Friday, June 05, 2009

વજેસિંહ પારગી વિશે

સામાન્ય રીતે મારે જ લખવાનું એટલું બઘું હોય છે કે આ બ્લોગ પર બીજા કોઇનું લખાણ મૂકવાનું શક્ય બનતું નથીઃ-)

આજે અપવાદરૂપે મિત્ર કિરીટ પરમારના બ્લોગ પરથી તેમના એક લેખની લિન્ક અહીં મૂકું છું.
http://kikasakari.blogspot.com/2009/05/blog-post.html

પરમ ભાષાસેવી અને પ્રૂફરીડરની ઓળખ જેમના માટે બહુ નાની પડે એવા વજેસિંહ પારગી વિશેનો એ લેખ સહૃદયી મિત્રોએ વાંચવા જેવો છે.

વજેસિંહ સાથેનો મારો પ્રત્યક્ષ પરિચય ઓછો, પણ તેમના કામનો હું પ્રશંસક છું. એમના વિશે પહેલી વાર શિવજીભાઇ અને અપૂર્વ આશર પાસેથી સાંભળ્યું. મારૂં હાસ્યનું પહેલું પુસ્તક ‘બત્રીસ કોઠે હાસ્ય’ લેખકના નામ વિના પહેલી વાર વજેસિંહભાઇ પાસે વંચાવા ગયું હતું અને મને જાણવા મળ્યું કે તેમનો અભિપ્રાય સારો આવ્યો છે. એટલું જ નહીં, તે વ્યવહાર ખાતર સારા અભિપ્રાયો આપનારા માણસ નથી! ‘બત્રીસ કોઠે હાસ્ય’ વિશે તેમણે મને લખેલો પત્ર- જેમાં એમણે પોતાના દૃષ્ટિકોણથી મારા પુસ્તકની ખૂબી અને મર્યાદા બન્ને ચીંધી બતાવ્યાં હતાં- અત્યાર સુધીના ઉત્તમ પત્રોમાંનો એક છે.

‘મારા જીવનનો વળાંક’ એ પુસ્તકમાં મારા લેખમાં ગાઢ મિત્ર તરીકે બિનીત (મોદી)નો ઉલ્લેખ વાંચીને વજેસિંહભાઇએ એ વખતે ‘મેટ્રો’માં કામ કરતા બિનીતને એ મતલબની ચિઠ્ઠી લખી હતી કે ‘કોઇની સાથે આટલી ગાઢ મૈત્રી હોવી એ કેવી સરસ વાત છે.’

પ્રૂફરીડરનો દબદબો જોયો હોય એવાં પ્રાણીઓની છેલ્લી જમાતમાં મારો સમાવેશ થાય. મુંબઇમાં ગાંધીભાઇ (હસમુખ ગાંધી)ના અટપટા અક્ષર ઉકેલતા પ્રૂફરીડરથી ‘સંદેશ’ના ચંદ્રકાંત ભટ્ટ જેવા આ ક્ષેત્રના લોકો કામ કરતા જોયા છે. અત્યારે પ્રૂફરીડિંગ, કિરીટ પરમારે યોગ્ય રીતે જ લખ્યું છે તેમ, ‘દલિત’ બની ગયું છે, ત્યારે વજેસિંહભાઇ જેવી સમર્થ અને સજ્જ વ્યક્તિનું તેમાં હોવું ગુજરાતી ભાષાના સૌ પ્રેમીઓ માટે આશીર્વાદરૂપ છે.
પાત્ર અને લેખક બન્નેને અભિનંદન
http://kikasakari.blogspot.com/2009/05/blog-post.html

4 comments:

  1. Thanks. Read the profile of a selfmade person (of my town) on a given link.

    ReplyDelete
  2. Thnx for pointing to such a good person and his gigantic work.The field and work he is in, does not give credit to mostly, most of all involved...rather, if you tell some one that you are working for some newpaper- chances are you can be counted along with ill-famous police,politician who we know well why are ill-famous!!
    Congrats to Pargi and salute his dedication,I know one such-Pagi, may be of same caste 'Bhil', he also faced such hurdles being high tachnocrate and with trend setting knowledge....but was mostly not awarded (He now left for middle east on my advise and naturally-got his due credit plus money!!!)Amen

    ReplyDelete
  3. પ્રુફ રીડર વિશેના તમારા લેખમાં એક આડવાત. તમે સંદેશન ચન્દ્રકાન્ત ભટ્ટનો ઉલ્લેખ પણ કર્યો છે તે સંદર્ભમાં યાદ આવ્યું કે મોટાભાગના છાપાંમાં યુનિયનની કપરી જવાબદારી પ્રુફ રીડર સંભાળતા હતા. સંદેશમાં ચન્દ્રકાન્તભાઇ હતા તો જનસત્તામાં એ લડાઇ કીરીટભાઇ પટેલ વર્ષો સુધી લડયા. તેનું કારણ એ હતું કે પ્રુફ રીડર ગણાતા તંત્રી ખાતાના સ્ટાફમાં પણ તેમની બેઠક રહેતી કમ્પોઝીટર્સ સાથે. જાહેરખબરોનું પ્રુફ રીડીંગ પણતેમના ભાગે આવતું અને કયારેક ભુલ ગઇ હોય તો છેક પ્લેટ મેકીંગ ખાતાંમાં જઇને તે સુધારવાની જવાબદારી પણ તેઓ નિભાવતા. આમ, લગભગ બધાં ખાતા વચ્ચે તેઓ અસરકારક રીતે સંકલન કરી શકતા હતા. છાપાંઓમં પ્રુફ રીડરની જગ્યા અને યુનિયનવાદ એ બંને લગભગ સાથે સાથે નાબુદ થયાં. બાળ સાહિત્ય અને રહસ્યકથાઓના લેખક યશવંતભાઇએ પણ પ્રુફ રીડીંગ સાથે યુનિયન નેતાની બેવડી ભૂમિકા કયારેક ભજવ્યાનું પણ તેમણે અમને પત્રકારત્વના વર્ગમાં કહેલું યાદ આવે છે.

    ReplyDelete
  4. પ્રુફ રીડર અને યુનિયન પ્રવૃતિ વિશેની મારી કોમેન્ટ અન્ય આઇડી જિજ્ઞેશકુમારના નામે ભૂલથી પોસ્ટ થઇ છે તે બદલ દરગુજર કરશો. મારું ઇમેલ આઇડી antanihiren@gmail.com છે.

    ReplyDelete