Tuesday, July 06, 2010

તારક મહેતાકા ઉલ્ટા ચશ્માઃ ચોવડી સદી

(L to R : Dilip Joshi, Tarak Maheta, Asit Modi)


તારકભાઇને સફળતા સાથે જબરું લેણું છે.
આવું લખતી વખતે તારકભાઇની પ્રતિભા કે પ્રકૃતિની અઢળક ખૂબીઓને જરાય ઓછી આંકવાનો સવાલ નથી. સફળતા-પ્રસિદ્ધિ પચાવવા માટે તે કઇ 'હાજમોલા' લેતા હશે એ તો તારકભાઇ કે ઇન્દુકાકી જ જાણે. પણ આ બધા ખૂબીઓ સહિત- અથવા એ બધાના યથાયોગ્ય ફાળાથી તારકભાઇને જે સફળતા મળી છે તેની કલ્પના પણ બહુ ઓછા ગુજરાતી લેખકો કરી શકે છે. ચિત્રલેખામાં લગભગ ચાર દાયકા સુધી 'દુનિયાને ઉંધા ચશ્મા'ની દંતકથા જેવી સફળતા પછી કોઇ કસર બાકી ન રહી હોય.

છતાં તેનાં પાત્રોને કેન્દ્રમાં રાખીને તારકભાઇના પ્રેમી-નિર્માતા આસિતભાઇ મોદીએ બનાવેલી સિરીયલ 'તારક મહેતાકા ઉલ્ટા ચશ્મા'ની પ્રચંડ સફળતાથી જાણે 'દુનિયાના ઉંધા ચશ્મા'ની સફળતા પર સુવર્ણકળશ ચડ્યો છે. ('કેક પર આઇસીંગ'ની ઉપમા બહુ નાની પડે.) મિત્ર શિશિર રામાવત આ સિરીયલ વિશે એક પુસ્તક પણ લખી રહ્યો છે. (અગાઉ શિશિરે 'મેકિંગ ઓફ લગાન'નું સરસ ગુજરાતી કર્યું હતું. 'અભિયાન'માં પ્રગટ થયેલી તેની હપ્તાવાર નવલકથા 'વિક્રાંત'નાં ઇન્દુકાકી નિયમિત વાંચક-ચાહક હતાં એટલી પૂરક માહિતી.)

આજે સિરીયલનો 400મો હપ્તો પ્રસારિત થવાનો હતો. એની ઉજવણી માટે આસિતભાઇ મોદી નિર્દેશક-લેખક-કલાકારો સહિત 22 જણના કાફલા સાથે અમદાવાદ આવ્યા હતા અને રાજપથ ક્લબમાં તારકભાઇ-ઇન્દુકાકીની હાજરીમાં ઉજવણી રાખી હતી. પત્રકાર પરિષદ અને 400 હપ્તાનું લખાણ ધરાવતી કેક કાપ્યા પછી તારકભાઇ એક આરામદાયક વ્હીલચેર પર બેસીને તેમની રાબેતા મુજબની સ્થિતપ્રજ્ઞતાથી આખા સમારંભના સાક્ષી બન્યા.
(Photo: Binit Modi/Purav Patel)

3 comments:

  1. હા આજે "તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં" નો ૪૦૦ મો એપિસોડ હતો. ટીવીની દુનિયામાં ૪૦૦ એપિસોડ પાર પાડનાર પહેલી અને એકમાત્ર સિરીઝ એવી છે કે જેનો જાદુ પહેલા એપિસોડથી લઈને આજના ૪૦૦માં એપિસોડ સુધી એવો ને એવો જ છે અને આ જાદુ ભવિષ્યમાં ક્યારેય ખત્મ થવાનો નથી. GPL ને ધ્યાનમાં રાખીને કહું તો સચિન જેમ પહેલા રેકોર્ડ તોડતો હતો અને હવે રેકોર્ડ બનાવે છે તેમ આ સિરીઝે પણ પહેલા રેકોર્ડ તોડ્યા અને હવે રેકોર્ડ બનાવશે. અને 'રેકોર્ડ મેકર' તરીકે ઉભરી આવશે.
    હવે તો શ્રી શાહબુદીન રાઠોડનું પણ આગમન થઇ ચૂક્યું છે ટીવી પર પાપડપોલ દ્વારા. એટલે ૮:૦૦ થી ૯:૦૦ સુધી ડબલ મઝા.

    ReplyDelete
  2. તારક મહેતા સિરિયલની મજાની વાત એ છે કે રમુજ સાથે તે સામાજીક સંદેશ આપીને લોકોમા જાગરૂકતા લાવી છે. મારૂ પ્રિય પાત્ર જેઠાલાલ છે. આ પાત્ર દિલીપ જોશીએ ઘણું જ ઈમાજદારીથી નિભાવ્યું છે.

    I would love to read "Tarak Mehta ka Oolta Chasma" finished 1000th Episodes

    ReplyDelete
  3. Bharat.zala6:50:00 PM

    Urvishbhai,frankly speaking I don't like tv serial-tarak mehta ka ulta chasma.' it is very cheap comedy and it creates dirty image of GUJARATIES.I Hate dayabhabhi. But I want to add that I love Mr.TARAK MEHTA As a columnist.I AM big fan of his column-duniyane undha chasma.I have been reading this column since 16 years.

    ReplyDelete