Thursday, June 09, 2011

હુસેન અને ‘હીના’

વિવાદાસ્પદ અને વિવાદપ્રિય, પાક્કા કળાકાર અને પાક્કા વ્યાવસાયિક ચિત્રકાર મકબુલ ફીદા હુસૈનનું ૯૭ વર્ષની વયે અવસાન થયું.

એક ચિત્રકારને અંજલિ આપવા માટે તેમના કામથી વધારે યોગ્ય શું હોઇ શકે? તેમનાં કેટલાંક ચિત્રો ‘ભાગ-૨’માં મુકીશ, પણ રાજ કપૂરને અંજલિ તરીકે ‘હીના’ ફિલ્મના ટાઇટલ માટે તેમણે કરેલાં ચિત્રો અહીં મૂક્યાં છે- ફિલ્મના પડદે ચિત્રો તરીકે તેમને નિરાંતે જોવાનું થયું હોય કે ન પણ થયું હોય એમ ધારીને.











1 comment:

  1. બીરેન9:55:00 PM

    પૂરક માહિતી: સૌથી પહેલું ટાઈટલ ચિત્ર ફિલ્મના આરંભે બોલાતા કથાપરિચયને દર્શાવે છે.મૂળ ઊર્દૂમાં બોલાયેલા એ વાક્યનો સાર - જેલમની એક તરફ એક સાધુ તેના પાણીનું આચમન લઈને સૂર્યનમસ્કાર કરે છે અને બીજી તરફ એક મૌલવી એ જ પાણી વડે વઝુ કરે છે.

    ReplyDelete