Sunday, April 29, 2012

ગુણવંત શાહ પ્રકરણઃ દિલગીરી એક, સવાલ અનેક

(નોંધઃ સમગ્ર ઘટનાક્રમ સમજવાની તૈયારી વિના, પહેલેથી અભિપ્રાયો બાંધીને બેઠેલા લોકો માટે આ લખાણો નથી.)

ગુણવંત શાહના લેખ ('ગુજરાતની નિંદા કરવાની ફેશન', 'દિવ્ય ભાસ્કર', 18-3-2012) અંગે મારો પ્રતિભાવ (ગુણવંત શાહની 'બૌદ્ધિક બદમાશી') ‘નિરીક્ષક’માં (1-4-2012) છપાયો.

‘નિરીક્ષક’ના ત્યાર પછીના અંકમાં ગુણવંત શાહનો લેખ ‘સફેદ જૂઠ’ અને તેનો મેં આપેલો જવાબ ‘કાળી સચ્ચાઇ’ પ્રગટ થયો. આ બન્ને લેખ અહીં મૂક્યા છે. ગુણવંત શાહનો શબ્દાડંબર અને મૂળ મુદ્દા ગુપચાવીને શૈલીના શણગાર સજવાની તેમની યુક્તિ તેમના પત્રમાં ખુલ્લી પડેલી જોઇ શકાય છે. તેમના પત્રના જવાબમાં મેં મુખ્યત્વે ઘટનાક્રમ અને વિગતો આપી છે.
(બન્ને લેખ)





આ લેખો પ્રગટ થયા પછી ગુણવંત શાહે શ્રેયાંસભાઇને ટાંકીને જણાવ્યું છે કે તેમણે (ગુણવંતભાઇ)એ શ્રેયાંસભાઇને ફોન કર્યો ન હતો. 
આ જાણ્યા પછી હું શ્રેયાંસભાઇને મળ્યો. એમણે મને કહ્યું કે ‘ગુણવંતભાઇએ મને ફોન કર્યો ન હતો. (એ વખતે) હું ક્યાંક બહાર ગયો હતો. ત્યાં કોણે કહ્યું એ ભૂલી ગયો, પણ એવી વાત થઇ હતી કે આ બધું ચાલી રહ્યું છે ને ઠીક નથી. એટલે મેં મારા તરફથી જ તમને કહ્યું હતું અને ગુણવંતભાઇ સાથે વાત કરાવવાની- સમાધાન કરાવવાની તૈયારી બતાવી હતી.’
આ સ્થિતિમાં મારે જે કહેવું જોઇએ તે મેં 'નિરીક્ષક'માં લખ્યું છે. સાથોસાથ, તંત્રી પ્રકાશ ન. શાહનું લખાણ પણ અહીં મૂક્યું છે. જાહેર લખાણોની જવાબદારી અને જાહેર ચર્ચાનાં ધોરણો વિશે, આખી ચર્ચામાંથી ગુણવંત શાહ કશોક ધડો લે - તેમના લખાણોમાંથી ઉભા થતા અંગત સચ્ચાઇ અને જાહેર હિતના અનેક સવાલના જવાબ આપે તો ગુજરાતના, ગાંધીના અને કદાચ વણઝારાના પ્રેમીઓને પણ લાભ થશે. 



11 comments:

  1. મારું એવું માનવું છે કે મારા જેવા અનેકાનેક વાચકો હશે કે જેમને 'કોણે કોને શું કહ્યું' તે જાણવામાં રસ નથી પણ 'કોણે જાહેર માધ્યમોમાં શું લખ્યું અને ક્યા તર્ક-વિવેકબુદ્ધિથી લખ્યું' તે જાણવામાં વધુ રસ છે. મારા સવાલ ગુણવંતભાઈને બે-ત્રણ જ છે.

    ૧. શું કોઈ કટાર-લેખકે કોઈ રાજકીય પક્ષનું સમર્થન ખુલ્લેઆમ કરવું જોઈએ?
    ૨. શું કોઈ કટાર-લેખકે કોઈ રાજકીય બયાનબાજીને ઝીણી આંખે જોયા વગર પોતાની કોલમ દ્વારા તેને વ્યાજબી ઠરાવવાનો પ્રયત્ન કરવો જોઈએ?
    ૩. શું ગુણવંતભાઈ ગાંધીજીના મુખ્ય સિદ્ધાંતો 'સત્ય અને અહિંસા'માં માને છે ખરા? સત્યને ઘણીવાર છદ્મવેશી બનાવી શકાય પણ અહિંસાનું શું? શું અહિંસાની વ્યાખ્યા સગવડ પ્રમાણે કરી શકાય?

    ગુણવંતભાઈ આટલા પ્રશ્નોનો જવાબ પોતાની જાતને ઈમાનદારીથી આપશે તો ય ઘણું. ઓમ શાંતિ શાંતિ...

    ઋતુલ.

    ReplyDelete
  2. ભરતકુમાર ઝાલા8:23:00 PM

    લેખક કે પત્રકારનો ધર્મ સ્થાપિત હિતો કે ચોક્કસ પક્ષની નીતિરીતિઓની તરફેણ કરવાનો નથી હોતો , પણ એણે સત્યને સાથ આપવાનો હોય છે . અને સર્વહારાઓની વહાર કરવાની હોય છે. ગુણવંતભાઇ આ રસ્તેથી ભટકી ગયા છે , એ હકીકત હવે સાવ ખુલ્લી પડી ગઇ છે . મેં ગુણવંતભાઇને ખૂબ જ વાંચ્યા છે , એ નિબંધકાર તરીકે આજે ય ગમે જ છે , પણ વાત અહીંયા રાજકીય વિચારોની આવે છે , ત્યારે એન્કાઉન્ટર સંબંધી એમના વિચારો સાથે હું સંમત થતો નથી , એ મારે સ્પષ્ટ કહેવું જ રહ્યું . લેખકના સર્જન માટે એમને વખાણતો વાચકને એ લેખક જો પથભ્રષ્ટ થાય તો એને બે કડવી વાત કહેવાનો હક પણ હોય જ. એક વાત અનુભવે સમજાઇ છે કે - વાચવા બધાને પણ આપણી પોતાની વિવેકબુધ્ધિ મુજબ જ એમાંથી નિષ્કર્શ તારવવું . કંઠીભક્તિથી ભક્તનું જ નહીં , પણ ભગવાનનું પણ અહિત થાય છે . ગુણવંતભાઇને આ વાત સમજાશે ?

    ReplyDelete
  3. સોરી રુતુલ, ગુણવંતભાઈ જવાબ આપે તેની રાહ જોવાનો શિષ્ટાચાર જાળવ્યા વગર હું કૂદી પડું છું. કદાચ એટલા માટે કે હું તમને એક સુજ્ઞ મિત્ર માનું છું. મને એમ થાય છે કે તમારો પહેલો સવાલ તમે ફરીથી વિચારી જુઓ : શું કોઈ કટાર-લેખકે કોઈ રાજકીય પક્ષનું સમર્થન ખુલ્લેઆમ કરવું જોઈએ?

    થોડા હાઈપોથેટિકલ સવાલ કરું : શા માટે નહિ જો કોઈ રાજકીય પક્ષ ખરેખર જ સૌ કોઈના હિત-કલ્યાણની હિમાયત કરતો હોય ? શું કટાર-લેખકે સર્વજનહિતાય કામ કરતા કોઈ રાજકીય પક્ષનું ખુલ્લેઆમ સમર્થન નહિ કરવું જોઈએ ? શું એણે એક સજ્જ અને જાગૃત નાગરિકનો ધર્મ અપનાવી પોતાની કોલમમાં એવા 'લોકલક્ષી રાજકારણ' ને લોકો સામે મૂકી ન આપવું જોઈએ અને અન્ય 'લોક્ભક્ષી રાજકારણ' ને ધિક્કારવું ન જોઈએ? એવા સંજોગોમાં એનું અ-પોલીટીકલ રહેવું એ લોકહિત માટે ગુનાહિત કૃત્ય નથી લાગતું તમને? હું જાણું છું, 'રાજકારણ' ખરાબ છે એવી પોલીટીક્સની સાદી વ્યાખ્યા કરતા ભોળિયા કે ગાંડિયા લોકોમાંના તમે હરગીઝ નથી. કોઈ કટાર લેખક કોઈ પક્ષના રાજકારણનું ખુલ્લેઆમ સમર્થન કરતો લાગે તો એના સાચા કે ખોટા સમર્થનનું વાજબીપણું કે ગેરવાજબીપણું ચકાસી શકે એવા જાગૃત અને સજ્જ વાચકોની અને અન્ય કટાર લેખકોની પણ એટલી જ જરૂર છે. ઉર્વીશ, પ્રકાશભાઈ, ઇન્દુભાઇ, તેજપાલ, અરુંધતી વગેરે જેવા પત્રકારો-કટાર લેખકો એટલે જ તો તમારા-મારા જેવા વાચકોના પ્રિય છે.

    ReplyDelete
    Replies
    1. નીરવભાઈ, કોઈ કટાર લેખક જે-તે રાજકીય વિચારધારામાં ચોક્કસ માની શકે અને જે-તે રાજકીય-આર્થીક-સામાજિક વિચારો અંગે વિમર્શ પણ કરી શકે. પણ રાજકીય પક્ષોનું ખુલ્લેઆમ સમર્થન થોડો અલગ વિષય થઇ જાય છે. કોઈ જાહેર માધ્યમમાં લખતી વખતે રાજકીય પક્ષ (અને સ્થાપિત હિતો)નું સમર્થન કરતુ હોય તો પછી જે-તે પક્ષના પ્રવક્તા કે સભ્ય તરીકે જ લખવું જોઈએ. એટલે વાચકે તેમને કયા ચશ્માંથી જોવા તે ખબર પડે. નહિ તો પછી, કટારલેખકનું એક જ પક્ષને જે સમર્થન છે તે કેટલું ન્યાય-સંગત કે વિવેક-સંગત છે તેની વાચકોને ખાતરી આપવી જોઈએ. કારણકે એક-પક્ષી વાત બહુ-આયામી થઇ શકતી નથી અને મારા જેવા વાચકને કટારલેખક પાસેથી બહુ-આયામી હોવાની અપેક્ષા હોય છે... ખાસ ત્યારે કે જયારે લેખક પોતાને ચિંતક-વિચારક ઠરાવતા હોય! આ કેસમાં મોરારીબાપુ મારી સાથે સંમત છે અને લોર્ડ ભીખુ પારેખ જોડે મારે વાત થઇ છે એટલે હું સાચો છું - તેવું તર્કસંગત કે બહુ વિચારબદ્ધ લાગતું નથી.

      Delete
  4. આ એક એવી ચર્ચા છે જેમાં મારૂં અંગત તો એવું માનવું છે કે બૌધિકોની આ સાઠમારીમાં આપ્ણે નિર્દોષ ઝાડ બનીને આપણો ખુરદો ન બોલી જાય તેમ કરવું હોય તો 'ગોર મહારાજ'નો પાઠ ભજવવા જેવો છે [ વર મરો કે કન્યા મરો ગોર મહારાજનું તરભાણું ભરો]- કાંઠે ઉભા રહેવું અને ચર્ચાનો તમાશો માણવો. અને આ ચર્ચાઓ હોય છે પણ ચટાકેદાર.

    ReplyDelete
  5. amit delhi7:16:00 PM

    niravbhai, your answer is as long as blog. why dont u start a blog. mazza avshe!

    ReplyDelete
  6. થેંક યુ, અમિત, તમારા ભલા સૂચન માટે. પણ તમે અને હું અને અન્ય સૌ ઉર્વીશની પોસ્ટ અને રુતુલે કરેલા સવાલો વિષે ગુણવંતભાઈના પ્રતિભાવની રાહ જોઈ રહ્યા છીએ. ગુણવંતભાઈ કદાચ આ બ્લોગ ન પણ વાંચતા હોય, પણ એમણે અહી પ્રગટ થતી, અને ખાસ કરીને એમના સબંધે-નિમિત્તે પ્રગટ થતી સામગ્રી વિષે કોઈ દ્વારા તો જરૂર સાંભળ્યું હશે. ચિંતક જેવી મોટી ઈમેજ ધરાવતા લેખકની પોતાના વાચકો પ્રત્યે જવાબદારી બને છે કે એમણે પોતાનો પ્રામાણિક પ્રતિભાવ આપવો જોઈએ.

    મોદીની રાજ્યના એક મુખ્યમંત્રીની રુએ સૌથી વિશેષ , પણ સૌ નાગરિકની સાથે સાથે ગુણવંતભાઈ અને ઉર્વીશ અને પ્રકાશભાઈ જેવા પત્રકારોની પાસે ય એક જાગૃત અને સંવેદનશીલ લેખક-પત્રકાર-કર્મશીલની રુએ વિશેષ અપેક્ષા રહે છે : કોણ જાણે કેમ બેઉ છેડાના બીરાદરોએ પોતાની સંવેદનશીલતાને સિલેક્ટીવ બનાવી હોય એવી છાપ વાચકોમાં ઉભી થવા પામી. કોઈએ ગોધરાની ગાડીની તો કોઈએ અનુ-ગોધરાની હિંસાને ધિક્કારવાની પોતાની પ્રાથમિક કે એક માત્ર જવાબદારી માની. મને તો એ જ નથી સમઝાતું ગુણવંતભાઈ જેવા ચિંતક ( એમના પુસ્તકો વાંચતા તો એમને 'ગુજરાતના સોક્રેટીસ' કહેવાનું મન થાય ) મોદી કે વણઝારા કે કટ્ટર હિન્દુવાદીઓના હિમાયતી હોય એ રીતની બેજવાબદારીભર્યું કોલમલેખન કેવી રીતે કરી શકે?

    હું તો ડ્રાઈવર કે વટેમાર્ગુની ભૂલ કે બેદરકારીથી થયેલા અકસ્માતમાં કોઈનું મોત થઇ જાય તોય પાગલ જેવો થઇ જાઉં છું, ત્યારે કોઈ જીવતા-જાગતા માણસો ભરેલી ટ્રેનના આખે આખા ડબ્બાને આગ લગાડીને ૫૯ જેટલા સ્ત્રી-પુરુષ-બાળકોને ભૂંજી નાખે તો તો હું એ જંગલી જાનવરોને આખી જીંદગી ધીક્કાર્યા કરું. મનોમન કે કવિતામાં કે કથામાં. ૧૯૬૯ થી લઈને આજ લગીની એવી તમામ બર્બર્તાઓ જેને મારે સગી આંખે જોવાનો વારો આવ્યો છે તેને હું ભૂલી શકતો નથી.પણ મારી પાસે ક્યાં ન્યાયાધીશ જેવી સત્તા છે કે હું એ નરાધમોને જાહેરમાં ફાંસી આપવાનો હુકમ કરું? મને એ જ નથી સમઝાતું કે કોઈ આટલું નિર્દયી કેવી રીતે થઇ શકે?

    વંદનીય ગાંધીવાદી- સર્વોદયવાદી કર્મશીલ-પત્રકાર પ્રકાશભાઈ અને ઉર્વીશ જેવા સાથી પત્રકારો અનુ-ગોધરાની હિંસાનો ભોગ બનેલા માટે ન્યાયની ગુહાર લગાવે છે એ તો સમાનતાવાદી-માનવતાવાદીની બહુ મોટી ફરજ અને જવાબદારી છે. અને એટલે જ એમને લાખ લાખ સલામ. અલબત્ત, એ ન્યાય માટેની ગુહારની તીવ્રતા એકદમ વાજબી છતાં, એની પૂર્વવર્તી હિંસાને વખોડવામાં શબ્દોની, સંવેદનાની ને ક્રીયાશીલતાની કરકસરથી વાચકોમાં થોડી ગેરસમજ ઊભી થવા પામી છે એવું મને લાગે છે.

    ReplyDelete
  7. Urvishbhai blaming Gunvantbhai without any proof was a violent activity as well. That false accusation by rvishbhai misguided many like me about Gunvant Shah.

    ReplyDelete
  8. @surtaben: as i have mentioned, i had more than enough reasons to believe what i wrote. I am not in the business of wild accusations. but yes, i could not prove it and that's fact. I don't want to enter in to conspiracy theories. If you feel misguided about this particular thing, I extend my apology.
    If you are feeling misguided about entire episode, I beg to differ and would request to revisit the whole thing. I remember you commented on my write up on FB (On GS issue) much before this particular instance happened. All those issues raised still stand, are equally valid and still seek answers of Gunvantbhai.

    ReplyDelete
    Replies
    1. I never support any one who praises Narendra Modi for wrong reasons.., However, accussing Gunvant Shah for some thing that cannot be proven has affected your own credibility in this particular matter. You need to be careful in future. You don't need to apologize to me on this. With best wishes...

      Delete