Wednesday, May 06, 2009
વાંસદા, જયકિશન અને સ્વામી સચ્ચિદાનંદ

થોડા સમય પહેલાં અમે (રજનીકુમાર સહિત પાંચ જણની સમિતિએ) મહાન ગાયિકા જુથિકા રોયનું સન્માન કર્યું- તેમની આત્મકથા ગુજરાતીમાં પ્રકાશિત કરી ત્યારે સમારંભમાં મંચ પર સ્વામી સચ્ચિદાનંદ પણ હતા. એ વખતે રજનીકુમારે જાહેરાત કરી કે સ્વામી ટૂંક સમયમાં જયકિશનના વતન વાંસદામાં જયકિશનની પ્રતિમા મુકશે.

એ સમય આવી પહોંચ્યો છે.
તા. ૨૧-૫-૦૯ના ગુરૂવારે સવારે ૯ વાગ્યે વાંસદા ગામમાં સ્વામી સચ્ચિદાનંદ પ્રેરિત સમારંભમાં સંગીતકાર જોડી કલ્યાણજી-આણંદજીના આણંદજીભાઇ જયકિશનની પ્રતિમા ખુલ્લી મુકશે. (સુરતના મિત્ર હરીશ રધુવંશીએ પ્રતિમાની તસવીર મેઇલ દ્વારા મોકલી આપી છે!) આ કામમાં સ્વામીને હસરત જયપુરીના ગુજરાતી મિત્ર-સંગીતપ્રેમી ચંદુ બારદાનવાલા અને શંકર-જયકિશન પર પુસ્તક લખનારા અભ્યાસી ડૉ.પદ્મનાભ જોષીનો પણ ભરપૂર સહકાર મળ્યો છે. ડૉ.પદ્મનાભ જોષીએ લખેલી પુસ્તિકા પણ આ પ્રસંગે પ્રગટ થશે.
આ પ્રોજેક્ટ સાથે સંકળાયેલા સૌને અભિનંદન.
( જયકિશનનું સંગીત અને ‘એ પ્યાસે દિલ બેઝુબાં’ તો જોયું હશે. આ સાથે મુકેલી લિન્કમાં ‘શ્રી ૪૨૦’ માં જયકિશનનો અભિનય જુઓ! )
http://www.youtube.com/watch?v=gPkgtey0zCA
Labels:
film/ફિલ્મ,
music/સંગીત,
Rajnikumar Pandya,
religion
Subscribe to:
Post Comments (Atom)
Really nice to know. I have quite a few nostalgic realms with Vansda.
ReplyDeleteI had been raised in Vansda during 1984-1991. Shri JaiKishan's sister used to run a gift article store during that time. I also started learning harmonium in JAIKISHAN SANGIT SHAALAA, Vansda.
Congratulations-Rajnikantbhai_ I know how much u love jaikishan-I have read it in my fav book-Aapki Parchhaia" My conratulations to the team-Urvishbhai-Harishbhai and Birenkumar.
ReplyDeleteI love Shanker-Jaikishan's music forever-
સારા સમાચાર આપ્યા તમે.
ReplyDeleteઉર્વિષભાઈ
ReplyDeleteમહાન લોકપ્રિય સંગીતકાર જયકિશનની પ્રતિમાનુ અનાવરણ તેમના વતન વાંસદામા થવાનુ છે અને તેમના જીવન તથા સંગીત વિષે ડૉ.પદ્મનાભ જોષીએ લખેલી પુસ્તિકા પણ આ પ્રસંગે પ્રગટ થશે તે જાણી ઘણો જ આનંદ થયો!
હાલમા હું ડો. જોશીનું પુસ્તક "શંકર-જયકિશન - સદાબહાર સંગીતના યુગસર્જક" વાંચુ છું. આ પુસ્તકનો મારો આ કદાચ ત્રીજો રાઉન્ડ છે. રજનીકુમાર પંડ્યાએ તેમના પુસ્તક "આપકી પરછાંઈયા" મા પણ જયકિશનના જીવન-કાર્ય વિષે સારી વિગતો આપી છે.
શંકર-જયકિશનના ચાહકો - ખાસ કરીને હિન્દી ફિલ્મ સંગીતના સુવર્ણ્-યુગના ચાહકો માટે આ એક અત્યન્ત ખૂશીનો પ્રસંગ છે. તે સાથે સંકળાયેલા સહુ ને અભિનંદન! આ માહિતી આપવા બદલ તમારો આભાર!
દિનેશ પંડ્યા
મુંબઈ