Thursday, October 03, 2013

‘સાર્થક જલસો’ : આ દિવાળીએ વાચનની અભૂતપૂર્વ આતશબાજી

ત્રણેક મહિના પહેલાંની વાત છે. બીરેનના બ્લોગ પર મિત્ર અમિત જોશીએ ગયા વર્ષના દિવાળી અંકો વિશે એક સમીક્ષાલેખ લખ્યો હતો.  પાકા વાચક અને અનિયમિત લેખક અમિતની ફરિયાદનો મુદ્દો એવો હતો કે દિવાળી અંકો ઘણા વખતથી ઘરેડમય બની ગયા છે. તેમાં કશી નવીનતા, નક્કરતા કે વાંચ્યાનો સંતોષ થાય એવી વાચનસામગ્રી હોતાં નથી. માટે સજ્જ ગુજરાતી વાચક પાસે બે જ વિકલ્પ રહે છે : અંક ખરીદીને દરેક વખતની જેમ તેનાથી નિરાશ થવું- બળતરા વ્યક્ત કરવી અથવા દિવાળી અંકો ખરીદવાનું છોડી દેવું.

ફરિયાદ નવી નથી. પણ અમિતનો લેખ બ્લોગ પર મૂકતી વખતે બીરેનને વિચાર આવ્યો : ‘આપણે લેખન સાથે સંકળાયેલા મિત્રો ફક્ત ફરિયાદ કરીને બેસી રહેવાને બદલે, જાતે શું કરી શકીએ?’  પહેલો વિચાર ઇ-મેગેઝીન કાઢવાનો હતો. પરંતુ થોડા વિચાર પછી અને લખનારા મિત્રોના ઉષ્માભર્યા પ્રતિભાવ પછી નક્કી થયું કે ‘સાર્થક પ્રકાશન’ છાપેલા સ્વરૂપે- હાર્ડ કોપીમાં જ વિશેષાંક કાઢે.

ઉત્કૃષ્ટ, નક્કર, તાજગીપૂર્ણ અને વૈવિઘ્યસભર વાચનનો સંતોષ થાય એવી સામગ્રી આપવી, એ પહેલો હેતુ હતો. લેખોની ગુણવત્તા જળવાઇ રહે, જગ્યા ભરવા માટે મળ્યા તે લેખ છાપી મારવા ન પડે, લેખકને લખવાનો, ડીઝાઇનરને ડીઝાઇનનો અને સંપાદકને ચુસ્ત સંપાદન કરવાનો પૂરો અવકાશ રહે, એ માટે નક્કી થયું કે ‘સાર્થક પ્રકાશન’ વર્ષમાં ફક્ત બે અંક કાઢશે : ઓક્ટોબરમાં દિવાળી અંક અને એપ્રિલમાં વેકેશન અંક. વિશેષાંકનું નામ નક્કી થયું : ‘સાર્થક જલસો’.

આ દિવાળી પર ‘સાર્થક જલસો’નો પહેલો અંક પ્રગટ થશે. સમૃદ્ધ, સરસ અને ગુજરાતી મુખ્ય ધારાનાં સામયિકોમાં ભાગ્યે જ વાંચવા મળે એવી ઠોસ વાચનસામગ્રી ‘સાર્થક જલસો’ની મુખ્ય તાકાત- અને તેની ખાસિયત (યુએસપી)- બને, એવો અમારો પ્રયાસ છે.

રૂ.૫૦ની છૂટક કિંમત અને આશરે ૧૫૦ પાનાં ધરાવતા ‘સાર્થક જલસો’માં, દિવાળી અંકોની સર્કિટમાં કાયમી કે જાણીતા હોય એવા કોઇ લેખકનો લેખ નથી. ઘસાયેલી કલમો ઉપરાંત અમારા ગુરુજનોની કસાયેલી કલમોનો ઉપયોગ પણ પહેલા અંકમાં કર્યો નથી. આશય એટલો જ કે ઓછું લખતા અથવા ઓછા જાણીતા સજ્જ લેખકો પાસેથી ઉત્તમ સામગ્રી કઢાવીને ગુજરાતી વાચકોને પીરસી શકાય. ગુજરાતી વાચનમાં અને વાચકોની મનોસૃષ્ટિમાં નવાં નામ ઉમેરાય, સાથે નવુંનક્કોર-નવુંનક્કર કામ પણ ઉમેરાય.

આ જાતના હેતુથી શરૂ થયેલું ‘સાર્થક જલસો’ ગુજરાતના ખૂણેખાંચરે, વઘુ ને વઘુ વાચનરસિયાઓ સુધી કેવી રીતે પહોંચાડી શકાય?

- અને તેમાં તમે સૌ- આ લખાણ વાંચનારા મિત્રો - કેવી રીતે મદદરૂપ થઇ શકો?

 જરૂર જણાવશો.
 તમારાં સૂચનો અને તેને અમલમાં મૂકવાના સહકાર માટે આગોતરો આભાર. 

22 comments:

  1. Anonymous10:15:00 PM

    1. ઇ-મેગેઝીન nathi karyu e saru che, pan apde ema lakhayeli samgri na visay vastu muki sakiye online, Index marfate, ane ketlak sample samgri marfate pan. Jem Amazon kare che em, puri book na 5 10 pana nu saras sample banavi ne.
    2. micro advertisement - mitro saga sabandhio ne advertisement karine
    3. Sahitya professors/ Lekhak ne girft karine - so they can also ask other to check the material

    ReplyDelete
  2. aavakaar, abhinandan. aaturtaathee raah joish.
    Deepak Mehta

    ReplyDelete
  3. dipak soliya12:24:00 AM

    અમિત જોશીની ટિપ્પણી બાદ બીરેન કોઠારીને દિવાળી અંક કાઢવાનો વિચાર આવ્યો એ હકીકત છે. અને એ વિચારમાંથી 'સાર્થક જલસો'નો જન્મ થયો એ પણ હકીકત છે. પરંતુ વાત ફક્ત એટલી જ છે કે જેમ જુવારના બીજમાંથી જુવાર ઊગે અને ઘઉંના દાણામાંથી ઘઉં ઊગે એમ સાર્થક-ટીમ અંક કાઢે તો આવો કાઢે... એમાં બીજા ખરાબ અને અમે સારા એવી ભાવના નથી. પણ અમને એક ગીત ગાવાનું મન થયું એટલે અમે અમારી રીતે ગાયું એવી ભાવના વધુ છે. રફી રફીની જેમ ગાય તો કિશોર કિશોરની જેમ ગાય... અને પછી જે થાય તે થાય...

    ReplyDelete
  4. બીરેન કોઠારી12:26:00 AM

    'સિદ્ધ'મહાત્મા દીપકની શૈલીમાં કહીએ તો- "બસ , મોજથી હવામાં એક પથ્થર ઉછાળવાનું મન થયું.' નામ પણ આપણી ભાવનાને પ્રતિબિંબીત કરે એવું સર્વાનુમતે મંજૂર થઈ ગયું- '(સાર્થક) જલસો'. ટૂંકમાં કહીએ તો- લખનારને જલસો પડે, સંપાદકને જલસો પડે, ડિઝાઈનરને જલસો પડે, અને આ બધાના ગુણાકારરૂપે વાચકને જલસો પડે, એટલે આ 'જલસો' 'સાર્થક'.

    ReplyDelete
    Replies
    1. dipak soliya1:03:00 AM

      'જલસો' 'સાર્થક' 'સિદ્ધ' થાય... બસ!

      Delete
  5. અર્થના બન્ને અર્થોને સાચવીને તમે લોકોએ “મૂલ્ય” ને પણ બન્ને રીતે આકર્ષક બનાવ્યું છે !

    ઘસાઈ ગયેલી (રૅકર્ડ જેવી) કલમોને દૂર રાખીને ને અન્ય રીતોથી પણ જલસો મૂલ્યવાન કરાવવા ધાર્યું છે તો બીજી બાજુ નાણાંકીય મૂલ્ય નીચું રાખીનેય જલસાને અતિ મૂલ્યવાન રાખ્યો છે !

    ધન્યવાદ.

    ReplyDelete
  6. Anonymous7:30:00 AM

    અેક અંક મારો.....
    9898755200

    ReplyDelete
  7. માત્ર 'સાહિત્ય' કે માત્ર 'સામાન્યતઃ લોકપ્રિય'વિષયો પર 'પ્રખ્યાત(!), જેમના નામ્થી પ્રક્સ્સહ્ન ચપોચપ વેંચાઇ જાય તેવા લેખકો દ્વારા, પોતાની 'કાચીપાકી' વિચારધારાને પોષતા, કોઇકે કરેલ સંશોધન પર થી પોતાને 'મનફાવતાં' ''મસાલેદાર(!)' તારણોથી ભરેલા, થોડા અંગ્રેજી કે ઉર્દુ શબ્દો છાંટી દેવાથી 'આધુનિક' જણાતાં ગુજરાતીમાં લખાયેલા લેખોથી ચાતરીને એક નવી કેડી કંડારવાનો પ્રય્ત્ન સ્તુત્ય તો છે જ.
    આશા કરીએ કે આ પ્રકારનાં અંકનાં આયોજન પછીના 'ઉત્પાદન'ના તબક્કા તો બરોબર પાર કર્યા છે પછી વિતરણ વ્યવસ્થા માટે આજકાલ 'સફળ' પણ વપરાયેલી દરેક 'વાયરલ ટ્રીક'નો ભરપૂર ઉપયોગ કરીને, પરંપરાગત વિતરણ સાંકળૉ તેમ જ ડીજીટલ વેચાણ વ્યવસ્થાનો પણ 'લાભ' લિને આ પ્રયોગ વ્યાપક પણ સફળ રહે.

    ReplyDelete
  8. બસ,આવું કંઇક ક્યારેક -સંભવામિ યુગેયુગે-ની તરાહ પર બનવાનું જ હતું એવી સ-આધાર અપેક્ષા હતી જ. આ આધાર એટલે આપ સન્નિષ્ઠ,અભ્યાસુ,ખંતીલા, સર્જકતા અને સાર્થક સક્રિયતાથી ફાટ ફાટ વિચારશીલ કર્મઠોનો મેળો!....આપ લોકોની આ યોજના થકી અમારા જેવા સર્હદય-ભાવક એવા 'જયંતીલાલો' ને 'જલ્સા' પડી જવાના!....ખૂબ ખૂબ ધન્યવાદ અને સફળતા માટે શુભેચ્છા-ર્હદયથી.

    ReplyDelete
  9. સાર્થક જલસો
    બેઠક પહેલી
    કે જામ પહેલો
    કે અમલ પહેલો......? કે અંક પહેલો?
    મારી નકલો ગણી અને કહીશ...
    એવું થઇ શકે? કે દરેક જીલ્લા મથક તાલુકા મથક એરીયા ગામ, આ બધે સાહિત્યના ખરા શોખીન અને મદદ વૃત્તિવાળા મિત્રો હોય જ છે.. જો એવા મિત્રો આગળ આવે તો વિતરણ સહેલુ બની જાય.. અમદાવાદમાં શિવરંજની વિસ્તાર કે સેટેલાઇટ રોડ માટે હું મારા ઘરે નકલો રાખવા તૈયાર છું...

    ReplyDelete
  10. Jagadusha - Rajula.9:08:00 PM

    Well Done and Very well said Urvishbhai. Go ahead. We are with you.

    ReplyDelete
  11. Jagadusha - Rajula.9:09:00 PM

    Btw can I send anything in article sense?

    ReplyDelete
  12. Almost means can I mean that there is a hope?

    ReplyDelete
    Replies
    1. મેટર તો ક્યારનું આવી ગયું છે. પેજિંગ 'ઓલમોસ્ટ' થઇ ગયું છે.પણ વાંચ્યા પછી તમને જરાય આવી લાગણી નહીં થાય. એવું લાગશે કે બધા લેખ જાણે તમારા જ છે. :-)

      Delete
  13. Jagadusha - Rajula.10:44:00 PM

    Urvishbhai, pls for me, can u visit once on
    http://jignesh1976.blogspot.in

    ReplyDelete
    Replies
    1. તત્કાળ મુલાકાત...
      ચિંતનાત્મક પ્રકારનું મને બહુ ફાવતું નથી. એ સિવાયનું -સુભાષ ઘાઇ જેવું કે ફિલ્મો સિવાયના વિષયનું પણ હોય તે અંગત રીતે મને વધુ ગમે.

      Delete
  14. અભિનદન અને શુભેચ્છાઓ

    ReplyDelete
  15. Anonymous3:06:00 PM

    અતિ સુંદર અને ઉતમ વિચાર.ખાસ તો --->> દિવાળી અંકોની સર્કિટમાં કાયમી કે જાણીતા હોય એવા કોઇ લેખકનો લેખ નથી. ઘસાયેલી કલમો ઉપરાંત અમારા ગુરુજનોની કસાયેલી કલમોનો ઉપયોગ પણ પહેલા અંકમાં કર્યો નથી.

    ReplyDelete
  16. Dear urvish bhai,
    Thnx a lot for the great revolutionery step in this field. Pls tell me from where I can get the issue. You have always serve the best writings and now it is our expection to get more and more ! Thanx again !

    ReplyDelete
  17. હું Android પર eBook ને જ એક App જ બનાવી નાખે તેવી Software Service આવનારા સમયમાં શરૂ કરવા જઈ રહ્યો છું. આ Service દ્વારા આપને એપની .apk extension માં ફાઈલ મળી જશે. જેને આપ Google Play Store Upload પણ કરી શકો તેમજ website પર Share કરીને Download પણ કરાવી શકો છો. આ Book app Android Tablet અને Android phone બંને resolution support કરે છે. ઉપરાંત ,1 Yearની service Warranty અને Editing સાથે App Updation ની ફેસિલીટી પણ મળશે.

    આ દિશામાં કંઈક આગળ વધવાની ઈચ્છા હોય તો, vihaan.inc@gmail.com પર જાણ કરશો.

    આભાર.

    ReplyDelete
  18. Anonymous9:01:00 PM

    ઉર્વિશભાઇ અને સાર્થક ટીમ
    અમે પણ બિબાઢાળ દિવાળી અંકોથી થોડા નહીં પણ ધણાબધા કંટાળી ગયા છીએ. જેમ દર દિવાળી પર મઠીયા, ધુધરા ખાઇ ખાઇને આપણે કંટાળી જઇએ તેમ જ. તમે આટલી ઓછી કિંમતમાં કઇક નવું અને સરસ આપવાનો પ્રયાસ કર્યો છે તેમાં જ અમારા એડવાન્સ બુકીંગ કરાવેલા અંકો વસુલ થઇ જાય છે.
    અમારી બધાની શુભેચ્છાઓ તમારી સાથે છે, બસ તમે જે ઉત્‍સાહથી અને નિષ્‍ઠાથી પ્રયાસ કરો છો તો આઉટપુટ પણ એટલું જ સરસ મળવાનું... સાર્થકનું નામ વધારે સાર્થક થાય તેવી આશા...
    - ઝાકળ

    ReplyDelete