Thursday, May 21, 2009

પ્રભાકરન વિશેનો ન ચૂકવા જેવો લેખ

http://www.tehelka.com/story_main41.asp?filename=Ne230509coverstory.asp

પ્રભાકરનના અંત સાથે એલટીટીઇનો ખેલ પૂરો થયો છે. એલટીટીઇ વિશે તેના કેમ્પમાં અવરજવર ધરાવતાં પત્રકાર અનિતા પ્રતાપ લખતાં હતાં- એમણે એક પુસ્તક પણ લખ્યું હતું- એ યાદ આવે છે. પણ આ વખતના તહલકામાં ફોટોજર્નાલિસ્ટ શ્યામ ટેકવાણીએ લખેલો લેખ કોઇ પણ દૃષ્ટિએ જોતાં અદ્ભૂત છે. એમાં પ્રભાકરનનાં કદી ન જોયેલાં-જાણેલાં પાસાં જોવા મળે છે. એલટીટીઇની કે પ્રભાકરનની સ્ટોરીમાં કોઇ પણ પ્રકારનો રસ ધરાવતા સૌએ આ લેખ ચૂકવા જેવો નથી.

http://www.tehelka.com/story_main41.asp?filename=Ne230509coverstory.asp

તેમાં શ્યામે લખેલો એક મુદ્દો ખાસ ઘ્યાન ખેંચે એવો છેઃ આ પ્રકારના લોકો દ્વારા થતો પત્રકારોનો ઉપયોગ. પ્રભાકરને અપરાજેય યોદ્ધા તરીકેની પોતાની છબી ઉપસાવવામાં પત્રકારોનો બખૂબી ઉપયોગ કર્યો હોવાનું શ્યામે લખ્યું છે. એક્સક્લુઝીવ સ્ટોરીની લાલચમાં પત્રકારો ક્યારે પ્રભાકરનો અને દાઉદોને જાણ્યે અજાણ્યે હીરો બનાવી દે છે, તેની સરત રહેતી નથી અને ખ્યાલ આવે છે ત્યારે બહુ મોડું થઇ જાય છે.

3 comments:

  1. Anonymous9:08:00 PM

    મને ચોક્કસ યાદ છે - ચિત્રલેખાના કોઇ પત્રકાર(રો) એ 'તમિળ ટાઇગરોની બોડમાં' એવો શીર્ષક લેખ લખ્યો હતો, લગભગ ૧૯૮૫-૮૬ની આસપાસ. તે અને તેના પછી ઘણાં પત્રકારોએ અને રાજીવ ગાંધીએ મૂર્ખાઇ કરી અને તેનું ફળ ભોગવ્યુ તે વાત જુદી છે.

    ReplyDelete
  2. Salil Dalal (Toronto)8:53:00 AM

    અનિતા પ્રતાપનુ પુસ્તક છે 'આઇલેન્ડ ઓફ બ્લડ'. એ જ્યારે બજારમાં આવ્યું ત્યારે બહુ ચર્ચામાં રહ્યું હતું.
    તેમના લેખો 'ઇન્ડિયા ટુડે', 'આઉટલૂક' જ નહી વર્ષો પહેલાં બં્ધ થયેલા 'સન્ડે'મા પણ વાં્ચ્યાનુ યાદ આવે છે.

    તેમના પ્રભાકરન સાથેના અન્ગત સમ્બન્ધોને લીધે એ એક્સક્લૂઝિવ માહિતી લાવનારા પત્રકાર તરીકે આન્તરરાષ્ટ્રીય રીતે ભારે માન્યતા મેળવી શક્યા.
    અને માત્ર શ્રીલન્કા જ નહી અફઘાનિસ્તાન તથા તાલીબાનો વિષે પણ સૌથી અન્તરન્ગ માહિતી તેમના સિવાય બીજા કોઇ પત્રકારે વિશ્વને આપી હોય એવુ જાણમાં નથી.

    એ ય હકીકત જ છેને કે તેમની વિરુધ્ધ લખનારાઓને ત્રાસવાદીઓ તેમના ઘેર જૈને રહેન્સી નાખતા હોય છે.
    ત્યારે ત્રાસવાદીઓના નેતાને 'હીરો' બનાવવાના આક્ષેપના જોખમ સિવાય એવુ રિપોર્ટી.ગ શક્ય હતુ ખરુ?

    સોચો ઠાકુર!!

    ReplyDelete
  3. Anonymous1:15:00 PM

    Set your blog to open links in a new window. This will help you and the readers as well.
    Nice blog.

    ReplyDelete