Wednesday, June 08, 2011

'ગ્રામ્યમાતા' અને 'મધુકરનો ગુંજારવ'

કેટલાક મિત્રોએ શેરડીના રસ વિશેના હાસ્યલેખમાં 'ગ્રામ્યમાતા'નો ઉલ્લેખ વાંચીને એ કાવ્યની માગણી કરી. એ સિવાય, માગણી ન કરનાર ઘણા મિત્રોને પણ તેમાં કદાચ રસ પડે-વાંચવાનું મન થાય, એમ ધારીને અહીં એ કાવ્ય 'કલાપીનો કાવ્યકલાપ' (1973,પુનઃમુદ્રિત આવૃત્તિ)માંથી મુક્યું છે. 'કલાપી'ની રચનાઓ પરનો કોપીરાઇટ ક્યારનો પૂરો થઇ ચૂક્યો હોવાથી એ વિશે કોઇ મુશ્કેલી પણ નથી. સૌ કોઇ તેનો યથેચ્છ સદુપયોગ કરી શકે છે.

'કલાપી' પહેલાં 'મધુકર' ઉપનામ ધરાવનાર સુરસિંહ ગોહિલનો કાવ્યસંગ્રહ અસલમા 'મધુકરનો ગુંજારવ' નામે પ્રકાશિત થવાનો હતો, પણ ત્યાર પછી તેમણે 'કલાપી' ઉપનામ ધારણ કર્યું અને તેમના મૃત્યુ પછી તે 'કલાપીનો કેકારવ' નામે પ્રસિદ્ધ થયો, એવું અનંતરાય રાવળે નોંધ્યું છે.


1 comment:

  1. એક પળમાં તમે અમને ક્યંાથી ક્યાં પહોંચાડ્યા! શેલડીની એક કાતળીના રસની સેર પ્રશાંત મહાસાગરના કિનારે પહોંચી ગઇ તમારા આ રસાસ્વાદ દ્વારા. આભાર! ગ્રામ્યમાતામાં પણ યાદી ભરી છે 'એમની'!

    ReplyDelete