Friday, June 03, 2011

‘દૂરદર્શન’ પરની લધુફિલ્મમાં એકાદ મહિનાથી 'જય હિંદ'ના સ્થાને 'ખય હિંદ'


છેલ્લા એકાદ મહિનાથી ‘દૂરદર્શન’ (ડીડી ભારતી) પર રોજ એકથી વઘુ વખત ‘ભારત અનોખા રાગ હૈ’ નામની એક લધુફિલ્મ દર્શાવવામાં આવે છે. રાષ્ટ્રિય એકતા વિશેની આ ફિલ્મ બાકી બધી રીતે સરસ છે, પણ તેના અંતીમ ભાગમાં ભારતની જુદી જુદી ભાષાઓમાં 'જય હિંદ' લખાય છે, ત્યારે ગુજરાતીમાં 'જય હિંદ'ના સ્થાને ‘ખય હિંદ' લખાય છે! નવાઇની અને આઘાતની વાત એ છે કે ઘણા સમયથી આ ફિલ્મ પ્રસારિત થતી હોવા છતાં હજુ સુધી દૂરદર્શનના સરકારી તંત્રમાંથી કોઇએ આ ભૂલ સુધારી નથી.

એટલું જ નહીં, વિખ્યાત ચિત્રકાર-કળાકાર જ્યોતિ ભટ્ટે એકથી વઘુ વખત પ્રસાર ભારતીનાં સીઇઓ મૃણાલ પાંડે, ‘ઇન્ડિયન નેશનલ ટ્રસ્ટ ફોર આર્ટ એન્ડ કલ્ચરલ હેરિટેજ’, ‘વાંચે ગુજરાત’ના પ્રણેતા ગુજરાતના મુખ્ય મંત્રી, ગુજરાતી સાહિત્ય અકાદમી, ગાંધીનગર ભાષા નિયામક સહિત અનેક ઠેકાણે પત્રો લખીને ઘ્યાન દોર્યું છે. છતાં હજુ સુધી કોઇએ આ અપમાનજનક છબરડો સુધારવાની તસ્દી લીધી નથી. ફિલ્મનો અંત થોડી સેકન્ડ ટૂંકાવી દેવામાં આવે, તો આ ગોટાળો દૂર થઇ જાય. પરંતુ એવી કોઇને જરૂર લાગી નથી.

જ્યોતિભાઇએ તેમના પત્રમાં ખેદપૂર્વક નોંઘ્યું છે કે નેતાજી સુભાષચંદ્ર બોઝના વારસા જેવો 'જય હિંદ'નો નારો ગુજરાતી ભાષામાં ‘ખય હિંદ' જેવા અપમાનજનક અને સાવ વિરોધી અર્થ સાથે રજૂ થાય, તે ખરેખર શરમજનક છે. ‘ખય’ શબ્દ સંસ્કૃત ‘ક્ષય’નો અપભ્રંશ થઇને બન્યો છે અને દેશનો કોઇ મનોવિકૃત દુશ્મન જ 'જય હિંદ'ના સ્થાને ‘ખય હિંદ' કહી શકે. પોતાને ‘એનઆરઆઇ’ (નોન રીક્વાયર્ડ ઇન્ડિયન- વણજોઇતા ભારતીય) તરીકે ઓળખાવીને જ્યોતિ ભટ્ટે લખ્યું છે કે વારંવારની વિનંતીઓ છતાં સરકારી બાબુઓએ આ બાબતે પોતાનાં આંખ-કાન બંધ રાખ્યાં છે.

દરમિયાન ગઇ કાલે પણ એકથી વઘુ વાર ‘ખય હંિદ’ના નારા સાથે એ લધુફિલ્મ પ્રસારિત થઇ હતી. હાલની પરિસ્થિતિ જોતાં લાગે છે કે 'જય હિંદ'ના સ્થાને નહીં, પણ ‘ખાય હિંદ'ને બદલે ‘ખય હિંદ' લખાઇ ગયું હશે.

6 comments:

  1. Anonymous11:15:00 AM

    દૂરદર્શનનો વધુ એક છબરડો!

    લઘુ ફિલ્મને બદલે લધુ ફિલ્મ લખાયું હોય એવું લાગે છે.

    બ્રિન્દા.

    ReplyDelete
  2. ખાય હિન્દ...તાતો કટાક્ષ....ઉર્વીશજી.

    ReplyDelete
  3. ખરેખર શરમજનક...

    ReplyDelete
  4. I have a blog http://aroundahmedabad.blogspot.com which has a number of advertisements published in the local Gujarati Newspapers of Ahmedabad with mistakes in translations / typing etc. The blog is an effort to guide advertisers making such mistakes so that they take care the next time they advertise

    Regards
    Nikhil Joshi

    ReplyDelete
  5. Anonymous6:38:00 PM

    Very silly mistake, which reflect on Nation's pride.

    Copying inappropriate font/s and not correcting habit created bad impression.

    Previously at High Court Order was issued with pasting inappropriate reference.

    Now a days, at Script Writing & DTP, people hardly take pain of proof-reading. Proof reading services are made unnecessary.

    Inspite of ... all odds Unique Country of Plural Character,
    Sare Jahan se Achha...Hindustan Hamara - Dr. M. Iqbal.

    ReplyDelete
  6. સરસ ... ધ્યાન દોરવા માટે આભાર કહેવું જોઈએ..નહિ તો દુરદર્શન જોયે છે કોણ..!

    ReplyDelete