Friday, August 01, 2008

આંખનું કાજળ ગાલે # 3 : આંખનું કાજળ દાઢીએ?

ગુજરાતના મુખ્ય મંત્રી સુરતમાં ફરી રહ્યા હતા. એક તરફ સુરતમાંથી બધા બોમ્બ મળી આવે અને પાંચ જણની બોમ્બસ્ક્વોડ તેમને ડીફ્યુઝ ન કરે ત્યાં સુધી ફૂટે નહીં, એ સિલસિલા પ્રત્યે લોકો આશ્ચર્ય વ્યક્ત કરી રહયા છે, ત્યારે મુખ્ય મંત્રીએ કહેલી બે વાત, તેના અર્થ ઉઘાડીને, અહીં મુકવા જેવી લાગે છેઃ
મુખ્ય મંત્રીઃ દેશભરમાં અગાઉ 11 આતંકવાદી હુમલા થયા છે. ગુજરાતમાં થયેલો હુમલો બારમો છે. એટલે એ અગાઉના હુમલાની જ એક કડી છે.
અર્થઃ ગુજરાતના બોમ્બધડાકા સંદર્ભે- કે બીજી કોઇ પણ રીતે- 2002નો ઘટનાક્રમ અને તેમાં મુખ્ય મંત્રીની કે સરકારની ભૂમિકા વિશે હરફ પણ ઉચ્ચારવો નહીં. આતંકવાદીઓના કહેવાતા ઇ-મેઇલમાં 2002ની વાત આવે તો પણ નહીં.
ગુજરાત દેશનો જ એક હિસ્સો છે, જે અત્યાર સુધી મુખ્ય મંત્રી ભૂલી ગયા હતા, પણ ધડાકાથી તેમની નીંદર ઉડી અને ઠીક યાદ આવ્યું...
અત્યાર સુધી દેશમાં ધડાકા થતા હતા ત્યારે મુખ્ય મંત્રી એમ માનીને મુસ્તાક હતા કે ‘2002માં મુસ્લિમોને આપણે એવો પાઠ શીખવ્યો છે કે હવે કોઇ આઘાપાછા નહીં થાય.’ હવે ધડાકા થયા છે. શું કરવાનું?
મુખ્ય મંત્રીઃ આતંકવાદ પ્રોક્સીવોર છે. દેશમાં યુદ્ધ જેવો માહોલ ઊભો ન થાય ત્યાં સુધી તેનો અસરકારક રીતે સામનો થઇ શકે નહીં.
અર્થઃ ‘યુદ્ધ જેવો માહોલ’ એટલે શું, તે કવિ કહેશે જરા? ‘યુદ્ધ જેવો માહોલ’ એટલે સરકાર કરે તે સાચું અને નાગરિકોએ કશું બોલ્યા વગર ચૂપચાપ પોતાના તમામ અધિકારો ‘રાષ્ટ્રની સુરક્ષા કાજે’ સરકારના ચરણે ધરી દેવાના.
- તો પછી આસારામ એન્ડ કંપની સામે પગલાં લેવા માટે પણ ‘યુદ્ધ જેવો માહોલ’ સર્જાય ત્યાં લગી રાહ જોવી પડશે કે શું?

2 comments:

  1. Anonymous6:01:00 PM

    મુખ્ય મંત્રી એમ માનીને મુસ્તાક હતા કે ‘2002માં મુસ્લિમોને આપણે એવો પાઠ શીખવ્યો છે કે હવે કોઇ આઘાપાછા નહીં થાય.’

    આવું મુખ્યમંત્રી માને છે એ તમને કઇ રીતે ખબર પડી? કે પછી તમે જ આ માનો છો?

    ReplyDelete
  2. એક વાત કહું? તમે લખો છો એ ઘણું ગમે છે. પત્રકાર તરીકે તમારી ફરજ પણ છે કે જે ખોટું છે એ સામે આવે. પણ, સાથે એ પણ જરુરી છે કે જે પ્રગતી થાય છે, જે તે ક્ષેત્રમાં સારું થાય છે એને વધાવો! આજનું કોઈ પણ છાપું મોટે ભાગે નેગેટીવ સમાચારોથી જ ભરપુર હોય છે. ક્રૅપ! લોકોના મગજમાં પણ એવાં જ વીચારો મગજમાં વાંચીને ઘુસે!!! બન્ને વચ્ચે સંતુલન સધાય તો જ અખબારોમાં સાચી સુગન્ધ પ્રગટશે. બાકી તો 'હું પાપી, હું પાપી' કરતાં કરતાં હું પાપી જ થઈ જાઉં!

    Chirag
    http://parimiti.wordpress.com
    http://swaranjali.wordpress.com
    http://veejansh.wordpress.com

    ReplyDelete