Showing posts with label kashmir. Show all posts
Showing posts with label kashmir. Show all posts
Sunday, February 24, 2019
કાશ્મીર, શહીદી, નેતાઓ અને આપણે
(full piece)
હુમલામાં શહીદ થયેલા જવાનોના અંતિમ સંસ્કારને થોડા દિવસ વીતી ચૂક્યા છે. ત્યાર પછી બીજા થોડા જવાન અને પોલીસ શહીદ થઈ ચૂક્યા છે. અલબત્ત, તેમનો ઉલ્લેખ જરા ધીમા સૂરે જ થયો છે. સામુહિક આક્રોશની એ તાસીર હોય છે. દિલ્હીની એક જ્યોતિ સિંઘ માટે આપણે આંદોલિત થઈ શકીએ છીએ, પણ એવા જ અત્યાચારનો ભોગ બનતી તેની પહેલાંની કે પછીની યુવતીઓની દુર્દશા આપણને સ્પર્શતી નથી. તેમના માટે પણ કશુંક થવું જોઈએ, એવું આપણને એટલી તીવ્રતાથી લાગતું નથી. શોકનો પ્રસંગ વીતી ગયા પછી એ સંવેદનાનો ઠહરાવ- તેનું ઘનીકરણ થવું જોઈએ. સંવેદના આપણામાં ઊંડે ઉતરીને સ્થાયી થવી જોઈએ. તો જ એ લાંબી ટકે અને પરિણામલક્ષી બને.
આવી પરિસ્થિતિ કેમ પેદા થઈ અને તેના નિવારણ માટે શું થઈ શકે? એક આંદોલન કે લાગણીનો ઉભરો આવકાર્ય હોવા છતાં, પૂરતો છે ખરો? તેમાં આપણી ભૂમિકા ઉશ્કેરાઈ જવાથી આગળ શી હોઈ શકે? આવા પાયાના સવાલના જવાબ શોધવાની લાંબી કવાયતમાં ઉતરવું પડે છે. ઉશ્કેરાટના માહોલમાં એ શક્ય બનતું નથી. કરુણ ઘટનાઓને રાજકીય રંગ આપવાનું અને એ નિમિત્તે જાગેલા લોકોના અસંતોષનો રાજકીય ફાયદો ઉઠાવવાનું વલણ પ્રચલિત અનિષ્ટ છે. અસંતોષ તીવ્ર હોય અને લાભ લેનાર ચબરાક, તો આગામી ચૂંટણીમાં સત્તાપલટો પણ થઈ શકે. પણ સમસ્યા ઠેરની ઠેર રહે છે. આ હકીકત પ્રસાર માધ્યમોએ સતત યાદ કરાવવાની હોય છે અને નાગરિક તરીકે આપણે એ અંકે કરવાની હોય છે.
પરંતુ ઘણાં પ્રસાર માધ્યમો માટે કારુણી 'ધંધેકા ટાઇમ' હોય છે. એમાંથી કોઈ 'અમે સવાયા દેશભક્ત' એવું કોઈ છાપરે ચડીને દેખાડવા મથે અને દેશભક્તિના નામે ઉશ્કેરાટ ફેલાવે- લોકલાગણીને બહેકાવવાનો પ્રયાસ કરે, ત્યારે તેમાં દેશની ચિંતા ઓછી ને તકનો લાભ લઈને ધંધામાં આગળ નીકળી જવાની તાલાવેલી વધારે દેખાય છે. આ જ બાબત, ધંધાર્થે સરકારવિરોધી લોકલાગણી ઉશ્કેરવાની, તેની પર સવાર થવાની માનસિકતાને પણ લાગુ પડે છે.
આવાં માધ્યમો દ્વારા કે સોશ્યલ મિડીયા પર વહેંચાતી, દેશભક્તિના નામે ઉશ્કેરાટની બાળાગોળીઓ ન પીવી, એ નાગરિકો માટે સૌથી પહેલું કામ બને છે. એવું ન થાય અને નાગરિકો કોઈના રાજકીય કે વેપારી સ્વાર્થની, કોઈના દ્વેષની-પૂર્વગ્રહોની ચાલતી ગાડીમાં ચડી જાય તો ચર્ચા ફંટાઈ જાય. પછી મૂળ સમસ્યા તથા તેના નક્કર ઉકેલની દિશા બાજુ પર રહી જાય છે અને દેશભક્તિના નામે ભળતી જ લડાઈઓ શરૂ થઈ જાય છે. મૂળ સમસ્યા પર, સૈનિકોની શહીદી, તેનાં કારણો અને ઉકેલો પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે રાજકીય લાઇનોથી જેટલા દૂર રહેવાય એટલું સારું. કરુણ પ્રસંગે આપણે જ ગમતા નેતાને મોટો કરવાના કે અણગમતા નેતાને નાનો કરવાના લોભમાંથી બચી શકીએ નહીં, તો રાજનેતાઓનો ને પક્ષોનો કયા મોઢે વાંક કાઢવો?
થોડી વાત કાશ્મીરની. ત્યાંની વર્તમાન પરિસ્થિતિ ભારતના રાજકીય પક્ષોની સહિયારી નિષ્ફળતા છે--સૅક્યુલરિઝમની વાતો કરનારી કૉંગ્રેસની પણ અને રાષ્ટ્રવાદ-કાશ્મીરનાં ખાંડાં ખખડાવનાર ભાજપની પણ. ઉપરાંત, કાશ્મીર મુદ્દામાં કેટલાંક આંતરરાષ્ટ્રિય પરિબળો પણ વખતોવખત મહત્ત્વનો ભાગ ભજવતાં રહ્યાં છે. કાશ્મીર સમસ્યાના વર્તમાન ગંભીર સ્વરૂપની શરૂઆત પંડિત નહેરુના સમયમાં નહીં, પણ પાકિસ્તાનમાં જનરલ ઝીયાના સમયમાં થઈ હતી--એટલી સાદી ને સાચી વાત આપણા પક્ષીય ગમા-અણગમા બાજુ પર મૂકીને ઐતિહાસિક તથ્ય તરીકે સ્વીકારવી પડે. અફઘાનિસ્તાનમાં અમેરિકા અને રશિયા વચ્ચે ખેલાયેલા પ્રૉક્સી વૉર અને તેમાં પાકિસ્તાનના ધર્મઝનૂનીઓને-મુજાહિદો-તાલિબાનો-પાકિસ્તાની સૈન્યને અમેરિકાએ આપેલો છૂટો દોર આપણે નજરઅંદાજ કરી શકીએ નહીં.
જેમ પંડિત નહેરુને, તેમ વચ્ચેના વડાપ્રધાનોને કે વર્તમાન વડાપ્રધાનને ટોણા મારવાથી કાશ્મીર સમસ્યા ઉકલવાની નથી- શહાદતોનો સિલસિલો અટકવાનો નથી. આ વાત નાગરિકો તરીકે આપણે જેટલા વહેલા સમજીએ, તેટલો આપણો પણ એ સમસ્યાના ઉકેલ તરફ જવામાં ફાળો. વિપક્ષમાં હોઈએ હોય ત્યારે સત્તાધીશો માટે ચુનંદાં વિશેષણો વાપરવાં, પોતે હોય તો શું કરી નાખે એની ગર્જનાઓ કરવી, સમસ્યાની ગંભીરતા અને પેચીદાપણું સમજાવવાને બદલે, લોકોને ઉશ્કેરીને પોતાનો રાજકીય સ્વાર્થ રોડવી લેવો--આ બધાથી સમસ્યાના ઉકેલમાં કશી મદદ મળતી નથી. કેવળ લોકલાગણીને બહેકાવી શકાય છે ને ચૂંટણીમાં મદદ મેળવી શકાય છે.
ઉકેલના મુદ્દે, સૌથી પહેલાં જવાનોની લાગણીની વાત. પોતાના સાથીદારોની શહીદીથી જવાનો પૂરતા દુઃખી અને ઉશ્કેરાયેલા હોય છે. ફૌજી ઉપરીઓ દ્વારા તેમને નિયંત્રિત જવાબી કાર્યવાહીના નિર્દેશ, મંજૂરી કે ઇશારા મળતા હોય છે. તેની સર્જિકલ સ્ટ્રાઇક તરીકે ઉજવણી કરવી કે નહીં અને તેને પોતાની રાજકીય સિદ્ધિ ગણાવવી કે નહીં, એ સત્તાધીશોએ જોવાનું હોય છે. પરંતુ એક વાત નક્કી છે : સૈન્ય કાર્યવાહીઓને ક્રિકેટમેચની હારજીતના સ્તરે લાવવા જેવી નથી હોતી. તેની ગંભીરતા હોય છે અને તેનો ચોક્કસ મર્યાદિત હેતુ હોય છે. તેમાં એક સ્ટ્રાઇક કે છૂટીછવાયી સ્ટ્રાઇકો સૈનિકોનો જુસ્સો ટકાવવા માટે જરૂરી હોય, તો એ નિર્ણય સૈન્યના ઉપરીઓ લઈ શકે છે. તેમની પાસે એ પ્રકારની સત્તા અને સૈનિક માનસિકતાની સમજ હોય છે. આવી કાર્યવાહીઓને રાજકીય બાવડાંબાજી તરીકે પાનના ગલ્લે કે સોશ્યલ મિડીયામાં ચર્ચાતી કરી દેવાથી, સમસ્યાના ઉકેલ અંગે લોકોમાં ગેરસમજ અને અવાસ્તવિક અપેક્ષા ઊભી થઈ શકે છે.
પાકિસ્તાનપ્રેરિત કે સંચાલિત ત્રાસવાદની સમસ્યામાં આંતરરાષ્ટ્રીય દબાણ, ચીનની ભૂમિકા, આર્થિક ભીંસ, જાસુસી સતર્કતા, ખાનગી રાહે કમરતોડ ફટકા મારવાની સલુકાઈ જેવાં પરિબળ અત્યંત મહત્ત્વનાં છે. સામાન્ય સંજોગોમાં નહીં, પણ ઊંચી અપેક્ષા ઊભી કર્યા પછી અને શાસનનાં શરૂઆતનાં વર્ષોમાં જાણે ચીનને પલોટી દીધું હોય એવા પ્રચાર પછી, છેક આવો હુમલો થયો ત્યાં સુધી, મસુદ અઝહરને આતંકી જાહેર કરવાના, પ્રમાણમાં નાના ગણાય મુદ્દે વડાપ્રધાન ચીનને સમજાવી શક્યા નથી. આ હકીકતને ભૂતકાળના શાસકોની નિષ્ફળતાની ઓથે સંતાડીને વડાપ્રધાનનો બચાવ કરવામાં આપણે શહીદોની અને જવાનોની કઈ સેવા કરી ગણાય?
એવી જ રીતે, આવા હુમલા માટે વડાપ્રધાનને દોષી ઠેરવવાનું પણ યોગ્ય નથી. આવો હુમલો કોઈ પણ શાસનમાં થઈ શક્યો હોત. વડાપ્રધાનની ટીકા તેમની જવાબદારીના મુદ્દે નહીં, પણ તેમણે પ્રચારેલી ખોટી અપેક્ષાઓના મુદ્દે થાય, ત્યારે એ નમ્ર બનીને સાંભળવી પડે. તેને બદલે ટીકા કરનાર સામે બેફામ આક્રમક થઈ જવામાં દેશપ્રેમ-જવાનપ્રેમ છે કે વ્યક્તિપૂજા? વિચારવા જેવું છે.
કાશ્મીરના મુદ્દે ઉકેલ માટે બધા રાજકીય પક્ષો તેમના આઇટી સેલને ચૂપ રહેવાની સૂચના આપે અને રાજકારણને બાજુએ મૂકીને લાંબા ગાળાની રાષ્ટ્રીય નીતિ ઘડે, એ સૌથી મહત્ત્વનું છે. આપણે, નાગરિકોએ, એકને પાડવાને કે બીજાને ચડાવવાને બદલે, સૌને સાથે રાખીને તેમને સહિયારી નીતિના-સહિયારા ઉકેલની દિશામાં ધક્કા મારવાના છે. સાથોસાથ એ પણ યાદ રાખવાનું છે કે શક્ય એટલા કાશ્મીરીઓનો આ પ્રયાસમાં સાથ મળે. કાશ્મીરને ભારતથી અલગ થવાની આઝાદી નથી, એટલી સ્પષ્ટતા સાથે કાશ્મીરીઓની વાજબી રાવફરિયાદો સાંભળવા ને શક્ય હોય એટલી નિવારવા માટેનું તંત્ર ગોઠવાય, એ પણ ઉકેલની દિશાનું જ એક પગલું છે.
ગુનાનો પ્રકાર જોયા વિના, પહેલી તકે રાજદ્રોહના દંડા વીંઝવાથી, બીજા પાસેથી દેશભક્તિનાં પ્રમાણપત્રો માગીને કે તેમને દેશદ્રોહનાં પ્રમાણપત્રો આપીને આપણે જવાનોને નહીં, અલગતાવાદીઓને સાથ આપી રહ્યા છીએ, એ સમજવાનું છે. ચૂંટણી નજીક હોય ત્યારે કોઈ એક મુદ્દે લોકમતને ચોક્કસ દિશામાં વાળીને, બીજા મહત્ત્વના મુદ્દાની ચર્ચા પર પડદો પાડી દેવામાં ન આવે, એ પણ નાગરિક તરીકે આપણે જોવાનું છે.
નેતાઓનું મૂલ્યાંકન કરતી વખતે આપણાં કામની યાદી ઉપર પણ નજર રાખવા જેવી નથી લાગતી?

Tuesday, July 03, 2018
કાશ્મીર-કાશ્મીર રમવાની કેવી મઝા
'ગાંધીજી અંગ્રેજી રાજના ટેકેદાર હતા ને 'ગૉડ સેવ ધ ક્વિન'જેવાં વફાદારીનાં ગીત ગાતા હતા.’ –આવું કોઈ કહે તો? ટેકનિકલ રીતે વાત સાચી છે. કારણ કે લાંબા અરસા સુધી ગાંધીજી પોતાને અંગ્રેજી રાજના વફાદાર નાગરિક માનતા હતા અને રાજ પાસેથી ન્યાયી વર્તનની અપેક્ષા રાખતા હતા. પરંતુ ભારત આવ્યા પછી થોડા સમયમાં તેમના વિચાર બદલાયા અને તે અંગ્રેજી રાજ હટાવવાની લડતના નેતા બન્યા.
આ ઉદાહરણ આપવાનું કારણ : ગયા સપ્તાહે એક નેતાએ એ મતલબનું નિવેદન કર્યું કે સરદાર પટેલ હૈદરાબાદના બદલામાં કાશ્મીરનું સાટું કરવા તૈયાર હતા. મતલબ, તે કાશ્મીરને ભારતનું અવિભાજ્ય અંગ ગણતા ન હતા. ટેકનિકલ રીતે આ વાત પણ ખોટી નથી. દેશી રજવાડાંનો પ્રશ્ન ઊભો થયો ત્યારે ભૌગોલિક સ્થિતિ અને બહુમતી લોકોનો ધર્મ ધ્યાનમાં રાખીને, શાસકોને કોઈ એક દેશ સાથે જોડાઈ જવાનું કહેવામાં આવ્યું હતું. ત્યારે કાશ્મીર પાકિસ્તાન સાથે જોડાયું હોત તો સરદારે વાંધો ન લીધો હોત (એવું આધારભૂત રીતે નોંધાયું છે). પરંતુ કાશ્મીરના હિંદુ રાજા વેળાસર ન ભારત સાથે જોડાયા, ન પાકિસ્તાન સાથે. તેમને બંને દેશોથી અલગ, પોતાનું કાશ્મીરનું રજવાડું જાળવી રાખવું હતું. છેવટે પાકિસ્તાની હુમલાખોરો ચડી આવ્યા અને લૂંટફાટ કરતા છેક શ્રીનગર સુધી પહોંચવામાં હતા ત્યારે દબાણ હેઠળ મહારાજાએ ભારત સાથે જોડાણ કર્યું. પરંતુ ત્યાર પછી ગૃહ મંત્રી સરદારે કાશ્મીરને બચાવવા માટે ત્વરિત પગલાં ભર્યાં. એ વખતે સરદાર કાશ્મીરને જવા દેવા માટે બિલકુલ તૈયાર ન હતા. સાટું કરવાનો પછી કોઈ પ્રશ્ન જ ન હતો. એટલે સરદારનું કાશ્મીર વિશેનું જૂનું વલણ યાદ રાખવું અને ત્યાર પછીની નિર્ણયાત્મક કાર્યવાહી ભૂલાવી દેવી, એ ઇતિહાસ નથી, વાસ્તવિકતાનો ઉપહાસ છે.
અને કાશ્મીરની એ જ કઠણાઈ છે. તેની વાસ્તવિકતા સમજીને રાજદ્વારી કુનેહથી ઉકેલ આણવાને બદલે, તેમાંથી મહત્તમ રાજકીય ફાયદો દોહી લેવાની વૃત્તિની બોલબાલા રહી છે. કાશ્મીર પર પાકિસ્તાની આક્રમણનો મુદ્દો સંયુક્ત રાષ્ટ્રસંઘમાં લઈ જવા બદલ પંડિત નહેરુની વાજબી ટીકા કરવી એક વાત છે અને કાશ્મીરની વર્તમાન સ્થિતિ માટે સતત તેમને જવાબદાર ઠેરવતા રહેવું, એ સાવ બીજી વાત છે. કાશ્મીરની વર્તમાન સમસ્યાનાં મૂળીયાં પાકિસ્તાનના સરમુખત્યાર જનરલ ઝિયાના શાસનકાળમાં છે. અમેરિકાએ અફઘાનિસ્તાનમાં રહેલા સામ્યવાદી રશિયાના લશ્કરને હંફાવવા માટે પાકિસ્તાનનો ખભો વાપર્યો. પણ ખંધા ઝિયાએ ખભો આપીને ખિસ્સું કાપી લીધું. અમેરિકાના આશીર્વાદથી ધર્મના નામે આતંકવાદનો દૌર શરૂ કરાવ્યો અને કાશ્મીરમાં નવેસરથી હિંસાહોળી શરૂ કરાવી.
ત્યારથી કાશ્મીરમાં શરૂ થયેલો ઘટનાક્રમ અને એ મુદ્દે વિવિધ પક્ષોનાં વલણ પરથી એવું લાગે, જાણે તેમને ઉકેલમાં નહીં, સામેના પક્ષને દોષી ઠરાવવામાં જ રસ છે. ભાગલાના ચાર દાયકા પછી કાશ્મીરના પંડિતોને જે રીતે ખીણપ્રદેશ છોડવાનો વારો આવ્યો, તે ભાગલા પછીના સમયનું કરુણ વિસ્થાપન હતું. પરંતુ એ કરુણતાનો ઉપયોગ મોટે ભાગે રાજકીય મૂડીના સર્જન ખાતર થયો. 'કાશ્મીરના પંડિતો પર અત્યાચાર થયો ત્યારે તમે ક્યાં હતા?’ એ વાક્ય આક્રમક બચાવનું હથિયાર બન્યું. પોતાના પગ નીચે રેલો આવે ત્યારે એ વીંઝી પાડવાનું. (એ વખતે અને ત્યાર પછી પોતે ક્યાં હતાં, એનો જવાબ કોણ માગે?) કોઈની પીડાની રોકડી કરવામાં રાજકીય પક્ષો પાવરધા હોય છે. આ તો કાશ્મીરના પંડિતોની પીડા. તેમાં સમસ્યાઉકેલના નામે રાષ્ટ્રવાદ અને કોમવાદનું કાતિલ કોકટેઇલ બનાવી શકાય.
ભારતની એક આખી પેઢી કાશ્મીરમાં સમાન નાગરિક ધારો આણવાની નારાબાજી સાથે મોટી થઈ. શ્રીનગરના લાલ ચોકમાં કડક સુરક્ષા વચ્ચે ત્રિરંગો ફરકાવવાનું જોણું સિદ્ધિ તરીકે ગણાવાયું. બધા પ્રયાસ સમસ્યાને ઉકેલવાના નહીં, તેને શક્ય એટલી દોહી લેવાના હતા. પરિણામે, બાકીના ભારત માટે કાશ્મીર સંવેદનશીલ મુદ્દો બન્યું અને કાશ્મીરીઓ ગૌણ. કાશ્મીર જેવા મુદ્દે રાષ્ટ્રીય મુદ્દે રાજકીય પક્ષો વચ્ચે કદી એકમતી ન થઈ. કારણ કે ઉકેલ કરતાં સમસ્યા વધારે ફાયદાકારક જણાતી હતી.
કાશ્મીરના ખીણપ્રદેશમાંથી પંડિતોને હાંકી કઢાયા પછી, ત્યાં રહેલા સામાન્ય મુસ્લિમ કાશ્મીરીઓ સાથે સાર્થક સંવાદ સાધવામાં- તેમને વિશ્વાસમાં લેવામાં રાજકીય પક્ષો નિષ્ફળ ગયા અથવા તેમને એવો રસ ન હતો. કાશ્મીરી મુસ્લિમોમાં ઘણા પ્રકાર હતા : કાશ્મીર ભારતમાં જ રહે એવું ઇચ્છતા મુસ્લિમો, ભારતીય સૈન્ય નિર્દોષ નાગરિકોને ત્રાસવાદી કે તેમના સમર્થક ગણીને ત્રાસ ન ગુજારે એવું ઇચ્છતા મુસ્લિમો, પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરની બુરી દશાથી વાકેફ અને ભારત-પાકિસ્તાનથી અલગ એવું આઝાદ કાશ્મીર ઇચ્છતા મુસ્લિમો, પાકિસ્તાન પ્રત્યે સહાનુભૂતિ ધરાવતા અને અાઝાદ કાશ્મીર ખાતર પાકિસ્તાની ટેકાનો ઉપયોગ કરી લેવા માગતા મુસ્લિમો, પાકિસ્તાની કે પાકિસ્તાનથી તાલીમ મેળવીને કાશ્મીરમાં આતંક ફેલાવનારા મુસ્લિમો, તેમને ધર્મના નામે કે બીજા કારણસર મદદ આપતા મુસ્લિમો... પરંતુ આવા પ્રકારભેદમાં હીરો કે વિલન, રાષ્ટ્રવાદી કે રાષ્ટ્રદ્રોહી--એવી સહેલી પસંદગીને બદલે ગુંચવાડા પેદા થાય. એટલે કાશ્મીરની સ્થિતિ વિશેની પ્રચલિત છાપ અંતિમો વચ્ચે ઝુલતી રહી.
મોટી સંખ્યામાં કાશ્મીરીઓની લાગણી જાણ્યા અને જીત્યા વિના, માત્ર ને માત્ર લશ્કરી પગલાંથી કાશ્મીરને નહીં જાળવી શકાય, એ ભીંત પરનું લખાણ હતું. પણ સ્વાર્થના ડાબલા ચડાવ્યા પછી એ શાનું વંચાય? કાશ્મીરના સ્થાનિક રાજકીય પક્ષો પણ કાશ્મીરીઓના હિતના નામે પોતાના રોટલા શેક્યે રાખતા હતા. પાકિસ્તાન-ચીન જેવા દેશો સાથે લાંબી સરહદો ધરાવતું કાશ્મીર, ધારો કે ભારતથી છૂટું પડી ગયું તો પણ, સ્વતંત્રતાનાં ખ્વાબ કેવી રીતે જોઈ શકે? આઝાદ કાશ્મીરના નારા લગાવનારા પાસે આના જવાબો તો હોય, પણ તેમાં વાસ્તવદર્શન કેટલું ને આંબાઆંબલી કેટલાં, એ કોણ નક્કી કરે? બીજી તરફ ભારતીય સૈન્ય પર મુકાતા કાશ્મીરમાં ગેરવર્તણૂંકના આરોપો ગંભીર અને ચિંતાપ્રેરક હતા. કાશ્મીરીઓનું હિત ભારત સાથે રહેવામાં જ છે, એ શસ્ત્રબળથી સિદ્ધ કરવા જતાં લોકો ધીમે ધીમે વિમુખ થઈ જાય એ જોખમી શક્યતા હતી, જે હવે વાસ્તવિકતા બની છે. કાશ્મીરની સમસ્યા ચૂંટણીમુદ્દો ન હોઈ શકે અને ચૂંટણીમુદ્દો ન બનવી જોઈએ એવી સમજ તેના ઉકેલની દિશાનું પહેલું પગથીયું ગણી શકાય.

Wednesday, February 14, 2018
‘જો’ અને ‘તો’ : નિરર્થકતાનો ઑચ્છવ
જેને વાંચતાં-લખતાં જ નહીં, જોતાં-સાંભળતાં પણ આવડતું હોય એવી ભારતવર્ષની પ્રજા હવે જાણી ચૂકી હશે કે જો સરદાર પટેલ ભારતના પહેલા વડાપ્રધાન હોત તો...
આશ્ચર્ય હોય તો ફક્ત એટલું કે ‘જો’ અને ‘તો’નો આ જૂનો અને જાણીતો સિલસિલો કેમ ત્યાંથી શરૂ થઈને ત્યાં જ અટકી જાય છે? કલ્પનાના પતંગ ચગાવવા હોય તો આકાશ મોકળું છે.
***
જો સરદાર પટેલ ભારતના પહેલા વડાપ્રધાન હોત તો...
...તો ડિસેમ્બર, 1950માં તેમના મૃત્યુ પછી પંડિત નહેરુ ભારતના બીજા વડાપ્રધાન થાત અને તેમનો શાસનકાળ 1947-1964ને બદલે 1950-1964 થયો હોત—અને સંઘ-જનસંઘ-ભાજપ ઇત્યાદિના નેતાઓ કહેતા હોત, ‘જો સરદાર પટેલ દસેક વર્ષ વધુ જીવ્યા હોત તો...’
...તો સરદારે મહારાજા હરિસિંઘને કહ્યું હોત કે ભારત સાથે જોડાઈ જવું હોય તો ભારત સાથે જોડાવ ને પાકિસ્તાનમાં જવું હોય તો ત્યાં જાવ, પણ જે કરવું હોય તે વેળાસર કરો. સવાલ એ છે કે જો મહારાજા હરિસિંઘે વેળાસર કાશ્મીરને ભારત સાથે જોડી દીધું હોત તો તે બીજાં અનેક રજવાડાંની જેમ ભારતનો હિસ્સો બની જાત. ત્યાર પછી પાકિસ્તાની સૈન્ય છૂપા કે પ્રગટ વેશે કાશ્મીર પર હુમલો કર્યો હોત તો ભારતને કાશ્મીરનું રક્ષણ કરવાનો સત્તાવાર અધિકાર મળી જાત. ભારતના સૈન્યે તેને સરહદ પર જ પડકાર્યું હોત અને કાશ્મીરમાં ઘુસવા ન દીધું હોત.
...તો પણ અત્યારની કાશ્મીરસમસ્યા રહી હોત. કારણ કે અત્યારે જોવા મળતી કાશ્મીર સમસ્યાનાં મૂળ આઝાદીના વખતમાં છે એ સાચું, પણ તેને નવેસરથી અને ઉગ્ર સ્વરૂપ પાકિસ્તાનના સરમુખત્યાર જનરલ ઝીયાના શાસનકાળમાં મળ્યું. એ વખતે રશિયાએ અફઘાનિસ્તાનમાં લશ્કર મોકલ્યું. તેની સામે અમેરિકાએ પાકિસ્તાન-અફઘાનિસ્તાનના કટ્ટરપંથીઓને હથિયાર આપ્યાં. આ શસ્ત્રોનો ઉપયોગ કાશ્મીરને નવેસરથી સળગાવવા માટે અને તેમાં પાકિસ્તાનતરફી કટ્ટરવાદ ફેલાવવા માટે પણ કરવામાં આવ્યો.
એટલે મૂળ ‘જો’ અને ‘તો’ પરના નવા ચણાયેલા માળ છેઃ જો રશિયાએ અફઘાનિસ્તાનમાં સૈન્ય ન મોકલ્યું હોત તો....જો અમેરિકાએ પાકિસ્તાનને મદદ ન કરી હોત તો...જો ઝુલ્ફીકારઅલી ભુટ્ટોને ઉખેડીને જનરલ ઝિયા પાકિસ્તાનના સરમુખત્યાર ન બન્યા હોત તો…
***
રાષ્ટ્રવાદના નામે આંગળીચીંધામણાં અને ઢાંકપિછોડા કરવાનો જ મામલો હોય તો સાત દાયકાની સીમા શા માટે રાખવી? આપણી સંસ્કૃતિ તો હજારો વર્ષ જૂની છે.
જો સિંધુ સંસ્કૃતિનું પતન થયું ન હોત તો…
જો ગુપ્ત સામ્રાજ્યનો અસ્ત જ ન થયો હોત તો…
આ બધો વધારે દૂરનો ઈતિહાસ લાગે છે? ઠીક છે. જરા વધુ નજીક આવીએ.
જો ઇ.સ. 1526માં પાણીપતના પહેલા યુદ્ધમાં ઇબ્રાહિમ લોદીની સામે બાબર હારી ગયો હોત તો...
...તો ભારતમાં મોગલ વંશનું શાસન સ્થપાયું ન હોત.
...તો બાબર ભારતમાં ન હોત. એટલે તેના પૌત્ર અકબરનો પૌત્ર જહાંગીર પણ ગાદીએ ન બેઠો હોત.
...તો જહાંગીરના દરબારમાં અંગ્રેજ એલચી ટૉમસ રો હાજર ન થયો હોત અને જહાંગીરે તેને વેપારની પરવાનગી આપવાનો સવાલ પણ ઉભો ન થાત.
...તો અંગ્રેજોએ ભારતમાં વેપારના બહાને પગપેસારો ન કર્યો હોત.
...તો 1857નો સંગ્રામ થયો ન હોત અને એ થયો જ ન હોત, એટલે નિષ્ફળ પણ ન જાત.
...તો મોહનદાસ ગાંધી દક્ષિણ આફ્રિકામાં સત્યાગ્રહ પર સત્યાગ્રહ કરતા ત્યાં જ રોકાઈ પડ્યા હોત અને આજીવન આફ્રિકન નેશનલ કૉંગ્રેસના માર્ગદર્શક બની રહ્યા હોત.
...તો વલ્લભભાઈ બૅરિસ્ટર સુખેથી બૅરિસ્ટરી કરતા હોત અને સમૃદ્ધિમાં જીવન વીતાવ્યું હોત.
...તો કાશ્મીરની કોઈ સમસ્યા જ ન રહી હોત. કારણ કે રાજકીય એકમ તરીકે ભારતનું અસ્તિત્વ જ ન હોત. ભારત પાંચસો-સાતસો રજવાડાંમાં વહેંચાયેલું હોત અને એ..ય તે સંસ્કૃતિના પ્રેમીઓ ઘીદૂધની નદીઓના કિનારે મોજ કરતા હોત.
માટે, કાશ્મીર સમસ્યા માટે ખરેખર જો કોઈ જવાબદાર હોય તો એ ઇબ્રાહિમ લોદી છે.
***
આગળ જણાવેલી ‘જો’ અને ‘તો’ની દલીલો હાસ્યાસ્પદ- શેખચલ્લીના તરંગો જેવી લાગી? તેના વિશે ‘આવું તે કંઈ હોતું હશે?’ અથવા ‘એનું અત્યારે શું છે?’ એવી લાગણી થઈ? તેમાં કૉમન સૅન્સનો અભાવ લાગ્યો?
જવાબ ‘હા’ હોય, તો જણાવવાનું કે એ જ તેનો આશય હતો.
જે આ દલીલોમાંથી ઐતિહાસિક ખાંચાખૂંચી શોધવા બેસે અને તેની સામે ગંભીરતાથી પોતાની ‘જો’ અને ‘તો’ની થિયરીઓ રજૂ કરવા બેસે, તેમને પૂરી સહાનુભૂતિ સાથે જણાવવાનું કે તમે આખું કોળું શાકમાં જવા દઈ રહ્યા છો.
ઈતિહાસનો સૌથી સારો ઉપયોગ તેમાંથી સાચો બોધપાઠ લઈને કરી શકાય છે. ઈતિહાસની તોડેલીમરોડેલી હકીકતો કે અર્ધસત્યો કે પા-સત્યો વર્તમાનમાં તાણીને, તેના જોરે સ્વાર્થ સાધવાની કોશિશ થાય, ત્યારે એ પણ આ લેખમાં રજૂ કરેલી ‘જો’ અને ‘તો’ની દલીલો જેટલું જ અપ્રસ્તુત લાગવું જોઈએ. એ મુદ્દે જો કોઈ ચર્ચા હોઈ શકે તો તેની હાસ્યાસ્પદતાની અથવા તેની પાછળ રહેલા બદઈરાદાઓની જ હોય.
આવા ‘જો’ અને ‘તો’ દેશના વડાપ્રધાનના મોઢેથી નીકળે અને દેશની સંસદમાં ઉચ્ચારાય, ત્યારે સંબંધિત પાત્રોનું જ નહીં, આપણી, ભારતના નાગરિકોની સામાન્ય બુદ્ધિનું પણ અપમાન થતું લાગે છે. કૉંગ્રેસ લાંબો સમય સત્તામાં રહ્યો હોવાને કારણે તેને આવા ‘જો’ અને ‘તો’ નું શરણું લેવું પડ્યું નથી, પરંતુ દાયકાઓથી ચાલતાં આવાં અનેક અર્ધસત્યોને-જૂઠાણાંને રોકવામાં અને કચરાટોપલી ભેગા કરવામાં કૉંગ્રેસની નિષ્ફળતા પણ ઓછી ખેદજનક-શરમજનક નથી. આપણને રવાડે ચડાવવા એ નેતાઓનો ધંધો છે, પણ રવાડે ચડવું કે નહીં, તે આપણી પુખ્તતાનો અને સમજનો સવાલ છે.

Wednesday, May 03, 2017
માઓવાદીઓ, કાશ્મીરીઓ અને ભારતીયો
કાશ્મીરને કોણ સળગતું રાખે છે? આ સવાલનો જવાબ ઘણાના માટે બહુ સાદો છેઃ ‘પાકિસ્તાન’. જવાબ ખોટો નથી, તો સંપૂર્ણ સાચો પણ નથી. છેલ્લા બે વર્ષથી વચ્ચે થોડા વિરામ સાથે કાશ્મીરમાં અશાંતિનો નવો તબક્કો શરૂ થયો છે--અને કાશ્મીરના અભ્યાસીઓને લાગે છે કે આ તબક્કો ખતરનાક છે. કારણ કે તેમાં કાશ્મીરના ખીણપ્રદેશના લોકો, ખાસ કરીને યુવાનો મોટા પ્રમાણમાં અને સીધી રીતે સંકળાયેલા છે. વધારે ખરાબ સમાચાર એ છે કે તેમને પોલીસની-લશ્કરની, ઍન્કાઉન્ટરની કે ત્રાસવાદી લેખાવાની કશી બીક રહી હોય તેમ લાગતું નથી. તે બુરહાન વાની જેવા ત્રાસવાદી પ્રત્યે ખુલ્લેઆમ સહાનુભૂતિ પ્રગટ કરે છે, તેને શહીદ ગણે છે અને અંતિમવાદી રસ્તે, ભારતના શાસનની સામે પડી ગયા છે.
બીજી રીતે એમ પણ કહેવાય કે ભારત સરકાર કરતાં ત્રાસવાદીઓ તેમને વધારે પોતીકા લાગે છે. તેનો અર્થ એવો ખરો ભારત સરકાર તેમને પોતીકી નથી લાગતી, એટલે ત્રાસવાદીઓ પોતીકા લાગે છે? ના, સમીકરણ આટલું સાદું પણ લાગતું નથી. ખીણપ્રદેશમાં પ્રચંડ બહુમતી મુસ્લિમોની છે. આઝાદી પછી તરત શેખ અબ્દુલ્લાએ મહારાજા હરિસિંઘ સામે રાષ્ટ્રીય ચળવળનું નેતૃત્વ લીધું હતું અને તેને કોમવાદથી મુક્ત રાખી હતી. તેમના પક્ષમાં હિંદુઓ પણ હતા. હવે આટલાં વર્ષે અને પલટાઈ ચૂકેલા પ્રવાહ પછી, કાશ્મીરની ‘આઝાદી’ની માગણીમાં સ્વાયત્તતા અને અલગતાની સાથે ધર્મનો રંગ પણ ભળ્યો છે. કાશ્મીરમાં ભારતીય સૈન્યનો વિરોધ કરવો એ ઘણાને ધર્મયુદ્ધ નહીં તો ‘ધર્મ્ય’ યુદ્ધ તો લાગે જ છે.
પહેલાં ‘આઝાદી’ની કે (ભારતમાં રહીને પણ સંતોષી શકાય એવી) સ્વાયત્તતાની માગણીમાં મહદ્ અંશે એવી ભાવના કેન્દ્રસ્થાને હતી કે ‘અમે કાશ્મીરી છીએ. અમારી અલગ ઓળખ છે. અમારે અલગ રહેવું છે. અમને એ નિર્ણય લેવાની તક (જનમત થકી) મળવી જોઇએ.’ બદલાયેલી સ્થિતિમાં એ લાગણી ને માગણી કંઇક આવી હોય તેમ લાગે છેઃ ‘અમે કાશ્મીરી છીએ, ભારત અમને ભારતીય ગણતું નથી, અમને દેશની મુખ્ય ધારામાં સમાવતું નથી. અમારે ભારતીય ગણાવું પણ નથી, અમારી સ્વતંત્રતાની માગણીને ભારત કચડી રહ્યું છે, ભારતીય સૈન્ય અમારી સાથે ક્રૂર વર્તન કરે છે, તેમનો અત્યાચાર સહન કરવાને બદલે શક્ય હોય એ રીતે મુકાબલો કરવો એ ધર્મ છે, અમારા શત્રુ એવા ભારતીય સૈન્ય સામે જે કોઈ પણ હથિયાર ઉઠાવે તે અમારા હીરો છે અને તે ધર્મયુદ્ધ ખેલી રહ્યા છે તેને અમારો ટેકો છે.’ આટલું ઓછું હોય તેમ, કેન્દ્રની એનડીએ સરકાર દ્વારા કે રાજ્યોની ભાજપ સરકાર દ્વારા લેવાતા ધાર્મિકતાની છાંટ ધરાવતા નિર્ણયો અવિશ્વાસની આગમાં પેટ્રોલ હોમવાનું કામ કરે છે.
અત્યાર લગી ભારતની સૌથી મોટી તાકાત કાશ્મીરમાં યોજાતી ચૂંટણીઓ હતી. તેમાં લોકોની નોંધપાત્ર હિસ્સેદારીથી ભારત વિશ્વ સમક્ષ એવો દાવો કરી શકતું હતું કે ‘જુઓ, કાશ્મીરના લોકો કાશ્મીરને ભારતનું અંગ ગણે છે. એટલે જ ભારતીય બંધારણ અને લોકશાહીના અભિન્ન-અનિવાર્ય હિસ્સા જેવી ચૂંટણીપ્રક્રિયામાં ભાગ લે છે.’ પરંતુ છેલ્લી પેટાચૂંટણીમાં શ્રીનગરમાં થયેલા કંગાળ (7.13 ટકા) મતદાન પછી બીજી પેટાચૂંટણી મોકુફ રાખવી પડી તેનાથી વાત વણસી છે. અલબત્ત, રાજ્યમાં થયેલી વિધાનસભાની ચૂંટણીમાં લોકોએ મોટા પ્રમાણમાં મતદાન કર્યું હતું. પરંતુ ત્યારના સંજોગો જુદા હતા અને હવે કેન્દ્રમાં એનડીએ સરકાર-કાશ્મીરમાં ભાજપ-પીડીપી યુતિ સરકારને ઠીક ઠીક સમય વીતી ચૂક્યો છે. પરંતુ અગાઉની ચૂંટણી વખતે વ્યાપ્ત આશાનું સ્થાન નિરાશાએ લીધું છે.
મોટા પ્રમાણમાં જનસમુદાયની આ સ્થિતિ છે, ત્યારે કાશ્મીરમાં સૈન્યની છાવણીઓ પર ત્રાસવાદી હુમલા ચાલુ છે--અને દરેક વખતે ભારતના પક્ષે થતી ખુવારી સર્જિકલ સ્ટ્રાઇક વખતે વ્યક્ત થયેલી ભાવનાને શરમાવતી રહે છે. પાકિસ્તાનના ‘નૉનસ્ટેટ એક્ટર્સ’ (પાકિસ્તાની શાસકો-સૈન્યનો બિનસત્તાવાર ટેકો ધરાવતાં જૂથ) કાશ્મીરમાં ખુવારી કરતાં રહે છે અને વખતોવખત પાકિસ્તાની સત્તાધીશો કે સૈન્યવડા પણ કાશ્મીર વિશે તેમની ખોરી દાનત વ્યક્ત કરતા રહે છે.
કાશ્મીરની હિંસાની સાથે માઓવાદી હિંસા પણ સંભારવા જેવી છે. કાશ્મીરીઓ અને માઓવાદીઓ વચ્ચેનું એક સામ્ય એ છે કે તે પોતાનો પ્રદેશ ભારતથી અલગ કરવા ઇચ્છે છે. માઓવાદીઓ અત્યાધુનિક હથિયારો સાથે તે અર્ધલશ્કરી દળો પર ઘાતક હુમલા કરે છે અને અદૃશ્ય થઈ જાય છે. તેમની છાપામાર પદ્ધતિની સરખામણીમાં કાશ્મીરના દેખાવકારો ઉઘાડેછોગ પથ્થરબાજી કરે છે. ત્યાં ઘાતક શસ્ત્રો અને ઘાતકી હુમલાનો હવાલો પાકિસ્તાનપ્રેરિત ત્રાસવાદી જૂથોએ સંભાળ્યો છે. ભૂગોળની વિષમતાને લીધે સરહદને અભેદ્ય બનાવી શકાતી નથી. એટલે ત્રાસવાદીઓ સહેલાઈથી સરહદ પાર કરીને ભારતમાં આવી જાય છે. એમ તો, માઓવાદીઓને ચીન તરફથી મદદ મળતી હોવાના ઇશારા ભૂતકાળમાં થયા છે. પરંતુ પાકિસ્તાનની જેમ ચીન સીધી રીતે ક્યાંય ચિત્રમાં આવતું નથી.
માઓવાદગ્રસ્ત છત્તીસગઢ જેવા પ્રદેશો કરતાં કાશ્મીરની સ્થિતિ અનેક રીતે જુદી છે. માઓવાદીઓની જેમ કાશ્મીરમાં ત્રાસવાદી સંગઠનો સ્થાનિક સહાનુભૂતિ ધરાવે છે. પરંતુ કાશ્મીરમાં માઓવાદ કરતાં વધારાની બાબત ધર્મ છે. તેના કારણે અસંતુષ્ટ એવા સ્થાનિક લોકો વધારે સહેલાઈથી ત્રાસવાદીઓ સાથે એકરૂપતા અનુભવી શકે છે. માઓવાદી હિંસાના મામલે માઓવાદીઓ, સ્થાનિક લોકો અને સરકાર એમ ત્રણ મુખ્ય પક્ષો છે. તેમાં વાટાઘાટો માઓવાદીઓ સાથે કરવાની રહે છે, જ્યારે કાશ્મીરસમસ્યાના ભાગીયા (અંગ્રેજીમાં ‘સ્ટેકહોલ્ડર્સ’ અને દેશી ગુજરાતીમાં ‘અભાગિયા’ પણ કહી શકાય) એવા ઘણા પક્ષ છેઃ કાશ્મીરના લોકો, ભારત સરકાર, ભારતીય સૈન્ય, કાશ્મીરના સત્તાવાર રાજકીય પક્ષો, તેમાં વળી થોડોઘણો અલગતાનો સૂર ધરાવતો પીડીપી જેવો પક્ષ, સંપૂર્ણ અલગતાવાદી હુર્રિયત કોન્ફરન્સ, પાકિસ્તાનપ્રેરિત ત્રાસવાદને કારણે જેમને વતનવિહોણા થવું પડ્યું એવા કાશ્મીરી પંડિતો, પાકિસ્તાનમાં રહીને કાશ્મીરમાં ત્રાસવાદ ફેલાવતાં જૂથો અને પાકિસ્તાન પોતે. માટે, કાશ્મીરની લડાઈ વ્યવહારિક પ્રશ્નો અને તેના વ્યવહારિક ઉકેલોથી બહુ દૂર- બહુ આગળ નીકળીને, લગભગ ‘લડાઈ ખાતર લડાઈ’ના તબક્કે પહોંચી ગઈ છે. ખુવારી તો બન્ને પક્ષે થાય છે, પણ સામા પક્ષની ખુવારી ગણતરીપૂર્વકની અને ઘણા કિસ્સામાં ધર્મઝનૂનનો નશો ચડાવનારી હોય છે, જ્યારે ભારતના પક્ષે એક પણ સૈનિક કાશ્મીરમાં ત્રાસવાદી હુમલામાં માર્યો જાય, તો તેની ભારતના નૈતિક બળ ઉપર અસર પડી શકે છે. તેના સરવાળારૂપે ક્યારેક લોકલાગણી જાગે, તો તેને બીજા રસ્તે વળેલી રાખવાના રાજનેતાઓએ નીતનવા નુસખા શોઢી કાઢવા પડે છે.
કાશ્મીરની કે માઓવાદની સમસ્યા ચપટીમાં ઉકેલાવાની અપેક્ષા કોઈ ન રાખે, પણ એ દિશામાં વાતચીત માટે બન્ને પક્ષો વચ્ચે જરૂરી સામાન્ય ભૂમિકા પણ અત્યારે તો વર્તાતી નથી.

Tuesday, October 04, 2016
સ્ટ્રાઇકને આવકાર, ઘેલછાને 'નમસ્કાર'
ભારતીય સૈન્યે
પાકિસ્તાનના તાબા હેઠળના કાશ્મીરમાં કરેલી સર્જિકલ સ્ટ્રાઇકના પગલે દેશમાં હરખની
હેલી ચઢી. મીઠાઇ વહેંચવાથી માંડીને ચાર રસ્તે દેખાવો યોજવા સુધીનાં લાગણી-પ્રદર્શન
થયાં. પરદેશથી આવેલા કોઇને એવું જ લાગે, જાણે ભારતે પાકિસ્તાન સામેનું યુદ્ધ જીતી લીધું છે અથવા
કાશ્મીરની-ત્રાસવાદની સમસ્યા કાયમ માટે ઉકલી ગઇ છે.
લશ્કરી પ્રવક્તાએ કરેલું નિવેદન નાગરિકો માટે
આવકાર્ય અને પૂરતું હોવું જોઇએ. તેમણે કહ્યું કે ભારતીય સૈન્યે હાથ ધરેલી સર્જિકલ
સ્ટ્રાઇક્સમાં ત્રાસવાદીઓ અને તેમને મદદ કરનારાના પક્ષે ભારે જાનહાનિ થઇ છે. ભારતીય
સૈન્યની કમાન્ડો ટુકડી લાઇન ઓફ કન્ટ્રોલમાં ઘૂસી ગઇ કે હેલિકોપ્ટરમાં પેરાટ્રુપર
(છત્રીસૈનિકો) મોકલવામાં આવ્યાં—એવી કોઇ વિગત સૈન્ય પ્રવક્તાના સત્તાવાર નિવેદનમાં આવતી નથી.
કેટલાંક પ્રસાર માધ્યમો તેમનાં ખાસ સૂત્રોને ટાંકીને હેલિકોપ્ટર અને
પેરાટ્રુપર્સનાં પરાક્રમી વર્ણનો બેધડક પ્રસારિત કરતાં હતાં, ત્યારે ભારતના માહિતી પ્રસારણ ખાતાના રાજ્ય
કક્ષાના મંત્રી રાજ્યવર્ધનસિંઘ રાઠોડે કહ્યું કે આ સ્ટ્રાઇકમાં હેલિકોપ્ટરનો ઉપયોગ
થયો ન હતો. તેમણે એવું કહ્યું કે ભારતીય સૈનિકોએ જમીનરસ્તે લાઇન ઓફ કન્ટ્રોલ ઓળંગી
હતી.
સૈન્ય પ્રવક્તાનું નિવેદન બહુ વ્યાપક, ફાંકાફોજદારી વગરનું છે—અને એવું જ હોવું જોઇએ. તેમના નિવેદનમાં એક
સંભાવના એવી પણ રહે છે કે લાઇન ઓફ કન્ટ્રોલ ઓળંગ્યા વિના, આ પાર રહીને, ચોક્કસ માહિતીના-ઇસરોએ પૂરી પાડેલી ઉપગ્રહ
તસવીરોના આધારે, ફક્ત
આર્ટિલરીથી (તોપદળથી) પેલે પારનાં કેટલાંક ઠેકાણાં પર હુમલો કરવામાં આવ્યો હોય ને
તેમને નષ્ટ કરવામાં આવ્યાં હોય. આપણા માટે ખરું મહત્ત્વ ભારતીય સૈન્યે કરેલી
અસરકારક કાર્યવાહીનું છે. પાકિસ્તાનના તાબા હેઠળના કાશ્મીરમાં આવેલી ત્રાસવાદી
છાવણીઓ પર લાઇન ઓફ કન્ટ્રોલ ઓળંગીને હુમલો થાય કે ઓળંગ્યા વિના, તેમાં હેલિકોપ્ટર-કમાન્ડોનો ઉપયોગ થાય કે ન
થાય, નાગરિકોને
અસરકારક કાર્યવાહીથી આનંદ થવો જોઇએ. એને બદલે ‘એક્સક્લુઝિવ માહિતી’ના નામે પ્રસાર માધ્યમોએ મન ફાવે તેમ
અહેવાલો ચલાવ્યા. તેમાં રહેલો નક્કર માહિતીનો અભાવ તથા દેખીતી વિસંગતીઓ ભારતીય
પ્રસાર માધ્યમોને હાસ્યાસ્પદ બનાવવા ઉપરાંત, ભારતીય સૈન્યના દાવાની ગંભીરતા ઘટાડે છે, એ તેમને કેમ નહીં સમજાયું હોય?
શું આપણે હાસ્યાસ્પદ
દાવા કરવાની હરીફાઇમાં પણ પાકિસ્તાનને હરાવી દેવાનું છે?
આવું કરવાની શી જરૂર? જવાબ છેઃ ટીઆરપી એટલે કે ધંધો. સર્જિકલ
સ્ટ્રાઇક વિશે મુદ્દા પરથી વાર્તા બનાવવાની હરીફાઇમાં પાછળ રહી જવું કોને પોસાય? આતુર ઓડિયન્સ દેશભક્તિની કીક અનુભવવા માટે
સાચુંખોટું વિચાર્યા વિના જે મળે તે ગટગટાવી જવા આતુર હોય, ત્યારે ગળણીઓ વાપરવાની પરવા કોણ અને શા
માટે કરે? મીડિયાની આ
જૂની રીત છે. તેનાથી લોકોમાં દેશભક્તિ તો જાગતાં જાગે, પણ જેમને સવાલ પૂછી ન શકાય અને દેશભક્તિના
નામે જેમની ફક્ત આરાધના જ થઇ શકે, એવા નવા ઉદ્ધારકો પેદા થાય છે, લોકશાહીમાં ઉદ્ધારકોની નહીં, પણ જેને સવાલ પૂછી શકાય અને જવાબ મેળવી
શકાય એવા નેતાઓની જરૂર હોય છે. સરકારને સ્વાભાવિક રીતે જ આવાં જૂઠાણાં સામે વાંધો
ન હોય. કારણ કે, તેનાથી
વડાપ્રધાનના નારાજ ચાહકવર્ગને ફરી પાછી ચીઅરલીડરી કરવાની તક પ્રાપ્ત થાય.
સર્જિકલ સ્ટ્રાઇકની સૈન્ય કાર્યવાહીને આખી ઘટનાને
ભારતની પાકિસ્તાનનીતિ સંદર્ભે જોવા અને આવકારવાને બદલે, નરેન્દ્ર મોદીના ‘ઘરમાં ઘૂસીને મારવાના’ ભૂતકાળના દાવાના સમર્થન તરીકે અને ‘જોયું? સાહેબે કેવું પરાક્રમ કરી બતાવ્યું?’—એ રીતે જોવામાં નકરી બાલિશતા છે. પરંતુ
લશ્કરે આપેલા મુદ્દા પરથી મન ફાવે તેવી કહાણીઓ બનાવનાર સરેરાશ મીડિયાએ આ બાલિશતાને
પુખ્તતાના માર્ગે વાળવાની કોશિશ કરવાને બદલે, ધંધામાં ધ્યાન આપ્યું છે.
વડાપ્રધાનના ચાહકોને વાજબી રીતે પ્રશ્ન થઇ શકેઃ ‘શું સર્જિકલ સ્ટ્રાઇકમાં નરેન્દ્ર મોદીનો
કોઇ ફાળો નહીં? તેમને કશો જશ
ન મળે?’ તેનો જવાબ છેઃ
સર્જિકલ સ્ટ્રાઇકના પગલા માટે—અને તેનાથી પાકિસ્તાન અને અમેરિકાને જે સંદેશો મળ્યો હોય, તેના માટે વડાપ્રધાન અભિનંદનના અધિકારી છે.
લશ્કરે સંયમિત રીતે કરેલી સર્જિકલ સ્ટ્રાઇકની જાહેરાતથી આંતરરાષ્ટ્રીય સમુદાયને પણ
ખબર પડી છે કે હવે
ભારતની ધીરજ ખૂટી છે—અથવા ભારત કમ સે કમ એવો સંદેશો આપવા માગે છે. એટલે, ભૂતકાળમાં ભારતીય સૈન્યે આ પ્રકારની
સર્જિકલ સ્ટ્રાઇક કરી હોય તો પણ, આ વખતની સ્ટ્રાઇક અને તેની સૈન્ય દ્વારા કરાયેલી જાહેરાતથી જે
કંઇ સારી અસર થઇ, તેના જશનો
મોટો હિસ્સો વડાપ્રધાનનો છે.
સમજવાનું એ છે કે લશ્કરની વ્યૂહાત્મક, સંયમિત જાહેરાત પરથી ફિલ્મી કલ્પનાઓ કરીને, વડાપ્રધાન કેવા છપ્પનની છાતીવાળા છે અને
પાકિસ્તાનને ઘરમાં ઘૂસીને કેવો પાઠ ભણાવી દીધો, એવાં ઘેલાં કાઢવામાં દેશનું સારું દેખાતું
નથી. આવી વાર્તાઓ બનાવનારા અને માનનારાની આંતરરાષ્ટ્રીય સમુદાયમાં કિંમત થઇ જાય છે
અને એવી જ છાપ ઊભી થાય છે કે ભારતમાં મોટા જનસમુદાયને કેટલી સહેલાઇથી ચગડોળે ચડાવી
શકાય છે. (અલબત્ત, આ બાબતમાં ભારતીયો એકલા કે અપવાદરૂપ નથી, એ નોંધવું જોઇએ.)
આ પ્રકારની, શાંત ચિત્તે અને મીઠાઇઓ વહેંચવાના-ફટાકડા ફોડવાના ઉભરા વિના થતી
વાત વડાપ્રધાનના ભક્તોને રંગમાં ભંગ પાડનારી લાગે છે. એટલું જ નહીં, તે આને વડાપ્રધાનની ટીકા તરીકે ખપાવે છે. આ
પ્રકારના વિશ્લેષણમાં ટીકાનો ભાવ વડાપ્રધાન કે તેમણે લીધેલા નિર્ણય માટે નહીં, પણ પૂરું જાણ્યાસમજ્યા વિના મનગમતી વાર્તાઓ
ઉપર હરખપદુડા થઇ જવાની વૃત્તિ વિશે છે, એ તેમને સમજાતું નથી.
‘સર્જિકલ સ્ટ્રાઇક થાય તેનો તમને આનંદ કેમ
નથી થતો?’, ‘તમે કેમ પાણીમાંથી પોરા કાઢવા બેસો છો?’—એવા સવાલ કેટલાકને થઇ શકે છે. પરંતુ ભક્તિની
અને ગુસ્સાની બાદબાકી કરીને કોઇ પણ ભારતીય જાતે વિચારશે, તો તેને આ સવાલનો જવાબ મળી જશે. સર્જિકલ
સ્ટ્રાઇકની કાર્યવાહી પાકિસ્તાનનીતિના સંદર્ભે આવકારદાયક હોવા છતાં, તે લાંબા ઘટનાક્રમનો એક પડાવ છે. તે અંતિમ
બિંદુ નથી. 1971ના યુદ્ધમાં અઠવાડિયામાં ભારતે પૂર્વ પાકિસ્તાનને પશ્ચિમ
પાકિસ્તાનથી સ્વતંત્ર, અલગ દેશ તરીકે છૂટું પાડી આપ્યું, એવી કોઇ આખરી પરિણામલક્ષી આ કાર્યવાહી નથી.
માટે તેની પ્રશંસા એ માપમાં, એ પ્રમાણમાં કરવાની હોય.
સર્જિકલ સ્ટ્રાઇકનું પગલું યોગ્ય અને આવકારદાયક
હતું. પરંતુ તેને જે રીતે વડાપ્રધાનની વ્યક્તિગત બહાદુરીના અકાટ્ય પુરાવા તરીકે
અને તેમના ટીકાકારોના અત્યાર લગીના સંખ્યાબંધ સવાલોના આખરી જવાબ તરીકે રજૂ કરવાની
વૃત્તિ જોવા મળી. એનાથી ફરી એક વાર સિદ્ધ થઇ ગયું કે નાગરિક તરીકેના ઘડતરમાં આપણે
કેટલું બધું અંતર કાપવાનું બાકી છે અને નાગરિકત્વની લાઇન ઓફ કન્ટ્રોલ ઓળંગીને
ભક્તિના પ્રદેશમાં આપણે કેટલા સહેલાઇથી પહોંચી જઇએ છીએ
Tuesday, September 20, 2016
કાશ્મીર હુમલો, લોકલાગણી અને રાજનેતાઓ
ઉરીમાં લશ્કરી ટુકડીઓ પર ચાર આત્મઘાતી ત્રાસવાદીઓએ કરેલા હુમલામાં ૧૮ સૈનિકોએ જીવ
ખોયા. થોડા મહિના પહેલાં પઠાણકોટના હવાઇ મથક પર આવી જ રીતે ત્રાસવાદીઓએ હુમલો
કર્યો હતો. અલબત્ત, ઉરીની ખુવારી વધારે મોટી છે.
ઘણાને એ ફક્ત વધારે મોટી જ નહીં, વધારે શરમજનક પણ
લાગી છે. કારણ કે વર્ષોથી મર્દાના રાષ્ટ્રવાદનાં ગાણાં ગાતા અને સત્તાધારી પક્ષ પર
કાયરતાનો આરોપ મૂકતા નેતાઓના શાસનમાં એ ઘટના બની છે. ત્રાસવાદી-આત્મઘાતી હુમલો અને
સૈનિકોનાં મૃત્યુનો પ્રસંગ રાજકારણ ખેલવાનો કે રાજનેતાઓની ટીકા કરવાનો ન હોઇ શકે.
પરંતુ એવું થાય તો તેના માટે વર્તમાન સત્તાધીશોની જવાબદારી જરાય ઓછી નથી. સોશ્યલ
મિડીયાના આગમન પછી અને પહેલાં પણ તેમણે લોકોની કાશ્મીર વિશેની ‘સમજ’ ઘડી છે,
સમજ અને લાગણીની ભેળસેળ કરી છે અને કાશ્મીર સમસ્યા માટે ફિલ્મી હીરોના પરાક્રમ
જેવી અપેક્ષાઓ ઊભી કરી છે.
ઉદાહરણ તરીકે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી. તેમણે પઠાણકોટ
હુમલાની જેમ ઉરી હુમલાની પણ કડક ટીકા કરી અને હુમલાખોરોને બક્ષવામાં નહીં આવે, એ
મતલબનાં નિવેદનો ટ્વિટર પર જારી કર્યાં. સામાન્ય સંજોગોમાં, આરંભિક પ્રતિક્રિયા
તરીકે આટલું પૂરતું ગણાવું જોઇએ. પરંતુ સામાન્ય સંજોગોને અસામાન્ય બનાવવાનું અને
લોકોની અપેક્ષાઓ ભડકાવવાનું કામ બીજું કોઇ નહીં, ખુદ નરેન્દ્ર મોદીએ જ કર્યું હોય
તો? વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઠાવકાઇ સામે વિરોધ
પક્ષના નેતા નરેન્દ્ર મોદીની નિવેદનબાજી આવીને ઉભી રહે તો તેમાં કોનો વાંક કાઢવો? પાકિસ્તાનના હુમલા વિશે બોલવાનું આવે ત્યારે મોદી
કેવા બેફામ થઇ જતા હતા, તેનો નમૂનો ઉરી હુમલા પછી વધુ એક વાર ઇન્ટરનેટ પર ફરતો થયો
છે. ત્રાસવાદી હુમલા પછી બેજવાબદાર-ઉતાવળીયું પગલું ભરવાને બદલે, એકંદરે વડાપ્રધાનના
હોદ્દાને છાજે એવી ઠાવકાઇથી વર્તી રહેલા મોદી જૂના રેકોર્ડિંગમાં ફિલ્મી
ડાયલોગબાજી કરતા દેખાય છે—અને એ પણ પીટ ક્લાસના ઓડિયન્સને રીઝવે એવી.
કેન્દ્ર સરકારની નબળાઇ વિશે આકરાં વેણ ઉચ્ચારતા
મોદી જૂના રેકોર્ડિંગમાં કહે છે કે પાકિસ્તાનને એની જ ભાષામાં જવાબ આપવો જોઇએ. ‘તમે શું કરો?’ એવા
સવાલના જવાબમાં તેમણે કહ્યું કે ‘ગુજરાતમાં
જેવું કર્યું હતું તેવું.’ ગુજરાતમાં
શું કર્યું હતું? સામુહિક હિંસા? નકલી
એન્કાઉન્ટર? (જોગાનુજોગે ગુજરાતમાં એન્કાન્ટરબાજ
પોલીસ અફસરો જેલમાં ગયા પછી મુખ્ય મંત્રી પર એકેય હુમલો થયો ન હતો.) ‘પાકિસ્તાન હુમલો કરે ત્યારે આપણી સરકાર અમેરિકા
જઇને રડે છે...એ વખતે અમેરિકા જવાનું હોય કે પાકિસ્તાન?’...પાકિસ્તાનને
લવલેટર લખવાનું બંધ કરવું જોઇએ...આવા તેમના સંવાદ પર તાળીઓ પડતી હતી. તાળીઓ
પાડનારાને સની દેઓલ અને નરેન્દ્ર મોદી વચ્ચે કશો ફરક લાગતો ન હતો.
રજત શર્માએ આક્રમકતાથી વળતો જવાબ આપવામાં
આંતરરાષ્ટ્રિય દબાણનો મુદ્દો ચીંધ્યો, ત્યારે મોદીએ કહ્યું હતું કે 100 કરોડના દેશને
વળી દબાણની શી ચિંતા. એ દબાણ ઊભું કેમ ન કરી શકે. તેમની નાટકીય ડાયલોગબાજીનો સાર એ
હતો કે વાંધો કેન્દ્રીય નેતાગીરીમાં છે.
હવે એ જ મોદી કેન્દ્રીય નેતાગીરીમાં સર્વોચ્ચ પદ
ધરાવતા હોય, ત્યારે તેમના ઇન્ટરવ્યુની વિડીયોને કેવી રીતે જોવી? ટ્વિટરીયા-ફેસબુકિયા પ્રજા રાષ્ટ્રવાદના નામે
ગલ્લાશાહી (પાનના ગલ્લે વ્યક્ત થાય એવી) અપેક્ષાઓ સંતોષવા માટે બૂમરાણ મચાવે અને
તેમાં નિષ્ફળ જવા બદલ વડાપ્રધાન પર પસ્તાળ પાડે, ત્યારે વાંક કોનો? છીછરી સમજના આધારે અવ્યવહારુ અપેક્ષા રાખનારાનો
કે તેમનામાં આવી અપેક્ષા જગાડીને, તેને અસલી રાષ્ટ્રવાદ તરીકે સ્થાપિત કરનાર નેતાગીરીનો?
અહીં જૂની કે નવી એકેય સરકારનો બચાવ કરવાનો ઇરાદો
નથી. પરંતુ પોળના અને દેશના રાજકારણમાં ફરક હોય છે એ નાગરિકોએ સમજવું પડે—અને
વિરોધના ઉત્સાહમાં વિપક્ષી નેતાઓ લોકોને કદી એ સમજાવતા નથી ને શક્ય હોય ત્યાં સુધી
સમજવા દેતા નથી. એટલે લોકોના મનમાં એવી જ છાપ ઉભી થાય છે કે આ તો બહારની પોળવાળા
આપણી પોળના છોકરાઓને મારી ગયા. એટલે આપણે તત્કાળ સામેની પોળ પર હલ્લો લઇ જવો જોઇએ.
તો જ આપણે મરદના બચ્ચા. લોકોની આ માન્યતાને કહેવાતી રાષ્ટ્રવાદી વિચારધારાનો
રાજકીય ટેકો મળે એટલે કારેલું લીમડે ચડ્યા જેવો ઘાટ થાય.
થોડું વાંચનારા-વિચારનારા
પાસે ઇઝરાઇલના દાખલા હાથવગા હોય. બીજા વિશ્વયુદ્ધમાં લાખોની સંખ્યામાં હણાયેલા
યહુદીઓની માનસિક સ્થિતિ અને તેનો પ્રત્યાઘાત તથા રાષ્ટ્ર તરીકે ઇઝરાઇના
અસ્તિત્ત્વની અસલામતી જેવી બાબતો ધ્યાનમાં લીધા વિના, બધાને ‘ઇઝરાઇલવાળી’ કરવી
હોય. ખરું જોતાં, નરેન્દ્ર મોદી વડાપ્રધાન બને તો જે ઘણાં ભયસ્થાન વ્યક્ત થયાં
હતાં, તેમાંનું એક પાકિસ્તાન પ્રશ્ને બેજવાબદાર વર્તણૂંકનું હતું. આ બાબતમાં
નરેન્દ્ર મોદીએ ટીકાકારોની ચિંતા (અત્યાર સુધી) ખોટી પાડી છે. માટે, અગાઉ મોદીની
ડાયલોગબાજી પર ઉછળી ઉછળીને દાદ આપતા તેમના ભક્તમંડળની આંખ ખુલવી જોઇએ. આ વ્યક્તિગત
કે પક્ષગત ટીકા-પ્રશંસાનો મુદ્દો નથી. ભારત જેવા લોકશાહી દેશના વડાપ્રધાન બન્યા
પછી શું થાય ને શું ન થાય, તેના મૂળભૂત વિવેકની વાત છે. (જે અત્યાર સુધી રાષ્ટ્રવાદના ભાજપી-સંઘી રંગે રંગાયેલા લોકોને સમજાતી ન હતી.)
ત્રાસવાદી હુમલો થાય એટલે સોશ્યલ નેટવર્ક પર
સવાયા રાષ્ટ્રવાદી દેખાવાની કે નેતાગીરીની ટીકા કરવાની ઘેટાંદોડ ચાલે છે. આવા
હુમલાથી દુઃખ અને આઘાત લાગે જ. પણ સરકારને ઝૂડવા બેસી જનારાએ વિચારવું જોઇએ કે
કાશ્મીર સરહદે ઘૂસણખોરી (કુદરતી-ભૌગોલિક કારણોસર) પ્રમાણમાં કેટલી સહેલી છે અને કોઇ
માણસ પોતે મરવાનું નક્કી કરીને આવે ત્યારે તેને ખુવારી કરતો અટકાવવાનું કેટલું
અઘરું છે. પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય મંચ પર એકલું પાડવાનું હવે પૂરતું નથી. કારણ
કે તેને કાયમી-બળુકા અને અમેરિકાની પણ ઐસીતૈસી કરનારા ચીનનો સાથ મળી ચૂક્યો છે. પાકિસ્તાનની
સરહદમાં જઇને તેના પંદર-પચીસ સૈનિકોને મારી નાખવાનું પણ પૂરતું નથી.
લોકલાગણી
સંતોષવા અને પોતે અત્યાર સુધી કરેલી ફાંકાફોજદારીને યોગ્ય ઠરાવવા માટે આવો બદલો
લેવાની કબીલાઇ ભાવનાથી જરા આગળ વધવું પડે. પાકિસ્તાનમાં ઘૂસીને ત્રાસવાદીઓને મારવા
હોય તો વડાપ્રધાને પણ અમેરિકાને જ કહેવું પડશે (અને આપણે તેમના જેવા નહીં
થઇએ-તેમની મિમિક્રી નહીં કરીએ) ગુપ્તચર તંત્રને વધારે ચુસ્ત બનાવવું પડે, પાકિસ્તાનના
નાગરિકોને નહીં, તેની ધરતી પરથી બેરોકટોક કામ કરતાં જૈશ-એ-મહંમદ અને લશ્કરે તૈયબ
જેવાં ત્રાસવાદી સંગઠનોને નિશાન બનાવવા પડે. તેમની પર પાકિસ્તાની સરકાર તરફથી
સત્તાવાર અને અમેરિકા જેવા સાથીદેશ તરફથી બિનસત્તાવાર (તેમના અડ્ડા પર ડ્રોન હુમલા
જેવું) દબાણ ઉભું કરાવવું પડે. આમાનું કશું સ્વિચ દાબવાથી કે સોશ્યલ મિડીયા પર
બેફામ પ્રલાપ કરવાથી ન થઇ જાય.
પણ કોઇ રાજકીય પક્ષ નાગરિકોને આવું શા માટે
સમજાવે? ને સત્તાધારીઓ આવું કહે તો નાગરિકો (અત્યાર
સુધીની ‘તાલીમ’ના
કારણે) માને પણ શી રીતે?
Labels:
kashmir,
Narendra Modi/નરેન્દ્ર મોદી,
pakistan,
politics,
terrorism
Thursday, September 01, 2016
કાશ્મીર : મુગ્ધ ‘રાષ્ટ્રવાદ’ અને વ્યવહારુ પગલાં
છેલ્લા થોડા સમયથી વડાપ્રધાન અને
ગૃહપ્રધાને કાશ્મીર મુદ્દે આવકારદાયક
નિવેદનો કર્યાં છે. વડાપ્રધાને એકથી વધુ વાર કહ્યું કે કાશ્મીરમાં સૈનિક મરે કે
સ્થાનિક, એ દેશનું જ નુકસાન છે. આ વલણ પૂરતું ન હોવા છતાં, નવી શરૂઆત માટે અત્યંત જરૂરી છે.
વડાપ્રધાન અને સત્તાધારી ભાજપની નેતાગીરીની અત્યાર લગીની કાશ્મીરનીતિ જોતાં, આ
તેમાં આવેલું મોટું પરિવર્તન છે.
વર્ષો સુધી ભાજપી નેતાગીરીએ
કાશ્મીરમુદ્દે મુગ્ધ અને કંઇક બાળબોધી કહેવાય એવા ‘રાષ્ટ્રવાદી’ ઉભરાનો
સહારો લીધો હતો. આવો ઉભરો પેદા કરવો અને પછી તેનું ફીણ ટકાવી રાખવું, એ
ભાજપની ‘કાશ્મીરનીતિ’નું મુખ્ય અંગ હતું. શ્રીનગરના લાલ ચોકમાં ત્રિરંગો ફરકાવવો એ જાણે
દેશપ્રેમનું અને કાશ્મીર પ્રત્યે ભારતીય પ્રતિબદ્ધતાનું સર્વોચ્ચ શીખર હોય, એવો
ભાસ ઊભો કરવામાં આવતો હતો. સત્તામાં આવતાં પહેલાં (બલ્કે, એની જ વેતરણમાં) યાત્રાપુરુષ
અડવાણીએ પણ આ ‘સાહસ’નું બીડું ઝડપ્યું હતું. એ વખતે કે અત્યારે નવેસરથી નવેસરથી-ઉંમરસહજ એ
મુગ્ધતામાં લપેટાતા ભોળા લોકોને એ નથી સમજાતું કે એક વાર લાલ ચોકમાં જઇને રાષ્ટ્રધ્વજ
ફરકાવી દેવાથી કશું પુરવાર થતું નથી. એકલદોકલ નાગરિકના રાષ્ટ્રધ્વજ ફરકાવવાથી
કાશ્મીર ભારતનું અવિભાજ્ય અંગ સાબીત થઇ જવાનું નથી કે કાશ્મીરના
અલગતાવાદીઓ-પાકિસ્તાનના ત્રાસવાદીઓ પર કોઇ પ્રકારનું દબાણ આવવાનું નથી. કોઇ
વ્યક્તિ શ્રીનગરમાં જઇને ત્રિરંગો ફરકાવે તો, વ્યક્તિગત ચેષ્ટા તરીકે એ બરાબર
છે, પણ આ પ્રકારની ચેષ્ટાને દેશભક્તિના અનુકરણીય કે મહાન નમૂના તરીકે રજૂ કરવાનું કેટલું
યોગ્ય છે, એ વિચારવું જોઇએ. કારણ કે આવું
કરવાથી (કર્તાને મળતી અપ્રમાણસરની પ્રસિદ્ધિ સિવાય) દેશને કે સમસ્યાના ઉકેલની
દિશામાં કશો નક્કર ફાયદો થતો નથી.
એક તરફ સરકાર કાશ્મીરમુદ્દે વિરોધ પક્ષ
તરીકેની આક્રમકતા છોડીને,
સત્તાધારી પક્ષ તરીકેની જવાબદારી સાથે કાશ્મીર મુદ્દે આગળ
વધતી હોય એવું લાગે છે,
ત્યારે તેનાં વિવિધ સંગઠનો અને ઝનૂની ટેકેદારો માટે કાશ્મીર
હજુ પણ રાષ્ટ્રવાદી દેખાવાનો શોર્ટ કટ બની રહ્યો છે. બદલાયેલાં રાજકીય સમીકરણો પછી
કાશ્મીરના અલગતાવાદીઓ પ્રત્યે ઉઘાડી સહાનુભૂતિ ધરાવનારાં મહેબૂબા મુફ્તી સાથે
ભાજપે જમ્મુ-કાશ્મીરમાં આખેઆખી સરકાર રચી છે. છતાં, બીજી તરફ, અલગતાવાદીઓને
લગતાં થોડાં સૂત્રો પોકારનારા સામે તો ઠીક, જે કાર્યક્રમમાં એ સૂત્રો
પોકારાયાં હોય એના આયોજકો સામે પણ રાજદ્રોહના કેસ થઇ શકે છે. આ વિરોધાભાસ ઘણો જૂનો
થયો, છતાં પણ રાજકીય હિંદુત્વ અને રાષ્ટ્રવાદને એકબીજાના સમાનાર્થી ગણાતા ઘણા
લોકોને એ પકડાતો નથી. બેંગ્લોરમાં એમેન્સ્ટી ઇન્ટરનેશનલ દ્વારા આયોજિત
કાર્યક્રમમાં થયેલા સૂત્રોચ્ચાર પછી, આયોજકો સામે થયેલી રાજદ્રોહની ફરિયાદ તેનું તાજું
ઉદાહરણ છે.
કાશ્મીરની ચર્ચા થાય, ત્યારે
એક નાનું જૂથ કાશ્મીરની આઝાદીની માગણી સાથે તૈયાર જ હોય છે. તેમની માગણીનો વિરોધ
વળતા સૂત્રોચ્ચાર સાથે કરી શકાય--ખાસ કરીને એવા સંજોગોમાં, જ્યારે કાશ્મીરની આઝાદી માગનારા
કાર્યક્રમના સ્થળે સૂત્રોચ્ચાર સિવાય બીજું કંઇ કરતા ન હોય. તેમની ધાંધલથી ખલેલ
પડે તો ચેતવણી આપીને તેમને અટકમાં લઇ શકાય, કામચલાઉ બેસાડી રાખીને રવાના કરી
શકાય, તોફાન કરે તો એની ગંભીરતા
પ્રમાણે પગલાં લઇ શકાય...પરંતુ કાશ્મીરની આઝાદીના સૂત્રોચ્ચાર માત્રથી કાર્યક્રમના
આયોજકો સામે રાજદ્રોહનો આરોપ મૂકવો, એ રાષ્ટ્રવાદ નથી. એ લાગણીદુભાવ છે--અને તેની તથા
રાજદ્રોહની ગંભીરતામાં આભજમીનનો ફરક ન હોવો જોઇએ?
લાગણીદુભાવનો ખ્યાલ કેટલો સાપેક્ષ હોય
છે, તેનો ખ્યાલ આપતો એક બનાવ ગયા અઠવાડિયે બન્યો. જરા કલ્પના કરી જુઓ : કાશ્મીરમાં માર્યા ગયેલા યુવા ત્રાસવાદી બુરહાન
વાનીના પિતા ‘એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ’ના કાર્યક્રમમાં હાજર રહ્યા હોત અને એમ્નેસ્ટીના વડાએ એવું નિવેદન આપ્યું હોત
કે ‘વાની સિનિયર અમારે ત્યાં આવ્યા હતા અને અમે કાશ્મીરની સમસ્યાનાં વિવિધ પાસાં
વિશે ચર્ચા કરી’--તો? એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ માનવ અધિકારો માટે કામ કરતી સંસ્થા છે અને તેને
ભારતવિરોધી કે ભારતદ્રોહી કહી શકાય નહીં. છતાં, બુરહાન વાનીના પિતા એ સંસ્થાને
મળ્યા હોત, તો કહેવાતા રાષ્ટ્રવાદીઓની લાગણી કેવી દુભાઇ હોત? મૃત ત્રાસવાદીના પિતાને
સાંભળવાનો ‘ગુનો’ કરવા બદલ એમ્નેસ્ટીના માથે કેવાં માછલાં ધોવાયાં હોય? (એ જુદી વાત છે કે હવે માછલાં
ધોવાતાં નથી, સીધા રાજદ્રોહના આરોપ જ થાય છે. )
પરંતુ ‘આર્ટ ઓફ લિવિંગ’વાળા
શ્રીશ્રી રવિશંકરે શાનથી વાનીના પિતા સાથે પોતાની તસવીર ટિ્વટર પર મૂકી અને સાથે
લખ્યું કે ‘એ બે દિવસ માટે અમારા આશ્રમમાં હતા. એમની સાથે ઘણા મુદ્દે ચર્ચા થઇ.’ શ્રીશ્રીની
કાર્યપદ્ધતિથી વાકેફ લોકો જાણે છે કે તેમને પેચીદા રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય
મુદ્દાઓમાં મધ્યસ્થી કરીને, આંતરરાષ્ટ્રીય શાંતિદૂત તરીકે રજૂ થવાનો શોખ છે.
તેમના સ્યુડો-ધાર્મિક દેખાવ અને રંગઢંગને કારણે અને ખાસ તો સમૃદ્ધ ભક્તસમુદાયને
કારણે સત્તાધીશો પણ તેમને ભાવ આપે છે અને બીજાં જૂથો તેમને ભાવ ન આપતા હોય, તો પણ
તેમનો દેખીતો અનાદર કરતાં નથી.
શ્રીશ્રી જેવા મધ્યસ્થીઓનો આશય
સાત્ત્વિક લાગે એવી વાતો કરીને, સરવાળે સમસ્યાના ઉકેલ કરતાં વધારે પોતાની શાખ
(બ્રાન્ડ) જમાવવાનો હોય,
એવી છાપ અત્યાર સુધીના એમના પ્રયાસોથી પડે છે. તેમના
ભક્તોને આવું નહીં લાગતું હોય, પણ આ પ્રકારની કોઇ પણ કથિત નેતાગીરીનો પ્રભાવ ‘યુનો’ જેવો
નબળો જ હોય છે. એમાં વ્યક્તિ કરતાં વધારે દોષ મધ્યસ્થીના એ મોડેલનો છે, જેમાં
મધ્યસ્થી કરનાર એવો સાત્ત્વિક ભ્રમ (કે ફાંકો) રાખે છે કે ‘આપણે
તો એવા પવિત્ર છીએ કે આપણી દરમિયાનગીરીથી ભલભલી કઠણ સમસ્યાઓ ઉકલી જશે ને દાયકાઓથી
જડ રહેલા લોકોનાં વલણ બદલાઇ જશે.’ શ્રીશ્રીની
નહીં, આપણી માનસિકતા સમજવા માટે વિચાર એ પણ કરવા જેવો છે કે કોઇ મુસ્લિમ ધર્મગુરુએ
વાનીના પિતા સાથે આવો ફોટો મૂક્યો હોત તો? કેટલી સહેલાઇથી તેમના દેશપ્રેમ
વિશે શંકા કરી શકાત અને તેમની પાસે એ કેમ દેશદ્રોહી નથી તેના પુરાવા માગી શકાત?
કાશ્મીર સમસ્યા, રાજકીય હિંદુત્વ, સગવડીયો
રાષ્ટ્રવાદ અને દેશપ્રેમ--આ બધાને એક માળામાં પરોવીને તેનું સતત રટણ કરનારાં
જૂથોની સામે પક્ષે આશ્વાસન એક જ વાતનું છે કે વડાપ્રધાનથી માંડીને કાશ્મીરનાં
મુખ્ય મંત્રી મહેબૂબા મુફ્તી યોગ્ય ભાષામાં બોલી રહ્યાં છે. મહેબૂબાએ પણ
પાકિસ્તાનની ઝાટકણી કાઢીને, થોડા હિંસાખોરોને કારણે બાકીના કાશ્મીરીઓએ વેઠવું
પડે છે, એવું ખોંખારીને કહ્યું છે. ‘ભારતના બંધારણની હદમાં રહીને’ વાતચીત
કરવાનું અલગતાવાદીઓને મંજૂર નથી. પરંતુ ભારત સરકાર સાથેની વાતચીત ભારતના બંધારણની
હદમાં રહીને નહીં, તો બીજી કેવી રીતે થઇ શકે? ઉભરાવાળા રાષ્ટ્રવાદનો ખેલ ખેલનારા ભાજપી નેતાઓ
સત્તામાં આવ્યા પછી જેમ વાસ્તવિકતા સ્વીકારીને વ્યવહારુ બન્યા, તેમ
કાશ્મીરના અલગતાવાદીઓ પાસે પણ વ્યવહારુ બન્યા સિવાય છૂટકો નથી. ફક્ત ભારતીય
સૈન્યના અત્યાચારોને આગળ ધરવાથી, પાકિસ્તાન સાથેની તેમની ભાઇબંધી વાજબી ઠરી જવાની
નથી.
Tuesday, July 19, 2016
કાશ્મીર, ‘આઝાદી’ અને આતંકવાદ
હિઝ્બુલ મુજાહિદ્દીનના યુવાન ત્રાસવાદી બુરહાનને ભારતીય સૈન્યે ઠાર માર્યા પછી, કાશ્મીર વધુ એક વાર અશાંત બન્યું છે. બુરહાનને વીરગતિ પામેલા નાયક જેવું સન્માન આપતો લોકજુવાળ ઊભો થયા પછી કાશ્મીરમાં અસ્થિરતાનું નવું પ્રકરણ શરૂ થયું હોય એવું લાગે છે.
કાશ્મીરની સમસ્યાના ગુંચવાયેલા છેડા છૂટા પાડવાનું કે તેની ઓળખ કરવાનું પણ આસાન નથી. તેમાં ઇતિહાસ, ધર્મ, રાજકારણ, પ્રાદેશિક અસ્મિતા, અત્યાચારો, સુશાસનનો અભાવ, રાષ્ટ્રિય એકતા જેવી વિસ્ફોટક બાબતોની ભયાનક ભેળસેળ થયેલી છે. મુસ્લિમ બહુમતી ધરાવતા રજવાડા તરીકે કાશ્મીર પાકિસ્તાન સાથે ભળી જાય, તેની સામે શરૂઆતના તબક્કે સરદાર પટેલને કશો વાંધો ન હતો. કાશ્મીરના મહારાજા હરિસિંહ કાશ્મીરને સ્વતંત્ર રાખવા ઇચ્છતા હતા, જે શક્ય ન હતું. સરહદી કબાઇલીઓની સાથે વેશ બદલીને પાકિસ્તાની સૈન્યે કાશ્મીર પર આક્રમણ કર્યું. તેમણે શ્રીનગર કબજે કરી લીધું હોત, પણ એ લોકો લૂંટફાટમાં અટવાયા. દરમિયાન મહારાજાએ દબાણ નીચે, અમુક શરતોને આધીન ભારત સાથે જોડાવાના કરાર કર્યા, જેમાંની એક શરત કાશ્મીરના ભાવિનો આખરી ફેંસલો પછીથી નક્કી કરવાની હતી.
ભારત સાથે ઔપચારિક જોડાણ થતાં ભારત કાશ્મીરમાં લશ્કર મોકલી શક્યું અને શ્રીનગરને બચાવી શક્યું. આ કાર્યવાહીમાં પાકિસ્તાને કાશ્મીરનો મોટો હિસ્સો પચાવી પાડ્યો. આ ભારત-પાકિસ્તાન વચ્ચેનો મુદ્દો હતો, જે સૈન્યબળથી કે મંત્રણાથી ઉકેલી શકાત. પરંતુ પંડિત નેહરુએ તેને સંયુક્ત રાષ્ટ્રસંઘમાં લઇ જઇને આંતરરાષ્ટ્રિય બનાવ્યો. (રાષ્ટ્રસંઘની સલામતી સમિતી-સિક્યોરીટી કાઉન્સિલને સરદાર પટેલ કટાક્ષમાં ‘ઇનસિકયોરિટી કાઉન્સિલ’ કહેતા હતા) સંયુક્ત રાષ્ટ્સંઘે કાશ્મીરમાં લોકમત યોજવા કહ્યું. પંડિત નેહરુએ આંતરરાષ્ટ્રિય મંચ પરથી લોકમત યોજવાનો વાયદો પણ કર્યો. એ સંભવતઃ કાશ્મીરના મુસ્લિમોમાં શેખ અબ્દુલ્લાની લોકપ્રિયતા પર મુસ્તાક હશે. કેમ કે, શેખ ત્યારે કાશ્મીરના ભારતમાં જોડાણની તરફેણમાં હતા.
લોકમત યોજવા માટે બન્ને દેશોએ પોતપોતાનાં સૈન્યો ખસેડવાનાં થાય. એ કામ પરસ્પર વિશ્વાસ વિના અઘરું હતું. એટલે લોકમત યોજવાનું પાછું ઠેલાતું રહ્યું. દરમિયાન, ભારતના બંધારણમાં ૩૭૦મી કલમ અંતર્ગત કાશ્મીરને વિશેષ દરજ્જો આપવામાં આવ્યો, જેમાં સૈન્ય, વિદેશી બાબતો અને સંદેશાવ્યવહાર જેવી મૂળભૂત બાબતો સિવાય કાશ્મીરને સ્વાયત્તતા આપવામાં આવી હતી. ૧૯૫૧માં કાશ્મીરમાં પહેલી ચૂંટણી યોજાઇ અને ભારતતરફી શેખ અબ્દુલ્લા ચૂંટણી જીતી ગયા. સંયુક્ત રાષ્ટ્રસંઘે આ ચૂંટણી સામે નારાજગી જાહેર કરી અને કહ્યું કે આવી ચૂંટણીઓ લોકમતનો વિકલ્પ બની શકે નહીં. માટે, લોકમત યોજવાનું તો હજી ઊભું જ રહે છે.
ત્યાં સુધી શેખ અબ્દુલ્લાના જોરે આશ્વસ્ત પંડિત નેહરુને લોકમતનો વાંધો ન હતો. પણ ચૂંટણીવિજય પછી થોડા સમયમાં શેખે કાશ્મીરની આઝાદીનો રાગ આલાપવાનું શરૂ કર્યું. એ ઘડીથી પંડિત નેહરુએ મનોમન લોકમતના વિકલ્પ પર ચોકડી મૂકી દીધી હશે. કારણ કે શેખના ટેકા વિના લોકમત યોજાય તો મુસ્લિમ બહુમતીને કારણે પરિણામ અચૂક ભારતના વિરોધમાં જાય. અલબત્ત, લોકમત ટાળવા માટે આગામી એકાદ દાયકા સુધી સત્તાવાર રીતે ભારત દ્વારા અપાતું એક કારણ એવું હતું કે ભારત સેક્યુલર-ધર્મનિરપેક્ષ દેશ છે અને કાશ્મીરમાં લોકમત યોજાય તો તેમાં ધર્મ અચૂક કેન્દ્રસ્થાને રહે, જે ભારતની ધર્મનિરપેક્ષતાને અનુરૂપ નથી.
૧૯૫૬માં જમ્મુ-કાશ્મીરની વિધાનસભાએ રાજ્યના અલગ બંધારણનો સ્વીકાર કર્યો. (તે પહેલાં વંકાયેલા શેખ અબ્દુલ્લાને બરતરફ કરીને જેલભેગા કરવામાં આવ્યા હતા) તેમાં કાશ્મીરને ભારતનો અવિભાજ્ય હિસ્સો જાહેર કરવામાં આવ્યું. સંયુક્ત રાષ્ટ્રસંઘની નારાજગીની અવગણના કરીને પંડિત નેહરુની સરકારે કહી દીધું કે હવે પછી કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે અને તેણે ભારત સાથે જોડાવું કે પાકિસ્તાન સાથે, એ મુદ્દે લોકમત યોજવાનો પ્રશ્ન રહેતો નથી. આ વચનભંગ બદલ પાકિસ્તાન-અમેરિકા સહિત ઘણા દેશો અને પ્રસાર માધ્યમોએ નેહરુની કડક ટીકા કરી, પણ તેમણે નમતું જોખ્યું નહીં.
આમ, કાશ્મીર માટે ‘આઝાદી’ની માગણી ૧૯૫૦ના દાયકાથી થતી રહી છે, પરંતુ તેના અર્થો સતત બદલાતા અને વધુ ઘેરા થતા રહ્યા છે. બબ્બે યુદ્ધો છતાં એંસીના દાયકા સુધી આઝાદીની માગણી ઘણી હદે રાજકીય હતી. તેમાં ત્રાસવાદ કે ભારતીય સૈન્યના દમન જેવી બાબતો ભળેલી ન હતી. એટલે પ્રજાના એક સમુહની ‘આઝાદ’ થવાની માગણીની વચ્ચે કાયદો-વ્યવસ્થાની સ્થિતિ એવી હતી કે સંખ્યાબંધ હિંદી ફિલ્મોનાં શૂટિંગ કાશ્મીરમાં થઇ શકે અને પ્રવાસન ઉદ્યોગ ફૂલેફાલે.
એંસીના દાયકાના અંતભાગમાં ચિત્ર બદલાયું. ચૂંટણીઓ અને લોકશાહી છતાં, રાજ્ય તરીકે કાશ્મીર પછાત જ રહ્યું. નાગરિકી સુવિધાઓ અને રોજગારીની તકોની બાબતમાં ત્યાં ભાગ્યે જ કશી પ્રગતિ થઇ. તેના કારણે સ્થાનિક લોકોમાં બેદિલી જાગે એ સ્વાભાવિક હતું. આવી બેદિલી બીજાં રાજ્યોમાં પણ હોઇ શકે. પરંતુ એ રાજ્યોમાં ભારતથી અલગ થવાની માગ ઉઠવાનો સવાલ ન હતો. કારણ કે તેમના માટે એવો કોઇ વિકલ્પ કે એ માગણીનો કશો આધાર ન હતો. કાશ્મીરની સ્થિતિ જુદી હતી. ત્યાં અલગ પડવાની- આઝાદ થવાની વાત સદંતર ઓસરી હોય એવું કદી બન્યું ન હતું.
લોકશાહી સરકારોના કુશાસનથી ઊભા થયેલા અસંતોષમાં પાકિસ્તાની દોરીસંચાર અને અફઘાનિસ્તાનમાંથી નવરા પડેલા હથિયારધારી મુજાહિદો (‘ધર્મયોદ્ધા’) ભળ્યાં. અફઘાનિસ્તાનમાં ઘૂસેલા રશિયન સૈન્ય સામે અમેરિકાએ જ (ઓસામા બિન લાદેન સહિતના) મુજાહિદોને આધુનિક હથિયાર આપ્યાં હતાં. ૧૯૮૯માં રશિયન સૈન્યને અફઘાનિસ્તાનમાંથી નીકળવું પડ્યું. એટલે અમેરિકન શસ્ત્રો અને પાકિસ્તાનનો ટેકો ધરાવતા મુજાહિદોએ કાશ્મીરને નિશાન બનાવ્યું. ત્યાર પછી ત્રાસવાદનો, ભારતવિરોધી-હિંદુવિરોધી હિંસાનો અને ભારતીય સૈન્ય દ્વારા દોષીની સાથોસાથ નિર્દોષો પર અત્યાચાર-હિંસાના વિષચક્રનો સિલસિલો શરૂ થયો. એ સાથે કાશ્મીર સમસ્યાનું આખું પરિમાણ બદલાઇ ગયું, જેના માટે જવાહરલાલ નેહરુને દોષ આપી શકાય આપી શકાય એમ ન હતો.
બે છેડાના અંતિમવાદ વચ્ચે જીવતા સામાન્ય કાશ્મીરીઓને હંમેશાં એવો ધોખો રહ્યો કે ભારત કાશ્મીરની જમીનને ભારતનું અવિભાજ્ય અંગ ગણે છે, પણ કાશ્મીરના નાગરિકોને ભારતના નાગરિકો સમકક્ષ ગણવાને બદલે, તેમની સાથે ઓરમાયું વર્તન રાખે છે. ત્રાસવાદીઓના મુકાબલા માટે સૈન્યને અમર્યાદ સત્તા આપતો કાયદો થયા પછી સૈન્યે પણ ન કરવા જેવું ઘણું કર્યું છે. ભારતીય દૃષ્ટિકોણથી જ નહીં, કોઇ પણ દૃષ્ટિકોણથી કાશ્મીરીઓની આઝાદીની માગણી અવાસ્તવિક લાગે છે. કારણ કે આજુબાજુમાં ચીન-પાકિસ્તાન હોય ત્યારે ‘આઝાદી’ મળે તો પણ ટકાવવી અશક્ય છે. પરંતુ એ લાગણી-માગણીને સૈન્યબળથી કચડી શકાય એમ નથી. પરસ્પર વિશ્વાસ અને સદ્ભાવની ખાઇ પુરાય તથા કાશ્મીરીઓને ભારતીય નાગરિક તરીકેના ગૌરવનો અહેસાસ થાય, એ જ લાંબા ગાળાનો, મુત્સદ્દીગીરી માગતો, અઘરો છતાં ટકાઉ ઉકેલ જણાય છે.
Wednesday, February 17, 2016
JNU વિવાદ : જરા હટકે, જરા બચકે
દિલ્હીની જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU)માં અફઝલ ગુરુ અને મકબૂલ ભટને થયેલી ફાંસીની સજાના વિરોધમાં અને કાશ્મીરના લોકોના સ્વ-નિર્ણયના અધિકારની તરફેણમાં એક કાર્યક્રમ યોજાયો. એ નિમિત્તે ડાબેરી વિચારધારા ધરાવતાં વિદ્યાર્થીજૂથો અને ભાજપની અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) વચ્ચે ઘર્ષણ થયું. સૂત્રોચ્ચાર થયા. તેમાં કેટલાક લોકોએ કાશ્મીરની આઝાદીની તરફેણમાં અને ભારતવિરોધી સૂત્રો પોકાર્યાં. આ મામલે થયેલી ફરિયાદ પછી પોલીસે યુનિવર્સિટીના વિદ્યાર્થી સંગઠનના નેતા કનૈયાકુમારની સામે રાજદ્રોહનો આરોપ લગાડ્યો અને તેમની ધરપકડ કરી.
આટલો ઘટનાક્રમ જુદા જુદા વૈચારિક રંગ ધરાવતા દાવા અને અહેવાલોમાંથી મહદ્ અંશે સર્વસામાન્ય તારવી શકાય એમ છે. માટે, પહેલાં એ વિશે વાત કરીએ. અફઝલ ગુરુ સંસદ પર હુમલાના ગુનેગાર તરીકે સર્વોચ્ચ અદાલત તરફથી ફાંસીની સજા પામ્યો. સર્વોચ્ચ અદાલતના ચુકાદા સામે કાયદા અને બંધારણની હદમાં રહીને વાંધો પાડવાની જોગવાઇ હોય છે. એનો ઉપયોગ કર્યા પછી પણ, સર્વોચ્ચ અદાલતનો નિર્ણય ન બદલાય તો, ગમે તેટલો અન્યાયબોધ થવા છતાં, એ ચુકાદો માન્ય રાખવો પડે. કારણ કે, એ ‘રમતના નિયમ’--દેશના કાયદા અને બંધારણનો--નો ભાગ છે. એ નિયમો ન સ્વીકારીએ તો, પછી સંવાદ અશક્ય બની જાય.
બીજી વાત : સામાજિક ન્યાયના અને નીતાંત રાજકીય ચરિત્ર ધરાવતા મુદ્દાની ભેળસેળથી બચવું જોઇએ. કાશ્મીરની ‘આઝાદી’નો મુદ્દો રાજકીય છે. ‘કાશ્મીરને ભારતથી અલગ પડવાનો અધિકાર છે અને કાશ્મીરીઓ ઇચ્છે તો ભારતથી અલગ પડી શકે’--એવી લાગણી દેખીતી રીતે જ સરકારવિરુદ્ધ નહીં, દેશવિરુદ્ધ ગણાય એવી છે. કાશ્મીરીઓ બહેતર સુવિધાઓથી માંડીને ભારતીય લશ્કરના વ્યવહાર અંગેના કોઇ પણ મુદ્દે સરકાર સામે આંદોલન કરી શકે. એ વખતે એમની ભૂમિકા ભારતના નાગરિક તરીકેની રહે છે. પરંતુ એ ભારતના નાગરિક તરીકે જ રહેવા તૈયાર ન હોય અને અલગ અસ્તિત્ત્વની માગણી કરતા હોય, ત્યારે કોઇ પણ પક્ષની ભારતીય સરકાર તેમની માગણી મંજૂર રાખી શકે નહીં. પાકિસ્તાન જેવા જૂની શત્રુવટ ધરાવતા પાડોશી દેશ સાથે કાશ્મીર ભૌગોલિક રીતે જોડાયેલું હોય ત્યારે તો ખાસ નહીં. આ મુદ્દે સમજાવટ કરી શકાય એટલી કોરી પાટી હવે રહી નથી.
ત્રીજી વાત : કોઇ પણ શિક્ષણસંસ્થા અલગતાવાદી ચળવળોને પ્રોત્સાહન આપવા માટેની જગ્યા ન બની શકે. JNUમાં ભણતા છત્તીસગઢના વિદ્યાર્થીઓને પોતાના રાજ્યમાં સરકારી દળોના અત્યાચારો સામે કે આદિવાસીઓ પર થતી જોરજુલમી સામે વાંધો હોય, તો એની ચર્ચા યુનિવર્સિટી કૅમ્પસમાં થઇ શકે. કાશ્મીર મુદ્દો સમજવાના આશયથી, તેની ‘આઝાદી’ની માગણીની ચર્ચા પણ થઇ શકે. પરંતુ દિલ્હીમાં ભણતા કાશ્મીરના વિદ્યાર્થીઓ દેશથી અલગ થવાના આંદોલનને કૅમ્પસમાં લાવવા ઇચ્છતા હોય, એ કંઇક અંશે જે ડાળી પર બેઠા હોઇએ તેને કાપવા જેવું લાગે છે. પોલીસે પણ રાજકીય સાહેબો કહે તેમ નહીં, પણ જમીની સ્થિતિ ધ્યાનમાં રાખીને, કાયદા મુજબનાં પગલાં લેવાં જ પડે. કેમ કે, અભિવ્યક્તિ સ્વતંત્રતાનો અધિકાર પણ દેશના બંધારણ-કાયદાની હદમાં રહીને જ ભોગવી શકાય. અલગતાની તરફેણ અને તેના માટેના સૂત્રોચ્ચાર એમાં શી રીતે આવે? આપણે ઇચ્છીએ કે દેશ એટલો મજબૂત-એકજૂથ બને કે જેથી આવાં સૂત્રો પોકારનારની ઉપેક્ષા કરવાનું પરવડે. પરંતુ અત્યારના સંજોગોમાં એ શક્ય કે ઇચ્છનીય લાગતું નથી.
આટલી પાયાની સ્પષ્ટતાઓ પછી, ફરી JNUની વાત.
(૧) ભારતવિરોધી અને કાશ્મીરની આઝાદીતરફી સૂત્રોચ્ચારને ‘કેવળ સહાનુભૂતિ’ તરીકે નજરઅંદાજ કરી શકાય એવો સતયુગ નથી ને તેને ગમે તેમ કરીને ‘પાકિસ્તાન સાથે સાંઠગાંઠ’ તરીકે પુરવાર કરવાની ઉતાવળ પણ ન હોવી જોઇએ. પક્ષીય કે વિચારધારાકીય ચશ્માને બદલે, ફક્ત કાયદો-વ્યવસ્થાની દૃષ્ટિએ આ ઘટનાને જોવી પડે.
(૨) જેની સામે રાજદ્રોહનો આરોપ લગાડીને ધરપકડ કરવામાં આવી છે, એ વિદ્યાર્થી સંગઠનનો આગેવાન કનૈયાકુમાર દેશવિરોધી સૂત્રો બોલ્યો હોવાનું ક્યાંય જોવા મળ્યું નથી. ટીઆરપી-ભક્ત ટીવી એન્કરો પણ એવું પુરવાર કરી શક્યા નથી કે સૂત્રો કનૈયાકુમારે ઉચ્ચાર્યાં હતાં. ઉલટું એક વિડીયોમાં એવો આરોપ થયો છે કે ખુદ ABVPના કેટલાક વિદ્યાર્થીઓ પણ દેશવિરોધી સૂત્રોચ્ચારમાં સામેલ હતા (જેથી મામલો જરા ‘સંગીન’ બને) આ આરોપનો ABVPએ જોકે ઇન્કાર કર્યો છે.
કનૈયાકુમારે સૂત્રો ન પોકાર્યાં હોય અને કેટલાક અહેવાલ પ્રમાણે તે આયોજક પણ ન હોય, તો રાજદ્રોહના આરોપસર ફક્ત તેમની ધરપકડ શા માટે કરવામાં આવી? તેનો એક સંભવિત જવાબ, કનૈયાકુમારે આપેલા ભાષણમાંથી મળી રહે છે. ધરપકડના થોડા કલાક પહેલાં કનૈયાકુમારે સંઘ પરિવારની વિચારધારાની આકરી ઝાટકણી કાઢી હતી. (ભાષણની આખી વિડીયો) તમતમતા ભાષણમાં એમણે દલિત વિદ્યાર્થીઓની ફેલોશીપો બંધ કરી દેવાથી માંડીને બજેટમાં મુકાયેલા આર્થિક કાપ વિશે વિરોધ વ્યક્ત કર્યો હતો (તેની વાત સ્વાભાવિક રીતે જ કોઇ કરતું નથી.) એ ભાષણમાં ડગલે ને પગલે દેશના કાયદાને- બંધારણને માન આપવાની અને સામાજિક ન્યાય ખાતર સંઘર્ષ કરવાની વાત આવતી હતી. તેમાં ક્યાંય હિંસાની, ઉશ્કેરણીની કે દેશના બંધારણ-કાયદાના અસ્વીકારની વાત આવતી નથી. હા, એમાં સંઘ પરિવારની કોમવાદી વિચારસરણીની અને કેટલીક સરકારી નીતિઓની કડક ટીકા છે. તો જેણે દેશવિરોધી સૂત્રો પોકાર્યાં નથી ને ફક્ત સંઘની-સરકારની ટીકા કરી છે, તેની સામે રાજદ્રોહ શી રીતે લગાડી શકાય? અને તેને શી રીતે વાજબી ઠરાવી શકાય?
JNUમાં જેમની ઓળખ હજુ સ્પષ્ટ ન થઇ હોય એવા થોડા વિદ્યાર્થીઓ દેશવિરોધી સૂત્રો બોલે એ ગંભીર બાબત છે. પરંતુ એટલી જ કે એથી પણ વધારે ગંભીર બાબત આ નિમિત્તે JNU જેવી પ્રતિષ્ઠિત સંસ્થા પર થયેલા સુવ્યવસ્થિત હલ્લાની છે. છૂટક રાષ્ટ્રવાદના જથ્થાબંધ વેપારીઓ બારોબાર જેએનયુ બંધ કરી દેવાની માગણી કરે કે JNU દેશવિરોધીઓનો અડ્ડો બની ગઇ છે, એવા આરોપ કરે ત્યારે તેમાં દેશની ચિંતા નહીં, પોતાની બ્રાન્ડના રાજકારણ સામેના પડકારોના નાબૂદ કરવાની ઉતાવળ દેખાય છે.
રોહિત વેમુલાને આત્મહત્યા કરવી પડે ત્યારે જ્ઞાતિવાદનો અડ્ડો બનેલી શિક્ષણસંસ્થાઓને તાળાં મારી દેવાં જોઇએ, એવું સ્યુડો-દેશપ્રેમીઓ કહેતા નથી. પરંતુ ડાબેરી વિચારસરણીના છેલ્લા ગઢ જેવી JNUના ઉલ્લેખમાત્રથી તે દેશભક્તિના પોકારો કરતા ધૂણવા લાગે છે. તેમનો વાંધો JNUમાં રાજકારણની બોલબાલાનો નહીં, પણ એ રાજકારણ પોતાની બ્રાન્ડનું નથી એનો છે. આ નિમિત્તે JNUનાં ડાબેરી વિદ્યાર્થી સંગઠનોને (હરીફોને) સાગમટે દેશદ્રોહી ઠરાવી દેવાની પ્રચારઝુંબેશ પુરબહારમાં ચાલી રહી છે. એ વખતે સંઘના પ્રમાણપત્રની ગરજ ન ધરાવતા દેશપ્રેમી નાગરિકોએ ‘હા ભાઇ, દેશવિરોધી સૂત્રો તો ન જ ચાલે ને. JNU તો છે જ એવી.’ એવા અતિસરળીકરણથી અને કોઇના રાજકારણનાં પ્યાદાં બનવાથી બચવા જેવું છે.
Labels:
education/શિક્ષણ,
kashmir,
politics,
sedition
Subscribe to:
Posts (Atom)