Showing posts with label ism. Show all posts

Tuesday, March 20, 2018
વાદનો વિવાદ, વાસ્તવિકતાની તપાસ
સંસ્કૃત કહેણી એવી છે કે વાદે વાદે જાયતે તત્ત્વબોધ (વાદસંવાદમાંથી તાત્ત્વિક સમજ અને બોધ પેદા થાય છે) પણ રાજકીય વાદોમાંથી તત્ત્વબોધ ઓછો ને તકરારો વધારે પેદા થઈ. માણસ પહેલો કે વાદ? એ સદભાગ્યે ‘પહેલી મરઘી કે પહેલું ઇંડું?’ એવો સવાલ નથી. તેનો જવાબ સ્પષ્ટ છેઃ પહેલાં માણસ અને પછી વાદ. તેનો એક અર્થ એ કે વાદ કરતાં માણસ (માણસાઈના અર્થમાં) વધારે મહત્ત્વનો છે. બીજો અર્થઃ માણસે વાદ બનાવ્યો છે. માણસ કોઈ વાદ અપનાવવા જેટલો મોટો થાય ત્યાં સુધીમાં તેની મૂળભૂત પ્રકૃતિને અનેક પરિબળો ઘણી હદે ઘડી ચૂક્યાં હોય છે. એટલે, કોઈ પણ વ્યક્તિ પોતે અપનાવેલા વાદ જેટલી નહીં, પણ પોતાની મૂળભૂત પ્રકૃતિ જેટલી જ સારી કે ખરાબ હોય.
પણ એવું બનેઃ ચોક્કસ વાદ સાથે વ્યક્તિ પોતાની જાતને એટલી હદે સાંકળી લે કે વાદની મર્યાદાઓમાં વ્યક્તિની મર્યાદાઓ ઉમેરાઈ જાય. અને વાદ સર્વાંગસંપૂર્ણ હોય તો પણ, વાદીઓની મર્યાદાને લીધે તેની આબરૂમાં ઘસરકા પડે. જેમ કે, બ્રહ્મચર્યનો આગ્રહ ગાંધીવાદની સંભવતઃ સૌથી જાણીતી અને ટીકાસ્પદ બાબત ગણાય છે. એમાં વળી કોઈ દંભી કે અસ્વાભાવિક ગાંધીવાદી બ્રહ્મચર્યપાલક સાથે આપણો પનારો પડે, ત્યારે બ્રહ્મચર્યનો આગ્રહ પહેલાં લાગતો હોય એના કરતાં પણ વધારે અકારો લાગી શકે. કારણ કે, મૂળ સિદ્ધાંતની મર્યાદામાં તેના અનુયાયી હોવાનો દાવો કરનારાની વ્યક્તિગત મર્યાદા ભળી ગઈ હોય. ડાબેરીઓનો મિલકતની સમાન વહેંચણીનો આગ્રહ કોઈને આદર્શવાદી અને અવ્યવહારુ લાગતો હોય, તો માલદાર ડાબેરીના મોઢેથી એ આદર્શની વાત સાંભળ્યા પછી અકળામણ વધી શકે. રાષ્ટ્રવાદના નામે ચાલતું કોમવાદનું જમણેરી રાજકારણ આકરું લાગતું હોય. પણ જેમની ગુંડાગીરી વિશે ખાતરી હોય એવા કોઈ રાષ્ટ્રવાદ કે ગોરક્ષાની વાત કરે ત્યારે, એ મૂળ ‘સિદ્ધાંત’ કરતાં પણ વધુ અસહ્ય લાગે.
મતલબ, જેમ વાદના અનુયાયીઓ પોતાની મૂળભૂત તથા સંજોગોથી ઘડાયેલી પ્રકૃતિ કરતાં ઝાઝાં સારાં કે ખરાબ નથી હોઈ શકતાં, એવી જ રીતે વાદ પણ વ્યવહારમાં તેમના બહુમતી અનુયાયીઓની ખૂબીખામીઓ જેટલો જ સારો કે ખરાબ નીવડે છે.
ભારતના, ખાસ કરીને ભારતના ઉત્તર ભાગના, રાજકારણની વાત કરીએ તો, શરૂઆત કૉંગ્રેસના સર્વસમાવેશક રાજકારણથી થઈ હતી. કેમ કે, કૉંગ્રેસમાં ડાબેરી-જમણેરી બધાં પરિબળો-પ્રવાહો હતા. છતાં તેનું ચાલકબળ શંકા કે ધીક્કાર ન હતું. એટલે, ઘણા લોકો શુદ્ધ કોમવાદને બદલે દંભી બિનસાંપ્રદાયિકતાને નાનું દૂષણ ગણીને લાંબા સમય સુધી તેની સાથે સંકળાયેલા રહ્યા. પરંતુ સમય જતાં બિનસાંપ્રદાયિકતાની વાત કોંગ્રેસ માટે જમણેરી પરિબળોનો રાજકીય વિરોધ કરવાનો ચૂંટણીનારો માત્ર બની ગઈ. ‘અમને મત આપો. નહીંતર કોમવાદીઓ સત્તામાં આવી જશે.’ એવા પ્રચાર હેઠળ પોતાની મોટી મર્યાદાઓ છુપાવવાની કોંગ્રેસને ટેવ પડી.
કોમવાદ સામે તેનો આ વિરોધ રાજકીય અને સગવડીયો હતો. સામાજિક સ્તરે જમણેરી અંતિમવાદની સામે સર્વસમાવેશકતા-સર્વધર્મસમભાવ ફેલાવવા માટે કોંગ્રેસે જોશભેર પ્રયાસ ન કર્યા. ‘આપણને ચૂંટણી જીતાડી આપે એટલા લોકો તો પ્રકૃતિગતરીતે મધ્યમમાર્ગી-કોમવાદવિરોધી રહેશે જ અને તેમના જોરે આપણે, આપમેળે (બાય ડીફૉલ્ટ) ચૂંટણી જીતી જવાના છીએ. તો મધ્યમ માર્ગને-સાચા સમભાવને દૃઢ બનાવવામાં મહેનત શા માટે કરવી?
બીજી તરફ, સામાજિક રીતે મધ્યમમાર્ગી વલણ ધરાવતા લોકોને કોંગ્રેસની નકલી-વોટબેન્કલક્ષી-અક્રિય બિનસાંપ્રદાયિકતા સામે વાંધો પડી જ શકે. પણ તેની પ્રતિક્રિયા તરીકે અસલી બિનસાંપ્રદાયિકતા ખપે કે કોમવાદ? કૉંગ્રેસની દંભી બિનસાંપ્રદાયિકતાની ટીકા કરતી વખતે આપણો વાંધો ‘દંભી’ સામે હોવો જોઈએ—’બિનસાંપ્રદાયિકતા’ સામે નહીં. પરંતુ બન્યું તેનાથી અવળું. ભાજપ કાગળ પર અને ડાહ્યાંડમરાં નિવેદનોમાં ગમે તે કહે, તેના અને કોંગ્રેસ વચ્ચેના રાજકારણનો એક મુખ્ય તફાવત કોમવાદનો હતો. ભાજપે દંભી બિનસાંપ્રદાયિકતાના વિરોધ અને (તેની વ્યાખ્યા પ્રમાણેના) રાષ્ટ્રવાદની હિમાયતના નામે ખુલ્લેઆમ કોમવાદનું રાજકારણ આદર્યું. ત્યારે કોંગ્રેસની દંભી બિનસાંપ્રદાયિકતાથી દુઃખી ઘણા લોકો જાણે કે અજાણે કોમવાદી વિકલ્પના ખોળામાં જઈ પડ્યા.
એક રાજકીય વિકલ્પ તરીકે કોંગ્રેસના બદલે ભાજપને મત આપવો એક વાત છે અને ભાજપને તેના કોમવાદ સહિત સ્વીકારવો-રાષ્ટ્રવાદના અંચળા હેઠળના તેના કોમવાદી અભિગમનો બચાવ કરતા રહેવું- તેના હિમાયતી બનવું, તે બીજી વાત છે. કોંગ્રેસની જે કંઈ દંભી બિનસાંપ્રદાયિકતા છે તેનો વિરોધ સામાજિક સ્તરે સાચી બિનસાંપ્રદાયિકતા ઝંખીને અને બતાવીને થઈ શકે--પ્રગટ કે પ્રચ્છન્ન કોમવાદના તરફદાર બનીને નહીં.
જાડી સમજ લેખે કહીએ તો, કોંગ્રેસના વંશવાદ સામે કે દંભી બિનસાંપ્રદાયિકતા સામે કે તેના રાજમાં થયેલા ભ્રષ્ટાચાર સામે વિરોધ હોય એવી વ્યક્તિ ભાજપને મત આપે એ સમજી શકાય છે. પણ તે ભાજપના કોમવાદી એજેન્ડાની કે વડાપ્રધાન મોદીનાં સગવડીયાં અર્ધસત્યોની કે ઠાઠઠઠારા તળે છુપાયેલી કરુણ વાસ્તવિકતાઓની પણ પ્રેમી બની જાય, તેનો વિરોધ કરનાર વિરુદ્ધ ઝેર ઓકે, એ સમજી શકાય એવું નથી. તેમણે એ વિચારવાનું છે કે કોમવાદ (અથવા તથાકથિત રાષ્ટ્રવાદ) સિવાય બીજી કઈ બાબતમાં ભાજપ કોંગ્રેસથી અલગ છે? અને હા, કોંગ્રેસના ભ્રષ્ટાચારની સામે ભાજપની સ્વચ્છતાના દાવા કરનારાને વિનંતી કે વડાપ્રધાન મોદીએ જ્યાંથી ‘ખાતો નથી અને ખાવા દેતો નથી’નું આભાસી સૂત્ર ઉભું કર્યું એ ગુજરાતમાં સરકારી તંત્રમાં ભ્રષ્ટાચારી કેવી સ્થિતિ છે, તેની જાણકાર માટે ગાંધીનગરના કોઈ અંદરના માણસને પૂછી જોજો. એ લખવા માટે સ્ટીંગ ઓપરેશન કરવાં પડે, પણ જાણવા માટે એવી જરૂર નથી. ઘણા લોકો પાસેથી અડધી ચાની સાથે એ માહિતી મેળવી શકાશે.
આ ચર્ચાનો આશય ધ્રુવીકરણને દૃઢ બનાવવાનો નહીં, પણ ફરી એક વાર બિનઝનૂની, ‘મિશ્ર’, સામાજિક રીતે મધ્યમમાર્ગી ઓળખ પાછી મેળવવાનો અને તેને દૃઢ બનાવવાનો છે. ચોતરફ ફુંકાયેલા ઓળખના ધ્રુવીકરણના વાવાઝોડામાં આપણે કોઈ એક પક્ષ સાથે છેડાછેડી બાંધી ન બેસીએ, તેના માનદ્ પ્રવક્તા બની ન બેસીએ, તેના મુગ્ધ અને એટલે જ આક્રમક બચાવકાર ન બની જઈએ, આપણે રોજિંદા જીવનમાં નરેન્દ્ર મોદી કે રાહુલ ગાંધી સાથે રહેવાનું નથી, એ યાદ રાખીએ.
સાદી વાત આટલી છેઃ માણસાઈ કરતાં વાદ મોટો છે, એવું તમે માનતા હો તો તમે ‘વાદી’ હો--ડાબેરી કે જમણેરી અંતિમવાદી હો-- એવી શક્યતા પૂરેપૂરી છે.
અને બધા વાદની ઉપર માણસાઈ, માનવીય પ્રેમ-હૂંફ અને સહઅસ્તિત્ત્વ એવું તમે માનતા હો તો તમે મધ્યમમાર્ગી, ‘નૉર્મલ’ના અર્થમાં સામાન્ય માણસ છો. અંતિમવાદી નથી. એવા હોવા બદલ તમને અભિનંદન.
નોંધઃ વાદ-વિચારધારા વિશે અગાઉના બે લેખની લિન્ક
લેખ ૧
લેખ ૨

Labels:
ism,
politics,
society- trends/સમાજ-પ્રવાહો
Saturday, March 17, 2018
વાદની વાડાબંધી અને રાજકારણ
ફિલસૂફીનો પ્રશ્ન છેઃ ઈશ્વરે માણસને પેદા કર્યો કે માણસે ઈશ્વરને? પણ એ ફિલસૂફો માટે રહેવા દઈએ. આપણને સ્પર્શતો સવાલ છેઃ વાદે માણસને પેદા કર્યો કે માણસે વાદને? વધુ સાચી રીતે પૂછીએ તો, વાદ માણસને ઘડે કે માણસ વાદને?
સામાજિક સિદ્ધાંતો અને સુધારામાંથી વિવિધ ધર્મ-સંપ્રદાય ઉભા થયા, આર્થિક અને રાજકીય સિદ્ધાંતોના આધારે ડાબેરી-જમણેરી વિચારધારાઓ અસ્તિત્ત્વમાં આવી. રાજકીય-આર્થિક વિચારધારાઓમાં પણ સામાજિક મેળવણ તો રહેવાનું. કારણ કે રાજકારણ હોય કે અર્થકારણ, તેની પટકથાઓ ભજવાય છે સમાજના મંચ પર.
ધર્મની જેમ વિચારધારાનો એકમ પણ એકલદોકલ માણસ નહીં, સમુહ છે. અકબર ઇતિહાસમાં ભલે ‘ધ ગ્રેટ’ કહેવાતો હોય, પણ (પ્રચલિત વિગત પ્રમાણે) તેનો ધર્મ બિરબલ સિવાય બીજા કોઈએ સ્વીકાર્યો નહીં. માથાં ન થયાં એટલે વિચાર ગમે તેટલો ઉમદા હોય તો પણ તે ધર્મનું રૂપ ન લઈ શક્યો. બીજી તરફ, ખુદ ગાંધીએ કહ્યું કે ગાંધીવાદ નથી. છતાં, માથાં થઈ ગયાં હતાં, એટલે ગાંધીવાદ ચાલ્યો.
આમ, વાદ હોય કે ધર્મ, માથાં જોઈએ. માથાં એટલે માણસો. માણસોનો સમુહ એટલે સમાજ. સમાજમાં ધર્મ દ્વારા પડતા ભાગ મોટે ભાગે ચુસ્ત હોય છેઃ એક માણસ એક સાથે હિંદુ ને મુસલમાન, સ્વામિનારાયણી ને સ્વાધ્યાયી, શિયા અને સુન્ની, સ્થાનકવાસી અને દેરાવાસી, રોમન કેથલિક અને પ્રોટેસ્ટન્ટ ન હોઈ શકે. પરંતુ વાદનું વિભાજન આટલું ચુસ્ત હોય એ જરૂરી નથી. ડાબેરી અને જમણેરી અંતિમવાદી વિચારધારાઓની વચ્ચે બહુ મોટો પટ હોય છે. તેમાં મોટી સંખ્યામાં મધ્યમ માર્ગવાળા ઉપરાંત, ગુંચવાયેલા, વાદો પ્ર ત્યે ઉદાસીન, એકથી વધુ વાદોની કેટલીક લાક્ષણિકતાઓનું સંયોજન ધરાવતા-- એવા અનેક પ્રકારના લોકો હોય છે. અહીં એવા લોકોની તો વાત જ નથી, જે પોતે એક પ્રકારના ‘વાદી’ હોવાનો દાવો (કે ડોળ) કરતા હોય અને વાસ્તવમાં-વર્તણૂંકમાં સાવ જુદા હોય.
છેક ડાબા અને છેક જમણાની વચ્ચેના મોટા પટમાં, જમણેરીઓના કેટલાક સિદ્ધાંતો તરફ ઢળતા (‘રાઇટીસ્ટ’ નહીં, પણ ‘રાઇટ ઓફ ધ સેન્ટર’ પ્રકારના) લોકો હોવાના. તેમાં પણ બધાનું ઢળવાનું પ્રમાણ (માત્રા અને તીવ્રતા) જુદું જુદું હોવાનું. એવું જ ડાબેરીઓ તરફ નહીં, પણ તેમની વિચારધારાનાં કેટલાંક તત્ત્વો તરફ ઢળતા લોકોનું ગણાય. આગળ જણાવ્યું તેમ, વાદ-વિચારધારામાં ધર્મ જેવું સ્પષ્ટ વિભાજન હોવું જરૂરી નથી. ડાબેરી વિચારસરણીમાં આવતા વંચિત-શોષિતના કલ્યાણની- તેમના અધિકારોની વાતને ઘણા લોકો યોગ્ય માનતા હોય, પણ તે માટે હિંસક પરિવર્તનનો રસ્તો તેમને પસંદ ન હોય એવું બને. ઘણા લોકો (રાજકીય) જમણેરી વિચારસરણીમાં સૈન્ય, રાષ્ટ્રવાદ, દેશપ્રેમનું પ્રદર્શન વગેરે માટે ઉત્સાહી હોય, સાથોસાથ તે બીજા સમુદાયોને શંકાની નજરે ન જોતા હોય અને તેમને ઉતરતા નાગરિક (સેકન્ડ સીટીઝન) તરીકે ગણવા કે રાખવા ઇચ્છતા ન હોય. આ એક ઉદાહરણ થયું. આવા ઘણા પેટાપ્રકાર હોઈ શકે અને તેમાં પણ અનેક પ્રકારનાં, જાડાં લેબલની રીતે વિરોધાભાસી લાગે એવાં સંયોજન હોઈ શકે.
મોટા ભાગના લોકો કોઈ એક વાદ કે વિચારધારાના ચોકઠામાં ચુસ્ત બેસે તેમ નથી હોતા. તેનું સાદું કારણ એ છે કે વાદો, ડાબેરી-જમણેરી વિચારધારાઓ કૃત્રિમ રીતે ઉભાં કરાયેલાં છિદ્રાળુ પાર્ટિશન જેવા છે. જેમ માણસ વ્યક્તિગત રીતે કોઈ ધર્મ સાથે પેદા નથી થતો, એવી જ રીતે વાદો કે વિચારધારાઓ સાથે પણ પેદા નથી થતો. માણસની જન્મજાત મૂળભૂત મૂડી (દિમાગ-ડીએનએ) ઉપરાંત તેના જીવનમાં આવેલાં જુદાં જુદાં પરિબળો તેના વિચારોને ઘડે છે. માણસના મૂળભૂત સ્વભાવમાં રહેલી ખૂબીખામીઓને તે પરિબળો સુંવાળી કે ખરબચડી, ગોળ કે અણીદાર બનાવે છે. મોટા ભાગના લોકો એક યા બીજા વાદના પરિચયમાં આવે ત્યારે તેમના વ્યક્તિત્વના ઘડતરમાં ઘણા બધા પાસા પડી ચૂક્યા હોય છે.
પરિણામ એ આવે છે કે વાદ-વિચારધારા પ્રત્યે કટ્ટર વફાદારી હોય તે પણ પોતાની વ્યક્તિગત સારપ કે મર્યાદામાંથી છટકી નથી શકતા. જેમને વાંચીને લોકો ડાબેરી ક્રાંતિના પાઠ ભણી શકે ને પ્રેરણા લઈ શકે એવા સાહિર લુધિયાનવી સરખા મહાન શાયર અંગત વ્યવહાર-વર્તનમાં ઘણી હદે સામંતવાદી હોઈ શકે છે અને સંઘ પરિવારની વિચારધારામાં શ્રદ્ધા ધરાવનાર લોકો અંગત વર્તનમાં પ્રેમાળ અને ઝનૂનમુક્ત હોઈ શકે છે. એમાં કશો વિરોધાભાસ નથી. તેનું કારણ આ ફકરાનું પહેલું વાક્ય અવળું કરીને જોવાથી મળી જશેઃ કોઇ પણ વ્યક્તિ એકંદરે તેણે અપનાવેલા વાદ કે વિચારધારા જેટલી નહીં, પણ તેની પોતાની મૂળભૂત પ્રકૃતિ જેટલી સારી કે ખરાબ હોય છે. અપવાદોને બાદ કરતાં વાદ-વિચારધારામાં પોતાનું સમગ્ર વ્યક્તિત્વ ઓગાળી બેસે-પોતાપણું ખોઈ બેસે એવા નમૂના મોટા પ્રમાણમાં હોતા નથી.
અત્યાર સુધી આલેખેલું ચિત્ર ખાસ્સું મિશ્ર અને હકારાત્મક રીતે ગુંચવાડાભર્યું છે. તે શાંતિપૂર્ણ સહઅસ્તિત્ત્વને પોસનારું છે. તેમાં બધા માટે સ્થાન છે. કોંગ્રેસનું રાજકારણ શરૂ થયું ત્યારે પણ આ ચિત્ર ખાસ બદલાયું નહીં. કેમ કે, ભારતની જેમ કોંગ્રેસમાં પણ ડાબેરી-જમણેરી બધા પ્રકારના ઝુકાવ ધરાવનારા લોકો હતા. પરંતુ હિંદુ મહાસભાના-હિંદુત્વના અને મુસ્લિમ લીગના રાજકારણને આવું મિશ્ર ચિત્ર અનુકૂળ ન આવે.
સમય જતાં કોંગ્રેસનો મધ્યમ માર્ગ અને તેની સર્વસમાવેશકતા પણ વોટબેન્કના રાજકારણથી દૂષિત બન્યાં. મુસ્લિમોને વોટબેન્ક તરીકે જોવાનું, તેમના પ્રગતિશીલોને બદલે રૂઢિચુસ્તોને આગળ કરવાનું વલણ પ્રભાવી બન્યું. બીજી તરફ, ગાંધીજીની હત્યા પહેલાંથી સમાજના મિશ્ર રસાયણના ધ્રુવીકરણનું કામ ધીમી નક્કરતાથી શરૂ થઈ ચૂક્યું હતું. આઝાદી પછીના દાયકાઓમાં તેની સર્વસમાવેશક પ્રતિષ્ઠા પર મોટાં અને કાળાં ધાબાં પડ્યાં. છતાં, તેની મુખ્ય ધરી અને મુખ્ય ધક્કો કોમવાદ, વેરઝેર, ધીક્કાર ફેલાવવાનાં ન હતાં. (આ હકીકત પછીનાં વર્ષોમાં ગમે તેવા કોંગ્રેસદ્વેષી બનેલાએ પણ સ્વીકારવી પડે.) ડાબેરી અને જમણેરી જડતાની-આત્યંતિકતાની સરખામણીએ કોંગ્રેસ તેની બધી મર્યાદાઓ સાથે પણ સ્થિતિસ્થાપક હતી. એટલે સમાજના મધ્યમમાર્ગીઓમાંથી મોટો વર્ગ ફરિયાદો છતાં એકંદરે કોંગ્રેસ અથવા મધ્યમ માર્ગના બીજા વિકલ્પ મળ્યા તેની સાથે સંકળાયેલો રહ્યો.
ધીમે ધીમે કોંગ્રેસ નબળી પડતી ગઈ. સતત ચાલતા ધીક્કાર-ઐતિહાસિક જૂઠાણાં-ગેરમાન્યતાઓ- ચુનંદાં અસત્યોનો મારો મિશ્ર લોકમાનસમાં ધ્રુવીકરણના તરંગ પેદા કરવા લાગ્યો. રામંમંદિરનું ‘આંદોલન’ અને 2002ની કોમી હિંસા નિમિત્તે તત્કાલીન મુખ્ય મંત્રી તરીકે નરેન્દ્ર મોદીનું વલણ—એક દાયકાના ગાળે બનેલા આ બનાવોએ દાયકાઓથી ચાલતા ઝેરી પ્રચારને જાહેર-વૈચારિક ચર્ચા તરીકે સ્વીકૃત બનાવ્યો. કોંગ્રેસ સક્રિય મધ્યમમાર્ગ વડે તેનો મુકાબલો કરવામાં સદંતર નિષ્ફળ નીવડી. (વધુ ચર્ચા આવતા સપ્તાહે)}uakothari@gmail.com
Labels:
ism,
politics,
society- trends/સમાજ-પ્રવાહો
Subscribe to:
Posts (Atom)