Sunday, October 31, 2010

જીવનસંધ્યાએ દિવાળીઅજાણ્યા વૃદ્ધ દંપતિ દ્વારા એકમેકના ટેકે થતી દિવાળીસફાઇનું આ દૃશ્ય રોજિંદા રસ્તા પર નજરે ચડતાં બે ઘડી થંભી ગયો હતો.

જે રીતે બાએ દાદાને ટેકો કર્યો છે (‘દાદા, તુમ આગે બઢો, હમ તુ્મ્હારે સાથ હૈ) અને જે મજબૂતીથી તેમણે દાદાનું પહેરણ જકડી રાખ્યું છે એ જોઇને મને બહુ મઝા પડી અને આ તસવીરો લીધા વિના ન રહી શક્યો.

9 comments:

 1. Really, wonderful at this age, proverb : 'penny saved is penny earned', admiring!

  Coincide in my neighbourhood, of similar age retd. Engineer Chacha (i always admire), invariably doing all masonry+ petty work, his son is super-specialist in leading Hospital of Asia.

  ReplyDelete
 2. i think this is more than the 'penny saved is penny earned' situation.

  as urvish has rightly observed, this is more a celebration of living and living in true companionship which alas, we find lacking in today's young couples.

  it tells much more than this even : it's likely the old couple is deserted by their greedy, selfish career-seeking children and the helpless 'dosa-doshi' have to fend for themselves at this age.

  i can't help drawing parallel to the old couple of my poem titled 'HUN NA DOSHI ' who is fighting with dignity the battle of existence vis-a-vis coping with moral crisis of casting a vote for the righteous candidate.

  a touchy and telling visual, congrats.

  ReplyDelete
 3. Anonymous4:20:00 PM

  Jabbar.
  Sukumar M. Trivedi

  ReplyDelete
 4. Anonymous6:06:00 PM

  અદભૂત...
  મને મારા ગામનાં નિઃસંતાન વ્રુધ્ધ દંપતી વજુદાદા અને રમામાડી યાદ આવી ગયા.
  તેમના બે સંતાનો નાની ઉંમરે જ કોઈક માંદગીથી મ્રુત્યુ પામ્યા હતા પણ જીવન પ્રત્યેનો હકારાત્મ્ક દ્રષ્ટિકોણ તેમણે કદી ગુમાવ્યો ન હતો. રમામાડીને મોતિયો રોળાઈ જતા આંખે બહુ ઓછુ દેખાય અને વજુદાદાને સંધિવાની તકલીફ. એટલે દાદા માડીની આંખ બને અને માડી બને દાદાના પગ. તેમને આવક તો ખાસ હતી નહિ પણ ગામડું ગામ એટલે બે ઘરડાને પેટ ભરવામાં વાંધો ન આવે. દિવાળીમાં દાદા તૂટ્યા-ફૂટ્યા ઘરની ફરતો બે ફૂટ જેટલી પટ્ટીમાં ચૂનો અચૂક ધોળે. રમામાડી હાથમાં ડોલ ભરીને ટેબલ પર ઊભા રહે અને દાદા નિસરણીમાં પગ ભેરવીને પીંછો ફેરવતા જાય. દાદા રંગોળી ય સરસ પૂરે. એ જમાનામાં મિંડાવાળી રંગોળીનું ચલણ. પણ આખી શેરીમાં ફક્ત વજુદાદા ફ્રિસ્ટાઈલ રંગોળી પૂરતા. ધનતેરસે લક્ષ્મી દોરે કાળીચૌદસે ખોપરી ફરતાં બે હાડકા ચિતરી "ડેન્જર" પણ લખે. મને ચિરોડીની ચપટી ભરતા ય એમણે જ શીખવ્યું હતું એટલે ડેન્જરનો સ્પેલિંગ મારે લખી આપવાનો. રમામાડી બૂમ પાડે કે, શું મૂઆ બાર મહિનાના પરબના દા'ડે ય આવું દોરતા હશો? જવાબમાં વજુદાદા મીઠી મજાક કરી લે, "ઘરમાં રમાડોહી બેઠી હોય તંઈ મે'માનને ડેન્જર તો બતાવવું પડે ને!"
  બહુ લાંબો અને થોડો અંગત અભિપ્રાય અપાઈ ગયો છે પણ આ તસવીર જોઈને મને રીતસર ઝળઝળિયા આવી ગયા છે.
  થેન્ક યુ ઉર્વીશભાઈ!
  - ધૈવત ત્રિવેદી

  ReplyDelete
 5. urvish kothari6:27:00 PM

  dhaivat,
  same after reading your write up.
  it's not personal.
  happy this post prompted to write you this.

  ReplyDelete
 6. Urvishbhai, Khub j saras....Suresh Dalal nu song yaad aavi gayu...કમાલ કરે છે, એક ડોસી ડોસાને હજી વ્હાલ કરે છે.....

  ReplyDelete
 7. Dr. saurabh Trivedi9:48:00 PM

  કેટલી જીવંત ક્ષણો છે..!

  ઉમરના આ ઉંબરે પ્રેમ હમેશા 'કાળજી' રુપે દર્શન આપે છે..

  ReplyDelete
 8. 'આ તસવીર જોઈને મને રીતસર ઝળઝળિયા આવી ગયા છે.'

  dhaivat, this is the real appeal of a seemingly simple post. and i am glad to know you can weep!

  to me an artist or a journalist who is sensitive enough to take side of the neglected, discriminated, exploited and oppressed; and thereby sensitizes others to be at least sympathetic to their plight if not directly or indirectly help come out of their sufferings is a great soul.

  on the diwali-eve, i wish you all dear journalist brothers - SUKUMAR AND DHAIVAT - to be on the side of the man who is denied his human rights and human dignity.

  the old cople is but one such example.

  ReplyDelete
 9. સાચો સંગાથ! બાળકો જયારે દુર હોય, ત્યારે એક બીજાના ટેકાથી જીવતા દંપતીનું બેજોડ ચિત્ર!

  brinda

  ReplyDelete