Wednesday, November 03, 2010

દવા-દારૂ?

અમદાવાદમાં ઘણા વખતથી ફેન્સી સોડાની બોલબાલા થઇ છે. લારી પર મળતી લખોટીવાળી સોડાને બદલે બાકાયદા દુકાનોમાં, જુદી જુદી ફ્લેવરમાં ફાઉન્ટેન પર મળતી સોડાની સાથે ફ્લેવરનું લાંબુંલચક લીસ્ટ હોય છે- અને 'જે ચીજ હાજર હશે તે મળશે' એવું પાટિયું નથી હોતું.

ઉપરનું પાટિયું જો કે જરા જુદું છે. ગુજરાતમાં બચ્ચા-બચ્ચાને નહીં તો પણ ઘણા બચ્ચાઓ 'બીયર દારૂ કહેવાય કે નહીં' એ શાસ્ત્રાર્થમાં શ્રોતા કે વક્તા તરીકે ભાગ લઇ ચૂક્યા હશે. 'બીયર પીએ તો ચડે ?' એ સવાલ એક જમાનામાં સામાન્ય જ્ઞાનના ટોચના દસ સવાલોમાં સ્થાન પામે એટલો લોકપ્રિય હતો. તેને કારણે ઘણા બધા લોકો એ દલીલ સાંભળી ચૂક્યા હશે કે 'બીયરમાં કંઇ ન હોય. એ તો જવનું પાણી હોય.'

ઉપરના પાટિયામાં બીજા બધા સોડા-પ્રકારોની યાદી પછી મોટા અક્ષરે 'જવનું પાણી' (અને તેનો બમણો ભાવ) વાંચીને બત્તી થઇઃ વાહ, હવે બીયર પણ સોડા સાથે. જય બાપા સીતારામ.

2 comments:

  1. and that too at the stall whose owner is a devotee of BAPA SITARAM !

    ReplyDelete
  2. Merits of performing economic activity by labelling, wearing religious identity, is indiscriminately experienced from all corners.

    It could be observed and confirmed through visiting Sankalitnagar, Jain Diary or 'D' activities, customer/s and logistic partners (of all colors & creed) share communal amity, amne mentoring sathe koi badh ke choch nathi hoto.

    Media Cell JIH.AW
    (Monitoring Issues Affect & Develop Society)
    E: media.jihaw@gmail.com

    ReplyDelete