Thursday, February 26, 2009
સ્લમડોગ વિશે સટરપટરઃ અનલૉક કિયા જાય?
‘આ સ્લમડોગનો રીવ્યુ નથી’ એટલી ચેતવણી સાથે એ ફિલ્મ વિશેની કેટલીક આડીઅવળી વાતોઃ
- ફિલ્મમાં ‘હુ વોન્ટ્સ ટુ બી અ મિલિયોનર’ કાર્યક્રમનો જે છૂટથી ઉપયોગ કર્યો છે, એ જોતાં અડધી-પોણી ફિલ્મ સુધી એવું લાગે કે આ કાર્યક્રમનો પ્રચાર થઇ રહ્યો છે, પણ ઇન્ટરવલ પછીના ટિ્વસ્ટમાં જે રીતે સંચાલક અનિલ કપુર જે રીતે પલટી મારીને હીરોને જેલભેગો કરે છે, એ જોતાં એવું લાગે કે ‘હુ વોન્ટ્સ ટુ બી અ મિલિયોનર’ની જબરી વાટ લગાડી છે. કાર્યક્રમના નામથી માંડીને ફોર્મેટ, સેટ, સંગીત અને ‘કમ્પ્યુટરજી’, ‘લોક કિયા જાય’ સુધીનું બઘું અસલી કાર્યક્રમ મુજબનું હોય, છતાં એ કાર્યક્રમના સંચાલકને પહેલથી છેલ્લે સુધી નકારાત્મક ભૂમિકામાં દર્શાવવામાં આવે એની પાછળનું કારણ શું હશે? હેતલ (દેસાઇ) કે જયેશ (અઘ્યારૂ) જેવા મિત્રો વધારે પ્રકાશ પાડી શકે.
- અમિતાભ બચ્ચન આ ફિલ્મથી ‘ગરીબીના પ્રદર્શન’ બાબતે નારાજ થયા એ બઘું ઠીક છે, પણ ફિલ્મમાં બે રીતે તેમનો રેફરન્સ છે અને તે વિશિષ્ટ છે. એક તો, મળથી ખરડાયેલો છોકરો જે રીતે બેરોકટોક બચ્ચન સુધી પહોંચીને તેના ઓટોગ્રાફ લઇ આવે છે, એ દૃશ્ય ફક્ત જુગુપ્સાપ્રેરક જ નહીં, વાસ્તવિકતાથી બહુ દૂર લાગે એવું છે. એ સીનમાં બચ્ચનનો ફક્ત હાથ બતાવવામાં આવે છે. બીજો ઉલ્લેખ ઉપર જણાવ્યો તેમ, ‘કેબીસી’ના એન્કર તરીકેનો. અનિલ કપૂરે તેમાં દેખીતી રીતે અમિતાભની ભૂમિકા ભજવી છે, પણ અમિતાભ જેવી ગરીમા વિના. ‘કેબીસી’ વિશેનું બઘું જ અસલ દર્શાવાતું હોય ત્યારે સ્પર્ધક સાથે પ્રેમથી-આત્મીયતાથી વાત કરતા અમિતાભને બદલે ફિલ્મી સંચાલક (અનિલ કપૂર) પહેલેથી અને સતત હીરોને ‘ચાયવાલા’ તરીકે ઉતારી પાડતો હોય એવા ચિત્રણ સામે અમિતાભને વાંધો નહીં પડ્યો હોય? જે રીતે સ્પર્ધકને પોલીસમાં પકડાવી દેવાની હદ સુધી મામલો જાય છે, એ તો અસહ્ય છે - અને એ ફિલ્મના ત્રણ સમાંતર ટ્રેકમાંનો એક ટ્રેક છે.
- ‘ઓમકારા’ જેવી અદભૂત ફિલ્મ આવી ત્યારે મુખ્ય ચર્ચા તેની ગાળો વિશે થઇ હતી. તેની સરખામણીમાં ‘સ્લમડોગ’માં બોલાતી ગાળો વાસ્તવિકતાના આલેખન તરીકે ચાલી ગઇ. બે વર્ષમાં પ્રજા ઉદાર થઇ કે માર્કેટિંગ મજબૂત?
- ડાયરેક્ટર તરીકે મોટું નામ ધરાવતા ડેની બોયલે ફિલ્મમાં આવતી હિંસાને માપમાં રહીને બતાવી છે. નાના બાળકની આંખમાં તેજાબ રેડવાનું દૃશ્ય થથરાવી નાખે એવું છે, પણ ગંદકીનું પિક્ચરાઇઝેશન તેમણે દિલથી અને ગ્રાફિકલી કર્યું છે.
- હીરોનો ભાઇ કેવી રીતે ગુંડો બને છે, તેનો જવાબ કથામાંથી મળે છે. બીજા શબ્દોમાં કહીએ તો, તેના પાત્રનો વિકાસ જોવા મળે છે, પણ હીરોના પાત્ર માટે એ લાગુ પડતું નથી. તેના પાત્રની એક જ મુખ્ય લાક્ષણિકતા છે- હીરોઇન પ્રત્યેનો લગાવ. એ બહુ (હિંદી) ફિલ્મી લાગે છે. આખી ફિલ્મમાં આશાનો સંદેશ હોય એવું પણ મને ખાસ લાગ્યું નહીં. ‘હેપી એન્ડિંગ’ અને ‘આશાનો સંદેશ’ વચ્ચે ફરક છે.
- ટીવી ચેનલવાળાનું ચાલે તો એ ‘જય હે’ને બદલે ‘જય હો’ને ભારતનું રાષ્ટ્રગીત બનાવી દે. એ ગીતમાં કશું નથી, એવું કહેવું અલ્પોક્તિ (અન્ડરસ્ટેટમેન્ટ) છે.
- ‘દરસન દો ઘનશ્યામ નાથ,મોરી અખિયાં પ્યાસી રે’- એ સવાલ વિશે પણ ઠીકઠીક ચર્ચા થઇ હતી. આ ભજન કોણે લખ્યું એવો સવાલ ફિલ્મમાં પૂછાયો છે. જે તરજમાં આ ભજન બાળકો ગાય છે, એ હિંદી ફિલ્મ ‘નરસી ભગત’નું બહુ જાણીતું અને મારા જેવા કંઇક લોકોનું પ્રિય ભજન છે (તેની એક યાદગાર પંક્તિ છે,‘દ્વાર દયા કા જબ તુ ખોલે/પંચમ સૂરમેં ગૂંગા બોલે’) સુરતના ફિલ્મ સંશોધક મિત્ર હરીશ રધુવંશીએ થોડા વખત પહેલાં આ વિવાદ વિશેની થોડી માહિતી મોકલી હતી. તેમણે જણાવ્યા પ્રમાણે, સૂરદાસે ‘દરસન દો..’ નહીં, પણ ‘હરિ દરસનકી પ્યાસી યે અખિયાં’ લખ્યું હતું. ‘સ્લમડોગ’માં છૂટથી વપરાયેલું અને ‘કેબીસી’માં પૂછાયેલું ગીત ‘દરસન દો ઘનશ્યામનાથ મોરી અખિયાં પ્યાસી રે’ ગીતકાર જી.એસ. (ગોપાલસિંઘ) નેપાલીએ લખ્યું હતું. સંગીતકાર હતા રવિ. ગોપાલસિંઘના પુત્ર નકુલસિંઘે કોર્ટમાં જવાની તૈયારી કરી હોવાના સમાચાર પણ હરીશભાઇએ આપ્યા હતા. અંધત્વ સાથે સૂરદાસનો મેળ બેસી જાય છે, એવું લોજિક ફિલ્મના હીરોએ લગાવ્યું હોવાની દલીલ થઇ શકે.
વૈસે ભી, ઇનામ-બીનામ, હીરોઇન-બીરોઇન, ઓસ્કાર-બોસ્કાર બઘું આખરે શું છે? કરેક્ટ આન્સરઃ (ડી) ઇટ્સ રીટન!
Subscribe to:
Post Comments (Atom)
(પુરાને) 'ઝખ્મ' કુરેદોગે તો ખૂન કે ફવ્વારે છૂટેંગે, ઉર્વીશભાઇ!!
ReplyDeleteYes according to me, that was the only flaw in the story. It’s never explained why “Prem Kumar” is such an a*$%#&*@. I think in the book “Q&A” the character is initially genial to the hero but later as he genuinely begins to doubt him, he calls in Police. Also like Irfaan Khan said in India Today that he had a much longer role which got chopped off, I guess a lot is decided at the editing table.
ReplyDeleteBut let me confess, I loved the film. My first response to the film was (and this much before the oscar hype) that it’s not a brilliant film but it’s a brilliantly made film. And that Rehman deserves to win all the awards (not for “Jai Ho” which is absolutely average) but his background score throughout the film otherwise. Like the very first sequence where these kids are chased by Police through the slums and the track O Saya playing in the background, that was awesome.
For all those who are complaining that there’s “unreal depiction of reality” here, I’d recommend another film by Danny Boyle called “Trainspotting” and that’s when you realize this has nothing to do with India or its poverty. This is just classic Boyle (and his obsession with human excreta)
:-)
'સ્લમડોગ'ની સર્જનાત્મક તેજસ્વિતા (બ્રિલિયન્સ), ઓસ્કર સહિતની પુરસ્કારોની સફળતાઓ અને ફિલ્મની ગુણવત્તાને જરાપણ ઓછી મૂલવ્યા સિવાય એક સવાલ તો પૂછવા જેવો લાગે જ છે કે જો તેનું વિતરણ વોર્નર બ્રધર્સ સરખી વેપારી ફર્મ દ્વારા ના થયું હોત તો આ ક્ક્ષાનો બિઝનેસ કે આવું કવરેજ વિશ્વ કક્ષાએ મળી શકત ખરું?
ReplyDeleteફિલ્મની ચર્ચામાં એક મુદ્દો ક્યારેક જ ડોકાય છે તે એ કે મૂળ પુસ્તકમાં હીરોનું નામ 'જમાલ મલીક' નથી. લેખકે ભારતીય બિનસાં્પ્રદયિક્તા અને મસાલા ફિલ્મોની મનમોહન દેસાઇ પરં્પરાને અંજલી જેવું તેનું નામ 'રામ મોહમ્મદ થોમસ' ('અમર અકબર એન્થની' જેવું) રાખ્યું છે. પશ્ચિમના પ્રેક્ષકોને અપીલ થાય તે માટે 'આર. એમ. થોમસ' જેવું નામ રાખીને પુસ્તકને વધારે વફાદાર રહી શકાત.
જો કે તેનાથી લતિકા સાથેની જમાલની લાગણીઓને બદલે વાર્તાના કેન્દ્રમાં બિન સાં્પ્રદયિકતા આવી જાત એવો ભય રાખવાનો પટકથા લેખકનો અધિકાર પણ માન્ય રાખવો જ પડેને?
અને એક મઝાની વાત એ પણ છે કે પુસ્તકની નવી આવ્રુત્તિ તેના મૂળ નામ 'ક્યૂ એન્ડ એ' ને બદલે 'સ્લમડોગ મિલિયોનેર' તરીકે પ્રકાશિત કરાઇ રહી છે.
ત્યારે પ્રશ્ન એ છે કે શું હીરોનું પણ નામ લેખક બદલીને 'જમાલ મલિક ' કરી દેશે?
છે ને મિલિયન ડોલરનો સવાલ?
મારી કોમેન્ટમાં થયેલા એક વિગતદોષને અને તેની આ સુધારણાને ધ્યાને લેવા વિનંતિ...
ReplyDelete'સ્લમડોગ....' સાથે હોલિવુડની 'વોર્નર બ્રધર્સ' નહી પણ 'ફોક્સ' કંપની સંકળાયેલી છે.
પુરસ્કારોના પગલે મળતા બિઝનેસને કારણે કંપનીઓ મોટાપાયે લોબીંગ કરતી હોય છે, જેનું બજેટ પણ રખાતું હોય છે.
હિન્દી ફિલ્મોના નિર્માતાઓ કે વિતરકો કોઇનું ત્યાં કામ નહી તે મુદ્દામાં આ વિગતસુધારથી કોઇ ફરક નથી પડતો.
પણ ભૂલ તો ભૂલ જ છેને?
ભૂલને હોલીવુડવાળા ક્યારેક 'ફોક્સ પાસ' પણ કહેતા હોય છે!!
Salil Bhai
ReplyDeleteInfact Warner Bros and Fox both are involved with Slumdog..
anil kapoor kem amitabh jevi garima jalavato nathi?..e sawal no jawab Salilbhai sari rite aapi shakashe...salilbahi e lakhavu joi ke teo sha mate potani column ma hamesha 'PRIYA ANIL KAPOOR' lakhata hata...
ReplyDeleteUrvishbhai,
ReplyDeleteNice observations again. It is absurd that some people see the 'slum reality' or poverty in the movie and see it as a dent on their national pride. The so-called slum reality in the movie is a bird-eye perspective of poverty. The portrayal of poverty/slums in this movie is as cliched and superficial (and exaggerated wrongly) as any other regular Bollywood movie... and so are so many characters. Poverty is a lived reality and not an occasional exaggeration of sorts.
I liked the movie as much as I like or dislike any other regular Bollywood movie. And it was a surprise to know that now Hollywood is going to make movies like us. Generally, the Hollywood action heros have a 'saving-the-world' syndrome... it would be great to see how they convert it into 'saving-the-third-world' syndrome now.
I was more happy to see someone like Rasul getting an Oscar, who not only deserve it but also get recognised after it. Danny Boyle is a talented director and I liked their gesture of sticking-together as a team till the end, which would be difficult for an Indian director/producer to do. We have a lot to do as films like 'Jodha-Akbar' gets 5 awards here!!!
- હેતલજીની વાત સાથે હું સહમત છું. મને પણ સ્લમડોગનો પ્રેમ કુમાર- અનિલ કપૂર a*$%#&*@ જ લાગ્યો હતો. ફિલ્મમાં વૉશબેસિન પાસે એ એવા મતલબનું બબડે છે કે ‘આ સ્લમડોગ-પેની લેસ ગરીબ, રાતોરાત મિલિયોનેર થઇ જાય-મારા કરતાં પણ વધુ અમીર થઇ જાય એ કેમ ચાલે! ધીસ ઇઝ માય શૉ.’ પરંતુ બાત કુછ હજમ નહીં હુઇ!
ReplyDelete- સફળતાની સામે આપણું શાણપણ સફળતાના વિરોધમાં જ હોય?
- પૂકુટ્ટી-રહેમાન-ગુલઝારને ઓસ્કર મળે, એ હૃદયોર્મિની ક્ષણ નથી. ઓકે, તો ગુજરાતી સર્જકોને રાષ્ટ્રીય સ્તરે ઓળખ મળે, ત્યારે આપણે શા માટે ઓવારી જઇએ છીએ? આ લોકોનો વાંક એટલો કે તેઓ ગુજરાતી નથી?
- બે અલગ અલગ ક્ષેત્રોની સિદ્ધિઓની સરખામણી કરીને કોઇની સિદ્ધિને શા માટે ટૂંકી કરવી? અને લાખ રૂપિયાનો સવાલ, ક્રિએટિવિટીના ક્ષેત્રમાં સરખામણી જ કઇ રીતે થઇ શકે?
- ચાલો એક સેકન્ડ માટે માની લઇએ કે ઓસ્કર એ ગુણવત્તાનો નહીં, સફળતા અને લોબીઇંગનો માપદંડ છે. તો હવે આપણી શંકાના પરિઘમાં દુનિયાના બધા એવોર્ડ્સ આવી ગયા, મતલબ કે આપણને ઓસ્કર, બૂકર, નોબલ, પદ્મ-વીરતા પુરસ્કારો, રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાના સાહિત્યના પુરસ્કારો... બધામાં ગોબાચારી! અને માત્ર ચેનલ્સ માટે કન્ટેન્ટ ઊભું કરવા માટે ફુટી નીકળેલાં બોલિવૂડિયન એવોર્ડ્સની સો કોલ્ડ તટસ્થતા વિશે તો બધા એકમત જ હશે! તો પછી આપણે ક્યો એવોર્ડ મળે ત્યારે ખુશ થવું-ગર્વ અનુભવવો? કે પછી બચ્ચનની જેમ લોકોનો રિસ્પોન્સ એ જ અલ્ટિમેટ ચુકાદો? તો પછી ભારતમાં ઓછા લોકપ્રિય ક્ષેત્રો (દા.ત. ક્રિકેટ સિવાયની રમતો) અથવા તો જેમાં લોકચાહના કરતાં સિદ્ધિને બિરદાવવાની વાત હોય (દા.ત. વીરતા પુરસ્કારો) એનું શું?
- ઓસ્કરમાં એકવાર નોમિનેટ થાય કે જીતે, તો આખી જિંદગી એ કળાકારના નામ આગળ એનું ટેગ આપણે ત્યાંના ‘માજી’ વિશેષણની જેમ ઝુલતું રાખીને કમાણી-પ્રમોશન કરાય છે. મતલબ કે એ લટકણિયું સેલેબલ છે. તો એ જ લટકણિયાના ત્રણ-ત્રણ એવોર્ડ ભારતમાં આવ્યા હોય, એ બાબતે સિમ્પ્લી ખુશ ન થઇ શકાય? હમણાં જ સીએનએનની સાઇટ પર એક સ્ટોરી વાંચી કે બોલિવૂડની ફિલ્મો હોલિવૂડ પર પ્રભાવ પાડી રહી છે. આપણા દેશના લોકોનું ટેલેન્ટ ગ્લોબલ પ્લેટફોર્મ પર વખાણવામાં આવે, અને એ દિશામાં વધુ વિકલ્પો ખુલવાની તકો વધે, એ બાબતે પણ સિમ્પ્લી ખુશ ન થઇ શકાય?
- મારો એક પ્રશ્ન એ પણ છે કે મને સ્લમડોગ.. ગમી હોય, એ કંઇ ગુનો છે?
‘But let me confess, I loved the film’- Hetal Desai
મને ફિલ્મ ગમી હોય, તો એ મારો વાંક છે? હેતલજીએ આ વાત કન્ફેસ કરવી પડે એવી સ્થિતિ શા માટે આવે? હા, હું કહું છું, મને સ્લમડોગ ગમી છે, એન્ડ આઇ એમ પ્રાઉડ ઓફ ઇટ! મને સ્લમડોગ ગમી હોય (જસ્ટ ગમી જ હોય, કેલિફોર્નિયા-લોસ એન્જલસ ઓવારી નથી ગયા), તો એ બાબત ગિલ્ટ સાથે સ્વીકારવી પડે, એ કેવું!
સાચી વાત છે, આ બધી વસ્તુઓનું ચા જેવું છે. દરેકની પસંદીદા ચા અલગ હોય. કોઇને કડક, કોઇકને માઇલ્ડ, કોઇકને ઓછી ખાંડ, કોઇકને ફુદીના-લીલી ચાવાળી ચા પસંદ હોય, એનો અર્થ એ કરવાનો કે આમાંથી એક ચા પસંદ હોય એ જ બેસ્ટ? બાકીની ચા ગમાડવાવાળા ખોટા કે પછી એ લોકોને ચામાં કશી ગતાગમ જ પડતી નથી કે પછી એમની પસંદગી ઉતરતી છે?
હું નથી કહેતો કે સ્લમડોગ અદ્વિતીય અદભૂત અનન્ય ફિલ્મ છે, પણ મને એ સિમ્પ્લી ગમી ન શકે?
- વિવેક દેબરોયે આંકડા માંડીને કહ્યું કે ભારતમાં અમેરિકા કરતાં અઢી ગણી ફિલ્મો બને છે, જેમાં કદાચ સૌથી વધુ હિન્દી જ હશે. પરંતુ મોટાભાગની ફિલ્મો હોલિવૂડની (કે ઇવન વિશ્વના કોઇ પણ દેશની) જ કોઇ ફિલ્મની ઉઠાંતરી હોય ત્યારે શું કરવું? (જેમ જેમ હું રોજે રોજ એક એક હોલિવૂડની ફિલ્મો જોતો જઉં છું અને જે રીતે એમાંથી મોટા ભાગની ફિલ્મોની ક્યાંક બેઠ્ઠી, તો ક્યાંક પ્લોટ તો ક્યાંક દૃશ્યોની તફડંચી આપણી ફિલ્મોમાં થઇ જ હોય છે, એ જોતાં હોલિવૂડની ફિલ્મો પર ખુશ થવું કે આપણી ફિલ્મો વિશે રડવું એ જ સમજાતું નથી!) રેઢિયાળ રીતે બનાવાયેલી ગુજરાતી સહિતની ભારતીય ફિલ્મોને પણ ઓસ્કર માટેની દાવેદાર ફિલ્મોની ગણતરીમાં લેવી, જસ્ટ બિકોઝ આપણો વર્ષે ટોટલ ફિલ્મોનો આંકડો મોટો થાય? અને, ઓસ્કર તો અમેરિકાની ફિલ્મો માટે જ છે. આપણે એમાં આપણી ફિલ્મો-માત્ર એટલા માટે કે- આપણે એ લોકો કરતાં દોઢ ગણી ફિલ્મો બનાવીએ છીએ એટલાં પૂરતું જ એ લોકોના એવોર્ડમાં આપણને પણ એક ટ્રોફી મળે એવી અપેક્ષા રાખવી? બાકી, આપણા સો કોલ્ડ ફિલ્મ પુરસ્કારોમાં બેસ્ટ ફોરેન લેંગ્વેજની કેટેગરી ઉમેરીને વિદેશી ફિલ્મોને (અ)ન્યાય કરવાનું પણ ચાલું ન કરવું જોઇએ!? ટીટ ફોર ટેટ!
- રહી વાત રહેમાનની, તો સોરી, ઉર્વીશભાઇ, રહેમાનના સંગીતમાં મેલડીનો અભાવ છે કે એ ‘અત્યંત મધુર’ નથી, એવું કહીને અમારા જેવા કરોડો રહેમાનપ્રેમીઓના ટેસ્ટને અન્યાય કરો છો. બની શકે કે કરોડો રહેમાનપ્રેમીઓને એવું ‘કર્કશ’ મ્યુઝિક જ ગમતું હશે! તમને રહેમાનનું મ્યુઝિક આવું લાગે છે, આઇ રિસ્પેક્ટ યૉર ઓપિનિયન, પણ એમ તો મને પણ ઉમ્મ કુલથુમનું પેલું ગીત મરશિયા જેવું લાગ્યું, એટલે હવે એવું તો નહીં થાય ને કે મને મેલડીમાં ખબર જ નથી પડતી? (કે હજી હું આવું મ્યુઝિક સમજવા જેટલો ‘ગ્રો’ નથી થયો?)
અને ફરી પાછી સરખામણી? બોરાલ, મલિક, બિશ્વાસ, ચૌધરી, જયદેવ ગ્રેટ હતા, એગ્રી, પરંતુ રહેમાનની સરખામણી એમની સાથે શા માટે કરવી? તમારી પસંદગીની ચા, અમારી પસંદગીની ચા...! તમને કદાચ ‘મોઝાર્ટ ઓફ મદ્રાસ’ના મીડિયા પ્રેરિત ખિતાબ સામે વાંધો હશે? અને રહેમાન પર વિશેષણોનો ખડકલો થાય, એમાં આ ગ્રેટ સંગીતકારોને અન્યાય કેવી રીતે થાય એ પણ સમજાયું નહીં.
રહેમાનને ભારત તો એના સંગીતથી જ મૂલવતું રહ્યું છે. અત્યારે દુનિયા એને કદાચ ઓસ્કરથી મૂલવતી હોય, તો એ બહાને એના જૂના સંગીતને સાંભળશે તો એ પણ કાલે એને સંગીતથી મૂલવશે. એ બહાને આપણા અન્ય જૂના-નવા સંગીતકારોને સાંભળવાની પણ દુનિયાને (એટલે કે એમાં જે મૂલવતાં હોય અથવા તો જેને સંગીતમાં ખરેખર રસ હોય એને) ઇચ્છા થાય એવી સુખદ આશા ન સેવી શકાય, એટલિસ્ટ! અને રહેમાનને ઓસ્કર મળે એમાં જો માર્કેટિંગ-લોબીઇંગનો ફાળો હોય, એનાથી એનું સંગીત તો ઉતરતું થઇ જતું નથી ને! અને અગેઇન, રહેમાનને પણ અમારે ગિલ્ટ સાથે જ ગમાડવાનો છે?
અમુક બેવકૂફો તો રહેમાનના મૌલા-ખ્વાજા પ્રકારના ગીતોને એનો મુસ્લિમ (હિન્દુ વિરોધી) એંગલ ગણાવે છે. એ લોકોને ઓ પાલનહારે -રાધા કૈસે ન જલે (બંને ગીતઃ લગાન) પલ પલ હૈ ભારી (સ્વદેશ-ગાયકઃ આશુતોષ ગોવારિકર)- હે ઈશ્વર, યા અલ્લાહ, યે પુકાર સુન લે (પુકાર, ગાયિકાઃ લતા) જેવા ગીતો નહીં દેખાતા હોય?!
‘તાલ’ ફિલ્મનો માત્ર પ્રોમો જોઇને જ- એક પણ ગીત સાંભળ્યા વિના માત્ર રહેમાનના નામ પર હું એની કેસેટ ખરીદી લાવેલો, અને સાંભળીને દિલ ખુશ થઇ ગયેલું. કમનસીબે, એ કેસેટ એક જ અઠવાડિયામાં ખોવાઇ ગઇ. એ વખતે મહિને 100 રૂપિયાના પોકેટ મનીમાંથી મેં પણ પંચાવન રૂપિયાની તાલની કેસેટ બીજી વાર ખરીદી હતી!
- જો નાનકડો જમાલ શીટમાં કૂદે એ વાત માનવા જેવી ન લાગતી હોય, તો આખી ફિલ્મમાં એકે એક વાત પણ માનવા જેવી લાગવી ન જોઇએ, કેમ કે દરેક વસ્તુમાં લોજિક શોધવા જઇએ, તો એ ફિક્શન-ફેરી ટેલ કઇ રીતે ગણાય?
- હું કદાચ ઇમોશનલ ફૂલ લાગી શકું, પરંતુ મને નાનકડી રૂબિનાને માથે ઊંચકીને ફરતાં ડેન્ની બોયલને અને દેવ પટેલને જોઇને ખરેખર આનંદ થયો. એ લોકો પાછા ફર્યા પછી કંઇક પેલા અઝહરને એના પપ્પાએ માર્યો અને આપણા અખબારોએ સ્ટોરીઓ બનાવી કે ‘હાર્શ રિયાલિટી એટ હોમ ફોર સ્લમડોગ્સ’ અને ‘રિયાલિટી બાઇટ્સ એન્ડ સ્લેપ્સ ટુ’. અરે યાર, એમના માટે રિયાલિટી હાર્શ જ હતી. પણ આ છ મહિના એમણે દુનિયામાં ફરીને-ડિઝનીલેન્ડ જોઇને જલસા કર્યા એની પોઝિટિવ વાતો કરો ને! ફિલ્મને બહાને એ બંનેને એક ઘર તો મળ્યું. કદાચ સ્કૂલી શિક્ષણ પણ મેળવશે. તો જિંદગી કંઇક તો સુધરશે, ભલે બેની તો બેની. નહીંતર, સ્લમડોગ ફિનોમેનન ન થઇ હોત તો એમની સાથે શું શું ખરાબ થઇ શક્યું હોત એની કલ્પના આપણે ફિલ્મ પરથી પણ કરી જ શકીએ છીએ. આ બધી વાતો પણ ફિલ્મની બહારની પણ એની સાથે જ જોડાયેલો આશાનો સંદેશ નથી?!
- બાકી તમને ફિલ્મમાં આશાના સંદેશ જેવું કશું જ ન લાગ્યું, બની શકે.
મને તો લાગ્યું-
1. રહેમાને લવ અને હેટમાંથી લવની પસંદગી કર્યાની વાત ઓસ્કરમાં કરી. જમાલ પણ ફિલ્મમાં લવની પસંદગી જ નથી કરતો? સલીમ હેટના શરણે ગયો અને મરાયો. જો કે એનું કેરેક્ટર કોમ્પ્લેક્સ હતું છતાં...
2. આપણા વર્જિનીટી ઓબ્સેસ્ડ સમાજની ફિલ્મોમાં કાયમ પાકીઝાઓ અને અનારકલીઓ એટસેટરા તવાયફો-(રક્કાસા!) હોવા છતાં એ તો વર્જિન જ રહી છે! જમાલ એની લતિકાના પ્રેમમાં હતો, વર્જિન લતિકાના પ્રેમમાં નહીં. અને નોવેલમાં તો આ પાત્ર પ્રોસ્ટિટ્યૂટ જ હતું.
3. આખી ફિલ્મમાં જમાલ એના ભાઇની જેમ કોઇ પણ ગેરકાનૂની કામ કર્યા વિના સીધા રસ્તે આગળ વધે છે (બાળપણના તાજ મહાલ અને ટ્રેનના અસ્તિત્વ માટેના તોફાનોને બાદ કરતાં), એ પણ આશાના સંદેશ જેવું નથી લાગતું?
- માત્ર મીડિયા કોઇ ફિલ્મ કે ગીત કે સ્ટારને ચગાવી દે એટલે એ ખરાબ થઇ જાય એ કેવું?
- વડીલ મધુ રાયે ‘દેવ ડી’ની જે રીતે ઝાટકણી કાઢી છે અને યજમાનના સુપુત્રને સ્લમડોગ એવરેજ લાગી એટલે એને દેશ આખાના યુવાનોની મરજી ગણીને પોતે પણ વૃદ્ધોની જમાતમાં હજી પ્રવેશ્યા નથી એવું માની લીધું છે. છોકરીની પાછળ ખુવાર થઇને ખલાસ થઇ જતો દેવદાસ શુભાનલ્લાહ લાગે અને જાગ્યા ત્યાંથી સવાર ગણીને ફરીથી બેઠો થઇ જતો અત્યારનો દેવદાસ લાહોલબિલાકુવત લાગે! પોઝિટિવિટીના પણ ઘણા રંગ છે!
------
ટુ harnish5
નોવેલ લખાઇ જ નહોતી ત્યારે જ એના પર ફિલ્મ બનવાનું લગભગ ફાઇનલ થઇ ગયેલું. ફિલ્મનો હાઇપ ઊભો થયા પહેલાં જ જે લેખકનું પુસ્તક વિશ્વની 36 ભાષાઓમાં અનુવાદિત થયું હોય એ લેખકને બિચારો ગણનારા વાચકોને જ બિચારાગણવા પડે!
ટુ ઓલ
અને ધારો કે વિકાસ સ્વરુપ પણ ગુજરાતી હોત તો? તો આપણે સૌ ઉછળી ઉછળીને ખુશ ન થતાં હોત? તો આપણને એ જેટલાં છે એના કરતાં મહાન લાગ્યા હોત ખરાં?!
- બિચારો લેખક- 36થી વધુ ભાષાઓમાં અનુવાદ- એ પણ ગુજરાતી હોત તો?
ટુ harnish5
અને પ્લીઝ, રહેમાન-રેશમિયાને એક જ ફૂટપટ્ટીએ ન આંકો. જો નવા સંગીતકારો ઉઠાંતરીબાજ હોય, તો કમનસીબે જૂના સંગીતકારોને પણ આ આરોપમાંથી ક્યાં મુક્ત કરી શકાય એવું છે?!
Well Said Jayeshbhai ! I loved your comments.
ReplyDeleteJayeshe to jang mandyo. Pan aa vakhate Urvish barabar fasayo chhe, potana film ane film sangit purta rigid khayalo ma! Jayeshe je kai have kahyu tevu j kaink Slumdog ni post vanchi te j vakhte kehva nu man thayelu. Well said Jayesh.
ReplyDeleteOne poitive thing about Urvish's post is, it's becoming a debating platform for people like us who are also socio politically aware, want to express but don't have their own Blog. Urvish rat-divas mahenat kare eno blog develope karva ma ane Jayesh ke Kiran ena par potana article lakhi jay!! Lage raho Urvish bhai...
-Kiran Trivedi
મિત્ર જયેશ અઘ્યારૂની ગ્રેટ યુનિફાઇડ થીયરી જેવી, મેં કરેલી અને ન કરેલી તમામ દલીલો વિશેની સર્વસમાવેશક અને એકબીજામાં ભળી જતી ટીપ્પણી (અને એ વિશે કિરણભાઇના આનંદઃ-) પછી આખી ચર્ચાને ટૂંકમાં મુદ્દાસર ગોઠવવાનો એક પ્રયાસઃ
ReplyDelete- ‘ભારતરત્ન’ સહિત બધા પુરસ્કારોમાં ‘ગોબાચારી’ છે એ વિશે ભાગ્યે જ બેમત છે. . એના માટે વાંકદેખા નહીં, વાસ્તવવાદી બનવાની જ જરૂર છે. એટલે બને તો કોઇ પણ એવોર્ડ મળે ત્યારે ગર્વ ન અનુભવવો. ‘સિમ્પલી ખુશ’ ન થવું. કારણ કે દુનિયામાં કશું સિમ્પલ નથી. આવું મને લાગે છે. તમને લાગવું જરૂરી નથી.
- ઓસ્કર સમારંભમાં ‘સ્લમડોગ’ બાળકોને ડેની ખભે લઇને ફરે એ હૃદયોર્મિની ક્ષણો ચોક્કસ કહેવાય. એ સ્વીકારૂં છું.
- ઓછાં લોકપ્રિય ક્ષેત્રોના, ઓછા જાણીતા પ્રદાન ધરાવનારા માણસોને ‘સેલેબલ’ એવોર્ડ મળે તો એટલા પૂરતા રાજી થવું કે એ બહાને તેમનાં નામ-કામ પ્રકાશમાં આવ્યાં. ફિલ્મ કે ક્રિકેટ ઓછાં લોકપ્રિય ક્ષેત્રો નથી.રસૂલની કામગીરીને ઓછી જાણીતી કે ઓછી લોકપ્રિય ગણી શકાય.
- ભારતીય ફિલ્મોની સંખ્યા વધારે હોય, એટલા માત્રથી તે અમેરિકાની ફિલ્મ ઇન્ડસ્ટ્રી કરતાં ચડિયાતી ન થઇ જાય, એ તમારી વાત સાચી છે. આપણા એવોર્ડમાં ફોરેન લેન્ગ્વેજ કેટેગરી ઉમેરવાનો આઇડીયા સારો છે- ફિલ્મફેરમાં કોઇની ઓળખાણ હોય તો કહેવા જેવોઃ-)
- રહેમાન વિશે મારા ગુ.સ.ના પીસમાં વધારે વિગતે અને વિસ્તારથી લખ્યું છે. એ અલગથી પોસ્ટ તરીકે મુકવાનો છું. એ વિશે ઠંડકથી વિચારી જોશો અને બને તો વાંચ્યા પછી તરત નહીં, પણ બીજા દિવસે સવારે કમેન્ટ લખશો. જેથી ઉમ્મ કુલથુમના ગીત જેવી અપ્રસ્તુત અને ઝનૂની દલીલ કરવાથી બચી શકાય અને બહુ બધી વાતોનો એક સામટો જવાબ આપી દેવાને બદલે, મુદ્દાસર, મેં ન લખ્યા ન હોય એવા મુદ્દા બાજુ પર રાખીને જ, ફક્ત મેં લખી હોય એ બાબતો વિશે જ ટીપ્પણી કરી શકાય.
- સ્લમડોગ ફિલ્મ તરીકે ગમે એ ગિલ્ટથી સ્વીકારવાની વસ્તુ નથી જ અને મને એવું પણ લાગે છે કે હેતલની એ અભિવ્યક્તિને તમે વઘુ પડતી શબ્દાર્થમાં લીધી છે.
હા, એ ફિલ્મને ઓસ્કર મળે ત્યારે તમે ‘ગિલ્ટ’થી નહીં, પણ પ્રમાણભાનથી પ્રેરાઇને એટલું તો લખો ને કે તેની પર સીએ-એલએ ઓવારી જવાય એવું નથી!
- ‘આશાનો સંદેશ’ મને ફિલ્મમાં જણાયો નથી. તમે એના ટેકામાં ટાંકેલી ઘણીખરી વાતો ફિલ્મબહારની છે. જેમ કે, ઓસ્કર-અસલી બાળકોનું ભવિષ્ય- રહેમાનની લવ-હેટની વાત..આ બધાને મારી ફિલ્મ વિશેની ટીપ્પણી સાથે લેવાદેવા નથી.
- હીરો સીધા રસ્તે મોટો થઇ શકે, પણ આગળ કેવી રીતે વધી શકે એ દર્શાવાયું નથી. મારી પોસ્ટમાં એ મુદ્દો હતો.
મારી બન્ને પોસ્ટ, તમારો જવાબ અને આપણી આખી ચર્ચા એકાદ વાર શાંત ચિત્તે જોઇ જશો. તેમાં કેટલા મુદ્દે ચર્ચા થઇ, ક્યાં ચર્ચા આડી ફંટાઇ, કેટલા મુદ્દા ઉકલ્યા એનો તાળો મળશે અને ભવિષ્યની ચર્ચાઓમાં વઘુ મઝા આવશે.
બાકી, બ્લોગનો એક મુખ્ય આશય દોસ્તીદાવે ચર્ચા કરીને દૃષ્ટિબિંદુ વઘુ માંજવાનો પણ છે. એટલે કિરણભાઇ પ્રમાણપત્ર આપે કે પાછું ખેંચે, પણ ધોરણસરની મુક્ત ચર્ચા પહેલેથી આ બ્લોગની નીતિ છે અને રહેશે.
તા.ક.- સંગીતનો મારો ટેસ્ટ કિરણભાઇ કહે છે એટલો ‘રિજિડ’ હોત તો મને રહેમાનનું સંગીત કેવી રીતે ગમ્યું હોત? અને મદ્રાસ ગયા વિનાઃ-) મેં ‘થિરૂડાથિરૂડા’, ‘કાદલન’, ‘કઝા...ચિમ..’(સાચો ઉચ્ચાર આવડતો નથી) અને રોજા (તમિળ) જેવી રહેમાનની તમિળ ફિલ્મોની કેસેટ વડોદરાથી શા માટે મેળવી હોત? રાત-દિવસ બ્લોગ તૈયાર કરવાની મહેનત સિવાયના પણ થોડા માર્ક નહીં આપો, કિરણભાઇઃ-?
urvish kothari
સ્લમડોગની ચર્ચા વધુ પડતી ગંભીર તો નહીં,પણ લાંબી તો થઇ જ ગઇ છે. મારે એ ફિલ્મ વિષે કંઇ કહેવાનું નથી,પણ રહેમાનના સંગીત વિષે થોડું લખવું જરૂરી લાગે છે-તેના ભૂતપૂર્વ ચાહક તરીકે. હિન્દીમાં રહેમાનની ઓફિશીયલ એન્ટ્રી રંગીલાથી થઇ,તે પહેલાં રોજા ડબ થઇને રજૂ થઇ હતી. તેનાં ગીતોની મધુરતા સાંભળીને અમે તેના મૂળ તમિળ અને તેલુગુ ગીતો મેળવ્યાં,જે બેશક,હિન્દી કરતાં વધુ મધુર હતાં.(હિન્દીમાં ફેબ્રીકેટ શબ્દો કરેલા કાનને ખૂંચતા,તેમ અમુક ગીતોના ગાયકો પણ અલગ હતા,તેથી.)રોજાના પગલે આ અજાણ્યા સંગીતકારની અન્ય ફિલ્મોની તપાસ કરતાં જેન્ટલમેન,કાદલન,થિરુડા થિરુડા જેવી પાંચેક તમિળ ફિલ્મો મળી. કહેવું જોઇએ કે અમે નિરાશ ન થયા, બલ્કે અમારી આશા બળવત્તર બની કે આખરે વરસો પછી એક ઓરિજીનલ સંગીતકાર મળ્યો ખરો. સાઉથમાં તો તે ઇલયા રાજાનું આસન ડોલાવી દેશે એવી વાતો પણ થઇ હતી.એમાં બહુ માનવાજોગું લાગતું નહોતું,કેમ કે ઇલયા રાજાની પ્રલંબ કારકિર્દી રહેમાનની પાંચ ફિલ્મોથી ડોલી જાય એવી નહોતી. તેમનું હિન્દીમાં એકસપોઝર ન હોવાથી તેમની લોકપ્રિયતા મર્યાદિત હતી,એટલું જ. તેમની ટેલેન્ટ વિષે તો શંકા જ નહોતી.(રહેમાને પણ સંગીતના આરંભિક પાઠ તેમની પાસે લીધા હતા. અને તેમણે રોયલ ફિલહાર્મોનિક ઓરકેસ્ટ્રામાં પરફોર્મન્સ આપ્યું હતું.)
ReplyDeleteરંગીલાથી રહેમાનની શરુ થયેલી હિન્દી ફિલ્મોની સફર આગળ ચાલી અને બોમ્બે જેવી ફિલ્મોમાં પણ તેની ધાર બરાબર રહી. પણ પછી સતત એમ લાગતું રહ્યું છે કે રહેમાન બીજા કોઇનું નહીં,ખુદ પોતાની ધૂનોનું જ પુનરાવર્તન કરી રહ્યો છે. તેનાં નવાં ગીતો સાંભળતાં જ લાગે કે આ કયાંક સાંભળેલું છે અને પેલી પાંચ-છ તમિલ ફિલ્મોના ગીતોમાં જ તેનાં મૂળિયાં જડી જતા. સફળતા એક વાત છે, તેને સર્જકતા સાથે લેવાદેવા હોય પણ ખરી અને ન પણ હોય.દુનિયામાં બધે માર્કશીટ જોવાય છે,માર્ક શી રીતે આવ્યા તે નહીં. રહેમાનનું સંગીત મેલડીયસ નહીં,પણ મશીનમેઇડ તો પહેલેથી જ લાગતું હતું,પણ હવે તેમાંથી મેલડી ગાયબ થતાં મશીનની યાંત્રિકતા વધુ જણાય છે. આ સંગીતને કોઇ પોતે ગમાડે તો શો વાંધો હોય? પણ સહુને ગમે એવી અપેક્ષા રાખવી વધારે પડતી છે. રહેમાનને સુપરલેટીવ લેબલ મારતાં અગાઉ અન્ય સંગીતકારોનું કામ પણ ધ્યાનમાં લેવું જોઇએ,કેમ કે આખરે તો આ રીતે તેની સરખામણી જ અન્યો સાથે કરવામાં આવે છે.
(આધારભૂત સૂત્રો દ્વારા)સાંભળ્યું છે કે હવે તો રહેમાને ચાર-છ કલાસિકલ સંગીત જાણનારાને પગારે રાખ્યા છે. એ બહાને રોજગારીની નવી તકો પેદા થાય તો સારું જ છે.
I'm giving some more marks to Urvishbhai about this blog because not only posts but comments are also interesting enough to keep me reading.
ReplyDeletefeels jayesh tried to make himself most intelligent. if you are watching daily one hollywood film means not that everybody doing the same and that you are not above average person. mostly films for entertainment only, what average people of our country wants from it. awards, social messages, art for hardly 1-2 % of the country and this class happy with that and feels jayesh/ hetal from this class only. urvishbhai represents average feelings of the society.
ReplyDeleteહું જયેશ અધ્યારૂની વાત સાથે ઘણે અંશે સંમત થાઉ છું.
ReplyDeletehi, salil dalal, from last two years I am trying tocontact you . where are you ? I hope you are the same salil dalal, i know you as my neighbour, as anandamayi, maheshwari and param had known you from their childhood.
ReplyDeletesmitaben