથી આખા સમાજ સામે ધીક્કાર થઇ જાય? એ સાચું હોય તો ઓછા ટકે ડોનેશનની સીટ પર પ્રવેશ લેનારા લોકોથી માંડીને, અનામતનો લાભ ધરાવનારા બીજા સમુહો સામે પણ આટલો જ ખાર પેદા ન થવો જોઇએ? એવું નથી થતું, તેનો અર્થ શો થાય? મેરિટપ્રેમ કે અન્યાયબોધના નામે છડેચોક જ્ઞાતિદ્વેષ તો વ્યક્ત થઇ જતો નથી ને? બીજી હકીકત એ પણ છે કે દલિત અને બિનદલિત વિદ્યાર્થીઓ વચ્ચેની ટકાવારીનો તફાવત એંસી અને ચાળીસ જેટલો મોટો રહ્યો નથી. ત્રીજો મુદ્દોઃ જ્યાં પ્રવેશ કે નોકરીની કશી તકરાર ન હોય એવાં અનેક ક્ષેત્રોમાં પણ, આવી કોઇ હરિફાઇમાં ન હોય એવા દલિતો પ્રત્યે પણ ભારોભાર ભેદભાવના અસંખ્ય કિસ્સા જોવા મળે છે.

પણ અનામતથી દલિતોનો ઉદ્ધાર થવાનો નથી. ઉલટું તેમના પ્રત્યે લોકોને દુર્ભાવ થશે.
એ વાત તો સાચી કે અનામતથી દલિતોની એક-બે પેઢીના થોડા લોકોને ફાયદો થયો હોવા છતાં, એકંદર દલિત સમાજને ખાસ ફાયદો થયો નથી. જેટલો ફાયદો થયો છે, તે પણ મોટે ભાગે આર્થિક પ્રકારનો રહ્યો છે. સામાજિક સમાનતા આવી નથી. કારણ કે, સરકારી રાહે અપાયેલી અનામતથી દલિતોને તક મળે છે. અત્યાચારવિરોધી કાયદાને લીધે દલિતોને (થિયરીમાં) રક્ષણ મળે છે. પરંતુ કાયદાથી સમાનતા લાવી શકાતી નથી. સમાનતા લાવવાનું કામ સમાજનું છે.

દલિતોને મળતી અનામતથી અમને અન્યાય થયો છેએવું માનનારા પહેલાં સામાજિક અન્યાય સ્વીકારે અને તેને દૂર કરવાની વૈકલ્પિક વ્યવસ્થા વિચારે--જેમ કે, શાળાના સ્તરેથી દલિત બાળકોને તૈયાર કરવામાં રસ લે, તેમને સમાન તક આપે અને તેમના મનમાંથી જ્ઞાતિગત હીનતાની ભાવના કાઢી નાખે--તો અનામતની જરૂર નહીં રહે. અનામત નાબૂદ કરનારા આ એજેન્ડા અપનાવે તો બને કે બહુમતી દલિતો પણ તેમને હોંશે હોંશે સાથ આપે.

22 comments:

  1. mane lage chhe k aam lakhine tame dalito ne potanu sthan darshavava mango chho........bekar vato na karso sir............saval anamat na virodh no chhe...........nahi ke dalito na virodh no......

    ReplyDelete
    Replies
    1. Mrugeshbhai aam lakhi ne Urvishbhai Samaaj ane Samaaj Ni Maansikta ne potanu sthan darshavva maange che... Last paragraph ma lakheli sunder vat dhyan bahar jati rahi che kadach ke Jo Jatigat Bhedbhav Mann ma thi nikdi jase to Jatigat Anamat Ni jarur pan nai rahe.. Mitra Varso thi chalta aavta koi pan prakaar na bhedbhav nu k ena lidhe Utpann thati samasya o nu Ek j kaaran che "Caste Sytem". Etle Anamat jeva solutions no virodh karva na badle samasya na kaaran Eva "Caste System", "Castism" no virodh karsu ane ene dur karsu to Jatigat Anamat automatically dur Thai j jase. Etle vat Anamat na virodh Ni na rehvi joiye. Etle j Jo anamat ne desh ma thi dur karvi hoy to samasya nu kaaran evi jati vyavastha ne pehla dur karvi rahi

      Delete
    2. dear aa desh ne aazaad thaye 70 varsh thai gya.............hu pote pan castism no virodhi rahyo chhu .......pan eno matlab evo nathi k loko general category ne thato anyay sahan karse.........bcos its time to change it yaar...............kya sudhi potani jatini oth pachhal santai ne rehso?evi j khumari hoy to tamne malti scholarship ,tamne malta bija ekey labh na lo.........dear.......tame koi ne y janmajat na j kahi sako k aa gen,aa obc....aa sc......aa st.......yaar change your menta lity...........rahi vat jaatigat bhedbhav ni to kahi dau tamne k hu ek brahman chhu........eno arth evo nathi k hu mara thi utarti jat na koi pan loko ne sanka ni najare jou........manas ena kam na lidhe vakhnay chhe.....nahi k eni jat na lidhe...........

      Delete
  2. बहु सरस वात कही उर्विश भाइ.. 👍

    ReplyDelete
  3. ખુબ અભ્યાસ બાદ લખાયેલ લેખ ખરેખર પ્રસંસીય છે જ. વર્ષો પહેલાં ઉજળિયાત કોમની એક જ વ્યક્તિના લગ્નની કંકોત્રીમાં ભોજન સમારંભનો સમય બે અલગ અલગ કંકોત્રીમાં જુદો જુદો જોવા મળ્યો. પહેલી નજરે લાગે કે પ્રિન્ટિંગ મિસ્ટેક છે પણ પછી જાણવા મળ્યું કે પૈસાદાર અને ગરીબની કંકોત્રી જુદી છે... આ વાત 1980 ની છે.

    ReplyDelete
  4. अत्यंत व्यथित थइने ऐक दिवस में माऱा स्व. मोटा बापूजी ने पुछ्युं हतु के शुं आटलुं बघु सद्घर जीवन मड्युं छतांय आपणाने कहेवाता उच्च ज्ञाति ना लोको केम "नीच" होवानुं वारंवार भान करावतां होय छे? शा माटे आपणा कायदा मुजब नी अश्पृस्यता खरा अर्थ मां दुर नथी ? अमारी टेक्सेवी जनरेशन पण केम बाकात नथी आमांथी...

    त्यारे तेमनी अनुभवी आँखो ऐ मारी विहवलता समजी ने बस टुंक सार समो जवाब आप्यो,

    " बेटा, अमारा समय मां अमे सवर्णो थकी जे अपमान सह्या ते मात्र ने मात्र मों पर हता... मन मां नहि..!!
    तमारी जनरेशन मों पर झेर नथी ओकती.. पण मानसिक आभडछेट जब्बर राखे छे !! अने ऐज 'मानसिक आभडछेट / अश्पृस्यता' अतिगंभीर छे जे हिन्दु समाज ने वेरणछेरण करी शके छे ! "

    खुब सरस नीचोड उर्विश सर...!! घन्यवाद आपने..!!

    ReplyDelete
  5. ઉત્પલ1:37:00 AM

    આભડછેટની વાત બિલકુલ સાચી છે. સને ૨૦૧૫ માં પણ ગ્રામીણ ગુજરાતમાં ફરો એટલે ભયંકર રીતે પ્રસરેલી વાડાબંધીનો ખ્યાલ આવશે. પ્રોજેક્ટ યુનિફોર્મ અંતર્ગત એવા કેટલાય ગામો છે કે જ્યાં ખમતીધર સવર્ણોની વસ્તી હોવા છતાં ૩૦ બાળકોની શાળાને બે જોડી યુનિફોર્મ આપવા અમદાવાદથી લાંબા થવું પડે છે. દલિત બાળકોને યુનિફોર્મની સાથે ચપ્પલ આપવાની હોય ત્યારે 'માપ' માટે એ બાળકોને ચપ્પલ પહેરાવવા સવર્ણ શિક્ષકો ઘસીને ના પાડી દે છે.

    ReplyDelete
  6. Ask the students/parents who is deprived of medical/engineering seats just for few marks,or candidates in job..for promotion/selection...RESERVED LUXURY BERTHS at the expense of hardwork career..Whole OBC family becomes doctors/eng..or govt jobs...need some limit to use it..once used in near relation banned ...It is not mentality of nondalits but sufferers...the HATER generation faults should not be used as a or imposed as a penalty to intellegent deserving gold students.Just putting society issues /cultural issues or donation systems , Please do not pollute the education system science by nondeseving stupid dalit/nondalits ,which only favours hardwork/discipline/intelligence and science/research , ONLY SEEDS to bear fruits ..not your argumentary intelligence/history/culture/politics or NONSCIENTIFIC WAYS

    ReplyDelete
    Replies
    1. જે સમાજને આપડે હજારો વર્ષોથી કષ્ટ આપેલું છે, તેનું પ્રાયશ્ચિત આમ 50-60 વર્ષમાં ના થાય. પેહલા માનસિકતા બદલો, માત્ર આર્થિક કે શૈક્ષણિક નહિ પણ જયારે આ સામાજિક ભેદભાવ દૂર થશે , ત્યારે અનામત ની જરૂર જ નહિ રહે. મન મોટું રાખો - બાળકો જ્યારે રમે છે ત્યારે નાના છોકરાને દહીફોડો રાખે છે. મતલબ એને વધારે તક આપે છે.

      Delete
    2. Mr. Patel. If you are not happy wid the reservation system then why demanding the same! If u have a motive to remove it then make ur stand clear. Don't be hypocratic. Make ur agenda clear first then jump into the pro-reservation agitation.

      Delete
    3. પ્રવેશ નથી મળતો તો પટેલ સમાજના શ્રેષ્ઠીઓને કહો કે નવા શિક્ષણસંસ્થાન ચાલુ કરે. સમાજની સંગઠનશક્તિનો આ સદુપયોગ થશે. જે સમાજ મંદિર બનાવવા માટે રાતો રાત કરોડો ઉભા કરી શકે છે, તે રાતો રાત શાળાકોલેજો માટે ફંડ ન ઉભુ કરી શકે?

      Delete
    4. Anonymous4:38:00 PM

      જ્ઞાતિ પ્રથા એક નિસરણી જેવી છે. સૌથી ઉપર વાળા અને સૌથી નીચેવાળા હંમેશા ત્યાં ના ત્યાજ રહે છે. વાચ્ચે વાળા ઉપર નીચે થયી ને પોતાને બીજાનાથી મોટા માની ને પોતે બીજાનાથી નીચા છે એનો બદલો વાળે છે. વાંક નથી સૌથી ઉપરવાળાનો કે નથી સૌથી નીચે વાળા નો. પટેલો મહારાષ્ટ્ર માં જઈને પટેલો ની દશા જોવે.(they are in SC) ગુજરાત માં દરબારો ને OBC મળ્યું કારણકે એક આખી પેઢી એવી વીતી કે જેની જમીનો સરકારે પડાવી લીધી અને પટેલો ને આપી દીધી. પટેલો હવે જમીનો વેચીને નવરા થયી ગયા એટલે હવે અનામત માંગે છે. અને જરા ખરું ઇતિહાસ નો અભ્યાસ કરો તો ખબર પડશે કે પટેલ નામની કોઈ જ્ઞાતિ નથી, હજારો અટકો ધરાવતા કુટુંબ કબીલાઓ પોતાને પટેલ કહેવા લાગ્યા, જેમ આજે કોળી અને ઠાકોર પટેલ પુચ્છડુ લગાવે છે. પટેલ એક પોસ્ટ (designation) હતી જે રજવાડા વખત માં ગામની વાતો મોટા દરબાર ને કરતા અને ઢોલ વગાડી રાજા નો સંદેશો લોકો ને આપતા અને ખેતી ના ટેક્સ માં કોઈ રમત ના કરી જાય તેની માહિતી દરબાર ને આપતા. આખા ગામમાં માત્ર એક વ્યક્તિ ને પટેલ ની ઉપાધી (designation) મળતી. ખેડે એની જમીન ના કાયદા માં હરિજન ગરાગો એ દરબારો સાથે દગો ના કર્યો પણ પટેલો એ દગો કરીને જમીનો પોતાના નામે કરાવી લીધી. મારા ઘણા મિત્રો હરિજન છે (mostly kathiyavadi chamar) અને એકમાત્ર વસ્તુ એમને SC માં ફોર્મ ભરવા મજબુર કરતી હોય તો ફોર્ર્મ ની ફી. માસ્ટર્સ ડીગ્રી વાળા અંગ્રેજી બોલતા છોકરાઓ અમારા ખેતર માં મજુરી કરે છે કારણ કે રૂપિયા બોલ્યા સિવાય કોઈ નોકરી મળતી નથી, સરસ્વતી ની કોઈ કિંમત નથી. જો અનામત નીકળી જાય તો મેરીટ માં એમને કોઈ પહોચે એમ નથી.
      આ આખું આંદોલન અનામત માટે નહિ, માત્ર સસ્તા ખેતમજૂરોની પેઢીઓ બીજા કામ પર આગળ ના વધી જાય એના માટે છે.

      Delete
    5. ખુબ જ તટસ્થ મંતવ્ય આપવા બદલ આભાર સાહેબ. હજી દેશને આગળ ઘણી લડત લડવાની છે, એના બદલે અંદરોઅંદર જ આવા ઈશ્યુ હોય તો કેમ ચાલશે?

      Delete
  7. /Users/dhudamitesh/Desktop/Screen Shot 2015-08-19 at 1.04.02 pm.png
    this is current years medical admission cut off...see your self not a single one in SC has got 85% marks in govt, colleges. things are different now...

    ReplyDelete
  8. Delhi University issues four cut-off lists for admissions. Even in the fourth list if a high caste boy/girl fails to get admission certainly he/she is not meritorious. On what basis a boy/girl who secured 70% can claim to be meritorious? What is the yardstick? If at 70% you are meritorious, then a Dalit boy/girl living in worse conditions should get some weightage for being considered as meritorious.
    The real demand should be - education for all, no role of money in education.

    ReplyDelete
  9. પાટીદાર સમાજ અનામત વિરોધી આંદોલનનો પ્રબળ સૂત્રધાર હતો અને આજે આ સમાજે અનામતનો વિરોધ કરવાની નવી વ્યુહરચના અપનાવી છે. (કહેવાતા) પાટીદાર આગેવાનોની ટૂંકીદ્રષ્ટીને કારણે તેના માઠા ફળ સમગ્ર સમાજને ભોગવવા પડશે.

    પટેલસમાજની અનામતની માંગણીમાં 'બીજા લઇ ગયાં અને અમે રહી ગયા'નો સૂર વધારે દેખાય છે. ગઇ કાલે રાત્રે NDTV પરની ચર્ચામાં પણ આ આંદોલન સમિતિના નેતાઓ અંતમાં તો આજ મુદ્દા પર પાછા આવતા હતાં.

    અનામત સામાજિક ન્યાય માટૅ છે, નહીં કે આર્થિક ન્યાય માટે. પણ સમગ્ર રાજકારણમાં આ મૂલ મુદ્દો ભુલાઇ ગયેલ છે.

    પાટિદાર સમાજની જે માંગણી છે, તેમાં એક મુદ્દો સાચો છે કે અનામતનો લાભ અમુક ખોટી રીતે અપાયેલ છે. પણ તેનો ઉકેલ સમગ્ર અનામતને નાબૂદ કરવામાં નથી. વળી પાટીદાર સમાજને અનામત આપવાથી આવનારા પરિણામો વધુ ભયંકર છે.

    સરકાર પાસે જ્ઞાતિ આધારીત વસ્તી ગણતરીના આંકડા ઉપલબ્ધ છે. આ આંકડા આધારે સરકાર માટે જરૂરી છે કે સામાજિક અને આર્થિક રીતે પછાત જ્ઞાતિઓની ફરી મોજણી કરવામાં આવે. આ પુનઃમોજણી બાદ જે સમાજને અનામતની જરૂર હોય તેને આપવામાં આવે અને જેને જરૂર ન હોય તેની પાસેથી આ લાભ પાછો ખેંચી લેવામાં આવે.

    આ ખુબ જ અધરો નિર્ણય રહેશે. ખાસ કરીને જ્યારે કોઇ જ્ઞાતિને આ યાદીમાંથી બહાર મૂકવાનો નિર્ણય લેવામાં આવે. મજબૂત રાજકીય નિર્ણયશક્તિની જરૂર પડશે. પણ જો આ નિર્ણય લેવામાં આવશે તો આ 'ગુજરાત મોડેલ' સમગ્ર દેશ માટે દાખલારૂપ બની રહેશે અને જ્ઞાતિવાદી રાજકારણના વળતાં પાણી થવાની પણ શક્યતા રહેશે.

    અંતમા, આ અનામત આંદોલન વિશે હું એટલું જ કહિશ.
    'હું પટેલ છું, પછાત નહીં'.

    ReplyDelete
  10. અનામત ભીખ નહી પણ અમારો હકક છે.પટેલોનો અનામત પરનો હકક કેવી રીતે થયો?અમને અનામત નથી જોઇતી,બ......સ......તમારા મનમાંથી જાતિવાદ દૂર કરો.ગામડાની તો વાત જ થાય એવી નથી...દલિતને સાહેબની પોસ્ટ પર જોઇ તેમનું અંતર કકળી ઉઠે છે.

    ReplyDelete
  11. Anonymous12:58:00 AM

    Frivar Urvishbhai khub saras lekh.atli spast ane tarkik vat pan na samjay aevu bnej nhi.pan jo samajik bhedbhav je nri ankhe dekhay aevo chhe tene jovoj na hoy tsu kray???

    ReplyDelete
  12. આ બ્લોગ પર હું ખાસ કરીને ફિલ્મો અને સંગીત વિશે ખાંખાખોળા કરતો હોઉં છું આ સિવાય અશોકભાઈ દવેના બ્લોગ પર ફિલ્મો વિશે વાંચવા મળે છે.

    ઉર્વિશજીએ એક તટસ્થ લેખ આપીને જે ઉદારતા દાખવી છે એ બદલ અભિનંદન અને ધન્યવાદ! હું પણ અનામતનો હક્ક ધરાવનાર છું. મને હંમેશા લોકો "તમે કેવા?" પુછ્યે જ રાખે છે! હું ભલે ઈંડા-માંસ-મદિરા-વ્યસનથી દુર છું, સારો ગણાઉં છું છતાં કેટલીયે વખત જાતિના મામલે કાને સીસૂં રેડાયું છે. મને કોઈ પ્રતિ દ્વેષભાવ નથી છતાં કહીશ કે ઘણા લોકોની ''માનસિક અસ્પૃશ્યતા'' હજી સુધી ગઈ નથી!

    મારા બે ત્રણ મુદા છે, આપને યોગ્ય લાગે તો આપની ટિપ્પણીઓમાં સમાવજો.

    ૧- અનામત ભલે દાયકાઓથી ચાલે છે, પણ બહુ બહુ તો અમારી બે પેઢીઓને (પિતા ને નોકરીમાં અને મને ભણવામાં) લાભ થયો. પણ હજી મારા ગામમાં લગભગ બધાની જ સ્થિતી લગભગ દયનીય કહી શકાય એવી છે. એમના હાલ બેહાલ જોઈને મને એટલે અનામત વાજબી લાગે છે.

    ૨- શહેરમાં ભણવાની તમામ સુવિધાઓ મળે. ગાડી, ફોન, ટ્યુશન, પંખો. વળી ઘરનું કામ, ઘાસ કાપવા કે દૂધ ભરવા જવાનું નહી! ગામડે લાઈટ આવ-જા કરે, સ્કૂલ-શિક્ષકોના ઠેકાણા નથી, કોલેજ માટે ગામ છોડી વર્ષો સુધી શહેરમાં રહેવું પડે, જેનો ખર્ચો પોસાય નહીં અને ઘણી વખતે માથેય પડે! અમારા પેઢીના વાલીઓ/સંબંધીઓ પણ કંઈ વધારે ભણેલા નથી કે જેથી યથાયોગ્ય માર્ગદર્શન અને મદદ મળી રહે.

    આવી વિષમ સ્થિતિઓમાં તમે બે અલગ અલગ જાતિના વિદ્યાર્થીઓને એમના માર્ક્સ કે ટકાના હિસાબે તોલી ના જ શકો.

    ૩- હવે વસ્તીવધારા અથવા જે પણ કારણ હશે, મને સરકારી નોકરી મળી નથી. મારા સંતાનોને જો અનામત નહીં મળે તો અમારે પાછા વતન જતા રહેવું પડે. આમ અમારી હાલત સુધરી તો છે જ, પણ આગળનું કંઈ કહેવાય નહિં.

    ૪- હવે ડર છે કે જો આવા આંદોલનો ને લીધે જો બાકીની અનામત છીનવાઈ જશે તો? જો હમણા જ આટલો રાગ-દ્વેષ છે તો બાબા સાહેબ આંબેડકરના સમયમાં કેટલો સંઘર્ષ રહ્યો હશે? કેમ કરીને અનામતની જોગવાઈ કરાવી આપી હશે એમણે?

    ૫- આ ''માનસિક અસ્પૃશ્યતા'' ક્યારે જશે? જશે પણ કે કેમ?

    ReplyDelete
  13. Anonymous12:15:00 PM

    આ બધું વાચી સાંભળી ને માથું પાકી જાય છે....આ બધા માટે જવાબદાર સૌથી વધુ હોય તો પહેલા બ્રાહ્મણો બીજા અંગ્રેજો ત્રીજી કોન્ગ્રેસ્સ છે. ( નોંધ। હું ચુસ્ત બ્રાહ્મણ છુ)..... ઈતિહાસ વાચો તો ખબર પડે કે બ્રાહ્મણનોને આપેલા વિશિષ્ઠ અધિકારો નો બ્રાહ્મણો એ એવો દુરુપયોગ કર્યો કે આખી સમાજ વ્યવસ્થા જ ખરાબ કરી નાખી।.....સબકા સાથ સબકા વિકાસ વાળી સમાજ વ્યવસ્થા ને જગ્યાએ મેરા વિકાસ સબકા વિનાશ વાળી સમાજ વ્યવસ્થા આવી ગયી......આજ સુધી કેટલાય સમાજસુધારકો એ અને સરકારો એ સમાજમાંથી અસ્પૃશ્યતા અને ભેદભાવ કાઢવાના પ્રયત્નો કર્યા પણ બધું વ્યર્થ।......ફક્ત એક જ તેજસ્વી બ્રાહ્મણ આ માટે ઉભો થયો અને સમાજ માંથી આ દુર થાય એ દિશા માં યશસ્વી પ્રયોગ કર્યા ...અને ફૂલ નહિ તો ફૂલ ની પરાગરજ જેટલી સફળતા મળી છે......સમય આવા દો પૂર્ણ સફળતા મળશે જ. એ તેજસ્વી બ્રાહ્મણ એટલે પાંડુરંગ શાસ્ત્રી આઠવલે। ...

    ReplyDelete
  14. 'હું પટેલ છું, પછાત નહીં'.

    જે સમાજને આપડે હજારો વર્ષોથી કષ્ટ આપેલું છે, તેનું પ્રાયશ્ચિત આમ 50-60 વર્ષમાં ના થાય. પેહલા માનસિકતા બદલો, માત્ર આર્થિક કે શૈક્ષણિક નહિ પણ જયારે આ સામાજિક ભેદભાવ દૂર થશે , ત્યારે અનામત ની જરૂર જ નહિ રહે. મન મોટું રાખો - બાળકો જ્યારે રમે છે ત્યારે નાના છોકરાને દહીફોડો રાખે છે. મતલબ એને વધારે તક આપે છે.

    Loved this. I should be ashamed today for not doing enough for the society.

    ReplyDelete