Saturday, August 20, 2011

ગાંધીગંગાનો લુપ્ત-ગુપ્ત સિતારોઃ મથુરાદાસ ત્રિકમજી


તું જાણે છે કે હું તને મારી નીતિનો ચોકીદાર ગણું છું. એ તારો અધિકાર અને ધર્મ બરાબર જાળવજે’ - આ શબ્દો ગાંધીજીએ જેમને ઉદ્દેશીને લખ્યા હતા, એ મથુરાદાસનું જીવનકાર્ય આઝાદીના સત્તાવાર ઇતિહાસમાંથી સદા બાકાત રહેલું એક પ્રકરણ છે.

ભારતમાંગાંધીજીના લેખો અને ભાષણનો સંભવતઃ પહેલો સંગ્રહ- અને તે પણ ગુજરાતી ભાષામાં- કોણેકર્યો? આ સવાલ (હવે એનજીઓનાપ્રોજેક્ટની જેમ અભરાઇ પર ચડી ગયેલા) વાંચે ગુજરાતના સરકારીઉત્સાહીઓને જ નહીં, ગાંધીપ્રેમીઅને ગાંધી વિશે ઉત્કટ- ખરો આદર ધરાવતા લોકોને પણ અઘરો પડી શકે.

પુસ્તકનું નામઃ મહાત્મા ગાંધીની વિચારસૃષ્ટિ’. વર્ષ ૧૯૧૮ (સંવત ૧૯૭૫, વૈશાખ સુદ ૨.) ૪૧૩ પાનાંના આ દળદાર પુસ્તકમાં મુખ્ય સાત વિભાગો અનેપરિશિષ્ટ અંતર્ગત ગુજરાતી ઉપરાંત અંગ્રેજી, હિંદી અને મરાઠી ભાષામાં ગાંધીજીના લેખ-પ્રવચનનાઅનુવાદ મૂકવામાં આવ્યા છે. સત્યાગ્રહ પ્રકરણ, નૈતિક પ્રકરણ, રાજકીય પ્રકરણ, આર્થિકપ્રકરણ, સામાજીક પ્રકરણ, શિક્ષણ પ્રકરણ અને પ્રકીર્ણ (પરચૂરણ)- આપ્રકારને ગાંધીજીના વિચારોનું સંકલન કરીને તેને પ્રકાશિત કરનાર માણસનું નામ છેઃમથુરાદાસ ત્રિકમજી.

હવે થતો સવાલ ફક્ત અઘરો નહીં, કરુણ પણ છેઃ ગાંધીવિચારના પહેલાસંગ્રાહક-પ્રકાશક મથુરાદાસ ત્રિકમજી, પણ...મથુરાદાસ ત્રિકમજી એટલે કોણ?


આ સવાલના એકથી વધારે નક્કર જવાબો જાણ્યા પછી,નવાઇની સાથે આઘાત લાગવાની પૂરી શક્યતાછે. કારણ કે મથુરાદાસ કોઇ છેવાડાનાકાર્યકર કે અજાણ્યા ગાંધીપ્રેમી નહીં, ગાંધીજીના સૌથી નિકટના વર્તુળમાં સ્થાન ધરાવનાર જણ હતા. ગાંધીજીએકોંગ્રેસમાં પૂર્ણપણે જોડાતાં પહેલાં સ્થાપેલી સત્યાગ્રહ સભાના તે વ્યવસ્થાપક,૧૯૪૦માં મુંબઇના ચૂંટાયેલા મેયર,૧૯૧૮માં મહાદેવભાઇની ગેરહાજરીમાં થોડાદિવસ સુધી ગાંધીજીનું મંત્રીપદું સંભાળનાર, ગાંધીજી પ્રત્યે અપાર આદર રાખવા છતાં પોતાની સ્વતંત્રબુદ્ધિ ટકાવી રાખનાર - અને એટલે જ ગાંધીજી તરફથી મારી નીતિના ચોકીદારતરીકેનું વીરલ બહુમાન મેળવનાર.

ગાંધીજી સાથેનું તેમનું સગપણ કૌટુંબિક હતું.મથુરાદાસનાં મા આણંદબહેન અને આણંદબહેનનાં મા મૂળીબહેન. મૂળીબહેન ગાંધીજીનાં ઓરમાનબહેન થાય. કરમચંદ ગાંધીનાં સંતાનોમાં મૂળીબહેન સૌથી મોટાં. ગાંધીજી અનેમૂળીબહેનનાં દીકરી (મામા-ભાણી) એક જ વર્ષમાં જન્મેલાં. આમ, ગાંધીજી મથુરાદાસનાં માના મામા થાય. બન્ને વચ્ચેઉંમરનો ૨૫ વર્ષનો તફાવત. (મથુરાદાસની જન્મતારીખઃ ૩૧ ઓગસ્ટ, ૧૮૯૪) પરંતુ ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ભારત પાછા ફર્યાત્યાર પછી કૌટુંબિક નાતો વિકસીને અનેક ગણા પ્રગાઢ એવા સાથીપણામાં ફેરવાયો. દેશનાકામમાં પડેલા ગાંધીજી માટે કૌટુંબિક સંબંધો કેટલા ગૌણ થઇ ગયા હતા તેનો મથુરાદાસપરના તેમના એક પત્રમાંથી મળે છે. ચંપારણ સત્યાગ્રહ વખતે મથુરાદાસના ભાણાના અવસાનપ્રસંગે ગાંધીજીએ મોતીહારી (બિહાર)થી તેમને લખ્યું હતું, ‘મૂઆ જીવ્યાનો હિસાબ હું ભાગ્યે જ રાખી શકું છું. આવાંકાર્યમાં હું કુટુંબના કામનો રહ્યો જ નથી. ભરતીઓટની અસર પણ ભાગ્યે થાય છે. હાલમાંજ કુટુંબમાં આ ત્રીજા મરણના ખબર આવ્યા. ક્ષણભર વિચાર કરી ભૂલી જવાય છે. મને આસ્થિતિ અનાયાસે પ્રાપ્ત થઇ છે, પણએ કેળવવા યોગ્ય છે એમ લાગ્યા કરે છે...’(૮-૪-૧૯૧૭)

ગાંધીજી સાથે પરિચયની શરૂઆતના દિવસોમાં મથુરાદાસતેમને પત્રમાં મામાશ્રીલખતા હતા, પણ ૧૯૧૯ સુધીમાં મામાશ્રીના કૌટુંબિક સંબોધનના સ્થાને બાપુજીઆવી ગયું.દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીની બહાદુરીભરી લડત વિશે જાણતા અને તેમનાં વીરતા, દેશભક્તિ અને સાઘુતામાટે અહોભાવ અનુભવતા મથુરાદાસ ૧૯૧૫માં ગાંધીજીને પહેલી વાર મળ્યા. ત્યારપહેલાં તેમણે બી.એ. થયા પછી લૉ સ્કૂલમાં અભ્યાસ શરૂ કર્યો હતો, પણ ગાંધીજી સાથેની પહેલી મુલાકાત પછી તેમણેલૉનો અભ્યાસ છોડ્યો. કેટલાંક કુટુંબીજનોએ આ વિશે ગાંધીજીને પૂછ્‌યું, ત્યારે તેમણે ગાંધીશાઇ ધાર સાથે કહ્યું હતું,‘એ (મથુરાદાસ) ભાગ્યશાળી હશે તોસોલિસિટર નહીં થાય.

૧૯૧૫થી બે વર્ષ સુધી મથુરાદાસ ગાંધીજીને ક્યારેક પત્રોલખતા, સવાલ પૂછતા, તેમના સિદ્ધાંત સમજવા મથતા. ગાંધીજી તેમનેજવાબ પણ લખતા. ૧૯૧૭માં ગાંધીજીએ સરોજિની નાયડુ સાથે મથુરાદાસની ઓળખાણ કરાવતાંકહ્યું હતું, ‘આ આશાભર્યો જુવાનછે, પણ હમણાં તો તણાયા કરે છે.

પોતે તણાતોયુવાન દોઢદાયકામાં ગાંધીજીની નીતિનોચોકીદારકેવી રીતે બન્યો?તેનો જવાબ એકલદોકલ પ્રસંગમાં નહીં,પણ મથુરાદાસની સતત વધતી કામગીરીમાંથીઅને ગાંધીજી સાથેના તેમના મુક્ત સંવાદમાંથી મળી રહે છે. પોતાના રાજકીય ગુરુગોપાલકૃષ્ણ ગોખલેની બીજી પુણ્યતિથી નિમિત્તે ગાંધીજીતેમનાં (ગોખલેનાં) ચુનંદાં પ્રવચન ગુજરાતીમાં પુસ્તકરૂપે આપવા માગતા હતા. એ પુસ્તકના પ્રકાશનનું પ્રોડક્શનસંબંધી કામમુંબઇ રહેતા મથુરાદાસને સોંપવામાં આવ્યું. તેમણે પુસ્તકનાં પ્રૂફ વાંચ્યાં-યથાયોગ્ય સુધારા કર્યા અને તેની છાપતાં પહેલાંની કાચી નકલ ગાંધીજીને જોવા મોકલી.પરંતુ ગાંધીજીને અનુવાદ ન ગમ્યો. તેમણે સ્પષ્ટ શબ્દોમાં મથુરાદાસને લખ્યું,‘ભાષાન્તરનું ગુજરાતી સરળ, સ્વાભાવિક, વ્યાકરણદોષથી રહિત અને સાહિત્યભંડારમાં શોભી રહે એવુંહોવું જોઇએ. આમાંનો એકે ગુણ આ ભાષાન્તરમાં હું જોઇ શકતો નથી...હું જોઉં છું કેપ્રૂફ તપાસવામાં તમે સરસ મહેનત કરી છે. શુદ્ધિપત્ર આપણે ન આપવું પડે અને અશુદ્ધિ નહોય એ આપણો નિયમ હોવો જોઇએ.’ (૧૪-૧- ૧૯૧૮)

ભાષાંતર વિશે ગાંધીજીના આગ્રહો કઠોરતાની હદે કડકહતા. એટલે મથુરાદાસે ગાંધીજીનાલેખો-ભાષણોનો સંગ્રહ કરવાનું કામ હાથમાં લીઘું, તે એમની પહેલી મોટી કસોટી હતી. ગાંધીજીએ સૌથી પહેલાં આસંગ્રહ કરવાનો હેતુ પૂછ્‌યો. મથુરાદાસે કહ્યું, ‘પ્રજાને આપના વિચારો સમજવામાં સરળતા થાય અને અભ્યાસનેપરિણામે શંકાશીલ (લોકો) આપના મતના થાય.એ વખતે ગાંધીજી મહાત્માગાંધીતરીકે દેશમાં તો ઠીક,ગુજરાતમાં પણ પૂરેપૂરા પરખાયા ન હતા.



ગાંધીજીની રજા તો મળી, પણ ઘણા લેખ કે ભાષણ અંગ્રેજી-હિંદી-મરાઠીમાં હતા. તેનોગાંધીજીને પસંદ પડે એવો અનુવાદ કરવાનું કેટલું અઘરું હતું તે આગળના પ્રસંગ પરથીસમજાશે. પણ મથુરાદાસે નોંઘ્યું છે, ‘લખાણ તૈયાર થઇ ગયું ત્યારે મેં સંગ્રહની અનુક્રમણિકા બાપુને વાંચી સંભળાવીઅને એકાદ ભાષણનો તરજુમો પણ તેઓ જોઇ ગયા.આ તરજુમો કોણે કર્યો એનો ઉલ્લેખ મહાત્મા ગાંધીની વિચારસૃષ્ટિ’ (૧૯૧૮)માં કે મથુરાદાસના સંભારણાના પુસ્તક બાપુની પ્રસાદી’ (૧૯૪૮)માં મળતો નથી. પણ બીજા કોઇએ તરજુમો કર્યો હોત તોમથુરાદાસે તેમનાં નામ અવશ્ય લખ્યાં હોત. તેથી આ કામ એમણે જ કર્યું હશે એવું ધારીશકાય. આ પુસ્તકની પ્રસ્તાવના લખવાની વાત આવી, ત્યારે મોતીહારીથી ગાંધીજીએ એક પત્રમાં લખ્યું,‘મારી પોતાની પ્રવૃત્તિઓની વિગતોમાંથી આપુસ્તકનું પ્રકાશન થયું છે. તેમાં મારે પ્રસ્તાવના લખવાની શી જરૂર? મારા વિચારોનું મારા દ્વારા થતું આચરણ એ જતેની સાચી પ્રસ્તાવના છે. એ પ્રસ્તાવના જે વાંચી શકશે તેને આ પુસ્તક વાંચવાનોધક્કો મળશે.

પુસ્તકના પ્રકાશકીયમાં જણાવ્યા પ્રમાણે,‘કોઇ એક સમર્થ વિદ્વાન પાસે એમના(ગાંધીજીના) આદર્શો અને સિદ્ધાંતોનું દિગ્‌દર્શન કરાવતો એક નિબંધપુસ્તકના આરંભે ઉપોદ્‌ઘાત તરીકે મૂકવાની યોજનાહતી. પ્રો.આનંદશંકર ધ્રુવ સત્યનિષ્ઠમહાત્મા ગાંધીજીના સિદ્ધાંતો અને એનાં તત્ત્વોનો થોડો વિચારએ વિષય પર લખવાના હતા. પરંતુ તેમની તબિયતકથળતાં એ નિબંધ મળી શક્યો નહીં અને તેના વિના પુસ્તક પ્રગટ કરવું પડ્યું. પુસ્તકનામુખપૃષ્ઠ પર ગાંધીજીનું પ્રિય વચન શઠંપ્રતિ સત્યમ્‌મૂકવામાં આવ્યુંહતું. એ વિશે મથુરાદાસે લખ્યું હતું,‘આ વચન આ પુસ્તકમાં ક્યાંય આવતું નથી, પરંતુ તેઓએ વાતચીતમાં અને ચર્ચા કરતાં તેનો ઉપયોગ ઘણીએવાર કર્યો છે અને તેની મહત્તા અનક વાર બતાવી આપી છે...શઠં પ્રતિ શાઠ્યમ્‌ એસૂત્ર...ધાર્મિક નથી, પણ કેવળવ્યવહારિક વચન છે એમ પણ એમણે ઘણી વખત બતાવ્યું છે...એમનું જીવન એમના પ્રિયસૂત્રનું પ્રતિબિંબ છે.

(બીજો ભાગ આવતી કાલે)


1 comment: