Tuesday, February 28, 2012

‘વી, ધ પીપલ ઓફ ગુજરાત’

કેટલીક વાતો એટલી સાદી ને પાયાની હોય છે કે એ તરત ન પણ સમજાય. તેમને સમજવામાં- અંકે કરવામાં બે-પાંચ-સાત-દસ વર્ષ નીકળી જાય. ત્યાં સુધીમાં ઉશ્કેરાટ-આવેગો શમ્યા હોય અને માણસ હળવો - સ્વસ્થ થયો હોય.

જેમ કે, ગુજરાતની ૨૦૦૨ની કોમી હિંસાની વાત.

આટલા ઉલ્લેખમાત્રથી મુખ્ય મંત્રીના ચાહકો બાંયો ચઢાવીને લડવા અને વિરોધીઓ તેમનો મુકાબલો કરવા તૈયાર થઇ જશે. પણ દસ વર્ષના ગાળા પછી, પહેલો સવાલ, મુખ્ય મંત્રી દોષી હતા કે નહીં એ નથી. ન હોઇ શકે.

એક નાગરિક તરીકે સૌથી પહેલો અને પ્રાથમિક, પોતાની જાતને પૂછવાનો સવાલ છેઃ દસ વર્ષ પહેલાં જે થયું તે, પક્ષ કે કોમના ભેદ વગર, માણસ તરીકે બિનશરતી શરમ, અફસોસ અને પસ્તાવો પ્રેરે એવું હતું? એ સમયે ક્રૂરતા અને ઘાતકીપણું વાજબી ઠરાવવા માટે મનમાં અનેક કારણો ઊભાં થઇ ગયાં હોય, તો પણ આજે દસ વર્ષ પછી એ હિંસાને આપેલા સક્રિય કે મૂક ટેકા વિશે ફરી વિચારવા જેવું લાગે છે? ‘પહેલાં સામા પક્ષના લોકોને જઇને પૂછો’ એવી ‘દીવાર’શાઇ ગરમીને બદલે, પહેલાં જાતને પૂછવા જેટલી ટાઢક પેદા થઇ છે?

માણસ જેવા માણસ એકબીજાને કોઇ વાંકગુના વિના, ફક્ત એક યા બીજી કોમના હોવાને કારણે સળગાવે, મારે, કાપે, એ વિશે આટલાં વર્ષ પછી, ‘આપણાથી એવું ન કરાય- એવું કરનારનું ઉપરાણું ન લેવાય’ એવો માનવ-સહજ, માનવતા-સહજ વિચાર આવે છે? કે પછી આપણી માનવતા રિક્ષાવાળાએ રૂપિયા ભરેલું પર્સ પોલીસચોકીમાં જમા કરાવ્યું, એટલાથી જ સંતોષાઇ જાય છે? કોમી હિંસા ઠારવા માટે ગુજરાત આવેલા કેપીએસ ગિલ જે શબ્દ રમતો મૂકીને ગયા તે - ‘કલિંગબોધ’- શાસકોની વાત શાસક જાણે, પણ આપણામાં- નાગરિકોમાં જાગ્યો છે? વચ્ચેનાં વર્ષોમાં હુલ્લડબાજીમાં-હિંસામાં સીધો ભાગ લેનારા થોડા લોકોમાં અને પોલીસતંત્રના થોડા સભ્યોમાં ભીની આંખે પસ્તાવાની - અને ‘અમે ભાન ભૂલ્યા હતા’ એવી લાગણી પેદા થઇ છે. તેમની સાથે સીધો અને કાયમી પરિચય ધરાવતા કેટલાક પત્રકારમિત્રો એ સુખદ પરિવર્તનના સાક્ષી છે.

બાકીના, ‘વી, ધ પીપલ ઓફ ગુજરાત’-એટલે કે આપણામાંથી ઘણા બધાએ - ‘એક વાર પાગલપણાને ટેકો આપ્યા પછી હવે શાણપણની વાત કરીએ તો ટીકાકારો તૂટી ન પડે?’ એવી ચિંતા કે શરમ રાખવાની જરૂર નથી. ભાન ભૂલાય નહીં તે શ્રેષ્ઠ સ્થિતિ છે, પણ અમુક સમયગાળા પૂરતું એવું થયું હોય, તો ભૂલ સ્વીકારીને પસ્તાવો કરવો અને ફરી સજાગ રહેવું એ માણસ હોવાની નિશાની અને સાબિતી છે. આપણે લાશોનો વેપાર કરતાં મતલાલચુ શિયાળ નહીં, પણ માણસ જ હોઇએ તો પછી ભૂતકાળની અમાનવીય વર્તણૂંક બદલ પસ્તાવો વ્યક્ત કરીને, માણસ પુરવાર થવામાં શરમ-સંકોચ કેવાં?

૧૯૮૪ અને ૨૦૦૨
ગુજરાતની ૨૦૦૨ની હિંસાની વાત ઉખળતાં જ ઘણાને દિલ્હીમાં ઇંદિરા ગાંધીની હત્યાના પગલે થયેલો શીખ હત્યાકાંડ યાદ આવી જાય છે. એવી ભયાનક હિંસક ઘટના શી રીતે ભૂલી શકાય? હત્યાકાંડના આરોપીઓનો ન્યાય તોળાયો ન હોય ત્યારે તો ખાસ.

પરંતુ બન્ને ઘટનાઓ સાથે યાદ કરતી વખતે, નાગરિકોના બે ભાગ પડી જાય છેઃ પક્ષીય વફાદારી, વિચારધારાના ચશ્મા કે ગોખેલી દલીલના ભાગરૂપે શીખવિરોધી હિંસા યાદ કરનારા કહે છે, ‘કોંગ્રેસના રાજમાં આટલી જ ભયંકર ખૂનામરકી થઇ હતી. આરોપીઓને સજા પણ ન થઇ. ત્યારે તમને (કોંગ્રેસવાળાને,‘સેક્યુલર’ લોકોને) શરમ આવી હતી? ના. તમે એનો વિરોધ કર્યો હતો? ના. તો પછી અમે ગુજરાતનો ૨૦૦૨નો હિંસાચાર યાદ કરીને શા માટે શરમાઇએ? શા માટે તેનો વિરોધ કરીએ?’

કોંગ્રેસ પ્રત્યે વફાદારી ધરાવતા અથવા ‘શિસ્તબદ્ધ’ (અંતરાત્માને તાળું મારીને ચાવી હાઇકમાન્ડને સોંપનારા) લોકો કહેશે કે ‘પહેલાં તમે ૨૦૦૨નો હિસાબ તો આપો! અમારા નેતાઓ એકથી વઘુ વાર શીખોની માફી માગી ચૂક્યા છે. બે મુદતથી એક શીખ વડાપ્રધાન અમારી સરકાર ચલાવે છે. જ્યારે તમારા નેતા માફી માગવાને બદલે- લાજવાને બદલે ગાજતા ફરે છે.’

૨૦૦૨ની કોમી હિંસા પછીના રાજકીય વાતાવરણમાં, આગળ જણાવેલી બે દલીલોમાંથી જ કોઇ એક- મોટે ભાગે પહેલી (‘અમે શા માટે શરમાઇએ?’) કરનારા મોટી સંખ્યામાં હતા. એવું માની લેવામાં આવ્યું- એવો ભારે પ્રચાર થયો કે લોકો બે જ પ્રકારના હોયઃ કોંગ્રેસ પ્રત્યે ઢળેલા-સ્યુડો સેક્યુલારિસ્ટ અથવા ભાજપી મુખ્ય મંત્રીના ટેકેદારો-તરફદારો.

સમીકરણ એવું રચાયું કે જે ગુજરાતની હિંસાનો વિરોધ કરે છે તે કોંગ્રેસતરફી, સ્યુડો-સેક્યુલારિસ્ટ, હિંદુવિરોધી, બેવડાં ધોરણવાળા. જેને હિંસા માટે કોઇ અફસોસ નથી, બલકે ‘૨૦૦૨ની હિંસા બદલ શરમ આવવી જોઇએ’ એવું કહેનારા ‘ગુજરાતશત્રુઓ’ને જે ધિક્કારે છે તે ‘સાચા ગુજરાતી’.

આ જાતના રાજકીય લાભથી પ્રેરિત પ્રચારમાં એક ત્રીજા, સમજુ નાગરિકોના વર્ગનું અસ્તિત્ત્વ સદંતર ભૂલી જવાયું. એ વર્ગ ત્યારે પણ માનતો હતો અને હજુ પણ માને છે કે ‘૧૯૮૪નો શીખ હત્યાકાંડ કોંગ્રેસનું કદી ન ધોવાય એવું પાપ છે. તેના ડાઘ બે મુદત સુધી એક શીખને વડાપ્રધાન બનાવ્યા પછી કે એકથી વઘુ વાર માફી માગ્યા પછી ધોવાઇ ન જાય. શીખવિરોધી હિંસાનો ભોગ બનેલાને ન્યાય મળે, આરોપીઓને સજા થાય, ન્યાયપ્રક્રિયામાં કોંગ્રેસ પહેલ ન કરે તો કમ સે કમ પસ્તાવાભેર સહકાર આપે, તો જ એ ડાઘ હળવો થાય. આરોપીઓને અદાલત સજા કરે તે પહેલાં કોંગ્રેસે પક્ષીય ધોરણે કડક પગલાં ભરવાં પડે. તો જ શીખોની માફી માગવાનો અર્થ સરે. બાકી, ખૂનખરાબો કરી લીધા પછી લૂલી હલાવીને માગેલી માફી ‘ચોરને કહે ચોરી કર અને પોલીસને કહે પકડવા જા’ એવી, સાવ ઠાલી અને બોદી ગણાય.’

ગુજરાતના સમજુ નાગરિકો આટલી જાગૃતિ બતાવે ત્યાં સુધી સરસ. પણ એ લોકો દિલ્હીમાં કોંગ્રેસ પાસે રાખેલી અપેક્ષાઓ જેવી ગુજરાતની ભાજપ સરકાર માટે રાખવા માંડે કે તરત ‘ગુજરાતવિરોધી’, ‘સ્યુડો-સેક્યુલર’, ‘હિંદુવિરોધી’નું બૂમરાણ શરૂ.

દિલ્હીના શીખ હત્યાકાંડ વખતે અનેક નાગરિક સંગઠનો અને જાગ્રત-અગ્રણી નાગરિકોએ તેની આકરી ટીકા કરી હતી. એ મુદ્દો કોંગ્રેસે દાખવેલી જડતા અને બેશરમીના તે આજ લગી ટીકાકાર રહ્યા છે. આવા લોકોને-સંસ્થાઓ ગુજરાતની વાત કરે ત્યારે, ‘શીખ હત્યાકાંડ વખતે તમે ક્યાં હતા?’એવું પૂછનારાની તકલીફ એ છે કે તે જવાબ સાંભળવા ઊભા રહેતા નથી. કારણ કે તેમને જવાબમાં નહીં, પથ્થરની જેમ પ્રશ્ન ફેંકીને નાસી જવામાં રસ હોય છે. બીજી હંમેશાં ભૂલી જવાતી વાત એ છે કે દિલ્હીના શીખ હત્યાકાંડનો રાજીવ ગાંધી સહિતના થોડા કોંગ્રેસી નેતાઓ અને ગુંડાઓ સિવાયના બીજા કોઇએ બચાવ કર્યો ન હતો. તેને વાજબી ઠરાવવાનો તો પ્રશ્ન જ નથી રહેતો.

તમે શું કર્યું?
‘અમે કોમવાદી નથી, પણ બેવડાં ધોરણના વિરોધી છીએ’ એમ કહીને ઘણા ગુજરાતની હિંસાનો બચાવ કરે છે અથવા તેની ટીકા કરનારાને ગાળો દે છે. એવા ‘બેવડાં ધોરણના વિરોધીઓ’એ ‘શીખવિરોધી હિંસા પછી પીડિતોને ન્યાય અપાવવા માટે તમે શું કર્યું?’ એ સવાલ કોઇ ભાજપી નેતાને પૂછ્‌યો છે?

વાત બેવડાં ધોરણના વિરોધની જ હોય તો, ગુજરાતની હિંસા પ્રત્યે આંખ આડા કાન કરવા ઉત્સુક લોકોમાંથી કોઇએ ગુજરાતના ભાજપી નેતાઓને પૂછ્‌યું કે ‘૧૯૮૪માં થયેલી શીખવિરોધી હિંસાની અને તેના પીડીતોને થયેલા અન્યાયની દુહાઇઓ આપો છો, તો તમારા રાજમાં ૨૦૦૨માં જે થયું તેનું શું? તેના પીડિતોને ન્યાય મળે એ માટે તમે શું કર્યું?’

એક રાજકીય પક્ષ પોતાનાં પાપ સરભર કરવા માટે - તેમનો છેદ ઉડાડવા માટે સામેના પક્ષનાં પાપ ગણાવે એ સમજાય એવું છે. કારણ કે કોઇ રાજકીય પક્ષને ન્યાય ખપતો નથી. ભલે તે વિરોધ પક્ષ હોય. ન્યાયની લડત તેના માટે છેવટે પોતાના હરીફને પછાડવાનું હથિયારમાત્ર છે. પીડિતોને ન્યાય અપાવવો એ કદી તેમનું અંતિમ ઘ્યેય હોતું નથી.

દિલ્હીના શીખોને ન્યાય અપાવવા માટે ભાજપ અને ગુજરાતના મુસ્લિમોને ન્યાય અપાવવા માટે કોંગ્રેસ શું ઉકાળીને ઉંધી વળી ગઇ, એ આપણે સૌ જાણીએ છીએ. એ બન્ને પક્ષો ઇચ્છે છે કે આપણે નાગરિકો તેમનાં પાપ- તેમની રાજકીય હિંસાખોરીનો સામસામો છેદ ઉડાડી દઇએ. એ ત્યારે જ શક્ય બને જ્યારે નાગરિકો ‘તું કોંગ્રેસી, તું ભાજપી’ એવી પક્ષીય હૂંસાતૂંસી-આરોપબાજીમાં પડે, ધોળા ધરમે જેનો બચાવ ન થઇ શકે એવાં કરતૂતોનો પક્ષીય વફાદારી કે કાલ્પનિક ડરથી દોરવાઇને બચાવ કરે અને પોતાના જેવા બીજા નાગરિકો માટે ન્યાય માગવાનું ભૂલી જાય.

આગળ વધો
દસ વર્ષ પછી સૌથી સ્વાભાવિક લાગણી અને પ્રતિક્રિયા એ મળે છે કે ‘હવે ક્યાં સુધી જૂનું યાદ રાખશો? જૂનું ભૂલીને આગળ વધો.’ (આવું કહેનારા ૨૮ વર્ષ જૂનાં શીખવિરોધી રમખાણોને સગવડે યાદ કરી લે છે એ જુદી વાત છે.)

હકીકત એ છે કે દિલ્હીના શીખો કે ગુજરાતના મુસ્લિમો કે બીજા પીડિતો લોકોની સલાહની રાહ જોયા વિના આગળ વધી જ રહ્યા છે. પરંતુ આગળ વધવાનો અર્થ ‘ન્યાયની આશા-અપેક્ષા રાખ્યા વિના આગળ વધવું’, એવો તો ન જ હોઇ શકે. કમનસીબી એ છે કે ૨૦૦૨ની હિંસાના કેસમાં ગુજરાત સરકાર પોતે પીડિતોને ન્યાય અપાવવાના પક્ષે હોય એવું બિલકુલ લાગતું નથી અને તેમના છડીદારો આગળ વધી જવાના ઉપદેશો ફટકારે છે.

ગુજરાતમાં ન્યાયની વાત આવે ત્યારે તેમાં વિકાસનો મુદ્દો નાખીને વાતને ગુંચવવા જેવી નથી. ગુજરાતનો વિકાસ કેવો, કેટલો અને કોના પ્રતાપે થયો છે, એ જુદી ચર્ચા માગી લેતો મુદ્દો છે. વિકાસ થયો હોય તો પણ એ ન્યાયના વિકલ્પ તરીકે ન હોઇ શકે, એટલી સાદી વાત નાગરિક તરીકે આપણને સમજાવી જોઇએ.

છેલ્લો મુદ્દો ગુજરાતની હિંસામાં મુખ્ય મંત્રીની ભૂમિકાનો. થિયરીબાજીમાં પડ્યા વિના કે કોઇ તપાસપંચ રચ્યા વિના એટલું સ્પષ્ટ છે કે તેમના શાસનમાં સાબરમતી એક્સપ્રેસમાં હિંદુઓ અને ત્યાર પછીના તોફાનમાં સંખ્યાબંધ મુસ્લિમો તથા બીજા લોકો માર્યા ગયા. આ બન્ને માટેની નૈતિક જવાબદારી મુખ્ય મંત્રીની છે. ‘ક્રિયાકી પ્રતિક્રિયા હોના સ્વાભાવિક હૈ. ન હમ ક્રિયા ચાહતે હૈં, ન પ્રતિક્રિયા.’ એટલું કહીને બેસી જવાને બદલે, રાજ્યના ચૂંટાયેલા વડા તરીકે તેમણે તોફાનીઓ સામે કડકાઇથી કામ લીઘું હોત અને કોઇ કાયદાથી ઉપર નથી એવો સ્પષ્ટ સંદેશો આપ્યો હોત તો? અફસરશાહી અને પોલીસતંત્ર પોતાના ‘સાહેબ’ના વણકહ્યા આદેશ પારખવામાં બહુ પાવરધાં હોય છે. તે અપવાદરૂપે નહીં, પણ નિયમલેખે હિંસા રોકવામાં વધારે સક્રિય બન્યાં હોત.

હિંસાનાં દસ વર્ષ પછી હજુ ઘણા લોકો કારણ-રીઝન અને વાજબીપણું- જસ્ટીફિકેશન વચ્ચેનો તફાવત ધરાર સ્વીકારતા નથી. હેલ્મેટ પહેર્યા વિના બાઇક ચલાવતો માણસ અકસ્માતે પટકાઇને મૃત્યુ પામે, તો તેના મૃત્યુના કારણમાં અકસ્માત ઉપરાંત હેલ્મેટ પહેરી ન હતી, એવું ચોક્કસપણે કહી શકાય. પરંતુ ‘એણે હેલ્મેટ પહેરી ન હતી, એટલે એ મરવાને જ લાયક હતો અને હેલ્મેટ ન પહેરનારા બધા મરવાને લાયક છે’ એવું કહી શકાય?

ગોધરા-અનુગોધરા હિંસા અને રીઝન-જસ્ટિફિકેશનના તફાવત અંગે આ રીતે વિચારી જોજો.

33 comments:

 1. About second last para : "so according to you cheif minister should resign because of that or he should be jailed for that? if you go with the same theory, much more people got killed in almost every state though reason was not the communal riots. You can not account each and every murder or killing to chief minister. If you go by the same way buck should stop at PMO :)

  At that time even common person feet that rage and that is why the reaction. Ofcourse we cannot and should not justify it. It was wrong. But according to law also, the crime committed under condition of anger and without planned is less punishable.

  and there is no wrong in talking about development. Media should portrait positive outlook. We all know how US news papers reported 911. Rather than filling pages with killing and rioting, which happened before 10 years. And in some news paper minute to minute detail(according to their view only) of what happend before 10 years dont you think it is good if they find some positive stories?

  ReplyDelete
  Replies
  1. Anonymous4:48:00 PM

   Bhavesh, please re-read the article to find answers to your questions. I'm sure you can find the answers, not sure if you want to!

   Delete
 2. ભરત કુમાર1:07:00 PM

  પ્રિય ઉર્વિશભાઈ,બહુ જ સુંદર અને સંતુલિત લેખ.એક નેતા,પત્રકાર,અભિનેતા કે કોઈ પણ વ્યવસાયી માણસને મૂલવતી વખતે શું યાદ રાખવું? એ સાવ સાચી રીતે તમે સમજાવ્યું કે એ પહેલા એક સાચો માણસ હોવો જોઈએ.એની કાબેલિયત કે કુશળતા ને ખુલ્લા મને વખાણવી જોઈએ,પણ યાદ તો એની માનવતા કે સંવેદનશીલતા જ રહેવી જોઈએ.ને પ્રતિઆક્ષેપ કે કંઈ આરોપનો જવાબ ન જ હોઈ શકે.

  ReplyDelete
 3. Urvishbhai,

  This is a brilliant piece and a very thought-provoking one. It is important to differentiate between reason and justification, development and justice. How I wish that the people of Gujarat show maturity at this junction to say that 'it was wrong' and resolve not to let this happen again. We are nothing but pawns in the hands of these two big political parties and it is important to realize that political parties are more interested in power than they are in peace. They will be happy to see us fight in the name of religion, caste and regions.

  ReplyDelete
 4. and urvish bhai tame atlu badhu research kari ne lakho cho e bahu game che..ek post sikh riots vise pan apo to saru..ghana divso thi vachu chu pan vadhu padtu sadbhavna, CM vise j ave che. tethi evu manvanu man thai che ke koi ideology karta koi manas pratye no gusso vadhare bhag bhajve che. anti-sikh riots ma death count 2700 hato(as per GOI, 2700 sikh). while gujarat riots ma 1100 hato (800 muslims, 300 hindu). obviously count and ratio propotional jota anti sikh riots moto issue che. according to your post as well. pan tena vise tamari ek pan post madti nathi. jyare anti gujarat ni bharmar che. (by the way I read you regularly, and like almost all the articles, except Pseudo secularist(;)) articles)

  ReplyDelete
 5. કેમ છો ઉર્વિશભાઇ

  આપને એક વિનંતી કરવી છે.

  મહાગુજરાત ચળવળ, નવનિર્માણ આંદોલન, અનામત વિરોધી આંદોલન અને ૨૦૦૨ પહેલાના કોમી તોફાનો વિશે જાણવાની ખુબ જ ઇચ્છા છે. આ વિષય પર આપ કંઇ લખો તેવી વિનંતી. અમારિ પેઢીએ તો એકપણ આંદોલન જોયા નથી કે નથી અનુભવી ૨૦૦૨ની ભયાનકતા. આથી જો આપ આ વિશે કંઇક લખો અથવા કોઇ માહિતી અન્ય સ્ત્રોત પર ઉપલબ્ધ હોય તે જણાવો તો તે ઘણી માહિતીવર્ધક રહેશે.

  ReplyDelete
 6. @bhavesh : as evident from your arguments, you have missed the basic point and are still in denial mode. I don't want to waste adjectives for your gesture for concluding that Sikh riots is 'bigger' issue.
  I don't want to argue for such a simple premise offered in the piece as you have decided to argue the case FOR the government and are insistent on not understanding simple truths.
  We don't have a common platform for dialogue.

  @Krutesh : you may find some of the pieces reg. mahagujarat on this blog.

  ReplyDelete
 7. @ ભાવેશભાઈ ,.........૨૭૦૦ શીખ, ૮૦૦ મુસ્લિમ, કે ૩૦૦ હિંદુ... આવી બધી ગણતરીઓ કરવી એ નરી બાલીશતા છે, રમખાણો માં શીખ મરે, મુસ્લિમ મરે કે હિંદુ મરે ........છે તો આખરે મારો દેશ બાંધવ જ ને , ....વિકાસ ની મંઝીલે પહોંચવાની યાત્રા મારા નિર્દોષ ભાંડું ઓ ના શબો પરથી પસાર થતી ખૂનરંગી કેડી ઓ પર થઇ ને જતી હોય તો તેવો વિકાસ એક સાચા હિન્દુસ્તાની ને કદાપી મંજૂર ના હોઈ શકે.

  ReplyDelete
 8. Urvish, this should definitely rank amongst one of your greatest pieces. When I was reading this, I was struck by one fact. Most pieces that appeared on this issue in the Gujarati media back then have always been 'confrontational' and lacked this kind of clarity. The stated position of a whole lot of the journos writing those pearls too left nothing to imagination. The fire was fueled and fanned in no small measure by these self-perpetuating articles written by a whole host of venerable writers, ably led by the likes of Gunvant Shah (who even went to the extent of defending rogue cop Vanzara in one of his widely circulated columns).

  The 'Us Vs Them' malaise that gripped the entire State and its sanest citizens could have been averted if the Gujarati media had taken a little more balanced view of things back then. Today, when I see the likes of you argue the 'humanist' viewpoint with such remarkable clarity of thought the heart does cartwheels. More power to your pen Urvish. People of Gujarat will come around to this point of view sooner or later. It's the only one that makes sense in the long term after all.

  ReplyDelete
 9. હકીકત એ છે કે દિલ્હીના શીખો કે ગુજરાતના મુસ્લિમો કે બીજા પીડિતો લોકોની સલાહની રાહ જોયા વિના આગળ વધી જ રહ્યા છે

  In delhi's riots only shikh community has suffered a lot and people accept and believe this.. however in godhra/post godhra people believe that Muslims has suffered a lot.. they totally forgot not only muslims Hindus and even Christian too suffered.. IN TOTALITY HUMAN HAD SUFFERED

  ReplyDelete
 10. You've hit the right chord, Urvishbhai.

  Protest-Criticism is one more pair of words that people have conveniently confused themselves with.

  ReplyDelete
 11. તમારે વધુ રીસર્ચ આ લેખ http://kinner-aacharya.blogspot.com/2012/02/blog-post_28.html પર કરી આ બધું ખોટું છે તેમ સાબિત કરવું પડે તેમ છે ;)

  વેલ, ગોધરા અને પછીની ઘટનાઓ શરમજનક હતી. હવે શું? કાંકરિયામાં ડૂબી મરવાનું? ગોધરાકાંડમાં કેટલાય આરોપીઓ પકડાયા છે એ ઓછું છે? તેમને ફાંસી ચડાવવા તમે કોઈ અભિયાન-બભિયાનનો પ્રારંભ કર્યો હોય તો કહેજો..

  ReplyDelete
 12. @ કાર્તિક મિસ્ત્રીઃ મારા લેખમાં જે લખ્યું છે તે તમે ખોટું પુરવાર કરી બતાવો.

  તમારે કાંકરિયામાં ડૂબી મરવું હોય તો એ તમારી મરજીની વાત છે. હું વચ્ચે નહીં પડું એની ખાતરી આપું છું:-) બાકી, આ લેખમાં ક્યાંય એવું સૂચવાયું નથી.

  હિંસાના આરોપીઓ કેવી રીતે પકડાયા અને એ સરકારના કારણે નહીં, પણ તેના હોવા છતાં પકડાયા એ વાતને તમે કેવી સિફતથી ભુલાવી દીધી છે - અથવા યાદ કરવા માગતા નથી- અને પૂછો છો કે એટલું ઓછું છે?

  કોમી હિંસાના પીડિતોને ન્માય અપાવવા માટે ઘણાં અભિયાન ચાલ્યાં છે ને ચાલે છે. જોડાવાની ત્રેવડ હોય તો કહેજો. એમાં ચાવળાશથી કામ નહીં ચાલે, એટલી આગોતરી માહિતી.

  ReplyDelete
 13. ‘પહેલાં સામા પક્ષના લોકોને જઇને પૂછો’ એવી ‘દીવાર’શાઇ ગરમીને બદલે, પહેલાં જાતને પૂછવા જેટલી ટાઢક પેદા થઇ છે?.....કે પછી આપણી માનવતા રિક્ષાવાળાએ રૂપિયા ભરેલું પર્સ પોલીસચોકીમાં જમા કરાવ્યું, એટલાથી જ સંતોષાઇ જાય છે? ' This reminds me a story i posted some where here on FB.This is for those who look every thing through ideological prism: An American lady came to see J.Kirishnamurti, during the second war. She said she had lost her son in Italy and that she had another son aged sixteen whom she wanted to save; so they talked the thing over. JK suggested to her that to save her son she had to cease to be an American; she had to cease to be greedy, cease piling up wealth, seeking power, domination, and be morally simple - not merely simple in clothes, in outward things, but simple in her thoughts and feelings, in her relationships. She said, "That is too much. You are asking far too much. I cannot do it, because circumstances are too powerful for me to alter." Moral of the story: That lady was responsible for the destruction of her son. To put an end to outward war, you must begin to put an end to war in yourself. Do you think that there would be no Godhra again in some part of the world? We do not want to face the fact that you and I are responsible for wars. Because the inevitability of war is in you. The terror and struggle out there are the extension of what is going on all the time inside you.....‘પહેલાં સામા પક્ષના લોકોને જઇને પૂછો’ એવી ‘દીવાર’શાઇ ગરમીને બદલે, પહેલાં જાતને પૂછવા જેટલી ટાઢક પેદા થઇ છે?.....કે પછી આપણી માનવતા રિક્ષાવાળાએ રૂપિયા ભરેલું પર્સ પોલીસચોકીમાં જમા કરાવ્યું, એટલાથી જ સંતોષાઇ જાય છે? '

  ReplyDelete
 14. Anonymous2:15:00 AM

  Thanks Urvish Bhai for re-instilling hope that few good souls are still around in Gujarat.....

  ગુજરાતમાં માનવતા સદંતર નથી મરી-પરવારી

  ReplyDelete
 15. ન્યૂટન એક મહાન વૈજ્ઞાનિક હતો;એણે ૨૦૦૨ મા આવુ બનશે;એ જાણી લીધુ હતુ એટલે જ એણે 'આઘાત અને પ્રત્યાઘાત બળ' નો નિયમ શોધેલો...અત્યાર સુધીનો મુસ્લિમ ઈતિહાસ તપાસો(જે જાણવુ તમારે માટે બહુ સહેલુ છે); મુસ્લિમોએ અત્યાર સુધી સામેની કૌમ(પછીએ ગમે તે ધર્મની હોય)-પર દમન અને અત્યાચાર કરીને જ પોતાનો ધર્મ ફેલાવ્યો છે...અત્યાર સુધી હિંદુઓ(બહુમતિમા હોવા છતા પણ)સહન કરતા આવ્યા છે ગુજરાતમાં(અન્ય અત્યારના વિશ્વમાં પણ;મુસ્લિમ શાસકોના આવા જ કરુણ અંજામ આવ્યા છે-સદ્દામ;ગદ્દાફી અને ઓસામા જેવો આતંકવાદી પણ)મુસ્લિમ(પછીએ થોડા અને લઘુમતીમા હોય અને બહુમતી 'નિર્દોષ'મુસ્લિમોથી અલગ હોય તો પણ)હિંદુ પ્રજાને આઘાત આપતો જ રહ્યો છે...હિંદુએ ક્યારેય;રિપિટ ક્યારેય એનો પ્રત્યાઘાત નથી આપ્યો;સહન જ કર્યું છે...હવે ક્યારેક તો આ ભડકો/ભડાકો થાય જ ને?જે ૫૬ નિર્દોષ જણના જીવતા સળગવાથી થયો...યે તો હોના હિ થા...કદાચ બીજા કોઈ પ્રસંગે થયુ હોત...પણ તમે જુઓ;આ પછીના ૧૦ વર્ષોમા પછી ક્યારેય કૌમી હીંસાના બનાવ નથી બન્યા ગુજરાતમાં...ઑપરેશન પછી કોઈ માણસ હસતો-રમતો થઈજાય;અને કોઈ 'ચોક્કસ'પ્રકારની પિડામાંથી કાયમને માટે મુક્તિ મેળવે;તો એ ઑપરેશન શું આવકાર્ય ન ગણાય?અને હા; દિલ્હીના શિખ-રમખાણો જવા દો; કાશ્મિરમાં થયેલા હિંદુ નરસંહાર વખતે(અને હજુ સુધી એ બન્યા કરે છે ત્યારે) કેમ ચૂપ છો?(તમે અને બધા જ) કેમ કંઈ કોઈ દિવસ એ માટે નથી લખ્યું?

  ReplyDelete
 16. આ દેશ માં ખરેખર હિંદુ - મુસ્લિમ એકતા જોવી હોય તો એક વાર બધા કહેવાતા સેક્યુલરો, બુદ્ધિજીવીઓ, લઘુમતી પંચો, માનવ અધિકાર પંચો, મુસ્લિમ તરફી નેતાઓ/લેખકો/શાયરો - આ બધાને એક સાથે દેશ બહાર કાઢી મુકો. પછી જ ખરેખરી બિનસાંપ્રદાયિકતા જોવા મળશે.
  આ દેશમાં હિંદુઓના મુસ્લિમ વિરોધી રોષ માટે, મુસ્લિમો કરતા, આ બધા લોકો વધારે જવાબદાર છે.

  ReplyDelete
 17. Modiji kiriya & pratikriya vali vaat boolya hota tevi video mara jova ma avi nathi , link aapso to abhar.
  PM manmohan singhji a govt & nation vati mafi mangi che ,mafi congress & gandhi parvar re magvi joiye

  koi pan dukhad ghatana o bhulati to nahij pan maaf kari agal vadhu tej vikalp che . bhavisya ma punravartan na thaye te dhayn rakhvu

  ReplyDelete
 18. @ પરિક્ષિત ભાઈ,
  આપનું આ કેહવું તદન બેવકૂફી ભર્યું છે કે :

  " અત્યાર સુધીનો મુસ્લિમ ઈતિહાસ તપાસો (જે જાણવુ તમારે માટે બહુ સહેલુ છે); મુસ્લિમોએ અત્યાર સુધી સામેની કૌમ (પછીએ ગમે તે ધર્મની હોય)-પર દમન અને અત્યાચાર કરીને જ પોતાનો ધર્મ ફેલાવ્યો છે.."

  મારા ભાઈ,...કુરઆન ની તાલીમ અને શિક્ષણ ના પરિપ્રેક્ષ્યમાં આપ ઈમાનદારી થી જોશો તો ઇસ્લામ ના સંપૂર્ણ ઈતિહાસ માં ક્યાંયે કોઈ ને દબાણવશ ઇસ્લામમાં લાવવાનો ઉલ્લેખ નથી , આજે અને ક્યારેય પણ ઇસ્લામ માં પરવાનગી નથી કે કોઈ અન્યધર્મી ને શક્તિ કે સત્તાના જોરે ઇસ્લામ સ્વીકારવા મજબૂર કરવામાં આવે , આમ કરનાર માણસ ઇસ્લામી આદેશોનું ઉલ્લંઘન કરનાર સમજવામાં આવશે , અને આવી રીતે દબાણવશ સ્વીકારવામાં આવેલ ઇસ્લામ સ્વીકાર્ય પણ નથી , કારણ કે ઇસ્લામ એ ફક્ત મુખે થી અલ્લાહના એક હોવાનો એકરાર કરવાનું નામ નથી, બલકે અંતર અને મન થી સ્વીકાર પણ આવશ્યક છે, ફક્ત ઝબાન થી કલિમાહ પઢી લેવો ( અલ્લાહ એક છે અને મુહમ્મદ સ.અ.વ. તેના પયગંબર છે નો એકરાર કરવો ) કે બાહ્ય રીતે મુસલમાનો જેવા કાર્યો કરવા મંડી પડવું તેનું નામ ઇસ્લામ નથી, આજ કારણે ઇસ્લામી સત્તાઓમાં અન્ય ધર્મીઓને એમના ધાર્મિક કાર્યો અને માન્યતાઓ પ્રમાણે વર્તવાથી રોકવામાં આવતા નથી , ભારત દેશ પર મુસલમાનોએ ૧૧૦૦ વર્ષ રાજ્ય કર્યું , જો જબરદસ્તી થી વિધર્મીઓને ઇસ્લામ માં દાખલ કરી દેવાની પરવાનગી કે પ્રથા હોત તો આ રાજાઓએ ભારતના બધા જ નાગરિકો ને શા માટે મુસલમાન બનાવી દીધા નહિ ? તેઓ સંપૂર્ણ સ્વતંત્ર અને શક્તિશાળી રાજાઓ હતા , કોઈ વસ્તુ તેમને આ બાબતે અવરોધક ના હતી, પરંતુ ફક્ત ઇસ્લામ નો આ આદેશ જ તેમને આમ કરવાથી રોકી રહ્યો હતો, ભારતીય ઉપખંડ અને તેની આસપાસ ના જ મુલ્કો માં વસતા ૫૦ કરોડ થી વધુ મુસલમાનો એ કોઈ બીજા ગ્રહ પર થી આવેલા નથી કે એમને કોઈએ અનિચ્છાએ કે દબાણવશ ઇસ્લામ નથી અપનાવ્યો , આ બધા વંશીય રીતે આ દેશના જ સુપુત્રો છે અને એમની વતનપરસ્તી માટે શંકા કરવાની કે એમનાથી ભય પામવાની જરૂર નથી, માત્ર ખોખલી ફિલસુફી પર આધારિત નહિ પરંતુ ઇન્સાફ અને માનવીય મુલ્યો નું જતન કરતા તર્કસંગત અને બુદ્ધિ આધારિત જીવનપથ એવા ઇસ્લામ ધર્મ ને જોઈ એમના પૂર્વજો એ ઇસ્લામ અપનાવેલ છે અને ભારત ના ન્યાયપ્રિય બાદશાહોનો ઈતિહાસ એમ કંઈ થોડો ટેકસ્ટ બુકો માં થી કાઢી નાખવાથી મટી જવાનો છે, ? જ્યાં જ્યાં મુસ્લિમ શાસકો એ શાસન કર્યું છે ત્યાંથી ગોરાઓ ની જેમ કંઈ ઉશેટ્યું નથી પરંતુ આપ્યું જ છે ... અને આજ વાત પ્રખર શાયર જોહર કાનપુરી ના શબ્દો માં તમને કહું તો :
  " મત ઈતરાઓ...યે તાજ મહેલ હમારા થા ....
  યે કુતુબ મીનાર.............. ઓર યે લાલ કિલે કી લાલી.................. હમારી થી....
  ધહર કે ફૂલ અપને થે.......... રાત કી રાની હમારી થી......
  યે વહી સર ઝમી હય,..... જિસ પે સુલતાની હમારી થી
  કિસી આતંકવાદી સંગઠન ક સર નહિ ઉઠઠા...........
  .હુદુદે મૂલ્ક મેં જબ તક નિગેહબાની હમારી થી ................

  ReplyDelete
  Replies
  1. Wah.....
   Good reply by thesisbinding, well done.

   Jo musalmano ne Hindustan par 1100 sal hukumat ki, uske bare me mein yahi kahunga :
   MUSALMANO ne Hindustan ko apna ghar banaya aur usko sajaya tha, aur
   Angrezo ne usko luta hai, aur jate jate uske tukde kar gaye...
   Aur aaj tak hum sab us zahar ka shikar hai

   At last, Johar Kanpuri ka sher is baat ko samzane ke liye kafi hai

   Delete
 19. good article as always. though looking at the comments it seems it quickly becomes you v/s me thing. But the strange thing is it becomes congress v/s BJP thing. and the discussion becomes 2002 v/s 1984 riots and how many died and of which side. people try to point out differences and try to downplay or up-play(?) the sufferings of some group. Even safari has indulged in this type of arguments. But, what I don't see is the similarity. In both the cases, and may be in earlier riots too, its the majority that is going after minorities. the headcount or asset destruction of minority is always more. To me this is majority appeasement.

  ReplyDelete
 20. અહીં જે લખ્યું છે તેની વાત કરવાને બદલે કે એ સમજવાનો પ્રયાસ કર્યા વિના- અને અફસોસ-પસ્તાવો અનુભવવાની પૂર્વશરત પૂરી કર્યા વિના- વિચારધારાકીય દલીલબાજી માટે આવી જતા અને 'તમારે આ જોવું જોઇએ. આ વિચારવું જોઇએ' એવું કહેનારાને શું કહેવું?
  હા ભાઇ, વિચારવાનું તે મારે જ છે. તમે 'વિચારપ્રૂફ' છો એ તમે બતાવી જ આપ્યું છે.

  ReplyDelete
 21. ઉર્વીશભાઈ, સાચા સેક્યુલર હોવ તો જરા હિંમત કરીને જે ૫૭ લોકો ને સાબરમતી એક્ષ્પ્રેસમાં સળગાવી દીધેલા એમની અને એમના ઘર નાંઓની વેદના વિષે પણ થોડા લેખો લખો. એમને મુસ્લિમોએ એમને સળગાવેલા એ મુસ્લિમોને પણ પસ્તાવો કરવાની સલાહ આપો ક્યારેક!
  સતીષ

  ReplyDelete
 22. Anonymous9:30:00 PM

  સાચી વાત છે .. એકવાર મુસ્લિમોને પણ શબ્દોની માયાજાળ રચ્યા વગર ચોખ્ખે ચોખ્ખું પસ્તાવો કરવાની સલાહ આપો...જે થયું એ ચોકકસપને ખોટું હતું manvta ની દ્રષ્ટિએ ..એમાં ના નથી..પણ તમે બીજાને તટસ્થ રેહવાની સલાહ આપો છો તો તમે પણ તત્શ્થ્તા જાળવો ..બંને તરફના લોકોને સણસણતી સાંભળવો...કોઈ એક પક્ષ કે વ્યક્તિઓના સમૂહને તમે પણ ટાર્ગેટ કરવાનું બંધ કરો અને પછી સલાહ આપવા નીકળો..

  ReplyDelete
 23. Dipak Dholakia2:37:00 AM

  સાચી વાત છે સતીશભાઈ અને 'અનોનીમસ'ભાઈ. બાબર-હુમાયુથી અકબર સુધીના બધાજ લુંટારાઓ અને અસંસ્કૃત સમાજના બર્બરો હતા. રાણા પ્રતાપ અને શિવાજી મહારાજ જેવા યોદ્ધાઓએ એમને એમ આવા જન્ગ્લીઓને ભગાડવા માટે યુધ્ધો ખેલ્યા હતા!?
  બઝ્મે-વફા વાળા ભાઈ અને થીસીસ-બાઈન્ડીંગ અને યુનુસ ભાઈ ને જરા પૂછવાનું કે ફક્ત ગુજરાત કે ભારતમાં જ મુસલમાનો પર શંકા ઉઠાવાય છે? કોઈક દિવસ યુરોપ કે અમેરિકા કે ઓસ્ટ્રેલિયા જાવ તો ખબર પડશે કે ત્યાંની સરકારોને મુસલમાનો પર કેવી કેવી જાસુસી કરવી પડે છે. મુસલમાનોને નોકરીઓ આપતા પહેલા પણ કેટલું બધું ચેક કરાય છે.
  બધું અહીને અહી જ ભોગવવાનું છે ભાઈઓ. જો તમે આતંકવાદને પ્રોત્સાહન (સીધી રીતે કે આડકતરી રીતે), તો નિર્દોષ મુસલમાનોને પણ આનાથી પણ વધારે સહન કરવું પડશે.
  આ બધી શેરો-શાયરીઓ કે ડાહ્યા ડાહ્યા વિચારો બીજાઓને નહિ પણ ખુદ તમારા મુસલમાન ભાઈઓને સમજાવવાના છે. છે હિંમત?
  દીપક ધોળકિયા

  ReplyDelete
 24. @ મારા પ્રિય દીપકભાઈ ધોળકિયા સાહેબ ,
  બાબર-હુમાયુથી અકબર સુધીના બધાજ લુંટારાઓ અને અસંસ્કૃત સમાજના બર્બરો હતા. તો શું તોફાનો વખતે પોતાની ગાડીઓ લઇ ને નફ્ફટાઈ થી પેન્ટાલૂન ના સ્ટોરો લૂંટનારાઓ આપણા સમાજના ભલાભોળા, માસૂમ સજ્જનો હતા...... નહિ

  ReplyDelete
 25. Dipak Dholakia11:04:00 PM

  ખરી નોંધાવો છો થીસીસ-બાઈન્ડીંગ તમે પણ! હું તમને કહું છું કે આખી દુનિયામાં મુસલમાનો પર જાસુસી કરવી પડી રહી છે, કે કોઈ બોમ્બ નથી બનાવી રહ્યું ને અથવા કોઈ આતંકવાદી હુમલા કરવાની ફિરાક માં તો નથી ને. એમને નોકરી અને ઘર આપવા માટે કોઈ તૈયાર નથી થયી રહ્યું. આ બધું વિના કારણે નથી બની રહ્યું. આને માટે જિહાદી આતંકવાદીઓ અને એમનું સીધી રીતે કે આડકતરી રીતે સમર્થન કરતા મુસલમાનો પોતે જવાબદાર છે. અને તમે કોઈ લોકલ પેન્ટાલુન સ્ટોર જેવી ઘટના લઇને બેસી ગયા છો.
  તમે વાસ્તવિકતા સમજો અને તમારા ભાઈઓને પણ સમજાવો. જિહાદી આતંકવાદીઓતો કોઈને કોઈ રીતે મરવાના જ છે, પણ જે એમને સમર્થન આપે છે પણ સીધી રીતે જોડાયા નથી એવા મુસલમાનો પાસે તો હજુ સમય છે સુધારી જવાનો. તમે જે ઉપર કવિતાઓ અને ડાહ્યા વિચારો કહ્યા એ પહેલા મુસલમાનોને જ સમજાવવાના છે. બીજા લોકો તો આતંકવાદ બંધ થશે એટલે પોતે જ સમજી જશે.
  પણ તમે મગજ બંધ કરીને પોતાનો ધર્મ અને લોકો સાચા છે અને બીજા બધા તમારા ધર્મ અને લોકો પર અન્યાય કરી રહ્યા છે એવો વિચાર રાખીને મગજ બંધ કરી દીધું છે. એટલે તમારી સાથે દલીલોનો કોઈ અર્થ સરવાનો હોય એવું મને લાગતું નથી.
  દિલીપ ધોળકિયા

  ReplyDelete
 26. Janab Dipakbhai Dholakia...

  Kyun bhai aap ko Europe, US aur Australia ki nazar se dekhna padta hai? Yeh log tumhe agar kale chasme pahna denge to sab kala hi nazar aayega.

  1857 se 1947 tak hindustaniyo ne aazadi ke liye milkar takkar li hai, angrezo se.
  Mahatma Gandhi ne to sare hindustan ko sabak sikhaya tha sawdeshi bano, swadeshi apnao.
  Angrezo ki gulami chhodo...

  Angrez to Hindustan ko lut kar chale gaye aur tukde karte gaye Hindustan ke.
  Aur afsos ki baat to yeh hai ke, ab bhi yeh lutare Hindustan ke logon ke dimagh par raj kar rahe hai.

  Dipakbhai, jara apni nazar se dekhna sikho.... angrez ki nazar se nahi..

  Apne OPINION ko PROVE karne ke liye kyun luteron ka sahara lete ho.

  ReplyDelete
 27. my dear Muslim commentator friends,
  my dear Hindu commentator friends,

  your comments and counter-comments, your arguments and counter-arguments only prove the dictum : Indians are more argumentative than analytical, more emotional than rational.

  would both of you please re-read your scriptures with intellect rather than your blind faith in them? i am sure you will find they are completely outdated. you both please don't take any pride in your tribalism and primitivism and stop quoting mis-written and misread histories. instead, you need to first of all read stories of both evolution and civilization with the help of modern natural sciences and social sciences. you will be wiser and become less dogmatic and less fanatic, more inclusive and more tolerant than you are now. you will be ashamed of your religious legacies that have converted you into foes of each other, forgetting fully that you both belong to a single race called homo sapiens.

  it is because of your religious mindsets that you create tragedies of godhra and anu-godhara.

  ReplyDelete
 28. ૧) લોકોને પસ્તાવાડાવવાનો ઉદ્દેશ્ય જો બે કોમ વચ્ચે ભાઈચારો સ્થાપવાનો જ હોય તો એ તો સ્થપાયેલો જ દેખાય છે. અને એની શું ખાતરી કે પસ્તાવો થયા પછી પણ આ પ્રકારની ઘટના નહિ બને?
  ૨) શું પસ્તાવા વગર ભાઈચારો ન જ સંભવી શકે? ભાઈચારા માટે પસ્તાવું જરૂરી છે? ઘણા લોકો એવું ઈચ્છે છે કે આવી ઘટના ફરી ના બને પણ તેમને પસ્તાવો ના હોય એવું પણ બને.
  ૩) ધારો કે ૨૦૦૨ માં માત્ર ગોધરાથી જ વાત અટકી ગઈ હોત અને લોકોએ કે વહીવટી તંત્રએ પરિસ્થિતિ કાબુમાં રાખી હોત, અને તોફાનો ના થયા હોત તો શું આજે આપણે ૨૦૦૨ને યાદ કરતા હોત? કે પછી જેમ ૨૦૦૨ પહેલાના તોફાનોને જેમ ભુલાવી દેવડાવામાં આવ્યા છે તેમ તેને પણ ભૂલવી દેવામાં આવત? (આજે ગુજરાતમાં રહેતા કેટલા લોકોને ૨૦૦૨ ના પહેલા ક્યારે ક્યારે તોફાનો થયા હતા એ યાદ હશે?) તો આ રીતે એની વરસી યાદ કરાત?
  ૪) ભાઈચારો જ એક માત્ર ઉદ્દેશ્ય હોય તો એવું નથી લાગતું કે લોકોને આવું બધું કહેવાથી લોકો વળી પાછા ભડકી જાય અને ૨૦૦૨ ની માનસિકતા ધારણ કરો શકે?

  ReplyDelete
 29. તમારા માટે કશું જ જરૂરી નથી, ચિરાગ. કારણ કે તમે બધું નક્કી કરીને બેઠા છો. (તમને મારા વિષે આવું જ લાગતું હશે, નહીં?) એટલે જ આપણી વચ્ચે આ મુદ્દે સંવાદ શક્ય નથી.
  એક સીધી વાતનો અસ્વીકાર કરવા માટેની તમારી જહેમત જોઇને.....ખેર, હવે તો આશ્ચર્ય પણ નથી પામતો.
  I fully endorse what Neeravbhai has written, in the matters of general discussion (not related to my piece)

  ReplyDelete
 30. આશ્ચર્યની વાત એ છે કે આ લેખ વાંચી ને ગેરસમજ કરનારાઓની પ્રતિક્રિયા વધું છે.

  ReplyDelete
 31. Anonymous4:39:00 PM

  ગોધરાકાંડ ગ્લેમરભૂખ્યાં અને સમાચારભૂખ્યાં પ્રસાર માઘ્યમો માટે મોટો અવસર બની રહ્યું. નવા-સવા મીડિયા રિપોર્ટરો ને જાણે ગોળનું ગાડું મળી ગયું. પ્રસાર માઘ્યમોને (મુખ્યત્વે ટીવી ચેનલોને) ‘સ્ટોરી’ જોઇએ. સ્ટોરીમાં લાગણીનું તત્ત્વ જેટલું વધારે, એટલી તે વધારે હિટ. એ ન્યાયે બોરકૂવામાં પડી ગયેલા બાળકના જોર ચાર દહાડા ખેંચી શકતી ટીવી ચેનલો ગોધરાકાંડ અને ત્યારબાદ ના મૃત્યુનો કસ કાઢવામાં કચાશ રાખે? ચેનલો પર અને પ્રસાર માઘ્યમોમાં સૌથી મોટો ભોગ લેવાયો હોય તો એ પ્રમાણભાનનો. વાસ્તવિકતા અને પ્રમાણભાનને સદંતર અભરાઇ પર ચડાવી દેવાયાં.

  I’m till date surprised, that “Why the legal cell of Guajarat government is not filing any legal case against such media personnel/channel for fuelling up the riots in Gujarat by publishing or air the negativity which should not be published or aired? In my opinion, the media played such a negative role of increasing the gap between the people and spreading the hate, which was an important factor, directly or indirectly, for spreading the riots. And hence, thay all should be punished by law and we should set an example so that they never do such act again (In the recent past, on the day of verdict on Ayodhya, similar type of ban was there on media.)

  ReplyDelete