Friday, October 02, 2015

બાવડું ખેંચીને એટલું હસ્યાં કે માઇક ઝાલીને રોઇ પડ્યાં

લાગે છે કે સાહેબના નસીબમાં જશ નથી. કંઇક સારું કરવા જાય ને એમના વિરોધીઓ, દેશદ્રોહી સ્યુડો-સેક્યુલરો તેમની પર તૂટી પડે છે. હવે બધા કહે છે કે સાહેબે ફેસબુકના ઝકરબર્ગને હાથેથી ઝાલીને બાજુ પર કરી દીધો.

હકીકતમાં સાહેબનો ઇરાદો નેક હતો : દોણી સંતાડીને છાશ લેવા આવેલા સાહેબ સાથે મહત્તમ તસવીરો પડાવવાની અમૂલ્ય તક બિચારો ઝકરબર્ગ ગુમાવી બેસે, તો ભવિષ્યમાં તેને વસવસો થાય. ઝકરબર્ગ તો બાળક છે. (સાહેબની પ્રચારપટુતા અને કેમેરાપટુતા સામે બધાં બાળક ગણાય.) પણ છોરુ કછોરુ થાય અને કેમેરા ભણી પીઠ કરીને ઊભું રહે, એટલે માવતરથી થોડા કમાવતર થવાય?

સાહેબના રાજમાં અંધેર હશે--અંધેર તો ક્યાં નથી હોતું-- પણ દેર નથી. દુષ્ટ માનવ અધિકારવાળા ગમે તે કહેતા હોય, પણ સાહેબના મનમાં દયા વસી હશે. તેમને થયું હશે કે ગાડી નીચે ગલુડિયું ચગદાઇ જાય કે આપણી સાથે ઝકરબર્ગના બે ફોટા ઓછા આવે, સાલું આપણને ચચરાટી તો થાય. ઇતિહાસનું પુનરાવર્તન ટાળવા માટે તેમણે ઝકરબર્ગને પોતાની પાંખમાં લીધો. (તેમના પરિચિત લોકોના મતે, પાંખમાં લેવાની તેમની સ્ટાઇલ છે.)

અને અમેરિકાના પ્રમુખનેબરાકકહી શકાય, તો ઝકરબાબા શી ચીજ છે? એને વિવેકપૂર્વક, ખભે કે કમરે હાથ મૂકીને, સભ્યતાપૂર્વક થોડો જોડે આણવાનો હોય? એમણે તો ઝકરબર્ગનો હાથ પકડ્યો ને તેને એવી રીતે ખેંચ્યો કે જેથી પહેલાં ઝકરબર્ગનો હાથ અને પછી ઝકરબર્ગ પોતે. આમાં તેમણે ઝકરબર્ગનું અપમાન કર્યું કે ઉદ્ધાર કર્યો? પણ સાહેબના વિરોધી રાષ્ટ્રદ્રોહીઓ ક્યાં કશું સમજે છે? આટલી ચોખ્ખી વાતમાં તેમણે એવો કુપ્રચાર શરૂ કર્યો કે ઝકરબર્ગ ફોટામાં વચ્ચે નડતો હતો, એટલે સાહેબે એને ટપોરી સ્ટાઇલમાં બાજુ પર કરી દીધો.

ધારો કે સાચું હોય તો, સૂચવે છે કે સાહેબ હવે અહિંસાવાદી થઇ ગયા છે. બાકી, નડતા લોકોનું શું થાય છે, આપણે ક્યાં નથી જાણતા? અને ધારો કે ઝકરબર્ગને ખસેડી દીધો તો પણ, હા, હા, સાડી સત્તર વાર ખસેડ્યો અને આને કહેવાય ખરી મરદાનગી. અબજોપતિ ઝકરબર્ગને સાહેબે પળવારમાં પાતળો પાણી જેવો કરી દીધો. સાહેબનાકોટ-માર્શલથી ઝંખવાયેલા ઝકરબર્ગે ઘડીભર પોતાનો કોટ ઠીકઠાક કરીને માનસિક સંતુલન પાછું મેળવવું પડ્યું. આવો મરદ વડાપ્રધાન હોય, પછી કોઇની મગદૂર છે કે આપણા દેશ સામે આંખ ઊંચી કરીને જુએ? (પાકિસ્તાન-ચીન જેવા અપવાદો તો દરેક જગ્યાએ રહેવાના,)

મહાન માણસોની ખાસિયત હોય છે : જ્યાં જાય ત્યાં પોતાની સંસ્કૃતિના ઝંડા ફરકાવતા આવે. ઘટના પછી સાંભળ્યું છે કે ઝકરબર્ગ ફેસબુક પર Removeને બદલે Push away એવો વિકલ્પ મૂકવાનું વિચારી રહ્યા છે.




6 comments:

  1. હા, હા, હા....ઉર્વીશભાઈ, સાવ આમ ના લખો. સાહેબ ના ભક્તોની લાગણી દૂભાઈ જશે.

    ReplyDelete
  2. It seems that Urvish bhai has personal problem with our PM since he was our chief Minister. Urvish has bhai blocked my all the comments.

    ReplyDelete
    Replies
    1. મોદી સામે વાંધો એટલે તમારી કમેન્ટ બ્લોક...શું લોજિક છે. :-) તમે કેવળ ભક્તિથી દોરવાઇને આડેધડ વિરોધ કરવા આવશો તો તમારી કમેન્ટ અપ્રુવ નહીં જ થાય, એટલું કહેવા માટે જ આ કમેન્ટ અપ્રુવ કરી છે.

      Delete
    2. i am not blind fan of MR. Modi. what i observe that i have wrote, if you think i m making wring comment than nothing to say.

      Delete
  3. Anonymous12:15:00 AM

    Zukarbark aanej layak hto.je thyu ae barobar chhe.

    ReplyDelete
    Replies
    1. કેવી રીતે? લાગે છે કે તમે ફેસ્બૂકનો ઉપયોગ નથી કરતા.

      Delete