Sunday, May 29, 2011

ઘરઆંગણે અમેરિકાના આતંકની યાદ તાજી કરતું ‘ઓપરેશન જરોનિમો’

Geronimo with other Indian chiefs

ઓસામા સામેની લશ્કરી કાર્યવાહીને ‘ઓપરેશન જરોનિમો’ નામ અપાતાં અમેરિકાના ‘ઇન્ડિયન’- આદિવાસી સમુદાયમાં વિરોધોની લાગણી જાગી. કારણ કે જરોનિમો ઘાતકી, લાલચુ અને કપટી માનસિકતા ધરાવતા ધોળા લોકો સામે આઝાદીનો જંગ જારી રાખનાર છેલ્લા ઇન્ડિયન યોદ્ધાઓમાંનો એક હતો.

ઇન્ડિયન સમુદાય સામેના ભેદભાવ હવેના અમેરિકામાં દેખીતી રીતે જણાતા નથી. અમેરિકાના સૈન્ય સહિત બધાં ક્ષેત્રોમાં ઇન્ડિયન લોકોનું પ્રતિનિધિત્વ છે. વિદેશી ભૂમિ પર લડતી અમેરિકન ટુકડીઓમાં પણ આદિવાસી-ઇન્ડિયન સૈનિકો હોય છે. અમેરિકી લશ્કરમાં આક્રમક હેલિકોપ્ટરનો એક પ્રકાર ‘અપાચી’ તરીકે ઓળખાય છે, જે આદિવાસીઓના એક લડાયક કબીલાનું નામ છે. તેમ છતાં, પોતાના સમાજની આઝાદી માટે ઝઝૂમનાર જરોનિમો જેવા લોકોને હજુ ખલનાયક ગણવામાં આવે, તે એકવીસમી સદીના ઘણા ઇન્ડિયન અમેરિકનોને વસમું લાગ્યું.

ફરિયાદની પૂરેપૂરી પરંતુ ઇન્ડિયન લોકો માટેના કાયદા કે જોગવાઇ જાણે ભંગ થવા માટે જ સર્જાતાં હતાં. કારણ ગમે તે હોયઃ સોનું મળી આવવાને કારણે ઇન્ડિયન વિસ્તારોમાં ઉતરી પડતાં ધોળા લોકોનાં ધાડાં હોય કે મેક્સિકો સાથેના યુદ્ધને કારણે ઇન્ડિયનોની હદમાંથી પસાર થતા અમેરિકાના સિપાહી, કાયમી સરહદનો ભંગ લગભગ કાયમી બાબત બની ગઇ.

સવાલ ફક્ત ધૂસણખોરીનો નહીં, પણ આદિવાસીઓ પ્રત્યે ધોળા લોકોના ઘાતકીપણાનો હતો. અમેરિકી લશ્કરના જનરલ ફિલિપ શેરીડન માનતા હતા કે કોઇ આદિવાસી પર ગોળી છોડવામાં આવે અને તે વળતો હુમલો કરે, તો એ જંગલી ગણાય અને તેને મારી નાખવામાં કશો વાંધો નહીં. તેમણે કહ્યું હતું કે ‘ધ ઓન્લી ગુડ ઇન્ડિયન્સ આઇ સો વેર ડેડ.’ (મને તો ફક્ત મરેલા આદિવાસી જ સારા લાગ્યા છે.) ઇન્ડિયન લોકોના ઇતિહાસમાં કાળા અક્ષરે લખાયેલું આ વાક્ય છેવટે ‘ધ ઓન્લી ગુડ ઇન્ડિયન ઇઝ એ ડેડ ઇન્ડિયન’ (આદિવાસી તો મૂએલો જ સારો) એ સ્વરૂપે અમેરિકામાં પ્રચલિત બન્યું. આ જાતની માન્યતા ધરાવતા અમેરિકનોની પેશકદમીને કારણે ઇન્ડિયન લોકો માટે અલાયદા કરાયેલા ‘અભયારણ્ય’માં પણ શાંતિ જળવાઇ નહીં. ઉલટું, સરકારે તેમના માટે ફાળવેલા વિસ્તારમાં ધોળાઓનું દબાણ સતત વધતું રહ્યું.

કેલિફોર્નિયામાં ઇ.સ.૧૮૪૮માં સોનું મળી આવવાને કારણે થયેલો લોકધસારો ‘ગોલ્ડ રશ’ તરીકે જાણીતો છે. પરંતુ ઇન્ડિયન લોકો માટે ગોલ્ડ રશ ભારે નુકસાનકારક સાબીત થયો. સોનાની લ્હાયમાં સેંકડો અમેરિકનો કાયદાની બીક તજીને આદિવાસીઓના અભયારણ્યમાં પહોંચી ગયા, ત્યારે અમેરિકાની સરકારે તેમને સજા કરવાને બદલે નવું તૂત કાઢ્‌યું. તેનું નામ હતું ઃ ‘મેનિફેસ્ટ ડેસ્ટિની’. આ સરકારી અને સગવડીયા ‘સિદ્ધાંત’નો મતલબ હતોઃ યુરોપ અને અમેરિકાના લોકો ચડિયાતી જાતિના હોવાથી તે આખા અમેરિકા પર રાજ કરવા સર્જાયેલા હતા. એટલું જ નહીં, મૂળનિવાસી ઇન્ડિયન લોકોના જીવ, જમીન, જંગલો અને કુદરતી સંપદા- આ બધાનું રક્ષણ કરવાની જવાબદારી પણ ધોળા લોકોની હતી. બલ્કે, સિદ્ધાંત પ્રમાણે એ તેમની જવાબદારી નહીં, (કુદરતસર્જીત) નિયતિ/ડેસ્ટિની હતી. પોતાની ખોરી નીયતને નિયતિનો ફેંસલો ગણાવી દેવાની ધોળા લોકોની બેશરમ ચેષ્ટાથી ઇન્ડિયન લોકો સામેનું જોખમ અનેક ગણું વધી ગયું. તક અને ગુંજાશ હોય તો તે અમેરિકાના ધોળા લોકોના નહીં, પણ આદિવાસી-ઇન્ડિયન લોકોના પક્ષે હોય. કારણ કે દોઢ સદી પહેલાંના અમેરિકાના સત્તાધીશો, લશ્કરી અફસરો અને નફાખોર વેપારીઓએ તેમની પર વીતાડવામાં કશું બાકી રાખ્યું ન હતું. તેમના સત્તાવાર ભેદભાવના થોડા નમૂનાઃ

અમેરિકાના સાતમા પ્રમુખ એન્ડ્ર્‌યુ જેક્સન (સમયગાળોઃ ૧૮૨૯-૧૮૩૭) દૃઢપણે માનતા હતા કે ધોળા અમેરિકનો અને ઇન્ડિયન આદિવાસી લોકો સંપીને રહી શકે નહીં. તેમણે ૧૮૩૦માં એવો કાયદો પસાર કરાવ્યો કે મિસિસિપી નદીની પશ્ચિમ તરફનો વિસ્તાર ઇન્ડિયન લોકો માટે અમેરિકાના સૈન્યના હાથે ઇન્ડિયન લોકોનો સફાયો થવાનો કે તેમને પકડી પકડીને રીઝર્વેશન તરીકે ઓળખાતી જેલોમાં જાપ્તા હેઠળ રાખવાનો છેલ્લો તબક્કો ચાલતો હતો, ત્યારે અમેરિકાની સર્વોચ્ચ અદાલતે પણ આશ્ચર્યજનક ચુકાદો આપ્યો. માર્ચ, ૧૮૮૩માં સર્વોચ્ચ અદાલતે ઠરાવ્યું કે અમેરિકન ઇન્ડિયન જન્મજાત રીતે પારકો જણ/એલિયન અને પરાધીન/ડીપેન્ડન્ટ છે. સ્વાધીનતાની ભાવના માટે જાણીતા દેશની સર્વોચ્ચ અદાલત પોતાના જ દેશના મૂળનિવાસીને જન્મજાત રીતે પરાધીન જાહેર કરે, એ ફક્ત વક્રતા જ નહીં, ઇન્ડિયન લોકો માટે ઘેરી કરુણતા હતી.

આદિવાસી માટે સરકાર અને લશ્કરી અધિકારીઓ પાસે બે જ વિકલ્પ હતાઃ વિના શરતે શરણે આવો- ‘રીઝર્વેશન’ તરીકે ઓળખાતી સરકારી છાવણીઓમાં રહો અથવા ભાગેડુ બનીને સરકારી સૈન્યની ગોળીનો શિકાર બનો. (થોડા વખત પહેલાં અમદાવાદ આવેલા છત્તીસગઢના કાર્યકર હિમાંશુકુમારે કંઇક આ જ પ્રકારની વાત કરી હતીઃ ત્યાંની સરકારે સ્થાનિક લોકોને કહ્યું હતું કે ‘જે લોકો પોતપોતાનાં ઘરબાર છોડીને સરકારી છાવણીઓમાં રહેવા નહીં આવે તેમને માઓવાદી તરફી ગણી લેવામાં આવશે.’)

લેફ્‌ટનન્ટ વ્હીટમેન અને જનરલ ક્રૂક જેવા કેટલાક સહૃદયી અમેરિકન લશ્કરી અધિકારીઓએ ઇન્ડિયન લોકો પર વિશ્વાસ મૂકીને તેમની સાથે માયાળુ રીતે કામ લીઘું, ત્યારે તેમની વિરુદ્ધ ઘણી કાગારોળ મચી. યુદ્ધખોરીમાંથી કમાણી કરતા કોન્ટ્રાક્ટરથી માંડીને છાપાંએ કકળાટ કરી મૂક્યો. એકલદોકલ અધિકારીઓની સારપ સિવાય બાકીની દિશામાંથી અત્યાચાર ચાલુ હોય અને ઇન્ડિયનો મગજ ગુમાવે એટલે સારા અધિકારીઓની હાલત કફોડી બનતી હતી. આ બન્ને અધિકારીઓને છેવટે ઠપકા સાંભળીને-હેરાનગતિ વેઠીને નોકરી છોડવાનો વારો આવ્યો.

સરકાર અને લશ્કરી અધિકારીઓના ક્રૂર વલણનું પરિણામ એ આવ્યું કે જરોનિમો, તેના પૂર્વસૂરિઓ અને સમકાલીનોએ શક્ય બન્યું ત્યાં સુધી લડાઇ ચાલુ રાખી. શસ્ત્રો, તોપગોળા અને આયોજનબદ્ધ સૈન્ય સામે ભૂખથી પીડાતા, ટાંચાં શસ્ત્રો ધરાવતા અને પોતાની ભૂમિમાં પારકાપણાનો શાપ વેઠતા આદિવાસીઓની લડાઇ બિલકુલ બરાબરીની ન હતી. એટલે જરોનિમો જેવા છેલ્લી પેઢીના ઇન્ડિયન નાયકો માટે શરણે આવવાનો અને સરકારી ‘રીઝર્વેશન’માંથી ભાગી છૂટવાનો સિલસિલો ચાલુ રહ્યો. જરોનિમોની ટુકડીએ છેલ્લી વખત શરણે આવતાં પહેલાં ઘણા સમય સુધી અમેરિકન સૈનિક ટુકડીઓને હંફાવી અને હાથતાળી આપી. લશ્કરી હુમલામાં પોતાનાં પત્ની-બાળકો ગુમાવનાર જરોનિમોએ આદિવાસીઓને ત્રાસ આપવામાં અમેરિકાના સહભાગી મેક્સિકોમાં પણ ઘણા હુમલા કર્યા. તેને કારણે અમેરિકાના સૈન્ય, સરકાર અને પ્રસાર માઘ્યમોમાં જરોનિમોનું નામ આતંકનો પર્યાય બનાવી દેવામાં આવ્યું. સૈનિકો પર કરેલો કોઇ પણ હુમલો જરોનિમોના નામે ચડી જાય એવી તેની છાપ ઉભી કરવામાં આવી. કાયમી ધોરણે અલાયદો- પરમેનન્ટ ઇન્ડિયન ફ્રન્ટીઅર- રાખવામાં આવે. ઇન્ડિયનો રહે ત્યાં સુધી તે આ વિસ્તારનું રક્ષણ કરે. ઇન્ડિયનોના વિસ્તારમાં ધોળા લોકોને વેપારધંધો કરવો હોય તો સરકારી લાયસન્સ લેવું પડે અને ત્યાં વસવાનો તો એમને હક જ નહીં.

Geronimo with his biographer & interpreter

શસ્ત્રબળ, સંખ્યાબળ અને સંસાધનો ખૂટી જવાને કારણે ચોતરફથી ભીંસમાં આવેલો જરોનિમો આખરે શરણે આવ્યો. જીવનના છેલ્લા બે દાયકા સરકારી જેલો-રીઝર્વેશનોમાં અને પ્રદર્શનની જણસ તરીકે વીતાવ્યા. જરોનિમોનું નામ એટલું જાણીતું થઇ ચૂક્યું હતું કે વિવિધ મેળામાં તેને જોણા તરીકે રજૂ કરવામાં આવતો હતો. તેણે આત્મકથા પણ લખાવી, જે ‘જરોનિમોઝ સ્ટોરી ઓફ હિઝ લાઇફ’ નામથી ૧૯૦૬માં પ્રકાશિત થઇ. ઓક્લાહોમા રાજ્યના સુપ્રીટેન્ડન્ટ ઓફ એજ્યુકેશન બેરેટે અપાચી દુભાષિયાની મદદથી જરોનિમોની વાતો સાંભળીને આ પુસ્તક તૈયાર કર્યું હતું. જરોનિમોનું ૧૯૦૯માં ઘોડા પરથી પડી જવાથી મૃત્યુ થયું, પણ ધોળા લોકોના અત્યાચાર સામે ઇન્ડિયન સમાજની સંઘર્ષકથાના એક પાત્ર તરીકે તેનું નામ લોકસ્મૃતિમાંથી હજુ ભૂંસાયું નથી.

(માહિતીનો મુખ્ય આધારઃ ‘બરી માય હાર્ટ એટ વુન્ડેડ ની’, લેખક : ડી બ્રાઉન)

3 comments:

  1. Anonymous1:52:00 AM

    It is the same as Pakistan giving their missiles' names as Ghauri, Abdali, Ghazni etc.

    ReplyDelete
  2. Anonymous1:17:00 AM

    Well narration.

    Interesting Books to understand a Super-Power, :
    1. War in the Mind.
    2. How Friends become Foe, on US Foreign Policy
    3. Legacy of Ashes: The History of the CIA
    4. They Dare to Speak Out

    100 years of its history-experience, another name of imperialism, after Britisher.

    ReplyDelete