Thursday, June 21, 2012
ગુજરાતી ફિલ્મ 'કેવી રીતે જઇશ' : તાજગીદાયક અનુભવ
ફિલ્મો વિશે લખવાનું આમ તો ઘણા વખતથી બંધ કર્યું છે. મુખ્ય કારણ એ કે ફિલ્મોનું શાસ્ત્ર હોવા છતાં, કોઇ ફિલ્મ ગમવી કે ન ગમવી ઘણી વાર અંગત બાબત હોય છે.
બીજું એ પણ ખરું કે ફિલ્મનું શાસ્ત્ર હોવા છતાં, તેના વિશે આક્રમક પ્રચારથી દોરવાઇને કે ખદબદતી આકાંક્ષાઓથી પ્રેરાઇને કે અધૂરી વાસનાઓથી પીડાઇને કે પોતાની ધારી લીધેલી આવડતથી જાતે જ અંજાઇને થતી ચર્ચાઓમાં વખત બગાડવા જેવો હોતો નથી. લખનારા માટે બીજા સેંકડો વધારે મહત્ત્વના મુદ્દા રાહ જોતા હોય છે.
તેમ છતાં, આજે અપવાદ કરીને ફિલ્મ વિશે લખવાનું કારણ છેઃ અભિષેક જૈન/Abhishek Jain ની ગુજરાતી ફિલ્મ 'કેવી રીતે જઇશ.' / Kevi Rite Jaish
ગુજરાતી ફિલ્મો વિશે સામાન્ય રીતે થતો પ્રશ્ન હોય છેઃ 'કેવી રીતે જોઇશ?' મોટે ભાગે તેમાં જોનારની સહનશક્તિના પ્રશ્નો હોય છે અને આશિષ કક્કડ જેવા મિત્ર ધારદાર વિષય પર ધારદાર કથા ધરાવતી 'બેટરહાફ' જેવી ગુજરાતી ફિલ્મ બનાવે ત્યારે, 'એ જોવા ક્યાં મળે?' એવો સવાલ થતો હોય છે. આ બન્ને પ્રશ્નો 'કેવી રીતે જઇશ'ને નડ્યા નથી. ફિલ્મ અમદાવાદ, સુરત, વડોદરા, મુંબઇ સહિત બીજાં અનેક ઠેકાણે મલ્ટીપ્લેક્સમાં ચાલી રહી છે.
થોડા મહિના પહેલાં મિત્ર અભિષેક (શાહ, આકાશવાણી વડોદરા) પાસેથી પહેલી વાર 'કેવી રીતે જઇશ' વિશે સાંભળવા મળ્યું હતું. અભિષેકની પત્ની તેજલ પંચાસરાનો ફિલ્મમાં નાનકડો (ભાભી તરીકેનો) રોલ હતો એ નિમિત્તે અભિષેક શાહે અભિષેક જૈન વિશે વાત કરી હતી. સરસ ગુજરાતી ફિલ્મ બનાવવાની તેમની તાલાવેલી અને ઇચ્છા વિશે જાણીને આનંદની સાથોસાથ ઉત્સુકતા પણ હતી કે જોઇએ, કેવી બને છે. છેવટે, જાહેરખબરોમાં કહે છે તેમ, 'આતુરતાનો અંત' આવ્યો અને ફિલ્મ જોવાનો મેળ પડી ગયો.
સૌથી પહેલાં મુખ્ય વાતઃ ફિલ્મ સરસ બની છે. તેને 'ગુજરાતી' ગણીને ગ્રેસ માર્ક આપવાની જરૂર નથી. એ સિવાય પણ તે પોતાના જોરે ફર્સ્ટ ક્લાસ લાવી શકે એમ છે. તેનાં વખાણ કરવા માટે તેને 'હિંદી જેવી જ છે' - એવી અંજલિ આપવાની પણ જરૂર નથી. એ નીતાંત ગુજરાતી છે, છતાં કોઇ પણ ભાષામાં સારી રીતે બનતી ફિલ્મો જેવી સારી છે. ફિલ્મનો પૂર્વાર્ધ - પહેલો હાફ- એકદમ મસ્ત મજાનો, ચુસ્ત, પંચલાઇનોથી ભરપૂર અને જકડી રાખે એવો છે. ફિલ્મ જોતી વખતે, આગળ કહ્યું તેમ, મોટે ભાગે એવી સભાનતા રહેતી નથી કે આપણે ગુજરાતી ફિલ્મ જોઇ રહ્યા છીએ. એક જ મલ્ટીપ્લેક્સમાં 'ફેરારીકી સવારી' અને 'કેવી રીતે જઇશ' બન્ને ફિલ્મો ચાલતી હોય, તો 'કેવી રીતે જઇશ' માં શા માટે જવું જોઇએ? એવા અઘરા સવાલ પહેલાં થયા હોય, તો પણ ફિલ્મ જોવાનું શરૂ કર્યા પછી એ સવાલ શમી જાય છે.
પટેલોની અમેરિકાઘેલછા જેવા વિષય પર બનેલી આ ફિલ્મમાં અમદાવાદનો રૂપાળો ચહેરો સરસ રીતે આવ્યો છે. મોટા ભાગનાં પાત્રો બહુ સ્વાભાવિક લાગે એવાં છે. તેમાંથી કેટલાંકની વર્તણૂંકમાં તાર્કિકતાના પ્રશ્નો થાય, તાલમેલીયા સિચ્યુએશનો પણ લાગે. છતાં કશા દાવા વગરની મનોરંજક ફિલ્મમાં એ સહેલાઇથી માફ થઇ શકે એવાં હોય છે. ગુજરાતી સંવાદો ક્યાંક ક્યાંક હિંદી છાંટને બાદ કરતાં સરસ છે. કૃત્રિમ લાગતા નથી. કથા મૂળ મેહોણા (મહેસાણા)ના પટેલ પરિવારની હોવાથી થોડી મેહોણવી ગુજરાતીનો લાભ મળશે એવી ધારણા હતી. પણ એકાદ સંવાદને બાદ કરતાં મુખ્યત્વે અમદાવાદની - અને થોડી અમેરિકાની- ગુજરાતીમાં જ ફિલ્મ ચાલે છે.
ફિલ્મનાં અનેક મજબૂત પાસાંમાં સંગીત ખાસ ધ્યાન ખેચે એવું છે. મેહુલ સુરતી અને વિશ્વેશ પરમારે ગીતો અને બેકગ્રાઉન્ડ મ્યુઝિક સરસ બનાવ્યાં છે. ગીતોની સિચ્યુએશનો દરેક વખતે આવશ્યક ન લાગે, છતાં ગીત મઝાંના છે એટલે વાંધો આવતો નથી. રૂપકુમાર રાઠોડે ગાયેલું ટાઇટલ સોંગ 'કેવી રીતે જઇશ' તો ફિલ્મ જોયાના કલાકો પછી પણ મનમાં ગુંજતું રહે એવું છે.
ફિલ્મના ડાયરેક્ટર અભિષેક જૈન સાથે ગપ્પાંગોષ્ઠિ કર્યા પછી ફરી ક્યારેક લખવાનું થાય તો ખરું. બાકી, જે મિત્રોને અનુકૂળ હોય તેમણે આ ફિલ્મ જોવા જેવી છે- અને એટલું કહેવા માટે આટલું લખાણ પૂરતું છે:-))
સૌથી પહેલાં મુખ્ય વાતઃ ફિલ્મ સરસ બની છે. તેને 'ગુજરાતી' ગણીને ગ્રેસ માર્ક આપવાની જરૂર નથી. એ સિવાય પણ તે પોતાના જોરે ફર્સ્ટ ક્લાસ લાવી શકે એમ છે. તેનાં વખાણ કરવા માટે તેને 'હિંદી જેવી જ છે' - એવી અંજલિ આપવાની પણ જરૂર નથી. એ નીતાંત ગુજરાતી છે, છતાં કોઇ પણ ભાષામાં સારી રીતે બનતી ફિલ્મો જેવી સારી છે. ફિલ્મનો પૂર્વાર્ધ - પહેલો હાફ- એકદમ મસ્ત મજાનો, ચુસ્ત, પંચલાઇનોથી ભરપૂર અને જકડી રાખે એવો છે. ફિલ્મ જોતી વખતે, આગળ કહ્યું તેમ, મોટે ભાગે એવી સભાનતા રહેતી નથી કે આપણે ગુજરાતી ફિલ્મ જોઇ રહ્યા છીએ. એક જ મલ્ટીપ્લેક્સમાં 'ફેરારીકી સવારી' અને 'કેવી રીતે જઇશ' બન્ને ફિલ્મો ચાલતી હોય, તો 'કેવી રીતે જઇશ' માં શા માટે જવું જોઇએ? એવા અઘરા સવાલ પહેલાં થયા હોય, તો પણ ફિલ્મ જોવાનું શરૂ કર્યા પછી એ સવાલ શમી જાય છે.
પટેલોની અમેરિકાઘેલછા જેવા વિષય પર બનેલી આ ફિલ્મમાં અમદાવાદનો રૂપાળો ચહેરો સરસ રીતે આવ્યો છે. મોટા ભાગનાં પાત્રો બહુ સ્વાભાવિક લાગે એવાં છે. તેમાંથી કેટલાંકની વર્તણૂંકમાં તાર્કિકતાના પ્રશ્નો થાય, તાલમેલીયા સિચ્યુએશનો પણ લાગે. છતાં કશા દાવા વગરની મનોરંજક ફિલ્મમાં એ સહેલાઇથી માફ થઇ શકે એવાં હોય છે. ગુજરાતી સંવાદો ક્યાંક ક્યાંક હિંદી છાંટને બાદ કરતાં સરસ છે. કૃત્રિમ લાગતા નથી. કથા મૂળ મેહોણા (મહેસાણા)ના પટેલ પરિવારની હોવાથી થોડી મેહોણવી ગુજરાતીનો લાભ મળશે એવી ધારણા હતી. પણ એકાદ સંવાદને બાદ કરતાં મુખ્યત્વે અમદાવાદની - અને થોડી અમેરિકાની- ગુજરાતીમાં જ ફિલ્મ ચાલે છે.
ફિલ્મનાં અનેક મજબૂત પાસાંમાં સંગીત ખાસ ધ્યાન ખેચે એવું છે. મેહુલ સુરતી અને વિશ્વેશ પરમારે ગીતો અને બેકગ્રાઉન્ડ મ્યુઝિક સરસ બનાવ્યાં છે. ગીતોની સિચ્યુએશનો દરેક વખતે આવશ્યક ન લાગે, છતાં ગીત મઝાંના છે એટલે વાંધો આવતો નથી. રૂપકુમાર રાઠોડે ગાયેલું ટાઇટલ સોંગ 'કેવી રીતે જઇશ' તો ફિલ્મ જોયાના કલાકો પછી પણ મનમાં ગુંજતું રહે એવું છે.
Kevi Rite Jaish/ કેવી રીતે જઇશ |
***
તા.ક. સલીલભાઇ, હજુ કેનેડામાં આ ફિલ્મ આવી નથી. ત્યાં સુધી અથવા ફિલ્મની સીડી બહાર પડે ત્યાં સુધી તમારે http://keviritejaish.com/index1200.html પર તેનું ટ્રેલર જોઇને અને ગીતો સાંભળીને ધીરજ ધરવી પડશે.
Labels:
film/ફિલ્મ,
Gujarati/ગુજરાતી ભાષા
Subscribe to:
Post Comments (Atom)
પ્રિય ઉર્વીશ,
ReplyDeleteતેં ફિલ્મો વિશે લખવાનું ઘણા વખતથી બંધ કર્યું છે, તો મારે માટે તો ફિલ્મો જોવાનું પણ હવે લગભગ બંધ જેવું છે. તેથી ‘કેવી રીતે જઇશ’ને ‘કેવી રીતે જોઇશ?’ એ પ્રશ્ન મારે માટે તો અમસ્તોય હતો જ. પણ ટ્રેઇલર તો અગાઉ જોઇ લીધું છે અને આશાસ્પદ લાગ્યું જ હતું. હવે સીડી ડીવીડી ઉપલબ્ધ થશે ત્યાં સુધી રાહ જોવાની.
-સલિલ
મારું તા.ક.:- આવતા વિક્રમ સંવતમાં ઇન્ડીયા આવવાનું પ્લાનિંગ એઝ યુઝવલ કરી જ રહ્યો છું, ત્યારે વાત.
આ વાંચીને આ ફિલ્મ જોવાની ઉત્સુકતા વધી.
ReplyDeleteThis is good news Urvish. And I like the subject of the movie already. It was dying to be made into a movie someday.
ReplyDeleteOfcourse its a great movie to watch. A class apart from a typical gujarati movies. I had seen it with my fiance and we really enjoyed it very much. I almost cried while watching the title song during the movie. Thanks to Abhishek Jain for creating a Masterpiece of Gujarati Cinema!! Music is the best part of Kevi Rite Jaish.
ReplyDelete-S. Doshi
Going for this movie at cinemax, rajkot tonight.
ReplyDeleteAfterall, TMK's reviews are not much good as expected.
Thanks Urvish bhai for the review. I wish all Patels and Gujaratis leaving in the US to remember their native atleast once after watching this movie out.
Thanks,
Darshan.
ઉર્વીષ ભાઈ, આભાર. સુંદર જાણકારી અંને ટૂકા પણૅ સચોટ વિવેચન બદલ.
ReplyDeleteઉર્વીશ ભાઈ આભાર હું જરૂર જોઇશ અને હા તમે કહ્યું કે ફિલ્મો વિશે લખવાનું આમ તો ઘણા વખતથી બંધ કર્યું છે. મુખ્ય કારણ એ કે ફિલ્મોનું શાસ્ત્ર હોવા છતાં, કોઇ ફિલ્મ ગમવી કે ન ગમવી ઘણી વાર અંગત બાબત હોય છે.
ReplyDeleteબીજું એ પણ ખરું કે ફિલ્મનું શાસ્ત્ર હોવા છતાં, તેના વિશે આક્રમક પ્રચારથી દોરવાઇને કે ખદબદતી આકાંક્ષાઓથી પ્રેરાઇને કે અધૂરી વાસનાઓથી પીડાઇને કે પોતાની ધારી લીધેલી આવડતથી જાતે જ અંજાઇને થતી ચર્ચાઓમાં વખત બગાડવા જેવો હોતો નથી. લખનારા માટે બીજા સેંકડો વધારે મહત્ત્વના મુદ્દા રાહ જોતા હોય છે. તો જાય વસાવડા રેગ્યુલર ફિલ્મો વિષે લખે છે તા બારા તમારું સુ કહેવું છે ?
આભાર ઉર્વિશભાઇ...
ReplyDeleteઆમ પણ છેલ્લે માનવીની ભવાઇ ગુજરાતી ફીલ્મ જોઇ હતી... શક્ય હશે તો આ જોઇશું....
- ઝાકળ
Urvishbhai,
ReplyDeletePlease give me Salilbhai's address of Canada.
urvish yaar bhav ni bhavai pachi direct subject gujarati film no badlaye gayo lage che....bahu burai videshi gujaratio ni karvama kyarek khatro che yaar...mano etla ame kharab nathi dear...al the best..sure i will see
ReplyDeletesalilbhai's id:
ReplyDeletesalil_hb@yahoo.co.in
saleelhb@gmail.com