Monday, May 09, 2011
ડખા-ત્રીજઃ આંખનું કાજળ ગાલે...
(Akho : drawing by Ravishankar Raval)
નવા તહેવારો અને ‘પરંપરા’ કેવી રીતે શરૂ થતી હશે, તેનો એક નમૂનો ત્રણ દિવસ પહેલાંની અખાત્રીજે મળ્યો. તિથીનું મૂળ નામઃ અક્ષયતૃતિયા.એટલે કે પૂનમ પછી ચંદ્રની કળામાં બચતખાતાના વ્યાજદરોની જેમ કપાત થવા લાગે ત્યારે આવતી ત્રીજ. એ તિથીનું હિદુ અને જૈન શ્રદ્ધાળુઓમાં ઘણું મહત્ત્વ. એ દિવસે ત્રેતાયુગ શરૂ થયો હોવાની, ગંગાનું અવતરણ પૃથ્વી પર થયાની કે પરશુરામનો જન્મ થયાની પુરાણકથાઓ તો હવે વિકિપીડીયા પર પણ મળે. દાનપુણ્ય, શુભકામો અને સોનાચાંદીની ખરીદી માટે પણ એ દિવસ શુભ ગણાય.
પરંતુ આ અખાત્રીજે એક નવું તૂત જાગ્યું. ખબર નહીં કોણે, પણ ફક્ત તિથીના નામ પરથી એવું ગબડાવ્યું કે અખાત્રીજ એટલે મહાન ગુજરાતી કવિ અખાની જન્મતિથી! મઘ્ય યુગમાં થઇ ગયેલા અખાનાં જન્મ-મૃત્યુનાં વર્ષોમાં પૂરેપૂરી ચોક્સાઇ ન હોય ત્યારે તેમની જન્મતિથી શી રીતે નક્કી થઇ, એ તો કોણ જાણે? (‘આપણા પ્રતિનિધિ સારસ્વતો’માં રમેશ મ.શુક્લે તેમનો સમયગાળો ‘અંદાજે ૧૬૦૦-૧૬૫૫’ નોંઘ્યો છે.)
પણ અમદાવાદમાં નામી શિલ્પકાર રતિલાલ કાંસોદરીયાએ તૈયાર કરેલી અખાની સરસ પ્રતિમા પાસે ઉત્સાહીઓ પહોંચી ગયા, હારતોરા કર્યા અને ભલું હશે તો સાંસ્કૃતિક વારસાનું ગૌરવ પણ લીઘું હશે. તેનો સચિત્ર અહેવાલ પણ પ્રગટ થયો. મિત્ર પ્રણવ અઘ્યારુએ ઘ્યાન દોર્યું એટલે એ વિશે જાણ થઇ.
‘હકારાત્મક’ જોવાના આગ્રહીઓ એવું કહી શકે કે ‘ચલો, એ બહાને અખાને યાદ તો કર્યો’, પણ ગાંધીજીને જેમ ‘ચીયર્સ’ કરીને યાદ ન કરી શકાય, એવી જ રીતે અખાને વગર વિચાર્યે, ‘આંખનું કાજળ ગાલે ઘસીને’ શી રીતે યાદ કરી શકાય?
Subscribe to:
Post Comments (Atom)
આ રીતે આખાને યાદ કરી ને યાદ કરનારાઓ એ સાબિત કરી દીધું છે કે સદીઓ પહેલા અખાએ રચેલા છપ્પા આજના સમાજ માટે પણ આઉટ ડેટેડ નથી!
ReplyDeleteવતન અમદાવાદ પાસેનું જેતલપુર (સમર્થન નથી), દેસાઈની પોળમાં અખાનો ઓરડો છે (સમર્થન નથી), પિતા રહીયાદાસ અને ભાઈ ગંગારામ (લલ્લુભાઈ ધોળીદાસ નામના ગૃહસ્થે સ્વ નર્મદાશંકર દેવ શંકર મહેતા સમક્ષ રજુ કરેલા પેઢી નામા પરના દાવા પ્રમાણે..), ગુરુ ગોકુળનાથ (છપ્પા ૧૬૭-૧૬૮માના ઉલ્લેખ પ્રમાણે)ના અવસાનની સાલ ૧૬૪૧ પરથી સમયગાળો આશરે સત્તરમી સદી...
ReplyDelete- ડૉ શિવલાલ જેસલપુરાની નોંધોના આધારે...
1 murakh ne avi tev paththar dekhi puje dev....!
ReplyDeleteha ha ha....
ReplyDeleteaa mahanubhavo kon hata?
maja padi....
પૂજનીય અને પૂજ્ય ની પાટલી ભેદ રેખાની સમાજ ક્યારે સંamજય.
ReplyDeleteઅમે તો ગૌતમ બુદ્ધ, આંબેડકર, તત્વજ્ઞાનીઓ ને પણ પૂજ્ય બનાવી બેઠા.
Bhasane shu varge bhur, je ran ma jite te sur..
ReplyDelete