Friday, August 22, 2008

હું, તમે ને ગામ # વિચારધારા, વાયદો અને કાયદો

એક સમયે તાજગીસભર લેખક તરીકે જાણીતા અને કટ્ટર રાજકીય હિંદુત્વની કારકિર્દી તરફ ફંટાતાં પહેલાં છેલ્લે ચિંતનની કોલમ લખતા સૌરભ શાહ છેલ્લા થોડા સમયથી છેતરપીંડીના આરોપોસર અમદાવાદની સાબરમતી જેલમાં છે.
અનેક વાર આકર્ષક જાહેરાતો દ્વારા ‘વિચારધારા’ સામયિક માટે તેમણે વાંચકો પાસેથી લવાજમ ઉઘરાવ્યાં હતાં. જાહેરાતોમાં મોરારિબાપુ અને નરેન્દ્ર મોદીનો છૂટથી ઉપયોગ કર્યો (અને એ બન્નેમાંથી એક પણ મહાનુભાવે વાંધો ન ઉઠાવ્યો!) હોર્ડંિગ પર લખાતું હતું ‘નરેન્દ્ર મોદીએ વિચારધારાનું લવાજ ભર્યું. તમે ભર્યું?’ ‘મોરારિબાપુ વિચારધારા વાંચે છે. તમે વાંચ્યું?’
‘વિચારધારા’ થોડા અંકો પછી વાચકો ઉપરાંત લેખકો અને તેનું ભવ્ય એડ કેમ્પેઇન છાપનારાં અખબારોના રૂપિયા ડૂબાડીને ડૂબી ગયું, છતાં તેના તંત્રી તરીકે સૌરભ શાહ સતત આશા બંધાવતા હતા. સમય વીતતાં તેમાં આશાવાદનું પ્રમાણ ઘટવા લાગ્યું અને વાયદાબાજી વધવા લાગી. આખરે ‘સંદેશ’ અખબાર તરફથી તેના લેણાના ચડત પૈસા માટે સૌરભ શાહ સામે ફરિયાદ કરવામાં આવી, તેમની ધરપકડ થઇ, પોલીસે તેમને રીમાન્ડ પર લીધા અને અદાલતે બે વાર જામીન નામંજૂર કર્યા પછી થોડા મહિનાથી તે સાબરમતી જેલમાં છે. આટલી વાત પછી, તેમના એડ કેમ્પેઇનની એક ઝલક.
તંત્રી વાયદો પાળે તો વાચકો માટે આ ગાડી...


..અને ન પાળે તો? તંત્રી માટે આ ગાડી...

2 comments:

  1. Anonymous1:07:00 PM

    વહાલા ઉર્વીશભાઈ,

    તમારી લગન, સંશોધન અને તે પર તમારી વીશીષ્ટ અને આગવી ટીપ્પણીને ધન્ય છે.. રોહીતભાઈની વાત કેટલેક અંશે તો સાચી છે; પણ કલાજગતમાં ‘ચોરી’ શબ્દ ત્યાજ્ય જો ગણાય તો તો પછી પુસ્તકમાંથી બેઠ્ઠા ફકરા કે કવીતાને પોતાને નામે ચડાવી છાપી મારવાવાળા ‘સર્જકો’ને શું કહેવું ?! સંગીતજગતમાં બહુ મોટે પાયે આવું બને છે તે સૌ જાણે છે.. ‘આ ગીતના કંપોઝમાં ફલાણા ગીતનો સહારો લીધો છે’ એવું કોઈ સંગીતકારે સામે ચાલી કબુલ્યું હોય એવો કોઈ કીસ્સો હશે કે ?

    હરીશભાઈ રઘુવંશી કદાચ કહી શકે..આ ચર્ચા બહુ ગમી..ઉત્તમ અને મધુ.. સુરત

    ReplyDelete
  2. good urvishbhai. mr. saurabh shah deserves for his crime. i was also one of them. once he looted huge amount by the same way as he has done here. at that time he was at mimbai. we, as a readers responsible for that. even i asked my previous employer about this chater and told them not to accept his advt. ok he got what he has tobe.

    ReplyDelete