Thursday, June 09, 2011
છકડાની કવિતા
છેલ્લા થોડા દિવસથી એક મિત્રના સંપાદન માટે થઇને આદિવાસી સામયિકો પર નજર ફેરવવાનું કામ ચાલે છે. આવાં કામ હાથમાં લઇએ ત્યારે આપણે હજુ કેટલું બઘું શીખવા-જાણવાનું બાકી છે અને આપણને રસ પડે એવું કેટલું બઘું હજુ દુનિયામાં પડ્યું છે, તેનો અહેસાસ થતો રહે છે. આદિવાસી સામયિકોના જથ્થામાંથી સૌથી વઘુ મઝા બાળ સામયિક ‘બોલ’માં આવી.
વડોદરાના ભાષા સંશોધન પ્રકાશન કેન્દ્ર દ્વારા પ્રકાશિત અને વિક્રમ ચૌધરી-સુરમલ વહોનિયા સંપાદિત આ સામયિકમાં એક કવિતા વાંચીને એટલો આનંદ થયો કે એ વહેંચીને વધારવાનું મન થાય. ‘સકડો સાલે’ (છકડો ચાલે) એવું મથાળું ધરાવતી આ કવિતામાંથી કેટલાક આદિવાસી શબ્દો સમજાતા ન હોવા છતાં, (‘પહેલી ધાર’ની અસર જાળવી રાખવા માટે) એ જ ભાષામાં યથાતથ મુકું છું.
સકડો સાલે
વગડો હાલે
ફાંગીયા આવે
ઝોઝ આવે
ઉદાપોર આવે
ભીસંભીંસા સકડો સાલે
ડેરંડેરા સકડો સાલે
લાકડતીકડ
માટલાં માટલી
ધાનધરકલી
હાલકડોલક મરઘાંમરઘી
ખેતર વસ્સે વાટ પડી
વગડા વસ્સે વાટ પડી
શું લેવા?
શું લેવા વગડે વાટ પડી?
ખેતરમાં કેમ વાટ પડી?
ડંગર મારા ડોલી ગયાં
ઝાડ મારાં ઉડી ગયાં
(ફેબ્રઆરી, ૨૦૦૫, વર્ષ ૧, અંક ૪)
આ કવિતાની પહેલી બે પંક્તિઓમાં રહેલી દૃશ્યાત્મકતા (સકડો સાલે, વગડો હાલે)ની અસર એટલી જોરદાર છે કે આગળ વાંચવાનો ધક્કો લાગે. ત્યાર પછીના ભાગમાં અશોકકુમારના ‘રેલગાડી’ ગીતની યાદ આવે એવું વર્ણન છે અને અંત સુધીમાં એક સીધીસાદી કવિતાને કેવો કાતીલ વળાંક મળ્યો છે? લખનારનું નામ નથી, પણ જેણે લખી હોય એને સલામ.
-અને ‘સકડો સાલે, વગડો હાલે’ વાંચીને એ પણ યાદ આવે કે જાતે હાલકડોલક થતા ઘણા છકડાને પોતાના લીધે દુનિયા હાલી છે અથવા પોતે દુનિયા હલાવી રહ્યા છે એવો ભ્રમ થાય છે. એ ભ્રમનું મહત્ત્વ એક બાળબોધી કલ્પનાથી વિશેષ કંઇ જ નથી, એવું પણ ‘ઉપરોક્ત સુવર્ણપંક્તિઓ’માંથી તારવી શકાય
Subscribe to:
Post Comments (Atom)
મજેદાર કામકાજ છે!
ReplyDeleteવાહ ..સકડો મારમારા હાક્યો હો..!
ReplyDelete‘ઉપરોક્ત સુવર્ણપંક્તિઓ’ લખનારનું નામ નથી, પણ જેણે લખી હોય એને સલામ!!!!!!!!!!!!!!
ReplyDeleteUrvishbhai,maari savaar sudhaari didhi......
Thanks for sharing this.
Regards.
Kaushik Amin, USA
201-936-4927.
જુનાગઢ બાજુ "છકડા"નો અર્થ જુદો જ કરવામાં આવે છે..
ReplyDeleteBeautiful composition...
ReplyDelete'Bhasha' has been doing wonderful work!
અમે પણ સકડામાં ફર્યા છીએ પણ આટલું ગજબ કોઈ દિવસ ન વિચારેલું. સરસ લઇ આવ્યા, શેર કરવા બદલ આભાર
ReplyDeletebeautiful. shabdo pase thi kevu kaam lai shakay chhe !!! ane rojindi vastu ne jova ni navi drashti male te to alag.. thanks.
ReplyDeleteઅને એવું પણ વિચારી શકાય કે છકડો પોતે તો હાલકડોલક થયા છે પણ પોતાના પ્રદુષણ થી ડુંગર અને વગડા ને હલાવી ( નષ્ટ કરી) રહ્યો છે. અને એવી જ રીતે આપણા કહેવાતા રાજકારનીયો રૂપિયા માટે પર્યાવરણ ને નુકસાન કરી રહ્યા છે. બહુ જ સરસ સંસોધન અને વંહેચી ને વધારવાની(વધાવવાની) વૃત્તિ માટે આપને પણ અભિનંદન
ReplyDeleteમનહર સુતરિયા
હેમિલ્ટન ,કેનેડા
Thanks for sharing this Urvishbhai.
ReplyDeleteSimple, powerful and fresh diction.
Although, few aboriginal words are difficult to understand precisely, they don't obscure the overall feel.
You correctly pointed out the powerful twist
ખેતર વસ્સે વાટ પડી
વગડા વસ્સે વાટ પડી
શું લેવા?
માર્યાદિત શબ્દોમાં આખી અનુભૂતિ ઢળી દીધી છે!
ReplyDeleteઅને 'ખેતર વસ્સે વાટ પડી' એ હવે કોઈ થી અજાણ્યું નથી!
woderfull poem... sakdo sale, vagdo hale !
ReplyDeletechhakda ma besi ne jane vagdo halavta jata hoiye evo bhash thayo.
કવિતા સહજ, સરળ અને પોતીકી ભાષા માં હોય, ખુશી થાય છે. પ્રસન્નતા આપે છે. આવી માટીની વાતો અચૂક મુકજો.
ReplyDeleteશું લેવા વગડે વાટ પડી?
ReplyDeleteખેતરમાં કેમ વાટ પડી?
ડંગર મારા ડોલી ગયાં
ઝાડ મારાં ઉડી ગયાં
these lines bring in the real pathos, the involuntary migrations the tribals have to undertake for eking out the livelihood, the permanent loss of their physical and social environment in this brutal exodus, the hopeless feeling of getting rootless for ever...
i think this is what the oustee chhakdo migrants are feeling and articulating in their own desi diction.
good
ReplyDeleteBhasani chamtkruti j aavi majani panktio rachi sake.abhinandan aena rachyitane.!
ReplyDelete