Monday, May 18, 2009

ચૂંટણી પરિણામો 2 # અંગત આનંદ

ગુજરાતના મુખ્ય મંત્રી મોદી પોતે અને તેમના ભક્તોએ ઉભી કરેલી પ્રચારછબીથી વડાપ્રધાનપદના ઉમેદવાર ગણાવા લાગ્યા હતા. ટાઇમ્સ ઓફ ઇન્ડિયાઓથી ગુણવંત શાહો સુધીના સૌને તેમનામાં ભાવિ વડાપ્રધાનનાં દર્શન થતાં હતાં. તેમના માટે એ પદ વેંતછેટું હોય એવું છેલ્લા એકાદબે મહિનાના કવરેજ પરથી લાગતું હતું. પરંતુ પરિણામો પછી તેમનો રથ ભોંયમાં ઉતરી ગયો છે અને રાષ્ટ્રિય સ્તરે મોદીબ્રાન્ડના રાજકારણનો અસ્વીકાર થયો છે, તેનાથી મને બહુ આનંદ થયો છે.

મુખ્ય મંત્રી સાથે અંગત સ્તરે મારે શું વેર હોવાનું? પણ ગુજરાતની પ્રજા તેમની પર મોહી ગઇ છે તેનું મુખ્ય કારણ વિકાસ છે, એવું જ્યારે સાંભળું છું ત્યારે હસવું આવે છે. સાદી વાત એટલી જ છે કે મુખ્ય મંત્રી ‘એવો મરદ માણસ છે, જેણે મુસલમાનોને મારવાની છૂટ આપી.’ મોદી વિશેના મોટા ભાગના ગુજરાતીઓનાં વખાણને તર્કના તાપમાં ઉકાળો, તો છેવટે એક લીટીનો અર્ક આ જ નીકળશે.

મોદીની વહીવટી ક્ષમતા બીજા ઘણા નેતાઓ કરતાં સારી છે, પણ તેમના માટે પોતાની છબી અને પોતાની મહત્ત્વાકાંક્ષાની સરખામણીમાં બાકીનું બઘું ગૌણ છે. એ વાત તેમના પ્રશંસકો સમજી શકતા નથી અથવા સમજવા માગતા નથી.

મોદી ખાતા નથી ને ખાવા દેતા નથી એવું માનનારા લોકોએ શિક્ષણજગતના કોઇ પરિચિત પાસેથી આનંદીબહેન એન્ડ કંપનીનાં કારનામાં વિશે જાણવા જેવું છે. ગુજરાતમાં મોદી જશે તો નેતા તરીકે કોણ આવશે? એવી ચિંતાનો અર્થ એવો કે મોદીના પહાડ જેવડા દોષ નજરઅંદાજ કર્યે રાખવાના?

પરિણામો પછી ગુજરાતની પ્રજાની ‘બુદ્ધિ’નાં વખાણ કરતા એસએમએસ પણ વાંચવા મળ્યા. ‘ફૂલછાબ’માં એ મતલબનો લેખ પણ જોયો કે ગુજરાતીઓ કેટલા ડાહ્યા! રાજ્યમાં મોદીને અને કેન્દ્રમાં મનમોહનને મત આપ્યો! આ વાત સદંતર ખોટી છે. ગુજરાતીઓએ મનમોહનને મત આપ્યો છે, એમ કહેવું આંખમાં ઘૂળ નાખવા બરાબર અને ‘ગુજરાતીઓ કદી ખોટું કરે જ નહીં’ એવું મિથ્યાભિમાન સેવવા બરાબર છે. આવું મિથ્યાભિમાન ચડયા પછી અહિત કરવા માટે દુશ્મનની જરૂર રહેતી નથી.

11 comments:

  1. ચૂંટણીમાં ભાજપ બૂરી રીતે હાર્યું તેમાં મોદી મેનિયા જવાબદાર હતું, પણ તે એકમાત્ર કારણ પણ ન હતું. ભાજપે ઘણી બધી ભૂલો કરી, જે પૈકી ત્રણ મુખ્ય ભૂલો વિશે અહીં વાંચો--

    http://harshalpushkarna.blogspot.com/2009/05/blog-post_18.html

    ગુજરાતનો રાજકીય ભૂતકાળ તપાસો તો હાલ તો કોઇ એવો મુખ્ય મંત્રી યાદ નથી આવતો કે જેણે ગુજરાતને વૈશ્વિક સ્તરે ખ્યાતિ અપાવી હોય. મોદીના રાજમાં ગુજરાતનો આર્થિક વિકાસગ્રાફ સુધર્યો છે એમાં બેમત નથી.

    ‘મુખ્ય મંત્રી એવો મરદ માણસ છે જેણે મુસલમાનોને મારવાની છૂટ આપી...’ એ અર્ક જરા વધુ પડતો જલદ કહી શકાય. સરહદપારથી આવેલા હુમલાખોરો નિર્દોષોને રહેંસી નાખે તેને જ આતંકવાદ કહીએ તે યોગ્ય નથી. ઘરઆંગણે ચાલતી કત્લેઆમ પણ આતંકવાદથી જુદી નથી. સાબરમતી એક્સ્પ્રેસમાં જે હિન્દુઓ બળી મર્યા તે પણ મોદીના જ રાજમાં જીવતા હતા, તો મુસ્લિમો શું એમ કહેશે કે ‘મુખ્ય મંત્રી એવો મરદ માણસ છે જેણે હિન્દુઓને મારવાની છૂટ આપી?’

    રહી વાત આનંદીબહેનને લગતી, તો મિસ્ટર ક્લિનની ઇમેજ ડૉક્ટર મનમોહન સિંહની પણ છે, પરંતુ તેમના રાજમાં પણ ભ્રષ્ટાચાર બેફામપણે ચાલે છે. ખરૂં પૂછો તો આ દેશમાં કંઇ ચાલે કે ન ચાલે, ભ્રષ્ટાચાર હંમેશ માટે ચાલતો રહેવાનો. ગોરા અંગ્રેજોનો તે વારસો સતત જીવતો રહેવાનો!

    ReplyDelete
  2. ચૂંટણી પરિણામોઃ મજા ક્યાં આવી?
    મોદીને વડાપ્રધાન પદના ઉમેદવા ગણાવનારા અને એ ધારણા સાચી માનનારા બધા ભૂગર્ભમાં થઈ ગયા... જેઓ તેમને વડા પ્રધાન પદના ઉમેદવાર ગણાવતા તા તેમની બૌદ્ધિક અક્ષમતાઓ ખુલ્લી પડી ગઈ છે.
    ચૂંટણીમાં આગાી શિવાય બધું થઈ શકે એ ફરી એક વખત સાબિત થયું
    લાલુ, પાસવાન, ડાબેરીઓ વગેરે કટ ટૂ સાઈઝ થયા.
    કોંગ્રેસ વધુ શક્તિશાળી બની અને અન્ય પક્ષો પર તેનું પરાવલંબન ઘટ્યું છે. વે તે ખરેખર સુધારા કરવા ધારશે તો કરી શકશે. કોંગ્રેસ પાસે મનમોહનસિંઘ, ચિદમ્બરમ, પ્રણવ મુખર્જી, શશી થરૂર, મોન્ટેકસિંહ આલુવાલિયા, સહિતના વિદ્વાનો છે. આ બધાનો યોગ્ય ઉપયોગ થાય તો... દેશને ઘણો લાભ થશે. છેલ્લા પાંચ વર્ષમાં કોંગ્રેસે આ લોકોનો ખાસ ઉપયોગ કર્યો નથી!

    મજા ક્યાં ન આવી!
    લાલ કિલ્લા પરથી ‘દેશની સંપત્તિ પર પહેલો અધિકાર મુુસ્લિમોનો છે’, એવું કહેનારા મનમોહનસિંધ ફરી દેશના વડા પ્રધાન બનશે. (સમવાયતંત્ર દેશના ટોચના બંધારણીય પદે બેઠેલી વ્યક્તિ કોઈ કોમને ધ્યાનમાં રાખી આવું વિધાન કરે એ ચલાવી ન શકાય કોઈ પણ સંજોગોમાં...)
    કોંગ્રેસને મોદી સામે વાંધો ોય એ સ્વાભાવિક છે, કેમ કે એ ભાજપના નેતા છે. આપણને કોંગ્રેસના વિરોધ સામે બિલકુલ વાંધો નથી, પણ તેના કારણે ગુજરાતને અન્યાય થાય એ કેમ ચાલે! કેન્દ્ર સરકાર ગુજરાતને અન્યાય કરવાની એક પણ તક જતી નથી કરતી એ બધાને ખબર જ છે.
    જે લોકો ારી ગયા છે, તેની સામે સીબીઆઈના કેસો ખુલવાનું શરૂ થશે. સીબીઆઈ તેનું કામ કરે તે આવકાર્ય છે. કેસો ચાલે અને સજા થાય તે વધુ આવકાર્ય છે. પણ સરકારના ઈશારે કામ કરે એ કેમ ચલાવી લેવાય? ચિરંજીવી રાુલ કુમાર એવું બયાન આપી ચૂક્યા છેઃ ‘સીબીઆઈ પર કેન્દ્રની સત્તાધારી પક્ષનો પ્રભાવ રહેતો ોય છે!’ મતલબ સાફ છે! છેલ્લી કેબિનેઙમાં તા તેમાંથી કેટલાય વે સીબીઆઈની ડફેટે આવે તો નવાઈ પામવા જેવું નથી...
    મોઙાભાગના પક્ષમાં કેટલાક ઉમેદવારો પર કેસકબાડા ચાલુ તા. તેમાંથી કેટલાંક ારી ગયા, તે સારી વાત છે, કેટલાક જીતી ગયા ‘એ દેશની ખાજો દયા....’

    ReplyDelete
  3. Ronak Patel11:55:00 PM

    100% agree with Harshal. Could not be said better. But Urvish has some mental problem with Modi and BJP and without him realizing he is acting suedo secularist and not a true secularist and unfortunately he has intellect enough to rationalize his position so no chance of neutral position.

    Well done Harshalbhai

    ReplyDelete
  4. Anonymous3:07:00 PM

    ઉર્વિશભાઇ,
    તમે તમારી નિરાંતે જરા 1984ના શીખ રમખાણો અને કોંગ્રેસની ભૂમિકા વિશે પણ વિચારીને કંઇક લખશો તો વાંચવાની મજા આવશે. કે પછી એવું તો નથી ને કે શીખો વિશે થોડું વિચારાય? કહેવાતા ધર્મનિરપેક્ષ લોકો ખાલી મુસલમાન વિશે જ વિચારી, બોલી અને લખી શકે?

    ભાજપ ભલે હાર્યો હોય પરંતુ મને આ વાતની ખુશી છે કે ભાજપે લોકો પાસે વિકાસના નામે મત માંગ્યો અને નહીં કે ધર્મના નામે. આજે જ્યારે ગુજરાતના મુસ્લિમો પણ મોદી સાથી જોડાયા છે ત્યારે હજુ પણ અમુક સંકુચિત માનસિકતા ધરાવતા લોકો મોદીને સ્વિકારી નથી શકતા. ભારત સામે ધર્મનિરપેક્ષતા કરતા પણ મોટો ઇસ્યુ વિકાસનો છે. આજે આઝાદી મળ્યાને 60 વર્ષ થયા અને હજી કોંગ્રેસની સરકારોના લીધે આપણે વિકાસશીલ દેશોમાં જ આવીએ છે. સિંગાપોર 1965માં દુનિયાના નક્શા પર આવ્યું અને આજે દુનિયાના વિકસિત દેશોમાં એનું નામ છે. સિંગાપોરમાં માત્ર નામની લોકશાહી છે કદાચ મોદીના ગુજરાતમાં પ્રવર્તતી અને તમારા જેવા લોકોને ના ગમતી એવી લોકશાહી. છતાં પણ લોકો ખુશ છે અને પ્રગતિનો કોઇ અંત નથી. ધર્મનિરપેક્ષતાની તતૂડી વગાડે રાખે હવે ઉધ્ધાર ના થાય આ વસ્તુ હવે સમજવાનો સમય આવી ગયો છે.

    આપના વિચારો આ વિશે જાણવાની આતુરતા રહેશે.

    ReplyDelete
  5. Urvish....for last 2 days I am trying to post comment here but, due to some technical reasons couldn't..meantime two readers posted their views which are pointing to something which I think, you should also think over!whether, you are not going too much overboard in criticising Modi,BJP?? think over please.Also, we all read and respect views of Harshalji who try to evalualte many things in its new perspective (ala Safari) and you have been part of his team in past, if I am not mistaken!!
    Are some people not over doing these things??
    As journalist, you have all right and power too, to collect datas for corruption and make those responsible, accountable to book. I think this too will be unproductive (you have good experience in case of Swaroop)
    Harshal rightly pointed out- about corruption and 'Ark....'it would be better if you can do some thing better for which you have ample capabilities and potential too. Please do not waste it this way..some people like me, want to read something more productive from you. Please, oblige us.Amen

    ReplyDelete
  6. Keyur Vasavada7:53:00 AM

    Well if CM allowed to kill Muslim, if this is true then how come after 10years he is still out. He has big list of Enmy here. His own Party members like Zafadiya, VHP-togadiya-Media-Congress/Central govt, not a signal FIR? How come this guy survived so many years? Must be real "Marad".

    Urvish Bhai you are underestimating voters mind(Gujarti), Little kid of Gujarat knows that what Modi is, they knows that he is autocrat and Nautankibaj, he talk big BUT still they are okay with him. Why? Because they know something is better than Nothing. Before him everyone talked about Vikas and did nothing apart from making their family rich. Now this guy talk about vikas and do 10%(may be more but lets use small no)and not personally making money. So tell me why we should not vote for him? Give us someone who will do 11% work and no corruption, we will vote for him.

    Speaking of Modi PM, its bogus story, my 5 yr old son knows that Modi and TOI can not go together, it was Media who crate that Modi will Be next PM, and now BJP lost so they are saying oh Modi can't be PM, he is looser. Please don't think that Idiots are coming to read your blog. I have no problem with your view on Modi, nothing wrong with that, in democracy we need check and balance. But don't tell me that Gujjus are fool and they voted for this "Marad" last 3 times. Your views are always welcome.

    ReplyDelete
  7. Urvish,

    All your readers admire you a lot for the wonderful work you do. However some of your thoughts and writings are disturbing.

    Since we live in Democracy, all of us has right to express viess.

    I believe most of your readers, like me, wish that you write about positives things or non-touched topics instead of spending energy and time on controversial topics.


    Jai Hind

    ReplyDelete
  8. Anonymous7:43:00 PM

    Urvishbhai,
    Finally, I got someone who thinks on similar lines like me in form of Mr. Roshan Rawal.

    ReplyDelete
  9. Anonymous7:43:00 PM

    Urvishbhai,
    I got someone who thinks on similar lines like me in Mr. Roshan Rawal.

    ReplyDelete
  10. Keyur Vasavada8:00:00 PM

    Roshan Bhai,

    I slightly disagree with you. Urvish Bhai's writing may be disturbing, but who knows there must be some truth into it. Urvish Bhai's view about Mr Modi is not so good, and that is fine. But Urvish Bhai should come up openly with facts that why he does not like Modi. After all he is Journalist and he may have done some research, I don't think he is opposing Mr Modi because Malika, Tessta, Barkha & Sagarika is also opposing Mr Modi. If he is doing the same, then there is no difference between Journalist and common Man. I request Urvish Bhai to come openly against Mr Modi in his writing rather than busing around the beat.

    Thanks,

    ReplyDelete
  11. બિલકુલ સ્પષ્ટ અને બેધડકપણે તમે નિર્દોષ અંગત આનંદને જાહેર કર્યો તે બદલ અભિનંદન... તમે કોંગ્રેસના સમર્થનમા એક હરફેય લખ્યો નથી. છતાં પણ કેટલાંક મિત્રોની ટિપ્પણીઓ ભાજપના પ્રવક્તાની દલીલો જેવી છે.

    કિરીટ પરમાર

    ReplyDelete