Tuesday, November 02, 2010
અરૂંધતિ રોય, અભિન્નતા અને ‘આઝાદી’ : કાશ્મીર સમસ્યાનો નવો ક્રમ?
બુકર પ્રાઇઝ વિજેતા લેખિકા અરૂંધતિ રોય લેખન ક્ષેત્રમાં ન હોત તો કદાચ એ વકીલાત કરતાં હોત. અત્યાર સુધી માઓવાદથી અણુધડાકા સુધીના અનેક મુદ્દે તેમના લાંબા, આવેગયુક્ત, દલીલાત્મક નિબંધો વાંચ્યા પછી એવું સહેજે ધારી શકાય.
અગાઉ નર્મદા બચાવો આંદોલનની તરફેણમાં તેમણે લખેલા લાંબા લેખથી ખીજાઇને, ધોરણસરના અભ્યાસીની છાપ ધરાવતા રામચંદ્ર ગુહાએ તેમને ‘અરૂણ શૌરી ઓફ ધ લેફ્ટ’ (અરૂણ શૌરીની ડાબેરી આવૃત્તિ) ગણાવ્યાં હતાં. રોય વકીલાત કરતાં હોત તો કદાચ તેમને ‘રામ જેઠમલાણી ઓફ ધ લેફ્ટ’ ગણવાં પડત.
રાજદ્રોહ : અંગ્રેજ ચલે ગયે...
ભારતની એકતા-અખંડિતતા માટે દુઃખતી નસ બની ચૂકેલા કાશ્મીર માટે અરૂંધતિ રોયના મોઢેથી આવાં વચનો સાંભળીને આશ્ચર્ય અને આઘાતથી માંડીને નારાજગી જેવા અનેક પ્રતિભાવો પેદા થયા. પરંતુ તેમાં સૌથી વિચિત્ર અને સૌથી બિનલોકશાહી પ્રતિભાવ હતો : અરૂંધતિ રોય સામે રાજદ્રોહનો કેસ કરવાનો!
રાજદ્રોહનો આરોપ અંગ્રેજોનું પ્રિય હથિયાર હતો. આઝાદી પછી ‘કાળા અંગ્રેજો’એ વખતોવખત એ હથિયાર પ્રજાકીયને બદલે પક્ષીય કે રાજકીય હિત માટે વાપરવાનું ચાલુ રાખ્યું છે. અંગ્રેજી રાજમાં ‘વેજિંગ વોર અગેઇન્સ્ટ ક્રાઉન’ (તાજ સામે બંડ)ના આરોપ હેઠળ તમામ કાયદા નેવે મૂકીને, આરોપીઓને અમર્યાદ સજા થઇ શકતી હતી. આઝાદી મળ્યા પછી, ભારત સરકારને ઉથલાવી પાડવાના કે તેની સામે બંડ કરવાના આરોપ જૂજ અને અપવાદરૂપ રહેવા જોઇતા હતા. પરંતુ સરકારોએ આ ગંભીર આરોપને ઘણી વાર એટલો સસ્તો કરી નાખ્યો કે તે પત્રકારો અને લેખકો પર પણ લાગુ પડાતો થયો.
૧) ઇતિહાસમાં ‘ભારત’નો એક ભૌગોલિક એકમ તરીકેનો ખ્યાલ ક્યારે આવ્યો, તે વિવાદનો વિષય છે. આજના ભારતનો જન્મ ૧૯૪૭માં થયો એવું સ્વીકારીએ, તો ફક્ત કાશ્મીર જ નહીં, ભારતનાં ૫૫૦થી પણ વઘુ રજવાડાં ભારતનાં ‘છૂટાં’ અને ‘પાછળથી જોડાયેલાં’ અંગ બની જાય.
ઝીણાએ જૂનાગઢને પાકિસ્તાન સાથે જોડાવા પટાવી લીઘું, ત્યારે તે જાણતા હતા કે ભૌગોલિક રીતે આ જોડાણ લાંબું ટકશે નહીં, પણ વસ્તીની બહુમતિના જે મુદ્દે જૂનાગઢ ભારતને પાછું આપવાનું થશે, એ જ મુદ્દે કાશ્મીર મેળવી પણ શકાશે.
આટલે સુધી બરાબર હતું, પણ ઝીણાની દાનત કાશ્મીર ઉપરાંત હૈદરાબાદ ઉપર પણ બગડી. સરદાર કાશ્મીર આપીને હૈદરાબાદ જાળવી રાખવા તૈયાર હતા. એટલે ઝીણાએ કાશ્મીરમાં લોકમત લેવાની વાત કરી, ત્યારે સરદારે હૈદરાબાદમાં લોકમત લેવાની વાત કરી.
ઝીણાને લાગતું હતું કે કાશ્મીરનો લોકમત પાકિસ્તાનની તરફેણમાં ને હૈદરાબાદનો લોકમત ભારતની તરફેણમાં જશે. હૈદરાબાદ આટલી સહેલાઇથી ખોવાનું તેમને મંજૂર ન હતું. એટલે લોકમતની દરખાસ્ત પર તેમણે ચોકડી મારી અને કાશ્મીરમાં પણ લોકમતનો આગ્રહ તેમણે પડતો મૂક્યો.
આ ખ્યાલ ગમે તેટલો આદર્શ લાગતો હોય, તો પણ તેની વ્યવહારૂતાના ગંભીર પ્રશ્નો છે. એક તરફ ચીન જેવો વિસ્તારવાદી, જમીનભૂખ્યો અને બળુકો પાડોશી જે મળે તે પચાવી પાડવા તત્પર બેઠો છે. અલગ કાશ્મીર તેના માટે સૌથી સહેલો કોળીયો બની જાય. બીજી તરફ, કાશ્મીરની આઝાદીનો વર્તમાન પ્રવાહ પાકિસ્તાન પ્રેરિત મુસ્લિમ અંતિમવાદથી પણ ઠીકઠીક રંગાયેલો છે. ખુદ અરૂંધતિ રોયે બે વર્ષ પહેલાં નોંઘ્યું હતું કે આઝાદ કાશ્મીરમાં ફક્ત અલ્લાહ અને કુરાનની જ બોલબાલા રહેવાની હોય તો તેમાં ન માનતા બાકીના ધર્મના લોકોનું શું થશે?
ભારત સરકારના અવિચારી-અત્યાચારી વલણનો વિરોધ અરૂંધતિ રોય કડકમાં કડક શબ્દોમાં કરી શકે છે, પરંતુ વાસ્તવિકતા ભૂલીને કાશ્મીરની પ્રજાને ‘આઝાદી’ના મૃગજળ પાછળ દોડવામાં પ્રોત્સાહન આપીને અરૂંધતિ જાણેઅજાણે કાશ્મીરની પ્રજાને જ ખોટી આશા બંધાવી રહ્યાં છે અને તેમને વઘુ હતાશાના રસ્તે ધકેલી રહ્યાં છે.

(ગુહા-રોયનું શબ્દયુદ્ધ આખો જુદો વિષય છે. રસ ધરાવતા વાચકો http://www.narmada.org/debates/ramguha/ પર તે વાંચી શકે છે.)
લેખનની કુદરતી પ્રતિભા ધરાવતાં અરૂંધતિ રોય બીજી ઘણી પ્રતિભાઓ ધરાવે છે. તેમાંની એક વિવાદ સર્જવાની પણ ખરી. વંચિતો-શોષિતો-પીડિતોના મુદ્દા હાથ પર લઇને, તેમાં જાતે ઉંડા ઉતરીને તે વિગતો મેળવે છે અને તેમની નવલકથાઇ બાનીમાં વાચકોને પીરસે છે, ત્યારે કેટલાક વાચકો ગુસ્સાથી તો કેટલાક આઘાતથી ખળભળી ઉઠે છે. સ્પષ્ટવાદિતાની સાથે ચબરાકી, નિસબતની સાથે છટા, ઉંડાણની સાથે આત્યંતિકતા, ઝીણવટની સાથે અતિશયોક્તિ- આવાં અનેક વિરોધાભાસી લક્ષણોનું સંયોજન તેમના લખાણને અને તેમના વ્યક્તિત્વને વખતોવખત ચર્ચામાં ગાજતાં રાખે છે.
ગુજરાતની વાત જુદી છે, બાકી તેમના કડક ટીકાકારો પણ તેમને વાંચ્યા વિના રહી શકતા નથી. તેમના મહાલાંબા લેખ એક કે અનેક બેઠકે પૂરા કરવાનું અઘરૂં પડે છે. તેમની સાથે અસંમત થતા બૌદ્ધિકો ઘણા છે. છતાં, અરૂંધતિને અવગણવાનું અઘરૂં છે. કારણ કે, તેમનાં અંગ્રેજી લખાણો પ્રતિષ્ઠિત અને બહુ ફેલાવો ધરાવતાં રાષ્ટ્રિય-આંતરરાષ્ટ્રિય સામયિકો-અખબારોમાં પ્રગટ થાય છે.
એટલા માટે જ, કાશ્મીર મુદ્દા સાથે ઘણા વખતથી સંકળાયેલાં અરૂંધતિ રોય દિલ્હીમાં અને શ્રીનગરમાં જઇને અલગતાવાદી નેતાઓની તરફેણમાં બોલે, ત્યારે તેના પડવા જોઇએ એના કરતાં ઘણા વધારે પડઘા પડે છે. અરૂંધતિએ આ મહીને કાશ્મીરની પ્રજાની આઝાદીની માગણીને પૂરો ટેકો આપતાં કહ્યું કે ‘શ્રીનગરની રેલીમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલી પ્રજાએ પોતાને શું જોઇએ છે તે સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીઘું છે : પ્રજાને જોઇએ છે આઝાદી. આ પ્રજાને કોઇ પ્રતિનિધિનો ખપ નથી. તેમનું પ્રતિનિધિત્વ કોણ કરે છે એ પણ આઝાદી પહેલાંથી ચાલતો વિવાદ છે.’
આટલેથી ન અટકતાં અરૂંધતિએ તેમની પ્રખ્યાત શૈલીમાં એમ પણ કહ્યું કે ‘કાશ્મીર કદી ભારતનો અભિન્ન હિસ્સો ન હતું. તે ઐતિહાસિક તથ્ય છે. ખુદ ભારત સરકારે આ તથ્યનો સ્વીકાર કરેલો છે.’ એટલું જ નહીં, અરૂંધતીએ કહ્યું કે ‘અંગ્રેજી રાજ પછી તરત ભારત કાશ્મીરમાં ‘કોલોનાઇઝિંગ પાવર’/ સંસ્થાનવાદી સત્તા બની ગયું.’
રાજદ્રોહ : અંગ્રેજ ચલે ગયે...
ભારતની એકતા-અખંડિતતા માટે દુઃખતી નસ બની ચૂકેલા કાશ્મીર માટે અરૂંધતિ રોયના મોઢેથી આવાં વચનો સાંભળીને આશ્ચર્ય અને આઘાતથી માંડીને નારાજગી જેવા અનેક પ્રતિભાવો પેદા થયા. પરંતુ તેમાં સૌથી વિચિત્ર અને સૌથી બિનલોકશાહી પ્રતિભાવ હતો : અરૂંધતિ રોય સામે રાજદ્રોહનો કેસ કરવાનો!
રાજદ્રોહનો આરોપ અંગ્રેજોનું પ્રિય હથિયાર હતો. આઝાદી પછી ‘કાળા અંગ્રેજો’એ વખતોવખત એ હથિયાર પ્રજાકીયને બદલે પક્ષીય કે રાજકીય હિત માટે વાપરવાનું ચાલુ રાખ્યું છે. અંગ્રેજી રાજમાં ‘વેજિંગ વોર અગેઇન્સ્ટ ક્રાઉન’ (તાજ સામે બંડ)ના આરોપ હેઠળ તમામ કાયદા નેવે મૂકીને, આરોપીઓને અમર્યાદ સજા થઇ શકતી હતી. આઝાદી મળ્યા પછી, ભારત સરકારને ઉથલાવી પાડવાના કે તેની સામે બંડ કરવાના આરોપ જૂજ અને અપવાદરૂપ રહેવા જોઇતા હતા. પરંતુ સરકારોએ આ ગંભીર આરોપને ઘણી વાર એટલો સસ્તો કરી નાખ્યો કે તે પત્રકારો અને લેખકો પર પણ લાગુ પડાતો થયો.
પત્રકારો કે લેખકો નિર્દોષ જ હોય એવું બિલકુલ જરૂરી નથી. પરંતુ તેમની પર રાજદ્રોહ જેવો અંતીમ કક્ષાનો આરોપ મૂકતાં પહેલાં ઘણો વિચાર કરવો પડે. તેને પહેલા વિકલ્પ તરીકે અપનાવી શકાય નહીં. સારૂં થયું કે અરૂંધતિ રોયના કિસ્સામાં સરકારે ધીરજથી કામ લીઘું અને તેમની પર રાજદ્રોહનો આરોપ લગાડવાનું મૂર્ખામીભર્યું બિનલોકશાહી પગલું લીઘું નહીં. અલબત્ત, પોતાની પર રાજદ્રોહનો આરોપ લાગવાની સંભાવના જાણ્યા પછી અરૂંધતિ રોયે કહી દીઘું હતું કે ‘જે દેશમાં લેખકોને પોતાના મનની વાત કહેવા દેવાને બદલે ચૂપ કરી દેવાતા હોય એ દેશની દયા ખાવી જોઇએ.’
કમ સે કમ, આ વખત પૂરતી, અરૂંધતિની ધરપકડ ન થતાં, દેશની દયા ખાવાનું ટળી ગયું.
પરંતુ અરૂંધતિ રોયે ‘ઐતિહાસિક તથ્ય’ તરીકે કરેલાં વિધાનોનું શું? અને કાશ્મીરની પ્રજાની આઝાદીની માગણીની બીજી વાસ્તવિક બાજુ કઇ છે? અરૂંધતીને શાબ્દિક રીતે ઝૂડી પાડવાનો ઉત્સાહ બાજુ પર રાખીને, મુખ્ય મુદ્દા વિશે વાત થાય તે વધારે જરૂરી છે.
અરૂંધતિનો દાવો અને ઐતિહાસિક સચ્ચાઇ
કાશ્મીર કદી ભારતનું અવિભાજ્ય અંગ ન હતું, એવું ઇતિહાસને ટાંકીને કહી શકાય નહીં. અરૂંધતિ રોયનું આ વિધાન સાવ ખોટું છે. કારણ કે :
કાશ્મીર કદી ભારતનું અવિભાજ્ય અંગ ન હતું, એવું ઇતિહાસને ટાંકીને કહી શકાય નહીં. અરૂંધતિ રોયનું આ વિધાન સાવ ખોટું છે. કારણ કે :
૧) ઇતિહાસમાં ‘ભારત’નો એક ભૌગોલિક એકમ તરીકેનો ખ્યાલ ક્યારે આવ્યો, તે વિવાદનો વિષય છે. આજના ભારતનો જન્મ ૧૯૪૭માં થયો એવું સ્વીકારીએ, તો ફક્ત કાશ્મીર જ નહીં, ભારતનાં ૫૫૦થી પણ વઘુ રજવાડાં ભારતનાં ‘છૂટાં’ અને ‘પાછળથી જોડાયેલાં’ અંગ બની જાય.
૨) ૧૯૪૭ પહેલાંના, જૂના ભારતની વાત હોય તો ગુપ્ત સામ્રાજ્ય અને મોગલ સામ્રાજ્ય (ઔરંગઝેબના સમયનું)- આ બન્ને ગાળામાં ‘ભારત’નો ભૌગોલિક વિસ્તાર સૌથી મોટો હતો અને એ બન્ને વખતે કાશ્મીર તેનો હિસ્સો હતું.
એ ખરૂં કે ભારતના ભાગલા વખતે બીજાં સરહદી રાજ્યોની જેમ કાશ્મીર પાસે પણ ભારત અને પાકિસ્તાન- બન્નેમાંથી કોઇ પણ દેશ સાથે જોડાવાનો વિકલ્પ ખુલ્લો હતો. એ વખતે ભારત અને પાકિસ્તાન વચ્ચેની રાજકીય શતરંજનાં મુખ્ય ત્રણ મહોરાં હતાં : હિંદુ બહુમતિ-મુસ્લિમ શાસક ધરાવતું જૂનાગઢ, મુસ્લિમ બહુમતિ- હિંદુ શાસક ધરાવતું કાશ્મીર અને મુસ્લિમ શાસક ધરાવતું અતિસમૃદ્ધ હૈદરાબાદ.
ઝીણાએ જૂનાગઢને પાકિસ્તાન સાથે જોડાવા પટાવી લીઘું, ત્યારે તે જાણતા હતા કે ભૌગોલિક રીતે આ જોડાણ લાંબું ટકશે નહીં, પણ વસ્તીની બહુમતિના જે મુદ્દે જૂનાગઢ ભારતને પાછું આપવાનું થશે, એ જ મુદ્દે કાશ્મીર મેળવી પણ શકાશે.
આટલે સુધી બરાબર હતું, પણ ઝીણાની દાનત કાશ્મીર ઉપરાંત હૈદરાબાદ ઉપર પણ બગડી. સરદાર કાશ્મીર આપીને હૈદરાબાદ જાળવી રાખવા તૈયાર હતા. એટલે ઝીણાએ કાશ્મીરમાં લોકમત લેવાની વાત કરી, ત્યારે સરદારે હૈદરાબાદમાં લોકમત લેવાની વાત કરી.
ઝીણાને લાગતું હતું કે કાશ્મીરનો લોકમત પાકિસ્તાનની તરફેણમાં ને હૈદરાબાદનો લોકમત ભારતની તરફેણમાં જશે. હૈદરાબાદ આટલી સહેલાઇથી ખોવાનું તેમને મંજૂર ન હતું. એટલે લોકમતની દરખાસ્ત પર તેમણે ચોકડી મારી અને કાશ્મીરમાં પણ લોકમતનો આગ્રહ તેમણે પડતો મૂક્યો.
આ તબક્કા સુધી કાશ્મીરના મહારાજાએ ભારત સાથે કે પાકિસ્તાન સાથે પણ જોડાણ કર્યું હોત, તો કાશ્મીર તકરારી મુદ્દો ન બનત. પરંતુ જૂનાગઢ-હૈદરાબાદ ગુમાવનાર ઝીણા કાશ્મીરને કોઇ પણ ભોગે ગુમાવવા તૈયાર ન હતા. આખરે, પાકિસ્તાનના સ્પેલિંગમાં આવતો ‘કે’ કાશ્મીરનો હતો!
ઝીણાએ ધારી લીઘું હતું કે મુસ્લિમ બહુમતિને લીધે કાશ્મીર સીધેસીઘું પાકિસ્તાનને મળી જશે. એવું બન્યું નહીં એટલે તેમણે છૂપા વેશે લશ્કર મોકલ્યું. ગણવેશ વગરના પાકિસ્તાની સૈનિકો અને બીજા ભાડૂતી સૈનિકો શ્રીનગર તરફ આગળ વઘ્યા. એ લોકો રસ્તામાં લૂંટફાટ કરવા ન રહ્યા હોત તો તેમણે શ્રીનગર જીતી પણ લીઘું હોત.
પાણી સાવ માથા પરથી જતું રહ્યું ત્યારે મહારાજા સફાળા જાગ્યા અને તેમણે ભારત સાથેના જોડાણખત પર સહી કરી. ત્યાર પછી સરદાર પટેલની ત્વરા અને મક્કમતાને લીધે ભારતીય સૈનિકો હવાઇ માર્ગે શ્રીનગર પહોંચ્યા અને હુમલાખોરોને હટાવ્યા. છતાં યુદ્ધવિરામ વખતે કાશ્મીરનો નોંધપાત્ર હિસ્સો પાકિસ્તાનના કબજામાં રહ્યો જે ભારતમાં ‘પાકિસ્તાનના કબજા હેઠળનું કાશ્મીર’ અને પાકિસ્તાનમાં ‘આઝાદ કાશ્મીર’ તરીકે ઓળખાયો.

ત્યાર પછીનાં વર્ષોમાં કાશ્મીર કેટલીક બાબતોમાં વિશિષ્ટ રહેવા છતાં, તે કઇ હદે ભારતનું અભિન્ન અંગ બન્યું એ જાણવા માટે ઇતિહાસનાં થોથાં વાંચવાની જરૂર નથી. સિત્તેરના દાયકાની હિંદી ફિલ્મો જોવાનું જ પૂરતું છે. કાશ્મીરમાં ત્યારે લશ્કર પણ ન હતું, અત્યાચાર પણ ન હતા અને હિંસા પણ ન હતી. એ ગાળાના કાશ્મીરની વાત અરૂંધતી રોય કરતાં નથી.
પાકિસ્તાનમાં જનરલ ઝીયાના શાસનકાળ દરમિયાન ‘પ્રોક્સી વોર’ તરીકે કાશ્મીરમાં નવેસરથી હિંસા અને ત્રાસવાદની આગ ભડકી, ભારતીય લશ્કર તૈનાત થયું, તેની સાથે લશ્કરી સખ્તાઇ અને અત્યાચારો પણ આવ્યા. સાથોસાથ, અનેક જવાનો ગુમનામ રીતે શહીદ થયા. આ ઘટનાક્રમમાં ભારતીય લશ્કરના અત્યાચારો યાદ કરતાં અરૂંધતિ પાકિસ્તાને અને જનરલ ઝીયાએ ભજવેલી ભૂમિકાને કેમ ભૂલી જતાં હશે?
બીજો અગત્યનો મુદ્દો ‘આઝાદી’ને લગતો છેઃ કાશ્મીરની પ્રજાનો આઝાદીનો ખ્યાલ છે : નહીં ભારત, નહીં પાકિસ્તાન. બસ, કાશ્મીરનું સ્વતંત્ર અસ્તિત્ત્વ હોય.
આ ખ્યાલ ગમે તેટલો આદર્શ લાગતો હોય, તો પણ તેની વ્યવહારૂતાના ગંભીર પ્રશ્નો છે. એક તરફ ચીન જેવો વિસ્તારવાદી, જમીનભૂખ્યો અને બળુકો પાડોશી જે મળે તે પચાવી પાડવા તત્પર બેઠો છે. અલગ કાશ્મીર તેના માટે સૌથી સહેલો કોળીયો બની જાય. બીજી તરફ, કાશ્મીરની આઝાદીનો વર્તમાન પ્રવાહ પાકિસ્તાન પ્રેરિત મુસ્લિમ અંતિમવાદથી પણ ઠીકઠીક રંગાયેલો છે. ખુદ અરૂંધતિ રોયે બે વર્ષ પહેલાં નોંઘ્યું હતું કે આઝાદ કાશ્મીરમાં ફક્ત અલ્લાહ અને કુરાનની જ બોલબાલા રહેવાની હોય તો તેમાં ન માનતા બાકીના ધર્મના લોકોનું શું થશે?
ભારત સરકારના અવિચારી-અત્યાચારી વલણનો વિરોધ અરૂંધતિ રોય કડકમાં કડક શબ્દોમાં કરી શકે છે, પરંતુ વાસ્તવિકતા ભૂલીને કાશ્મીરની પ્રજાને ‘આઝાદી’ના મૃગજળ પાછળ દોડવામાં પ્રોત્સાહન આપીને અરૂંધતિ જાણેઅજાણે કાશ્મીરની પ્રજાને જ ખોટી આશા બંધાવી રહ્યાં છે અને તેમને વઘુ હતાશાના રસ્તે ધકેલી રહ્યાં છે.
Labels:
arundhati roy,
kashmir,
media,
Sardar Patel/સરદાર પટેલ
Subscribe to:
Post Comments (Atom)
You are contradicting yourself in the article, on one side you are saying that Govt should not go for sedition case against Arundhati and on other side you are saying that she is saying without facts and without any relevance which is harmful to nation.
ReplyDeleteDont protect her only for that you are in same profession, if you want to oppose her, do it directly and in strong voice otherwise you will be surely counted on her side.
dear himanshubhai,
ReplyDeleteyou expect me to succumb to the usual B&W portrayal. For that matter I don't worry where you put me. One thing is for sure: I am not on jingoism's side. Be it of Left or Right.
If you will read carefully, you'll find both merits & lack of it of A.Roy in the article above.
As you have wrongly concluded, I'm not protesting A.Roy. I'm trying to present the complete & gray-shed picture (possible in 1200 words)
Humbly, international community and our plural Indian community could exploit our wisdom and rights to know the merits on following inequality, every countrymen belongs to all countries:
ReplyDelete(1) Disparity due to economic field.
(2) Actual Actor behind psychowarefare between region, people and religion.
(3) Energy, resources,issue.
(4) Parralels on both sides, left and rights, creator of crisis and helping human right activists.
Perhaps appropriate study on parameters with honesty and transprency would lead better conclusion or help in appropriate understanding of agony of humanity.
J.A. Mansuri
Media Cell,
Unit : JIH Ahmedabad (West)
Parent Organization
www.jih-hind.org
@Himanshu bhai:-
ReplyDelete" પત્રકારો કે લેખકો નિર્દોષ જ હોય એવું બિલકુલ જરૂરી નથી. પરંતુ તેમની પર રાજદ્રોહ જેવો અંતીમ કક્ષાનો આરોપ મૂકતાં પહેલાં ઘણો વિચાર કરવો પડે. તેને પહેલા વિકલ્પ તરીકે અપનાવી શકાય નહીં."
I think this is very balanced and Urvish bhai has very clearly communicated .
congrats urvish, very sharp and balanced view. during vietnam war many intellectuals including then popular filmstar jane fonda had made outrageous statements against american nation, but authorities never bothered to give them importance. one more thing, you can't discuss kashmir issue without thinking about displaced kashimiri pandits.
ReplyDeleteto deliberately paint a gray-shed picture in preference to 'B&W portrayal' is hardly justifiable, and it's a futile attempt of balancing.
ReplyDeletearundhati is an author and activist made of different metal, not malleable to any threat or influence when her conviction is challenged.
unlike others, her commitment is not a lip service to please all and sundry - she is for justice, equality, freedom, human rights and human dignity for all those who are denied them.
like amartya sen who wrote 'the idea of justice' she too believes that 'justice and a perfect social order has to be non-parochial, inclusive and humane. It is based on reasoning and helps to remove inequities.'
'According to him, justice must be free from the domination of the will of majority and one that touches lives that people actually live. In the process, it takes global concerns into account.'
but let me turn to himanshubhai who writes
" you can't discuss kashmir issue without thinking about displaced kashimiri pandits."
what a great kinsmanship, himanshubhai!
it is said not for nothing that 'blood is thicker than water'.
i am sorry, the gentleman i wanted to refer in my above comment is not HIMANSHUBHAI but NIKHILBHAI.
ReplyDeletesorry for the slip.
dear nirav, i feel more kinsmanship when you refer me as nikhilbhai, any way, i fail to understand why should you have any objeciton to just thinking about kashimiri pandits while discussing kashmir issue? you can say they are not kashimiris. you can say they needn't go back to their roots. but why do you become so sensitive with just their reference?
ReplyDeleteand you'r right when you say about arundhati rao that 'her commitment is not a lip service to please all and sundry'. i say her commitment is to please only western media.
@ Paras Shah
ReplyDeleteઆપણા સમાજમાં એક ખોટી માન્યતા ઘર કરી ગઈ છે કે પત્રકારત્વ બહુ અસમાન્ય વ્યવસાય છે ત્યાં સુધી કે ગુંડાઓ તેમના વાહનો પર 'પત્રકાર' હોવાનું લખતા થઈ ગયા છે! પત્રકારોએ સમજવું જોઈએ કે તેમનો વ્યવસાય બીજા બધા વ્યવસાયો જેવો એક વ્યવસાય છે. જો સરહદ પર લડનારો જવાન કે અગ્નિશમનદળનો સભ્ય કોઈ ગુનો આચરે તો શું તેમને કાયદાનો સામનો ન કરવો પડે? તો પછી અરુંધતી માટે શા માટે આ બધો ઉહાપોહ? બીજેપી કે બીજી કોઈ વ્યક્તિ એવું માને કે અરુંધતીએ જે કહ્યું તે કાયદાનો ભંગ છે તો એમને હક છે કે તેઓ તેમનો વિરોધ જાહેર કરે. દેશની અખંડિતતા પર પ્રશ્નાર્થ મુકનારની બેદરકારીભરી અવહેલના/ઉપેક્ષા ન કરી શકાય.
@સંજયભાઇ : 1)‘ગુનો’ શબ્દ વાપરીએ ત્યારે તેમાં મૌલિક અર્થઘટનો ચાલતાં નથી. 2)બધા ગુનાની ગંભીરતા એકસરખી હોતી નથી. 3) અરુંધતિના અભિપ્રાયો સામે જેમને વાંધો હોય તેમણે અરુંધતિનો તીવ્ર વિરોધ દલીલો દ્વારા કરવો જોઇએ- તેમની સામે રાજદ્રોહનો કેસ કરવાની માગણી કરીને નહીં.
ReplyDeleteRaising Curtain of Stage :
ReplyDeletePolitical, Economical, Social, psychowarefare dramas experienced & shared by all of us on different ground/s during past few years, are to be exhaustively studied in light of 'strategic design' far from unclassified / classified sources.
If all of us will discourage to provide logistic / ideological support of chess-icon of actual actor, shall re-experience, some thing amazing and new contribution.
Any theory, idea to share and live with and without difference would help 'co-existence'.
Media Cell
E : media.jihaw@gmail.com
This comment has been removed by the author.
ReplyDeleteThe best way to tackle with the publicity-mongers like Arundhati it to avoid them. Arundhati, like so many other publicity-hungry persons, keeps barking odds at regular intervals to get her head published in media. If such people will be avoided by society they will perhaps die and society will be benefitted a lot. Anyway, government's decision not to file any case against her is correct.
ReplyDeleteI do not agree with Urvish that we should argue with Arundhati instead of talking about legal remedies for her irresponsible speech. If all crimes should be answered with the similar crime against the criminal then there is no need of any legal system.
I agree with Nikhil that without thinking about displaced Kashmiri Pandits, Kashmir issue can not be discussed.
Neerav, if someone throw you out of your ancestral-house by force, get possession of your house and then says that now the ownership issue of the house should be discussed without bothering your concern, how would you feel?
i really appreciate Nikhilbhai's courteous tone while responding to my comment on Kasmiri Pandits and i also take note of the gravity of MR/MS LIFE's earlier post the blogger deemed fit to remove.
ReplyDeletelet me remind both these well-meaning friends : did you ever show your kinsmanship or were you equally sensitive when our own gujarati Adiwasi oustees got uprooted owing to the narmada dam?
i can cite a number of examples of the people who have been driven out of their lands - dalits, adiwasis, nomadic tribes, minorities et al, and i am sorry to remind you have been silent all along.
you were and are silent just because they weren't and aren't your kinsmen?
Neerav,
ReplyDeleteWe have a Hujarati saying " Jena Lagna Thataa Hoy, Tena Geet Gavaay...". Since the discussion was about Kashmir, I referred to Kashmiri Pandits. Otherwise, my views are similar for anyone who was dislocated from their motherland, by force, for any reason. Of course the reasons behind the removal of Kashmiri-Pandits and Narmada-Aadivaasis were totally different. I firmly believe that though the Narmada-aadivaasis were removed for development of Sardar Sarovar (beneficial to all), they must be given satisfactory (to their satisfaction) compensation. ( Side-line : Beware : All those who were speaking or carrying on so-called fight for aadivaasis are not really doing all these for the benefits of aadivaasis. Arundhati is one of them.)
dear br/sis LIFE,
ReplyDeletei am sorry i had been a little harsh in my comments. but you have been nice in your rejoinder.
and i also agree to your conventional wisdom that " Jena Lagna Thataa Hoy, Tena Geet Gavaay..."
what i disagree, however, is about your 'side-line'.
while reading Arundhati's THE GREATER COMMON GOOD, i stopped at a sentence : "i went because writers are drawn to stories the way vultures are drawn to kills". frankly i didn't like her seemingly selfish confession. i wouldn't expect from any writer who claims to speak for the subaltern. i want to take her to task whenever i get an opportunity.
but having said that, i still believe the essay has done great speaking on behalf of the adiwasis. and it is mot me alone, it is vouched by others as well.
Berne Declaration director has this to say for her writing and activism :
" IT IS INSPIRING TO SEE ART BECOMING ACTIVISM FOR THE TRUE COMMON GOOD, AND ACTIVISM BECOMING A PIECE OF ART"
let us not make demons of these activists who are taking sides of the dispossessed and displaced - be it medha or arundjhati or tista or saroop and many others of their tribe.
i wish you very happy new year and a new sensitivity that can help destroy the darkness
we have created around and made this beautiful earth a boiling pot.
Neerav,
ReplyDeleteHappy New Year to you and all.
Lot can be discussed on this issue. But "Raat Gai, Baat Gai". With the new year, let old issue be closed.
With wishes that this year will be better than the previous one.
In NY Times also:
ReplyDeletehttp://www.nytimes.com/2010/11/09/opinion/09roy.html?_r=1&ref=opinion
:(
@sanjay bhai :
ReplyDeletethe issue is not about BJP-Congress. It is not about journalism either. The issue is about what charge should be levied on the person who is alleged for particular time. The point is , You should think twice before imposing punishments like 'Sentence to death' instead of 'Life Imprisonment'.