Thursday, July 15, 2010

ગુણવંત શાહનો ‘જવાબ’, હવાતિયાં અને હકીકતોની તોડમરોડ

નોંધઃ આ લખાણ કેવળ તથ્યાત્મક બાબતો પર આધારીત છે. કોણ કોની પાછળ પડી ગયું છે, એ વિશે ઉતાવળે નહીં, પણ આ લખાણ વાંચ્યા પછી જ અભિપ્રાય બાંધવા વિનંતી.

***

વિષયાંતરનિષ્ણાત ગુણવંત શાહે સોરાબુદ્દીન એન્કાઉન્ટર મુદ્દે મેં પૂછેલા સવાલોના જવાબ આપવાને બદલે, અહીં મૂકેલા ‘ચિત્રલેખા’ (૧૯-૭-૧૦)ના લેખ દ્વારા જવાબ આપવાનો પ્રયાસ કર્યો છે.

તેમનો લેખ વાંચીને ભાગ્યે જ એવું લાગે કે આ મારા સવાલોનો જવાબ હશે. પરંતુ લેખની છેલ્લી ત્રણ લીટીઓ પરથી સ્પષ્ટ છે કે તેમણે પોતાનો કક્કો ખરો ઠરાવવા વઘુ એક વાર કર્મશીલોને ઝૂડતો લેખ ઘસડી કાઢ્યો છે.
આ લેખના મુદ્દા જુદી ચર્ચાનો વિષય છે. તેને સોરાબુદ્દીન-કૌસરબી-તુલસી એન્કાઉન્ટર મુદ્દે કર્મશીલો અને મારા જેવા અ-કર્મશીલોના વલણ સાથે કોઇ સંબંધ નથી. પરંતુ પોતાના લેખમાં છેલ્લે મારા સવાલોને લક્ષ્યમાં રાખીને ગુણવંત શાહ લખે છે, ‘..આવી કેટલીક વાતો વાંચીને એ નારાજ થાય છે અને અંગત હેત્વારોપણ કરવા લાગે છે. એમને કહેવું છેઃ વો મેરા નામ બાર બાર ક્યું લેતે હૈં / મૈંને તો કભી ઉનકા જિક્ર ભી નહીં કિયા.’

સવાલ મારા અંગત જિક્રનો નથી. મેં ગુણવંત શાહને પૂછેલા સવાલ અંગત નથી. એ સોરાબુદ્દીન ઉપરાંત કૌસરબી અને તુલસી પ્રજાપતિના એન્કાઉન્ટર વિશેના છે. ગુણવંત શાહ અસંખ્ય વાર એન્કાઉન્ટરખોર મંડળીનું ઉપરાણું લેતા લેખો લખી ચૂક્યા હોય, ત્યારે એક વાચક તરીકે, એક નાગરિક તરીકે મારા સવાલોનો જવાબ માગવાનો મને અધિકાર છે. એ માટે ગુણવંત શાહ મારો જિક્ર કરે ત્યાં સુધી મારે રાહ જોવાની?


***

નિરીક્ષકના ૧૬ જુલાઇના અંકમાં ‘તંત્રીને પત્ર’ શીર્ષક હેઠળ છપાયેલો મારો પત્ર ‘મતભેદોના સૌંદર્ય’ની વાત કરતા લેખકની અસલિયત ઉઘાડી પાડે એવો છે. તે શબ્દશઃ અહીં મૂકું છું.

પ્રિય પ્રકાશભાઇ,

એક બાબતે ‘નિરીક્ષક’ના વાચકોનું ઘ્યાન દોરવા માટે આ પત્ર લખ્યો છે.

‘નિરીક્ષક’માં છેલ્લા બે અંકથી મારાં લખાણોમાં પૂછાયેલા અને તેમાંથી ઉભા થતા સવાલોના જવાબ આપવાને બદલે, ગુણવંત શાહે આખી વાત સાથે જેને કશો સંબંધ ન હોય એવા માઘ્યમ દ્વારા મારી પર ગેરવાજબી દબાણ લાવવાનો અને મને (એમના વિશે) લખતાં અટકાવવાનો શરમજનક ‘બીલો ધ બેલ્ટ’ પ્રયાસ કર્યો છે. (આ ફરિયાદ નથી. ફક્ત માહિતી છે. જેને ખાતરી ન થતી હોય તે ગુણવંત શાહ પાસેથી ખરાઇ કરી શકે છે.) ધોરણસરનો રાજકારણી પણ આવું ન કરે.

આકુળવ્યાકુળ થઇને છેલ્લા પાટલે બેસતી વખતે ગુણવંત શાહને જે સમજાતી નથી તે મારી વાત ફક્ત આટલી જ છેઃ કાં એ મારા સવાલોના જવાબ આપે અથવા આખરી ચુકાદો ન આવે ત્યાં સુધી એન્કાઉન્ટરમંડળીનું ઉપરાણું તાણતા અને તેમનાં કરતૂતોને વાજબી ઠરાવતા લેખ ન લખે.

એ સિવાયનાં હવાતિયાં મારવાથી કંઇ વળવાનું નથી.

ઉર્વીશ કોઠારી

***
‘નમસ્કાર’ ના જુલાઇ, ૨૦૧૦ના અંકમાં ૫ જૂન, ૨૦૧૦ના રોજ અમદાવાદમાં યોજાયેલા એક કાર્યક્રમનો અહેવાલ છે. તેમાં ગુણવંત શાહ કહે છે,‘બ્રિટનમાં થયેલા બોમ્બ બ્લાસ્ટ પછી રેલવે સ્ટેશનની ભીડ વચ્ચે ધોળે દિવસે પોલીસે એક બ્રાઝિલના નિર્દોષ નાગરિક પર ભૂલથી ગોળી ચલાવીને મારી નાખ્યો. મેં લોર્ડ ભીખુ પારેખને પૂછ્યું કે એ પોલીસ હાલ ક્યાં છે? જવાબ મળ્યોઃ‘એને સખત ઠપકો આપવામાં આવ્યો છે. એની નોકરી ચાલુ છે. એ જેલમાં નથી.’ ફેક એન્કાઉન્ટર મારી દૃષ્ટિએ અનિવાર્ય અનિષ્ટ છે...(પાના નં. ૩૯-૪૦)

દેખીતી રીતે જ ગુણવંત શાહ એવું સિદ્ધ કરવા માગે છે કે બ્રિટનમાં જે થયું તે ગુજરાતમાં થયું એવું જ ફેક એન્કાઉન્ટર હતું અને ત્યાંના પોલીસને સખત ઠપકા સિવાય બીજી કોઇ સજા થઇ નહીં, તો અહીં તેમના પ્રિય વણઝારા જેવા એન્કાઉન્ટરબાજોને શા માટે જેલભેગા કરવામાં આવે છે?

યાદ રાખવા જેવી બાબત એ છે કે બ્રિટનનો કિસ્સો ચાર ત્રાસવાદીઓ અંગેની પાકી બાતમી મળ્યા પછીની સ્થિતિમાં, શંકાના આધારે થયેલા ઉતાવળનો હતો (પછી ચારેય ત્રાસવાદીઓની ધરપકડ થઇ પણ ખરી.) જ્યારે ગુજરાતનાં એન્કાઉન્ટર આર્થિક, રાજકીય અને કોમી ગણતરીથી થયેલાં છે. તેમાં કોઇની પર શંકાના આધારે ભૂલથી નહીં, પણ પાકી ખાતરી કર્યા પછી, પોતાનો અને સાહેબોનો સ્વાર્થ સાધવા માટે પોલીસે લોકોને મારી નાખ્યા છે.

ગુણવંત શાહે લોર્ડ ભીખુ પારેખને ટાંકવાને બદલે વધારે જવાબદારીપૂર્વક તપાસ કરી હોત તો તેમને જાણવા મળત કે
- (ગોળીબારના કેસમાં) કમાન્ડોનું પગલું વાજબી ગણવાની સ્કોટલેન્ડ યાર્ડની માગણી જ્યુરીએ ૮ વિરૂદ્ધ ૨ મતથી ફગાવી દીધી હતી. આ કેસના પગલે સ્કોટલેન્ડ યાર્ડના કમિશનર- ટોચના પોલીસ અફસર સર ઇયાન બ્લેરે રાજીનામું આપવું પડ્યું. તેમના સ્થાને આવેલા સર પોલ સ્ટીફન્સને કહ્યું કે ‘મરનાર મેનેઝીસ નિર્દોષ હતો અને તેના મૃત્યુની સંપૂર્ણ જવાબદારી આપણે સ્વીકારવી રહી. એ દિવસે અફસરો સામે ત્રાસવાદી ખતરાનો મોટો પડકાર હતો. તેમાં અમે ‘મોસ્ટ ટેરિબલ મિસ્ટેક’ કરી દીધી. આઇ એમ સોરી...સ્કોટલેન્ડ યાર્ડ આ ભૂલમાંથી શીખવાનો પ્રયાસ કરશે, જેથી ભવિષ્યમાં તેના પુનરાવર્તનની શક્યતા ઓછામાં ઓછી કરી શકાય. (ન્યૂયોર્ક ટાઇમ્સ, ૧૨-૧૨-૨૦૦૮)
- જ્યુરીના ચુકાદા પછી સ્કોટલેન્ડ યાર્ડ પોલીસ સામે અદાલતી કેસનો માર્ગ મોકળો થયો. અદાલતી કેસમાં મૃતક મેનેઝીસનાં પરિવારજનોએ મોટી રકમનું વળતર સ્વીકારીને કોર્ટ બહાર સમાધાન કર્યું. સમાધાનની જાહેરાત વખતે પણ કમિશનરે મૃતકના પરિવારની બિનશરતી માફી માગી. (ન્યૂયોર્ક ટાઇમ્સ, ૨૩-૧૧-૨૦૦૯)

ભીખુ પારેખને ટાંકવાના શોખીન ગુણવંત શાહ પોતાની લાઇનને અનુકૂળ આવે એટલું જ કેમ ટાંકે છે? ઉપરની કોઇ વાતનો ઉલ્લેખ કેમ કરતા નથી?

26 comments:

  1. વાહ ઉર્વીશભાઈ વાહ....
    બહોત ખુબ..ગુણવંતભાઈ ને અવાજ જવાબ ની જરૂર હતી....

    ReplyDelete
  2. નામથી શું કામ?7:57:00 PM

    ડીઝલના પંપમાંથી પહેલવહેલી વાર પાણી નીકળતું જોઇને દિગ્મૂઢ બની ગયેલો ગામડીયો બોલી ઉઠે છે- " ચ્યાં પુલી, ચ્યાં પટો ને ચ્યાં ધધૂડો!" ગુણવંતભાઇના 'જવાબો' વાંચીને આવી જ લાગણી થાય છે.ચ્યાં મુદ્દો, ચ્યાં અણિયાળા સવાલ , ને ચ્યાં જવાબ (?) . ભલા માણસ, પરીક્ષામાં તો જે પ્રશ્નો પૂછ્યા હોય તેના જ જવાબ લખવાના હોય,મુદ્દાસર!ઇતિહાસના પ્રશ્નમાં તમારું સંસ્કૃતનું જ્ઞાન કામ ન આવે. એટલે ગુણવંતભાઇ પાસેથી હવે એક જ અપેક્ષા છે કે તેઓ પોતાની ચિંતક તરીકેની ઇમેજ છે, તેને અનુરૂપ કોક આશ્રમમાં ( એ આશ્રમનું નામ આદરણીય મોરારીબાપુને 'ખાનગી'માં પૂછી શકાય)જાય અને ત્યાં રહીને ફક્ત ચિંતન જ કરે (જે તેમણે અત્યાર સુધી તો કદી કર્યું નથી.)તેમને હવાઇ ટિકીટ આપનારા ઘણા નીકળશે. સૌ આઠ આઠ આના કાઢે તોય ટિકીટનો ખર્ચ નીકળી જશે અને એરપોર્ટથી ટેક્સીના ભાડા ઉપરાંત ડ્રાઇવરને ટીપ આપવા માટે પૈસા બચશે.(ડ્રાઇવર એ પૈસા લે કે નહીં એ અલગ વાત- તો પછી ટીપને બદલે ગુણવંતભાઇ કદાચ પેલા જેલવાળા સાહેબે લખેલી કવિતા સંભળાવીને એનું 'એન્કાઉન્ટર' કરે એ જુદી વાત છે.)

    ReplyDelete
  3. dhaivat trivedi8:01:00 PM

    વડોદરા નગરી મધ્યે ઘણા ભોળા જનોને મન આજે ય ઈંગ્લેન્ડ એટલે વિલાયત, વિલાયત એટલે લોર્ડ અને લોર્ડ એટલે તો બસ, ભીખુ પારેખ જ એવી સમજ છે.
    ગુણવંતભાઈ પણ એવાં જનોમાંથી બાકાત ન હોય તેમ બની શકે ને..!
    તમે યાર, મોટું મન રાખતા જાવ.
    એટલિસ્ટ, એન્કાઉન્ટરના વ્રુંન્દાવનમાં તો આવા જ વિચારો સત્વશીલ (અને પંચશીલ) ગણાય.

    ReplyDelete
  4. નમસ્કાર મેગેજીનના એ જ અંક માં ગુણવંત શાહને એવું કહેતા દર્શાવાયા છે કે આ બહુ સુંદર સામાયિક છે અને હું એનો બ્રાંડ એમ્બેસેડર છું . હવે એ હકીકત તરફ ધ્યાન દોરવું રહ્યું કે ગુણવંત શાહ જે મેગેજીનના બ્રાંડ એમ્બેસેડર હોવાનું કહે છે એ મેગેઝીને ગુજરાતી અખબારો-સામયિકો માંથી ઉઠાંતરી પણ કરે છે. તો ઉઠાંતરી કરનારા મેગેજીનના ના બ્રાંડ એમ્બેસેડર હોવાનો અર્થ સર્વે સુજ્ઞ જનો જનતા જ હશે.

    ReplyDelete
  5. Anonymous1:15:00 AM

    Boss Aa Gunavant Shahnun Shun Thashe? Te kyan sudhi Nasya Karashe?

    Sukumar M.Trivedi

    ReplyDelete
  6. Anonymous1:56:00 AM

    પ્રવચન માટે એમને ફ્લાઈટનું ભાડું આપવું પડશે... આવવા-જવા એમ બંને તરફનું... ભલે ને પછી ત્યાં એરપોર્ટ ના હોય... પ્રવચન માટેના એમના આટલા પૈસા થશે... પ્રવચન પૂરું થયા પછી એમના પુસ્તકો વેચવા માટેની વ્યવસ્થા કરવી પડશે... એમાં કમીશન નહીં મળે... પુસ્તકો નહીં વેચાય તો આખરે તમારે લેવા પડશે (શરમમાં )... અત્યાર સુધી ગુણવંતશાહ સાહેબ વિષે આ બધું સાભંડ્યું છે પણ તમે તો એમનો સાવ નવો જ ચેહરો અમારી સમક્ષ મુક્યું છે. ઉર્વીશભાઈ, આપનો ખુબ ખુબ આભાર.

    ReplyDelete
  7. બાબુલ2:02:00 AM

    સાંભળ્યું છે કે આ શાહના અમુક સોદાગરો ફેસબુક પર બચાવનામાં આપે છે. અલ્યા ભઇ, ફેસ ટુ ફેસ કરવાનું છે એ કરતા નથી, પછી ફેસબુકમાં શું કરવાનું? પણ એક વાત ખરી કે આ ઋષિતુલ્ય ચિંતક,પ્રેમના પયગંબર,બુદ્ધ-મહાવીરની ચેતનાના વાહક (અને સેલ્ફ પ્રોક્લેમ્ડ વૉટ નોટ) સાચા મુદ્દે ખોટું સ્ટેન્ડ લઇને બેઠા. તેઓ ઋષિ હતા નહીં,તેમ સામાન્ય (નોર્મલ)માણસ પણ હતા નહીં,એટલે નિખાલસ બનીને પોતાનું સ્ટેન્ડ ખોટું છે એમ ન કહી શક્યા. હવે તેમનો કોસ્મિક લય એવો ખોરવાયો છે કે એ હાંસીપાત્ર તો ઠીક, દયાપાત્ર હોવાની લાયકાત પણ ગુમાવી બેઠા છે.તેઓ પોતાની ઇમેજના પ્રેમમાં તો હતા જ,(પોતાની ઇમેજના પ્રેમમાં હોવા માટે બધાએ કંઇ નાર્કિસસ જેવા રૂપાળા હોવું જરૂરી છે?) હવે પોતાના એક વાક્ય (કર્મશીલ જૂઠું બોલે કે?)ના પ્રેમમાં પડી ગયા છે. ઝાકળના ભારથી જો પતંગિયાની પાંખ નમી પડતી હોય તો આ જૂઠાણાના ભારથી તો આખો ને આખો હાથી બેસી પડે.
    તેઓ કીટકશાસ્ત્ર અને વનસ્પતિશાસ્ત્રના પોતાના મૂળ વિષય (પતંગિયા, ખીસકોલી,જંગલ,બિલાડી,કેકટસ વગેરે)પર આવી જાય એવું ઇચ્છીએ, બીજું શું?
    નાના બાળકની જેમ 'મને અત્તા કલી' એમ કહેતા રહેવાને (બારબાર જિક્ર) બદલે જવાબ આપે કાં પોતે ખોટા છે, એમ સ્વીકારીને પોતાની (માની લીધેલી) પ્રબુદ્ધતા સાબિત કરે એટલે હાંઉ! તો પછી આ બ્લોગ પર વાંચવાલાયક બીજું ઘણું વાંચવા મળે.

    ReplyDelete
  8. છેલ્લા કેટલાય વર્ષોમાં વિવિધ પ્રકારની હિંસાને સતત સમર્થન આપીને બધું ધોઈને ચોખ્ખું કરી આપનાર ગુણવંત શાહને સાથે સાથે અહિંસાના અને માનવતાના પાઠ કરતા જોઇને એક દિવસ ગાંધી-બુદ્ધ-મહાવીરે ભેગા થઈને પૂછ્યું:

    તુમ વો કામ બાર બાર કયું કરતે હો,
    હમને તો કભી જિનકા જીક્ર ભી નહિ કિયા...

    બસ તે દિવસ છે ને આજનો દિવસ છે, કાર્ડીઓગ્રામ સતત નીકળ્યા કરે છે...

    ReplyDelete
  9. Anonymous10:34:00 AM

    Mr. Kothari,

    What level you and your gang, I repeat gang, operating? Have you thought of consulting a psychiatrist??

    Bhavya Mankodi

    ReplyDelete
  10. urvish kothari10:57:00 AM

    @bhavya : would u be kind enough to get the no. of psychiatrist from Mr. Shah?
    BTW, why accuse? Just answer or keep mum. Don't show your frustration, at least on this public platform.

    ReplyDelete
  11. J. A. Mansuri10:59:00 AM

    Instead and including Gunvantbhai, mentoring sources from Nagpur is desirable of 'Prestorika' of co-existence of all faith, no-faith (atheist), naturalist, natural citizen, etc, instead of fascism, which has resulted BJP into margin of national political arena.

    Co-existence and justice to all 68 Passengers & his relatives and those in 24 massacres all were innocent, be provided justice, because both camps belong to Indian citizen ship.

    All who made horrified psychowarefare experienced to Gujarati peaceful society (machineries & pens) be experienced of Law & Order and crystalized. Else will be another horrified picture of multi-plural ethos, cosmic and peaceful co-existence with deference enshrined by our Constitution.

    Truth prevail on surface. Untruth is always marginalized.

    J. A. Mansuri

    ReplyDelete
  12. Narendra6:07:00 PM

    Urvish,
    Do I have right to ask for your favour to use whatever, power you have achieved with the support of readers (ofcourse) to utilize it for some..some benefit of poor people who are killed in past, being killed in present and I am sure will go on be killed in future too, by ill-intentional politicians,police and let me put it bluntly-by press too. This killing does not mean with dagger or bullet, there are many ways to do it.
    What is so important in this case, in which some ill intentional policeman used their legitimate power to eliminate one equally ill intentional outlaw? and some same intentional politicians helped or used policemen (whose names, even you are not daring to disclose, after having knowledge)
    I think, this short of Q-A session can go on for ever between you and others (this time it is GS, next time it can be other too)
    I am still waiting for some insight from you on Raju Risaldar case of Vadodara. Why and how he rose to the top and how he was exterminated and for what! is all open secret. Who bothred at that time for killing alias encounter?

    One time your brother advised me that if I keep this type of feeling, I cant read any newspaper or mag in Gujarat. The same applies here too! This way, you need to keep on questioning all in your field of working.
    There are hardly few who do not work like GS doing now.
    Hope you dont take this too personal. I know your commitment too.

    ReplyDelete
  13. urvish kothari9:25:00 PM

    નરેન્દ્રભાઇ, આટલું શુદ્ધ ગુજરાતીમાં બધું લખાયેલું હોવા છતાં તમે મુદ્દો નહીં સમજવાની જીદ લઇને પછી ચર્ચાનો ડોળ શા માટે કરો છો? જવા દો ને યાર. ગયો લેખ વાંચીને તમને હસવું આવ્યું હતું ને? તેમ આ લેખ વાંચીને પણ હસી કાઢો.

    ReplyDelete
  14. Anonymous12:47:00 AM

    તમારી આંખ સામે એક દ્રશ્ય કલ્પી જુઓ...
    ગુજરાતમાં ગોધરાકાંડ અને એ પછીના કાંડમાં હજારો માણસો માર્યા ગયા તે દિવસે સાવ જુદા પાત્રો સત્તા પર હોત તો ? ! દિલ્હીમાં અટલ બિહારી વાજપેયીની જગ્યાએ બીજો કોઈ હોત તો (જરૂરી નહીં કે ફક્ત કોંગ્રેસ પણ ભાજપ સિવાય કોઈ પણ)... ગુજરાતમાં નરેન્દ્ર મોદીની જગ્યાએ બીજો કોઈ હોત તો.... પછી આપણા ચિંતક ગુણવંતશાહ પોતાના લેખોમાં નરેન્દ્ર મોદીની જગ્યાએ પેલા બીજા મુખ્યમંત્રી તરફી લખતા હોત કે નહીં ?...

    ReplyDelete
  15. સરસ લેખ છે, એમાં ઉઠાવેલા સવાલો વિચારવા જેવા તો ખરા. (કાર્ડિયોગ્રામ, ચિત્રલેખા ના લેખ ની વાત કરું છું)
    ગુણવંત શાહનો સોરાબુદ્દીન એન્કાઉન્ટરના મામલા કરતા બીજા કોઈ લેખના મુદ્દે વિરોધ કર્યો હોત તો બહુ ગમત.
    ............
    ગુજરાતમાં ગોધરાકાંડ અને એ પછીના કાંડમાં હજારો માણસો માર્યા ગયા તે દિવસે સાવ જુદા પાત્રો સત્તા પર હોત તો ?
    ...............
    તો...
    જો દિલ્હી માં વાજપેયી ની જગ્યા એ કોંગ્રેસ કે બીજા કોઈ પક્ષના વડાપ્રધાન હોત તો ગોધરાકાંડ માટે હિંદુ કારસેવકોની ઉશ્કેરણીને જવાબદાર ઠેરવી ને હિંદુઓ ના રોષને કચડી નાખવા માટે આકરા (રાષ્ટ્રપતિ શાષન સુધીના)પગલા ભરાયા હોત, એટલે ગોધરાકાંડ પછી ના કોઈ રમખાણો તો થયા જ ના હોત ને. લઘુમતીને લોખંડી સુરક્ષા અપાઈ હોત... અને એ સમયે ભાજપ સિવાય કોઈ પણ મુખ્યમંત્રી હોત તો એની તરફેણ કરવાની જરૂર ના પડત કેમ કે એની તરફ તો આખું ભારત હોત ને...

    ReplyDelete
  16. J. A. Mansuri12:52:00 PM

    The efforts and machineries used in creating psychowarefare of peripheral issues of Indian and Social arena are proved anti-cycle for development, growth, GDP, besides social justice, equality rights enshrined by Constitution.

    If the same efforts and machineries are planning a shift in paradigm to positively do mind-boggling of equality and create a developmental polity instead of fascist polity, which all senior include Bajpai has confirmed 'shameful' for national politics.

    Any effort for co-existence of plural character will only lead to healthy Indian society. Any hypocritical from any sector would mess up.

    J. A. Mansuri

    ReplyDelete
  17. urvish kothari6:46:00 PM

    ભાઇ ચિરાગ, તમને ગુણવંત શાહના કાલ્પનિક સવાલ વિચારવા જેવા લાગે છે, પણ મારા વાસ્તવિક સવાલ..?
    સોરાબુદ્દીન-કૌસર-તુલસી એન્કાઉન્ટર મુદ્દે મારી મુદ્દાસર વાત પછી પણ તમને ગુણવંત શાહની ગોળગોળ વાતો વઘુ શ્રદ્ધેય લાગતી હોય, તો એમાં મારે શું કહેવાનું હોય? સિવાય કે હાર્દિક શુભેચ્છા.

    ReplyDelete
  18. Anonymous10:50:00 PM

    શ્રી ચિરાગભાઈએ ઉપર જે લખ્યું છે એ જોતા એવું લાગે છે કે ગુણવંતશાહે પોતાના ભક્તોને ફક્ત ભાજપ - કોંગ્રેસ અને હિંદુ - મુસ્લિમનું રટણ કરતા જ શીખવાડ્યું છે અને એજ એમનો જીવનસંગીત અને આનંદયાત્રા... એ વાત જુદી છે કે અહીંયા બ્લોગ લખનાર હિંદુ છે અને ચિરાગભાઈ જેવા ઉત્તર આપનાર પણ હિંદુ જ છે... અને એજ આ બ્લોગની ખૂબી છે.
    ઈશ્વર અલ્લા તેરે નામ, સબકો સન્મતિ દે ભગવાન...... કાશ આ બે પુસ્તકો ગુણવંતભાઈએ ના લખ્યા હોત તો..... ઠીક છે, ગુણવંતભાઈના ધંધામાં બધું જ ચાલે.

    ReplyDelete
  19. Anonymous5:53:00 AM

    ભવ્ય મંકોડીએ એમના કમેન્ટમાં જે gang શબ્દને ભાર આપ્યો છે એ જોતા એક કવિની બે પંક્તિ યાદ આવે છે...
    હમ આહ ભી ભરતે હૈ તો હોંતે હૈ બદનામ,
    વો કત્લ ભી કરતે હૈ તો ચર્ચા નહીં હોતા.
    અહીંયા કવીએ 'કત્લ'ને કોઈક ઘટના સબંધે લખ્યું હશે પણ ઉર્વીશભાઈના પ્રશ્નોમાં તો ખરેખર સાચેસાચા 'કત્લ'ની જ વાત છે.

    ReplyDelete
  20. shailesh modi5:35:00 PM

    yr criticism of GS on this and related subjects is pertinent because he peddles the ideas under the cover of an obective "Chintak". If you get an opportunity'interview or bring into debate bhikhu parekh. Suspect poor Parekh does not know how he is quoted or used.In one of the pieces, he described parekh as being proud of being Hindu(mandatory reference to mara ghare hinchka par vato karta)and used this to berate amartya sen who calls himself one with Hindu background;as though Sen is a lesser human being.I would not consider Parekh holding British passport and Sen holding Indian- a fact-as relevant if the two are discussing India but GS mixes expertly apparent logic with pedestrian nuggets to cook up lethal chintan.Keep up the good work but do not stop at presenting facts on London killings,present Parekh on fake encounters in Gujarat.I shall be happy signing an appropriate open letter to parekh, if u do one

    ReplyDelete
  21. Anonymous9:11:00 AM

    હવાતિયા કોના ???? ઉર્વીશ કોઠારી ના !!!!!!!!!!!

    ReplyDelete
  22. Anonymous2:52:00 PM

    Perhaps we could anticipate a latest clonning (Gujarati) of Amrtya Sen who has vision to evaluate political economy of Vibrant Gujarat and / or Inclusive Growth of last man. He could be either from any independent and / or RSS cadre, could be helpful to assess.

    ReplyDelete
  23. I have been following your articles in Gujarat Samachar earlier and ever since last few months i have been reading magazine "nirikshak",i just want to congratulate you on your stand against Shri GS's hypocracy in fake encounter case.GS should accept the post of Modi's spokesperson.I fully endorse your view in this.

    ReplyDelete
  24. Anonymous8:48:00 PM

    I have stopped reading Gunvant's articles long back one I realized he has put is pen on 'girve' to Modi.

    Kuldeep Sagar

    ReplyDelete
  25. ભાઈ પદ્મશ્રી અને સાહિત્ય રત્ન જેવા એવોર્ડ્સ સાવ મફતમાં થોડા મળે? સત્તા ઉપર બેઠેલાઓનો પક્ષ પણ લેવો પડે અને ચાપલુસી પણ કરવી પડે. વધુમાં લોર્ડ ભીખુ પારેખ અને તેવા બીજા અનેક લોર્ડ્સ અને મોટા માણસો નાં નામ વારે વારે ટાંકવાની અને તે રીતે આત્મશ્લાઘા કરતા રહેવાની આ ચિંતક મહાશયની ટેવ ઘણી જુનીછે.

    ReplyDelete
  26. સમજાતું નથી કે ગુણવંતભાઈ જેવા વિચારક ના બંધિયાર પાણી ની જેમ કેમ બંધાય ગયા છે, આર્યસમાજી હોવા નું કહે છે અને કથાકારો ની આટલી હદે પ્રશંસા શા માટે કરે છે,,,

    ReplyDelete