Tuesday, July 27, 2010

ટ્રસ્ટ મી

અમદાવાદમાં-ગુજરાતમાં બહુ એનજીઓ અને ટ્રસ્ટો છે એવું સાંભળ્યું હતું, પણ આ પાટિયું વાંચીને હિંદી ફિલ્મોની હીરોઇનના પિતાની જેમ થયું,’ઓહો, બાત યહાં તક પહુંચ ગઇ?’

અમદાવાદના જીવરાજ પાર્ક પાસે આવેલી આ સોસાયટીમાં બધા ટ્રસ્ટીઓ જ રહેતા હશે?

આજના જમાનાનાં શહેરોમાં સોસાયટીનાં નામ ‘ત્રસ્ત-નગર’ જેવાં હોય તો હજુ સમજી શકાય...

3 comments:

  1. બીરેન12:59:00 AM

    ટ્રસ્ટ-ન-અગર (તો ) કો.ઓ.હા.સો.લી.

    ReplyDelete
  2. વિશાલ પાટડિયા1:24:00 AM

    ત્રસ્તનગર જ હશે, અનુવાદ ખોટો થયો હશે.
    ભુલાભાઇ પાર્ક પાસે એક સોસાયટીનું નામ છે - મધ્યમવર્ગ સોસાયટી.

    ReplyDelete
  3. Binit Modi4:15:00 PM

    આ સોસાયટીનું નામ ટ્રસ્ટનગર સોસાયટી જ છે. સમભાવ મેટ્રો સાથે સંકળાયેલો પત્રકાર મિત્ર ધ્રુવ ચૌહાણ આ સોસાયટીમાં જ રહે છે. એ ગુજરાતી લેખક મંડળનો (અથવા ગુજરાતી લેખ કમંડળનો) સભ્ય છે એટલે મંડળના ખજાનચી હોવાના નાતે હું આટલું જાણું છું. હવે આગળ ઉપર કહેતા નહિ કે ગુજરાતી લેખક મંડળથી કોઈ ફાયદો નથી. આ થયોને ? સભ્ય થશો તો હજી વધુ ફાયદો થશે. આ જાહેરાત જ છે પણ બીલ વગરની.
    બિનીત મોદી (અમદાવાદ)
    E-mail: binitmodi@gmail.com
    Mobile: 9824 656 979

    ReplyDelete