Friday, November 05, 2010

થોડી આતશબાજી

બ્લોગ થકી સંપર્કમાં રહેતા સૌ મિત્રોને નવા વર્ષની શુભેચ્છા

  • બોમ્બ થકી થતા અજવાળાનાં વખાણ ન થાય
  • બધું શાંત હોય ત્યારે ટીકડી ફૂટવાનો અવાજ પણ ધડાકો લાગે છે
  • ટેટાને પાછળથી બરાબર ભીંસમાં રાખ્યો હોય તો મોટા ભાગના ટેટા હાથમાં ફોડી શકાય એવા કહ્યાગરા થઇ જાય છે. (આ હાથમાં ટેટા ફોડવાની ટીપ નથી.)
  • ધોળા દિવસે બપોરિયાં ફોડીને અજવાળું કરવાનો સંતોષ લેવા માટે તમારે ‘સંસ્થા’ શરૂ કરવી પડે.
  • ગુજરાતનું પ્રવાસનસૂત્રઃ દિવાળીમાં દારૂખાનું, બાકીનું વર્ષ મયખાનું, યહી તો હૈ ‘ખુશ્બુ’ ગુજરાતકી
  • ‘આતશબાજી’ તરીકે ઓળખાતા ફટાકડા એટલા મોંઘા આવે છે કે ભારતમાં આટલા રૂપિયામાં તો માણસ આખી રાત ધાબે મશાલ પકડીને ઉભો રહેવા તૈયાર થઇ જાય.
  • કોઠી આડી ફૂટે એટલે એ ભોંયચકરડી નથી બની જતી અને તારામંડળને હવામાં ઉછાળવાથી એ હવાઇ નથી બની જતો.

4 comments:

  1. wah wah... Urvishbhai...

    Dhoka na divase aa dkokabaji e moj karavi didhi....

    BTW.. HAPPY NEW YEAR TO YOU AND YOUR FAMILY..

    ReplyDelete
  2. must accept, you're very creative in ideas and expressions.

    very happy new year to you,
    wish you ever remain healthy, hearty and helpful to the cause of the poor and persecuted.

    may your tribe of bloggers and writers and activists increase!

    and finally, may your followers increase in numbers and may their sensitivities get inclusive!

    ReplyDelete
  3. आज के दिन - अंधेरों को क्यूँ कोशे , अच्छा है दीप जलायें!

    પોતાની ઍાહનો દીવો કરીને...

    સાલ મુબારક

    કીકા

    ReplyDelete
  4. Special Greetings on Happy New Year to all, especially to those who are victims of design of darkness due to all biases.

    2011: Let us illuminate light & share co-existence views would replace some time in some degree with limited resources. First phase, could be vocabulary/dictionary.

    We believe in co-existence with and without difference.

    Jabir A. Mansuri
    Media Cell
    (Monitoring Issues : Affect & Develop Society)
    JIH, Ahmedabad-West.
    E: media.jihaw@gmail.com

    ReplyDelete