Friday, December 23, 2011
ઓઢણું ઓઢું ને સરી સરી જાય
શિયાળો અનેક લોકોને જુદાં જુદાં કારણથી વહાલો લાગે છે. કોઇને શાકભાજી ને ખાણીપીણીના સુખને લીધે તો કોઇને ગરમીનો ત્રાસ વેઠવો ન પડે એટલે. એક વર્ગ એવો પણ છે, જેને કોઇ જાતના ખુલાસા આપ્યા વિના ઓઢવાની તક મળે, એ કારણથી શિયાળો ગમે છે.
આપણી સંસ્કૃતિમાં શિયાળા વિશે ઘણું કહેવાયું છે, પણ એક મિનીટ! સંસ્કૃતિ-કે સંસ્કૃત-ના નામે લોકોને ગલગલિયાં કરાવવાનું, સામાન્ય હોય તો પણ, જરૂરી નથી. એવી જ રીતે, સંસ્કૃત સાહિત્યના અને ગુજરાતી અખબારોના વાચકોનો ભેદ પાડ્યા વિના, સંસ્કૃતિના બહાને સોફ્ટ પોર્નોગ્રાફી પીરસવાની માન‘સિક’તા હાસ્યનો નહીં, સારવારનો વિષય છે. એટલે એ સિવાયની વાત કરીએ.આપણી પરંપરામાં શિયાળામાં ફૂટપાથ પર સૂતેલા ગરીબોને ધાબળા અને કોઇ પણ મોસમમાં મંચ પર ઉભેલા મહાનુભાવોને શાલ ‘ઓઢાડવાનો’ રિવાજ છે. બન્નેમાં ઓઢનારની જરૂરિયાત કરતાં ઓઢાડનારનો સંતોષ વધારે મહત્ત્વનો ગણાય છે. તેને કારણે ઓઢનાર, ઓઢવાની પ્રક્રિયા અને તેના આનંદ વિશે કદી ચર્ચા થતી નથી.
પથારીની વ્યાખ્યામાં ચાદર, ગાદલું અને ઓશિકાની સાથે ઓઢવાનો સમાવેશ કરવો કે નહીં, એ ‘લોકપાલના દાયરામાં વડાપ્રધાનનો સમાવેશ કરવો કે નહીં?’ એ પ્રકારનો વિવાદાસ્પદ સવાલ છે. કેટલાક લોકો ઓઢવાના પ્રેમી હોય છે. કાળઝાળ ગરમી હોય કે ગુલાબી ઠંડી, તેમને કંઇક ઓઢવાનું જોઇએ. એવા લોકો ‘આવી ગરમીમાં ઓઢવાનું શી રીતે ગમે? તારું મગજ તો ઠેકાણે છે ને!’ એવાં સામાજિક મહેણાંટોણાં અને લોકલાજની પરવા કરતા નથી. ઉનાળામાં છાતી સુધી નહીં તો કમર સુધી, કમર સુધી નહીં તો ઢીંચણ સુધી ને ત્યાં સુધી નહીં તો છેવટે પગની પાની ઢંકાય એટલું પણ ઓઢવું પડે. તો જ (દાળભાતથી જમવાનો સંતોષ થાય તેમ) ઉંઘવાનો સંતોષ મળે. ‘ઓઢવાના વિના મને ઉંઘ ન આવે’ એવો સંવાદ બોલતી વખતે એ લોકો પારોની વાત કરતા દેવદાસ જેવા ભાવુક થઇ શકે છે અને ‘જે પથારીમાં ઓઢવાનું ન હોય, તેને હું પથારી ગણવા તૈયાર નથી’ એવું વિધાન તે આંદોલનકારી જુસ્સાથી ઉચ્ચારી શકે છે.
ઓઢવું એ જરૂરિયાત છે, શોખ છે કે વૈભવ? એ બીજો તકરારી સવાલ છે. અમુક માણસો જેમ ખાય છે, પીએ છે, શ્વસે છે તેમ ઓઢે છે. આ બધી ક્રિયાઓનું માહત્મ્ય તેમને મન સરખું છે. પોતાની લાગણી વાજબી ઠરાવતાં એ કહે છે, ‘ઓઢવું એ સભ્ય હોવાની નિશાની છે. પહેરવું-ઓઢવું એવો શબ્દપ્રયોગ તેની પરથી જ બન્યો છે. જેમ પહેર્યા વિના માણસ ફરી ન શકે, તેમ ઓઢ્યા વિના માણસ સૂઇ ન શકે.’ જીવવિજ્ઞાન કે ઇશ્વરની લીલા પ્રત્યે લગાવ ધરાવતા કેટલાક ‘ઓઢુ’ઓ કહે છે,‘ઓઢવાની જરૂર જ ન હોત, તો ભગવાને આપણા શરીરનાં સ્પેરપાર્ટ્સ પર શું કરવા ચામડીની ચાદર ઓઢાડી હોત?’ એવા લોકો માટે પથારીમાં પડ્યા પછી ઓઢવાનું, જૂની કાંચળી ઉતાર્યા વિના નવી કાંચળી ધારણ કરવા જેવું સ્વાભાવિક અને કુદરતી છે.
એનો અર્થ એવો નથી કે ઓઢવાના પ્રેમીઓનો સઘળો સમુહ એકજૂથ છે. તેમાં ઘણા પેટાપ્રકારો છે. ઘણી વાર તો લાગે કે ઓઢનારા અને નહીં ઓઢનારા કરતાં, જુદા જુદા પ્રકારના ઓઢનારા વચ્ચેના મતભેદ વધારે તીવ્ર છે. તેમાં એક વર્ગ એવો છે, જેને ઓઢવામાં ચાદર, ચોરસો, રજાઇ, ગોદડું, શાલ...કંઇ પણ ચાલે. બીજી રીતે કહીએ તો, તે કોઇ પણ ચીજનું ઓઢવાનું બનાવી શકે અને તેને ઓઢી શકે. કંઇ ન મળે તો ગાદલા પર પાથરેલી ચાદર ઓઢતાં અને ઠંડી વધારે હોય તો ચાદર પાથરીને ગાદલું ઓઢતાં પણ દુનિયાની કોઇ તાકાત તેમને રોકી શકતી નથી. એવા લોકોની જીવન ફિલસૂફી માટે (નિરંજન ભગતની ક્ષમા સાથે) કહેવું પડે, ‘હું તો બસ ઓઢવા આવ્યો છું/ ક્યાં ચોરસા-ચાદર-રજાઇની પંચાત કરવા આવ્યો છું?/ હું તો બસ ઓઢવા આવ્યો છું.’ ઓઢવું એ તેમને મન શયનયોગની આવશ્યક વિધિ છે. ઓઢ્યા વિના શયનયજ્ઞ શી રીતે પૂર્ણ ગણાય? અને તેનું મનોવાંચ્છિત ફળ (એટલે કે ઘસઘસાટ ઉંઘ) શી રીતે મળે? આ યજ્ઞમાં ઓઢવાનું તેમને મન સાધન હોય છે, જેનું કશું મહત્ત્વ નથી. ખરો મહિમા સાઘ્યનો એટલે કે મસ્ત ઉંઘ આવી જાય તેનો છે.
ઓઢનારના બીજા પ્રકારમાં સરહદી વિવાદ મુખ્ય હોય છેઃ ઓઢવું એ શયનસિદ્ધ હક ખરો, પણ કેટલે સુધી ઓઢવું જોઇએ? સજ્જનો ક્યાં સુધી ઓઢે? પગ ઢંકાય એ રીતે? કમર સુધી? ખભા સુધી? માખી-મચ્છરથી બચવા ફક્ત માથાના ભાગમાં? કે હઠયોગની માફક છેક પગથી શરૂ કરીને મોઢું-માથું ઢંકાઇ જાય એ રીતે?
પગ સુધી ઓઢનારને જોઇને એવું લાગે, જાણે તેમની ઓઢવાની કોઇ ઇચ્છા કે માનસિકતા નથી, પણ પ્રિયજનને આપેલું વચન પૂરું કરવા કે કોઇ શાપનું નિવારણ કરવા માટે, કેવળ ઔપચારિકતા ખાતર તેમણે ઓઢ્યું છે. કમર સુધી ઓઢનારને જોતાં વિચાર આવે કે તેમના મનમાં ‘ઓઢું કે કાઢું?’નું હેમ્લેટ-દ્વંદ્વ ચાલતું હશે. એટલે ન તે છેવટ સુધી ઓઢી શકે છે કે ન તો ઓઢવાનું ફગાવી શકે છે. પ્રહ્લાદની કથા જાણતા લોકોને ‘નહીં દિવસ ને નહીં રાત, નહીં ઘરમાં ને નહીં બહાર, નહી નર ને નહીં પશુ’ની જેમ ‘નહીં આખું ઓઢેલું ને નહીં આખું કાઢેલું’ જેવા કોઇ દેવતાઇ સંયોગના દર્શન પણ અડધું ઓઢેલા જણમાં થઇ શકે છે. ઠંડી ન હોય, પણ માખી કે મચ્છર સિવિલ સોસાયટીની આદર્શ ભૂમિકાની જેમ ગણગણાટી કરતાં હોય ને ઉંઘવા ન દેતાં હોય, ત્યારે ઉંઘનાર જણ, કમિટી રચી કાઢતી સરકારની જેમ, ગુંગળામણ ન થાય છતાં ગણગણાટી છેક કાનમાં ન સંભળાય એ રીતે, માથાનો ભાગ ઢાંકી દે છે. પણ મચ્છરો અન્નામંડળીની જેમ હઠીલાં હોય ને માણસની ઉંઘ યુપીએ સરકારની દાનત જેવી કાચી હોય, તો આ ઉપાય કારગત નીવડતો નથી.
મોઢે-માથે ઓઢવું એ, તાવપ્રેરિત ઠંડી જેવી મજબૂરી ન હોય ત્યારે, ઓઢવાને લગતી સર્વોચ્ચ સિદ્ધિ છે. આ રીતે ઓઢનાર વિશે અરેરાટીથી માંડીને અહોભાવ જેવા ઉદ્ગારો સાંભળવા મળે છે. ‘આવું તો કેવી રીતે ફાવે? હું તો પાંચ જ મિનીટમાં ગુંગળાઇ મરું.’ એવાં વચનોથી માંડીને, ‘મને ફાવતું નથી. બાકી આમ જ સુવાય. એક વાર ચોરસો માથા ઉપર ખેંચી લીધો પછી જખ મારે છે દુનિયા. આપણે દેખવું નહીં ને દાઝવું નહીં.’ એવા પ્રતિભાવ મળે છે. માથે-મોઢે ઓઢનાર જણ એક શબ્દ પણ બોલ્યા વિના, પોતાની આજુબાજુ બનતી ઘટનાઓ વિશેની પોતાની ઉદાસીનતા અથવા તેમના વિશેનો પોતાનો તુચ્છકાર જાહેર કરી શકે છે. નિશ્ચિતતાની, વિરક્તિની, નફિકરાઇની, નિરાંતની આ પરાકાષ્ઠા છે.
ઓઢવાની ક્રિયા ફિલ્મઉદ્યોગમાં સફળતા મેળવવા જેવી છે. એક વાર ઓઢી લેવાથી વાત પૂરી થઇ જતી નથી. સફળતાની જેમ ઓઢવાનું મેળવવા કરતાં ટકાવી રાખવું વધારે અઘરું છે. સૂતી વખતે ચોરસા-રજાઇના કેટેલોગમાં ફોટો છાપી શકાય એવી છટાથી, વ્યવસ્થિત રીતે ઓઢીને સૂઇ જનારા સવારે ઉઠે ત્યારે તેમનું ઓઢવાનું ગાદલાની ચાદર સાથે એવું એકાકાર થઇ ગયું હોય છે કે દૂરથી જોનારને પગના ભાગમાં ચાદર કઇ ને ઓઢવાનું કયું, તે નક્કી કરવામાં મૂંઝવણ થાય.
આ બધાથી જુદો એક વર્ગ એવો છે, જે ઓઢવામાં નાનમ અને ન ઓઢવામાં બહાદુરી સમજે છે. ઓઢવું એ કોઇની ‘હોબી’ હોઇ શકે એવું તે સમજી-સ્વીકારી શકતા નથી. કોઇ એવો પ્રયાસ કરે ત્યારે પહેલાં તો ઓઢવાની ક્રિયાને નબળાઇ સાથે સાંકળીને તેમની ઝાટકણી કાઢવામાં આવે છે. પરંતુ ‘ઓઢવું એ જરૂરિયાત નહીં, શોખ છે’ એવો બચાવ થતાં એ કહે છે,‘આ દેશમાં લોકોને પૂરું પહેરવાનું મળતું નથી, ત્યારે ઓઢવાના શોખ રાખવા પોસાય? મારું ચાલે તો...’
સદ્ભાગ્યે, ઘણા ખરા લોકોનું તેમના ઘરમાં એમ ઘરની બહાર પણ ચાલતું નથી. એટલે ઓઢનારા નિશ્ચિત થઇને, કહો કે નિરાંતે ગોદડું ઓઢીને, સુઇ શકે છે.

Labels:
humor-satire/હાસ્ય-વ્યંગ
Subscribe to:
Post Comments (Atom)
સૈફ અલી ખાન ની એક ફિલ્મ હતી "રેસ". એમાં એક સંવાદ હતો...
ReplyDeleteTum mujhse jeet nahi paaye kyonki tum hamesha mujhe haraane ki sochte the.
Aur mein kabhi haraa nahi kyonki mein hamesha jeetne ki sochta tha.
બસ આ તો અમસ્તું યાદ આવી ગયું...
@kunal: યાદશક્તિને સમજણ સાથે કશી લેવાદેવા હોતી નથી, એવું અમસ્તું તો નહીં, પણ તમારું વાંચીને તાજું થયું...
ReplyDeleteUrvishbhai ..bahu saru odhava sabd par lakhyu chhe..kharekhar gamyu..
ReplyDeleteઅહિના અંગ્રેજી દૈનિક ટેબ્લોઈડ -સન-માં ફકત એક તસ્વીર અડધું પડ્ધું ઓઢેલી નારી(છોકરી)ની આવે છ.એ દૈનિક આપણો સંસ્કૃત સમાજ ઘરે લઈને આવવામાં સંકોચ અનુભવે છે-અથવા એ છાપાં ને અડકતાં નથી.
ReplyDeleteપણ અહવે ઈંટરનેટ ખોલતાં ગુજરાતીનાં એક છાપાએ સંસ્કૃત અને સંસ્કૃતિને પડકાર ફેંકી આખું આખું છાપું પોર્ન બાનાવી દીધું છે..
આશાછે એ આપનો લેખ જરા વાંચે.
Muhammedali Wafa
www.bazmewafa.wordpress.com
ઉર્વિશભાઈ,સંસ્કૃતિના નામ પર ગલગલિયા કરાવતા લેખક ને હાલરડું ગવડાવીને સૂવડાવી દેનાર લેખકોની ભીડમાં તમે બહું જ અલગ છો.તમે હળવા એટલે કે હાસ્ય લેખો લખો છો,ત્યારે એમાં ય આવી લાલ બત્તીને એવી નાજુકાઈથી પરોવી લો છો કે એ રસભંગ થવા ન દે.તમારી વેધક ને સૂક્ષ્મ નજરને સલામ.
ReplyDelete