Wednesday, August 13, 2008
ગૌવંદે માતરમ્
ગુજરાતમાં અને ભારતમાં ગાયો સંવેદનશીલ મુદ્દો છે. હા, ગાયો ફક્ત મુદ્દો જ છે. એક પ્રાણી તરીકે ગાયની કોઇને પરવા નથી. બીજાં પ્રાણીઓ કરતાં ગાયનું અલગ સ્ટેટસ હોવું જોઇએ કે નહીં, એ ધાર્મિક માન્યતાનો વિષય છે. પણ રસ્તા પર સદા રખડતી અને ભાગ્યે જ હૃષ્ટપુષ્ટ જોવા મળતી ગાયોને ‘માતા’ કહીને, તેમના રક્ષણ માટે માણસોને મારી નાખવા એ અનુસ્નાતક કક્ષાનો દંભ છે.
ગાયો સાથે રાજકીય મુદ્દાની જેમ મુદ્દામાલ પણ સંકળાયેલો છે. ગાય માતા હોય કે ન હોય, પણ ‘ગૌશાળા માટે ફાળો’ અનેક કૌભાંડોનો પિતા છે.
આ બધી આડવાતોને આ તસવીર સાથે લેવાદેવા નથી. પણ તસવીરમાં રસ પડે એવી ચીજ છે, ગૌભક્તિનું નવતર સૂત્રઃ ગૌવંદે માતરમ્.
એક વાર મઘુ રાયે લખ્યું હતુ: ‘ઉપકુલપતિ’ કહેવાય કે ‘કુલઉપપતિ’? ‘ઉપ’ શબ્દ કોને લાગુ પડે છે? ‘કુલ’ને કે ‘પતિ’ને?
કંઇક એવી જ સ્થિતિ ‘ગૌવંદે માતરમ્’ની છે. ગાયમાતાને વંદન કરવાં હોય તો ‘ગૌવંદે માતરમ્’ કહેવાય કે ‘વંદે ગૌમાતરમ્’ ? બીજું સાચું છે, પણ પહેલું ‘પંચી’ છે અને પંચ (punch) ત્યાં પરમેશ્વર. ઇતિ સિદ્ધમ્.
Subscribe to:
Post Comments (Atom)
When we say cow is our mother,See what we had done to them-sucking her milk and leave her to road-bharose to risk the lives of her children i.e.us.
ReplyDeleteEqually,how our real mothers r being treated? Gaushala for cows and vrudhashram for ma/baap.Tragically,no fundfala for this ashrams r being collected. Yes- Dambh is our national property.
દમ્ભ આપણું રાષ્ટ્રીય ચારીત્ર્ય છે.
ReplyDeleteહું સંસ્કૃતનો જાણકાર નથી. પણ, સંસ્કૃતમાં ક્રમનું મહત્વ નથી. એટલે 'ગૌવન્દે માતરમ" સાચું કહેવાય.
રસ્તા પર સદા રખડતી અને ભાગ્યે જ હૃષ્ટપુષ્ટ જોવા મળતી ગાયોને ‘માતા’ કહીને, તેમના રક્ષણ માટે માણસોને મારી નાખવા એ અનુસ્નાતક કક્ષાનો દંભ છે.
ReplyDeleteસાચી વાત કરી...ગમ્યું.
reading U in GS & other too...
ReplyDeleteU r a veru good writer for serious, thoughtful matter & humar 2...
will b meeting in our blogs...
Lata Hirani
www.readsetu.wordpress.com