Saturday, August 13, 2011

Monsoon On the Right Track (views of Mahemdavad platform)

ચોમાસાના પ્રતાપે લોખંડી પાટાની હારોહાર રચાયેલી લીલોતરીની 'સમાંતર સરકાર'


સરકારી તંત્રમાં કર્મઠતાનું ચિરંતન પ્રતીકઃ એક હાથમાં મોટું પાનું, બીજા હાથમાં હથોડો ખભે છત્રી સાથે વરસાદની પરવા કર્યા વિના બે સ્ટેશનોની વચ્ચે કોઇ સાહેબ જોતા ન હોય એવી જગ્યાએ પણ પોતાનું કામ એકનિષ્ઠાથી કરતા કર્મચારી


ચોમાસામાં સજીવ-નિર્જીવ વચ્ચેની ભેદરેખાઓ ભૂંસાઇ જાય છે. થાંભલાની અડોઅડ કે બે પથ્થરોની વચ્ચે, જ્યાં જગ્યા મળે ત્યાં અને જગ્યા ન મળે તો જગ્યા કરીને પણ કોમળ લીલોતરી માથું કાઢે છે. મોટે ભાગે ઉદયન ઠક્કરની એ મતલબની પંક્તિ હતી કે 'કઇ તરકીબથી પથ્થરોની કેદ તોડી છે? તૃણ પાસે કઇ કોમળ હથોડી છે?' (પંક્તિમાં ભૂલચૂક લેવીદેવી)


બાંકડાના માથે લીલોતરીનું છત્ર ધરીને ઉભું હોય એવું વૃક્ષ


'હું ઠુંઠું છું અને ઠુંઠું જ રહીશ. મારા ઠૂંઠાત્વનું મને ગૌરવ છે. એ મારું ભૂષણ છે. એ જ મારી ઓળખ છે. સદભાવના-સૂચનોના વરસાદની મારા પર કશી અસર થવાની નથી' - ઠૂંઠાનું અસ્મિતાગાન

પ્લેટફોર્મ નંબર ચાર બાજુ આંખ માંડતાં દેખાતું આંખ ઠારનારું દૃશ્ય


સામસામી દિશામાંથી આવી રહેલી 'સદ્યસ્નાતા' ટ્રેનો




પ્લેટફોર્મ પર રઝળતું પાણીનું ખાલી પાઉચ, જેની બ્રાન્ડનું નામ છેઃ થેન્ક્સ.


8 comments:

  1. એક એક ચિત્રો થી મહેમદાવાદ ની જૂની સ્મૃતિ ને તાજી કરી દીધી.

    ReplyDelete
  2. saras avlokan che...

    Thanks...!

    ReplyDelete
  3. Anonymous5:37:00 PM

    Urvishbhai
    , you are very good in writing, thinking and observing the world around YOU. That is Kothari-Vaad (ISM) !!
    Thank, for keeping Gujarati Bhasha alive. Why Can't our Gujarat government make Gujarati education a compulsory in school? like w. bangal, Maharashtra, Tamil. If the government has an inferiority complex, then let English be a medium of language but why they let a student NOT read or write in Gujarat.
    your FBF Niranjan mehta

    ReplyDelete
  4. Anonymous1:12:00 AM

    wow sir ...really u r great writer....really gujarat is great tht guujarat has lots of creative artist .......i m fan of u...

    ReplyDelete
  5. ગુજરાતી ભાષા ની તરફદારી અંગ્રેજી માં કરવાની નવી ફેશન છે!! વાહ

    ReplyDelete
  6. હા.હા.હા...નરેન્દ્રભાઇ, તમે તમારી 'જૂની ફેશન' હજુ જાળવી રાખી છે!! વાહ

    ReplyDelete
  7. વાહ ઉર્વીશભાઈ, તમે તો જાણે ફોટામાં કવિતા કંડારી દીધી છે, વાહ

    ReplyDelete
  8. ઉત્કંઠા12:15:00 PM

    ખૂબ સુંદર..

    ReplyDelete