Wednesday, February 04, 2009
રંગીન પોલીસ સ્ટેશન
આ તસવીર શાની છે?
ત્રણ અટકળો આપવામાં આવે તો મોલ, મલ્ટીપ્લેક્સ, ઓફિસ કોમ્પ્લેક્સ કે મંદિર જેવા વિકલ્પો મનમાં આવી શકે. પણ ભાઇ, આ ગુજરાત છે અને હા, આ આલીશાન મકાન મણિનગરના રામબાગ વિસ્તારમાં તૈયાર થયેલા પોલીસ સ્ટેશનનું છે.
પોલીસ સ્ટેશનનું આટલું ભવ્ય અને મોટું મકાન હોય તો અંદર શું શું થઇ શકે? એવા કુવિચારો આવવાના તરત શરૂ થઇ જાય. ખાસ કરીને, મણિનગર મુખ્ય મંત્રીનો મતવિસ્તાર હોય ત્યારે તો ખાસ.
કેટલીક કલ્પનાઓઃ
પોલીસ સ્ટેશનમાં જ માનવ અધિકાર ભંગની, નકલી એન્કાઉન્ટરની, ખોટી ધરપકડોની અને હવે તો ગુમ થયેલા (ભાગેડુ) મંત્રીઓની ફરિયાદ લખાવવા માટેના અલગ અલગ ઓરડા ફાળવી શકાય! વન શોપ સ્ટોપ પોલીસ સ્ટેશન. આવી જાવ. ‘અહીં તમારી તમામ ફરિયાદોનો અને બહુ આઘાપાછા થશો તો તમારો પોતાનો પણ નિકાલ થઇ જશે.’ એવું પણ લખી શકાય. થોડા વઘુ રંગીન બનવું હોય તો, રંગીન પોલીસ સ્ટેશનમાં ‘પરમિટ શૉપ’, હુક્કાબાર, કેસિનો જેવી સુવિધાઓ વિશે પણ વિચારી શકાય. કોઇ પૂછે તો કહી શકાય કે ‘વઘુ ને વઘુ લોકોને પોલીસ સ્ટેશન સુધી આવતા કરવા અને પોલીસ પ્રજાનો મિત્ર છે એવું ખરા અર્થમાં લગાડવા માટે આ વ્યવસ્થાઓ રાખી છે.’
ખાડિયાનરેશ અશોક ભટ્ટ ઇચ્છે તો કહી શકે, ‘આ પોલીસ સ્ટેશન એશિયાનું મોંઘામાં મોંધું પોલીસ સ્ટેશન છે.’ અને મુખ્ય મંત્રી કહી શકે,‘મિત્રો..., આ પોલીસ સ્ટેશન માટે આપણે પાંચસો કરોડ રૂપિયાનો એમઓયુ કર્યો છે.’
આલીશાન પોલીસ સ્ટેશન વિશેની વઘુ કલ્પનાઓ આવકાર્ય છે.
Subscribe to:
Post Comments (Atom)
aa police station ma lock up ni suvidha hoy to ghana badha loko guno karine ahi rahevanu pasand kare.Kadach polico pan.
ReplyDeleteYou sound extremely negative in your views. Sorry to read that.
ReplyDeleteઆવું જ ચકાચક સરસ પોલીસ સ્ટેશન સૌપ્રથમ સુરતનાં વરાછા રોડ પર ઇ.સ. ૧૯૯૮માં જોયેલું..
ReplyDeleteમુંબઇમાં પણ સરસ પોલીસ સ્ટેશન છે. દાત. વાલકેશ્વરનું તીનબત્તી પોલીસ સ્ટેશન
ચિરાગ પટેલની વાત સાચી છે, ઉર્વિશભાઈ ને ન.મો.ની એક પણ વાત ગમતી નથી. આટલી હદે નેગેટીવ પૂર્વગ્રહનું આખરે કારણ શું હશે?
ReplyDeleteમને મુખ્ય મંત્રી સામે અનેક બિનવ્યક્તિગત વાંધા છે અને એનાં દેખીતાં કારણો છે. (એ કારણોથી અજાણ એવા ભોળા સજ્જનો આજના દિવ્ય ભાસ્કરની કળશ પૂર્તિમાં નગીનદાસ સંઘવીનો લેખ વાંચી લે.) છતાં, મને પણ એક સમજ નથી પડતીઃ
ReplyDeleteકોઇ વ્યક્તિને બદલે એકંદરે ‘એસ્ટાબ્લિશમેન્ટ’ની આવી ફીરકી લઇએ એમાં મિત્રોને ‘આટલી હદે નેગેટીવ પૂર્વગ્રહ’ લાગે એટલી ઓછી સહિષ્ણુતા/સેન્સ ઓફ હ્યુમર કેમ થઇ ગઇ હશે?
મને યાદ છે, બારસો-તેરસો શબ્દોના લેખમાંથી બે લીટી મુખ્ય મંત્રી વિશે લખી હોય, તો આ મિત્રો એ બે લીટી અને તેમાંથી દેખાતા મારા પૂર્વગ્રહ વિશે વાત કરશે! ૧૨૦૦ શબ્દોમાંથી બાકીના ૧૧૭૦ શબ્દો નજરઅંદાજ કરવાની કે તેમાં ઉઠાવેલા મુદ્દા ટાળવાની અને ફક્ત ‘પૂર્વગ્રહ, પૂર્વગ્રહ’નું ગાણું ગાવાની વૃત્તિ માટે કયો શબ્દ વાપરીશું?
- ઉર્વીશ કોઠારી
ઉર્વીશને પીળા ચશ્મા હોવાનું (મોદી બાબતે) ઘણાને લાગે છે,પણ ઘણા લોકોને આ જ રીતે લીલા ચશ્મા હોય છે. રાજયમાં કંઇ પણ થાય તો તેમને વિકાસ જ દેખાય. આવા મિત્રો કયાંકથી મેળવીને રાજીવ ગાંધી પરનાં કાર્ટૂન જુએ! મને નવાઇ એ જ લાગે છે કે વિરોધી સૂર હોઇ શકે એ વાત જ હવે મનમાંથી નીકળી ગઇ છે. હાસ્યના લેખમાં રહેલો વ્યંગ્ય માણો ને! અને વ્યંગ્ય માટેનો સૌથી હાથવગો સ્રોત સત્તાધારી પક્ષ જ હોય ને?
ReplyDeleteUrvishbhai/Birenbhai,
ReplyDeleteAny comment is always welcome. And any comment must be accepted whole-heartedly.
If anybody tries reading your 15-20 articles in one stretch, s/he will find negative views of existing governance - be it NaMo or beaucracy for that matter.
I understand that true journalist brings odd balls from pile. But, I would also want to see analysis of how that odd ball could be turned into right ball. I think, that'll take journalism to new heights.
Sorry for hurting you. Regards,
Chirag
http://rutmandal.info
chipmap@gmail.com
ઉર્વિશભાઈ તમારો અંગત બ્લોગ અને મત હોવાથી વધુ જગ્યા લેવું મુનાસીબ નથી પરંતુ આપના લેખ અંગે સ્પષ્ટતા કે મોદીનું નામ તમે લ્યો કે એના કામ સામે તમે આંગળી ઊઠાવો એ સારું જ છે અને જો તમે લોકો આવા કામ નહી કરો તો કોણ કરશે? પરંતુ અમને એવું ફીલ થાય છે કે અંગત આક્રોશના કારણે છાશમાં માખણ જાય છે અને વહું ગોબરી ગણાય છે.
ReplyDeleteઅસ્તુ.
(વધુ લખ્યુ છે પણ મારા બ્લોગ પર http://rajniagravat.wordpress.com/2009/02/12/પૂર્વગ્રહનો-આગ્રહ-દુરાગ્/ )
Shri narendrabhai modi aa police station nu opening karva mate aje java na hata.
ReplyDelete‘હર્ટ’ થવાનો સવાલ નથી. એટલે ચિરાગભાઇએ ક્ષમા માગવાની જરૂર નથી. મારો મુદ્દો એટલો જ છે કે આ પોસ્ટમાં એવી કઇ આકરી/કડવી ટીકા આવી?
ReplyDeleteરજનીભાઇ, તમારા વિવેક બદલ આભાર. જ્યારે અને જે મુદ્દે મુખ્ય મંત્રીની ટીકા કરી હોય, એ મુદ્દો ખોટો છે એવું તમે દર્શાવશો તો ખુલ્લા દિલે સ્વીકારીશ અથવા મારો દૃષ્ટિકોણ સમજાવીશ અને યોગ્ય લાગ્યે બદલીશ. ‘મારો બ્લોગ ને મારો અભિપ્રાય’ એવો નબળો બચાવ હું નહીં કરૂં. એવું હોત તો આવી ચર્ચા ખુલ્લી જ ન કરતો હોત.
મુખ્ય મંત્રી કે બીજા કોઇ પણ નેતા બાબતે ‘અંગત આક્રોશ’ કે ‘અંગત પ્રેમ’ જેવું કશું નથી. કેટલાક મુદ્દા મને અક્ષમ્ય લાગે ને બીજાને સહજ ક્ષમ્ય લાગે તેમાંથી અભિપ્રાયભેદ ઉભો થતો હોય છે.ફુવડપણાની દરેકની વ્યાખ્યા જુદી જુદી હોય છે...
- ઉર્વીશ કોઠારી
ઉર્વિશભાઈ
ReplyDeleteમારી કોમેન્ટ પ્રત્યે નો તમારો એટીટ્યુડ ખરેખર ગમ્યો. થેંક્સ સર.
Maninagar station is built now, how can we forget satellite police station? I have even been in it, not in lock up but for some work :). Even today its better then the one in Maninagar. When a friend from Mumbai saw it he just could not believe its police station. Its a positive change, lets welcome it.
ReplyDelete